________________
શારદા સુવાસ
દીક્ષા લેવાનું મન થાય. કદાચ કઈ એને એમ કહે કે ભાઈ! દીક્ષા લેવી તે સામાન્ય વાત નથી. ત્યાં તે ઘણાં ઉપસર્ગો અને પરિસહે સહન કરવા પડશે. તે પણ એનું મન ડગે નહિ. એ તે એક જ નિર્ણય કરે કે ચારિત્ર માર્ગમાં ગમે તેટલા કષ્ટ પડશે તે પણ હું સહન કરીશ. મહાન પુરૂષને કેટલા કષ્ટ સહન કરવા પડયા છે. કષ્ટ વિના કલ્યાણ કયાં છે? આ જે આત્મા સાથે નિર્ણય કરે છે તે આત્મકલ્યાણ કરી શકે છે. જે કષ્ટ પડતાં ઢીલ થઈ જાય છે તેનું કલ્યાણ થવું મુશ્કેલ છે. પેલા છોકરાને કસેટી આવી છતાં મન મજબૂત છે. મુખ ઉપર મલકાટ છે.
કંદન ચમકે જેમ કસ્યાથી, ચંદન મહે કે જેમ ઘસ્યાથી. માનવ જ્યારે દુઃખને ઝીલે છે, સાચા સ્વરૂપને શકિત ખીલે છે--આફત જયારે
–માણસની જ્યારે કસોટી થાય છે અને તે કસોટીમાંથી પાર ઉતરે છે, ત્યારે તે વધુ તેજસ્વી બને છે. જેમ સેનું અગ્નિમાં નાંખવામાં આવે છે, ત્યારે વધુ ચમકે છે. ચંદન જેમ જેમ ઘસાય છે તેમ તેમ વધુ મહેકે છે, તેમ મનુષ્યની કસોટી થાય છે ત્યારે તેની શકિત પણ ખીલી ઊઠે છે. આ બાળકને સાત સાત ઉપવાસ થાય છે. શરીરની શક્તિ મંદ પડી છે પણ એને આત્મા તે મજબૂત બની ગયો છે. એક ચિરો ધ્યાનમાં બેસીને પ્રાર્થના કરે છે કે હું મારા ભગવાન ! તમે કયાં ને હું કયાં? આપના દર્શનને મને વિરહ પડે છે. સાત દિવસ તે જાણે સાત યુગ જેવા વીત્યા. હવે કયારે દર્શન થશે? હે દયાળુ ભગવાન મને જ્યારે દર્શન દેશે?
ક્યારે મળશે (૨) હે ભગવાન ક્યારે મળશે? દેખું સવાર સાંજ સેનેરી શમણું, આવ્યા કે આવી જાશે પ્રભુજી હમણાં,
મારી આંખે કરે ઇતેજાર રેક્યારે મળશે?
“દેવે લીધેલી પરીક્ષા – આ પ્રમાણે પ્રભુને પ્રાર્થના કરે છે. આ સમયે દેવનું વિમાન જતું હતું તે થંભી ગયું. દેવ દેવીએ જોયું તે આ છોકરાને ભગવાનના દર્શનની ઝંખના કરતે જે. દેવ અને દેવી પણ એની ભક્તિ જોઈને ખુશ થયા. સાત દિવસને ઉપવાસી છે પણ નામ ખેદ નથી. મુખ પર કેટલે આનંદ છે ! દેવીને દયા આવી, એટલે દેવને કહે છે આપણી પાસે શક્તિ છે તે એને એના ભગવાન પાસે મૂકી દે ને, ત્યારે દેવ કહે છે પહેલા એની પરીક્ષા કરી લઉં, પછી બીજી વાત. દેવ મનુષ્યના રૂપમાં આવીને કહે છે કે છોકરા! હવે આ તારા નિયમમાં ફેરફાર કર. લે, આ મેવા મીઠાઈ લાવ્યો છું તે તું જમી લે. નહિ ખાય તે મરી જઈશ. કયાં સુધી ભૂખ્યા રહેવાય ? પહેલા શરીરને સાચવ, પછી તારા ભગવાનના દર્શન કરજે, ત્યારે છે કરે કહે છે ભાઈ! મને આવા શબ્દો કહેવાવાળે તું કોણ છે? ચાલ્યા જા અહીંથી મારે તારી વાત સાંભળવી નથી. પહેલા મારા ભગવાન અને પછી મારું શરીર, ભગવાન આગળ