________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
હારીતસંહિતા.
નિત્ય પ્રતિ પરસેવો આવે એવાં કર્મ સારી રીતે કરાવવાં તથા અંગ ચોળાવવા; કેમકે એમ કરવાથી વાયુ અને કફના રેગ તથા તેમનો પ્રકોપ તત્કાળ નાશ પામે છે.
વસંતપચાર, मुदितकोकिलकूजितकाननं बकुलचंपककिंशुकशोभितम् । कुसुमसौरभरञ्जितभूधरं क्वणितमत्तमधुव्रतलालसम् ॥ मकरकेतनबाणसमाकुलं मुदितमेव समस्तमिदं जगत् । मलयमारुत उष्णगुणान्वितः कफकरो हि वसन्तऋतुर्भवेत् ॥ कफजकोपविनाशनलालसं वमननावनरूक्षनिषेवणम् ॥
વસંત ઋતુમાં વનમાં કોયલે હર્ષ પામીને ટૌકા કરતી હોય છે, રસરી, ચંપા અને ખાખરાનાં વૃક્ષ શેતાં હોય છે, પુષ્પના સુવાસને લીધે પર્વત સુગંધમય થઈ રહ્યા હોય છે તથા ગુંજારવ કરતાં ઉન્મત્ત ભમરા ચારે પાસે ઉડતા હોય છે. વળી આખું જગત કામદેવના બાણથી આકુળ થઈને હર્ષ પામેલું હોય છે તથા ઉષ્ણ ગુણવાળે મલયાચળને વાયુ વાતો હોય છે. એવા વસંત ઋતુમાં મનુષ્યનો કફ દેષ કોપ પામે છે. એ કફના કોપને નાશ કરવાના ઉપાય વમન, નસ્ય (નાકમાં ઔષધ નાખવું કે સુંધવું) અને રૂક્ષ પદાર્થોનું સેવન, એટલાં વાનાં છે.
विविधः सुरतानन्दसम्भ्रमः कफवारणः। व्यायामश्रमसंरोधखिन्नविश्रान्तमानसः॥ क्षाराम्लाः कटुकाः सेव्याः शोषणं कफसम्भवे । एवं क्रियासमापन्नो नरः शीघ्र सुखी भवेत् ॥
इति वसन्तोपचारः। વળી જેમાં કસરત અને શ્રમને વેગથી મનુષ્યનું મન થાકી ગયું છે અને ખેદ પામેલું છે એવા અનેક પ્રકારના સ્ત્રી વિહારના આનંદની ત્વરા પણ કફને નાશ કરનારી છે. અર્થાત કસરત, શ્રમ અને વિહાર એ કફનાશક કર્મ છે. કફની ઉત્પત્તિ થાય છે તેનું શોષણ કરવાને
For Private and Personal Use Only