________________
શારદા સિદ્ધિ
ગા ચરાવવા જતા હતા. મુનિરાજેને જોઈને તેઓ હર્ષ પામ્યા. સંતના ચરણમાં નમન કરીને પૂછયું મહારાજ! આપ બધા કેમ સૂકાઈ ગયા છો? ત્યારે મહારાજે બધી વાત કરી એટલે છોકરાઓએ કહ્યું મહારાજ ! અમારે માટે અમે આ ભાત લાવ્યા છીએ તે આપ સ્વીકાર કરે. સાથે છાશ પણ નિર્દોષ છે. આ છોકરાઓએ પિતાને માટે લાવેલા ભાત સંતેને વહરાવીને મહાન લાભ મેળવ્યો. આહાર પાણી મળવાથી ભૂખ તરસ શાંત થવાથી શાતા વળી એટલે મુનિચંદ્ર મુનિએ શેવાળના છોકરાઓને ધર્મને ઉપદેશ આપે.
બધા હળુકર્મી જી હતા એટલે એમને ખૂબ આનંદ થયો ને કહ્યું મહારાજ ! અમારા ઘર નજીકમાં છે. તમે ત્યાં ન આવે ? બાળકની ખૂબ જિજ્ઞાસા જેઈને સંતે ત્યાં પધાર્યા. આઠ દિવસ રોકાયા અને બધા સમજી શકે તે રીતે ધર્મને ઉપદેશ આપે, એટલે પેલા ચાર છોકરાઓ કહે છે મહારાજ ! અમારે તે હવે તમારા શિષ્ય બનવું છે. અમને દીક્ષા આપે. બધુઓ ! આઠ દિવસમાં ચાર છોકરાએ શૈરાગ્ય પામ્યા, તે હું તમને ચાર મહિના ધર્મને ઉપદેશ આપીશ તે મને લાગે છે કે આ સુરત સંઘમાંથી ઓછામાં ઓછા ચાર શ્રાવકે વૈરાગ્ય પામી જશે. (હસાહસ) આ છોકરાઓ દીક્ષા લેવા તૈયાર થયા છે પણ મહારાજ તેમને કહે છે ભાઈ! સંયમ લે તે કંઈ ખાવાના ખેલ નથી, કોઈવાર આહાર પાણી નહિ મળે ત્યારે ભૂખ તરસ સહન કરવા પડશે, કોઈ માર મારશે, ભાલાથી વીંધી નાંખશે, કઈ જીવતા બાળી મૂકશે, કોઈ કટુવચન કહેશે આ બધું સમભાવથી સહન કરી શકશો ? ત્યારે ગોવાળના છોકરા કહે છે, હા, મહારાજ બધું સહન કરી શકીશું. હવે આ છોકરાઓને દીક્ષા લેવાની લગની લાગી છે. તેઓ દીક્ષા લેશે ને શું બનશે તેને ભાવ અવસરે કહેવાશે. આજે આપણે વ્યાખ્યાનની પાછળ એક બોધદાયક ચરિત્રને પ્રારંભ કરે છે.
ચરિત્ર” નાના બાળકો તેમજ ઘણાં યુવાન અને વૃદ્ધ ભાઈ – બહેનને ચરિત્ર સાંભળવામાં ઘણે રસ આવે છે. આ ચરિત્ર પણ જીવોને ખૂબ લાભદાયી બને છે. કંઈક બાલજી એમાંથી બેધ મેળવી એનું જીવન ધર્મના માર્ગે દેરે છે. આ ચરિત્રમાં ભીમસેન અને હરિસેન બે ભાઈઓ મુખ્ય પાત્ર છે. એમાં કર્મરાજા જીવને કેવા કેવા કષ્ટ આપે છે, પાપકર્મના ઉદયથી જીવ કેવા કેવા દુઃખો ભેગવે છે, માણસ એક દુઃખમાંથી મુક્ત ન થાય ત્યાં બીજુ દુઃખ એની રાહ જોતું હોય એવી કરૂણ કહાણ આ ચરિત્રમાં આવશે. એ સાંભળીને કર્મબંધન કેમ ઓછાં થાય એ તરફ લક્ષ રાખવાનું છે. કર્મરાજા તીર્થકર, ચક્રવતિ આદિ કોઈને છોડતા નથી. એ વાત સાબિત કરવા માટે આ રાસ જેડનાર મહાત્મા તીર્થંકર પ્રભુને વંદન કરી, સરસ્વતી દેવીનું સ્મરણ કરી સર્વ પ્રથમ ગાથામાં કહે છે કે