________________
શારદા સુવાસ
મને કઈ વિસાતમાં નથી. સારી દુનિયા ભગવાન વિના શુન્ય લાગે છે. એણે દેવને કહી દીધું કે તારા મેવા અને મીઠાઈ મારે ખાવા નથી. મરી જઈશ તે મને કોઈ હરક્ત નથી. તું મારી ચિંતા ન કરીશ.
છોકરાની શ્રધ્ધા જોઈ પ્રસન્ન થયેલા દેવ ” આ કુમળા બાલુડાની મક્કમતા જોઈને દેવ પ્રસન્ન થયે, અને દેવનું દિવ્યરૂપ બનાવીને કહે છે છોકરા! હું કેઈ સામાન્ય માનવી નથી. તારી ભક્તિ જોઈને હું તારા પર પ્રસન્ન થયો છું. માંગમાંગતું માંગે તે આપવા તૈયાર છું. છેકરે કહે છે મારે કંઇ ચીજ જોઈતી નથી. દેવે કહ્યુંઅરે ! તું આ નોકરી કરે છે, ઢોર ચરાવવા જાય છે, કપડા ધોવે છે, વાસણ માંજે છે, ઝાડૂ કાઢે છે. આ બધી મજુરી કરવી મટી જાય એવું શ્રેષ્ઠ વરદાન માંગી લે, ત્યારે છોકરાએ કહ્યું-એ ઢેરો ચરાવવાને રૂડે પ્રતાપ છે. ઢેરો ચરાવવા ગયે તે ભગવાન મળ્યા, અહીં કયાં મળવાના હતા? ભગવાન માન્યા ને મારું દુઃખ ગયું. હવે હું નોકર કે રંક નથી. હું તે શેઠને ય શેઠ છું ને રાજાનો રાજા છું. મારે કંઈ ન જોઈએ, ત્યારે દેવે કહ્યું કે દેવના દર્શન થવા જ દુર્લભ છે, અને જેને દેવના દર્શન થાય તે ખાલી ન જાય. માટે તારી જે ઈચ્છા હોય તે ખુશીથી માંગી લે.
બંધુઓ! તમારા ઉપર આવી રીતે દેવ પ્રસન્ન થાય અને તમને માંગવાનું કહે તે શું કરે? બોલે, તમે જવાબ નહિ આપે, હું કહું. તમે તે રાહ જોતા હે કે કયારે માંગવાનું કહે. બરાબર ને ? પછી બાકી કાંઈ રાખો ખરા ? (હસાહસ) આ છોકરાને દેવે ખૂબ કહ્યું ત્યારે કહે છે હે દેવ ! તમે મને માંગવાનું શું કહી રહ્યાં છે? ભગવાનની ભક્તિ આગળ ત્રણ ભુવનનું રાજય પણ કંઈ વિસાતમાં નથી. કારણ કે એ બધી સંપત્તિ આત્માનું કલ્યાણ કરાવી શકતી નથી. ભગવાનની ભક્તિ જ આત્મ નું કલ્યાણ કરાવી શકે છે. જગતની ઠકુરાઈ મેક્ષ ન અપાવે. ભગવાનની ભક્તિ આપણને મોક્ષ અપાવનારી છે. એવી શ્રેષ્ઠ ભગવાનની ભક્તિના બદલામાં બીજું શું માગવાનું હોય? રત્નના બદલામાં કાચ કેણુ ખરીદે ? અરાવણ હાથી વેચીને ગધેડે કે ખરીદે? મારે બીજું કંઈ નથી જોઈતું. જો તમે મારા ઉપર પ્રસન્ન થયા છે તે એવું વરદાન આપો કે કયારે હું દર્શન વગરને ન રહું.
બંધુઓ ! વિચાર કરો. આ નાનકડા છોકરાની ભક્તિ કેટલી છે ને ભૌતિક પદાર્થો પ્રત્યે નિસ્પૃહતા કેટલી છે. તે તમારામાં આવી શ્રદ્ધા ! તમને તે આટલું મળ્યું છે છતાં ભિખારીપણું જતું નથી. છોકરાએ માંગ્યું તે સાંભળીને દેવ તાજુબ થઈ ગયે. એના માથે હાથ મૂકીને કહે છે- જા બેટા! હમણાં જ વરસાદ રહી જશે ને પાણી ઉતરી જશે ને તું તારા ભગવાનના દર્શન કરી શકીશ. તું કંઈ માંગતે નથી પણ હું કહું છું કે તું આજથી સાતમે દિવસે આ સમૃદ્ધ નગરને રાજા બનીશ, એમ કહીને