________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
હારીતસંહિતા.
વાળું પુષ્પ સૂંધવું, ચંદન અને વીરણવાળા જેવા શીતળ પદાર્થોને સારી રીતે લેપ કરવા, પાણીના ફુવારા છૂટતા હેાય તેવા મકાનમાં શયન કરવું, એવી એવી ક્રિયા કરનાર પુરૂષને ગ્રીષ્મ ઋતુમાં સુખની પ્રાપ્તિ થાયછે.
इति आत्रेयभाषिते ऋतुचर्यानाम चतुर्थोऽध्यायः ।
पञ्चमोऽध्यायः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વયનું જ્ઞાન.
अथातो वयोज्ञानं वक्ष्यते ।
।
वयश्चतुर्विधं प्रोक्तमुत्तमाधममध्यमम् । हीनं चातुर्थिकं प्रोक्तं तानि वक्ष्यामि साम्प्रतम् ॥
મનુષ્યનું વય ચાર પ્રકારનું છે: ઉત્તમ, અધમ, મધ્યમ અને ચોથું હીન વય, હવે તે વયનું નિરૂપણ કરીએ છીએ.
बालं युवानं वृद्धं च मध्यमं च तथैव च । चतुर्विधं वयः सम्यक् तत् समासेन वक्ष्यते ॥
વળી ખાલ, જુવાન, વૃદ્ધ અને મધ્યમ, એવા પણ વયના ચાર પ્રકાર છે, તેનું સંક્ષેપમાં રૂડી રીતે નિરૂપણ કરીએ છીએ.
पथि श्रान्तं श्रमक्षीणं बालस्त्री सुकुमारकम् । एतेषामधमा संज्ञा प्रोच्यते वैद्यकागमे ॥
જે મનુષ્ય રસ્તામાં ચાલવાથી થાકી ગયા હોય, જે શ્રમ કરી ક્ષીણ થયા હાય, જે બાળક, સ્ત્રી કે સુકુમાર હાય, એવા મનુષ્યોને વૈદ્યક શાસ્ત્રમાં અધમ' એવી સંજ્ઞા છે.
भाषोडशाद्भवेद्वालः पञ्चविंशाद्युवा नरः । मध्यमः सप्ततिर्यावत् परतो वृद्ध उच्यते ॥
For Private and Personal Use Only