________________
શારદા સુવાસ પણ ગુરૂના દર્શન કર્યા વિના જમવું નહિ એ નિયમ બહુ આકરો હતે. આ ક્ષત્રિય છેકરાને સાત સાત દિવસના ઉપવાસ થયા છે પણ મનમાં સહેજ પણ ગ્લાનિ નથી. દિલમાં દુઃખ હેય તે એક જ છે કે અરેરે. કે કમભાગી છું કે સાત સાત દિવસથી મારા ભગવાનના દર્શન નથી કરી શકે? સાત દિવસને ઉપવાસી છે પણ શેઠનું બધું કાર્ય કરે છે. પાપ કર્મના ઉદયથી નોકરી કરે છે પણ ક્ષત્રિયનું ખમીર ગયું નથી. વાદળમાં સૂર્ય છૂપે ન રહે તેમ રજપૂત છુપે ન રહે. શેઠ એને ખૂબ સમજાવે છે કે બેટા ! તું જમીયે પણ એની ટેક છોડતું નથી. કે હળુકમી જીવ હશે ? એને ગુરૂ મન્યાને તમને પણ મળ્યા છે. એણે એક જ વખત દર્શન કર્યાં ને તમે કેટલી વાર કર્યા પણ આ આનંદ કે આવું પરિવર્તન તમારા જીવનમાં આવ્યું છે !
બંધુઓ ! વધુ શું કર્યું, એણે તે છાથી ઉત્કૃષ્ટ ભાવે નિયમ લીધે છે ને એનું પાલન કરે છે ને તમને તે અમારે કહેવું પડે કે દેવાનુપ્રિય ! હવે ધર્મ કરવા યોગ્ય તમારી ઉંમર થઈ છે. બને તેટલી જીવનમાં ધર્મની આરાધના કરી છે. વધુ નહિ તે જ એક સામાયિક કરવી અને કંદમૂળ ન ખાવા એટલે તે નિયમ લે ! તે પણ તમે લેવા તૈયાર નથી. તમારા પુરૂદયે દીકરે સારે છે, તમારું બધું કામકાજ સંભાળી લે છે છતાં શા માટે બળદીયાની જેમ બાજે ખેંચે છે ?
એક જમાને એ હતું કે દીકરે ઘરનું સંચાલન કરે તે તૈયાર થઈ જાય એટલે પિતા સંસાર છોડીને સાધુ બની જતા હતા. આગમમાં ઠેરઠેર દીક્ષાની વાતે આવે છે. ભૂતકાળમાં જૈનશાસનને પામેલા રાજા, મહારાજાઓ અને ચક્રવતિએના ઘરમાં પણ વૈરાગ્યની વાત થતી હતી. તે કુળમાં મહાન સુખી જીવે પણ વૈરાગ્ય પામીને દીક્ષા અંગીકાર કરતા હતા. તીર્થકર ભગવતે જ્યારે વિદ્યમાન હતા ત્યારે ભગવાનનું અને ગણધર વિગેરેનું તે પછીના કાળમાં આચાર્ય' આદિ મહાનપુરૂષના આગમનની વાત સાંભળે એટલે નગરના ધર્મપ્રેમી ભાવિક નરનારીઓ તેમના દર્શન અને વ્યાખ્યાન વાણી સાંભળવા માટે હર્ષભેર જતા. મોક્ષમાર્ગને ઉપદેશ એક ચિત્ત પ્રેમથી સાંભળતા. ભગવાને ભવ્ય જીને મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે. એ મોક્ષમાર્ગ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. આ ત્રણેની સંપૂર્ણ આરાધના ચારિત્ર અંગીકાર કર્યા વિના થઈ શકતી નથી, અને ચારિત્ર વિના મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. ભગવાનના શાસનમાં થયેલા મહાન પુરૂષોને પણ એક જ ઉપદેશ છે કે ત્યાગ વિના મેક્ષ નથી. જે તમારા હૈયામાં આ એક વાત બેસી જાય તે કલ્યાણ થઈ જાય.
“જીવનમાં શું વિચારશે?” –“સંસાર છેડવા જે છે, મોક્ષ મેળવવા જેવું છે અને એને માટે પ્રવર્યા જ એક માત્ર આધાર છે.” આવું વિચારે છે ખરા? જે આવું વિચારતા હે તે સાચું સમજયા કહેવાય, અને પછી