________________
શારદા સિદ્ધિ , સમજીને કદી એને ગર્વ ન કરે. આપણે હવે જે અધિકાર શરૂ કરે છે તેમાં બ્રહ્મદત્ત ચક્રવતી નિયાણું કરીને કેવી રીતે ચક્રવતી બન્યા તે વાત પછી આવશે. તે પહેલાં એ પૂર્વભવમાં કેણ હતા, એ આગલા ભવાની વાત કરવામાં આવે છે.
સાકેતપુર નામનું નગર હતું. નગર કેને કહેવાય ? જ્યાં બાગ-બગીચા, ધર્મ શાળા આદિ સંસાર સુખના સાધને અને ધર્મસ્થાનક આદિ આત્મિક સુખના સાધનો હોય તેને નગર કહેવાય. બીજી રીતે રાજાને જ્યાં કઈ કર નથી એને નગર કહેવાય. નગરના શાસક ચંદ્રાવતંસક નામે રાજા હતા. તે ન્યાયી, નીતિવાન અને દયાળુ હતા. રાજાની મહેરબાનીથી નગરજને સુખી અને સમૃદ્ધ હતા. આ રાજાને મુનિચંદ્ર નામે એક પુત્ર હતું. મુનિચંદ્ર એના ગુણોથી સર્વેને આનંદ આપનાર હતું. એ બાળપણથી સંસારના વિષયોથી અલિપ્ત હતો. એને સંસારના કેઈપણ કાર્યમાં રસ ન હતો. એનું નામ એવા જ એના જીવનમાં ગુણે હતા. સમય જતાં એ મુનિચંદ્ર મોટો થ. ત્યારે એના પિતાજી ચંદ્રાવતંસક રાજાએ કહ્યું બેટા ! હવે તું રાજ્યને કારભાર સંભાળી લે પણ મુનિચંદ્રનું મન આ અસ્થિર સંસારમાં ઠરતું નથી. એણે કહ્યું પિતાજી! આ રાજમુગટની શોભા નકામી છે, દુઃખદાયક છે. મારે એ ખટપટમાં પડવું નથી.
બંધુઓ ! એને રાજૌભવ મળે છે છતાં લેવા તૈયાર નથી અને તમે એ મેળવવા પડાપડી કરે છે. આજને માનવી સત્તાની ખુરશી માટે ભૂખે ડાંસ બન્યું છે એક સત્તાધીશ સારી કામગીરી બજાવે તે બીજાથી સહન ન થાય. એને પડાવી લેવા બીજા તૈયાર હોય. આજના પેપરમાં તમે વાંચ્યું ને? સરકારી તંત્ર કેવું બની રહ્યું છે. મેરારજીભાઈએ રાજીનામું આપ્યું. બીજા મને આપે તે કરતાં હું જ દઈ દઉં. આ ન્યાય બધાએ પિતાના ઉપર ઉતારવા જેવો છે. જ્યારે આયુષ્ય પૂરું થશે, કાળરાજાના તેડા આવશે ત્યારે છોડવું જ પડશે ને! તેના કરતાં પોતાની જાતે સમજીને છેડી દેવું શું છે અહી મુનિચંદ્રકુમારે રાજગાદીને સ્વીકાર ન કર્યો. એક વખત સાગરચંદ્ર મુનિને એને સમાગમ થતાં વૈરાગ્ય પામીને દીક્ષા લીધી અને મુનિચંદ્ર નામને સાર્થક કર્યું.
સંયમ લઈને ગુરૂના સાનિધ્યમાં રહીને ખૂબ જ્ઞાનાભ્યાસ કર્યો. પિતાના ઘણું શિષ્ય થયા એટલે ગુરૂની આજ્ઞા લઈને પોતાના શિષ્યમંડળ સાથે સ્વતંત્ર વિહાર કરવાને પ્રારંભ કર્યો. રામાનુગ્રામ વિચરતાં વિચરતાં એક વખત તેઓ મહાવિષમ અટવીમાં જઈ ચઢયા. એ અટવીમાં કઈ માણસ ન હતું એટલે આહાર પાણીનો
ગ કયાંથી મળે? અટવીમાં ઘણાં દિવસ સુધી આહાર પાણીને ગ ન મળવાથી અત્યંત ભૂખ અને તૃષાને કારણે બધા મુનિરાજોના શરીર સૂકાઈ ગયા. ભૂખ તરસ આદિ ઉગ્ર પરિષહ સહન કરતાં મુનિરાજે ચાલ્યા જતા હતા. ત્યાં તેમને ગવલલભ ગોવાળના નંદ, સુનંદ, નંદદર અને નંદપ્રિય નામના ચાર છોકરાઓ પોતાને માટે ભાત લઈને