________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ચોથે.
૩૩
ખારા, ખાટા અને તીખા પદાર્થ સેવવા. એવી ક્રિયા જે પુરૂષ કરે છે તે ઉતાવળે સુખી થાય છે.
ગ્રીષ્મ ઉપચાર, दीर्घवासरतीक्ष्णांशुज्वालामालाकुलं जगत् । दिशि दिशि मृगतृष्णा चोष्णं भृशं भवेद्रजः॥ नैर्ऋतो मारुतो रूक्षः शीर्णपर्णा महीरहः । दग्धतृणकुलारण्यं दावाग्निसकुला दिशः॥ एवंलक्षणग्रीष्मस्य पित्तरक्तमुदीर्यते । तस्माक्रियाप्रतीकारं कुर्यात् संशमनं भिषक् ॥ ગ્રીષ્મ ઋતુમાં દિવસ લાંબા હોય છે તથા તીણ કિરણવાળા સૂર્યના કિરણની ઝાળના સમુદાયથી જગત આકુળ થઈ રહે છે. પ્રત્યેક દિશામાં ઝાંઝવાનાં પાણી દેખાય છે તથા રેતી કે ધૂળ અત્યંત તપી જાયછે. નૈઋત ખૂણામાંથી અરૂક્ષ પવન વાવા માંડે છે. વૃક્ષ ઉપરથી પાંદડાં ખરી પડે છે. જંગલમાંથી સઘળું ઘાસ બળી જાય છે. સઘળી દિશાઓ દાવાગ્નિથી વ્યાપ્ત થઈ જાય છે. એવા લક્ષણવાળી ગ્રીષ્મ ઋતુમાં પિત્ત અને રક્ત કરે છે, માટે એ ઋતુમાં વૈષે પિત્તરાને શમાવનારી કિયાવાળા પ્રતીકાર કરવા.
जलक्रीडा दिवानिद्रासेवनं सुखसाधनम् । श्यामारामारतं शस्तं किञ्जल्कं कुञ्जशीतलम् ॥ नीलतालदलोद्भूतः श्रमघ्नो व्यजनानिलः । केतक्यामोदकुसुमं चन्दनोशीरशीतलैः॥ लेपनं शीतलं सम्यक् धारागाराशयः पुनः ।
एवंक्रियासमापन्नो ग्रीष्मे च सुखसङ्गमः॥ - ગ્રીષ્મ ઋતુમાં જળક્રીડા કરવી તથા દિવસે નિદ્રાનું સેવન કરવું, એ સુખનું સાધન છે. વળી શ્યામવર્ણની સ્ત્રી સાથે સંભોગ, તથા કું જમાંથી આવતે શીતળ પરાગ પણ હિતકર છે. નીલ વર્ણના તાડના પાંદડાના પંખાવડે અમને મટાડે એવો પવન નખ, કેતકીનું સુગંધ
* આ દેશમાં તો તને પવન રૂક્ષ નહિ પણ લેલે હોય છે.
For Private and Personal Use Only