Book Title: Parmatma Prakash Pravachan Part 01
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/007174/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશ પ્રવચન (ભાગ-૧) નવન જિન સ્વાધ્યાય પાર શ્રીમદ્ યોગીન્દુદેવ વિરચિત પરમાત્મપ્રકાશ” શાસ્ત્ર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મરસસભર પ્રવચન Page #2 -------------------------------------------------------------------------- ________________ * શ્રી સીમંધર-કુંદકુંદકહાન-દિગંબર જૈન સાહિત્ય સ્મૃતિ-સંચય, પુષ્પ નં. ૬ * परमात्मने नमः। પરમાત્મપ્રકાશ પ્રવચન [ભાગ-૧] શ્રીમદ્ યોગીન્દુદેવ વિરચિત પરમાત્મપ્રકાશ’ શાસ્ત્ર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મરસસભર પ્રવચન : પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર) : પ્રસ્તુતકર્તા : શ્રી શાંતિલાલ રતીલાલ શાહ-પરિવાર, સાયન (મુંબઈ) શ્રી સૂરજબેન અમુલખભાઈ શેઠ-સ્મૃતિ ટ્રસ્ટ, સાયન (મુંબઈ) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ : ૧૦૦૦ વી૨ સેં. ૨૫૨૮ * વિ. સં. ૨૦૫૮ * ઇ. સ. ૨૦૦૨ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ૮૯મી જન્મજયંતી, શ્રાવણ વદ-૨, તા. ૨૪-૮-૨૦૦૨ પ્રાપ્તિસ્થાન : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ-૩૬૪૨૫૦ (જિલ્લો-ભાવનગ૨) સૂરજબેન અમુલભાઈ શેઠ-સ્મૃતિ ટ્રસ્ટ ૨૧૮, વીણા વિહાર, સાયન, મુંબઈ-૪૦૦૦૨૨. કિંમત રૂા. ૨૫=૦૦ લેસ૨ ટાઈપ સેટીંગ : અરિહંત કોમ્પ્યુટર ગ્રાફિક્સ જૈન વિદ્યાર્થી ગૃહ કંપાઉન્ડ, સોનગઢ-૩૬૪૨૫૦ ફોન (૦૨૮૪૬) ૪૪૦૮૧ મુદ્રક : ચંદ્રકાંત આર. મહેતા ૮૧૬, સ્ટાર ચેમ્બ૨, હરિહર ચોક, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન : (૦૨૮૧) ૨૨૮૧૭૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ Y TOHAR श्रीमद् भगवत् कुंदकुंदाचार्यदेव Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ બે બોલ શ્રી સમયસાર વગેરે પરમાગમોનાં ઊંડાં હાર્દને સ્વાનુભવગત કરી શ્રી તીર્થંકરભગવાનના શુદ્ધાત્માનુભવપ્રધાન અધ્યાત્મશાસનને જીવંત રાખનાર આધ્યાત્મિક સંત પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સરળ તેમ જ સુગમ પ્રવચનો દ્વારા તેમનાં અણમૂલાં રહસ્યો મુમુક્ષુ સમાજને સમજાવ્યાં; અને એ રીતે આ કાળે અધ્યાત્મરુચિનો નવયુગ પ્રવર્તાવી, તેઓશ્રીએ અસાધારણ મહાન ઉપકાર કર્યો છે. આ વિષમ ભૌતિક યુગમાં સમગ્ર ભારતવર્ષને વિષે તેમ જ વિદેશોમાં પણ જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિભીની અધ્યાત્મવિદ્યાના પ્રચારનું જે આંદોલન પ્રવર્તે છે તે પૂજ્ય ગુરુદેવશ્રીના ચમત્કારી પ્રભાવનાયોગનું અદ્ભુત ફળ છે. આવા પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીનાં ટેઈપ-અવતીર્ણ, અધ્યાત્મરસભરપૂર પ્રવચનોનું પ્રકાશન કરવાનો અવસર પ્રાપ્ત થવો એ પણ આપણું પરમ સૌભાગ્ય છે. તદ્નુસાર શ્રીમદ્ યોગીન્દુદેવ વિરચિત ‘પરમાત્મપ્રકાશ’ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું સંકલન પ્રકાશિત કરતાં કલ્યાણી ગુરુવાણી પ્રત્યે અતિ ભક્તિભીની પ્રસન્નતા અનુભવીએ છીએ. આ ‘પરમાત્મપ્રકાશ’ના પ્રવચનકાર પરમોપકારી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી શુદ્ધાત્મદૃષ્ટિવંત, સ્વરૂપાનુભવી, વીતરાગ દેવગુરુના પરમ ભક્ત, કુમારબ્રહ્મચારી, સમયસાર આદિ અનેક ગહન અધ્યાત્મશાસ્ત્રોના પારગામી, સ્વાનુભવણંદી ભાવશ્રુતલબ્ધિના ધણી, સતતજ્ઞાનોપયોગી, વૈરાગ્યમૂર્તિ, નયાધિરાજ શુદ્ધનયની પ્રમુખતા સહ સમ્યક્ અનેકાન્તરૂપ અધ્યાત્મતત્ત્વના અસાધારણ ઉત્તમ વ્યાખ્યાનકાર અને આશ્ચર્યકારી પ્રભાવના-ઉદયના ધારક અધ્યાત્યુગસ્રષ્ટા મહાપુરુષ હતાં. તેમનાં આ પ્રવચનોનું અવગાહન કરતાં જ અધ્યેતાને તેઓશ્રીનો ગાઢ અધ્યાત્મપ્રેમ, શુદ્ધાત્મ-અનુભવ, સ્વરૂપ તરફ ઢળી રહેલી પરિણતિ, વીતરાગ-ભક્તિના રંગે રંગાયેલું ચિત્ત, જ્ઞાયકદેવના તળને સ્પર્શનારું અગાધ શ્રુતજ્ઞાન અને સાતિશય પરમ કલ્યાણકારી અદ્ભુત વચનયોગનો ખ્યાલ આવી જાય છે. પૂજ્ય ગુરુદેવે અધ્યાત્મનવનીત સમા આ ‘પરમાત્મપ્રકાશ'ની પ્રત્યેક ગાથાને સર્વ તરફથી છણીને, વિરાટ અર્થોને આ પ્રવચનોમાં ખોલ્યાં છે. અતિશય સચોટ છતાં સુગમ એવા અનેક ન્યાયો વડે અને પ્રકૃત-વિષયસંગત અનેક યથોચિત દૃષ્ટાંતો વડે પૂજ્ય ગુરુદેવે ‘પરમાત્મપ્રકાશ’ના અર્થગંભી૨ સૂક્ષ્મ ભાવોને અતિશય સ્પષ્ટ અને સરળ બનાવ્યા છે. જીવને કેવા ભાવ સહજ રહે ત્યારે જીવ-પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન સમજાયું કહેવાય, કેવા ભાવ રહે ત્યારે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાયું ગણાય, ભૂતાર્થ જ્ઞાયક નિજ ધ્રુવ તત્ત્વનો (અનેકાન્ત-સુસંગત) કેવો આશ્રય હોય તો દ્રવ્યદૃષ્ટિ યથાર્થ પરિણમી મનાય, કેવા કેવા Page #7 -------------------------------------------------------------------------- ________________ [4] ભાવ રહે ત્યારે સ્વાવલંબી પુરુષાર્થનો આદર, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વર્યા દિકની પ્રાપ્તિ થઈ કહેવાય—વગેરે મોક્ષમાર્ગની પ્રયોજનભૂત બાબતો, મનુષ્યજીવનમાં બનતા અનેક પ્રસંગોના સચોટ દાખલા આપીને, એવી સ્પષ્ટ કરવામાં આવી છે કે આત્માર્થીને તે તે વિષયનું સ્પષ્ટ ભાવભાસન થઈ અપૂર્વ ગંભીર અર્થો દૃષ્ટિગોચર થાય અને તે, શુભભાવરૂપ બંધમાર્ગને વિષે મોક્ષમાર્ગની મિથ્યા કલ્પના છોડી, શુદ્ધભાવરૂપ યથાર્થ મોક્ષમાર્ગને સમજી, સમ્યફ પુરુષાર્થમાં જોડાય. આ રીતે પરમાત્મપ્રકાશ'ના સ્વાનુભૂતિદાયક ઊંડા ભાવોને, હૃદયમાં સોંસરવટ ઊતરી જાય એવી અસરકારક ભાષામાં અને અતિશય મધુર, નિત્ય-નવીન, વૈવિધ્યપૂર્ણ શૈલીથી અત્યંત સ્પષ્ટપણે સમજાવી ગુરુદેવે આત્મા જગત ઉપર અનહદ ઉપકાર કર્યો છે. “પરમાત્મપ્રકાશની ગાથામાં છુપાયેલાં અણમૂલ તત્ત્વરત્નોનાં મૂલ્ય સ્વાનુભવવિભૂષિત કહાનગુરુદેવે જગતવિદિત કર્યા છે. આ પરમ પુનિત પ્રવચનો સ્વાનુભૂતિના પંથને અત્યંત સ્પષ્ટપણે પ્રકાશિત કરે છે એટલું જ નહિ, પણ સાથે સાથે મુમુક્ષુજીવોના હૃદયમાં સ્વાનુભવની રુચિ અને પુરુષાર્થ જાગ્રત કરી, કંઈક અંશે સત્પરુષના પ્રત્યક્ષ ઉપદેશ જેવું ચમત્કારિક કાર્ય કરે છે. આવી અપૂર્વ ચમત્કારિક શક્તિ પુસ્તકારૂઢ પ્રવચનવાણીમાં જવલ્લે જ જોવામાં આવે છે. આ રીતે “પરમાત્મપ્રકાશ' શાસ્ત્રમાં નિહિત અધ્યાત્મતત્ત્વ વિજ્ઞાનનાં ગહન રહસ્યો અમૃતઝરતી વાણીમાં સમજાવી, સાથે સાથે શુદ્ધાત્મરુચિને જાગ્રત કરી, પુરુષાર્થને પ્રેરી, પ્રત્યક્ષ સત્સમાગમની ઝાંખી કરાવનારાં આ પ્રવચનો જૈન સાહિત્યમાં અજોડ છે. પ્રત્યક્ષ સત્સમાગમના વિયોગમાં મુમુક્ષુઓને આ પ્રવચનો અનન્ય આધારભૂત છે. નિરાલંબન પુરુષાર્થ સમજાવવો અને પ્રેરવો એ જ ઉદેશ હોવા સાથે “પરમાત્મપ્રકાશ'ના સર્વાગ સ્પષ્ટીકરણ સ્વરૂપ આ પ્રવચનોમાં સમસ્ત શાસ્ત્રોનાં સર્વ પ્રયોજનભૂત તત્ત્વોનું તલસ્પર્શી દર્શન આવી ગયું છે. શ્રુતામૃતનો સુખસિંધુ જાણે આ પ્રવચનોમાં હિલોળી રહ્યો છે. આ પ્રવચનગ્રંથ શુદ્ધાત્મતત્ત્વની રુચિ ઉત્પન્ન કરી પર પ્રત્યેની રુચિ નષ્ટ કરવાનું પરમ ઔષધ છે, સ્વાનુભૂતિનો સુગમ પંથ છે અને ભિન્ન ભિન્ન કોટિના સર્વ આત્માર્થીઓને અત્યંત ઉપકારક છે. પરમ પૂજ્ય ગુરુદેવે આ અમૃતસાગર સમા પ્રવચનોની ભેટ આપી દેશવિદેશમાં વસતાં મુમુક્ષુઓને ન્યાલ કર્યા છે. સ્વરૂપસુધાને પ્રાપ્ત કરવા ઇચ્છતા જીવોએ આ પરમ પવિત્ર પ્રવચનોનું વારંવાર મનન કરવા યોગ્ય છે. સંસારવિષવૃક્ષને છેદવાનું તે અમોઘ શસ્ત્ર છે. ડાળે-પાંખડે વળગ્યા વિના તે મૂળ પર જ ઘા કરે છે. આ અલ્પાયુષી મનુષ્યભવમાં જીવનું પ્રથમમાં પ્રથમ કર્તવ્ય એક નિજ શુદ્ધાત્માનું બહુમાન, પ્રતીતિ અને અનુભવ છે. તે બહુમાનાદિ કરાવવામાં આ પ્રવચનો પરમ નિમિત્તભૂત છે. આ પ્રસંગે મુમુક્ષુ સમાજ ઉપર જેમનો વિશિષ્ટ-ઉપકાર છે તે ધર્મરત્ન પ્રશમમૂર્તિ Page #8 -------------------------------------------------------------------------- ________________ [ 5 ] પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના ચરમકમળમાં અત્યંત ભક્તિભાવે અભિવંદન કરીને ભાવના ભાવીએ છીએ કે—મુમુક્ષુઓ અતિશય ઉલ્લાસપૂર્વક આ પ્રવચનોનો ઊંડો અભ્યાસ કરી, ઉગ્ર પુરુષાર્થથી તેમાં કહેલાં ભાવોને સંપૂર્ણ રીતે હૃદયમાં ઉતારી, નિજ શુદ્ધાત્માની રુચિ, પ્રતીતિ તથા અનુભવ કરી, શાશ્વત પરમાનંદને પામો. આ પ્રવચનગ્રંથના પ્રકાશન પ્રસંગે, “ગુજરાતી આત્મધર્મ” માટે “પરમાત્મપ્રકાશ” ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો લિપિબદ્ધ કરનાર સંપાદક તેમ જ લેસર ટાઈપ સેટીંગ કરી આપનાર અરિહંત કોમ્યુટરનો તથા પ્રવચનગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપનાર શ્રી ચંદ્રકાંત આર. મહેતાનો આભાર માનીએ છીએ. અહીં “પરમાત્મપ્રકાશ”ના પ્રથમ અધિકાર સુધીના ૭૭ પ્રવચનોનો સંગ્રહ પ્રથમ ભાગ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે. દ્વિતીય ભાગ તૈયાર થયેથી પ્રકાશિત કરવામાં આવશે. આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા મુમુક્ષુઓ નિજ-કલ્યાણ સાધે એવી ભાવના ભાવીએ –પ્રસ્તુતકર્તા છીએ. Page #9 -------------------------------------------------------------------------- ________________ અર્પણ ભવ્યોના ભાગ્યવશે ભગવાન શ્રી સીમંધરસ્વામી પાસેથી પરમાત્મપણાનો સંદેશ લઈને તીર્થધામ સુવર્ણપુરીમાં ૪૫-૪૫ વર્ષ સુધી અધ્યાત્મ-અમૃતની ધોધમાર વર્ષો વડે આ કળિકાળને ધર્મકાળમાં પલટાવી નાખનાર હે યુગસણ ગુરુદેવ! અમ ભક્તોને ભવસાગર પાર ઉતારવા, . અગાધ વિશાળ પરમાગમસાગરના મંથન વડે સ્વાનુભૂતિનો માર્ગ પ્રકાશીને આપે જે અનંત અનંત ઉપકાર કર્યો છે તે અનંત ઉપકારની ચિર સ્મૃતિરૂપે, આપનાં ચરણકમળમાં કોટિ કોટિ વંદન પૂર્વક, શ્રી નાટક સમયસાર ઉપરનાં આપના દ્રવ્યદૃષ્ટિપ્રધાન અધ્યાત્મરસભર પ્રવચનોનું સંકલન કરીને “શ્રી પરમાત્મપ્રકાશ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચન (ભાગ-૧) નામનું આ પુસ્તક પ્રકાશિત કરતાં અમો અત્યંત પ્રસન્નતા અનુભવીએ છીએ. –પ્રસ્તુતકર્તા ? (3 ગી Page #10 -------------------------------------------------------------------------- ________________ परमोपकारी पूज्य गुरुदेव श्री कानजीस्वामी Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ DERYDERYTYDEDYREREDENYNXX*XXAYRET 83 (હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ ફહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. (શિખરિણી). સદા દૃષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંતતિલકા). નિત્યે સુધાકરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું, હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. ' - (સધ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનાથ મનનો; પૂરજો શક્તિશાળી ! HYDXDYDXDXDYDXDXDXDXDXDXDXC 888888888888XXXXXXXXXXXXXXXXXXX Page #13 -------------------------------------------------------------------------- ________________ नमः श्रीसर्वज्ञवीतरागाय । શાસ્ત્ર-સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ॥ अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलमलकलङ्का । मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान् । अज्ञानतिमिरान्धानां ज्ञानाजनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् । ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये ॥ नमः समयसाराय स्वानुभूत्या चकासते । चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे ॥ विविक्तमव्ययं सिद्धं . स्व-स्वभावोपलब्धये । स्व-स्वभाव-मयं बुद्धं ध्रुवं स्तौमि विकल्मषम् ॥ मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ॥ सर्वमङ्गलमांगल्यं सर्वकल्याणकारकं । प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ परमात्मने नमः । શ્રીમદ્યોગીન્દુદેવ-વિરચિત પરમાત્મપ્રકાશ જ ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચન ( ધ્યાનાગ્નિ દ્વારા સિદ્ધિની પ્રાપ્તિ (પ્રવચન નં. ૧) આ, શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર શરૂ થાય છે. શાસ્ત્રમાં બે ટીકા આપેલી છે. અહીં શ્રી બ્રહ્મદેવકૃત ટીકાનો પ્રથમ કળશ શરૂ કરીએ છીએ. चिदानन्दैकरूपाय जिनाय परमात्मने । परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः ॥१॥ આ શ્લોકનો અર્થ કરતાં પહેલાં પંડિત દૌલતરામજીકૃત ભાષાટીકાનું મંગલાચરણ લીધું છે. (દોહા) चिदानन्द चिद्रूप जो, जिन परमातम देव । सिद्धरूप सुविसुद्ध जो, नमों ताहि करि सेव ॥१॥ परमातम निजवस्तु जो, गुण अनंतमय शुद्ध । ताहि प्रकाशनके निमित, वंदू देव प्रबुद्ध ॥२॥ Page #15 -------------------------------------------------------------------------- ________________ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જ્ઞાનાનંદસ્વરૂપ જે વીતરાગી પરમાત્મા–જેમની દશા શુદ્ધરૂપ અને સુવિશુદ્ધ છે, તેવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. ખરેખર તો જેવા પરમાત્મા છે તેવી જ મારી નિજવસ્તુ છે. એક સમયની રાગ-દ્વેષરૂપ પર્યાયને ગૌણ કરીએ તો મારું દ્રવ્ય પરમાત્મા સમાન જ છે, મારા અનંત ગુણો પણ શુદ્ધ છે. મારા શુદ્ધસ્વરૂપના પ્રકાશન માટે હું પરમાત્મદશા પામેલાં પ્રબુદ્ધ દેવને નમસ્કાર કરું છું. આ મંગલાચરણ થયું. હવે બ્રહ્મદેવકૃત પ્રથમ શ્લોકનો અર્થ કરે છે કે શ્રી જિનેશ્વરદેવ આનંદરૂપ, શુદ્ધપરમાત્મા ચિદાનંદ ચિતૂપ છે. તેમને મારા સદાકાળ નમસ્કાર હો. મારે માટે તે પરમાત્મા જ ત્રણેકાળ આદરણીય છે, વંદનીય છે અને તેમના જેવી પૂર્ણ દશા પ્રાપ્ત કરવા લાયક છે માટે હું અંતરમાં પરમાત્મદશાનો પ્રકાશ કરવા માટે અને બહારમાં આ “પરમાત્મપ્રકાશ' ગ્રંથના પ્રકાશન માટે સિદ્ધરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું. ભગવાન કેવા છે? કે શુદ્ધ પરમાત્મસ્વરૂપના પ્રકાશક છે. નિજ અને પરના સ્વરૂપને પ્રકાશનારા છે, જેનો આત્મા કૃતકૃત્ય છે, જેને પૂર્ણાનંદની પ્રાપ્તિ સિદ્ધ થઈ છે એવા પરમાત્માને નમસ્કાર કરીને “પરમાત્મપ્રકાશ' ગ્રંથનું વ્યાખ્યાન શરૂ કરું છું. (આ બ્રહ્મદેવનું માંગલિક થયું.) પંડિત દૌલતરામજી અને બ્રહ્મચારી બ્રહ્મદેવકૃત મંગલાચરણ કર્યા પછી હવે પરમાત્મપ્રકાશના રચયિતા વનવાસી દિગંબર સંત યોગીન્દ્રદેવ માંગલિક કરે છે. જેમ લગ્નમાં પહેલાં માણેકસ્થંભ નાંખે છે ને ! તેમ અહીં પણ શાસ્ત્ર શરૂ કરતાં પહેલાં માંગલિક કરે છે. જે ભગવાન થઈ ગયા તે પણ પહેલાં તો પર્યાયમાં મલિન હતા, અનાદિથી કાંઈ પર્યાયમાં શુદ્ધ ન હતાં. તેણે ધ્યાનરૂપી અગ્નિ વડે એટલે અનાદિથી જે ધ્યાન રાગ-દ્વેષ અને વિકારનું હતું તે ધ્યાનની દિશા પલટીને સ્વભાવ તરફ કરી ધ્યાનાગ્નિ વડે અષ્ટકર્મોને નષ્ટ કર્યા છે તે પરમાત્માને હું નમસ્કાર કરું છું. કેટલાક પંડિતો એમ કહે છે કે આત્માની પર્યાય રૂપી છે. પણ અરે ભાઈ! આત્માની પર્યાય કદી રૂપી ન હોય, એ તો વિકાર પર્યાય છૂટી જાય છે એ અપેક્ષાએ તેને રૂપી કહી છે. આત્માની બધી પર્યાય વિકારી નથી. અસ્તિત્વ, વસ્તૃત્વ, પ્રમેયત્વ આદિના પર્યાયો અવિકારી છે અને શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, કર્તા-કર્મ આદિની પર્યાયો વિકારી છે. આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય બધું અમૂર્ત અને અરૂપી જ છે. પણ વિકારી પર્યાય સ્વભાવમાં રહી શકતી નથી, છૂટી જાય છે એ અપેક્ષાએ તેને કેટલીક જગ્યાએ પુદ્ગલના પરિણામ કહ્યા છે અને રૂપી પર્યાય પણ કહી છે. અપેક્ષા સમજવી જોઈએ. સર્વજ્ઞદેવ સિવાય આ વાત ક્યાંય નથી. અન્ય મતના કહ્યા અનુસાર ધ્યાન કરવા Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ / ૩ જશે તો આકાશના ફૂલ નીકળશે. મૂળ વસ્તુ હાથમાં નહિ આવે, ઊલટું ચારગતિનું ભ્રમણ પ્રાપ્ત થશે. ભગવાનની દશા પણ અનાદિથી મેલી હતી તેને ભગવાનને ધ્યાનાગ્નિ દ્વારા નષ્ટ કરી. ધ્યાન એટલે અખંડ દ્રવ્યસ્વભાવ ઉપર દૃષ્ટિ લગાવીને તેમાં સ્થિર થવું તે. સમ્યગ્દર્શન – પણ એક ધ્યાન છે, સમ્યજ્ઞાન પણ ધ્યાન છે અને સમ્યક્ચારિત્ર પણ ધ્યાન છે. અહીં આખું વીતરાગે કહેલું તત્ત્વ શી રીતે સિદ્ધ થાય છે, કઈ નયની અપેક્ષાએ તેમાં કથની છે, તે બધું આમાં સમાવી દીધું છે. ભગવાનને પહેલાં સંસાર અવસ્થામાં ભાવકર્મ એટલે પોતાની પર્યાયમાં રાગાદિની મલિનતા હતી તે તથા સાથે સંબંધમાં નિમિત્ત તરીકે આઠ કર્મોનું બંધન પણ હતું તે, ભગવાને ધ્યાનાગ્નિ વડે—ભાવકર્મની મલિનતાનો તો નાશ કર્યો પણ—કર્મોને પણ ભસ્મ કર્યા એટલે કર્મના રજકણોની અવસ્થા અકર્મરૂપ થઈ ગઈ તેથી ભગવાને કર્મને ભસ્મ કર્યા કહેવામાં આવે છે. આમ, ધ્યાનાગ્નિ વડે કર્મોને ભસ્મ કરીને ભગવાન નિત્ય, નિરંજન, જ્ઞાનમય દશાને પ્રાપ્ત થયા. વસ્તુમાં જે શક્તિ હતી તે ભગવાને પર્યાયમાં પ્રગટ કરી એટલે સિદ્ધ થયાં. જુઓ ! ‘સિદ્ધ પરમાત્મા થયા' એમ કહ્યું છે એટલે અનાદિથી બધાં સદાશિવ શુદ્ધ જ છે એ વાતનો આમાં નિષેધ થઈ ગયો. આ જૈનદર્શનમાં સત્ય તત્ત્વ ભર્યું છે પણ તે સમજવાની જીવોને ફુરસદ નથી. ૨૪ કલાક ધંધાની માથાફોડમાં ને મોજશોખમાં પૂરા કરી દે છે. પછી ક્યારેક કલાક બે કલાક સાંભળવા આવે તો ક્યાંથી સમજાય! શાસ્ત્રમાં દાખલો આવે છે કે તળાવ ઉપર લીલગના ગોદડા જેવાં થર જામ્યાં હોય એટલે તળાવની અંદર રહેલાં કાચબા આદિ જલચરે કોઈ દિવસ સૂર્ય-ચંદ્રનો પ્રકાશ જોયો ન હોય તેમાં ક્યારેક પવનના જપાટામાં લીલફુગમાં તડ પડી તેમાંથી એક કાચબાને પ્રકાશ દેખાયો ને આશ્ચર્ય થયું. તેને થયું લાવ, મારા બધાં કાચબાઓને આ દેખાડું. જ્યાં બધાં આવ્યાં ત્યાં તો પડ ભેગું થઈ ગયેલું તેથી કાંઈ દેખાણું નહિ. તો બધાં કહે અરે! આ તો પાગલ થઈ ગયો છે. પ્રકાશ તે વળી શું હોય ! અમે તો કોઈ દિવસ કાંઈ જોયું નથી. અરે ભાઈ! પણ કાંઈક છે ખરું. મેં નજરે જોયું છે એમ પહેલો કાચબો કહે છે. તેમ, અનાદિના અજ્ઞાનીને આત્માનું ભાન થતાં બીજાને કહે છે તો બીજા તેને પાંગલ કહે છે કે અમે તો કોઈ દિવસ શુદ્ધ આત્મા જોયો નથી, તું ક્યાંથી લાવ્યો ? અહીં યોગીન્દ્રદેવની ગાથાનો અર્થ કરતાં બ્રહ્મદેવ કહે છે કે જેણે ધ્યાનાગ્નિ વડે કર્મોને ભસ્મ કરીને સિદ્ધદશા પ્રાપ્ત કરી છે એવા ભગવંતોને નમસ્કાર કરીને હું પરમાત્મ-પ્રકાશનું વ્યાખ્યાન કરું છું. Page #17 -------------------------------------------------------------------------- ________________ / પરમાત્મપ્રકાશ પ્રવચનો જેમ, મેઘપટલ (વાદળા)માંથી બહાર નીકળેલાં સૂર્યના કિરણોની પ્રભા પ્રબળ હોય છે તેમ ધ્યાનાગ્નિ વડે કર્મપટલનો નાશ થતાં અત્યંત નિર્મળ કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ અને અનંત વીર્યરૂપ અનંત ચતુષ્ટયની પ્રગટતાસ્વરૂપ પરમાત્મા પરિણત થાય છે. શક્તિમાં તો અનંત ચતુષ્ટય હતાં જ પણ અનાદિથી પર્યાયમાં મલિનતા હતી તેનો નાશ થઈને હવે પર્યાયમાં પણ અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. સંસાર એક પર્યાય છે તેમ મોક્ષમાર્ગ પણ આત્માની એક પર્યાય છે અને સિદ્ધ પણ આત્માની પર્યાય છે. અવસ્થા વગરનું તત્ત્વ ત્રણકાળમાં કોઈ દિવસ હોય નહિ. ભગવાન પણ સિદ્ધપર્યાયપણે સાદિ અનંતકાળ પરિણમ્યા કરે છે. સમયે-સમયે પરમાત્મદ્રવ્ય પરમાત્મપર્યાયપણે પરિણમ્યા કરે છે. વસ્તુનું પર્યાયરૂપે પરિણમવું તે તેનો સ્વતઃ ધર્મ છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ જેમ છે તેમ સમજ્યા વિના ભગવાન જે તત્ત્વ કહે છે તે તત્ત્વ હાથમાં નહિ આવે. જૈન કોઈ સંપ્રદાય નથી. “જૈન એટલે વસ્તુનું તત્ત્વ' વસ્તુના સ્વભાવનું લક્ષ કરીને જેણે રાગ-દ્વેષ અને અજ્ઞાનને જીત્યા તેને ભગવાન જૈન કહે છે. ભગવાને શક્તિમાં-ગુણમાં જે અનંત ચતુષ્ટય હતા તે પર્યાયમાં પ્રગટ કર્યા તેથી ભગવાનને સિદ્ધ કહ્યાં છે. અનંત ચતુષ્ટય અને સ્વચતુષ્ટયમાં શું ફેર છે તે ખબર છે ને ! થોડા દિવસ પહેલાં વાત થઈ ગઈ છે. સ્વચતુષ્ટય એટલે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. જે દરેક દ્રવ્યમાં હોય છે અને અનંત ચતુષ્ટય એટલે જીવમાં અનંત જ્ઞાનાદિ ગુણો શક્તિમાં પડ્યા છે તેની વાત છે. જીવને આ યાદ નથી રહેતું. ગાળને ગાંઠે બાંધે છે પણ ગુણને ગાંઠે બાંધતો નથી, તેથી ક્યાંથી યાદ રહે ! વર્ષો પહેલાં કોઈએ ગાળ દીધી હોય તે યાદ રહે છે પણ પોતાના ગુણો પોતાને યાદ રહેતાં નથી. અરે જીવ! તું કયાં ભૂલ્યો ભમે છો! તું ભગવાન છો ને! ભગવાને જેવું પર્યાયમાં સિદ્ધપદ પ્રગટ કર્યું તેવું તારે કરવાનું છે. તારું કામ જ એ છે, બીજું કાંઈ તારું કામ નથી. તારા ખિસ્સામાં જ ભરેલાં પૈડા તારે ખાવાના છે. તારા સ્વરૂપમાં અનંત જ્ઞાનાદિના પેંડા ભર્યા છે તેને અંતર્દષ્ટિ કરીને ખા એટલી જ વાર છે. તારી અનાદિની ભૂખ ભાંગવા કયાંય બહાર જવાનું નથી. જીવને પોતાની મહિમા આવે તો દષ્ટિ કરે ને ! સમયસારમાં કહ્યું છે ને ! તું એકવાર તારા સ્વરૂપનું કુતૂહલ તો કર ! ઓઝલમાંથી બહાર નીકળેલી રાણી જોવાનું કુતૂહલ થાય તેમ તારો અનંત ચતુષ્ટયનો ભંડાર ભગવાન આત્મા રાગની આડમાં ઓઝલમાં પડ્યો છે તેને જોવાનું કુતૂહલ તો કર ! અહીં કહે છે કે સિદ્ધ ભગવાને જે અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે તે જ તારે પ્રગટ કરવા લાયક છે. ભગવાન એક સમયમાં આખા લોકાલોકના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે. અનાદિથી Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ ) [ ૬ જે કારણસમયસારરૂપ હતા તે હવે ભગવાન કાર્યસમયસારરૂપ થયા. સિદ્ધપર્યાય પહેલાં પ્રગટરૂપે ન હતી તે હવે પ્રગટ થઈ એટલે પોતાનું કાર્ય પૂર્ણ કરીને કૃતકૃત્ય થઈ ગયા. તેવા ભગવાનને કાર્યસમયસાર–કાર્યજીવ કહેવામાં આવે છે. આ બધી સમજાય તેવી વાતો છે. ભાઈ! તું પોતે જ કેવળજ્ઞાનનો કંદ છો. સિદ્ધ ભગવાન એક સમયમાં સમસ્ત લોકાલોકને જાણે છે. એવી તો એક જ્ઞાનગુણની એક પર્યાયની તાકાત છે ! એવી તો બીજા અનંત ગુણોની અનંત પર્યાય જુદી–એવી બધી તાકાત તારામાં પણ પડી છે. આચાર્ય કહે છે અને સિદ્ધના સ્વરૂપને ઓળખીને નમસ્કાર કરીએ છીએ. સમજ્યા વિના અમે “નમો સિદ્ધાણં' કરતાં નથી. જેમ સોનું પહેલાં તાંબા આદિની મલિનતા સહિત હોય છે, તેને તપાવતાં તે સોળવલું શુદ્ધ સોનું થાય છે, તેમ રાગ-દ્વેષાદિની મલિનતા સહિત આત્મા હતો તે ધ્યાનાગ્નિ વડે મલિનતાને નષ્ટ કરીને શુદ્ધ અર્થાત્ સિદ્ધ થાય છે. પંચાસ્તિકાયમાં ભગવાન કુંદકુંદ આચાર્યે કહ્યું છે કે ભગવાન પર્યાયનયે અભૂતપૂર્વ સિદ્ધ થયા છે. એટલે પૂર્વે સિદ્ધ ન હતા, હવે થયાં એ પર્યાયને જાણનારા-પર્યાયાર્થિકનયનું કથન છે અને આત્મા ત્રિકાળ શક્તિરૂપે સિદ્ધ છે તે દ્રવ્યાર્થિકનયનું કથન છે. હવે અહીં “નયે શરૂ થઈ છે. વસ્તુને પૂર્ણ જાણે તેને “પ્રમાણ” કહેવાય અને 5 વસ્તુના એક-એક અંશને જાણે તેને નય કહેવાય છે. વસ્તુની શક્તિને બતાવે તે દ્રવ્યાર્થિકનયનું કથન છે અને પ્રગટ પર્યાયને બતાવે છે તે પર્યાયાર્થિકનયનું કથન છે. વાત તો બધી સીધી ને સાદી છે પણ કોઈ દિ આંગણે ચડ્યો નથી એટલે અઘરું લાગે છે. આંગણે ચડે તોપણ ઉપર ટપકે જઈને પાછો આવે છે પણ કોઈ દિ પડદા તોડી ફોડીને વસ્તુનું તત્ત્વ શું છે તે જોવાની દરકાર કરી નથી. વસ્તુને જોવાની બે આંખો છે : એક દ્રવ્યને જોનારી દ્રવ્યાર્થિકનયની આંખ અને 9 એક પર્યાયને જોનારી પર્યાયાર્થિકનયની આંખ. આ બે આંખથી જુએ ત્યારે આખી વસ્તુ દેખાય છે. જેમ સુવર્ણપાષાણમાં સોનું તો ત્રિકાળ શુદ્ધ સુવર્ણરૂપે રહેલું છે પણ તેને અન્ય ધાતુથી ભિન્ન કરીએ ત્યારે એકલું શુદ્ધ સોનું પ્રગટ થઈ જાય છે તેમ, દરેક આત્મામાં ગુણરૂપે તો સિદ્ધપણું પડ્યું જ છે પણ તે જ્યારે પર્યાયમાં પરિણમે ત્યારે સિદ્ધદશા–મોક્ષ કહેવાય છે. * Page #19 -------------------------------------------------------------------------- ________________ ZAVAZANAEDEDEDELINEATAERATAY આનંદના સ્વાદથી અષ્ટકર્મનો વિનાશ AYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYÃ (પ્રવચન નં. ૨) ये जाता ध्यानाग्निना कर्मकलङ्कान् दग्ध्वा । नित्यनिरञ्जनज्ञानमयास्तान् परमात्मनः नत्वा ॥१॥ શ્રી પરમાત્મપ્રકાશના પ્રથમ અધિકારની આ પ્રથમ ગાથા ચાલે છે. આ સંસારમાંથી જે કોઈ સિદ્ધ થયા તે ધ્યાનાગ્નિ દ્વારા કર્મોનો નાશ કરીને સિદ્ધ થયા છે એ વિષય ચાલે છે, તેમાં અહીં નય ઉતારે છે. દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે ‘સવ્વ શુદ્ધાઠુ શુદ્ધ નયાઃ' શુદ્ધનયથી સર્વ જીવ શુદ્ધ છે એટલે કે શુદ્ધ પવિત્ર વસ્તુને જાણનાર શુદ્ઘનય દ્વારા જોઈએ તો દરેક જીવ પરમાત્મા છે, બધા આત્મા પરમાત્મા છે શુદ્ધ છે. તેમાં એકાગ્ર થઈને હે જીવ! તારે જેટલો માલ (શુદ્ધતા) કાઢવો હોય તેટલો કાઢી લે ! શુદ્ધનયથી જોઈએ તો બધા આત્મા શક્તિરૂપે સામર્થ્યરૂપે ચૈતન્યચમત્કારના સ્વભાવરૂપે સદા શુદ્ધ જ છે અને પર્યાયાર્થિકનયથી જોઈએ તો જેણે શક્તિની વ્યક્તિ કરી છે—પ્રગટતા કરી છે તેવા સિદ્ધ ભગવાન શુદ્ધ છે. સિદ્ધ થયા છે તે અવસ્થાદૃષ્ટિએ થયા છે, દ્રવ્ય અને ગુણે તો બધા આત્મા સિદ્ધ છે—વસ્તુદૃષ્ટિએ બધા આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. અખંડાનંદ શુદ્ધ વસ્તુના નિર્વિકલ્પ ધ્યાનરૂપી અગ્નિ દ્વારા કર્મોનો નાશ એટલે રૂપાંતર કરીને આત્મા પોતાના સિદ્ધપદને પામે છે. વસ્તુસ્વરૂપમાં એકાગ્ર થવું તેનું નામ ધ્યાગ્નિ કહેવાય છે. જેમ દિવાસળીમાં અગ્નિની શક્તિ છે તેને ધસે ત્યારે અગ્નિ પ્રગટ થાય છે, તેમ આત્મામાં જ્ઞાન-આનંદની પરમાત્મશક્તિ પડી છે તેમાં એકાગ્રતા કરે ત્યારે પર્યાયમાં પરમાત્મદશા પ્રગટ થાય છે. આ તો સિદ્ધ થવાની રસબસતી વાતો છે પણ લોકોને રસ નહિ એટલે લૂખું લાગે. જેમ ઘીમાં નાખેલી પૂરણપોળી રસબસતી હોય છે તેમ આત્મા પૂર્ણ આનંદથી રસબોળ છે, તેની પર્યાયમાં પ્રાપ્તિ કરવાની આ વાતો છે. શુદ્ધસ્વભાવી આત્માને આ શુભાશુભભાવો અને કર્મોનો સંબંધ છે તે કલંક છે. ભગવાને અંતર એકાગ્રતારૂપ ધ્યાનાગ્નિ વડે તે કર્મોને અકર્મરૂપ કર્યા અને શુભાશુભ વિકા૨ીભાવોનો નાશ કરીને તે કલંક દૂર કર્યું અને સિદ્ધદશા પ્રગટ કરી છે. તે ધ્યાન કેવું છે ? તે કહે છે કે અભેદ રાગરહિત શુદ્ધ સ્વભાવની દૃષ્ટિરૂપ શુક્લધ્યાન Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ ) ( ૭ છે એટલે કે શુકલ-ઉજળી એકાગ્રતા નિર્મળતા પ્રગટ થવાનું કારણ છે. વસ્તસ્વરૂપમાં એકાગ્ર ૭ થતાં નિર્મળ પર્યાય પ્રગટ થાય તેને શુકલધ્યાન કહે છે. તે શુક્લધ્યાન વડે ભગવાને કર્મોને નષ્ટ કર્યા. આ ધ્યાનને આગમ અપેક્ષાએ શુકલધ્યાન કહેવાય છે અને અધ્યાત્મ અપેક્ષાએ તે ધ્યાનને વીતરાગ નિર્વિકલ્પ રૂપાતીત ધ્યાન કહેવાય છે. નમોકારમંત્રના ધ્યાનને ‘પદસ્થધ્યાન” કહેવાય છે. આત્માની અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચ પર્યાયરૂપ પાંચ પદનું ધ્યાન તે “પદDધ્યાન' છે. પિંડસ્થ એટલે પિંડ (શરીર)માં રહેલાં આત્માનું આગમથી અને ગુરુગમથી બરાબર જ્ઞાન કરીને તેનું ધ્યાન કરવું તે “પિંડસ્થધ્યાન” છે. શરીર સહિત અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું તે “રૂપસ્થધ્યાન” છે અને શરીર રહિત તદ્દન નિરંજન સિદ્ધ પરમાત્મા જેવો જ હું છું એમ નિર્વિકલ્પ ધ્યાન કરવું તે "રૂપાતીત ધ્યાન છે. વસ્તુના સ્વભાવથી વિચારવામાં આવે તો, શુદ્ધાત્માના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અભેદરત્નત્રયમયી જે નિર્વિકલ્પ સમાધિ છે તેનાથી ઉત્પન્ન થયેલ વીતરાગ પરમાનંદ સમરસીભાવરૂપે સુખરસનો આસ્વાદ જેનું સ્વરૂપ છે તે ધ્યાનનું લક્ષણ છે. અનાદિથી જીવ ધ્યાન તો કરે છે પણ તે ધ્યાન આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે. એકધારા બે-બે કલાક શરીરના, રોગના દીકરાના, પૈસાના કે એવા કોઈ પણ વસ્તુના - ધ્યાનમાં અજ્ઞાની એકાગ્ર થઈ જાય છે. એક શેયનું લક્ષ કરીને બીજા વિચારો આવવા ન દેવા તેનું નામ ધ્યાન છે. સંસારમાં તો કોઈને કોઈ એક વિષયના લક્ષમાં અજ્ઞાની બીજ બધું ભૂલી જાય છે તે એક પ્રકારનું ધ્યાન જ છે પણ જીવને સંસારમાં રખડાવનારું તે ધ્યાન છે. તેમાંથી ગુંલાટ મારીને આત્માના સમરસી સ્વભાવમાં એકાગ્ર થઈને આનંદનો ) સ્વાદ લેવો તે ખરું ધ્યાનનું લક્ષણ છે. તે ધ્યાન આત્માને સુખરૂપ છે. જેમાં દુઃખરૂપ સ્વાદ છે તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે અને જેમાં સુખરૂપ સ્વાદ છે તે ધર્મધ્યાન અને શુકલધ્યાન છે. શુદ્ધ અનંત જ્ઞાનાદિ ગુણરૂપ આત્માની પ્રતીત, જ્ઞાન અને લીનતા કરતાં જે આનંદ થાય છે તે ધ્યાનનું લક્ષણ છે. ભગવાને આવા ધ્યાનવડે કર્મકલંકને નષ્ટ કર્યા છે. દુઃખનો સ્વાદ લેતાં-લેતાં નહિ પણ આનંદનો સ્વાદ લેતાં-લેતાં ભગવાને આઠ કર્મોનો નાશ કર્યો છે. પદસ્થ, પિંડસ્થ આદિ ધ્યાનમાં પણ મૂળ તો તે પદમાં રહેલાં આત્મા અને તેની નિર્મળ પર્યાયનું જ્ઞાન કરીને એવા પોતાના આત્મામાં એકાગ્ર થવું તે જ ધ્યાન છે. કર્મકલંક અર્થાત્ આઠ કર્મરૂપ દ્રવ્યકર્મ અને રાગાદિ સંકલ્પ-વિકલ્પરૂપ ભાવકર્મનો Page #21 -------------------------------------------------------------------------- ________________ [ પરમાત્મukશ પ્રવચનો નાશ કરીને ભગવાન સિદ્ધ થયા છે. તે કર્મકલંકના દહનમાં નય ઉતારીને અહીં સમજાવ્યું છે તેમાં વિશેષ ધ્યાન રાખીને સમજવું પડશે. ભગવાને પર્યાયમાં જે રાગ-દ્વેષાદિ ભાવકર્મ હતાં તેનો નાશ કર્યો એમ કહેવું તે અશુદ્ધ નિશ્ચયનયનું કથન છે. ભાવકર્મ પોતાની પર્યાયમાં હતા માટે નિશ્ચય કહેવાય અને મલિન હતાં માટે અશુદ્ધ કહેવાય. શુદ્ધનિશ્ચયનય ત્રિકાળશુદ્ધ આત્માને જાણે છે અને ભાવકર્મના નાશને જાણે છે તે અશુદ્ધનિશ્ચયનય છે. જાણવું તે જ્ઞાનનો અંશ છે અને તેને વાણીમાં કહેવું તે કથન છે. તત્ત્વાર્થસૂત્રમાં સાત તત્ત્વની શ્રદ્ધા કરવાનું કહ્યું છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્” તેમાં જીવ પૂર્ણ શુદ્ધ તત્ત્વ છે, પર્યાયમાં આસવ બંધ છે તેને જાણવા તે અશુદ્ધનિશ્ચયનયનું કાર્ય છે. ભગવાનને પૂર્વે પર્યાયમાં આસવ-બંધની અસ્તિ હતી તેનો નાશ કરીને ભગવાન સિદ્ધ થયા છે—એમ જાણવું તે અશુદ્ધનિશ્ચયનય છે અને ભગવાન દ્રવ્યકર્મનું દહન કરીને સિદ્ધ થયાં છે એમ કહેવું તે અસદ્ભુત અનુપચરિત વ્યવહારનયથી છે. જડકર્મો જીવની પર્યાયમાં હોતાં નથી, તેની સાથે તો જીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, તેથી પોતાની પર્યાયમાં નહિ હોવાથી અસભૂત છે અને જડકર્મો સાથે નજીકનો સંબંધ હોવાથી અનુપચરિત કહ્યું અને વ્યવહાર એટલે નિમિત્ત. આ અસભૂત અનુપચરિત વ્યવહારનો અર્થ થયો. “ભગવાને ધ્યાનાગ્નિ વડે દ્રવ્યકર્મ અને ભાવકર્મનો નાશ કરીને સિદ્ધપદ પ્રગટ કર્યું.” આ એક વાક્યમાં જુદી જુદી નય બતાવે છે કે ભગવાને ભાવકર્મનો નાશ કર્યો એમ જાણવું તે અશુદ્ધનિશ્ચયનય છે અને દ્રવ્યકર્મનો નાશ કર્યો એમ કહેવું તે અનુપચરિત અસભૂત વ્યવહારનય છે. ખરેખર ભગવાને કર્મોનો નાશ કર્યો નથી. કર્મો તો પરદ્રવ્ય છે, તેની અકર્મ અવસ્થા થઈ તેને ભગવાને નાશ કર્યો એમ વ્યવહારનયથી કહેવાય છે.. | કર્મો જીવની સાથે એકક્ષેત્રે રહેલાં છે તેથી તેની અસ્તિ કે નાશના કથનને અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનય કહેવાય અને પોતાના ક્ષેત્રથી દૂરની વસ્તુમાં જીવે કાંઈ ફેરફાર કર્યો એમ કહેવું તે ઉપચરિત અસભૂત વ્યવહારનયનું કથન છે. પરમાં જીવ ફેરફાર ન કરી શકે છતાં કહેવું તે અસભૂત છે અને દૂરનો પદાર્થ છે માટે તે નયને ઉપચરિત કહેવાય છે. સર્વજ્ઞ ભગવાને જાણેલી જોયેલી અને કહેલી આ વાતો સર્વજ્ઞના મત સિવાય વેદાંત, બૌદ્ધ આદિ કોઈ મતમાં નથી. ઘણાં ધ્યાનની વાતો કરે છે પણ ભગવાન આત્માના યથાર્થ જ્ઞાન વિના તેનું ધ્યાન કેવી રીતે થાય ? ધ્યાન કરે તો પણ તે ધ્યાન જૂઠું છે. ભગવાન સર્વજ્ઞદેવે જેવો શુદ્ધ પૂર્ણજ્ઞાનઘન સ્વરૂપ આત્મા જોયો છે એવા આત્માનું પોતે જ્ઞાન કરે, પ્રતીતિ કરે અને પછી ધ્યાન કરે તો યથાર્થ ધ્યાન થાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ / [ ૯ ભગવાન આત્માને વસ્તુદૃષ્ટિએ જોઈએ તો તે બંધ-મોક્ષથી રહિત છે. તે શુદ્ધનિશ્ચયનયનો વિષય છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, કેવળજ્ઞાન, વિકારીભાવ એ બધી પર્યાય છે. તે બધી પર્યાયો પર્યાયનયનો વિષય છે અને ત્રિકાળ અખંડ શુદ્ધ વસ્તુ છે તે શુદ્ધનયનો વિષય છે. આમાં ત્રણ ન્યાય આપ્યાં છે. ભગવાને દરેક દ્રવ્યના ઉત્પાદ, વ્યય અને ધ્રુવ—આ ત્રણ અંશો અનાદિ-અનંત જોયા છે. પૂર્વ પર્યાયનો નાશ થાય તે વ્યય છે, વર્તમાન પર્યાયનો ઉત્પાદ થાય તે ઉત્પાદ છે અને વસ્તુ ધ્રુવ છે. આ ધ્રુવ વસ્તુમાં ઉત્પાદ—વ્યયનો અભાવ છે માટે ધ્રુવ એવા જીવતત્ત્વમાં બંધ-મોક્ષનો અભાવ છે—એમ શુદ્ઘનય જાણે છે અને પહેલાં પર્યાયમાં વિકાર હતો અને પછી નાશ કર્યો એમ અશુદ્ધનય જાણે છે તથા પર્યાયમાં મોક્ષ ન હતો તે ઉત્પન્ન થયો એ પણ પર્યાયનયનો વિષય છે. જૈનના નામે ઘણાં લોકો ધ્યાન આદિની ખોટી ક્રિયાઓમાં જીવને ચડાવી દે છે તે જૂઠું છે એ વાત સ્પષ્ટ કરવા માટે ટીકામાં આ બધી સ્પષ્ટતા કરી છે. આ રીતે અશુદ્ધનયથી ભાવકર્મનો નાશ કરીને અને અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી આઠ કર્મોનો નાશ કરીને, ભગવાન બન્યા તે સિદ્ધ કેવા છે ? તો કહે છે કે ભગવાન સિદ્ધપરમેષ્ઠી નિત્ય નિરંજન જ્ઞાનમય છે. શક્તિમાં જે જ્ઞાનસ્વભાવ ભર્યો હતો તે ભગવાનને પર્યાયમાં પૂર્ણરૂપે પ્રગટ થઈ ગયો તેથી એકલો જ્ઞાનસૂર્ય ઝળહળી રહ્યો છે. અનંતા ગુણોની પૂર્ણ પ્રગટ દશાને સિદ્ધદશા કહેવાય છે. અહીં ભગવાનને નિત્ય, નિરંજન અને જ્ઞાનમય આ ત્રણ વિશેષણો આપ્યાં છે, તે પણ વેદાંત, બૌદ્ધ આદિ મતોને સમજાવવા માટે આપ્યા છે. એકાંતવાદી બૌદ્ધ કે જે આત્માને નિત્ય નહિ માનતાં ક્ષણિક માને છે તેને સમજાવવા માટે ‘નિત્ય' વિશેષણ આપ્યું છે. આત્મા દ્રવ્યસ્વભાવે નિત્ય છે અને પર્યાયે પણ પૂર્ણ શુદ્ધ થયા પછી કાયમ શુદ્ધ રહે છે. વસ્તુદૃષ્ટિએ ભગવાન આત્મા ટંકોત્કીર્ણ અર્થાત્ ઘડ્યા વિનાનો સુઘટ જ્ઞાયક એકસ્વભાવી પરમ દ્રવ્ય છે. નૈયાયિકો કે જે જીવને મુક્ત થયા પછી પાછા અંજન અર્થાત્ કર્મકલંક સહિત થવાનું માને છે, તેને સમજાવવા માટે અહીં સિદ્ધને ‘નિરંજન' વિશેષણ આપ્યું છે. સિદ્ધ પરમાત્માને દ્રવ્યકર્મ, ભાવકર્મ કે નોકર્મનો સંયોગ હોતો જ નથી. એકવાર સિદ્ધ થયા પછી સંસારમાં અવતાર હોતો નથી. રાક્ષસોને મારવા અને ભક્તોને બચાવવા ભગવાન અવતાર ધારણ કરે છે' એ વાત જૂઠી છે. ત્રણકાળમાં એમ કદી બની ન શકે એ બતાવવા આ સ્પષ્ટીકરણ કર્યું છે. જૈન નામ ધરાવનારને પણ ઘણાંને આવા પ્રશ્નો ઊઠે છે કે બધાં જીવો મુક્ત થઈ જાય પછી શું થાય? પણ ભાઈ! જીવો તો એટલા છે કે દર છ મહિના અને આઠ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો સમયમાં છસો ને આઠ જીવ મુક્ત થાય છે, તો આ અનંતકાળ વીત્યો તેમાં અનંત જીવો મુક્તિ પામ્યા તે નિગોદના એક શરીરમાં રહેલાં જીવના અનંતમાં ભાગના જ છે. નિગોદના એક શરીરમાં એટલા અનંતા જીવો છે તો પછી આખી જીવરાશિનું શું કહેવું ! માટે ભાઈ ! તું બીજાની ચિંતા છોડ અને તે પોતે આ સંસારમાંથી છૂટીને મુક્ત થઈ જા તેમાં તારું કલ્યાણ છે. જૈન નામ ધરાવનારાઓમાં પણ આવા ગોટા ચાલતાં હોય છે કેમ કે કોથળીમાં કાળીજીરી ભરી હોય અને ઉપર લખ્યું હોય “સાકર' તો કાંઈ કાળીજીરી સાકર થઈ જાય? તેમ “જૈન” નામ ધરાવે એટલે કાંઈ જૈન થઈ જતો નથી. જેણે સર્વજ્ઞદેવે કહેલા શુદ્ધ આત્માનું શ્રદ્ધાન, જ્ઞાન અને અનુભવ કર્યો છે તેને જ ભગવાન “જૈન” કહે છે. ભાઈ ! તું વિશ્વાસ લાવ!—કે મારા સ્વભાવના આનંદ આગળ બધી પ્રતિકૂળતા અને આખી દુનિયા ભુલાઈ જાય એવી અભુત વસ્તુ હું છું. હું વર્તમાનમાં પરમાત્મા જ છું, મારે અને પરમાત્માને કાંઈ ફેર નથી એમ વિશ્વાસ આવતાં ફેર છૂટી જશે ને પર્યાયમાં પરમાત્મા પ્રગટ થઈ જશે. કિ બંધ-મોક્ષના પરિણામથી શૂન્ય ને તેના કારણથી પણ શૂન્ય એવી ત્રિકાળી વસ્તુ તે હું છું. આવો સ્વીકાર આવવો તે જ પુરુષાર્થ છે. પૂર્ણાનંદનો નાથ, રાગ ને વિકાર રહિત, મોક્ષમાર્ગ ને મોક્ષની પર્યાય રહિત, એક અખંડ જ્ઞાયકરસનો પિંડ ત્રિકાળી વસ્તુ તે જ હું છું એમ સ્વ-વસ્તુની મહિમા પૂર્વક તેનો સ્વીકાર આવવો તે જ સમ્યફ-પુરુષાર્થ છે, સમ્યગ્દર્શન સિદ્ધ છે તે જાણનાર-દેખનાર છે તેમ તું પણ જાણનાર દેખનાર જ છો. અધૂરા પૂરાનો પ્રશ્ન જ નથી. જાણનાર-દેખનારથી જરીક ખસ્યો એટલે કર્તૃત્વમાં જ ગયો એટલે સિદ્ધથી જુદો પડ્યો. એક ક્ષણ સિદ્ધથી જુદો પડે તે મિથ્યાષ્ટિ છે તે યથાર્થ વાત છે. -જ્ય ગુર્દશી Page #24 -------------------------------------------------------------------------- ________________ નિજસ્વરૂપની સેવાથી સિદ્ધિની પ્રાપ્તિ (પ્રવચન નં. ૩) ये जाता ध्यानाग्निना कर्मकलङ्कान् दग्ध्वा । नित्यनिरञ्जनज्ञानमयास्तान् परमात्मनः नत्वा ||9|| શ્રી પરમાત્મપ્રકાશની આ પ્રથમ ગાથા ચાલે છે. મુનિરાજ મંગલાચરણમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે. તે સિદ્ધ કેમ થયા છે ? કે—પૂર્ણ જ્ઞાન-આનંદસ્વરૂપ નિજ શુદ્ધાત્માના ધ્યાનરૂપી અગ્નિ વેડે કર્મકલંકને ભસ્મ કરીને ભગવાન સિદ્ધ થયા છે. સિદ્ધ ભગવાન કેવા છે ? કે–સિદ્ધ ભગવાન નિત્ય, નિરંજન અને જ્ઞાનમય છે. તેમાં નિત્ય કહેતાં બૌદ્ધમતનું ખંડન થાય છે. નિરંજન કહેતાં સિદ્ધ થયાં પછી પાછા ભગવાન અવતાર ધારણ કરે એવું માનનારાં નૈયાયિકોના મતનું ખંડન થાય છે. ભગવાનને ‘જ્ઞાનમય' સાબિત કરતાં સાંખ્યમતનું ખંડન થાય છે. સાંખ્યમતનો એવો અભિપ્રાય છે કે જેમ સૂતેલાં માણસને કાંઈ જ્ઞાન હોતું નથી તેમ પરમાત્મા થાય એટલે તે સૂઈ ગયા. તેથી ભગવાનને કાંઈ જ્ઞાન હોતું નથી. ભગવાનને ત્રણકાળ—ત્રણલોકનું જ્ઞાન હોય તો તો તેને કેટલી ઉપાધિ હોય? એમ તેઓ માને છે. તેને કહ્યું છે કે જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ છે, તેમાં ઉપાધિ ન હોય. ભગવાને આત્માનો જેવો સ્વભાવ છે તેવો પર્યાયમાં પ્રગટ કર્યો છે તેથી એક સમયમાં ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન થાય છે. આમ, સાંખ્યમતનું ખંડન કરીને ભગવાનની શાયકતા સાબિત કરવા મુનિરાજે સિદ્ધ ભગવાનને ‘જ્ઞાનમય' એવું વિશેષણ આપ્યું છે. આવા નિત્ય, નિરંજન, જ્ઞાનમય ભગવાનને ઓળખીને વાણી દ્વારા શાસ્ત્રમાં નમસ્કાર કર્યા છે તેને દ્રવ્યનમસ્કાર' કહે છે અને અંદર વિકલ્પમાં ભગવાનના અનંત ગુણોનું સ્મરણ કરવું તેને ‘ભાવનમસ્કાર' કહેવાય છે. આ દ્રવ્ય અને ભાવનમસ્કાર વ્યવહારથી સાધકદશામાં હોય છે. શુદ્ધનિશ્ચયનયમાં આવો વંદ્ય–વંદકભાવ એટલે કે ભગવાન વંદન ક૨વાયોગ્ય અને હું વંદન કરવાવાળો એવા ભાવ હોતા નથી. સ્વરૂપમાં એકાકારદશામાં આવાં કોઈ વિકલ્પ હોતા નથી. આ રીતે, શબ્દાર્થનો નયવિભાગ દ્વારા નયાર્થ પણ કહ્યો છે અને બૌદ્ધ, નૈયાયિક અને સાંખ્યમતના ખંડન દ્વારા મતાર્થ પણ બતાવ્યો છે અને આ રીતે ભગવાન સંસાર પર્યાય છોડીને સિદ્ધદશાને પ્રાપ્ત થયા છે એમ કહીને આગમાર્થ બતાવ્યો છે. હવે ભાવાર્થ કહે છે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] પરમાત્મપ્રકાશ પ્રવચનો કે નિરંજન–મલ રહિત જ્ઞાનમય સિદ્ધ ભગવાન જ આદરણીય છે, એ જ ઉપાદેય છે. આમ, એક ગાથામાં શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ–પાંચ બોલ કહ્યાં છે, તેમ બધી ગાથામાં પાંચ બોલથી સમજવાનું છે—માત્ર વાંચી જવાનું નથી. પ્રથમ તો શબ્દનો સીધો અર્થ કરવો તે શબ્દાર્થ છે, પછી તે કથન સ્વાશ્રિતનયનું છે કે પરાશ્રિતનું 7 છે અથવા ભેદનયનું છે કે અભેદનયનું છે, એ નક્કી કરવું તે નયાર્થ છે, તેમાં ક્યાં મતોનું ખંડન થાય છે તે જાણવું મતાર્થ છે, તેમાં આગમના ક્યાં સિદ્ધાંતની સિદ્ધિ થાય છે એ નક્કી કરવુ આગમાર્થ છે અને તેમાં તાત્પર્ય શું છે—સાર શું છે એ શોધી કાઢવું તે ભાવાર્થ અથવા તાત્પર્યાર્થ છે. અજ્ઞાનીઓ તો પોતાની કલ્પનાથી વસ્તુનું સ્વરૂપ અનેક રીતે બતાવે છે. આત્માના નામે વાતો ચલાવે છે પણ તે યથાર્થ નથી. અહીં તો સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં સાત તત્ત્વનું, છ દ્રવ્યનું, સિદ્ધ અને સંસારીનું જેવું સ્વરૂપ જાણ્યું છે તેવું જેનાં શ્રદ્ધા—જ્ઞાનમાં આવે છે તેણે સાચા તત્ત્વની પ્રતીત કરી કહેવાય. ૭ કઈ અપેક્ષાએ કથન કર્યું છે એ ન સમજાય તો તેનો ભાવ પણ ન સમજાય. શાસ્ત્રમાં એવું કથન આવે છે કે ‘તીર્થંકર ભગવાનથી અનંતા જીવો તરી જાય છે.' તો આ કથનની અપેક્ષા ન સમજે તો ભગવાન જીવોને તારે છે એમ માની બેસે ! માટે અપેક્ષા સમજવી જોઈએ કે આ વ્યવહારનયનું કથન છે. જીવ પોતાના પુરુષાર્થથી તરે ત્યારે ભગવાનનું નિમિત્ત હોય છે તેથી વ્યવહારનય કહે છે કે ભગવાને તાર્યા. અપેક્ષા ન સમજવાને લીધે જ બધા ગોટા ઊઠે છે, અન્યમતમાં અને જૈનમાં શું ફેર છે તે સમજી શકતાં નથી. જૈન તે કોઈ સંપ્રદાય નથી. આત્મા અખંડાનંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે તેની પર્યાયમાં વિકાર છે તેને સ્વભાવના લક્ષે જીતે-નાશ કરે તેને જૈન કહેવાય છે. આ વસ્તુનું પરમ સત્ય સ્વરૂપ છે. સર્વજ્ઞભગવાને વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું છે, તેવું કહ્યું છે. આ બધું જેમ છે તેમ સમજવું પડશે, માત્ર પુસ્તકો છપાવીને કે વેચાતા લઈને ઘરમાં મૂકી દેવાની હોંશ હશે એટલાથી નહિ ચાલે. શાસ્ત્રો વાંચી, વિચારીને બધા અર્થો સમજે તો પોતાનું હિત થાય. માત્ર બહારની ક્રિયાની હોંશ હોય તે કામ ન આવે. સઝાયમાં આવે છે હોંશીડા હોંશ મત કીજે' તેનો અર્થ એવો છે કે ભાઈ! બહારના કાર્યમાં આ કરી દઈશ, આમ કરીશ આવી હોંશ કરે છો પણ, બહારમાં કાંઈ તારા વિકલ્પ અનુસાર થવાનું નથી. જે થવાનું હશે તે થશે માટે ત્યાં હોંશ ન કર ! ધીરો થા ભાઈ! અંતરનું કામ કરવાની હોંશ કર ! દિગંબર ધર્મ અન્ય ધર્મથી કઈ રીતે જુદો છે એ પણ સમજવું જોઈએ. શ્વેતાંબરો Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭ C[ ૧૩ ભગવાનને પહેલાં સમયે દર્શન અને બીજા સમયે જ્ઞાન માને છે. એમ ન હોય. એક જ સમયમાં દર્શન–જ્ઞાન ભગવાનને સાથે જ હોય. શ્વેતાંબરો કેવળજ્ઞાનની સત્તા માને છે અને દિગંબરો કેવળજ્ઞાનની શક્તિ માને છે તેમાં મોટા ફેર છે. કેવળજ્ઞાનની સત્તા છે એટલે અંદરમાં તો કેવળજ્ઞાન છે પણ ઉપર કર્મનું આવરણ આવી ગયું છે એમ શ્વેતાંબરો માને છે પણ એમ નથી. આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે. એટલે જેમ લીંડીપીપરમાં ૬૪ પોરી તીખાશ ભરી છે પણ તે પ્રગટ નથી તેને ઘૂંટે તો પ્રગટ થાય. તેમ આત્મામાં કેવળજ્ઞાન 5 પ્રગટ નથી, શક્તિરૂપે છે તેને પુરુષાર્થથી આત્મામાં એકાગ્રતાનું ધ્યાન કરે ત્યારે તે શક્તિની વ્યકતતા થાય—પ્રગટતા થાય, આ વસ્તુનું સ્વરૂપ છે. જેમ દિવાસળીમાં અગ્નિની શક્તિ છે, સત્તા નથી. તેનો ભૂકો કરવાથી અગ્નિ થતી નથી પણ ઘસવાથી થાય છે. તેમ ભગવાન આત્મામાં કેવળજ્ઞાનનો ભાવ શક્તિરૂપે પડ્યો છે તે શક્તિમાં એકાગ્રતાનો ઘસારો થતાં પર્યાયમાં પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થાય છે, આ વસ્તુસ્થિતિ છે. કર્મને નાશ કરવી પડતી નથી પણ સ્વભાવમાં એકાગ્રતા થતાં કર્મ એની મેળે નાશ પામે છે. ભગવાન આત્મામાં જ્ઞાનની માફક આનંદ, વિર્ય, ચારિત્ર આદિ અનંત ગુણોની શક્તિ પડી છે, સત્તા નથી. જેમ ડબ્બામાં હાથ નાંખો ત્યાં ગોળ તૈયાર પડ્યો હોય તેમ આત્મામાં આનંદ તૈયાર પડ્યી નથી. પણ જેમ શેરડીમાં ગોળની શક્તિ પડી છે તેમ આત્મામાં આનંદ, જ્ઞાનાદિની શક્તિ પડી છે તે શેરડીનો કુચો કાઢી, રસને જુદો તારવી, તપાવે ત્યારે ગોળ તૈયાર થાય તેમ વિકારનો કુચો કાઢી આત્મામાં એકાગ્રતાનો પ્રયોગ કરે ત્યારે બધા ગુણો પ્રગટ થાય છે. દ્રવ્યસંગ્રહ, પંચાસ્તિકાય આદિ બધાં શાસ્ત્રોમાં આ શબ્દાર્થ, નયાર્થ, આદિ પાંચ બોલની વાત આવે છે પણ અહીં તો પહેલી ગાથામાં જ આ વાત મૂકી છે કે હે શિષ્ય ! તારે આ પરમાત્મપ્રકાશ વાંચવો હોય અને સમજવો હોય તો તેને આ પાંચ પ્રકારે અર્થ કરીને સમજવો પડશે. શબ્દ પાછળ આશય શું છે તે સમજ્યા વગર હિત નથી. હવે બીજી ગાથામાં મુનિરાજ આગામી સિદ્ધોને નમસ્કાર કરતાં કહે છે કે સંસારસમુદ્રથી તરવાનો ઉપાય જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ જહાજ છે તેના ઉપર ચડીને આગામી (ભવિષ્ય) કાળમાં જે કલ્યાણમય અનુપમ જ્ઞાનમય થશે તેમને હું નમસ્કાર કરું છું. સંસારને સમુદ્રની ઉપમા અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિને સંસારથી તરવાના જહાજની ઉપમા આપી છે. અહા ! જેની શ્રદ્ધામાં ત્રણકાળ તરવરે છે તે અનંત સિદ્ધો ભૂતકાળમાં થઈ ગયા અને અનંત સિદ્ધો ભવિષ્યમાં થશે અને વર્તમાનમાં થાય છે તેને નમસ્કાર કરે છે. ભવિષ્યમાં તીર્થકર થનારા કેટલાય તો નિગોદમાં છે. શ્રેણિકરાજા નરકમાં છે તે બધાને પ્રતીતપૂર્વક નમસ્કાર કર્યા છે. તેમાં અનંત જીવોનો સ્વીકાર થયો, વીતરાગતાના Page #27 -------------------------------------------------------------------------- ________________ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ઉપાયથી સિદ્ધ થયા તેનો સ્વીકાર થયો, ઉપાયનું જ્ઞાન થયું તેમાં બધું આવી ગયું. અહા ! આગામી સિદ્ધોને નમસ્કારમાં નિગોદમાં પડેલાં અનંતકાળે મનુષ્ય થઈને મોક્ષે જનારા જીવોને નમસ્કાર આવી ગયાં. ભૂતકાળના સિદ્ધોને નમસ્કાર કર્યા પણ, ભવિષ્યકાળ તો ભૂતકાળ કરતાં અનંતગણો છે, તેમાં સિદ્ધ થનારાં જીવોને પણ શ્રદ્ધામાં લે છે અને નમસ્કાર કરે છે તેમાં એક જ આત્મા છે અને એકની મુક્તિ થતાં બધાની મુક્તિ થઈ જાય છે એવી માન્યતાનો નિષેધ આવી જાય છે. અજ્ઞાની રાગી જીવને બારોટ એમ કહે કે તમારા કુટુંબમાં એક મોટા કરોડપતિ અને દાનેશ્વરી થઈ ગયાં. ત્યાં તો રાગી જીવ ખુશી થઈ જાય છે. તો અહીં તો પોતાના સાચા કુટુંબની વાત છે કે અનંતા સિદ્ધ થઈ ગયા અને અનંતા સિદ્ધ થશે. એક પુદ્ગલ પરાવર્તન કાળના અનંતમાં ભાગમાં અનંતી ચોવીશી થાય છે તો અનંતા પુદ્ગલ પરાવર્તન કાળમાં કેટલી ચોવીશી થાય! તે બધાંને યાદ કરીને મુનિરાજ નમસ્કાર કરે છે. તેમાં પોતે પણ આવી જાય છે. હું મારી પૂર્ણ પર્યાયને અત્યારે નમસ્કાર કરું છું. મુનિરાજ કહે છે કે અનંતા સિદ્ધો થઈ ગયા, અનંતા સિદ્ધો થશે, અમે પણ સિદ્ધ થશું અને અમારી સાથે અનેક જીવો સિદ્ધ થશે તેની અમને ખાતરી છે તેથી બધાને યાદ કરીને અમે નમસ્કાર કરીએ છીએ. પરમાત્મા સર્વજ્ઞ વીતરાગદેવે જે જડચૈતન્યના દ્રવ્ય-ગુણ-પર્યાય જોયા છે અને કહ્યાં છે તેવી વાત ત્રણકાળ ત્રણલોકમાં બીજે કયાંય નથી. એવો નિર્ણય ન થાય ત્યાં સુધી આત્માની દૃષ્ટિ થતી નથી. ભવિષ્યમાં સિદ્ધ ભગવાન થશે તે કેવા થશે?—અનુપમ, પરમ કલ્યાણમય અને જ્ઞાનમય થશે. ભગવાનને કોઈની ઉપમા લાગુ પડે નહિ એવા અનુપમ અને ત્રણકાળ ત્રણલોકને જાણવાવાળા જ્ઞાનમય થશે અને પરમ કલ્યાણમય થશે. તે સિદ્ધ ભગવાન કેવી રીતે થશે? કે અનંત અનંત ગુણના પિંડ એવા ભગવાન આત્માને સેવતાં સેવતાં સિદ્ધ થશે. રાગાદિ વિકલ્પ રહિત જે પરમ સમાધિ તેને સેવતાં થકા ભગવાન સિદ્ધ થશે. આનું જ નામ નિશ્ચય મોક્ષમાર્ગ છે. રાગની કે નિમિત્તની સેવાથી સિદ્ધ થઈ શકાતું નથી. એકમાત્ર નિજસ્વરૂપની સેવાથી જ સિદ્ધ થઈ શકાય છે. ત્રણકાળમાં સિદ્ધ થવાનો આ એક જ ઉપાય છે. વળી વિશેષ કહે છે કે તે સિદ્ધ ભગવાન કેવા થશે? કે—કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ અને કેવળવીર્ય આદિ મોક્ષલક્ષ્મીથી સહિત થશે અને આઠ કર્મના અભાવપૂર્વક સમ્યકત્વાદિ આઠ ગુણથી પણ સહિત થશે. જુઓ ! મુનિરાજ ત્રણકાળના સિદ્ધોને જ્ઞાનની સોડમાં લઈને વાત કરે છે. તે સિદ્ધ કેવી રીતે થશે? કે–વીતરાગ સર્વશદેવ પ્રરૂપિત માર્ગ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩ દ્વારા દુર્લભ જ્ઞાન મેળવીને શ્રેણિક આદિ અનંતા જીવ સિદ્ધ થશે. ભગવાન આત્મા શક્તિએ સદા શિવસ્વરૂપ છે. એવા નિજ શુદ્ધાત્માની ભાવના કરીને એટલે તેમાં એકાગ્રતા કરીને ભગવાન વીતરાગ પરમાનંદ સુખસ્વરૂપ થશે. દુઃખનો સર્વથા અભાવ કરીને ને પૂર્ણ આનંદરૂપે પરિણમશે એવા અનંતા સિદ્ધોને યાદ કરીને હું વર્તમાનમાં વંદન કરું છું. / ૧૫ છે જેને ધર્મ કરવો હોય, જેને સમ્યગ્દર્શન જોઈતું હોય તેણે પાંચ ઇન્દ્રિયના વિષયની અભિલાષા તથા પૈસા કમાવાની અભિલાષારૂપી પાપભાવો તેમ જ દયા-દાન-વ્રતરૂપ પુણ્યભાવને એકવાર દૃષ્ટિમાંથી છોડવા પડશે. રાગ હોવા છતાં તેની મમતા છોડ ! તેઓ મારે માટે આર્કિચન છે—મારા માટે કિંચિત્માત્ર નથી, હું તો પૂર્ણાનંદનો નાથ છું. રાગનો અંશમાત્ર મારો નથી એમ દૃષ્ટિમાંથી ધર્મ-અર્થ-કામરૂપી ભાવની મમતા છોડી દે ને જ્ઞાનસ્વરૂપી ભગવાનને જ્ઞાન પરિણતિથી તું જાણ ! એ સિવાય ત્રણકાળમાં આત્મા જાણવામાં આવશે નહીં. ? અહા ! સહજ જ્ઞાયક નિજ તત્ત્વને સમજવાનો, નિર્ણય ને અનુભવ કરવાનો મોખ મનુષ્યપણામાં મળ્યો. જેમ ચિંતામણિની પ્રાપ્તિ દુર્લભ છે તેમ નિગોદમાંથી નીકળી સપર્યાયની પ્રાપ્તિ પણ અત્યંત દુર્લભ છે. એક શરીરમાં અનંત જીવ, તેમના જ્ઞાનનો ઉઘાડ અક્ષરના અનંતમાં ભાગે, તેમના દુઃખો તે સ્વયં વેદે અને માત્ર કેવળી જાણે. એક શ્વાસપ્રમાણ કાળમાં અઢાર વાર જન્મમરણ કરે—આમ જીવો અનંત અનંત કાળ સુધી નિગોદના ભવમાં જન્મમરણનાં દુઃખ ભોગવે છે. ત્યાંથી કોઈ જીવ બહાર નીકળી ચિંતામણિતુલ્ય દુર્લભ ત્રસપર્યાય પામે છે. ભાઈ ! તને મનુષ્યપણું મળ્યું તેની તને કિંમત નથી ! મનુષ્યપણું વિષય ને ભોગ માટે નથી, વ્યાપાર ધંધા ને પાપ માટે નથી. —પૂજ્ય ગુરુદેવશ્રી Page #29 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાળવર્તી સિદ્ધોને નમસ્કાર (પ્રવચન નં. ૪) तान् वन्दे श्रीसिद्धगणान् भविष्यन्ति येऽपि अनन्ताः । शिवमयनिरुपमज्ञानमयाः परमसमाधिं भजन्तः ॥ २॥ तान् अहं वन्दे सिद्धगणान् तिष्ठन्ति येऽपि भवन्तः । परमसमाधिमहाग्निना कर्मेन्धनानि जुह्वन्तः ॥३॥ तान् पुनः वन्दे सिद्धगणान् ये निर्वाणे वसन्ति । ज्ञानेन त्रिभुवने गुरुका अपि भवसागरे न पतन्ति ॥४॥ શ્રી પરમાત્મપ્રકાશની પ્રથમ ગાથામાં યોગીન્દુ મુનિરાજે ભૂતકાળના અનંત સિદ્ધોને નમસ્કાર કર્યાં. બીજી ગાથામાં ભવિષ્યના અનંત સિદ્ધોને નમસ્કાર કર્યાં છે. મુનિરાજને ભક્તિ ઘણી ઊછળી છે. આઠ ગાથા સુધી પંચપરમેષ્ઠી આદિ બધાંને નમસ્કાર કરશે. અહીં આપણે બીજી ગાથા ચાલે છે. તેમાં મુનિરાજ કહે છે કે ભવિષ્યમાં જે સિદ્ધો થશે તે કેવી રીતે થશે ? કે—વીતરાગ સર્વશદેવે વસ્તુનું સ્વરૂપ જોઈ, જાણીને જે મોક્ષમાર્ગ પ્રરૂપ્યો છે તે માર્ગ દ્વારા દુર્લભ જ્ઞાન પ્રાપ્ત કરીને શ્રેણિક આદિ અનંત જીવો સિદ્ધ થશે. તે સિદ્ધભગવાન કેવા હશે ? કે—શિવસ્વરૂપ, અનુપમ અને કેવળજ્ઞાનમય હશે. તેમાં શિવ એટલે પોતાના નિજશુદ્ધાત્માની અંતર એકાગ્રતાથી જે વીતરાગ પરમાનંદ સુખ ઉપજે છે તેનાથી સહિત હશે. વળી, અનુપમ હશે એટલે ભગવાનના દ્રવ્ય, ગુણ તો નિરુપમ છે જ પણ, તેમાં એકાગ્રતાથી પ્રગટેલી પૂર્ણ પર્યાય તે પણ નિરૂપમ—અનુપમ હશે, તેને જગતના કોઈ પદાર્થોની ઉપમા લાગુ પડશે નહિ. આ પંચમતિ ચારગતિથી અનેરી છે, તેને પ્રાપ્ત થયેલાં સિદ્ધભગવાન કેવળજ્ઞાનમય હશે એટલે ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણનારા હશે. હવે એમ પ્રશ્ન થાય છે કે ભગવાન શું કરતાં થકાં આવા સિદ્ધ થશે ? તો કહે છે કે ભગવાન શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ અમૂલ્ય રત્નથી ભરેલાં જહાજમાં બેસીને સિદ્ધ થશે. આત્મા દર્શન-જ્ઞાનસ્વભાવી છે, તેના યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન–આચરણરૂપ અમોલિક રત્નત્રયથી પૂર્ણ અને મિથ્યાત્વ વિષય કષાયાદિરૂપ સમસ્ત વિભાવરૂપ જળના પ્રવેશથી રહિત, પરમ સમાધિરૂપ જહાજને સેવતાં થકાં અનંતા સિદ્ધ થયા છે અને અનંતા સિદ્ધ થશે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪ / રત્નત્રયનૌકામાં પુણ્ય-પાપરૂપ વિભાવજળનો પ્રવેશ હોતો નથી. તે રત્નત્રયનૌકા નિજશુદ્ધાત્માનાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રથી તૈયાર થાય છે. જેના સ્વભાવની શક્તિની મહિમા કોઈ અચિંત્ય અને અનંત છે, તેની અંતર એકાગ્રતા ભાવનાથી સહજ આનંદરૂપ સુખામૃત ઉત્પન્ન થાય છે અને તેનાથી વિપરીત ચારગતિરૂપ સંસારના દુઃખોનો ક્ષય થાય છે. ભગવાન આત્માના સ્વાભાવિક આનંદથી વિપરીત રાજા-મહારાજાઓના સુખ અને દેવગતિનાં સુખ બધાં દુઃખ જ છે. તિર્યંચ અને નારકીના પરિણામમાં તો આકુળતા છે, છે તે દુઃખ જ છે પણ સુખી ગણાતાં મનુષ્ય અને દેવોનાં પરિણામમાં પણ આકુળતા જ છે, તે દુઃખ જ છે. તે આત્માના સહજ આનંદથી તદ્દન વિપરીત છે. સંસારરૂપી સમુદ્ર આખો દુઃખથી જ ભરેલો છે. તેનો નાશ કરીને પરમસમાધિરૂપ જહાજને સેવતાં થકાં અનંતા જીવો સિદ્ધ થશે. તે સિદ્ધના ટોળાંને–સિદ્ધસમૂહને હું નમસ્કાર કરું છું. આમાં સંસારદશાનો વ્યય થાય છે, સિદ્ધદશાનો ઉત્પાદ થાય છે અને જીવ ધ્રુવ છે–એમ બતાવી ઉત્પાદ–વ્યય-ધ્રુવ પણ સિદ્ધ કર્યા છે. બે વાત લીધી છે કે સિદ્ધ કેવી રીતે થશે કે એક તે પોતાના પરમાનંદને સેવતાં * સેવતાં અને તેના આધારે જ ચાલતાં થકાં અનંત સિદ્ધ થશે. કોઈને પ્રશ્ન થાય કે સિદ્ધો લોકાગ્રે રહે છે તેને લોકનો આધાર તો છે ને ! તો કહે છે ના; સિદ્ધ ભગવાન પોતાના આધારે રહ્યાં છે. ભગવાનને પોતાના અતીન્દ્રિય આનંદનો જ આધાર છે. આહાહા...! સિદ્ધના સુખને કોની સાથે સરખાવવા? જગતની ચાર ગતિમાં કોઈ ચક્રવર્તી તે ઇન્દ્રના સુખ પણ એવા નથી કે જેની સાથે સિદ્ધના સુખને સરખાવી શકાય. માટે કહ્યું છે કે સિદ્ધનું સુખ અનુપમ છે–સિદ્ધના સુખ સિદ્ધ જેવા જ છે. આ બીજી ગાથાનો ભાવાર્થ એ છે કે શિવમય, અનુપમ, જ્ઞાનમય, શુદ્ધાત્મસ્વરૂપે જ ઉપાદેય છે. અથવા એવી નિર્મળ પર્યાય પ્રગટ કરવા માટે તેવા સ્વરૂપને પ્રાપ્ત થયેલો સિદ્ધ ભગવાન જ આદરણીય છે. ભૂતકાળના અને ભવિષ્યના ભગવાનને નમસ્કાર કરીને હવે ત્રીજી ગાથામાં યોગીન્દુદેવ વર્તમાનમાં મહાવિદેહમાં બિરાજતાં સીમંધરાદિ ભગવંતોને નમસ્કાર કરે છે. વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં સીમંધર આદિ વીશ તીર્થકર અને લાખો કેવળી ભગવંતો પરમસમાધિરૂપ અગ્નિથી કર્મરૂપી ઈશ્વનને બાળી રહ્યાં છે તેને પણ સિદ્ધના સમૂહ કહીને નમસ્કાર કર્યા છે. અત્યારે તો જૈનકુળમાં જન્મેલાને પણ તીર્થકરો ક્યાં રહેતાં હશે, તીર્થંકર પદ કેમ પ્રાપ્ત કર્યું હશે, તીર્થકરની દશા કેવી હોય, સિંદ્ધની દશા કેવી હોય, આત્માનું સ્વરૂપ શું છે, તેની કાંઈ ખબર હોતી નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અનંતા સિદ્ધો થઈ ગયા તે તો કૃતકૃત્ય છે પણ વર્તમાનમાં બિરાજે છે એવા સિદ્ધને (—અરિહંતને) હજુ ચાર કર્મ બાકી છે તેને ભગવાન પરમ સમાધિરૂપ અગ્નિ દ્વારા બાળી રહ્યાં છે. તે સિદ્ધોને હું નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપ પરમાર્થ સિદ્ધભક્તિ દ્વારા નમસ્કાર કરું છું. જુઓ ! અહીં વ્યવહાર સિદ્ધભક્તિની વાત ન લીધી પણ પરમાર્થ સિદ્ધભક્તિ દ્વારા નમસ્કાર કરું છું એમ લીધું છે, તેમાં પોતાના આત્માની ભક્તિ આવી જાય છે. બધાં સંતો, દિગંબર મુનિઓ, આચાર્યો એક રીતે જ વાત કરે છે. બધાંની કથન પદ્ધતિ જુદી હોય પણ વસ્તુના એક પ્રવાહને બતાવી રહ્યાં છે. વસ્તુના અનાદિ પ્રવાહને અનુભવ્યો છે અને તે પ્રવાહ અનુસાર જ કથન કર્યાં છે. મુનિરાજ વર્તમાન બિરાજતાં ભગવાનને વર્તમાન નિર્વિકલ્પ શાંતિ દ્વારા નમસ્કાર કરે છે. જુઓ ! મુનિરાજને પ્રમોદ કેટલો છે ! હું પણ મારા વર્તમાન જ્ઞાનમાં એકાગ્રતા દ્વારા સ્વસંવેદનશાન વડે પરમાર્થ સિદ્ધ—મારા આત્માની ભક્તિ કરું છું. પરમાર્થ આત્માને પરમાર્થે નમસ્કાર કરું છું એટલે પરમ પદાર્થ જે મારો શુદ્ધાત્મા તેને પરમાર્થે એટલે ખરેખર-નિશ્ચયથી હું નમસ્કાર કરું છું. લોકો પરમાર્થ એટલે બીજાની દયા પાળવાનું કહે છે તેની અહીં વાત નથી. આહાહા.... ! આચાર્યોએ પણ કાંઈ કામ કર્યાં છે ! ગાથા દીઠ ભાવ ફેરવતાં જાય છે અને વસ્તુસ્થિતિને ખડી કરતાં જાય છે. મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપમાં જ છે, એટલે ૪૫ લાખ જોજનમાં જ મનુષ્યો વસે છે, તેમાં એક ભરતક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. એક મહાવિદેહ જંબુદ્વીપમાં છે. બે મહાવિદેહ • ધાતકીખંડમાં છે અને બે મહાવિદેહ અર્ધ પુષ્કરદ્વીપમાં છે. વર્તમાનમાં દરેક મહાવિદેહમાં ચાર-ચાર તીર્થંકર ભગવાન બિરાજે છે. કુલ ૨૦ તીર્થંકર છે. આ ગાથામાં પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે—એમ સિદ્ધ થયું અને સીમંધરાદિ તીર્થંકરો બિરાજે છે તે પણ સિદ્ધ થાય છે. સીમંધર એટલે સીમં નામ પોતાની અનંત જ્ઞાનદર્શન આદિ પર્યાયની સીમાના ધર એટલે ધરનારા છે, તે સીમંધર છે. તે સીમંધરાદિ ભગવંતો શું કરી રહ્યાં છે ?—વીતરાગ પરમ સામાયિકચારિત્રની ભાવનાથી સંયુક્ત, જે નિર્દોષ પરમાત્માના યથાર્થ શ્રદ્ધા-જ્ઞાનઆચરણરૂપ અભેદરત્નત્રયમયી નિર્વિકલ્પ સમાધિરૂપી અગ્નિમાં કર્મરૂપી ઇન્ધનને હોમી રહ્યાં છે એટલે કે કર્મને અકર્મરૂપે કરતાં થકાં પોતાની સમાધિમાં સ્થિત થઈ રહ્યાં છે. કેવળજ્ઞાની ભગવાનને જ્ઞાન તો પૂર્ણ ખાલી ગયું છે પણ હજુ થોડો ઉદયનો અશુદ્ધભાવ છે તે ક્ષણેક્ષણે ટળતો જાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. તીર્થંકર Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪) [ ૧૯ અરિહંત છે તેને વાણી છૂટે છે, કર્મનો સંબંધ પણ છે અને સમયે-સમયે કર્મોનો નાશ થતો જાય છે અને શુદ્ધિ વધતી જાય છે તેથી પર્યાયે–પર્યાયે નિર્મળતા વધતી જાય છે. આવી જ ભગવાનની પર્યાયની સ્થિતિ છે. આચાર્યો પણ દ્રવ્ય, ગુણ, પર્યાયની જેવી જેવી સ્થિતિ છે તેનું બરાબર વર્ણન કરતાં કરતાં નમસ્કાર કરતાં જાય છે. ગજબ શૈલી છે ! આહાહા....! ભૂત, ભવિષ્ય અને વર્તમાન સિદ્ધોને નમસ્કાર કરનારના જ્ઞાનની એક સમયની પર્યાયનો કેટલો વિકાસ થયો છે કે ત્રણકાળના અનંતા સિદ્ધોનો તેના જ્ઞાનમાં ભરોસો આવી ગયો છે–કબૂલાત થઈ ગઈ છે. આ ગાથાનું તાત્પર્ય એ છે કે એક નિર્વિકલ્પ સમાધિ જ આદરવા યોગ્ય છે એટલે પોતાના શુદ્ધ જ્ઞાન-દર્શનસ્વભાવના આશ્રયે પ્રગટેલી શાંતિ જ આદરણીય છે. ' હવે ચોથી ગાથામાં યોગીન્દુદેવ નિર્વાણમાં વસતાં સિદ્ધોને નમસ્કાર કરે છે. તે સિદ્ધ કેવા છે? કે–ત્રણલોકના ગુરુ છે તોપણ સંસાર-સમુદ્રમાં પડતાં નથી. મહાન શક્તિ પ્રગટ થઈ છે એટલે સંસારમાં પાછા આવે તો વાંધો નહિ એમ ન હોય. નીચેના ગુણસ્થાનમાં પણ એકવાર સ્વરૂપની દૃષ્ટિ થઈ ગયા પછી જીવ પાછો પડતો નથી તો પછી જેને પૂર્ણાનંદ પ્રગટ થઈ ગયો છે તે કેમ પાછો પડે? ન જ પડે. લોકો માને છે કે ભગવાન અવતાર ધારણ કરે છે. તે માન્યતા તદ્દન જૂઠી છે. ત્રણકાળમાં કદી એમ બનતું નથી. પોતાની ઉન્નત્તિક્રમમાં ચડેલાં જીવ કોઈ તીર્થકર થાય અને પાત્ર જીવને તરવાનું નિમિત્ત બને એ જુદી વાત છે પણ સિદ્ધ થયા પછી પાછા સંસારમાં અવતાર ધારણ કરે એમ ન બને. લોખંડ જેવી ભારે વસ્તુ સમુદ્રમાં ડૂબી જાય છે પણ ગૈલોક્યગુરુ એવા ભારે ભગવાન સંસાર-સમુદ્રમાં ડૂબતાં નથી. પૂર્વે જે તીર્થંકર પરમદેવ તથા ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રામ, પાંડવ આદિ અનેક જીવો વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનના બળથી નિજશુદ્ધાત્મસ્વરૂપને પામીને અને કર્મોનો નાશ કરીને પરમ સમાધાનરૂપ નિર્વાણપદમાં બિરાજી રહ્યાં છે તેમને હું વંદન કરું છું. નિર્વાણપદને પરમ સમાધાનરૂપ કેમ કહ્યું કે દુનિયામાં ગમે તેટલો ફેરફાર થાય કે ભગવાનને પૂજનારા જીવોમાં કાંઈ ફેરફાર થાય તોપણ ભગવાનને કાંઈ વિકલ્પ ઉઠતો નથી. પરમ સમાધાન વર્તે છે. ટોડરમલ્લજીએ પણ સિદ્ધ ભગવાન રાગ-દ્વેષ કરતાં નથી એ વિષયમાં ઘણું વર્ણન કર્યું છે. આ ગાથામાં તીર્થંકરપણા વગર રામ, ભરત આદિ જે અનંતા જીવો સિદ્ધ થઈ ગયા તેમને બધાંને એકસાથે નમસ્કાર કર્યા છે. તે દરેક જીવો લોકાલોકને જાણતાં થકાં સિદ્ધપદમાં બિરાજી રહ્યા છે. તે સિદ્ધ કેમ થયાં કે નિર્વિકલ્પ ધ્યાન વડે આઠ કર્મોને બાળીને સિદ્ધ થયા છે. જેમ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કેરી પાકી જાય એટલે ડીટીયું આપોઆપ ખરી જાય છે, તેમ આત્માનું ધ્યાન કરતાં કર્મો આપોઆપ ખરી જાય છે. પાંચમી ગાથામાં મુનિરાજ લોકાગ્રે બિરાજમાન સિદ્ધોને નમસ્કાર કરે છે કે જે ભગવાન વ્યવહારનયથી લોકાલોકને જાણી રહ્યાં છે તોપણ શુદ્ધનિશ્ચયનયથી પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે. દરેક આત્મામાં એક સમયમાં પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય અને પરના દ્રવ્ય– ગુણ–પર્યાયને જાણવાની એટલે કે લોકાલોકને જાણવાની શક્તિ પડી છે. સિદ્ધને તે પ્રગટ થઈ ગઈ છે તેથી ભગવાન એક સમયમાં આખા લોકાલોકને જાણે છે. આ લોકાલોકના જ્ઞાનને જો કોઈ કાઢી નાખે—ન સ્વીકારે તો તેણે આત્મદ્રવ્યનો જ સ્વીકાર કર્યો નથી. સિદ્ધ ભગવાનની પર્યાય લોકાલોકને જાણે છે પણ તેમાં તન્મય નથી માટે તેને વ્યવહાર કહ્યો છે અને પોતાની પર્યાયને પોતે સીધી જાણે છે તન્મય થઈને જાણે છે માટે તેને નિશ્ચય કહ્યો છે. આ તો ભાઈ ! લહલહતા શીરા પીરસાય છે. તે જ ખાવા અનુભવવા જેવા છે. કેટલાંકને એમ પ્રશ્ન થાય છે કે સિદ્ધ થયાં પછી પણ લોકાલોકનું જ્ઞાન હોય તો તો કેટલી ઉપાધિ રહે ! અહીં બે પાંચ ઘરનું ધ્યાન રાખીએ છીએ ત્યાં કંટાળી જઈએ છીએ તો સિદ્ધને કેટલી ઉપાધિ ?—અરે ભાઈ ! સિદ્ધને ઉપાધિ નથી. જ્ઞાનનો જે સ્વભાવ છે તે પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ ગયો છે તે કોને ન જાણે ! અને તે પણ ભગવાનને કાંઈ ઉપયોગ બહાર મૂકવો પડતો નથી. પોતાની પર્યાયમાં પૂરું સામર્થ્ય પ્રગટ થયું, તેમાં ઉપયોગ મૂક્યા વગર લોકાલોક જણાય છે. એવું જ પૂર્ણ પર્યાયનું સ્વરૂપ તેનાથી કોઈ વિરુદ્ધ માને તો તે આત્માને સમજતા નથી અને સિદ્ધને પણ સમજતા નથી, પાંચ પદને સમજતા નથી અને ભગવાનની આજ્ઞાએ પણ સમજતા નથી. એ માટે જ આચાર્યદેવ આ વાતને સિદ્ધ કરે છે. એક એક ગાથા પ્રયોજન સહિત હોય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ નિજ સ્વરૂપમાં સ્થિત સિદ્ધોને નમસ્કાર (પ્રવચન નં. ૫) तान् पुनर्वन्दे सिद्धगणान् ये आत्मनि वसन्तः । लोकालोकमपि सकलं इह तिष्ठन्ति विमलं पश्यन्तः ॥५॥ केवलदर्शनज्ञानमयान् केवलसुखस्वभावान् । जिनवरान् वन्दे भक्त्या यैः प्रकाशिता भावाः ॥६॥ મુનિરાજ યોગીન્દ્રદેવ સિદ્ધોનાં સ્વરૂપનું વર્ણન કરતાં કરતાં સિદ્ધોને નમસ્કાર કરી રહ્યાં છે. ચાર ગાથા સુધી તો સિદ્ધોને વંદન કર્યા. આ પાંચમી ગાથામાં પણ સિદ્ધોને વંદન કરતાં કહે છે કે હું તે સિદ્ધોને નમસ્કાર કરું છું કે જેઓ નિશ્ચયનયથી પોતાના સ્વરૂપમાં સ્થિત છે અને વ્યવહારનયથી લોકાલોકને જાણી રહ્યાં છે. સિદ્ધભગવાન લોકાલોકને જાણતાં થકાં પોતાના સ્વરૂપનિવાસમાં વસી રહ્યાં છે. સિદ્ધભગવાન પોતાના સ્વભાવને તન્મય થઈને જાણે છે અને બાહ્ય લોકાલોકને તન્મય થયા વગર પણ નિઃસંદેહ અને પ્રત્યક્ષ જાણે છે. ભગવાન જો પરપદાર્થને તન્મય થઈને જાણે તો તો પરના સુખદુઃખનો ભોગવટો ભગવાનને થાય; તો તો નારકીને જાણતાં ભગવાનને દુઃખ થાય, અગ્નિને જાણતાં દાઝી જાય એમ દરેક પદાર્થનો ભોગવટો થાય પણ એમ બનતું નથી. કેમ કે ભગવાન પરવસ્તુમાં એકમેક થયા વગર પોતામાં તન્મય રહીને પરનું જ્ઞાન કરે છે. જો ભગવાન રાગ-દ્વેષ સહિત પરને જાણે તો તો નરકમાં દ્વેષ ને સ્વર્ગમાં રાગ થાય. એ તો મહાન દોષ આવે. ભગવાનને રાગ-દ્વેષ છે જ નહિ તેથી વીતરાગભાવે બધાને જાણે છે. કેવળજ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે તે સ્થળ, સૂક્ષ્મ બધાં પદાર્થોને જેમ છે તેમ જાણે જ. તો જેને આ પર્યાય પ્રગટ થઈ છે તેવા સિદ્ધ ભગવાન કોને જાણ્યાં વગર રહે? બધાંને જાણે. સિદ્ધ ભગવાનમાં જેવી આ જ્ઞાયક શક્તિ છે તેવી જ શક્તિ તારામાં પણ છે ભાઈ ! એવા શક્તિવંત સ્વભાવની આરાધના કરીને સિદ્ધ થવાનો પ્રયત્ન કરવો એ આ ગાથાનો સાર છે. - હવે છઠ્ઠી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે હું નિરંજન, નિરાકાર, નિઃ શરીર સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરું છું. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨) [ આત્મપ્રકાશ પ્રવચનો સમુચય સિદ્ધપદનું વર્ણન કરી, તેના નિવાસનું વર્ણન કરી હવે સિદ્ધના સ્વભાવનું વર્ણન કરીને મુનિરાજ નમસ્કાર કરે છે. સિદ્ધ ભગવાન કેવા છે? કે—કેવળદર્શન અને કેવળજ્ઞાનમય છે. વળી તેઓ નિરંજન છે, તેમને કોઈ જાતનો અંજન–મેલ નથી. ભગવાનને કોઈ જડનો આકાર નથી માટે નિરાકાર છે. પોતાના અરૂપી અસંખ્યાત પ્રદેશોનો આકાર હોય છે. પ્રદેશત્વગુણના કારણે આકાર તો હોય છે પણ જડનો આકાર નથી. કેમ કે ભગવાનને શરીર નથી. માટે તો ભગવાનને નિઃશરીરી કહ્યાં છે. સિદ્ધ ભગવાન જ્યારે અરિહંતપદે બિરાજતાં હતા ત્યારે જીવાદિ સર્વ પદાર્થોને જાણતા અને પ્રકાશતા હતા. જીવોને ધર્મનો ઉપદેશ આપતા હતા. તે અરિહંતો સિદ્ધ થયા પછી બધાને જાણે છે પણ ઉપદેશ આપતા નથી. એવો જ ક્રમ ચાલ્યો આવે છે કે અરિહંતો ઉપદેશ આપે અને પછી સિદ્ધ થઈ જાય. પછી બીજા અરિહંતો થાય તે ઉપદેશ આપે. મુનિરાજ આવી સંધિ બતાવીને સર્વ સિદ્ધોને નમસ્કાર કરે છે. મોક્ષ અને મોક્ષમાર્ગ જેણે પ્રગટ કર્યો એવા અનંત સિદ્ધોને હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કેવળજ્ઞાનાદિ અનંત ગુણની પ્રગટતા તે મોક્ષ છે અને શુદ્ધાત્માનું સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન અને સ્થિરતા તે મોક્ષમાર્ગ છે. આવો ઉપદેશ આપીને અનંતા સિદ્ધ થઈ ગયા અને તે ઉપદેશને અનુસરીને અનંતા સિદ્ધ થાય છે અને થશે એવો જ ક્રમ એવી જ પરંપરા જ ચાલી આવે છે. અરિહંતદશામાં કેવળજ્ઞાન થવા છતાં વાણીનો યોગ હોય છે એવો જ નિમિત્તનૈિમિત્તિક સંબંધ છે. તેથી ભગવાનના જ્ઞાનમાં જેવા ભાવો જણાય છે તેવા જ વાણીમાં આવે છે. આ રીતે અનાદિથી વીતરાગ જૈનશાસન ચાલ્યું આવે છે અને અનંતકાળ રહેશેત્રિકાળ ટકશે. જે જે અરિહંત થાય તે જે ઉપદેશ આપે છે તે જ યથાર્થ છે. અન્યનો ઉપદેશ યથાર્થ નથી એમ અહીં સિદ્ધ થાય છે. જૈન એટલે અનંત જ્ઞાનાદિ ગુણસ્વરૂપ આત્મા છે તે રાગ-દ્વેષ અને અજ્ઞાનને જીતીને સ્વભાવરૂપે પરિણમે તે જૈન છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. આ ગાથાનો સાર એ છે કે અરિહંતદેવના કેવળજ્ઞાનાદિ સ્વરૂપ જે શુદ્ધસ્વભાવ છે તે જ આદરવાયોગ્ય છે. જુઓ ! આમાં એક એક ગાથામાં કેટલું સમાય જાય છે! અરિહંતો ઉપદેશ આપે છે તે સમજીને બીજા અરિહંતો થાય છે અને તે ઉપદેશ આપી મોક્ષમાં ચાલ્યા જાય છે એમ અનાદિ પરંપરા ચાલી આવે છે. જૈનદર્શન કોઈ નવું નથી. અનાદિ-અનંત છે તે જ સત્ય છે એમ આ ગાથામાં સિદ્ધ થાય છે. કેટલાંકને એમ લાગે કે આ જૈનદર્શનવાળા બહુ સંકુચિત મનવાળા છે કે પોતે જ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫ ] | ૨૩ સાચા, બાકી બધાં ખોટા એમ માને છે, બધાં જ સાચા છે એમ માનવું જોઈએ. પણ અરે ભાઈ! સાચું એક જ હોય. બધાં સાચા ક્યાંથી હોય ? હવે સાતમી ગાથામાં યોગીન્દ્રદેવ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને વંદન કરે છે. જે ભેદાભેદ રત્નત્રયના આરાધક છે એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરું છું. નિશ્ચયથી પોતાના અભેદ સ્વરૂપના આરાધક છે અને વ્યવહારથી સાચા દેવ શાસ્ત્ર–ગુરુ પ્રત્યે જ પ્રેમ ધરાવે છે, સાચા શાસ્ત્રોનો જ અભ્યાસ કરે છે અને પંચ મહાવ્રત આદિ ચારિત્ર પાળે છે. નિશ્ચય પ્રગટ થયો છે એવા સાધુને આવો જ વ્યવહાર હોય છે. જેને નિશ્ચય પ્રગટ થયો નથી અને માત્ર બહારથી વ્યવહાર પાળે છે તે કોઈ સાચા સાધુ નથી. બહારથી વાળનો લોચ કરે તે સાધુ નથી પણ અંતરથી બહારની લાગણીનો લોચ કરે છે તે સાધુ છે. જેને પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આદિ છ આવશ્યકને પાળવાનો વિકલ્પ છે, પંચ મહાવ્રત આદિ પાળવાનો જેને વિકલ્પ છે અને અંતરમાં પરમાનંદમાં સ્થિત થાય છે એવા નિશ્ચય-વ્યવહાર સહિત છે તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. દિગંબર આચાર્યોની કથન પદ્ધતિ કોઈ અલૌકિક....અલૌકિક છે. સાત ગાથામાં આખા જૈનદર્શનના પંચપરમેષ્ઠીનું સ્વરૂપ વર્ણવી દીધું છે. જે શાંતિથી, ધીરજથી, વીતરાગપરિણામથી અને સમ્યજ્ઞાનથી અંતર જ્ઞાયકસ્વભાવને દેખે છે, જાણે છે અને અનુભવે છે તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. શું કામ આત્માને દેખે છે ?—કે અતીન્દ્રિય આનંદના સુખરસને આસ્વાદવા માટે સાધુ આત્માને દેખે છે અને જાણે છે. પંચપરમેષ્ઠિનું સ્વરૂપ જેવું છે તેવું જાણીને, બહુમાનપૂર્વક, ભક્તિપૂર્વક વંદન કરીને યોગીન્દ્રદેવ કહે છે કે હું પરમાત્મપ્રકાશ લખવું શરૂ કરું છું. જુઓ ! મુનિરાજે પંચપરમેષ્ઠીને પોતાની પડખે ઊભા રાખ્યા છે. પંચપરમેષ્ઠી પ્રત્યે બહુમાનસહિત ભક્તિ ઊછળે છે. ભગવાન આત્માને વર્તમાન પર્યાયમાં કર્મ અને નોકર્મ સાથે અનુપરિત અસદ્ભૂત સંબંધ છે પણ ખરેખર વસ્તુદૃષ્ટિએ જુઓ તો દ્રવ્યમાં તે કર્મોનો સંબંધ નથી. તેમ આત્માને વર્તમાન પર્યાયમાં અશુદ્ઘનિશ્ચયનયથી રાગાદિ ભાવકર્મ છે પણ પરમાર્થે આત્મામાં તે રાગ નથી. જુઓ ! આ દ્રવ્યકર્મ આદિ છે છતાં નથી એવું જ વસ્તુનું સ્વરૂપ છે. વ્યવહારથી જે છે તે જ નિશ્ચયથી નથી. વ્યવહારથી આત્માની પર્યાયમાં મતિ–શ્રુતજ્ઞાનની વિભાવપર્યાય છે પણ પરમાર્થે આત્મામાં તે નથી, ચિદાનંદ ચિત્તૂપ એકસ્વભાવમાં તે નથી. મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યયજ્ઞાન તે અપૂર્ણ જ્ઞાન છે, કાયમ ટકતાં નથી, નીકળી જાય છે માટે તે પણ અશુદ્ધનયનો વિષય છે. તેને વિભાવ ગણીને એક કેવળજ્ઞાનને જ સ્વભાવ કહ્યો છે કે જે પૂર્ણ અને કાયમ ટકે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો નર, નારક આદિ પર્યાય પણ એક એક સમયની અવસ્થામાં છે, સ્વભાવમાં નથી, વિભાવ છે. આ રીતે અનેક બોલ દ્વારા દ્રવ્ય પર્યાયનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ બતાવીને મુનિરાજ વિપરીતતાથી બચાવવા માગે છે. પ્રથમ જ કહ્યું કે આ એક ચિદાનંદ ચિદ્રૂપજ્ઞાનાનંદ જ્ઞાનરૂપ શુદ્ધાત્મતત્ત્વ તે જ સત્ય છે—પરમાર્થ છે અને તે જ દૃષ્ટિનો વિષય છે. પર્યાયમાં દ્રવ્યકર્મ, નોકર્મ છે તે અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી છે. નથી એમ નથી પણ તે દૃષ્ટિનો વિષય નથી. પર્યાયમાં મતિ, શ્રુત, જ્ઞાનાદિ વિભાવગુણ પણ છે અને નર–નારકાદિ ગતિનો ઉદય પણ છે પણ તે બધો વ્યવહારનયનો વિષય છે અને અશુદ્ધ નિશ્ચયનયનો વિષય છે, દૃષ્ટિનો વિષય નથી. એકલો હું શુદ્ધ ......શુદ્ધ છું એવો વિચાર કરવો રહેવા દે. આ અશુદ્ધતા પર્યાયમાં છે તેનું જ્ઞાન નહિ કર તો અંદર ઢળીશ શી રીતે ? અરે ! અંદર ઢળ્યા પછી પણ આ ચાર બોલનું જ્ઞાન તો વર્તે જ છે. દ્રવ્યકર્મ-નોકર્મનો સંબંધ, રાગનો સંબંધ, મતિજ્ઞાનાદિ વિભાવગુણનો સંબંધ અને નર–નારકાદિ ગતિના ઉદયનો સંબંધ પર્યાયમાં છે અને દ્રવ્યમાં નથી તેનું જ્ઞાન જ્ઞાનીને બરાબર વર્તે છે. પર્યાયમાં આ બધો વ્યવહાર હોવા છતાં દ્રવ્યદૃષ્ટિએ—નિશ્ચયથી ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ જ ભૂતાર્થ છે—છતો અર્થ—પદાર્થ છે, સત્ય છે. તેનો આશ્રય કરવાથી જ સમ્યગ્દર્શન થાય છે. પર્યાયનું જ્ઞાન હોય પણ આશ્રય ન હોય. ચાર જ્ઞાનની પર્યાય પણ વ્યવહાર–આત્મા છે, અભૂતાર્થ છે, આશ્રયયોગ્ય નથી. ભૂતાર્થ દ્રવ્યસ્વભાવ એક જ આશ્રયયોગ્ય છે. સર્વ પ્રકારે તે એક જ આરાધવાયોગ્ય છે, બાકી સર્વ છોડવા લાયક છે. અતીન્દ્રિય આનંદના અનુભવ માટે જે આવા ચિદાનંદ ચિદ્રૂપ ભૂતાર્થ સ્વભાવને દેખે છે—શ્રદ્ધે છે, જાણે છે અને અનુભવે છે એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને હું વંદન કરું છું. આવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે જ સાચા સાધુ છે. હવે આગળ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું ભિન્ન-ભિન્ન વર્ણન આવશે. Page #38 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ નિર્વિકલ્પસમાધિના સાધક સંતો (પ્રવચન નં. ૬) ये परमात्मानं पश्यन्ति मुनयः परमसमाधिं धृत्वा । परमानन्दस्य कारणेन त्रीनपि तानपि नत्वा ॥७॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૭મી ગાથા શરૂ થાય છે. આગલી ગાથાઓમાં અરિહંત અને સિદ્ધની ઓળખાણ કરાવીને નમસ્કાર કર્યા. હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ ઓળખાવીને નમસ્કાર કરે છે. ઓળખાણપૂર્વક નમસ્કાર કરવા તે જ સાચા નમસ્કાર છે. આત્માને કર્મ સાથે વ્યવહારનયથી સંબંધ છે પણ નિશ્ચયથી આત્મા કર્મથી રહિત છે. અશુદ્ધ નિશ્ચયનયથી આત્માને રાગાદિ સાથે સંબંધ છે પણ નિશ્ચયથી આત્મા તેનાથી રહિત છે. વળી મતિ–શ્નતાદિ ચાર જ્ઞાન પણ વિભાવગુણ છે અને નર-નારક આદિ ચાર ગતિ પણ વિભાવપર્યાય છે. તે બધાથી રહિત જે ચિદાનંદ ચિદ્રુપ એક અખંડસ્વભાવ શુદ્ધાત્મતત્ત્વ છે તે જ એક સત્ય છે ઉપાદેય છે, તે જ સર્વ પ્રકારે આરાધવા યોગ્ય છે અને તેનાથી જુદી દરેક વસ્તુ અથવા ભાવ ત્યાજ્ય છે. આવી દેઢ પ્રતીતિ ચંચળતા રહિત નિર્મળ અવગાઢ પરમ શ્રદ્ધા હોવી તેનું નામ સમ્યકત્વ છે. આચાર્યદેવને આવું સમક્તિ હોય છે. આચાર્યને પાંચ આચાર હોય છે તેમાં આ પ્રથમ દર્શનાચાર છે. આત્માની દેઢ પ્રતીતિરૂપ પરિણમન થવું તે દર્શનાચાર છે. | નિજસ્વરૂપમાં સંશય-વિમોહ અને વિભ્રમ રહિત જે વસંવેદન જ્ઞાનરૂપ ગ્રાહકબુદ્ધિ થવી તે સમ્યજ્ઞાન છે, તેનું જે આચરણ અર્થાત્ તે-રૂપે પરિણમન થવું તે જ્ઞાનાચાર છે. સંશય એટલે સ્વરૂપ આવું હશે કે નહિ એવી શંકા થવી તે, વિમોહ એટલે કંઈક હશે ( એવો અધ્યવસાન અને વિભ્રમ એટલે સ્વરૂપ વિષે વિપરીત માન્યતા થવી તે. આ ત્રણેય દોષ રહિત ભૂતાર્થસ્વભાવ જેવો છે તેવો સ્વસંવેદનમાં ગ્રહણ કરવો, જ્ઞાનમાં ગ્રહણ કરવો તે સમ્યજ્ઞાન છે, તે-રૂપે પરિણમન કરવું તે આચાર્યનો જ્ઞાનાચાર છે. - ત્રીજો આચાર ચારિત્રાચાર છે. ઉપર કહ્યો તેવો અખંડ અનંતગુણરૂપ એકસ્વરૂપ ભૂતાર્થ નિજસ્વભાવ છે, તેમાં શુભાશુભ સમસ્ત સંકલ્પ વિકલ્પ રહિત જે નિત્યાનંદ નિજરસનો આસ્વાદ–નિશ્ચલ અનુભવ તે સમ્યફચારિત્ર છે, તે રૂપે જે પરિણમન તે ચારિત્રાચાર છે. ટૂંકમાં આત્મસ્વભાવમાં એકાગ્રતા વડે અતીન્દ્રિય આનંદનો ઉગ્ર આસ્વાદ લેવો તેને ચારિત્રાચાર કહેવાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ રીતે પ્રભાકર ભટ્ટ પંચપરમેષ્ઠીને ઓળખીને નમસ્કાર કરે છે અને પછી યોગીન્દ્રદેવને પૂછે છે કે પ્રભુ! આ સંસારના બંધનમાંથી અમારો છૂટકારો કેમ થાય? તે વાત આગળ આવશે. હવે અહીં આચાર્યના ચોથા તપાચારનું સ્વરૂપ કહે છે કે નિજ પરમાનંદસ્વરૂપમાં પરદ્રવ્યની ઇચ્છાનો નિરોધ કરીને સહજ આનંદરૂપ તપશ્ચરણસ્વરૂપ પરિણમન કરવું તે તપાચાર છે, જેમાં સહજ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય તે સાચી તપસ્યા છે. આચાર્યદેવ અતીન્દ્રિય આનંદના કોળિયા લે છે. અતીન્દ્રિય આનંદની ભરતી આવે તેનું નામ તપસ્યા છે, બાકી બધી લાંઘણ છે. શુદ્ધાત્મસ્વરૂપમાં પોતાની શક્તિ પ્રગટ કરીને પરિણમન કરવું તે વીર્યાચાર નામનો પાંચમો આચાર છે. સ્વભાવનો ઉગ્ર પુરુષાર્થ પ્રગટ કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં વીર્ય ફોરવવું તેનું નામ વીર્યાચાર છે. આ નિશ્ચય પંચાચારનું લક્ષણ કર્યું. હવે તેની સાથે રહેલાં વ્યવહાર પંચાચારનું લક્ષણ કહે છે.—નિશ્ચય સાથે વ્યવહાર કેવો હોય તેનું જ્ઞાન કરાવે છે. આચાર્યને વિકલ્પમાં નિશકિત, નિકાંક્ષ આદિ આઠ અંગરૂપ વ્યવહાર દર્શનાચાર હોય છે એટલે વીતરાગે કહેલાં ધર્મની શંકા ન હોય, અન્ય ધર્મની ઈચ્છા ન હોય, કોઈ પ્રત્યે દુર્ગચ્છા ન હોય, ધર્મ વિષે અમૂઢતા હોય, બીજાને ધર્મમાં આગળ લાવવાના ભાવ હોય, સાધમ પ્રત્યે વાત્સલ્ય હોય અને ધર્મની પ્રભાવનાના શુભભાવ હોય છે. નિશ્ચય જ્ઞાનાચાર–સ્વરૂપની ગ્રાહકબુદ્ધિની સાથે વ્યવહારમાં આઠ પ્રકારના જ્ઞાનાચાર હોય છે. શબ્દ શુદ્ધ હોય, અર્થ શુદ્ધ હોય, કાળે ભણવું, વિનયથી ભણવું, ભણતાને વિઘ્ન ન કરવું, અશાતના કરવી નહિ, બહુમાનથી ભણવું આદિ આઠ પ્રકારના જ્ઞાનાચારના ભાવ આચાર્યને હોય છે. નિજાનંદના આસ્વાદરૂપ નિશ્ચયચારિત્રની સાથે વ્યવહારચારિત્રમાં પંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પાળવાના ભાવ મુનિને હોય છે. કુલ તેર પ્રકારના વ્યવહાર આચાર છે તે પુણ્યબંધનું કારણ છે. અનશન, ઉણોદરી આદિ બાર પ્રકારના તપનો ભાવ થવો તે વ્યવહાર તપાચાર છે અને પોતાની શક્તિ પ્રગટ કરીને ૨૮ મૂળગુણ આદિ પાળવારૂપ વ્યવહારનો વિકલ્પ મુનિને હોય છે, તે વિચાર છે. આ વ્યવહાર પંચાચાર પરંપરા મોક્ષનું કારણ છે. ખરેખર તો, સ્વભાવના આશ્રયે થયેલાં નિશ્ચય પંચાચાર છે તે જ નિશ્ચયથી મોક્ષના સાધક છે, તેના નિમિત્તરૂપ એવા વ્યવહાર પંચાચારને પરંપરા મોક્ષના સાધક છે એમ કહેવામાં આવ્યું છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬ | [ ૨૭ નિર્મળ જ્ઞાન-દર્શનસ્વભાવ જે શુદ્ધાત્મા તેની યથાર્થ શ્રદ્ધા, યથાર્થ જ્ઞાન, યથાર્થ આચરણ, પરદ્રવ્યની ઇચ્છાના નિરોધરૂપ તપ અને નિજશક્તિને પ્રગટ કરવારૂપ વીર્ય આ નિશ્ચય પંચાચાર જ સાક્ષાત્ મુક્તિનું કારણ છે. અહો ! શાસ્ત્રોમાં આચાર્યોના હૃદય દેખાય છે. નિશ્ચય પંચાચાર જ સાક્ષાત્ મોક્ષના કારણ છે. વ્યવહાર પંચાચારને તો નિમિત્ત તરીકે પરંપરા મોક્ષના કારણ કહ્યાં છે. આવા નિશ્ચય પંચાચારને જે આચરે અને બીજા પાસે આચરાવે એવા આચાર્યોને હું વંદન કરું છું. હવે ઉપાધ્યાયને વંદન કરતાં પહેલાં તેનું સ્વરૂપ કહે છે કે જે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ ઉપદેશ દે છે અને તેમાં પણ એક શુદ્ધ નિજ જીવાસ્તિકાય, નિજ શુદ્ધ જીવદ્રવ્ય, નિજ શુદ્ધ જીવતત્ત્વ અને નિજ શુદ્ધ જીવ પદાર્થ જે પોતાનો શુદ્ધાત્મા છે તેને જ ઉપાદેય માને છે અને બાકી બધું ત્યાગવા લાયક છે એમ પોતે માને છે અને એવો જ ઉપદેશ જગતને આપે છે તે ઉપાધ્યાય છે. જગતમાં જીવ, પુગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય એટલે બહુuદેશી દ્રવ્યો છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યો છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વ છે અને સાત તત્ત્વ ઉપરાંત પુણ્ય-પાપ તે નવપદાર્થ છે, પણ આ બધામાં સારભૂત તો એક આત્મા–નિજ શુદ્ધાત્મા જ છે એમ ઉપાધ્યાય માને છે અને એમ જ બીજાને ઉપદેશ આપે છે. તો જુઓ! દયા-દાન આદિના શુભભાવ તો આદરણીય નથી પણ સંવર–નિર્જરા તત્ત્વ પણ આદરણીય નથી. સાત તત્ત્વમાં એક શુદ્ધ જીવદ્રવ્ય જ ઉપાદેય આદરણીય છે. નવ પદાર્થમાં એક જીવપદાર્થ જ ઉપાદેય છે. અરે ! આ અજ્ઞાની જીવને પોતાના પરમેશ્વરનું ભાન નથી એટલે અનાદિથી ચોરાશીના અવતારમાં ધોકા ખાઈ ખાઈને મરી ગયો છે. અરે ! એ બધાં મૂઢ છે. રાજા થાય તોપણ શું! ને શેઠ થાય તો પણ શું! એ બધાં નિજસ્વરૂપના ભાન વગર મૂઢ છે. આત્મા એક વસ્તુ છે ને ! વસ્તુ હોય તેમાં તેનો સ્વભાવ હોય ને ! એ સ્વભાવમાં ! ગુણો એક-બે ન હોય, અનંત હોય-એમ વિચાર કરીને નક્કી કરવું જોઈએ. અરે ! આ કેટલી સ્પષ્ટ વાત છે! તેને નહિ સમજે તો મોંધો મનુષ્યભવ નિષ્ફળ ચાલ્યો જશે. આત્માની કિંમત નહિ કરે તેને બીજાની કિંમત થયા વગર રહેશે નહિ અને આત્માની કિંમત કરશે તેને બીજાની કિંમત રહેશે નહિ. આત્મા એક વસ્તુ છે.છે...છે...પ્રગટ છે, વ્યક્તિ છે. વસ્તુ કદી અપ્રગટ ન હોય. મોટો મહાન ભગવાન અખંડાનંદ અનંત ગુણસ્વરૂપ એકરૂપ નિજ શુદ્ધાત્મા પ્રગટ બિરાજમાન Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે તેને ઓળખીને તે એકને જ આદરણીય કરવા લાયક છે. બાકી બધું હેય છે. આ ઉપાધ્યાયનું સ્વરૂપ કહેવાય છે. જે એક નિજ શુદ્ધાત્માને જ આદરણીયપણે અનુભવતાં હોય અને અન્યને ઉપદેશમાં પણ એક આત્મપદાર્થ જ આદરણીય છે એવી પ્રરૂપણા કરતાં હોય તે ઉપાધ્યાય છે. એક વકીલ એવો પ્રશ્ન કરતાં કે આપ આત્માનાં વખાણ તો બહુ કરો છો પણ એ ધોયેલો મૂળા જેવો આત્મા ગયો કયાં? તેને કીધું ભાઈ ! આત્મા તો આ હાજરાહજૂર બેઠો છે પણ નજર કરે તેને દેખાય ને ! અંતરના ચૈતન્યનેત્ર ખોલીને જુઓ તો અંતરમાં અનંત ગુણની રાશિ ભગવાન ચૈતન્યદેવ બિરાજમાન છે, તેને દૃષ્ટિમાં લેવો એ જ એક આ જીવે કરવા જેવું કાર્ય છે. લોકોને હીરાની કિંમત કેમ આવે છે કે હીરા પ્રકાશ કરે છે, ટકાઉ છે અને થોડા મળે છે પણ આ ચૈતન્યહીરો તો અનાદિ અનંતકાળ ટકનારો અવિનાશી છે અને જ્ઞાનનો મહાપ્રકાશ આપનારો છે, અતીન્દ્રિય આનંદનો દેનારો છે, તેની કિંમત તને કેમ નથી આવતી? ઉપાધ્યાય મોક્ષમાર્ગનું વર્ણન કેવું કરે છે? કે–પુણ્ય-પાપના વિકલ્પ ઊઠે છે તે મેલ છે, તેની પાછળ રહેલાં નિર્મળ ભગવાન શુદ્ધાત્મદેવના સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્થિરતારૂપ અભેદરત્નત્રય છે તે મોક્ષમાર્ગ છે એમ ઉપાધ્યાય શિષ્યોને ઉપદેશ આપે છે. અભેદરત્નત્રય તે જ નિશ્ચય-મોક્ષમાર્ગ છે અને ભેદરત્નત્રય છે તે વ્યવહાર-મોક્ષમાર્ગ છે. આવો ઉપદેશ દેતા ઉપાધ્યાયને હું નમસ્કાર કરું છું. જુઓ! સંતોની શૈલી કેવી છે કે એક વાતમાં જૈનદર્શનનો વ્યવહાર પણ આવી જાય છે અને આદરણીય શું છે તે વાત પણ તેમાં સમાય જાય છે. ઉપાધ્યાયને વંદન કરતાં પણ મુનિરાજ આદરણીય તત્ત્વ બતાવતાં જાય છે. ૦ વીતરાગનો માર્ગ એ તો સિંહનો માર્ગ છે, ઘેટાનાં ટોળામાં આવી ગયેલું સિંહનું બચ્ચું સિંહની ત્રાડથી ત્રાસીને ભાગતું નથી કેમ કે એ સિંહની જાતનું જ છે તેમ ત્રિલોકીનાથે ' દિવ્યધ્વનિમાં ત્રાડ નાખી કે હે જીવો! તમે પણ મારી જેવા પરમાત્મા છો. આ સાંભળનાર જાગી ઊઠે છે કે અહો! હું તો પરમાત્માની જાતનો છું, આ પુણ્ય-પાપના ભાવમાં ઊભો છું પણ એ મારી જાત નથી. અહીં ઉપાધ્યાયરૂપી સિંહની ગર્જનાને પણ શિષ્ય બરાબર ઝીલે છે. શિષ્ય પણ એક સમયમાં ફાટફાટ પુરુષાર્થ કરીને કેવળજ્ઞાન લે તેવો છે. ન કરી શકાય એ વાત જ નથી. જુઓ ! બ્રહ્મદેવે ટીકા પણ કેવી કરી છે! હવે સાધુને વંદન કરતાં કહે છે કે શુદ્ધ બુદ્ધ જેનો એક સ્વભાવ છે એવા Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬ | [ ૨૯ શુદ્ધાત્મતત્વની આરાધનારૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિને સાધી રહ્યાં છે એવા સર્વે સાધુઓને હું નમસ્કાર કરું છું. વીતરાગ નિર્વિકલ્પ સમાધિને જે આચરે છે તે આચાર્ય છે, વીતરાગ નિર્વિકલ્પ સમાધિને કહે છે તે ઉપાધ્યાય છે અને તેને જે સાધે છે તે સાધુ છે. આવા પાંચેય પરમેષ્ઠીને હું ભાવ સહિત વંદન કરું છું. વીટ અરે ભાઈ ! તું વિચાર તો કર કે તું કોણ છો? તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધાં ઝગડા મટી જોય. પોતે પરદ્રવ્યનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી, અકર્તા સ્વરૂપ છે. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે. એ ખરેખર જૈન દર્શન છે. આહાહા ! જૈનદર્શન આકરું બહુ! પણ અપૂર્વ છે અને તેનું ફળ મહાન છે. સિદ્ધ ગતિ ' એનું ફળ છે. પરનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી. કેમ કે પર્યાય ષકારકથી સ્વતંત્ર પરિણમે છે. એનામાં ભાવ નામની એક શક્તિ છે તેના કારણે પયય થાય જ છે, કરું તો થાય એમ નથી. આહાહા! ભાઈ! માગે આકરી છે. અચિત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ્ય કરાવે એવો અપર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્યગુણ પણ એનો કર્તા નહિ—એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. અકર્તાપણું - એટલે જ્ઞાતાપણું સિદ્ધ કર્યું છે. ઈટ અનંતા જિનવરો એમ કહે છે કે જીવ બંધ–મોક્ષને કરતો નથી તે જીવને અમે જીવ કહીએ છીએ. બીજી રીતે કહીએ તો બંધપર્યાય તો આશ્રય કરવા લાયક નથી પણ નિશ્ચય મોક્ષમાર્ગ પણ આશ્રય કરવા લાયક નથી. બંધ-મોક્ષથી રહિત વસ્તુ આશ્રય કરવા લાયક છે. મોક્ષમાર્ગની પર્યાય તે વ્યવહાર જીવ છે. પર્યાય તે વ્યવહાર હોવાથી પર્યાયવાળો વ તે વ્યવહાર જીવ છે અને દ્રવ્ય તે નિશ્ચય જીવ છે. -પૂજ્ય ગુરુદેવશ્રી Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસનની પ્રાપ્તિનું વિરલપણું (પ્રવચન નં. ૭) भावेन प्रणम्य पञ्चगुरुन् श्रीयोगीन्दुजिनः । भट्टप्रभाकरेण विज्ञापितः विमलं कृत्वा भावम् ||८|| गतः संसारे वसतां स्वामिन् कालः अनन्तः । परं मया किमपि न प्राप्तं सुखं दुःखमेव प्राप्तं महत् ॥६॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રમાં આ શરૂઆતની ગાથાઓમાં પંચપરમેષ્ઠીના સ્વરૂપનું વર્ણન પૂરું થયું. તેમાં શ્રી યોગીન્દ્રદેવ પ્રભાકર ભટ્ટ નામના પોતાના શિષ્યને પંચપરમેષ્ઠીની ભક્તિનો ઉપદેશ આપે છે કે આવા પંચપરમેષ્ઠી જ આદરણીય છે અને વંદનીક છે. હવે પ્રભાકર ભટ્ટ પૂર્વોક્ત રીતે પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યા પછી પોતાના ગુરુ શ્રી યોગીન્દ્રદેવને નમસ્કાર કરી વિનંતી કરે છે, તેની આ આઠમી ગાથા છે. જેણે વીતરાગ નિર્વિકલ્પ સમાધિ પૂર્ણ કરી છે એવા અરિહંત, સિદ્ધ અને જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિને સાધી રહ્યાં છે એવા સાધુ ભગવંતોને પ્રભાકર ભટ્ટ શુદ્ધ ભાવો પૂર્વક નમસ્કાર કરે છે. ત્યારબાદ પોતાના પરિણામને નિર્મલ કરીને જિજ્ઞાસા પૂર્વક યોગીન્દ્રદેવને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવવાની વિનંતી કરે છે. શિષ્યને એક શુદ્ધ આત્મસ્વરૂપ સમજવાની ધગશ જાગી છે. બીજું કાંઈ જાણવાની ઇચ્છા નથી. એક શુદ્ધાત્મા કોણ છે ? કેવો છે ? કેમ પ્રાપ્ત થાય છે? એ જાણવાની ધગશ લાગી છે, તેથી મહાભક્તિ સહિત યોગીન્દ્રદેવને વિનંતી કરી પૂછે કે હે સ્વામી! આ સંસારમાં હું અનંતકાળથી વસી રહ્યો છું પરંતુ મને કદી આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ ન થઈ. માત્ર દુઃખ જ મળ્યું છે. તો એ શુદ્ધાત્મા મને કેમ પ્રાપ્ત થાય? ધર્મને સમજનારાના પ્રશ્નોમાં મુખ્ય પ્રશ્ન આ હોવો જોઈએ. બીજી લાખો વાતો મૂકીને, સર્વજ્ઞ પરમાત્માએ જાણેલો અને આપ ગુરુઓ જેને અનુભવી રહ્યાં છો એ શુદ્ધાત્મા કેવો છે ! એમ વિનય અને ભક્તિ સહિત જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે. ધર્મના જિજ્ઞાસુ જીવ, મને ધન કેમ મળે, રાજ્ય કેમ મળે કે પુણ્ય કેમ થાય, સ્વર્ગ કેવી રીતે મળે? એવા પ્રશ્નો ન કરે. મને તો મારો આત્મા કેમ મળે? એ એક જ પ્રશ્ન હોય, કેમ કે અનંતકાળમાં એક આત્માને જ જાણ્યો નથી, બાકી તો બીજું બધું કરી કરીને મરી ગયો છે. પ્રભુ ! અમારો અનંતકાળ આ સંસાર-ભ્રમણમાં વીતી ગયો છે. જેના અનંતમાં ભાગમાં અનંત ચોવીશી વીતી જાય એવા પુદ્ગલ-પરાવર્તન મારી ઉપર અનંત અનંત વીતી Page #44 -------------------------------------------------------------------------- ________________ / ૩૧ પ્રવચન-૭ ] ગયા છે પણ તેમાં એક સમય પણ મને આત્માનું સુખ મળ્યું નથી. અનંતકાળમાં પ્રભુ ! હું જૈનસાધુ પણ અનંતવાર થયો પણ મેં મારી મિથ્યા દૃષ્ટિ છોડી નહિ તેથી તેમાં પણ મને સુખ ન મળ્યું. ચોરાશીના અવતારમાં હું માત્ર દુઃખ....દુઃખ ને દુઃખ જ પામ્યો છું. શુભભાવમાં પણ પ્રભુ ! મને એકલું દુઃખ જ મળ્યું છે. સંસારની અનુકૂળ સામગ્રીઓમાં હું સુખ માનીને અટકી ગયો હતો. બે માણસ હોય, એકલા રહેતાં હોય, મેવા—મીઠાઇ ખાવા મળતાં હોય, છોકરાઓ મોટરમાં ફરતાં હોય, પિતાજી....પિતાજી કરી બોલાવતાં હોય તેમાં જ સુખ માનીને પ્રભુ ! મેં સાચું સુખ ન શોધ્યું. પર્લક્ષીભાવ એ જ દુઃખ છે એ મને ખબર ન પડી. મેં મારા સ્વભાવની અતીન્દ્રિય શાંતિ તરફ લક્ષ પણ ન કર્યું. તેથી અનંતકાળમાં મને સુખની પ્રાપ્તિ ન થઈ એમ પ્રભાકર ભટ્ટ પોકાર કરે છે. આત્મા સત્ ચિદાનંદ શાંત આનંદની મૂર્તિ છે, તેનાથી વિરુદ્ધ પરદ્રવ્ય તરફ જેટલી લાગણી ઉઠે છે તે બધી દુઃખરૂપ છે. ભણવાનો ભાવ કે વેપારનો ભાવ કે ડોકટરીનો ભાવ કે વકીલાતનો ભાવ એ બધાં દુઃખરૂપ ભાવો છે. અરે ! શાસ્રભણતરનો ભાવ પણ દુઃખરૂપ છે. આવા દુઃખરૂપ ભાવોમાં પ્રભુ ! મેં અનંતકાળ વીતાવ્યો. હું કદી મારે ઠેકાણે—સ્વરૂપધામમાં આવ્યો નહિ. નિજ શુદ્ધાત્મા-પોતે શુદ્ધ ચૈતન્યમૂર્તિ પરમાત્મા છે. જેમાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય શાંતિ પડી છે એવા નિજ સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી પરમ વીતરાગ સમરસી ભાવરૂપ આનંદામૃત પ્રગટ થાય છે તેને છોડી મેં તેનાથી વિપરીત નકાદિ ચારગતિનાં દુઃખરૂપ ક્ષારજળથી ભરેલાં સંસાર–સમુદ્રમાં પરિભ્રમણ કરીને દુઃખ જ મેળવ્યું છે. લોકોમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યાં, બીજું સુખ ઘેર ચાર દીકરા, ત્રીજું સુખ સુકુળની નાર અને ચોથું સુખ તે કોઠીએ જાર! અને અહીં કહે છે કે તે ચારેય તરફનું લક્ષ છે—આશ્રય છે તે જ દુઃખ છે. રોગી હો કે નીરોગી, નિર્ધન હો કે ધનવાન, વાંજિયા હો કે દીકરાવાળા, આબરૂવાળા હો કે બેઆબરૂવાળા હો બધાં દુઃખી જ છે. ૭ સ્વાશ્રય છોડીને જેટલો પરાશ્રયભાવ થાય છે તે દુઃખ જ છે. શિષ્ય કહે છે પ્રભુ ! હું રાજા થયો, મોટો બાદશાહ થયો, અરે ! નવમી ગ્રેવેઇકનો દેવ થયો પણ મને કદી આત્માનું સુખ ન મળ્યું. ચારગતિના દુ:ખથી પૂર્ણ ભરેલા દરિયાનો મને અનુભવ થયો. આ સંસારરૂપી સમુદ્રની વ્યાખ્યા ચાલે છે. જેમાં આત્માના અજર–અમર પદથી ઊલટા જન્મ, જરા અને મરણરૂપી જલચોનો સમૂહ ભર્યો છે અને અનાકુળતારૂપ નિશ્ચયસુખથી વિપરીત અનેક પ્રકારની આધિ-વ્યાધિના દુઃખરૂપ વડવાનળની શિખાથી જે પ્રજ્વલિત થયો છે એવા સંસારસમુદ્રમાં મને આકુળતાની અગ્નિનો જ અનુભવ થયો છે. ક્યાંય મને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અનાકુળ આનંદનું ટીપું પણ મળ્યું નથી. હવે મને એ અનાકુળ આનંદનું સ્વરૂપ સમજાવો એમ શિષ્ય ગુરુને વિનંતી કરે છે. જેમ સમુદ્રમાં પાણીના મોજાની કલ્લોલો ઊછળે છે તેમ આ સંસારસમુદ્રમાં વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી રહિત શુભાશુભ ભાવરૂપ મહાન સંકલ્પ વિકલ્પજાળની કલ્લોલમાળાઓ ઉઠી રહી છે, એવા દુઃખરૂપ સંસારમાં રહેતાં હે પ્રભુ ! મને અનંતકાળ વીતી ગયો. જેને લોકો જીવ માનવા પણ તૈયાર ન થાય એવી એકેન્દ્રિય પર્યાયમાં મેં અનંતકાળ ગાળ્યો. પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ અને અગ્નિ એ બધાં એકેન્દ્રિય જીવો છે. પાણીના એક ટીપામાં અસંખ્ય જીવ છે, અગ્નિના એક કણમાં અસંખ્ય જીવ છે. વનસ્પતિમાં લીમડાના એક પાનમાં અસંખ્ય જીવ અને બટાટાની એક કટકીમાં અનંત જીવ છે, આવા ભવોમાં પ્રભુ ! મેં અનંતકાળ ગાળ્યો છે, એમ કહીને શિષ્ય પોતાના પૂર્વનો ઇતિહાસ ખડો કરે છે. એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઇન્દ્રિય સ્વરૂપ વિકલત્રય પર્યાય પ્રાપ્ત કરવી પણ દુર્લભ છે. તેનાથી વધીને પંચેન્દ્રિય થવું તે વધુ દુર્લભ છે. તેમાં પણ સંશી પંચેન્દ્રિય થવું, છ પર્યાપ્તિની પૂર્ણતા મળવી તે તેનાથી પણ દુર્લભ છે. તેમાં પણ મનુષ્ય થવું તે તો અત્યંત દુર્લભ છે. તેમાં પણ આર્યક્ષેત્ર, ઉત્તમકુળ—બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યકુળમાં જન્મ મળવો દુર્લભ છે, તેનાથી પણ સુંદરરૂપ, પાંચ ઇન્દ્રિયોની પ્રવીણતા, લાંબુ આયુષ્ય આદિ મળવું ઉત્તરોત્તર દુર્લભ છે. જૈનકુળમાં જન્મે પણ બે-પાંચ વર્ષના ટૂંકા આયુષ્યમાં ચાલ્યો જાય તો શું કામનું ? માટે લાંબુ આયુષ્ય મળવું પણ દુર્લભ છે. તેમાં પણ શરીરમાં બળ અને નીરોગતા ન હોય તો રોગની સારવારમાં રોકાય જાય છે. હવે કહે છે એ શરીરની નીરોગતા હોય તોપણ વીતરાગી જૈનધર્મ પ્રાપ્ત થવો તે તો મહા મહાદુર્લભ છે. આટલી વસ્તુઓ કદાચિત્ મહાભાગ્યે મળી જાય તોપણ શ્રેષ્ઠ બુદ્ધિ, અને વીતરાગી તત્ત્વનું શ્રવણ મળવું પણ દુર્લભ છે. સત્ય વાત સાંભળવા પણ ન મળે તે શું કરે ? જુઓ ! આમાં બાયડી—છોકરાં મળવા દુર્લભ છે એમ ન કહ્યું પણ વીતરાગે કહેલો ધર્મ શ્રવણ કરવા મળવો તેને દુર્લભ કહ્યો છે પણ મૂરખ ધર્મને માટે કદી રોતો નથી પણ ઘરમાંથી એક માણસ મરે ત્યાં રોવા બેસે છે પણ રોનારા ક્યાં અહીં બેસી રહેવાનો છો ? તારે પણ એક દિવસ જવાનું જ છે માટે રોવાનું છોડ અને ધર્મ મહાભાગ્યે સાંભળવા મળ્યો છે તેનું શ્રવણ કર. ધર્મનું શ્રવણ મળ્યા પછી પણ તેનું ગ્રહણ ન થાય, વાત સમજવામાં ન આવે તો શું લાભ ? આત્મા અનંત ગુણનો પિંડ છે, તે પરનું કાંઈ કરી શકતો નથી, રાગાદિ થાય તે ધર્મ નથી, તે આત્માનું સ્વરૂપ નથી, આવી વાત સાંભળવા મળે પણ પકડાય નહિ માટે કહ્યું કે ધર્મશ્રવણ મળ્યા પછી તેનું ગ્રહણ થવું કે ગુરુ આમ કહેવા માગે છે તે ગ્રહણ થવું પણ દુર્લભ છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭ ) [ ૩૩ ભગવાન સર્વશપ્રભુ આત્માના રાગરહિત સ્વભાવને ગ્રહણ કરવો તેને ધર્મ કહે છે. દયા-દાન-વ્રત પાળવા એ પુણ્ય છે, ધર્મ તેનાથી જુદી ચીજ છે. આ વાત બુદ્ધિમાં પેસવી કઠણ પડે છે અને બુદ્ધિમાં ગ્રહણ થાય તો પણ તેનું ટકી રહેવું ધારણ થવું એનાથી પણ દુર્લભ છે. અમે પહેલાં વ્યાખ્યાનમાં પંચમેષ્ઠીનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ સમજવાની વાત કરતાં તો લોકોને “સ્વરૂપ” શબ્દ સાંભળીને એમ થતું કે આ સ્વરૂપ વળી શું? વિતરાગની વાતનું સ્વરૂપ સમજવું પણ લોકોને દુર્લભ છે તો તેનું “ધારણ' તો કેટલું દુર્લભ લાગે? ભગવાન વીતરાગ તીર્થંકર પરમદેવ આત્માનું વિતરાગસ્વરૂપ કહે છે. તેને પુણ્ય-પાપના રાગ રહિત અંતર્દૃષ્ટિ કરીને અનુભવમાં લેવું તેને ભગવાન ધર્મ કહે છે. એમ પહેલાં ધારણામાં નક્કી થવું જોઈએ. ત્યાર પછી તેની અંતરથી રુચિ થવી જોઈએ કે ભગવાન કહે છે માટે નહિ પણ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. ભગવાન જાણે છે અને એવું જ કહે છે એમ અંતર રુચિમાં વાત બેસી જવી તે અત્યંત દુર્લભ છે. વસ્તુનું સ્વરૂપ સાંભળીને તેનું ગ્રહણ, ધારણ અને શ્રદ્ધાન થયા પછી પાંચ ઇન્દ્રિયના દમનરૂપ સંયમ પ્રગટ કરવો અને વિષયસુખોથી નિવૃત્તિ પામવી એ તેનાથી પણ દુર્લભ છે. એ પણ થયા પછી ક્રોધાદિ કષાયોનો અભાવ થવો એ વધુ દુર્લભ છે. આ બધાંમાં સૌથી ઉત્કૃષ્ટ એવી શુદ્ધાત્મ ભાવનારૂપ રાગરહિત–વીતરાગ નિર્વિકલ્પ સમાધિ-શાંતિ પ્રાપ્ત થવી તે ઘણી દુર્લભ છે. કેમકે આ નિર્વિકલ્પ વીતરાગ સમાધિના શત્રુ જે મિથ્યાત્વ અને વિષય–કષાય આદિ છે તેની ઘણી પ્રબળતા છે. જુઓ ! મિથ્યાત્વભાવને વેરી કહ્યો છે. જ્યાં મિથ્યાત્વભાવ હોય ત્યાં આત્માની શાંતિ પ્રગટતી નથી. દેહની ક્રિયા હું કરું છું, પરદ્રવ્યમાં હું ફેરફાર કરી શકે છે, પરદ્રવ્ય મને લાભ-નુકશાન * કરે છે, પરની દયા પાળવાથી લાભ છે, પુણ્યમાં મારું કાંઈક હિત છે એવી બધી મિથ્યાત્વની ગ્રંથિ છે તે આત્મશાંતિની વેરણ છે. ચોથા ગુણસ્થાને આત્માની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતારૂપ સમાધિ થતાં મિથ્યાત્વનો નાશ થાય છે. જગતમાં અનાદિથી આત્માની બોધિ સમાધિથી વિપરીત મિથ્યા માન્યતાની પ્રબળતા વર્તે છે આ મિથ્યાત્વ અને વિષય–કષાયની પ્રબળતાને લીધે જીવોને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર પ્રાપ્ત થતાં નથી. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિ તે જ બોધિ છે અને તેને નિર્વિઘ્નપણે ધારણ કરવી તે સમાધિ છે. વીતરાગ સર્વજ્ઞ ભગવાને આત્માને અનંત ગુણવાળો જોયો છે, જાણ્યો છે અને કહ્યો છે. પ્રભાકર ભટ્ટ કહે છે કે મેં અનાદિથી આત્માનું આવું સ્વરૂપ જાણ્યું નથી અને વિપરીત માન્યતા જ કરી છે તેથી હું દુઃખી થઈ રહ્યો છું. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] માત્મપ્રકાશ પ્રવચનો પ્રતિક્રમણમાં તીર્થકરોની સ્તુતિમાં ભગવાનને બોધિ-સમાધિના દાતા કહ્યા છે. પ્રભુ! મને પુણ્ય-પાપના વિકાર રહિત ભાવ-આરોગ્ય પ્રાપ્ત થાય અને મરતાં સુધી મારી બોધિ ટકી રહે, સમાધિમરણ થાય અને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી એવી ને એવી બોધિ ટકી રહે એવી હું ભાવના ભાવું છું. અહીં પ્રભાકર ભટ્ટ-શિષ્ય કહે છે પ્રભુ! મારામાં આવી બોધિ અને સમાધિનો અભાવ છે તેથી ચારગતિમાં હું બહુ બહુ દુઃખ પામ્યો, ક્યારેય મને મારું વીતરાગ પરમાનંદ સુખ ન મળ્યું માટે હવે મને એ બોધિ સમાધિ કેમ પ્રાપ્ત થાય તે કહો. પ્રભુ ! ચારગતિમાં મેં શારીરિક અને માનસિક દુઃખ જ ભોગવ્યાં. પુણ્ય–પાપની આકુળતામાંથી હું ઊંચો ન આવ્યો. પુણ્ય-પાપની પાછળ રહેલાં આત્માના ભાન વગર મેં માત્ર દુઃખ જ ભોગવ્યું. સંસાર-સાગરમાં ભ્રમણ કરતાં આગળ કહ્યું તે પ્રમાણે મનુષ્યદેહ, જૈનશાસન અને સમ્યજ્ઞાન આદિ પ્રાપ્ત થવા મહા દુર્લભ છે. એ મળ્યાં પછી બિલકુલ પ્રમાદ ન કરવો જોઈએ. જે પ્રમાદી થાય છે તે અનંતકાળ સુધી સંસારવનમાં ભટકે છે. આવી જ વાત બીજા શાસ્ત્રમાં પણ કહી છે કે આ મહાન દુર્લભ જે જૈનશાસ્ત્રનું જ્ઞાન છે તે પ્રાપ્ત થયા પછી જે જીવ પ્રમાદી થઈ જાય છે તે ભિખારી બની ઘણા કાળ સુધી સંસારમાં ભટકે છે. સમ્યક શ્રદ્ધા થયા પછી જે તેની રક્ષા ન કરે અને દુનિયા શું કહે છે તેમાં લક્ષ કરી પ્રમાદી બને છે તે સંસારવનમાં ભટકે છે. માટે કહ્યું કે વીતરાગ પરમાત્માએ કહેલાં પુણ્ય-પાપ રહિત નિજ શુદ્ધાત્માના શ્રદ્ધા–જ્ઞાન પામીને પછી જીવે આળસ ન કરવી–પ્રમાદ ન કરવો. પ્રમાદમાં રોકાઈને નિજ શુદ્ધાત્માની દૃષ્ટિને ગોપવી ન દેવી. જે અપૂર્વ દૃષ્ટિ અને જ્ઞાન પ્રગટ થયા છે તેને દુનિયા સાથે મેળવવા જાય તો તેનો , મેળ ન ખાય. માટે ગુરુ શિષ્યને સાવધાન કરે છે કે દુનિયા સામું જોઈને તું તારી શ્રદ્ધાને ઢીલી ન કરીશ, દુનિયા આ વાત માનતી નથી માટે તું શંકા કરીશ નહિ. નિયમસારમાં આવે છે કે આ સુંદર માર્ગની ઇર્ષા કરનારા અને નિંદા કરનારા તો દુિનિયામાં ઘણા નીકળશે પણ તેને જોઈને તું તારી શ્રદ્ધાની મૂડીને ખોઈ ન નાખીશ! ધર્મના ચોર-લૂંટારાનું તું ધ્યાન રાખજે કે એ ક્યાંક તારી મૂડી ચોરી ન જાય ! તારી શ્રદ્ધાને જાળવીને રાખજે. પ્રમાદી ન બનીશ. અનંતકાળમાં જૈનશાસન મળવું મહા દુર્લભ છે. અન્ય મતમાં તો ક્યાંય આ સત્ય વાત નથી પણ જૈનના વાડાઓમાં પણ કયાંય આ સત્ય નથી એવું સત્ય જેનશાસને તને | મળ્યું છે. તે મહાદુર્લભ રત્ન છે, તેને દુનિયાના માન-આબરું આડે વેડફી ન નાખીશ. ભાઈ ! ભગવાનની વાણીમાં આવ્યું કે આ જીવ સમકિતી ભવ્ય છે પછી તારે ત્રણ ભુવનમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭ ) [ ૩૫ કોની પાસેથી માન જોઈએ છે? અને ભગવાનની વાણીમાં આવ્યું કે આ જીવની દૃષ્ટિ મિથ્યા છે તો તેનાથી મોટું અપમાન બીજું શું હોય? આ રીતે આઠમી ગાથાનો સારાંશ એ થયો કે સમ્યગ્દર્શનમાં જે આનંદ આવે છે તે જ ખરો આનંદ છે. એવો વીતરાગ પરમાનંદ ન મળવાથી જીવ સંસારવનમાં ભટકી રહ્યો છે–દુઃખી થઈ રહ્યો છે, માટે વીતરાગ પરમાનંદસુખ જ આદર કરવાયોગ્ય છે. આત્માની દૃષ્ટિ–જ્ઞાન કરીને અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે જ આદરવા યોગ્ય છે, બાકી પુણ્ય-પાપ આદિ કોઈ આદરવા યોગ્ય નથી. શીટ ભાઈ ! તું શાયક જ છો એમ નિર્ણય લાવ! જ્ઞાયક જ છો પણ એ શાયકનો નિર્ણય કરવાનો છે. પુરુષાર્થ કરું...કરું પણ એ પુરુષાર્થ તો દ્રવ્યમાં ભર્યો છે તો એ દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યાં પુરુષાર્થ પ્રગટે છે, પણ એને કરું..કરું..કરીને કાંઈક નવીન કાર્ય કરવું છે. પણ જ્યારે દ્રવ્ય ઉપર લક્ષ જાય છે ત્યારે બધું જેમ છે તેમ જાણે છે. પૂરનું તો કાંઈ પલટાવવું નથી અને સ્વનું પણ કાંઈ પલટાવવું નથી. સ્વનો નિર્ણય કરતાં દિશા જ પલટી જાય છે. ખરેખર તો પરોક્ષ જ્ઞાન છે તે પણ જાણનાર જ છે. શ્રોતા પરોક્ષ જ્ઞાન તો હીણું ને ઊણું છે ને? પૂજ્ય ગુરુદેવ:–પરોક્ષ જ્ઞાન–મતિશ્રત પણ જાણનાર જ છે. જે કાંઈ છે તેને જાણે જ છે. વિકલ્પને જાણે છે, હીણપને જાણે છે, ઊણપને જાણે છે. શ્રોતા –કોણ જાણે છે? ઊણું જ્ઞાન ને? પૂજ્ય ગુરુદેવ :—શાન ઊણું છે એમ પણ એ જ્ઞાન જાણે છે. જે છે તેને તે જ જ્ઞાન તેમ જાણે છે. જાણેલો પ્રયોજનવાન છે' એ સમયસારની ૧૨મી ગાથાનો શબ્દ છે તે ગજબ વાત છે. -પૂજ્ય ગુરુદેવશ્રી Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ મહાપુરુષોનો પ્રશ્ન AEAEAEACASASA (પ્રવચન નં. ૮) चतुर्गतिदुःखैः तप्तानां यः परमात्मा कश्चित् । चतुर्गतिदुःखविनाशकरः कथय प्रसादेन तमपि ॥१०॥ શ્રી પરમાત્મપ્રકાશની પ્રથમ અધિકારની આ ૧૦મી ગાથા ચાલે છે. શિષ્ય પ્રભાકર ભટ્ટ પોતાનો પરમાત્મસ્વભાવ સમજવાની અભિલાષાવાળો પ્રશ્ન કરે છે. અનાદિથી અજ્ઞાની જીવ પોતાના પરમાત્મસ્વભાવના અલાભને કારણે સંસારમાં ભટકી રહ્યો છે. તેને બીજી બાહ્ય સામગ્રી અને પુણ્ય-પાપભાવની સામગ્રી તો અનંતવાર મળી પણ એક નિજ આત્મા જે કેવળજ્ઞાનનો કંદ છે તેનો અલાભ રહ્યો છે તેથી શિષ્ય કહે છે પ્રભુ ! મને અનાદિથી પરમાત્મસ્વભાવનો અલાભ છે, તેથી હું દુ:ખી છું, માટે મને મારો પરમાત્મસ્વભાવ સમજાવો. જુઓ ! આ જિજ્ઞાસુની ધગશ ! પહેલાં જ પ્રશ્નમાં શિષ્ય આવો ભાવ રજૂ કરે છે. પોતાનો સ્વભાવ પરમાત્મસ્વરૂપ છે, એમ વિશ્વાસ કરીને પછી શિષ્ય પ્રશ્ન કરે છે કે તે સ્વભાવ મને સમજાવો કે જેના અલાભમાં જેના વિરહમાં હું અનાદિકાળથી ભટકી રહ્યો છું. ચોરાશીના અવતારમાં હું અનંતકાળથી પિલાણો અને દુઃખી થયો. સ્વભાવભાવના વિરહમાં થતાં આસ્રવભાવના ફળમાં તો આ બધાં સંયોગો મળે છે જે મને દુઃખરૂપ છે. એવી દુઃખરૂપ દશાથી છૂટવાનો ઉપાય મને બતાવો. જુઓ ! આ શિષ્યના પ્રશ્નમાં પરમાત્મસ્વભાવની ધગશ રહેલી છે. પરમાત્મા એટલે કોણ ? કે જેને જોવાથી આનંદ થાય, જેને મળવાથી શાંતિ અને સુખ થાય અને જેને ભેટવાથી પરમાત્માના ભેટા થાય એવો આ પરમાત્મસ્વભાવ છે. તે કેવો છે એ વાત પ્રભાકર ભટ્ટ સાંભળવા માગે છે. શિષ્યને ખબર છે કે ચારગતિમાં પોતે કેવો દુ:ખી થયો છે. જેમ ધગધગતાં તાવડામાં કીડી પડે અને કેવી તરફડીને શેકાય જાય તેમ આ દરેક જીવ ચારગતિના દુઃખમાં તપ્તાયમાન થઈ દુઃખી દુઃખી થઈ રહ્યો છે. શુભ-અશુભભાવની આકુળતામાં અજ્ઞાની જીવ બળી–જળી રહ્યો છે. આ બધી આકુળતાનો નાશ કરનાર આનંદકંદ પરમાત્મસ્વભાવ અજ્ઞાનીની નજરની બહાર રહી ગયો છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૮) [ 39 ચારગતિના દુઃખોનો વિનાશ કરવાવાળો પરમાત્મસ્વભાવ જેની દૃષ્ટિમાં આવી ગયો તે ભલે અનેક વૈભવયુક્ત રાજકુમાર હોય તોપણ વૈરાગ્ય થતાં માતા પાસે રજા માગે છે માતા ! મને હવે એક ક્ષણ પણ આ સંસારમાં ગમતું નથી, મને રજા દે અને આજ્ઞા કર કે હું ફરી બીજી માતા ન કરું, ફરી આ કલંકિત શરીર ધારણ ન કરું, આસવભાવની અગ્નિમાં તપ્તાયમાન ન થાઉં. આ પરમાત્મસ્વભાવ કેવો છે?—કે જ્ઞાનનો રસકંદ છે, આનંદનો એકલો માવો છે, સંસારથી થાકેલાં જીવોનો વિસામો છે. આવો પ્રભુ અમને સંભળાવો એમ અંતરધગશથી શિષ્ય માંગણી કરે છે. " પ્રભુ ! આપ મારી ઉપર કૃપા કરીને મને શુભાશુભ વિકલ્પજાળથી પાછળ બિરાજમાન પરમાત્મા કે જ્ઞાન જેનું શરીર છે અને આનંદ જેનું રૂપ છે એવો આત્મા મને સંભળાવો મહારાજ! હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા સાંભળવા તૈયાર બેઠો છું. મારે બીજું કાંઈ સાંભળવું નથી. જુઓ ! આ સંસારથી ભયભીત થયેલાં અને ચિદાનંદ પરમાત્માને પામવાના કામી જીવોની ભૂમિકા કેવી હોય તેની આ વાત ચાલે છે. શિષ્ય ગુરુને આત્માની વાત સંભળાવો જ એમ નથી કહેતો પણ નર્માશથી કહે છે પ્રભુ! આપ મારા ઉપર કૃપા કરી મને આત્માની વાત સંભળાવો. જેને અંદરથી આનંદની ભૂખ લાગી હોય તેને આકુળતામાં પેટ ન ભરાય સંતોષ ' ન થાય. બહારમાં ગમે તેટલાં અનુકૂળ વૈભવો હોય પણ તેના તરફનું લક્ષ એ પણ આકુળતા છે, દુઃખ છે. એ દુઃખનો નાશ કરીને સુખ આપનાર તો એક જ નિજ પરમાત્મા સાંભળનારને કેટલો વિનય હોય, કેટલી ધગશ હોય તેની ભૂમિકા કેવી હોય એ આ ગાથામાં જોવા મળે છે, વેઠની જેમ સાંભળીને ચાલ્યો જાય તો કાંઈ હિત થાય તેમ નથી. એવું તો અનંતીવાર કર્યું. મહારાજ ! મહેરબાની કરો ને ! પ્રસાદી આપો ને ! અંતર ચિદાનંદ ભગવાનનો ખજાનો કેવો હોય તે મને કહો ને ! આપની કૃપા હોય તો મને આત્માનું વિશેષ સ્વરૂપ સમજાવો ને ! એમ શિષ્ય વિનયથી ગુરુને પ્રશ્ન કરે છે. અંતરમાં આખું ચૈતન્યદળ કેવું છે?–પરમાત્મસ્વરૂપ આત્મા કેવો છે એ કૃપા કરીને મને કહો ને ! મારે એ જ સાંભળવું છે. મારે સ્વર્ગમાં કેમ જવાય કે પુણ્ય કેમ થાય એ કાંઈ સાંભળવું નથી. પરમાત્મા કેવો છે?—કે ચિદાનંદ, શુદ્ધ સ્વભાવ પરમાત્મા ચાર સંજ્ઞાથી માંડીને સર્વ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો વિભાવથી રહિત છે. કેવળજ્ઞાનના કંદ એવા આત્માને આહારની ઇચ્છારૂપ સંજ્ઞા નથી. આત્મા તો સં+ન્ન એટલે સમ્યજ્ઞાન સ્વરૂપ છે. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચારેય સંજ્ઞાથી રહિત એવું આત્મસ્વરૂપ શુદ્ધ છે. જે આહાર આદિની ગૃદ્ધિથી રહિત છે એવો આત્મા મારે સાંભળવો છે. પ્રભુ ! જે નિર્ભય કિલ્લામાં રહેલો છે, જેની પાસે પૂર્ણાનંદનું વજ્ર છે, તેને પછી ભય શેનો હોય ? એવો નિર્ભય ચૈતન્યમૂર્તિ આત્મા મારે સાંભળવો છે. ભગવાન આત્મા સંયોગીચીજની મજાના રાગ વિનાનો મૈથુનસંજ્ઞા રહિત જ્ઞાનબિંબ છે. ઇન્દ્રાણી કે પટરાણીના રાગમાં રોકાઈ જાય એ આત્માની શોભા નથી. ચૈતન્યપ્રભુ એવા રાગ વિનાની વસ્તુ છે. અહા ! જેના વખાણ કેવળીની વાણીમાં પણ પૂરા ન આવે એ ચૈતન્ય હીરલો કેવો છે? એ મારે જોવો છે. ચૈતન્ય હીરલો પરિગ્રહ સંજ્ઞાથી પણ રહિત છે, એટલે ગમે તેવાં મોટા ઇન્દ્ર ચક્રવર્તીના વૈભવમાં પણ આ ઠીક છે—એમ કરીને તેમાં રોકાય જાય એવો આત્મા નથી. ચાર સંજ્ઞા એ તો આકુળતાના દુઃખરૂપ અગ્નિના ભડકા છે. ભગવાન આત્મા તેનાથી રહિત છે, એવા ભગવાન આત્માનું સ્વરૂપ મારે સમજવું છે. ભગવાન આત્મા અસંખ્ય પ્રકારના વિભાવભાવોથી રહિત છે તથા વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલાં પરમાનંદ—સુખામૃતથી જેનું હૃદય સંતુષ્ટ થયું છે, એવા નિકટ ભવ્ય જીવોને ચારગતિ ભ્રમણથી છોડાવનારો છે. જેમ ભૂખ ખૂબ લાગી હોય અને ઘરમાં પકવાન કે દૂધપાક જેવી ભાવતી વસ્તુ બનતી હોય તો કેવી લગની હોય કે ક્યારે દૂધપાક થાય ને ક્યારે ખાઉં અને પેટ ભરીને સંતુષ્ટ થાઉં? તેમ, જેને ચારગતિના દુઃખનો થાક લાગ્યો હોય અને પરમાનંદનો તરસ્યો હોય એવા નિકટ ભવ્ય જીવોના ચારગતિના ભ્રમણનો નાશ કરે એવું આત્મસ્વરૂપ છે તેને પ્રાપ્ત કરવા માટે જિજ્ઞાસુને કેટલી લગની હોય ! પરમાત્મા જન્મ-જરા-મરણના દુઃખનો નાશક છે. પર્યાયમાં આખો સંસાર ઊભો થયો છે તેનો ઉત્પાદક શુદ્ધ આત્મા નથી, શુદ્ધાત્મા તો તેનો નાશક છે. જે મહામુનિઓ નિજસ્વરૂપમાં એકાકાર-લીન થાય છે તેને ભગવાન આત્મા નિર્વાણ દેવાવાળો છે પ૨મ સમાધિમાં લીન મુનિઓને તત્કાળ કેવળજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત થાય છે. આમ, સર્વ રીતે આ આત્મા જ ધ્યાવવા યોગ્ય છે. જે ચાર પ્રકારની સંજ્ઞા અને સર્વ વિભાવથી રહિત છે, નિર્વિકલ્પ દૃષ્ટિવંતને જે પરમાનંદસુખામૃત અનુભવમાં આવ્યું તેના દ્વારા ચારગતિભ્રમણનો નાશ કરવાવાળો છે અને મહામુનિઓને નિર્વાણ દેનારો છે. એવો આ આત્મા જ સર્વ પ્રકારે ધ્યાન કરવા યોગ્ય છે. શિષ્ય કહે છે પ્રભુ ! આવા આ આત્માનું સ્વરૂપ હું આપની કૃપાથી સાંભળવા Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૮) ૮ ૩૯ માગું છું. વિભાવ રહિત, જન્મ-જરા-મરણનો નાશ કરનાર અને નિર્વાણ આપનાર એવા આત્માનું સ્વરૂપ મારે આપની પાસે સાંભળવું છે. શિષ્યના પ્રશ્નની એક ગાથામાં પણ મુનિરાજે કેટલું ભર્યું છે ! જેનામાં વિભાવમાત્રની ગંધ નથી, જે જન્મ-મરણનો અભાવ કરવાવાળો છે અને મોક્ષ દેવાવાળો છે, એવો મારો નાથ...સાહેબો.... પરમાત્મા....અંતર વસ્તુસ્વરૂપ આત્મા કેવો છે, એ મને વારંવાર સંભળાવો એમ શિષ્ય ગુરુને વિનંતી કરે છે. પ્રભાકર ભટ્ટની પાત્રતા ભરી વિનંતી સાંભળીને હવે શ્રી યોગીન્દ્રદેવ ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ આ ૧૧મી ગાથામાં કહે છે. આગળની ગાથાઓમાં મુનિરાજે પંચપરમેષ્ઠીને વંદન કરીને હવે આ શરૂ કરે છે. પંચપરમેષ્ઠીના પ્રસાદથી જીવને મુક્તિ પ્રાપ્ત થાય છે. અરિહંતો વીતરાગ પર્યાયને સંદેહે અનુભવે છે. સિદ્ધ ભગવંતો વીતરાગી પૂર્ણાનંદને અદેહે અનુભવે છે, આચાર્યો નિશ્ચય અને વ્યવહાર પંચાચારને પાળે છે. ઉપાધ્યાય અને સાધુ મહારાજ આત્માની આરાધના કરી રહ્યા છે, આવા પાંચેય પદની હયાતીનો સ્વીકાર કરી હું તેમને નમસ્કાર કરું છું. અહો ! જેના મુખમાંથી પરમાત્માનું સ્વરૂપ ઝરે છે એવા અરિહંતો, જેણે સિદ્ધ કૃતકૃત્યપદ પ્રાપ્ત કર્યું છે એવો સિદ્ધો અને જે સિદ્ધપુરીની નજીક પહોંચી ગયા છે એવાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે સર્વને હું વંદન કરું છું, આદર કરું છું. મારે પણ સિદ્ધપુર પાટણ જવું છે, માટે હું પંચપરમેષ્ઠી ભગવંતોને મારી પર્યાયમાં ધારણ કરીને તેમનો આદર કરું છું એમ યોગીન્દ્રદેવ પોતે કહે છે. પ્રભાકર ભટ્ટ શિષ્ય તો વંદન કર્યા પણ ગુરુ પોતે પણ પ્રથમ પંચપરમેષ્ઠીને વંદન કરીને ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ કહે છે. જેના આશ્રયથી આ પંચપરમેષ્ઠી થયા એવા પરમાત્મસ્વરૂપની હું વાત કરું છું તેને હે શિષ્ય ! એવી રીતે સાંભળ કે જે સાંભળેલું સાર્થક થાય જ. તું નિશ્ચયથી સાંભળ! કે જે સાંભળેલું ફરી સાંભળવું પડે તે પહેલાં કાર્ય થઈ જાય એવી રીતે સાંભળ. જે નિશ્ચયથી આત્માની વાત સાંભળે તેને ફરી દેહ જ મળતો નથી તો ફરી સાંભળવાની વાત તો દૂર રહી. આત્મા (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા અને (૩) પરમાત્મા એમ ત્રણ પ્રકારનો છે. પૂર્ણાનંદનો નાથ સાહેબ આત્મા જડ શરીર કર્મ અને રાગમાં એકત્વ માને તે મૂઢ ” બહિરાત્મા છે, અને એ મૂઢતા છોડીને અનાકુળ અખંડ આનંદકંદ આત્માનું ભાન કરે તે અંતરાત્મા છે અને પરમાત્મા જેવો સ્વભાવે છે તેવો જ પર્યાયમાં પ્રગટ થાય તે પરમાત્મા છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪o ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ તો પર્યાયના ભેદે ત્રણ પ્રકારનો આત્મા સમજાવ્યો છે. વસ્તુએ તો આત્મા એક અખંડ પરમાત્મસ્વરૂપે જ સદાય રહેલો છે. યોગીન્દ્રદેવ શિષ્યને કહે છે કે આ તે પ્રશ્ન કર્યો એવો પ્રશ્ન અનાદિકાળથી ધર્મ પરંપરામાં અનેક મહાપુરુષો પૂછતાં આવ્યા છે અને તીર્થકરો તેનો જવાબ આપે છે. ભવ્યોમાં મહા શ્રેષ્ઠ એવા ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રામચંદ્ર, બલભદ્ર, પાંડવ આદિ મહાપુરુષોએ 28ષભદેવ, અજિતનાથ આદિ તીર્થકરોને આ જ પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ ! સર્વ દુઃખ વિભાવથી રહિત નિર્મળ આત્માનું સ્વરૂપ કેવું છે, તે આપ અમને કહો! ભરત ચક્રવર્તી એટલે કોણ કે જે છ ખંડના ધણી છે, જેના પુણ્યનો પાર નથી એવા ભરતે પણ આ પ્રશ્ન ઋષભનાથ ભગવાનને અને મહા યોદ્ધા પાંડવોએ પણ નેમિનાથ ભગવાનને આ પ્રશ્ન કર્યો હતો અને રામચંદ્ર, દેશભૂષણ, કુલભૂષણ મુનિરાજને આ જ પૂછ્યું હતું કે જેમાંથી એક એક સમયે પરમાત્મદશા પ્રગટ થાય છતાં પરમાત્મદશાઓ કદી ખૂટે નહિ એવો તે આત્મા કેવો? આમ કહીને મુનિરાજ ધર્મનું ત્રિકાળ અસ્તિત્વ સિદ્ધ કરતાં જાય છે. પૂર્વે ભરત આદિ સાધકો હતાં, તેના ઉત્તર દેનારા તીર્થકર, કેવળી આદિ હતાં. આ રીતે ધર્મ અને ધર્મના સાધનારનું અસ્તિત્વ ત્રિકાળ છે. અહીં ઋષભદેવથી માંડીને મહાવીર સુધીનું એટલે એક ચોવીશીનું અસ્તિત્વ સિદ્ધ કરી દીધું છે. હજારો મુગટબંધી રાજાઓનો પણ રાજા એવો શ્રેણીક પણ ભગવાન મહાવીરને નગ્ન થઈને પૂછે છે કે આ દેહાદિથી રહિત આત્મા કેવો છે? અમારી પાસે ધન વૈભવનો પાર નથી. લાદી–લાદીએ અને પલંગે–પલંગે પણ અબજો રૂપિયાના હીરા ટાંકેલાં છે પણ એ બધાં તો આકુળતા અને દુઃખના નિમિત્તો છે તેમાં અમને શાંતિ નથી. માટે આકુળતાથી રહિત એવા આત્માનું સ્વરૂપ અમને બતાવો કે જેને પામીને અમે સુખી થઈએ. જચક્રવર્તી જેવા મહારાજાઓ પણ પરમાત્મા પાસે પોકાર કરે છે કે જેની સેવામાં ૧૬000 તો દેવો છે, ૯૬000 જેને રાણીઓ છે, ૯૬ કરોડ પાયદળ છે તે પણ ભક્તિભાવથી નમ્રીભૂત થઈને ભગવાન પાસે આત્મસ્વરૂપ બતાવવાનો પોકાર કરે છે તો અત્યારના શેઠીયાઓની શું કિંમત ! તેણે તો જરાય અભિમાન કરીને અટકવા જેવું નથી. પ્રશ્નકારને વિનય કેવો હોય ? કે ભક્તિના ભારથી જેનું મસ્તક નમી ગયું હોય એટલે નમ્ર નમ્ર નમ્ર...થઈને મહા વિનયથી પ્રશ્ન કરે. પૂર્વના રાજા-મહારાજાઓ પરિવાર સહિત સમોસરણમાં આવીને ગલુડિયા જેવાં એટલે ભગવાનના દાસાનુદાસ થઈને ચરણ સેવક થઈને નમ્રભાવે પ્રભુને પ્રશ્ન કરતાં હતાં અને ભગવાન તેમને જે ઉત્તર આપતાં હતાં તે જ ઉત્તર હે શિષ્ય ! હું તને આપું છું. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૮ ) [ ૪૧ અહીં “સર્વ આગમ” શબ્દ મૂક્યો છે, ભગવાનને વિનયવાન શિષ્ય સર્વ આગમના પ્રશ્ન કરે છે એટલે છ દ્રવ્ય, નવ પદાર્થ, સાત તત્ત્વ, પંચાસ્તિકાય આદિ બધાંનું અસ્તિત્વ છે અને તેનો શિષ્યને ખ્યાલ છે. શિષ્ય એકલા આત્મા...આત્માની વાત કરતો નથી. એકલા આત્માની વાત કરે છે, તેને વ્યવહારની પણ ખબર નથી. છ દ્રવ્ય, સાત તત્ત્વ આદિના જ્ઞાન સહિત આત્માની વાત કરે તો યથાર્થ છે. સર્વ આગમ એટલે ચારેય અનુયોગમાં જે શૈલીથી કથન છે તેનો થોડો થોડો ખ્યાલ કરીને પછી શિષ્ય સર્વ પ્રકારે ધ્યાન કરવા યોગ્ય શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછે છે તેનો ગુરુ ઉત્તર આપે છે. સંસાર વિનાશક, નિર્વાણ ઉત્પાદક પરમાત્મસ્વરૂપ પ્રકાશનાર મહિમાવંત સદ્દગુરુ દેવનો જય હો.” ક કિ બાળકથી માંડીને વૃદ્ધને સર્વને એટલે કે અજ્ઞાનીને સદા સ્વયં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવે છે. વર્તમાન જ્ઞાનની જે વર્તમાન અવસ્થા છે, અજ્ઞાનીને પણ વિકાસરૂપ જે ભાવેજિયની ખંડખંડ જ્ઞાનરૂપ પર્યાય છે તેમાં આત્મા જ અનુભવમાં આવે છે, કેમ કે તે પર્યાયમાં સ્વપપ્રકાશક તાકાત છે, તેથી તેમાં સ્વય જ જાણવામાં આવે છે. બાળકથી માંડીને વૃદ્ધને સર્વને, જ્ઞાનની વર્તમાન પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી, અજ્ઞાનીને પણ તેની જ્ઞાનની પર્યાયમાં આત્મા જ અનુભવમાં આવે છે. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સર્વને સદાકાળ સ્વયં અનુભવમાં આવે છે. પર્યાયમાં આત્મા જ ખ્યાલમાં આવે છે. પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ ! તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયે આત્મા પોતે જ અનુભવમાં આવે છે. જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. -પૂજ્ય ગુરુદેવશ્રી e Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રોતાની પાત્રતા (પ્રવચન નં. ૯) पुनः पुनः प्रणम्य पञ्चगुरून् भावेन चित्ते धृत्वा । __ भट्टप्रभाकर निश्रृणु त्वम् आत्मानं त्रिविधं कथयामि ॥११॥ શ્રી પરમાત્મપ્રકાશ પ્રથમ અધિકારની આ ૧૧મી ગાથા ચાલે છે. શિષ્યનો પ્રશ્ન હતો કે પ્રભુ! મને કૃપા કરીને શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવો. આ જ પ્રશ્ન 2ષભદેવથી માંડીને મહાવીર ભગવાન સુધીમાં ભરત ચક્રવર્તી, રામ, શ્રેણિક આદિ મહાપુરુષોએ ભગવાને પૂક્યો હતો. અહીં ૧૧મી ગાથામાં યોગીન્દ્રદેવ પ્રભાકર ભટ્ટ નામના તેમના શિષ્યને તેના આ પ્રશ્નનો ઉત્તર આપે છે. કષાય-અગ્નિની મધ્યમાં બરફની શીલા જેવો વીતરાગ શીતળતા આપનારો ભગવાન શુદ્ધાત્મા કેવો છે? તેના ઉત્તરમાં ભગવાન અને મુનિઓની વાણીમાં એ જવાબ આવ્યો કે ભાઈ ! જ્ઞાનસ્વરૂપ એક શુદ્ધ આત્મા ત્રણ જગતમાં સારરૂપ વસ્તુ છે. એવા આત્માને ઓળખવારૂપ આત્મજ્ઞાન જ સાર છે. આવો પ્રશ્ન કરનાર શ્રોતા કેવા છે! કે જેને નિશ્ચયરત્નત્રય અને વ્યવહારરત્નત્રયની ભાવના પ્રિય છે એટલે કે નિશ્ચયરત્નત્રય અને વ્યવહારરત્નત્રય જેણે પ્રગટ કર્યો છે. અવિકારી શાંત શીતળ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાથી પ્રગટ થતો આનંદ એ જેને પ્રિય છે તેને નિશ્ચયરત્નત્રયની પ્રિયતા છે અને વ્યવહારરત્નત્રયની પ્રિયતા છે એટલે દેવ-શાસ્ત્ર-ગુરુનો રાગ તેને વ્યવહારે પ્રિય છે. જે એકલો જ્ઞાનમય છે એટલે વિકાર રહિત જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા આદિ અનંતગુણમય છે, એવા ભગવાન આત્માની ભાવના જેને પ્રિય છે અને સાથે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને દયા–દાનાદિ વ્યવહારચારિત્રના વિકલ્પો પણ જેને વ્યવહારે પ્રિય છે એવા શ્રોતાને જ આવે પ્રશ્ન ઉઠે છે. વળી શ્રોતા કેવા છે?—કે પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ અમૃતરસના પ્યાસા છે. વીતરાગરસના સત્ત્વથી ભરેલાં આત્માના અમૃતરસના પિપાસું છે. એ રાગરસ કે ભોગરસના પિપાસુ નથી. છ ખંડના ધણી ચક્રવર્તી છનું હજાર રાણીના વૃદમાં ઉભેલા દેખાય છે પણ એ સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી ભોગનો પિપાસુ નથી પણ આત્માના આનંદનો પિપાસુ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૯ ] | ૪૩ યુવાન રાજકુમારે સળગતી ભઠ્ઠીમાં નાખે તો જેવું દુ:ખ થાય તેનાથી અનંતગુણા દુ:ખ દેવાવાળી આ ચાર ગતિના દુઃખ અને કષાયની આકુળતાનો જેને ભય છે. અનંતકાળ તો આવા દુ:ખમાં વીતાવ્યો પણ હવે તેનાથી ડર્યા છે. જેમ અગ્નિથી માણસ ડરે તેમ આ શ્રોતાઓ આકુળતાથી ડરે છે. જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન સખરૂપી અમૃતથી વિપરીત નરકાદિ ચાર ગતિઓના દુઃખથી ભયભીત છે. ચારેય ગતિમાં શુભાશુભ વિકલ્પની જાળ જ દુઃખરૂપ છે—એમ જેને લાગે છે એવા શ્રોતાની વાત છે. અહીં દુઃખ એટલે પ્રતિકૂળતાની વાત નથી. દુ:ખ એટલે કષાયનો વિકા૨ીભાવ એ જ દુઃખદાયક છે. આત્માની શાંતિનો લૂંટારો છે. સ્ત્રી, પુત્ર, પરિવાર, અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી પ્રત્યેના પોતાના કષાયભાવની જ્વાળાથી ધર્મી ભયભીત થયા છે. અરે ! તીર્થંકરો પણ જે ચારગતિના દુઃખની આકુળતાથી ડર્યા તેનાથી જે ન ડરે એ તો મહા ભડ–સુભટ કહેવાય. અહીં તો ચોરાશી લાખ યોનીના ભયંકર દુઃખથી ભયભીત થયેલાં પાત્ર શ્રોતાને શ્રીગુરુ ઉત્તર આપે છે. શ્રોતા માત્ર સાંભળવા ખાતર, શોખ ખાતર કે સાંભળીને બીજાને સમજાવવા માટે પ્રશ્ન પૂછતાં ન હતાં પણ દુઃખથી ભયભીત થઈને તેનાથી છૂટવા અને સુખામૃતને પામવાની ઉત્કૃષ્ટ ભાવનાથી પૂછે છે. હું પ્રશ્ન કરું તો બધાંને એમ થાય કે આ કાંઈક વાંચન–વિચાર કરતો લાગે છે, રુચિવાળો છે, કેવો જિજ્ઞાસુ છે, એવું દુનિયા પાસેથી માન મેળવવા માટે આ શિષ્ય પ્રશ્ન પૂછતો નથી. શરીરના દુઃખથી કંટાળ્યો છે એમ પણ નથી પણ સ્વભાવના શાંત રસમાંથી નીકળી વિકલ્પમાં આવવું અને ચાર ગતિમાં રઝળપાટ કરવી એ દુઃખ છે, તેનાથી ભયભીત થઈને છૂટવા માગે છે, તેથી છૂટવાનો ઉપાય પૂછે છે. આમ જુઓ તો ચક્રવર્તી રાજ્યમાં, ઇન્દ્રાણી જેવી ૯૬૦૦૦ રાણીના વૃંદમાં, મણિરતનનાં મહેલમાં બેઠો હોય તોપણ અંદરથી એ કષાય-અગ્નિના દુઃખથી ભયભીત છે. કષાય–અગ્નિની પાછળ અંદરમાં શાંતરસનો ગોળો છે તેમાં જવા માટે, શાંતિ પ્રગટ કરવા માટે તે પ્રયત્ન કરે છે. જેમ મોટો કાળો નાગ દેખે ત્યાં માણસ કેવો ભાગે ! તેમ, ધર્મી પુણ્ય-પાપના વિકારીભાવને કાળા નાગ જેવા દેખે છે તેથી તેનાથી ભાગે છે. ત્યાં રસ લેવા ઊભા રહેતાં નથી. પૂર્વના પુણ્યને લઈને ધર્મની બહારમાં અનુકૂળ સામગ્રી મળી હોય કે પાપના ઉદયથી પ્રતિકૂળતા હોય પણ ધર્મી તે બંનેથી ઉદાસ છે. જેનો પ્રેમરસ એક ભગવાન આત્મા તરફ રેડાયો છે અને પુણ્ય-પાપની આકુળતાથી જે ભાગ્યા છે, એવા શ્રોતાઓએ પૂર્વે ભગવાનને પ્રશ્ન કર્યા હતાં અને ભગવાનને તેના ઉત્તર દીધાં હતા. આહાહા...! શ્રોતાની કેવી ભૂમિકા આમાં સ્થાપી છે ! Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આવા સંસારથી ભયભીત અને નિજરસના પ્રેમી શ્રોતા ભગવાનને પ્રશ્ન કરતાં હતાં કે પ્રભુ ! અમારો નિજસ્વરૂપ ભગવાન આત્મા કેવો છે? એમ વિશેષ સ્પષ્ટતાથી સમજવા માટે અને પુરુષાર્થની ઉગ્રતા કરવા માટે પાત્ર શ્રોતા ભગવાન અથવા મુનિઓ, સંતોને પ્રશ્ન કરતાં હતાં. પોતાના આત્માની વિશેષ વિશેષ મહિમા લાવીને તેમાં સ્થિર થવા માટે શ્રોતા પ્રશ્ન પૂછતાં હતાં. આભના થોભ જેવા ઇન્દ્ર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ મહાપુરુષો પણ આ આકુળતારૂપ સંસારથી ભયભીત થઈને હજારો રાણીઓ સહિત સમોસરણમાં આવીને ભગવાનને પ્રશ્ન કરતાં હતા. અહીં આચાર્યદેવ કહે છે કે આવા નિજ અતીન્દ્રિયરસના પિપાસુ ભવ્યજીવોએ પ્રશ્ન કર્યો ત્યારે ભગવાનને તેમને ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ કહ્યું તે હું તમને જિનવાણી અનુસાર અહીં કહીશ. જેમ વીશ વર્ષનો એકનો એક જુવાન દીકરો મરી ગયો હોય અને ઘરનાં માણસોનાં મોઢા કેવા લોહિયાળા થઈ ગયા હોય એટલે કે શોક ભર્યા હોય તેમ અહીં કહે છે કે શુભાશુભ વિકા૨ીભાવની આકુળતાના દુઃખથી જેને વૈરાગ્ય થયો છે એવા પાત્ર શ્રોતા વૈરાગ્યભર્યા ભાવે પ્રભુને પ્રશ્ન કરે છે ત્યારે પ્રભુ જે ઉત્તર આપે છે તે જ હું તમને કહીશ. સારાંશ એ છે કે ત્રણ પ્રકારના આત્માના સ્વરૂપમાંથી જે શુદ્ધાત્મસ્વરૂપ નિજ પરમાત્મા તે જ ગ્રહણ કરવા યોગ્ય છે. મોક્ષનું મૂળ કારણ રત્નત્રય કહ્યું છે તે નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારનું છે. તેમાં નિજ સ્વરૂપનું શ્રદ્ધાન, નિજ જ્ઞાનાનંદસ્વરૂપનું જ્ઞાન અને નિજસ્વરૂપનું આચરણ એટલે શાંતરસના પિંડમાં રમણતા કરવી તે ચારિત્ર—આ ત્રણેય અભેદ રત્નત્રય છે. તે જ નિશ્ચયરત્નત્રય છે અને દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા, નવ તત્ત્વોની શ્રદ્ધા, આગમનું જ્ઞાન તથા સંયમભાવ એ ભેદરત્નત્રય છે, તે જ વ્યવહારરત્નત્રય છે. જેમ ચેક વટાવતાં નાણાં મળે છે તેમ અહીં કહે છે કે સાચા રત્નત્રયને વટાવતાં મોક્ષ મળે છે એટલે કે સાચાં રત્નત્રય–અભેદ–નિશ્ચયરત્નત્રયની કિંમત ભરતાં મુક્તિરૂપી મણિ પ્રાપ્ત થાય છે. આ અભેદરત્નત્રયનિશ્ચયરત્નત્રયની સાથે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા, સાત તત્ત્વની શ્રદ્ધા આદિના વિકલ્પ હોય છે તે વ્યવહા૨૨ત્નત્રય અથવા ભેદરત્નત્રય છે. પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયેલાં સર્વજ્ઞદેવો, પૂર્ણ સ્વરૂપને સાધનારા સંતો અને પૂર્ણ સ્વરૂપ બતાવનારાં શાસ્ત્રો, અહિંસાધર્મ, નવ તત્ત્વ આદિ પ્રત્યેની શ્રદ્ધાનો વિકલ્પ છે તે વ્યવહારરત્નત્રય છે, ભેદવાળી શ્રદ્ધા છે. વિશ્વમાં છ દ્રવ્યો છે. જીવો અનંત છે, તેનું સ્વરૂપ શું છે ? અજીવ કેટલાં છે? તેનું Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૯ | | re સ્વરૂપ શું છે ? પુણ્ય-પાપ વિકારી ભાવ છે, આસ્રવ બંધ દુઃખરૂપ છે, સંવર–નિર્જરા મોક્ષનું સ્વરૂપ શું છે ? તે બધાંની યથાર્થ શ્રદ્ધા થવી તે વ્યવહારશ્રદ્ધા છે એટલે કે વિકલ્પ વાળી શ્રદ્ધા છે. શાસ્ત્રજ્ઞાન—આગમજ્ઞાન છે તે વ્યવહારજ્ઞાન છે—વિકલ્પવાળુ જ્ઞાન છે અને પાંચ ઇન્દ્રિયના દમનરૂપ સંયમ, છકાય જીવની રક્ષાનો ભાવ આદિ વ્યવહારચારિત્ર છે, આ વ્યવહારરત્નત્રયને ભેદરત્નત્રય કહો, નિમિત્તરૂપ રત્નત્રય કહો કે ઉપચારત્નત્રય કહો બધું એક જ છે. ધર્મીને આ ભેદાભેદરત્નત્રય–નિશ્ચય-વ્યવહારરત્નત્રયની ભાવના પ્રિય હોય છે. નિશ્ચયરત્નત્રયનું ફળ મોક્ષ છે અને વ્યવહારરત્નત્રયનું ફળ પુણ્ય છે પણ તે નિશ્ચયરત્નત્રયની સાથે જ હોવાથી આરોપ આપીને તેને પણ મોક્ષફળ દેનાર કહેવાય છે. ખરેખર તો એ પુણ્યબંધનું જ કારણ છે પણ વ્યવહારનયથી તેને મોક્ષનું કારણ કહેવાય છે. નિશ્ચયરત્નત્રય જ સાચાં રત્નત્રય છે. વ્યવહારરત્નત્રય તો આરોપિત છે, મોક્ષનું કારણ નથી. પણ વ્યવહારથીઉપચારથી તેને પણ રત્નત્રય કહેવાય છે. તેથી વ્યવહારથી બે મોક્ષમાર્ગ કહ્યાં છે, પણ વાસ્તવિક તો નિશ્ચયરત્નત્રય જ એક મોક્ષમાર્ગ છે. જેમ સિંહનું ચિત્ર દોર્યું હોય તે કાંઈ ખરેખર સિંહ નથી પણ ઉપચારથી તેને સિંહ કહેવાય છે. ખરેખર તો એ ખોટો સિંહ છે. તેમ વ્યવહારથી ભેદરત્નત્રયને મોક્ષનું સાધન કહેવાય છે. વ્યવહારરત્નત્રયનો વિષય પર છે અને તે રાગ છે અને નિશ્ચયરત્નત્રયનો વિષય સ્વ આત્મા છે અને તે નિર્વિકાર છે. માટે નિશ્ચય અપેક્ષાએ વ્યવહારને ખોટો કહેવાય છે. વ્યવહાર અપેક્ષાએ તે નથી. એમ નથી. અસત્યાર્થનય—જૂદીનય–વ્યવહારનયથી તેને સાધન કહ્યું છે અને અભેદરત્નત્રયને સાધ્ય કહ્યું છે. અરે ! વિસામાનું સ્થાન આ જીવે કદી જોયું નહિ, જાણ્યું નહિ, અનુભવવાનો પ્રયત્ન પણ ન કર્યો. જ્યાં શાંતિનું મહાધામ છે અને તેમાં વિશ્રામ લેનારાને મહાશાંતિ મળે તે એવું સ્થાન શું છે તે જોવા જાણવાની કદી પ્રીતિ ન કરી. અનંતકાળમાં ક્યારેય આ રુચિ કરી નહીં. હવે, ૧૨મી ગાથામાં ગુરુ શિષ્યને કહે છે કે તું ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ જાણી બહિરાત્મપણું છોડ અને સ્વસંવેદનશાન પ્રગટ કરી પરમાત્માનું ધ્યાન કર ! હે પ્રભાકર ભટ્ટ! તું આત્માને ત્રણ પ્રકારે જાણી બહિરાત્મસ્વરૂપ ભાવને શીઘ્ર છોડ ! પુણ્ય-પાપ ભાવને પોતાના માનવા તે બહિરાત્મબુદ્ધિ—મૂઢબુદ્ધિ મિથ્યાબુદ્ધિ છે, તેને તું શીઘ્ર છોડ. શરીર, વાણી, મન, સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ તો પરદ્રવ્ય છે. એ તો તને ખબર છે ને ! મરી જઈશ ત્યારે કોઈ સાથે આવવાનું નથી છતાં શરીર, પુત્રાદિ પાછળ જીવન શું કામ વીતાવી દે છે ? તારે મોટે ગામ જવાનું છે એ તો નક્કી જ છે અને આ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કોઈ સંયોગો એક ક્ષણ માટે પણ તારી સાથે આવવાના નથી એ પણ નક્કી જ છે છતાં આટલી મમતા શા માટે કરો છો? શિષ્ય ઃ—આ ભવમાં તો બધું કામ લાગે ને ! પૂજ્ય ગુરુદેવ : :—હા. એ બધું દુઃખમાં નિમિત્ત થવામાં કામ આવે છે. એક સમયમાત્ર પણ સુખમાં એ નિમિત્ત નથી. તો પછી આત્માને ખોઈને સંયોગોને સારા રાખવાના ભાવથી તને શું લાભ છે ! ‘ક્યાંનો તું અને ક્યાંનું આ પીંજર ?' આ શરીર—માટીનું પીંજર કાંઈ તારું સંભાળ્યું સારું રહેવાનું નથી અને સાથે પણ આવવાનું નથી. છતાં આટલી મમતા શા માટે? એ મમતા છોડયે છૂટકો થાય તેવું છે. આ બહિરાત્માની વ્યાખ્યા ચાલે છે. બહિર જેટલી વસ્તુ છે તે પોતાની રાખી રહેતી નથી, તેમાંથી શાંતિ મળતી નથી છતાં તેને પોતાની માની આત્માની શાંતિનો અનાદર-ખૂન કરીને પણ આ શરીરાદિને રાખવા માગે છે, પણ એ ત્રણકાળમાં કદી જીવના થતાં નથી છતાં પોતાના માને છે તે મૂઢ બહિરાત્મા છે. /પરજીવો મને સારો કહે તો મને સારું—એમ માનનારે પરથી પોતાને લાભ માન્યો છે એ પણ મૂઢબુદ્ધિ છે. તેણે પરને જ પોતાનું માન્યું છે. પ્રતિકૂળ સંયોગને દૂર કરું અને અનુકૂળ સંયોગ મેળવું એમ જે પર ઉપર પોતાનો અધિકાર માને છે તેણે પણ પરને પોતાના માન્યા છે એ એની મૂઢબુદ્ધિ છે. હું તો જ્ઞાનસ્વરૂપ છું એમ જેણે જ્ઞાનનું જ્ઞાન કર્યું, સ્વસંવેદન પ્રગટ કર્યું તે પરનો જાણનાર રહે છે. ફેરફાર કરવાનું મારું કાર્ય જ નથી. જાણવું એ જ મારું કાર્ય છે. એમ સ્વસંવેદનથી નિજ આત્માને નહિ જાણનાર મૂઢ બહિરાત્મા પરદ્રવ્યને જ પોતાનું માની તેનાથી જ પોતાના હિત-અહિતની કલ્પના કરે છે. શરીરના નામની પ્રસિદ્ધિ તે મારી પ્રસિદ્ધિ છે અને શરીરના નામની નિંદા થાય તે મારી જ નિંદા છે. શરીરની અનુકૂળતા-પ્રતિકૂળતા તે જ મારી અનુકૂળતા પ્રતિકૂળતા છે. આવી બિદ્ધ તે અજ્ઞાનનો ઉકરડો છે તેને કાઢવા માટે આ વાત ચાલે છે. આમ તો આ જીવ ૧૧ અંગ ૯ પૂર્વ ભણી ગયો છે. મને બધું આવડે છે, બધું સમજું છું એમ માને છે પણ બહિરાત્મબુદ્ધિ છોડતો નથી. શાસ્ત્રનો ભાવ પકડતો નથી તેથી અન્નાન ક્યાંથી જાય ! કોઈ કહે છે, અહીં તો શાસ્ત્રનો નવા બહાર પાડવા માંડ્યાં. અરે ભાઈ ! નવા શાસ્ત્ર નથી, શાસ્ત્રનો વિસ્તાર બહાર પડે છે. શાસ્ત્ર કોણ બનાવે ને કોણ બહાર પાડે ! એના પરમાણુમાંથી જે વિસ્તાર આવવાનો હોય તે આવે છે. વાણીને કોણ કરે ? કોણ કાઢે અને કોણ બોલે ? વાણીનો કર્તા આત્મા નથી. ભગવાન પાસે તો એકલું જ્ઞાન છે. પરદ્રવ્ય, Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૯ ] ૪૭ વાણી આદિમાં ફેરફાર કરવો તે ભગવાનના દ્રવ્ય-ગુણમાં તો નથી પણ પર્યાયમાં પણ એ કાર્ય કરવાની શક્તિ નથી. ભાઈ! હવે તું આવી બહિરાત્મબુદ્ધિ છોડી, અંતરાત્મપણા દ્વારા પરમાત્માનું સાધન કર ! સ્વભાવ કેવો છે?—કે એકલો જ્ઞાનથી પૂર્ણ, અકષાય, વિકલ્પ વિનાનો, ભાષા વિનાનો, વીતરાગસ્વરૂપ નિજ ભગવાન આત્મા છે તેને સ્વસંવેદનમાં પ્રાપ્ત કર ! તારે તો તારા આત્માનું જ્ઞાન કરવાનું છે તેમાં દુનિયા રાજી થાય કે ન થાય તેનાથી તને શું લાભ? રાજી થાય કે ન થાય એ તો પરદ્રવ્યનું એનું પોતાનું પરિણમન છે, તેનાથી તને લાભ-નુકશાન કાંઈ નથી. માટે તેનું લક્ષ છોડ અને “સ્વજ્ઞાનેન' શબ્દ (ગાથામાં) છે એટલે કે સ્વસંવેદનજ્ઞાનથી આત્માનું જ્ઞાન કર / અરે ! અનંતકાળમાં માંડ...માંડ મનુષ્ય થયો, તેમાં માંડ સંજ્ઞીપણું અને આ તત્ત્વ મળ્યું. તો સંસારમાંથી ભાગીને છૂટવાનો કાળ આવ્યો છે, ત્યારે તું ચોંટીને પડ્યો છે. જેનાથી છૂટવાનું છે, તેને જ પકડીને બેઠો છો ભાઈ ! એ તારી કેવી અવળાઈ ! કેવી બહિરાત્મબુદ્ધિ! ભાઈ! હવે આ મૂઢબુદ્ધિ છોડ અને જ્ઞાનસ્વભાવને અપનાવી લે. બોલવું, ચાલવું, વિકલ્પ કરવા, બીજાથી રાજી થવું એ કાંઈ તારાં સ્વરૂપમાં નથી. તું તો માત્ર જ્ઞાનસ્વરૂપી છો તેનું સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કર / જ્ઞાન જેનું રૂપ છે, એવા જ્ઞાયકને જાણ. શરીરનું રૂપ અને સ્વરૂપ જેનામાં નથી, વાણીનું રૂપ અને સ્વરૂપ જેનામાં નથી, પુણ્ય-પાપના વિકલ્પનું રૂપ અને સ્વરૂપ જેનામાં નથી. માત્ર જ્ઞાન જેનું રૂપ અને સ્વરૂપ છે, એવા વીતરાગ જ્ઞાનમય આત્માનું જ્ઞાન કર અને ધ્યાન કર ! તેમાં જ વારંવાર એકાગ્ર થવા લાયક છે, અહીં શિષ્યનો પ્રશ્ન હતો કે સ્વસંવેદન જ્ઞાનને વીતરાગ' વિશેષણ કેમ આપ્યું? પોતાથી પોતાને જાણવો તેમાં ‘વીતરાગ' શબ્દ કેમ મૂક્યો છે? સ્વસંવેદનજ્ઞાન થાય તે તો રાગ રહિત જ હોય ને! શિષ્યના આ પ્રશ્નનો ખુલાસો હવે પછી આવશે. Page #61 -------------------------------------------------------------------------- ________________ જ વીતરાગી સ્વસંવેદન * (પ્રવચન નં. ૧૦) आत्मानं त्रिविधं मत्वा लघु मूढं मुञ्च भावम् । मन्यस्व स्वज्ञानेन ज्ञानमयं यः परमात्मस्वभावः ॥१२॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ ભાગની આ ૧૨મી ગાથા ચાલે છે. આચાર્ય કહે છે કે વીતરાગ સ્વસંવેદનજ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે. સમ્યકજ્ઞાનના પ્રકાશની સાથે અકષાય સ્વભાવનું વિતરાગી વેદન થવું તેને સ્વસંવેદનજ્ઞાન કહેવાય. આ જ્ઞાન પ્રગટ થાય ત્યારથી ધર્મની શરૂઆત થાય છે, ત્યારે ચોથું ગુણસ્થાન હોય છે. આ સાંભળી શિષ્ય પ્રશ્ન કર્યો કે પ્રભુ ! મને આશંકા થાય છે કે જે શુદ્ધ આત્માનું સ્વસંવેદન પ્રગટ થાય એ તો વીતરાગ જ હોય. છતાં ‘વીતરાગ' વિશેષણ કેમ લાગ્યું છે. | શિષ્યના પ્રશ્નનું ગુરુ સમાધાન કરે છે કે નિજ શુદ્ધાત્મા જ્ઞાન આનંદસ્વરૂપ હોવા છતાં તેને વિષયો અને કષાયનું વેદના થાય છે તે તો રાગરહિત વેદન છે તેને પણ સ્વસંવેદન કહેવાય છે માટે, તેનાથી જુદું પાડવા માટે આત્માના જ્ઞાનને “વીતરાગ' વિશેષણ લગાડ્યું છે. | વીતરાગ–વિજ્ઞાનઘન ભગવાન આત્મા સ્વભાવનું ધ્યેય છોડીને પાંચ ઇન્દ્રિયના વિષયોના લક્ષે જે શુભાશુભભાવ કરે છે તેનું વેદન રાગસહિત છે. સ્વવિષયને છોડીને પોતે પરવિષયમાં રાગાદિનું વેદન કરે છે તે પણ સ્વસંવેદન છે એટલે કે પોતાના વિકારનું વેદન છે કાંઈ પરનું વેદન નથી. અહીં જે સ્વસંવેદનની વાત કરી છે તે રાગવાળા વેદનની વાત નથી માટે “વિતરાગ' વિશેષણ” આપ્યું છે. વીતરાગ સ્વસંવેદનમાં રાગે હોતો નથી. અનંતકાળમાં જીવે કદી પરનું વદન તો કર્યું જ નથી. જડ વૈભવ, શરીર, મકાન, રોટલી-દાળ-ભાત, લાડવા આદિને જીવે કદી ભોગવ્યા નથી, જીવે તો પોતાના રાગ-દ્વેષવાળા વિકારીભાવને જ વેદ્યો છે. આ વેદનથી જુદું પાડવા સમ્યગ્દષ્ટિને વીતરાગી સ્વસંવેદન હોય છે એમ કહ્યું છે. વસ્તુનો સ્વભાવ તો શુદ્ધ છે તેની વેદનમાં રાગ ન હોય પણ પુણ્ય-પાપ ભાવના વેદનમાં રાગ છે. જેમ ગોળ એક વસ્તુ છે તેનો સ્વાદ તો ગળ્યો જ હોય પણ તેમાં માટી કે સાબુની કટકી રહી ગઈ હોય તેનો સ્વાદ આવે તે ગોળનો સ્વાદ નથી. તેમ ભગવાન આત્મા જ્ઞાન અને અનાકુળ આનંદનો પિંડ છે પણ તેમાં શુભાશુભ વિકારી ભાવનો સ્વાદ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૦ [ ૪૯ આવે છે તે માટી ને સાબુના સ્વાદની જેમ વસ્તુના મૂળ સ્વભાવનો સ્વાદ નથી, વિકારનો સ્વાદ છે. સ્વજ્ઞાન અને શાંતિનું વેદન થાય તે વીતરાગી સ્વસંવેદન છે. આત્મા એકલા જ્ઞાન અને વીતરાગીસ્વભાવનો કંદ છે. તે પોતે પરના લક્ષે રાગ-દ્વેષરૂપ કષાયને વેદે તે તેનું વીતરાગી વેદન નથી, દુઃખરૂપ વેદન છે, સંસાર છે. માટે તેનાથી જુદું પાડવા માટે સમ્યગ્દષ્ટિને વીતરાગી સ્વસંવેદન હોય છે એમ કહ્યું છે. વિષયોના વેદન વખતે પણ જે જ્ઞાન છે એ તો પોતાનું જ છે પણ વેદન રાગનું થાય છે. આ ગોળ છે એમ જ્ઞાન થાય છે અને રાગનો સ્વાદ લે છે માટે તે રાગસહિત સ્વસંવેદનશાન છે. તે ખરેખર જ્ઞાન જ નથી. જેમાં સ્વજ્ઞાન ભળે નહિ અને રાગરહિત વેદન થાય નહિ તે જ્ઞાન જ નથી. દેવ-શાસ્ર-ગુરુની શ્રદ્ધા એ પણ રાગ છે. આ સાચા દેવ-શાસ્ર-ગુરુ છે એમ જ્ઞાન થાય પણ સાથે તેના પ્રત્યે રાગ છે માટે તે સ્વસંવેદન જ્ઞાન–વીતરાગી જ્ઞાન નથી, રાગવાળું છે. એક પોતે સ્વ અને બીજું, અનંત પરવસ્તુ આ બે છે, તેમાં સ્વવિષયને છોડી પરનું જ્ઞાન કરે છે તે જ્ઞાન તો જ્ઞાન જ છે પણ તેમાં સાથે રાગ છે. પરવસ્તુનું લક્ષ કરે તેમાં રાગ થયાં વગર રહેતો નથી. એ રાગમાં જીવ ખોવાય જાય છે (અટકી જાય છે) તેથી પોતાના સ્વભાવનું વીતરાગી જ્ઞાન થતું નથી. ખરેખર જીવ રાગમાં ખોવાઇ જતો નથી પણ ભ્રમથી એમ માને છે. એક તરફ રામ અને એક તરફ ગામ. એક તરફ ચિદાનંદ આત્મારામ અને બીજી તરફ આખી દુનિયા. તેમાં સ્ત્રી, પુત્ર, પરિવાર હો, વેપાર—ધંધા હો કે દેવ-શાસ્ત્ર-ગુરુ હો એ બધાં આત્મારામથી પરચીજ છે. પોતાના સ્વસ્વભાવને જે વેદે તે રાગ રહિત પોતાનું સ્વસંવેદનશાન છે. તે ધર્મની પ્રથમ ભમિકા છે. વસ્તુ અનાકુળ, અતીન્દ્રિય, પરમ શાંતરસનો પિંડલો છે તેનું જ્ઞાન—તેનું લક્ષ તેનું ધ્યેય કરતાં જે જ્ઞાન થાય તેમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગનો અભાવ હોય છે. તે જ ખરું વીતરાગી સ્વસંવેદન જ્ઞાન છે. તે જ અપૂર્વ છે. પરનું જ્ઞાન કે જે રાગસહિત છે તે તો નિગોદથી માંડીને નવમી ઐવેઇક સુધીના જીવો અનાદિથી કરતાં જ આવ્યાં છે તે કાંઈ અપૂર્વજ્ઞાન નથી. જાણવાનો તો જીવનો સ્વભાવ છે માટે દરેક સમયે જાણવાનું કાર્ય તો તે કરી જ રહ્યો છે પણ એકલાં પરના લક્ષે થયેલાં જ્ઞાનની સાથે રાગ દ્વેષ, રતિ—અતિ આદિ વિકાર ભાવ થાય છે માટે તે ખરું સ્વ-સંવેદનજ્ઞાન નથી. અરે ! આવા વીતરાગમાર્ગની વાતો કાને ન પડે તો વિચારે ક્યાંથી? અને એ પરથી હટીને સ્વસંવેદન ક્યાંથી કરે ? અને સમ્યગ્દર્શનરૂપી બીજ ઊગ્યા વગર કેવળજ્ઞાનરૂપી Page #63 -------------------------------------------------------------------------- ________________ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પૂનમ કયાંથી ઊગે? જેને આ માર્ગ મળ્યો છે અને સમ્યકત્વરૂપી બીજ ઊગી છે તેને કેવળજ્ઞાનરૂપ પૂનમ થયા વગર રહેતી નથી. સ્વસ્વરૂપનું સંવેદનશાન થતાં સમ્યગ્દષ્ટિને પરસ્વરૂપનું પણ યથાર્થ જ્ઞાન થઈ જાય છે કે આ કોઈ પરદ્રવ્ય, પરભાવ મારાં નથી. સ્વ-પર પ્રકાશક જ્ઞાનનું સામર્થ્ય એટલું ખીલી જાય છે. નિજ આત્માનું સ્વસંવેદનશાન ચોથા–પાંચમાં ગુણસ્થાને રહેલાં સમ્યગ્દષ્ટિ અને શ્રાવકને પણ હોય છે માટે કોઈ એમ માને કે મુનિદશામાં જ સ્વસંવેદન હોય, પહેલાં ન હોય એ વાત યથાર્થ નથી. વિષયોના આસ્વાદરૂપ રાગનું વેદન તે વીતરાગ નથી અને ચોથા–પાંચમાં ગુણસ્થાનમાં પણ જે રાગ છે તેનાથી પણ રહિત સ્વસંવેદનજ્ઞાન છે એ બતાવવા જ્ઞાનને “વીતરાગ' વિશેષણ આપ્યું છે. જીવ મૂઢ નથી. જીવ તો ચૈતન્ય બાદશાહ છે. સૂર્ય તો હજાર કિરણોવાળો હશે પણ આ ચૈતન્યસૂર્ય તો અનંત કિરણ સહિત શોભાયમાન છે. તેને ઓળખીને તેનો સ્વીકાર કર ! એક ભાઈ કહેતાં હતાં કે લોકો માથામાં પેથીએ પૅથીએ તેલ નાંખે છે પણ અહીં તો વાળ વાળે (એક એક વાળમાં તેલ નખાય છે. પણ, આ ખબર કોને પડે? જેને લગની હોય તેને ખબર પડે. જેને લગની લાગે તેને પરમાત્મા મળ્યા વિના રહે નહિ એવી વાત છે. ગોળના રવાને જ્યાંથી ચીરો ત્યાંથી ગળપણ જ નીકળે તેમ ભગવાન આત્મા આખો પૂર્ણ જ્ઞાનાનંદરસથી ભરપૂર છે તેમાં જ્યાં નજર નાંખો ત્યાં, જ્ઞાન, આનંદ અને શાંતિ જ થાય. મિથ્યાષ્ટિને અનંતાનુબંધી કષાય છે ત્યાં સુધી એકલાં વિકારનું જ વેદન છે, ત્યાં સુધી તે બહિરાત્મા છે તેને આત્માનું જ્ઞાન કે વેદન કાંઈ નથી. તે ભલે ૧૧ અંગ ને ૯ પૂર્વ ભણ્યો હોય પણ તેને સમ્યજ્ઞાન નથી, સ્વસંવેદન નથી અને સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનમાં બીજું કાંઈ પણ જ્ઞાન ન હોય તોપણ, સ્વસંવેદન જ્ઞાન છે છતાં હજી ત્રણ કષાય બાકી રહ્યા હોવાથી સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં બીજના સૂર્યની જેમ પૂનમ જેવો પ્રકાશ નથી. જેટલું જ્ઞાન છે તે જ વીતરાગી છે. સાથે રાગ છે તેટલી વીતરાગતા નથી–પૂર્ણ જ્ઞાનનો પ્રકાશ નથી, જેટલું રાગરહિત જ્ઞાન છે તેને જ વીતરાગ વિશેષણ લાગુ પડે છે. પ્રથમ ગુણસ્થાનમાં તો આત્માનું જ્ઞાન નથી અને વીતરાગતાનો અંશ પણ નથી, એકલો રાગ અને પરલક્ષી જ્ઞાન છે. ચોથા ગુણસ્થાનમાં સ્વનું જ્ઞાન અને બીજનો ચંદ્ર Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૦ ) [ ૧૧ જેવો વીતરાગી પ્રકાશ છે. એક અનંતાનુબંધી કષાયનો જ અભાવ થયો હોવાથી વિશેષ વીતરાગતા નથી. શ્રાવકને અનંતાનુબંધી કષાય ઉપરાંત અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો પણ નાશ થયો હોવાથી બે કષાયના અભાવવાળો વીતરાગી પ્રકાશ પ્રગટ થાય છે. તેથી ચોથા ગુણસ્થાનવાળા કરતાં પાંચમાં ગુણસ્થાનવાળાનો વિતરાગભાવ વધી જાય છે અને રાગભાવ ઘટી જાય છે. અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન આ બે કષાય ટળીને જેટલો વીતરાગભાવ વધે છે તેને પાંચમું ગુણસ્થાન કહેવાય છે અને જેટલો રાગ બાકી છે તે પ્રત્યાખ્યાન અને સંજ્વલન કષાયનો છે. જેટલો વીતરાગભાવ છે તે ધર્મ છે. શ્રીમદ્ કહે છે કે, અત્યારે વીતરાગભાવ તો નથી પણ વિતરાગભાવને કહેનારી કથની પણ ઘસાય ગઈ છે,–પ્રરૂપણા ઘસાય ગઈ છે. આ તો અંતરની વાતો છે ભાઈ ! બહારથી તેનું માપ નીકળે તેમ નથી. બહારમાં તો મગરમચ્છ હોય અને તેને પાંચમું ગુણસ્થાન હોય અને મોટો રાજા હોય અને મિથ્યાષ્ટિ હોય. અરે ! નગ્ન દિગંબર સાધુ થયો હોય, નવ પૂર્વનું જ્ઞાન હોય છતાં મિથ્યાષ્ટિ હોય. અંતરમાં જેટલાં કષાયનો અભાવ થાય છે તેટલી વીતરાગતા વધતી જાય છે. તેનું માપ બહારથી આવતું નથી. જેમ જેમ રાગ ઘટીને વીતરાગતા વધતી જાય છે તેમ તેમ સ્વસંવેદનશાન પણ 'પ્રબળ થતું જાય છે. સ્વ-વિષયને પકડવામાં પ્રબળપણું આવે છે. મુનિને ત્રણ કષાય ચોકડીનો અભાવ હોય છે તેથી તેમનો રાગ બળ વગરનો થઈ જાય છે. રાગનો અભાવ થયો નથી પણ બળ તૂટી જાય છે અને વીતરાગતા પ્રબળ થઈ જાય છે. વસ્તુસ્વરૂપના ભાન વગરની એકલી ક્રિયામાં તો કબુદ્ધિ અને બહિરાત્મબુદ્ધિ છે. સર્વજ્ઞ પરમાત્માને વિતરાગી પ્રકાશ પૂર્ણ પ્રગટ થાય છે અને જ્યારથી એ પ્રકાશ શરૂ થાય છે તે સમ્યગ્દર્શન ચોથું ગુણસ્થાન છે. વીતરાગી—વિજ્ઞાન પ્રકાશ થયા વિના ધર્મની શરૂઆત ન થાય. ચોથા ગુણસ્થાને આ વીતરાગી—વિજ્ઞાન અંશે પ્રગટ થઈ જાય છે અને પછી વધતું જાય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વરૂપને પકડનારું વીતરાગી—વિજ્ઞાન એકદમ પ્રબળ બની જાય છે. વસંવેદનનો પ્રકાશ વધી જાય છે. સંજ્વલન કષાયનો રાગ બાકી છે એ અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનમાં સરાગ સંયમ કહેવાય છે. પણ ત્યાં ત્રણ કષાય ચોકડી એટલે ત્રણ પ્રકારના ક્રોધ, માન, માયા, લોભનો તો અભાવ થઈ ગયો હોય છે. પંચ મહાવ્રત આદિના વિકલ્પરૂપ રાગ હોય છે એટલે પૂર્ણ વીતરાગ જેવો પ્રકાશ તેમાં હોતો નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ઘર / [ પરમાત્મપ્રકાશ પ્રવચનો સાતમાં ગુણસ્થાનમાં સંજ્વલન કષાયના ક્રોધ, માન, માયા, લોભ મંદ પડી જાય છે. તેમાં આહાર, વિહાર આદિની, ક્રિયા તો નથી પણ વિકલ્પ પણ હોતો નથી. સાતમાં ગુણસ્થાને મુનિ આત્મધ્યાનમાં આરૂઢ થઈ જાય છે. સાતમાંમાંથી છઠ્ઠા ગુણસ્થાને આવે ત્યારે મુનિને આહાર-વિહાર આદિનો વિકલ્પ ઊઠે છે. આવું છઠ્ઠું સાતમું ગુણસ્થાન મુનિને હજારો વારે આવે છે ને જાય છે. સંજ્વલન કષાય છઠ્ઠા ગુણસ્થાનમાં તીવ્ર અને સાતમાં ગુણસ્થાનમાં મંદ હોય છે. આઠમાં ગુણસ્થાનમાં ચોથી ચોકડી એકદમ મંદ પડી જાય છે અને વીતરાગભાવ એકદમ પુષ્ટ થાય છે. આઠમાં ગુણસ્થાનમાં મુનિ ધ્યાનમાં જ હોય છે. શુદ્ધિની એકદમ વૃદ્ધિ થવા માંડે છે તેને શ્રેણી કહેવાય છે. તેમાં સ્વસંવેદનશાનનો વિશેષ પ્રકાશ થાય છે એટલે જ્ઞાનાનંદ પ્રભુને પકડવાની શક્તિ વધી જાય છે અને રાગ એકદમ ઘટી જાય છે એટલે આત્માનું ઊજળું ધ્યાન–શુક્લધ્યાન પ્રગટ થાય છે. આઠમાં ગુણસ્થાને શુદ્ધતાની શ્રેણીના બે પ્રકાર હોય છે. એક ક્ષપકશ્રેણી અને એક ઉપશમશ્રેણી. ક્ષેપક શ્રેણીવાળા મુનિરાજની સ્થિરતા એવી ક્ષાયિકભાવે ઉપડે છે કે અંતઃમુહૂતમાં કેવળજ્ઞાન પામીને મુક્ત થઈ જાય છે અને ઉપશમશ્રેણીમાં મુનિરાજ આઠ, નવ, દશ અને અગિયારમાં ગુણસ્થાનને સ્પર્શીને પાછાં પડી જાય છે. તેને એક-બે ભવ પણ થાય છે પછી મુક્ત થાય છે. ક્ષપકશ્રેણી ચડેલાં મુનિરાજ દશમાં ગુણસ્થાનેથી અગિયારમાં ને સ્પર્યા વિના બારમાં ગુણસ્થાનમાં પહોંચી યથાખ્યાતચારિત્ર પ્રગટ કરે છે. બારમાંના અંતમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરણનો પણ નાશ કરી તેમાં ગુણસ્થાનમાં કેવળજ્ઞાન પ્રગટ કરે છે. ત્યાં જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પ્રગટ થઈ જાય છે અને આત્મા શુદ્ધ પરમાત્મા બની જાય છે. આ ગાથામાં ચોથા ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાન સુધીના અંતરાત્માની વાત કરી છે. એક એક ગુણસ્થાનમાં અંતરાત્માને શુદ્ધતા વધતી જાય છે અને જ્યારે પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય છે તે પરમાત્મદશા છે. આમ, આ ૧૨મી ગાથામાં આત્માની અંતરાત્મદશાનું સુંદર વર્ણન થયું. Page #66 -------------------------------------------------------------------------- ________________ 1 પરમાત્મ-સ્વરૂપની દૃષ્ટિથી મોક્ષમાર્ગનો પ્રારંભ : (સળંગ પ્રવચન નં. ૧૧) मूढो विचक्षणो ब्रह्मा परः आत्मा त्रिविधो भवति । देहमेव आत्मानं यो मनुते स जनो मूढो भवति ॥१३॥ देहविभिन्नं ज्ञानमयं यः परमात्मानं पश्यति । परमसमाधिपरिस्थितः पण्डितः स एव भवति ॥१४॥ आत्मा लब्धो ज्ञानमयः कर्मविमुक्तेन येन । मुक्त्वा सकलमपि द्रव्यं परं तं परं मन्यस्व मनसा ॥१५॥ શ્રી પરમાત્મપ્રકાશના પ્રથમ ભાગની આ ૧૩મી ગાથા શરૂ થાય છે. શ્રી યોગીન્દ્રદેવ ત્રણ પ્રકારના આત્માની સંજ્ઞા અને બહિરાત્માનું લક્ષણ કહે છે. આત્મદ્રવ્ય છે તે તો અનંત જ્ઞાન દર્શનાદિ શુદ્ધસ્વભાવનો પિંડ છે, પણ આત્માની પર્યાયમાં ત્રણ ભેદ પડે છે; બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ ત્રણ પ્રકાર છે. તેમાંથી અહીં બહિરાત્માનું લક્ષણ કહે છે. મૂઢ અર્થાત્ મિથ્યાત્વ, રાગાદિરૂપે પરિણમેલો આત્મા બહિરાત્મા છે. જેને પોતાના શુદ્ધ ચૈતન્ય પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુની દૃષ્ટિ થઈ નથી અને પોતાના અંતરસ્વરૂપથી બાહ્ય શરીર, વાણી, મન અને પુણ્ય-પાપ રાગાદિભાવ તેને પોતાના માને છે તે બહિરાત્મા છે. એક સમયમાં જે પોતાનું પૂર્ણ અસ્તિત્વ છે તેને જાણતો નથી, સ્વીકારતો નથી અને દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, માયા આદિના ભાવ તે જ હું એમ માનીને મિથ્યા ભ્રમરૂપે પરિણમે છે તે બહિરાત્મા–મિથ્યાદેષ્ટિ છે. ચૈતન્યવતને જ તો એ તો એક સમયમાં શુદ્ધ-બુદ્ધ ચૈતન્યઘન છે. શુદ્ધ એટલે - નિર્મળ અને બુદ્ધ એટલે જ્ઞાનનો ઘનપિંડ છે અને એ જ વસ્તુની પર્યાયમાં ત્રણ પ્રકારના ભેદ છે. તેમાં બહિરાત્મા છે. તે પોતાના સ્વરૂપને તો ઓળખતો નથી અને વિકાર તથા શરીરની ક્રિયામાં “હું પણું માને છે તે બહિરાત્મા વિકારનો સાધક છે, શુદ્ધાત્માનો સાધક નથી અને પરમાત્માનો પણ તે સાધક નથી. કોઈને એમ થાય કે શરીર–વાણીના કાર્ય અમે કરીએ છીએ એમ માનીએ છીએ પણ શરીર–વાણીને અમારા માનતા નથી. તો એમ બને જ નહિ. જે જેનો કર્તા થાય છે તેને પોતાના માન્યા વગર રહેતો જ નથી. આવા બાહ્ય દૃષ્ટિવંત જીવો મિથ્યા ભ્રમણા અને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો રાગ-દ્વેષરૂપે પરિણમે છે તેને અહીં બહિરાત્મા–અધર્માત્મા સંસારાત્મા કહ્યો છે. જે વિચક્ષણ એટલે વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમેલા આત્મા તે અંતરાત્મા છે. અંતરાત્મા સ્વરૂપના સાધક છે. જેણે સ્વરૂપની દૃષ્ટિ કરી વીતરાગ નિર્વિકલ્પ સમાધિને અંશે સાધી છે–અનાકુળ અતીન્દ્રિય આનંદરસનો અંશે સ્વાદ ચાખ્યો છે તે અંતર દૃષ્ટિવંત ધર્માત્મા અંતરાત્મા છે, સાધક છે. ચોથાથી બારમાં ગુણસ્થાન સુધીના જીવોને અંતરાત્મા કહેવાય છે. આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે તેની નિર્વિકલ્પ દૃષ્ટિ કરીને જેણે અનંતાનુબંધીના અભાવથી અંશે સમાધિ અથવા શાંતિ પ્રાપ્ત કરી છે, તેમાં જે સ્થિત છે અને પૂર્ણ શાંતિસ્વરૂપ વસ્તુમાં જેની દૃષ્ટિ પડી છે તેને શુદ્ધાત્માનો સાધક અથવા પૂર્ણ પરમાત્મદશાનો સાધક–અંતરાત્મા કહેવાય છે બહિરાત્માને મૂઢ કહ્યો છે તેની સામે અંતરાત્માને વિચક્ષણ કહ્યો છે. અંતરાત્મા પૂર્ણ શુદ્ધ શાંત ચિદાનંદમૂર્તિ આત્માને સાધી રહ્યાં છે અને બહિરાત્મા પુણ્ય–પાપ વિકારને સાધી રહ્યો છે, તે મિથ્યાભ્રમરૂપે પરિણમેલો છે, માટે તેને મૂઢ આત્મા બહિરાત્મા અવિચક્ષણસંસારસાધક આત્મા કહ્યો છે. 1 /ભગવાન સર્વજ્ઞદેવે શુદ્ધ આત્માને પુણ્ય–પાપ વિકાર, શરીરાદિથી રહિત જોયો છે, આવા શુદ્ધસ્વરૂપની દૃષ્ટિપૂર્વક જે નિજસ્વરૂપને સાધી રહ્યો છે તેને ભગવાન અંતરાત્મા કહે /એક સેકંડના અસંખ્યમાં ભાગમાં જે પૂર્ણ શુદ્ધ ચિદાનંદ ભગવાન આત્મા આસવ, શરીર, કર્મઆદિથી રહિત છે તેને વિકારથી અને શરીરથી સહિત માને છે તે બહિરાત્મા મૂઢ છે અને હું રાગ અને શરીરથી રહિત પૂર્ણ આનંદ અને જ્ઞાનનો કંદ છું એવી અનુભવદેષ્ટિ કરીને હું શુદ્ધ પૂર્ણાનંદ વિતરાગ સ્વરૂપ છું એમ જાણે અને અંશે વિતરાગતારૂપે પરિણમે તે અંતરાત્મા છે. રાગ અને શરીરવાળો છું એવી માન્યતા તે મિથ્યાત્વ છે અને હું રાગ અને શરીરથી રહિત શુદ્ધ ચૈતન્ય છું એવી શ્રદ્ધા તે સમ્યકત્વ છે જગતના જીવો સત્ય સમજવાને લાયક નથી એટલે તેને આ સત્ય વાત કાને પડવી પણ મુશ્કેલ છે. આ ભાષા તો સાદી અને સરળ છે. કોઈ પંડિતાઈની વાત નથી. આ વાત સમજે તે જ ખરો પંડિત છે. નિર્મળાનંદ ભગવાન આત્માને જે પ્રતીતિમાં લે છે તેની પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય છે. તે જીવ વિચક્ષણ છે–અંતરાત્મા છે. દ્રવ્યસ્વભાવે પોતે પરમાત્મા છે. તેની દૃષ્ટિ અને અનુભવ કરે છે ત્યાં પર્યાયમાં પરમાત્મા થવાની તૈયારી થઈ જાય છે. તે અંતરાત્મા Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-11 / [ ઘર પરમાત્માનો–પૂર્ણ પર્યાયનો સાધક છે. વિકારનો સાધક નથી. /પરમાત્મા કેવા હોય? કે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી રહિત શુદ્ધ બુદ્ધ જેનો એક સ્વભાવ છે એવો આત્મા તે પરમાત્મા છે. સ્વભાવથી તો દરેક આત્મા પરમાત્મા છે પણ વર્તમાન પર્યાય પણ જેની ભાવકર્મ–રાગાદિ ભાવ અને દ્રવ્યકર્મ, નોકર્મથી રહિત અને અનંત જ્ઞાનાદિ સહિત થઈ છે તે પરમાત્મા છે. અંતરાત્માને પર્યાયમાં ભાવકર્મ છે પણ દૃષ્ટિમાં તે ભાવકર્મ આદિથી રહિત આત્માને દેખે છે. જ્યારે પરમાત્મા તો પર્યાયમાં પણ ભાવકર્મ આદિથી રહિત થયા છે. એકલા રાગ અને શરીરવાળો તે જ હું એવી બુદ્ધિ તે બહિરાત્મબુદ્ધિ છે અને રાગ, શરીરાદિ સાથે સંબંધ હોવા છતાં હું તો શુદ્ધ અખંડાનંદમૂર્તિ છું એવી બુદ્ધિ તે અંતરાત્મબુદ્ધિ છે. તેમાં રાગનો સર્વથા અભાવ થયો નથી પણ દૃષ્ટિમાં રાગરહિત શુદ્ધ પરિણમન થયું છે માટે એવા જીવોને અંતરાત્મા કહ્યાં છે અને જેને પર્યાયમાં પણ રાગ, શરીરાદિ સાથે બિલકુલ સંબંધ રહ્યો નથી, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવે પરિણમે છે તેને પરમાત્મા કહેવાય છે. પર્યાયદષ્ટિએ આત્માના આવા ત્રણ ભેદ સર્વજ્ઞના મત સિવાય બીજે ક્યાંય નથી. છે પરમાત્મા શુદ્ધ, બુદ્ધ છે એટલે શુદ્ધ કહેતાં રાગાદિથી રહિત અને બુદ્ધ કહેતાં અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયથી સહિત થયાં છે તે પરમાત્મા છે. આત્મવસ્તુ તો ત્રિકાળ એકરૂપ છે પણ પર્યાયમાં પણ એવું જ પરિણમન થાય તેને પરમાત્મદશા કહેવાય છે. એક તરફ શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે અને એક બાજુ દેહ છે. તેમાંથી જે જીવ વસ્તુના સ્વભાવની દૃષ્ટિ કરતો નથી તેની દૃષ્ટિ દેહ ઉપર જ રહે છે અને દેહદૃષ્ટિવાળાને રાગ તો હોય જ છે. આમ, દેહ અને રાગાદિમય પોતાને માનનારો, વીતરાગ નિર્વિકલ્પ પરમાનંદ સમાધિને નહિ પામતો મૂર્ખ અજ્ઞાની છે | દેહ તો અચેતન છે પણ શુભાશુભ વિકારીભાવમાં પણ ચૈતન્યપ્રકાશ નથી માટે તે પણ અચેતન છે. તેનો જે કર્તા થાય છે એવો અજ્ઞાની તે-રૂપ જ પોતાને માને છે. તેથી રાગ અને શરીરથી રહિત નિજ સ્વભાવની દૃષ્ટિ કરતો નથી તેથી તેને વીતરાગ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થતી નથી. આવી પરમાનંદ દશાને નહિ પ્રાપ્ત કરતો તે અજ્ઞાની–મૂર્ખ છે. આવો અજ્ઞાની જીવ ૧૧ અંગ ૯ પૂર્વ ભણ્યો હોય તોપણ મૂર્ણ છે કેમ કે તેની પર્યાયમાં ચૈતન્યનો પ્રકાશ આવ્યો નથી, ચૈતન્યની સમાધિ-શાંતિ પ્રગટ થઈ નથી માટે તે અજ્ઞાની મૂર્ખ છે, આહાહા.! જુઓ તો ખરા ! બહુ જ્ઞાનનો ક્ષયોપશમ હોય તો આત્મા પ્રાપ્ત થાય એમ ન કહ્યું. બહુ કષાયની મંદતા હોય તો સમ્યગ્દર્શન થાય એમ પણ નથી. વિકાર રહિત સ્વભાવની શ્રદ્ધા અને સમાધિ–શાંતિ વિના લાખ ઉપાય કરવાથી પણ આત્મા પ્રાપ્ત થતો નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ ત્રણ પ્રકારના આત્મામાંથી બહિરાત્મા હેય છે. તેની અપેક્ષાએ જો કે અંતરાત્મા ઉપાદેય છે તોપણ સર્વ પ્રકારે ઉપાદેયભૂત પરમાત્માની અપેક્ષાએ તે હેય છે એવો આ ગાથાનો તાત્પર્યાર્થ છે. બહિરાત્મા તો શરીર અને રાગાદિમાં જ હું પણું કરી રહ્યો છે તેની અપેક્ષાએ નિજ શુદ્ધ ચિદાનંદમૂર્તિના અનુભવથી પ્રાપ્ત થતી વીતરાગ શાંતિ-સમાધિનો અંશ પણ ઉપાદેય છે. તોપણ સર્વથા રાગાદિ રહિત અને કેવળજ્ઞાનાદિ સહિત પરમાત્મદશા પ્રગટ કરવા માટે ઉપાદેય છે તેની અપેક્ષાએ અંતરાત્મદશા હેય છે. પ્રગટ કરવાની અપેક્ષાએ સર્વ પ્રકારે એક પરમાત્મદશા ઉપાદેય છે. તેની અપેક્ષાએ અંતરાત્મા હેય છે પણ બહિરાત્માની અપેક્ષાએ અંતરાત્મા ઉપાદેય છે. અરે ! આ જીવે અનંતકાળમાં ઘણું કર્યું અને નવમી ગ્રેવેઈક જઈ આવ્યો પણ આત્મજ્ઞાન ન કર્યું. અગિયાર અંગ નવ પૂર્વનું જ્ઞાન કર્યું, અઠ્યાવીસ મૂળ ગુણ પાળ્યાં, રાગની ઘણી મંદતા કરી પણ સ્વભાવની દૃષ્ટિ ન કરી માટે તે બધું એકડાં વિનાના મીંડા જેવું છે. પરસત્તાવલંબી જ્ઞાન અને રાગની મંદતા એ વસ્તુના સ્વભાવમાં છે જ નહિ. તેની દષ્ટિ કરી અને સ્વભાવની દૃષ્ટિ ન કરી તેણે કાંઈ કર્યું નથી. હવે ૧૪મી ગાથામાં મુનિરાજ કહે છે કે જે પરમસમાધિમાં સ્થિત થયો થકો દેહથી ભિન્ન જ્ઞાનમય પરમાત્માને જાણે છે તે અંતરાત્મા છે. જુઓ! “પરમ સમાધિ' શબ્દ વાપર્યો છે તે ચોથાથી બારમાં ગુણસ્થાનવાળાને લાગુ પડે છે. અજ્ઞાની જેને સમાધિ માને છે તેની આ વાત નથી. અંતર આત્માની દૃષ્ટિ કરતાં , પર્યાયમાં જે શાંતિનો અંશ પ્રગટ થાય છે તેનું નામ “પરમ સમાધિ' છે. આત્મા પૂર્ણ....પર્ણ...પૂર્ણ સમાધિ_વીતરાગી શાંતભાવે પડ્યો છે તેની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ કરતાં જે શાંતિ પ્રગટ થાય છે તેને પરમ સમાધિ કહી છે. માત્ર મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ક્ષય થયો હોય છતાં પરમ સમાધિસ્વરૂપ આત્માની દૃષ્ટિ કરવાથી શાંતિ પ્રગટ થઈ છે માટે તેને પણ પરમસમાધિ કહી છે. આવી પરમસમાધિમાં જે સ્થિત છે તેને અંતરાત્મા કહેવાય છે. પંડિત કોને કહેવા?-કે જે જ્ઞાનમય નિજ પરમાત્મવસ્તુનું વેદન કરે છે–શાંતિને અનુભવે છે તે જ પંડિત છે. તે જ વિવેકી છે. માત્ર શાસ્ત્રના જાણપણાથી કોઈ પંડિત નથી. કેમ કે શાસ્ત્રનું જાણપણું તે આત્મા નથી. જેને થોડું શાસ્ત્રજ્ઞાન થાય ત્યાં તો હું કંઈક જાણું છું, હવે મારે કાંઈ સાંભળવાની જરૂર નથી એવું અભિમાન પોષાય છે તે ખરેખર કઈ જાણતો નથી. ભલે કાંઈ જાણતો ન હોય, કાંઈ પ્રશ્ન કરતાં ન આવડે, ઉત્તર દેતાં ન આવડે પણ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-11 ) [ ૧૭ જેને આત્માની દૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ થયાં છે તે ખરો પંડિત છે. જ્ઞાનસ્વરૂપનું જ્ઞાન કરે તે પંડિત છે. આહાહાહા ! બહુ સરસ વાત લીધી છે. દૂહથી ભિન્ન જ્ઞાનમય ભગવાન આત્માનું - જ્ઞાન કરે તે પંડિત છે, તે જ આત્મા છે તે જ વિવેકી છે. એ જીવ અલ્પકાળમો કેવળજ્ઞાન લેશે. પંડિત કહો, વિચક્ષણ કહો, અંતરાત્મા કહો, ધર્માત્મા કહો, વિવેકી કહો, ભેદજ્ઞાની કહો કે સાધક કહો, બધું એક જ છે. તે જ મોક્ષને સાધનારો મોક્ષમાર્ગી જીવ છે. એકલો જ્ઞાનનો પિંડ આત્મા કેવળજ્ઞાનનો સૂર્ય છે. જ્ઞાન....જ્ઞાન. જ્ઞાન....જ્ઞાન પ્રકાશનો સૂર્ય છે. એવા જ્ઞાનસૂર્યનું જ્ઞાન કરે તે વિચક્ષણ–ધર્માત્મા છે. અનંત સર્વજ્ઞો. અનંત કેવળીઓ. અને વીતરાગી સંતોએ આવા જીવોને વિચક્ષણ કહ્યાં છે. આત્મા કેવળ જ્ઞાનમય છે એટલે શરીર, વાણી, મન, કર્મના સંબંધ રહિત એકલો જ્ઞાનમય છે. આવા પૂર્ણ જ્ઞાનમય આત્માની દૃષ્ટિથી જુઓ તો આત્મા સર્વથા દેહાદિથી રહિત છે. અને અશુદ્ધ નિશ્ચયનયથી જુઓ તો પર્યાયમાં રાગ સાથે સંબંધ છે. અને અનુપચરિત અસભૂત વ્યવહારનયથી કર્મ સાથે પણ જીવને સંબંધ છે. પણ આ બધો વ્યવહાર માત્ર જાણવાલાયક છે. આદરવા લાયક તો એક જ્ઞાનમય શુદ્ધાત્મા જ છે. અહીં કેવળ જ્ઞાનમય કહેતાં કેવળજ્ઞાનની પર્યાય ન સમજવી પણ કેવળ એટલે એકલા જ્ઞાનમય આત્માની વાત સમજવી. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ જ્ઞાન સમાધિ–શાંતિ–વીતરાગભાવનો પિંડ છે. તેની પરમ સમાધિમાં લીન થયો થકો જે પોતાના આત્માને જેવો છે તેવી જાણે છે તે વિવેકી અંતરાત્મા છે સમ્યગ્દષ્ટિ છે. અહા! મુનિરાજે લહલહતા લાડવા તૈયાર કરીને મૂક્યાં છે. આ ચોથાથી બારમાં ગુણસ્થાનવાળા સાધક અંતરાત્માની વાત છે. તેમાં કોઈને થોડી વીતરાગતા અને કોઈને વિશેષ વીતરાગતા એવા ભેદ હોય પણ સામાન્યપણે જે કોઈ વીતરાગ નિર્વિકલ્પ સહજ આનંદરૂપ એક શુદ્ધાત્માનુભૂતિ જેનું લક્ષણ છે એવી સમાધિમાં સ્થિત થયા થકા આત્માને જાણે છે તે બધાં અંતરાત્મા છે. આ બધા પરમાત્મદશાને પ્રાપ્ત કરવા માટે તલસી રહ્યા છે, તેને કોઈ પુણ્ય કે સ્વર્ગાદિની કામના નથી. આવા અંતરાત્માને પણ પરમાત્મદશા ઉપાદેય છે–પ્રગટ કરવા લાયક છે. અંતરાત્મદશામાં રહેવા જેવું નથી. તેનો પ્રયાસ હંમેશા પૂર્ણ પરમાત્મદશા પ્રગટ કરવા પ્રત્યે હોય છે. તે પરમાત્માને જ સદા આદરણીય, આરાધવાયોગ્ય, ઉત્પન્ન કરવાયોગ્ય માને છે. લોકોને અંતરની વાતોની કાંઈ ખબર નથી અને બહારથી માણસનું માપ કાઢે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો વ્રત–તપાદિ કરતાં હોય કે બોલતાં સારું આવડતું હોય તેને પંડિત માને છે. વિકાર આત્મા ન કરે, નિમિત્તથી થાય એવી સ્થૂલ ભૂલમાં જે પડ્યા છે—જેનું જાણપણું ક્ષયોપશમજ્ઞાન એટલું પણ સત્ય પકડી શકતું નથી કે વિકાર પરથી ન થાય, પોતાથી જ થાય, આવા સત્ય જ્ઞાન રહિત જીવોને લોકો મોટા પંડિત માની બેસે છે. ૧૩મી ગાથામાં બહિરાત્માની વાત કરી, ૧૪મી ગાથામાં અંતરાત્માની વાત કરી હવે ૧૫મી ગાથામાં મુનિરાજ પરમાત્માનું સ્વરૂપ કહે છે. જેણે દૃષ્ટિમાંથી તો બધાં પરદ્રવ્યને છોડી દીધા હતાં પણ હવે જેણે અસ્થિરતાથી સંબંધ હતો તે પણ છોડીને પોતાનું કેવળજ્ઞાનમય સ્વરૂપ પર્યાયમાં પ્રાપ્ત કરી લીધું છે તે પરમાત્મા છે. આ કોઈ સંપ્રદાયની વાત નથી, વસ્તુસ્થિતિની વાત છે. પૂર્ણાનંદના નાથ ઉપર દૃષ્ટિ કરીને, સ્વરૂપમાં સ્થિર થતાં જેની અશુદ્ધિનો સર્વથા નાશ થાય અને નિમિત્તરૂપે રહેલાં જ્ઞાનાવરણ આદિ કર્મોનો નાશ થાય તે પરમાત્મા થાય છે. અંતરાત્માને શુદ્ધસ્વભાવનો સંબંધ થયો છે પણ પૂર્ણ સંબંધ થયો નથી કેમ કે પર્યાયમાં હજુ શરીર, કર્મ, વિકાર, આદિ સાથે સંબંધ છે તે સંબંધ પરમાત્માને સર્વથા છૂટી જાય છે અને શુદ્ધ આત્મસ્વરૂપ સાથે સંબંધ પૂર્ણ થઈ જાય છે, તેથી પર્યાયમાં પરમાત્મદશા પ્રગટ થઈ જાય છે. જે વસ્તુનું સ્વરૂપ છે તેમાં તર્ક ન હોઇ શકે. મારે શુદ્ધ થવું છે એવો અંદરથી ભાવ જાગે ત્યાં બધાં પ્રશ્નોનો ઉકેલ આવી જાય છે. શુદ્ધતા કરવી છે તો પર્યાયમાં અશુદ્ધતા છે, તેનું નિમિત્ત છે, પૂર્ણ શુદ્ધ સ્વભાવ હોય તો શુદ્ધતા થઈ શકે આવી દૃષ્ટિ અને જ્ઞાન કર્યા વગર શુદ્ધતાનું સાધન થઈ શકતું નથી. Page #72 -------------------------------------------------------------------------- ________________ BEREDER A828282828282828282828282828282828 સર્વજ્ઞનો નિર્ણય તે આત્માનો નિર્ણય આત્માનો નિર્ણય તે જ સર્વજ્ઞનો નિર્ણય YRALALALALALALALALALALALALALALALAURA (સળંગ પ્રવચન નં. ૧૨) आत्मा लब्धो ज्ञानमयः कर्मविमुक्तेन येन । मुक्त्वा सकलमपि द्रव्यं परं तं परं मन्यस्व मनसा ॥१५॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૧૫મી ગાથાનો ભાવાર્થ ચાલે છે. દરેક આત્મા શક્તિરૂપે–વસ્તુરૂપે સ્વભાવરૂપે તો પરમાત્મા છે પણ અહીં તો જેણે પર્યાયમાં પરમાત્માપણું પ્રગટ કર્યું એવા પરમાત્મા કેવા હોય તેની વાત ચાલે છે. શ્રી યોગીન્દુદેવ શિષ્ય પ્રભાકર ભટ્ટને કહે છે કે હે પ્રભાકર ભટ્ટ ! તું આવા પરમાત્માનું ધ્યાન કર. જેણે દેહ, વાણી, મન આદિ નોકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને રાગદ્વેષાદિ ભાવકર્મથી રહિત થઈને કેવળજ્ઞાનથી રચાયેલા આત્માને પ્રાપ્ત કર્યો છે–વ્યક્ત પર્યાયમાં કિવળાનનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા પરમાત્માને તું જાણT-- આવા અરિહંત અને સિદ્ધ પરમાત્મા ક્યારે જણાય? કે માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્યથી માંડીને સમસ્ત વિભાવપરિણામથી રહિત થાય ત્યારે જણાય. માયા એટલે કપટ–કુટિલતાનો ત્યાગ કરે, મિથ્યા અભિપ્રાયનો ત્યાગ કરે ત્યારે ) પરમાત્માનું સ્વરૂપ જણાય. પરમાત્મસ્વરૂપનો નમૂનો જાણ્યા વગર પરમાત્મા ન જણાય. જેમ, પાંચ મણ ચોખા રાંધવા મૂક્યાં હોય તેમાંથી થોડાં દાણાં દબાવી જુએ તો ખબર પડે ને કે બધાં રંધાઈ ગયાં છે. તેમ શિષ્ય પોતાના અંતરમાં પરમાત્માનો અંશ પ્રગટ કરે ત્યારે આખું પરમાત્મસ્વરૂપ જણાય. કેવળજ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે તેમાં એક સમયમાં આખો લોકાલોક જણાય જાય. એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત થયેલાં પરમાત્મા શિષ્યના જ્ઞાનમાં ક્યારે જણાય? કે જ્યારે શિષ્ય માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્ય તથા સર્વ વિભાવપરિણામથી રહિત થઈ ચિત્તને નિર્મળ કરે અને પર્યાયમાં સમ્યજ્ઞાન પ્રગટ કરે ત્યારે પરમાત્મા જણાય. પરમાત્માને જાણ એટલે તારા આત્માને જાણ ત્યારે પરમાત્મા જણાય. રાગ અને વિકલ્પથી રહિત થઈને આ મારો આત્મા પૂર્ણાનંદ છે એમ જાણે ત્યારે દિવ્યજ્ઞાનધારી પરમાત્માનું સ્વરૂપ જણાય. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો હે શિષ્ય ! તું રાગાદિ વિકલ્પ અને મિથ્યા શ્રદ્ધાથી રહિત થઈને સર્વ વિભાવની લાગણી છોડી તારા સ્વભાવને જાણ ત્યારે ભગવાનનું પૂર્ણસ્વરૂપ તને જણાય. આ શરત છે. - પૂર્ણ પરમાત્મદશા પ્રગટ કરી છે એવા પરમાત્માને તો વિકલ્પ, વાસના, કર્મ કે શરીર આદિ કાંઈ નથી તો એવા નિર્વિકાર પરમાત્માને જાણવા માટે શિષ્યની પાત્રતા કેવી હોવી જોઈએ ? કે પરમાત્માને વિકલ્પ આદિનો સર્વથા અભાવ થયો છે તો શિષ્યને ભલે પર્યાયમાં રાગાદિનો સંબંધ હોય પણ દૃષ્ટિમાં તેનો ત્યાગ થઈ જવો જોઈએ. દેષ્ટિમાં કર્મ, શરીર, રાગાદિથી જુદો પડી જાય તે જીવ પરમાત્માને ઓળખી શકે. પરમાત્માને તો રાગાદિનું નિમિત્ત પણ નથી રહ્યું પણ શિષ્યને રાગ, કર્મ, આદિનું નિમિત્ત હોવા છતાં હું વર્તમાનમાં જ તે સર્વ ભાવોથી રહિત છું–મારો સ્વભાવ શુદ્ધ છે એમ જાણે ત્યારે તેના જ્ઞાનમાં પરમાત્મા જણાય. વિભાવથી રહિત નિર્મળ જ્ઞાનની પર્યાયથી આત્માને જાણે ત્યારે પરમાત્માને જાણ્યા કહેવાય. કેવળજ્ઞાનાદિ ગુણયુક્ત પરમાત્મા જ ધ્યાન કરવા લાયક છે. પરમાત્માનું ધ્યાન કરવું એનો અર્થ એ કે પૂર્ણાનંદસ્વરૂપ પોતાના આત્માનું ધ્યાન કરવું. જેવી પરમાત્મદશા ભગવાનને પ્રગટ કરી છે એવી દશા મારે પણ પ્રગટ કરવી છે એવો ભાવ સ્વભાવ તરફ ઢળે ત્યારે જ પરમાત્માનું ધ્યાન થયું કહેવાય. જુઓ ! “નમો અરિહંતાણં' ને જાણવા હોય તો આમ જાણ એમ કહ્યું છે. પ્રવચનસારની ૮૦મી ગાથામાં કહ્યું છે ને, અરિહંતના દ્રવ્ય, ગુણ અને પર્યાયને જાણીને આત્મા સાથે તેને મેળવે–રાગ અને શરીરનો આશ્રય છોડી નિજસ્વભાવનો આશ્રય કરે ત્યારે પરમાત્મા અંતરમાં બિરાજમાન થાય. જગતમાં પૂર્ણ જ્ઞાન આનંદસ્વરૂપ પરમાત્માનું અસ્તિત્વ છે એમ જ્યાં નક્કી કરવા જાય ત્યાં પ્રથમ વિભાવ અને શરીર વિનાની આત્મસત્તાનો સ્વીકાર થાય ત્યારે જ પરમાત્માનો સ્વીકાર થાય. ત્યારે જ પરમાત્માનું જ્ઞાન થયું કહેવાય. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ શાંતિ, પૂર્ણ વિર્ય એવા અનંતા ગુણોની પૂર્ણ પર્યાય જેણે પ્રગટ કરી છે–શક્તિને વ્યક્ત કરી છે એવા પરમાત્માનું જ્ઞાન અને ધ્યાન કયારે થાય કે વિભાવ અને શરીર રહિત ચૈતન્યશરીરી નિજ આત્મા તરફ ઢળે, તેનું જ્ઞાન અને ધ્યાન કરે ત્યારે પરમાત્માનું ધ્યાન થાય. પરમાત્માનું ધ્યાન કરનારે જ્ઞાનાવરણાદિ સમસ્ત કર્મ ત્યાગવા લાયક છે, સમસ્ત પદ્રવ્ય ત્યાગવા લાયક છે અને એક પૂર્ણાનંદસ્વરૂપ વસ્તુ જ આદરવા લાયક છે એવો અનુભવ જ્યારે થાય ત્યારે પરમાત્માની મહાસત્તાનો સ્વીકાર, જ્ઞાન અને ધ્યાન થયું કહેવાય. પોતાના દ્રવ્યપરમાત્માનું જ્ઞાન અને ધ્યાન થાય ત્યારે પર પરમાત્માનું જ્ઞાન અને ધ્યાન થાય. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૨ ) / ૬૧ આ ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ પૂરું થયું. ભગવાન આત્માના પૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ન જાણતો અલ્પજ્ઞપર્યાયને અને રાગ, નિમિત્તાદિને જ પોતાનું સ્વરૂપ માની રહ્યો છે તે મૂઢ બહિરાત્મા છે. તેનો બધો પુરુષાર્થ ઉલટો છે, અને જેનો પુરુષાર્થ સુલટો થયો છે–જે વિચક્ષણ છે તે અંતરાત્મા છે, જેણે દૃષ્ટિ અને જ્ઞાનમાં પોતાના ચૈતન્ય પૂર્ણાનંદ સ્વભાવને લીધો છે તેને વિચક્ષણ અને ડાહ્યો કહેવાય. બાકી વેપારમાં હોશિયાર હોય કે લોકોમાં ડહાપણવાળા ગણાતાં હોય એ કોઈ ડાહ્યા નથી. આવા અંતરાત્મા જ પરમાત્માનું ધ્યાન યથાર્થ કરે છે. જેણે શુદ્ધતાનો અંશ પ્રગટ કર્યો છે તે પૂર્ણ શુદ્ધતાને જાણી શકે છે. અહો ! પૂર્ણ પર્યાયને પ્રગટ કરનારા ભગવાન આવા હોય. હવે મુક્તિને પ્રાપ્ત થયા એવા પરમાત્માનું દશ દોહામાં વ્યાખ્યાન કરે છે. પહેલાં ત્રણ પ્રકારના આત્મામાં પરમાત્માનું સ્વરૂપ વર્ણવ્યું. હવે એકલાં સિદ્ધ પરમાત્માની વાત કરે છે. કાલે વાત થઈ હતી કે ઉપદેશકે કોને કેવો ઉપદેશ આપવો જોઈએ તેની વાત હતી. જે નિશ્ચયની વાત સમજી શકે તેમ ન હોય તેને કષાય મંદ કરવાનો અને ભક્તિ-પૂજાનો ઉપદેશ અપાય પણ જે લોકો તેમાં જ ધર્મ માનીને બેઠાં હોય તેને એવો ઉપદેશ ન અપાય. જેને વ્યવહારનો આગ્રહ હોય તે વ્યવહારનો ઉપદેશ ગ્રહણ કરશે તો તેનું મિથ્યાત્વ વધારે પુષ્ટ થશે અને નિશ્ચયાભાસીને વ્યવહારનો ઉપદેશ નહિ મળે તો એ એકદમ શુષ્ક થઈ જૈશે, વૈરાગ્યશન્ય થઈ જશે. માટે જેને જેનો આગ્રહ હોય તેનાથી વિરુદ્ધ ઉપદેશ હોય તે ગ્રહણ કરવો. નિશ્ચયનો ગ્રહ હોય તેણે વૈરાગ્યનો અને અંતરથી ઉદાસ થવાનો ઉપદેશ ગ્રહણ કરવો. ઉપદેશક તો સમ્યગ્દષ્ટિ હોય; તેને જ ઉપદેશ કેવો અપાય તેની ખબર છે. સમ્યગ્દષ્ટિ, મુનિઓ, સંતો આવો ઉપદેશ આપે છે એમ ત્યાં (મોક્ષમાર્ગપ્રકાશકમાં) લખ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસાર જ તેની વાણી આવે. નિશ્ચયદષ્ટિ ન થાય ત્યાં સુધી પૂજા, ભક્તિ, બ્રહ્મચર્ય, દયા, દાનાદિનો ભાવ ન હોય એમ ન હોય. નિશ્ચય અનુભવ વિના પણ એવા ભાવો હોય છે, પણ જે તેને જ પકડીને બેઠા છે તેને વ્યવહારનો ઉપદેશ ન અપાય. તેને તો એવો જ ઉપદેશ અપાય કે શુદ્ધાત્મસ્વભાવની દૃષ્ટિ વિના તારો ઉદ્ધાર નથી. હવે અહીં પાંચ દોહામાં હરિ–હરાદિ મોટા પુરુષો મન સ્થિર કરીને જે પરમાત્માનું ધ્યાન કરે છે તેનું હે શિષ્ય ! તું પણ ધ્યાન કર એમ કહે છે. જગતમાં જે મહાપુરુષો કહેવાય એવા હરિ–હરાદિ પણ જે સિદ્ધદશાને પ્રાપ્ત પરમાત્માનું ધ્યાન કરે છે તે પરમાત્માનું તું પણ ધ્યાન કર ! પરમાત્મા જ ધ્યાન કરવા લાયક છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ દર ) ઘમકાશ પ્રવચનો ઈન્દ્ર પણ સિદ્ધોનું ધ્યાન કરે છે, નારાયણ એટલે વાસુદેવ પણ સિદ્ધપરમાત્માનું ધ્યાન કરે છે, દ્ધ પણ ભગવાન સિદ્ધનું ધ્યાન કરે છે. ત્રણલોકમાં જે વંદનીક, પૂજનીક ભગવાન ગણાય છે એવા ઈન્દ્રાદિ પણ પૂર્ણાનંદ શુદ્ધ સિદ્ધપરમાત્માનું ધ્યાન કરે છે એટલે જ સિદ્ધ ભગવાનને ત્રણ લોકના વંદનીક કહેવાય છે. સિદ્ધ પરમાત્મા “ત્રિભુવન વંદિતમ્ છે. ઊર્ધ્વ, મધ્ય અને અધોલોકમાં વંદનીક છે. એ સિદ્ધ પરમાત્માને શું પ્રાપ્ત થયું છે? કે કેવળદર્શન, કેવળજ્ઞાન, અનંતવીર્ય, અનંત સુખ આદિ અનંત ગુણની નિર્મળ અવસ્થા પ્રગટ થઈ છે. આવા વીતરાગ નિર્વિકલ્પ શુદ્ધ પરમાત્મામાં મનને સ્થિર કરીને તેનું ધ્યાન કર એટલે જ્યાં પૂર્ણ શુદ્ધ પરમાત્માનું ધ્યાન કરવા જાય છે ત્યાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપ નિજ ભગવાન આત્માનું જ ધ્યાન થઈ જાય છે. સારાંશ એ છે કે કેવળજ્ઞાનાદિરૂપ પરમાત્મા સમાન રાગાદિ રહિત નિજ શુદ્ધાત્માને ઓળખ ! રાગાદિ રહિત શુદ્ધાત્મા જ સાક્ષાત્ ઉપાદેય છે. સર્વજ્ઞ એટલે પૂર્ણ જેની દશા, જેની જ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણ કાળ, ત્રણ લોક જણાય, એક સમયની દર્શનની પર્યાયમાં ત્રણ કાળ, ત્રણ લોક દેખાય, એક સમયના આનંદમાં અનંત અનંત અતીન્દ્રિય આનંદનું વેદના થાય, એક સમયનું વીર્ય અનંત ગુણની નિર્મળતાને રચે, એવા એવા અનંતગુણની નિર્મળ પર્યાય જેને પ્રગટ થઈ ગઈ છે એવા સર્વજ્ઞની સત્તાનું ધ્યાન તે નિજ શુદ્ધાત્મસ્વરૂપ જ ધ્યાન છે. પરમાત્મા રાગ રહિત પૂર્ણ શુદ્ધ છે એમ ધ્યાન કરતાં રાગ રહિત પૂર્ણ શુદ્ધ નિજ પરમાત્મા ઉપર દૃષ્ટિ જાય, તેનું જ્ઞાન કરે અને આદર કરે ત્યારે તેણે પરમાત્માનું ધ્યાન કર્યું કહેવાય. જ્યાં સુધી પોતાની પર્યાયમાં પરમાત્માના સ્વરૂપનો સ્વીકાર ન થાય–પરમાત્મા આવા હોય એવું જ્ઞાન ન થાય. સ્વીકાર અને સત્કાર ન આવે ત્યાં સુધી આત્માનું ભાન થાય નહિ અને આત્માના ભાન વગર કોઈ ચારિત્ર હોતું નથી. ભગવાન પૂર્ણાનંદ પરમાત્મા છે એમ નક્કી કરવા જાય ત્યાં વિકાર અને વિભાવ રહિત સ્વભાવ તરફ ઢળે છે, ત્યારે હું તો નિર્વિકલ્પ જ્ઞાતા-દ્રષ્ટા છું એવી પ્રતીતિ સહિત તેમાં ઠરવારૂપ ચારિત્ર આવે છે. સ્વભાવના ભાન વગર ચારિત્ર કદી હોતું નથી. * કોઈ આત્માના ભાન વગર ક્રિયા કરીને તેમાં ચારિત્ર મનાવતાં હોય તેને કોણ અટકાવી શકે. એની પર્યાયની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે થયા કરે તેને કોઈ બીજો અટકાવી ન શકે. જે પોતે સ્વભાવના ભારપૂર્વક જ્ઞાતા-દ્રષ્ટા થાય તેને બીજામાં ફેરફાર કરવાની બુદ્ધિ રહેતી નથી. અહા ! પરમાત્માની શી વાત ! જેની એક સમયની જ્ઞાનપર્યાયમાં ત્રણકાળ ત્રણલોક જણાય, જેને એક સમયમાં પૂરણ...પૂરણ...પૂરણ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય, જેનું Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૨ ] / ૬૩ એક સમયનું વીર્ય અનંત ગુણની નિર્મળતા રચે. અહા ! એવા પરમાત્માનો જેને સ્વીકાર થયો તેણે તો પોતાના આંગણામાં પ્રભુને પધરાવ્યાં–પોતાના જ્ઞાનમાં પ્રભુને બિરાજમાન કર્યાં. તેને પરમાત્માની સાથે જ પોતાના ભગવાન આત્માનો સ્વીકાર આવી ગયો. ભગવાનના અનંત ગુણની પૂરણ પર્યાયને જ્યાં ખ્યાલમાં લે છે ત્યાં તેની દૃષ્ટિ પરદ્રવ્ય અને રાગથી હટીને સ્વદ્રવ્ય ઉપર જાય છે ત્યારે જ તેણે પૂર્ણાનંદ પ્રભુનું ધ્યાન કર્યું કહેવાય છે. કેટલો પુરુષાર્થ! કેવળજ્ઞાનાદિથી પૂર્ણ એવા સિદ્ધ પરમાત્મા જેવો જ હું છું એમ નક્કી કરવામાં અનંત પુરુષાર્થ છે. પરમાત્મા સમાન–રાગાદિ રહિત નિજ શુદ્ધાત્માને ઓળખવો એ જ સાક્ષાત્ ઉપાદેય છે—આદરણીય છે. સાક્ષાત્ ઉપાદેય પોતાનો આત્મા છે. ૦ ચૈતન્યગોળો પરિપૂર્ણ છે, જેમાં રાગની ગંધ નથી અને જ્ઞાનની અપૂર્ણતા નથી. મોટા રાજા ઘરે પધારવાના હોય તો આંગણાં કેવા ઉજળાં કરે છે, સાફસૂફ કરી, ચાકળા બાંધે અને સુગંધ ફેલાવે છે તેમ અંતરમાં પર્યાયમાં આંગણા ઉજળાં કરે, વિકારરહિત પરમાત્માને આવકારવા માટે પર્યાયમાં જે બળ પ્રગટ કરે છે તે જ બળથી આત્માને પરમાત્મા તરીકે સ્વીકારે છે. ف એકવાર જે દૃષ્ટિ પ્રગટ થઈ કે ‘હું તે પરમાત્મા અને પરમાત્મા તે હું' એવી દૃષ્ટિ પ્રગટ થઈ તે હવે કદી જાય નહિ અને મિથ્યા દૃષ્ટિ ગઈ તે કદી પાછી આવે નહિ. હવે તો એ પરમાત્મા થયે છૂટકો. એને ફરી સંસાર આવે નહિ. પ્રવચનસારમાં આવે છે ને ઉત્પાદ થયો તેનો હવે વ્યય નહિ અને વ્યય થયો તેનો હવે ઉત્પાદ થવાનો નથી. પરમાત્મા સર્દશ પોતાનો ભગવાન આત્મા એક જ ઉપાદેય છે. અન્ય સર્વ સંકલ્પવિકલ્પ ત્યાગવા યોગ્ય છે. આ તો બધાંને સમજાય તેવી વાત છે. પૂર્વે આઠ આઠ વર્ષના બાળકો કેવળજ્ઞાન પામતાં. ચિદાનંદ ઢીમમાં ઢળે ત્યાં ફડાક કેવળજ્ઞાન થાય એવી વાત છે, પણ ભરોસો આવવો જોઈએ. પરમાત્માનો સેવક કોણ થઈ શકે ? કે વિભાવનો અને નિમિત્તનો દાસ થવાનું છોડી 0 સ્વભાવનો દાસ થાય ત્યારે પરમાત્માનો દાસ સેવક થાય. અહીં સિદ્ધની વ્યાખ્યામાં સિદ્ધનું સ્વરૂપ કહીને સિદ્ધનું ધ્યાન કરવાનું કહ્યું તેમાં અર્થ આવી ગયો કે સિદ્ધના જેવા તારા આત્માનું ધ્યાન કર ! શુદ્ધાત્માને ઉપાદેય કરે ત્યારે જ સિદ્ધને જાણ્યા કહેવાય. અરિહંત સિદ્ધને ઓળખ્યા વગર નમસ્કાર કરે તે ખરા નમસ્કાર નથી. કુંદકુંદ આચાર્ય અરિહંત, સિદ્ધને હું વંદન કરું છું એમ લખે છે એનો અર્થ એમ થાય કે હું અરિહંત સિદ્ધને મારા આત્મામાં સ્થાપું છું એટલે સિદ્ધ સમાન મારા આત્મામાં દૃષ્ટિ લઈ જાઉં છું. Page #77 -------------------------------------------------------------------------- ________________ [ પરમાWકાશ પ્રવચનો હવે અહીં સંકલ્પ-વિકલ્પનું સ્વરૂપ કહે છે. સ્ત્રી, પુત્રાદિ બાહ્ય સચેતન વસ્તુ અને ચાંદી, સોના, રત્નમણિના આભૂષણાદિ અચેતન પદાર્થને પોતાના માનવારૂપ મમત્વ પરિણામ તે “સંકલ્પ” છે. ભગવાન ચૈતન્ય આત્માને છોડીને બાહ્ય પદાર્થમાં મારાપણાની કલ્પના કરે છે કે આ બધાં અમારા છે, આ અમારો પરિવાર છે, આ અમારું સોનું છે, અમારા દાગીના છે, આ શરીર, સ્ત્રી, પુત્રાદિ બધું મારું છે તેને છોડીને બાવો થઈ જાઉં તો મારા ન કહેવાય પણ અત્યારે તો બધાં મારા છે. તેને કહે છે કે ભાઈ ! તું બાવો જ છો. કોઈ તારું નથી. તું એ બધાંથી રહિત ભગવાન આત્મા છો. દેવ-શામ-ગુરુ પણ મારા છે, મને લાભ કરનારા છે એવા પરિણામ તે મિથ્યા સંકલ્પ છે. પરવસ્તુ ત્રણકાળ, ત્રણલોકમાં તારી નથી. ભાઈ ! કાળ અને ક્ષેત્રમાં પરચીજ તારી નથી તો ભાવમાં તો એ તારી ક્યાંથી હોય? બાપ દીકરાનો નથી, દીકરો બાપનો નથી. એકબીજાને બહુ પ્રેમ હોય તો પણ કોઈ કોઈનું નથી. બાપુ ! આ દીકરા તારા નથી. તારી નિર્મળ પર્યાય થાય એ તારા દીકરા છે. આ મિથ્યા સંકલ્પોમાં પ્રભુ ! તારી આહુતિ અપાય છે. હું આત્મા, આ બધામાં છું એમ કરીને તું તારી આહુતિ આપે છો. પોતાનો જ્ઞાતા-દ્રષ્ટા, અનંત ગુણનો નાથ ભગવાન આત્માને મિથ્યા સંકલ્પોમાં હોમી નાંખે છે. હું સુખી છું, બાયડી, છોકરાં, પૈસૈ–ટકે હું સુખી છું એવા વિકલ્પ તે મિથ્યા–જૂઠા, • પાપમય વિકલ્પ છે. હું સુખી છું, દુઃખી છું ઇત્યાદિ હરખ-શોખનાં પરિણામ થાય તે વિકલ્પ છે. અહીં સંકલ્પ, વિકલ્પ બંનેને મિથ્યાત્વના પરિણામ તરીકે લીધાં છે. પાંચ-દશ કરોડનો આશામી હોય અને દીકરાના લગ્ન થતાં હોય, છૂટા હાથે પૈસા વાપરતો હોય એને હરખ ન માંય, બાયુને પણ હરખ સમાતો ન હોય. ગળું બેસી જાય તોય ગીત ગાય. છેલ્લા–પહેલાં એક લગ્ન છે, માણી લઈએ. આવા બધાં જ હરખના પરિણામ તે વિકલ્પ છે. પોતાના દ્રવ્યને ભૂલીને પરને જ પોતાના માનવા તે સંકલ્પ છે અને પોતાના આનંદના વેદનને ભૂલીને સુખ–દુઃખના વેદનને જ પોતાનું વેદન માનવું તે વિકલ્પ છે. દિગંબર સંતોની વ્યાખ્યા જ આખી દુનિયાથી નિરાળી છે. જ્યાં જ્યાં સંકલ્પ-વિકલ્પની વાત આવે ત્યાં તેનું લક્ષણ આમ જાણવું. Page #78 -------------------------------------------------------------------------- ________________ અંતરમાં પરમાત્માની શોધ કર || CT N e > (સળંગ પ્રવચન . ૧૩) त्रिभुवनवन्दितं सिद्धिगतं हरिहरा ध्यायन्ति यमेव । लक्ष्यमलक्ष्येण धृत्वा स्थिरं मन्यस्व परमात्मानं तमेव ॥१६॥ नित्यो निरञ्जनो ज्ञानमयः परमानन्दस्वभावः । य ईदृशः स शान्तः शिवः तस्य मन्यस्व भावम् ॥१७॥ શ્રી પરમાત્મપ્રકાશમાં પરમાત્માનું સ્વરૂપ કેવું છે તેનું આ વર્ણન ચાલે છે. પરમાત્માનું સ્વરૂપ જાણીને પરમાત્મા સમાન પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું–અનુભવ કરવો એમ અહીં તાત્પર્ય બતાવે છે. ભગવાન સિદ્ધ પરમાત્મા દ્રવ્યાર્થિકનયે-વસ્તુસ્વભાવે અવિનાશી છે. ભગવાનની વર્તમાન પર્યાયમાં મલિનતાનો અભાવ છે. નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે. વળી, ભગવાન રાગાદિ અને કર્મમળના અંજનથી રહિત છે, માટે નિરંજન છે અને જેવા સિદ્ધ છે તેવો જ આત્મા છે. સિદ્ધને પર્યાયમાં કર્મ અને વિકારનો નિમિત્ત સંબંધ છૂટી ગયો છે. આ જીવને પર્યાયમાં કર્મ અને વિકાર સાથે નિમિત્ત સંબંધ છે પણ સ્વભાવમાં એ સંબંધ નથી. સિદ્ધ ભગવાન કેવળજ્ઞાનથી પરિપૂર્ણ છે, તેમ આ આત્મા પણ સ્વભાવથી જ્ઞાનમયી છે, કેવળજ્ઞાનસ્વરૂપથી પરિપૂર્ણ છે. વિકલ્પ કે શરીર, વાણી, મનની સાથે આત્માને સંબંધ નથી. સિદ્ધ પરમાત્મા કેવી રીતે થયા? કે શુદ્ધસ્વરૂપ પરમાત્મસ્વભાવમાં એકાગ્રતારૂપ ભાવના કરવાથી ભગવાન વીતરાગ પરમાનંદથી પરિણત-સિદ્ધ થયા છે. આ આત્મા પણ એવો જ છે તેથી શુદ્ધાત્મભાવના વડે વીતરાગ પરમાનંદ પ્રગટ કરીને સિદ્ધ થઈ શકે છે. શ્રોતા :-આત્મા જાગૃત થાય ત્યારે ખબર પડે ને કે એ સિદ્ધ જેવો છે? પૂજ્ય ગુરુદેવશ્રી :–આત્માને જાગૃત કરે ત્યારે થાય કે એની મેળે થાય? આ શરીર, વાણી, મનમાં આત્મા નથી. શરીર તો અનેક આવ્યા અને ગયા. ભગવાન આત્મા તેનાથી જુદો છે. અનંતકાળે ભવનો અભાવ કરવા માટે આ મનુષ્યભવ મળ્યો છે, તેમાં પણ આ શરીર મારુ, રાગ મારો એમ કરીને મૂઢ ચાર ગતિમાં ભ્રમણ કરવાનો માર્ગ કરે છે. શરીર તો જડ રજકણનો પિંડ છે, વાણી અને મન પણ જડ છે. તેનાથી ભિન્ન એવો આત્મા કોણ છે?—કે આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે. જેમ સાકર શબ્દ વાચક છે Page #79 -------------------------------------------------------------------------- ________________ [ પ્રકાશ પ્રવચનો તો તેનું વાચ્ય સાકર વસ્તુ પણ છે ને ! તેમ આત્મા શબ્દ છે તો તેનું વાચ્ય આત્મા એક વસ્તુ છે. એ વસ્તુમાં જ્ઞાન, આનંદ, સ્વચ્છતા, પૂર્ણતા, આદિ અનંત શક્તિ છે પણ ચોરાશીના અવતારમાં જીવે કદી તેનો વિચાર કર્યો નથી. કયારેક વિચાર કરવાનો અવસર મળ્યો તોપણ એ અવસર ખોઈ નાખ્યો. સવારમાં વિચાર આવ્યો હતો કે અહો ! મુનિઓ-સંતોએ મનુષ્યનું સ્થાન તો છોડી દીધું પણ વનમાં જ્યાં મનુષ્યનો પગરવ હોય ત્યાં પણ અમે ન રહીએ. અમારા આત્માના શોધન માટે એકાંતમાં જ અમે રહીએ. અરે ! આ અવસર મળ્યો. શરીર, વાણી, મન અને પુણ્ય-પાપના વિકલ્પથી પણ રહિત ભગવાન આત્માની શોધ કરવા માટે આ ભવ છે, તેમાં અજ્ઞાની પરની-કુટુંબની, લક્ષ્મીની, આબરૂની શોધ કરે છે. શરીર અને કુટુંબ આદિના વિકલ્પથી શોધ આડે એક સમયમાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ મારો આત્મા કેવો છે તેની અંતરશોધ ન કરી. અનંતકાળમાં અનંતવાર આવો મનુષ્યભવ મળ્યો પણ કયારેય આ જીવે પોતાના સ્વભાવની શોધ ન કરી. અંતરમંથન ન કર્યું. વસ્તુ તેને કહેવાય કે જેમાં અનંતગુણ વસતાં હોય. આત્મા એક વસ્તુ છે; તેમાં પણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ અનંત ગુણ વસે છે. પણ જીવે અનંતકાળમાં અંતર્મુખ મંથન કર્યું નથી. એકલું બહિર્મુખ ઘોલન છે તેથી પોતાનાં સ્વરૂપનું ભાન નથી. સાધુ થયો તોપણ દ્રવ્યલિંગમુનિ થઈને દયા પાળું, વ્રત પાળું એવા વિકલ્પમાં પડ્યો પણ પોતાની વસ્તુની શોધ ન કરી. “મેરા...મેરા નહિ હૈ તેરા, ઉસમેં માના મેરા, યે હૈ તેરા દુઃખકા ડેરા” આ દુઃખના તંબુ છે. આત્મા અરૂપી પણ વસ્તુ છે કે નહિ?છે. તો તેમાં વસવાવાળી કોઈ શક્તિ છે કે નહિ? જ્ઞાન, દર્શન, આનંદ, સુખ આદિ અનંત શક્તિ તેમાં વસે છે. એ તારું નિજાર છે તેમાં વાસ્તુ કરને! તેમાં દષ્ટિ કરીને અનુભવ કરવો તે તારો ધર્મ અને મોક્ષનો માર્ગ છે. લોકો પાંચ-પચાસ લાખના બંગલા બનાવે પછી તેમાં વાસ્તુ કરે છે ને ! ગૃહપ્રવેશ કરે છે ને ! પણ એ તો બધાં બંગલા ધૂળના ઢગલા છે. આત્મગૃહમાં પ્રવેશ કરવો તે ખરું વાસ્તુ છે. સિદ્ધપરમાત્મા કેમ થાય? કે અનાદિ વિકારી સંસારી અવસ્થાનો નાશ કરી, સ્વભાવમાં દૃષ્ટિ, જ્ઞાન અને એકાગ્રતા કરી–શુદ્ધાત્માની ભાવના વડે વીતરાગ પરમાનંદરૂપે પરિણમ્યાં તેને સિદ્ધ પરમાત્મા થયા કહેવાય. આ જેવા સિદ્ધ છે તેવો જ આ આત્મા છે તેનું ધ્યાન કરવું તે સાર છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૩ / [ ૬૭ આખો ભગવાન આત્મા ગુમ થઈ ગયો છે. એની નજરમાં શરીર, વાણી, સંયોગ અને પુણ્ય-પાપના ભાવ દેખાય છે પણ તેનાથી ભિન્ન પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન નજરમાં આવતો નથી. તેને કહે છે પ્રભુ ! તું તારી ઓળખાણ કર ! તારી કિંમત કર. પુણ્ય–પાપની કિંમત કરી તેમાં તો તું ચોરાશીના અવતારમાં અનંતકાળમાં દુઃખ પામ્યો. પોતાની પોતાને ખબર નથી અને પરની ખબર કાઢવા નીકળી પડ્યો. આચાર્ય મહારાજ કહે છે ભગવાન ! આ ભાવ તો ભવના અભાવ માટે છે, તેમાં તું વિકારનું સેવન કરે છે તો તારા ભવની વૃદ્ધિ થાય છે. શું આ મનુષ્યભવ આ માટે છે? નરક-નિગોદમાં ભવ કરતાં કરતાં માંડ આ ૫૦-૬૦ વર્ષનો મનુષ્યભવનો કાળ મળ્યો છે. એક શેઠ ગાતાં હતાં “વાલીડા મારા ટાણા રે આવ્યા તારા કામનાજી, મનુષ્યદેહના ટાણા રે વાલીડા ફરી નહિ મળે રે જી.” આ ભવ દેહ, ધન, ભોગ, કુટુંબ અને દેશની સંભાળ માટે નથી મળ્યો ભાઈ ! કોઈ કોઈની સંભાળ કરી શકતું નથી. તારે તો તારા આત્માની સંભાળ કરવી એ કરવાનું છે. સત્ નામ શાશ્વત જ્ઞાનાનંદ, પરિપૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ શાંતિનો ભંડાર ભર્યો છે તેનું કદી લક્ષ કર્યું નહિ, વાત સાંભળી નહિ, વિશ્વાસ કર્યો નહિ અને બહારમાં ધર્મના નામે વ્રત, પૂજા, ભક્તિ, દાનાદિ કરીને કલ્યાણ માની લીધું પણ ભાઈ! એ રાગ છે–વિકાર છે, આત્માના કલ્યાણનું કારણ નથી. ઘરમાં આઠ માણસ હોય, રાત્રે આઠ ખાટલા પાથર્યો હોય, તેમાં એક ખાલી કેમ ? આઠમી વ્યક્તિને શોધવા નીકળી પડે છે. પણ ભલા? તું કોણ છો? તું તને તો શોધ. તારી સુધ બુધ બધી ખોવાઈ ગઈ છે તેને પહેલાં શોધ. પરની શોધમાં તો તે અનંત કાળ વીતાવ્યો. ઇન્દ્રિયનું કે દેવનું સુંદર શરીર આત્માને સુખનું કારણ નથી, દયા, દાનાદિના ઊંચા શુભભાવ પણ જીવને સુખ-શાંતિનું કારણ નથી, કેમ કે તે આત્મામાં નથી. આત્માને શાંતિનું કારણ તો પોતાના “ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરી.” એવા શાંતરૂપ અને શિવસ્વરૂપ, પરમાનંદ પરિણત સિદ્ધ સમાન પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું તે એક જ શાંતિનું કારણ છે. અરે ! નિજસ્વરૂપની કિંમત નહિ અને પુય–પાપ આદિની કિંમત કરે છે તે કદી સંયોગથી છૂટશે નહિ. ભવપરિભ્રમણથી કયારેય નહિ છૂટે. અનંતકાળના પરિભ્રમણમાં માંડ આ મનુષ્યભવનો થોડો કાળ આત્માની શોધ માટે મળ્યો છે. ભગવાન આત્માની શોધ કરે તે સિદ્ધ થયા વિના રહેતો નથી. સિદ્ધ પરમાત્મા જ શિવરૂપ અને શાંતિરૂપ છે. બાકી કોઈ જગતકર્તા શિવ આ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ) [ ઘરમાકાશ પ્રવચનો જગતમાં નથી. સિદ્ધ ભગવાન શુદ્ધ, બુદ્ધ, એક સ્વભાવરૂપ થાય છે. શુદ્ધ-રાગાદિ રહિત બુદ્ધ-પૂર્ણ જ્ઞાનપરિણતિ સહિત એકરૂપ અભેદદશા થઈ ગઈ છે. એવો જ આત્માનો સ્વભાવ છે તે ધ્યાન કરવા યોગ્ય છે. ભાઈ ! આત્મા કોણ છે તેની તને કિંમત નથી. કોડી માટે આત્મા વેચી નાખ્યો છે. એક પુણ્યનો વિકલ્પ આવ્યો તેમાં જ જાણે સર્વસ્વ. અરે મૂઢ! એક રાગની મંદતાના શુભ વિકલ્પમાં આખો આત્મા તો તું ખોઈ બેઠો. અહો ! જેણે આત્માની કિંમત કરી છે એવા સંતમુનિઓ મનુષ્યના વસવાટમાંથી તો ચાલ્યા ગયા પણ જ્યાં મનુષ્યનો પગરવ હોય ત્યાં પણ અમારું સ્થાન નહિ. મોટા રાજાઓ કે ચક્રવર્તીના રાજકુમારો પણ દીક્ષા લઈને આમ એકાંતમાં ચાલી નીકળે છે. જુઓને ! રામના પુત્રો લવ અને કુશ. કાકાના મૃત્યુથી થયેલી પિતાજીની પાગલ અવસ્થા જોઈને વૈરાગ્ય પામે છે. અરે આ સંસાર ! આ પદ્દમણી જેવી રાણીઓમાં અરે ! અમે કયાં પડ્યા છીએ, અમારું અસંખ્ય પ્રદેશ સ્થાન શોધવામાં આ વિકલ્પો અમને રોકે છે. પિતાજી ! અમને રજા આપો. છ ખંડના ધણી ચક્રવર્તી રાજા પણ જ્યારે વૈરાગ્ય પામે છે ત્યારે ૯૬૦૦૦ રાણી અને ચક્રવર્તીનો વૈભવ જેમ બળખો છોડી દે તેમ છોડીને, ભૂતને દેખીને માણસ ભાગે એમ સંસાર છોડીને ભાગે છે. અરે ! આ ભર્યા ઘર અને ગરમાગરમ ભાત-ભાતના ભોજન છોડીને તમે ક્યાં જશો? અરે ! પર તરફના વિકલ્પમાં અમારું અતીન્દ્રિય આનંદમય જીવન લૂંટાય છે. એ અમને હવે પોસાય તેમ નથી. મડદાને ઠાઠડીમાં નાખીને સ્મશાનમાં લઈ જાય છે તેમ અમે જગતથી ઉદાસ–મડદા થઈને અમારી મેળે અમે જંગલમાં ચાલ્યા જઈએ છીએ. અમારા ચિદાનંદ પરમાત્મા અમારી દષ્ટિમાં આવ્યા છે તેને શોધવા અમે ચાલી નીકળીએ છીએ. સ્વરૂપને શોધે તે સાધુ છે, બાકી બધાં બાવા છે. * બેહદ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ પોતાના સ્વભાવને કદી છોડતી નથી અને જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એવા ઉત્કૃષ્ટ શુભભાવને પણ વસ્તુ ગ્રહતી નથી. આવી વસ્તુને દૃષ્ટિમાં લેવી તે ધર્મ છે. બાકી બધી ધર્મને નામે ચાલતી વાતો જગતને ઠગવા માટે છે. પરમાત્મા કેવા છે? અનંત જ્ઞાનાદિરૂપ પોતાના ભાવોને કદી છોડતા નથી અને કામ-ક્રોધાદિરૂપ પરભાવોને કદી ગ્રહણ કરતાં નથી. ત્રણકાળ, ત્રણલોકની બધી ચીજોને માત્ર જાણે છે–કેવલ જાણે છે. “કેવલ” કેમ કહ્યું કે કોઈ જાતના વિકલ્પના ઉત્થાન વિના માત્ર જાણે છે–બિલકુલ રાગની અપેક્ષા વિના જાણે છે. તેમ ભગવાન આત્મા કેવલ જાણવા-દેખવાના સ્વભાવવાળો છે. રાગાદિ વિકલ્પરહિત માત્ર જાણનારા–દેખનાર છે. તેની કિંમત કર ભાઈ ! બેખબરો ન થા. Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૩] [ ૬૯ ભગવાન ચૈતન્યપ્રભુ ! તારા ચૈતન્યહીરામાં કેવળજ્ઞાન ચમકે છે જેમાં રાગના એક વિકલ્પને ગ્રહણ કરવારૂપ કાલિમા નથી. સિદ્ધ ભગવાન રાગને ગ્રહણ કરતાં નથી એ તો પર્યાયની વાત થઈ. આ તો દ્રવ્યસ્વભાવમાં પણ રાગ રહિત સિદ્ધ સમાન પોતાના આત્માનું ધ્યાન કરો. અનાદિથી રાગની જાળમાં પ્રભુ ગુમ થઈ ગયો છે. હવે તું સ્વભાવને ગ્રહણ કર તો રાગ ગુમ થઈ જાય. શ્રીમદ્ કહે છે ને ! “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય”, કરવું કાંઈ નથી. સમજવું એ જ ક્રિયા છે. “સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય” પોતે સમજે તો ગુરુને નિમિત્ત કહેવાય. પણ અજ્ઞાનીની આજ્ઞા તો નિમિત્ત પણ ન થાય. યોગસારમાં પણ છે ને ! “સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતાભાવ.” સર્વ જીવ જ્ઞાનમય વસ્તુ છે. જ્ઞાન એ આત્માનો મુખ્ય ધર્મ છે. તેની સાથે બીજા ધર્મો ભલે હો પણ, જ્ઞાન એ પ્રધાન ધર્મ છે. આત્મા જ્ઞાનમય છે. કર્મમય તો આત્મા નથી પણ રાગાદિ વિકલ્પથી પણ આત્મા તન્મય નથી-ભિન્ન છે. દયા-દાનના શુભ વિકલ્પ તો આસવ તત્ત્વ છે. ભગવાન જ્ઞાયક તત્ત્વમાં તેનો પ્રવેશ જ નથી. અરે ! દીકરો રતન જેવો પાક્યો હોય અને કોઈ વખાણ કરે તો કેવો રાજી થાય છે ! તો આ તો પોતાના ભગવાન આત્માના વખાણ થાય છે તે સાંભળીને તેને રાજીપો નથી થતો ! સાળાની વહુના વખાણ સાંભળતા પણ તને પોરહ ચડે છે અને નિજ ભગવાનની મહિમા કરતાં તને રાજીપો નથી આવતો ? વિકારની મહિમા ખસતી નથી અને સ્વભાવની મહિમા આવતી નથી, તો તો તું પરની ખુશીથી ખુશી છો. તારા સ્વભાવની મહિનામાં તારું વીર્ય કેમ ઊછળતું નથી? સંસાર અવસ્થામાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી બધાં જીવો શક્તિરૂપે પરમાત્મા છે. જો શક્તિરૂપે પરમાત્મા ન હોય તો પ્રગટ પરમાત્મા કયાંથી થાય? લીંડીપીપરમાં અંદર ચોસઠ પહોરી તીખાશ પડી છે તો તેને ઘૂટવાથી પ્રગટ થાય છે. તેમ દરેક આત્મામાં પરમાત્મશક્તિ પડી છે તો અનંત જ્ઞાન દર્શનાદિ પર્યાયમાં પ્રગટ થાય છે. ચૌદ બ્રહ્માંડરૂપી ગોદામમાં અનંત આત્મારૂપી કોથળા અનંત જ્ઞાનાદિશક્તિથી ભર્યા છે. નિગોદમાં રહેલા હોય તો પણ જીવ છે ને ! કીડીમાં પણ જીવ છે ને ! એ બધાં અનંત શક્તિથી ભરપૂર છે. ક્ષેત્ર નાનું હોવાથી ભાવ પણ નાનો ન હોય. ભગવાન આત્માને અલ્પજ્ઞ અને અલ્પશક્તિવાળો માને છે તેણે પોતાની દૃષ્ટિમાં ચૈતન્યની મહિમાનો નાશ કરી દીધો છે. અરે ! એને આ વાત કેમ બેસે? એક જરી દાળ બરાબર ન થઈ હોય ત્યાં માથું Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] [ ઘરમાWકાશ પ્રવચનો ફરી જાય-દાળ કેમ એકરસ થઈ નથી? પણ ભાઈ ! આ તું પરભાવમાં–પુણ્ય-પાપભાવમાં એકત્વ કરે છે, તેમાં તારું ચૈતન્ય એકરસપણું ચાલ્યું જાય છે તેનું શું? તું પોતે એકરસ ભગવાન છો તેને સંભાળ. અરે ! હું તો મારા શોધનમાં રહું કે પરના શોધનમાં રહું! અંદરમાં પરમાત્મશક્તિ પડી છે તે જ પર્યાયમાં એન્લાર્જ થાય છે. આવું કથન અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે. તે હવે પછી કહેવાશે. જ મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો છે તે પરમભાવ આગળ ઇન્દ્ર ને ચક્રવર્તીના વૈભવની તો શું વાત ! પણ ત્રણલોકનો વૈભવ તુચ્છ લાગે છે. બીજું તો શું પણ મારી સ્વાભાવિક નિર્મળ પર્યાય તે પણ, હું દ્રવ્યદૃષ્ટિના બળે કહું છું કે મારી નથી. પદ્રવ્યો તો મારા નથી જ, અંદર રાગાદિ ભાવ થાય તે પણ મારા નથી જ, પણ દ્રવ્યદૃષ્ટિના જોરથી જે મને નિર્મળ પયય પ્રગટ થઈ છે તેની પણ મને કાંઈ વિશેષતા નથી. મારી દ્રવ્યસ્વભાવ તો અગાધ, અગાધ છે, તેની પાસે નિર્મળ પર્યાયની વિશેષતા શું? દયા-દાન-ભક્તિ આદિના શુભ રાગની તો શું વાત ! પણ અનંત શક્તિમય અગાધ ચૈતન્યસ્વભાવ પાસે પ્રગટ થયેલ નિર્મળ પર્યાયની પણ વિશેષતા નથી. આવી દ્રવ્યદૃષ્ટિ ક્યારે પ્રગટ થાય ?-કે ચૈતન્યનો અપાર અપાર મહિમા લાવી, નિમિત્તથી, રાગથી, પયયથી બધાથી પાછો વળીને પોતાના સ્વભાવ તરફ વળે ત્યારે પ્રગટ થાય આહાહા ! જી રે દુરાત્મન્ ! હે દુષ્ટ આત્મા !! અરે તું શું માને છે ! રાગથી ભિન્ન ચૈતન્ય ચમત્કાર તારી ચીજ છે તેને તો તું જાણતો ને માનતો નથી ને રાગાદિને તારી ચીજ માને છો ! તારી દષ્ટિ મૂઢ છે. રાગમાં સુખબુદ્ધિ છે તેથી આનંદકંદ પ્રભુ ઢંકાઈ ગયો છે. રાગના વિકલ્પમાં સુખ છે, મજા છે એમ માનનારને સ્વભાવભાવ ઢંકાઈ ગયો છે. બીજી રીતે રાગ છે તે અજીવ છે, એ અજીવભાવમાં રોકાવાથી તેને જીવભાવ ઢંકાઈ ગયો છે. રાગને જે દેખે છે તે અજીવને દેખે છે, અચેતનને દેખે છે. રાગ છે તે ચૈતન્યરૂપી સૂર્યનું કિરણ નથી એ કારણે રાગને અચેતન કહીને પુદ્ગલ કહ્યું છે. સાંભળવાનો જે રાગ છે એ રાગ પણ પુદ્ગલ છે. એ ચૈતન્યસ્વભાવથી વિપરીત સ્વભાવ છે. હે દુરાત્મન્ ! તું એ પુદ્ગલને તારો કેમ માને -પૂજ્ય ગુરુદેવશ્રી Page #84 -------------------------------------------------------------------------- ________________ | હે જીવ! સિદ્ધ સમાન નિજ આત્માને જાણ ] | (સળંગ પ્રવચન નં. ૧૪) यो निजभावं न परिहरति यः परभावं न लाति । जानाति सकलमपि नित्यं परं स शिवः शान्तो भवति ॥१८॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૧૮મી ગાથાનો ભાવાર્થ ચાલે છે. સંસાર અવસ્થામાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી બધા જીવો શક્તિરૂપે પરમાત્મા છે. ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ આદિ અનંત ગુણનો પિંડ છે. તેની વર્તમાનું એક સમયની પર્યાયમાં સંસાર છે, તેને ન જુઓ તો શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી બધા જીવો શક્તિરૂપે પરમાત્મા જીવની વર્તમાન એક સમયની પર્યાયમાં રાગ-દ્વેષરૂપ વિકૃતિ દેખાય છે એ તો પર્યાયનયનો વિષય છે અને વસ્તુ જે શુદ્ધ ચિહ્વન આનંદમૂર્તિ છે તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે, વસ્તુદૃષ્ટિનો વિષય છે. તેની અપેક્ષાએ બધા જીવો પરમાત્મા છે. વસ્તુષ્ટિએ અનંત આત્માઓ પરમાત્મસ્વરૂપે છે પણ વ્યક્તિરૂપે એટલે પર્યાયરૂપે પરમાત્મા નથી. આવું જ કથન અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે “શિવમિત્કા’િ અર્થાત્ જેણે પરમકલ્યાણરૂપ, નિવણરૂપ, મહાશાંત, અવિનશ્વર એવું મુક્તિપદ પ્રાપ્ત કરી લીધું છે તે જ શિવ છે. આ પર્યાયષ્ટિથી વાત ચાલે છે. વસ્તુસ્વરૂપે તો ભગવાન શુદ્ધ આનંદકંદ–પરમાનંદસ્વરૂપ હતા જ પણ તેના અવલંબનની પર્યાયમાં પણ જે પરમાનંદસ્વરૂપે પરિણમ્યા–પરમ કલ્યાણરૂપ પ્રગટ થયા તે પરમાત્મા શિવ છે. વસ્તુ કષાય-અગ્નિથી રહિત અકષાયસ્વરૂપ શીતળ છે. નિર્વાણ સ્વરૂપ દ્રવ્ય છે તે પર્યાયમાં નિર્વાણરૂપ થાય છે. ભગવાન આત્મા મહાશાંત છે, એવા આત્માનું અંતરમાં ધ્યાન કરવાથી પર્યાયમાં મહાશાંતરૂપે પ્રગટ થાય છે તે પરમાત્મા છે. દ્રવ્ય તો આત્મા અવિનશ્વર છે પણ પર્યાયમાં સંસારમાં ભિન્ન ભિન્ન ગતિમાં પરિણમન થતું હતું તેનો નાશ કરીને ભગવાન અવિનશ્વર થયો. તેનો ઉપાય શું? કે અંતર ચિત્ વિલાસસ્વરૂપ આત્માનું ધ્યાન કરતાં કરતાં પૂર્ણ અવિનશ્વર સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. આવું સિદ્ધપદ–મુક્તિપદ જેણે પ્રાપ્ત કરી લીધું છે તે જ શિવ છે. બીજા કોઈ જગતના કર્તા હર્તા શિવ નથી. શિવસ્વરૂપ આત્માના ધ્યાનથી પર્યાયમાં જે શિવરૂપ થયા તે જ પરમાત્મા છે. બીજા Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કોઈ જગતના કરવાવાળા પરમાત્મા નથી. નૈયાયિકો અને વૈશેષિકો માને છે કે જગતમાં કોઈ સદાશિવ છે. ખરેખર એવા કોઈ છે નહિ. આત્મા જ શિવસ્વરૂપ–પરમાત્મસ્વરૂપ આનંદનું દળ છે. તેનું ધ્યાન કરવાથી પર્યાયમાં પૂર્ણાનંદરૂપ અવિનશ્વર દશા થઈ તેને શિવ અને મુક્તિ કહે છે. આ શુદ્ધાત્મા જ શાંત છે, શિવ છે અને ઉપાદેય છે. ઉપાદેય છે એટલે ધ્યાન કરવાલાયક એક શુદ્ધાત્મા જ છે. આ તો પરમાત્મપ્રકાશ છે ને ! લાડવા તૈયાર કરીને પીરસ્યા છે. ભગવાન આત્માનું “સ્વ” રૂપ જ પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન છે. પૂર્ણ પરમાત્મસ્વરૂપ એ જ શક્તિનું સત્ત્વ છે. તેમાં અંશે પણ ફેરફાર નથી. સંસાર તો એક સમયની પર્યાયમાં છે. વસ્તુસ્વરૂપના ધ્યાનથી પર્યાયમાં સંસારનો નાશ થાય છે અને પ્રશાંત, નિરુપદ્રવ સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે તે સિદ્ધને શિવ અને શાંત કહેવાય છે. હુબલી ગયા હતા, ત્યાં એક મહંત આવ્યા હતાં, તેને બાર વર્ષથી મૌન હતું અને શિવોહં શિવોહં કરતાં હતાં. અરે ભાઈ! દરેક આત્મા પોતે જ શિવ છે બીજો કોઈ શિવ નથી. પોતાના શિવસ્વરૂપ શુદ્ધાત્માના પ્લાનથી પર્યાયમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે તે પરમાત્મા છે. તે મહંતને લીંડીપીપરના દૃષ્ટાંતે વસ્તુની શક્તિનું સ્વરૂપ સમજાવ્યું તો તે બહુ રાજી થયાં. દુનિયામાં ભલે ગમે તે થાઓ પણ ભગવાન તો નિર્વિકલ્પ પરમાનંદ, શાંત, નિર્વાણપદની અનુભવદશામાં લીન છે. તે પરમાત્મા જ શિવ, શાંત અને કલ્યાણ સ્વરૂપ છે. હવે આગળ કહેલાં નિરંજનસ્વરૂપને ત્રણ દોહા-સૂત્ર દ્વારા પ્રગટ કરે છે. અહીં પ્રગટ પરમાત્મા કેવા છે તેની વાત ચાલે છે, પણ વસ્તુ તરીકે દરેક આત્મા પણ એવા જ છે એ સમજી લેવું. સંસારી જીવોની અવસ્થામાં એવી દશા નથી પણ વસ્તુ એવી જ છે. જો વસ્તુ પરમાત્મસ્વરૂપે ન હોય તો ભગવાનને પર્યાયમાં એવી દશા ક્યાંથી પ્રગટ થાય ! અને સંસારનો નાશ ક્યાંથી થાય! ભગવાનને સફેદ, કાળો, લાલ, પીળો અને લીલો એ પાંચ પ્રકારનો વર્ણ નથી. કેમ કે ભગવાન આત્મા શરીર, કર્મ આદિ જડ-માટી–ધૂળથી રહિત છે. શુભાશુભભાવથી પણ રહિત ચૈતન્ય પિંડ જ્ઞાન, આનંદની મહા શીતળ શિલા છે. શાંત, શીતળ આનંદધામ, અસંખ્યપ્રદેશી ચૈતન્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિનો અભાવ છે. ક્યારે?—કે અત્યારે. વર્તમાન એક સમયની પર્યાયમાં નિમિત્ત તરીકે ભલે હો પણ વસ્તુમાં એ કાંઈ નથી. રાગ–àષ પણ એક સમયની પર્યાયમાં છે. વસ્તુ તો તેનાથી રહિત નિર્મળ શીતળ શિલા છે. સંસારની અવસ્થા વસ્તુના સ્વરૂપમાં નથી. વસ્તુ તો આનંદ આનંદ આનંદ જ્ઞાનની શાંત શિલા છે. સંસાર અવસ્થા વસ્તુમાં ન હતી તો તે વસ્તુના ધ્યાનથી સિદ્ધ ભગવાને સંસાર અવસ્થાનો નાશ કરી પૂર્ણાનંદદશા પ્રાપ્ત કરી. Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ / [ ૭૩ સિદ્ધ ભગવાનમાં સુગંધ, દુર્ગધ નથી તેમ આત્મામાં પણ નથી. આત્મા તો શશીકાંત શિલા છે. જેમ સ્તુતિમાં આવે છે ને ઇન્દ્રો સમવસરણમાં જાય છે ત્યાં શશીકાંતશિલામાં વિશ્રામ લે છે સફેદ શીલા ઉપર આરામ કરે છે બેસે છે. તેમ ધર્મી સિદ્ધદશા પ્રગટ કરવા જાય છે, ત્યારે પોતાના શાંત, શીતળ, આનંદધામમાં દષ્ટિ કરીને તેમાં વિશ્રામ લે છે. ત્યારે તે પરમાત્મપદને પામે છે. કોઈ દેહની ક્રિયાથી ધર્મી મુક્તિ પામતા નથી. સિદ્ધમાં ખાટો, મીઠો આદિ પાંચ રસ નથી તેમ ચિદાનંદ ચિકૂપ વસ્તુમાં પણ પાંચ રસ નથી. પાંચ રસથી રહિત ચૈતન્ય આત્માની દૃષ્ટિ કરીને તેનું ધ્યાન કરવું તે મોક્ષનો ઉપાય છે. અંદરમાં જેટલો આનંદ છે તે પ્રવાહરૂપે પર્યાયમાં સિદ્ધને બધો આનંદ આવી જાય છે. લોકો બહારમાં સુખના સાધન માને છે એ તો બધાં આકુળતાના નિમિત્ત છે. આકુળતાના કારણ નથી પણ પોતે આકુળતા કરે છે તેમાં એ સાધનો નિમિત્ત છે. ભગવાન આત્મા વસ્તુ છે ને ! તો તેમાં વસેલા ગુણ છે ને ! ગોમ્મસારમાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કહે છે કે આત્મા વસ્તુ છે માટે તેમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ આદિ શીતળ....શીતળ સ્વભાવનું સત્ત્વ અંદરમાં છે. આત્મા અનંત ગુણનું ધામ છે. એ આત્માનું ધ્યાન કરવાથી સિદ્ધભગવાનને એ ગુણો પ્રગટ થઈ ગયા છે. સિદ્ધભગવાનને ભાષા અભાષારૂપ શબ્દ નથી એથત્ સચિત્ત, અચિત્ત, મિશ્રરૂપ કોઈ શબ્દ નથી. તેમ ભગવાન આત્માને પણ શબ્દ નથી. બોલે છે એ તો વાણી બોલે છે. આત્મા બોલતો નથી. વાણી તો જડ છે. આત્મા ત્રણકાળ ત્રણલોકમાં કદી બોલતો નથી. વર્તમાન પર્યાયમાં શબ્દ અશબ્દ સાથે નિમિત્ત સંબંધ છે પણ વસ્તુમાં તેનો અભાવ છે. ભાષાવર્ગણાને યોગ્ય પરમાણુની પર્યાયમાંથી શબ્દ ઉઠે છે અને અવાજ આવે છે. હોઠથી પણ ભાષા બોલાતી નથી. સિદ્ધને તો ભાષા સાથે પર્યાયમાં પણ નિમિત્તસંબંધ નથી. સંસારી જીવને પર્યાયમાં એટલો ભાષા સાથે નિમિત્તસંબંધ છે. શીત, ઉષ્ણ, ચીકાશ, લૂખાશ, ગુરુ, લઘુ, મૃદુ અને કઠણ એવા આઠ પ્રકારના સ્પર્શ સિદ્ધને પણ નથી અને દરેક આત્માને પણ આઠ સ્પર્શ નથી. | સિદ્ધ ભગવાનને જન્મ-મરણ નથી તેમ ભગવાન આત્માને પણ જન્મ-મરણ નથી. વસ્તુનો જન્મ કેવો? અને મરણ કેવું? વસ્તુ તો અનાદિ અનંત અકૃત્રિમ શાશ્વત પદાર્થ છે. ચૈતન્ય વસ્તુને જન્મ—મરણ સાથે નિમિત્તસંબંધ પણ નથી. આવા ચિદાનંદ, શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવ સિદ્ધ પરમાત્માને “નિરંજન' સંજ્ઞા છે. અર્થાત્ એવા પરમાત્માને જ નિરંજનદેવ કહેવાય છે. વળી, તે નિરંજનદેવ કેવો છે? નિરંજન સિદ્ધ પરમેષ્ઠીને ગુસ્સો ન હોય. વસ્તુસ્વરૂપમાં જ ગુસ્સો નથી. સંસારીદશામાં તો જીવ પર્યાયમાં ગુસ્સો-વિકાર ઉત્પન્ન કરે છે પણ વસ્તુમાં વિકાર નથી અને સિદ્ધને તો પર્યાયમાં પણ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો વિકાર નથી. સિદ્ધ ભગવાનને જાતિ, કુળનો મદ કે જ્ઞાનમદ આદિ આઠ પ્રકારનો મદ ન હોય. અને સમકિતીને દ્રવ્યસ્વભાવની મહિમા આવી છે તેથી તેને પણ જ્ઞાનના ક્ષયોપશમ આદિનો મદ ન હોય. મારો અખંડાનંદ ભગવાન બિરાજે છે તેની પાસે બધી ચીજ હલકી અને તુચ્છ છે. ચક્રવર્તીકી સંપદા, ઈન્દ્ર સરીખા ભોગ, કાગ વીટ સમ જાનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ. ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દષ્ટિને નિજસ્વરૂપ આનંદમૂર્તિના અનુભવ આગળ પૂર્વ પુણ્યથી કદાચ છ ખંડનું રાજ્ય મળ્યું હોય કે ઈન્દ્રપદ મળ્યું હોય, કરોડો ઈન્દ્રાણી હોય પણ એ બધું તેને કાગવીટ સમાન તુચ્છ લાગે છે. મારા આનંદમૂર્તિ નિજ ભગવાન કરતાં જગતમાં કોઈ ચીજ અધિક નથી. એક મારો ભગવાન આત્મા જ મને અધિક છે. “સિદ્ધ સમાન સદા પદ મેરો'. મારા સત્ ચિદાનંદ સિદ્ધ સમાન શુદ્ધાત્મા પાસે બીજું કોઈ અધિક નથી. તો હું શેનું અભિમાન કરું ? જે ચીજ આત્મામાં નથી તે ચીજ ધર્મીની દૃષ્ટિમાં નથી તેથી તેનું ધર્મીને અભિમાન ન હોય. આહાહા...! ક્યાં આત્માનું સ્વરૂપ ! અને લોકો તેને કેવું માની બેઠા છે! વીતરાગની દિવ્યધ્વનિથી પણ આત્મા જાણી શકાતો નથી. કેમ ? કે વાણી પર છે. તે સાંભળવાનું લક્ષ રહે છે તે તો વિકલ્પ છે. વિકલ્પથી આત્મા ન જણાય. આવી વાત સાંભળીને લોકો એમ કહે કે અરે ! આ શું જૈન કહેવાય? અરે, જૈનના આચાર્ય યોગીન્દ્રદેવ કહે છે કે ભગવાનની વાણીથી પણ આત્મા ન જણાય. યોગીન્દ્રદેવ એટલે કોણ કે જે મહાન આચાર્ય, સંત, પરમેષ્ઠીમાં ભળેલાં છે. “નમો આયરિયાણમાં તેઓનું પદ છે. એવા એ જંગલમાં વસતાં મુનિરાજ કહે છે કે વીતરાગની વાણીથી આત્મા ન જણાય. લોકો કહે છે આવું માને તે જૈન નહિ. તો અહીં તો કહે છે કે વીતરાગની વાણીથી નહિ–વિકલ્પથી નહિ પણ આત્માના નિર્વિકલ્પ ધ્યાનથી આત્મા જણાય છે. આમ માને છે તે જૈન છે. આગળ ૨૩મી ગાથામાં આ વાત બહુ સરસ આવશે કે લોકો અન્ય માર્ગમાં જ વળેલાં છે. લોકો અન્યથા ક્લેશ કરી રહ્યાં છે માર્ગ કોઈ જુદો પહેલાં શાસ્ત્રથી સમજવું એ નિમિત્ત છે પણ આત્માની પ્રાપ્તિ તો નિર્વિકલ્પ ધ્યાનથી જ થાય. એ સિવાય બીજો કોઈ ઉપાય ત્રણકાળ ત્રણલોકમાં નથી. જેણે આત્મા મેળવ્યો તેણે નિર્વિકલ્પ ધ્યાનથી જ મેળવ્યો છે અને જેણે ખોયો છે તેણે આ રોદ્ર ધ્યાનથી જ ખોયો છે. અહા ! કેવળજ્ઞાનનો કંદ આત્મા ! જેમાંથી કેવળજ્ઞાનનો પ્રવાહ વહે એવો આત્મા ! Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ ) [ ૭૫ તેમાં મદ કેવો? અને તેના દષ્ટિવંતને મદ કેવો? પૂર્ણ પર્યાયને પ્રાપ્ત સિદ્ધોને એવો કોઈ જાતનો મદ ન હોય. વળી માયા કે માન કષાય પણ સિદ્ધોને ન હોય. - સિદ્ધોને ધ્યાનના સ્થાન નાભિ, હૃદય, મસ્તક, આંખ વગેરે ન હોય. સિદ્ધને નથી તેમ આત્મપદાર્થમાં પણ નાભિ આદિ નથી. ભગવાનને ચિત્તને રોકવારૂપ ધ્યાન ન હોય કેમકે ચિત્ત જ નથી ત્યાં ચિત્તને રોકવારૂપ ધ્યાન ક્યાંથી હોય. વસ્તુમાં વિકલ્પનો અભાવ છે, તો વસ્તુના નિવિકલ્પધ્યાનમાં પણ વિકલ્પનો અભાવ છે અને પરમાત્માની પૂર્ણ પર્યાયમાં પણ વિકલ્પ ન હોય. આવા નિજશુદ્ધાત્માને હે જીવ! તું જાણ. આચાર્યદેવ પરમાત્મદશાને બતાવતાં બતાવતાં મૂળ તો શુદ્ધાત્માનું સ્વરૂપ કહેતાં જાય છે. સિદ્ધસ્વરૂપ કહેવા પાછળ પ્રયોજન તો આત્માનું સ્વરૂપ સમજાવવાનું છે. હે જીવ! તું તારા આત્માને આવો નિરંજન જાણ ! સારાંશ એ છે કે પોતાની પ્રસિદ્ધિ–મહિમા, પૂર્વે દેખેલા–સાંભળેલાં ભોગોની ઇચ્છારૂપ બધાં વિભાવ પરિણામોને છોડીને શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને શુદ્ધાત્માનો અનુભવ કરવો. ભાઈ ! તારે ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી છે કે બહારની પ્રસિદ્ધિ તારે જોઈએ છે? દિગંબર સંતો ધર્મના સ્તંભ છે. ભગવાન ત્રિલોકીનાથે ફરમાવેલા ધર્મરૂપે પરિણત થઈને અંતર આત્માના આનંદરૂપે પરિણમીને વાત કરે છે કે તું તારી પર્યાયમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ કર. બહારમાં કોઈ તારી પ્રસંશા કરે એનું લક્ષ છોડી દે. જગતમાં અમારી મહિમા વધે તો ઠીક. અરે ભાઈ! તારી મહિમા તો અંતરમાં છે. અરિહંત ભગવાન પણ તારી મહિમાની વાત પૂરી કરી શકતાં નથી. અહો ! એવો તું સચ્ચિદાનંદ પ્રભુ છો તેની મહિમા કરવી છે કે પુણ્ય અને પુણ્યના ફળની મહિમા કરવી છે? બહારમાં કોઈ અપૂર્વ વસ્તુ મળી જાય સારો દીકરો થાય કે લક્ષ્મી મળે કે નિધાન મળી જાય ત્યાં આહાહા, મને બહુ મળ્યું ! અરે, છોડ એ વિકલ્પ. આત્મા પ્રાપ્ત થાય તે અપૂર્વ છે. બાકી બધું ધુળ સમાન નકામું છે. ઘણીવાર મળી ચૂકયું છે. તેમાં રાજી થવા , જેવું નથી. સમ્યગ્દર્શન–શાનચારિત્ર તે આત્માની પ્રજા છે તે પ્રજાને પ્રાપ્ત કરવી એ 'અપૂર્વ છે. ૬૦ વર્ષે દીકરો થાય એ અપૂર્વ નથી. મુમુક્ષુ – અત્યારે તો પૈસા મળ્યાં તો બધુંય મળી ગયું એવું છે. પૂજ્ય ગુરુદેવશ્રી :– અરે, પૈસા તો ધૂળ-માટી છે. જ્યારે માંદગી આવે, મરણ પથારીએ હો ત્યારે પૈસા પાસે માગણી કરવી કે આખી જિંદગી મેં તારી પાછળ વીતાવી છે હવે કાંઈક મારી મદદ કર. બ્લડપ્રેશર વધી ગયું હોય-માથું ફરતું હોય.....અરે, પૈસા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ) [ ઘરમાWાશ પ્રવચનો કાંઈક તો મદદ કર. પૈસા કહે છે અમે તો જડ છીએ. તારી મદદ અમારાથી ન થાય. દિગંબર સંતો કહે છે, પ્રભુ! તારી પ્રતિષ્ઠા-બડાઈ આગળ બીજી ચીજોની બડાઈ–મહિમા તને કેમ આવે છે? છોડ એ મહિમા અને આત્માની કિંમત કર, મહિમા લાવ. નિજારની મહિમા છોડીને પરની મહિમા કરનારી દુનિયા આખી પાગલ છે. નિજ શુદ્ધાત્માની મહિમા સમજેલા સમ્યગ્દષ્ટિને આખા જગતનો વૈભવ કાગડાની વિષ્ટા સમાન તુચ્છ ભાસે છે. ' અરે, સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથ વીતરાગ પરમેશ્વર એમ ફરમાવે છે કે ભગવાન ! તારો આત્મા મારી જેવો જ છે. તેની બડાઈ છોડીને દુનિયાની બડાઈમાં તું હેરાન થઈ ગયો છે. બહારમાં જેટલું જોયું, જે સાંભળ્યું, જે ભોગવ્યું એટલે પરને તો આત્મા ભોગવી ન શકે પણ તેના લક્ષે થયેલા રાગને અને વિકલ્પને ભોગવ્યાં તે દેખેલા અને સાંભળેલા ભોગોની ઇચ્છારૂપ વિભાવને છોડી શુદ્ધાત્માનો ભોગ કર–અનુભવ કર. દેહદેવળમાં બિરાજમાન નિજ શુદ્ધાત્માની અનુભૂતિ સ્વરૂપ નિર્વિકલ્પ શાંતિમાં કરીને શુદ્ધાત્માનો અનુભવ કરવો એ જ સાર છે. સમજાણું કાંઈ? પહેલાં ગુરુગમથી અને શાસ્ત્રથી આત્માનું સ્વરૂપ જાણી લે. પણ રાગ, પુણ્ય, દયા-દાનના વિકલ્પથી કે શાસ્ત્રના વિકલ્પથી આત્મા અનુભવમાં નહિ આવે. રાગ, પુણ્ય, વિકલ્પ અને મનના સંગથી રહિત શુદ્ધાત્માનું અનુસરણ કરવાથી આત્મા અનુભવમાં આવશે. માટે તું સર્વ વિભાવ પરિણામોને છોડી શુદ્ધાત્માનુભૂતિ કર અને તેમાં ઠર એ કહેવાનું પ્રયોજન છે. સિદ્ધનું સ્વરૂપ કહીને પણ આચાર્યદવનો હેતુ તો સિદ્ધ સમાન દ્રવ્યસ્વભાવને ઓળખી, તેમાં ઠરી અભેદ શાંતિ પ્રગટ કરાવવાનો આશય છે. જેવી સિદ્ધની પર્યાય છે એવું તારું દ્રવ્ય છે. માટે સિદ્ધના જેવી પર્યાય પ્રગટ કરવા માટે તું રાગ અને મનનો સંગ છોડી અંતરસ્વભાવમાં ત્રાટક લગાવી–દષ્ટિ કરી, અનુભવ કર અને તેમાં ઠરી જા. એ અમારો કહેવાનો આશય છે. શ્રદ્ધાનો એવો વજસ્તંભ ખડો કરી દે કે ભગવાન અખંડાનંદ પ્રભુ સન્મુખ દૃષ્ટિ, જ્ઞાન અને નિર્વિકલ્પ અનુભૂતિથી જ આત્મા પ્રાપ્ત થાય બીજો કોઈ ઉપાય નથી. ““જિસને પાયા ઉસને ધ્યાનસે પાયા, જિસને ગુમાયા ઉસને રાગક એકતાએ ગુમાયા” ત્રણકાળ ત્રણલોકમાં જૈન પરમેશ્વરનો આ એક જ માર્ગ છે. વાંચવું નહિ, સમજવું નહિ, વિચારવું નહિ અને માત્ર ક્રિયાથી ધર્મ થઈ જશે એમ માનીને વ્યવહારી જીવોએ, જીવને ઘાંચીના બળદની જેમ ક્રિયામાં જોડી દીધો છે પણ એમ ધર્મ નહિ થાય ભાઈ ! અંતરમાં બિરાજમાન આતમરામ ઉપર દૃષ્ટિ લગાવી, રાગ રહિત નિર્વિકલ્પ અનુભવથી શાંતિમાં ઠરી અનુભવ કર. એ જ એક સિદ્ધપદ પ્રાપ્તિનો ઉપાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ ) [ ૭૭, શ્રોતા –કર્મ કયાં ગયા? પૂજ્ય ગુરુદેવશ્રી કર્મ જાય કર્મમાં. કર્મ જડ છે. જડની મૌજુદગી જડમાં અને આત્માની મૌજુદગી આત્મામાં. બંને સ્વતંત્ર છે. કર્મ કાંઈ આત્મામાં ઘૂસી ગયા નથી. એક સમયના વિકલ્પનું પણ આત્મામાં અસ્તિત્વ નથી, માટે નિર્વિકલ્પ ધ્યાનવડે જ આત્માની પ્રાપ્તિ થાય છે. બીજો કોઈ ઉપાય નથી. અરે, તું પરની મહિમા, બડાઈ છોડ, ભોગોની આકાંક્ષા છોડ અને સ્વરૂપમાં દૃષ્ટિ લગાવીને તેમાં ઠર ! તારા સ્વભાવમાં એક એક ગુણમાં અચિંત્ય, અપૂર્વ, મહાન શક્તિ ભરી છે. એવા અનંત ગુણસ્વરૂપ વસ્તુની શક્તિની મહિમા શું કહેવી? તેને પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય ભગવાને કહ્યો છે. તે એ કે નિર્વિકલ્પ અનુભૂતિ કરીને તેમાં ઠરી જા. ભગવાને વ્યવહાર કહ્યો છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહ્યો છે. શાસ્ત્ર અને સત્સમાગમ વડે પહેલાં વસ્તુનો ખ્યાલ કરી લે અને પછી અંતરનો ઉપાય કરીને અનુભવ કરે તો શાસ્ત્ર આદિને નિમિત્ત કહેવાય. અંદરનો ઉપાય ન કરે તો એ નિમિત્ત પણ નથી. અંતર અનુભવદૃષ્ટિરૂપ નિશ્ચય પ્રગટ્યા વિના વ્યવહાર પણ ન હોય. છઢાળામાં આવે છે ને. 0 “પદ્રવ્યનતેં ભિન આપમેં રુચિ સમ્યક્ત્વ ભલા હૈ.' દશ દોહામાં સિદ્ધનું સ્વરૂપ કહે છે પણ પ્રયોજન તો સિદ્ધ સમાન પોતાના આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ કરીને તમે પણ સિદ્ધ જેવી પૂર્ણ દશાને પ્રાપ્ત કરો એ કહેવાનો આશય છે. વળી તે નિરંજન સિદ્ધ કેવા છે? કે જેમાં દ્રવ્ય, ભાવરૂપ પુણ્ય–પાપ નથી. પુણ્ય–પાપ કર્મ પણ સિદ્ધમાં નથી અને પુણ્ય પાપ ભાવ પણ નથી. સિદ્ધની જેમ આત્મામાં પણ દ્રવ્યભાવરૂપ પુણ્યનો અભાવ છે, હરખ-શોકરૂપ, રાગ–ષ પણ સિદ્ધમાં અને આત્મસ્વભાવમાં નથી. સુધા, તૃષા આદિ દોષો પણ સિદ્ધને નથી અને આત્માને પણ નથી. આવા આત્માનું ધ્યાન કરીને તું સિદ્ધપદ પ્રાપ્ત કર એ આખા શાસ્ત્રનો સાર છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ અનંતા તીર્થકરોએ કહેલી વાત (સળંગ પ્રવચન નં. ૧૫) यस्य न वर्णो न गन्धो रसः यस्य न शब्दो न स्पर्शः । यस्य न जन्म मरणं नापि नाम निरञ्जनस्तस्य ॥१६॥ यस्य न क्रोधो न मोहो मदः यस्य न माया न मानः । यस्य न स्थानं न ध्यानं जीव तमेव निरञ्जनं जानीहि ॥२०॥ अस्ति न पुण्यं न पापं यस्य अस्ति न हर्षो विषादः । अस्ति न एकोऽपि दोषो यस्य स एव निरजनो भावः ॥२१॥ त्रिकलम् । यस्य न धारणा ध्येयं नापि यस्य न यन्त्रं न मन्त्रः । यस्य न मण्डलं मुद्रा नापि तं मन्यस्व देवमनन्तम् ॥२२॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર ચાલે છે. આ ૧૯ થી ૨૧ ગાથાના ભાવાર્થમાં મુનિરાજ કહે છે કે ભગવાન આત્મા, દેહ, મન, વાણી, પુણ્ય–પાપના વિકલ્પ, કર્મ આદિથી રહિત છે. એવા નિજ શુદ્ધાત્માનું સ્વરૂપ ખ્યાલમાં લઈને, વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને તેનો અનુભવ કર ! પૂર્ણ શુદ્ધ અનંત ગુણનો પિંડ એવો નિજ શુદ્ધાત્મા રાગાદિ વિકલ્પો અને મનથી રહિત છે. એવા પોતાના આત્માનું પરિજ્ઞાન કરીને—ખ્યાલમાં લઈને પછી નિર્વિકલ્પ સમાધિમાં અનુભવ કર. પ્રથમ, સત્સમાગમપૂર્વક શાસ્વાધ્યાય વડે શુદ્ધ આત્માનું પરિજ્ઞાન કર કે મારો શુદ્ધ આત્મા શરીર, વાણી, મન, કર્મ તથા રાગાદિ વિકલ્પોથી તદ્ન ભિન્ન પરિપૂર્ણ શુદ્ધ છે. એવું જ્ઞાન કર્યા પછી શું કરવું? –પછી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને આત્માના ગર્ભમાં પડેલાં અનંત અતીન્દ્રિય આનંદનો અનુભવ કર. ભગવાન આત્મા વીતરાગ નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાનનો જ વિષય છે, રાગમાં તે જણાતો નથી. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં જ તેનો અનુભવ થાય છે. સંસારથી તદ્દન નિરાળુ તત્ત્વ છે, તેને સત્સમાગમ વડે પ્રથમ લક્ષમાં લઈને–ખ્યાલમાં લઈને પછી અરાગી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને તેનું ધ્યાન કરે તો જ તેને નિજ આત્માનો અનુભવ થશે. બીજી કોઈ રીતે નહિ થાય. શાંતિ દ્વારા શાંતિનો અનુભવ થાય તેમ છે. વીતરાગી પરમ શાંતિ, વીતરાગ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૫ ] [ ૭૯ નિર્વિકલ્પ સમાધિમાં અનુભવમાં આવે છે. બહારથી રાગની મંદતા કરવાથી કે દયા, દાન, ભક્તિના પરિણામથી શાંતિનો અનુભવ થાય તેમ નથી. યોગીન્દ્રદેવ સંત, મહંત વનવાસી દિગંબર મુનિ હતાં તેમણે આ પરમાત્મપ્રકાશ બનાવ્યું છે. તેમાં પોતાના પ્રભાકર ભટ્ટ શિષ્યને કહે છે કે પ્રભાકર ! તારું પૂર્ણ પરમાત્મસ્વરૂપ તારી પાસે જ છે. તેનું લક્ષ કરવાથી તે તને પ્રાપ્ત થશે. શક્તિરૂપ નિર્દોષ નિજ પરમ શુદ્ધ પરમાત્માનું ધ્યાન કરવાથી જ શક્તિમાંથી પૂર્ણ પરમાત્માની વ્યક્તિ પ્રગટતા પ્રસિદ્ધતા થાય છે. આવા શિવસ્વરૂપ નિજાનંદમૂર્તિને જ તમે નિરંજન પરમાત્મા જાણો. અન્ય કોઈ ઇશ્વર દ્વારા બનાવેલો નિરંજન નથી. અજ્ઞાનીઓએ કલ્પી લીધું છે કે કોઈ નિરંજનદેવ છે તેની આ બધી લીલા છે એ વાત છે જ નહિ. જે ત્રિકાળ જ્ઞાન, દર્શન સ્વભાવવાળો છે તેને જ નિરંજન કહેવાય છે. બીજો કોઈ જગતનો કર્તા-હર્તા નિરંજન નથી. જેને રાગાદિ મેલનો સ્પર્શ નથી, કર્મરૂપી અંજન નથી એવો નિજ નિરંજનદેવ—શુદ્ધાત્મા જ ઉપાદેય છે. તેનો અનુભવ કરી તું શાંતિને પ્રાપ્ત થા ! બીજો કોઈ શાંતિનો ઉપાય નથી. હવે, શાસ્ત્રમાં જે ધારણા, ધ્યેય, યંત્ર, મંત્ર, મંડલ, મુદ્રા આદિ વ્યવહારધ્યાનના વિષયો કહ્યાં છે તે બધાં ધ્યાનો નિર્દોષ પરમાત્માની આરાધનારૂપ ધ્યાનમાં નિષેધ છે એમ કહે છે. વ્યવહારશાસ્ત્રોમાં એમ આવે કે પહેલાં આમ ચિંતવન કરવું, ભગવાનની પ્રતિમા લક્ષમાં લેવી, તેને ભગવાન જાણવા એવો બધો જે વ્યવહાર કહ્યો છે તે વસ્તુના સ્વરૂપમાં નથી અને તેના સાધનમાં પણ આવો વ્યવહાર નથી. નિજ પરમાત્માની આરાધનારૂપ ધ્યાન વ્યવહાર સાધનથી થતું નથી. અશુભભાવથી છૂટી શુભભાવમાં આવવા માટે એ બધા વ્યવહાર સાધનો શાસ્ત્રમાં બતાવ્યા છે પણ આત્માની આરાધનામાં તે બિલકુલ સાધન નથી. વિકલ્પથી પ્રાપ્ત થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. વ્યવહાર સાધન પરમાર્થમાં કામ કરતું નથી. અંતર આત્માના ધ્યાન કાળે કુંભક આદિ વાયુધારણા ન હોય, જિનમંદિર, જિનપ્રતિમા આદિનું ચિંતવન ન હોય, તો પ્રશ્ન થાય કે જિનમંદિર, પ્રતિમા, સમવસરણ આદિ શેના માટે છે ?—તે બધું તેના કારણે છે. ધર્મીને શુભભાવ આવે ત્યારે તેના તરફ લક્ષ જાય છે પણ નિર્વિકલ્પ ધ્યાનકાળે તેનું લક્ષ પણ ન હોય સ્વભાવના સાધનમાં પરદ્રવ્ય સહાયક ન થાય. જેમ, આત્મા સિવાય બીજા દ્રવ્યો છે ખરા પણ તે આત્માને સ્વરૂપના સાધનમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ o 7 [ પરમાત્મપ્રકાશ પ્રવચનો મદદગાર નથી તેમ, વ્યવહાર વિકલ્પો હોય છે ખરાં પણ ધર્મીને સ્વરૂપના સાધનમાં તે વિકલ્પો સહાયક નથી. પ્રશ્નઃ—વ્યવહારને પરંપરાકારણ કહ્યો છે ને? પૂજ્ય ગુરુદેવશ્રી :—તે વ્યવહારના વિકલ્પને છોડે ત્યારે નિર્વિકલ્પ થાય છે એટલે પરંપરા કારણ કહ્યું પણ તે બિલકુલ મદદગાર નથી. નિર્વિકલ્પ શાંતિની પર્યાય જ સ્વભાવનું સાધન છે. લોકોને આ એકાંત લાગે પણ એકાંત થયા વગર તારી પ્રાપ્તિ તને નહિ થાય ભાઈ ! પ્રભુ ! તું ક્યા ગુણે કે શક્તિએ અધૂરો છો ? તું તો અનંત ગુણે પૂરો...પૂરો પરમાત્મા છો. તારો ગર્ભમાં અનંતા પરમાત્મા બિરાજે છે. પ્રશ્ન : એક આત્મામાં અનંત પરમાત્મા કેવી રીતે પ્રભુ ? પૂજ્ય ગુરુદેવશ્રી :—પ્રભુ ! તારામાં અનંતી સિદ્ધપર્યાયની ખાણ છે. અનાદિ શાંત સંસારની જેટલી પર્યાય છે તેનાથી અનંતગુણી સાદિ અનંત સિદ્ધ પર્યાય તારા ધ્રુવ સત્ત્વમાં પડી છે. રાગની ખાણ તારામાં નથી. તારામાં તો સિદ્ધદશાની ખાણ છે. અહીં કહે છે કે અક્ષરોની રચના કરીને યંત્ર બનાવે છે ને! એ યંત્ર આદિ દ્રવ્યસ્વભાવમાં તો નથી પણ સ્વભાવના સાધનમાં પણ નથી. સ્વભાવની પરિણતિથી જ સ્વભાવનો પત્તો લાગે છે. લાખ–કરોડ મંત્ર જપવાથી પણ સ્વભાવનો પત્તો ન લાગે. સ્વના જ્ઞાન સાથે પરનું જ્ઞાન પણ પ્રગટ થાય છે એટલે સ્વ-૫૨ પ્રકાશક જ્ઞાનમાં આ બધાં વ્યવહારસાધનો જાણવાલાયક છે પણ આશ્રય કરવા લાયક નથી. ધર્મીને રાગાદિ વ્યવહારનું જ્ઞાન બરાબર થાય પણ તેને સ્વભાવનું સાધન ન માને. જેને વ્યવહાર સાધનની મહિમા છે તેને દ્રવ્યની અને નિર્મળ પર્યાયની મહિમા જ આવી નથી. તેને ચૈતન્યપ્રભુની મહિમા જ નથી. એક સમયની જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યનો નિર્ણય કરવાની તાકાત છે. પણ એ પર્યાય જેવડું જ દ્રવ્ય નથી. છ દ્રવ્યનું પણ યથાર્થ જ્ઞાન ક્યારે કહેવાય ? કે જ્યારે પોતે જીવદ્રવ્ય પોતાના જ્ઞાનથી જ્ઞાનનું સ્વસંવેદન કરે ત્યારે તેના સ્વપપ્રકાશકશાનમાં છ દ્રવ્ય સહેજે જણાય ત્યારે તેને જાણ્યા કહેવાય. (સ્વના જ્ઞાન વગર પરનું જ્ઞાન પણ યથાર્થ નથી.) અરે ! નિજ પરમાત્માની શું નિધિ છે અને શું એની મહિમા છે એ વાત પણ આ જીવે કદી પ્રીતિથી સાંભળી નથી. સ્વભાવમાં એક વિકલ્પ માત્રનો પણ અભાવ છે. સ્વભાવમાં તો વિકલ્પ નથી પણ સ્વભાવના સાધનરૂપ નિર્વિકલ્પ પર્યાયમાં પણ તેનો અભાવ છે. યંત્ર, મંત્ર, જલમંડલ આદિ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૬) / ૮૧ પવનભેદ નથી, ગારુડમુદ્રા આદિ પણ નથી. સ્વભાવમાંથી જ સ્વભાવનું સાધન પ્રગટ થાય છે. બહારમાં ક્યાંય સ્વભાવનું સાધન નથી. દ્રવ્યાર્થિકનયથી અવિનાશી તથા અનંત જ્ઞાનાદિ ગુણરૂપ આવો પરમાત્મદેવ જાણો. અન્યને તમે પરમાત્મા ન જાણો. અતીન્દ્રિય આત્મિકરસના આસ્વાદથી જિલ્લા ઇન્દ્રિયનો રસ વિપરીત છે. માટે તે પ્રભાકર ! તું જિહ્વા ઇન્દ્રિયના વિષયનો મોહ છોડી અતીન્દ્રિય આનંદનો અનુભવ કર. એ અતીન્દ્રિય આનંદની પર્યાય જ આત્માને સાધે છે. ભગવાન આત્માનો શુદ્ધ સ્વભાવ નિર્મોહ છે. જેમાં પર તરફની સાવધાનીરૂપ વિકલ્પનો ત્રિકાળ અભાવ છે એવા નિર્મોહ સ્વભાવથી વિપરીત મોહભાવને છોડીને તે શિષ્ય ! તું સ્વરૂપની સાવધાનીથી આત્માનો અનુભવ કર. ભગવાન આત્મા વિતરાગ અકષાય શાંતરસની શીતળ...શીતળ શિલા છે અને મોહ છે તે આકુળતાની અગ્નિ છે, તેને છોડી તું શીતળ સ્વભાવનો અનુભવ કર. બરફ જેમ શીતળતાની શિલા છે તેમ ભગવાન આત્મા શાંત શીતળરસની ધ્રુવ શિલા છે. કેવો છે ભગવાન આત્મા? રાગ રહિત વીતરાગ સહજ પરમ સમરસી સ્વભાવરૂપ છે. સમતા...સમતાનો પિંડ છે. તીર્થકરગોત્રને યોગ્ય શુભવિકલ્પનો અંશે પણ જેમાં નથી. જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય એ ભાવ પણ કષાયની જ્વાળા છે. તેનો સમતાસ્વભાવી આત્મામાં અભાવ છે તેથી રાગના અવલંબન વડે વીતરાગસ્વભાવની સાધના થઈ શકતી નથી. સમતા એટલે અરાગ–અદ્વેષ–વીતરાગ સમરસ સ્વભાવનો શાંતરસ વડે અનુભવ કરવો તેશાંતરસથી ત્રિકાળ શાંતરસનો અનુભવ કર. વિકલ્પ છે એ તો અશાંતિ છે. મન, વચન, કાયાથી ભોગનું કરવું. કરાવવું અને અનુમોદવું એ નવ પ્રકારના કશીલને છોડી, નિર્વિકલ્પ સમાધિના ઘાતક મનના સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરી, હે પ્રભાકર ! તું શુદ્ધાત્માનો અનુભવ કર. નિર્વિકલ્પ સમાધિસ્વરૂપ આત્માની સાધના નિર્વિકલ્પ સમાધિ વડે જ થાય છે. તેમાં મનના સંકલ્પ-વિકલ્પ સમાધિના ઘાતક છે માટે તેનો ત્યાગ કર. વ્યવહારનયથી દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામને આત્માના સાધક કહ્યાં છે એ માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. જે ખરેખર બાધક છે તેને સાધક કહે એ વ્યવહારનયનું લક્ષણ છે. વ્યવહારથી નિશ્ચય થાય. ભગવાનની ભક્તિ કરતાં કરતાં સમ્યગ્દર્શન થઈ જશે, પરમાત્માના દર્શન કરવાથી અને મહાવ્રત પાળવાથી ચારિત્ર થઈ જશે એ બધી વાતો છોડી દે ભાઈ ! વિકલ્પ તો ધર્મની પર્યાયનો ઘાતક છે. સ્વભાવની દૃષ્ટિની ભૂમિકામાં ધર્મીને Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પરમાત્મા કેવા છે ? પરમાત્માની વાણી શું કહે છે ?—એવા બધાં વ્યવહારના વિકલ્પો જરૂર આવે છે પણ તે ધર્મ નથી, તેને ધર્મ કહેવો તે વ્યવહાર છે. વ્યવહારને જેમ છે તેમ જાણવામાં દોષ નથી. આખા લોકાલોકને જાણવો એ તો વ્યવહાર છે માટે જ્ઞાન થાય છે જીવનો સ્વ-પપ્રકાશક સ્વભાવ છે. પણ લોકાલોક છે, એમ નથી. જ્ઞાન કરવું તે જીવનો પોતાનો સ્વભાવ છે. અહીં તો માખણની—તત્ત્વની વાત કહેવાય છે. ભગવાન આત્માની અંતર અનુભૂતિની ગુફામાં જઈને તેનો અનુભવ કર, સંકલ્પ વિકલ્પનો ત્યાગ કર. આ જ વાત બીજી જગ્યાએ પણ કહી છે કે ઇન્દ્રિયોમાં જીભ પ્રબળ હોય છે, જ્ઞાનાવરણાદિ આઠ કર્મોમાં મોહ કર્મ બળવાન હોય છે, પાંચ મહાવ્રતોમાં બ્રહ્મચર્યવ્રત પ્રબળ છે અને ત્રણ ગુપ્તિઓમાંથી મનોગુપ્તિ પાળવી કઠણ છે, આ ચાર વાતો મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. આગળ આવ્યું ને, જિહ્વાઇન્દ્રિયના રસને છોડ, પર તરફના ઝુકાવરૂપ મોહને છોડ. આ છોડવું કઠિન છે પણ અશક્ય નથી. મોહ અને ઇન્દ્રિયોના રસને છોડી સ્વભાવને 2 સાધવો તેમાં મહાન અનંત પુરુષાર્થ છે. અરે, દુનિયા રાડ નાંખે છે કે ભગવાનની દિવ્યધ્વનિથી આત્માનું જ્ઞાન ન થાય? જિનવાણીથી આત્મજ્ઞાન ન થાય ? ન થાય એમ કહેનારા જૈન નથી. તો અહીં કહે છે કે જિનવાણીથી આત્મજ્ઞાન થાય એમ માનનારા જૈન નથી. દિવ્યધ્વનિથી આત્મા અગોચર છે' આ સોનગઢવાળાની નહિ પણ અનંત તીર્થંકરોની કહેલી વાત છે. આત્માનું સ્વરૂપ, વેદ એટલે ભગવાનની દિવ્યધ્વનિ, શાસ્ત્ર એટલે મુનિની વાણી અને ઇન્દ્રિયાદિ પરદ્રવ્યથી અગોચર છે. એક વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં જ આત્માનું સ્વરૂપ ગોચર છે—પ્રત્યક્ષ થાય છે. આ યોગીન્દ્રદેવ પરમાત્મપ્રકાશમાં કહી ગયા છે કે આત્મા ભગવાનની દિવ્યધ્વનિનો વિષય નથી. આ વાત કાંઈ ગુપ્ત રાખવા માટે નથી કહી ગયા. દિવ્યધ્વનિથી આત્મા પ્રાપ્ત થતો નથી માટે દિવ્યધ્વનિ જ ન સાંભળવી એમ ન હોય. જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિરતા ન થાય ત્યાં સુધી ભગવાનની વાણી સાંભળવાનો વિકલ્પ ગણધરને પણ આવે છે તો બીજા કોને ન આવે? પણ તે વાણી અને વિકલ્પનો આત્મા વિષય નથી. એ નિશ્ચય છે. વાણી સાંભળવાના લક્ષથી, સમજવાના વિકલ્પથી આત્મા પ્રાપ્ત ન થાય. ભગવાન આત્માર્ના ધ્યાનથી આત્મા પ્રત્યક્ષ થાય. જીવોને આત્માના સ્વરૂપની તો ખબર નથી પણ તે કઈ રીતે પર્યાયમાં પ્રાપ્ત થાય તે પણ ખબર નથી. મુમુક્ષુ :—આત્મા એવો ગુપ્તરૂપ છે કે પકડાતો નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૨ ) [ ૮૩ પૂજ્ય ગુરુદેવશ્રી :–ગુપ્તરૂપ પણ છે કે નહિ? વિદ્યમાન છે કે અવિદ્યમાન? છતો છે કે અછતો? અરૂપી છતાં મહાન આનંદકંદનું અસ્તિત્વ છે. તે કેમ પ્રાપ્ત ન થાય? થાય જ. ભગવાનની વાણીથી આત્મા ગમ્ય થતો નથી. સ્વસંવેદન જ્ઞાનમાં આત્મા ગમ્ય થાય છે. સમયસારના પહેલાં કળશમાં કહ્યું કે, “સ્વાનુભૂત્યાચકાસતે'. પોતાની નિર્મળ સ્વસંવેદનરૂપ અનુભૂતિમાં આત્મા પ્રગટ થાય છે અનુભવમાં આવે છે. સમવસરણમાં તો આ જીવ અનંતવાર જઈ આવ્યો, સાક્ષાત્ ભગવાનની વાણી અનંતવાર સાંભળી–પરસત્તાવલંબી જ્ઞાનમાં ભગવાનની વાણી ગ્રહણ કરી પણ આત્મજ્ઞાન ન થયું. શું આત્મા એટલો પરાધીન છે કે પરદ્રવ્યથી સ્વદ્રવ્યને જાણે? શું સ્વભાવમાં એવી કોઈ યોગ્યતા છે કે પરદ્રવ્યની (સહાયતાથી પોતાને જાણે ? નહિ..નહિ. સ્વપર્યાયથી જ સ્વને જાણે એવી તાકાતવાળો આત્મા છે. સિદ્ધગિરિથી તો શું પણ સાક્ષાત્ સિદ્ધના લક્ષથી પણ આત્માનું જ્ઞાન ન થાય. પરદ્રવ્યથી નહિ, પરદ્રવ્ય તરફના વિકલ્પથી નહિ અને પરલક્ષી ક્ષયોપશમજ્ઞાનથી પણ આત્મજ્ઞાન કદી થતું નથી. સમ્મદશિખર પોતાનો આત્મા છે. સમ્મદશિખરના શિખર ઉપર અનંતા તીર્થકરો ધ્યાન કરીને મુક્તિ પામે છે ને ! આત્માના ધ્રુવ શિખર ઉપર ધ્યાન કરીને આત્મા પરમાત્મા થાય છે. આત્મા જ ખરો સર્મેદશિખર છે. લોકો આવું સાંભળીને પોકાર કરે છે પણ અરે પ્રભુ, તું પોકાર કરીને તારી પામરતાને પ્રસિદ્ધ ન કર. તારી પ્રભુતાને પ્રસિદ્ધ કર ને ! હું પરના અવલંબનથી જણાઉં * તેવો નથી. હું મારાથી મને જણાઉં એવો છું એમ નક્કી કર. Page #97 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની દિવ્યધ્વનિથી પણ અગોચર ભગવાન આત્મા (સળંગ પ્રવચન નં. ૧૬) वेदैः शास्त्रैरिन्द्रियैः यो जीव मन्तुं न याति । निर्मलध्यानस्य यो विषयः स परमात्मा अनादिः ||२३|| શ્રી પરમાત્મપ્રકાશની આ ૨૩મી ગાથા ચાલે છે. તેમાં યોગીન્દ્રદેવ શું કહે છે? કે—આત્મા ભગવાનની દિવ્યધ્વનિનો પણ વિષય નથી. પરમ બ્રહ્મ શુદ્ધ આત્મા સાક્ષાત્ કેવળીભગવાનની વાણીનો પણ વિષય નથી. કારણ કે ભગવાનની વાણી પરદ્રવ્ય છે. પરદ્રવ્યના લશે ઊઠતાં વિકલ્પનો પણ આત્મા વિષય બનતો નથી. તો પછી પ્રશ્ન થાય કે આત્મા દિવ્યધ્વનિનો વિષય નથી તો ભગવાનની વાણી તો નિરર્થક ગઈ ને! ભાઈ ! સાંભળવાનો વિકલ્પ નિમિત્તરૂપે હોય. તેનો નિષેધ નથી પણ વાણી સાંભળવાનો વિકલ્પ નિજ સ્વભાવને પકડવાનું સાધન નથી એમ કહેવું છે. ભગવાન આત્મા નિરાકુળ ચૈતન્યદેવ વાણીનો વિષય બને એવો તેનો સ્વભાવ નથી અને વાણીનું સામર્થ્ય નથી કે એ ભગવાન આત્માને વિષય બનાવી શકે. સ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા, નિર્વિકલ્પ જ્ઞાન, નિર્વિકલ્પ શાંતિ અને સમાધિનો જ આત્મા વિષય છે. આત્મા પરમાત્મા સમાન છે તે દિવ્યધ્વનિનો વિષય કેમ બને ? એ તો પોતાના શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ અને સમાધિનો વિષય છે. લોકો મશ્કરી કરે કે જુઓ તો, શાસ્ત્રથી પણ આત્મા ન સમજાય એમ કહે છે. ભાઈ ! શાસ્ત્રમાં જ આવે છે કે શાસ્ત્રમાં રમતી બુદ્ધિ વ્યભિચારિણી છે. તો લોકો કહે જુઓ વાણીને વ્યભિચારી કહે છે. અરે, વાણી વ્યભિચારીણી નથી. વાણી પર છે તેના તરફ લક્ષ જાય છે એટલો શુભ વિકલ્પ છે તે વ્યભિચાર છે. સ્વભાવની જાત નથી. ભગવાન આત્મા મન અને ઇન્દ્રિયોનો પણ વિષય નથી. મનમાં ઊઠતાં વિકલ્પો કે મૂર્તિક જડ ઇન્દ્રિયો વડે આત્મા જાણી શકાય નહિ. પહેલાં શ્રદ્ધામાં બરાબર ચોક્કસ નિર્ણય તો કરો કે ભગવાન આત્મા વાણી, શાસ્ત્ર, મન કે ઇન્દ્રિયાદિનો વિષય નથી, એ તો માત્ર નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન, શાંતિની પર્યાયનો વિષય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૬ ] [ ૮૫ શ્રોતા ઃ—શાસ્રસ્વાધ્યાયથી નિર્જરા થાય એમ કહ્યું છે ને? પૂજ્ય ગુરુદેવશ્રી :—સ્વરૂપના આશ્રયે જેટલી એકાગ્રતા થાય તેટલી જ નિર્જરા છે. શાસ્ત્ર તરફનો વિકલ્પ છે એ તો પુણ્યબંધનું કારણ છે. ઇન્દ્રિય અને મન તો વિકલ્પરૂપ છે. તે મૂર્તિક પદાર્થને જાણે છે; તેના વડે અમૂર્તિક અને નિર્વિકલ્પ આત્મા કેવી રીતે જણાય ? અંતર તરફની નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિના એકાગ્ર ધ્યાનમાં જ ભગવાન આત્માનો અનુભવ થાય છે. ભગવાન આત્મા નિર્મળ ધ્યાનનો જ વિષય છે. વિષય કહો, ધ્યાનથી પ્રત્યક્ષ કહો, ધ્યાનગોચર કહો, બધું એક જ છે. વેદ—ભગવાનની દિવ્યધ્વનિ, શાસ્ત્ર, મન અને ઇન્દ્રિયથી આત્મા અગોચર છે. એક નિર્વિકલ્પ ધ્યાનમાં જ આત્મા ગોચર છે—અનુભવ થવા લાયક છે. આત્મા નિર્મળ પર્યાયનો જ વિષય છે. ભગવાન આત્મા આદિ—અંત રહિત—અનાદિ અનંત પરમાત્મા છે, તે ધ્યાનનો વિષય છે. ધ્યાન એટલે શું? કે ચિદાનંદ વસ્તુમાં એકાગ્રતા તેનું જ નામ ધ્યાન છે. આવા નિર્મળ ધ્યાનમાં જ આત્મા ગોચર છે. આત્મા ધ્યાનગમ્ય છે. પાંચ પ્રકારના આસ્રવોથી રહિત છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ—આ પાંચ પ્રકારના આસ્રવ છે, તે જીવની જ વિકારી પર્યાય છે પણ આત્મસ્વભાવમાં તેનો અભાવ છે. ભગવાન આત્મા આસ્રવ રહિત છે તેથી તે એક સમયની વિકારી આસ્રવ પર્યાય વડે પણ જણાતો નથી. આત્મા પોતાના અનંત જ્ઞાન, દર્શન સ્વભાવથી અસ્તિરૂપ છે અને આસ્રવથી નાસ્તિરૂપ છે. ભગવાન આત્મા નિતસ્વરૂપ છે. ભ્રાંતિ એટલે મિથ્યાત્વ, તે તો આસ્રવ છે. આત્મા તો સમ્યક્ શ્રદ્ધા જ્ઞાન સ્વભાવી છે. તેમાં આસવનો અભાવ છે. તો જે જેનાથી રહિત હોય તેના વડે કેમ પ્રાપ્ત થાય? ન થાય. આસવથી આત્મા પ્રાપ્ત ન થાય. અનંત ગુણ સમ્પન્ન પ્રભુ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગરૂપ આસ્રવથી ભિન્ન છે. તે ભિન્ન ભાવથી આત્મા કેમ જણાય ? તેનો વિષય આત્મા ન બને. શુદ્ધાત્મા પરમાનંદ શુદ્ધ સ્વભાવ છે તે આનંદ આદિની પર્યાયનો વિષય બને. શ્રોતા :વર્તમાનમાં આત્મા આસ્રવથી ભિન્ન છે ? પૂજ્ય ગુરુદેવશ્રી :—સાત તત્ત્વ છે ને ! જીવ જુદો, અજીવ જુદો અને આસ્રવ પણ જુદો છે. તેના વડે આત્માનું જ્ઞાન ન થાય. આત્મા આસવનો વિષય ન થાય. જ્ઞાનનો જ આત્મા વિષય બને. સમ્યક્ જ્ઞાનનો વિષય આત્મા થાય. શુદ્ધાત્માના જ્ઞાનની સાથે આનંદ પણ પ્રગટ થાય છે તે નિત્યાનંદ સુખામૃત પરિણત સ્વરૂપના ધ્યાનથી આત્માની પ્રાપ્તિ થાય છે. લોકો તો વ્યવહારરત્નત્રયથી આત્માની પ્રાપ્તિ થવી માને છે. અરે ભાઈ! વ્યવહાર તો પરાશ્રિત છે, તેનાથી આત્મા પ્રાપ્ત ન થાય. આ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] બધું પહેલાં શાંતિથી વાત સાંભળી, સમજીને નિર્ણય કરવો જોઈએ. સાંભળ તો ખરો! પ્રભુ ! તારી ચીજ તો નિર્મળ આનંદકંદ છે. તેમાં અજીવ અને આસવનો તો ત્રિકાળ અભાવ છે. શુદ્ધ નિર્મળ આત્મસ્વભાવની દૃષ્ટિ, જ્ઞાન અને સાથે જે નિર્વિકલ્પ આનંદ પ્રગટ થાય છે તે સંવર, નિર્જરા છે. સંવર, નિર્જરા છે તે જ નિશ્ચય સમ્યગ્દર્શન—જ્ઞાન–ચારિત્ર છે. જે સ્વરૂપે શુદ્ધ વસ્તુ છે તેની દૃષ્ટિ, જ્ઞાન સહિત અંતર એકાગ્રતા કરતાં નિર્વિકલ્પધ્યાન પ્રગટ થાય છે. આવા નિર્વિકલ્પ ધ્યાન વડે નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. [ પરમાત્મપ્રકાશ પ્રવચનો વાણી, શાસ્ત્ર, ઇન્દ્રિય કે મનના લક્ષે આત્મા પ્રાપ્ત થતો નથી પણ પોતાના નિર્વિકલ્પ ધ્યાન વડે આત્મા પ્રાપ્ત થાય છે. લોકો આ વાત સાંભળીને રાડ પાડે છે કે ‘જિનવાણીથી લાભ ન થાય એમ માનનારા જૈન નહિ', જિનવાણી પરદ્રવ્ય ? —હા. અનંતવાર પરદ્રવ્ય, અને પરદ્રવ્યનો આત્મા વિષય નથી. ભગવાન આત્મા તો ધ્યાનગમ્ય છે. બીજો કોઈ આત્મપ્રાપ્તિનો ઉપાય નથી. આમાં કોઈ વસ્તુનો લોપ થતો નથી. જેમ વસ્તુનું સ્વરૂપ છે તેમ જ રહે છે. જ્યારે સ્વરૂપમાં એકાગ્રતા ન હોય ત્યારે વિકલ્પ હોય, નિમિત્ત હોય, પરદ્રવ્ય હોય, તેના તરફ લક્ષ હોય, બધું હોય પણ આત્મા તેનાથી અગમ્ય છે એ વાત નક્કી છે. આત્મા શાસ્રગમ્ય નથી તો આર્ત્તધ્યાનમાં તો આત્મા ગમ્ય ક્યાંથી થાય? આત્મા શાસ્ત્રગમ્ય નથી. દિગંબર સંતોનો આ પોકાર છે. નાગા બાદશાહથી આઘા એવા સંતો જ આવી વાત કહી શકે. અજ્ઞાનીની તાકાત નથી કે આવી વાત કહી શકે. શાસ્ત્ર એમ કહે છે કે તું અમારા તરફનું લક્ષ છોડી દે, વિકલ્પનું લક્ષ છોડી દે. સ્વભાવનું લક્ષ કર. શાસ્ત્ર સાંભળીને શું કરવું?–કે શાસ્ત્ર કહે છે અજીવથી તો આત્માનું શાન ન થાય, મિથ્યાત્વાદિ પાંચ આસ્રવથી પણ આત્માનું જ્ઞાન ન થાય. શાસ્ત્રથી કે વિકલ્પથી પણ ન થાય અને શાસ્ત્ર સન્મુખના જ્ઞાનથી પણ આત્મા પ્રાપ્ત થતો નથી. એક નિજ સ્વભાવ સન્મુખ લક્ષ કરવાથી—સ્વભાવના જ્ઞાનથી આત્મા પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્ર કહે છે. માટે શાસ્ત્ર સાંભળીને આત્માનું જ્ઞાન અને ધ્યાન કર તો તેમાં શાસ્ર નિમિત્ત થયું કહેવાય. આહાહા...તું નિર્માલ્ય નથી. તું માલવાળો છો પ્રભુ! તું પામર નથી પ્રભુ છો. લાકડીના સહારાની જેમ અમારા સહારે તને જ્ઞાન થાય એવો તું પરાધીન નથી એમ શાસ્ત્ર અને સર્વજ્ઞ કહે છે. ભગવાન સર્વજ્ઞ કહે છે...શાસ્ત્ર કહે છે... ગણધર કહે છે...સંતો કહે છે કે પરલક્ષી વિકલ્પ, પરલક્ષી નિમિત્ત કે પરલક્ષી જ્ઞાનથી તારું જ્ઞાન ન થાય. તારું જ્ઞાન તારા ધ્યાનથી થાય. પણ જીવને અનાદિથી ભીખ માંગવાની ટેવ પડી ગઈ છે એટલે પ૨ તરફ અપેક્ષા રાખે છે તેથી કહે છે ભાઈ! ભીખ માંગવી એ તારું કામ નથી. તારી શક્તિની મહિમા Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૬ / [ ૮૭ તને કહીએ છીએ એ પણ તને બેસતી નથી ? તારું સામર્થ્ય તને રુચતું નથી? અમે કહીએ છીએ છતાં સ્વીકાર કરતો નથી તો તે અમારી વાત માની જ નથી. અમે કહીએ છીએ કે અમારા અવલંબને તારું કાર્ય નહિ થાય. તારો ભગવાન આત્મા અમારા અવલંબને પ્રાપ્ત થાય તેવો નથી. એકલી ચિદાનંદની મૂર્તિ, વીર્ય એટલે બળની મૂર્તિ, જ્ઞાનની મૂર્તિ, શ્રદ્ધાની મૂર્તિ એવી અનંતગુણની એક મૂર્તિ ભગવાન આત્મા અમારા આધારે પ્રાપ્ત ન થાય એમ શાસ્ત્ર દ્વારા સર્વજ્ઞદેવ અને સંતો કહે છે. પણ પરલક્ષ છોડીને સ્વલક્ષ નથી કરતો એણે ભગવાનની વાત ક્યાં માની? પ્રભુ ! તારી ચીજમાં એટલી તાકાત છે સામર્થ્ય છે એવા સ્વભાવસંપન્ન તું છો કે પરના અવલંબનથી તું પ્રાપ્ત ન થા. તારા જ્ઞાન, આનંદ, શ્રદ્ધા અને શાંતિથી તું પ્રાપ્ત થા એવો તારો સ્વભાવ છે. એમ સર્વજ્ઞદેવ કહે છે, શાસ્ત્રો કહે છે. કુંદકુંદ આચાર્યદવ કહે છે, સંતો કહે છે તેની એકવાર હા તો પાડ! હા પાડતાં લત લાગી જશે એટલે હાલત થઈ જશે અને ના પાડીશ તો આત્મા પ્રાપ્ત નહિ થાય. ભગવાન સર્વજ્ઞ વિતરાગદેવે સો ઈન્દ્રોની ઉપસ્થિતિમાં સમોસરણમાં જે કહ્યું એ જ શાસ્ત્રોમાં આવ્યું અને એ જ સંતો કહે છે. આ શાસ્ત્ર પોકાર કરે છે કે તારું સામર્થ્ય સત્ નું સત્ત્વ એવું છે કે પરાવલંબી વિકલ્પ કે પરાવલંબી જ્ઞાનથી એ પ્રાપ્ત ન થાય. સ્વભાવના જ્ઞાન, શ્રદ્ધા અને શાંતિ દ્વારા જ આત્મા પ્રાપ્ત થાય એવો આત્માનો સ્વભાવ છે. જે કોઈએ આત્મા પ્રાપ્ત કર્યો તેણે ધ્યાનથી જ આત્મા મેળવ્યો છે, શાસ્ત્રથી, | વિકલ્પથી, દેહથી, વાણીથી, તીર્થંકરથી કે સંતોથી આત્મા પ્રાપ્ત કર્યો નથી, ધ્યાનથી જ પ્રાપ્ત કર્યો છે. શ્રોતા અલૌકિક વાત આપ કરો છો. પૂજય ગુરુદેવશ્રી આત્માનું સ્વરૂપ જ અલૌકિક છે તો તેની વાત અલૌકિક જ હોય ને ! દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં આવે છે કે નિશ્ચય અને વ્યવહાર બંને મોક્ષમાર્ગ ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. નિર્મળ પર્યાયના સામર્થ્યથી જ પર્યાયવાન ધ્યાનમાં આવે એવું તેનું સ્વરૂપ છે. શાસ્ત્ર સાંભળવું એ તો ધ્યાનનો ઉપાય છે. શાસ્ત્ર એવું સંભળાવે છે અને શ્રોતા એવું સાંભળે છે કે શાસ્ત્રના અવલંબનથી આત્મા પ્રાપ્ત ન થાય પણ પોતાના અવલંબનથી જ આત્મા પ્રાપ્ત થાય. એકલો ધ્રુવ પરમાત્મા–મહાન આત્મા સિદ્ધથી પણ ભિન્ન મહાન આત્મા છે. સિદ્ધ તો સિદ્ધના પોતાને માટે મહાન છે, પણ પોતાને માટે મહાન પોતાનો આત્મા છે, સિદ્ધ નહિ. આગળ ૨૪મી ગાથામાં આવશે કે આત્મા પોતે જ સર્વ વાતે પરિપૂર્ણ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] [ પરમપ્રકાશ પ્રવચનો આવો મારગ કોઈ મહાન પુણ્યનો યોગ હોય તો સાંભળવા મળે અને એટલો ક્ષયોપશમ હોય તો સમજે. તેમાં આ સાંભળવા મળ્યું કે અમારા તરફના લક્ષથી તારું જ્ઞાન નહિ થાય. આવું જ્ઞાન થાય ત્યારે તેને ઉપકારનો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. * સર્વશની દિવ્યધ્વનિ, સંતોની વાણી, શાસ્ત્ર બધાં એક જ વાત કહે છે ભાઈ! તું તારી મહિમા ઘટાડીને ઓછી આંકીને તારી મહિમા કરવા માંગ એ ક્યાંથી થાય ! પરની મહિમાથી તારી મહિમા ક્યાંથી થાય? તારા સ્વભાવમાં જ્ઞાન આનંદ ભર્યો છે તેનું લક્ષ કર તો જ્ઞાન, આનંદ પ્રાપ્ત થાય. પરના લક્ષે જ્ઞાન, આનંદ ક્યાંથી થાય? આત્માની તાકાત ઓછી માને તેણે આત્માને માન્યો જ નથી. સ્વભાવ તો જેવો છે તેવો જ છે પણ દૃષ્ટિ કરે ત્યારે અનુભવમાં આવે પણ લોકો અન્ય માર્ગે આત્મપ્રાપ્તિ માનીને વૃથા ક્લેશ કરે છે. દયા, દાન, વ્રત, ભક્તિ, તપ કરતાં કરતાં એકવાર બેડો પાર થઈ જશે એમ માનીને કર્યા કરે છે તેના દેહનો તો અભાવ થશે પણ વિકારનો અભાવ થઈને બેડો પાર નહિ થાય. ચિતૂપમાં પરિણામ લગાઓ” આ દિવ્યધ્વનિનો સાર છે. યશ તિલકપુ–શાસ્ત્રમાં કહ્યું છે વીતરાગની વાણી અન્ય છે અને આત્મા અન્ય છે પાંડિત્ય અન્ય છે અને આત્મા અન્ય છે. અહો આત્મા તો રાગરહિત, નયપ્રમાણ રહિત નિર્વિકલ્પ તત્ત્વ છે. માત્ર આનંદસ્વરૂપ છે. તે તરફ લક્ષ લગાવવું અને જ્ઞાન કરવું તે મોક્ષનો ઉપાય છે. લોકો અન્ય માર્ગે લાગેલાં છે અને માર્ગ કોઈ જુદો છે. લોકો તો વ્યવહારના વિકલ્પમાં, ક્રિયાકાંડમાં, બહારના શાસ્ત્ર ભણતરમાં લાગી રહ્યાં છે પણ માર્ગ કોઈ જુદો છે. શાસ્ત્રભણતર ઉપાદેય નથી પણ શાસ્ત્રમાં કહેલો અર્થ શુદ્ધાત્મા તે ઉપાદેય છે આ ૨૩મી ગાથાનો સારાંશ થયો. Page #102 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાલયની જેમ દેહાલયમાં બિરાજતા પરમાત્મા (સળંગ પ્રવચન નં. ૧૭) केवलदर्शनज्ञानमयः केवलसुखस्वभावः । केवलवीर्यस्तं मन्यस्व य एव परापरो भावः ॥२४॥ एतैर्युक्तो लक्षणैः यः परो निष्कलो देवः । स तत्र निवसति परमपदे यः त्रैलोक्यस्य ध्येयः ॥२५॥ यादृशो निर्मलो ज्ञानमयः सिद्धौ निवसति देवः । तादृशो निवसति ब्रह्मा परः देहे मा कुरु भेदम् ॥२६॥ શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથની ૨૩ ગાથા પૂરી થઈ. ૨૪મી ગાથામાં મુનિરાજ કહે છે કે આ આત્મા અનંતગુણ સંપન્ન પદાર્થ છે પણ તે શાસ્ત્રગમ્ય નથી. શાસ્ત્ર છે તે પરદ્રવ્ય છે. તેનાથી જે જ્ઞાન થાય છે તે પણ પરલક્ષી જ્ઞાન છે, તેનાથી આત્માનું જ્ઞાન થતું નથી. માટે આત્મા શાસ્ત્રગમ્ય નથી. ભગવાન આત્મા ઇન્દ્રિયગમ્ય નથી, શાસ્ત્રગમ્ય નથી. આત્મા પોતાના સ્વભાવની દૃષ્ટિ અને જ્ઞાનમાં ગમ્ય થાય છે. અરાગી દૃષ્ટિ, અરાગી જ્ઞાન અને અરાગી શાંતિમાં આત્મ ગમ્ય થાય તેવો છે. આત્મા રાગમાં કે વિકલ્પમાં ગમ્ય થાય તેવો નથી. ઉદયભાવથી પરમપરિણામિકભાવ દૃષ્ટિમાં આવી શકતો નથી. નિર્વિકારી ધર્મધ્યાનની પર્યાયમાં જ આત્મા પ્રહણ થાય છે—ગમ્ય થાય છે અનુભવમાં આવે છે. કેવી છે તે પર્યાય ? કે જેણે ભગવાન પૂર્ણાનંદ પ્રભુનું લક્ષ કર્યું છે એવી ધર્મધ્યાનરૂપ પર્યાયમાં આત્મા ગમ્ય થાય છે. સાક્ષાત્ ભગવાન અહત દેવથી પણ આત્માનું જ્ઞાન થતું નથી, ગુરુથી પણ થતું નથી અને શાસ્ત્રથી પણ આત્માનું જ્ઞાન થતું નથી. વીતરાગ શાંતિનું બિબ ભગવાન આત્મા વીતરાગી શાંતિમાં જ ગમ્ય થાય છે. તે સિવાય આત્મા પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે જ તેનું વિશેષ સ્વરૂપ હજુ ૨૪મી ગાથામાં કહે છે. અહીં સિદ્ધના સ્વરૂપનું વર્ણન કરીને કહે છે કે જેવા સિદ્ધ છે તેવો જ તું છો. દરેક આત્મા સિદ્ધ સમાન છે. આત્મા એક વસ્તુ છે તો તેનો કોઈ ત્રિકાળી સ્વભાવ પણ હોય ને ! સ્વભાવ વગરની વસ્તુ કદી ન હોય. વિદ્યમાન તત્ત્વમાં તેનો ત્રિકાળી સ્વભાવ વિદ્યમાન જ હોય. આ સ્વભાવ પર્યાયમાં પૂર્ણ પ્રગટ થાય તેને સિદ્ધભગવાન કહેવાય. જેવા સિદ્ધ છે તેવા જ દરેક આત્મા છે. સિદ્ધભગવાનમાં અને આત્મામાં કિંચિત્ ફેર નથી. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પ્રભુ ! આ સિદ્ધભગવાન અને તેના જેવા જ નિજ આત્માનું સ્વરૂપ ખ્યાલમાં કેવી રીતે આવે ? કે શુદ્ધ, સહજાનંદમૂર્તિ પૂર્ણ દ્રવ્યસ્વભાવની અંતરદૃષ્ટિ કરે ત્યારે જ સિદ્ધ અને સિદ્ધ સમાન આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવે. સિદ્ધભગવાન કેવળજ્ઞાન અને કેવળદર્શન પર્યાયમય છે અને શુદ્ધ આત્મા કેવળ માત્ર જ્ઞાન—દર્શનમય છે. ભગવાન પ્રગટ કેવળજ્ઞાન—દર્શનની પર્યાયમય છે અને આત્મા ગુણમયસ્વભાવમય છે. તે સ્વભાવ અસહાય છે તેમ સિદ્ધભગવાનની પ્રગટ પર્યાય પણ અસહાય છે તેને કોઈની સહાય—મદદની જરૂર નથી. ભગવાન આત્મા નિર્વિકલ્પ શાંતિ સમાધિસ્વરૂપ છે અને સિદ્ધભગવાનને પર્યાયમાં પણ નિર્વિકલ્પ શાંતિ સમાધિ પ્રગટી ગઈ છે. ભગવાન આત્મા અને સિદ્ધભગવાન સર્વ વાતે પરિપૂર્ણ છે.-પોતે ભગવાન આત્મા સુખસ્વરૂપ છે છતાં બહારમાં, રાગમાં સુખ શોધવા જાય તે ક્યાંથી મળે ? ભક્તિમાં—સ્તવનમાં પણ આવે છે કે ‘તું સબ બાતે પૂરા.' તારે કાંઈ બહાર શોધવાની જરૂર નથી. મુક્તિમાં—સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે અને દેહ દેવાલયમાં આ પરમાત્મા બિરાજમાન છે. આગળની ગાથામાં આવશે કે જેવું સિદ્ધાલય છે તેવું જ દેહાલય—દેહરૂપી મંદિર છે. સિદ્ધાલયમાં અનંતા પ્રગટ સિદ્ધ પરમાત્મા બિરાજે છે તો દેહરૂપી દેવાલયમાં અનંતગુણ સંપન્ન ભગવાન આત્મા બિરાજે છે. તેમાં દૃષ્ટિ કરવાથી આત્મા પર્યાયમાં પ્રગટ થાય છે. સિદ્ધભગવાન ઉપર દૃષ્ટિ કરવાથી આત્મા પ્રગટ થતો નથી. હરણની ડૂંટીમાં કસ્તૂરી હોય છે છતાં તે બહાર શોધે છે તેમ ભગવાન આત્મા પોતે દેહરૂપી દેવાલયમાં બિરાજમાન હોવા છતાં બહાર શોધે છે તો ક્યાંથી મળે ? અતીન્દ્રિય પરમ આનંદસ્વરૂપ, અનંત ગુણની પૂર્ણ પર્યાયની રચના કરવાવાળું પરમ બેહદ વીર્યસ્વરૂપ એવા અચિંત્ય અનંત ગુણસ્વરૂપ સિદ્ધભગવાન છે એવો જ આ આત્મા છે. પં. બનારસીદાસજી બંધ અધિકારમાં કહે છે ને, મેરો ધની નહિ દૂર દેશાંતર, મોહિમેં હૈ મોહિ સુજત નીકે.' મારો ધણી શુદ્ધ આત્મા ક્યાંય દૂર દેશાંતર કે પર્વતાદિમાં નથી, મારો આત્મા પુણ્ય પાપના વિકલ્પથી પણ રહિત અંતરમાં બિરાજમાન છે તે મને મારી પર્યાયમાં ભલી રીતે ગ઼ાય છે. શુદ્ધભાવમાં સ્થિર ન રહી શકાય ત્યારે શુભભાવમાં અશુભથી બચવા માટે ભગવાનની ભક્તિ આદિનો ભાવ તેના કાળે આવે છે પણ તેનો અર્થ એવો નથી કે ભગવાન મને મારો શુદ્ધ આત્મા આપે છે કે શુભભાવથી આત્મા પ્રાપ્ત થાય એવો પણ અર્થ નથી. પહેલી ચોટે જ નક્કી થવું જોઈએ કે મારો દેહાતીત, મનાતીત ભગવાન આત્મા અંતરદૃષ્ટિમાં જ પ્રગટ થાય. આત્મા તો અબંધ મુક્તસ્વરૂપ છે. વસ્તુને વળી બંધ કેવો ! Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૭ ) [ ૯૧ વસ્તુ ત્રિકાળ મુક્તસ્વરૂપ છે તો બંધન રહિત મુક્ત–અરાગ–વીતરાગ પરિણામમાં આત્માનો અનુભવ થાય છે. તે સિવાય અનુભવનો બીજો કોઈ ઉપાય નથી. | વિકલ્પથી આત્મા પકડાય એમ માનનારો તો પામર છે. વિકલ્પ, જે આત્માથી વિરુદ્ધ સ્વરૂપ છે—દુશ્મન છે તેના વડે આત્મા પ્રાપ્ત કરવા માંગે છે, તે દુમનને વશ થઈ ગયેલો પામર છે. તેણે તો પરમાત્માને પામર માની લીધો. અહો ! આત્મા તો અનંત જ્ઞાન, દર્શન, વીર્યસંપન્ન પ્રભુ છે. ભગવાન અહંદુ દેવ ઉત્કૃષ્ટ છે તેનાથી પણ સિદ્ધભગવાન ઉત્કૃષ્ટ છે, તેનાથી પણ ઉત્કૃષ્ટ પોતાનો દ્રવ્યસ્વભાવ છે. તે કોઈ પરની સહાયથી પ્રાપ્ત થાય તેવો નથી. કેમ કે ભગવાન સિદ્ધનું લક્ષ કરવાથી પણ આત્મા પ્રાપ્ત થતો નથી, એ તો પોતાના સ્વભાવની આરાધનાથી જ પ્રાપ્ત થાય તેવો છે. અરે ! પરમાત્મસ્વરૂપ શું છે, તેમાં કેવી કેવી શક્તિ ભરી પડી છે, તેના સ્વભાવની અચિંત્યતા કેવી છે તેનો આ જીવે કદી ખ્યાલ પણ કર્યો નથી. કેમ કે જ્ઞાન, દર્શન, વિર્યાદિના જે પ્રગટ અંશો–પર્યાયો છે તેનું વલણે આખું પર તરફ જ ચાલ્યું ગયું છે. અનાદિથી જીવની આ દશા છે. જે વર્તમાન પ્રગટ અંશો છે તે, જેના છે તેની સાથે જોડવાને બદલે અજ્ઞાની એ અંશો જેના નથી એવા પર નિમિત્તો સાથે જોડે છે. જ્ઞાનના અંશમાં રાગ નથી અને રાગમાં જ્ઞાનનો અંશ નથી છતાં અજ્ઞાની જ્ઞાનને રાગમાં જોડે છે. ખરેખર જ્ઞાન કોનો અંશ છે એમ દૃષ્ટિ કરે તો પૂર્ણાનંદ, જ્ઞાનસ્વરૂપ આત્માનો પત્તો લાગી જાય. પણ અનાદિકાળથી જીવે પોતાનું લક્ષ જ કર્યું નથી. લક્ષ તો નથી કર્યું પણ આ મારો આત્મા જ લક્ષ કરવાલાયક છે એવો નિશ્ચય પણ કદી કર્યો નથી. ભગવાન આત્મા બરફની અકષાય શાંતરસની શિલા છે. વર્તમાન અંશમાં શાંતિ નથી, આનંદ નથી પણ આકુળતા છે, તે ક્યાંથી આવે છે? અદ્ધરથી આવે છે? આકુળતા પણ અકષાય સ્વરૂપને જાહેર કરે છે. જ્ઞાનના અંશ વડે આખા અંશીને જાણી શકાય છે. ' અરે જીવને પોતાને પોતાની કિંમત નથી અને દેહની, રાગની, હીરા-માણેકની કિમત આવે છે. કિમત કરવાવાળાને પોતાની કિંમતી ચીજની મહિમા નથી આવતી અને જડ-ધૂળ-માટીની કિંમત આવે છે. ભાઈ ! તારા સ્વભાવની કિંમત કર્યા વિના, સ્વભાવનું લક્ષ કર્યા વિના તને કદી શાંતિ નહિ થાય. આશા ઔરનકી ક્યા કીજે, જ્ઞાન સુધારસ પીજે...” સિદ્ધભગવાનની પણ આશા કરવાની નથી. હું તો સિદ્ધથી પણ ઉત્કૃષ્ટ છું. મારો સ્વભાવના લક્ષે મને શાંતિ થશે એમ પહેલાં નક્કી તો કરે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ) / ઘરમાWકાશ પ્રવચનો આ ૨૪ ગાથા પૂરી થઈ. હવે ૨૫મી ગાથામાં કહે છે કે ત્રણલોકમાં વંદન કરવા યોગ્ય શુદ્ધાત્મા કહ્યો છે તે જ લોકના અગ્રભાગમાં બિરાજે છે. સિદ્ધભગવાન વ્યક્તિ પરમાત્મા છે અને આત્મા અવ્યક્ત પણ દ્રવ્યસ્વભાવે પરમાત્મા છે, તેનું લક્ષ કરીને ધ્યાન કરવું તે વ્યક્તિ સિદ્ધ પરમાત્મા થવાનો ઉપાય છે નિજ પરમાત્માની સન્મુખ જઈ તેમાં એકાગ્ર થવું તે પ્રગટ પરમાત્મા થવાનો ઉપાય છે. ત્રણલોકમાં જે આરાધ્ય છે એવા સિદ્ધપરમાત્મા લોકના અગ્રભાગમાં બિરાજમાન છે. તેનાથી આગળ ધર્માસ્તિકાય નથી માટે સિદ્ધભગવાન આગળ જઈ શકતાં નથી એમ કહે છે તો તેણે સિદ્ધભગવાનને પણ પરતંત્ર ઠરાવ્યાં. ભાઈ ! સિદ્ધભગવાન પરતંત્ર નથી, સ્વતંત્ર છે. સિદ્ધભગવાનની ત્યાં જ સ્થિર થવાની યોગ્યતા છે. ધર્માસ્તિકાય નથી એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેની વાત છે. ત્રણલોકના નાથ સિદ્ધભગવાનને આદર્શ બનાવીને હું સિદ્ધ જેવો જ છું એમ દૃષ્ટિ કરવી. હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરના કામ જો ને.” હરિ એટલે આત્મા. જે પાપના ઓઘને હરે તેને હરિ કહેવાય. પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતાં લેવું નામ જો ને.... સ્વભાવ તરફ પ્રથમ પૂરી અર્પણતા આવ્યા વગર સ્વભાવ સન્મુખ ગતિ-રુચિ થતી જ નથી. પંચાધ્યાયમાં પાઠ છે કે “પાપ મોષ હરતિ રૂત્તિ હર' અજ્ઞાન અને મિથ્યાત્વના પાપના ઓઘને હણે તે હરિ છે. અરે ! જીવે પોતાના દરબારમાં કેવા કેવા પ્રકારની કેટલી કેટલી શક્તિશાળી વસ્તુ ભરી છે તેનું લક્ષ કદી કર્યું નથી; અરે, તેની વાત પણ રુચિથી સાંભળી નથી. આ ૨૫મી ગાથામાં, જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ કહ્યું છે તે સમાન આત્માનું સ્વરૂપ છે એ જ ઉપાદેય છે, એમ કહ્યું છે. જેના એક એક ગુણોનું અનંત સામર્થ્ય છે એવા અખંડ દ્રવ્યના સામર્થ્યનું શું કહેવું એવો સામર્થ્યવાન નિજ આત્મા જ ઉપાદેય છે. સિદ્ધભગવાનને તો અહીં બાદ કર્યા છે, કેમ કે સિદ્ધભગવાનના લક્ષથી સિદ્ધ થવાતું નથી. તો જેના લક્ષથી સિદ્ધ થવાય છે એવો નિજ આત્મા જ પોતાના માટે ઉત્કૃષ્ટ છે એમ અહીં કહેવું છે. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. અમારો સદ્ગુરુ સાહેબો પરમાત્મા અમારી પાસે છે તે ક્યાંય ગયો નથી. અનંત ગુણનો સાહેબ પ્રભુ કોઈ પાસે હાથ જોડવા જાય એમ ત્રણકાળમાં બને નહિ અને બીજાં પાસે હાથ જોડવાથી પ્રભુ આત્મા પ્રાપ્ત થાય એમ પણ બને નહિ. Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૭ ] [ ૯૩ પ્રભુ આત્મા શરીરના રજકણેરજકણથી પાર છે અને પોતાના એક એક ગુણના અનંત સામર્થ્યથી અપાર છે. આવો ભગવાન આત્મા દેહ દેવાલયમાં બિરાજમાન છે. ‘જો સિદ્ધાલય હૈ વહ દેવાલય હૈ.' સિદ્ધભગવાન સિદ્ધાલયમાં બિરાજે છે તેમ આત્મા દેહરૂપી દેવાલયમાં બિરાજમાન છે. અહીં દશેય ગાથા દ્વારા સિદ્ધનું સ્વરૂપ બતાવીને મૂળ તો આત્મા એવો જ છે એ સમજાવવાનું પ્રયોજન છે. સર્વ વાતે પૂરો પ્રભુ તું સિદ્ધ સમાન છો. એવા અંતઃસ્વભાવનું માહાત્મ્ય કરીને નિર્વિકલ્પ થઈ જા તો જ્યાં સિદ્ધ બિરાજે છે ત્યાં તું પણ પહોંચી જઈશ. અનંતગુણનો રક્ષપાળ એવો ભગવાન તારા દેહરૂપી દેવાલયમાં બિરાજમાન છે. તેનું લક્ષ કર ! તને ભગવાનની પૂજા–ભક્તિનો ભાવ આવશે પણ ધ્યેય તો ભગવાન જેવાં એક નિષ્ક્રિય શુદ્ધાત્માનું જ રાખજે. અમારે ગુજરાતી ભક્તિમાં આવે છે ઃ ‘મારો હંસલો નાનો ને દેવળ જૂનુ થયું' પણ ભાઈ ! એ દેવળમાં મારાપણું છોડ અને જો કે તું નાનો નથી. તું તો મહાન છો —મોટો છો. સાધક થયાં પછી સિદ્ધ થવામાં અનંતકાળ લાગતો નથી. અસંખ્ય સમયની અંદર સાધક સિદ્ધ બની જાય છે. તો અનંતકાળમાં આવા અનંત સિદ્ધો થઈ ગયા તે બધાં લોકાગ્રે બિરાજમાન છે. મનથી પાર, વચનથી પાર, કાયાથી પાર લોકાતીત ભગવાન અનંત સિદ્ધો બિરાજે છે તેની યથાર્થ અંતર શ્રદ્ધા, જ્ઞાન કરવાથી પરમાત્માનો પત્તો લાગે છે બીજો કોઈ ઉપાય નથી. હવે આગળ જેવા પ્રગટ પરમાત્મા મુક્તિમાં છે એવા શુદ્ઘનયથી શક્તિરૂપ પરમાત્મા દેહમાં છે એમ ૨૬મી ગાથા દ્વારા કહેવાય છે. જેમ લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ પડી છે તે લૂંટવાથી પ્રગટ થાય છે તેમ પૂર્ણાનંદ પ્રભુ શક્તિરૂપ પરમાત્મામાં એકાગ્રતા કરવાથી પ્રગટ પરમાત્મા થાય છે ઃ—પર્યાયમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય છે. આ ૨૬મી ગાથામાં કહે છે કે કેવા છે કાર્ય પરમાત્મા? ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મથી રહિત અનંત કેવળજ્ઞાનાદિ પ્રગટ ગુણોથી સહિત છે. જેને વિકલ્પ નથી, આઠ કર્મો સાથે નિમિત્ત–સંબંધ રહ્યો નથી અને દેહાદિ સાથે અનુપચાર સંબંધ હતો તે પણ છૂટી ગયો છે અને કેવળજ્ઞાન, દર્શન આદિ અનંતગુણો પ્રગટ થયા છે એવા દેવાધિદેવ પરમ આરાધ્યદેવ મુક્તિમાં બિરાજે છે તેના જેવા જ બધાં લક્ષણો સહિત દરેક આત્મા છે. જેવા સિદ્ધ એવો જ પરમ આનંદરૂપ, શુદ્ધ પરમાત્મા બિરાજે છે, તેમાં એકાગ્રતા કર તો તેમાંથી અતીન્દ્રિયરસ ઝરશે. * Page #107 -------------------------------------------------------------------------- ________________ દેહમાં વસતાં જીવને તું પરમાત્મા જાણ (સળંગ પ્રવચન નં.-૧૮) यादृशो निर्मलो ज्ञानमयः सिद्धौ निवसति देवः । तादृशो निवसति ब्रह्मा परः देहे मा कुरु भेदम् ||२६|| येन दृष्टेन त्रुट्यन्ति लघु कर्माणि पूर्वकृतानि । तं पर जानासि योगिन् देहे वसन्तं न किम् ||२७|| આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. લગભગ ૮૦૦૯૦૦ વર્ષ પહેલાં યોગીન્દ્રદેવે આ શાસ્ત્રની રચના કરી છે. મુનિરાજને શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવ્યો અને શબ્દોની રચના થઈ ગઈ. તેમાં ૨૬મી ગાથામાં શિષ્યને ઉદ્દેશીને સર્વ આત્માઓને કહે છે કે હે પ્રભાકર ભટ્ટ ! સિદ્ધભગવાનમાં અને તારા આત્મામાં ભેદ ન કર ! તારો આત્મા સિદ્ધસ્વરૂપે અંદરમાં બિરાજમાન છે, તેની દૃષ્ટિ લગાવીને ધ્યાન કર. એ જ પરમાત્મશક્તિમાંથી પ્રગટ પરમાત્મા થવાનો ઉપાય છે. આ જ વાત શ્રી કુંદકુંદાચાર્યે અષ્ટપાહુડમાં મોક્ષપાહુડની ૧૦૩ ગાથામાં કહી છે કે નમસ્કાર કરવા લાયક મહાપુરુષો પણ જેને નમસ્કાર કરે છે એટલે નમસ્કાર કરવાલાયક મહાપુરુષોને પણ જે નમસ્કાર કરવાયોગ્ય છે એવો તું આત્મા છો. સ્તુતિ કરવા લાયક અને ધ્યાન કરવાલાયક એવા આચાર્ય આદિ પણ જેનું ધ્યાન કરે છે એવો જ આ આત્મા છે. આવો આ આત્મા—જીવ નામનો પદાર્થ આ દેહમાં જ વસે છે. જરાય દૂર નથી. તેને જ તું પરમાત્મા જાણ અને તેનું જ ધ્યાન કર. તીર્થંકરો જે થઈ ગયા તે પણ જ્યારે સાધુ હતાં ત્યારે આ આત્માનું જ ધ્યાન કરતાં હતાં. આત્માના ધ્યાનથી જ તીર્થંકર આદિ મહાપુરુષો થયા છે. માટે કહ્યું કે વંદન કરવાયોગ્ય પુરુષો પણ જેને વંદન કરે છે એવો તું આત્મા છો. તત્ત્વાનુશાસનમાં એક પ્રશ્ન ઉઠાવ્યો છે પ્રભુ ! આપ આત્માના અરિહંતપદનું ધ્યાન કરવાનું કહો છો પણ આત્મામાં અરિહંતદશા તો છે નહિ તેનું ધ્યાન કેવી રીતે કરવું ? તેના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે કે ભાઈ ! આત્મદ્રવ્યમાં વર્તમાનમાં અરિહંતપર્યાય પડી છે. ભૂત, ભવિષ્યની પર્યાયો દ્રવ્યમાં જ રહે છે. અરિહંતપદ, સિદ્ધપદ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદ એ પાંચેય આત્માના જ પદ છે આત્માની જ પર્યાય છે. મુનિરાજનું શરીર કે વિકલ્પ એ મુનિપદ નથી, અંતરમાં પ્રગટેલી શુદ્ધિ તે મુનિપદ છે. એમ પાંચેય પરમેષ્ઠીપદ એ આત્માની પર્યાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૮ ] [ ૯૫ આ આત્મા ભવિષ્યમાં સર્વજ્ઞ થવાનો છે તો તે ભવિષ્યની પર્યાય આ દ્રવ્યમાં જ પડી છે. સર્વદ્રવ્યેષુ સર્વવા દ્રવ્યરૂપેળાસ્તે એટલે સર્વ દ્રવ્યમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ—આ બધાં દ્રવ્યમાં ભૂતકાળની અને ભવિષ્યકાળની પર્યાય વર્તમાનમાં દ્રવ્ય સાથે તાદાત્મ્યરૂપે પડી છે. ન હોય તો તે પ્રગટ ક્યાંથી થાય? જો તે જૂઠ મૂઠ હોય તો શાંતિ પ્રગટ ક્યાંથી થાય? માટે પોતાના અરિહંતપદનું ધ્યાન કરવું તે ભ્રમ છે એમ કોઈ કહે તો તેની વાત જૂઠી છે. આ ભ્રમ નથી. અરિહંત અને સિદ્ધપદ આત્મામાં વર્તમાનમાં દ્રવ્યરૂપે–દ્રવ્યનિક્ષેપરૂપે વસ્તુરૂપ છે. જો વસ્તુરૂપ ન હોય તો તેનું ધ્યાન કરવાથી શાંતિ પણ પ્રગટ ન થાય. વર્તમાનમાં અલ્પજ્ઞપર્યાય હોવા છતાં દ્રવ્યમાં પૂર્ણ...પૂર્ણ પર્યાય વસ્તુરૂપે ભરી પડી છે. વર્તમાન એક સમયની પર્યાય સિવાયની ભૂત અને ભવિષ્યની અનંત પર્યાય દ્રવ્યમાં પડી છે. ન હોય તો તો આવે જ ક્યાંથી ? આ ભવ્ય જીવની વાત ચાલે છે. ભવ્ય લાયક જીવને ભવિષ્યમાં અરિહંત અને સિદ્ધપર્યાય પ્રગટ થશે, થશે ને થશે જ. અને જેને દ્રવ્યસ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા થઈ છે તેને તો અલ્પકાળમાં જ સિદ્ધપર્યાય પ્રગટ થશે, થશે અને થશે જ. તો એ પર્યાય વર્તમાનમાં ક્યાં રહે છે ?—કે તે દ્રવ્યરૂપે વસ્તુમાં જ રહેલી છે માટે જ તેના ધ્યાનથી પર્યાયમાં શાંતિ આદિ સર્વ ગુણોની નિર્મળતા પ્રગટ થાય છે. જો અરિહંતપદ અંતરમાં ન હોય તો હું અરિહંત છું' એવું ધ્યાન કરવાવાળાને કષાય ઉત્પન્ન થવો જોઈએ. પણ તેને તો શાંતિ ઉત્પન્ન થાય છે. માટે અરિહંતનું ધ્યાન જુદું નથી. ઉત્પાદ્–વ્યય ધ્રુવયુક્તમ્ સત્ છે. પુદ્ગલદ્રવ્યમાં પણ તેની ભૂત, ભવિષ્યની પર્યાયો સત્રૂપે દ્રવ્યમાં પડી છે, એમ છએ દ્રવ્યની પર્યાયો તે-તે દ્રવ્યમાં રહેલી છે પણ અહીં તો આપણે જીવની નિર્મળ પર્યાયની વાત ચાલે છે કે અરિહંત અને સિદ્ધદશા તારા જીવદ્રવ્યમાં પડી છે. પર્યાયમાં વર્તમાનમાં સિદ્ધદશા નથી પણ દ્રવ્યમાં વર્તમાનમાં જ સિદ્ધપણું પડ્યું છે તેની શ્રદ્ધા અને ધ્યાન કરનારને અલ્પકાળમાં જ સિદ્ધદશા પ્રગટ થાય છે. શરીરની ક્રિયા, વિકલ્પ કે વ્યવહારરત્નત્રયના ધ્યાનથી સિદ્ધદશા પ્રગટ થતી નથી એકમાત્ર નિશ્ચયસ્વભાવના ધ્યાનથી જ મોક્ષદશા પ્રાપ્ત થાય છે. આકાશદ્રવ્યની અનંત શ્રેણી ધારા છે તેમાંથી એક જ શ્રેણીમાં ત્રણકાળના સમયો સમાય જાય છે અને ત્રણકાળના સમય જેટલી જ દરેક દ્રવ્યના એક એક ગુણની પર્યાય છે. પણ એ પર્યાયની શક્તિનો કોઈ પાર નથી. ક્ષેત્ર નાનું છે પણ એક એક પર્યાયનું ભાવસામર્થ્ય અનંતગણું છે. આવું સામર્થ્ય વર્તમાનમાં જ દ્રવ્યમાં રહેલું છે માટે તેના ધ્યાનથી શાંતિ પ્રગટ થાય છે. સત્ હોય તેમાંથી શાંતિ આવે. અસમાંથી કેવી રીતે આવે? વર્તમાનમાં જ તું સિદ્ધસમાન સામર્થ્યવાળો છે તેનો વિશ્વાસ કર ! ભ્રાંતિ છોડ–ભ્રમ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ન કર. આ તો પરમાત્મપ્રકાશ છે ને ! પરમાત્માની જેટલી પર્યાય પ્રગટ થવાની છે તે બધી દ્રવ્યમાં રહેલી છે માટે એવા પરમાત્મસ્વરૂપ નિજ આત્માનું ધ્યાન કરો. નિજ–ભગવાનનું સન્માન સત્કાર કરો તો કેવળજ્ઞાન પ્રગટ થઈ જશે. ભગવાન કુંદકુંદ આચાર્યદેવ કહે છે કે પાંચેય પદ આત્માના છે તો એ પાંચેય પર્યાય વર્તમાનમાં આત્મામાં ન હોય તો ક્યાંથી આવે? વર્તમાનમાં જ દ્રવ્યમાં અરિહંતાદિ પદ રહેલાં છે. દ્રવ્યમાં આવો પાવર–શક્તિ રહેલી છે એવી શ્રદ્ધા ન આવે ત્યાં સુધી નિર્વિકલ્પદૃષ્ટિ થતી નથી. નિર્વિકલ્પ દૃષ્ટિમાં જ એવી તાકાત છે કે એક સમયમાં હું પૂર્ણ પરમાત્મા વર્તમાનમાં જ છું એવી પ્રતીતિ કરી લે છે. શંકા છોડી દે...નિઃશંક થા કે જેવા સિદ્ધ છે તેવો જ હું છું. અમે જેવા કહીએ છીએ તેવો જ તું છો એમાં શંકા ન લાવ. જેવો તારો સ્વભાવ છે તેવી જ તને પ્રતીતિ કરાવીએ છીએ, સ્વભાવમાં નથી અને કહીએ છીએ એમ નથી. અરે, ભગવાન તારા ઘરે બિરાજમાન છે અને તું બહાર કોને શોધવા જાય છે? તારા દ્રવ્યમાં અનંત સિદ્ધપર્યાય છે.છે ને છે જ. પરિપૂર્ણ પર્યાયની અસ્તિ છે ત્યાં નાસ્તિની વાત જ નથી, અહોહો ! વર્તમાનમાં પૂર્ણ! વર્તમાનમાં કેવળજ્ઞાન, વર્તમાનમાં પૂર્ણ વીર્ય, વર્તમાનમાં કેવળ દ્રષ્ટા આદિ બધું વર્તમાનમાં જ છે, તેની મહિમા લાવી ધ્યાન લગાવ તો તને પર્યાયમાં પરમાત્મા પ્રગટ થશે. હવે ૨૭મી ગાથામાં, જે શુદ્ધાત્માને સમ્યજ્ઞાનરૂપી નેત્ર વડે જોવાથી પહેલાં ઉપાર્જન કરેલાં કર્મો નાશ પામી જાય છે તેને તે યોગી! તું કેમ ઓળખતો નથી એમ કહે છે. | સદા આનંદરૂપ, નિર્વિકલ્પ સમાધિસ્વરૂપ નિર્મલ નેત્રો વડે જોવાથી સમ્યજ્ઞાનરૂપી નેત્ર વડે આત્માને જોવાથી–સ્વસંવેદન વડે આત્માને અનુભવતાં પૂર્વે અજ્ઞાનદશામાં બાંધેલાં કર્મો છૂટી જાય છે. ભગવાન આત્મા તો સદા આનંદરૂપ અને પૂર્ણ છે જ. પણ તેને જોનારું સમ્યજ્ઞાનરૂપી નેત્ર પણ સદા આનંદરૂપ છે. તેમાં કદી રાગ આવી જાય છે એમ બનતું નથી. પણ આ સદા આનંદરૂપ આત્માની વાત જીવને કદી સાંભળવામાં આવી નથી. પરમાત્મા ક્યાં છે અને પામર શોધે છે ક્યાં? ક્રિયાકાંડ, દયા–દાન અને વ્રત, ભક્તિ કરતાં કરતાં આત્મા મળી જશે એમ માની બેઠો છે પણ તેમાં આત્મા ક્યાં છે કે મળે ? ચિદાનંદ આત્મામાં ભવિષ્યમાં પ્રગટ થનારી અનંત સિદ્ધપર્યાય પડી છે તેથી પર્યાયમાં તેનો એન્લાર્જ થાય છે. સ્વભાવ...સ્વભાવ જેમાં અનંતી નિર્મળતા ભરી છે તેમાં દૃષ્ટિ કરવાથી પૂર્વે અજ્ઞાનથી ઉપજાવેલા કર્મો ખરી પડે છે. A કહે છે ને જિનબિંબના દર્શનથી નિદ્ધત્ત અને નિકાચિત કર્મોનો ભૂક્કો બોલી જાય. Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૮ ) / ૯૭ છે, તે કર્યું જિનબિંબ? કે આ નિજબિંબના દર્શન માત્રથી કર્મો ચુર્ણ થઈ જાય છે. લોકો રાડ નાખે છે. મારાગ બે છે, બે છે. પણ ભાઈ, મારગ બે ન હોય. માર્ગ તો એક જ છે પણ તેની કથનપદ્ધતિ બે પ્રકારની છે. મોક્ષમાર્ગ એક જ છે. અબંધસ્વરૂપ ભગવાનમાં વર્તમાનમાં અનંત સિદ્ધપદ પડ્યાં છે તેની નિર્વિકલ્પદૃષ્ટિ કરવાથી તે પર્યાયમાં પ્રગટ થાય છે. આ એક જ માર્ગ છે. બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. વ્યવહારથી પણ લાભ થાય અને નિશ્ચયથી પણ લાભ થાય એમ માનવું તે અનેકાન્ત છે એવું માનનારા અજ્ઞાનીને કહે છે પ્રભુ! શાંત થા, શાંત થા. ધીરો થા, આત્મા–વસ્તુ નિજકળાથી પ્રાપ્ત થાય તેવી ચીજ છે. રાગાદિ પરકળાથી પ્રાપ્ત થાય એવી એ વસ્તુ જ નથી માટે વ્યવહારથી લાભ ન થાય ભાઈ ! પરમાનંદ વિતરાગપિંડ જિદ્રબિંબ નિજ પરમાત્માના અનાદરથી પૂર્વે જે કર્મો જીવે બાંધ્યા હતાં તે આ ભગવાન આત્માના આદરથી તૂટી જાય છે. અજ્ઞાનથી બાંધ્યા કર્મ જ્ઞાનથી તૂટી જાય છે. પૂર્ણાનંદ નિસ્વરૂપનો આશ્રય અવલંબન ન લેતાં રાગાદિનું અવલંબન કર્યું–રાગાદિના અસ્તિત્ત્વમાં પોતાનું પદ માન્યું તો નવા કર્મ બંધાયા તે પોતાના ભગવાનનો આશ્રય લે ત્યારે જ છૂટે છે. આત્માના અનાશ્રયથી બંધાયેલાં કર્મ આત્માના આશ્રયથી છૂટે છે. આમાં નિર્જરા અને મોક્ષની વિધિ આવી ગઈ. કોઈ એમ કહે કે શુભ વિકલ્પથી નિર્જરા થાય, શુભભાવથી ક્ષાયિક સમ્યકત્વ થાય એ વાતનો અહીં નિષેધ થઈ જાય છે. અરે, પહેલાં ભગવાન આત્માને રુચિમાં તો લે, વિચાર અને ધ્યાનમાં ભગવાન આત્માનું અવલંબન લે તો તારાં પૂર્વના કર્મો બધાં ચૂર્ણ થઈ જશે અને તું પરમાત્મા થઈ જઈશ. તિજોરીને તાળું માર્યું હોય ત્યાં સુધી માલ ક્યાંથી નીકળે? તાળું ખોલી નાંખે તો માલ નીકળે. તેમ આત્મામાં રાગની એકત્વબુદ્ધિનું તાળું લાગેલું છે ત્યાં સુધી પરમાત્મા પ્રગટ થતો નથી. સ્વભાવની એકતા વડે રોગની એકતાનું તાળું ખોલી નાંખે તો અંદરથી પરમાત્મા પ્રગટ થશે. ક્યાંય બહારમાં તો આત્મા છે નહિ. શેત્રુંજય કે શિખરજીના પર્વતમાં કે મંદિરમાં કે માનસ્તંભમાં આત્મા નથી. વનવાસી દિગંબર સંત યોગીન્દ્રદેવ કહે છે આત્મા રાગવાળો નથી, કર્મવાળો નથી, શરીરવાળો નથી, આત્મા અલ્પજ્ઞપર્યાય જેવડો નથી. આત્મા તો સિદ્ધસ્વરૂપ પૂર્ણસ્વભાવવાળો છે. પ્રભાકર ભટ્ટ શિષ્યને સંબોધીને આખા જગતને કહે છે પ્રભુ ! તું સર્વગુણસંપન્ન પ્રભુ છો–અનંતગુણનો નિધાન છો. માત્ર તારે તેની દૃષ્ટિ કરવાની છે. નિધાનમાં નજર પડતાં નિધાન ખુલી જશે. સર્વદા વીતરાગ પરમદેવે કહેલો આ માર્ગ છે. બાકી બધાં અજ્ઞાનીએ કહેલાં માર્ગ છે. અહાહા ! પરમાત્મપ્રકાશ પરમાત્માનો સ્તંભ ખડો કરી દીધો છે. હે યોગી! સદા આનંદસ્વરૂપ ભગવાન આ દેહમાં જ રહેલો છે. તેને તું Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કેમ જાણતો નથી ! સર્વને જાણનારો તું તને કેમ જાણતો નથી? અનંત જ્ઞાન, દર્શન, સુખ, બેહદ વીર્ય આદિ અનંતગુણ સ્વરૂપ આત્માનું જ્ઞાન કરવાથી જ કર્મો નાશ પામે છે. તારું દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું છે. તે શરીરરૂપ કે રાગરૂપ જેવડું પણ દ્રવ્ય થઈ જતું ભગવાન ! જ રહે કે કર્મરૂપ તો થતું નથી, પણ એક સમયની અલ્પજ્ઞ પર્યાય નથી. દ્રવ્ય તો જેવું છે તેવું જ છે. તેને તું સારી રીતે ઓળખ ! ચર્મચક્ષુથી આત્મા દેખાય તેવો નથી. શુભરાગ પણ ચર્મચક્ષુ છે, ચૈતન્યચક્ષુ નથી માટે તેનાથી પણ આત્મા ન જણાય. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં જે ફરમાવતા હતા તે જ વાત સંતો કહે છે. આ તો પોતાના ઘરની પોતાની જ વાત છે. જગતના પ્રપંચોને તું જાણે છે અને પોતાના સ્વભાવને જાણતો નથી ? જાણવાવાળાને જાણતો નથી ? તું તેને કેમ નથી જાણતો ? જાણવાવાળાને જાણ્યા વગર દુનિયાના પ્રપંચમાં કેમ પડ્યો છે ? પોતાના દ્રવ્ય સિવાય પરદ્રવ્યનું જ્ઞાન કરવું એ પણ પ્રપંચ છે. જે દેખવાની ચીજ છે તેને કેમ જાણતો નથી? જે જાણવાની ચીજ છે તેને કેમ જાણતો નથી ? જેમાં ઠરવા જેવું છે તેમાં કેમ ઠરતો નથી ? પૂર્ણાનંદ પ્રભુ જ દેખવાની, જાણવાની અને ઠરવાની ચીજ છે. આ એક નિજસ્વરૂપ જ ઉપાદેય છે. હવે પાંચ પ્રક્ષેપકો દ્વારા આત્માની જ વાત કહે છે. ભગવાન આત્મામાં અતીન્દ્રિયસુખથી વિપરીત એવા આકુળતાજન્ય ઇન્દ્રિયસુખની ગંધ પણ નથી. ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદને ભોગવવાવાળો છે. આવું જાણતાં ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દષ્ટિ, ઇન્દ્રિયના ભોગોને કાગ—વિષ્ટા સમાન તુચ્છ જાણે છે. ‘ચક્રવર્તીકી સંપદા, ઇન્દ્ર સરીખા ભોગ, કાગવીટ સમ જાનત હૈ, સમ્યદૃષ્ટિ લોગ. ભગવાન આત્મામાં બહારની સંપદા પણ નથી અને ઇન્દ્રિયના ભોગોમાં સુખદુઃખની કલ્પના કરવી એ પણ આત્મામાં નથી. Page #112 -------------------------------------------------------------------------- ________________ SANAKANANANAGAGAGAGAGANACACACACACAGAY પરમાત્માના સ્વરૂપનું પ્રકાશન ARCRCRCRCRCR (સળંગ પ્રવચન નં. ૧૯) यत्र नेन्द्रियसुखदुःखानि यत्र न मनोव्यापारः । तं आत्मानं मन्यस्व जीव त्वं अन्यत्परमपहर ||२८|| देहादेहयोः यो वसति भेदाभेदनयेन । तमात्मानं मन्यस्व जीव त्वं किमन्येन बहुना ||२६|| શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ ભાગની ગાથા ૨૮નો આ શબ્દાર્થ ચાલે છે. આ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા કેવો છે કે જેમાં ઇન્દ્રિયજનિત સુખ-દુઃખના ભાવનો અભાવ છે તે કહે છે. આત્મા તો આકુળતા રહિત અતીન્દ્રિયસુખ સ્વરૂપ છે. તેનાથી વિપરીત પાંચ ઇન્દ્રિયના લક્ષે થતાં હરખ—શોકના, સુખદુઃખના ભાવ વસ્તુસ્વરૂપમાં નથી. આવા આત્મા ઉપર દૃષ્ટિ કરવાથી આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિની પ્રાપ્તિ થાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોના લક્ષે જે સુખ-દુઃખની કલ્પના થાય છે તે વસ્તુના સ્વભાવમાં નથી. સુખ-દુઃખના ભાવ છે જ નહિ એમ નથી કહેવું. ભાવ તો છે પણ સ્વભાવમાં તે ભાવનો અભાવ છે એમ કહેવું છે. બ્રહ્મ સત્ અને જગત્ મિથ્યા' એમ નથી. ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયના વિષયો પણ છે અને તેના લક્ષે થતી સુખ-દુઃખની કલ્પના પણ છે પણ તે વસ્તુના સ્વભાવમાં નથી. વસ્તુનો સ્વભાવ તો વીતરાગ...વીતરાગ અનાકુળ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. તેની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન—જ્ઞાન અને મુક્તિ માર્ગ પ્રગટ થાય કેમ કે વસ્તુ પોતે મુક્તસ્વરૂપ છે. આત્મા શરીર અને કર્મથી મુક્ત છે. તેમ ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો અને તેના લક્ષે થતી સુખ-દુઃખની કલ્પનાથી પણ મુક્ત છે. શુદ્ધાત્મસ્વરૂપમાં નિર્વિકલ્પ પરમાત્માથી વિલક્ષણ સંકલ્પ વિકલ્પરૂપ મનોવ્યાપાર પણ નથી. આમ કહીને આચાર્યદેવ તત્ત્વને પણ સિદ્ધ કરતાં જાય છે કે સંકલ્પ વિકલ્પરૂપ આસ્રવ તત્ત્વ છે પણ દ્રવ્ય સ્વભાવમાં ચૈતન્યભગવાનમાં તે આસ્રવ નથી. વિકલ્પરહિત પરમાત્માથી મનનો વ્યાપાર જુદો છે. આવા પરમાત્માસ્વરૂપની દૃષ્ટિ થતાં મંન, વિકલ્પ આદિનું જ્ઞાન થઈ જાય છે કે આ બધું છે પણ મારામાં એ કાંઈ નથી. જે એમ માને છે કે આ સંકલ્પ વિકલ્પ મારામાં છે તેણે તો આસવ અને આત્મા એ બે તત્ત્વને એક માની લીધાં, તે તો મિથ્યાષ્ટિ છે. શાની બંને તત્ત્વને જેમ છે તેમ જુદાં જાણે Page #113 -------------------------------------------------------------------------- ________________ 100] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે. દયા, દાન, વ્રતાદિના વિકલ્પ જ્ઞાનીને પણ હોય પણ તેને જ્ઞાની પોતાનો સ્વભાવ માનતાં નથી. આસ્રવભાવ છે એમ જાણે છે. ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યવર્ણનમ્' છે ને ! તેનો અર્થ શું? સાત તત્ત્વને સાતરૂપે શ્રદ્ધામાં લેવા તે સમ્યગ્દર્શન છે. ભગવાન ચિદાનંદ શાયકતત્ત્વથી સંકલ્પ વિકલ્પ ભિન્ન તત્ત્વ છે. ત્રણકાળમાં તે કદી એક થતાં નથી. માટે ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો, સુખ-દુઃખની કલ્પના અને મનના સંકલ્પ વિકલ્પથી રહિત એવા આત્મારામને તું આત્મા જાણ ! દયા–દાનાદિના વિકલ્પ ઉઠે છે તે આત્મા નથી. વસ્તુસ્વરૂપ શું છે ? તેનો પત્તો લગાવ્યા વગર તારું દુઃખ કેવી રીતે મટશે ? બહારથી આચાર્ય, ઉપાધ્યાયની પદવી મળી જવાથી આત્મા મળતો નથી. રાગની મંદતા એ તો આસ્રવ છે, તેનાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. આત્માને પ્રાપ્ત કરવાનું સાધન આત્મામાં છે. જે સ્વભાવમાં નથી એવા આસવરૂપ બાહ્યસાધનથી આત્મા પ્રાપ્ત થતો નથી. આ તો ચિદાનંદધન નક્કર વસ્તુ છે. તેમાં પોલ ન ચાલે. આ કાંઈ પોપાબાઈનું રાજ્ય નથી કે બાહ્યસાધનથી અંતરવસ્તુ હાથમાં આવી જાય. વસ્તુમાં વિકલ્પનો પ્રવેશ નથી તો વિકલ્પના સાધન વડે વસ્તુ મળી જાય એમ ત્રણકાળમાં કદી ન બને. પ્રભુ ! તું જ્ઞાન આનંદસ્વરૂપ છો. તારે સુખ–શાંતિ અને સમાધાન જોઈએ છે ને ! તું પોતે સુખસ્વરૂપ જ છો અને જ્ઞાનનો અંશ પ્રગટ છે ને! એવા પૂર્ણજ્ઞાનસ્વરૂપ જ તું છો. શાંતિ પણ તારા સ્વભાવમાં છે, કાંઈ બહારથી લાવવી પડે તેમ નથી. આવા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને તું જાણ ! જાણ એટલે ક્ષયોપશમશાનમાં જાણ એમ નહિ ધારણાજ્ઞાનમાં જાણ એમ નહિ પણ વિકલ્પ રહિત શાંતદૃષ્ટિથી ભગવાન આત્માને જાણ ! અનુભવમાં લે ! અનુભવ થાય ત્યારે આત્માને જાણ્યો કહેવાય. શરીર, વાણી, મનનું લક્ષ છોડી, શુભાશુભ વિકલ્પનું પણ લક્ષ છોડી એક શુદ્ધાત્માના લક્ષપૂર્વક પ્રતીત, જ્ઞાન અને લીનતા કરે ત્યારે આત્માને જાણ્યો કહેવાય. નિર્વિકલ્પ શાંતિમાં આત્માનો અનુભવ કરતાં પોતાને ખ્યાલ આવી જશે કે અહો ! માર્ગ તો અંદ૨માં છે. આત્મામાં લીન થવું એ જ મોક્ષમાર્ગ છે. યોગીન્દ્રદેવ કહે છે કે પરમાત્મસ્વભાવથી વિપરીત એવા પાંચ ઇન્દ્રિયના વિષય વગેરેને દૂરથી જ ત્યાગ ! દૂરથી જ ત્યાગ એટલે કે મંદ કષાય મને કાંઈક મદદ કરશે એ વાત રહેવા દેજે. રાગનો મંદ વિકલ્પ પણ અનુભવમાં સહાયક નથી. વિકલ્પની આડમાં ભગવાન ચિદાનંદ બિરાજે છે. પ્રભુ ! તારી પાસે જ પ્રભુ બિરાજે છે. તે તારાથી વેગળો નથી. આ તો સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે કે આત્મા પોતે અનંત અનંત ગુણનો રાશિ એક પરમાત્મા છે. દુનિયાના લોકોએ કલ્પનાથી કરેલી વાત નથી. આવા આત્માને પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે. નિર્વિકલ્પ દૃષ્ટિ અને શાંતિ—સમાધિમાં Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૯) [ 121 આત્મા અનુભવમાં આવે છે તે સિવાય બીજા લાખ_કરોડ ઉપાય કરો તોપણ વ્યર્થ છે. હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે અહીં નિર્વિકલ્પ સમાધિને દરેક જગ્યાએ વીતરાગ વિશેષણ કેમ લગાવ્યું છે? તેનું સમાધાન આમ છે કે જ્યાં વીતરાગતા છે ત્યાં જ નિર્વિકલ્પ સમાધિ થાય છે. વીતરાગતા વિના માત્ર શુન્ય જેવી દશામાં નિર્વિકલ્પ સમાધિ પ્રગટ થતી નથી. માટે વીતરાગ વિશેષણ લગાવ્યું છે. આત્મા શરીરમાં રહેલો, અસંખ્યાત પ્રદેશી એક વસ્તુ છે. તે શુન્ય નથી. આત્મા તો જ્ઞાનાનંદ, નિત્યાનંદ ભાવસ્વરૂપ વસ્તુ છે. તેની દૃષ્ટિ થાય ત્યારે વીતરાગી આનંદનો અંશ પ્રગટ થાય છે. જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે. તેમાં આખા આત્માની પ્રતીતિ આવે છે. તે વખતે આત્મા વિકલ્પથી શૂન્ય છે પણ જ્ઞાન, આનંદ અને વીતરાગતાથી ભર્યો છે, શૂન્ય નથી. તે વખતની જાગૃતિ એવી છે કે આત્માની પ્રતીતિ કરી લે છે. આત્મા એક અસ્તિત્ત્વ ધરાવતી વસ્તુ છે. તેની પર્યાયમાં સર્વજ્ઞદશા પ્રગટ થાય છે. તેથી નક્કી થાય છે કે વસ્તુમાં સર્વજ્ઞશક્તિ પડી છે. આત્મા સર્વજ્ઞસ્વભાવી હોવાથી ત્રણકાળને જાણવાવાળો છે. પણ કોઈ કાળમાં તે કરવાવાળો નથી. ઇશ્વર ત્રણકાળનો જાણવાવાળો છે પણ કરવાવાળો નથી. એમાં જ તેની મહત્તા છે. સર્વજ્ઞભગવાને સાત તત્ત્વ કહ્યાં છે તેમાં મહાન રહસ્ય છે. માત્ર એકલો આત્મા આત્મા કર્યા કરે છે તે કાંઈ જાણતો નથી. એક આત્માની અતિ સિદ્ધ થતાં સાતેય તેજ્યની-અસ્તિ સિદ્ધ થાય છે. આત્મા છે તો અજીવ પણ હોવું જોઈએ. આત્મા નિર્મળ છે તો મલિન તત્ત્વ પણ હોવું જોઈએ. એ મલિન તત્ત્વ એટલે આસવ અને બંધતત્ત્વ, આત્મા પોતે જ્ઞાયક અને અજીવ જ્ઞેયતત્ત્વ છે. હવે એ અજીવ અને આસવ-બંધનું લક્ષ છોડી “આ હું જીવ છું એવું લક્ષ થાય છે તે સંવર–નિર્જરારૂપ મોક્ષમાર્ગના અંકુર છે. અને આત્મામાં પૂર્ણ લીનતા તે મોક્ષ છે.. એક-બે કલાક વાંચન કરતાં પણ જ્ઞાનમાં વિશેષતા આવે છે. ભલે વસ્તુ જ્ઞાનમાં ન આવી તોપણ ક્ષયોપશમજ્ઞાનમાં વિશેષતા આવે છે. તો પછી જેમાં આખી વસ્તુ–જ્ઞાયક ચિદાનંદ જ્ઞાનમાં જણાય ત્યારે પર્યાયમાં કાંઈક વિશેષતા તો આવે ને ! એ વિશેષતા શું છે? કે રાગરહિત દૃષ્ટિ, જ્ઞાન અને શાંતિનો અંશ છે. તે બતાવવા માટે વીતરાગ વિશેષણ લગાવ્યું છે. આત્માનું જ્ઞાન થાય અને અંશે વિતરાગતા, વસ્તુની પ્રતીતિ, અતીન્દ્રિયસુખ ન થાય એમ ન બને. શંખ હોય તે શ્વેત જ હોય તેમ નિર્વિકલ્પ સમાધિ હોય તે વીતરાગ સમાધિ જ હોય. વીતરાગનો અંશ લઈને પ્રગટ થાય તેને જ નિર્વિકલ્પ સમાધિ કહેવાય. વીતરાગતા વિનાની સમાધિ ન હોય. વીતરાગસ્વરૂપ આત્મા વીતરાગતાના અંશ વગર પ્રતીતિમાં ન આવે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો વસ્તનો સ્વભાવ હંમેશા નિર્દોષ જ હોય. પર્યાયમાં સદોષતા છે એ જ સંસાર છે. વસ્તુમાં સદોષતા ન હોય. પર્યાયમાં નિર્દોષતા આવે ત્યારે જ નિર્દોષ સ્વભાવનો પત્તો લાગે છે. ચોથા ગુણસ્થાને આવી નિર્દોષ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે તેમાં આત્માનો અનુભવ થાય છે. શુક્લધ્યાનમાં જ આત્માનો અનુભવ થાય અને ધર્મધ્યાનમાં ન થાય એ લોકોની ભ્રમણા છે. - હવે ૨૯મી ગાથામાં મુનિરાજ આત્માનું ક્ષેત્ર બતાવે છે કે વ્યવહારનયથી આત્મા દેહમાં રહેલો છે પણ નિશ્ચયનયથી આત્મા પોતાના સ્વભાવમાં જ રહેલો છે. અનુપચરિતઅસભૂતવ્યવહારનયથી આત્મા પોતાથી ભિન્ન એવા શરીરમાં રહેલો છે. શરીર નજીકના સંબંધમાં રહેલું છે માટે અનુપચરિત, પણ શરીર પોતાની ચીજ નથી માટે અસભૂત અને વ્યવહારનય એટલે નિમિત્તથી કથન કરતાં એમ કહ્યું કે આત્મા શરીરમાં રહેલો છે. આ જૂઠીનયનું કથન છે પણ વસ્તુસ્વરૂપની વાસ્તવિકનય–શુદ્ધનયથી જોતાં ભગવાન આત્મા દેહથી ભિન્ન પોતાના આત્મસ્વભાવમાં જ રહેલો છે. વ્યવહારનયથી આત્મા દેહથી અભેદ છે, એમ કહેવાનો આશય એ છે કે આત્માને લોક સાથે કાંઈ સંબંધ નથી. આત્મા આખા લોકમાં રહેલો નથી પણ આત્મા શરીર સાથે એકક્ષેત્રાવગાહે રહેલો છે. એમ બતાવવા માટે આ નય છે. વ્યવહારનયથી આત્મા દેહ સાથે અભેદ કહ્યો તે જ સમયે નિશ્ચયનયથી આત્મા દેહથી તદ્દન ભિન્ન અને પોતાના સ્વભાવથી અભિન્ન છે. આવા સ્વભાવથી અભિન્ન એવા જીવન હે જીવ! તું પરમાત્મા જાણ. હે જીવ! તું તને જાણ. નિત્ય આનંદ જેનું એક રૂપ છે એવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને તારા આત્માને ભાવ. તારા આત્માનું ધ્યાન કર. તારાથી ભિન્ન એવા દેહ, રાગાદિથી તારે શું પ્રયોજન છે? શરીર, રાગ અને આત્મા ત્રણેય એકક્ષેત્રાવગાહે રહેલાં છે. વ્યવહારનયથી શરીર અને આત્મા ભિન્ન છે. અશુદ્ધ-નિશ્ચયનયથી રાગ અને આત્મા અભિન્ન છે પરંતુ શુદ્ધનિશ્ચયનયથી શરીર અને રાગથી આત્મા ભિન્ન છે. માટે હે જીવ! તે શરીર અને રાગાદિથી તારે શું પ્રયોજન છે? આ તો પરમાત્મ પ્રકાશ છે ને ! તેમાં પરમાત્માનું સત્ય સ્વરૂપ પ્રકાશમાં આવવું જોઈએ ને ! આત્મા શરીરથી ભિન્ન છે તેથી શરીર સારું હોય તો ધર્મ થાય અને શરીરમાં રોગ હોય તો ધર્મ ન થાય એ વાત-જ રહી. તેમ રાગથી ધર્મ થતો નથી પણ વીતરાગથી ધર્મ થાય છે. અહિંસા પાળવાથી ધર્મ થાય એ વાત સાચી પણ એ કઈ અહિંસા ? કે શરીર અને રાગથી ભિન્ન ભગવાન આત્માનો અનુભવ કરવો તે અહિંસા છે. જેટલો રાગ Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૯ / [ 108 છે તેટલી હિંસા છે. પરની દયાનો ભાવ આવે છે પણ તે રાગ છે, તેમાં સ્વરૂપની હિંસા થાય છે. દેહમાં રહેવા છતાં નિશ્ચયથી આત્મા દેહરૂપ થતો નથી. પર્યાયમાં રાગ થવા છતાં આત્મા નિશ્ચયથી રાગરૂપ થઈ જતો નથી. આત્મા તો અનાદિ અનંત જ્ઞાનાનંદસ્વરૂપ છે પણ તારી દષ્ટિ કદી સ્વભાવ ઉપર પડી નથી તેથી તેને તેનું ભાન નથી. આ નિજ શુદ્ધાત્મા જ તારે ઉપાદેય છે આદર કરવા લાયક છે, ઉપાદેય એટલે અંગીકાર કરવા લાયક છે–તેમાં દૃષ્ટિ દેવા જેવી છે. માટે તે આત્મવીર ! તું શુદ્ધાત્માને જ ઉપાદેય કર. પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્યે એવું વ્યાપ્યલક્ષણવાળું પુદ્ગલદ્રવ્યના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે ભક્તિ, પૂજા, દયા, દાન આદિના શુભ પરિણામો તેની આદિ-મધ્ય-અંતમાં પુગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને પરિણમે છે, ગ્રહણ કરે છે ને ઊપજે છે. આહાહા ! રાગાદિ પરિણામમાં પુદગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને રાગરૂપે પરિણમે છે, રાગને ગ્રહણ કરે છે, રાગરૂપે ઊપજે છે. જીવ એ રાગની આદિ-મધ્ય-અંતમાં વ્યાપક થઈને પરિણમતો નથી, ગ્રહણ કરતો નથી કે રાગરૂપે ઊપજતો નથી. કેમ કે જીવ તો એકલો જ્ઞાયકભાવ સ્વરૂપ છે, એ શાકભાવ દયા-દાન-ભક્તિ આદિ રાગરૂપ એવા પુદ્ગલકર્મને કેમ કરે? ભક્તિ-વિનય-વૈયાવ્રત આદિના ભાવની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલદ્રવ્ય વ્યાપક થઈને રાગને કરે છે. આહાહા ! ત્રણલોકનો નાથ ચૈતન્યસ્વભાવ એ રાગાદિ પરિણામને કરતો નથી. જ્ઞાયક પ્રભુ એ રાગાદિ પરિણામમાં વ્યાપતો નથી. ચારિત્રમોહની નબળાઈથી પણ જીવ રાગાદિભાવને કરતો નથી—એમ અહીં એકલા દ્રવ્યસ્વભાવને સિદ્ધ કરવો છે. અરે પ્રભુ! કયાં તારી મહાનતા ને ક્યાં વિભાવની તુચ્છતા? તુચ્છ એવા વિભાવભાવ તારાથી કેમ થાય? તું તો જાણનસ્વભાવી છો. તારાથી વિકાર કેમ થાય? આહાહા ! દ્રવ્યદૃષ્ટિના સમયસારના કથનો અલૌકિક છે. -પૂજ્ય ગુરુદેવશ્રી જ Page #117 -------------------------------------------------------------------------- ________________ અજીવલક્ષણ રાગની ચૈતન્યલક્ષણ જીવથી અત્યંત ભિન્નતા (સળંગ પ્રવચન નં. ૨૦) जीवाजीवौ मा एकौ कुरु लक्षणभेदेन भेदः । यत्परं तत्परं भणामि मन्यस्व आत्मन आत्मना अभेदः ||३०| શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૩૦મી ગાથા ચાલે છે તેમાં મુનિરાજ કહે છે કે જીવ અને અજીવમાં લક્ષણભેદે ભેદ છે માટે હે શિષ્ય ! તું તેને એક ન માન ! હે પ્રભાકરભટ્ટ ! તું જીવ અને અજીવને એક ન કર. શિષ્યને ઉદ્દેશીને મુનિરાજ સર્વ જીવને કહે છે. આ વાત તો ઘણીવાર આવી ગઈ છે પણ અહીં બીજી રીતે કહે છે. અહીં અજીવના બે પ્રકાર લઈને વિશેષ પ્રકારે વાત કરી છે. ભગવાન આત્મા પોતાના ચૈતન્યલક્ષણથી અનુભવમાં આવે તેવી ચીજ છે. તેમાં જે રાગ છે તે પરલક્ષી વિભાવભાવ છે તે પર છે. રાગ જીવની પર્યાયમાં જ થાય છે—જીવ તેમાં વ્યાપેલો છે માટે જીવની સાથે સંબંધવાળો ભાવ છે પણ તેનું લક્ષ પર તરફ હોવાથી રાગ વડે આત્માનો અનુભવ થઈ શકતો નથી. ભગવાન સર્વજ્ઞપરમાત્મા તીર્થંકરદેવ ત્રિલોકીનાથે એક સમયમાં આત્માને શુદ્ધ ચિદાનંદસ્વરૂપ જોયો છે. પોતાનો આત્મા તો શુદ્ધ જોયો છે પણ દરેકના આત્માને ભગવાને એવો જ શુદ્ધ ચિદાનંદ જોયો છે. આવો આ આત્મા પોતાના અસંખ્યપ્રદેશમાં વ્યાપવાળી નિર્વિકલ્પ સમાધિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. રાગ પણ જીવના પ્રદેશોમાં વ્યાપે છે પણ તે અજીવ લક્ષણ રાગ, જીવથી ભિન્ન છે. જીવના સંબંધમાં રહેવાવાળી હોવા છતાં રાગની પર્યાયને અજીવનું લક્ષણ કહ્યું છે. જૈનમતમાં આગમ શું કહે છે? કે જે અસંખ્યાતપ્રદેશમાં જીવ રહેલો છે ત્યાં જ શરીર અને કર્મ રહેલાં છે પણ જીવને તેની સાથે અભેદસંબંધ નથી. જીવથી તે ભિન્ન છે. જીવને તો પોતાની નિર્મળ પર્યાય સાથે અભેદસંબંધ છે. રાગ પણ જીવના પ્રદેશોમાં થાય છે પણ તેની સાથે અભેદસંબંધ નથી. કોઈ અન્યમત એમ કહે કે આત્મા લોક જેવડો છે તો તેના નિષેધ માટે અહીં જૈનમતનો આગમાર્થ બતાવ્યો છે. કર્મ અને શરીર જીવથી ભિન્ન હોવા છતાં તેની સાથે જીવને એકક્ષેત્રાવગાહ સંબંધ છે તેથી તેની સાથે અસદ્ભૂત અનુપચાર સંબંધ કહ્યો છે અને સ્ત્રી, પુત્રાદિની સાથે જીવને Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૦ ) [ ૧૦૫ એકત્રાવગાહ સંબંધ નથી તેની સાથે ઉપચરિત અસભૂત સંબંધ કહ્યો છે. અહીં તો કહે છે કે, પરના સંબંધથી ઉત્પન્ન થયેલા રાગાદિ ભાવને પણ તું સ્વભાવ સાથે એક ન કર ! રાગ સાથે જીવને ભેદસંબંધ છે, અભેદસંબંધ નથી. કોઈ મત જીવને સર્વવ્યાપક કહેતો હોય ત્યારે અન્ય સર્વ દ્રવ્યોથી ભિન્ન પાડવા માટે જીવની સાથે એકક્ષેત્રાવગાહે રહેલા શરીરને વ્યવહારનયથી જીવનું કહેવાય છે. પોતાથી અન્ય સર્વ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ આદિ તો જીવથી તદ્દન ભિન્ન વસ્તુ છે. તેની અપેક્ષાએ શરીરને જીવનું કહેવાય છે પણ તે અસભૂત-જૂઠી નયનું કથન છે. રાગનું ક્ષેત્ર પણ આત્મા પ્રમાણે જ છે તેથી અશુદ્ધનયથી રાગને જીવનો કહેવાય છે પણ ખરેખર જીવવસ્તુ સાથે રાગનો અભેદસંબંધ નથી માટે અહીં તેને અજીવલક્ષણ કહ્યો છે. આ તો પરમાત્મપ્રકાશનું વર્ણન છે. જીવનું સ્વરૂપ જ પરમાત્મસ્વરૂપ છે. જીવના જ્ઞાન, આનંદ આદિ ગુણો આખા દ્રવ્યપ્રમાણે વ્યાપક છે અને દ્રવ્ય સાથે તાદાભ્ય છે. તેમ રાગ પણ જીવમાં વ્યાપક છે પણ તેની સાથે જીવને તાદાભ્ય સંબંધ નથી. રાગ સાથે જીવને ક્ષણિક સંબંધ છે. અન્યમત વસ્તુનું જેવું સ્વરૂપ વર્ણવે છે તેનાથી સર્વજ્ઞ પરમાત્માએ જોયેલું વસ્તુ સ્વરૂપ ભિન્ન પડી જાય છે. ભગવાન સર્વદવે શુદ્ધ આત્માથી અજીવનું લક્ષણ ભિન્ન કહ્યું છે અને તે બે પ્રકારે કહ્યું છે. એક તો જીવ સાથે સંબંધવાળું અને એક જીવ સાથે સંબંધ વગરનું અજીવનું લક્ષણ કહ્યું છે. દેહ, કર્મ અને રાગાદિ જીવ સાથે સંબંધવાળા અજીવ છે અને પુદ્ગલાદિ પાંચ દ્રવ્ય તે જીવ સાથે સંબંધ વગરના અજીવ છે. ભગવાન આત્મા પોતાના સ્વરૂપથી અભેદ છે અને જે ધ્યાનની પર્યાય વડે તેનો અનુભવ થાય છે તે પર્યાય પણ ભગવાન આત્મા સાથે અભેદ છે. ભલે, પર્યાય તો ક્ષણ પૂરતી છે પણ તે ક્ષણે તે સ્વરૂપ સાથે અભેદ છે અને જે રાગાદિભાવ થાય છે તે જીવના જ અસંખ્યપ્રદેશમાં વ્યાપે છે પણ તેનો જીવના સ્વરૂપ સાથે અભેદસંબંધ નથી માટે તેને જીવ સંબંધી અજીવલક્ષણ કહ્યાં છે. આ વાત ભગવાન સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર સિવાય બીજે ક્યાંય ન હોઈ શકે. સંપ્રદાયમાં પણ આ વાતની ખબર નથી તો અન્યની તો શું વાત કરવી? શરીર, કર્મ, રાગ અને જીવસ્વરૂપને એક જ પ્રદેશમાં ભગવાને જોયા છે પણ તેને અભેદરૂપે જોયા નથી. | સર્વજ્ઞ વીતરાગ ભગવાને આવો તારો આત્મા જોયો છે અને એવો જ તારો આત્મા છે. રાગાદિ આત્મામાં વ્યાપક હોવા છતાં રાગ તે આસ્રવતત્ત્વ છે, જીવતત્ત્વ નથી. જુઓ! Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો રાગાદિની અસ્તિ સિદ્ધ કરી છે પણ તે જીવ નથી એમ કહ્યું છે. એકલો આત્મા-બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે એમ કહ્યું નથી. જ્યાં જીવ છે ત્યાં જ રાગ છે છતાં રાગ અજીવલક્ષણ છે એમ એની દષ્ટિમાં આવવું જોઈએ અને રાગથી હટી પોતાની નિર્વિકલ્પ પરિણતિ દ્વારા જીવનો અનુભવ કરવો તે જીવનું લક્ષણ છે. પુણ્ય–પાપના વિકલ્પ ઉઠે તે ચૈતન્યનું લક્ષણ નથી. તે તો આસવનું અથવા અજીવનું લક્ષણ છે. ભગવાન આત્મામાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, શબ્દ પણ નથી. વર્તમાનમાં અને ત્રણેકાળમાં ભગવાન આત્મા આ સ્પર્શ, રસાદિ જડની પર્યાયથી તદ્દન ભિન્ન છે. છતાં જે જીવન અને સ્પર્શી દિ પર્યાયને એક માને છે, શબ્દ હું બોલું છું એમ માને છે તેને પોતાના ચૈતન્યસ્વરૂપની ખબર જ નથી. તે જડ અને ચૈતન્યને એક માનનાર મિથ્યાદૃષ્ટિ છે. શ્રી કુંદકુંદ આચાર્યે તેમના દરેક શાસ્ત્રોમાં આ વાત લીધી છે કે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા પાંચ પ્રકારના રસ, આઠ સ્પર્શ, બે પ્રકારની ગંધ, વર્ણ આદિથી ભિન્ન છે. સ્પર્શ, રસાદિ બધાનું આત્માને જ્ઞાન થાય છે પણ જ્ઞાન થવા માટે તેને સ્પર્શ રસાદિની અપેક્ષા નથી. ખાટો, મીઠો, કડવો જેવો રસ હોય તેવું જ જીવને જ્ઞાન થાય છે પણ તે જ્ઞાનની પર્યાય તે રસથી થાય છે એમ નથી કેમ કે રસથી જ્ઞાન ભિન્ન છે. જ્ઞાનની પર્યાય તો ચૈતન્યલક્ષણ છે તે આત્માથી ઉત્પન્ન થાય છે, જડથી તે ઉત્પન્ન ન થાય. વર્તમાનમાં જ આત્મા સ્પર્શ–રસાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ છે એવી દૃષ્ટિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તેને સમ્યગ્દર્શન થતું નથી. સફેદ, લાલ, પીળો આદિ રંગથી આત્મા ભિન્ન છે. સફેદ આદિ રંગનું જ્ઞાન જીવને થાય છે તે રંગથી થતું નથી પણ જીવને પોતાથી તેનું જ્ઞાન થાય છે કેમ કે તે રંગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. સુગંધ-દુર્ગધરૂપ બે ગંધ પણ જીવથી ભિન્ન છે. ગંધ છે તો જીવને જ્ઞાન થાય છે એમ નથી, માટે જીવ ગંધરહિત છે. તેમ શબ્દથી પણ આત્મા રહિત છે. તેથી શબ્દ–વાણી જીવથી થતી નથી અને શબ્દથી જ્ઞાન થતું નથી. જેમાં જ્ઞાન ભર્યું છે એવા જ્ઞાનસ્વભાવના આશ્રયથી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. શબ્દથી જ્ઞાન થતું નથી. શ્રોતા બોલવાનો વિકલ્પ આવે ત્યારે વાણી નીકળે છે ને? છે પૂજ્ય ગુરુદેવશ્રી :–નહિ. વાણી વાણીને કારણે નીકળે છે. વિકલ્પને કારણે વાણી નીકળતી નથી. આપણે જોઈએ છે ને કેટલાક સત્રે ઊંઘમાં કેટલા બડબડ કરતાં હોય છે ! એક જણને તો દિવસે પ્રશ્ન કરો તો જવાબ આવડે નહિ અને રાત્રે ઊંઘમાં બધું બોલે. Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૦ ] | ૧૦૭ જુઓ ! ભાષાની પર્યાય સ્વતંત્રપણે થાય છે ને ! આત્મા તો ભાષાની પર્યાય થાય છે એમ નથી અને ભાષાની પર્યાય છે તો તેનું જીવને જ્ઞાન થાય છે એમ પણ નથી. જેમાં જ્ઞાન છે તેનાથી જ્ઞાન થાય છે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પરના કારણે જ્ઞાન થતું જ નથી. પુરુષલિંગ, સ્ત્રીલિંગ આદિ લિંગથી આત્મા રહિત છે. સમચતુસ્રસંસ્થાન આદિ છ પ્રકારના આકારોથી પણ આત્મા રહિત છે. સ્પર્શ, રસાદિ સર્વથી રહિત શુદ્ધચિદ્રૂપ નિજવસ્તુને હે જીવ! તું ઓળખ. નિજ વસ્તુને ઓળખ એટલે તારી ચીજને તું તારાં જ્ઞાન લક્ષણ વડે જાણી લે. વર્તમાનમાં જે જ્ઞાનનો અંશ પ્રગટ છે તે જ્ઞાનનો પ્રવાહ ક્યાંથી આવ્યો ? એ પ્રવાહ જ્યાંથી આવ્યો છે તે તારું દ્રવ્ય છે અને તેનું આ જ્ઞાનલક્ષણ છે. આ જ્ઞાનલક્ષણ વડે જ આત્મદ્રવ્ય જણાય છે. જ્ઞાન સિવાય દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના શુભભાવથી આત્મા જાણી શકાતો નથી, તેનાથી આત્મા અનુભવમાં આવતો નથી અને આત્માની શાંતિ પ્રગટ થતી નથી. અજીવના બે પ્રકારોમાં અહીં શરીર, કર્મ અને શુભાશુભ રાગના વિકલ્પને જીવ સંબંધી અજીવના લક્ષણ કહ્યાં છે. તે જીવની સાથે એકક્ષેત્રાવગાહ સંબંધમાં રહેલા છે પણ જીવસ્વભાવથી તે ભિન્ન છે એમ જાણવું પડશે. કોઈ એમ કહે કે વિકલ્પ તોડી નાંખો...વિકલ્પ તોડી નાંખો તો આત્મા પકડાશે. પણ વિકલ્પ શું છે, ક્યાં રહે છે, વિકલ્પની પાછળ વસ્તુ કેવડી પડી છે, તેને અને વિકલ્પને શું સંબંધ છે એ જાણ્યા વિના વિકલ્પ તૂટશે ક્યાંથી ? ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્' કહ્યું છે ને! તેમાં પ્રથમ જીવતત્ત્વની પ્રતીત કરવી કે શુદ્ધ જ્ઞાનમૂર્તિ તે જીવ છે અને પુણ્ય-પાપ આસ્રવતત્ત્વ છે, જીવના જ પ્રદેશોમાં થતાં હોવા છતાં અજીવલક્ષણ છે કેમ કે તેમાં ચૈતન્યનો પ્રકાશ નથી. આવા ચૈતન્યના તેજરહિત પુણ્ય–પાપરૂપ આસ્રવતત્ત્વ મારાં જીવતત્ત્વમાં નથી પણ જીવસંબંધી અજીવ તરીકે તેનું અસ્તિત્વ છે એમ નક્કી કરવું પડશે. અને રાગ, શરીર, કર્મ સિવાયના પુદ્ગલાદિ પાંચ દ્રવ્યો છે તે જીવના સંબંધ વિનાના અજીવ દ્રવ્યો છે તેમ તેની પ્રતીતિ કરવી જોઈએ. સાત તત્ત્વની શ્રદ્ધામાં તો બધું આવી જાય છે. વસ્તુની પ્રાપ્તિ તો સરળ છે પણ જીવે કઠણ માની લીધી છે. સાંભળવામાં આવે નહિ, સમજવામાં આવે નહિ એટલે કઠણ લાગે. સાતેય તત્ત્વની યથાર્થ શ્રદ્ધા તો પ્રથમ કરવી જ પડશે. સાત તત્ત્વ સિદ્ધ થયા વિના જ્ઞાયકપણું શી રીતે પ્રસિદ્ધ થશે ! શાયક છે તો સામે શેય પણ હોવા જોઈએ ને ! જેનાથી • ભિન્ન પડીને શાયકને ગ્રહણ કરવો છે તે ભિન્ન તત્ત્વોને પણ ઓળખવા પડશે ને! પરમાત્મપ્રકાશની કાંઈ ટીકા છે! એક એક ગાથામાં આચાર્યદેવ વસ્તુનું સામર્થ્ય, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ) [ પરકાશ પ્રવચનો અન્ય વસ્તુ તેની સાથે જીવને કેટલો સંબંધ છે એ બધું બતાવતાં બતાવતાં પરમાત્માનો પ્રકાશ કરતાં આગળ વધતાં જાય છે. દ્રવ્યકર્મ જે આઠ જડ કર્મો, નોકર્મ–શરીરવાણી અને ભાવકર્મ જે શુભ અશુભભાવ તે ત્રણેય જીવસંબંધી અજીવ પદાર્થો છે તો એ અજીવલક્ષણ વડે જીવની ઓળખાણ ક્યાંથી થાય? તેનો તો જીવસ્વભાવમાં અભાવ છે. અહીં તો વ્યવહારરત્નત્રયને પણ જીવસંબંધી અજીવલક્ષણ કરી દીધાં છે તેના વડે આત્મા ને ઓળખાય. ભાઈ ! આ તો આત્માના ઘરની વાત છે. આત્મા સ્વ–પર પ્રકાશક ચૈતન્યલક્ષણથી લક્ષિત થાય તેવો છે. જગતમાં એકલું “સ્વ” જ નથી પર પણ છે પણ તેનો સ્વમાં અભાવ છે. પોતે ચૈતન્ય અને પર–છ દ્રવ્યો તે બધાંને જાણવાનું એક સમયની જ્ઞાનની પર્યાયમાં સામર્થ્ય છે. તે સામર્થ્ય છ દ્રવ્યના કારણે નથી પણ પોતાના સ્વભાવમાં એવું સામર્થ્ય ભર્યું છે માટે જ્ઞાનમાં છ દ્રવ્ય જણાય છે તેથી જો કોઈ છ દ્રવ્યનું અસ્તિત્વ ન સ્વીકારે તો તેણે પોતાના સામર્થ્યને જ સ્વીકાર્યું નથી. તેથી તેને પોતાના સ્વભાવની પ્રતીતિ ન થઈ શકે. દિગંબર સંતોની પદ્ધતિ કોઈ ગજબ છે! સાધારણ વાતને પણ કેવી રીતે સમજાવે છે! અજીવના બે ભેદ પાડી દીધાં. એક જીવસંબંધી અજીવ અને એક જીવના સંબધ વગરના અજીવદ્રવ્ય. ભગવાન આત્મા નારાયણ પરમાત્મા છે. નરમાંથી નારાયણ થનારો આત્મા પોતે છે. વર્તમાન પર્યાયમાં અલ્પજ્ઞતા હોવા છતાં ચેતનાલક્ષણ વડે આખા આત્માને ગ્રહણ કરી લે છે–લક્ષમાં લઈ લે છે. આ ચૈતન્યલક્ષણથી ઉત્પન્ન થયેલો ભાવ તે મોક્ષમાર્ગ છે. તેની સાથે પુણ્ય-પાપભાવ થાય છે તે જીવ સાથે નિકટ સંબંધે રહેલા છતાં અજીવ છે. તેની સાથે જીવને નિકટનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ તે જીવનો સ્વભાવભાવ નથી. કેમ કે તે અજીવલક્ષણવાળા ભાવ છે. તેમાં જીવના ચૈતન્યલક્ષણનો અભાવ છે. આહાહા...સર્વજ્ઞની ફરમાવેલી અને સંતોની કહેલી આ વાતની ગંભીરતાની શું વાત કરવી ! આ ૩૦મી ગાથામાં સાર એ છે કે જીવ અને અજીવમાં લક્ષણભેદે ભેદ છે તેને હે જીવ! તું એક ન માન. તારા ચૈતન્યલક્ષણથી જ લક્ષની પ્રાપ્તિ થશે. રાગ જીવની સાથે નિકટ સંબંધે દેખાય છે પણ તે અજીવનું લક્ષણ છે, તેમાં ચેતનાપ્રકાશ નથી માટે તે પ્રત્યક્ષ જડ છે, તેથી રાગ વડે ચૈતન્યલક્ષની પ્રાપ્તિ નહિ થાય. મકાન, હીરા, માણેક આદિ તો જીવથી તદ્દન ભિન્ન રહેવાવાળા–અજીવલક્ષણવાળા અજીવ છે. તેને તું તારા ન માન. જેમ વસ્તુસ્થિતિ છે તેમ તું જાણ. કોઈ એમ કહે કે પૈસાથી મને ધર્મ થશે, મંદિર બંધાવવાથી ધર્મ થશે એ જેમ જૂઠું Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૦ ) [ ૧૦૯ છે તેમ શુભરાગથી મને ધર્મ થશે એ પણ જૂઠું જ છે, સ્વભાવનું સાધન સ્વભાવથી કદી જુદું ન હોય અને આ રાગ તો અજીવલક્ષણવાળું ભિન્ન તત્ત્વ છે તેનાથી સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? લોકો રાડ પાડી જાય તેવી વાત છે. પંચમહાવ્રતના પરિણામ વિકલ્પ છે, ‘અચેતન છે–પુણ્યપરિણામ છે તે જીવસંબંધી અજીવ છે. અજીવલક્ષણથી જીવની પ્રાપ્તિ ત્રણકાળમાં કદી ન થાય. માટે સર્વ રાગથી રહિત શુદ્ધ ચૈતન્યલક્ષણવાળો શુદ્ધ આત્મા એક જ ઉપાદેય છે. કારણપરમાત્મા એ જ ખરેખર આત્મા છે. નિર્ણય કરે છેપર્યાય, નિત્યનો નિર્ણય શું કરે છે અનિત્ય પર્યાય, પણ તેનો વિષય છે કારણપરમાત્મા, તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને વ્યવહાર કહીને અણાત્મા કહ્યો છે. કારણપરમાત્મા પ્રભુ ઉપાદેય છે, અતિ આસન્નભવ્ય જીવોને એવા નિજ કારણુપરમાત્મા સિવાય અન્ય કોઈ ઉપાદેય નથી. પર્યાય કે રાગ કે નિમિત્ત કોઈ ઉપાય નથી. નિજ પરમાત્માને જે પર્યાયે ઉપાદેય કર્યો, તે પર્યાયને આત્મા કરતો નથી. અમિતગતિ આચાર્યદેવના યોગસારમાં આવે છે કે પર્યાયનો દાતા દ્રવ્ય નથી, કેમ કે પર્યાય સતુ છે ને સતુને કોઈનો હેતુ નથી. તેથી સમ્યગ્દર્શનની પર્યાય સ્વનો આશ્રય લ્ય છે તે પોપની પોતાના સામર્થ્યથી છે. આત્માનું જેવું સામર્થ્ય છે તેવું શ્રદ્ધા-જ્ઞાનમાં આવે છે પણ તે સમ્યગ્દર્શન–જ્ઞાનની પર્યાયના પોતાના સામર્થ્યથી છે, પરંતુ એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે નિજ પરમાત્મા સિવાય અન્ય કાંઈ ઉપાદેય નથી. 1 – જ્ય ગુરુદેવશ્રી Page #123 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધાત્માને ધ્યાવતાં સંસાર-વેલનો નાશ (સળંગ પ્રવચન નં. ૨૧) अमनाः अनिन्द्रियो ज्ञानमयः मूर्तिविरहितश्चिन्मात्रः । आत्मा इन्द्रियविषयो नैव लक्षणमेतन्निरुक्तम् ॥३१॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર ચાલે છે. તેની આ ૩૦મી ગાથા પૂરી થઈ. હવે ૩૧મી ગાથામાં યોગીન્દ્રદેવ શુદ્ધાત્માના જ્ઞાનાદિ લક્ષણોને વિશેષપણે કહે છે. અન્વયાર્થ ઃ—આત્મા મન રહિત છે, અતીન્દ્રિય છે, જ્ઞાનમય છે, મૂર્તિ રહિત છે, ચિન્માત્ર છે અને ઇન્દ્રિયોને ગોચર નથી—આ લક્ષણ (શુદ્ધાત્માનું) નિશ્ચિતપણે કહ્યું છે. ૩૧. આ શુદ્ધાત્મા દેહમાં રહેતો હોવા છતાં દેહને અડ્યો નથી અને દેહ આત્માને અડ્યો નથી—સ્પર્શો નથી. શુદ્ધાત્માનું આ લક્ષણ નિશ્ચિતપણે કહ્યું છે કે શુદ્ધ આત્મા મન રહિત, અતીન્દ્રિય જ્ઞાનમય છે, મૂર્તિ રહિત છે, ચિન્માત્ર છે અને ઇન્દ્રિયોને ગોચર નથી. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણો તો બીજાં દ્રવ્યોમાં પણ છે. અહીં તો જે બીજાં દ્રવ્યોમાં નથી એવા વિશેષ ગુણોને શુદ્ધાત્માના લક્ષણ તરીકે બતાવ્યાં છે. જેમ આત્મા દેહના સ્પર્શ રહિત છે તેમ આત્મા મનના સ્પર્શથી પણ રહિત છે એટલે સંક્લ્પ-વિકલ્પરૂપ વિકારને પણ ખરેખર આત્મા સ્પર્શતો નથી. દ્રવ્યમન તે અજીવ છે જ પણ તેના નિમિત્તે જે વિકાર થાય છે તે ભાવમન છે તે પણ ચૈતન્યસ્વભાવથી રહિત છે. શુદ્ધાત્મા અતીન્દ્રિય છે. ક્યારે ? અત્યારે જ આત્મા અતીન્દ્રિય છે. સમ્યગ્દર્શનમાં બીજાં પદાર્થોથી ભિન્ન, વિશેષ લક્ષણમય આત્મદ્રવ્ય અનુભવમાં આવે છે તે આત્મા છે અને તેની યથાર્થ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. પરમાત્માથી ભિન્ન એવા સંકલ્પ વિકલ્પરૂપ મનથી શુદ્ધાત્મા ભિન્ન છે. આ સર્વજ્ઞભગવાને કહેલું વસ્તુનું સ્વરૂપ છે તેની ખબર વિના અનુભવ થાય તેમ નથી. આત્મવસ્તુ જ એવી છે કે પોતાના સ્વરૂપથી ભિન્ન એવી ઇન્દ્રિયો અને મનથી તે રહિત છે. અધ્યાત્મ-શૈલીમાં આવી કથનપદ્ધતિ છે કે ‘ભગવાન આત્મા' ઇન્દ્રિયોથી રહિત છે અને તે ઇન્દ્રિયો ભગવાન આત્માથી રહિત છે. (આમ પરસ્પર એકબીજાની ભિન્નતા બતાવે છે.) જેમ ડબીમાં કાટ લાગેલો છે તેમાં મણિરત્ન પડ્યું છે પણ તે મણિરત્ન કાટથી રહિત છે અને કાટ મણિરત્નથી ભિન્ન છે. પરસ્પર એકબીજાની ભિન્નતા છે—એમ કહેવાનો હેતુ છે. સર્વ પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન આત્માની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. તેની આ વાત છે. આ તો હજુ ચોથા ગુણસ્થાનની વાત છે. પાંચમુ છઠ્ઠું તો ક્યાંય દૂર રહી Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૧ ) [ 111 ગયાં. ચોથા ગુણસ્થાનમાં આવી દેઢ પ્રતીતિ હોય છે. વાડામાં માનીને બેઠા છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. અહીં વેદાંતની જેમ નથી કે એક આત્મા જ છે બીજું કાંઈ નથી. ઇન્દ્રિયો પણ છે અને આત્મા પણ છે. બંનેનું અસ્તિત્વ છે પણ તે બંને એકબીજાથી ભિન્ન છે. જ્ઞાનસૂર્ય નિજ ચૈતન્યપ્રભુ ઈન્દ્રિય અને મનથી ભિન્ન છે. આટલી વાત કહીને હવે બીજા દ્રવ્યોમાં નથી એવા વિશેષ લક્ષણ વડે આત્માનું સ્વરૂપ વર્ણવે છે. આત્મા જ્ઞાનમય છે.' ભગવાન આત્મામાં ઇન્દ્રિયો અને મન નથી તો આત્મામાં છે શું? તો કહે છે કે આત્મા જ્ઞાનમય છે. જુઓ, આત્મા જ્ઞાનવાળો છે એમ ન કહ્યું પણ જ્ઞાનમય છે એમ કહ્યું છે. જ્ઞાનમાં તદ્રુપ છે. જ્ઞાનમાં એકાકાર છે. જગતની અનંત ચીજોથી આત્મા રહિત છે પણ લોકાલોકની અનંત ચીજોને એક જ સમયમાં એકસાથે જાણવાની તાકાતવાળો છે. આત્મા અનંત ચીજોને પોતામાં રાખતો નથી પણ અનંત ચીજોને જાણવાની તાકાત રાખે છે. પરને સ્પર્યા વગર પરને જાણી લેવાની આત્મામાં તાકાત છે. આત્મા એટલે? આત્મા એટલે ચૈતન્યસૂર્ય ત્રણકાળ, ત્રણલોકને એક સમયમાં જાણનાર ” ચૈતન્યસૂર્ય છે. આત્મા જ્ઞાનમય અને અરૂપી છે. ધર્મ, અધર્મ આદિ અરૂપી છે પણ જડ છે, જ્ઞાનથી શૂન્ય છે જ્યારે આત્મા જ્ઞાનમય અરૂપી તત્ત્વ છે. ભગવાન આત્મા અન્ય દ્રવ્યોમાં નહિ એવી શુદ્ધ ચેતનાસ્વરૂપ છે. અન્ય દ્રવ્ય, મન, વાણી, દેહમાં જે નથી એવા દર્શનજ્ઞાનમય શુદ્ધચેતના સ્વરૂપ આત્મા છે. જુઓ, પહેલાં “જ્ઞાનમય વિશેષણ કહ્યું અને પછી “ચિન્માત્ર” વિશેષણ કહ્યું તે બેમાં શું ફેર છે એ ખ્યાલમાં આવે છે? બહારમાં તો બધો સૂમમાં સૂક્ષ્મ તફાવત હોય એ પણ ખ્યાલમાં આવી જાય છે તો આમાં કેમ ખ્યાલ ન આવે! રુચિ હોય તેમાં બધો ખ્યાલ આવી જાય. જ્ઞાનમય કહેતાં લોકાલોકને જાણવાની શક્તિની વાત છે અને ચિન્માત્ર કહેતાં સામાન્ય-વિશેષરૂપ દર્શન-શાનમય ચેતનાની વાત છે. શુદ્ધાત્મા ઇન્દ્રિયોથી અગોચર છે. પહેલા કહ્યું હતું કે આત્મા ઇન્દ્રિયોથી રહિત છે તો જેનાથી આત્મા રહિત છે તેને ગોચર ક્યાંથી હોય? પોતાથી ભિન્ન એવી ઇન્દ્રિયોથી આત્મા અગોચર છે–જણાય તેવો નથી. આત્મા તો પોતાથી અભિન્ન એવા જ્ઞાન વડે ગોચર છે. જ્ઞાનમાં આત્મા જણાય તેવો છે. જ્ઞાનમય ચેતના વડે આત્મા જણાય એવો છે. આ તો સર્વજ્ઞ પરમાત્મા, ત્રિલોકીનાથ તીર્થંકર વીતરાગદેવના જ્ઞાનમાં જે આવ્યું અને દિવ્યધ્વનિમાં તેનું ફરમાન આવ્યું કે ભાઈ ! તને અમે જેમ કહીએ છીએ તેનાથી બીજી રીતે તું માને છો તો એ તારી માન્યતામાં મોટો ફેર છે. અમે જેવું કહીએ છીએ તેવું તારું સ્વરૂપ છે. અમે અમારાં સર્વજ્ઞજ્ઞાનમાં જોયું છે કે તું ઇન્દ્રિયો અને મનથી રહિત Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જ્ઞાનમય મૂર્તિ છો—સંકલ્પ-વિકલ્પથી રહિત દર્શન-જ્ઞાનમય છો. છતાં તું એમ માને કે મન સંકલ્પ-વિકલ્પથી આત્મા જણાશે, ઇન્દ્રિયોથી આત્મા અનુભવમાં આવશે એ તારી ઊંધી માન્યતા છે. ઇન્દ્રિયો અને મન વડે ગમ્ય થાય એવો આત્માનો સ્વભાવ નથી અને ઇન્દ્રિયો અને મનમાં આત્માને જાણવાની તાકાત પણ નથી. જે ભગવાન આત્માથી ભિન્ન છે એવા સંકલ્પ, વિકલ્પ અને ઇન્દ્રિયો વડે આત્મા ગમ્ય કેવી રીતે થાય ? જેનાથી તે રહિત છે એવી ઇન્દ્રિયો અને મનમાં શક્તિ જ નથી કે તે આત્માને જાણે. છતાં તું એમ માને છો કે ઇન્દ્રિયો અને મનથી આત્મા જણાશે તો તે તારાં સ્વભાવને જાણ્યો જ નથી–માન્યો જ નથી. બે રીતે વસ્તુનું સ્વરૂપ બતાવવાનો હેતુ છે કે તારો સ્વભાવ એવો નથી કે તું ઇન્દ્રિયો અને મન વડે જણાય અને ઇન્દ્રિય અને મનમાં તાકાત નથી કે તે તને જાણે. બંનેના સ્વભાવ બતાવીને સિદ્ધાંતને દૃઢ કરે છે. ભગવાન આત્મા વીતરાગ શુદ્ધસ્વરૂપી છે માટે તે વીતરાગ સ્વસંવેદનની પર્યાય ) દ્વારા જ ગ્રહણ થાય છે. વસ્તુ પોતાની આંશિક શુદ્ધ પરિણતિ વડે જ ગમ્ય થાય છે. વિકાર તે આત્માનો અંશ નથી માટે તેના વડે આત્મા ગમ્ય નથી. આ તો સાદા, સીધા, સજ્જન=સજ્જન એવા આત્માની સાદી-સીધી વાત છે. આ તારાં ઘરની વાત છે અને તને હરખ કેમ ન આવે પ્રભુ ! તને અંતરથી પ્રમોદ આવશે ત્યારે જ આત્મા ગમ્ય થશે. , એક ભાઈ કહેતાં હતાં કે અમે પહેલાં ‘સમકિત' ને બહુ ગોતતા હતાં કે સમકિત કહેવું કોને ? સમકિત કયાં હશે ?——ભગવાન! સમકિત એટલે તારાં શ્રદ્ધા જ્ઞાનસ્વભાવી આત્મા તરફ તારી પરિણતિ જાય તેમાં ભગવાન આત્મા ગમ્ય થાય—અનુભવમાં આવે તેનું નામ સમકિત છે. જેવો સ્વભાવ છે તેવી પરિણતિ પ્રગટ થાય તેનું નામ સમકિત છે. મંદિર બંધાવવા કે વ્રતાદિ ક૨વાનો ભાવ તે તો શુભભાવ છે. તે ભાવથી તો આત્મા રહિત છે, તો જે જેનાથી રહિત છે તેના વડે આત્મા ગમ્ય ક્યાંથી થાય? વીતરાગ સ્વરૂપ ભગવાનથી વિકલ્પ ભિન્ન છે અને વિકલ્પથી ભગવાન ભિન્ન છે તો મંદિર અને મૂર્તિ તો ક્યાંય ભિન્ન રહી ગયાં. સમ્મેદશિખર તો ક્યાંય ભિન્ન રહી ગયા. સમ્મેદશિખર જવાનો હેતુ તો શું છે કે ત્યાં જે ક્ષેત્રે પરમાત્મા સિદ્ધ થયા તેની સમશ્રેણીએ ઉપર ભગવાન બિરાજે છે એમ દૃષ્ટિને લંબાવીને સિદ્ધ જેવા પોતાના આત્માનું ધ્યાન કરવાનો છે. અનંત સિદ્ધો અહીંથી થયા તે મારાં મસ્તક ઉપર બિરાજે છે એમ કરીને ભગવાનનું સ્મરણ કરવાનો હેતુ છે. બીજો કોઈ હેતુ નથી. ભગવાન આત્માની મહિમા શું કહેવી ! ઊંધો પડ્યો હોય તો સાક્ષાત્ તીર્થંકરના Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૧ ) સમવસરણમાં ગયો હોય તોપણ મિથ્યાત્વથી ડગ્યો ડગે નહિ અને સવળો પડે તો ઉપસર્ગમાં અગ્નિ વચ્ચે પણ ડગ્યો ડગતો નથી. અંતરમાં શાંતરસના શેરડા પડે છે. હું ક્યાં અગ્નિમાં છું? હું તો અગ્નિને અડતો પણ નથી. હું તો આનંદકંદનો અનુભવ કરનારો છું. આવો ભગવાન આત્મા ખ્યાલમાં કેવી રીતે આવે ? કે પોતાની જાતવાળી દશા દ્વારા પોતાનો અનુભવ થાય છે, શુદ્ધ પરિણતિ દ્વારા શુદ્ધસ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. જાતથી વિરુદ્ધ દશા દ્વારા આત્માનો અનુભવ થતો નથી. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું ન માનતાં બીજી રીતે માનવું તે તો મિથ્યાભ્રમ અને મિથ્યાશલ્ય છે. આ તો પરમાત્માનો પ્રકાશ કરનારું પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. જે જાતનું મણિરત્ન હોય એવી જાતના જ તેના કિરણો હોય ને ! તેમ વીતરાગ સ્વરૂપ, અકષાય પરમાનંદમૂર્તિ પ્રભુનું લક્ષ કરતાં શાંતરસરૂપ કિરણો પ્રગટ થાય છે તેના દ્વારા જ આત્મા ગ્રહણ થાય છે. ત્રિલોકનાથ ભગવાનને અસંખ્યપ્રદેશમાં અનંત ચૈતન્યસૂર્ય પ્રગટ થઈ ગયો છે એવા ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે કે ભગવાન આત્મા મન અને ઇન્દ્રિયોથી રહિત. અતીન્દ્રિય જ્ઞાનમય છે. ચૈતન્યપ્રભુની જાતની ભાત જ કોઈ જુદી છે. આવું સ્વરૂપ પહેલાં શ્રદ્ધા-જ્ઞાનમાં લ્ય, ત્યારે સ્વરૂપનો અનુભવ થાય છે. શ્રદ્ધા-જ્ઞાન વગર અનુભવ ત્રણકાળમાં કદી હોઈ ન શકે. જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જાણ્યા વગર બીજી રીતે માને તો વસ્તુ ગ્રહણ થતી જ નથી. વસ્તુની દૃષ્ટિ થતી જ નથી. ભગવાન આત્મા ઇન્દ્રિય અને વિકલ્પથી રહિત અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે તેથી જ્ઞાનમય શાંતિ દ્વારા જ આત્મા પ્રહણ થાય છે એમ તું નિઃસંદેહ જાણ. એમાં શંકા ન કર. શુભરાગથી આત્મા પ્રહણ થાય છે એમ કદી ન માનીશ. જે શુભરાગ વસ્તુથી ભિન્ન છે તેનાથી વસ્તુ ગ્રહણ થતી નથી અને સ્વસેવેદનમાં તે શુભ વિકલ્પો મદદ પણ કરી શકતો નથી. પ્રભુ! આત્મામાં તો પ્રસન્નતા ભરી છે ત્યાં શોક નથી ભર્યો. પ્રસન્ન શાંતરસનો પિંડ પ્રભુ, શતરસની પ્રસન્નતાથી જાણવામાં આવે છે. બહારની પ્રસન્નતાથી આત્મા અનુભવમાં આવતો નથી. અભિન્ન વસ્તુ, પોતાથી અભિન્ન નિર્મળ પરિણતિ દ્વારા અનુભવમાં આવવા યોગ્ય છે. આવો ભગવાન આત્મા જ ઉપાદેય છે, આરાધવા યોગ્ય છે અને સેવવા યોગ્ય છે. હવે ૩૨મી ગાથામાં મુનિરાજ કહે છે કે જીવ સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત મનવાળો થયો થકો શુદ્ધ આત્માને ધ્યાવે છે તેની સંસારરૂપી મોટી વેલ નાશ પામે છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગરૂપ ક્ષણિક પર્યાય તે સંસાર છે. તે Page #127 -------------------------------------------------------------------------- ________________ 117 ) [ ઘરમાકાશ પ્રવચનો સંસારથી ભગવાન આત્મા રહિત છે. ક્યારે?—ત્રણેકાળ આત્મા સંસારથી રહિત છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગની વર્તમાન વિકૃત અવસ્થા એક સમયની છે તે જ સંસાર છે એટલે ઉદયભાવ એ જ સંસારે છે. તેનાથી આત્મા રહિત છે તેમ શરીર અને ભોગથી પણ આત્મા રહિત છે. સંસાર, શરીર અને ભોગ નથી એમ નથી. એ તો એક સમયની પર્યાયમાં છે પણ ભગવાન આત્મા તેનાથી રહિત છે. સંસામ્ રૂતિ સંસાર:' શુદ્ધ ચિદાનંદ સ્વરૂપથી હટીને પર્યાયમાં ભ્રાંતિ થવી તે સંસાર છે. બાયડી-છોકરાં તે સંસાર નથી. મકાન, પૈસા આદિ સંસાર નથી. સંસારનું આયુષ્ય જ એક સમયનું છે અને ભગવાન આત્માનું આયુષ્ય ત્રિકાળી છે. એક સમયની સંસારની સ્થિતિથી આત્માની ત્રિકાળી સ્થિતિ ભિન્ન છે. પણ એનો અર્થ એવો નથી કે જીવની પર્યાયમાં પણ સંસાર નથી, પર્યાયમાં તો અશુદ્ધતા છે. એ જ સંસાર છે. સંસાર જ નથી એમ નથી. અખંડાનંદ શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી હટીને ભ્રમ અને રાગ-દ્વેષની પર્યાયમાં આવવું તે જ સંસાર છે. જે સ્વભાવમાં નથી એવું પર્યાયમાં લાવ્યો તે સંસાર છે. ભ્રમ, વ્રત, પ્રમાદ, કષાય અને યોગ સ્વરૂપમાં નથી અને પર્યાયમાં ઊભા થયાં છે તે સંસાર છે. અકષાય, અબંધસ્વરૂપ શીતળ ચૈતન્યશિલામાં સંસારરૂપ આસવ અને બંધનો અભાવ છે. શરીર અને ભોગનો પણ અભાવ છે. ભોગનો અભાવ એટલે પરને તો આત્મા ભોગવી શકતો જ નથી પણ ભોગવવાના ભાવરૂપ શુભાશુભભાવથી પણ આત્મા રહિત છે. સર્વ ત્રિલોકીનાથ પરમાત્માએ આવો આત્મા જોયો છે, અનુભવ્યો છે અને કહે છે તેવો આ આત્મા છે; એવો આત્મા જેની દૃષ્ટિમાં આવે તેને વાસ્તવિક આત્માની દૃષ્ટિ થઈ કહેવાય. સંસાર છોડી દેવો એટલે સ્ત્રી, પુત્ર, પરિવાર, મકાન, પૈસા આદિ છોડી દેવાં એમ નથી. એ તો બધું આત્માથી ભિન્ન જ છે તે ક્યાં તારી વસ્તુમાં ઘુસી ગયા છે કે તું તેને છોડ? એ તો છૂટાં જ છે. તેના પ્રત્યેનું મહત્વ છે તે સંસાર છે માટે મમત્વ તોડવાનું છે. (ઘડિયાળમાં ડંકા પડ્યા) અહીં તો ડંકા જ વાગી રહ્યાં છે. ડંકાની ચોટ ઉપર ભગવાન કહે છે આવું તારું સ્વરૂપ છે તેનું એકાગ્રચિતન કર. એ જ તારું કર્તવ્ય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ - સંસાર-વેલ નાશ કરવાનો ઉપાય | | (સળંગ પ્રવચન નં. ૨૨) भवतनुभोगविरक्तमना य आत्मानं ध्यायति । तस्य गुर्वी वल्ली सांसारिकी त्रुट्यति ॥३२॥ देहदेवालये यः वसति देवः अनाद्यनन्तः । केवलज्ञानस्फुरत्तनुः स परमात्मा निर्धान्तः ॥३३॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૭રમી ગાથા ચાલે છે. પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા જ્યારે સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત થઈને શુદ્ધાત્માને ધ્યાવે છે ત્યારે તેની અનાદિથી ચાલી આવતી સંસારરૂપી મોટી વેલ નાશ પામે છે. અનાદિથી જીવ ઉદયભાવોમાં રંગાયેલો છે–મૂછિત થઈ ગયો છે. પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયો છે અને સંસાર, શરીર અને ભોગોમાં લીન થઈ ગયો છે. જુઓ, આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવની પર્યાયમાં કદી ભૂલ જ ન હતી અને શુદ્ધ જ હતો એમ નથી. અનાદિથી પોતે ભૂલ કરતો આવ્યો છે. સંસાર, શરીર અને ભોગાદિમાં આસક્તિ કરતો હતો તેથી દુઃખી હતો. હવે જે તેનાથી વિરક્તમન થઈ શુદ્ધાત્માનું ચિંતવન કરે છે. એટલે કે શુદ્ધસ્વરૂપની સન્મુખ થઈ તેનું ધ્યાન કરે છે તેમાં લીન થાય છે તેની સંસારરૂપી મોટી વેલ નાશ પામે છે–ઉદયભાવની મોટી વેલ નાશ પામે છે. - રાગ તે સંસાર છે અને સ્વભાવ તે અસંસાર છે. સંસાર, શરીર અને ભોગોને ઉત્પન્ન કરવા એવો કોઈ આત્મામાં ગુણ નથી. આત્મામાં તો એવો ગુણ છે કે જે સંસારનું કારણ ન બને અને સંસારથી પોતાનું કાર્ય ન રચે આવો અકાર્યકારણ નામનો આત્મામાં ગુણ છે. તેથી સંસારનો અભાવ કરવાનું આત્મામાં સામર્થ્ય છે અને પ્રભુત્વ એ પણ આત્માનો એક ગુણ છે. આવા ગુણવાન આત્માનું જ્ઞાન કરીને જીવ પર્યાયમાં અતીન્દ્રિય સુખામૃત ઉત્પન્ન કરી શકે છે. આત્મવસ્તુમાં એવો કોઈ ગુણ નથી કે સંસાર ઉત્પન્ન કરે, ભોગોને વેદ અને શરીરને પોતાનું માને એવો કોઈ ગુણ આત્મામાં નથી. છતાં અનાદિથી ચિદાનંદસ્વરૂપના અજાણ એવા જીવને સંસાર ઊભો થાય છે, શરીરમાં મારાપણાની ભ્રમણા થાય છે, ભોગોને ભોગવવાની ભાવના થાય છે તે તેની મૂઢતા છે. ચૈતન્ય પોતે તો મહા રત્ન છે તેમાં કોઈ વિકારને ઉત્પન્ન કરે એવો ગુણ નથી પણ મૂઢ જીવ પોતાના સ્વરૂપનો અજાણ થઈને અજ્ઞાનભાવે મિથ્યાત્વ સહિત રાગ-દ્વેષ ઉત્પન્ન કરે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો શ્રોતા અમારો આ ભ્રમ હવે ક્યારે છૂટશે? પૂજ્ય ગુરુદેવશ્રી જેણે ભ્રમ કર્યો હોય તે ભ્રમ છોડે ત્યારે છૂટે ને ! જે જોડે તે તોડે. અજ્ઞાનભાવે રાગની સાથે જોડાણ પોતે કર્યું છે તો પોતે તોડે તો તુટે એવી વાત છે. ચૈતન્યસ્વભાવમાં તો રાગ સાથે જોડાણ કરવાની કોઈ શક્તિ નથી. સ્વભાવમાં તો તેનો અભાવ કરવાની શક્તિ છે પણ અજ્ઞાનવશ રાગમાં એકત્વની સ્થિતિ તો જુઓ કે જરા બહારના સંયોગમાં ફેરફાર થાય, પગ ન ચાલે ત્યાં હવે આમાંથી છૂટીએ તો સારું! પણ ભાઈ ! તારે છૂટીને ક્યાં જવું છે? કયાંય માસીબાએ ખાટલા ઢાળી રાખ્યા છે તારા માટે ? તું તો તારા આત્મામાં જા ત્યારે તારું દુઃખ ટળે તેમ છે. બહારની સગવડતાથી તને કાંઈ લાભ નથી. સંસાર એટલે સ્ત્રી, પુત્ર, પરિવારનો સંયોગ તે સંસાર નથી પણ અંતરમાં જે ભ્રમણા પડી છે કે શરીર મારું, રાગ મારો, હું કર્મ બાંધું છું, કર્મ મને રખડાવે છે આવી આવી જે ભ્રમણા છે તે સંસાર છે. વિકારનો ભોગવટો તે “ભોગ” છે અને અશરીરી આત્માથી ભિન્ન એવું આ શરીર તેમાં જે મિથ્યાત્વભાવે આસક્ત હતો તે આસક્તિ છોડી સ્વભાવનો આદર કરે છે તેને સંસારરૂપી વેલનો નાશ થાય છે. | ‘અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા” પોતે પોતાને ભૂલીને દુઃખી થયો છે અને માને છે કે મને આ શરીર અને સંયોગો અનુકૂળ નથી માટે હું દુઃખી છું. પોતે ભગવાન છે છતાં મૂઢ થયો છે એટલે જ શ્રીમદ્ કહે છે ને–પ્રભુ આત્મામાં અનંતગુણ છે પણ તેમાં અપલક્ષણના પાર નથી. પોતાની મૂર્ખાઈથી મૂરખ થયો છે. જે સ્વભાવ પોતાનો છે તેમાં મારાપણું રહ્યું નહિ અને શરીર, સ્ત્રી, પુત્ર, મકાન આદિમાં મારું...મારું.કરીને દુઃખી થઈ રહ્યો છે. આવી ભ્રમણા જીવને કોઈ અન્યદ્રવ્ય કરાવતું નથી અને પોતામાં પણ ભ્રમણા થાય એવો કોઈ ગુણ નથી પણ પર્યાયમાં પોતે એવી ભ્રમણા ઊભી કરે છે. આત્મામાં તો સત્ શાશ્વત જ્ઞાન-આનંદ શક્તિ છે તેથી તે આનંદ ઉત્પન્ન કરવામાં કારણ થાય છે પણ દુઃખ ઉત્પન્ન કરવામાં કારણ થતો નથી. ભગવાન આત્મા જે સંસાર, શરીર અને ભોગોમાં આસક્ત ચિત્ત છે તે સંસાર આદિ વસ્તુના સ્વભાવમાં તો છે નહિ તેથી વસ્તુનો જે સ્વભાવ છે તેની દૃષ્ટિ, જ્ઞાન અને સત્કાર–આદર કરતાં, વસ્તુનો સ્વભાવ એવો છે કે આનંદનું કારણ બનીને આનંદગુણ પર્યાયમાં આપે છે. - પરમાત્મપ્રકાશમાં બહુ માખણ ભર્યું છે. એકલો માલ જ ભર્યો છે. લાડવા બનાવીને તૈયાર રાખ્યા છે કે ખાવ એટલી જ વાર છે! પ્રભુ ! તને તારો વિશ્વાસ નહિ! અને તારામાં જે નથી તેનો વિશ્વાસ તે ઊભો કર્યો છે પણ તે વિશ્વાસ–ભ્રમ પર્યાયમાં જ છે વસ્તુમાં એ જૂઠા વિશ્વાસનો અભાવ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ ) [ ૧૧૭ પ્રભુ! તારામાં તો એવી તાકાત છે કે તું અતીન્દ્રિય આનંદનું કારણ બને. દુઃખ ઉત્પન્ન કરવું એ તારું સ્વાભાવિક કાર્ય નથી. એવો કોઈ ગુણ જ નથી કે જે દુઃખ ઉત્પન્ન કરે. માટે ભ્રાંતિ છોડ અને નિર્ભીત થઈને સંસારવેલડીનો છેદ કર. તત્ત્વ ઝીણું ઘણું એટલે જીવને એમ થાય કે આ તો કાંઈ સમજાતું નથી. પૈસા દેતાં ધર્મ થતો હોય તો કરી લઈએ. પૂર્વે પુણ્ય કર્યા હતા તે બળીને વર્તમાનમાં પૈસો મળ્યો છે. ૧૦ લાખની મૂડી છે તો જો ધર્મ થતો હોય તો ૫૦ હજાર દાનમાં આપી દઈએ. તો કહે છે કે ના ભાઈ ! એમ ધર્મ ન થાય. શ્રોતા –પુણ્ય કરવાથી પાપ તો ઓછું થાય કે નહિ? - પૂજ્ય ગુરુદેવશ્રી–પુણ્યથી મિથ્યાત્વનું પાપ ઓછું ન થાય. શરીર અને સંયોગો સારા મળે પણ ભગવાન આત્માની મિથ્યાભ્રાંતિ કે જે મહાન પાપ છે તે પુણ્યથી ઓછું થતું નથી. પુણ્ય-પાપથી શરીરના વેષ પલટાય છે પણ આત્માનો વેષ પલટાતો નથી. પુણ્ય કરે તો સ્વર્ગનો વેષ મળે અને પાપ કરે તો નરકનો વેષ મળે પણ આત્માની દશા ન પલટાય. આત્માનો વેષ તો ચૈતન્યસ્વભાવની દૃષ્ટિ કરે તો જ પલટાય. સમયસારમાં આવે છે કે સંવર–નિર્જરા એ આત્માનો વેષ છે. અનાદિથી જીવે વિકારનો વેષ ધારણ કરી રાખ્યો છે તે સ્વભાવષ્ટિથી પલટાઈને સંવર-નિર્જરાનો વેષ આત્મા ધારણ કરે છે. અનંતગુણસંપન્ન ભગવાન આત્મા જેવો છે તેવી તેની દૃષ્ટિ કરવાથી અથવા તેના વિશ્વાસથી તેની જ રુચિથી અને તેમાં જ એકાકાર થવાથી જેને વીતરાગ આનંદ પ્રગટ થયો છે તે પોતાના ચિત્તને રાગ-દ્વેષથી હટાવીને પરમાનંદમાં લીન કરીને સંસારનો નાશ કરે છે. સંસાર અને મોક્ષ બને અવસ્થા વખતે તેનો દ્રવ્યસ્વભાવ તો એવો ને એવો જ રહ્યો છે. પૂર્ણાનંદ પ્રભુ પૂર્ણ પ્રભુશક્તિ, પૂર્ણ આનંદ શક્તિ અને પૂર્ણ અકાર્યકારણશક્તિથી ભરેલો છે. તે રાગનું કારણ બને કે રાગનું કાર્ય બને એવી તેનામાં શક્તિ જ નથી. આવા શુદ્ધાત્માનો પ્રેમી બનીને જે સંસાર, શરીર અને ભોગાદિનો વૈરાગી બને છે તે સંસારથી મુક્ત થાય છે. * જુઓ ! આવો વૈરાગ્ય જોઈએ. બાયડી-છોકરાંને છોડી દેવા તે વૈરાગ્ય નથી. સ્ત્રી-પુત્રાદિ તો સાપોલિયા (સર્પના બચ્ચા) છે મને નુકશાન કરનારા છે એમ માનીને છોડે એ તો દૈષ થયો. પરદ્રવ્ય મને નુકશાન કરે એ માન્યતા જ મિથ્યાત્વ છે. શ્રોતા –ી, પુત્રાદિ ઘરમાં ક્લેશ કરતાં હોય તો? પૂજ્ય ગુરુદેવશ્રી :–તેનો ક્લેશ તેનામાં રહ્યો. પરનો ફલેશ જીવને અડતો પણ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો નથી અને જીવના ભાવ પરને અડતાં નથી. માટે પરને દુઃખરૂપ જાણીને છોડવા તે વૈરાગ્ય નથી. પરનું ગ્રહણ જ આત્માએ કર્યું નથી તો છોડે શું? સ્વભાવના લક્ષે પરમાનંદ થતાં સંસાર, શરીર, ભોગાદિની રુચિ છૂટી જાય છે તેનું નામ વૈરાગ્ય છે. આ બધું સમજવું પડશે, આમાં ફેરફાર નહિ ચાલે. કહે છે કે પ્રભુ ! તારામાં જે શક્તિ પડી છે તે તો પ્રગટ કરી નહિ અને જે શક્તિ નથી તેને પ્રગટ કરીને તેમાં રંજિત થઈ રહ્યો છો, તો એકવાર તો પ્રભુ ! તારા સ્વભાવનો પ્રેમ કરી આનંદ ઉત્પન્ન કર. પરથી વૈરાગ ક૨ અને સ્વભાવસન્મુખ થા. શુદ્ધભૂમિકામાં એવો એકાગ્ર થા કે પછી સંસારવેલ ફરી ઉત્પન્ન જ ન થાય. નિજ શુદ્ધસ્વરૂપ પરમાત્માની દૃષ્ટિ અને ધ્યાન જ સંસારરૂપી વેલનો નાશ કરવાનો એકમાત્ર ઉપાય છે. શુભરાગથી સંસારનો નાશ થતો નથી. કેમ કે જે ભાવ જ તારામાં નથી તેનાથી તારું કાર્ય કેવી રીતે થાય? વળી, રાગ વડે રાગનો નાશ કરવો એ કેવી રીતે બને ? શ્રોતા :—કાંટાથી કાંટો નીકળે છે ને ! પૂજ્ય ગુરુદેવશ્રી :—કાંટાથી કાંટો નીકળતો નથી પણ કાંટાને પકડનારાના જોરથી કાંટો નીકળે છે. તેમ રાગરૂપી કાંટો રાગથી નીકળતો નથી પણ આત્માના જોરથી રાગરૂપી કાંટો નીકળે છે. માટે આત્માની ઓળખાણ કરવી જરૂરી છે. એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે અને એકને જાણ્યા વગર સર્વને જાણે છે તેણે કાંઈ જાણ્યું જ નથી. માટે જેમાં ચૈતન્યનિધાન ભર્યું છે એવા આત્માને જાણી તેનું ધ્યાન કરવાથી જ સંસારરૂપી મોટી વેલનો નાશ થાય છે. હવે આગળની ૩૩મી ગાથામાં મુનિરાજ કહે છે કે દેહરૂપી દેવાલયમાં ભગવાન બિરાજે છે. દેહ+આલય દેહરૂપી સ્થાનમાં સિદ્ધ જેવો ભગવાન આત્મા બિરાજે છે પણ તે દેહથી ભિન્ન છે. શુદ્ધનિશ્ચયનયથી આ દેહરૂપી દેવાલયમાં જે આત્મા બિરાજે છે તે જ તારો પરમાત્મા છે. સિદ્ધાલયમાં બિરાજે છે તે તારા પરમાત્મા નથી. = અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી આત્મા દેહમાં રહેલો છે પણ નિશ્ચયનયથી તે દેહથી આત્મા ભિન્ન છે. સત્સ્વરૂપની દૃષ્ટિથી જોઈએ તો દેહની જેમ આત્મા મૂર્તિક નથી, અમૂર્તિક છે. દેહ તો અશુચિ છે, તેમાં હાડકા, માંસ, લોહી આદિ અપવિત્ર વસ્તુ ભરી છે અને ભગવાન આત્મા તો મહા પવિત્ર જ્ઞાન-આનંદ આદિ અનંતગુણોથી ભરેલો શુચિ પદાર્થ છે. જેના એક એક પવિત્ર ગુણોનું અચિંત્ય અને અમાપ સામર્થ્ય છે. એવા તો અનંત ગુણોનું ધામ આત્મા છે. માટે, આવો અમૂર્તિક, શુચિ-મહાપવિત્ર, અનાદિ અનંત જ્ઞાનાદિ ગુણસ્વરૂપ ભગવાન Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ ૨ / L[ ૧૧૯ આત્મા જ ઉપાદેય છે. તે જ તારા માટે પૂજનીય દેવ છે. પરમ આરાધ્યદેવ તારો આત્મા જ છે. ભગવાન સર્વજ્ઞદેવ તો વ્યવહાર પૂજનીય છે. નિશ્ચયથી તો તારા માટે તારો આત્મા જ પૂજનીય છે માટે કહ્યું છે કે “તન મંદિરમાં દેવ જિન'. શ્રોતા –પોતાના ભગવાનની પૂજા કેવી રીતે કરવી? પૂજ્ય ગુરુદેવશ્રી એ જ કહ્યું ને ! પોતાનો સ્વભાવ જેવો છે તેવો દૃષ્ટિમાં લઈને તેનું બહુમાન કરવું તે જ પોતાનું પૂજનીયપણું છે અને રાગાદિની અધિકતા-મહત્તા છોડી દેવી તે જ રાગાદિનું અપૂજનીયપણું છે. આહાહા....! જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.... વાણી જડ અને આત્મા ચૈતન્ય, વાણી રૂપી અને આત્મા અરૂપી આમ બંને વિરુદ્ધ • ધર્મોવાળા તત્ત્વો છે તેથી જડ વાણી વડે ચૈતન્યની મહિમા ક્યાંથી થઈ શકે ? સર્વશની વાણી તો પૂર્ણ છે તેમાં પણ આત્માનું પૂરું વર્ણન આવી શકતું નથી તો અલ્પજ્ઞની વાણીમાં આત્માનું પૂરું વર્ણન ક્યાંથી આવી શકે? એ તો સ્વસંવેદનથી જ જાણી શકાય તેવું તત્ત્વ છે. બાકી બધી નિમિત્તની વાતો છે. દેહનો સંયોગ તો આદિ અને અંતવાળો છે અને ભગવાન આત્મા અનાદિ-અનંત છે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ દરેક કાળે વસ્તુ તો છે..છે... અને છે જ. તેની કદી શરૂઆત થઈ નથી અને અંત આવવાનો નથી. માટે ભગવાન આત્મા અનાદિઅનંત છે. આત્માને પણ શરીર છે. કેવું શરીર? કે કેવળજ્ઞાનના પ્રકાશકરૂપ આત્માનું શરીર છે. જડે શરીર આત્માનું નથી પણ આત્મા તો ચૈિતન્યશરીરી છે. તેના વડે તે લોકાલોકને જાણવાનું સામર્થ્ય ધરાવે છે અને પર્યાયમાં તે શક્તિ પ્રગટ થાય ત્યારે એક સમયમાં આખા લોકને પ્રગટપણે તે જાણે છે. આ શક્તિ જડ શરીરમાં કે પરદ્રવ્યમાં નથી તેથી તેમાંથી જ્ઞાન આવતું નથી પણ પોતાની શક્તિ જ એવી છે કે તેમાંથી પૂર્ણજ્ઞાન પ્રગટ થાય છે. શરીરને તો જડ, મૂર્તિક અને આદિ-અંતવાળુ કહીને અપૂજ્ય કહ્યું છે અને ભગવાન આત્મા તો ચૈતન્ય, અમૂર્તિક અનાદિ અનંત જ્ઞાનાદિ પ્રકાશવાળો હોવાથી સદા પૂજનીય પરમ આરાધ્યદેવ છે એમ જાણ ! શરીર સ્વ-પર કોઈને જાણતું નથી અને આત્મા કોઈને જાણ્યા વગર રહેતો નથી એવો તેનો સ્વભાવ છે માટે કહ્યું કે બંને વિરૂદ્ધ ધર્મવાળા તત્ત્વો છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો દેહમાં આત્મા રહેલો હોવા છતાં બંનેમાં કેટલી વિરૂદ્ધતા છે. દેહ ત્રિકાળ જડ– મડદું છે અને આત્મા ત્રિકાળ ચૈતન્ય છે. દેહ અશુચિનું ધામ છે જ્યારે ભગવાન આત્મા મહાપવિત્ર શુચિતાનું ધામ છે. દેહ કોઈને જાણતું નથી અને આત્મા એક સમયમાં સર્વને જાણનારો છે. માટે આત્મા શરીર પ્રમાણ રહ્યો હોવા છતાં શરીરને સ્પર્શ કરતો નથી—એમ નિર્બંત જાણ ! જેમ શરીર અને રાગમાં નિર્ભ્રાતપણે મારાપણું માનતો હતો તે છોડીને હવે અમે કહીએ છીએ કે તું નિર્ભ્રાતપણે આવા તારા સ્વરૂપમાં એકત્વ કર. તેમાં બિલકુલ સંદેહ ન કર! અનાદિથી અજ્ઞાનીને ભ્રાંતિવશ શરીર, રાગ અને અલ્પજ્ઞતામાં જ પોતાપણું ભાસતું હતું પણ તે તો ભ્રાંતિ હતી, તે છોડીને સ્વરૂપની દૃષ્ટિ કરે છે તેને નિર્બંતપણે એવી શ્રદ્ધા થઈ જાય છે કે હું અનાદિ-અનંત જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું. તેને શંકા નથી પડતી કે હું આવો કેવી રીતે હઈશ. ભગવાન આત્મા દેહમાં રહે છે પણ દેહથી ભિન્ન છે એમ કહેતાં સર્વવ્યાપક નથી એ વાત પણ આમાં આવી ગઈ. ડબ્બીમાં હીરો પડ્યો હોય પણ ડબ્બી અને હીરો તદ્ન જુદી ચીજ છે. હીરો પ્રકાશસ્વરૂપ છે અને ડબ્બી તો ધાતુમય છે તે બંને એકબીજાને અડતાં નથી. તેમ ભગવાન આત્મા ચૈતન્યહીરો જડ શરીરમાં રહેલો હોવા છતાં તેનાથી તદ્ન ભિન્ન છે. જેમ હીરો તો જડ પરમાણુનો નાનો એવો પિંડ છે, તે નથી ભૂખ લાગે તો ખાવામાં કામ આવતો કે તરસ લાગે તો પાણી આપતો નથી, રોગ થયો હોય તો ઘસીને ચોપડવાના કામમાં આવતો નથી છતાં તેની કેટલી કિંમત છે ! હજારો લાખો રૂપિયાની કિંમત હોય છે તો આ ભગવાન આત્મા તો ચૈતન્યહીરો છે તેમાં તો જ્ઞાનાદિ અનંતગુણોના અનંતપાસા પડ્યા છે, તેના એક ગુણની કિંમત-મૂલ્યાંકન થઈ શકતું નથી તો આખા ચૈતન્યદેવની કિંમત કેટલી હશે ! તે શું રાગાદિ વિકલ્પની કિંમત ચૂકવીને પ્રાપ્ત થઈ જાય એવો નિર્મૂલ્ય પદાર્થ છે ! એ તો મહાકિંમતી ચીજ છે, તેની કિંમત ચૂકવે તેને જ તે પ્રાપ્ત થાય તેવો છે. જે પોતાની વર્તમાન પર્યાયમાં અનંત ગુણસ્વરૂપ ભગવાન આત્માને સ્પર્શે છે તે નિજભગવાનને ભેટે છે, તેને પરમાત્માના સ્પર્શમાં અતીન્દ્રિય આનંદ આવે છે. બાકી શુભરાગથી આત્માનો સ્પર્શ કદી થઈ શકતો નથી. કદાચિત્ લાંબાકાળે કોલસાના પરમાણુની પર્યાય પલટીને હીરારૂપે થાય પણ તેની જેમ રાગ પલટાઇને ધર્મ કદી ત્રણકાળમાં પણ થતો નથી. હીરાની એક એક રતિની લાખો-કરોડો રૂપિયાની કિંમત હોય છે અને હીરાનું વજન કરવાના તોલ પણ બહુ સૂક્ષ્મ હોય છે તેમ ભગવાન આત્માની કિંમત કરનારી દૃષ્ટિ પણ બહુ સૂક્ષ્મ હોય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ ) [ 121 મુમુક્ષુ –હીરાની દુકાને તો પડાપડી થતી હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રી અહીં પણ પડાપડી થાય છે. છ માસ ને આઠ સમયમાં છસો ને આઠ જીવો સિદ્ધ થઈ જાય છે. સિદ્ધ થનારની મોટી કતાર ચાલુ જ છે. ધારાવાહી માર્ગમાં સિદ્ધો હારબંધ થઈ રહ્યાં છે. આવા આત્માને આદરણીય કરવો એટલે બીજાની મહિમા છોડી આત્મામાં દૃષ્ટિ લગાવવી તે આત્મામાં ઉપાદેયપણું છે. તે મોક્ષનો માર્ગ છે. હક આત્મપ્રાપ્તિ પુરુષાર્થથી થાય છે. કળશટીકામાં યત્નસાધ્ય નથી, કાળલબ્ધિથી થાય એમ કહ્યું છે એ તો અર્ધપુદગલપરાવર્તન કાળ બાકી રહ્યો હોય ત્યારે જ આત્મપ્રાપ્તિ થાય એવો સિદ્ધાંત છે એ વાત ત્યાં સિદ્ધ કરવી છે. એને વિશ્વાસ આવી જવો જોઈએ કે મારો સ્વકાળ આવી જ ગયો છે. સબ અવસર આવી ગયો છે એમ વિશ્વાસ આવી જવો જોઈએ. સંસારમાં તો તેને રુચતી વાત તરત જ કરીશ એમ કહે છે. જે વસ્તુ તેનાથી થઈ શકતી નથી એને તરત જ કરવા કહે છે તો જે વસ્તુ પોતાની જ છે પોતાથી જ થઈ શકે છે એ તરત જ કેમ ન થાય? એને વિશ્વાસ આવી જવો જોઈએ કે હું તો તરવાને પંથે જ જઈ રહ્યો છું, મારે એકાદ ભવ છે. જેમાં ભવ નથી એની દૃષ્ટિમાં ભવ હોય જ નહિ. જ શ્રદ્ધાનામાં વિપરીતતા હોવાથી સમ્યક અટકે છે થતું નથી અને પુરુષાર્થની નબળાઈથી ચારિત્ર અટકે છે–પ્રગટતું નથી. છતાં સમ્યક નહિ થવામાં શ્રદ્ધાનની વિપરીતતાને બદલે પુરુષાર્થની નબળાઈ માનવી એ તો ડુંગર જેવડા મહાન દોષને રાય સમાન અલ્પ જાણે છે; તે ડુંગર જેવડા મહાન દોષને છેદી શકે નહિ. - પૂજ્ય ગુરુદેવશ્રી Page #135 -------------------------------------------------------------------------- ________________ - નિજ-શુદ્ધાત્મા એક જ ઉપાદેય જાણ (સળંગ પ્રવચન નં. ૨૩) देहे वसन्नपि नैव स्पृशति नियमेन देहमपि य एव । देहेन स्पृश्यते योऽपि नैव मन्यस्व परमात्मानं तमेव ॥३४॥ શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથની ૩૪મી ગાથા શરૂ થાય છે. આ આત્મા દેહમાં રહ્યો હોવા છતાં નિશ્ચયનયથી તે દેહને સ્પર્યો નથી. આત્મા શુદ્ધ જ્ઞાનાનંદમૂર્તિ છે. તે શરીરને કર્મને કે વિકારને સ્પર્શતો નથી અને દેહથી પણ આત્મા સ્પર્શી શકાતો નથી. ભગવાન જ્ઞાનાનંદ-ચિદાનંદસ્વરૂપ મૂર્તિ તે આત્મા છે. એ આત્મા દેહમાં રહ્યો હોવા છતાં દેહને સ્પર્શતો નથી. દેહ શબ્દ પુણ્ય-પાપ કર્મ, રાગાદિ વિકારને પણ આત્મા સ્પર્શતો જ નથી અને દેહ, પુણ્ય-પાપ કર્મ, રાગાદિભાવ વગેરેથી તે સ્પર્શતો નથી એટલે કે તેના વડે આત્મા અનુભવમાં આવતો નથી. ગુરુ શિષ્યને કહે છે કે હે શિષ્ય! આવા દેહના સ્પર્શ રહિત આત્માને તું આત્મા જાણ ! બે ભાગ પાડ્યા છે. એકકોર રામ અને બીજી બાજુ ગામ. એક તરફ શુદ્ધ જ્ઞાનાનંદમૂર્તિ આતમરામ અને બીજી તરફ શરીર, વાણી, મન, કર્મ, વિકાર આદિ બધું ગામ. તેની સાથે આત્માને કાંઈ લાગતું-વળગતું નથી એટલે કોઈ સંબંધ નથી. અનંત અનંત શુદ્ધ જ્ઞાનસ્વરૂપ-ભગવાન આત્માની અનુભૂતિ કેવી રીતે થાય? કે પય-પાપ રાગરહિત દેષ્ટિ, જ્ઞાન અને શાંતિરૂપ જે સ્થિરતા તેના વડે આત્મા અનુભવમાં આવે છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર વડે આત્માનો સ્પર્શ-અનુભવ થઈ શકે છે. ભગવાને દરેક આત્માને આવા જ જોયા છે કે તે નિર્મળ અનુભૂતિ વડે જ તે જણાય એવા છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ અનંતગુણ સંપન્ન પ્રભુ જેવો સર્વશદેવને પ્રાપ્ત થયો છે એવો જ દરેકનો આત્મા ભગવાને જોયો છે અને એવો જ કહ્યો છે. આ આત્મા પોતાની અનુભૂતિ વડે જ પ્રાપ્ત થાય છે અને નિર્મળ અનુભૂતિથી વિપરીત પુણ્યપાપ-ક્રોધ-માનાદિના પરિણામથી કર્મ પ્રાપ્ત થાય છે અને કર્મથી શરીર પ્રાપ્ત થાય છે. આ તો સાદી સીધી વાત છે. શાસ્ત્રના આકરા શબ્દો આમાં નથી. ભગવાન આત્મા વસ્તુસ્વભાવે શુદ્ધ નિર્મળ જ્ઞાનાનંદસ્વરૂપ મૂર્તિ છે. તે નિર્મળ અનુભૂતિમાં પ્રાપ્ત થાય છે, નિર્મળ અનુભૂતિ વડે કર્મ કે શરીર પ્રાપ્ત ન થાય. કર્મ અને શરીર મળવાનું કારણ તો ક્રોધ, માન, ભક્તિ, પૂજાદિ શુભ-અશુભભાવ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૩ ] [ ૧૨૩ જેમ બરફની શીતળ શીતળ શીલા છે તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય, અકષાય વીતરાગતાની શીતળ મૂર્તિ છે. આમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે અને એમ જ અમે જાણ્યું છે, એમ મુનિરાજ કહે છે. એ તને કેમ જણાય? કે રાગની રુચિ છોડી શુદ્ધ સ્વભાવની રુચિ, જ્ઞાન અને સ્થિરતા પ્રગટ કરતાં આવા આત્માની અનુભૂર્તિ તને પણ પ્રાપ્ત થાય તેમ છે. આ અનુભૂતિથી વિપરીત પુણ્ય-પાપ વિકારીભાવ થવાથી કર્મ બંધાય છે અને કર્મથી શરીર મળે છે. તેને અજ્ઞાની જીવ પોતાનું માને છે. જીવવસ્તુ વર્તમાનમાં પણ શુદ્ધ અને પવિત્ર છે. તેની અનુભૂતિ વડે મુક્તિની પ્રાપ્તિ થાય છે અને અનુભૂતિથી વિપરીત 'હું પુણ્ય-પાપવાળો છું, શરીરવાળો છું' એવી ભ્રાંતિ વડે જડક બંધાય છે અને કર્મોના નિમિત્તે શરીર મળે છે તમો ઓ જીવ રહેલો છે તેથી નજીકના સંબંધથી અનુપચરિત અસંભૂતે વ્યવહાર નામની જૂઠી નયથી આત્મા શરીરને સ્પર્યો છે એમ કહેવાય છે. દેહ તો જડ માટી છે અને આત્મા તો ચૈતન્ય છે. બંનેની જાત જુદી છે છતાં દેહ અને આત્માને નજીકનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. કુટુંબ-પરિવાર સાથે એવો સંબંધ નથી, કેમ કે એ તો ક્ષેત્રથી પણ ભિન્ન જ છે. અનુપચાર અસભૂતનયે આત્મા દેહમાં રહેલો છે. દેહ અને આત્માનું ક્ષેત્ર એક છે તેથી અનુપચાર કહ્યો પણ નિશ્ચયથી દેહને આત્મા અડતો પણ નથી માટે તે અસભૂત-જૂઠી નયનું કથન છે. ભાઈ ! તું કોણ અને દેહ કોણ ! તે એકબીજાને અડતાં નથી તેની વાત તને કહીએ છીએ. જેનામાં વર્ણ-રંગ આદિ તો નથી પણ પુણ્ય-પાપના વિકાર પણ જેમાં નથી એવો તું અરૂપી અવિકારી ચૈતન્યપ્રભુ છો. આ તો મૂળ તત્ત્વની વાતો છે ભાઈ ! સ્ત્રી, પુત્રાદિને ઉપચારથી જીવના કહેવાય છે, દેહને અનુપચાર અસભૂત વ્યવહારનયથી જીવનો કહેવાય છે પણ નિશ્ચયથી દેહ, કર્મ કે પુય-પાપ આદિ વિકારીભાવ કોઈ જીવના નથી. દેહ, કર્મ અને વિકારથી ચૈતન્ય વસ્તુ ભિન્ન જ છે પણ અજ્ઞાનીની માન્યતામાં એમ છે કે દેહાદિ બધું મારું છે તેને મુનિરાજ કહે છે કે દેહાદિ પર વસ્તુની અતિ તો છે પણ તે તારી ચીજ નથી. તું દેહમાં રહેલો હોવા છતાં નિશ્ચયથી દેહને સ્પર્શતો નથી. પોતે ભગવાન સત્ સચિદાનંદ સત્ સિદ્ધસ્વરૂપ પ્રભુ છે તે વિકાર કર્મ અને દેહને કેમ સ્પર્શે? જે વસ્તુ જ જુદી છે તે એક કેમ થાય ! એક તરફ ભગવાન જ્ઞાન, દર્શન, સુખ, આનંદસ્વરૂપ મૂર્તિ પોતે અને બીજી બાજુ પુણ્ય, પાપ, શરીર, કર્મ આદિ તેમાં જીવ નહિ અને જીવમાં તે નહિ. આ ભગવાન તીર્થંકરદેવનું શાસન કોઈ જુદી જાતનું છે તેનો કોઈની સાથે મેળ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ / [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ખાય તેમ નથી. ભગવાન કહે છે કે, દરેક આત્મા શુદ્ધ સત્ ચિદાનંદઘન છે તે દેહમાં રહેલો હોવા છતાં વસ્તુએ તદ્દન ભિન્ન છે છતાં અજ્ઞાની ભ્રમથી દેહ, કર્મ અને વિકારને પોતાના માને છે એ તેનો મિથ્યાભ્રમ છે. હવે આમાં કરવું શું?—કે તારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સામે નજર કર અને વિકાર, કર્મ આદિ ઉપરથી દૃષ્ટિ છોડ. આ કરવા જેવું છે. ભાઈ ! તું પ્રભુ છો ને ? વિકાર તો દોષ, પામર, અચેતન છે. ભગવાન જ્ઞાયકજ્યોત સ્વરૂપ ચિદાનંદને આ અચેતનભાવો સ્પર્શી શકતાં નથી. તેનો અર્થ એ થયો કે પુણ્ય-ભાવ વડે ચૈતન્યનો અનુભવ થઈ શકતો નથી. દયા, દાનાદિના શુભ પરિણામ તો રાગ-વિકાર છે તેને ચૈતન્ય અડતો નથી તો જે ચૈતન્યથી ભિન્ન છે એવા શુભભાવ વડે ચૈતન્યનો અનુભવ કેવી રીતે થાય? લોકોને આ સાંભળીને રાડ પડી જાય છે અરે, આ સોનગઢવાળા શું કહે છે! ભાઈ, અમને નહિ તું ભગવાનને જઈને કહે ને ! અમે તો ભગવાને કહેલું છે તે કહીએ છીએ. દિવાળીના દિવસોમાં લોકો એકબીજાના નામ મેળવે છે ને કે કોની પાસે કેટલી લેણ-દેણ છે તે ખબર પડે, તો અહીં કહે છે કે ભગવાન સાથે તારું નામું મેળવ. પણ એને આ નામા મેળવતાં આવડતાં નથી. એ આત્માને તું આત્મા જાણ કે જે પોતાની નિર્મળ અનુભૂતિ વડે પ્રાપ્ત થાય છે અને નિર્મળ અનુભૂતિથી વિપરીત વિકાર વડે પ્રાપ્ત કર્મ અને શરીર વડે જે પ્રાપ્ત થતો નથી. આવો જે આત્મા તેને અંતરમાં તું આત્મા જાણ. તારા જ્ઞાન અને શ્રદ્ધામાં નક્કી કર કે હું આવો શુદ્ધ આત્મા છું. આ એક એક ગાથામાં બધું આવી જાય છે. શુદ્ધ-આત્મા દેહ, વાણી, મન, કર્મ, વિકાર આદિ બધાંથી રહિત છે ત્યાં દીકરા-વહુ મારા એ વાત ક્યાં રહી? શ્રોતા એ બધાં યાદ તો આવે ને ! પૂજ્ય ગુરુદેવશ્રી:–યાદ આવે એટલે શું? તેનું જ્ઞાન અને રાગ આવે તારા ઘરમાં, એ દીકરા-વહુ ન આવી જાય. જાણનાર ભગવાન આત્મા જાણે તો બધાંને. પણ તેમાં આ મારા અને આ મારા નહિ એવા બે ભેદ કયાંથી લાવ્યો? મૂઢતાને લઈને એવી ભ્રમણા તે ઊભી કરી છે. ટીકાકારે તો એવી વાત લીધી છે કે પુણ્ય-પાપની ક્રિયા, દેહ, વાણી, મનને જે મારા માને છે તેને પોતાનો ભગવાન આત્મા હેય વર્તે છે; જે ખરેખર હેય ચીજ છે, એવા દેહ, વિકારાદિને ઉપાદેય માને છે તેને ઉપાદેય એવો શુદ્ધાત્મા હેય થઈ જાય છે. તેણે શ્રદ્ધામાંથી આત્માને છોડી દીધો છે. અજ્ઞાની જીવને પુણ્ય-પાપ વિકાર આદિ ઉપાદેય વર્તે છે અને શુદ્ધ આત્મા હેય Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૩ ) [ ૧૨૫ વર્તે છે, જ્યારે ધર્મી જીવને પુણ્ય, પાપ, શરીરાદિ હેય વર્તે છે અને જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધાત્મા ઉપાદેય વર્તે છે. આ ચૈતન્યરામની રમતવાળાને આત્માના શ્રદ્ધા-જ્ઞાનવાળાને આત્મા ઉપાદેય છે તેને પુણ્ય-પાપ, શરીર, કર્મ આદિ આદરણીય નથી પણ હેય છે અને આત્મારામની રમત મૂકીને પુણ્ય, પાપ, શરીર આદિ મારા માનનારને તે બધું ઉપાદેય વર્તે છે અને આખો ભગવાન આત્મા હેય વર્તે છે. જેને શુદ્ધ ચૈતન્યઘન-જ્ઞાનાનંદમૂર્તિ તે જ હું એવા શ્રદ્ધા-જ્ઞાન વર્તે છે એવા જ્ઞાનીને આત્મા પોતે જ ઉપાદેયપણે વર્તે છે અને શુદ્ધ ચૈતન્યથી વિપરીત રાગાદિભાવ, કર્મ, શરીર-વાણી-મન આદિ બધું હેય વર્તે છે કેમ કે તે મારાથી ભિન્ન છે માટે તે હેય છે એમ જ્ઞાની જાણે છે. જ્ઞાનીને રાગથી માંડીને દેહાદિ બધું હેયપણે જ દેખાય છે અને એકમાત્ર શુદ્ધાત્મા જ ઉપાદેયપણે દેખાય છે. જ્યારે અજ્ઞાનીને તો પુણ્ય-પાપ, દેહાદિ જ હુંપણે દેખાય છે તેથી તેમાં આદર-બુદ્ધિ રહે છે. દેહ, મન, રાગાદિ જેટલો જ હું એમ માનતો હોવાથી અજ્ઞાની તેને જ ઉપાદેય માને છે. ઉપાદેય એટલે આ આટલી જ મારી ચીજ છે એમ દેખાય છે. યોગીન્દ્રદેવે જંગલમાં બેઠાં-બેઠાં પણ કાંઈ ગાથાઓ લખી છે ! જેણે શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માની સાથે નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન વડે જોડાણ કર્યું છે તેને આત્મા જ ઉપાદેય વર્તે છે. તેને પુણ્ય-પાપની જેટલી ક્રિયા થાય તેને તે જાણે છે પણ ઉપાદેય માનતો નથી. અજ્ઞાની આખા આનંદકંદ ચૈતન્યમૂર્તિને આડ મારીને પુણ્ય-પાપ, વિકાર, શરીર આદિની ક્રિયાની એક સમયની પર્યાય મારી છે એમ તેનો આદર કરે છે તેને આખા ભગવાન આત્માનો અનાદર વર્તે છે. સમજાય છે કાંઈ ! આ તો સમજાય તેવું છે. પ્રયોગ કરવામાં મહેનત પડે પણ વાત લક્ષમાં તો આવે છે ને! આ દિવાળીના દિવસોમાં ખાવાની ઊંચી ચીજ પીરસાય છે, ભગવાન ! અરે, ભર્યા ભાણાં પીરસેલા છે તે ખાતો નથી અને જે તારી ચીજ નથી તેને ખાવા જાય છો? આ તને શોભતું નથી. અતીન્દ્રિય આનંદ અને જ્ઞાયકતાથી ભરેલાં ઊંચા ભાણાં મૂકીને જે તારા નથી એવા પુણ્ય-પાપ વિકાર અને શરીરને મારા માનીને ભાઈ ! તું હારી ગયો છો. એકવાર જેણે ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદના ભાણા ભાળ્યાં-જેના દૃષ્ટિ અને જ્ઞાનમાં હું શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદમૂર્તિ છું એવો આદર આવ્યો તેને પુણ્ય-પાપભાવ ઝેર જેવા ભાસે છે. એવા જ્ઞાનીને હું પૈસાવાળો છું કે હું રાગવાળો છું એવું અભિમાન થતું નથી. - ભક્તિમાં આવે છે “કંચન અને કામિની...રામની રમતને તે જ લૂંટે.” આ આત્મા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો શુદ્ધ એટલે કે આનંદસ્વરૂપ છે, શુદ્ધ એટલે જેમાં દુઃખ નથી, શુદ્ધ એટલે જેમાં અપૂર્ણતા નથી પૂર્ણ પવિત્ર જ્ઞાનાનંદ ધામ છે છતાં પુણ્ય-પાપમાં જેને મારાપણું છે તે આત્મારામની રમતને લૂંટી નાંખે છે. આ વ્યવહાર મારો છે, પુણ્ય કરતાં કરતાં મને ધર્મ થશે એમ જેને વ્યવહારનો આદર વર્તે છે તેને ભગવાન શુદ્ધાત્માનો અનાદર વર્તે છે. તેને અહીં કહે છે પ્રભુ ! રાગ તો ઝેર છે. એ રાગના પ્રેમમાં તારો પ્રભુ લૂંટાય જાય છે. કેટલાક લોકો એવા હોય છે ને કે ભર્યા ભાણાં મૂકીને એઠાં ચાટવા જાય છે-ઘરે સુંદર સ્ત્રી મૂકીને વાઘરણ પાસે જાય છે, તેને કાંઈ ભાન નથી. તેમ અહીં પરમાત્મા પોકાર કરે છે કે, હે આત્મા ! તારામાં અતીન્દ્રિય આનંદ અને શાંતિ ભર્યા પડ્યા છે તેને મૂકીને તું પુણ્ય-પાપની એંઠ ચાટવા જાય છે! જે તારામાં નથી તેને તારું માનવું એ એઠું ચાટવા બરાબર છે. તેમાં તને વિકારનો દુઃખરૂપ અનુભવ થશે પણ આત્માનો આનંદ નહિ આવે. જે પોતાના શુદ્ધસ્વરૂપમાં જોડાણ કરે છે તે યોગી છે અને જે પુણ્ય, પાપ, શરીરાદિમાં જોડાણ કરે છે તે ભોગી છે. જે આત્મામાં એકાગ્ર થાય તેને પરમ આનંદ આપતો ચૈતન્ય સ્કુરાયમાન થાય છે. પરમ આનંદ લેતો શુદ્ધાત્મા પ્રગટે છે તે હું છું. પરમાત્મા કહે છે તારો પરમાત્મા તારી પાસે છે તેની સામુ જો તો તને પર્યાયમાં પરમાત્મા ફૂરાયમાન થશે. શરીરનું જીવન હો કે મરણ હો તે બંનેમાં જ્ઞાનીને સમભાવ વર્તે છે. વિષમભાવ કરવાથી કાંઈ જીવન વધી જતું નથી એમ જ્ઞાની જાણે છે. લાભ-અલાભમાં પણ જ્ઞાનીને સમભાવ વર્તે છે. બહારની ચીજ આવે કે જાય તેથી તેમને કાંઈ લાભ-અલાભ નથી. સુખ-દુ:ખમાં પણ જ્ઞાનીને સમભાવ વર્તે છે. અજ્ઞાનીને બહારની ચીજની અનુકૂળતામાં સુખની અને પ્રતિકૂળતામાં દુઃખની કલ્પના થાય છે. ખરેખર બહારની ચીજ કોઈ અનુકૂળ પણ નથી અને પ્રતિકૂળ પણ નથી તેથી જ્ઞાનીને તેમાં સુખ-દુઃખની કલ્પના થતી નથી. શત્રુ-મિત્ર પ્રત્યે પણ જ્ઞાનીને સમભાવ છે. જ્ઞાનીને કોઈ શત્રુ કે મિત્ર જ હોતા નથી પણ જગતની દૃષ્ટિએ જે અનુકૂળ હોય તે મિત્ર અને પ્રતિકૂળ હોય તે શત્રુ ગણાય છે તેના પ્રત્યે જ્ઞાનીને સમભાવ હોય છે. કેટલાકને માંડ બધી અનુકૂળતા આવી હોય, છોકરાં મોટા થયાં હોય-પૈસો થયો હોય અને ભોગવવાનું ટાણું આવ્યું ત્યાં મરણ આવે તો આકરું લાગે ભાઈ ! આ તારે સુખના ટાણાં નહિ, ઝેરના ટાણાં હતાં. બીજાને અનુકૂળતા હોય અને પોતાને જરા પ્રતિકૂળતા આવે ત્યાં એમ થઈ જાય કે મારે આમ કેમ? ભાઈ ! બહારની અનુકૂળતા-પ્રતિકૂળતા સાથે તારે શું સંબંધ છે? શરીરનું લાંબુ આયુષ્ય હો કે જલ્દી મરણ થઈ જાય તેનાથી આત્માને Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૩ ] [ ૧૨૭ શું? જે ચીજ જ આત્માની નથી તેનાથી આત્માને લાભ-નુકશાન નથી એમ જાણતાં જ્ઞાનીને 'સમભાવ વર્તે છે. જેને શાંતમૂર્તિ આત્માની દૃષ્ટિ, જ્ઞાન અને જોડાણ થયું છે તેને બહારની કોઈ ચિજમાં સમતા-વિષમતા લાગતી નથી. શરીરમાં કે સ્ત્રી, પુત્રાદિમાં રોગ કે નીરોગતા જે આવવા યોગ્ય હોય તે આવે છે તેનાથી મને કાંઈ લાભ-અલાભ નથી એમ જેની દૃષ્ટિ પરના જોડાણથી છૂટી ગઈ છે અને સમભાવ પ્રગટ થયો છે તેને વાંજિયા હો કે દશ 'દીકરા હો, શત્રુ હો કે મિત્ર હો, ક્યાંય સુખ-દુઃખ નથી. આવા જીવને કેવી શાંતિ પ્રગટ થાય છે તેની વાત હવે પછી કરશે. જેમ દર્પણની સ્વચ્છતા દર્પણને બતાવે છે અને અગ્નિની જ્વાળા આદિને પણ દર્શાવે છે. તોપણ દર્પણમાં દેખાતો સ્વ-પરના આકારનો પ્રતિભાસ–પ્રતિબિંબ તે દર્પણની સ્વચ્છતાની જ અવસ્થા છે. તે કાંઈ અગ્નિની અવસ્થા નથી, પ્રતિબિંબિત વસ્તુની અવસ્થા નથી. વળી જેવા પદાર્થો દર્પણની સામે હોય તેવું પ્રતિબિંબ દેખાડવું તે દર્પણની સ્વચ્છતાનો સ્વભાવ હોવાથી પ્રતિબિંબિત પદાર્થના લીધે પ્રતિબિંબ પડતું નથી પણ દર્પણની સ્વચ્છતાને લીધે જ પ્રતિબિંબ પડે છે. તેવી રીતે જ્ઞાતૃતા તે આત્માની જ છે અર્થાત્ સ્વ-પરને જાણનાર જ્ઞાનસ્વરૂપ આત્મા છે અને ભાવકર્મ, દ્રવ્યકર્મ ને નોકર્મ પુગલના પરિણામ છે. જ્ઞાનસ્વરૂપી શાયકને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને તેનું જ્ઞાન કરવું તથા પરણેયોને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને તે સંબંધીનું જ્ઞાન થયું તે જ્ઞાનનો સ્વતઃસિદ્ધ સ્વભાવ જ છે. પરદ્રવ્યો છે માટે તેનું જ્ઞાન થયું એવો પરતંત્ર સ્વભાવ જ નથી. – પૂજ્ય ગુરુદૈવી Page #141 -------------------------------------------------------------------------- ________________ હેય-ઉપાદેયનું વાસ્તવિક સ્વરૂપ (સળંગ પ્રવચન નં. ૨૪) यः समभावप्रतिष्ठितानां योगिनां कश्चित् स्फुरति । परमानन्दं जनयन् स्फुटं स परमात्मा भवति ॥ ३५॥ कर्मनिबद्धोऽपि योगिन् देहे वसन्नपि य एव । भवति न सकलः कदापि स्फुटं मन्यस्व परमात्मानं तमेव || ३६ || શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેની આ ૩૫મી ગાથા ચાલે છે. આ આત્મા શુદ્ધ પરમાત્મસ્વરૂપ છે. અરિહંત અને સિદ્ધ જેવા પર્યાયમાં પરમાત્મા થયા છે તેવા જ દરેક આત્મા શક્તિરૂપે પરમાત્મા છે. જુઓ, મુનિરાજ શું કહે છે કે આત્માને આત્મા કામમાં ક્યારે આવે ? જ્યારે પરમાનંદસ્વરૂપ વસ્તુની દૃષ્ટિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતારૂપ ચારિત્ર પ્રગટ થાય એટલે કે અભેદ નિર્વિકલ્પ સ્વાનુભવ થાય ત્યારે પરમાનંદની સ્ફુરણા દ્વારા આત્મા પ્રગટ થાય છે. શરીર, વાણી, કર્મ, પુણ્ય-પાપના વિકલ્પ આદિથી દૃષ્ટિને સંકેલી—તેના ઉપરથી લક્ષ હટાવી ચૈતન્યસ્વભાવ ઉપર લક્ષ કરતાં જેમાં જ્ઞાન, આનંદની ખાણ ભરી છે એવો પરમાનંદસ્વરૂપ આત્મા પ્રગટ થાય છે. જેનું લક્ષ શરીર, વાણી, મન, કર્મ અને પુણ્ય-પાપભાવ ઉપર જ છે એટલે કે તેમાં જ એકત્વ છે તેને સંસાર અથવા વિકારની પ્રાપ્તિ થાય છે. તેને આત્માનો આનંદ મળતો નથી અને જે શુદ્ધ ચૈતન્ય આત્માની સન્મુખ છે અને પર વિભાવથી વિમુખ છે તેને આત્મા જેવો છે તેવો પ્રગટ થાય છે ત્યારે આત્માને આત્મા કામમાં આવ્યો કહેવાય. બહુ સાદી અને ટૂંકી ભાષામાં માલ ભર્યો છે. એકલો પકવાન પીરસ્યો છે. શ્રોતા :—નીરોગી હોય તેને પાચન થાય ને ! આત્મા ત્રણેકાળ નીરોગી જ છે. તેને પાચન થાય એવી જ આ પૂજ્ય ગુરુદેવ ઃ વાત છે. ફક્ત દૃષ્ટિ ફેરે દૌલત નજરમાં આવે તેમ છે. જેની દૃષ્ટિ કર્મ, શરીર અને પુણ્ય-પાપ સન્મુખ છે તેને સંસારનું પરિભ્રમણ પ્રાપ્ત થાય છે અને જેને વસ્તુના નિશ્ચયસ્વભાવ ઉપર દૃષ્ટિ છે તે વ્યવહારથી પરાન્મુખ છે અને સ્વભાવ સન્મુખ છે તેને મુક્તિની પ્રાપ્તિ થાય છે. શરીર, કર્મ કે શુભ અશુભભાવ મારી શાંતિના કાર્ય માટે બિલકુલ મદદગાર નથી. Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૪ / [ ૧૨૯ ભગવાન આત્મા એક સમયમાં પરમાત્મપિંડ છે જેમાંથી અનંત આનંદ અને જ્ઞાનની નદી વહે છે. એવા ચૈતન્યપૂર વસ્તુની સન્મુખતા કરી તેમાં દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતાથી જોડાણ કરતાં આનંદ સહિત આત્મા પ્રગટ થાય છે. આ તો આકાશગંગાને હેઠે ઊતારી છે. શરીર, કર્મ આદિના સંયોગો અને શુભાશભભાવો જ્યાં છે ત્યાં ભલે હો પણ મારા આત્માના કામ માટે તે મને બિલકુલ સહાયક નથી. મારા આત્માની શાંતિ, જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ માટે વિકલ્પથી માંડીને કોઈ ચીજ મને સહાયક નથી. મારા શ્રદ્ધા-જ્ઞાનને હું આત્મસન્મુખ કરું તો મારી વસ્તુ જ મને સહાયક થાય છે. ભગવાન આત્મા એક વસ્તુ છે ને ! અનાદિ-અનંત એક પદાર્થ છે ને ! તો તેમાં અનાદિ-અનંત જ્ઞાનાદિ ગુણોનો ભંડાર ભર્યો છે. જુઓ! અહીં ધ્યાન આપો; જ્યાં પરમાત્માની વાત ચાલે છે ત્યાં બીજાની સામે જોવું, આમથી તેમ નજર કરવી તે ન્યાય નથી, બિલકુલ વિરુદ્ધ છે. અહીં તો આકરી વાત છે ભાઈ! આ તો મને આવડે છે એમ કરીને બેધ્યાન ન થવાય. શ્રીમદે એકવાર કહ્યું હતું કે “તને આવડ્યું હોય તો હું કહું છું કે આ શબ્દને ફરીવાર સાંભળ અને વિચાર. કારણ કે આ સમય છે તે કોઈ બીજી જાતનો છે.” એમ કરીને એને સત્યનો વિનય કરાવે છે. અસત્યનો આદર અને સત્યનો અનાદર એ મોટો દોષ છે. પણ લોકોને એની ખબર નથી. આ તો અમને આવડે છે.....આ તો અમે ધાર્યું છે.અમે તો બીજાને સમજાવીએ છીએ...એ બધું રહેવા દે ભાઈ! પ્રભુ! તું કયાં છો, કેવો છો, કેવી રીતે લક્ષમાં આવે તેની આ વાત ચાલે છે. મેં સાંભળ્યું છે ને ધાર્યું છે એ માન્યતા તારી ખોટી છે. તે કાંઈ સાંભળ્યું નથી. તને તારો સ્વભાવ ખ્યાલમાં આવ્યો નથી. આ તો કસોટી બહુ આકરી છે બાપા! અરે, એણે જ્યાં જોવાનું છે ત્યાં નજર કરી નથી અને બીજે નજર કરી છે તેને આત્માનો આદર નથી. આ તો એકલું માખણ આવ્યું છે. એણે સાંભળ્યું છે કે વ્યવહાર છોડવાલાયક છે અને નિશ્ચય ઉપાદેય છે પણ એના જીવનમાં પળે પળે વ્યવહારના વિકલ્પો અને સંયોગો મારામાં નથી એમ ભાસતું નથી. કોઈ લાખોપતિ શેઠને એકનો એક દીકરો હોય. બે વર્ષનું પરણેતર હોય અને દીકરો મરી જાય તો ઘરનાના મોઢા કેવા લોહિયાળા હોય ! આખી દુનિયા ઉદાસ લાગે. હરખના સડકા બધાં ઈ વખતે ઊડી જાય તેમ, આ ભગવાન આત્માનો એક એક સમય લાખેણો ચાલ્યો જાય છે તેનો ખેદ થવો જોઈએ. 'પ્રભુ! તું આનંદ અને શાંતિનો ઢગલો છો. તેમાં અંતરદૃષ્ટિ, તેનું જ્ઞાન અને તેમાં Page #143 -------------------------------------------------------------------------- ________________ 180 ] [ પરમાત્મા પ્રવચનો લીનતા થતાં આનંદ સહિત અનુભવ થાય છે તેને આત્મા અથવા પરમાત્મા કહે છે. ધ્રુવ ચૈતન્ય-રત્નની દૃષ્ટિ થતાં વિકલ્પથી માંડીને આખી દુનિયાની ઉપેક્ષા થઈ જાય છે. જુઓ ને ! નાના નાના રાજકુમારો પણ આખા રાજ્યની અને વૈભવોની ઉપેક્ષા કરીને કેવા દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે! માતા ! મને આ મારી સન્મુખ જવાનો સમય મળ્યો છે તેમાં આ સંયોગો વિનરૂપ છે. માતા ! મારે ફરી બીજી મા ન કરવી પડે. મારા જન્મ-મરણનો અભાવ થાય એવી દશાની સાધના માટે હું નિવૃત્તિ લઉં છું. માટે માતા ! મને રજા આપ. તારે પણ સુખ જોઈતું હોય તો આ રસ્તો લેવો પડશે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી આવે છે કે માતા પુત્રને જવાબ આપે છે : જા ભાઈ ! જે રસ્તે તને નિર્ભયતા પ્રાપ્ત થાય તે રસ્તે જા અને અમે પણ એ રસ્તે આવવાના કામી છીએ. આવા યોગીઓને સ્વરૂપમાં એકાગ્રતા કરતાં પુણ્ય-પાપની એકાગ્રતા છૂટી જાય છે અને આનંદની ધારા વહે છે અપૂર્વ આનંદ પ્રાપ્ત થાય છે. આત્મા પોકાર કરે છે કે જો ! આવો હું આનંદમય છું. વર્તમાન પર્યાયમાં આત્માની સન્મુખતા થતાં પરથી વિમુખતા થઈને આનંદ પ્રગટ થાય છે અને આ હું આત્મા જ પરમાત્મા છું એમ અનુભવ થાય છે. યોગી એટલે શું? કે સ્વરૂપમાં એકાગ્ર થનાર યોગીશ્વર. ભલે તે ચોથા ગુણસ્થાનમાં હો, પાંચમામાં હો કે છઠ્ઠામાં હો કે જેણે ભગવાન આત્માના પૂર્ણાનંદમાં દૃષ્ટિનો યોગ જોડ્યો છે એવા ધર્માત્મા તે યોગી છે. તેને એક આત્મા જ આદરણીય છે. અહો એક એક સમય જેનો સ્વરૂપની રુચિ, જ્ઞાન અને રમણતામાં લાગ્યો છે, સંસારથી પરાભુખ છે એટલે શુભ અશુભભાવ, પરની સન્મુખતા અને પરવસ્તુથી જે પરાભુખ છે એવા મુનિરાજને એક આત્મા જ ઉપાદેય છે. તેણે જ આત્માને પકડ્યો છે–આત્મા જાણ્યો છે અને આત્માને આદરણીય બનાવ્યો છે. આવા મુનિરાજ-યોગીશ્વરને | વિકલ્પથી માંડીને આખો સંસાર હેયપણે વર્તે છે. જેને અંતરમાં આત્મા ઉપાદેય નથી તેને પુણ્ય-પાપના વિકલ્પ અને પરપદાર્થ ઉપાદેય છે અને ભગવાન આત્મા હેય વર્તે છે અને જેણે પૂર્ણાનંદસ્વરૂપ આત્માને દૃષ્ટિ અને જ્ઞાનમાં આદર્યો છે તેને આત્મા જ ઉપાદેય છે એમ અનુભવથી જણાયું છે અને વિકલ્પથી માંડીને આખો સંસાર હેય છે એમ યથાર્થ જ્ઞાન થયું છે. આ સ્પષ્ટ વાત છે તેમાં કયાંય ગરબડ નથી. જે દેહાત્મબુદ્ધિ જીવ છે, વિષયાસક્ત છે, જેને રાગની રુચિ છે, શરીરનો પ્રેમ છે, કર્મ ઓદિ બાહ્યસામગ્રીમાં પ્રેમ છે, વિકલ્પમાં જેને “આ હું’ એમ કરીને આનંદ ભાસે છે. એવા દેહાત્મબુદ્ધિ વિષયાસક્ત જીવોને પરમાત્મા હેય છે.. Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-ર૪ ) / ૧૩૧ આ તો એક ઘા ને બે કટકા છે. વીતરાગે કહેલો મારગ છે. વિકલ્પથી માંડીને આખી દુનિયાનો જેને પ્રેમ છે તેને પોતાનો આત્મા હેય છે. અને આત્મા ઉપાદેય છે તેને વિકલ્પથી માંડીને આખું જગત હેયપણે વર્તે છે. દેહાત્મબુદ્ધિ જીવો એટલે જેને દેહની સગવડતા, સંયોગની સગવડતા અને રાગમાં જ જેના જ્ઞાનનો થાપ પડ્યો છે એટલે કે આ જ હું છું એવી રુચિ પડી છે તેવા જીવો પોતાના સ્વરૂપને ખરેખર જાણતાં નથી અર્થાત્ તે નિજસ્વરૂપને ઉપાદેય માનતા નથી. આ હેય-ઉપાદેયનો સંબંધ મૂક્યો છે તે ગજબ વાત છે! અરે, આઠ વર્ષની બાલિકા હો-જાણપણું બહુ થોડું હોય પણ અંતરમાં દ્રવ્યસ્વરૂપનો ઉપાદેયભાવ થઈ ગયો છે તેની વર્તમાન દૃષ્ટિમાં વિકલ્પથી માંડીને બધી ચીજ હેય વ છે. એ બાલિકા કદાચિત્ લગન કરે તો પણ તેને આત્મા સિવાય કાંઈ ઉપાદેય લાગતું નથી. શુભાશુભ વિકલ્પો તેને હેય છે અને કોઈ જીવ બાહ્યથી ત્યાગી થઈને ફરતો હોય અને ત્યાગના વિકલ્પમાં જ ઉપાદેયબુદ્ધિ પડી હોય–ત્યાગના વિકલ્પ જેટલો જ હું એવી એકત્વબુદ્ધિ પડી હોય એવા ત્યાગીને આખો ભગવાન આત્મા દૃષ્ટિ, જ્ઞાનમાં હેય વર્તે છે. જે સંસારથી પરાભુખ છે તેને જ આત્મા ઉપાદેય છે. જેને અંતરદષ્ટિ અને જ્ઞાનમાં આત્મા ઉપાદેય છે તેને આખો સંસાર હેય છે અને દેહાત્મબુદ્ધિ વિષયાસક્ત જીવન પરના માહાલ્ય આડે આખો ભગવાન આત્મા ભુલાઈ ગયો છે એટલે હેય વર્તે છે. અહીં વિષયાસક્ત એટલે ૯૬૦૦૦ રાણીના વૃંદ હોય અને તેને ભોગવતો હોય તેને જ વિષયાસક્ત કહેવાય એમ નથી પણ જેને નાનામાં નાના રાગમાં પણ રુચિ છે, થોડા સંયોગમાં પણ પ્રેમ છે એવા વિષયાસક્ત દેહાત્મબુદ્ધિ જીવને ભગવાન આત્મા હેય છે. તેને સ્વસમ્મુખતાનું માહાસ્ય આવતું નથી. શુદ્ધ આનંદકંદ ભગવાન આત્માની જેને રુચિ નથી તેનું લક્ષણ શું? કે જેને સ્વવિષય નહિ રુચતા પર વિષયોની જ રુચિ છે, જેના જ્ઞાનનું લક્ષ પર વિષય ઉપર છે એવા વિષયાસક્ત જીવને આત્મા-પરમાત્માની રુચિ નથી. ભગવાન ! તારા મારગ કોઈ અલૌકિક છે પ્રભુ! તે કોઈ બહારથી મારગ મળી જાય તેમ નથી. ૩૫ ગાથા પૂરી થઈ, ૩૬ ગાથા શરૂ થાય છે. આ તો અમૃત ઘોળાય છે. બાકી તો બધે ઝેર ઘોળાય છે. આ તો પરમાત્મપ્રકાશની વાતો છે. પરમાત્મા પ્રકાશમાં આવ્યો, અંતરાત્મબુદ્ધિ પ્રગટી ત્યાં બહિરાત્મબુદ્ધિ હેય થઈ ગઈ. બહિરાત્મબુદ્ધિવંત જીવના જ્ઞાનમાં ઊંડે ઊંડે પણ મને આમ હોય તો ઠીક, આ વાંચું. તો ઠીક, આ સાંભળું તો મને ઠીક એવી બુદ્ધિ પડી છે તેને આત્મા હેય વર્તે છે. આ તો બધી બે ને બે ચાર જેવી વાત છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ) / ઘરકાશ પ્રવચનો આ તો આનંદના પાક થાય તેવી વાતો છે પણ અરે, તેં નજરની આળસે ભગવાનને નીરખ્યો નહિ. પ્રભુ ! અંદર આનંદકંદ શુદ્ધાત્મતત્ત્વ હાજરાહજૂર પડ્યું છે પણ તેની હયાતિમાં મને શાંતિ છે એ વાત તે કોઈ દી સ્વીકારી નહીં. નજરું કરવાની હતી ત્યાં કરી નહિ અને ધૂળ, ધન, કર્મ અને રાગમાં નજરું કરીને સંતોષાઈ ગયો. ૩૫મી ગાથામાં દેહમાં રહ્યો છતાં દેહથી ભિન્ન આત્માની વાત કરી. અહીં ૩૬મી ગાથામાં કર્મથી બંધાયેલો છતાં કર્મથી ભિન્ન આત્માની વાત કરે છે. ગાથા દીઠ ભાવો ફરે છે, એકની એક વાત નથી. લહલહતા લાડું પીરસ્યા છે મુનિરાજે ! દાંતની પણ જરૂર ન પડે તેવા પોચા લાડવા છે. હે યોગી–તે આત્મસન્મુખ જોનારા ! હે જગતની વિમુખ આત્મા! તું કર્મથી બંધાયેલો હોવા છતાં મુક્ત છો. શું સૂર્યના તેજની સામે આડ નાંખો તો સૂર્યનું તેજ ચાલ્યું જાય ? તેમ ચૈતન્યસૂર્યને શું કર્મના રજકણો રોકી શકે ? તું તો ચૈતન્યસૂર્ય છો પણ તને તારી ખબર નથી. યાદ રાખ કે તારું તત્ત્વ તને દેહમાં રહેલું કે કર્મના બંધનમાં રહેલું દેખાય પણ તે દેહ અને કર્મના બંધનથી રહિત જે તત્ત્વ છે તેને જ તું પરમાત્મા દેખ. અમે કહીએ છીએ કે આત્માને દેહ અને કર્મોનું બંધન ભલે દેખાય પણ તે બંધનરહિત તત્ત્વ છે તો પછી ધંધા આદિના બંધનની તો વાત જ ક્યાં રહી ? ચિદાનંદજ્યોત તો બધાથી નિરાળી પડી છે તેને દૃષ્ટિમાં લેતો નથી એ તારી નજરની આળસ છે. હું કોણ છું, કેવો છું, મારું સ્વરૂપ શું છે તેની તેં કદી દરકાર કરી નથી. બહારમાં ને બહારમો મચ્યો રહ્યો છો. પુણ્ય-પાપ, શરીર, વાણી તો બધાં ધૂળધાણી સંધ્યાના રંગ જેવા ક્ષણિક છે, તેમાં તું કયાં અટક્યો? ગાયના ગળામાં દોરડાનું બંધન દેખાય છે પણ ખરેખર ગળું એ દોરડાથી જુદું છે તેમ, ચૈતન્યની મહામૂડી કર્મના દોરાથી બંધાયેલી દેખાય છતાં એ મૂડી બંધાયેલી નથી. ગાય આમથી તેમ માથુ કરીને દોરડાથી ગળું જુદું પાડી શકે છે કેમકે ગળું અને દોરડું એક થઈ ગયા નથી તેમ, ભગવાન આત્મા ચૈતન્યનું નૂર પ્રભુ કર્મથી બંધાયેલું દેખાય છતાં બંધનથી રહિત છે. અરે, જીવે પોતાની વાત કોઈ “દી સાંભળી નહિ! જીવ કદી દેહ અને કર્મના બંધનમાં રહ્યો જ નથી કેમકે જીવ દેહરૂપ થયો નથી અને જીવ કદી કર્મરૂપ પણ થયો નથી. ત્રણકાળ ત્રણલોકમાં જીવવસ્તુ કદી શરીર કે કર્મરૂપ થઈ જ નથી. દેહ દેહમાં, કર્મ કર્મમાં અને જીવ જીવમાં જ રહેલો છે પણ ઊંધી માન્યતાએ જીવને બેડી નાખી છે. શુદ્ધ ચૈતન્યજ્યોત પરમવસ્તુની એકાગ્રતાથી વિપરીત રાગ-દ્વેષ-મોહ એમ કહ્યું છે Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૪ [ ૧૩૩ એટલે રાગ-દ્વેષ-મોહ આત્માથી તો વિરુદ્ધ છે જ પણ આત્માની સાવધાનીરૂપ એકાગ્રતાના પરિણામથી પણ આ પરની સાવધાનીરૂપ રાગ-દ્વેષ-મોહરૂપ પરિણામ વિરુદ્ધ છે; તેના વડે આત્મા બંધાયેલો દેખાય છે. પરદ્રવ્ય તો ભિન્ન રહી ગયા, આઠ કર્મ પણ ભિન્ન છે, પરંતુ સ્વભાવની સાવધાનીથી વિપરીત પરની સાવધાનીના જે રાગ-દ્વેષ-મોહના પરિણામ તેની સાથે અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા બંધાયેલો છે. આમ વિકલ્પ કરું તો ઠીક, પર સામું જોઉં તો ઠીક એવા મિથ્યાત્વભાવ અને રાગ-દ્વેષ જીવની પર્યાયમાં થાય છે માટે અશુદ્ધ નિશ્ચયનયથી તેનાથી આત્મા બંધાયેલો છે એવા કાળે પણ નિશ્ચયથી આત્મા જડ થયો નથી. એવા આત્માને હે પ્રભાકર ભટ્ટ ! તું પરમાત્મા જાણ. શરીરમાં રહેલો અને અશુદ્ધ પર્યાયથી બંધાયેલો દેખાય છતાં ભગવાન આત્મા તે અશુદ્ધ પાયમાં અને દેહમાં રહ્યો જ નથી એવા શુદ્ધ ભગવાન આત્માને તે જવા ન પરમાત્મા જાણ... પરમાત્મપંથે પ્રયાણ કરવાના અમૃતમય સંદેશ આપનાર આત્મજીવન શિલ્પી શ્રી સદ્ગુરુદેવનો જય હો. ચૈતન્યભગવાનના અનુપમ આનંદ અમૃત પીરસનાર અનુભવધારી શ્રી સદગુરુદેવનો જય હો. વૈરાગ્યરસ તરબોળ પરમાત્મરસ પાનાર, અચિંત્ય સુરસધારી શ્રી સદગુરુદેવનો જય Page #147 -------------------------------------------------------------------------- ________________ XXXXXXX XXXX આહાહાહા......! આ તો અમૃત વરસ્યા છે AYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYA (પ્રવચન નં. ૨૫) यः परमार्थेन निष्कलोऽपि कर्मविभिन्नो य एव । मूढाः सकलं भणन्ति स्फुटं मन्यस्व परमात्मानं तमेव ॥ ३७ ॥ આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. પરમાત્મપ્રકાશ એટલે નિશ્ચયનયથી આ દેહમાં જ પરમાત્મવસ્તુ છે. જો આત્મા શક્તિએ પરમાત્મા ન હોય તો પર્યાયમાં પરમાત્મા ક્યાંથી થાય ? શરીર અને કર્મના સંબંધમાં હોવા છતાં આત્મા કદી શરીર કે કર્મરૂપ થતો નથી અને શરીર કે કર્મ કદી આત્મારૂપે થતાં નથી. આવા આત્માના સ્વભાવને તું દૃષ્ટિમાં લે અને તેને જ પરમાત્મા જાણ. –એમ મુનિરાજ કહે છે.) ખરેખર તો પુણ્ય-પાપની વાસના અને ચૈતન્યસ્વભાવ વચ્ચે પણ સંધિ છે. બંને એક થયા નથી. એક થયા હોય તો કદી જુદાં પડે નહિ પણ આ તો જુદાં જ છે તેથી જુદાં પડે છે. માટે હવે તું શરીર, કર્મ અને પુણ્ય-પાપથી ભિન્ન એવી ચૈતન્યસંપદાને દૃષ્ટિમાં લે. તારી દૃષ્ટિમાંથી ચૈતન્ય વેગળો (જુદો) થઈ ગયો હતો તેને હવે દૃષ્ટિમાં લે ! અને વીતરાગ સ્વસંવેદન વડે તેનું જ્ઞાન કર અને તેનું જ ધ્યાન કર. જેણે આવા પરમાત્મસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો છે એવા ધર્મીને આત્મા જ પ્રિય છે, આત્મા જ ઉપાદેય છે. તેને શરીર, વાણી, પુણ્ય-પાપ આદિ પ્રિય નથી. ધર્મીની ધર્મદૃષ્ટિમાં એવો ભગવાન આત્મા એક જ ઉપાદેય છે અને આ જ આત્માને અધર્મદ્રષ્ટિથી અજ્ઞાનીએ હેય માન્યો છે. અહીં તો એક ઘા ને બે કટકાની વાત છે. ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’ ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ મારો આત્મા જ આદરણીય છે, પ્રિયં છે અને એ જ મને હિતકર છે, બીજું કાંઈ મને પ્રિય કે હિતકર નથી. એમ સમ્યગ્દષ્ટિને એક આત્માનું જ ધ્યેય છે અને રાગના રુચિવંતને ભગવાન આત્મા આખો હેય છે. બે ભાગ છે ભાઈ! તને પોસાય તે ભાગ લે. એક ચૈતન્યદેવ છે અને બીજા ભાગમાં શરીર, વાણી, મન, પુણ્ય-પાપ તને જે ભાગ ગમે તે લઈ લે. બંને ભાગ એકસાથે નહિ મળે. ભાગમાં આખો પૂર્ણ શુદ્ધ આદિ બધું છે. તેમાંથી આત્મા પ્રિય હોય તો Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૫) [ ૧૩૫ શરીરાદિનો પ્રેમ છોડ અને શરીરાદિ પ્રિય હોય તો આત્મા નહિ મળે. આ સમજણનું કાર્ય અમલમાં મૂકવા જેવું છે. આચાર્યદેવ મનુષ્યોને “દેવાણપ્રિય' કહીને સંબોધે છે. કેમ? કે મનુષ્યદેહ દેવોને પણ વલ્લભ છે. ક્યારે અમે મનુષ્યદેહ પામીએ અને મોક્ષ જઈએ એમ દેવો પણ ઝંખે છે. એક તરફ કાળા કોલસાની ખાણ અને એક તરફ હીરાની ખાણ છે, જે પસંદ પડે તે લઈ લે. એક તરફ ચૈતન્યની ખાણમાં અનંત આનંદ, જ્ઞાનાદિ ગુણરૂપ હીરાની ખાણ છે અને એક તરફ જડ શરીર અને વિકારની ખાણ છે. તેમાંથી એકને ઉપાદેય કરીને બીજાને હેય જાણ! જો તને ચૈતન્ય હીરાનો પ્રેમ થશે તો પુણ્ય, પાપ, શરીર આદિની રુચિ છૂટી જશે અને જો તને શરીર અને વિકારની જ રુચિ છે તો તને ચૈતન્ય હીરાની કિંમત નથી, હીરાની આખી ખાણ તને હેયપણે વર્તે છે પણ તેની સામે જોવાની તને દરકાર નથી. ભાઈ ! તારી દૃષ્ટિમાં ભગવાનને બિરાજમાન કરવા છે કે કર્મ રાગ અને વિકારને? બેમાંથી એકનો સ્વીકાર કર. અહીં તો દરેક ગાથામાં હેય અને ઉપાદેય બે જ વાત છે. થોડી વાતમાં મહાસિદ્ધાંત આપી દીધાં છે. આજે જ કરે....આજે જ કર. વાયદા ન કર, જેને આત્મા રુચે તેને વાયદા ન હોય. વાયદા કરે છે તેને ખરેખર આત્મા સચ્યો નથી. એણે આત્માને શ્રદ્ધામાંથી તરછોડ્યો છે. શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિમાં જે ભગવાન ચૈતન્યદેવનો આદર કરે છે તેના ફળમાં તેને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તેનો ઉપાય તેની શ્રદ્ધા-જ્ઞાનરૂપ ધર્મદશા છે. શુભભાવ તે , ઉપાય નથી. આત્માની મુક્તિ અને તેનો ઉપાય બંને આત્મામાં જ સમાય છે. હવે ૩૦મી ગાથામાં મુનિરાજ કહે છે કે નિશ્ચય એટલે સાચી દ્રષ્ટિથી જોઈએ તો આત્મા દેહ અને કર્મોથી રહિત છે. આગળની ગાથામાં હતું કે આત્મા દેહ અને કર્મથી બંધાયેલો હોવા છતાં છૂટો છે અને અહીં કહ્યું કે આત્મા બંધાયેલો જ નથી. ગાથા દીઠ ન્યાય ફેરવે છે. અરે, આત્મા શરીર અને કર્મથી મુક્ત હોવા છતાં સ્વરૂપના અજાણ જીવોને શરીરરૂપ જ દેખાય છે. આખો ભગવાન આત્મા દેખાતો નથી અને તેને તો શરીર અને કર્મ જ દેખાય છે. આહાહા.....! આ તો અમૃત વરસાવ્યાં છે. અરે, જેમાંથી અમૃતના ઝરણાં ઝરે છે એવા સ્વરૂપની કબૂલાત ન આવી અને તેમાં જે નથી એવા શરીર અને કર્મમાં જ જેણે સર્વસ્વ માની લીધું એવા મૂઢને આત્મા આદરણીય ન હોઈ શકે. તેને તો શરીર અને ધન આદિમાં મજા લાગે છે તેથી જેમાં ખરેખર મજા છે એવો આત્મા તેને હેય વર્તે છે. શરીર, કર્મ અને Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો રાગમાં જ સુખ છે એમ માનીને મૂઢે આનંદસ્વરૂપ આત્મા દૃષ્ટિમાંથી છોડી દીધો છે. જેને આત્મામાં જ આનંદ અને સુખ છે એવી દૃષ્ટિ થઈ છે તેને શરીર અને રાગાદિમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. અરે, ભોગના કાળમાં પણ તેને ભોગમાં સુખબુદ્ધિ નથી પણ આત્મામાં સુખબુદ્ધિ છે. નિશ્ચયદૃષ્ટિથી જોઈએ તો એટલે સત્......સત્......સત્ સ્વભાવની દૃષ્ટિએ જોઈએ તો આત્માનું સ્વરૂપ શરીર, કર્મ અને વિકારથી રહિત છે. વર્તમાનમાં પણ આત્મા શરીરાદિથી રહિત છે હો, પ્રશ્ન થાય કે આ શરીર દેખાય છે ને ! ભાઈ, શરીર શરીરમાં છે અને આત્મા આત્મામાં છે. અરે, પણ આ આવો આજ્ઞાકારી પુત્ર છે તે તો મારો ખરો કે નહિ ? ના, એ તો કોલસાની ખાણ છે, તેમાંથી ચૈતન્યહીરા નહિ મળે, આ તરફ હીરાની ખાણ છે તેનો આદર કરીને લૂંટાય એટલા હીરા લૂંટી લે. ચૈતન્યહીરાની ખાણના બારણા ખોલ-ચૈતન્ય ઉપર દૃષ્ટિ આપ એટલે ચૈતન્યહીરાની ખાણમાંથી હીરા નીકળ્યાં જ કરશે. પણ એક શરત છે કે આ બાજુના કોલસાની ખાણના બારણા બંધ કરવા પડશે. પુણ્ય-પાપનું બંધન અને તેનું ફળ તારી દૃષ્ટિમાં હેય થઈ જશે તો જ ચૈતન્ય ઉપાદેય થશે. મૂઢ જીવો કેવા છે ? કે નિશ્ચય-વ્યવહારરત્નત્રયની ભાવનાથી વિમુખ છે. નિશ્ચયરત્નત્રય એટલે શુદ્ધ ચૈતન્યમૂર્તિ નિજ આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા અને વ્યવહારત્નત્રય એટલે સાચા દેવ-શાસ્ર-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ તે બંનેથી જે રહિત છે એવા મૂઢ અજ્ઞાની જીવો પોતાને શરીરરૂપ જ માને છે. શરીરે સુખી તે સુખી, ધનવાન હોય તે સુખી, નિરોગી હોય તે સુખી એમ પ્રગટપણે અજ્ઞાની પોતાને શરીરરૂપ માને છે. બહારની સગવડતાથી હું સુખી અને બહારની પ્રતિકૂળતાથી હું દુઃખી એમ પ્રગટપણે તેમાં અહમ્બુદ્ધિ કરે છે. જ્ઞાની બહારની અનુકૂળતા-પ્રતિકૂળતા અને શરીરાદિથી રહિત પોતાને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માને છે. આવા શુદ્ધ આત્માને હે શિષ્ય ! પરમાત્મા જાણ. તે સિવાય પરમાત્મા કોઈ બીજો છે એમ નથી. ઓહો ! અદ્ભુત વાત કરી છે ને ! રાગાદિના પ્રેમીલાને પ્રભુનો ભાવ હેય વર્તે છે અને પ્રભુભાવના પ્રેમીને રાગાદિનો પ્રેમ દૂર વર્તે છે. આ તો સાદી-સીધી ગુજરાતી ભાષામાં સમજાય તેવી વાત છે. માટે એમ ન માનવું કે અમે અભણ છીએ, એમ ન માનવું કે સ્ત્રી છીએ, એમ ન માનવું કે અમે દીન, હીન અને વીર્યહીન છીએ. આવો ભાવ આવે એ ભાવ જ પરમાત્માનો વૈરી છે. અમે નબળા ને અમે અબળા, અભણ એ માન્યતા જ તારા પરમાત્માની દુશ્મન છે. અરે, પશુને પણ ભગવાન આત્માનું ભાન થઈ જાય છે ને ! એ ક્યાં ભણવા ગયા હતા? Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૫ ] / ૧૩૭ દેડકાં જેવા પશુ જેને એક શબ્દનું પણ જ્ઞાન નથી તેને અંદરમાં જ્યાં ‘હું તો આનંદમૂર્તિ આત્મા છું' એમ ખ્યાલમાં આવે છે ત્યાં પુણ્ય-પાપના વિકલ્પો તો સહજપણે હેય વર્તે છે. અને મોટા વૈભવવાળા રાજા-ચક્રવર્તી હો કે ૧૧ અંગ ને નવ પૂર્વના ભણેલા મુનિ હો પણ આત્માનું ભાન નથી તેના વૈભવ કે ભણતર શા કામના ? અગિયાર અંગના ભણતરથી અધિકપણું લાગે છે તેને આત્માનો પ્રેમ જ નથી. એક પણ પ૨પદાર્થનો પ્રેમ છે તેને ભગવાન આત્માનો પ્રેમ જ નથી. પર તરફનું ભણતર, ડહાપણ, પરનો પ્રેમ એ બધો બહિરાત્મભાવ છે તેમાં ‘હું પણું' માનનાર પરમાત્માના વૈરી એવા શરીરાદિને જ મારા માને છે તેને સ્વભાવથી વિરુદ્ધ એવા શરીર, કર્મ અને રાગનો પ્રેમ છે તેથી ભગવાન આત્મા તેને હેય વર્તે છે, ઉપાદેય થતો નથી. ભગવાન આત્મા શરીર, કર્મ અને વિકારથી ખાલી છે પણ પોતાના અનંતગુણથી ભર્યો છે. તેના એક એક ગુણની શક્તિ તો જુઓ ! જેમ અનંત આકાશમાં એક નક્ષત્ર રહેલ છે તેમ આત્માની જ્ઞાનશક્તિમાં ત્રણકાળ અને ત્રણલોક એક નક્ષત્ર જેવડા છે. જ્ઞાનની શક્તિનો કોઈ પાર નથી. પુણ્ય-પાપના રાગ જેવડો તો આત્મા નથી, બાર અંગ ને નવપૂર્વના જ્ઞાનની પર્યાય જેવડો પણ આત્મા નથી. આત્મા તો એવડો મોટો છે કે જેની જ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણકાળ અને ત્રણલોક એક નક્ષત્ર જેવડા દેખાય છે. તેથી આત્માને રાગ જેવડો કે પર્યાય જેવડો માનવો તે મિથ્યાત્વ છે. તારા સ્વભાવની અને પ્રગટ થતી પૂર્ણ પર્યાયની મહિમા ઉપશમ, ક્ષયોપશમ આદિ બધી પર્યાયને ક્યાંય ગોપવીને પ્રભુ તું છો. તું કાંઈ એ અધૂરી પર્યાયરૂપે રહેલો નથી. પ્રભુ! તારા માહાત્મ્ય શું કહેવું! તું કેવડો મોટો એની તને શું વાત કરવી ? અચિંત્ય છે પ્રભુ ! ઉદય, તો પૂર્ણસ્વરૂપે બિરાજમાન જ્ઞાનસ્વભાવની મહત્તાનું ભાઈ ! તારા સ્વભાવના માપ શા ! એક જ્ઞાનગુણનું માપ પણ આવતું નથી એવા તો તારામાં અનંતગુણ છે. એક જ્ઞાનસ્વભાવમાં અનંત સિદ્ધો કેવળી આદિ બધાં એક નક્ષત્ર જેવડાં જણાય છે. આવડો મોટો ચૈતન્યપ્રભુ તું પોતે અને તેનું માહાત્મ્ય નહિ અને પરની મહિમામાં તું જાય છો આ તને શું થયું છે પ્રભુ ! જ્યાં પાંચ શબ્દ બોલતાં આવડી જાય કે પાંચ-પચીશ શાસ્ત્રો ભણી જાય ત્યાં એને એમ થઈ જાય કે અહા ! હું તો બહુ મોટો થઈ ગયો. ભાઈ ! આ તારી દૃષ્ટિમાં મિથ્યાત્વ છે. આખું લોકાલોક જે જ્ઞાનમાં એક નાના એવા નક્ષત્ર સમાન છે એ શાનની તને અધિકતા ભાસતી નથી, તેને તું હેયપણે જાણે છે અને તુચ્છ પરલક્ષી જ્ઞાનની તને અધિકતા લાગે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ) [ આત્મપ્રકાશ પ્રવચનો છે, તેને ઉપાદેય માને છે એ પ્રભુ! તારી કેટલી વિપરીતતા છે! મોટાને મોટપ ન દીધી અને નાનાને મોટું માન્યું પ્રભુ! એ તારી દૃષ્ટિની વિપરીતતા છે. ભગવાન આત્મા અનાદિ-અનંત એકરૂપ ચૈતન્ય-અરીસો છે પણ તે કદી ચૈતન્ય ઉપર નજર કરી નથી, જ્ઞાન અને શ્રદ્ધામાં લેવા લાયક ચૈતન્ય તરફ તે કદી દૃષ્ટિ કરી નથી. પર તરફના વિકલ્પોથી રહિત સ્વભાવસનુખના ભાવથી આત્મા આદરણીય છે. સંતોને સ્વભાવ જ આદરણીય છે. છે જે જ્ઞાનમાં આખું લોકાલોક એક નક્ષત્ર સમાન ભાસે એટલે કે લોકાલોક કરતાં અનંતગણી જેની જાણવાની શક્તિ છે એવા જ્ઞાનસ્વભાવની તને કેમ મહિમા નથી આવતી અને બીજી ચીજની કેમ મહિમા આવે છે? જેને આ સ્વભાવની મહિમા આવે છે એવા ધર્મીને એક આત્મા જ ઉપાદેયપણે વર્તે છે. બીજું બધું ક્ષયોપશમ જ્ઞાન, શ્રદ્ધા આદિ હેય વર્તે છે અને જ્ઞાનના ઉઘાડ આદિની જેને મહિમા છે તેને ભગવાન આત્મા હેય વર્તે છે. આત્માના અલૌકિક જ્ઞાનસ્વભાવનું માહાસ્ય દર્શાવનાર પરમ કૃપાળુ શ્રી સદ્ગુરુદેવનો જય હો. હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું એમ જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે છે, તેને સાંભળતાં પણ લક્ષ શાયકનું રહે છે, તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે તે જીવને સમ્યસન્મુખતા રહે છે; મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજી સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તોપણ તે જીવને સમ્યફની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિકતભાવ કહ્યો છે તેમ સમ્યકક્સન્મુખતાના એવા દઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. જેમ સમયસાર ગાથા ૪મા કહ્યું છે કે મિથ્યાત્વનું એકછત્ર રાજ્ય ચાલે છે તેમ શાયકનું એકછત્ર લક્ષ આવવું જોઈએ. ઉપયોગ જ્ઞાનમાં એકમાં ન ટકે તો દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ વિચારમાં ફેરવે. ઉપયોગને બારીક કરે, ઉપયોગને સૂક્ષ્મ કરતો કરતો જ્ઞાયકના જોરથી આગળ વધે તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. –પૂજ્ય ગુર્દેવશ્રી Page #152 -------------------------------------------------------------------------- ________________ અચિંત્ય જ્ઞાનસ્વભાવ (સળંગ પ્રવચન નં.-૨૬) गगने अनन्तेऽपि एकमुडु यथा भुवनं विभाति । मुक्तस्य यस्य पदे बिम्बितं स परमात्मा अनादिः ॥३८॥ योगिवृन्दैः ज्ञानमयः यो ध्यायते ध्येयः । मोक्षस्य कारणे अनवरतं स परमात्मा देवः ॥३६॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ ભાગની ૩૦મી ગાથા ચાલે છે. જેનો કોઈ અંત નથી એવા અનંત આકાશમાં એક નક્ષત્રનું ક્ષેત્ર તો બહુ નાનું છે તેમ મુક્ત જીવના કેવળજ્ઞાનમાં આખુ લોકાલોક એક નક્ષત્ર સમાન ભાસે છે એટલે આ જ્ઞાન કેવડું મોટું અને મહાન છે કે જેમાં ત્રણલોક એક નક્ષત્ર જેવા નાના ભાસે છે ! આવો આ જ્ઞાનસ્વભાવ જીવમાં અનાદિથી રહેલો છે. આખા લોકાલોકમાં એક પરમાણુ માત્ર કે એક વિકલ્પ માત્ર પણ જેનો નથી એવા આત્માના જ્ઞાનસ્વભાવમાં આખો લોકાલોક અનંત આકાશમાં રહેલાં એક નક્ષત્ર સમાન લાગે છે. આમ કહીને એમ કહેવા માગે છે કે આવા અનંત અમાપ ભગવાન આત્માને દૃષ્ટિમાં લે અને વિકલ્પ આદિ બધાંને હેય કરી દે. ભગવાન ! તારો જ્ઞાનસ્વભાવ ભગવાન સ્વભાવ છે એટલે કે મહિમાવંત સ્વભાવ છે. મહાન જ્ઞાનસ્વભાવ પાસે વિકલ્પથી માંડી શરીર, કર્મ, સંયોગ આદિ બધાંને હેય જાણ. અંતરદૃષ્ટિ કર અને સ્વભાવ સિવાયનું બધું હેય જાણ. ભગવાન ! તારી મહિમા પણ કેટલી? અમાપ અમાપ..ચારે કોરથી અમાપ એવા આકાશમાં જેમ એક નક્ષત્ર કેટલું નાનું છે તેમ અનંત.. અનંત અનંત એવા સ્વભાવના સામર્થ્યમાં લોક અને અલોક એક નક્ષત્રની જેમ જણાય જાય છે. આવો ભગવાન આત્મા જ વીતરાગી દૃષ્ટિએ આદરવાલાયક છે. દૃષ્ટિ આવા પોતાના સ્વભાવમાં જ સ્થાપવાલાયક છે. ભગવાન ! તું અનાદિથી આવો જ છો. પર્યાયમાં ભલે કેવળજ્ઞાન થાય ત્યારે જણાય પણ વસ્તુસ્વભાવ તો અનાદિથી એવો ને એવો...એવો ને એવો જ છે. આહાહાહા ! આવા ચૈતન્ય મહાસાગરના અનંત સ્વભાવ પાસે રાગાદિ તો શું પણ અલ્પજ્ઞ પર્યાય-ચાર જ્ઞાનની પર્યાય પણ તુચ્છ છે. કેવળજ્ઞાનની અનંતી પર્યાય સંગ્રહીને બેઠો છે એવો ભગવાન આત્મા એક જ આદરવા લાયક છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ 1xo ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો એક તરફ રામ અને એક તરફ ગામ છે. પણ એ રામ કેવો છે કે જેમ મોટું મોટું બધી ચીજોને કોળિયો કરી જાય છે તેમ કેવળજ્ઞાનમાં આખું લોકાલોક જાણે કોળિયો થઈ જાય છે. ભગવાન ! આવા મહિમાવંત સ્વભાવની દૃષ્ટિ કર. એ જ કરવાલાયક છે, બીજું કાંઈ કરવાલાયક નથી. ચાર જ્ઞાન પણ જેની પાસે થોથાં જેવું તુચ્છ છે ત્યાં શાસ્ત્રના ભણતર, વિજ્ઞાનના ભણતર, કળા આદિના ભણતરની તો કિંમત જ કયાં રહી? માટે બધાંની કિંમત છોડ, તેની દૃષ્ટિ છોડ અને એક સ્વભાવની દૃષ્ટિ કર તેનું જ નામ સમ્યગ્દર્શન છે. પરમાત્મા અનાદિનો છે ભાઈ! તું નવો થયો નથી. અનાદિનો આવો જ છો. જેવો બેહદ જ્ઞાનસ્વભાવ છે તેવો જ બેહદ-અનંત અનંત અમાપ અતીન્દ્રિય આનંદનો રસ તારા ધામમાં જામીને પડ્યો છે. પણ જીવને આવી વાત પણ સાંભળવા મળતી નથી. હું કોણ અને ક્યાં મારે નજર કરવી એ તેને ખબર નથી. તેને કહીએ છીએ કે ભાઈ ! તું પોતે વર્તમાનમાં જ્ઞાનાનંદ સ્વભાવી છો માટે આનંદમય જ્ઞાનભગવાનની દૃષ્ટિ કર, બાકી બધું તારા માટે હેય છે. પુણ્ય-પાપનો રાગ તો હેય છે જ પણ ચાર જ્ઞાનની પર્યાય પણ હેય છે. અંગીકાર કરવા લાયક નથી–ઉપાદેય નથી. કોઈ છોકરાનો બાપ તેના માટે પાંચ-પચાસ કરોડ મૂકીને ગયો હોય તેને ખબર ન હોય, ટ્રસ્ટને સોપ્યાં હોય, એ જ્યાં છોકરો મોટો થાય અને ટ્રસ્ટ છોકરાને વાત કરે કે આ મૂડી તારી છે તો એ કેવો રાજી થાય ! તેમ આ સંતો તને કહે છે કે આ અનંત જ્ઞાન, આનંદનું નિધાન તારું છે, અમને ભગવાન સોંપી ગયા છે કે તારો આત્મા આવો છે એમ એને કહેજો. અમે તારી આ મૂડીના સાક્ષી છીએ. તું તેને સંભાળી લે. તારા એક સમયના જ્ઞાન, આનંદની મહિમાનો પણ પાર નથી તો એવા ત્રિકાળ સ્વભાવની મહિમાની શી વાત ! અરે, આ અમારો અંગત માણસ છે, ઘરનો ઉંદર છે એમ દેહના નામની પ્રશંસાથી તું ઉલ્લસિત થઈ જા છો અને તારા પોતાના આવા નિધાનની વાત સાંભળીને ઉલ્લસિત નહિ થા? આ તારી પ્રશંસા છે ભાઈ ! તું અતીન્દ્રિય આનંદનો રસકંદ છો. જ્ઞાનાનંદની શીલા છો. એ જ જ્ઞાનની પર્યાયમાં આખું લોકાલોક એક નક્ષત્ર સમાન છે એવો આત્મા જ ઉપાદેય છે. માટે દેષ્ટિમાંથી વિકારને ખાલી કરી, દૃષ્ટિને ભગવાન આત્મા તરફ ઢાળ. શ્રદ્ધામાં વિકલ્પ આદિની મહત્તા છે તે છોડીને અનંત જ્ઞાનાદિ સ્વભાવવાળા ચૈતન્યમાં દૃષ્ટિ સ્થાપ. વિકલ્પ આદિથી રહિત થઈને સંતો જ્ઞાનાનંદ નિધાનમાં દૃષ્ટિ સ્થાપે છે અને તે સ્વભાવને જ આદરણીય માને છે. ધર્મીની દૃષ્ટિ સર્વદા-ત્રિકાળ અનંત જ્ઞાનાદિ સ્વભાવનો જ આદર કરીને પડી છે. ત્રિકાળમાં ધર્મીને સ્વભાવ સિવાય બીજી કોઈ ચીજ ઉપાદેય લાગતી જ નથી. વિકલ્પથી માંડીને આખા જગતમાં કાંઈ તેને સુંદર લાગતું નથી. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૬ ] | ૧૪૧ આ કોઈ સાંભળી લેવાની કે ધારણામાં ધારી લેવાની વાત નથી. આ તો આત્માને ઉપાદેય કરવાની વાત છે. વિકલ્પ રહિત દૃષ્ટિ કરીને ધર્મીએ એક આત્મા જ ધ્યાવવા યોગ્ય છે. હવે ૩૯મી ગાથામાં મુનિરાજ મોક્ષના કારણરૂપ આત્માને બતાવે છે. જેણે પરમાનંદસ્વભાવમાં જોડાણ કર્યું છે તેણે ચિદાનંદરાજાની પેઢીએ ધંધો શરૂ કર્યો છે. પૂર્ણ મુક્ત-સ્વરૂપ સ્વભાવનો આદર કરનારી પર્યાય જ મુક્તિનું કારણ છે. રાગ, દયા, દાનાદિના પરિણામને કોઇ મુક્તિનું કારણ માને તો એ ખોટું છે. આત્મા એક સમયમાં જ્ઞાન-આનંદની મૂર્તિ છે તેને જ નિરંતર આદરવા યોગ્ય છે કેમ કે તે એક જ નિરંતર મુક્તિનું કારણ છે. વચ્ચે શુભભાવ આવે તે પણ મુક્તિનું કારણ છે એમ નથી. વચ્ચે શુભ વ્યવહાર આવે ભલે પણ તે મુક્તિનું કારણ નથી. લોકો શિવરાત્રિના સકરકંદ શેકીને ખાય છે ને ! અહીં કહે છે આ આત્મા જ્ઞાનાનંદનો કંદ છે તેને નિરંતર ખાવા યોગ્ય છે સેવવા યોગ્ય છે. જ્ઞાનાનંદને સેવ....સેવ....ધર્મના ધારક એવા ધર્મી જીવના વૃંદને એટલે સમૂહને એક ભગવાન આત્મા જ સેવવા લાયક છે. કેમકે એ જ મુક્તિનું કારણ છે. એવી દૃઢ શ્રદ્ધા કરે કે ભગવાન પૂર્ણાનંદના નાથ તરફનું વલણ એક જ મોક્ષનું કારણ છે બીજુ કાંઈ નહિ એવી પાકી શ્રદ્ધા કરે તો વીર્ય સ્વભાવસન્મુખ વળ્યા વગર રહે નહિ. જ્યાં જે હોય, ત્યાંથી આવે ને ! લોઢાની ખાણમાંથી સોનું ન આવે પણ સોનાની ખાણમાંથી જ સોનું નીકળે તેમ રાગાદિ વિકલ્પની ખાણ એ તો લોઢાની ખાણ છે તેમાંથી ચૈતન્ય સોનું ન નીકળે ચૈતન્યની ખાણમાંથી જ જ્ઞાન-આનંદ આદિ નીકળે. વર્તમાનમાં મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજતાં સીમંધર ભગવાન અને બીજાં પણ અનંત તીર્થંકરો જગતને ફરમાવે છે ને ભાઈ ! પ્રભુ ! તારા પૂર્ણાનંદનો નાથ તું પોતે છો. તેનું માહાત્મ્ય કરીને અંતરમાં એકાગ્રતા કર. નિરંતર આ જ્ઞાનમય, આનંદમય આત્મા તે હું એમ ધ્યાન કરવા લાયક છે. આમ કહે કે અમે ભગવાનને ભજીએ છીએ પણ ભગવાન શું કહે છે તેની તો ખબર નથી. આ તો ‘ઓઢણું ધણીનું અને ધણીની આજ્ઞા માનવી નહિ.'.....એના જેવી વાત છે. સગપણ કર્યું હોય, છોકરી જાણતી હોય કે ધણી પાંચ-પચીશ લાખનો આસામી છે, જુવાન છે.....વિગેરે પણ આવે ત્યારે ઓળખે નહિ તો શું કામનું ? એમ ભગવાનની ભક્તિ કરે, દયા, દાનાદિ કરે પણ ભગવાન કોણ છે ? તે શું કહે છે? એ સમજે નહિ તો શા કામનું? નિરંતર નિજ શુદ્ધાત્માને ધ્યાવવો એ એક જ મોક્ષનો મારગ છે. મોક્ષમાર્ગ બે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. આ તો અજબ-ગજબની વાતો છે પણ વાડામાં જન્મેલા લોકોને આ વાત જ સાંભળવા મળતી નથી. આ શાસ્ત્રોમાં તો સંતોએ એકલા માખણ જ ભર્યા છે. આત્માના સ્વભાવમાં એકાગ્રતા તે ધર્મધ્યાન છે અને જે આર્ત અને રૌદ્રધ્યાન છે તે તેના વૈરી છે. શરીર ઠીક હોય તો મને ઈષ્ટ અને ઠીક ન હોય તો અનિષ્ટ, પૈસાને આમ વ્યાજે મૂકું તો અનુકૂળ ને આમ પ્રતિકૂળ એવી બધી ચિંતવના તે આર્ત અને રૌદ્રધ્યાન છે. આ ધ્યાન આત્માની એકાગ્રતાના વૈરી છે. છતાં અજ્ઞાની જીવ તેને ભેટે છે કે હાલ બાપા હાલ, મારાં માથા કાપ. જ્યારે આ પર તરફની વાસના-વિકલ્પોની જાળ તોડે છે ત્યારે આત્મા તરફનું એકાગ્ર ધ્યાન થઈ શકે છે. આર્તિ અને રૌદ્રધ્યાન જ્યારે છૂટી જાય ત્યારે જ ભગવાન આત્મામાં એકાગ્રતા થઈ શકે છે અને સ્વભાવમાં એકાગ્રતા થાય એ જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ નથી. આ તો નિશ્ચયના ગ્રંથની વાત છે એમ થઈ જાય પણ વ્યવહારના ગ્રંથમાં પણ નિમિત્તથી કથન આવે તેથી કાંઈ માર્ગે બે થઈ જતાં નથી. વ્યવહારના ગ્રંથમાં આવે કે ધર્મીને પોતાનો આત્મા આદરણીય છે પણ હજુ પૂર્ણદશા નથી તેથી દેવ-શાઅ-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ, આગળ જતાં મુનિને પંચમહાવ્રતો વિકલ્પ, સાચા દેવની આરાધનાનો રાગ આવે છે તેથી વ્યવહારે તેને આદરણીય કહેવાય છે પણ ખરેખર તે ભાવો આદરવા યોગ્ય નથી. દરેક કાળે એક આત્મા જ ઉપાદેય છે એ વાત ધ્યાનમાં રાખીને બધાં ભાવોનું જ્ઞાન કરવા લાયક છે. હવે ૪૦મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે ભગવાન આત્મા અનાદિકાળથી શુદ્ધપરિણમન નહિ કરતાં અશુદ્ધરૂપે પરિણમી રહ્યો છે. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદની મૂર્તિ છે. પણ તેનો આદર ન કર્યો, શુદ્ધ પરિણમન ન કર્યું તો અનાદિકાળથી આ જીવ કરે છે શું? તો કહે છે અનાદિકાળથી પોતાના સ્વભાવનો અજાણ-અજ્ઞાની જીવ જગતનો કર્તા થયો છે. કેવી રીતે? કે ત્રણ પ્રકારના વેદની વાસનાથી જીવ આઠ પ્રકારના કર્મ બાંધે છે અને એ કર્મના ફળમાં ત્રણ-સ્થાવરરૂપ જગત બને છે. માટે જગતનો કર્તા અજ્ઞાની જીવ પોતે છે. બીજો કોઈ ઈશ્વર જગતનો કર્તા નથી. અનાદિકાળથી જીવ સ્વભાવની એકતા નહિ કરતાં પરમાં એકત્વ કરીને જ્ઞાનાવરણાદિ આઠ કર્મોને બાંધી રહ્યો છે અને તેના ફળમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના શરીરો એટલે સ્થાવર શરીર અને બેઈન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચાર-ઇન્દ્રિય અને પંચેન્દ્રિય પશુ, નારકી, દેવ અને મનુષ્યના શરીરો કે જેને ત્રસ શરીર કહેવાય એવા શરીરરૂપ જગતને ઉત્પન્ન કરી રહ્યો છે. સ્વભાવની એકતા કરીને પૂર્ણાનંદનો નાશ થવાને બદલે પોતે જ Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૬ ] [ ૧૪૩ પરની એકતા કરીને શરીરોની રચના કરી રહ્યો છે. માટે મુનિરાજ કહે છે કે તું જ તારા શરીરરૂપી જગતનો રચનાર છો બીજો કોઇ ઇશ્વર જગતકર્તા નથી. ભગવાન આત્માએ તો અંતર સ્વભાવનું ધ્યાન કરી સ્વભાવની રચના કરવી જોઈએ તેને બદલે ઊંધો પડેલો આત્મા પોતાને ભૂલીને, સ્વભાવનો આદર છોડીને પુણ્ય-પાપની વાસનાના વિકલ્પનો આદર કરીને કર્મો બાંધી રહ્યો છે અને તેના કારણે નવા નવા શરીરરૂપ જગતની રચના થઈ રહી છે. જગતમાં જેમ અનંત રજકણ અને અનંત આત્માઓ રહેલા છે તેમ આ શરીરરૂપી જગત પણ અનંત રજકણનું પિંડ જ છે ને! તેમાં અજ્ઞાની જીવ રહ્યો છે. માટે વ્યવહારથી અજ્ઞાની જીવને જગતનો કર્તા કહ્યો છે. ખરેખર તો ઊંધા ભાવ મિથ્યાભાવ—રાગ-દ્વેષ-મોહના ભાવ એ જ જગત છે તેને અજ્ઞાની જીવે રચ્યું છે અને તેના કારણે આઠકર્મ બંધાય છે અને તેના નિમિત્તે શરીર બને છે માટે પરંપરાએ અજ્ઞાની જીવને જ જગતનો કર્તા કહ્યો છે. ભગવાન આત્માના સ્વભાવમાં એવો કોઇ ગુણ નથી કે તે કર્મ અને શરીરને ઉત્પન્ન કરે. પણ પોતાને સ્વભાવની મહિમા ન આવી તેથી અન્ય પરભાવોમાં મહિમા વહેંચાઈ ગઈ તેના કારણે કર્મો અને શરીરનું બંધન થયું. નિર્વિકાર સ્વભાવની મહિમા ન આવી અને વિકારની મહિમામાં વેદ-વાસનામાંભોગનાં પ્રેમમાં કર્મો બંધાણા તેનાથી આ સ્ત્રી, પુરુષ અને નપુંસકના શરીરો મળ્યાં માટે શરીરનો અને વેદનો રચનાર આત્મા જ છે એમ કહ્યું છે. આઠ કર્મનું કારણ પામીને જીવ અનેક પ્રકારના જગતને ઉત્પન્ન કરે છે. જગત એટલે ત્રસ અને સ્થાવરના શરીર અને તેમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકના લિંગ એ જગત છે. સ્વભાવને ભૂલેલો જીવ પોતે જ ત્રસ, સ્થાવરરૂપ શરીરની રચનાનું કારણ બને છે. ભગવાન આત્માને ભૂલીને ભ્રમણાના ભાવથી આવા શરીરોને જીવ રચે છે. પરમાત્માના મૂળ સ્વરૂપમાં આ સ્ત્રી, પુરુષાદિની ભોગની વાસના નથી. આવા મૂળ સ્વરૂપને ભૂલીને ભોગની વાસનાના વિકલ્પના મોહથી જીવે કર્મો બાંધ્યા અને તેના ફળમાં આ સ્ત્રી, પુરુષાદિના અનેક પ્રકારના શરીર ધારણ કર્યા છે. નિગોદમાં એકેન્દ્રિય જીવને અને નારકી જીવને નપુંસક લિંગ હોય છે અને દેવ, મનુષ્ય, તિર્યંચગતિમાં સ્ત્રી, પુરુષના લિંગ હોય છે. ભગવાન આત્મામાં તો આવા લિંગો કે લિંગના કારણરૂપ ભાવો પણ નથી. છતાં એવા અવિકારી સ્વભાવને નહિ સેવતાં, વિકારી ભાવોને સેવીને જીવે કર્મ બાંધ્યા અને તેના ફળમાં એવા લિંગ સહિતના શરીરની રચના કરી છે. ગાથા દીઠ ભિન્ન-ભિન્ન વાત આવે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જે અશુદ્ધ નિશ્ચયનયે આવા ભોગાદિના ભાવો અને શરીરરૂપ જગતને કરે છે તે જ જીવ શુદ્ધ નિશ્ચયનયે પોતે પરમાત્મા છે. પણ એવા સ્વરૂપને નહિ ઓળખતો અજ્ઞાની જગત પાસે ભીખ માંગી રહ્યો છે. આનંદઘનજી કહે છે ‘ભટકંત દ્વાર-દ્વાર લોકનકે, કુકર આશા ધારી'....ક્યાંય મને સુખ મળે ?..... ચાંય સુખ મળે એવી આશાએ કૂતરાની જેમ દ્વાર-દ્વાર ભટકે છે પણ સુખસ્વરૂપ ચૈતન્ય તરફ નજર કરતો નથી. પોતાના ભગવાનમાં ભરપૂર આનંદનો ખોરાક ભર્યો છે પણ પોતાની સાથે વિરોધ કરીને પુણ્ય-પાપના વિકારમાં સુખ માનીને બહારના વિષયોમાંથી થોડું કરીને પૂરું સુખ મેળવવા માગે છે. થોડું પૈસામાંથી, થોડું આમાંથી, થોડું ખાવામાંથી, થોડું કપડામાંથી, થોડું નાવા-ધોવામાંથી એમ બધેથી ભેગું કરીને પૂરું સુખ મળશે એમ માને છે. ભિખારીને ભરોસો નથી હોતો કે કોઇ મને આખી રોટલી આપશે કે નહિ એટલે બટકું રોટલીની ભીખ માગે છે. તેમ આ પણ બધા વિષયોને ભેગાં કરીને પૂરું સુખ મેળવવા માગે છે. પણ અરે, અતીન્દ્રિય આનંદનો નાથ તું પોતે જ છો તેને ચાટવા ન જતાં ભોગની વાસનામાં લીન થઈને કર્મો બાંધે છે અને તેના ફળમાં ફરી ફરી અનેક શરીરો અને લિંગો ધારણ કરીને હેરાન હેરાન થઈ રહ્યો છે. વસ્તુ મુક્ત સ્વરૂપ છે તો તેને બંધ સાથે સંબંધ કેમ થાય છે?—કે મુક્ત સ્વરૂપ વસ્તુ છે એવો તેને સ્વીકાર નથી, તેથી વસ્તુને જે બંધ સાથે સંબંધ છે તે અજ્ઞાનીના અજ્ઞાનનું માહાત્મ્ય છે. શેય—જ્ઞાયક સંબંધ પણ પર્યાય સાથે છે, દ્રવ્યને—ધ્રુવને તો શેય–જ્ઞાયક સંબંધ પણ નથી. —પૂજ્ય ગુરુદેવશ્રી Page #158 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય-ગોળાને છૂટો અનુભવવાની રીત (સળંગ પ્રવચન નં. ૨૭) यो जीवः हेतुं लब्ध्वा विधिं जगत् बहुविधं जनयति । लिङ्गत्रयपरिमण्डितः स परमात्मा भवति ॥ ४० ॥ यस्य अभ्यन्तरे जगत् वसति जगदभ्यन्तरे य एव जगति एव वसन्नपि जगत् एव नापि मन्यस्व परमात्मानं तमेव ॥४१॥ શ્રી પરમાત્મપ્રકાશના પ્રથમ અધિકારની આ ૪૦મી ગાથા ચાલે છે. આ ભગવાન આત્મા વસ્તુ દૃષ્ટિએ જુઓ તો શુદ્ધ અને જ્ઞાનાનંદસ્વરૂપ જ છે. નિશ્ચયદૃષ્ટિ એટલે સત્યદૃષ્ટિથી જોતાં આત્મા પોતે જ પરમાત્મા છે. શુદ્ધ નિશ્ચયનયથી પોતે જ પરમાત્મા હોવા છતાં પોતાના અતીન્દ્રિય આનંદ, જ્ઞાન અને શાંતિને ભૂલીને પોતે જ અશુદ્ધરૂપે પરિણમ્યો છે. શુદ્ધજ્ઞાન, આનંદ, શાંતસ્વરૂપની પ્રતીતિ ન કરતાં, આત્માથી વિરુદ્ધ એવા શુભ-અશુભભાવ કરીને જીવને દુભાવ્યો છે. શુભ-અશુભ પરિણામ વડે આત્માની શાંતિને એણે દઝાડી છે અને મિથ્યાત્વ અને કષાય પરિણતિ વડે જગતમાં ભટક્યો છે. એકલા કામ, ક્રોધાદિ વિકાર પરિણતિરૂપ થયો થકો, જગતનો કર્તા થઈ જગતમાં ભટક્યો છે. અજ્ઞાની જીવજગતનો કર્તા થાય છે એમ કેવી રીતે કહ્યું ?—કે અજ્ઞાની જીવ પુણ્ય-પાપના અશુદ્ધ-મલિન પરિણામ કરીને કર્મ બાંધે છે અને તેના ફળમાં ત્રસ-સ્થાવર આદિ શરીરોને ધારણ કરે છે તેથી વ્યવહારથી તે જીવને આ શરીરોરૂપ જગતનો કર્તા કહેવામાં આવે છે. અશુદ્ધરૂપે પરિણત થયેલો જે આત્મા વ્યવહારથી જગતનો કર્તા કહેવાય છે તે જ આત્મા શુદ્ધપણે પરિણત થતાં શુદ્ધ કહેવાય છે કે જેમાં પુણ્ય-પાપની તો ગંધ પણ નથી, તેમાં તો અતીન્દ્રિય આનંદની સુવાસ ભરેલી છે. અતીન્દ્રિય આનંદની સુવાસથી ભરેલા આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતારૂપે પરિણમતા થકા જ્ઞાની વિકાર પરિણામને હરે છે. કર્તા-હર્તા શબ્દનો અર્થ લઈએ તો આ અર્થ છે કે ધર્મીજીવ સ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાન પરિણતિનો કર્તા છે અને વિકાર પરિણામનો હર્તા છે અને અજ્ઞાની પોતાના અતીન્દ્રિય આનંદનો પ્રેમ છોડી પુણ્ય-પાપના મલિન પરિણામનો કર્તા થાય છે તેથી તેને જગતનો કર્તા કહેવાય છે. / કોઇ ઇશ્વર જગતનો કર્તા નથી. દરેક જીવ પોતપોતાની સૃષ્ટિનો કર્તા છે. પોતાના Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯) ઘરમાત્મપ્રકાશ પ્રવચનો અતીન્દ્રિય આનંદની સુવાસને ભૂલીને અજ્ઞાની તેનાથી વિરુદ્ધ, સ્ત્રી, પુરુષ, નપુસંકતા ભોગની વાસનાને કરતો થકો કર્મો બાંધીને નવા શરીરોરૂપી જગતને કરે છે. આ રીતે અનંત આત્માઓ પોતાની શુદ્ધ ચૈતન્ય સૃષ્ટિને નહિ કરતાં, અશુદ્ધ પરિણતિ વડે શરીરરૂપ સૃષ્ટિના કર્તા થાય છે, ભગવાન આત્મા તો શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે તેનો આશ્રય નહિ, અવલંબન નહિ, શ્રદ્ધા નહિ અને આદર નહિ અને એકલી અશુદ્ધ મલિન પરિણતિના આદર વડે, એકેન્દ્રિયથી માંડીને નવમી રૈવેયક સુધીના દરેક જીવો અશુદ્ધ પરિણતિએ પરિણમતા થકાં તેના કર્તા થાય છે અને તેથી વ્યવહારનયે કર્મના કર્તા થાય છે અને એ કર્મના ઉદયે ત્રસ, સ્થાવરના શરીરો મળે છે તેનો પણ વ્યવહારનયે અજ્ઞાની કર્તા થઈને અનાદિથી ભટકી રહ્યો છે. માટે કહ્યું કે અજ્ઞાની જ પોતાના ઊંધા પરિણમન વડે જગતને કરે છે, અન્ય કોઈ ઈશ્વર કર્તા નથી. * /જેમ અશુદ્ધ પરિણતિનો કર્તા આત્મા હતો તેમ શુદ્ધ પરિણતિનો કર્તા પણ આત્મા જ છે. કેવી રીતે?—કે ત્રણ પ્રકારના વેદની વાસનાથી રહિત અતીન્દ્રિય આનંદની સુવાસથી ભરેલા ભગવાનને પોતાનાં અંતરમાં આનંદના અનુભવથી વિશ્વાસ કરતો, શુદ્ધ પરિણતિરૂપે પોતે જ પરિણમે છે; માટે કર્મના કારણે અશુદ્ધપણું આવે છે અને કર્મના અભાવે શુદ્ધપણું આવે છે એ વાત જ નથી. નિમિત્તનું જ્ઞાન કરાવવા કથન ભલે હો, પણ કર્મ જીવને શુદ્ધ કે અશુદ્ધ કરતાં નથી, - અજ્ઞાની જીવ પોતે, જે પોતાના આનંદસ્વરૂપને ભૂલી મિથ્યાશ્રદ્ધા સહિત મલિન પરિણામે પરિણમતો થકો વ્યવહારનયે કર્મ અને શરીરનો કર્તા થાય છે તે જ આત્મા પોતાના શુદ્ધસ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિની પર્યાયે પરિણમીને અશુદ્ધ પરિણતિનો હોં થાય છે, બીજો કોઈ તેનો હર્તા નથી. પ્રભુ! તું જ તારો કર્તા અને તું જ તારો હર્તા છો. બીજો કોઈ જગતનો નિયંતા કર્તા-હર્તા છે જ નહિ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ આત્મા પોતે જ છે. કેમ કે પોતે જ પોતાના વિકારની સૃષ્ટિ રચે છે અને પોતે જ તેનો નાશ કરે છે. પોતાના અશુદ્ધ પરિણમનનો કર્તા હતો તે જ પોતાના શુદ્ધ પરિણમનનો કર્તા થઈને અશુદ્ધ વિકારનો હર્તા થાય છે. આહાહા ! જીવને કોઈ તારી દે, ઉગારી દે કે કોઈ મારી દે એવી કોઈ ચીજ જ જિગતમાં નથી. કર્મ એને હેરાન કરે અને પરમાત્મા ઉગારી દે એ વાત જ નથી. તું જ તને ડૂબાડે અને તે જ તને ઉગારે છો./ ભગવાન એમ ફરમાવે છે કે તું જ તારી શુદ્ધ પરિણતિનો કર્તા થઈને વિકારનો હર્તા થા ! અજ્ઞાનદશામાં તું જ વિકારનો કર્તા થઈને શુદ્ધતાનો હર્તા થતો હતો હવે Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૭ ] | ૧૪૭ જ્ઞાનદશામાં તું જ શુદ્ધ થઈને અજ્ઞાનનો હર્તા થા! અન્ય કોઇ હરિહરાદિ ઇશ્વર તારા જગતના કર્તા-હર્તા નથી. હવે ભાવાર્થમાં મુનિરાજ કહે છે શુદ્ધનયથી જોતાં એટલે કે સમ્યક્ શ્રુતજ્ઞાનથી જોતાં વસ્તુ શુદ્ધ જ છે, અતીન્દ્રિય શુદ્ધ પરમાનંદથી ભરેલું તત્ત્વ છે, તોપણ અનાદિથી સંસારમાં જ્ઞાનાવરણાદિ કર્મોના બંધનથી ઢંકાઈ રહ્યો છે. અશુદ્ધનયથી પોતાની અશુદ્ધ પરિણતિથી ઢંકાઈ રહ્યો છે અને વ્યવહારનયથી આત્મા કર્મોથી ઢંકાય રહ્યો છે તેમ કહેવાય છે. આમ જો કે શુદ્ધનયથી આત્મા શુદ્ધ હોવા છતાં વ્યવહારનયથી કર્મથી ઢંકાઈ રહ્યો છે તેથી વીતરાગ, નિર્વિકલ્પ સહજાનંદ અદ્વિતીય સુખના સ્વાદને પામતો નથી. જેની જગતમાં બીજી જોડ નથી એવા અજોડ-અદ્વિતીય સુખનો સ્વાદ તેને મળતો નથી. ચક્રવર્તી અને ઇન્દ્રો આદિનો આનંદ તો ઝેરવાળો આનંદ છે તેનાથી વિપરીત આત્માનો અજોડ-સિદ્ધ જેવો આનંદ તેને નહિ પામતો મિથ્યાર્દષ્ટિ સંસારમાં પરિભ્રમણ કરે છે. સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના શરીર અને ત્રસ એટલે બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચૌઈન્દ્રિય, નારકી, પશુ અને મનુષ્યના શરીર અને તેમાં ત્રણ પ્રકારના લિંગ અને તેની વાસનાને અજ્ઞાની જીવ પોતે જ રચે છે. અરે, પોતાના અવેદ-નિર્વિકારી સ્વભાવના સ્વાદને નહિ પામતો અજ્ઞાની વિકારી વાસના અને સ્રી, પુરુષ, નપુંસકના લિંગોને પ્રાપ્ત કરે છે. આત્માના આનંદના સ્વાદનાં અભાવમાં વિકા૨ીના-દુઃખોના સ્વાદથી આ બધા લિંગો એને પ્રાપ્ત થાય છે. લોકો કહે છે કે વેદ કરતાં પુરુષવેદ બહુ સારો છે. એમાં દાખલો આપે કે ચક્રવર્તીની રાણી કરતાં કૂતરો વધારે પુણ્યવંત છે કેમ કે તે પુરુષલિંગ છે ને ! અરે ! આવી વાતના બીજા વખાણ કરે પણ અહીં કહે છે ભગવાન આત્મા પોતાના આનંદના સ્વાદને અણપામતો નહિ પામતો આવા લિંગને પામે છે માટે તે એકેય હિંગ સારું નથી. પુરુષલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના સ્વાદ લેવા જાય છે તે બધાંય એક સરખા મિથ્યાર્દષ્ટિ છે. આહાહા.... ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદના સ્વાદને નહિ પામતા, ઊંધી શ્રદ્ધા અને જ્ઞાન દ્વારા જે કર્મો બાંધ્યા તેનાથી આ લિંગો મળ્યા અને વળી તે લિંગોમાં સ્વાદ લેવા મથે છે તે નવા લિંગો મળવાના કારણને સેવી રહ્યાં છે. આ રીતે મિથ્યાર્દષ્ટિ જ આ શીરોરૂપી જગતને રચે છે. તેને મોક્ષની-છૂટવાની રીતની ખબર જ નથી. સમિતી ચક્રવર્તી ૯૬૦૦૦ રાણીના ભોગમાં પડ્યો હોવા છતાં ભોગના સ્વાદને ઝેર માને છે, દુ:ખ માને છે. પોતાના આનંદના સ્વાદની મીઠાશ આગળ સમકિતી અશુભભાવને દુઃખદાયક, ઝેર, આવી પડેલો મોટો ઉપસર્ગ માને છે. જાણે ગરમ કરેલા લોઢાના ધગધગતાં બાણ વાગતાં હોય એમ જ્ઞાનીને ભોગમાં દુઃખ લાગે છે, અને મૂઢ મિથ્યાર્દષ્ટિને તો ભોગમાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો મીઠાશ વેદાય છે એટલે મીઠાશમાં ખેંચાઈને, મિથ્યાત્વભાવથી વેદતો અનંતા નવા લિંગો અને ત્રણ-સ્થાવરના શરીરોને ઉત્પન્ન કરે છે. માટે એ જગતનો કર્તા આત્મા પોતે છે. આ પરમાત્મપ્રકાશમાં પણ એક એક ગાથા દીઠ જુદી-જુદી જાતની વાત કરી છે. વિવિધ પ્રકારના ત્રસ, સ્થાવર શરીરો અને લિંગોરૂપ આ જગતનો કરનાર અન્ય કોઈ ઈશ્વર નથી પણ પોતાના અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વભાવને ભૂલેલો મિથ્યાષ્ટિ જીવ જ દુઃખદાયક અશુદ્ધ પરિણતી વડે તેને ઉત્પન્ન કરે છે. માટે તેને ટાળનારો પણ પોતે જ છે. બીજા કોઈની કૃપાથી તેનો નાશ થાય એમ બનતું નથી. આ આત્મા જ પરમાત્માની પ્રાપ્તિના શત્રુ એવા ત્રણ વેદો દ્વારા ઉત્પન્ન થયેલી, રાગાદિ વિકલ્પ જાળને નિર્વિકલ્પસમાધિ વડે જે સમયે નાશ કરે છે તે સમયે ઉપાદેયરૂપ મોક્ષસુખનું કારણ હોવાથી પોતે જ ઉપાદેય થઈ જાય છે. જીવ જ્યારે પોતાની નિર્વિકલ્પસમાધિ એટલે સમ્યક શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રથી રાગાદિ વિકારનો નાશ કરે છે ત્યારે ઉપાદેયભૂત મોક્ષસુખનું તે કારણ હોવાથી આત્મા ઉપાદેય બની જાય છે અંગીકાર કરવા લાયક થઈ જાય છે. એટલે શું કહ્યું?–કે આત્માની શાંતિ પ્રગટ થઈ ત્યારે–તે કાળે આત્મા અને આત્માની શાંતિ ઉપાદેય છે. તે પહેલાં તો દૃષ્ટિમાં રાગાદિ વિકાર જ ઉપાદેય હતો. ( આત્મા ઉપાદેય થયો જ્યારે કહેવાય? કે માત્ર શ્રદ્ધા કરી લે કે “આ આત્મા છે' તેનાથી આત્મા ઉપાદેય થયો ન કહેવાય પણ નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ દ્વારા અશુદ્ધતાનો નાશ કરે અને શુદ્ધતા દ્વારા આત્માનો આદર કરે ત્યારે આત્મા ઉપાદેય થયો (કહેવાય આત્મા પરમાનંદની મૂર્તિ છે એવી શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ થાય ત્યારે આત્મા ઉપાદેય થયો કહેવાય. કેમ કે તે પહેલાં તો દૃષ્ટિમાં વિકાર ઉપાદેય હતો. જ્યાં રાગ અને પુણ્યના વિકલ્પનો આદર હોય ત્યાં આત્માનો આદર ન હોઈ શકે. બન્ને વિરુદ્ધ તત્ત્વોનો આદર એકસાથે ન હોય. આહાહા...પરમાત્મપ્રકાશે બહુ ટૂંકી અને ઊંચી વાત કરી છે. ૪૦ ગાથા પૂરી થઈ. હવે ૪૧મી ગાથામાં જે પરમાત્માના કેવળજ્ઞાનરૂપ પ્રકાશમાં જગત વસી રહ્યું છે અને જગતની મધ્યમાં પોતે ઊભો છે છતાં જગતરૂપ થતો નથી એ વાત કહે છે. ચૈતન્યસૂર્ય ભગવાન લસલસતા જ્ઞાનપ્રકાશથી ભર્યો છે પણ કોઈ દિ નજરું કરી નહિ, તેનો વિશ્વાસ લાવ્યો નહિ, સામું જોવા પણ નવરો થયો નહિ. એ જ આત્માના કેવળજ્ઞાનરૂપ પ્રકાશમાં આખું જગત વસે છે. આત્મા જગતમાં કોઈનું કાંઈ કરનાર નથી પણ બધાનો જાણનારરૂપે પોતે રહેલો છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૭) [ ૧૪૯ /એક વિકલ્પથી માંડીને કાંઈ પણ કરવાપણું આત્મામાં બિલકુલ નથી પણ જાણવાની અપેક્ષાએ આખું લોકાલોક તેના જ્ઞાનમાં વસે છે. સ્વપર-પ્રકાશક સામર્થ્યમાં બધાને જાણવારૂપ આત્માની શક્તિ છે. આત્માના જ્ઞાનપ્રકાશમાં જાણે આખું જગત અંદર આવી ગયું હોય તેમ પ્રતિભાસે છે અને આખા જગતમાં પોતે વ્યાપી ગયો છે છતાં આત્મા જગતની કોઈ ચીજને કે રાગાદિને કદી અડતો નથી. આત્મા જ્ઞાતા છે અને જગત જોય છે એટલે શું?–જ્ઞાનસ્વરૂપ ચૈતન્યગોળો પોતે જાણનાર છે અને વિકલ્પથી માંડીને આખું જગત જોય છે. એટલે જાણવાની અપેક્ષાએ આખું જગત જ્ઞાનમાં વસે છે અને પોતે જગતમાં વસે છે છતાં જગતને બિલકુલ અડતો નથી, અરે, જ્ઞાતા ભગવાન અત્યારે પણ પુણ્ય-પાપના રાગને બિલકુલ અડતો નથી. એણે માન્યતા ઊંધી કરી છે પણ વિકલ્પરૂપે થઈ ગયો નથી. ઘરમાં કાચના ગોળા લટકતા હોય ને? તેમાં ઘરના બારી-બારણા આદિ જે ચીજ જેમ હોય તેમ દેખાય છે ને ! તેમ ચૌદ બ્રહ્માંડરૂપી ઘરમાં ચૈતન્યગોળો નિરાલંબી કર્મ અને શરીરના આધાર વિના અદ્ધર લટકી રહ્યો છે તેમાં ચૌદ બ્રહ્માંડ દેખાય છે પણ એણે કોઈ દિ’ નજર કરી નથી. આંધળો થઈને ફરે છે. આવો આત્મા ક્યાં બેઠો હશે? એમ શંકા કરે છે તે પોતે જ ચૈતન્ય આત્મા સ્વરૂપમાં બેઠો છે. જુઓ ! આ જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયમાં શરીર જણાય છે કે નહિ? રાગ જણાય છે કે નહિ? બાયડી, છોકરાં જણાય છે ને ! ભૂતકાળમાં આમ હતું, ભવિષ્યમાં આમ થશે એ બધું જણાય છે ને ! તો એમ આ જ્ઞાનમાં તેનું જગત જણાય છે અને જગતમાં પોતે વ્યાપી ગયો દેખાય છે પણ જીવ તે રાગાદિ વિકારને, શરીરને કે સંયોગોને અડ્યો જ નથી. છે, ધીમેથી વિચાર કરો કે આ જ્ઞાનપર્યાય આ બધું જાણે છે કે નહિ? આ હું અનાદિનો છું, સંયોગ અનાદિના છે, આ રાગ છે, કર્મ છે, રખડનારા જીવો છે, ભવિષ્યમાં આમ રખડશે એ બધું જ્ઞાન, પર્યાયમાં વર્તે છે કે નહિ? હા વર્તે છે. એવો જ આ જ્ઞાનસ્વભાવ છે કે તે સર્વને જાણે-દેખે છે. એ જ્ઞાનસ્વભાવમાં જ પોતે બેઠો છે પણ ભ્રમણામાં એમ માને છે કે હું રાગ અને શરીરમાં બેઠો છું. એ ભ્રમણા મિથ્યાત્વ છે. આ તો રોટલાનો ગરભલો કાઢીને અપાય છે ભાઈ! માતા બાળકને બાજરાના ઝીણા લોટનો પોચો રોટલો બનાવીને તેમાંથી પણ વચલો ગરબલો કાઢીને તેમાં ઘી, ગોળ નાંખીને આપે છે ને ! તેમ આ તત્ત્વોનો માલ કાઢીને અપાય છે તો કહે હવે અમને ખવરાવો. ભાઈ ! ખાવું તો તારે પડે ને ! Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫o ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો [/ભગવાન આત્મા અતિ છે ને ! એક તરફ પોતે પરમાત્મા છે અને બીજી તરફ આખું જગત છે તેને પોતે જ્ઞાનમાં જાણે છે પણ કદી તે રાગને, વિકલ્પને કે શરીરને સ્પર્શતો નથી. કેમ કે વસ્તુસ્વભાવ રાગ અને વિકારને કદી સ્પર્શે જ નહિ. ચૈતન્યમૂર્તિ અરૂપી જ્ઞાનગોળો શરીરરૂપે કે રાગરૂપે થયો જ નથી તો છૂટો કેમ પડશે? એ સવાલ જ નથી /મુમુક્ષુ આ શરીરમાં મને દુઃખાવો થાય છે તેનું શું? - પૂજ્ય ગુરુદેવશ્રી એ દુઃખાવો અજ્ઞાનને લઈને છે, શરીરના કારણે નથી. દુઃખાવાનું જીવને જ્ઞાન થાય છે પણ ભ્રમણાથી આ દુઃખાવો મટે છે અને તેનાથી મને દુઃખ છે એમ 'એ માને છે. શરીરમાં છરો લાગે અને મને કાંઈ ન થાય? છરો વાગે એ વખતે તેનું જ્ઞાન વર્તે છે. જ્ઞાનની અનુભૂતિ થાય છે પણ એમ ન માનતાં આ મને થાય છે ને મારામાં તે ઘૂસી ગયો છે એવી માન્યતા જ તેના જગતને ઉત્પન્ન કરે છે. અરે, પ્રભુ ! આ ચૈતન્યગાળો | જ્ઞાન કરનાર છે !.જ્ઞાન કરનાર છે પણ રાગ અને પરનો કરનાર એ નથી. આ રીતે પોતાને જાણનાર નહિ માનતાં કરનાર અને ભોગવનાર માને છે તે ભ્રમણા જ તેના નવા નવા શરીરોરૂપ સંસારને ઊભો કરે છે. /ભાઈ ! સ્વ અને પર એ બે અસ્તિત્વ છે. તેમાં એક તું અને બીજું આખું જગત છે. તે બંનેનું જ્ઞાન કરનારો તું છો પણ તેમાં તું અને તારામાં તે રહે કે તેના કામ તું કર, તારામાં તેનું અસ્તિત્વ આવે અને તેના અસ્તિત્વમાં તારું હોવાપણું જાય એમ કદી બને નહિ. છતાં આ બધાં મારાં છે એવી ભ્રમણા કોણે ઊભી કરી?—કે પોતે હરખસનેપાતમાં આવી ભ્રમણા ઊભી કરી છે /શ્રોતા –કેટલા ભવની આ ભ્રમણા ચાલી આવી છે ? પૂજ્ય ગુરુદેવશ્રી –કેટલા ભવની શું? એક જ સમયમાં આ ભ્રમણા છે. એક તરફ આખો ચૈતન્યગોળો સ્વ-પર પ્રકાશની મૂર્તિ, આનંદકંદ પ્રભુ પોતે શાંતિ અને આનંદની શિલા છે અને એક તરફ વિકલ્પથી માંડીને બધી ચીજ છે. એક સમયની પર્યાયમાં એમ માન્યું છે કે આ વિકલ્પ આદિ બધાં મારાં છે. હવે જો એક સમયમાં જ એમ માને કે આ મારા નહિ અને મારો તો આ જ્ઞાયક તે હું છું. બસ ભ્રમણા દૂર થઈ જાય છે, /આંખ અગ્નિ, બરફ આદિ બધાં રૂપી પદાર્થોને દેખે છે તો શું અગ્નિને દેખતાં આંખ ગરમ થાય છે? બરફને દેખતાં આંખ ઠંડી થઈ જાય છે? તેમ જ્ઞાનનેત્ર-આત્મા જગતને દેખે છે તો શું એ જગતરૂપ થઈ જાય? રાગ, કર્મ અને શરીરાદિને જાણનારો આત્મા બધાંથી જુદો વર્તે છે તેને હે શિષ્ય ! તું પરમાત્મા જાણ, બીજો કોઈ તારાથી જુદો પરમાત્મા તારા માટે નથી, Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૭ ] / ૧૫૧ અરે, પણ એણે પોતાને પામર માની રાખ્યો છે ને! એટલે પાંચ પૈસા ઘરમાં વધે ત્યાં તો લાપસીના આંધણ મૂકાય. કાંઈક નવી વસ્તુ ઘરમાં વસાવે ત્યાં રાજી થાય કે આપણું મહેમાનવાળું ઘર રહ્યું ઘરમાં બધું હોય તો માંગવા જવું ન પડે પણ શું ભાઈ ! મૂર્ખાઈનું પ્રદર્શન તારે કેટલું કરવું છે? તારું તો શાન છે. તે જ્ઞાનમાં શું નથી કે તારે ક્યાંયથી મેળવવું છે? આ તો અગમ-નિગમની વાતો છે. અહો ! ચૈતન્યપ્રભુ જ્ઞાનાનંદસ્વરૂપને એકવાર તો નિહાળ! ભ્રમણાની લાળમાં ક્યાં સુધી લંબાવું છે ? સવારે યાદ આવ્યું કે શ્રીમમાં એક જગ્યાએ વાંચવામાં આવ્યું હતું—‘આવા આત્માને વિકલ્પથી દુભાવશો નહિ...' વિકલ્પમાં આત્મા દુભાય છે એવું ભાન નથી તેને વિકલ્પમાં આનંદ ભાસે છે. શુભાશુભ વિકલ્પમાં એને પોતાનું હોવાપણું ભાસે છે. શુભાશુભ વિકલ્પથી ભિન્ન એના જાણનારને જોતાં તે વિકલ્પના સ્પર્શથી રહિત છે. તેને વિકલ્પવાળો માનવો તેમાં આત્મા દુભાય છે. આત્માની શાંતિ હણાય છે તેના બદલે તેમાં મજા માને છે હવે આ ભૂલ કેમ ટળે ! - ૦ શુભાશુભ વિકલ્પથી પૃથક્ રહીને તેને જાણવાનો સ્વભાવ છે તેના બદલે એ વિકલ્પથી મને ઠીક છે એમ માને છે, તેનાથી મને સમાધાન છે એમ માનનાર પોતાની શ્રદ્ધાથી આત્માની શાંતિને હણી નાંખે છે સમજાણું કાંઈ! ભાવાર્થ :—જે શુદ્ધ, બુદ્ધ, સર્વવ્યાપક, બધાંથી અલિપ્ત શુદ્ધાત્મા છે તેનું વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને ધ્યાન કર. જે શુદ્ધ એટલે નિર્મળ, બુદ્ધ એટલે જ્ઞાનની મૂર્તિ, સર્વવ્યાપક એટલે સર્વનો જાણનાર, રાગાદિ બધાથી અલિપ્ત શુદ્ધાત્મા છે તેનું વિકાર વિનાની શાંતિ દ્વારા ધ્યાન કર. કેમ કે જેનું લક્ષ કરવું છે તેમાં વિકાર નથી તેથી વિકાર સહિત તેનું ધ્યાન ન થાય. / લોકોને એમ થાય કે તપસ્યાથી ધર્મ થાય. ભાઈ ! ધ્યાન એ જ તપ છે. અંતરમાં ભગવાન આત્મામાં અંતરધ્યાનની દશાથી લીન થાય એ જ ધ્યાન, એ જ તપ, એ જ સંવર, નિર્જરા છે. આ બધું એની ધ્યાનની પર્યાયમાં વર્તે છે. આ સત્ય સ્વરૂપ સાંભળે તો ખબર પડે ને ! કાંઈક કરવું......ક૨વું થાય છે પણ જાણનારમાં કરવું એ તો એને દુભાવવા બરાબર છે. ભૂમિકા પ્રમાણે રાગ હોય છે એ બરાબર છે, તેની ના નથી પણ આવો રાગ હોય તો ધર્મ થાય એમ નથી. આ તો અગમ-નિગમની વાત બાપા ! તારાં લેખા તો કેવળી જાણે છે અને તું જાણ ત્યારે તેને ખબર પડે. કેવડો મોટો મહાન પ્રભુ છો કે વીતરાગની વાણીમાં પણ પૂરો વર્ણવી શકાતો નથી, શક્તિરૂપે તો આવો શુદ્ધ, બુદ્ધ સ્વભાવ કારણસમયસાર છે પણ તેમાંથી કાર્યસમયસાર કેવી રીતે થાય? કે—શુદ્ધ ચૈતન્યદળની નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન અને વીતરાગ સ્વસંવેદન દ્વારા કાર્યસમયસાર થાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] / ઘરમાત્મપ્રકાશ પ્રવચનો જોયું? રાગથી કે વ્યવહારથી જ્ઞાન નહિ પણ જ્ઞાનથી જ્ઞાન....જ્ઞાનથી જ્ઞાનનું વેદન તે મુક્તિનું કારણ છે. માટે વીતરાગ સ્વસંવેદનજ્ઞાનરૂપ નિજભાવ જ ઉપાદેય છે. મુક્તિનું કારણ એવો મુક્તિમાર્ગ જ આત્માને ઉપાદેય છે કે જેના કાર્યમાં કાર્યસમયસાર પ્રગટ થાય છે. રિ જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી તેટલો કાળ જીવ રાગાદિ સાથે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે એટલે કે ત્યાં સુધી અજ્ઞાનીજીવ કર્તા ને રાગાદિ કાર્ય એમ પરિણમે છે. જ્ઞાની રાગનો બિલકુલ કર્તા નથી પણ જ્યાં સુધી અજ્ઞાનીને આત્માનું ભાન નથી ને વિકારનો કર્તા પુદ્ગલકર્મ છે એમ માને છે તેની સામે આ વાત છે કે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી વિકારનો કર્તા જીવદ્રવ્ય છે. જીવદ્રવ્ય એટલે? ત્રિકાળ દ્રવ્ય તો શુદ્ધ ચિઘન આનંદકંદ જ છે, તે વિકારી કે અવિકારી પર્યાયનો કર્તા નથી તેથી અહીં જીવદ્રવ્યનો અર્થ તે સમયની જીવની પર્યાય કર્યા છે, કેમ કે પર્યાયના ષકારકોથી પર્યાય કર્યા છે ને પર્યાય કર્મ છે. દિ એક સમયની પર્યાય સતુ છે, સ્વતંત્ર છે, જે કાળે જે પર્યાય થવાની તે પર્યાય પોતાના ષકારકની ક્રિયાથી સ્વતંત્ર થવાની, પણ એનો નિર્ણય કઈ રીતે થાય? એ નિર્ણયનું તાત્પર્ય શું? વીતરાગતા તાત્પર્ય છે. એ વીતરાગતા કયારે થાય? કે એનું લક્ષ ને દૃષ્ટિ પર્યાયના કર્તાપણાની બુદ્ધિથી, પર્યાયના ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને ત્રિકાળી ધ્રુવ લાયક ઉપર જાય ત્યારે નિ:સંદેહ નિર્ણય થતાં પરિણામમાં અંશે નિર્મળતા ને વીતરાગતા થાય. એ સાચા નિર્ણયનું ફળ ને તાત્પર્ય છે. આહાહા ! શું વીતરાગની વાણી! ચારેકોરથી એક સતુ જ ઊભું થાય છે. - પૂજ્ય ગુર્દશી Page #166 -------------------------------------------------------------------------- ________________ જX . તું પરમાત્મા છો–એમ નક્કી કરી 2 . (સળંગ પ્રવચન નં.-૨૮) देहे वसन्तमपि हरिहरा अपि यम् अद्यापि न जानन्ति । परमसमाधितपसा विना तं परमात्मानं भणन्ति ॥४२॥ भावाभावाभ्यां संयुक्तः भावाभावाभ्यां य एव । देहे एव दृष्टः जिनवरैः मन्यस्व परमात्मानं तमेव ॥४३॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની ૪રમી ગાથા ચાલે છે. ૦ ભગવાન આત્મા અસદભૂત વ્યવહારનયથી દેહમાં રહેલો છે પણ દેહથી ભિન્ન છે પરંતુ પરમ સમાધિના અભાવને કારણે હરિહરાદિ પણ આત્માને પ્રત્યક્ષ જોઈ શકતા નથી. પરમ સમાધિ એટલે વીતરાગદશા કે જેના ફળમાં તે જ ભવે મોક્ષ થાય એવી સમાધિનો અભાવ છે. પરમાત્મસ્વરૂપ, શુદ્ધ આનંદકંદ ચૈતન્ય વસ્તુ-ભગવાન આત્મા શરીરથી જુદો છે અને શરીર-માટી, ધૂળ તે પરમાત્મસ્વરૂપ વસ્તુથી ભિન્ન છે. છતાં આત્મા આ દેહમાં વસે છે એમ કહેવું તે અનુપચાર અસદભૂત વ્યવહારનયનું કથન છે. અસદૂભૂત એટલે એ દેહમાં ખરેખર આત્મા નથી અને અનપચાર કરીને આ શરીર જેટલા ક્ષેત્રમાં આત્મા છે તેનાથી બહાર નથી એમ બતાવવું છે. કોઈ એમ કહે કે આ મહાન આત્મા આખા લોકમાં સર્વત્ર વ્યાપેલો છે તો અહીં કહ્યું કે એમ નથી. આત્મા શરીરપ્રમાણ ક્ષેત્રમાં રહેલો છે. તેનાથી બહાર આત્માનું ક્ષેત્ર નથી. અસદભુત એટલે જુઠી નયથી એમ કહેવાય કે આત્મા આ દેહમાં વસેલો છે. ખરેખર ચૈતન્ય એ જડ દેહમાં વસતો નથી પણ શરીરનું નિમિત્ત દેખીને એમ કહેવાય છે. હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શંકર, આવા ચતુર પુરુષોએ પણ પૂર્ણઆનંદથી ભરેલા આત્માને પ્રત્યક્ષ જાણ્યો નથી. કેમ કે વીતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિરૂપ મહાતપ વિના આત્મા પ્રત્યક્ષ થતો નથી. જેની જગતમાં બીજી કોડ નથી એવા અદ્વિતીય આનંદરૂપ પરમસુખામૃતરસ કે જેનો અનુભવ પરમ શાંતિભૂત છે એવા મહાતપ વિના આત્મા પ્રત્યક્ષ થાય તેમ નથી. જુઓ આ તપસ્યાની વ્યાખ્યા ! આમાં કેટલા ઉપવાસ કરીએ તો તપ થવાનું કહ્યું? ભગવાન આત્મા તો ચિદાનંદસ્વરૂપ, આનંદની મૂર્તિ, વીર્યનું બળ, પ્રભુતાનો પરમેશ્વર, અરે ! અનંત શક્તિના સામર્થ્યનો પરમેશ્વર છે. તેને દેહમાં રહેલો કહેવો તે તો જૂઠી નયનું વ્ય7 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ) / ઘરમાપ્રકાશ પ્રવચનો કથન છે. ભેદાભેદ રત્નત્રય વડે પણ તે પ્રાપ્ત થાય તેવો નથી. હરિ-હરાદિએ વ્યવહારરત્નત્રય આદિનું સાધન તો કરેલું પણ જે નિર્વિકલ્પ પરમ સમાધિ–રાગ રહિત વીતરાગી શાંતિ સમાધિરૂપ તપસ્યાથી આત્માનું પ્રત્યક્ષ ભાન થાય તે હરિહરોએ કરેલું નથી તેથી તેને આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન નથી હરિ-હરાદિ મહાપુરુષોને આત્મા, સ્વસંવેદનથી તો પ્રત્યક્ષ છે પણ પરમ-સમાધિરૂપ તપસ્યા કે જેમાં ઘણી જ નિર્જરા થાય, ઘણી અશુદ્ધતાનો નાશ થઈને શુદ્ધતા પ્રગટ થાય તેવું તપ કર્યું નથી તેથી અનંત આનંદ અનુભવમાં આવ્યો નથી. જેમ શેરડીના કૂચા રસથી ભરેલા છે તેમ આ ચિદાનંદની કાતળીમાં આનંદરસ ભર્યો છે તે દેહના કૂચામાં રહેલો છે. તેનો પરમ સમાધિરૂપ ધ્યાન વિના પૂર્ણ અનુભવ થતો નથી તેથી પૂર્ણદશા પણ થતી નથી. હરિ-હર આદિ એટલે વાસુદેવ, ચક્રવર્તી આદિ જે થાય છે તે સમ્યગ્દર્શન–જ્ઞાન સહિતના પુણ્યથી એવી પદવીને પામે છે. એકલા મિથ્યાષ્ટિને તો એવું પુણ્ય હોતું જ નથી. એ વાત અહીં સિદ્ધ કરવી છે. જેણે પૂર્વે નિશ્ચય-વ્યવહાર-રત્નત્રયની આરાધના કરી છે એટલે કે શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનું જ્ઞાન, અનુભવ કર્યો છે અને સાથેના વ્યવહારરત્નત્રય એટલે દેવ-શાસ્ત્ર-ગુરુની યથાર્થ શ્રદ્ધા, નવ તત્ત્વોનું જ્ઞાન અને પંચમહાવ્રતના બરાબર પાલન વડે પુણ્ય ઘણું બાંધ્યું હોય તેમાં, અજ્ઞાનભાવથી એવું નિદાન બાંધી લીધું કે હું જગતનો વલ્લભ થાઉં. નિદાન એટલે કરેલી ક્રિયાના ફળમાં હેતુ બાંધી લે છે કે આ શુભક્રિયાના ફળમાં હું જગતને પ્રિય બનું, જે મને દેખે તેને હું પ્રિય લાગું એવું નિદાન બાંધીને જ આ વાસુદેવ આદિ થયેલા હોય છે. શ્રોતા એકવાર સમ્યજ્ઞાન થયા પછી આવો ભાવ ક્યાંથી આવ્યો? પૂજ્ય ગુરુદેવશ્રી :અહીં એ જ બતાવવું છે કે અનુભવ થયા પછી પણ મિથ્યાત્વ આવી શકે છે. અખંડ ધારાનું આરાધન ન કરે ત્યાં સુધી અધૂરો છે, ફરી જાય છે એ વાત સિદ્ધ કરી. તેના પુણ્ય સિદ્ધ કરી તેણે પરમ સમાધિ પ્રાપ્ત કરી નથી એ બતાવવું છે. આવા જીવો પુણ્યના ફળમાં સ્વર્ગમાં જઈ, ત્યાંથી આવી, મનુષ્ય થઈ, ત્રણ ખંડના સ્વામી થાય છે તે હરિ છે. શ્રીકૃષ્ણ, લક્ષ્મણ એ વાસુદેવ–હરિ હતાં. આત્માની હાલપ મૂકી, જગતની હાલપ લેવાનો ભાવ આવ્યો તેના ફળમાં આ પદવી પામ્યા છે. તેને ભોગ ઘણાં હોય, પાપ ઘણું બંધાય. પૂર્વે આત્મભાન હતું તેની સાથે પુણ્ય ઘણું બાંધ્યું હતું પણ જ્યાં નિદાન બાંધે છે ત્યાં દૃષ્ટિ પલટાય જાય છે અને સાથેના પુણ્યનું ફળ ભોગવે છે. માટે, અહીં એ કહેવા માગે છે કે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી જાગૃત રહેજે. છ કૃષ્ણ, લક્ષ્મણ વગેરે વાસુદેવોને પુણ્યનો પાર ન હોય. લક્ષ્મણ અને રામ, રાવણને જીતવા જાય છે. ત્યાં રાવણની શક્તિ લાગતાં લક્ષ્મણને મૂર્છા આવી જાય છે. ત્યારે રામ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૮ ] / ૧૫૫ શું કહે તે બધું અમે નાનપણમાં મોઢે કરેલું, ઉઠ ને ભાઈ લક્ષ્મણ ! તારા વિના આ રાવણને કોણ જીતશે ! આપણે ત્રણ જણા આવ્યા હતાં અને ઘરે હું એકલો જઈશ તો માને શું જવાબ દઈશ ! ‘ભાઈ મર્યે ભવ હારીએ ને બેન મર્ચે દિશ જાય, નાનપણમાં જેની મા મરે એને ચારે દિશાના વા' વાય લક્ષ્મણ ઉઠને !' આવું બધું ગાઇને રામ વિલાપ કરે છે. ત્યાં કોઈએ વિશલ્યા નામની રાજકન્યાને યાદ કરી કે જેના નાઇને નીકળેલાં પાણીથી મૂર્છિત માણસની મૂર્છા ઉતરી જાય. એ કન્યાએ પૂર્વે ઘણું પુણ્ય કરેલું. પૂર્વે ચક્રવર્તીની દીકરી હતી તેને કોઈએ ઉપાડી જઈને વનમાં મૂકી દીધેલી ત્યાં વર્ષો આમ ને આમ વીતવ્યાં. એકવાર અજગરે તેને મોઢામાં લીધી એ જ વખતે ચક્રવર્તી ત્યાં આવી પહોંચ્યા અને અજગરને મારવા તૈયાર થઈ ગયા ત્યાં કન્યા કહે છે કે પિતાજી ! એને મારો નહિ, હું તો બહાર નીકળીશ તોપણ આહાર-પાણી લેવાની નથી. મારે તો તો સમાધિ મરણ કરવું છે, અને તરત અજગર કન્યાને ગળી ગયો. આ કન્યાના આવા ભાવનું એવું પુણ્ય બંધાણું કે તે વિશલ્યા થઈ અને જ્યાં લક્ષ્મણ પાસે આવી ત્યાં તો લક્ષ્મણ આળસ મરડીને ઊભા થઈ ગયા. કેટલાયના ઘા રૂઝાઈ ગયા. પછી તો લક્ષ્મણે તેની સાથે લગ્ન કર્યા. જુઓ ! આ બધાં પુણ્યના ફળ ! આ બધાં પૂર્વે ભેદાભેદ રત્નત્રયના આરાધનમાં બાંધેલા પુણ્યના ફળ છે. ભગવાન શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ અને અનુભવની સાથે જે રાગ રહી જાય છે તેનું આ ફળ છે. આ ‘હિર'ની વાત કરી. હવે ‘હર'ની વાત કરે છે. જેણે આ ભવમાં સમ્યગ્દર્શન, જ્ઞાન સહિત જિનદીક્ષા લીધી હોય અને સમાધિના બળથી પુણ્યબંધ કર્યો હોય પછી પૂર્વકૃત ચારિત્રમોહના ઉદયથી વિષયોમાં લીન થઈ જાય, ઉગ્ર સમાધિ, શાંતિ પ્રાપ્ત ન કરી કે જેના ફળમાં તુરત કેવળજ્ઞાન થાય એટલે મંદતાના કારણે ચારિત્રમોહના ઉદયમાં જોડાઈને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લીન થઈ જાય છે તેને રુદ્ર, હર અથવા શંકર કહેવાય છે. તો શિષ્ય પ્રશ્ન કરે છે કે હરિ-હર આદિએ ભેદાભેદરત્નત્રયની આરાધના કરી છે સાથે આવા પુણ્ય બાંધ્યા છે એમ આપ કહો છો તો પછી પૂર્ણ આત્માનું સ્વરૂપ તેણે ન જાણ્યું એમ કેમ કહી શકાય ? શ્રીગુરુ કહે છે કે તારી વાત બરાબર છે. હરિહરાદિએ નિશ્ચય-વ્યવહાર-રત્નત્રયની આરાધના કરી છે પણ જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી તે જ ભવે મોક્ષ થાય એવી સમાધિ તેણે પ્રાપ્ત કરી ન હતી તેથી પૂર્ણ આત્માની પ્રાપ્તિ તેને થઈ નથી. ધ્યાન વડે જે પૂર્ણતા શાંતિ સુખ પ્રાપ્ત થાય એ ધ્યાનની ઉગ્રતા તેણે ન કરી, પૂર્ણ રત્નત્રય પ્રગટ થયા નહિ તેથી પૂર્ણ આત્માને જાણ્યો નહિ એમ કહ્યું છે. જુઓ ! અહીં કહે છે કે અધૂરું પાલવતું નથી; પૂર્ણ ન્યાલ થવાની વાત લાવો. હરિહરાદિને નિશ્ચયરત્નત્રય તો હતાં સાથે વ્યવહારત્નત્રય પણ હતાં. પણ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ 7 [ પરમાત્મપ્રકાશ પ્રવચનો નિશ્ચય અભેદ એકાકાર થઈને તત્કાળ કેવળજ્ઞાન લાવે એવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિ ન હતી તે અપેક્ષાએ તેને અધૂરું અને ઓછું કહેવામાં આવ્યું છે. ભગવાન આત્મા, અંદરમાં પૂર્ણ શાંત રસથી ભરેલો પિંડ છે, એકલો વીતરાગ–અકષાય સ્વભાવનો પિંડ-પૂતળી છે. તેને પ્રગટ કરવા માટે જેટલી અકષાય શાંતિ-સમાધિની ઉગ્રતા જોઈએ એટલી ન હતી તેથી એમ કહ્યું કે તેણે પૂર્ણ રીતે આત્માને જાણ્યો નથી. તમારે ત્યાં પરમાત્મપ્રકાશ છે કે નહિ? નહિ હોય... પૈસા તો છે ને ! પૈસા તો ઘણાં સંઘરે છે પણ પુસ્તક રાખતા નથી. આ તો તૈયાર કરીને મૂકેલાં લહલહતા લાડું છે. લ્યો આ લાડવા....ખાવ હવે....ખાવા માંડો. મુમુક્ષુ –લાડવા પચવા જોઈએ ને ! પૂજ્ય ગુરુદેવશ્રી : અરે, ન પચે એવી વાત જ નથી. પહેલાં પણ આવો પ્રશ્ન આવ્યો હતો તો, કીધું કે ન પચે એવું લાગતું હોય ને તો, હોજરીને તૈયાર કરો. પચાવવાની તાકાત પ્રગટ કરો ! સાધારણ ગરીબ માણસ પણ રોજ રોટલી ખાતો હોય અને એક દિવસ મીઠાઈ ખાવા મળે તો શું ના પાડે છે? હોજરી તૈયાર કરે છે ને ! અરે, પહેલાં પૈસા થોડાં હતાં અને હવે વધી ગયા છે તો પચી ગયા કે નહિ? આત્મા એક સમયમાં પરમાત્મા થવાની તાકાતવાળો છે તેને ઓછી તાકાતવાળો 0 માને છે તેને દ્રવ્યના સ્વભાવની શ્રદ્ધા જ નથી. પહેલાં વસ્તુના સ્વભાવની શ્રદ્ધા તો કર ! પછી પુરુષાર્થ એટલો ન ઉપડે એ જુદી વાત છે પણ વસ્તુનો સ્વભાવ પૂર્ણ તાકાતવાળો છે તેની શ્રદ્ધા કર. - સ્ત્રી, પુરુષ, નપુંસકના લિંગને ન જુઓ, એની અંદર આત્મા બેઠો છે તે પૂર્ણ છે તાકાતવાળો છે. તેને નબળો માને છે તેને દ્રવ્યની સાચી શ્રદ્ધા જ નથી. ભગવાન આત્મા જ્ઞાનથી ભરપુર, બેહદ સ્વભાવથી ભરેલો છે તેને જેટલા જોરથી જાણીને તેમાં કરવું જોઈએ તેટલા જોરથી જાણીને ઠર્યો નહિ તેથી તેણે પૂર્ણ જાણ્યું નથી ૦ એમ અહીં કહેવા માગીએ છીએ. તેણે આત્માને નથી જાણ્યો એમ નથી કહેવું પણ જે ઉગ્ર તપ વડે સ્થિરતા થવી જોઈએ તે થઈ નથી. વસ્તુમાં તો પૂર્ણ સ્થિર થવું એવો જ સ્વભાવ છે પણ પર્યાયમાં જે ઉગ્ર જોર વડે સમાધિ શાંતિની સ્થિરતા પ્રગટ થવી જોઈએ તે થઈ નથી એટલી નબળાય છે તે અપેક્ષાએ આત્માને જાણ્યો નથી એમ કહ્યું છે. રણે ચડ્યાં રજપૂત છુપે નહિ એક સાધારણ રજપૂત પણ ક્યાંય છુપા ન રહે. તેની વીરતા કોઈ જુદી હોય. એક વાણિયાની જાનમાં સાથે એક રજપૂતને લીધો હતો જાન અડધે પહોંચી ને બહારવટિયા આવ્યા ત્યારે રજપૂત વાણિયાને કહે છે તમે બધાં એક બાજુ બેસી જાવ. મને સામો જવા દ્યો. વાણિયા તો બેસી ગયા ને એકલો રજપૂત સામો Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૮) [ ૧૫૭ જઈને કહે છે જુઓ ! હું છું રજપૂત, હું ટૅટૅ કરનારો વાણિયો નથી, તમારે માથા મૂકવા હોય તો સામે આવી જાવ !..રજપૂતની વીરતા જોઈને જ બહારવટીયા ભાગી ગયા. તેમ આત્મા વીરતા ...વીરતા....વીરતાથી ભરેલો વીર છે. પણ હરિહરોને પર્યાયમાં એટલી પૂર્ણ વીરતા પ્રગટી ન હતી કે તરત જ પૂર્ણતાને પામી જાય, એટલી પર્યાયમાં ખામી હતી તે અપેક્ષાએ એણે આત્માને જાણ્યો નથી એમ કહ્યું છે પણ સર્વથા જાણ્યો નથી એમ નથી. જેમાં પુણ્ય-પાપની ગંધ પણ નથી એવા શુદ્ધોપયોગ સ્વરૂપમાં લીનતા પ્રગટ કરી ન હતી તેથી વીતરાગ રત્નત્રયના ધારક યોગીઓ જેવી રીતે આત્માને જાણે છે તેવી રીતે હરિહરોએ જાણ્યો ન હતો. તદ્દભવ મોક્ષગામી યોગીઓ આત્મામાં જેવું જોડાણ કરે છે તેવું જોડાણ હરિહરોએ કર્યું ન હતું. તેથી પરમ શુદ્ધોપયોગની અપેક્ષાએ તેને આત્માને નહિ જાણનારા કહ્યાં છે. જુઓ ! પરમ શુદ્ધ ઉપયોગની અપેક્ષાએ કહ્યું છે હો ! શુદ્ધ ઉપયોગ તો થયેલો છે પણ અબુદ્ધિપૂર્વકના રાગને પણ ટાળી નાંખે એવો પરમ શુદ્ધોપયોગ સ્વરૂપમાં એકાગ્ર ધ્યાન તે થયું નથી તે અપેક્ષાએ હરિહરો આત્માને જાણતા નથી. સાક્ષાત્ પરમ ઉપાદેય શુદ્ધાત્માને તભવ મોક્ષગામી મુનિઓ જ આરાધી શકે છે. હરિહરો આવા આત્માને જાણી શકતાં નથી. સારાંશ એ છે કે આવો શુદ્ધાત્મા જ એક ધ્યાન કરવા લાયક છે. પાવૈયાને પણ પાણી ચડી જાય એવી આ વાતો છે. હવે આગળની ગાથામાં કહે છે કે કર્મ અને શરીર તો આત્મામાં નથી, પુણ્ય-પાપ ભાવ પણ આત્મામાં નથી એ તો ઠીક, પણ ઉત્પાદુ-વ્યયનું પરિણમન પણ આત્મામાં નથી એમ કહે છે, સમજાય છે આમાં ! જેમ સોનાના દાગીનામાં કડું મંગાવીને કુંડલ બનાવે તો એ સોનાની જ પર્યાય છે–પર્યાય વગરનું સોનું ન હોય પણ કહે છે કે કડાની અવસ્થા ગઈ અને કુંડલની અવસ્થા થઈ તે-રૂપે સોનું નથી. સોનું તે ઉત્પાદ-વ્યયથી રહિત છે. તેમ આત્મદ્રવ્યમાં પરિણમન નથી. વસ્તુ તો ધ્રુવ થાંભલો છે. વસ્તુ ઉત્પાત્રેયના પરિણમન વિનાની છે. પર્યાયાર્થિકનયથી વસ્તુ ઉત્પાવ્યયથી સહિત છે તોપણ દ્રવ્યાર્થિકનયથી ઉત્પાવ્યયથી રહિત છે. વસ્તુ અંદરમાં છે..છે...છે...તે અનાદિ અનંત છે. તેમ આત્મા પણ એક વસ્તુ હોવાથી અનાદિ-અનંત દ્રવ્ય છે પણ અવસ્થાનું થવું અને જવું તે ધ્રુવમાં નથી. આ તો બહુ ઝીણી વાત છે પણ તારાં ઘરની વાત છે હો ભાઈ ! તારો ચિઘન આત્મા એકલો ધ્રુવ છે, ફૂટસ્થ છે, નિત્ય છે એકરૂપ છે જેમાં, ભાવ-અભાવ નથી. ભાવ એટલે પર્યાયનું ઉત્પન્ન થવું અને અભાવ એટલે પર્યાયનું નાશ થવું તે વસ્તુની અંદરમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો નથી. નવી અવસ્થા થવી અને જૂની નાશ પામવી એવું જે પર્યાયનું પરિણમન તેનાથી વસ્તુ રહિત છે. દ્રવ્ય-વસ્તુ સદા નિત્ય...નિત્ય ધ્રુવ છે. તીર્થંકરદેવોએ દેહમાં રહ્યાં છતાં પણ નિર્વિકલ્પ સમાધિના બળે આવા નિત્ય એકરૂપ દ્રવ્યને જોઈ લીધો છે. અસદ્દભૂત વ્યવહારનયથી આત્મા દેહમાં રહેલો છે તે વાત આગળ આવી ગઈ. હવે સદભૂત વ્યવહારનયથી આત્મા ઉત્પાદ-વ્યયથી સહિત છે તે કહે છે. દ્રવ્યાર્થિકનય તે નિશ્ચય છે અને પર્યાયાર્થિકનય તે વ્યવહાર છે. વ્યવહાર નથી એમ નથી પણ વ્યવહારને લીધે નિશ્ચય છે એમ નથી. રાગ પણ વ્યવહાર છે અને પર્યાય પણ વ્યવહાર છે. તે રાગ કે પર્યાયને લઈને દ્રવ્ય છે એમ નથી. વ્યવહારને લીધે નિશ્ચય છે એમ નથી. તું અનાદિ-અનંત ચૈતન્ય છો કે નહિ? શરીર અને કર્મ તો ઘણાં આવ્યા અને ગયા તેની વાત રહેવા દે. અંદરમાં પુણ્ય-પાપ ભાવ પણ ઘણાં થઈ ગયા પણ તે તું નહિ. તું તો અનાદિ-અનંત ધ્રુવ દ્રવ્ય છો, અને તારી વર્તમાન દશામાં ઉપજવું-વિણસવું થાય છે તે જ ખરો વ્યવહાર છે. તેથી જ એક ન્યાયે, પર્યાયને અભૂતાર્થ કહી છે. ભૂતાર્થમાં પર્યાય નથી છતાં આશ્રય કરનાર એ પર્યાય જ છે. પર્યાયનું લક્ષ કરતાં ભેદ પડે છે માટે તે વ્યવહાર છે. તે વ્યવહાર હોય છે પણ તેનો અર્થ એવો નથી કે વ્યવહાર વડે નિશ્ચય પમાય છે. કોઈ એમ કહે કે આશ્રય તો પર્યાયે કર્યો ને !–હા. આશ્રય પર્યાય કરે છે પણ આશ્રય કોનો કર્યો? કે દ્રવ્યનો પર્યાય તો તેમાં અભેદ થઈ જાય છે તે નિશ્ચય છે. પણ દૃષ્ટિની પર્યાયનો વિષય તો એકલો ભૂતાર્થ છે. ભૂતાર્થનો આશ્રય કરે છે ત્યારે તે વિષય બને છે પણ પર્યાયના આશ્રયે ભૂતાર્થ વિષય બનતો નથી તેથી કહ્યું છે કે વસ્તુ ધ્રુવ....ધ્રુવ.....ધ્રુવ..છે. તેમાં પરિણામ નથી. કોઈ આવી વાત કરે તો લોકોને બેસે નહિ પણ લોકોને ક્યાં ખબર છે ! દ્રવ્યમાં પરિણમન ક્યાં છે ! દ્રવ્ય-વસ્તુ અપરિણામી છે. પર્યાયમાં પરિણમન છે, દ્રવ્યમાં નથી. - બાપુ! આ તો બાદશાહના ઘર છે. સાધારણ બાદશાહના ઘરે જવું હોય તો પણ સરખાં-વ્યવસ્થિત થઈને જવું પડે છે, તો આ તો ત્રણલોકનો બાદશાહ આત્મા પોતે છે. એકલો ધ્રુવ ધ્રુવ... ધ્રુવ છે તેનું લક્ષ કરનારી ભલે પર્યાય છે પણ ધ્રુવમાં તે પર્યાય નથી. આ તો પરમાત્મપ્રકાશ છે અને તેમાં પણ પર્યાયમાં પરમાત્મા છે તેની વાત નથી, આ તો દ્રવ્યપરમાત્માની વાત ચાલે છે. જોકે આત્મા ઉત્પાદ-વ્યયથી પરિણત છે તોપણ, દ્રવ્યાર્થિકનયથી આત્મા ઉત્પાદ-વ્યયથી રહિત છે. એકરૂપ ધ્રુવ ચિદાનંદ વસ્તુ પરિણમન વગરની છે. આહાહા....આ વાત બધાને બેસે કે નહિ? કેમ ન બેસે ! બધાં આત્મા છે ને ! મને આ વાત નહિ બેસે એવું ઊંડું Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૮] L[ ૧૫૯ શલ્ય જ એને બેસવા દેતું નથી. લાડવા બનાવવા હોય તો એકલા લોટના બને કે સાથે ઘી અને ગોળ પણ જોઈએ ! તેમ આમાં પણ બધું સમજવું પડશે. આત્મા એકલો વીર્યનો પિંડ છે, જ્ઞાનનો ગંજ છે–પુંજ છે, જેમાંથી અનંત કેવળજ્ઞાન ચાલ્યા આવે છે. આત્મા એટલે અનંત આનંદ કે જેમાંથી અનંત આનંદ ચાલ્યો આવે છે. એવો જે ધ્રુવ છે તે પરિણમન રહિત છે. દ્રવ્યાર્થિકનય એટલે જે જ્ઞાનને જોવાનું પ્રયોજન ધ્રુવનું છે, જે જ્ઞાનની પર્યાય ધ્રુવને જોવા માગે છે તે ધ્રુવમાં પરિણમન નથી. આ આત્મા અનંત ગુણથી કેળવાયેલો પિંડલો છે. તેમાં તેની નિર્મળ અવસ્થાનું પરિણમન પણ વસ્તુમાં નથી. ક્ષાયિક સમકિતની પર્યાય, યથાખ્યાતચારિત્રની પર્યાય, કેવળજ્ઞાન એ કોઈ પર્યાય વસ્તુમાં નથી. સંસાર પર્યાયનો વ્યય અને કેવળજ્ઞાનનો ઉત્પાદુ ધ્રુવમાં નથી. પર્યાય તો વ્યવહાર છે. આહાહા....! જિનવરદેવોએ અનાદિ-અનંત ધ્રુવ વસ્તુને દેહમાં રહ્યાં છતાં દેહથી રહિત જોઈ લીધી છે. ધ્રુવને જોઈ લીધો છે હો ! એક સમયમાં આખા દ્રવ્યને ભગવાને જોઈ લીધો છે. વ્યવહારના પક્ષવાળા એમ કહે છે કે ભગવાને જોઈ તો પર્યાયને ! વ્યવહાર કામ કર્યું ને! વ્યવહારથી નિશ્ચય પમાય છે ને !..અરે ભાઈ ! તું શું કહે છે ! દ્રવ્યની | દૃષ્ટિ થઈ તેમાં ખરેખર તો દ્રવ્યથી દ્રવ્ય પમાય છે એવો ન્યાય નીકળે છે. ધ્રુવ સત્ ચિદાચંદ પ્રભુ આત્મા સિદ્ધસ્વરૂપ છે. પર્યાયમાં સિદ્ધ થાય એટલી વાર છે. વસ્તુ તો સિદ્ધસ્વરૂપ જ છે. અનાદિ-અનંત દ્રવ્ય તો સિદ્ધ જ છે. પરમાત્મા જ છે. એવા અનંતા પરમાત્મા બિરાજે છે. મોક્ષ થાય ત્યારે પરમાત્મા દેખાય, દેહરહિત થાય ત્યારે દેહરહિત આત્મા જણાય એમ નથી. ઉગ્ર નિર્વિકલ્પ સમાધિ વડે અહીં જ દેહમાં રહ્યા છતાં આત્મા જાણી લીધો છે. જોઈ લીધો છે, ખરેખર તો આત્મા દેહના સંબંધથી રહિત છે છતાં જૂઠી નયે દેહના સંબંધમાં રહ્યો છે તે વખતે પણ વીતરાગ શાંતિ દ્વારા ધ્રુવને જોઈ લીધો છે. આહાહા...ગજબ વાત છે ને ! આત્મા પરિણમન વગરનો છે. ત્રિકાળ એવો ને 9 એવો ધ્રુવ આત્મા તું પોતે છો તેનો તું વીતરાગ નિર્વિકલ્પ સમાધિ વડે અનુભવ કર ! જુઓ ! શિષ્યને પણ ગુરુ આવો અનુભવ કરવાનું કહે છે. ભગવાન ! પણ અમે તો પંચમ આરામાં જન્મ્યા છીએ ને ! હરિહરો જે ન કરી શક્યા એવું તદ્ભવ મોક્ષગામીને યોગ્ય કાર્ય તમે અમને કરવાનું કહો છો? ગુરુ કહે છે કે એ બધી વાત તું રહેવા દે, કામ કરવા માંડ. Page #173 -------------------------------------------------------------------------- ________________ દેહમાં પરમાત્માના નિવાસથી ઇન્દ્રિયો પણ જીવંત દેખાય છે (સળંગ પ્રવચન નં. ૨૯) देहे वसता येन परं इन्द्रियग्रामः वसति । उद्वसो भवति गतेन स्फुटं स परमात्मा भवति ॥४४॥ यः निजकरणैः पञ्चभिरपि पञ्चापि विषयान् जानाति । ज्ञातः न पञ्चभिः पञ्चभिरपि स परमात्मा भवति ॥४५॥ શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથના પ્રથમ અધિકારની આ ૪૩મી ગાથા પૂરી થઈ. હવે ૪૪મી ગાથા શરૂ થાય છે. પરમાત્મસ્વરૂપ આત્માના રહેવાથી દેહમાં પાંચ ઇન્દ્રિયરૂપ ગામ વસે છે અને જેના નીકળી જવાથી પાંચ ઇન્દ્રિયરૂપ ગામ ઉજ્જડ થઈ છે, તે પરમાત્મા છે એમ કહે છે. ભગવાન આત્મા દેહમાં વસે તો દેહમાં ઇન્દ્રિયગામ વસે છે એટલે કે તે તે સમયના જ્ઞાન વડે ઇન્દ્રિયો જાણવાનું કામ કરે છે. જ્ઞાનના નિમિત્તે પાંચેય ઇન્દ્રિયોમાં જાગૃતિ દેખાય છે અને ભગવાન આત્મા દેહમાંથી ચાલ્યો જાય ત્યાં ઇન્દ્રિયગામ ઉજ્જડ થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. અસદ્ભૂત વ્યવહારનયથી આત્મા દેહમાં વસે છે તો ઇન્દ્રિયો પણ જાણે જાગતી હોય એમ દેખાય છે અને આત્મા ચાલ્યો જતાં ઇન્દ્રિયો જડ બની જાય છે એટલે કે તે તે પ્રકારના જ્ઞાનના અંશનું જાગૃતપણું ત્યાં રહેતું નથી, તેથી ઇન્દ્રિયો જડ જણાવા લાગે છે. જ્ઞાનની મૂર્તિ ભગવાન આત્મા વસે છે ત્યાં જાણે ઇન્દ્રિયોનું ગામ વસે છે એમ લાગે છે અને તે જતાં ઇન્દ્રિયગામ ઉજ્જડ બની જાય છે. ઇન્દ્રિયો તો શરીરના અવયવ છે, તે કાંઈ જાગૃત નથી પણ આત્મા તેમાં વસતો હોવાથી તે તે ઇન્દ્રિય સંબંધીના જ્ઞાન વડે જાણે ઇન્દ્રિયો જાગૃત છે એમ લાગે છે. ઇન્દ્રિયજ્ઞાનની જાગૃતિને લઈને ઇન્દ્રિયો જીવંત છે એમ દેખાય છે પણ જ્ઞાન તો અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવી છે અને ઇન્દ્રિયો તો અચેતન છે. ભગવાન આત્મા એકલો જ્ઞાનનો ગાંગડો-જ્ઞાનસ્વભાવી ભગવાન છે તે દેહમાં વસેલો છે પણ દેહથી ભિન્ન છે. જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા તો મહિમાવંત છે, દેહની કાંઈ મહિમા નથી, પણ પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવના ભાન વગર આત્મા જે દેહમાં વસે છે તે દેહની ઇન્દ્રિયોમાં જ્ઞાન જાગૃતિનું કામ કરે છે. અખંડ, પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવના જ્ઞાનના અભાવે વર્તમાનમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૯/ [ ૧૬૧ ઈન્દ્રિયજ્ઞાન થઈ રહ્યું છે પણ તે જ્ઞાન ઇન્દ્રિયોનું નથી. વર્તમાનમાં એટલી જાગૃતિ છે તે પણ પરમાત્માને લઈને છે, ઈન્દ્રિયોને લઈને નથી. ભગવાન આત્મા તો એકલો શ........જ્ઞાન સ્વભાવનો ગોળો છે. તેને જાણવું જાણવું જાણવું. જ્ઞાનનો જ એકલો રસ છે પણ તેના ભાન વગર ઈન્દ્રિયોનું લક્ષ કરીને દેહમાં વસેલો છે તેથી ઇન્દ્રિય જાગૃત દેખાય છે. પાંચેય ઇન્દ્રિયો તેના કારણે પોતપોતાના વિષયોનું જ્ઞાન કરતી દેખાતી હતી તે ઈન્દ્રિયો દેહમાંથી આત્મા ચાલ્યો જતાં ઉજ્જડ દેખાવા લાગે છે. આવો ચિદાનંદ નિજ આત્મા તે જે પરમાત્મા છે. ઇન્દ્રિયો તો જડ છે તે કાંઈ જાણતી નથી પણ અંદરમાં જ્ઞાન તે તે ઇન્દ્રિયો સંબંધી જાણવાનું કામ કરતું હોવાથી ઈન્દ્રિયો જાણે કામ કરે છે એમ લાગતું હતું. હવે જ્યાં આત્મા દેહમાંથી નીકળીને પરભવમાં ચાલ્યો જાય છે ત્યાં ઇન્દ્રિયગામ તો સૂનું થઈ જાય છે, ઉજ્જડ બની જાય છે. ઇન્દ્રિયોમાં જાણે તેજ લાગતું હતું, કાન સાંભળે છે, આંખ દેખે છે એવું લાગતું હતું તે જડ દેખાવા લાગે છે. ફક્ત વર્તમાન ઇન્દ્રિયજ્ઞાનની જાગૃતિથી ઇન્દ્રિયો જાગૃત લાગતી હતી તે આત્મા ચાલ્યો જતાં ઉજ્જડ લાગે છે. જોયું? આવું તો જેનું ઇન્દ્રિયજ્ઞાન છે ! ઇન્દ્રિયજ્ઞાન તો આત્માનો સ્વભાવ પણ નથી છતાં તેના કારણે ઇન્દ્રિયગામ જાણે જાગતું લાગે છે. તો એના સ્વભાવનું તો શું કહેવું ! માત્ર જાણે....જાણે...જાણે એવું અતીન્દ્રિયજ્ઞાન જેનો સ્વભાવ છે એવો ચિદાનંદ સ્વરૂપ આત્મા છે તે જ પરમાત્મા છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરચક ભરેલો છે. અતીન્દ્રિય સુખના આસ્વાદી, પરમ સમાધિમાં લીન થયેલા મુનિને તો આવા પરમાત્માનું ધ્યાન જ મુક્તિનું કારણ છે. ઇન્દ્રિયજ્ઞાન કાંઈ આત્માનું મૂળ સ્વરૂપ નથી. એ તો એનો જાગૃત અંશ ત્યાં છે એમ બતાવ્યું છે. એ પરલક્ષી ઇન્દ્રિયજ્ઞાન વડે આત્મા જણાતો નથી. ઇન્દ્રિયો વડે તો આત્મા ન જણાય પણ ઇન્દ્રિયના લક્ષે થતાં જ્ઞાન વડે પણ આત્મા ન જણાય. માટે, ઇન્દ્રિય તરફના લક્ષને, એટલા પરલક્ષી જ્ઞાનને અને તેના મહત્વને છોડી દઈને અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ "ભગવાન આત્મા તરફ લક્ષ કર ! જ્યાં પૂર્ણ જ્ઞાન હોય ત્યાં આનંદ સિવાય બીજું શું હોય ! આનંદ પૂર્ણ-પૂર્ણ હોય. અતીન્દ્રિય જ્ઞાન અને સુખના આસ્વાદી મુનિઓને તો આવા સ્વભાવની એકાગ્રતા એ જ મુક્તિનું કારણ હોવાથી ઉપાદેય છે. આ તો આત્માની–પરમાત્માની કથા છે. અહો ! પૂર્ણ અતીન્દ્રિય સુખનું સાધન છે સમાધિ, તેનું ધ્યેય જે અચિંત્ય મહિમાવંત આત્મા છે તેમાં એકાગ્ર થવું તે પૂર્ણ અતીન્દ્રિય સુખનું સાધન છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જે જ્ઞાનનો વર્તમાન અંશ પ્રગટ છે તે વડે પૂર્ણ સ્વભાવને જોવાનો છે તેને બદલે આમ બહારમાં જોઈ રહ્યો છે. જ્યાં જોવાનું છે ત્યાં અજ્ઞાની જોતા નથી. શ્રીમમાં આવે છે કે સર્વજ્ઞપદનું ધ્યાન કરો. ધ્યાન કરો. ભગવાન આત્મા સર્વજ્ઞસ્વરૂપ છે. સર્વને જાણનાર સ્વભાવી છે. ‘શ' સ્વભાવી જીવો અનંત છે. ‘અજ્ઞ' સ્વભાવી જડ તેનાથી અનંતગુણા છે એટલે કે જીવો ઓછા છે અને જડ વધારે છે પણ તે એક એક જીવમાં સર્વ જડને જાણવાની તાકાત છે. ઇન્દ્રિયજ્ઞાનની તો શું કિંમત ! ભગવાન આત્મા તો એકલો ‘સર્વજ્ઞ' જ્ઞાનનું સ્વત્વ છે. એનું સ્વપણું કેવડું છે કે, પોતાના જેવા અનંત જીવોને જાણે, એનાથી અનંતગુણા જડને જાણે, તેનાથી અનંતગુણા કાળના સમયોને જાણે, તેનાથી અનંતગુણા આકાશના પ્રદેશોને જાણે, તેનાથી અનંતગુણા એક દ્રવ્યના ગુણોને જાણે અને એવા અનંત ગુણોવાળા અનંત દ્રવ્યોને જાણે. આ બધાંને એક સાથે એક સમયમાં જાણી લે એવી તો એની પર્યાયની તાકાત છે અને તેનો સ્વભાવ તો એવી અનંત પર્યાયના સામર્થ્યને ધરનારો છે. આવું પૂર્ણ જ્ઞાન જ્યાં પ્રગટ થાય ત્યાં દુ:ખ શું હોય ! આનંદ જ હોય. વિકલ્પ અને શરીરને કરવું એ કાંઈ ત્યાં નથી. ત્યાં તો જાણવું.....જાણવું.....જાણવું એક સમયમાં બધું જાણવું જ છે એવી અનંત પર્યાયનો પિંડ જે સર્વજ્ઞસ્વભાવી દ્રવ્ય છે તેના ધ્યાનમાં અતીન્દ્રિય આનંદ આવ્યા વગર રહે જ નહિ. કારણ કે તેમાં પૂર્ણ જ્ઞાન અને આનંદ જ ભર્યા છે. અજ્ઞાનીને એમ થાય કે અરે, આવડો મોટો આ કોણ ! ભાઈ એ તારી જ મોટપ છે. તારા સ્વત્વમાં જ આ જ્ઞાન અને આનંદ રહેલા છે. આવા, આટલાં બધાં જ્ઞાન અને આનંદવાળા સ્વત્વનું ધ્યાન કરતાં નિર્વિકલ્પ સમાધિ થાય તેમાં જે નિર્વિકારી શાંતિ પ્રગટ થાય એ મોક્ષનું કારણ છે. જેનો જે સ્વભાવ છે તેને હદ શી! જેનું જે સ્વરૂપ-સ્વભાવ છે તેને માપ શા! છતાં તેનું જ્ઞાન પૂરું થાય છે—આખું સ્વરૂપ જ્ઞાનમાં આવી જાય છે પણ તેથી કાંઈ ચીજ માપવાળી થઈ જાય છે એમ નથી. આવું જે પોતાનું સ્વરૂપ છે તેનું ધ્યાન એટલે એકાગ્રતા એ જ મુક્તિનું કારણ છે. બેહદ સ્વભાવની મહિમાની એકાગ્રતા તે ધર્મધ્યાન તે મુક્તિનું કારણ છે. પૂર્ણાનંદના સાધનનું સાધક દ્રવ્ય એવડો છો એમાં ક્યાંય શંકાને સ્વભાવમાં ઢળે એ જ પર્યાયમાં ભગવાન આત્મા જ અતીન્દ્રિય સુખનું સાધન છે. છે. બધું તારા દ્રવ્યમાં જ ભર્યું છે. પ્રભુ ! તું એવો અને સ્થાન નથી. એવી નિઃશંકતા જ્ઞાનમાં લઈને આત્મા પોતાના મુક્તિનું કારણ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૯) [ ૧૬૩ હવે ૪૫મી ગાથામાં મુનિરાજ કહે છે કે, આત્મા પાંચ-ઈન્દ્રિયોને અગોચર છે. જે પાંચ ઇન્દ્રિયો વડે પાંચ વિષયોને જાણે છે પણ, ઇન્દ્રિયો વડે પોતે જણાતો નથી એવો આ આત્મા છે. જે આત્મારામ શુદ્ધ નિશ્ચયનયથી અતીન્દ્રિય જ્ઞાનમય છે તોપણ અનાદિ બંધના કારણે, અસભૂત વ્યવહારનયથી ઇન્દ્રિયમય શરીર ગ્રહણ કરીને પોતાની પાંચ ઇન્દ્રિયો વડે રૂપાદિ પાંચ વિષયોને જાણે છે અર્થાત્ ઇન્દ્રિયજ્ઞાનરૂપ પરિણમન કરીને ઇન્દ્રિયોથી રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શને જાણે છે પણ, પોતે તે ઇન્દ્રિયો અને તેના વિષયો વડે જણાતો નથી. એવું જેનું ઈન્દ્રિય અગોચર લક્ષણ છે તે આત્મા છે. અહીં “આત્મારામ” શબ્દ છે ને ! તેના ઉપરથી એમ ભાવ આવ્યો કે, આત્મારામ તે આત્મારામ જ છે તે જાણવાનું જ કામ કરે તેમાં આ કેમ, આમ કેમ એવો પ્રશ્ન જ ઉઠતો નથી. જેને પરથી માન લેવું નથી, પરના અપમાન સહન કરવા નથી, જે થાય, જાય તેને બસ ! જાણે છે. માત્ર જ્ઞાતાદ્રષ્ટા છે તે ભગવાન આત્મારામ છે. જીવ એક અખંડ, સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. સંપૂર્ણ વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય” આ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતનો ચાકળો જુઓ ! સામે દીવાલમાં -સ્વાધ્યાયમંદિરમાં) લખેલો છે. શ્રીમદ્જીને સીધાં બે ભણકાર પહેલાં ઊઠ્યા હતાં. એક સર્વજ્ઞપદનો અને બીજો ભવના અંતનો. “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે”. સર્વશે કહેલાં ધર્મ વિના તારો હાથ ઝાલનાર કોઈ નથી ભાઈ ! સર્વશે કહેલો તારા આત્મારામનો સર્વશસ્વભાવ છે, તેમાં એકાગ્રતા કર એ તને શરણ છે, બીજું કોઈ તને શરણ નથી. તેના શરણે તું એકાંત સનાથ થઈશ એમ કહ્યું છે. કથંચિત્ સનાથ અને કથંચિત્ અનાથ રહીશ એમ નથી કહ્યું. શ્રીમદુમાં એક શબ્દ એવો આવે છે કે, “સર્વ કહેલો આત્મા ગુરુ ગમે જાણવો.” આત્મા..આત્મા......તો બધાં કહે પણ એમ નહિ. સર્વજ્ઞદેવે જાણેલો અને કહેલો એવો આત્મા કે જેના પેટમાં અનંત સર્વજ્ઞપર્યાય પડી છે એવા આત્માને ગુરુગમપૂર્વક તું જાણ. અનંતા સર્વજ્ઞ થઈ ગયા અનંતા સર્વજ્ઞ થશે અને વર્તમાનમાં થઈ રહ્યા છે તે સર્વને એક સમયમાં જાણી લેવાની જેની પર્યાયમાં તાકાત છે એવા સર્વજ્ઞસ્વભાવી આત્માને તું જાણ. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા એકલા અતીન્દ્રિયજ્ઞાનનો પિંડ છે. છતાં અનાદિ બંધના કારણે અસભૂત વ્યવહારનયથી શરીરથી બંધાયેલો છે. ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે અને આ શરીર ઈન્દ્રિયમય છે, તેમાં રહેલો આત્મા પાંચ ઇન્દ્રિય વડે તેના સ્પર્શ, રસાદિ વિષયોને જાણે છે. ઇન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમીને એટલે ભાવેન્દ્રિય વડે પાંચ વિષયોને જાણે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ / [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો છે પણ ભગવાન આત્મા પોતે એ ઈન્દ્રિયો અને વિષયો વડે જણાય તેવો નથી. દિવ્યધ્વનિ એ પણ શબ્દ છે, ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે પણ એ શબ્દ છે તેના જ્ઞાન વડે આત્મા જણાય તેવો નથી. કેમ કે આત્મા ઇન્દ્રિયોથી અગોચર છે. એ જ રીતે ભગવાનની પ્રતિમા કે આ શાસ્ત્રના પાના કે શબ્દોથી કે વાણીથી આત્મા જણાય તેવો નથી. તો ભગવાન આત્મા જણાય કેવી રીતે?—કે અંતરના અતીન્દ્રિયજ્ઞાનથી આત્મા જણાય તેવો છે. - ઘરમાં બે-પાંચ લાખનું મણિ આવે તો તેને જોવા બધાં ભેગાં થાય તેના પ્રકાશ, તેના પાસા, તેની ઊંડપ, ગહનતા વગેરે અનેક પ્રકારોને જોવા લાગે. એવો ટગ ટગ લેગાવીને જુએ કે બીજો કાંઈ ખ્યાલ પણ ન રહે. ભૂખ લાગી હોય, જમવા બોલાવતાં હોય. દુધપાક બનાવ્યો હોય તોપણ કહે, પહેલાં મને જોઈ લેવા દ્યો બરાબર. કેમ કે તેની નજર મણિમાં લાગી ગઈ છે. તેમ અહીં તને ચૈતન્યમૂર્તિ ભગવાન નજરે દેખાડવામાં આવે છે પણ તેને જોવા માટે આંખ કે ઇન્દ્રિયજ્ઞાન નહિ ચાલે, અતીન્દ્રિયજ્ઞાન વડે જ પ્રભુ તને દેખાશે. તેને જોવા જઈશ ત્યાં ઇન્દ્રિય અને ઇન્દ્રિય તરફનું જ્ઞાન તુરત અટકી જશે. આ તો પરમાત્મપ્રકાશ છે ને ! પરમાત્મામાંથી પ્રગટેલા પ્રકાશથી પરમાત્મા જણાય છે. ઈન્દ્રિયો અને ઇન્દ્રિય તરફના પ્રગટેલા જ્ઞાનના પ્રકાશથી તે જણાય તેવો નથી. એટલે કે બહિર્મુખની લાગણીથી કે પરલક્ષી પરિણતિથી તે પકડાય તેવો નથી. તે તો અંતર્મુખના લક્ષે જ લક્ષમાં આવી શકે તેવો છે. માણસને એમ લાગે કે આ કેવી એકાંત......એકાંતની વાત કરે છે પણ ભાઈ ! વસ્તુનું સ્વરૂપ જ એવું એકાંતસ્વરૂપ છે. પાંચ ઇન્દ્રિયોના વિષય-સુખના આસ્વાદથી વિપરીત, વીતરાગ નિર્વિકલ્પ પરમાનંદ સમરસીભાવરૂપ, સુખરસના આસ્વાદરૂપ, પરમ સમાધિ વડે જ જાણવામાં આવે છે તે જ્ઞાનગમ્ય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવતાં જે રાગનો–દુઃખનો-ઝેરનો સ્વાદ આવે છે તેનાથી વિપરીત જ્ઞાન-આનંદ શાંતિના સ્વાદ વડે જે જાણવામાં આવે છે તે પરમાત્મા છે. અંતર સ્વભાવની રાગ રહિત નિર્વિકલ્પ દૃષ્ટિમાં વીતરાગતા અને આનંદ છે જ્યારે ઇન્દ્રિય અને તેના વિષય તરફના લક્ષમાં રાગ અને દુઃખ છે. સમાધિ એટલે વીતરાગી જ્ઞાન અને આનંદની દશા. લોકો સમાધિ કરવાનું કહે છે તે સમાધિ નથી. જ્ઞાન અને આનંદસ્વરૂપનું અસ્તિત્વ–આત્મા, તેની એકાગ્રતાથી જે જ્ઞાન-આનંદ પ્રગટ થાય છે તે વડે આત્મા ગમ્ય થાય છે–જાણવામાં આવે છે. રાગ વિનાની વીતરાગી શાંતિ અને જ્ઞાન વડે જે જાણવામાં આવે છે તે આત્મા જ ઉપાદેય છે. પોતાના અતીન્દ્રિય સુખનું સાધન જે પોતાનો આત્મા તે જ ઉપાદેય આરાધવા યોગ્ય છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૯) [ ૧૬૬ રાગનો રસ દુઃખરૂપ છે, ઝેર છે. કોઈ પણ જાતનો રાગ-વિકલ્પ, મન, શરીર, વાણી કે શબ્દના આશ્રયે આત્મા જણાય તેવો નથી, પ્રવચનસારમાં કહ્યું છે કે આ શાસ્ત્રોનું સાંભળવું એ પણ નિમિત્ત માત્ર છે. ખરેખર, વસ્તુ તો જ્ઞાનગમ્ય છે, શાસ્ત્રગમ્ય નથી અને એ નિમિત્ત પણ કયારે કે જ્યારે સ્વના લક્ષે કાર્ય થાય ત્યારે શાસ્ત્ર આદિને નિમિત્ત કહેવાય છે. રાગ વિનાનો આત્મા અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ અને અતીન્દ્રિય સુખ વડે સધાય તેવો છે. ઈન્દ્રિયો અને ઇન્દ્રિયના જ્ઞાનથી તો આત્મા અગમ્ય છે. પોતાના સ્વરૂપનું સ્વાધીન સાધન પોતામાં પડ્યું છે તેની ખબર નથી, શ્રદ્ધા નથી કે મારી શાંતિના સાધન માટે મારે કોઈ વાણી, વિકલ્પ કે શબ્દની જરૂર નથી, મારું સાધન મારામાં છે. બીજાને સારે મોઢે બોલાવે અહો ! ભાઈ સાહેબ પધાર્યા! આંગણે સૂરજ ઊગ્યો, અજવાળાં થયાં; એને એમ હોય કે સારે મોઢે બોલાવશું તો કોઈવાર કામ લાગશે. ભાઈ ! કોઈ તેને સુખમાં કામ નહિ લાગે, દુઃખના નિમિત્ત થશે. બીજા પાસેથી મોટપ લેવામાં સુખ નથી પણ દુઃખ છે. ભગવાન આત્માને તો કોઈ પાસેથી કામ લેવું નથી. કોઈને સાધન બનાવવા નથી. ઘણાં વર્ષ પહેલાં કોઈએ પ્રશ્ન કરેલો કે આ પંચાધ્યાય બહુ સરસ શાસ્ત્ર છે તે કોઈ હજાર છપાવે તો મોક્ષ થાય કે નહિ? કીધું લાખ છપાવે તોપણ મોક્ષ ન થાય. અહીં તો ઘણી જાતના પ્રશ્નો આવે. પરમાણુની પર્યાયને બનાવે કોણ! બનાવવાનો વિકલ્પ ઊક્યો છે તે પણ રાગ છે. તેનાથી આત્માને કલ્યાણ કેવી રીતે થાય? કુંદકુંદઆચાર્યે સમયસાર બનાવ્યું તેનાથી તેમનું કલ્યાણ થયું છે? એ તો પરમાણુનું પરિણમન છે, વિકલ્પ ઊઠ્યો તે રાગ છે તેનાથી આત્માનું હિત ન થાય. માટે, અહીં કહ્યું છે કે આત્મા ઇન્દ્રિયોથી અગમ્ય છે. આત્મા સ્વજ્ઞાનમાં ગમ્ય છે, પરજ્ઞાનમાં આત્મા ગમ્ય થતો નથી. અહીં તો પરમાત્માને ખુલ્લો કરવા માટે વારંવાર એની એ વાત ઘૂંટાવી છે માટે કોઈએ પુનરુકિત દોષ ન લેવો. આ તો ભાવનાનો ગ્રંથ છે. ભૂખ લાગે છે તેથી વારંવાર ખાવા કેમ જાય છે ! રોજ રોજ એકની એક રોટલી, દાળ, ભાત, શાક ખાતાં કંટાળતો નથી. તેમ આત્માની વાતમાં રુચિવાળો જીવ) કંટાળતો નથી. તેને વસ્તુની દૃઢતા થાય છે. ઉપાદેયભૂત અતીન્દ્રિય સુખનું સાધન પોતાનો પરમાત્મસ્વભાવ જ ઉપાદેય છે એ વાત કહીને હવે ૪૬મી ગાથામાં કહે છે કે નિશ્ચયથી જેમાં બંધ અને સંસાર નથી તે આત્મા છે. તેને સર્વ લૌકિક વ્યવહાર છોડીને સારી રીતે ઓળખો. સત્ સ્વરૂપની દૃષ્ટિએ વસ્તુને જુઓ તો એકલો સત્...સત્સ ના સત્ત્વ સ્વરૂપ, એકરૂપ વસ્તુને બંધ પણ નથી અને સંસાર પણ નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ) ૧૬૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો શ્રોતા :—પણ પર્યાયમાં અત્યારે તો બંધન છે ને! અરે ! સાંભળને પર્યાયમાં અંશમાં અત્યારે બંધન છે પણ વસ્તુમાં બંધન અને સંસાર ક્યા છે ? અનાદિથી વસ્તુમાં સંસાર છે જ નહિ. અરૂપી પણ વસ્તુ છે ને ! રૂપ નથી માટે પદાર્થ કાંઈ નથી ? વસ્તુ છે, અરૂપી દળ છે....પદાર્થ છે....સત્ત્વ છે.....ધ્રુવ છે....એકરૂપ સ્વભાવે રહેવાવાળું તત્ત્વ છે. તેમાં સંસાર નથી. એક સમયની પર્યાયમાં રહેલો બંધ અને સંસાર વસ્તુમાં નથી. સંસાર અને બંધ તો પર્યાયનયનો વિષય છે. વસ્તુની દૃષ્ટિમાં તેનો અભાવ છે. સર્વ લૌકિક વ્યવહાર એટલે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પ તે વ્યવહાર છે. તે વસ્તુમાં નથી માટે તે અભૂતાર્થ છે. વ્યવહારનય જ લૌકિક છે. તે લોકોત્તર નથી. વ્યવહારનય નથી એમ નથી પણ તેનો વિષય બધો લૌકિક છે. વિકલ્પનો ભાગ, બંધનો ભાગ તે વ્યવહારનયનો વિષય છે, તે વ્યવહાર વસ્તુમાં નથી. એક સમયનો સંસાર ત્રિકાળી વસ્તુમાં નથી માટે તે પણ અભૂતાર્થ છે. આવા સંસાર અને બંધ રહિત ભગવાન આત્માને ભલી રીતે ઓળખો તે વાત આગળ કહેવાશે. સર્વજ્ઞસ્વભાવનું અપૂર્વ દર્શન કરાવી, સર્વજ્ઞતાના ભણકાર વગાડનાર સર્વજ્ઞ લઘુનંદન શ્રી સદ્ગુરુદેવનો જય હો. વસ્તુને પકડે તેનું નામ આત્મા ઉપાદેય છે. ધારણામાં આ હેય છે, આ ઉપાદેય છે—એમ કર્યાં કરે તેનું નામ હેય ઉપાદેય નથી. લક્ષ છોડી દેવું તેનું નામ હેય છે અને વસ્તુને પકડવી તેનું નામ ઉપાદેય છે. આત્મામાં એકાકાર થાય ત્યારે આત્મા ઉપાદેય થયો કહેવાય. રાગાદિનું લક્ષ છૂટી જવું તેનું નામ તેને હેય કર્યો કહેવાય. —પૂજ્ય ગુરુદેવશ્રી Page #180 -------------------------------------------------------------------------- ________________ અચિંત્ય અનંત જ્ઞાન–સ્વભાવ માં (સળંગ પ્રવચન નં. ૩૦) यस्य परमार्थेन बन्धो नैव योगिन् नापि संसारः । तं परमात्मानं जानीहि त्वं मनसि मुक्त्वा व्यवहारम् ॥४६।। ज्ञेयाभावे वल्ली यथा तिष्ठति ज्ञानं वलित्वा । मुक्तानां यस्य पदे बिम्बितं परमस्वभावं भणित्वा ॥४७॥ શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથના પ્રથમ અધિકારની ૪૬મી ગાથા શરૂ થાય છે. શબ્દાર્થ લઈએ. “હે યોગી !' કહીને જેણે શુદ્ધ ચિદાનંદ આત્મા સાથે સંબંધ જોડાણ કર્યું છે તેને યોગી કહીને સંબોધન કર્યું છે. આત્મા ખરેખર કેવો છે?—કે, નિજ સ્વભાવથી ભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ પાંચ પ્રકારના પરિવર્તનરૂપ સંસારથી રહિત છે. શુદ્ધ જ્ઞાનઘનનો પરદ્રવ્ય સાથે સંસર્ગ થવો તે દ્રવ્યસંસાર છે, પરક્ષેત્રમાં ભ્રમણ કરવું તે ક્ષેત્રસંસાર છે, દરેક કાળમાં પરિભ્રમણ કરવું તે કાળસંસાર છે, નરકાદિ ચાર ગતિમાં ભ્રમણ તે ભવસંસાર છે અને શુભ-અશુભભાવોમાં રખડવું તે ભાવસંસાર છે. આ પાંચ પ્રકારના પરાવર્તનરૂપ સંસાર નૈવ એટલે વસ્તુમાં નથી. વસ્તુનું સ્વરૂપ તો અનાદિ-અનંત, જ્ઞાનઘન, આનંદની મૂર્તિ છે અને રાગાદિ વિકાર, મિથ્યાત્વ અને પાંચ પ્રકારના સંસાર તો તેનાથી વિરુદ્ધભાવ છે માટે તે વસ્તુના સ્વરૂપમાં નથી અને સંસારના કારણરૂપ એવા કર્મના પ્રતિબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધરૂપ આ ચાર પ્રકારના બંધ પણ વસ્તુમાં નથી. દ્રવ્યબંધના કારણે ભાવબંધ થાય છે અને ભાવબંધના કારણે દ્રવ્યબંધ થાય છે. તે બંનેનો વસ્તુના સ્વભાવમાં અભાવ છે. દ્રવ્યસ્વભાવ તો એકલા જ્ઞાનાનંદનો ઘપિડ છે તેમાં સંસાર અને સંસારના કારણરૂપ બંધનો અભાવ છે. માટે આત્મા સંસાર રહિત-મોક્ષસ્વરૂપ છે અને બંધરહિત-અબંધસ્વરૂપ છે. જુઓ ! આ ધનતેરસની લક્ષ્મી આવી. આ તમારાં ધૂળના ધનની પૂજા કરવાની વાત નથી. અહીં તો ચૈતન્યઘન, કેવળજ્ઞાનરૂપી ધનની પૂજા કરે તેણે પૂજન કર્યું કહેવાય. ચોપડામાં લખે ને, આળસ જાવ ને ધન આવો. તેનો અર્થ શું?—કે, ચિદાનંદલક્ષ્મી આવો અને ભવભાવનો નાશ થાઓ. આઠ કર્મોનો બંધ કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયની પ્રગટતારૂપ મોક્ષથી વિરુદ્ધ છે. સ્વભાવથી સંસાર વિરુદ્ધ છે અને મોક્ષથી બંધ વિરુદ્ધ છે. આ સંસાર અને બંધ રહિત Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો નિજ સ્વભાવને હે યોગી! તું મનમાંથી બધાં લૌકિક વ્યવહારને છોડીને અને વીતરાગ-સમાધિમાં સ્થિર થઈને જાણ, અર્થાત્ ચિંતવન કર ! એમ કહે છે. જુઓ ! મનથી લૌકિક વ્યવહાર છોડીને...તેમાં શું કહેવા માગે છે કે, બહારથી બાયડી-છોકરાં છોડીને એમ નહિ પણ મનમાંથી વિકલ્પરૂપ સંસારને છોડીને અને વીતરાગસમાધિમાં ઠરીને આત્માને જાણ ! રાગરહિત નિર્વિકલ્પ શ્રદ્ધા, રાગરહિત જ્ઞાન અને રાગરહિત શૈતિમાં ઠરીને આત્માને જાણ ! અરાગી પરિણતિ વડે આત્માને જાણ ! આત્મા આવો છે એમ એકલું જાણી લે એમ નહિ, વીતરાગસમાધિમાં ઠરીને આત્માને જાણ ! આ રીતે આત્મલક્ષ્મીનું પૂજન થાય છે. પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ તારી ચીજમાં વિકલ્પ આદિ ભાવસંસાર નથી માટે વિકલ્પાદિસંસારભાવને, અરાગભાવમાં ઠરીને આત્માને જાણ ! ઉદયભાવનો આત્મામાં અભાવ છે માટે તેને મનમાંથી છોડી દે અને સ્વભાવની શ્રદ્ધા, શાંતિ અને ચારિત્ર દ્વારા ધીરજથી ઠરીને ચૈતન્ય-લક્ષ્મીસંપન્ન આત્માને જાણ ! અને તેનું ચિંતવન અથવા ધ્યાન કર ! બહુ મોટી વાત કરી પ્રભુ! પહેલું શું કરવું?—કે આ જ પહેલું કરવાનું છે. શ્રોતા –વર્તન કેમ કરવું? મુંઝવણ થઈ જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી આત્માની શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ અને સ્થિરતા એ જ વર્તન છે. અનાદિથી મનમાં શુભ-અશુભભાવનું વર્તન થઈ રહ્યું છે કે જેનો સ્વરૂપમાં અભાવ છે ત્યાંથી પડખું ફેરવીને વિકલ્પરહિત સ્વભાવમાં એકાગ્રતા કરીને તેને જાણ ! તેનું વર્તન કર ! ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાનઘન શાશ્વત અનંત છે એટલે શાશ્વતમાં કયાંય તેનો અંત નથી. તેની અનુભૂતિમાં સંસાર અને બંધનો અભાવ છે. લોકો વ્યવહાર કરો. વ્યવહાર કરો તો ધર્મ થાય એમ પોકાર કરે છે પણ ભાઈ ! એ વ્યવહારની વસ્તુમાં અભાવ છે. જે વિકલ્પ વડે તું લાભ લેવા માગે છે તે વિકલ્પો વસ્તુમાં નથી. માટે એવો નિર્ણય કર કે, મારામાં વિકલ્પરૂપ સંસારભાવનો અભાવ છે. એમ નિર્ણય કરીને, સંસારભાવનું લક્ષ છોડીને, જેમાં એ સંસાર નથી પણ અનંત આનંદ આદિ પૂર્ણ ગુણોથી ભરેલો સ્વભાવ છે તેનું લક્ષ કર ! તેમાં અંતર નજર કર! શાંતસ્વભાવમાં ઠર ! તો તને આનંદ થશે. અહીં તો જેને આત્મા પ્રાપ્ત કરવો હોય અથવા પરમાત્મસ્વરૂપ સમજવું હોય તેને માટેની વાત છે. બાકી શુભ વ્યવહારના તો અનેક પ્રકારો હોય છે પણ તે કાંઈ આત્મા નથી કે આત્મપ્રાપ્તિના ઉપાય પણ નથી. માટે તે શુભવિકલ્પોથી ધર્મ કે મોક્ષ થતો નથી. ભાવાર્થ :–શુદ્ધાત્માની અનુભૂતિથી ભિન્ન જે સંસાર અને સંસારનું કારણ બંધ તે બંનેથી રહિત અને આકુળતાથી રહિત એવા લક્ષણવાળો મોક્ષના મૂળ કારણરૂપ જે શુદ્ધાત્મા છે તે જ સર્વથા આરાધવા યોગ્ય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩o/ [ ૧૬૯ જુઓ ! આત્માને સંસાર, બંધ અને આકુળતાથી રહિત લક્ષણવાળો અને મોક્ષનું મૂળ કારણ કહ્યો છે. તેની અનુભૂતિ એટલે શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ અને સ્થિરતા વડે પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય છે માટે આવો શુદ્ધાત્મા જ આરાધવા યોગ્ય છે. એમ કહે છે કે, તારે મોક્ષ માટે કાંઈ કામ કરવું છે કે ખાલી વાતો જ કરવી છે? મોક્ષ એટલે પૂર્ણ શાંતિ અને સુખની પ્રાપ્તિના કામ માટે આ અબંધ અને અસંસાર લક્ષણવાળા આત્માને જાણ અને તેમાં ઠર ! આત્મા બંધ અને સંસારના લક્ષણથી રહિત છે અને અબંધ-મુક્તસ્વભાવ અને સંસારના અભાવ લક્ષણવાળો છે તેના આશ્રયથી સંસારરહિત મુક્ત-અવસ્થા પ્રાપ્ત થાય છે. વસ્ત પોતે બંધ અને સંસારથી રહિત છે. વર્તમાન અવસ્થામાં હું આ ભાવસ્વરૂપ છે. પર્યાય જેવડો . એવી ભ્રાંતિ છે તેનાથી આત્મા રહિત છે. શરીર, વાણી, મન તો પરદ્રવ્ય જ છે તેનાથી તો આત્મા રહિત જ છે પણ પર્યાયમાં જે મિથ્યાભ્રાંતિરૂપ સંસાર છે તેનાથી પણ રહિત લક્ષણવાળો આત્મા છે અને પ્રકૃતિ, પ્રદેશ આદિ ચાર પ્રકારના કર્મબંધથી પણ આત્મા રહિત લક્ષણવાળો છે. સંસારના અને બંધના લક્ષણવાળો આત્મા નથી. આત્મા તો અબંધ અને મુક્ત લક્ષણવાળો છે. એવા સ્થિર લક્ષણવાળા આત્મામાં એકાગ્ર થઈને, “આ હું છું' એમ જાણ. એક તરફ ભગવાન અને એક તરફ અભગવાન છે. બંનેનો એકબીજામાં અભાવ છે. ભગવાન શુદ્ધ, અનાદિ-અનંત, આનંદકંદ, ચિદાનંદઘન મહિમાવંત પદાર્થ છે અને સંસાર અને બંધભાવ તે અભગવાન છે મહિમા વિનાની ચીજ છે તેનો ભગવાનમાં અભાવ છે અને ભગવાનનો તેમાં અભાવ છે. પણ એને કાંઈ નિર્ણય કરવો નથી, સમજણની દરકાર કરવી નથી અને ધર્મ કરવો છે. ધર્મ કરવો છે તો ધર્મદશા કરનારો કેવડો છે ધર્મ થાય એવા સ્વભાવવાળો છે કે અધર્મ સ્વભાવવાળો છે? તે સમજવું પડશે ને ! આમાં કાંઈ વધુ ભણતરની જરૂર નથી. જેમ સાકાર છે તેમાં સાથે મેલ પણ છે તે બંને જુદી ચીજ છે તો દૂધ નાંખતા જુદી પડી જાય છે ને ! સાકર તો મીઠાશ લક્ષણવાળી છે, મેલ લક્ષણવાળી નથી. તેમ આત્મા અને વિકાર વર્તમાનમાં સાથે રહેલાં છે પણ આત્મા તો નિર્મલ લક્ષણવાળો ચિદાનંદ અમૃતનો ગોળો છે તે વિકાર–મેલ લક્ષણવાળો નથી. પ્રભુ ! તારું લક્ષણ શું છે એ જાણ્યા વિના લક્ષ્ય હાથમાં શી રીતે આવશે ? રાગ-દ્વેષ, પુણ્ય-પાપ એ તારાં લક્ષણ છે? એ તો વિકારના લક્ષણ છે. તેનાથી તો બંધ હાથમાં 0 4 તને દ્રવી રીતે હાથમાં આવે? કે, જેમ સાકર એકલો મીઠાશની ગાથા છે " આત્મા અરૂપી. નિરાલંબી, શુદ્ધ જ્ઞાનનો ગોળો છે તેને કોઈ પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, Page #183 -------------------------------------------------------------------------- ________________ 10 ) [ પરત્નપ્રકાશ પ્રવચનો ભાવના કે વિકારના આધારની જરૂર નથી. એવા પર અને વિકારના આધારથી રહિત અદ્ધર બિરાજતો નિરાલંબી ચૈતન્ય, તેને ચિદાનંદ લક્ષણ વડે લલિત કર તો તેનો તને અનુભવ થાય. તેમાં કાંઈ બહુ ગડિયાં ભણવા પડે તેમ નથી. આવા ચૈતન્યભગવાનની પૂજા કરવા જેવી છે. હવે આગળ ૪૭મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે, જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે જ્ઞાનમાં જાણવામાં ન આવે. બધાં જ પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસે છે એવું પરમાત્માનું જ્ઞાન સર્વવ્યાપક છે. અહીં પરમાત્માના પ્રગટ જ્ઞાનની વાત કરી છે પણ દરેક આત્મામાં જ્ઞાનની એવી સર્વ વ્યાપક શક્તિ રહેલી છે. શક્તિએ કે વ્યક્તિએ જ્ઞાન સર્વવ્યાપક છે એટલે કે કાંઈ પણ જાણ્યા વિનાનું રહે એવો એનો સ્વભાવ નથી. આનું નામ જ્ઞાનલક્ષ્મી સરસ્વતી છે. આવો દરેકનો ચૈતન્ય જ્ઞાનલક્ષ્મીવાળો આત્મા છે પણ અનંતકાળમાં કદી એણે (અજ્ઞાનીએ) પ્રતીત કરી નથી. જેનો સ્વભાવ “જાણવું છે તેમાં, આને ન જાણે એવું ક્યાંથી આવે? જાણવામાં જાણવું...જાણવું જાણવું જ આવે, તેમાં કેટલું જાણવું આવે તે સમજાવે છે કે જેમ, માંડવા ઉપર વેલ ચડે છે ને ! તે ક્યાં સુધી જાય કે જ્યાં સુધી મંડપનો ઉપલો ભાગ હોય ત્યાં સુધી ચડે પણ પછી આગળ મંડપનો સહારો નહિ હોવાથી વેલ ત્યાં અટકી જાય છે. વેલની આગળ વધવાની શક્તિ તો ઘણી છે પણ મંડપના સહારાના અભાવે આગળ વધતી નથી. વેલડી આવી જતી નથી માટે શક્તિ નથી એમ નથી, શક્તિ તો ઘણી છે પણ મંડપ હોય ત્યાં સુધી જ ફેલાય છે. તેમ જ્ઞાન પણ જ્યાં સુધી શેયો છે ત્યાં સુધી ફેલાય જાય છે, તેનાથી વધુ શેયો નથી માટે જાણતું નથી. જ્ઞાનની શક્તિ તો ઘણી છે. જુઓ ! આમાં ઊંધા અભિપ્રાયવાળા જીવો ઊંધો અર્થ કાઢે કે નિમિત્ત હોય એટલું જ જ્ઞાન થાય છે; પણ અહીં એ સિદ્ધ નથી કરવું. અહીં તો એ સિદ્ધ કરવું છે કે જ્ઞાનની શક્તિ તો ઘણી છે પણ આગળ કોઈ શેય જ નથી તો કોને જાણે! આમ કહીને જ્ઞાનની અનંતી શક્તિ સિદ્ધ કરવી છે. નિમિત્ત નથી માટે જ્ઞાન નથી એમ સિદ્ધ નથી કરવું. લોકાલોક અને ત્રણકાળને તો જાણે પણ તેનાથી વિશેષ જોય જ નથી તો જ્ઞાન કોને જાણે? શેયોનું અવલંબન ન મળવાથી જ્ઞાનમાં જાણવાની શક્તિ હોવા છતાં વિશેષ જાણતું નથી. ટીકાકારના આ શબ્દમાંથી કોઈ તર્ક કાઢે કે જુઓ, ઉપાદાનમાં શક્તિ તો ઘણી છે પણ નિમિત્ત નથી તો કાર્ય ક્યાંથી કરે. અરે ! ભગવાન, તારી પણ બલિહારી છે! અહીં તો અવલંબન નથી એમ કહીને જ્ઞાનની શક્તિની વિસ્તૃતતા બતાવે છે. નિમિત્તનો અભાવ છે માટે કાર્ય થતું નથી એમ અહીં સિદ્ધ નથી કરવું. Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૦ ] [ ૧૭૧ વૃત્તેપિ—એટલે જાણવાની શક્તિ હોવા છતાં પણ લોકાલોક અને ત્રણકાળમાં જેટલાં શેય છે તેને જાણે છે એમ કહીને એટલી જ જાણવાની શક્તિ છે એમ નથી એ વાત સિદ્ધ કરવી છે. અરે ! તું ચૈતન્ય આનંદકંદ, તારી અનંત અથાહ જાણવાની શક્તિ છે તેની પાસે શું શરીર, શું રાગ અને શું લોકાલોક, તેની કોઇ ગણતરી નથી. એવી અમાપ શક્તિ તારામાં રહેલી છે. મંડપને હદ છે પણ વેલડીને હદ નથી. એમ કહીને વેલડીની શક્તિ બતાવવી છે. મંડપની પ્રધાનતા બતાવવી નથી. જેમ આમાંથી નિમિત્તની પ્રધાનતાનો તર્ક ઉઠે છે તેમ શાસ્ત્રમાં એવો પણ પાઠ છે કે સિદ્ધનો અનંત ઊર્ધ્વગમન સ્વભાવ છે પણ આગળ ધર્માસ્તિકાય નથી માટે લોકાગ્રથી ઉપર સિદ્ધ જતાં નથી એમ કહીને ધર્માસ્તિકાયની પ્રધાનતા બતાવવી નથી, પણ સિદ્ધના ઊર્ધ્વગમન સ્વભાવની અનંતતા બતાવવી છે. શક્તિ તો ઘણી છે પણ શક્તિ જેટલું કામ કરે છે એટલું જ નિમિત્ત હોય છે એ સિદ્ધ કરવું છે. નિયમસારમાં એવો પાઠ આવે છે કે, કાળદ્રવ્યના અભાવમાં કોઈ દ્રવ્યનું પરિણમન ન થાય અને જો પરિણમન ન થાય તો પર્યાય વગર દ્રવ્ય પણ ન રહે. આમ, કાળદ્રવ્ય ન હોય તો કોઈ વસ્તુ જ ન હોય. આમ કહીને શું સિદ્ધ કરવું છે કે, દ્રવ્યના પરિણમન વખતે જે નિમિત્ત ચીજ છે તે કાળદ્રવ્ય છે. આમ, નિમિત્તને સિદ્ધ કરવા જાય છે ત્યાં લોકો નિમિત્તનું જોર માનવા લાગે છે. અહીં પણ મંડપ–વેલડીના દ્રષ્ટાંતે જ્ઞાનની અનંત શક્તિ બતાવવી છે કે જેનો જે સ્વભાવ છે તેમાં મર્યાદા હોતી નથી. જેમ આકાશ છે... છે... છે....તેમાં હવે આગળ આકાશ નથી એમ ક્યારેય બનતું નથી, તેમ જ્ઞાનની પર્યાય અને ગુણ આદિમાં છે.... છે....છે....તેમાં કોઈ અંત નથી એટલું છે. અરે, એના પોતાના માહાત્મ્યની વાત કહેવાય છે ત્યાં પોતાનું માહાત્મ્ય સ્વીકારતો નથી અને નિમિત્તનું માહાત્મ્ય કરવા લાગે છે. એની પણ બલિહારી છે ને ! એને ઘડ જ ઊંધી બેસી ગઈ હોય છે. ઊંધેથી જ જુએ છે. નિયમસારમાં કહ્યું છે કે, પુદ્ગલ વિના લોકયાત્રા ન થાય તેમાં શું કહેવું છે કે, ગતિ કરવાની જીવની યોગ્યતા છે પણ તે કાયમી સ્વભાવ નથી એટલે પુદ્ગલના લક્ષે પોતાની યોગ્યતાથી એટલું પરિણમન છે એમ કહેવું છે. પણ ત્યાં અજ્ઞાની એમ અર્થ કરે કે, જુઓ ! પુદ્ગલ વિના જીવની ગતિ નથી. આ ગાથામાં એમ અર્થ લે કે, શેય વિના જ્ઞાન કામ કરતું નથી, ધર્માસ્તિકાય વિના સિદ્ધો આગળ ગમન કરી શકતાં નથી. આમ ઊલટાં અર્થ કરે તેમાં તેની સાથે ચર્ચા શું કરવી ? જેનો જે સ્વભાવ છે તેને મર્યાદા શું કહેવી ? જેની અસ્તિ છે... છે.... છે.....છે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો તેમાં નાસ્તિ કયાં આવે તેમ જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે તે કોને ન જાણે? બધા દ્રવ્ય, બધું ક્ષેત્ર, બધો કાળ, બધાં ભવ અને બધાં ભાવને જ્ઞાન જાણે છે. આવા તારાં જ્ઞાનના અસ્તિત્વની ભાઈ ! તને ખબર નથી. એ અસ્તિત્વ અહીં સિદ્ધ કરે છે કે, આ લોકાલોક જે શેય છે એટલું જ જ્ઞાન છે એમ નથી. જો લોકાલોક છે તેનાથી તેનું જ્ઞાન જીવને થતું હોય તો, લોકાલોક તો છે જ, તો બધાને કેમ તેનું જ્ઞાન નથી? પોતાના અંતરમાંથી કેવળજ્ઞાન પ્રગટ કરતો નથી માટે જ્ઞાન નથી. જે મહા....હા...હા....જ્ઞાનસ્વભાવ તેમાંથી નીકળતી એક સમયની કેવળજ્ઞાન પર્યાયની શક્તિની કોઈ હદ નથી કે આટલું જ જાણે ! તો તેના અંતરસ્વભાવની શક્તિનું શું કહેવું ! આહાહા....આ તો તારા સ્વભાવની અલૌકિકતાનું વર્ણન થાય છે. તારા એક જ્ઞાનગુણની એક સમયની જ્ઞાન પર્યાયમાં લોકાલોકને જાણે છે એટલું જ જ્ઞાનસામર્થ્ય છે એમ નથી. શેય ખૂટે છે પણ જ્ઞાન ખૂટતું નથી. અરે, વર્તમાન શ્રુતજ્ઞાનની પણ કેટલી તાકાત છે કે આખા લોકાલોકને જાણે છે માત્ર પ્રત્યક્ષ અને પરોક્ષનો જ ભેદ છે. આવી તો શ્રુતજ્ઞાનની પર્યાયની બેહદતા છે તો જ્યાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ગઈ તેનું શું કહેવું! શેય ખૂટ્યાં પણ જ્ઞાન ખૂટતું નથી. શેય ખૂટ્યાં ત્યાં જ્ઞાન કામ નથી કરતું એમ નથી કહેતાં. અરે ! આવા તારા એક ગુણની એક પર્યાયના માહાસ્ય પણ તે જાણ્યાં નહિ. જાણવું એ જ જેનું સત્ત્વ છે, તેમાંથી નીકળેલું તત્ત્વ જે પ્રગટ પર્યાય, તેની અસ્તિમાં આખા લોકાલોકનું જાણવું તો થાય છે પણ એવા અનંત લોકાલોક હોય તોપણ તેનામાં જાણવાની તાકાત રહેલી છે. ન જાણવું કે ઓછું જાણવું થાય એવી તો વાત જ નથી. એક સમયના ભાવમાં પણ આવી બેહદ..બેહદ.બેહદ..શક્તિ ભરેલી છે કે શેય ખૂટે છે પણ જ્ઞાન ખૂટતું નથી. આવી તારા દરિયાની એક સમયની વેલની તાકાત છે તો જ્ઞાનદરિયાનું તો શું કહેવું? એક એક ગુણનું સામર્થ્ય દરિયા જેવડું છે તો એવા અનંત ગુણોનું સામર્થ્ય કેટલું? અને તેના એકરૂપ એવા દ્રવ્યના સામર્થ્યની તો વાત જ શી ? આવો તારો પરમાત્મસ્વભાવ છે તેનો અહીં પ્રકાશ થાય છે–વર્ણન થાય છે. એ આ ધનતેરસની લાપશી પીરસાય છે. તારી ચૈતન્યલક્ષ્મીની એક સમયની પર્યાયને પણ હદ કહી શકાતી નથી કે જ્ઞાન આટલું જ જાણે, આનાથી વિશેષ ન જાણે એવી હદ બંધાતી નથી. હદ કહેવાય જ નહિ એવી તો પ્રભુ! તારા એક અંશની બેહદતા છે. આહાહા..! આવા અનંતા અંશના પિંડની બેહદતાનું શું કહેવું ભગવાન ! આ જ્ઞાનપૂજન ચાલે છે ભાઈ ! લોકો મફતના ચોપડાને પૂજ્યા કરે છે. તેમાંથી કાંઈ મળવાનું નથી. અહીં તો કેવળજ્ઞાનલક્ષ્મીના ભંડાર ભર્યા છે ને? સ્વભાવને વળી હદ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૦ ] / ૧૭૩ શી ? એટલે તો આકાશના અમાપ ક્ષેત્રનો વારંવાર દાખલો આપીને સમજાવીએ છીએ તેમાં આ હેતું છે કે જેમ આકાશના ક્ષેત્રનો ક્યાંય છેડો નથી તેમ તારા અમાપ.....અમાપ સામર્થ્યનો ક્યાંય અંત નથી. અહો ! ભગવાન આત્મા પાસે વિકલ્પની કિંમત શું! ભલે તે વિકલ્પના ફળમાં તીર્થંકરગોત્રનું પુણ્ય બંધાય એવો ઊંચો શુભભાવ હોય પણ તેની પરમાત્મા પાસે કિંમત શું? જેના એક એક ગુણમાં અનંત શક્તિ અને અનંતી પર્યાય છે તેની પ્રભુતાનું માપ શું કહેવું બાપુ ! એ તો પ્રભુ છે. એક એક ગુણની પ્રભુતાનું માપ ન હોઈ શકે બાપુ ! મુમુક્ષુ ઃ—પ્રભુ ! આ તમે કઈ દુનિયાની યાત્રા કરાવો છો ? પૂજ્ય ગુરુદેવશ્રી :—ચૈતન્યના સમ્મેદશિખર ઉપર ચડી જાઓ. અહીં તો કહેવું છે કે એકવાર વીર્યથી કબૂલાત તો કર કે હા, હું આવો મહિમાવંત છું. હા એટલે કેવી ‘હા’ પાડ કે એમાં ક્યાંય ‘ના' ન હોય તો કબૂલ કર્યું કહેવાય. આત્મા પોતે પરમેશ્વર છે. તેના એક જ્ઞાનગુણની મોટપનો પાર નથી પણ તેની એક સમયની સર્વજ્ઞપર્યાય પણ ઇશ્વર છે. તેની ઇશ્વરતાની એટલી તાકાત છે કે લોકાલોકને જાણે છતાં એથી અનંતગણું જાણવાની તાકાત છે, આ તો જેવી પ્રભુતા છે તેવી કહેવાય છે. ધવલ આદિમાં આવે છે કે, સત્ પદ પ્રરૂપણા છે તેમ અહીં પણ સત્ પદ—જે છે તેનું વર્ણન થાય છે. કેવળજ્ઞાન લોકાલોકને જાણે છતાં એવા અનંતગુણા લોકાલોકને જાણવાની તેનામાં ઇશ્વરતા છે છતાં જેમ, ચક્રવર્તી થઈને વાઘરી પાસે ભીખ માંગવા જાય તેમ, આ ચૈતન્યચક્રવર્તી રાગ અને પુણ્ય પાસે ભીખ માંગવા જાય છે. અરે ! તું પોતે સર્વજ્ઞસ્વભાવી અને તારી પર્યાયમાં સર્વજ્ઞતાની શક્તિ છે.... છે....છે....જેમાં નાસ્તિની વાત જ નથી એવા સ્વભાવને તારું વીર્ય શ્રદ્ધાના જોરે બૂલ કરે તેમાં વિકલ્પના સહારા ન હોય ભાઈ ! ન હોય. સ્વભાવને ક્ષેત્રની બેહદતાની જરૂર નથી. તેનું સામર્થ્ય બેહદ છે. પરમાણુમાં પણ અનંત સામર્થ્ય છે. પરમાણુ રૂપી, મૂર્ત, સ્પર્શ, રસાદિ ગુણનો પિંડ છે. તેના ક્ષેત્રને ન જુઓ, તેના સ્વભાવને જુઓ તો તેમાં પણ અનંત સામર્થ્ય છે. તેના એક એક ગુણ અને તે ગુણોની પર્યાય પણ એટલી સામર્થ્યવાળી છે. ક્ષેત્ર સાથે સ્વભાવની બેહદતાને સંબંધ નથી. સાત હાથનું ક્ષેત્ર હોય કે પાંચસો ધનુષનું ક્ષેત્ર હોય બંને જીવોનું કેવળજ્ઞાન સરખા સામર્થ્યવાળુ જ હોય છે માટે જ વ્યંજનપર્યાયને જુદી પાડી છે. વ્યંજનપર્યાયમાં આકૃતિ નાની છે માટે અર્થપર્યાય પણ નાની છે એમ નથી. આકૃતિ મોટી તો અર્થપર્યાય પણ મોટી એમ નથી. સાત હાથની આકૃતિ હો કે પાંચસો ધનુષની હો કે લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશી આકૃતિ હો દરેકને અર્થપર્યાયની બેહદતામાં કાંઈ ફેર નથી. આ સર્વજ્ઞભગવાનના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ) [ પરપ્રકાશ પ્રવચનો ઘરનું પદાર્થ વિજ્ઞાન છે. આ વિતરાગી સાયન્સ છે. આ સ્વભાવ ઈશ્વર શાસ્ત્ર છે. કુદરતી આજે ધનતેરસ છે અને અહીં કેવળજ્ઞાનલક્ષ્મીના સામર્થ્યનું પૂજન ચાલે છે. અનંતગુણથી ભરેલા દ્રવ્યો, તેનું ક્ષેત્ર, ત્રણકાળ અને દ્રવ્યના ભાવ બધાંને કેવળજ્ઞાન એક સમયમાં જાણે છે એટલું જ નહિ પણ એવા અનંત લોકાલોકને એક સમયમાં જાણવાની તેનામાં તાકાત છે. [પંચ પરાવર્તનરૂપ સંસારનો અભાવ કરીને, પંચમગતિની પ્રાપ્તિ માટે, અનંત સ્વરૂપ લક્ષ્મીનું અપૂર્વ પૂજન કરનાર શ્રી સદ્ગુરુદેવનો જય હો. અનંત અનુપમ જ્ઞાનનિધિ પ્રગટાવીને અનુપમ જ્ઞાનનિધિ આપનારા શ્રી સદગુરુદેવનો જય હો. આત્મલક્ષ્મી દાતાર, મહાન લક્ષ્મીધારક શ્રી સદ્દગુરુદેવનો જય હો.] આચાર્ય મહારાજ કહે છે કે ભગવાન ! તારી મૂડીમાં-પૂંજીમાં-સ્વરૂપમાં રાગ-દ્વેષ બિલકુલ નથી અને બીજી ચીજ તને રાગ-દ્વેષ કરાવે એવી એનામાં તાકાત નથી પણ તારા સ્વભાવના જ્ઞાતાપણાને છોડીને અજ્ઞાનના કારણે લાંબી દોરી ચલાવે છે. આ ઠીક છે, આ અઠીક છે એવું અનંતકાળથી રાગ-દ્વેષનું મંથન કર્યું છે. પોતાના જ્ઞાતાદૃષ્ટા સ્વભાવમાં ડૂબવું જોઈએ, જ્ઞાનાનંદમાં આવવું જોઈએ એને છોડીને અજ્ઞાની રાગ-દ્વેષમાં ડૂબી ગયો છે. એનાથી તરવું મુશ્કેલ થઈ ગયું છે. જ્ઞાનાનંદ સ્વભાવમાં વિકલ્પનું ઉત્થાન છે જ નહીં, તેમાં પર પદાર્થનો તો ત્રિકાળ અભાવ છે તથા એમાં શુભાશુભ પરિણામ ઊઠે છે એનો પણ અભાવ છે એમ જ્ઞાનમાં એકાગ્ર થઈને વિકલ્પને પૃથક કરવો તે જ આત્માના હિતનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં. – પૂજ્ય ગુરુદેવશ્રી Page #188 -------------------------------------------------------------------------- ________________ મહાવીર–નિર્વાણ-દિને અપૂર્વ બોણી : દૃષ્ટિ-મોક્ષનું અદ્ભુત સ્વરૂપ (પ્રવચન નં. ૩૧) कर्मभिः यस्य जनयद्भिरपि निजनिजकार्यं सदापि । किमपि न जनितो हृतः नैव तं परमात्मानं भावय ॥४८॥ આજે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ છે. અનંતકાળથી જ નહિ પામેલી એવી સિદ્ધદશાને આજે ભગવાને પાવાપુરીના ક્ષેત્રમાંથી પ્રાપ્ત કરી. તેથી આજના દિવસને નિર્વાણદિન કહે છે. ભગવાન નિર્વાણ પામ્યાને આજે ૨૪૯૧ (૨૫૧૬) વર્ષ પૂરા થયાં અને ૨૪૯૨ (૨૫૧૭)મું વર્ષ શરૂ થયું. આજે દિવાળી અને બેસતું વર્ષ એક સાથે છે. અનંતકાળથી કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હતો તે પૂરો છૂટેલો નહિ. તે સંબંધ આજે પૂરો છૂટી ગયો અને પોતાના ધ્રુવ નિર્મળ પરમ પારિણામિકભાવની વર્તમાન પૂર્ણ નિર્મળ પર્યાય આજે પ્રગટ થઈ તેને મોક્ષ થયો કહેવાય છે. તે મોક્ષની અથવા કેવળજ્ઞાનની પર્યાયની કેટલી તાકાત છે તેનું અહીં વર્ણન ચાલે ભગવાન પરમાત્માના એક સમયના કેવળજ્ઞાન પર્યાયની એટલી તાકાત છે કે, તેમાં પોતાના ત્રિકાળી દ્રવ્ય-પર્યાયસહિત ત્રણલોકના સર્વ પદાર્થોના દ્રવ્ય–પર્યાય એક સાથે જણાય છે. જ્ઞાન સર્વનું અંતર્યામિ છે, જ્ઞાનની પરિણતિ સર્વકાર છે એટલે કે તેમાં પોતાનો ત્રિકાળી સ્વભાવ, પર્યાય સ્વભાવ અને જગતના દરેક પદાર્થો તેની ત્રણકાળની પર્યાય સહિત એક સાથે જણાય છે. આવું જ્ઞાનનું સ્વરૂપ જાણી જ્ઞાનનું આરાધન કરો. ભાવાર્થ-જ્ઞાન ત્રણકાળ, ત્રણ લોકને જાણે એટલી જ તાકાતવાળું નથી પણ તેની જાણવાની શક્તિ તો અમર્યાદિત છે. જેમ જ્યાં સુધી મંડપ હોય ત્યાં સુધી જ વેલ ફેલાય છે પણ તેનો અર્થ એ નથી કે વેલની આગળ વધવાની તાકાત નથી, તેમ ત્રણકાળ ત્રણલોકને જાણવા જેટલી જ જ્ઞાનની તાકાત છે એવું તેનું માપ નથી. ત્રણકાળ અને ત્રણલોકથી અનંતગણો લોક હોત તો તેને જાણી લેવાની પણ જ્ઞાનમાં તાકાત છે. કેમ કે, જ્ઞાનની જે પર્યાય પૂર્ણ જાણવાની તાકાતવાળી છે તેના અસ્તિત્વમાં મોજૂદગીમાં આટલું જ જાણવું એવું કોઈ માપ નથી. જીવ વસ્તુના ત્રિકાળી સામર્થ્યની વાત તો એક તરફ રહી પણ તેની એક સમયની પર્યાયની વ્યક્તતાના સામર્થ્યમાં છે...છે....છે....એમાં નથી એવું ક્યાંય નહિ આવે, ત્રણકાળ, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] [ પરમાત્મકાશ પ્રવચનો ત્રણલોક જાણ્યાં એટલું બસ એમ નથી. એક સમયની પર્યાયના સામર્થ્યમાં પણ છે.... છે..છે...છે—તેનું કોઈ માપ નથી. આવું તો એક જ્ઞાનગુણની એક પર્યાયનું અમાપ સામર્થ્ય છે ત્યાં બીજા ગુણો અને તેને ધરનાર દ્રવ્યના સામર્થ્યની તો વાત જ શી કરવી ! જેનો સ્વભાવ વ્યક્ત થઈ ગયો તેના સામર્થ્યની કોઈ હદ નથી ત્યાં સ્વભાવની તો વાત જ શું કરવી ! આ તો એક સમયની પ્રગટેલી સ્વાભાવિક પર્યાયના સામર્થ્યની પણ કોઈ હદ નથી. અહા ! સ્વભાવ ! સ્વભાવ-સ્વભવન ! અહા! ભગવાનના નિર્વાણદિને–દિવાળીના દિવસે બરાબર ૪૭મી ગાથા આવી છે. જેની ૪૭ પ્રકૃતિનો નાશ થયો–પાંચ જ્ઞાનાવરણીની, નવ દર્શનાવરણીની, અઠ્યાવીશ મોહનીયની અને પાંચ અંતરાયની એમ કુલ ૪૭ કર્મપ્રકૃતિનો નાશ થઈને જ્ઞાનપર્યાય પ્રગટ થઈ છે તે એક સમયની પર્યાયના સામર્થ્યનું શું કહેવું ! આ કોઈ કહેવા માત્ર વાત નથી કેમ કે, જેના એકરૂપ સ્વભાવની એકરૂપ પર્યાય થઈ તેની અસ્તિ છે....છે...છે અનંત.....અનંત. અનંત....તેની અનંતતાનો અંત ક્યાંય આવે એવું પર્યાયમાં પણ નથી. અહા ! સાવો આત્મા જેને લક્ષમાં આવે તેને આ શરીર, સંયોગ અને વિકલ્પની મહિમા ઊડી જાર્ય. સમજાણું કાંઈ ! આ રીતે, સર્વવ્યાપક જ્ઞાન અર્થાત સર્વને પહોંચી વળતું નિવણી જ્ઞાન–કેવળજ્ઞાન કે જેમાં સર્વ પદાર્થ ઝલકે છે એવો જેનો પ્રગટરૂપ સ્વભાવ છે તે જ્ઞાન જેનું છે એવો શુદ્ધ ભગવાન આત્મા ઉપાદેય છે. એ જ દૃષ્ટિમાં અંગીકાર કરવા લાયક છે. આ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મારામ છે તે, મહામુનિઓના ચિત્તનું વિશ્રામસ્થાન છે. સંતોનું એ વિશ્રામધામ છે–વિશ્રામની પર્યાય છે તે પર્યાયને ઠરવાનું ઠામ ચિદાનંદધામ છે. ધર્માત્માને શરીર, વાણી કે વિકલ્પ એ ઠરવાનું–વિશ્રામનું સ્થાન નથી. વસ્તુ કોને કહેવી! જે અણકરાયેલી, અવિનાશી અકૃત્રિમ ચૈતન્ય–જ્ઞાનપિંડ, આનંદકંદ ચૈતન્યવસ્તુનો સ્વભાવ શું કહેવો ! તેનું વિશેષ વર્ણન તો આગળ ૪૮મી ગાથામાં આવશે પણ અહીં તો કહે છે કે તેની એક સમયની કેવળજ્ઞાન પર્યાયની તાકાત કેટલી કે જેની અનંત...અનંત.....અનંત ...અનંતતામાં ક્યાંય અંત નથી. તેના આનંદનો પણ ક્યાંય પાર નથી. અનંત અનંત આનંદના હોવાપણામાં ક્યાંય નહિ–હોવાપણું આવતું નથી. ભાઈ ! આ તો વસ્તુની સ્થિતિનું વર્ણન છે. અહા ! દરેક આત્મા અકૃત્રિમ અણકરાયેલ નિત્ય સત્ ચૈતન્યપદાર્થ છે તેની એક પર્યાયની આવી તાકાત છે તે પર્યાય જેની છે એવો ભગવાન આત્મા જ જ્ઞાનીઓનું વિશ્રામસ્થાન છે. અહા ! પરમાત્મપ્રકાશ છે ને! અરે ! તેની એક સમયની પર્યાયની આટલી તાકાત ! તેની અવસ્થાનો પૂર્ણ આનંદ, Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૧ / [ ૧૭૭ તેની અવસ્થાનું વીર્ય, તેની અવસ્થાનું દર્શન, તેની અવસ્થાની સ્વચ્છતા, તેની અવસ્થાની પ્રભુતા, તેની અવસ્થાનું અકારણકાર્યપણું કે જેથી તે રાગનું કારણ કે રાગનું કાર્ય ન થાય એવું અકાર્યકારણપણાનું અનંત સામર્થ્ય જેમાં ઉત્પન્ન થયું છે આવા તો અનંતગુણની અનંત પર્યાયના અનંત સામર્થ્યનું શું કહેવું! ભગવાન આત્માની અવસ્થામાં જે કાર્ય પ્રગટ થયું છે તે કારણ–દ્રવ્યના આશ્રયે પ્રગટ થયું છે પણ કોઈ બાહ્યકારણ કે રાગની મંદતા કે પૂર્વ પર્યાયના આશ્રયે આ કાર્ય થયું નથી. પોતાના કારણના આશ્રયે કાર્ય થયું છે આમાં અન્ય કારણની તો અપેક્ષા જ નથી. બાપુ! તને તારી મોટપની ખબર નથી અને તું બીજાને મોટપ દેવા જાય છે તેમાં તારી હલકાઈ–-હીણપ થઈ જાય છે ભાઈ ! અહા ! ધ્રુવધામ એક જ આદરણીય છે. ત્યાં જ દૃષ્ટિ મૂકવા જેવી છે. ઠરવાનું ઠામ (ધામ) એક જ છે. આ તો જગતથી જુદી જાતની વાતો છે. - હવે આગળ જે શુભ-અશુભ કર્મ છે તે જોકે સુખ–દુઃખાદિને ઉપજાવે છે તોપણ આત્મા કોઈથી ઉત્પન્ન થયો નથી કે કોઈએ બનાવ્યો નથી એવો અભિપ્રાય મનમાં રાખીને ૪૮મી ગાથા કહે છે. ભગવાન આત્મા પોતાના પૂર્ણાનંદ સ્વરૂપને ભૂલી, પર્યાયમાં વિકાર કરી જે જ્ઞાનાવરણાદિ કર્મો બાંધે છે તે કર્મો હંમેશા પોતપોતાના સુખ–દુઃખાદિ કાર્યને પ્રગટ કરે છે. તોપણ શુદ્ધ નિશ્ચયનયથી જે આત્માના અનંત જ્ઞાનાદિ સ્વરૂપને ન તો કર્મોએ નવું પેદા કર્યું છે, ન નાશ કર્યો છે કે નથી બીજી કોઈ રીતે પલટાવ્યું તે પરમાત્મસ્વરૂપ આત્માનું તું ચિંતવન કર ! - ગાથામાં શું કહે છે?—કે પોતાનું સ્વરૂપ ભૂલવાથી વિકાર થયો તેનાથી કર્મો બંધાયા અને તે કર્મોથી સુખ–દુઃખ આદિની પર્યાય થાય છે પણ મૂળ વસ્તુ છે તેને તો કર્મોએ ઉત્પન્ન પણ નથી કરી, કર્મોએ તેનો નાશ પણ નથી કર્યો. કર્મોથી વસ્તુ ઢંકાતિ પણ નથી. વસ્તુનો ત્રિકાળી સ્વભાવ જે સતસતસત.. છે તે કાંઈ નવો ઉપજતો નથી. કર્મના સદૂભાવમાં પર્યાયની હીનતા અને કર્મના અભાવમાં પર્યાયની ઉગ્રતા પ્રગટ થાય છે પણ હીનતા કે ઉગ્રતા વસ્તુના મૂળ સ્વરૂપમાં થતી નથી. જે સત સત્...સત્ સ્વરૂપ ધ્રુવ તારો છે તેને કોણ ઉત્પન્ન કરે ! એ તો છે...છે ને છે જ. પર્યાયમાં હીનતા, ઉગ્રતા થાય છે એ તો અવસ્થાપણે થાય છે. વસ્તુ કદી હિણી કે ઉગ્ર થતી નથી. વસ્તુ તો શાશ્વત અનંત છે. શાશ્વતમાં વળી અંત કેવો ! શાશ્વતમાં ઉપજવું કેવું! વસ્તુ તો ધ્રુવ સત્ છે તેમાં ઉપજવું કે વિણસવું હોઈ જ ન શકે. દ્રવ્ય તો વિરાટ વસ્તુ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે તે ન પેદા થાય કે ન વિનાશ થાય કે ન રૂપાંતર પામે. સંસારનું ઊપજવું, નાશ થવું, મોક્ષનું ઊપજવું થાય છે તે બધું પર્યાયમાં છે. દ્રવ્યનું રૂપાંતર થતું નથી. સમયસારની ૧૧મી ગાથામાં આત્માને ભૂતાર્થ કહ્યો છે ને ! તે કૂટસ્થ છે—ધ્રુવ છે. ભલે તેનો આશ્રય કરનાર પર્યાય છે પણ વસ્તુ પોતે ધ્રુવ દ્રવ્ય છે. તે વસ્તુ કદી પેદા થતી નથી, હાની પામતી નથી કે રૂપાંતર પામતી નથી. સદેશ–એકરૂપ છે. સ્વતઃસિદ્ધ શાશ્વત અનંતસ્વરૂપ વસ્તુ છે. અરે ! અનંતકાળમાં એણે પોતાની વસ્તુના માહાત્મ્ય કર્યા નથી. એનું માહાત્મ્ય કરે તો સંયોગની મહિમા બધી ઊડી જાય, રાગની મહિમા ઊડી જાય, બધાં ઝેરની મહિમા ઊડી જાય. મુમુક્ષુ :—આપ તો જીવમાત્રની મુક્તિની જાહેરાત કરો છો. પૂજ્ય ગુરુદેવશ્રી :—વસ્તુ છે ને ! વસ્તુનો સ્વભાવ જ એવો છે. એક પરમાણુ પણ દ્રવ્ય છે ને! તેનું ક્ષેત્ર ભલે નાનું છે પણ ભાવે તે અનંત સ્વભાવનો સાગર છે. તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શોદિ શક્તિનું સત્ત્વ પણ શાશ્વત અનંત છે. સ્વભાવને નાના—મોટા ક્ષેત્ર સાથે કાંઈ સંબંધ નથી. પરમાણુ પણ રંગ, ગંધ, રસ, સ્પર્શ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ શાશ્વત અનંત શક્તિનો સાગર છે. નિગોદમાં અંગૂલના અસંખ્યમાં ભાગ જેટલા ક્ષેત્રમાં અસંખ્ય તો ઔદારિક શરીર છે અને એકએક શરીરમાં અનંતા આત્મા છે. તે દરેકમાં અનંત અનંત ગુણ છે. તે બધાંને જ્ઞાનની પર્યાય એક સમયમાં કબૂલે છે. આવી તો એક સમયની પર્યાયની તાકાતે છે. આ પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય નથી આવતું પણ દ્રવ્યનું જ્ઞાન આવી જાય છે. આ તો વીતરાગ મારગ છે અને અનંત આનંદદાયક છે. દ્રવ્ય તો છે.....છે...છે... જ પણ તેનો એક સમયનો પર્યાય પણ છે...છે...તે શેયને અડ્યા વગર જાણી લે છે એવી તેની તાકાત છે. અહા ! વસ્તુ છે ને ! તેનું હોવાપણું છે ને ! તો એ હોવાપણાનું ન હોવાપણું ક્યારે હોઈ શકે ? સત્ત્નો અંત કેમ હોઈ શકે ! ક્યા કાળે તેનો અંત હોય ? કે ક્યા ભાવે તેન્દુ અંત હોય ! આ બધી લોજીકથી—ન્યાયથી વાત કરાય છે. કાંઈ ખેંચીને નથી કહેતાં. જે વસ્તુ છે, તેનો જેવો સ્વભાવ છે એવો કહેવાય છે. પરમાણુ પણ વસ્તુ છે પણ તેનામાં જ્ઞાન નથી. તેનો નિર્ણય કરનારું આ જ્ઞાન છે માટે મહત્તા જ્ઞાનસ્વભાવી આત્માની છે. પણ પરમાણુ પણ વસ્તુ માટે તેનો કદી નાશ ન હોઈ શકે. તેના ભાવોનો કોઈ પાર ન હોઈ શકે. હવે આત્માની જે પૂર્ણ પર્યાય પ્રગટ થઈ છે તેના કાળની તો શરૂઆત થઈ પણ Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૧ ) [ ૧૭૯ તેના ભાવનો અંત નથી અને દ્રવ્યને તો કાળની પણ શરૂઆત કે અંત નથી અને ભાવની પણ બેહદતા છે. આ સર્વજ્ઞ પરમાત્માએ કહેલું પદાર્થ વિજ્ઞાન છે. ભગવાન મહાવીર દિવ્યધ્વનિ દ્વારા આ વિજ્ઞાન કહીને આજે સંસાર સમાપ્ત કરીને મોક્ષમાં ચાલ્યા ગયાં. અહીં કહે છે કે, કર્મના સભાવમાં દ્રવ્ય હણાતું નથી અને કર્મના અભાવમાં દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. જેમ આકાશ છે......છે....છે...તેનો કયાંય અંત નથી. તેમ દરેક દ્રવ્યના સ્વભાવની અસ્તિની ક્યાંય નાસ્તિ નથી. જીવની જે પૂર્ણ પર્યાય પ્રગટ થઈ તેના ભાવના સામર્થ્યનો પણ કોઈ અંત નથી. તે પર્યાય અને દ્રવ્યમાં એટલો ફેર છે કે પર્યાય નવી ઉત્પન્ન થઈ છે અને દ્રવ્યની તો કાળની પણ કોઇ શરૂઆત નથી. દ્રવ્યની અને આ ' સ્વભાવપર્યાયના ભાવની કોઈ મર્યાદા નથી. /પ્રભુ ! શાશ્વત સત્ નિરાલંબી ચૈતન્યગોળો ભગવાન આત્મા તું પોતે જ છો. તારી એક સમયની જાણવાની પર્યાયની એટલી તાકાત છે કે જેનો અંત નથી કે હવે આટલું ? બસ બહુ જાણ્યું. આવી જેની એક પર્યાય, એવી સદેશ પર્યાયોનો પિંડ જે ધ્રુવ સત્ત્વ તે કદી નવો ઉત્પન્ન થાય નહિ કે કર્મ તેને હણે નહિ. આ પરમાત્મા તું પહેલાં વિશ્વાસમાં લે કે, આવું જ સ્વરૂપ હોય. આવું સ્વરૂપ ન હોય તો એ સત્નું સત્ત્વ જ ન કહેવાય. આવી જેને શ્રદ્ધા, જ્ઞાન અને વીર્યમાં કબૂલાત આવે તે અંદરમાં જઈ શકે છે. ભલે વિકલ્પવાળી શ્રદ્ધા હોય પણ તેમાં કબૂલાત આવ્યા વગર અંદરમાં જઈ શકાતું નથી, આ તો બધી ન્યાયથી વાત છે. ભગવાન એમ નથી કહેતાં કે તું અમે કહીએ તેમ માની લે. અહો! જે સત્ શાશ્વત છે, જેનો સ્વભાવ શાશ્વત છે સદેશતાની શક્તિનું સત્વ આખું શાશ્વત છે એવા પરમાત્માનો તું પર્યાયમાં પહેલાં વિશ્વાસ કર ! અને વિશ્વાસ કરીને તે બાજુ ઢળ! જો સત્ય જોઈતું હોય તો આ કરવાનું છે, બાકી તો સત્ય વગર સંસારમાં રખડ્યા જ કરે છે. સ્વર્ગ મળે કે નરક મળે, રાજા થાય કે રંક થાય બધાં ભિખારા છે. જે ઠરવાના ધ્રુવ ઠેકાણા પડ્યાં છે તેનો વિશ્વાસ કરીને ત્યાં જા તો ત્યાં ઠરી શકીશ—ત્યાં તને વિશ્રામ મળશે. વિશ્રામનું સ્થાન આ એક જ છે પણ એને આ વાત બેસતી નથી. હું આવડો મોટો ! મારે દાળ વગર ચાલે નહિ, શાક વગર ચાલે નહિ. એક સગવડતા તૂટે ત્યાં રાડ પાડે, કોઈ પોતાને પૈસાવાળો, બુદ્ધિવાળો, સારા શરીરવાળો કહે તો રાજી થાય અને મૂરખ કહે તો ગોતું નથી. આ બધી જડની નિંદા અને પ્રસંશામાં મૂરખ પોતાની નિંદા–પ્રસંશા માને છે તેમાં સ્વભાવ તો એકબાજુ રહી જાય છે. અરે, તું કોના અસ્તિત્વમાં આ બધાંની શ્રદ્ધા કરે છે? તારા જ્ઞાનની પર્યાયમાં જ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] / ઘરમાત્મા પ્રવચનો તું આ બધું જાણી રહ્યા છો તો એમ તો જો કે, હું કોના અસ્તિત્વમાં આ બધું જાણું છું? તિને આ તારા અસ્તિત્વની તો મહિમા નથી અને પરના અસ્તિત્વમાં આ આવ્યું અને આ ગયું એમ કરીને હોળી સળગાવ્યા કરે છે. તેથી જ તને શાંતિ મળતી નથી. ઉત્પાદ્વ્ય ય તે વ્યવહારનયનો વિષય છે અને ધ્રુવ તે નિશ્ચયનયનો વિષય છે. અહીં કર્મોનું નિમિત્ત બતાવીને કહે છે કે જો કે, જ્ઞાનાવરણાદિ કર્મ પોત-પોતાના સુખ–દુઃખાદિ કાર્યને પ્રગટ કરે છે તો પણ શુદ્ધ નિશ્ચયનયથી જે આત્માનું અનંત જ્ઞાનાદિસ્વરૂપ ન તો કદી ઉત્પન્ન થયું કે ન નાશ પામ્યું એવા પરમાત્માનું તું ચિંતવન કર ! સારામાં સારો કોઈ હોય તો આત્મા છે. ઘરનું માણસ બહાર જતું હોય તો ઘરના કહે છે ને ! અમારા માટે સારામાં સારી ચીજ લાવજો, બાયડી કહે મારા માટે સારામાં સારો સાડલો લાવજો, દીકરી કહે સારામાં સારો દાગીનો લાવજો. અહીં કહે છે બધાં જીવો માટે સારામાં સારો કોઈ હોય તો પોતાનો આત્મા છે, માટે ભગવાનને કહેજો કે પ્રભુ! સારામાં સારો પ્રભુ મને બતાવજો. અહા! કેવળજ્ઞાન પણ જેના પરમભાવ પાસે અપરમભાવ છે એવો આ “ભૂતાર્થ આત્મા છે. તેની પર્યાયમાં કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ વસ્તુમાં તે સંબંધ નથી. જ્ઞાનાવરણીકર્મ જ્ઞાનને ઢાંકે છે, દર્શનાવરણીકર્મ દર્શનને આચ્છાદવામાં નિમિત્ત છે, વેદનીયકર્મ સાતા અસાતા ઉત્પન્ન કરીને અતીન્દ્રિયસુખને પર્યાયમાં ઘાતે છે, મોહનીયકર્મ સમકિત અને ચારિત્રની પર્યાયને રોકે છે એમ નિમિત્તથી કહેવાય છે પણ તું તેમાં રોકાય તો તે તને ઢાંકે છે, તું ન રોક તો તું તો સ્વતંત્ર જ છો. આયુકર્મ સ્થિતિ પ્રમાણે શરીરમાં રાખે છે એટલે કે શરીરમાં રહેવાની જીવની પર્યાયની યોગ્યતા અને આયુષ્યની સ્થિતિને સંબંધ છે પણ વસ્તુને આયુ સાથે કોઈ સંબંધ નથી. વસ્તુ તો અનાદિ–અનંત શાશ્વત છે. આ સમજાય છે ! જુદી જાતની કારીગરી છે. ન સમજાય એમ કેમ કહે છો? મને આ ન સમજાય એમ માનવામાં તારી લાયકાત હાની પામે છે. પોતાના આત્માની મહિમા છોડીને બીજા હણાની અને હણા કરનારની પ્રીતિ કરીને સાંભળે છે તેથી સમજાતું નથી. અહીં તો કુંદકુંદાચાર્યે કીધું ને ! હું સિદ્ધ અને તું પણ સિદ્ધ એમ કરીને સાંભળજે. ના પાડીશ નહિ. ના પાડે તો તું અમારો શ્રોતા જ નથી. આજે દિવાળી છે. એક ભગવાન મોક્ષ ગયા તેવા અનંતા ભગવાન ત્યાં બિરાજે છે અને છ મહિના ને આઠ સમયમાં છસો ને આઠ એમ હારબંધ સિદ્ધો ત્યાં બિરાજે છે. તે અનંતા સિદ્ધોને અમારી પર્યાયમાં સ્થાપીએ છીએ અને શ્રોતા! તમારી પર્યાયમાં પણ અનંતા સિદ્ધોને સ્થાપીને અમે વાત કરીએ છીએ માટે હવે હીણો થઈશ નહિ. મને ન સમજાય એ વાત રહેવા દેજે. અહીંથી જ સમયસારની વાત ઉપાડી છે. દાતારને ઓળખીને માંગરે ભાઈ! ભૂલ ખાઈશ નહિ. એક દષ્ટાંત આવે છે ને Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૧ ) [ ૧૮૧ લોકો શેઠને ત્યાં ફાળો લખાવવા ગયા ત્યાં શેઠે બીડી પીઈને દીવાસળીનું યુદ્ધ બાકસમાં નાખ્યું એ જોઈને લોકોને થયું આ શેઠ શું દેવાના હતાં ! એટલે શેઠે કહ્યું બોલો તમે શું આશા રાખો છો, તો કહે “દશ હજાર.” શેઠ કહે લખો દશ હજાર. ત્યારે લોકોને થયું કે આ તો આપણે માગતાં ભૂલ્યાં. શેઠ તો વધારે આપત. એમ અહીં ભગવાન પરમાત્મા કહે છે, માંગ માંગ ! તારે કેટલું જોઈએ છે? તારી પર્યાયમાં સિદ્ધપણું સ્થાપીએ છીએ તેનાથી વિશેષ તારે શું જોઈએ ! આમ કહીને સમયસાર શરૂ કર્યું છે. સમયસાર કહેવાની આચાર્યદેવની ગતિ જ જુદી જાતની છે. અમારી પાસે સિદ્ધથી ઓછું માગીશ નહિ. અનંતી સિદ્ધ પર્યાય પ્રગટ થાય એવી તારામાં તાકાત ભરી પડી છે.....પણ એને વસ્તુની કિંમત આવતી નથી તેથી એણે જેની કિંમત કલ્પી છે એવા નિમિત્ત, રાગ અને અલ્પજ્ઞતાની કિંમત કેમ છૂટે? પણ ભાઈ ! એની કિંમત છૂટ્યા વિના વસ્તુ હાથમાં નહિ આવે. ઘરે ભર્યા ભાણાં છોડીને એંઠા ચાટવા જેવી આ દશા છે. પર્યાયમાં ભલે નિમિત્ત સાથે કાર્ય-કારણ ભાવ હોય પણ વસ્તુમાં એ સંબંધ છે જ નહિ. એવો વિશ્વાસ એને કેમ આવે ! ભાઈ ! જે સત્ છે, શાશ્વત છે, અણકરાયેલું છે, કાળની હદ વિનાનું છે, તેના ભાવની શક્તિની શાશ્વતતાનું શું કહેવું ભાઈ! તેને કોઈ ક્ષેત્રના વિસ્તારની જરૂર નથી, ભાવની મોટપનો પાર નથી. પર્યાયને ભલે સ્થિતિ હો પણ સ્વભાવને કોઈ સ્થિતિ જ નથી, અનંત છે. નામકર્મ અનેક જાતના ગતિ, જાતિ શરીરાદિકને ઉપજાવે છે, ગોત્રકર્મ ઊંચ-નીચ ગોત્રમાં ઉપજાવે છે અને અંતરાયકર્મ અનંતવીર્યને પ્રગટ થવા દેતું નથી. આ પ્રકારે કર્મો પર્યાયમાં આવા કાર્યો ઉપજાવે છે એવો કર્મ સાથે જીવને વ્યવહારથી નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે તોપણ શુદ્ધનિશ્ચયનયથી આત્માના અનંત જ્ઞાનાદિસ્વરૂપનો આ કર્મોએ નાશ કર્યો નથી અને ઉત્પન્ન પણ કર્યા નથી. આત્મા તો જેવો છે તેવો જ રહ્યો છે. તેની શક્તિની અનંતતાનો કોઈ અંત નથી. નવી ઉત્પન્ન થાય એ પણ પર્યાય છે. ધ્રુવ કદી ઉત્પન્ન થતું નથી. માટે કહે છે ભગવાન ! તારું ધ્રુવપણું તો એવું જ પડ્યું છે હો ! તને એ બેસતું કેમ નથી? જેવો તું અનાદિથી હતો તેવો જ છે અને રહેશે. ધ્રુવપણામાં કોઈ ઉણપ, અધિકતા, વિપરીતતા કે વિકાર કાંઈ થતું નથી. ધ્રુવસ્વભાવમાંથી કેવળજ્ઞાન પ્રગટ થાય તોણ કાંઈ એ હીણો પડી જતો નથી. કેવળજ્ઞાન હો કે નિગોદમાં હો વસ્તુ તો ધ્રુવ સદા એવી ને એવી જ છે. આહાહા ! ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્મા મહાવીર ભગવાન આ છેલ્લી વાણી આપીને મુક્તિમાં પધાર્યા છે. મુમુક્ષુ–પ્રભુ! આજે બોણી આપીને આપે અમને ન્યાલ કરી દીધા છે. પ્રભુ! તારી પ્રભુતાની બેહદતા અમારા જ્ઞાનમાં આવી પણ વાણીમાં પૂરી ન પડે એવો તું છો ! Page #195 -------------------------------------------------------------------------- ________________ નૂતન-વર્ષની અપૂર્વ બોણી (સળંગ પ્રવચન નં. ૩૨) कर्मनिबद्धोऽपि भवति नैव यः स्फुटं कर्म कदापि । कर्मापि यो न कदापि स्फुटं तं परमात्मानं भावय ॥४६॥ શ્રી પરમાત્મપ્રકાશની ૪૮ ગાથા પૂરી થઈ. હવે ૪૯મી શરૂ કરીએ છીએ. નૂતન-વર્ષના માંગલિક તરીકે આજે તો કુદરતી પરમાત્મપ્રકાશ આવ્યું છે. દર વર્ષે માંગલિક તરીકે ખાસ બીજુ નવું લેતાં. ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ અનંતગુણથી ગૂંથાયેલો ચૈતન્યહીરો છે. એક આનંદગુણ તેમાં જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, ચારિત્રનો આનંદ, વીતરાગતા એટલે શાંતિનો આનંદ, સ્વચ્છતાનો આનંદ, વીર્યનો આનંદ, અસ્તિત્વનો આનંદ એવા અનંતગુણના આનંદથી ભરેલો પરમાત્મા પોતે આનંદમૂર્તિ છે. આવું આ આત્મતત્ત્વ, તેની સાથે કર્મો બંધાયેલા છે પણ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા કદી તે કર્મપણે થયો નથી. આત્મા અનાદિકાળથી કર્મોથી બંધાયેલો છે તોપણ કર્મરૂપ થયો નથી અને કર્મ પણ આત્મારૂપે થયાં નથી. આત્મા તો ચૈતન્ય છે અને કર્મ તો જડ છે. એમ જાણી તું પરમાત્માનું ધ્યાન કર. એમ આ ગાથામાં કહેવાનો આશય છે. આત્મા સાથે બંધાયેલાં કર્મો તો જડ છે પણ તેના ફળમાં જે વિકાર, અલ્પજ્ઞતા, અને વિપરીતતાના ભાવ થાય છે તે-રૂપે આત્મા કદી થયો નથી. ચિદાનંદ ભગવાન કર્મ કે પોતાની વર્તમાન યોગ્યતારૂપે કોઈ'દિ તે થયો નથી. જડ કર્મપણે તો આત્મા થતો નથી પણ તેના ફળરૂપ અલ્પદર્શન, અલ્પજ્ઞાન, અલ્પવીર્ય અને વિપરીતતા જે રાગ-દ્વેષ તે-રૂપે શાયકભાવ કદી થયો નથી. ચૈતન્યનું નિજસ્વરૂપ અનંતગુણ સંપદાથી ભરેલું છે, તે કદી અલ્પજ્ઞતા કે વિપરીતતારૂપે થયું નથી પણ અનાદિથી અજ્ઞાનને લઈને કર્મના સંબંધમાં કર્મરૂપે અને તેની યોગ્યતારૂપે થયેલો તેને દેખાય છે. પણ ચિદાનંદઘન આત્મા—વસ્તુ પોતે કર્મરૂપે કદી થઈ નથી અને થતી નથી અને કર્મ કદી આત્મારૂપે થતો નથી. જડકર્મ અને અલ્પજ્ઞતા તથા વિકારાદિભાવ કદી પરમાત્મારૂપે થતાં નથી અને પરમાત્મા કદી એ કર્મ કે વિકારાદિરૂપે થતો નથી. વસ્તુ જે સત્ તે કર્મરૂપે તો નહિ પણ એક સમયના ઉત્પા ્વ્યયરૂપે પણ તે થતી નથી. ઉત્પાદ્ અને વ્યય પણ વ્યવહારમાં જાય છે. નિશ્ચયથી એ પર્યાયનો વ્યવહાર દ્રવ્યસ્વભાવમાં નથી. માટે અહીં કહ્યું છે કે કર્મ અને Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૨ ) [ ૧૮૩ કર્મના સંગે થયેલી દશારૂપે આત્મા થયો જ નથી. કર્મ અને વિકાર તથા અલ્પજ્ઞદશા આત્મારૂપે થઈ નથી. આવા ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિ વડે દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરી બહિરાત્મપણું છોડી પૂર્ણ પરમાત્માનું આરાધન કર ! આવા પૂર્વોક્ત લક્ષણવાળા પરમાત્માનું તું ચિંતવન કર એટલે કર્યું લક્ષણ કે જે કર્મથી બંધાયેલો હોવા છતાં કર્મરૂપ થયો નથી, તેના ફળરૂપ ભાવકર્મરૂપે જે થયો નથી એવા આત્માનું તું ચિંતવન કર, આ તો મોટી વાત છે ભાઈ! એ પોતે જ એવો મોટો મહાન છે કે ભગવાનની વાણીમાં પણ પૂરો આવે નહિ. પણ તેની પોતાને કિંમત નથી, કિંમત ટાંકતાં પણ આવડી નથી. ભાઈ ! તું તો પૂરો ભગવાન છો ને! આ ભગવાન કદી વિકારરૂપે કે કર્મરૂપે થયો જ નથી. જે છૂટો છે તે ત્રણેકાળ છૂટો જ છે. વિકારી પર્યાયો અને ભગવાન આત્મા બંનેની વચ્ચે ત્રણેકાળ સાંધ પડેલી જ છે એટલે તે વિકાર કે પરરૂપે કદી થયો જ નથી તો તે વિકાર અને પર વડે અંતરમાં જવાય એ તો બની શકે જ નહિ. એણે અનંતકાળમાં માંગલિક સુપ્રભાત ક્યારેય કર્યું જ નથી. અહો ! જે તત્ત્વનો એક એક ગુણ આનંદરત્નથી ભરેલો છે, જે શાશ્વત છે, જે દ્રવ્ય છે, તે શું ખાલી હોય? એક જીવત્વશક્તિ લ્યો તો, જીવનો જીવસ્વભાવ શાશ્વત છે, અને આનંદદાયક છે. તે શાશ્વત આનંદદાયક જીવત્વસ્વભાવ કદી અલ્પજીવનપણે કે કર્મપણે થયો જ નથી. આબાળ–ગોપાળ જે બાળક, યુવાન કે વૃદ્ધનું શરીર દેખાય છે તે આત્મા નથી. તે તો હાડકાંના માળા છે. જ્યાં આત્માના નજીકના સંબંધમાં રહેલા કર્મ સાથે પણ નિશ્ચયથી જીવને સંબંધ નથી તો હાડકાના માળા તો ક્યાંય દૂર રહી ગયા. આ જરાં મોઘું પડે એવું તત્ત્વ છે. તે કિંમતે મોંઘુ છે પણ સમજ્ય મોંઘુ નથી. આ ચીજમાં અનંતકાળમાં કોઈ દિ એણે નજર તો નથી કરી પણ નજર કરવા લાયક છે એમ નક્કી પણ કર્યું નથી. અહા ! જેમાં અનંત આનંદ,–જ્ઞાન આનંદ, દર્શન આનંદ, ચારિત્ર આનંદ, શાંતિ આનંદ, વિર્ય આનંદ એવા અનંત આનંદનો મોટો પોટલો–રત્નાકર છે, ગંજ છે, એવો આ આત્મા કર્મ જોડે દેખાય છે પણ ખરેખર તેની સાથે આત્માને સંબંધ જ નથી. અને કર્મના સંબંધમાં પોતાની ભૂલથી પર્યાયમાં હીણપ અને વિકાર દેખાય છે તે પણ વસ્તુમાં નથી. વસ્તુ એ રૂપે થઈ જ નથી. એને એની મોટપની ખબર નથી અને બીજાને મોટપ આપે છે તેથી સંયોગ છૂટતો નથી અને પરિભ્રમણનો અંત આવતો નથી. અહા ! ભગવાન આત્મા એક એક ગુણની બેહદ શક્તિવાળું શાશ્વત તત્ત્વ છે. આકાશનો ક્યાંય અંત નથી, તેનું કોઈ માપ નથી, અનંત કરોડxઅનંત કરોડ જોજન Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ / [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ચાલ્યા જાવ તોપણ શું તેનો અંત આવશે ! દશેય દિશામાં કયાંય તેનો અંત જ નથી. આકાશ બધી બાજુ છે...છે..છે..તેમાં નથી એવું ક્યાંય નહિ આવે માટે તો શાસ્ત્રકાર આકાશને સર્વઅનંત સર્વધન અનંત કહે છે. એ સર્વઘનને આ ચિદાનંદ આત્મા પોતાની એક સમયની પર્યાયમાં જાણી લે છે. આ તો થઈ એક પર્યાય પણ તેનો જે ગુણ જ્ઞાનઘન તે આખા આત્મામાં વ્યાપેલો છે. એ જ રીતે દર્શન, આનંદ, વીર્ય આદિ બધાં ગુણ ત્મામાં વ્યાપેલા છે. જેમ સાકરમાં ગળપણ, સફેદાઈ, સુંવાળપ વગેરે ગુણો આખા ગાંગડામાં વ્યાપેલા છે તેમ જ્ઞાનાદિ ગુણો આખા આત્મપ્રમાણ છે. અનંતનો પણ અંત લેનારું જ્ઞાન સર્વઅનંત છે. અનંતનો અંત એટલે તેનું સ્વરૂપ, તેનું પ્રમાણ, તેને જ્ઞાન એક સમયમાં જાણી લે છે. જેનો જે સ્વભાવ છે તેને મર્યાદા શું? જેનું જે સત્ત્વ છે તેને મર્યાદા ન હોય. અનંત જ્ઞાન અને પૂર્ણ આનંદથી ભરેલું આ તત્વ છે. પણ આવો આત્મા જગતના જીવોને સાંખ્યો જતો નથી. એક બીડી વિના ચાલે નહિ, દાળ વિના ચાલે નહિ, થોડું અપમાન પણ સહન થાય નહિ અને આત્મા આવો ! ન વિધિ રે અર્થાત્ આવો આ આત્મા ત્રણકાળમાં કદી પણ જડરૂપે થયો નથી. એણે માન્યું ભલે હોય કે હું કર્મરૂપે થઈ ગયો, રાગરૂપે થઈ ગયો, અલ્પ જ્ઞાનરૂપે થઈ ગયો. પણ એ કદી એરૂપે થયો નથી. પ્રભુ ! આ દેહમાં બિરાજમાન આત્માની વાત ચાલે છે હો ! એની માન્યતામાં ભ્રમ છે પણ ભ્રમ ભાંગતા ભગવાન તો જેવો છે તેવો છે. આ વાત અનંતકાળમાં કોઈ દિ એણે લક્ષમાં લીધી નથી. આવડો મોટો હું! એ કેમ બેસે? પામરવૃત્તિમાં પ્રભુનો સ્વીકાર થતો નથી. કંઈક પાપની વાસનામાં મજા માની લે, કિંઈક પુણ્યના ફળોમાં બાદશાહી છે એમ માની લે પણ તેમાં તેની અસલી બાદશાહી લૂંટાઈ જાય છે. આ તો બધી બહારની બાદશાહી વિનાની ચીજ છે. પરમાત્મા એટલે પરમસ્વરૂપ પોતે અકૃત્રિમ, અણકરાયેલી, અખંડ, અભેદ વસ્તુ છે તે જડકર્મ કે ભાવકર્મરૂપે કદી થઈ નથી અને જડકર્મ અને ભાવકર્મ આત્મારૂપે કદી થયા નથી. શું જગતની ચીજનું માહાત્ય ટાંકનારો માહામ્ય વિનાનો હોય? પાંચ કરોડનો હીરો જોવા ગયા હો પણ આંખ ન હોય તો? નકામું. માટે હીરા કરતાં આંખની કિંમત વધારે છે; આંખ વગર હીરાની કિંમત કોણ ટાંકે? તેમ આંખ હોય પણ આત્મા ન હોય તો આંખની કિંમત કોણ ટાંકશે ? આંખના એક કોડાની કિંમત તું ટાંકે છો પણ ચૈતન્ય વિના એની કિંમત ટાંકશે કોણ? બધાંની કિંમત ચૈતન્યની એક સમયની પર્યાય ટાંકી લે છે. એવી અનંત પર્યાયનો ધણી–બાદશાહ ચૈતન્ય તેની શું કિંમત ટાંકવી! તેની કિંમત ટાંકે તેની દશા ટંકાઈ જાય. રાંકો થઈને ભીખ માંગવા નીકળ્યો છે પ્રભુ! મને કાંઈક આપોને ! પ્રભુ કહે છે Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭ર / [ ૧૮૫ ભાઈ ! બધું તારી પાસે જ છે. અમે પરમાત્મા થયા તે પણ અમારામાં શક્તિ હતી તેમાં એકાકાર થઈને પૂર્ણાનંદની પ્રાપ્તિ કરી છે. અમારી જેમ તું પણ પરમાત્મા છો. અમારી નાતની હરોળમાં બેસ એવી તારી જાત છે. મારી અને તારી વસ્તુમાં ફેર નથી. આ બેસતા વર્ષનું માંગલિક ચાલે છે. તેમાં યોગીન્દ્રદેવ ફરમાવે છે કે, આવા આત્માનું તું ચિંતવન કર. પવિત્રતાને પમાડે અને પાપને ગાળે એવા ભાવને માંગલિક કહેવાય છે. મંગક્લ = પવિત્રતાને લાવે અને મમ્રૂગલ = રાગ અલ્પજ્ઞતા અને પરમાં અહંકાર કરીને જે મિથ્યાત્વમાં ચડ્યો છે તેને પૂર્ણાનંદ સ્વભાવના લક્ષે ગાળી નાંખવું તે પણ મંગલ છે. સવાર–સાંજ “ચત્તારિ મંગલમ્'નો પાઠ બોલો છો ને ! તેમાં આ કરવાનું છે. ભગવાન આત્માનું જે શુદ્ધસ્વરૂપ છે તેની દૃષ્ટિ ન કરી, તેનું જ્ઞાન ન કર્યું અને તેમાં સ્થિરતા ન કરી અને શરીર, વાણી, મન, રાગ અને અલ્પજ્ઞતા તે હું એવી માન્યતા કરી એવું જ જ્ઞાન અને તેમાં જ એકાગ્રતા કરી તેના કારણે જે જડ કર્મો આવ્યા તેને જ જ્ઞાનાવરણાદિ આઠ કર્મો કહેવાય છે. વ્યવહારનયથી એટલે વર્તમાન પર્યાયના લક્ષથી તે કર્મો સાથે જીવને સંબંધ છે એમ કહેવાય છે તોપણ, શુદ્ધનિશ્ચયનયથી એટલે સત્ ...સત્ ... શાશ્વત શદ્ધસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો આત્મા કર્મરૂપ નથી. શાશ્વત વસ્તુને જોનારા જ્ઞાનથી જોઈએ તો આત્માને કર્મ સાથે સંબંધ નથી. ભગવાન આત્મા વિકારરૂપે પણ નથી અને કર્મરૂપે પણ નથી.. હું અલ્પજ્ઞ છું, અલ્પદર્શિ છું, રાગવાળો છું, કર્મ અને શરીરના સંબંધવાળો છું, એવી દૃષ્ટિની વર્તમાનમાં અસ્તિ છે તેની નાસ્તિ કરીને, એટલે એવડો હું નથી એમ તેની નાસ્તિ કરીને હું તો અખંડ અને પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ છું એવી દૃષ્ટિની અસ્તિ કરવી તેનું નામ સમ્યગ્દર્શન, જ્ઞાન અને માંગલિક કહેવામાં આવે છે. હું અખંડ શાશ્વત અનંત ગુણસ્વરૂપ ભગવાન છું તેનું હોવાપણું મેં માન્યું ન હતું અને હું તો અલ્પજ્ઞ, પુણ્ય-પાપ રાગવાળો અને શરીરવાળો છું એમ માન્યું હતું. જુઓ ! આ મિથ્યા માન્યતાનું અસ્તિત્વ તો છે. જો મિથ્યા માન્યતા ન હોય તો તો પૂર્ણાનંદનો અનુભવ હોવો જોઈએ. માટે આવી મિથ્યા માન્યતાનું જેને અસ્તિત્વ છે તેને કહે છે કે તે અસ્તિની તું નાસ્તિ કર ! કે હું એવડો નહિ, હું તો પૂર્ણાનંદ, અખંડ આનંદ, શાંતરસનો કંદ, અવિકારી સ્વભાવ સ્વરૂપ પ્રભુ છું. આવું ભાન કેવી રીતે થાય? કે અંતરના સમ્યજ્ઞાન વડે પોતાના મહાન અસ્તિત્વનો સ્વીકાર થાય છે અને મિથ્યા માન્યતાનો નાશ થાય છે. આ ‘લાભ સવાયા” છે.. લોકો એમ વાતો કરે કે આજ બેસતાં વર્ષના દિવસે કજિયો કરશો નહિ. નહિ તો બાર મહિના કજિયો ચાલશે. તેમ અહીં કહે છે આજ કોઈ વિપરીતભાવ કરીશ નહિ. આજે તો મહાન અવિપરીત ચિદાનંદ ભગવાન તારી પાસે પડ્યો છે તેના મહાન અસ્તિત્વને Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો એકવાર લક્ષમાં લે ! તે આત્મા કદી કર્મ અને અલ્પજ્ઞપણે થયો નથી. તેનું લક્ષ નહિ કર તો એમાં ને એમાં જીવન ચાલ્યું જશે. અરે, પણ એને એની મોટપની ખબર તો નથી પણ તેની મોટપની વાત કોઈ સંભળાવે તોપણ બેસતી નથી. એને તો જાણે બાધામંડળ જેવું લાગે છે. અરે, મારે તો એક પણ ચીજ વિના ચાલતું નથી, જરાય અગવડતા પોસાતી નથી અને હું અત્યારે આવડો મોટો કેવી રીતે ! બેસતાં વર્ષને દિવસે છોકરાને બે હજારનો દાગીનો પહેરાવ્યો અને કોઈ દાગીનો ઉપાડી જાય તો હાય....હાય....થઈ જાય. લાપસી બનાવી હોય તે પણ જાણે કડવી લાગે. ત્યારે પણ બીજા કહે કે, ભાઈ! આજ કજિયો કરશો નહિ. તેમ અહીં કહે છે પૂર્ણાનંદની પ્રતીતિમાં આ બધું—અલ્પજ્ઞતા, શરીર આદિપણું ન રહે તો કજિયો કરશો નહિ. તારા ભગવાનમાં રાગદ્વેષ, શરીર આદિ કાંઈ છે જ નહિ, જ્યાં જાય ત્યાં જવા દે, તારામાં એ નથી. નિર્વિકલ્પસ્વરૂપની દૃષ્ટિ વડે એટલે અંતરાત્મદશા વડે પરમાત્મસ્વરૂપને અનુભવમાં લઈ, બહિરાત્મદૃષ્ટિ છોડી દે. શરીર રાગ, કર્મ આદિ હું છું એવી બહિરાત્મબુદ્ધિના અભાવમાં સ્વભાવ તરફની દૃષ્ટિ, જ્ઞાનરૂપ અંતરાત્મદશાને ઘૂંટતાં પોતે વ્યક્તરૂપે પરમાત્મદશાને પ્રાપ્ત થઈ જાય છે. હું પૂર્ણાનંદ પરમાત્મસ્વરૂપ છું એમ જે દૃષ્ટિ અને જ્ઞાને કબૂલ કર્યું તે અંતરાત્મદશા થઈ અને બહિરાત્મદશા ગઈ. હવે એ દશાને ઘૂંટતાં પોતે વ્યક્તરૂપે પર્યાયમાં પરમાત્મા થઈ જાય છે. ભગવાન કદી પોતાના ગુણને છોડતો નથી અને પરને ગ્રહતો નથી. જે સત્ છે—શાશ્વત છે તે વસ્તુના અનંત ગુણો શી રીતે છૂટે? ગુણો છૂટી જાય તો વસ્તુનો જ અભાવ થઈ જાય. વસ્તુ કદી પોતાના ગુણને છોડતી નથી અને નિશ્ચયથી રાગ-દ્વેષને કદી ગ્રહતી નથી. સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથની વાણીમાં આવેલી આ વાત છે. અજ્ઞાની જીવને દુઃખના સ્વરૂપની પણ ખબર નથી. અમારે તો પૈસા હોય તો ઠીક પણ મરણ વખતે શરીરમાં ઇયળો પડી હશે, ડોકટરો પણ હાથ ખંખેરી નાંખશે ત્યારે પૈસા શું કરશે ? ત્યારે તું જ રાડો પાડીશ કે અરે, હું તો છતે પૈસૈ દુઃખી થઈ ગયો ! અરે, ભાઈ! તું આનંદસ્વભાવી હોવા છતાં તું આનંદસ્વભાવની દૃષ્ટિના અભાવે દુઃખી છો. પૂર્ણાનંદ પરમાત્માની શ્રદ્ધા છોડી હું રાગવાળો અને હું શરીરવાળો છું એમ માનવું તે માન્યતા જ દુઃખ છે. તે દુઃખને તું ટાળી શકે છો. બીજો કોઈ તારા દુઃખને ટાળી શકે તેમ નથી. પરમ સ્વરૂપ વસ્તુ છે, તે શાશ્વત છે, તેની અનંત શક્તિઓ શાશ્વત છે. તેમાં આનંદ જ ભર્યો છે છતાં તેનો અનાદર કરીને તે આનંદવિના જ ચલાવ્યું છે અને પુણ્ય–પાપનો આદર કર્યો છે કે તેના વગર મને ચાલતું નથી—એ જ મહા અમંગલિક મિથ્યાત્વભાવ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૨ J [ ૧૮૭ જ્ઞાનમૂર્તિ ભગવાન ચૈતન્ય-અરીસો છે તેમાં નજર કરે તો જ્ઞાનનો પિંડ-૨સકંદ નજરમાં આવે. આવો આ ભગવાન પોતાના સ્વરૂપને છોડીને કર્મરૂપે પરિણમતો નથી અને દ્રવ્યકર્મ અને ભાવકર્મ કદી આત્મારૂપે પરિણમતા નથી પણ ભ્રાંતિથી ભવ થયા છે. છતાં ભગવાન આત્મામાં ભવ અને ભ્રાંતિ બંનેનો અભાવ છે. ભવ ને ભ્રાંતિરૂપે આત્મા થયો નથી અને ભવ ને ભ્રાંતિ આત્મારૂપે થયા નથી. પણ આ વાત સાંભળવા મળે નહિ, મળે તો સમજવાની દરકાર નહિ અને ધર્મના નામે બહારની ક્રિયા કરી કરીને હેરાન થઈ જાય છે. - અહીં તો પહેલાં ફક્ત વિશ્વાસ અને દૃષ્ટિ પલટાવવાની વાત છે. વિશ્વાસ થયા વિના સ્થિરતારૂપી વહાણ ચાલતાં નથી. જેણે શાન, દર્શન અને આનંદ ધારી રાખ્યા છે એવી આ ચૈતન્યવસ્તુ જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ જડકર્મ અને અલ્પજ્ઞાન, અલ્પદર્શન આદિ ભાવકર્મરૂપે થઈ જ નથી અને તે આત્મારૂપે થયા નથી. બંને વસ્તુ અનાદિથી ભિન્ન-ભિન્ન જ વર્તે છે. પણ આમ ભિન્ન વર્તે છે એવી મહિમાપૂર્વક દૃષ્ટિ થયા વિના એને આત્મામાં નવું વર્ષ બેસતું નથી. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, વેદનીય, આયુષ્ય—કર્મરૂપે આત્મા થયો નથી અને તે આત્મારૂપે થયા નથી. નામકર્મ અને તેમાં અટકવારૂપ યોગ્યતાપણે પણ આત્મા થયો નથી. ગોત્રકર્મ અને તેની ઊંચ-નીચની યોગ્યતાપણે આત્મા થયો નથી અને તે આત્માપણે થયા નથી. અંતરાયકર્મ અને દાન લાભ આદિમાં વીર્યની અલ્પતાપણે આત્મા થયો નથી અને તે આત્માપણે થયાં નથી અર્થાત્ તે જડરૂપ પોતાના પુદ્ગલપણાને છોડીને ચૈતન્યરૂપ થતાં નથી. રાગદ્વેષ, અલ્પજ્ઞતા આદિ પણ જડ છે. એ ચૈતન્ય નથી. ઉઘાડનો એક અંશ તે વ્યવહાર-આત્મા છે, તે ખરેખર નિશ્ચય—આત્મા નથી. ચિદૂધન દ્રવ્યસ્વભાવ અલ્પજ્ઞરૂપે થયો નથી અને અલ્પજ્ઞતા ચિનરૂપે થઈ નથી. અરે, ત્રિકાળી નિત્ય દ્રવ્ય ઉત્પાદ્—વ્યયના અંશરૂપે થતું નથી માત્ર માન્યતામાં ફેર છે. પૂર્ણાનંદ દ્રવ્યસ્વભાવનો સ્વીકાર નહિ અને અલ્પજ્ઞતા તથા રાગાદિનો સ્વીકાર એ જ મિથ્યાભ્રમ છે, તે જ સંસાર છે, તે જ દુઃખ છે. સાચું પૂજ્યપણું કોનું છે? કે ભગવાન આત્મા પોતે પૂજ્ય છે. તેની પૂજા કર્યા વિના બીજા બધાં થોથા છે અને ચૈતન્ય મહાપદાર્થની પૂજ્યતા અંતરમાં પ્રગટી તેને બધી પૂંજા થઈ ગઈ. હવે ગાથાનો સરવાળો કરે છે કે ભાઈ ! તારી પ્રભુતાને સંભાળવા માટે પૂર્ણ સ્વભાવ અને તે-મય આત્મા એટલે સ્વભાવ અને સ્વભાવવાન—અભેદ આત્મા તેને સર્વ પ્રકારે ઉપાદેય બનાવ. ચારે તરફથી દૃષ્ટિ હટાવી એક તેના ઉપર જ દૃષ્ટિ દે, કેમ કે એક એ જ આદરણીય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ તો બહુ મોટી વાત થઈ ગઈ. તેનો રસ્તો પહેલાં તો કાંઈ બીજો હશે કે નહિ? ના ભાઈ, પહેલાં પણ આ અને પછી પણ આ એક જ માર્ગ છે. જેની તિજોરીમાં કરોડો રૂપિયા પડ્યા છે તેના ઘરની દિવાલ ઉપર ભલે કોઈ લખી જાય છે કે શેઠે દિવાળું કાઢ્યું. પણ શેઠના પેટનું પાણી હલતું નથી. તેમ ચૈતન્યમૂર્તિ આત્માને તું ગમે તેવો માન પણ તે તો જેવો છે તેવો જ છે તેમાં કાંઈ ફેર પડતો નથી. અરૂપી પણ એ વસ્તુ છે ને ! એ વસ્તુ પોતાના અનંત ચૈતન્યસ્વભાવનું દળ છે. એકવાર તું આ ભગવાને આત્માને આરાધવાલાયક જાણ. એ જ દૃષ્ટિ કરીને સેવવાલાયક વસ્તુ છે, બાકી બધું છોડવા લાયક છે. આવું નક્કી કરીને, અનુભવ કર્યા વિના પ્રગટ પરમાત્મા થવાનો બીજો કોઈ ઉપાય નથી. શક્તિએ પરમાત્મા છે તે આ રીતે પોતાની શક્તિની આરાધના–સેવા કરતાં પ્રગટ પરમાત્મા થાય છે. તેને સિદ્ધ–ભગવાન કહેવામાં આવે છે. તે દશાનું નામ જ મોક્ષદશા છે. તે પૂર્ણ પરમાત્માને પછી અવતાર ન હોય, સંસાર ન હોય, બંધન ન હોય, દુઃખ ન હોય પૂર્ણ અતીન્દ્રિય આનંદનું વેદનું હોય છે. તું પૂર્ણાનંદના નાથનું આલંબન લે. બીજું કોઈ આલંબન લેવા યોગ્ય નથી. પરસનુખની શ્રદ્ધા, પરસનુખનું જ્ઞાન અને પરસનુખની સ્થિરતા છોડી સ્વસમ્મુખની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરતાં સ્વરૂપની અંતરદશા પ્રગટે તે અંતરાત્મદશા વડે બહિરાત્મપણાને છોડ અને પરમાત્માનું ધ્યાન કરી વ્યક્તરૂપ પૂર્ણ પરમાત્મા થા ! આ સિદ્ધપદ છે. શ્રીમદ્જીએ એકવાર પોકાર કર્યો હતો “સર્વજ્ઞપદનું ધ્યાન કરો. ધ્યાન કરો જુઓ! શ્રીમદ્ ગૃહસ્થાશ્રમમાં હતાં, લાખોના વેપાર કરતાં હતાં પણ કહે છે અને જ્યાં છીએ ત્યાં રાગ અને વેપાર નથી અને રાગ ને વેપાર છે ત્યાં અમે નથી. સર્વજ્ઞપદનું ધ્યાન કરો એટલે નિજપદનું ધ્યાન કરો. આ સત્ છે તે સહજ છે, શરણ છે, સર્વત્ર છે માટે બધે ઠેકાણે પ્રાપ્ત થાય તેમ છે. ------- સ્વભાવ તરફની દૃષ્ટિથી શાંતિ મળશે, આનંદ મળશે અને આનંદની પૂર્ણતા પણ એ સાધન દ્વારા જ થશે. બીજા કોઈ સાધન દ્વારા આનંદ મળશે નહિ. પરરૂપે તું થયો નથી. માટે તારે ચિંતા શી છે? અને પર તારારૂપે થયા નથી માટે તારે કાંઈ છોડવાનું પણે રહેતું નથી. શ્રીમદ્જીએ એક પત્રમાં લખ્યું છે કે ““દિગંબર આચાર્યોએ માન્યું છે કે, જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે.” મોક્ષ એટલે અંદર છૂટું તત્ત્વ છે તે જ્ઞાનમાં આવે છે, તે દૃષ્ટિ–મોક્ષ છે; તે જ દ્રવ્યની દૃષ્ટિ અને ધ્યાન કરીને આરાધન કરવું તેનું જ નામ માંગલિક છે. બહિરાત્મપણું તજી, અંતરાત્મા થઈ, પરમાત્મપણાના આરાધક, આત્મજ્ઞ સંત શ્રી સદ્દગુરુદેવનો જય હો. Page #202 -------------------------------------------------------------------------- ________________ છે. સ્વ-પર-પ્રકાશકે જ્ઞાનસ્વભાવ (સળંગ પ્રવચન નં. ૩૩) केऽपि भणन्ति जीवं सर्वगतं जीवं जडं केऽपि भणन्ति । केऽपि भणन्ति जीवं देहसमं शून्यमपि केऽपि भणन्ति ॥५०॥ आत्मा योगिन् सर्वगतः आत्मा जडोऽपि विजानीहि । आत्मानं देहप्रमाणं मन्यस्व आत्मानं शून्यं विजानीहि ॥ ५१|| શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની ૪૯ ગાથા પૂરી થઈ. હવે ૫૦મી ગાથામાં શિષ્ય પૂછે શિષ્ય પૂછે છે કે મહારાજ આત્મા કેવો છે ! આપના જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ કેવું આવ્યું છે ? કોઈ વેદાંતી આદિ તો જીવને સર્વવ્યાપક કહે છે, સાંખ્ય દર્શનવાળા તો જીવને જડ કહે છે, બૌદ્ધદર્શનવાળા જીવને શૂન્ય કહે છે અને જિનધર્મી તો જીવને વ્યવહારનયથી દેહપ્રમાણ અને નિશ્ચયનયથી લોકપ્રમાણ કહે છે. તો ખરેખર આત્મા કેવો છે અને કેવો નથી તે આપ અમને સમજાવો. વેદાંતી આદિ જીવને સર્વવ્યાપક કહીને તેને મોટો બતાવે છે પણ સર્વમાં વ્યાપકપણાથી જીવની મોટાઈ નથી. આત્મા તો દેહપ્રમાણ છે. એમ કહીને સર્વવ્યાપકપણાનો નિષેધ કર્યો છે. કોઈ સાંખ્યમતવાળા જીવને જડ કહે છે તો વળી બૌદ્ધાદિ જીવને માલ વગરનો શૂન્ય કહે છે પણ જીવ શૂન્ય નથી. જિનધર્મી એમ કહે છે કે આત્મા દેહના સંબંધમાં રહેલો છે તે અપેક્ષાએ દેહપ્રમાણ છે પણ નિશ્ચયથી તેના પ્રદેશો લોકાકાશપ્રમાણ છે. આમ, ચાર પ્રશ્ન ઉઠાવીને શિષ્ય કહે છે કે મહારાજ! આત્મા કેવો છે અને કેવો નથી ? દુનિયા તો જુદી જુદી રીતે આત્માનું સ્વરૂપ બતાવે છે પણ આપના જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ કેવું આવ્યું છે તે મને કહો. જુઓ ! શિષ્યને એક આત્માનું સ્વરૂપ સમજવાની જ જિજ્ઞાસા છે. આત્મા શું છે! ક્યાં રહે છે ! કેટલામાં છે ! કેવડો છે ! જડ છે, શૂન્ય છે, સર્વવ્યાપક છે કે દેહપ્રમાણે છે એમ શિષ્ય ચાર પ્રશ્ન પૂછે છે. હવે આગળ ૫૧મી ગાથામાં આચાર્યદેવ નયવિભાગ દ્વારા એટલે જ્ઞાનની વહેંચણીના પ્રકાર દ્વારા એકાન્તવાદનો નિષેધ કરીને શિષ્યના ચારેય પ્રશ્નોનું સમાધાન કરે છે કે, અપેક્ષાથી આત્મા આ સર્વપ્રકારે છે પણ એકાંતવાદથી અન્યવાદી માને છે તે બરાબર નથી. સર્વવ્યાપક એટલે આત્મા આખા લોકમાં વ્યાપેલો છે એમ નથી, શૂન્ય એટલે આત્મા પરથી Page #203 -------------------------------------------------------------------------- ________________ 10 ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો તો શુન્ય છે પણ પોતાથી શૂન્ય નથી અને નિર્વિકલ્પ સમાધિ કાળે ઇન્દ્રિય જ્ઞાન નથી એ અપેક્ષાએ જડ છે પણ સ્વસંવેદન–જ્ઞાન પણ જીવમાં નથી એમ નથી.. અર્થ :–હે પ્રભાકર ભટ્ટ ! આગળ કહ્યા અનુસાર નયના ભેદથી આત્મા સર્વગત પણ છે, આત્મા જડ પણ છે અને આત્મા દેહપ્રમાણ પણ છે અને શૂન્ય પણ છે. નયવિભાગથી આ પ્રમાણે માનવામાં કોઈ દોષ નથી. એમ તાત્પર્ય છે. જુઓ ! આ આત્માની સ્થિતિ ! શ્રીમદ્જી એક પત્રમાં લખે છે કે અરે ! આવો મનુષ્યભવ મળ્યો અને તેમાં જો જીવનું જીવન આત્માની આવી મહાન જ્ઞાનાનંદમય હયાતીના લક્ષ અને દૃષ્ટિ વગર જાય તો તેને અમે ધિક્કારીએ છીએ. મનુષ્યભવનો સમય તો બહુ અલ્પ છે તે સમય જો આત્મા એક સમયમાં અનંત ભાવસ્વરૂપ શક્તિવાળો છે તેની દૃષ્ટિ વગર જાય તો તે ધિક્કારને પાત્ર છે. અહીં શિષ્યને પોતાને જિજ્ઞાસા ઊઠી છે ને કે આ આત્મા કેવો છે? પરમાત્માને કેવો જોયો છે અને એવો આત્મા મને કેમ દેખાય ! એવી ધગશથી શિષ્યને જિજ્ઞાસા થઈ છે. ભગવાન આત્મા પોતાના જ્ઞાનસ્વભાવમાં રહેલો છે. તે બધાને જાણવાના સ્વભાવવાળો છે પણ રાગ સ્વભાવવાળો નથી. પુણ્ય–પાપ અધિકારમાં લીધું છે કે આત્મા સર્વજ્ઞ સર્વદર્શિસ્વભાવવાળો હોવા છતાં એવા પોતાના સ્વભાવનો નિષેધ કરીને અને પરના અસ્તિત્વનો સ્વીકાર કરીને પોતાની વર્તમાન પર્યાયમાં સર્વનું જાણવું–દેખવું કરતો નથી. તેનો સ્વભાવ તો સર્વને જાણવા–દેખવાનો જ છે. કોઈ બીજી ચીજ મારામાં છે એવું માનવાનો એનો સ્વભાવ નથી અને કોઈ પણ પરને ન જાણે એવો પણ એનો સ્વભાવ નથી. તેના જ્ઞાનમાં સર્વનું જાણવું થાય એવો સ્વભાવ છે. કોઈ પરને મારા માની લેવા એવું એના સ્વભાવમાં નથી. સ્વ અને પર બધાંને એકસાથે જાણી લેવાનો સ્વભાવ છે. હવે જુઓ ! આવા જ્ઞાન સ્વભાવવાળા આત્માને પરને પોતાના માનીને તેમાં રોકાવું એ કેવું કહેવાય ! આત્મા વસ્તુ જ એવી છે કે જાણવું અને દેખવું એ એનો સ્વ.સ્વ.સ્વભાવ છે. છતાં એવા જ્ઞાન-દર્શન સ્વભાવી પોતાની હયાતીનો સ્વીકાર નહિ કરીને, પર અને રાગમાં જે પોતાની હયાતી માનીને પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં સર્વને જાણવા-દેખવાવાળા પોતાના સ્વભાવને ભૂલી ગયો છે. તેથી વર્તમાન અલ્પજ્ઞપર્યાયમાં સ્વભાવનું જ્ઞાન અવરાઈ ગયું છે. આત્મવસ્તુ, તેનો જ્ઞાન-દર્શનસ્વભાવ એટલે કે સર્વને જાણવા–દેખવાના સ્વભાવવાળું તેનું અસ્તિત્વ તે આત્મા છે. આવો આત્મા દેષ્ટિમાં લીધા વિના તેણે આત્માને માન્યો છે એમ ન કહેવાય. તેને તો આ દેહનું અસ્તિત્વ એ જ મારું અસ્તિત્વ છે, તેના હોવાથી હું છું, રાગ-દ્વેષના હોવાપણાથી હું છું, પરની અનુકૂળતાથી હું છું, પ્રતિકૂળતામાં ખેદાઈ જાઉં એવો હું છું...આવી માન્યતાના કારણે તેનો સર્વજ્ઞ અને સર્વદર્શિસ્વભાવ છે તે પર્યાયમાં Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૩ ] [ ૧૯૧ હીણો પડી ગયો છે. સંકોચાય ગયો છે. હવે એ જ જીવ જો એમ પ્રતીત કરે કે, હું તો સેર્વજ્ઞ અને સર્વદસ્વિભાવવાળો છું તો તેને વર્તમાનમાં શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન થઈ જાય છે શ્રીમદ્રજી લખે છે કે, “અમને શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું છે.” એટલે કે એની પ્રતીતમાં હું તો જાણનાર..જાણનાર...જાણનાર સર્વજ્ઞસ્વભાવ છું એવી પ્રતીત થઈ ગઈ છે. પહેલાં શ્રદ્ધામાં પોતાને કેવળ જ્ઞાનમય માન્યો ન હતો અને હું તો રાગવાળો અને અલ્પજ્ઞ છું એમ માન્યું હતું તે સમ્યગ્દર્શનમાં પોતાને કેવળજ્ઞાનમય છું, એકલી કેવળજ્ઞાનશક્તિમય છું એમ માન્યું તે શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું કહેવાય. અને “નિશ્ચયનયના જ્ઞાન દ્વારા કેવળજ્ઞાન વર્તે છે” એટલે કે જ્ઞાનસ્વરૂપ જ છું અને “ઈચ્છાદશાએ કેવળજ્ઞાન વર્તે છે” એટલે કેવળજ્ઞાન કરવાની જ ઈચ્છા છે. આમ શ્રીમદ્જીએ શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા ત્રણેય દ્વારા કેવળજ્ઞાનમય જ છું એમ લીધું છે. આવો ભગવાન આત્મા પ્રતીતમાં આવે ત્યારે એણે આત્માને માન્યો અને જાણ્યો કહેવાય. હરપળે આ રીતે તેની વિદ્યમાનતા વત્ય કરે તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. હું સર્વજ્ઞ અને સર્વદર્શિસ્વભાવી જ છું. હું શરીરરૂપ કે રાગ-દ્વેષરૂપ તો નથી પણ અલ્પજ્ઞ અને અલ્પદર્શિપણું એવું પણ મારું સ્વરૂપ નથી. હું તો કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંતે આનંદનો પિંડ છું. આ રીતે બહિર્મુખતામાં જે પોતાને અલ્પજ્ઞ અને રાગી માનતો હતો તે હવે અંતર્મુખ થઈ પોતાનું કેવળજ્ઞાન અને દર્શનમય અસ્તિત્વ સ્વીકારે છે ત્યાં તેને શ્રદ્ધાએ કેવળજ્ઞાન થઈ ગયું. એટલે કે હું તો જાણનાર–દેખનાર જ છું. રાગ થાય તેનો પણ જાણનાર અને શરીરની ક્રિયા થાય તેનો પણ જાણનાર છું. એ જાણવું પણ વ્યવહારથી છે હો, રાગાદિ કે શરીરાદિમાં વ્યાપ્યા વિના તેને જાણે છે. આ તો શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું પણ જ્યારે પૂર્ણ આનંદ અને કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે ત્યારે એ કેવળજ્ઞાન વડે લોક અને અલોક બંનેને જાણે છે માટે જીવને સર્વગત કહેવામાં આવે છે. જ્યારે સર્વજ્ઞ અને સર્વદર્શિ સ્વભાવનું ભાન થઈને પર્યાયમાં સર્વજ્ઞ અને સર્વદર્શિપણું પ્રગટ થઈ જાય છે તેમાં લોકાલોક જણાય છે એ અપેક્ષાએ આત્મા લોકાલોકમાં વ્યાપ્યો છે એમ કહેવામાં આવે છે. એ ન્યાયે જીવને સર્વગત કહેવો તે સાચું છે પણ વેદાંત આદિ જે રીતે સર્વગત માને છે એ રીતે આત્મા સર્વગત નથી.. જેમ મકાનનો દસ્તાવેજ કરે ત્યારે મકાનની જગ્યાનું માપ ને દિશા વગેરેનું પાકું લખાણ કરે છે ને ! તેમ આત્મા કેવડો છે, કેટલા ક્ષેત્રમાં રહેલો છે, તેની દશા શું છે ! એ બધું પ્રમાણ અહીં વર્ણવ્યું છે. આ આત્મા વ્યવહારનયથી લોક અલોકને જાણે છે. વ્યવહાર કેમ કહ્યો ? કે લોકાલોકને જાણવા છતાં જ્ઞાન તેમાં એકમેક થતું નથી. એકમેક થયા વગર જાણવું તેને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો વ્યવહાર કહેવામાં આવે છે. અત્યારે પણ શરીરને જાણતું જ્ઞાન શરીર સાથે તન્મય થઈને શરીરને જાણતું નથી, રાગને જાણતું જ્ઞાન રાગમાં એક થઈને રાગને જાણતું નથી. અજ્ઞાની ભલે એમ માને કે રાગમાં હું તન્મય છું પણ જ્ઞાન તેમાં તન્મય નથી. રાગથી ભિન્ન રહીને જ્ઞાન રાગને જાણે છે. તન્મય થતું નથી માટે રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. તે જ રીતે કેવળજ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાય છે તે વ્યવહાર છે કેમ કે, જ્ઞાનની પર્યાય લોકાલોકમાં તન્મય થતી નથી. જો તન્મય થઈ હોય તો તો લોકાલોકના સુખ-દુ:ખ પણ વેદનમાં આવવા જોઈએ પણ એમ તો બનતું નથી. લોકાલોકને કેવળજ્ઞાન વ્યવહારથી જાણે છે તેનો અર્થ એ કે તન્મય થઈને નથી જાણતું. પણ જાણવું જ નથી થતું એમ નથી. કેમ કે તન્મય થવાનો તો એનો સ્વભાવ નથી પણ સ્વ–પર–પ્રકાશકપણે પૂર્ણ જાણવાનો તો એનો સ્વભાવ છે. નિશ્ચયથી તો જ્ઞાન જ્ઞાનને જાણે છે. કેવળજ્ઞાનનો પર્યાય જ્ઞાનને જાણે છે, પોતે પોતાને જાણે છે. અત્યારે પણ શરીર અને રાગને જાણતું જ્ઞાન શરીર અને રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે, પરને જાણવું જે પોતામાં છે તેને જાણવું તે નિશ્ચય છે. ચૈતન્યપ્રભુ આત્મા જ્ઞાનનો સૂર્ય છે. એ સૂર્ય પ્રકાશી રહ્યો છે તેનો પ્રકાશ પરને અને રાગને પ્રકાશે છે તે વ્યવહાર છે. સ્વમાં તન્મય થઈને જ્ઞાન જ્ઞાનને પ્રકાશે તેનું નામ નિશ્ચય છે. “સ્વાશ્રિત તે નિશ્ચય અને પરાશ્રિત તે વ્યવહાર'. આ રીતે જ્ઞાનની અપેક્ષાએ વ્યવહારનયથી આત્મા સર્વગત છે. સર્વને જાણવું એવો વર્તમાન સ્વભાવ ત્રિકાળ છે પણ જ્યારે તે સ્વભાવ પર્યાયમાં પ્રગટ્યો ત્યારે પૂર્ણપણે સર્વને જાણે છે એ અપેક્ષાએ આત્મા સર્વગત છે પણ પ્રદેશોની અપેક્ષાએ આત્મા સર્વગત નથી. કેમ કે આત્માનું જ્ઞાન પોતાના પ્રદેશ છોડીને પરમાં ગયું નથી. જ્ઞાન પોતાની મર્યાદા છોડીને રાગને કે શરીરને અડતું નથી. જો જ્ઞાન રાગ અને શરીરને અડે તો તો જ્ઞાન અચેતન થઈ જાય કેમ કે રાગ અને શરીર તો અચેતન છે. સમજાણું કાંઈ ! જ્ઞાનમય ચૈતન્યની જે અતિ તેમાં પ્રકાશનું જ્ઞાન શરીર અને રાગાદિને જાણે કે “આ છે પણ જ્ઞાન પોતાના ક્ષેત્રમાં અથવા પોતાના ભાવમાં રહીને જાણે છે. જ્ઞાન શરીર કે રાગરૂપ થઈને તેને જાણતું નથી. છતાં તે રાગાદિભાવોનું જ્ઞાન નથી એમ નથી. જ્ઞાન તો થાય છે પણ તે વ્યવહાર છે અને જ્ઞાનને જ્ઞાનનું જાણવું તે નિશ્ચય છે, પોતાને પોતે જાણવું તે નિશ્ચય છે. વિકાર છે તે નિશ્ચયથી અચેતન છે, તો ચૈતન્યનો પ્રકાશ અને અચેતન એવો વિકાર બે એક ક્યાંથી થાય! બંને એક થાય તો અડ્યા કહેવાય. પણ એક તો કદી થતાં નથી. તેમ આ શરીરની હાલવા-ચાલવા આદિની ક્રિયાને આત્મા જાણે છે પણ કરતો નથી અને Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૩ | [ ૧૯૩ અડતો પણ નથી. જ્ઞાન પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને છોડીને શરીરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં જતું નથી. આ વાત સાકરના દૃષ્ટાંતથી લઈએ તો, એક સાકરનો ગાંગડો ઓગળવા માંડ્યો છે તે જ્ઞાનમાં જણાયો. તો શું સાકરનું ગળપણ જ્ઞાનમાં આવી ગયું છે ! સાકરનું ગળપણ તો તેના ક્ષેત્ર અને ભાવમાં રહ્યું છે તે કાંઈ જ્ઞાનના ક્ષેત્રમાં આવી જતું નથી. સાકરનું જ્ઞાન થાય છે તે કાંઈ સાકરને અડીને થતું નથી. સાકરનું અસ્તિત્વ સાકરમાં છે અને જ્ઞાનનું અસ્તિત્વ જ્ઞાનમાં છે. એક બીજાનાં ભાવ એકબીજામાં આવતાં નથી. જો ગળપણની ભાવદશા જ્ઞાનમાં આવે તો તો જ્ઞાન જડ થઈ જાય. સાકર અને તેના ગળપણ સંબંધીનું જ્ઞાન પોતામાં થાય છે એ અપેક્ષાએ જ્ઞાન સાકરમાં વ્યાપ્યું છે એમ કહેવાય પણ ખરેખર જ્ઞાન પોતાનું ક્ષેત્ર અને પોતાનું અસ્તિત્વ છોડીને સાકરમાં જતું નથી. અહીં તો કહે છે કે, તું તારી હયાતીને કેવડી માને છે? જેવડો અને જેવો છો તેવો માને છે કે તેનાથી વધારે બીજા ક્ષેત્રમાં પણ તારી હયાતી માને છે ? જગતમાં પણ કોઈ પરની વસ્તુને જાણે ત્યાં તેને પોતાની માની લેતો નથી. માણેકચોકમાં જેટલી ઝવેરાત દેખાય તે બધીને પોતાની માની લેતો નથી. તેમ આત્મા પોતાના ક્ષેત્રમાં રહીને શરીર તથા રાગને જાણે છે પણ તે કાંઈ પોતાની ચીજ નથી. જ્ઞાન રાગ તથા શરીરને જાણે પણ રાગ અને શરીરમય થતું નથી. તેમ, ભગવાનનું જ્ઞાન લોકાલોકને જાણે છે પણ, જ્ઞાન પોતાનું ક્ષેત્ર છોડીને લોકાલોકમાં ચાલ્યું જતું નથી. જ્ઞાન તો દેહપ્રમાણ પોતાના ક્ષેત્રમાં જ રહીને સર્વને જાણે છે. જ્ઞાનનું ક્ષેત્ર દેહપ્રમાણ હોવા છતાં દેહના ક્ષેત્રથી તેનું ક્ષેત્ર ભિન્ન છે. જ્ઞાનમય આત્મા અને તેના અનંત ગુણ–પર્યાય શરીર જેવડા પોતાના ક્ષેત્રમાં રહેલાં છે, દેહના ક્ષેત્રમાં નહિ. માટે જાણવાની અપેક્ષાએ ભગવાનનું જ્ઞાન સર્વગત છે પણ પ્રદેશોની અપેક્ષાએ સર્વગત નથી. જીવનો સ્વભાવ સ્વ-પર-પ્રકાશક છે માટે ભગવાનનું જ્ઞાન પોતાના ક્ષેત્રમાં, પોતાના કાળે પોતાના ભાવમાં સર્વ પદ્રવ્યને જાણે છે પણ તે કોઈ પરદ્રવ્યની અપેક્ષા રાખતું નથી. જ્ઞાન પોતાનું ક્ષેત્ર, સ્વકાળ અને સ્વ ભાવનું સામર્થ્ય છોડીને, લોકાલોકને જાણવા લોકાલોકમાં પેસતું નથી. માત્ર, લોકાલોક સંબંધીનું જ્ઞાન હોવાથી લોકાલોકને જાણે છે એમ વ્યવહારથી કહેવાય છે. પણ નિશ્ચયથી જ્ઞાન પોતાનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર છોડીને લોકાલોકને જાણવા જતું નથી. સાકરની મીઠાશનું જ્ઞાન થતાં જ્ઞાનમાં સાકરની મીઠી અવસ્થા આવી જતી નથી. જ્ઞાનની પર્યાય પોતાના ક્ષેત્રમાં રહીને સાકરની અવસ્થાને જાણી લે છે. સાકરનું ગળપણ તો જડ છે, તે કાંઈ જ્ઞાનમાં આવી જતું નથી કે જ્ઞાનને અડતું નથી. સદાય આવી સ્થિતિ છે. પરની અવસ્થા જ્ઞાનમાં આવી જતી નથી અને જ્ઞાનની અવસ્થા પરમાં જતી નથી. Page #207 -------------------------------------------------------------------------- ________________ 168] [ પ્રકાશ પ્રવચનો વસ્તુનું સત્નું સતપણું આ રીતે છે એમ એને જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી ભ્રાંતિ ટળે નહિ. આમ ને આમ ભ્રમણામાં કાળ ચાલ્યો જાય... જુઓ, અહીં શાસ્ત્રમાં દાખલો આપે છે કે, જેમ રૂપવાળા પદાર્થને નેત્ર દેખે છે પણ તે પદાર્થોથી તન્મય થતું નથી. આંખ અગ્નિને દેખે છતાં આંખ અગ્નિરૂપ થતી નથી. આંખ અગ્નિને અડે તો તો આંખ જ બળી જાય. આંખ આંખમાં રહીને અગ્નિને જાણે છે. તેમ જ, બરફને જાણતો આંખ ઠંડી થઈ જતી નથી. કેમ કે આંખ બરકમાં ગયા વગર બરફને જાણે છે. આમ, જ્ઞાન પરમાં જતું પણ નથી અને જાણ્યા વગર રહેતું પણ નથી. આવો જ્ઞાનનો સ્વભાવ છે પણ તેનો કદી વિચાર પણ કરતો નથી અને આંધળાની જેમ ચોરાશીના અવતારમાં દોડ્યો જાય છે. ભગવાન આત્મા ચૈતન્યઆંખના પ્રકાશનું પૂર્ણ કિરણ પ્રગટ્ય કેવળજ્ઞાન થયું તે લોકાલોકને જાણે છે પણ લોકાલોકને અડતું નથી. તેમ આ મારું જ્ઞાન પણ મારા ક્ષેત્રમાં રહીને, મારા સ્વભાવના સામર્થ્ય વડે શરીર અને રાગની હયાતીને જાણે છે પણ પોતાની હયાતી છોડીને આ જ્ઞાન શરીર અને રાગની હયાતીમાં જતું નથી. મારું જ્ઞાન મારા ક્ષેત્રથી બહાર જ નીકળતું નથી તો પરને અડે કેવી રીતે ! કહો, આ વાત સમજાણી કે નહિ ! સાદી ભાષામાં તો વાત આવે છે. આ કાંઈ મોટાં ગડિયાં ભણવાના નથી. સતુની જેટલી ક્ષેત્રની મર્યાદા, જેટલી કાળની મર્યાદા, જેટલી ભાવની મર્યાદા, જેવડી છે એવડી માને તે બરાબર છે. તેનાથી વધારે પરના ક્ષેત્રમાં પોતાની હયાતી માને તો એ તો ખોટી શ્રદ્ધા છે. આ જ રીતે અરિહંત પરમાત્માનું જે જ્ઞાન શક્તિરૂપે હતું તે પર્યાયમાં પ્રગટ થયું એટલે કેવળજ્ઞાનની આંખ પ્રગટ થઈ તે લોકાલોકને જેમ છે તેમ જાણે છે, તો શું જ્ઞાન લોકાલોકરૂપ થઈને જાણે છે? શું લોકાલોક સંબંધીનું જ્ઞાન પોતાના સ્વભાવ-સામર્થ્યમાં નથી આવ્યું એમ છે? શું જ્ઞાન લોકાલોકમાં ગયું છે? શું લોકાલોક જ્ઞાનમાં આવી ગયું છે ? સીધી વાત છે કે જ્ઞાન પોતામાં રહીને સર્વને જાણે છે પણ એને નવરાશ ક્યાં છે ! દુનિયાની ભાંજગડ છોડીને પોતાનું હિત કરવાની એને નવરાશ નથી. ભાઈ ! આ શરીર અને બાયડી-છોકરાં માટે આમ કરું ને તેમ કરું એમ ઘણું મથે છો પણ તું કાંઈ કરી શકતો નથી હો ! તું તો માત્ર વિકલ્પ કરે છો. પરને તો તું અડી પણ શકતો નથી અને કરી પણ શકતો નથી. તારું અસ્તિત્વ તો તારા અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં છે, તારું જ્ઞાન, શરીર, મન, વાણીના કાર્યો થતાં હોય તેને જાણે ખરું, પણ જ્ઞાન શરીર, વાણી. મનમાં જાય નહિ. જ્ઞાન પોતાની મર્યાદાને છોડીને બહાર ન જાય. આવી રીતે સતની મર્યાદા છે પણ આ વાત તો કયાંય ચાલતી જ નથી. Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૩ / [ ૧૯૫ અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જ્ઞાન જો વ્યવહારનયથી લોકાલોકને જાણે છે, નિશ્ચયથી નહિ એમ આપ કહો છો તો, વ્યવહારથી સર્વશપણું થયું, નિશ્ચયથી તો સર્વજ્ઞપણું ન થયું? શ્રી સમયસારની શ્રી જયસેન આચાર્યની ટીકામાં ૪૬૬ પાના ઉપર આ જ પ્રશ્ન કરેલો છે. આ ધર્મકથા ચાલે છે હો ! ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. વસ્તુના સ્વભાવમાં કેટલું સામર્થ્ય છે અને તે પ્રગટ થાય ત્યારે કેવી રીતે અને કેટલું પ્રગટ થાય, પરને વ્યવહારથી જાણે અને પોતાને નિશ્ચયથી જાણે એ કેવી રીતે છે. આ બધું અહીં સ્પષ્ટ થાય છે. વ્યવહારથી ભગવાન લોકાલોકને જાણે છે માટે તે ખોટું છે એમ નથી, સાંભળ ભાઈ ! તારા પ્રશ્નનું ગુરુ સમાધાન કરે છે. સમાધાન ભગવાન જેમ પોતાના આત્માને તન્મય થઈને જાણે છે તેમ પરદ્રવ્યને તન્મય થઈને જાણતા નથી. ભિન્ન સ્વરૂપે જાણે છે માટે વ્યવહારનયથી જાણે છે એમ કહ્યું છે, પણ જ્ઞાનનો જ અભાવ છે એમ કહેવું નથી. ભગવાન પોતાને તો પોતાના અસંખ્યપ્રદેશોમાં એકરૂપ રહીને જાણે છે અને પરને ભિન્ન રહીને જાણે છે એકરૂપ થતાં નથી માટે વ્યવહાર કહ્યો છે પણ જ્ઞાનથી જુઓ તો, નિજ અને પરનું જાણપણું તો સમાન છે. - આ વાત પકડાય છે કે નહિ? દાખલો લ્યો. તીખું મરચું ખાતાં મોટું તીખું થઈ ગયું એમ કહે છે ને ! પણ ખરેખર મોટું તીખું થયું નથી, મોઢાની વર્તમાન પર્યાયમાં તીખાશ છે અને તે તીખાશનું જીવને જ્ઞાન થાય છે પણ જ્ઞાન તીખું થતું નથી. જ્ઞાન તીખાશને અડતું પણ નથી, જ્ઞાન તીખાશને અડે તો તો જ્ઞાન જડ થઈ જાય. જ્ઞાનનો તો જાણવાનો સ્વભાવ છે માટે જાણે છે. લીંબુની ખટાશને જ્ઞાન જ્ઞાનમાં રહીને ભિન્નપણે જાણે છે, જ્ઞાન ખાટું થઈને ખટાશને જાણતું નથી. ખાટાપણાને ભિન્ન રાખીને જ્ઞાન જાણવાનું કામ કરે છે. જ્ઞાન જેમ પોતાને જાણે છે તેમ જ પરને જાણે છે, જાણવામાં કાંઈ ફેર નથી. માત્ર પરમાં તન્મય થતો નથી માટે તેને વ્યવહારથી જાણે છે એમ કહેવાય છે પણ લોકાલોક સંબંધીના જ્ઞાનનો જ અભાવ છે એમ કહ્યું નથી. ભગવાન આત્મા ચૈતન્ય ચૈતન્ય સહજાત્મસ્વરૂપ છે. આવો ભગવાન આત્મા પરને જાણે તો છે. પણ ભિન્ન રાખીને જાણે છે જો ભિન્ન ન રાખે તો પરથી એક થઈ જાય અને તો તો પોતે જ જડ થઈ જાય અને જો જાણે જ નહિ તો તો પોતાનો સ્વ–પર–પ્રકાશક સ્વભાવ જ ન રહે. સ્વ–પરને જાણવું એવું એનું પોતાનું સ્વરૂપ છે માટે સ્વ અને પર સંબંધીનું જ્ઞાન તો સમાન છે માત્ર પરમાં તન્મય થતો નથી માટે વ્યવહારથી પરને જાણે છે એમ કહ્યું છે, આવું જ વસ્તુનું સ્વરૂપ છે તે તો પ્રત્યક્ષ છે પણ તેનો અજ્ઞાની કોઈ'દિ વિચાર જ કરતો નથી અને ઉલટાં નિરર્થક અને પોતે ગુંચવાઈ જાય એવા ઊંડા ઊંડા વિચારો કરે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો વર્તમાનમાં પણ જ્ઞાન ખાટાં-ગળ્યાને જાણે છે તે તેમાં એક થઈને જાણતું નથી અને જાણ્યા વિના રહેતું પણ નથી. ખાટાં-ગળ્યાં સંબંધીના જ્ઞાનનો જ અભાવ છે એમ નથી. ખાટાં-ગળ્યાંમાં તન્મય થયા વગર તેને જાણે છે માટે તે જ્ઞાનને વ્યવહાર કહ્યું છે પણ ખાટાં-ગળ્યાં સંબંધીનું જ્ઞાન તો પોતાનું જ છે માટે તે નિશ્ચય છે. જ્ઞાન પરને જાણતાં તેમાં તન્મય થઈ જતું હોય તો તો, જડને જાણતાં જ્ઞાન જડ થઈ જાય...ખાટી ચીજને જાણતાં જ્ઞાન ખાટું થઈ જાય.. એમ તો કદી બને નહિ. જ્ઞાન તો અરૂપી છે તે કદી જડ ન થાય. સ્વને જાણે કે પરને જાણે, જ્ઞાન તો જ્ઞાન જ છે. આત્માને જેમ છે તેમ જાણે છે એ જ રીતે પારદ્રવ્યને તે જેમ છે તેમ જાણે છે. માટે પરના જ્ઞાનનો જ અભાવ છે એમ નથી. ટીકામાં લખ્યું છે – રિજ્ઞાનામાવતા પરિ એટલે સમસ્ત પ્રકારના જ્ઞાનનો આત્મામાં અભાવ નથી. કેવળજ્ઞાન સર્વને જાણે છે. કેવળજ્ઞાનનું જે સ્વરૂપ છે તે જેને ન સમજાય તેને ક્રમબદ્ધ અને નિશ્ચય-વ્યવહારના વાંધા ઊઠે છે. કેવળજ્ઞાનની પર્યાયમાં ભૂલ્યો એટલે મોક્ષતત્ત્વને ભૂલ્યો તે પોતાના સામર્થ્યને પણ ભૂલે છે અને તેને દ્રવ્ય-ગુણ-પર્યાય, પર આદિ બધાંને સમજવામાં ભૂલ પડે છે. અહો, ભગવાન સર્વજ્ઞ પરમાત્મા–અરિહંતના જ્ઞાનની શી વાત ! જેના જ્ઞાનના બધાં કિરણો ખૂલી ગયા છે. અંશે રાગ હતો તેનો પણ નાશ થઈ ને જે પૂર્ણ વીતરાગ થયા છે. જેમ ફૂલની અનેક કળી સંકોચાયેલી હતી તે બધી ખૂલી જતાં ફૂલ હજાર પાંખડીએ ખીલી નીકળે છે તેમ અરિહંત ભગવાનના જ્ઞાનના સર્વ કિરણો ખૂલી ગયા છે. જે સર્વજ્ઞસ્વભાવ શક્તિ સત્ત્વમાં હતો તે તેમાં એકાકાર થતાં પૂર્ણપણે ખીલી ગયો છે. તે કોને ન જાણે ! આજે સવારે કપાસ ફાટેલો જોઈ ને એમ થયું અરે ! કાળે કપાસ ફાટે તો કાળ પાકશે કેવળજ્ઞાન કેમ ન ફાટે ! ફાટે જ. અંદર શક્તિમાં છે તે પર્યાયમાં ખીલી જાય છે. આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાનનું બીજ રોપ્યું છે તે આત્મામાં સ્થિરતા કરતાં કેવળજ્ઞાનનું ફળ પાકી જાય છે. કેવળજ્ઞાનનો ફાલ પાકે છે. આવા કેવળજ્ઞાનમાં લોકાલોકને જાણે છે પણ તેને વ્યવહારથી જાણે છે એમ કેમ કહ્યું કે, જ્ઞાન તે–મય થઈને લોકાલોકને જાણતું નથી માટે વ્યવહાર કહ્યું પણ જ્ઞાનમાં જેવી પોતાના જ્ઞાનમાં પોતા સંબંધી યથાર્થતા છે તેવી જ પર સંબંધીના જ્ઞાનમાં યથાર્થતા છે. માટે જ્ઞાનમાં કાંઈ ફેર નથી. આવા જ્ઞાન-દર્શનસ્વભાવી આત્માની જેને પ્રતિતિ થઈ તે પ્રતીતિએ કેટલું ઝીલ્યું છે ! હું એક સર્વજ્ઞ-સર્વદર્શિ તત્ત્વ છું એવો પણ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે. વિકલ્પમાં તો પ્રતીતિ થતી જ નથી. કેમ કે, ભગવાન જ્ઞાનમૂર્તિ તત્ત્વ તેનું જ્ઞાનાનંદમય નિર્વિકલ્પ સત્ત્વ રાગવાળી પર્યાયમાં શ્રદ્ધામાં આવતું નથી. નિર્વિકલ્પ પ્રતીતિમાં જ કેવળજ્ઞાનનો ફાલ લાવનારા બીજ રોપાયા છે. કોઈને એમ પ્રશ્ન થાય છે કે, ભગવાનના જ્ઞાનમાં નિયત અને અનિયત બંને આવતાં Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૩ ] [ ૧૯૭ હશે? અરે બાપુ ! ભગવાનના જ્ઞાનમાં શું ન જણાય ! આ પર્યાય આ કાળે આમ જ થશે, અનિયત તો કાંઈ છે જ નહિ, આ સમયે આ જ અંશ પ્રગટ થશે એમ ભગવાનના જ્ઞાનમાં આવી ગયું છે. જ્ઞાન તો દરેક અંશને જુદાં જુદાં જાણે છે. કોઈ અંશને ન જાણે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. પ્રભુ! તારો પરિપૂર્ણ જ્ઞાનથી ભરેલો એકરૂપ અખંડ વસ્તુસ્વભાવ છે તે સંપૂર્ણ જાણે અને સંપૂર્ણ દેખે એવો જ સ્વભાવ છે. આત્મા કદી રાગરૂપ થાય નહિ અને અલ્પષ્ણપણે રહે નહિ એવો એનો સ્વભાવ છે. પરને ન જાણે એવો સ્વભાવ નથી અને પરને જાણતાં તન્મય થાય નહિ એવો સ્વભાવ છે. આ ભેદજ્ઞાન કરાવે છે હો ! વસ્તુનું સ્વરૂપ જ આ રીતે છે. જ્ઞાનનું જાણવું તો પરનું હો કે પોતાનું હો બંને સમાન જ છે. જાણવામાં કાંઈ ફેર નથી. જેમ પોતાને સંદેહ રહિત જાણે છે તેમ જ પરનાં દ્રવ્ય, ગુણ, પર્યાયને સંદેહ રહિત જેમ છે તેમ જાણે છે. એમ નિઃસંદેહ જાણો. એક સમયની જ્ઞાનની પર્યાય પૂર્ણ છે અને સામે નિમિત્ત તરીકે લોકાલોક પણ પૂર્ણ છે. ભૂત-ભવિષ્યની વાત નથી. વર્તમાનમાં જ નિમિત્ત અને તે સંબંધીનું જ્ઞાન બંને પૂર્ણ છે. લોકાલોક જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન તેને જાણે છે પણ જ્ઞાન તેને અડતું નથી, જ્ઞાન નિમિત્તમાં જતું નથી અને નિમિત્ત જ્ઞાનમાં આવતું નથી. સ્વનું હોવાપણું પરમાં ન જાય અને પરનું હોવાપણું સ્વમાં ન આવે એવું વસ્તુનું સ્વરૂપ છે. જગતમાં અનેક પદાર્થ છે તે કદી એક થતાં નથી. અનેકને જ્ઞાન અનેકપણે જાણે છે પણ જ્ઞાન અનેકપણે થતું નથી. પોતાને જાણતાં જ્ઞાન પોતામાં તન્મય છે પણ પરને જાણતાં જ્ઞાન પરમાં તન્મય નથી. પોતામાં જ તન્મય છે. પણ પરસંબંધીનું જ્ઞાન તો જેવું સ્વનું સ્પષ્ટ જ્ઞાન થાય છે તેવું પરનું જ્ઞાન થાય છે. પરમાં જ્ઞાન તન્મય થતું નથી માટે પરના જ્ઞાનનો જ અભાવ છે એમ નથી. આવો ભગવાન જ્ઞાનનો સ્વ–પર પ્રકાશક સામર્થ્ય સ્વભાવ છે. આમ બરાબર જાણે અને નક્કી કરે તો આત્માની સન્મુખ થઈને સમ્યગ્દર્શનની પ્રતીત થાય. Page #211 -------------------------------------------------------------------------- ________________ આ અતીન્દ્રિયજ્ઞાન ઉપાદેય : ઇન્દ્રિયજ્ઞાન હેયર (સળંગ પ્રવચન નં. ૩૪) आत्मा कर्मविवर्जितः केवलज्ञानेन येन । लोकालोकमपि मनुते जीव सर्वगः उच्यते तेन ॥५२॥ येन निजबोधप्रतिष्ठितानां जीवानां त्रुट्यति ज्ञानम् । इन्द्रियजनितं योगिन् तेन जीवं जडमपि विजानीहि ॥५३॥ શ્રી પરમાત્મપ્રકાશની આ પરમી ગાથા ચાલે છે. આ આત્મા સ્વ અને પારને જાણવાવાળું તત્ત્વ છે. પરદ્રવ્યને પોતાના માને એવો તેનો સ્વભાવ નથી પણ પરને જાણવું એવો તેનામાં સ્વભાવ છે એટલે કે આ જ્ઞાનમૂર્તિ આત્માનો પુણ્ય–પાપ આદિ વિકાર અને શરીર, કર્મા દિને જાણવાનો સ્વભાવ છે પણ તે જાણવાના સ્વભાવ ઉપરાંત પુણ્ય પાપ, શરીર, કમદિને પોતાને માનવાનો તેનો સ્વભાવ નથી. ભગવાન ચિદાનંદ આત્મા સ્વ–પરને જાણવાવાળો છે પણ તે સ્વભાવના અભાનમાં એણે વર્તમાન દશામાં પરને પોતાના માનવાની ભ્રમણા ઊભી કરી છે. શરીર, કર્મ તથા વિકાર આદિ મારા છે, તેનાથી મને સુખ છે એવી માન્યતા તેણે ભ્રમથી ઊભી કરી છે, ખરેખર તેનું સ્વરૂપ એવું નથી. આત્મા તો જાણવાના સ્વભાવવાળા તત્ત્વનું સત્ત્વ છે. તેના દ્રવ્ય–ગુણમાં વિકાર ન હોવા છતાં વર્તમાન દશામાં જે વિકાર જ્ઞાનમાં જણાય છે તે મારા છે એવી ભ્રમણા તેણે ઊભી કરી છે. તે ભ્રમણા દૂર કરવા શ્રીગુરુ તેને ભગવાનના દૃષ્ટાંતથી સમજાવે છે કે, જેવું તારામાં શક્તિરૂપે સામર્થ્ય પડ્યું છે એવું જ જેને વર્તમાન દશામાં પ્રગટ થયું છે એવા કેવળી ભગવાન સર્વ પરપદાર્થને એટલે કે લોકાલોકને પોતાના જ્ઞાનમાં પૂર્ણપણે અને પ્રત્યક્ષ જાણે છે પણ પરમાં એકમેક થઈ જતાં નથી. કેવળી ભગવાન જેમ પોતાને જાણે છે તેમ જ પરને જાણે છે, જાણવામાં કાંઈ ફેર નથી. ફક્ત પરને જાણતાં તેમાં તન્મય થતાં નથી. તેથી પરને વ્યવહારથી જાણે છે એમ કહેવામાં આવે છે અને પોતામાં તન્મય છે માટે પોતાનું જાણવું તો નિશ્ચયથી છે. વર્તમાનમાં અલ્પજ્ઞદશા વખતે પણ આત્મા જ્ઞાનપ્રકાશની મૂર્તિ છે, આનંદનું રૂપ છે, અત્યારે પણ તે પરદ્રવ્ય સાથે તન્મય નથી, પરમાં તન્મય થયા વગર પરને જાણે એવો તેનો સ્વભાવ છે. પરંતુ પરમાં પુણ્ય–પાપમાં દયા–દાનાદિમાં સુખ માને છે, તેમાં ધર્મ માને છે એ તેનો મિથ્યાભ્રમ છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૪ 2 - [ ૧૯૯ ભગવાન ચૈતન્યવસ્તુ વર્તમાનમાં જ સ્વ–પરને જાણવાના સામર્થ્યવાળુ સત્ત્વ છે—તત્ત્વ છે. તેથી જે કાળે રાગ, વિકલ્પ આવે છે તે સમયે જ તેને જાણવાનો સ્વભાવ પણ છે. પરંતુ આ રાગાદિ વિકલ્પથી જુદો હું માત્ર જાણનાર છું. રાગથી તો હું જુદો પણ પરમાં સુખ છે એવી માન્યતાથી પણ જુદો છું, મારામાં જ મારો આનંદ છે, મારામાં જ મારી શાંતિ છે, મારામાં જ મારું સ્વ અને પરને જાણનારું જ્ઞાન છે એવી માન્યતા અનંતકાળમાં એણે કોઈ'દી કરી નથી. કારણ કે આત્મા જેવો છે તેવો તેણે કદિ જાણ્યો જ નથી. આત્મા જેવો છે એવો માનતો નથી એ વખતે પણ અંતરસ્વરૂપે તો આત્મા અતીન્દ્રિયજ્ઞાન અને આનંદમય જ છે. પોતે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનનો પિંડ છે એમ જો માને તો તો પરમાં સુખ છે કે પરના લક્ષે જે વિકલ્પ ઉઠે છે તે મારામાં છે. એવી બુદ્ધિ એને રહે નહિ. એ તો એમ જાણે કે આ જે પર સંબંધીનું જ્ઞાન થઈ રહ્યું છે તે જ્ઞાન તો મારું છે. મારામાં મારું જ્ઞાન છે અને મારું સુખ પણ મારામાં છે. અનંતકાળમાં એક સેકંડ પણ આ જીવે પોતાને જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે માન્યો નથી. એણે તો જે પર જણાય છે તે મારાં છે અને જેમાં પોતાની વૃત્તિ રોકાય છે તે મને ઠીક છે એમ માની લીધું છે. સ્ત્રીને જાણતાં, જાણે સ્ત્રી મને ઠીક છે, લાડવા, મોસંબીને જાણતાં. તે મને ઠીક પડે છે, શરીરાદિને જાણતાં તે મારા છે અને મને અનુકૂળ છે એવી જે કલ્પના ઊભી કરે છે તે મિથ્યાત્વ છે. ભગવાન સર્વજ્ઞદેવ પણ પોતાના જ્ઞાનપ્રકાશમાં પરને જાણે છે પણ પરમાં તન્મય થઈને ન જાણે પણ પરસંબંધીના પોતાના જ્ઞાનને તન્મય થઈને જાણે છે શું કીધું એ સમજાણું? —કેવળી ભગવાન પોતાને તન્મય થઈને જાણે છે; અને પરને તન્મય થઈ ને જાણતા નથી એ તો બરાબર પણ પર સંબંધીના પોતાના જ્ઞાનને તો ભગવાન તન્મય થઈ ને જાણે છે. માત્ર પરમાં તન્મય નથી એ અપેક્ષાએ પરને જાણવું જ પોતામાં નથી એમ નથી. વળી, જે રીતે નિજને તન્મય થઈને નિશ્ચયથી જાણે છે તેવી જ રીતે જો, પરને પણ તન્મય થઈને જાણે તો પરના સુખ, દુઃખ, રાગ-દ્વેષ આદિનું જ્ઞાન થતાં પોતે પણ સુખી, દુઃખી અને રાગીણી થાય આ મોટું દૂષણ આવે છે. અહીં તો કેવળજ્ઞાનીનું દષ્ટાંત આપીને આત્માના સ્વભાવને સમજાવવો છે હો ! આગળ કહેશે કે, અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનમય સ્વભાવ જ આદરણીય છે. - કેવળી અર્થાત્ અરિહંત પરમાત્મા કોને કહેવાય?-કે જેને, હું સર્વજ્ઞસ્વભાવી ત્રિકાળ સ્વ–પર પ્રકાશક તત્ત્વ છું એવો અંતરમાં અનુભવ કરવાથી વર્તમાન દશામાં પૂર્ણ સ્વ-પપ્રકાશક જ્ઞાન જેને પ્રગટ થયું છે, તે ભગવાન અરિહંત પરમાત્મા છે. તેમના જ્ઞાનમાં આખું લોકાલોક તન્મય થયા વગર જણાય છે. જો તન્મય થતું હોય તો તો નારકી આદિ દુઃખી જીવોને જાણતાં ભગવાનને પણ દુઃખ થાય. સુખી જીવોને જાણતાં તેમને પણ તેનું વેદન થવું Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જોઈએ. રાગી દ્વેષી જીવોને જાણતાં ભગવાનને પણ રાગદ્વેષ થઈ જાય પણ એમ બનતું નથી કેમ કે ભગવાન તેને તન્મય થઈને જાણતાં નથી. ખરેખર તો નરકમાં નારકીને પણ જે દુઃખ છે તે સંયોગનું નથી કેમ કે તે સંયોગ સાથે આત્મા તન્મય નથી. તેને તો પોતે પોતાના આનંદકંદ સ્વભાવને ભૂલીને, સંયોગોને પ્રતિકૂળ કલ્પીને દ્વેષ કરે છે તે દ્વેષનું દુઃખ છે. તેણે પોતાની દશામાં આ મને થઈ ગયું.... આ મને થઈ ગયું એવી જે કલ્પના ઊભી કરી છે તે કલ્પનાનું દુઃખ વર્તમાનમાં તેને છે. પણ ભગવાનના સ્વ-પપ્રકાશક જ્ઞાનમાં તેનું દુ:ખ જણાતું હોવા છતાં દુઃખ થતું નથી કેમ ભગવાન તેમાં તન્મય નથી. ન્યાય સમજાય છે આમાં ! નાના છોકરાઓને પણ સમજાય તેવી વાત છે હો ! એણે અનાદિથી પોતાના સામર્થ્યને પ્રતીતમાં લીધું નથી. અરે બાપુ ! હવે તો જૂઠી કલ્પના છોડી દે ! તારી કલ્પનામાં કાંઈ તથ્ય નથી. હા, તથ્ય છે જૂઠાપણાનું. શું કહેવા માગે છે આ ગાથામાં ! કે જીવનો સ્વ-પપ્રકાશક સ્વભાવ તો છે, અને ભગવાનને એ પૂર્ણપણે પ્રગટ થયો છે પણ તે જ્ઞાન પરને જાણતાં પરમાં તન્મય થતું નથી. જો તન્મય થયું હોય તો તો પરના દુઃખ અને અજ્ઞાનનું વેદન આવે ને ! બીજાનાં સુખદુઃખ અને રાગદ્વેષનું જ્ઞાન થતાં પોતાને સુખ–દુઃખ આદિ થવા લાગે ને! પણ એમ બનતું નથી, કેમ કે જ્ઞાન તે પપદાર્થમાં તન્મય નથી પણ જ્ઞાન તો પોતામાં તન્મય છે. જુઓ ! ખૂબી શું છે કે, બીજાં પ્રાણી રાગદ્વેષ કરે છે તેનું જ્ઞાન તો કેવળજ્ઞાનમાં છે પણ એ જ્ઞાનમાં રાગ-દ્વેષ આવી જતાં નથી કેમ કે જ્ઞાન તો પોતાના સ્વ–પપ્રકાશક સ્વભાવના સામર્થ્યથી થયેલું જ્ઞાન છે, જ્ઞાન કાંઈ રાગ-દ્વેષનું નથી. જેમ ભોગીઓ ભોગમાં સુખની કલ્પના કરે છે ને ! તો એ કલ્પનાનું જ્ઞાન તો ભગવાનને થાય છે. પણ જ્ઞાન તો પોતાના સામર્થ્યમાંથી આવેલું છે, કલ્પનામાંથી આવેલું નથી. તેથી અજ્ઞાનીની કલ્પનાને જાણતાં ભગવાનને સુખ થતું નથી તેમ જ કલ્પનાનું દુઃખ પણ જ્ઞાનમાં આવતું નથી, રાગદ્વેષ પણ જ્ઞાનમાં આવતાં નથી. માત્ર તે સંબંધીનું પોતાનું જ્ઞાન થાય છે. આમ, જ્ઞાનમાં તો સ્વ-પ્રપ્રકાશના સામર્થ્યવાળું પોતાનું જ્ઞાન આવ્યું છે, કોઈ પરપદાર્થ કે રાગ-દ્વેષાદિ જ્ઞાનમાં કદી આવતાં નથી. ભગવાન આત્માની પોતાની હયાતી વિના ‘આ છે' એમ કોણે જાણ્યું ! આત્માનું જ્ઞાન જ સર્વની હયાતીને જાણે છે. એવું જ્ઞાનનું સ્વ-પરને જાણવાવાળું સામર્થ્ય છે માટે જાણે છે. પર છે માટે જ્ઞાન તેને જાણે છે એમ નથી. તેમ જ પરને જાણતાં જ્ઞાન તેમાં એકમેક પણ થતું નથી. પોતે પોતામાં રહીને પોતાના સામર્થ્યથી પરને જાણે છે. આત્માની દશાની મર્યાદા પોતામાં છે અને પરની મર્યાદા પરમાં છે. કોઈ પણ દ્રવ્ય પોતાની મર્યાદા છોડીને બહાર આવતાં જ નથી. માટે ભગવાનને આટલું બધું–ત્રણકાળ ને ત્રણલોકનું જ્ઞાન Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૪ ] | ૨૦૧ થતાં તેમાંથી કાંઈ જ્ઞાનમાં આવી જતું હશે ! એવી કલ્પના કરીશ નહિ. કેવળજ્ઞાનીનું જ્ઞાન ત્રણકાળ ત્રણલોકને તેનાથી પૃથક્ રહીને જાણે છે. અહીં જે જ્ઞાનથી આત્માને સર્વવ્યાપક કહ્યો તે જ્ઞાન ઉપાદેય અતીન્દ્રિયસુખથી અભિન્ન છે. એ જ સુખરૂપ છે. જ્ઞાન અને આનંદમાં ભેદ નથી. જ્ઞાન પ૨ને જાણતાં છતાં પરમાં તન્મય નથી પણ પોતાને જાણતાં પોતામાં તો તન્મય છે. પોતાના આનંદને જાણતું જ્ઞાન આનંદથી તન્મય છે, જુદું નથી. તન્મય એટલે ‘તે–મય'. એક સમયમાં ભગવાનને જ્ઞાન પણ પૂરું છે અને આનંદ પણ પૂરો છે અને બંને તન્મય છે, જુદાં નથી. જ્ઞાન અને આનંદ એક સમય માત્ર પણ ભિન્ન ન હોઈ શકે. ત્રણકાળ ત્રણલોકમાં તો દુઃખ પણ ઘણું છે પણ તેને જાણતું જ્ઞાન તેમાં તન્મય થતું નથી. જ્ઞાન તો પોતાના આનંદમાં તન્મય રહે તેવી તેની શક્તિ છે. પ૨ને જાણતાં જ્ઞાન તેમાં તન્મય નથી માટે જ તો પરના જ્ઞાનને ઉપચાર કહ્યું છે એ વાત અહીં સિદ્ધ કરી છે. આમ, પરથી ભિન્ન અને પોતાના આનંદથી અભિન્ન એવું જ્ઞાન જ ઉપાદેય છે એવો અભિપ્રાય જાણવો. ૫૦મી ગાથામાં શિષ્યના ચાર પ્રશ્નો હતાં તેના ઉત્તરરૂપે પહેલાં પ્રશ્નનો આ જવાબ આવ્યો કે જ્ઞાનની અપેક્ષાએ આત્માને સર્વગત કહી શકાય પણ ક્ષેત્રથી આત્મા સર્વગત નથી. આ તો ભગવાનના પૂર્ણ જ્ઞાનની વાત કરી પણ વર્તમાન વર્તતું આ જ્ઞાન પણ શરીર, મન, વાણી અને રાગાદિને તેનાથી ભિન્ન રહીને જાણે છે. જ્ઞાન શરીરાદિમાં ભળી જતું નથી. કેમ કે શરીર જે અજીવતત્ત્વ અને રાગ કે જે આસ્રવતત્ત્વ છે તેને ભિન્ન રાખીને જ્ઞાન જ્ઞાનમાં રહીને તેને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે. તેમાં તન્મય થવાનો જ્ઞાનનો સ્વભાવ જ નથી પણ અજ્ઞાનીએ ભ્રમથી આ રાગ મારો, આ શરીર મારું, શરીરની ક્રિયા મારાથી થાય છે એમ માની લીધું છે પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી. ભગવાન આત્મા જ્ઞાનાનંદ પ્રકાશનો પુંજ છે એવા આત્માને માન્યો ક્યારે કહેવાય કે, મારો આત્મા સ્વ અને પ૨ને જાણવાના સામર્થ્યવાળો છે અને વર્તમાનદશામાં પણ તે સ્વ અને પરને જાણે છે, રાગ દ્વેષ કે શરીર સાથે તન્મય થતો નથી. જ્યારે જે સમયે જેવો રાગ દ્વેષ હોય તે સમયે તેને જ્ઞાન જાણે પણ તન્મય ન થાય. જો તન્મય થાય તો તો રાગ અને જ્ઞાન એક થઈ જાય. શરીરને જાણતાં જ્ઞાન પણ જડ થઈ જાય. પણ એમ બનતું જ નથી કેમ કે જ્ઞાન તન્મય થતું નથી તેથી જ્ઞાનથી રાગ-આસ્રવ અને અજીવતત્ત્વ સદા ભિન્ન જ રહે છે. કાલે છોકરાઓ પ્રશ્ન કરતાં હતા કે આ આત્મા શું વસ્તુ હશે ?—તેને કીધું આત્મા જાણનાર છે—જ્ઞાનમૂર્તિ છે. જાણે છે તે જ વસ્તુ છે. હવે એ જાણવું કેટલા ક્ષેત્રમાં છે, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ / [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કેટલા કાળથી છે એ પહેલાં નક્કી કરવું જોઈએ. જાણવું એ એક ભાવ છે એટલે એક અસ્તિ છે તો અતિ કેટલા ક્ષેત્રમાં છે?—કે, શરીર પ્રમાણ આત્મા છે તે જ જ્ઞાનનું ક્ષેત્ર છે અને તે જ્ઞાન કેટલા કાળનું છે?—કે, અનાદિનું છે. તો હવે જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે એ નક્કી કરો. તો કહે છે, સ્વ–પરને જાણવું એ તેના દ્રવ્ય, ગુણ, પર્યાય—ત્રણેયમાં સામર્થ્ય છે. તો “જાણવું” એ મારું સામર્થ્ય છે એમ નક્કી કરતાં આસવ અને અજીવ તેનાથી ભિન્ન રહી જાય છે કેમ કે તેનામાં જાણવાનું સામર્થ્ય નથી. અને જો એ શરીરાદિ અજીવ અને રાગાદિ આસવમાં પોતાપણું સ્થાપવા જાય તો જ્ઞાનમાં પોતાપણું રહેતું નથી કેમ કે જ્ઞાન તે બંનેથી જુદું તત્ત્વ છે. લોકોને એમ થાય કે આવો તે કાંઈ ધર્મ હોય ! કાંઈક દયા પાળવાનું કહો, તો તો બરાબર છે. અરે બાપુ! આ જ તારી દયા છે. તે તારા ઉપર કોઈદી દયા કરી નથી એની તને ખબર નથી. ટીકા બહુ સરસ છે.....આમાં પુનરુક્તિ દોષ ન લાગે હો ! ઊલટી વધારે દઢતા થાય. જ્ઞાનકુંજ ભગવાન આત્મા સ્વતઃસિદ્ધ પોતાના સ્વભાવથી લોકાલોકને જાણે છે તેમાં પરનું જાણવું અને પોતાનું જાણવું અભિન્ન રહે છે પણ પરદ્રવ્ય ભિન્ન રહે છે તે અભિન્ન થતાં નથી કેમ કે એ સ્વભાવથી જ ભિન્ન છે. સ્વ-પપ્રકાશના સામર્થ્યવાળા ભગવાન આત્માની વર્તમાન દશામાં ““આ આત્મા....આ મારો આત્મા...” એમ જ્યાં દૃષ્ટિમાં બેઠું તો તેનું જ્ઞાન સ્વ-પર પ્રકાશનું સામર્થ્ય રાખતું પુણ્ય–પાપના ભાવને અને શરીરાદિની ક્રિયાને જાણે છે પણ તેમાં તન્મય થતું નથી. આસવ અને અજીવ સંબંધીનું જ્ઞાન તો પોતામાં તન્મય છે પણ જો આસ્રવ અને અજીવ તન્મય થઈ જાય તો તો જ્ઞાન પોતે જ પરતત્ત્વ થઈ જાય. એ મોટો દોષ આવે છે. આ પરમાત્મપ્રકાશ ચાલે છે ને ! ભાઈ ! તું દ્રવ્ય પરમાત્મસ્વરૂપ જ છો. સ્વ-પપ્રકાશક તારું સ્વરૂપ છે. જેમ ભગવાનનું પૂર્ણ જ્ઞાન તેના અતીન્દ્રિય આનંદ સાથે તન્મય છે તેમ ભગવાન આત્માની પ્રતીત અને જ્ઞાન થતાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે તેની સાથે જ્ઞાન તન્મય છે. સ્વ-પપ્રકાશના જ્ઞાન કાળે જ અતીન્દ્રિય આનંદનો પર્યાય તેનાથી તન્મય છે અને દુઃખની કલ્પનારૂપ રાગ અને શરીર સંબંધીનું જ્ઞાન છે પણ તે રાગ અને શરીર જ્ઞાન સાથે તન્મય નથી છતાં તન્મય માનવું એ જ ભ્રમણા અને મિથ્યાત્વ છે. રાગ અને શરીર જ્ઞાનમાં તન્મય તો થતાં જ નથી પણ મૂરખ ભ્રમણા કરીને માને છે. તેની ભ્રમણાને ઉથલ-પાથલ કરી નાંખે એવી આ વાત છે. દાખલો આપ્યો ને આંખમાં અગ્નિ દેખાય છે પણ અગ્નિ આંખની સાથે તન્મય નથી. તન્મય હોય તો તો આંખ બળી જાય. તેમ શરીરને જાણતાં જ્ઞાન તેમાં તન્મય થાય તો તો જ્ઞાન જડ થઈ જાય. પણ જ્ઞાન કદી જડ ન થાય અને જડ કદી ચૈતન્ય ન થાય. Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૪ ) ૨૦૩ એ જ રીતે, રાગ અને પુણ્ય–પાપની વૃત્તિઓ ઊઠે છે તેને જાણતાં જ્ઞાન જો તન્મય થઈ જાય તો રાગ તો દુઃખરૂપ, અચેતન-જડ સંકલ્પ છે, ચૈતન્યના તેજના નૂર વગરનો છે તો રાગની જેમ જ્ઞાન પણ અચેતન થઈ જાય. પણ એમ કદી બનતું નથી. આ તો ન્યાલ થવાની વાત છે હો ! આને માટે કોઈ પંડિતાઈની જરૂર નથી. વસ્તુ જેમ છે તેમ તેને જાણવાની છે. જે વસ્તુ હોય તેનો કાંઈ સ્વભાવ તો હોય ને ! તેનામાં શક્તિ તો હોય ને ! આત્મા એક વસ્તુ છે તો તેનો સ્વભાવ શું છે?—કે, જાણવું એ એનો મુખ્ય સ્વભાવ છે પછી આનંદ આદિ સ્વભાવો તો ઘણાં છે. પણ મુખ્યપણે આત્મા જાણવા–દેખવાના અસ્તિત્વવાળું તત્ત્વ છે પણ રાગના અસ્તિત્વવાળું તત્ત્વ નથી. લોકાલોકનું અસ્તિત્વ આત્માથી ભિન્ન છે અને સ્વ-પપ્રકાશનું અસ્તિત્વ આત્મામાં અભિન્ન છે. ભગવાનનો આત્મા આવો પૂર્ણ જ્ઞાનાનંદમય અસ્તિત્વવાળો છે તેમ મારો આત્મા પણ એવા જ અસ્તિત્વવાળો છે. ભગવાનની અને મારી જાતમાં કાંઈ ફેર નથી. આમ જ્યાં એ પૂર્ણ પ્રગટરૂપ ભગવાનની અસ્તિનો નિર્ણય કરવા જાય છે કે આ પૂર્ણ સ્વ-પપ્રકાશક જ્ઞાન અને અતીન્દ્રિય આનંદવાળા ભગવાનની સત્તા જગતમાં છે તો હું પણ એવી સ્વ-પપ્રકાશક શક્તિવાળો અને અતીન્દ્રિય આનંદ સહિત હોવાપણાના સામર્થ્યવાળો છું એવી અંદર પ્રતીત થતાં તેની વર્તમાન દશામાં સ્વ-પરને જાણનારું જ્ઞાન પ્રગટ થાય છે અને સાથે તન્મયપણે અતીન્દ્રિય આનંદનું વેદના થાય છે. આવું અતીન્દ્રિય આનંદનું વેદન જેને થાય છે તેણે આત્માને જાણ્યો અને માન્યો કહેવાય. આમ, કેવળી ભગવાનનું પૂર્ણ જ્ઞાન અને અતીન્દ્રિય-આનંદ આ આત્માને ઉપાદેય છે. તેનો અર્થ એ કે, એવું જ્ઞાન અને આનંદ જેમાંથી પ્રગટ થાય એવો મારો આત્મા જ મને ઉપાદેય છે. આવી અંતરદૃષ્ટિ અંતપ્રતીત થતાં તેના જ્ઞાનમાં રાગાદિ પરનું જાણવું ભલે હો પણ જ્ઞાન રાગાદિમય થતું નથી, જ્ઞાન તો પોતાના આનંદથી અભેદપણે રહે છે. જો જ્ઞાન દુઃખના વિકલ્પ સાથે તન્મય હોય તો જ્ઞાન જ અચેતન રાગાદિરૂપ થતાં મહાદુઃખ ઊભું થાય અને જો પરને પરરૂપ રાખી, પરસંબંધીના પોતાના જ્ઞાનને પોતારૂપ રાખી પોતાની હયાતીનો સ્વીકાર થાય તો અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે અને એ આનંદ જ્ઞાન સાથે અભેદ છે અને દુઃખનો કે દ્વેષનો વિકલ્પ ઊઠે તેની સાથે જ્ઞાન એક છે નહિ અને એક થતું નથી છતાં જે જ્ઞાનને વિકલ્પ સાથે તન્મય માને છે તે તેની ભ્રમણા છે. પૈસાવાળા બધાં મૂઢ છે, કેમ?—કેમ કે, પાંચ કરોડ કે દસ કરોડ જે હોય તેનું જ્ઞાન પોતાને થાય છે, કાંઈ પૈસા તો પોતાના થતાં નથી. ખરેખર તો એ પૈસા સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં આવ્યું છે તેને બદલે એ એમ માને કે, મારે પૈસા આવ્યા એટલે તેણે પૈસાને અને જ્ઞાનને એક માન્યા એ તેની મૂઢતા છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ભગવાન ! જે કાંઈ સંયોગો આવે છે તેનું તેને અડ્યા વગર જ્ઞાન કરવું એવો તારો સ્વ-પપ્રકાશક સ્વભાવ છે. તારામાં તો તારો એ સ્વભાવ છે તેને બદલે જે સંયોગો આવે તે મને આવ્યા, મારા લાવવાથી આવ્યાં, તેની હયાતીમાં હું છું અને મારી હયાતીમાં તે છે એમ માને છો એ ભ્રમણાનું મોટું મિથ્યાત્વનું પાપ તને લાગે છે. એ ભ્રમણા કેમ મટે ? કે જેણે જે ભ્રમણા કરી છે તે તોડે તો તૂટે. હવે ૫૩મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે, એક અપેક્ષાથી આત્માને ‘જડ' પણ કહેવાય છે. તે કેવી રીતે એ આ ગાથામાં કહ્યું છે. જે જ્ઞાન પર અને વિકારનું લક્ષ કરતું હતું તે એકાંત પપ્રકાશક મિથ્યાજ્ઞાન હતું. ઇન્દ્રિયોના નિમિત્તે થતું એકલું પરસન્મુખ જ્ઞાન હતું. એ જ્ઞાન ઇન્દ્રિયો અને પરનું લક્ષ છોડી જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઠરે તો તેવા જીવોને ઇન્દ્રિયજ્ઞાન નાશ થઈ જાય છે. જાણવાના અસ્તિત્વવાળું આ જ્ઞાન, ઇન્દ્રિય, રાગ અને પરને જ જાણતું હતું ત્યાં સુધી એ એકાંત પરપ્રકાશક મિથ્યાજ્ઞાન હતું કેમ કે તેમાં જેનું જ્ઞાન છે એ પોતે તો જ્ઞાનમાં આવ્યો ન હતો. એ જ વર્તમાન જ્ઞાનની દશા, દશાવાનમાં અર્થાત્ જ્ઞાનવાનમાં ઠરે તો એ વખતે ઇન્દ્રિયજ્ઞાન રહેતું નથી—એ વખતે આત્મા ઇન્દ્રિયના જ્ઞાનથી આંધળો થઈ જાય છે એ અપેક્ષાએ નિર્વિકલ્પ શાંતિ અને જ્ઞાનના કાળે, જ્ઞાની ઇન્દ્રિયજ્ઞાનથી રહિત એવા ‘જડ' કહેવામાં આવે છે. પણ જ્ઞાનનો અભાવ થઈ જાય છે એમ નથી. બીજી રીતે કહીએ તો જીવ જ્યારે પરને જાણવામાં સાવધાની રાખે છે ત્યારે એ ઇન્દ્રિય, રાગ અને પર સંબંધીનું જ્ઞાન છે, એ જ્ઞાન જ્યારે સ્વને જાણવાની સાવધાનીમાં હોય છે ત્યારે બહારમાં નગારા વાગતાં હોય તોપણ એને ખબર ન હોય એટલી પરના જ્ઞાનમાં અસાવધાની વર્તે છે એ અપેક્ષાએ એ વખતે ઇન્દ્રિયજ્ઞાનથી રહિત તે જ્ઞાનને જડ કહેવાય છે. કેવળીને તો સ્વ-પરનું પૂરું જ્ઞાન થઈ ગયું છે પણ સાધકદશામાં તો જ્ઞાન પૂરું નથી એટલે જે જ્ઞાન પરપદાર્થને જાણતું હતું એ જ આમ, પોતા તરફ વળતાં પોતામાં એવું એકાકાર થઈ જાય છે કે બહારમાં નગારા વાગે, શરીર ઉપર કોઈ પાણી છાંટે કે ચારેકોર ધૂપ લગાવ્યો હોય તેની તેને ખબર ન હોય. અરે ! ધ્યાનના કાળે શરીર આખું પાણીમાં તણાય જાય તોપણ એને ખબર ન હોય. જેમ પરમાં તલ્લીન થયો છે તેને સ્વની કાંઈ ખબર રહેતી નથી તેમ સ્વમાં તલ્લીન થાય છે તેને પરની કાંઈ ખબર રહેતી નથી. માટે કહ્યું કે હે યોગી ! આ કારણથી તું જ્ઞાનને જડ પણ જાણ. ઘણાં વર્ષો પહેલાં ઉપાશ્રયમાં એક ભાઈ સૂતાં હતાં અને બાજુનું જ ઘર સળગ્યું, મોટા મોટા લાકડાં બળી ગયાં, પોલીસો આવ્યાં, હો...હો... થયું પણ તેને કાંઈ ખબર નહિ. Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૪ ] / ૨૦૫ તો જેમ ઊંધમાં તેને બીજા જ્ઞાનની ખબર ન રહી ને ! તેમ ભગવાન જ્ઞાન સ્વભાવનું જ્ઞાન અંતરમાં ઢળતાં બહારનું કાંઈ એને ગમ્ય થતું નથી. જ્ઞાન જ્ઞાનમાં ઠરતાં ઇન્દ્રિયના વિષયો એને ગમ્ય થતાં નથી. આ અપેક્ષાએ જ્ઞાનને જડ કહેવામાં આવે છે પણ પોતાના જ્ઞાનનો તેમાં અભાવ છે એમ નથી. ભાવાર્થ :–મહામુનિઓને વિતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયમાં સ્વસંવેદનજ્ઞાન હોવાથી ઇન્દ્રિયજ્ઞાન હોતું નથી. મુનિરાજ શીતળશીતળ આનંદમૂર્તિમાં જામી ગયા હોય ત્યારે તે જ્ઞાન આનંદના પ્રત્યક્ષ વેદનકાળમાં પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન હોતું નથી. પછી વિકલ્પમાં આવે ત્યારે ઈન્દ્રિયજ્ઞાન થાય છે, વાઘ આદિ ખાતાં હોય તે તરત જણાય છે પણ સ્વસંવેદન કાળે તો એ જ્ઞાનથી જડ થઈ ગયા હોય છે અને જે પાંચ ઇન્દ્રિયના જ્ઞાનમાં લીન છે એવા અજ્ઞાનીને અતીન્દ્રિય આત્માનું જરાય ભાન થતું નથી. શરીર, ઇન્દ્રિય આ સ્પર્શ, રસ ને ગંધ આદિ અને મન તરફના જ્ઞાનવાળાને આત્મા ગમ્ય નથી અને આત્માના જ્ઞાનમાં લીન છે તેને પર પદાર્થો ગમ્ય નથી. આ સ્વસંવેદનજ્ઞાનના કાળની વાત છે હો ! તે સિવાયના કાળમાં તો મુનિને પણ ઇન્દ્રિયનું જ્ઞાન થાય છે. ટોડરમલ્લજીએ કીધું છે કે, જ્ઞાની–મુનિને પણ અન્ય પદાર્થોનું જ્ઞાન તો થાય છે તે જ્ઞાન થાય તેમાં દોષ નથી પણ અતીન્દ્રિય જ્ઞાનના કાળે ઇન્દ્રિયોનું જ્ઞાન થતું નથી એમ કહેવું છે. કેવળીઓને તો કોઈ પણ સમયે ઇન્દ્રિયજ્ઞાન હોતું જ નથી એકલું અતીન્દ્રિય જ્ઞાન જ છે. માટે ઇન્દ્રિયજ્ઞાનના અભાવની અપેક્ષાએ જડ પણ કહી શકાય છે. અહીં ઇન્દ્રિયજ્ઞાન સર્વપ્રકારે હેય છે અને અતીન્દ્રિયજ્ઞાન ઉપાદેય છે આ સારાંશ છે. જુઓ તો ખરા ! નિમિત્ત તો હેય છે, રાગ તો હેય છે પણ ઇન્દ્રિયજ્ઞાન પણ સર્વપ્રકારે હેય છે એમ કહ્યું છે. આહાહા...! પણ એણે કોઈદી આ ચીજ શું છે ! તેનું સામર્થ્ય શું છે ! એ ભરોસામાં લીધું નથી અને વાતો ધર્મની કરે છે કે શાસ્ત્રમાં આમ કહ્યું છે. અરે, શાસ્ત્રમાં તો બધું કહ્યું છે. શાસ્ત્ર તો સત્ય વાત કરે છે. શાસ્ત્ર અસત્ય વાત કહેતાં નથી. શાસ્ત્ર અસત્યનું જ્ઞાન કરાવે છે પણ અસત્યને સત્યપણે સ્થાપતાં નથી. ભગવાન આત્માનું જ્ઞાન અતીન્દ્રિયજ્ઞાન તે ઉપાદેય છે, પાંચ ઈન્દ્રિય અને મનનું જ્ઞાન હેય છે, છોડવાયોગ્ય છે તો રાગ અને બાહ્યપદાર્થ તો છોડવાયોગ્ય જ હોય ને ! એ તો ક્યાંય દૂર રહી ગયા. અજીવ આદિ પરપદાર્થ તો આદરણીય નથી, છોડવાલાયક છે, રાગાદિ શુભાશુભ વિકલ્પ પણ છોડવાલાયક છે અને તે સંબંધીનું ઇન્દ્રિયજ્ઞાન પણ છોડવાલાયક છે. આહાહા.એક અતીન્દ્રિયજ્ઞાનમય ભગવાન આત્મા જ ઉપાદેય છે, દૃષ્ટિમાં લેવા લાયક છે. એ જ શાંતિનું કારણ છે. બીજું કોઈ શાંતિનું કારણ નથી. * Page #219 -------------------------------------------------------------------------- ________________ ( રાગરહિત શ્રદ્ધા–જ્ઞાનમાં જ આત્મા ઉપાદેય થાય | (સળંગ પ્રવચન નં. ૩પ) कारणविरहितः शुद्धजीवः वर्धते क्षरति न येन। चरमशरीरप्रमाणं जीवं जिनवराः ब्रुवन्ति तेन ॥५४॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની પ૩મી ગાથા પૂરી થઈ, હવે ૫૪મી ગાથા શરૂ થાય છે. શિષ્યના ચાર પ્રશ્નો હતા તેમાંથી બેના જવાબ આવી ગયા છે. શિષ્યનો પહેલો પ્રશ્ન એ હતો કે, આત્મા સર્વવ્યાપક છે? તેનો જવાબ ગુરુએ આપ્યો કે, હા, કોઈ અપેક્ષાએ આત્માને સર્વવ્યાપક કહેવાય છે. તે કઈ અપેક્ષાએ?—કે, પોતાની સત્તામાં રહીને જ્ઞાન લોકાલોકને જાણે છે તો એ જ્ઞાન જાણે લોકાલોકમાં વ્યાપી ગયું છે એમ વ્યવહારથી કહેવાય છે, પણ ખરેખર જ્ઞાન પોતાના પ્રદેશો એટલે પોતાના સ્થાનને છોડીને લોકાલોકમાં જતું નથી. શિષ્યનો બીજો પ્રશ્ન એ હતો કે, આત્મા જડ છે? તો ગુરુ કહે છે હા. જ્યારે જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા પોતે પોતાની નિર્વિકલ્પ શાન્તિ–સમાધિમાં લીન હોય ત્યારે તેને ઇન્દ્રિયજ્ઞાન હોતું નથી તે અપેક્ષાએ ઇન્દ્રિયજ્ઞાનના અભાવને કારણે તેને જડ કહેવાય છે પણ સ્વભાવના જ્ઞાનથી રહિત જડ છે એમ નથી. હવે શિષ્યનો ત્રીજો પ્રશ્ન છે કે, આત્મા શરીર પ્રમાણ છે કે કેમ? તેના ઉત્તરમાં કહે છે કે, જેનું જ્ઞાન પૂર્ણરૂપે પ્રગટ થઈ ગયું છે એવા સર્વજ્ઞ જિનેન્દ્રદેવ એમ કહે છે કે, સિદ્ધભગવાન હાનિ-વૃદ્ધિના કારણરૂપ શરીર નામના નામકર્મથી રહિત થઈ ગયા છે તેથી તેમના પ્રદેશોનો સંકોચ-વિકાસ થતો નથી. તેમાં હાનિ–વૃદ્ધિ થતી નથી એટલે શુદ્ધજીવનો આકાર ચરમશરીર પ્રમાણ હોય છે. આત્મા અરૂપી છે પણ એક પદાર્થ છે ને ! તેની હયાતિમાં આ બધું દેખાય છે. જ્ઞાનમાં આ બધું છે એમ જણાય છે. એમ નથી કે તે બધાના હોવાપણાથી જ્ઞાનની હયાતિ છે. માટે આત્મા તો પોતાના જ્ઞાનસ્વભાવમાં રહીને પોતાની પ્રસિદ્ધ કરે છે. આમ, જેને શરીર વિના જ પોતાના જ્ઞાનથી પ્રસિદ્ધિ થઈ ગઈ તેને પરમાત્મા કહે છે તેને હવે શરીરનામકર્મનો સંબંધ નથી તેથી તેનો આકાર હાનિ કે વૃદ્ધિને પામતો નથી, અર્થાત્ સંકોચ-વિસ્તારને પામતો નથી, છેલ્લા શરીર પ્રમાણે રહે છે. સર્વશદેવે વસ્તુનો સ્વભાવ આ રીતે જોયો છે તેનાથી અન્યમતિ કાંઈ બીજી રીતે કહે છે તેથી વસ્તુનો સ્વભાવ આ રીતે છે એમ અહીં સિદ્ધ કરે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૫ / [ ૨૦૭ ભાવાર્થ –સંસાર-અવસ્થામાં જીવના પ્રદેશોની હાનિ–વૃદ્ધિ થાય છે એ મૂળ તો પોતાની સમય સમયની યોગ્યતાના કારણે થાય છે પણ જીવોને એ યોગ્યતાનો ખ્યાલ ન આવે તેથી તેમાં નિમિત્ત એવા શરીરનામકર્મથી જીવના પ્રદેશોની હાનિ-વૃદ્ધિ થાય છે એમ કહ્યું છે. જ્યારે જીવ મહામચ્છનું શરીર પામે છે ત્યારે તો મોટા શરીર પ્રમાણે તેના પ્રદેશો વૃદ્ધિને પામે છે અને નિગોદના શરીરમાં જીવના પ્રદેશો સંકોચાય છે. આ પૃથ્વી, દ્વીપ.... સમુદ્ર-દ્વિીપ...સમુદ્ર એમ અસંખ્ય દ્વીપ સમુદ્રથી પથરાયેલી છે. તેમાં છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં એક હજાર જોજનના માછલાઓ વસે છે. એક યોજન એટલે બે હજાર ગાઉએ તો શાશ્વત વસ્તુઓ માટેનું માપ છે. આ એક યોજન એટલે ચાર ગાંવ, એવા હજાર જોજનના માછલાઓ તે અસંખ્ય યોજન પહોળા સ્વયંભૂરમણ સમુદ્રમાં રહે છે. જેવા જળ એવા મચ્છ હોય ને ! સમુદ્ર મોટો છે તો તેમાં મચ્છ પણ મોટાં છે, તેમાં રહેલાં જીવના પ્રદેશો વિસ્તારને પામેલા હોય છે અને બટાટા, સકરકંદ આદિમાં નિગોદિયા જીવ છે તેનું શરીર તો અંગુલના અસંખ્યમાં ભાગ જેવડું નાનું હોય છે તેના પ્રમાણમાં તેમાં વ્યાપીને આત્મા રહે છે. અહી મનુષ્યમાં પણ જાડું શરીર હોય તો આત્માના પ્રદેશ એ પ્રમાણમાં વિસ્તરેલા હોય અને ટેટાં જેવું પાતળું શરીર થઈ જાય તો એ પ્રમાણમાં જીવના પ્રદેશો સંકોચાઈ જાય છે. શ્રોતા એ કેવી રીતે થતું હશે? પૂજ્ય ગુરુદેવશ્રી : જીવની એવી યોગ્યતાથી થાય છે. પોતાના સંકોચ-વિકાસનું કાર્ય દ્રવ્યથી પોતાથી જ થાય છે. પરિણામીથી જ તેનું કાર્ય થાય છે પણ અહીં શરીર નામકર્મરૂપ નિમિત્તને મુખ્ય કરીને એ બતાવવું છે કે જીવનો એ કાયમી સ્વભાવ નથી. સિદ્ધનો આકાર છેલ્લા શરીર પ્રમાણે રહે છે તેમાં વૃદ્ધિ-હાનિ થતી નથી. જેમ, સોનાની સાંકળીમાં મકોડાં તો જેટલા હેય એટલાં જ રહે પણ મોટાના ગળામાં ઓછી સર થાય અને નાના બાળકના ગળામાં ઘણી સર થાય અથવા તો પાણીનું દૃષ્ટાંત લ્યો તો પાણી જેવા વાસણમાં ભરો એવા આકારે પાણી રહે છે ને ! લોટામાં લોટાના આકારે અને ઘડામાં ઘડાના આકારે. તેમ, સંસારદશામાં જેવું શરીર મળે છે તેવા આકારે જીવ રહે છે. શ્રોતા –જીવના પ્રદેશોની વાસ્તવિક સ્થિતિ શું છે? ઉત્તર : જીવ અસંખ્યપ્રદેશી છે એ તેનું વાસ્તવિકસ્વરૂપ છે અને તે પોતાની યોગ્યતાનુસાર પર્યાયમાં સંકોચ-વિસ્તાર પામીને રહે છે. જીવના પ્રદેશોની સંખ્યા લોકના પ્રદેશો જેટલી છે પણ લોકમાં પ્રસરીને રહેવાનો તેનો સ્વભાવ નથી. પોતાની એક સમયની Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પર્યાયની યોગ્યતા અનુસાર સંકોચ-વિસ્તાર થવાનો તેનો સ્વભાવ છે પણ તેમાં શરીરનામકર્મ નિમિત્ત છે તેથી તેને મુખ્ય કરીને અહીં વાત કરી છે. મુક્તદશા એટલે શક્તિમાં જેવી શુદ્ધતા અને આનંદ હતા તે અંતર એકાગ્રતા વડે પર્યાયમાં શુદ્ધતા અને આનંદ પ્રગટ થયા એવી મુક્તદશામાં જીવને શરીરનામકર્મનો સંબંધ રહેતો નથી તેથી તેના પ્રદેશો સંકોચ-વિસ્તારને પામતા નથી. પરંતુ ચરમશરીરથી કંઈક ન્યૂન-ઓછા પુરુષાકારે જ રહે છે. જેમ લાકડાના બીબામાં સાકરની પૂતળી બનાવે છે ને ! તે બીજું કાઢી લેતાં એકલી સાકરની પૂતળી રહી જાય છે તેમ શરીરના બીબામાંથી બહાર નીકળી ગયેલા સિદ્ધ ભગવાન એકલા અતીન્દ્રિય, શુદ્ધ આનંદના મૂર્તિ છે. સાકર જેમ સફેદ અને મીઠી છે તેમ આત્મા શુદ્ધ અને અતીન્દ્રિય આનંદમય મૂર્તિ છે. બીબામાંથી સાકરની મૂર્તિ કાઢી લીધા પછી તેમાં કાંઈ ફેરફાર થતો નથી તેમ દેહ છૂટ્યા પછી સિદ્ધ આત્માને જેવો આકાર છે તેમાં પછી સાદિ અનંતકાળ કાંઈ ફેરફાર થતો નથી. અરે ! અજ્ઞાનીને દાગીનાના આકાર, કપડાના આકાર, તોરણના આકાર, નાળિયેર આદિ બધી ચીજના આકારની ખબર હોય પણ પોતાનો આકાર કેવો છે તેની ખબર ન હોય. કેમ કે એણે કોઈ દી હું કોણ છું? ક્યાં છું? કેવડો છું? મારો આકાર કેવો છે? તેનો વિચાર જ કર્યો નથી. હવે અહીં શિષ્યને પ્રશ્ન થાય છે કે જેમ દીવાને માથે ઢાંકણ હોય ત્યાં સુધી તો તેનો પ્રકાશ બહાર ફેલાતો નથી પણ ઢાંકણ નીકળી જતાં પ્રકાશ ચારે તરફ ફેલાય છે તેમ જીવને આવરણ છે ત્યાં સુધી તો તે શરીઅમાણ રહે છે પણ શરીરનો સંયોગ છૂટી જતાં મુક્ત અવસ્થામાં તો જીવના પ્રદેશો આખા લોકમાં ફેલાવા જોઈએ ને? શરીપ્રમાણ જ કેમ રહી જાય છે? તેનું સમાધાન આ છે કે, દીવાના પ્રકાશનો વિસ્તાર તો સ્વભાવથી જ થાય છે કોઈ પરદ્રવ્ય વડે થતો નથી. તેના પ્રકાશનો વિસ્તાર તો હતો જ, તે આવરણ વડે ઢાંકવામાં આવ્યો હતો તેથી આવરણ દૂર થતાં પ્રકાશ બધી જગ્યાએ ફેલાય જાય છે પણ જીવના પ્રદેશો તો અનાદિકાળથી સંકોચાયેલા જ છે. તે પહેલાં લોકપ્રમાણ ફેલાયેલા હતાં અને પછી શરીપ્રમાણ થયા એમ નથી. લોકપ્રમાણ ફેલાવું એવો જીવના પ્રદેશોનો સ્વભાવ નથી. તે તો જેવું શરીર મળે તે પ્રમાણે જ ફેલાય છે અને સંકોચ પામે છે. નાના બાળકોને બાળલકવા થાય છે તો એના પગ પાતળા પડી જાય છે ત્યાં આત્માના પ્રદેશો પણ સંકોચાયેલો હોય છે અને જાડાં માણસના શરીરમાં જીવના પ્રદેશો એ પ્રમાણે વિસ્તરેલા હોય છે. પ્રદેશોની સંખ્યા તો દરેકને સરખી જ હોય તેમાં વધઘટ ન થાય પણ જેમ જાજમ પાથરેલી હોય તો મોટા વિસ્તારમાં રહે અને ઘડી કરેલી હોય તો ઓછા ક્ષેત્રમાં રહી જાય પણ જાજમ નાની-મોટી થઈ જતી નથી તેમ જીવના પ્રદેશો શરીર પ્રમાણ સંકોચ-વિસ્તાર પામે છે પણ પ્રદેશોની સંખ્યામાં ઘટ-વધ થતી નથી. Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૫ | ૨૦૯ નિગોદમાં અંગુલના અસંખ્યમાં ભાગમાં અનંત જીવ રહે છે તે દરેક જીવના પ્રદેશો તો સંખ્યાએ અસંખ્ય જ છે પણ ત્યાં એટલા સંકોચાઈને રહેલા છે એ જ જીવો ત્યાંથી નીકળીને મહામચ્છ થાય તો તેના પ્રદેશો હજાર જોજન વિસ્તારમાં ફેલાય જાય છે. આમ, આવું જ જીવનું અનાદિ-અનંત અસંખ્ય પ્રદેશી સ્વરૂપ છે. સંસારદશામાં જીવના પ્રદેશોની સંકોચ—વિસ્તારની યોગ્યતા અને શરીર નામના નામકર્મને નિમિત્ત—નૈમિત્તિક સંબંધ હોય છે. કોઈ કેવળીભગવાનને કેવળીસમુદ્દાત થાય તો તે વખતે પણ કર્મસહિત અવસ્થા છે. પ્રદેશો લોકપ્રમાણ ફેલાઈને પાછા શરીપ્રમાણ સંકોચાય જાય છે. પછી પૂર્ણદશા થતાં કર્મો ખસી જાય છે અને આત્માના પ્રદેશો શરીપ્રમાણ આકારવાળા રહી જાય છે. જેમ, માટીના પિંડમાંથી બનાવેલું વાસણ જ્યાં સુધી ભીનું હોય ત્યાં સુધી દળવાળું હોય છે પછી જ્યાં ભીનાશ સૂકાઇ જાય ત્યાં દળ ઓછું થઈ જાય છે. તાવડી, માટલાં વગેરે માટીમાંથી બને છે ને ! તે ભીના હોય ત્યાં સુધી જાડા લાગે, સૂકાય ગયા પછી જેવા હોય તેવા જ રહે છે પછી તેમાં ઘટવધ થતી નથી કેમ કે, ઘટ-વધના કારણરૂપ ભીનાશનો નાશ થઈ ગયો છે. તેમ સિદ્ધના પ્રદેશોનો સંકોચ-વિસ્તાર થતો નથી કેમ કે તેના કારણરૂપ નામકર્મનો જ સિદ્ધને નાશ થઈ ગયો છે. જુઓ ! અહીં કોઈ એમ સમજી લે કે કર્મના કા૨ણે જીવમાં ફેરફાર થાય છે, તો એમ સિદ્ધ નથી કરવું. જ્યાં સુધી જીવની અવસ્થા કર્મના નિમિત્તમાં છે ત્યાં સુધી સંકોચ-વિસ્તાર થવાનો તેની પર્યાયનો ધર્મ છે. દ્રવ્યસ્વભાવનો એ ધર્મ નથી તેથી અહીં કર્મને લઈને છે એમ કહેવામાં આવ્યું છે. કોઈ દ્રવ્યને લઈને પરદ્રવ્યમાં ફેરફાર થાય એ વાત તો ત્રણકાળમાં ક્યાંય છે જ નહિ. અહીં તાત્પર્ય એ છે કે જે શુદ્ધ, બુદ્ધ (–જ્ઞાન) સ્વભાવ પરમાત્મા મુક્તિમાં બિરાજે છે એવો જ અહીં શરીરમાં બિરાજી રહ્યો છે. પર્યાય ભલે શરીરની આકૃતિ પ્રમાણે આકારવાળી હોય પણ તેનો સ્વભાવ પરમ આનંદ અને પરમજ્ઞાનની મૂર્તિરૂપે બિરાજમાન છે. એવા સ્વભાવનું ભાન કરીને, તેના તરફનું ધ્યાન કરવું એ જ આત્માને શાંતિ અને મુક્તિનો ઉપાય છે. આત્માની વાત બહુ ઘટી ગઈ અને બહારના થોથાની વાતો રહી ગઈ. ધર્મના નામે પણ લોકો ક્રિયા કરવા લાગ્યા પણ વસ્તુ શું છે? કેવા સ્વરૂપે છે? સંકોચ-વિસ્તાર કેમ છે? આત્મા કેમ પ્રાપ્ત થાય? તેની સંભાળ લીધી નહિ. તેથી અહીં ખબર કરાવે છે કે, આત્મા શરીપ્રમાણ જ્ઞાનનો મોટો પુંજ છે. પવિત્ર છે, શુદ્ધ, બુદ્ધ ચૈતન્યન છે, તેને અંતર્મુખષ્ટિ કરીને આદરવા લાયક છે. જેવા સિદ્ધભગવાન છે તેવો જ આ આત્મા વર્તમાનમાં-પર્યાયમાં જરા મલિનતા છે તેને ન દેખો તો વસ્તુ તો શુદ્ધ, બુદ્ધ—જ્ઞાનઘન છે. એકલું જ્ઞાન અને આનંદનું દળ છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ) [ ઘરકાશ પ્રવચનો પણ એને એમ થાય છે કે અરે ! અરૂપી છે અને વળી તેને દળ છે? હા, અરૂપી પણ વસ્તુ છે ને ! તેને સ્પર્શ, રસ, ગંધ નથી પણ અનંત જ્ઞાન, દર્શન, શાંતિ આદિ ગુણોનો એ પિંડ છે. જેની સત્તામાં જાણવું....જાણવું થાય છે તે જ આત્મા છે જાણનાર છે. આત્મા અમને દેખાતો નથી એમ કહે છે પણ જે કાંઈ દેખાય છે તેને જાણ્યું કોણે? પ્રથમ જ્ઞાનની હયાતિ ન હોય તો જાણે કોણ? કોની સત્તામાં એ જણાય છે? શું જડની સત્તામાં પદાર્થ જણાય છે? જડની સત્તા વડે જણાય છે? જરા વિચાર તો કર ! જ્ઞાનની સત્તામાં, જ્ઞાનની સત્તા વડે બધું જાણવાનું કામ થઈ રહ્યું છે. પણ એને પોતાને પીછાણવાની નવરાશ ક્યાં છે ! બહારના કામ આડે પોતે મરી ગયો છે. મનુષ્યભવ આમ ને આમ પૂરો થઈ જાય છે. આત્મા જડ આંખોથી દેખાય એવો નથી પણ જે દેખી રહ્યો છે તે જ આત્મા છે. જેની સત્તામાં આંખ જણાય છે–જેનામાં આંખ નથી પણ આંખ સંબંધીનું પોતાનું જ્ઞાન છે તે આત્મા છે. આ બ્રહ્મવિદ્યા-આત્મવિદ્યા છે. બહુ સહેલી વાત છે. અહા ! શુદ્ધ-બુદ્ધ સ્વભાવ આત્મા આ દેહમાં બિરાજી રહ્યો છે. અનંત અનંત બેહદ જ્ઞાન અને આનંદથી ભરેલું આ સત્ છે. પરને જાણતાં ચૈતન્ય પોતે પ્રસિદ્ધ થાય છે, પર નહિ. આ શરીર છે એમ જાણ્યું તેમાં જાણનાર પ્રસિદ્ધ થાય કે શરીર પ્રસિદ્ધ થાય?—જાણનાર પ્રસિદ્ધ થાય છે. પણ એણે કદી પોતાની દરકાર કરી નહિ અને સંસારની કડાકૂટમાં ઘાંચીની ઘાણીના બળદ જેમ સંસારમાં ફર્યા કરે છે. પોતાની મેળે હેરાન થઈ રહ્યો છે. જ્ઞાનની પ્રસિદ્ધિમાં એકસાથે બે પ્રસિદ્ધિ થાય છે. આ શરીર છે એમ જાણ્યું તેમાં શરીરને જાણ્યું કોણે? કે જ્ઞાને જાણ્યું એટલે જ્ઞાન પ્રસિદ્ધ થયું અને જ્ઞાને કોને જાણ્યું?—કે શરીરને જાણ્યું. માટે જ્ઞાન અને શરીર બંનેની જ્ઞાન વડે પ્રસિદ્ધિ થાય છે. આ ઘડીયાળમાં નવના ટકોરા પડે છે એ જાણ્યું તેમાં જાણનાર જ્ઞાન છે અને જ્ઞાનમાં જે જણાયું તે પણ એક ચીજ છે. એમ જ્ઞાન વડે પોતાની અને પરની એમ બેની પ્રસિદ્ધિ થાય છે. આ તો સમજાય તેવી વાત છે. આમાં કાંઈ મોટાં પલાખા શીખવા પડે તેમ નથી. હું સિદ્ધ જેવો જ છું એમ જાણનારું જ્ઞાન એક તો હું છું અને જગતમાં સિદ્ધ પણ છે એવા બે તત્ત્વની પ્રસિદ્ધિ પોતાના સ્વપપ્રકાશક સ્વભાવથી કરે છે. બંધ અધિકારમાં આવે છે કે રાગને જાણતાં પણ જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે કે આ જાણનાર તે હું જ્ઞાન છું અને રાગ સંબંધીનું જ્ઞાન મને થાય છે આમ, રાગને જાણતાં રાગ પ્રસિદ્ધ થતો નથી પણ રાગનું જ્ઞાન અને જ્ઞાનનું જ્ઞાન એમ જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે. અજ્ઞાનીને એમ ભાસે છે કે રાગ પ્રસિદ્ધ થાય છે પણ ખરેખર રાગનું જ્ઞાન અને જ્ઞાનનું જ્ઞાન પ્રસિદ્ધ થાય છે. આ દેહ, હાડકાં આદિને જાણનારો પોતે દેહ, હાડકારૂપે થતો નથી. પણ એક હું Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૫ / છું અને આ પરવસ્તુ છે એમ બે વસ્તુનું જ્ઞાન કરે છે તેમાં ડબલ-સ્વપપ્રકાશક જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે. એ જ રીતે રાગને જાણનારું જ્ઞાન એક તો રાગને અને રાગ સંબંધીના પોતાના જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે પણ રાગમાં અટકેલું જ્ઞાન રાગને ભાળે છે પણ હું કોણ છું અને રાગને કોણે જાણ્યું એમ જોવાનો પ્રયત્ન કરતું નથી. જ્યારે રાગનો અભાવ થાય છે તે કાળે આ આત્મા પરમાત્મા સમાન છે, તે જ ઉપાદેય છે એમ કહ્યું તેનો અર્થ શું? કે પુણ્ય–પાપના વિકલ્પ છે તે જ કાળે તેને જાણતું જ્ઞાન એ રાગથી પૃથક થઈને, “આ આત્મા જ્ઞાનમૂર્તિ છે' એમ જાણે ત્યારે આત્મા રાગરહિત થયો થકો ઉપાદેય ગણવામાં આવે છે. સદ્ધિ હિતાને એમ કહ્યું છે ને! એટલે કે આત્મા તો શરીપ્રમાણ, રાગાદિથી રહિત, શરીરથી રહિત જ્ઞાનમૂર્તિ છે પણ તે જ્યારે ભાવમાં ભાસે? કે, જ્યારે જીવ વર્તમાન દશામાં પુણ્ય–પાપ રાગાદિમાં એકત્વ છે તેનાથી ખસીને–રાગની વૃત્તિથી ખસીને હું તો આ જ્ઞાયક ચિદાનંદમૂર્તિ છું એમ અંતરમાં રાગરહિત શ્રદ્ધા-જ્ઞાનની પર્યાયથી આત્મા જણાય છે, ત્યારે આત્મા ઉપાદેય થયો કહેવાય છે. અનાદિથી સ્ત્રી, પુત્ર, પૈસા, શરીરને ઉપાદેય તો માની રહ્યો છે, પોતાના માની રહ્યો છે પણ એ એક સમય માટે પણ એના થયા નથી. તો શું થયું છે? કે હું પુણ્ય-પાપ વિકારથી રહિત ચૈતન્યમૂર્તિ છું એવી દૃષ્ટિ થઈ નથી તેથી એક સમયની દશામાં તેને આ વિકાર મારા છે એવી એકત્વબુદ્ધિ થઈ છે. બાકી શરીર તો એક સમય માટે પણ આત્મા સાથે એકમેક થયું નથી. માટે, રોગ આવે ત્યાં રાડો પાડો છો તે રોગ પ્રત્યેના દ્વેષની રાડ છે. રોગ તો આત્માને અડ્યો જ નથી. શરીર તો જડ–માટી ધૂળ છે, તે અરૂપી આત્મા સાથે એક કેમ થાય? અને જ્યાં શરીર જ આત્મા સાથે એકત્વ પામ્યું નથી તો બાયડી છોકરાં ને હજીરા આદિ તો એક ક્યાંથી થાય? રાગ-દ્વેષ મારા છે એવો મિથ્યાત્વભાવ અને અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ એવી જે વિકારી વૃત્તિઓ એક સમયની પર્યાયમાં થાય છે તેને ત્રિકાળી દ્રવ્ય સાથે તો સંબંધ નથી પણ એક સમયની પર્યાયમાં તે માન્યતા સાથે એકત્વ થયું છે. એક સેકંડનો અસંખ્યમો ભાગ એવો જે એક સમય તેમાં આ મૂઢ જીવે માન્યતામાં એકત્વ કર્યું છે તે અજ્ઞાનથી પોતે જ ઊભી કરેલી માન્યતા છે, કેટલાંક આળસુ છોકરા હોય જે મા-બાપનો ઉઠાડવાનો અવાજ સાંભળે તોપણ જવાબ ન આપે, કેમ કે એને ઉઠવું ન હોય. જવાબ આપે તો તો ઉઠવું પડે એટલે સાંભળ્યું ન સાંભળ્યું કરીને નિરાંતે સાત-આઠ વાગ્યા સુધી પથારીમાં પડ્યાં રહે. તેમ આ રાગના એકત્વમાં પડેલાં જીવોને સંતો જગાડે છે કે, જાગ રે જાગ ! તું તો ચૈતન્યસૂર્ય પ્રભુ છો ભાઈ ! તું આ પુણ્ય-પાપના રાગમાં એકત્વ માનીને બેઠો છો પણ તે આત્મામાં એક સમય Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો પણ એકત્વ પામ્યાં નથી માટે એક ક્ષણભર પણ તું રાગની એકત્વ-બુદ્ધિથી ખસીને વીતરાગ સ્વભાવની દૃષ્ટિ કરે તો તે રાગરહિત કાળે ભગવાન આત્મા ઉપાદેય થયો કહેવાય, કેમ કે રાગરહિત આત્માના શ્રદ્ધા જ્ઞાન કરે તે કાળે જ આત્મા તેમાં એકાકાર થાય છે માટે ત્યારે જ આત્મા ઉપાદેય થયો ગણાય છે. રાગની રુચિ છોડી સ્વભાવ સન્મુખતા કરે ત્યારે જ તે આત્મા પરમાત્મા સમાન આદરણીય થયો કહેવાય છે. વસ્તુની દૃષ્ટિ થયા વિના વસ્તુ આદરણીય થઈ કહેવાતી જ નથી. રાગ-દ્વેષની લાગણીરૂપ વિકારના ભાવથી ચૈતન્ય ઉપાદેય થતો નથી. કારણ કે રાગ તો તેના સ્વરૂપમાં જ નથી. આત્મા તો પરમાત્મસ્વરૂપ છે માટે જ્યારે તે રાગ અને પુણ્યના વિકલ્પોનો પ્રેમ છોડી રાગરહિત દૃષ્ટિ કરે, રાગરહિત જ્ઞાન કરે તે કાળે આત્મા પરમાત્મા સામાન અંગીકાર કરવાયોગ્ય થાય છે આ સાર છે. આ વાત બેસતી નથી એમ થાય છે, પણ બેસાડે તો બેસે કે કોઈ બીજું એની શ્રદ્ધામાં બેસાડી શકે ! જેણે ઊંધાઈ કરી છે તેણે જ એ ઊંધાઈ તોડવાની છે. જે ઊંધાઈ કરે તે છોડે તો જ છૂટે, સૌએ પોતપોતાની ઊંધાઈ છોડવાની છે. અહો, ભગવાન આત્મા શરીરાદિ સાથે તો કદી એકત્વ થયો જ નથી પણ જ્યાં સુધી સ્વભાવનો આદર ન હતો ત્યાં સુધી શુભ-અશુભ વિકલ્પનો આદર હતો તેમાં એકતા થયેલી, કેમ કે ક્યાંક તો એ પોતાનું હોવાપણું માન્યા વગર રહે નહિ. ચૈતન્યપ્રકાશને રાગરહિત દૃષ્ટિથી જોવો જોઈએ, તે ન જોયો અને પુણ્ય–પાપ વિકલ્પમાં જ એકાકાર થઈને, એ જ આત્મા છે એમ માની લીધું. પણ હવે એ રાગરહિત આત્મા ઉપાદેય ક્યારે થાય કે પરદ્રવ્ય અને રાગના પડખેથી ખસી સ્વસમ્મુખ થાય ત્યારે રાગરહિત દૃષ્ટિ વડે આત્મા ઉપાદેય થયો કહેવાય. આમ, રાગરહિત દૃષ્ટિ વડે એક આત્મા જ ઉપાદેય છે, બાકી પુણ્ય-પાપ, રાગ-દ્વેષાદિ વિકલ્પ આદરવાલાયક નથી એવું તાત્પર્ય કાઢવું તેનું નામ મોક્ષમાર્ગ છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ િરાગાદિથી શૂન્ય, અનંત ગુણથી ડી ફિ ભરપૂર ભગવાન આત્મા સૂરી (સળંગ પ્રવચન નં. ૩૬) अष्टावपि कर्माणि बहुविधानि नवनव दोषा अपि येन । शुद्धानां एकोऽपि अस्ति नैव शून्योऽपि उच्यते तेन ॥५५।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેના પ્રથમ અધિકારની આ પ૫મી ગાથી શરૂ કરીએ છીએ. શિષ્ય ચાર પ્રશ્નો પૂછેલાં તેમાંથી ત્રણનો ઉત્તર આવી ગયો. અહીં ચોથા પ્રશ્નનો ઉત્તર આપે છે કે, આત્મા આઠ કર્મ અને અઢાર દોષોથી રહિત છે તથા વિભાવભાવોથી રહિત છે, એ અપેક્ષાએ શૂન્ય કહેવાય છે પણ કેવળજ્ઞાનાદિ ગુણોની અપેક્ષાએ શૂન્ય નથી, સદા પૂર્ણ જ છે. આગળ ત્રણ વાત કહી હતી તેમાં એક તો “આત્મા સર્વગત છે' એટલે કે, આત્માનું જ્ઞાન આખા લોકાલોકને-સર્વને જાણે છે માટે વ્યવહારથી આત્માને સર્વગત કહેવાય પણ તે કાંઈ લોકાલોકમાં ફેલાતો નથી, એ તો પોતાના અસંખ્યપ્રદેશમાં રહેલો છે તે નિશ્ચય છે. બીજું આત્મા જડ છે. કેવી રીતે?—કે, જ્યારે ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ છોડીને અંતર અતીન્દ્રિય સ્વરૂપમાં એકાકાર થાય છે ત્યારે તે શાંતિના વેદનકાળમાં આત્માને ઇન્દ્રિયજ્ઞાન હોતું નથી એ અપેક્ષાએ તેને ઇન્દ્રિયજ્ઞાન વિનાનો જડ કહેવાય છે પણ તેના સ્વભાવના જ્ઞાનનો અભાવ નથી. ત્રીજું, આત્મા શરીઅમાણ આકારવાળો છે. હવે ચોથા પ્રશ્નમાં શિષ્ય પૂછ્યું હતું કે, આત્મા શૂન્ય છે? તેના સમાધાનમાં યોગીન્દ્રદેવ કહે છે કે હા, કોઈ અપેક્ષાએ આત્માને શૂન્ય કહી શકાય છે. કેવી રીતે?—કે, અનંતા સિદ્ધોનો અને આ દરેક જીવનો અંતરસ્વભાવ આઠ કર્મ અને વિકારીભાવથી ખાલી છે માટે એ અપેક્ષાએ તેનાથી આત્મા શૂન્ય છે પણ પોતાના અનંત જ્ઞાન, દર્શન, આનંદ આદિ સ્વભાવથી તો તે ભરેલો છે, પૂર્ણ છે. સ્વભાવથી ખાલી નથી. સિદ્ધ ભગવાનને જ્ઞાનાવરણાદિ આઠ કર્મ અને સુધા, તૃષા, જન્મ–જરા આદિ અઢાર દોષોનો અભાવ છે તેમ દરેક સંસારી જીવોના મૂળ સ્વરૂપમાં પણ આઠ કર્મ અને અઢાર દોષ નથી માટે પર અને વિભાવથી આત્માને શૂન્ય કહેવાય છે. જેમ એક આંગળીનો બીજી આંગળીમાં અભાવ છે માટે એક આંગળી બીજી આંગળીથી શૂન્ય છે પણ એક આંગળીમાં પોતામાં પોતાનો અભાવ નથી તેમ દરેક જીવ પોતાના જ્ઞાન, દર્શનાદિ સ્વભાવથી શૂન્ય નથી. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો - પ્રવચનસારમાં પાઠ છે કે, દરેક પદાર્થ પોતાના સ્વભાવથી અન્ય નામ ભરેલો છે અને પરથી શૂન્ય છે–ખાલી છે, એ ન્યાયે, આત્મા પોતાના જાણવું દેખવું, આનંદ, શાંતિ, અસ્તિત્વ, વસ્તુત્વ, સ્વચ્છત્વ, પ્રભુત્વ આદિ સ્વભાવથી અશૂન્ય છે એટલે કે ભરેલો છે અને પરદ્રવ્યથી તે શૂન્ય છે. જો પરદ્રવ્ય આત્મામાં આવી જાય તો બે દ્રવ્ય એક થઈ જાય અને તો બે દ્રવ્ય જ ન રહ્યાં. પણ એમ બનતું જ નથી. આત્મા ત્રણેકાળ પરદ્રવ્યથી શૂન્ય છે અને સ્વભાવથી ભરપૂર છે. પ્રશ્ન:આત્મા પરદ્રવ્યથી શૂન્ય ક્યારે છે? સિદ્ધ થાય ત્યારે ને ! પૂજ્યશ્રી-ક્યારે શું? અત્યારે આત્મા પરદ્રવ્યથી શૂન્ય છે. સિદ્ધ થાય ત્યારે તો પર્યાયમાં પણ આત્મા પરદ્રવ્ય અને વિભાવથી શૂન્ય થઈ જાય છે પણ શક્તિએ તો આત્મા અત્યારે પણ પરદ્રવ્યથી અને વિભાવથી શૂન્ય છે. જુઓ! આ શેઠના પૈસા તમારા નથી ને! એ તો ખરું, પણ જેને તમારા કહેવાય છે એ પૈસા પણ તમારા નથી કેમ કે, પારદ્રવ્યથી આત્મા શૂન્ય છે. આત્મા એક જાણવાના સ્વભાવવાળું તત્ત્વ છે. તે જાણે છે...જાણે છે. તેમાં માત્ર જાણવું જ નથી પણ આ છે એવું તેનું અસ્તિત્વ છે, આ છે એવી તેની શ્રદ્ધા છે, જાણવામાં ટકે છે તે ચારિત્ર છે, જાણવું ટકાવી રાખવું તે વીર્ય છે. આમ, હોવાવાળા આત્મામાં આવા અનંતગુણો છે. અનંત શક્તિથી ભરેલો ભગવાન છે. એ જ ભગવાન વિભાવ અને શરીર, કર્માદિથી ખાલી છે–શૂન્ય છે. જોયું? આત્મા દુઃખની દશાથી ખાલી છે એમ કહ્યું છે. શરીરનો રોગ, શરીર, આઠ કર્મ, પુણ્ય-પાપના ભૌવ અને આ રોગ મને દુઃખદાયક છે એર્વો જે વિકલ્પ એ બધાંથી આત્મા ખાલી છે. શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા, આ બધાં વિકારથી શૂન્ય છે. કયારે? કે અત્યારે. અરે ! એને એનું હોવાપણું કેવું છે, કેવડું મોટું છે એની ખબર નથી અને દુનિયાના મોટાં ડાહ્યા થઈને બેઠા છે. એ બધાં સંસારમાં રખડનારાં છે. જેની ભૂમિકામાં જેની હયાતીમાં આ બધું જણાય છે એ ચીજ છે કે નહિ? એ ચીજ આત્મા જ છે અને તેમાં જ્ઞાન આનંદ આદિ ભરેલાં છે પણ તેમાં જે જણાય છે એ પરચીજ તેનામાં નથી. ભાઈ ! હજુ તો આ એકડો પહેલાં શીખવો પડશે. ભાવાર્થ –આ આત્માને શુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મ નથી, સુધાદિ દોષોના કારણભૂત કર્મોનો નાશ થઈ જવાથી સુધા, તૃષાદિ અઢાર દોષો કાર્યરૂપ નથી અને સત્તા, ચૈતન્ય, જ્ઞાન, આનંદ આદિ શુદ્ધ પ્રાણ હોવા છતાં ઇન્દ્રિયાદિ દશ અશુદ્ધપ્રાણ નથી માટે સંસારીજીવોને પણ શુદ્ધનિશ્ચયથી શક્તિરૂપે શુદ્ધપણું છે. એક સમયની દશામાં પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખના ભાવ, આઠ કર્મનો સંબંધ આદિ બધું છે પણ સ્વરૂપમાં તે નથી, કેમ કે જો સ્વરૂપમાં તે હોય તો તેનાથી છૂટીને તે પરમાત્મા થઈ શકે નહિ. Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૬ ] [ ૨૧૫ આત્માની શાંતિનું પ્રયોજન સિદ્ધ કરવું છે તે ક્યારે થાય કે, અશાંતિના વિકલ્પો અને કર્મોનો સંબંધ જેમાં નથી અને ચૈતન્ય, સત્તા, જ્ઞાન-આનંદ આદિ સ્વભાવથી જે ભરચક છે એવા આત્માની દૃષ્ટિ કર્યા વિના શાંતિ પ્રગટ થાય તેમ નથી. હું રાગવાળો છું, કર્મવાળો છું, દુઃખી છું એવી દૃષ્ટિથી દુઃખી તો છે જ. હવે તેને સ્વતંત્ર અને સુખી થવું છે ને !−ધર્મ પ્રગટ કરવો છે ને! તો ધર્મી એવો ભગવાન આત્મા કે જે, અનંત અનંત બેહદ જ્ઞાન, શાંતિ આદિથી ભરેલો છે અને પુણ્ય-પાપના વિકાર, કર્મ, શરીરાદિથી શૂન્ય છે તેના ઉપર દૃષ્ટિ આપવાથી ધર્મની શરૂઆત થાય છે દુઃખથી છૂટીને મોક્ષમાર્ગમાં ચઢવાની શરૂઆત થાય છે. આમ, નિશ્ચય અને વ્યવહાર બંને છે. નથી એમ નથી પણ તારે કોની સામે જોવું છે? મહાન ચિદાનંદ ચૈતન્યસત્તા સામે જોવું છે કે વર્તમાનદશામાં વિકાર અને કર્મનો સંબંધ છે તેની સામે જોવું છે ! વ્યવહારે વર્તમાન દશામાં તેની સાથે સંબંધ છે અને તેના ઉપર તો અનાદિથી તારી દૃષ્ટિ છે જ. એની એ રાખવી છે કે આખી ચૈતન્યસત્તાની દૃષ્ટિ કરવી છે. આત્મસિદ્ધિમાં આવે છે કે ઘટ....પટ આદિ જાણ તું, તેથી તેને માન. પણ એલા ! જાણનારને જાણ નહિ, એ કેવું તારું જ્ઞાન ? આ શરીર છે, આ પુણ્ય છે, આ પાપ છે, આ રાગ છે, આ કર્મ છે, આ સંયોગ છે....બધું છે. હવે તારે એમાં જ રહેવું છે? એમાં તો તું અનાદિથી રહ્યો જ છો અને એટલે તો તું દુ:ખી છો. હવે એ દુઃખના દહાડા ટાળવા છે કે નહિ ? તને એમ છે કે જેને દીકરાનું અને પૈસાનું સુખ છે તે સુખી છે. મારે એ નથી માટે હું દુઃખી છું ભાઈ ! તું જઈને બધાંને પૂછી આવ કે કોણ સુખી છે ? દરેક દુ:ખી છે. કોઈ સુખી નથી. પરદ્રવ્ય અને પરભાવને પોતાના માને છે તે બધાં દુઃખી જ છે. કેમ કે જેવું સ્વરૂપ છે તેવું ન માનવું તે અસત્ય છે અને અસત્ય હંમેશા દુઃખરૂપ જ હોય. ભગવાન સિદ્ધ પરમાત્માને આઠ કર્મ નથી, અઢાર દોષ નથી, વિભાવ નથી. તેમ શુદ્ધ ચૈતન્યસત્તાને જોવાવાળા જ્ઞાનથી જોઈએ તો આ આત્મા પણ પોતાના જ્ઞાન, સુખાદિ સ્વભાવથી પૂર્ણ ભરેલો છે અને તેનામાં પુણ્ય-પાપના વિકાર, સુખ-દુઃખાદિ વિકલ્પ, અઢાર દોષ અને કર્મસંયોગનો અભાવ છે. જેમ સિદ્ધભગવાનને અશુદ્ધ દશ પ્રાણ નથી પણ સત્તા, દર્શન, જ્ઞાન, આનંદ આદિ શુદ્ધ પ્રાણ છે તેમ આ આત્મા પણ સત્ છે એટલે હોવાવાળું તત્ત્વ છે તેને શુદ્ધ ચૈતન્યસત્તા છે, દર્શન છે, જ્ઞાન છે, આનંદ છે એવા તો અનંત ગુણ છે અને રાગાદિ વર્તમાન વિકારનો તેનામાં અભાવ છે માટે શુદ્ધ નિશ્ચયનયથી સંસારી આત્માને પણ શક્તિરૂપે શુદ્ધપણું છે. લાભપાંચમના ધંધો શરૂ કરે છે ને! તેમ આ ધંધો શરૂ કરવા જેવો છે. બે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] [ રમાકાશ પ્રવચનો હોવાપણાના બે ભાગલાં છે. એક અખંડાનંદ પૂર્ણશુદ્ધ ચૈતન્યભાગ છે અને એક વર્તમાન કર્મસંયોગ અને પુણ્ય–પાપના વિકારનો ભાગ છે. બેમાંથી જે સારો ભાગ હોય તે લઈ લે! સંસારમાં તો સારો ભાગ હોય એ લઈ લે છો ને ! તેમ આમાં પણ સારો ભાગ ઉપાડ! શરીરનો સંયોગ છે એ તો વર્તમાન પૂરતો છે, કર્મ અને પુણ્ય–પાપનો સંયોગ એ પણ વર્તમાન પૂરતો છે અને એ ભાગ તો તું અનાદિથી લઈને બેઠો છો પણ કોઈ દી સુખી થયો નથી માટે હવે આ લહલહતો આનંદનો નાથ ભગવાન આત્મા જે ત્રિકાળ છે જેને તે કદી આદર્યો નથી તેને સંભાળી લે તો તું સુખી થઈશ. તે ભાગ કેવો છે? કે ભરિતાવસ્થ છે એટલે અનંતગુણનો દરિયો છે, તેમાં એવડી ખાણ છે કે એકાગ્ર થઈને કાઢ તો કેવળજ્ઞાન અને કેવળદર્શન અનંત કાળ સુધી નીકળ્યા જ કરે એટલી મોટી ખાણ છે. હવે તું જ વિચાર કર કે ખાણને સ્વીકારવી કે વિકાર, શરીર અને કર્મા દિને સ્વીકારવા છે? પુણ્ય-પાપ અને શરીરને મારાં માનવામાં તો રોકડું દુઃખ છે–પ્રત્યક્ષ દુ:ખ છે અને શુદ્ધ ચૈતન્ય-ખાણમાં એકાગ્ર થા તો ત્યાં રોકડું સુખ છે પ્રત્યક્ષ આનંદ છે. હવે તું તારા ભાગની પસંદગી કરી લે ! પાછળથી કજિયા કરીશ નહિ. કજિયાળા છોકરા હોય એ પિતાએ બધાના ભાગના સરખા ભાગ પાડ્યાં હોય પણ ભાગ ખાઈને પાછળથી કજિયો કરે કે મારો ભાગ નાનો હતો તેમ અહીં કહે છે ભાઈ ! તે આ પુણ્ય–પાપ મારાં અને શરીર મારાં એવો કજિયો ઊભો કર્યો છે તે છોડી દે. એ તારી ચીજ નથી. તારામાં ટકીને રહે એવી એ ચીજ નથી. તું તારો ત્રિકાળ સુખરૂપ એવો ચૈતન્યભાગ લઈ લે ! શુદ્ધ અને સત્ સ્વભાવને જોઈએ તો તે ત્રિકાળ શુદ્ધ જ છે, સત્ જ છે અને તે પુણ્ય–પાપના ભાવ, જે કૃત્રિમ વિભાવ છે તેનાથી શૂન્ય જ છે. સ્વભાવથી ભરેલો છે અને વિભાવથી ખાલી છે એવું અસ્તિ-નાસ્તિ સ્વરૂપ જીવનું સ્વરૂપ છે. આ જ્ઞાન આનંદથી ભરેલી મહાન સત્તા છે...એમ દૃષ્ટિમાં લેવાથી “આ છે” એમ પ્રતીત થશે અને કૃત્રિમ ઉઠતા વિભાવ તેમાં નથી એમ નક્કી થશે. આવા સ્વભાવની શ્રદ્ધા કરતાં પર્યાયમાં શુદ્ધપણું, જ્ઞાન, આનંદ, શાંતિ આદિ પ્રગટ થશે એ જ તારા આત્માની પ્રસિદ્ધિ છે. રાગ, દ્વેષ અને પુણ્ય-પાપથી તું તારી પ્રસિદ્ધિ માને છે એ પ્રસિદ્ધિ નથી પણ હેરાનગતિ છે. મારે પુણ્ય ઘણું છે, શુભભાવ બહુ થાય છે, બહારમાં પુત્ર, પૈસા આદિનો શુભયોગ મારે ઘણો છે એમ પુણ્યથી તારી પ્રશંસા લેવા ઇચ્છે છો તેમાં તો ખરેખર તારી નિંદા થાય છે. હું પૂર્ણાનંદનો નાથ છું એની પ્રશંસા નહિ અને રાગથી, પુણ્યથી અને પુત્રાદિથી પોતાની પ્રશંસા માને છો એ તો ગૂમડાં નીકળ્યાં તેમાં ખુશી થવા બરાબર છે. અમે તો પૈસાવાળા, અમે તો પુણ્યવાળા, અમારું તો કુટુંબમાં કેટલું માન છે, નાતમાં કેટલું માન છે. અમે તો માન-મોટાઈવાળા છીએ એમ જેને તેમાં ખુશીપણું છે તેને કેટલાં વાળા વળગ્યા Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૬ ] [ ૨૧૭ છે ! શરીરમાં વાળાનો રોગ થાય છે તેમ આ આત્માને આવી અનેક પ્રકારની મૂઢતાના વાળાનો રોગ લાગુ પડ્યો છે. તારા પરમાનંદ તત્ત્વને દેખ ને ! એ તો સર્વ વિભાવરોગથી શૂન્ય છે અને પોતાના સ્વભાવથી તો ભરચક ભરેલો છે પણ વિભાવથી શૂન્ય છે. અરે! એને પોતાની ઇશ્વરતાની શ્રદ્ધા આવતી નથી. મારામાં ઈશ્વરતા હોય. એને તો પામરતા બેસે છે અને પામરતાની પ્રશંસા આવે છે, પ્રભુતાની પ્રસન્નતા આવતી નથી. માટે તે પર્યાયમાં પ્રભુ થઈ શકતો નથી. ભગવાન આત્માને તેના કાયમી શુદ્ધસ્વભાવથી જોઈએ તો એ રાગથી શૂન્ય છે પણ પર્યાયમાં અંશે રાગ છે. સિદ્ધભગવાનને તો પર્યાયમાં પણ રાગ નથી. કેમ કે, સંસાર-અવસ્થા વખતે જ તેઓ જેમાં રાગ નથી એવા સ્વભાવને ઓળખીને તેમાં ઠર્યા હતા તો પર્યાયમાં પણ રાગથી રહિત થઈ ગયા. ઈચ્છા, રાગ-દ્વેષ આદિ કોઈ વિભાવ સિદ્ધભગવાનને નથી. * અજ્ઞાની તો બહારમાં કોઈ સારો કહે ત્યાં તો માનમાં વેચાય જાય છે. જેની પાસે હામ, દામ ને ઠામ એટલે હિંમત, પૈસા અને રહેવાને મકાન છે તેને હવે શી ખામી છે એમ એને થાય છે. પણ ભાઈ ! તારે સુખની જ ખામી છે, તું તો દુ:ખથી ભરેલો છો. તું જેને હામ, દામ, ને ઠામ માને છો એ હામ, દામ ને ઠામ નથી. જેમાં અનંત બળ છે, જેમાં અસંખ્યપ્રદેશી પોતાનું ક્ષેત્ર છે અને અનંત ગુણરૂપી લક્ષ્મી છે તેને હામ, દામ ને ઠામ છે, તે ખરેખર સુખી છે. આત્માને પુણ્ય–પાપના વિકારવાળો માનવો એ મહા ભાંતિ છે પણ એ પોતાને તો વિકાર અને સંયોગથી મોટો માને પણ બીજાને પણ તેનાથી મોટો માને. બીજાને પુત્ર, પૈસાદિની અનુકૂળતા જોઈને પોતાને પેટમાં બળે કે અરે ! પેલાને બધુ અનુકૂળ છે અને મારે કાંઈ નહિ. એમ દુઃખી થાય....અથવા તો અમે પહેલાં રળ્યા હતાં તો અત્યારે શાંતિથી બેસીને રોટલાં ખાઈએ છીએ એવી ભ્રાંતિ કરે છે. આમ, પરદ્રવ્યથી પોતાની અધિકાઈ અને પ્રશંસા સ્વીકારે છે અને પરની પણ તેનાથી અધિકાઈ માને છે તે પોતાની દૃષ્ટિમાં ચૈતન્યનું ખૂન કરે છે. સિદ્ધ ભગવાન શક્તિ અને વ્યક્તિ બને અપેક્ષાએ સ્વભાવથી પૂર્ણ છે અને વિભાવથી શૂન્ય છે અને સંસારી દરેક જીવ શક્તિએ પૂર્ણ છે અને વિભાવથી શૂન્ય છે. પરંતુ જેમ બૌદ્ધમતી આત્માને સર્વથા શૂન્ય માને છે એમ નથી. જ્ઞાનાદિ ગુણોથી તો વસ્તુ સદાય પૂર્ણ છે. બૌદ્ધો આત્માનું શૂન્ય થવું તેને જ મોક્ષ કહે છે ત્યારે અહીં કહે છે વિભાવથી શૂન્ય થવું તે મોક્ષ છે, સ્વભાવથી શૂન્ય થવું તે મોક્ષ નથી. શ્રોતા: બૌદ્ધો આ વાત સાંભળે તો કાંઈ ફેર ન પડે ? પૂજ્ય ગુરુદેવશ્રી –જેના આત્મામાં અંદર શલ્ય બેસી ગયું હોય તેને માત્ર સાંભળવાથી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો શું ફેર પડે ! કમળાવાળાને બધું પીળું જ દેખાય છે તેને બીજો કહે કે વસ્તુ પીળી નથી, સફેદ છે પણ તેને એ વાત બેસે નહિ. તેમ વસ્તુસ્વરૂપનું ભાન નથી તેને બધું વિપરીત જ દેખાય છે. મોટા ભણેલાં—ગણેલાં હોય તેને પણ અહીં તેનું ભણતર કામ લાગે તેમ નથી. ભગવાન સિદ્ધ હો કે સંસારી જીવ હો તે પોતાના સ્વભાવથી કદી ખાલી ન હોય. તેનામાં સંખ્યાએ અનંત અનંત અને તેનાથી તે અશૂન્ય છે અને વિકારથી અહો ! એના સ્વભાવની અનંતતાનું શું કથન થાય સામર્થ્યમાં પણ અનંત અનંત એવો સ્વભાવ ભરેલો છે શૂન્ય છે માટે સર્વથા શૂન્ય છે એમ નથી. આવું જ કથન શ્રી પંચાસ્તિકાયમાં પણ છે ‘નૈર્સિ નીવતહાવો'' ઇત્યાદિ. તેનો અભિપ્રાય એવો છે કે જેમ સોળવલું સોનું તના શુદ્ધ થઈ ગયું છે તેમ સિદ્ધભગવાનની પર્યાય તદ્ન શુદ્ધ થઈ ગઈ છે. તે ભગવાન દેહથી અને વચનના વિષયથી રહિત છે, એકલો ચૈતન્ય હીરલો, પૂર્ણાનંદનો કંદ પ્રભુ, રાગ અને શરીરથી, વાણીથી ભિન્ન પડી ગયેલો, સ્વભાવથી અભિન્ન દશામાં રમતો પરમાત્મા બની ગયો છે. આ ભગવાન આત્મા વચનથી અગમ્ય છે. અરે ! ઘી જેવી જડની વસ્તુનો સ્વાદ પણ વચનથી કહી શકાતો નથી—કોઈની ઉપમા આપી શકાય એવો તેનો સ્વાદ નથી. એ સ્વાદ જણાય ખરો પણ કહી ન શકાય. તો આ ચૈતન્યનો સ્વભાવ વચનથી કેવી રીતે કહી શકાય ! જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવગોચર માત્ર રહ્યું જ્ઞાન જો. અહો ! પુણ્ય અને પાપથી રહિત સિદ્ધના સ્વરૂપને વાણીથી શી રીતે કહી શકાય! વાણીથી જે કહેવામાં આવ્યું છે તે તો બધું સ્થૂળ સ્થૂળ રીતે કહ્યું છે. વિકાર અને શરીરથી રહિત ભગવાન આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવવા છતાં વાણીમાં તેનું ચિતરામણ થઈ શકતું નથી માટે તેને વાણીથી અગોચર કહ્યો છે. આત્માના જ્ઞાનમાં શરીર, વાણી, મન, કર્મ આદિ બધું ગમ્ય છે પણ તેને આત્મા ગમ્ય થતો નથી. આત્મા એક જ્ઞાનથી ગમ્ય છે બાકી બધી વાતો છે. માટે સિદ્ધભગવાનના આત્માને જોવો હોય તો તું તારું સ્વસંવેદનશાન પ્રગટ કર ! તો તેના વડે સિદ્ધ કેવા છે એનો અનુભવ તને થઈ જશે. એક સ્તુતિમાં આવે છે કે બીજું કાંઈ ન માગું, સ્વામી ! એક કેવળજ્ઞાની ચૈતન્ય આત્મા મને જ્ઞાનમાં પ્રત્યક્ષ થાઓ એટલું માગું છું. કેમ કે જ્ઞાન સિવાય કોઈ અન્ય મન, વાણીથી આત્મા ગમ્ય થાય તેવો નથી, માત્ર ઇશારા થાય છે. અહીં તાત્પર્ય એ છે કે મિથ્યાત્વ, રાગાદિ ભાવોથી શૂન્ય તથા એક ચિદાનંદ Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૬ ] [ ૨૧૯ સ્વભાવથી પૂર્ણ જે પરમાત્મા કહેવામાં આવ્યો છે અર્થાત્ વિભાવથી શુન્ય અને સ્વભાવથી પૂર્ણ એવો આત્મા છે તે જ ઉપાદેય છે. હું શરીરવાળો હઈશ, હું રાગવાળો હઈશ એવી બધી મિથ્યાભ્રાંતિઓથી ભગવાન આત્મા શુન્ય છે અને એક ચિદાનંદ સ્વભાવથી પૂર્ણ છે તે જ ઉપાદેય છે. પરમાત્મપ્રકાશમાં ગાથા દીઠ થોડી વાત ફેરવી ફેરવીને એક ચિદાનંદ સ્વભાવને ઉપાય બતાવ્યો છે. એક એટલે અખંડ અને એકરૂપ જે જ્ઞાન આનંદ સ્વભાવ તેનાથી પૂર્ણ ભરેલો અને વિભાવથી શૂન્ય એવો તે આત્મા જ ઉપાદેય છે અરે ! સાર સમજે તો એક એક શબ્દમાં ઘણું ભરેલું છે. અનંતકાળમાં જીવે કદી પોતાના ત્રિકાળ એકરૂપ સ્વરૂપને વિશ્વાસમાં લીધું નથી, જે સંયોગી ચીજ છે તેનો અને ક્ષણિક વિકારીભવનો વિશ્વાસ કર્યો છે પણ જે ત્રિકાળ રહેનાર છે, આનંદકંદ છે, પોતાનું જ સ્વરૂપ છે તેનો કદી વાસ્તવિક યથાર્થ વિશ્વાસ કર્યો નથી. માટે કહે છે કે આવો વિભાવથી શૂન્ય અને સ્વભાવથી પૂર્ણ એવો નિજ આત્મા જ ઉપાદેય છે-અંતરદૃષ્ટિમાં લેવા લાયક છે એ આ ગાથાનું તાત્પર્ય છે. હવે આગળની ગાથાઓમાં દ્રવ્ય, ગુણ, પર્યાયની મુખ્યતાથી કથન કરશે. જોકે કર્મ તથા ભાવકર્મ આત્મા સાથે આકાશના એક ક્ષેત્રાવગાહરૂપ છે, જે આકાશના પ્રદેશમાં શુદ્ધ ચેતના છે તે જ પ્રદેશમાં વિકાર છે પણ પોતાના પ્રદેશની અપેક્ષાએ જોઈએ તો એક ક્ષેત્રાવગાહરૂપ નથી. નિત્યતાદાભ્યપણે તો નથી પણ અનિત્ય-નાદાભ્યપણે પણ નથી. વિકાર ને આત્માની વચ્ચે સંધિ છે, કેમ કે બે કહેતાં બે એક થયા જ નથી, બે વચ્ચે સંધિ છે. ચેતનામાત્ર દ્રવ્ય, જાણન-દેખન સ્વરૂપ આત્મા શુદ્ધ સ્વરૂપ એક વસ્તુ ને વિકાર બીજી વસ્તુ છે, કેમ કે શુભાશુભ ભાવ આસવતત્ત્વ છે ને આત્મા જીવતત્ત્વ છે. વિકાર ભલે પર્યાયરૂપ છે પણ તે તસ્વરૂપ છે, તેમાં સપ્તભંગી ઊઠે છે. - પૂજ્ય ગુર્દેવશ્રી Page #233 -------------------------------------------------------------------------- ________________ - ઉત્પા–વ્યયથી રહિત ધ્રુવ–પરમાત્મા | (સળંગ પ્રવચન નં. ૩૭) आत्मा जनितः केन नापि आत्मना जनितं न किमपि । द्रव्यस्वभावेन नित्यं मन्यस्व पर्यायः विनश्यति भवति ॥५६।। આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેમાં હવે દ્રવ્ય, ગુણ, પર્યાયની મુખ્યતાથી ત્રણ દોહા કહેવામાં આવે છે. જીવ અને જડ આદિ પદાર્થોના સ્વરૂપનું આ કથન છે. આ આત્મા એક સત્ પદાર્થ છે, તે કોઈ વડે ઉત્પન્ન થયો નથી. જે છે તે ક્યારે ન હોય ! ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. જે છે તે ત્રિકાળ છે માટે આત્મા છે તે કોઈથી ઉત્પન્ન થયો નથી અને આત્માથી કોઈ બીજો પદાર્થ ઉત્પન્ન થયો નથી. જે છે તે કોઈને ઉત્પન્ન કરતો નથી. આત્મા દ્રવ્યસ્વભાવથી નિત્ય છે અને પર્યાયભાવથી વિનાશક છે. આત્મા વસ્તુ તરીકે શુદ્ધ જ્ઞાનઘન આનંદકંદ છે પણ એવા સ્વભાવના ભાનના અભાવે સંસારી જીવ પોતે ઊપજાવેલા શુભાશુભકર્મના નિમિત્તે નરનારકાદિ પર્યાયોથી ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. અઘાતિકર્મોમાં શુભ અને અશુભના ભેદ પડે છે તેના નિમિત્તે ગતિ, જાતિ આદિ મળે છે. જીવનું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ તો ભવના કારણરૂપ વિકાર અને ભવના કાર્યરૂપ આઠકર્મ આદિથી રહિત છે; પણ એવા સ્વરૂપના અંતરજ્ઞાનના અભાવે તેને શુભ-અશુભ કર્મો બંધાય છે અને તેના ફળમાં તે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિને પામે છે અને એક ગતિ પૂરી કરીને બીજી ગતિને પામે છે. આમ, અનાદિ અનંત જ્ઞાનમૂર્તિ હોવા છતાં પોતાના ભાનના અભાવે જીવ ચારગતિમાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે અને કર્મો બાંધે છે. | જીવ શુદ્ધાત્મજ્ઞાનથી રહિત થયો થકી કર્મોને ઉપજાવે છે તો પણ શુદ્ધનિશ્ચયનયથી જીવ શક્તિરૂપ શુદ્ધ જ છે, તે કદી કર્મોથી ઉત્પન્ન થયેલી નરનારકાદિ પર્યાયરૂપે થતો નથી. વસ્તુ તો ધ્રુવ, અનાદિ-અનંત શુદ્ધ જ છે તે મનુષ્યપણે થયો નથી તેમ દેવ, નારકી અને તિર્યચપણે પણ થતો નથી. વસ્તુનું સ્વરૂપ તો કર્મને પણ ઊપજાવતું નથી. વસ્તુ તો વ્યવહારથી પણ જન્મ-મરણ પામતી નથી. શરીર અને રાગાદિનું ઉપજવું થાય છે એ તો પર્યાયમાં થાય છે, વસ્તુમાં ઊપજવું થતું નથી. વસ્તુ જે ધ્રુવ એક જ્ઞાયકભાવ છે તે કાંઈ પોતાના સ્વભાવને છોડીને દેવ-મનુષ્યાદિ પર્યાયોરૂપે થતી નથી. વ્યવહારથી એટલે પર્યાયમાં સ્વરૂપના ભાનના અભાવે નર નારકાધિરૂપે થાય છે પણ ધ્રુવ કાંઈ તે વિનાશીક પર્યાયરૂપે થતો નથી. Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૭ ] [ ૨૨૧ એક છોકરો પૂછતો હતો કે આ આત્મા આવ્યો ક્યાંથી? ભાઈ ! આત્મા એક વસ્તુ છે તે બીજા ભવમાંથી અહીં આવ્યો છે પણ તેને કોઈએ બનાવ્યો નથી. જે છે એ તો છે જ. તેને આદિ કે અંત ન હોય. એ સત્ ....સત્...સત્ શાશ્વત ધ્રુવ છે. વસ્તુને કદી જન્મ-મરણ ન હોય પણ એ વસ્તુના સ્વરૂપના ભાનના અભાવે પર્યાયમાં જીવ કર્મ ઉપજાવે છે, જન્મ પામે છે, મરણ પામે છે એ બધું પર્યાયમાં થાય છે. ધ્રુવ કદી રાગપણે કર્મપણે થતો નથી. શાશ્વત ધ્રુવ ચૈતન્યકંદ વ્યવહારથી પણ કોઈથી ઊપજતો નથી અને કોઈ વડે નાશ પામતો નથી. તેમ પોતે પણ કોઈને ઊપજાવતો નથી. અર્થાત્ કારણ-કાર્યથી રહિત છે. જે કાંઈ ગડબડ છે તે બધી પર્યાયમાં છે. વસ્તુ તો કદી ભવમાં કે કર્મમાં કે રાગમાં આવતી જ નથી. સુખ-દુઃખની કલ્પનાઓ પણ પર્યાયમાં છે, વસ્તુમાં નથી. પણ અરે એને નિત્ય વસ્તુની દૃષ્ટિની જ ખબર નથી. શરીર અને કર્મોનો જીવથી પર્યાય સાથે સંયોગમાં નિમિત્તરૂપે સંબંધ છે પણ તેનો પર્યાયમાં પ્રવેશ નથી. એક સમયની પર્યાયમાં રાગ-દ્વેષ અને અજ્ઞાન છે પણ તેનો પણ વસ્તુમાં પ્રવેશ નથી. એક સમયની પર્યાયમાં ભવ છે અને ભવનો અભાવ છે. પર્યાયમાં વિકાર છે અને વિકારનો અભાવ છે પણ વસ્તુ–ધ્રુવમાં તો ભવનું કે વિકારનું ઊપજવું પણ નથી અને વિનાશ પણ નથી. અહીં તો એ બતાવવું છે કે, ઉત્પાદ્વ્યય તો પર્યાયમાં છે, વસ્તુ ધ્રુવમાં તો એ કાંઈ નથી, એ તો સદાય એવો ને એવો છે. અજ્ઞાનીને પોતાની વસ્તુ સમજવી કઠણ પડે છે. દુનિયાની વાતોમાં તો હોંશિયાર હોય પણ પોતાનું સ્વરૂપ સમજવું કઠણ લાગે છે. જે વસ્તુ છે તે સત્ સત્ સત્ છે—ત્રિકાળ સત્ છે, તેની પર્યાયમાં ભવ અને ભાવનું ઊપજવું થાય અને નાશ પણ થાય છે. વળી બીજો ભવ થાય છે પણ જે વસ્તુ છે તેમાં જન્મ-મરણ અને ઊપજવું કે નાશ થવું એ ન હોઈ શકે. પર્યાય એ દ્રવ્યની જ છે, તેમાં ભવ અને ભાવ આદિ બધું છે પણ તે એક સમય પૂરતી છે. એક સમયની પર્યાયમાં સંસાર, રાગ-દ્વેષ, રાગ-દ્વેષનો અભાવ, સિદ્ધદશાનો ઉત્પાદુ આદિ બધું હોય છે. સંસરણમ્ તિ સંસાર | શુદ્ધ ચૈતન્યમાંથી ખસીને હું રાગ-દ્વેષમાં છું, સંસારમાં છું, આ શરાર મારે છે એવા બધાં ભાવ પર્યાયમાં ઊઠે છે, એવી માન્યતા પર્યાયમાં છે પણ નિત્ય ધ્રુવ વસ્તુ એ પર્યાયમાં ક્યાં આવી જાય છે! માટે પર્યાય ક્ષણમાં ઊપજે અને ક્ષણમાં નાશ પામે છે પણ વસ્તુ ઊપજતી કે નાશ પામતી નથી. આ પરમાત્મપ્રકાશમાં અત્યારે દ્રવ્યપરમાત્મા બતાવે છે. ભગવાન આત્મા કારણ-કાર્યથી રહિત છે. કેમ કે જે ઉપજાવે તેને કારણ કહેવાય અને જે ઊપજે તેને કાર્ય કહેવાય પણ વસ્તુ તો એ બંને ભાવથી રહિત છે. માટે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો દ્રવ્યાર્થિકનયથી જીવદ્રવ્ય નિત્ય છે. દ્રવ્ય કહેતાં તેમાં અનંતગુણ આવી જાય છે. તે નિત્ય છે. પર્યાય નવી-નવી થાય છે, જો દ્રવ્યનો આશ્રય લે તો તેમાં નિર્મળતા થાય અને જો પરનો આશ્રય લે તો પર્યાયમાં વિકાર થાય સમજાણું કાંઈ ! અરે ! એને પોતાનાં વિધાન કેવા છે તેની ખબર નથી. વરસ પૂરું થાય એટલે પૈસાની ગણતરી કરે, ધનની પૂજા કરે, મેવા—મીઠાઈ ખાય પણ પોતાના નિધાનની સંભાળ ન મળે. અરે! ભગવાન ભૂલો પડી ગયો છે. વસ્તુને જોનારી દષ્ટિ છે તે અનિત્ય પર્યાય છે પણ વસ્તુ તો નિત્ય ધ્રુવ છે. અહીં પર્યાય અને ધ્રુવ બે ભિન્ન છે એમ સિદ્ધ કરવું છે. જ્ઞાન, આનંદ, શાંતિ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત શક્તિઓનું એકરૂપ સત્ત્વ તે તો ધ્રુવ છે તે ભવની ઉત્પત્તિનું કારણ નથી અને ભવપણે ઊપજે એવું એ કાર્ય નથી. વિકારને ઊપજાવે એવું તે કારણ અને વિકારને નાશ કરે તેવું એ કાર્ય પણ નથી. વસ્તુ તરીકે તે ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે. શું ભગવાન ધ્રુવસ્વભાવ ભવને ઉપજાવે? શું ધ્રુવસ્વભાવ ભવપણે ઊપજે? ભગવાન ધ્રુવસ્વભાવ તો ચૈતન્યરાજા છે. તેની અવસ્થામાં ભવનું ઉપજવું અને વિણસવું છે પણ વસ્તુમાં નથી. પર્યાય છે ખરી પણ તે ધ્રુવમાં નથી. ધ્રુવ પોતે સંસારનું કારણ નથી અને ધ્રુવ પોતે સંસારરૂપે ઉપજતો પણ નથી. ધ્રુવવસ્તુને જે દેખે છે તે પર્યાય છે તેનો ઉત્પાદૂ-વ્યય થાય છે પણ ધ્રુવવસ્તુ ઉપજતી નથી કે નાશ પણ પામતી નથી. ધ્રુવવસ્તુ ધ્રુવને દેખતી નથી. સોનાનું સોનાપણું રહીને કડાનો નાશ અને કુંડલ પર્યાયનો ઉત્પાદું થાય છે. અવસ્થાનો ઉત્પાદ્ અને નાશ છે પણ સોનાનું સોનાપણું–પીળાપણું, ચીકાશપણું એ ધ્રુવ છે તે નવું ઉપજતું નથી કે નાશ પામતું નથી. કુંડલપણે ઊપજવું કે કડાપણે નાશ થવું તે ધ્રુવનું કામ નથી. અહીં પરદ્રવ્યની વાત નથી. અહીં તો જીવની પર્યાયમાં ભવનું હોવું, ભવનું બદલાવું, વિકારનું થવું, વિકારનું નાશ થવું આદિ છે પણ ધ્રુવ પોતે રાગને કરતો નથી અને રાગનો નાશ કરતો નથી. ધ્રુવ રાગરૂપે ઉપજતો નથી અને રાગનો નાશ થતાં ધ્રુવનો નાશ થતો નથી. માટે ધ્રુવમાં કારણ-કાર્યનો અભાવ છે. દ્રવ્યની દૃષ્ટિએ જોઈએ તો વસ્તુ નિત્ય જ છે. દ્રવ્યરૂપ વસ્તુમાં ભવ ને ભવનો ભાવ અને ભવનું ઉપજાવવું અને નાશ કરવું નથી. પર્યાય તરીકે વસ્તુની આ વાત નથી. નિત્ય વસ્તુ છે તે અવસ્થામાં આવતી નથી અને અવસ્થાનો નાશ થતાં તેનો નાશ થતો નથી. અહીં દ્રવ્ય એટલે સામાન્ય અંશ તેને લક્ષમાં લેવાવાળા જ્ઞાનથી જોઈએ તો તે વસ્તુ ત્રિકાળ નિત્ય છે. દ્રવ્ય એટલે પર્યાયસહિત દ્રવ્યની આ વાત નથી. દ્રવ્યના ત્રિકાળી અંશ—સામાન્યની દૃષ્ટિએ વસ્તુ નિત્ય છે અને પર્યાયાર્થિક અંશની અપેક્ષાએ જોઈએ તો Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૭ ] | ૨૨૩ આત્મા રાગપણે, ભવપણે, મુક્ત અવસ્થાપણે વિગેરે....દશાપણે ઉપજે છે. પર્યાય કહો, દશા, હાલત કે અવસ્થા કહો તે બધું એક જ છે. પર્યાયપણે જોઈએ તો નરનાકાદિ પર્યાયપણે ઉપજે છે અને નાશ પામે છે. નર–નારક શરીરપણે નહિ પણ તે જાતના ઉદયભાવપણે પોતે ઉપજે છે અને વિણસે છે પણ વસ્તુદૃષ્ટિએ તે જ વખતે આત્મા ધ્રુવ છે, ઉપજતો કે નાશ પામતો નથી. લ્યો, હવે આનાથી વધારે કેટલું સહેલું કરીને કહેવું ! બહેનોને પણ આ તો સમજાય તેવું છે. બહેનો કોઈ નથી, અહીં તો બધાં આત્મા છે. વસ્તુ પોતે ઉપજતી નથી અને નાશ પામતી નથી. ઉપજવું અને વિણસવું તો પર્યાયમાં થાય છે. આ સાંભળીને હવે શિષ્યને પ્રશ્ન થાય છે કે સંસારીજીવોને તો નર–નારક આદિ પર્યાયની અપેક્ષાએ ઉપજવું અને મરવું પ્રત્યક્ષ દેખાય છે પરંતુ સિદ્ધોને ઉત્પાદ્-વ્યય કેવી રીતે થાય છે? કેમ કે, તેમને વિભાવ પર્યાય તો નથી માત્ર સ્વભાવપર્યાય છે અને સિદ્ધો તો સદા અખંડ અને અવિનશ્વર છે. સંસારીજીવ શુદ્ધ ચિદાનંદને ભૂલીને અજ્ઞાનભાવે જે જે ભવ મળે તેમાં હું ઉપજ્યો અને હું નાશ પામ્યો એમ માને છે પણ તેમાં જે મનુષ્ય, દેવાદિમાં શરીર મળે છે તે કાંઈ મનુષ્ય કે દેવ નથી તે તો જડ-માટી-ધૂળ છે. પણ મનુષ્યની યોગ્યતાવાળા ઉદયભાવમાં પોતાને જ મનુષ્ય માની લે છે અને દેવની યોગ્યતાવાળા ભાવમાં પોતાને દેવ માની લે છે અને તેનો નાશ થતાં પોતાનો નાશ માને છે. તે તેનું ભવમાં ઉપજવું અને વિણસવું થયું. દેહના ઉત્પાદ્-વ્યયની વાત નથી. મનુષ્યભવમાં આત્માનું હિત કરી લેવા જેવું છે એમ કહ્યું છે એટલે મનુષ્યની યોગ્યતાવાળા ભાવમાં આત્માનું હિત કરી લેવા જેવું છે. દેહ તો માત્ર નિમિત્ત છે તેનાથી કાંઈ આત્માનું હિત ન થાય. પણ અરે, એને અજ્ઞાનદશામાં આ દેહથી મારી પર્યાય તો ભિન્ન છે એનું પણ ભાન નથી. દ્રવ્ય તો દેહરૂપ નથી પણ પર્યાય પણ દેહરૂપ નથી. જે જે ગતિનું કર્મ જીવ બાંધે છે તેનું ફળ શરીરમાં આવતું નથી. કર્મના ઉદયનું ફળ જીવની પર્યાયની યોગ્યતામાં આવે છે. ભગવાન આત્મા નિત્ય, ધ્રુવ શુદ્ધ ચિદાનંદની મૂર્તિ હોવા છતાં તેને ભૂલીને દશામાં ભવ અને ભવનો ભાવ અને અભાવ થયા કરે છે. દેહને તો ભવ પણ નથી અને ભવનો અભાવ પણ નથી. મનુષ્ય આદિ ભવ જીવની અવસ્થામાં છે. બાકી ભવ દેહને પણ ન હોય અને ધ્રુવ જીવને પણ ન હોય. ‘હું મનુષ્ય છું' એવી યોગ્યતા જીવની પર્યાયમાં છે, ધ્રુવમાં નથી તેમ દેહમાં પણ નથી. એ યોગ્યતાનો નાશ થઈને ‘હું દેવ છું' એવી યોગ્યતા પર્યાયમાં ઊભી થાય છે. ધ્રુવમાં કે દેવના દેહમાં એવી યોગ્યતા નથી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ‘હું દેહપણે ઉપજ્યો’ એમ માનીને અજ્ઞાની દેહના ઉત્પાદ્વ્યયને પોતાના ઉત્પા ્વ્યય માની રહ્યો છે. પણ દેહના ઉત્પાદ્-વ્યય તો જડ પરમાણુની યોગ્યતામાં થાય છે. શરીરમાં જે પરમાણુ છે તે ધ્રુવ રહીને જુદી જુદી અવસ્થાપણે ઉપજે છે તે કાંઈ આત્માની અવસ્થા નથી. અહીં તો એ સિદ્ધ કરવું છે કે જે પર્યાય થાય છે તે ધ્રુવમાં નથી અને તે પર્યાય જડમાં પણ નથી અને જડના કારણે પણ નથી. જડની શક્તિ જડમાં છે. દેહપણે પરમાણુ ઉપજે છે, આત્મા ઉપજતો નથી. આત્મામાં બે ભાગ છે એક ધ્રુવ–નિત્ય અને એક અનિત્ય—પર્યાય. જે ધ્રુવ ભાગ નિત્ય છે તે પર્યાયમાં આવતું નથી અને પર્યાયનો નાશ થતાં તે નાશ પામતું નથી અને પર્યાયના ઉત્પાદ્-વ્યયનું તે કાર્ય પણ નથી. આત્માના બંને ભાગદ્રવ્ય અને પર્યાય—તે પરદ્રવ્યથી તો બંને ભિન્ન છે. આત્મા મનુષ્ય આદિ પર્યાયપણે ઉપજ્યો એટલે શું તે મનુષ્ય દેહપણે ઉપજ્યો છે ? નહિ. દેહપણે તો દેહના પરમાણુની પર્યાય ઉપજી છે. આત્મા તે દેહપણે ઉપજતો કે નાશ પામતો નથી. દેહનો તો આત્મામાં સદાય અભાવ જ છે. તે જડના કારણે જીવની પર્યાય ઉપજે છે કે નાશ પામે છે એમ તો છે જ નહિ. શરીરમાં તો રોટલી, દાળ, ભાત, શાકના પરમાણુ પોતે ધ્રુવ રહીને શરીરમાં લોહી, હાડકાં આદિની પર્યાયપણે ઉપજ્યા છે, શરીરની પર્યાય ઉપજી છે તેનું ધ્રુવ તો ધ્રુવ છે. પરમાણુ ધ્રુવ રહીને પર્યાય ઉપજે છે અને વિણસે છે. આત્માની પર્યાય પણ સ્વતંત્ર છે અને ધ્રુવ પણ સ્વતંત્ર છે. પરદ્રવ્ય તો સ્વતંત્ર છે જ. ધ્રુવને કારણે પર્યાય પલટે છે કે પર્યાયને કારણે ધ્રુવ રહે છે એમ નથી. ઉત્પાદ્વ્યયમાં ધ્રુવ આવતું જ નથી. તો શિષ્યનો પ્રશ્ન છે કે સિદ્ધને ઉત્પાદ્-વ્યય કેવી રીતે છે! સિદ્ધને વિભાવપર્યાય તો છે જ નહિ માત્ર સ્વભાવપર્યાય છે તો તેનો ઉત્પા ્વ્યય કેવી રીતે થાય છે? જૈનકુળમાં જન્મ લેવાથી જૈન નહિ થવાય ભાઈ ! જૈનનું સ્વરૂપ સમજીને જૈન થવાય છે. ‘અમે જૈન છીએ' તો સર્વજ્ઞપરમાત્માએ કહેલાં તત્ત્વનું સ્વરૂપ સમજવું જોઈએ. જીવ પરના પર્યાયને તો કરતો જ નથી પણ ધ્રુવ જીવ પોતાની પર્યાયને પણ ઉપજાવતો કે નાશ કરતો નથી. અહીં આ શિષ્યને એટલું તો સમજાય ગયું છે કે જુદી જુદી વિભાવની યોગ્યતાપણે જીવની પર્યાય ઉપજે છે અને વિણસે છે. સંસારીજીવની ભવ અને ભાવની યોગ્યતા પર્યાયમાં ઉપજે છે અને વિણસે છે પણ સિદ્ધ ભગવાનને તો કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળવીર્ય આદિ બધી સ્વભાવપર્યાય પ્રગટ થઈ ગઈ છે અને તે તો સદા એકરૂપ અખંડ અવિનશ્વર રહે છે અને વિભાવપર્યાય તો કોઈ છે નહિ તો કોનો ઉત્પાદ્ થાય છે અને કોનો નાશ થાય છે ? પ્રભુ ! આપે તો આખો એક સિદ્ધાંત કહ્યો કે ધ્રુવ તે પર્યાયપણે ઉપજે નહિ અને નાશ પામે નહિ. પર્યાય પોતે ઉપજે અને વિણસે છે તો સંસારમાં તો વિભાવની યોગ્યતા Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૭ [ ૨૨૫ પલટતી દેખાય છે પણ સિદ્ધને તો અનંત આનંદ, અનંત જ્ઞાન–દર્શન, અનંત વીર્યની દશા પ્રગટ થઈ એ તો અખંડપણે એમ ને એમ રહે છે ઓછી-વધતી થતી નથી તો તેમાં ઉત્પાદુન્વ્યય કેવી રીતે છે? અખંડધારામાં ખંડ કેવી રીતે આવે ? શિષ્યના પ્રશ્નનો ઉત્તર આ છે કે જેવું ઉપજવું, વિણસવું આદિ ચારગતિઓમાં સંસારી જીવને થાય છે એવું તો સિદ્ધોને થતું નથી. સંસારમાં તો જીવ મનુષ્યમાંથી દેવમાં જાય અને ત્યાંથી વળી એકેન્દ્રિય આદિ થાય છે. બીજા સ્વર્ગનો દેવ બે સાગરનું મોટું આયુષ્ય ભોગવીને આત્માનું ભાન ન હોય તો એકેન્દ્રિય આદિ હીણી પર્યાયમાં ચાલ્યો જાય છે. સાગર એટલે કેટલો કાળ? કે એક સાગરમાં દશ કોડાકોડી પલ્યોપમ જાય. પલ્યોપમ એટલે તેના અસંખ્યમાં ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય. આટલો લાંબો કાળ દેવમાં જાય એટલે જાણે અમરપૂરી લાગે પણ આત્માનું ભાન ન હોય એટલે તેને ભોગોમાં એટલી મૂછ હોય કે તેના ફળમાં પાછો એકેન્દ્રિયમાં-ફૂલ આદિમાં અવતાર લે. ફૂલ એટલે આ જડ દેખાય તેપણે નહિ પણ એકેન્દ્રિયને યોગ્ય પોતાના ભાવની યોગ્યતાપણે ઉપજે છે. કોઈ પાણીમાં ઉપજે કોઈ હીરામાં ઉપજે, આવી અજ્ઞાનદશામાં અનેક પ્રકારની યોગ્યતાપણે જીવની પર્યાયનો ઉત્પાદ્વ્યય દેખાય છે પણ સિદ્ધને એવો ઉત્પાવ્યય નથી. તો કેવી રીતે છે? કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ અગુરુલઘુગુણની પરિણતિરૂપ અર્થપર્યાય છે તે સમય સમયમાં આવિર્ભાવ-તિરોભાવરૂપ થાય છે. સર્વજ્ઞભગવાનના જ્ઞાનમાં આ વાત આવે છે શ્રુતજ્ઞાનમાં આ સમજાય તેવી વાત નથી. શ્રુતજ્ઞાનમાં બધું આવી જાય તો કેવળજ્ઞાનમાં શું બાકી રહે ! એવી જરા સૂક્ષ્મ વાત છે. સંસારી અને સિદ્ધો બધાંને સમયે-સમયે આ અગુરુલઘુગુણની હાનિ-વૃદ્ધિનો એક સ્વાભાવિક અર્થપર્યાય સદાય થયા કરે છે. તે છબસ્થના જ્ઞાનમાં ખ્યાલમાં આવી શકતો નથી. આ રીતે સિદ્ધને સમયે સમયે પૂર્વપર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાયનો આવિર્ભાવ થાય છે. એક તો આ રીતે સિદ્ધને ઉત્પાદ્વ્ય ય થાય છે. એક જ સમયમાં છ ગુણ હાનિ અને છ ગુણ વૃદ્ધિ થાય છે, બીજા સમયે આ પર્યાયનો વ્યય અને એવી જ બીજી પર્યાયનો ઉત્પાદું થાય છે. એક સમયમાં ષટ્રગુણી હાનિવૃદ્ધિનું સ્વરૂપ તો કેવળીગમ્ય છે પણ અહીં તો એ કહેવું છે કે આ અપેક્ષાએ સિદ્ધોને ઉત્પાદુ–વ્યય કહ્યો છે અને એક બીજી અપેક્ષાએ પણ ઉત્પાદ્વ્ય ય કહ્યો છે તે પછી આવશે. Page #239 -------------------------------------------------------------------------- ________________ - સિદ્ધોમાં ઉત્પાદ-વ્યયની સિદ્ધિ (સળંગ પ્રવચન નં. ૩૮) आत्मा जनितः केन नापि आत्मना जनितं न किमपि । द्रव्यस्वभावेन नित्यं मन्यस्व पर्यायः विनश्यति भवति ॥५६।। तत् परिजानाहि द्रव्यं त्वं यत् गुणपर्याययुक्तम् । सहभुवः जानीहि तेषां गुणाः क्रमभुवः पर्यायाः उक्ताः॥५७।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની પ૬મી ગાથા ચાલે છે. તેમાં ઉત્પાદુવ્યય-ધ્રુવનો અધિકાર ચાલે છે. આત્મા–વસ્તુ ત્રિકાળ ધ્રુવ છે અને ઉત્પાદૂ-વ્યય એટલે અવસ્થાનું થવું–પરિણમવું. તે ઉત્પાદુ–વ્યય આ ધ્રુવમાં નથી. અવસ્થાનું થવું–પરિણમવું એ પર્યાયનયનો વિષય છે. અને ધ્રુવ દ્રવ્યાર્થિકનયનો વિષય છે. જે જ્ઞાનનો અંશ ત્રિકાળ ધ્રુવ દ્રવ્યને વિષય બનાવે તેને દ્રવ્યાર્થિકનય કહે છે અને જે જ્ઞાનની પર્યાય ઉત્પાદૂ-વ્યય ને વિષય બનાવે લક્ષમાં લે, તેને પર્યાયાર્થિકનય કહે છે અથવા વ્યવહારનય પણ કહેવાય છે. સંસારીજીવને મનુષ્યભવનો વ્યય અને દેવનો ઉત્પાદુ અને જીવ પોતે ધ્રુવ છે. એ રીતે વિભાવનો ઉત્પાદ્વ્ય ય થાય છે. મનુષ્યભવ એટલે મનુષ્ય શરીર નહિ પણ એ જાતની દ્રવ્યની યોગ્યતાને મનુષ્યગતિ કહેવાય છે. એ જાતની ગતિની યોગ્યતાનો ઉત્પાદુ–વ્યય થયા કરે છે પણ ધ્રુવ તો કાયમ ટકી રહે છે. આ રીતે સંસારી જીવને તો મનુષ્યગતિની યોગ્યતાવાળા ભાવનો વ્યય અને દેવગતિનો ઉત્પાદું, વળી દેવનો વ્યય અને તિર્યંચનો ઉત્પાદુ, એ રીતે પર્યાયમાં ઉત્પાદ્વ્ય ય થયા કરે છે–આ ભાવની વાત છે હો ! શરીરના ઉત્પાદુન્વ્યય તેના પરમાણમાં થાય છે, જીવમાં નહિ. હવે શિષ્યને પ્રશ્ન થાય છે કે, સંસારી જીવને તો વિભાવદશાનો આ રીતે ઉત્પાદુંવ્યય સિદ્ધ થાય છે પણ સિદ્ધને તો હવે કોઈ ભવ નથી, સિદ્ધ તો અવિનાશી છે તો સિદ્ધને ઉત્પાદુ–વ્યય કેવી રીતે સિદ્ધ (સાબિત) થાય છે? શ્રીગુરુ શિષ્યના પ્રશ્નનું સમાધાન કરે છે કે, સિદ્ધમાં પણ ઉત્પાદ્વ્યય ઘટી શકે છે કેમ કે, એક અગુરુલઘુનામનો ગુણ છે તેની પરિણતિમાં ષગુણ હાનિ-વૃદ્ધિનું પરિણમન થયા જ કરે છે. પણ તે કેવળીગમ્ય છે. એ રીતે, સંસારી જેવો ગતિનો Page #240 -------------------------------------------------------------------------- ________________ Bશન-૩૮ 7 [ ૨૨૭ ઉત્પાદું વ્યય નહિ પણ સિદ્ધને અગુરુલઘુગુણની પર્યાયમાં ષટ્રગુણી હાની-વૃદ્ધિની અપેક્ષાએ ઉત્પાદ્વ્ય ય કહેવામાં આવે છે. સંસારીજીવને મનુષ્ય, દેવાદિ ગતિનો ઉત્પાદુ–વ્યય ભવ પલટવાની અપેક્ષાએ સામાન્ય રીતે કહ્યો પણ ખરેખર તો જીવની પર્યાયમાં સમયે સમયે ગતિનો ઉત્પાદુ–વ્યય ચાલુ હોય છે અને સિદ્ધોને દરેક સમયે ગુણની હાનિ–વૃદ્ધિ પર્યાયમાં થાય છે એ સર્વશે જોયું છે. એક સમયમાં થયેલી ષટ્રગુણી હાનિ-વૃદ્ધિનો બીજા સમયે વ્યય થઈને બીજો નવો ઉત્પાદું થાય છે. એ રીતે દરેક સમયે ઉત્પાદુ–વ્યય ચાલુ રહે છે. બીજી રીતે જોઈએ તો દરેક જીવ, દરેક પરમાણુ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ છ એ દ્રવ્યની પર્યાયમાં સમયે સમયે જે ઉત્પાદુ–વ્યય થાય છે તે બધાં સિદ્ધના જ્ઞાનની પર્યાયમાં એક સમયમાં જણાય છે. જ્ઞાનની પરિણતિ યાકારે પરિણમે છે તેથી શેય પદાર્થમાં જે ઉત્પા–વ્યય થાય છે તે બધાં જ્ઞાનની પરિણતિમાં પ્રતિભાસિત થાય છે. એ રીતે જ્ઞાનની પર્યાયમાં પણ ઉત્પાદુ–વ્યય નિરંતર થયા જ કરે છે. દા. ત. આ આંગળી સીધી છે અને બીજા સમયે વાંકી વળી તો સિદ્ધના જ્ઞાનમાં પણ એ રીતે પહેલાં સીધી અને બીજા સમયે વાંકી એવી આંગળીની અવસ્થા જણાય છે એ રીતે દરેક જીવપદાર્થ, અનંતાનંત પુદ્ગલ આદિ છએ દ્રવ્યની અવસ્થા જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસે છે. એમ ઉત્પાદુ–વ્યય થયા જ કરે છે. પણ અરે ! આ જીવને પોતાના ઘરની વાત સમજવી અઘરી પડે છે અને પારકી પંચાત માંડીને બેઠો છે ! છએ દ્રવ્ય વર્તમાનમાં જેમ પરિણમે છે તેમ જ ભગવાનના જ્ઞાનમાં ભાસે છે. હવે જ્યાં બીજા સમયે આ દ્રવ્યોની પર્યાય પલટે છે ત્યાં સામે જ્ઞાનની પર્યાયમાં પણ એ જ જાતના જ્ઞાનનો પલટો થાય છે. આ સમજવું એ તો બધું સાધારણ વાત છે સરળ છે પણ એણે કોઈ દી મહેનત જ કરી નથી. આમ ને આમ ખાઈ–પી, રળીને મરી ગયો. ખાધું-પીવું એ પણ કલ્પના છે. કલ્પનાથી જ પોતાને સુખી-દુ:ખી માનીને દુઃખી થાય છે. બીજા બધાં સાજાં માટે સુખી અને મારા પગ દુ:ખે, ચલાય નહિ માટે હું દુઃખી. એવી કલ્પના કરીને પોતે દુઃખી થાય છે. ખરેખર સાજા કોને કહેવાય? શરીરની નિરોગ અવસ્થા થાય એ તો જડની અવસ્થા થઈ. તે સાજાપણું આત્મામાં ક્યાં આવ્યું? આત્મામાં તો તેનું જ્ઞાન થયું કે શરીરની આવી અવસ્થા છે. તે જ્ઞાનમાં કાંઈ તેનાથી સુખ-દુ:ખ થતું નથી પણ અજ્ઞાની-ઉઠાવગીર એવી કલ્પના કરે છે કે, બધાંને અનુકૂળતા અને મને ઓમ કેમ ? એમ કલ્પના કરીને દુઃખી થાય છે. અવસ્થા જડમાં થાય, જ્ઞાનમાં તે જણાય અને અજ્ઞાની, આ મને થયું એવી માન્યતા કરીને દુઃખી થાય છે. મને આવી રોગ એવસ્થાથી દુઃખ છે અને પહેલાંને નીરોગતા છે તેથી કેવા સુખી છે એવી ખોટી કલ્પના કરે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો મુમુક્ષુ ઃ—સાહેબ !....પણ એમ નજરે દેખાય છે ? પૂજ્ય ગુરુદેવશ્રી :—નજરે દેખાતું નથી. નજર ખોટી કરીને જુએ છે એટલે એમ દેખાય છે. ખરેખર નજરે જુએ તો જ્ઞાનમાં તો એ અવસ્થા જેમ છે તેમ દેખાય છે. તેનાથી સુખ-દુ:ખ થતું દેખાતું નથી. શરીરની અનુકૂળતાથી મને અનુકૂળતા છે એમ જ્ઞાન જોતું જ નથી પણ જ્ઞાન મૂઢ થઈને એમ કલ્પી લે છે કે, શરીરની પ્રતિકૂળતાથી હું દુઃખી છું અને બીજાને શરીર નીરોગ છે માટે એ સુખી છે. શરીરની રોગ–નીરોગ અવસ્થાનો જ્ઞાનમાં પ્રવેશ નથી. શરીર નીરોગ હતું તેને પણ જાણતું હતું અને શરીરમાં રોગ આવ્યો તેને પણ જ્ઞાન જાણે છે કારણ કે જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે. પણ જાણવાથી જ્ઞાનમાં કાંઈ રોગ–નીરોગતા આવી જતી નથી. જીવ દુઃખી-દુઃખી થાય. નીરોગતાને જાણવાથી સુખ અને રોગને જાણવાથી દુઃખ એ વાત આવી ક્યાંથી ? જ્ઞાનમાં તો બંને વખતે માત્ર જાણવું થયું છે, કાંઈ રોગ-નીરોગતા જ્ઞાનમાં આવી ગઈ નથી. મફતનો મૂઢ થઈને ઉઠાવગીર પોતાની અને બીજાની કલ્પના કરીને દુ:ખ ઊભું કરે છે. જેમ, કસાઈને ઘરે કાંઈ થાય એમાં વાણિયાને શું ! તેમ જડની પર્યાયમાં કાંઈ થાય તેમાં આત્માને શું? પણ એ તો ધણી થઈને બેઠો છે અને એ જ દૃષ્ટિએ બીજાને પણ શરીરાદિની અવસ્થાના ધણી માને છે. ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવપણે કાયમ રહેલો છે. તેની અવસ્થામાં જ્ઞાન-દર્શનાદિની પર્યાય થાય છે તો તેમાં શરીરાદિ સંયોગની અવસ્થાના ફેરફારો જણાય છે પણ જાણવા ઉપરાંત તેમાં બીજું કાંઈ આવતું નથી. તો રોગને જાણતાં હું દુઃખી છું એ ક્યાંથી આવ્યું ? હું દુ:ખી છું એવી ભ્રમણાનું લાકડું પોતે જ નાખ્યું છે. વસ્તુનું સ્વરૂપ શું છે તેની એને કાંઈ ખબર નથી. આમ આમ આંધળી દોટ મૂકીને ભ્રમણામાં દોડ્યો જાય છે. અહીં તો સિદ્ધની વાત કરવી છે કે સિદ્ધમાં ઉત્પા–વ્યય કેવી રીતે છે. સંસારમાં વિભાવદશામાં ઉત્પાદ્—વ્યય તો દેખાય છે પણ સિદ્ધમાં કેવી રીતે છે કે, શેયમાં જેમ ઉત્પા ્વ્યય છે તેમ સિદ્ધના જ્ઞાનમાં પણ ઉત્પાદ્-વ્યય થાય છે. શેય પલટતાં જ્ઞાન પલટે છે એવો જ્ઞાનની પર્યાયનો પોતાનો સ્વભાવ છે, શેયના કારણે નહિ. કેવળજ્ઞાનની પર્યાય કાંઈ સ્થિર નથી. સમયે સમયે તેમાં ઉત્પાદ્વ્યય ચાલુ જ છે પણ તે સીધું સમજાય નહિ એટલે આ રીતે સમજાવ્યું છે કે, શેયમાં જેમ જેમ પલટો થાય છે એ જ પ્રમાણે કેવળજ્ઞાનમાં પલટો થાય છે પણ શેયના કારણે નહિ, જ્ઞાનમાં પોતાથી જ પલટો થાય છે એ જ્ઞાનનો ઉત્પા ્વ્યય છે. આમ, સિદ્ધમાં પણ ઉત્પાદ્–વ્યય છે તે બે રીતે સમજાવ્યું. એક તો અગુરુલ Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૮) [ ૨૨૯ ગુણથી અને બીજું શેય અનુસાર પલટતાં જ્ઞાનથી ઉત્પાદુ–વ્યય સમાવ્યાં. જોયો જ્ઞાનને પલટાવતાં નથી પણ જ્ઞાન પોતાથી જ પલટે છે એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. આ જીવને મનુષ્યગતિનો આ છેલ્લો સમય છે એ જ્ઞાનમાં જાણ્યું ત્યાં બીજા સમયે એ જીવ સિદ્ધ થયો અને જ્ઞાનમાં પણ એમ જણાયું કે આ સિદ્ધ થઈ ગયાં. મહાવીર ભગવાનનો પાવાપુરીમાં છેલ્લો સમય હતો ત્યારે સિદ્ધોના જ્ઞાનમાં પણ આ છેલ્લો સમય છે એમ જણાતું હતું. જ્યાં ભગવાન સિદ્ધ થઈ ગયા ત્યાં સિદ્ધોના જ્ઞાનમાં પણ એમ જણાવા લાગ્યું. મહાવીર ભગવાનની અવસ્થા જેમ પલટી તેમ સિદ્ધોના જ્ઞાનની અવસ્થા પણ પલટી ને ! એવો જ પર્યાયનો ઉત્પા–વ્યય થવાનો સ્વભાવ છે. વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ છે, તેમાં ઉત્પાદ્વ્યય નથી પણ પર્યાયનયના વિષયમાં ઉત્પાદુ–વ્યય છે તે સંસારીને અને સિદ્ધને કેવી રીતે છે તે અહીં સમજાવ્યું છે. લોકાલોક આખું શેય છે તે શેયમાં સમયે સમયે પલટો થાય છે એ જ પ્રમાણે સિદ્ધના જ્ઞાનમાં પણ પલટો થાય છે. બીજાં સમયે શેયનું પરિણમન પલટે છે તેમ જ્ઞાનમાં તે પલટો જણાય છે, એ જ્ઞાનનું પરિણમન છે. આમ, સિદ્ધમાં પણ ઉત્પાદુ–વ્યય ઘટે છે એ બતાવ્યું છે. અહા ! ધ્રુવનું તો શું કહેવું ! પણ આ તો પર્યાયની અચિંત્યતા બતાવી છે. વર્તમાનમાં જ્ઞાનની પર્યાયમાં સર્વ શેયોની ભૂત, વર્તમાન, ભાવિ પર્યાય જણાય છે. બીજા સમયે શેયોની જે વર્તમાનપર્યાય હતી તે ભૂત થઈ ગઈ અને ભાવિની વર્તમાનમાં આવી ગઈ તેમ જ્ઞાનમાં પણ એ રીતે ભૂત, વર્તમાન, ભાવિના જ્ઞાનમાં પલટો થતો જાય છે. શેયના પલટવા અનુસાર જ્ઞાનમાં જણાય છે અને જ્ઞાનમાં જણાય છે તેમ જ શેયમાં પલટો થાય છે. બંનેને સામસામુ છે પણ કોઈના કારણે કોઈનું પરિણમન નથી. આહાહા...! ભગવાનના જ્ઞાનનો એક સમયનો પર્યાયનો પર્યાય કેટલું સામર્થ્ય ધરાવે છે એ કહે છે. લોકાલોકના સર્વજોયોને ધ્રુવપણે તો જાણે છે પણ તેના દરેક સમયનાં ઉત્પાદૂ-વ્યયને પણ જેમ છે તેમ જાણે છે. પણ શેયના કારણે જ્ઞાન નથી. બંનેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ બંનેનું પરિણમન પૃથક પૃથક્ છે. ત્રીજી રીતે સિદ્ધના ઉત્પાદુ-વ્યય લઈએ તો, જ્યારે સિદ્ધ થયા ત્યારે સંસાર પર્યાયનો નાશ થયો, સિદ્ધ પર્યાયનો ઉત્પાદુ થયો અને દ્રવ્યસ્વભાવથી સદા ધ્રુવ જ છે. આ પણ એક મોટો ઉત્પાદુ–વ્યય જ છે. ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયે ઉદયભાવનો નાશ થયો અને સિદ્ધદશાનો ઉત્પાદ થયો અને વસ્તુ પોતે ધ્રુવ છે. ચક્રવર્તાવ્યાજમાં વ્યાજનું પણ વ્યાજ ગણે છે ને ! કાંઈ બાકી રાખતો નથી. તેમ અહીં તો જ્ઞાનની પર્યાયમાં કાંઈ જ બાકી રહેતું નથી. ભૂત, વર્તમાન, ભાવિનું બધું પરિણમન એક સમયમાં જણાય જાય છે. છતાં આ પર્યાયનયનો વિષય છે, દ્રવ્ય તો ધ્રુવ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો લોઢાને છરી મારે ત્યાં કાટનો વ્યય. ચળકાટનો ઉત્પાદું અને લોઢું પોતે તો ધ્રુવ છે, તેમ દરેક પદાર્થમાં જૂની અવસ્થાનું જવું અને નવી અવસ્થાનું થવું એક સમયમાં થાય છે અને વસ્તુ પોતે ધ્રુવપણે કાયમ રહે છે. આવો વિષય કોઈક દિવસ ચાલે એટલે માણસને કરો લાગે પણ આ તો સાદી વાત છે. ધ્યાન રાખે તો સમજાય તેવું છે. વસ્તુ છે, તેમાં પરિણમન છે, ધ્રુવ પરિણમતું નથી, પર્યાયમાં પરિણમન થાય છે તે બે પ્રકાર છે, પૂર્વની અવસ્થાનો વ્યય અને નવી અવસ્થાનો ઉત્પાદ્. સંસારમાં વિભાવપણે પરિણમન થાય છે અને સિદ્ધમાં સ્વભાવપણે પરિણમન થાય છે. આટલું સિદ્ધ કરવું છે. સિદ્ધોને જન્મ–જરા-મરણ નથી સદા અવિનાશી છે. અવિનાશી છે એટલે સંસારમાં જન્મ–મરણ થાય છે એવા સિદ્ધોને નથી માટે સિદ્ધ પર્યાયને પણ અવિનાશી કહી છે. સિદ્ધનું સ્વરૂપ સર્વ ઉપાધિઓથી રહિત છે, તે જ ઉપાદેય છે. સિદ્ધ પર્યાય તદ્દન નિર્મળ છે. એવી નિર્મળ પર્યાયનું ધામ ભગવાન આત્મામાં દૃષ્ટિ દેવાથી સિદ્ધ પર્યાય પ્રગટ થાય છે. આ સિદ્ધદશાની વાત થઈ. હવે પ૭મી ગાથામાં બધાં દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ કહે છે. મૂળ તો દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન ઘટી ગયું છે તેથી જ બધાં ઝગડા ઊડ્યાં છે. એક સાકરચંદભાઈ નામના શ્વેતાંબર લેખકે લખ્યું હતું કે, આપણામાં દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન બેચારને જ છે. સોનગઢથી દ્રવ્ય, ગુણ, પર્યાયની વાત આવી છે ત્યારથી આપણા સાધુઓમાં પણ ગડમથલ થવા લાગી છે. આ જગતનું સ્વરૂપ જ એવું છે કે તેમાં રહેલાં દરેક પદાર્થને દ્રવ્ય, ગુણ અને પર્યાય હોય છે. દ્રવ્ય એટલે શક્તિવાનપણું, ગુણ એટલે શક્તિ અને પર્યાય એટલે અવસ્થાપણે પરિણમવું તે, દરેક તત્ત્વમાં રહેલું છે. જે ગુણ પર્યાયોથી સહિત છે તેને હે પ્રભાકર ભટ્ટ ! તું દ્રવ્ય જાણ ! શરીરાદિ પદ્રવ્યથી સહિત વસ્તુને ન જાણ. પોતાના ગુણ–પર્યાયથી સહિત જાણ. શરીરમાં અનંત પરમાણુદ્રવ્ય તેના ગુણ–પર્યાયથી સહિત રહેલાં છે તેને તું તારા ન માન. બીજાના ગુણ–પર્યાયને પોતાના માને એ તો મૂઢ છે. આ વાત તો એકદમ ન્યાયથી છે પણ એણે કદી સમજવાની દરકાર જ કરી નથી. પોતામાં કાયમ રહેલાં ગુણો અને વર્તમાન વર્તતી અવસ્થાથી સહિત હોય તેને દ્રવ્ય જાણ ! તારો આત્મા તારાં ગુણ–પર્યાયથી સહિત છે અને પરમાણુ પોતાના ગુણ–પર્યાયથી સહિત દ્રવ્ય છે. એમ દરેક દ્રવ્યને તેના ગુણ–પર્યાયથી સહિત જાણ ! શરીર અને પુત્રાદિને તું “મારા છે' એમ ન જાણ. કેમ કે, દીકરો તેના જ્ઞાનાદિ અનંત ગુણ–પર્યાયથી સહિત છે અને શરીરના પરમાણુ તેના સ્પર્શ, રસાદિ ગુણ અને પર્યાયથી સહિત છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૮ ) [ ૨૩૧ સ્ત્રી, પુત્ર, પુત્રી આદિ ઘણાં જીવો અને ધન, મકાન આદિ ઘણાં પુદ્ગલોથી જે સહિત છે તે હું એમ તું ન જાણ ! કેમ કે, જીવનું એવું સ્વરૂપ જ નથી. ભાઈ ! તેં તારો વિચાર જ કદી કર્યો નથી. ભગવાને કહ્યું છે કે, દ્રવ્ય એટલે વસ્તુ અથવા પદાર્થ તેને કહેવાય કે જે પોતાના ગુણ અને પર્યાયથી સહિત હોય. બીજાના દ્રવ્ય–ગુણ-પર્યાયથી સહિતપણે રહેવાનો વસ્તુનો સ્વભાવ જ નથી. અહીં તો એક એક શબ્દમાં ભેદજ્ઞાન છે. જઓ ! ગુણ પર્યાયથી સહિત હોય તે આત્મા' એમ કહ્યું. કર્મથી સહિત હોય તે આત્મા એમ નથી કહ્યું. આત્મા તો તેને કહેવાય કે જે પોતાના અનંતગુણ અને પર્યાયથી સહિત છે. કર્મ તો જુદુ દ્રવ્ય છે. એ પોતાના ગુણ–પર્યાયથી સહિત છે. કર્મ અને આત્મા એક ક્ષેત્રમાં રહેલા છે માટે આત્મા કર્મરૂપ થઈ જાય કે કર્મ આત્મારૂપ થઈ જાય એમ કદી ત્રણકાળમાં બનતું નથી. આત્મા કર્મરૂપ પણ થતો નથી તો એ સ્ત્રી, પુત્રાદિરૂપ કે મિલના માલિકરૂપે ક્યાંથી થાય? દ્રવ્ય ઓળખવું હોય તો તેની વર્તમાન વર્તતી પર્યાય અને કાયમી ગુણ દ્વારા તેને ઓળખી શકાય છે કેમકે એ ગુણ–પર્યાયથી આત્મા સહિત છે. હવે ગુણ કોને કહેવો? કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં રહે છે તેને ગુણ કહે છે. ગુણોનું પરિણમન તે પર્યાય છે. ભૂત-ભવિષ્યની પર્યાય ગુણોમાં સમાય જાય છે. સંસારીજીવ હો કે સિદ્ધ જીવ હો, પરમાણુ હો કે સ્કન્ધ હો. દરેકના દ્રવ્યનું સ્વરૂપ શું કે જે પોતાના અનંતગુણ અને અનંત પર્યાયથી સહિત છે તે દ્રવ્ય છે. આનો નિર્ણય કરવા જાય ત્યાં તો અંદર ઠરી જાય એવું સ્વરૂપ છે. આ ગુણ અને પર્યાયથી સહિત છે તે “આ દ્રવ્ય એમ દ્રવ્ય ઉપર લક્ષ જતાં સુખની દશા પ્રગટ થાય છે એ સુખદશાથી સહિત તે જીવદ્રવ્ય છે. પહેલાં દુઃખની દશાથી સહિત હતો એ જ જ્યાં દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યાં દુઃખનો નાશ થઈને સુખ પ્રગટ થઈ જાય છે. દુઃખ વખતે પણ દ્રવ્ય તો ગુણપર્યાય સહિત જ હતું પણ તે વખતે તેને આ દ્રવ્ય છે એમ ખબર ન હતી. આ જ્ઞાનની પર્યાય અને કાયમી ગુણથી સહિત છે તે આ દ્રવ્ય છે એમ જ્યાં દ્રવ્યનું લક્ષ થાય છે ત્યાં જ્ઞાનની પૂર્વ પર્યાયનો વ્યય થઈને નવી સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ જાય છે. એ સમ્યજ્ઞાનની પર્યાય અને ગુણથી સહિત તે દ્રવ્ય છે. બીજા જીવને ઓળખવો હોય તો તેને પણ તેના ગુણ–પર્યાયથી સહિત છે તે જીવ છે એમ ઓળખવો. પૈસાવાળો તે આત્મા કે નિર્ધન તે આત્મા એવું બીજા જીવનું સ્વરૂપ નથી. એ જ રીતે પૈસાને ઓળખવા હોય તો તેના જડ ગુણ-પર્યાયથી સહિત છે તે પરમાણુ દ્રવ્ય છે એમ ઓળખવું. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ) / ઘરમાWકાશ પ્રવચનો “ગુણપર્યાયવદ્રવ્ય” આ દ્રવ્ય અથવા વસ્તુની વ્યાખ્યા થઈ. હવે ગુણની વ્યાખ્યા આ પ્રમાણે છે. “સમુવો : ' જે દ્રવ્યની સાથે સદાકાળ રહેલા હોય નિત્ય હોય તે ગુણ છે, તો વિચાર કરો કે દ્રવ્યની સાથે કાયમ કોણ રહે છે? શું કર્મ કાયમ રહે છે? સ્ત્રી–પુત્ર કાયમ રહે છે? પૈસા કાયમ રહે છે? એ કોઈ દ્રવ્ય સાથે કાયમ રહેતાં નથી. દ્રવ્યમાં રહેલાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતગુણ છે તે દ્રવ્ય સાથે કાયમ રહે છે, માટે એ તેના ગુણો છે. સ્પર્શ, રસ, ગંધાદિ ગુણો પુદ્ગલ સાથે કાયમ રહે છે માટે તે પુદ્ગલના ગુણો છે. અહો ! સંતોની કથન શૈલી છે કાંઈ ! ગજબ વાત છે ! એક એક બોલમાં આખું સ્વરૂપ સમજાવી દે છે. ગુણ જ એવા છે કે જે દ્રવ્યમાં નિત્ય સાથે રહે છે. પર્યાય દ્રવ્યમાં નિત્ય નથી રહેતી. માટે કહ્યું કે જે સદાય દ્રવ્યની સાથે રહે તે ગુણ છે. પણ એણે આવો કદી વિચાર પણ કર્યો નથી. જેમ અગ્નિના ઢગલામાં ઘાસનો પૂળો નાંખીને બાળી નાંખે તેમ મૂઢપણામાં એણે અવતાર બાળી નાંખ્યો છે. જ્ઞાન, દર્શન, શાન્તિ એટલે ચારિત્ર આદિ જીવની સાથે કાયમ રહેલાં છે માટે તે તેના ગુણો છે અને સ્પર્શ, રસ, ગંધાદિ પુદ્ગલ સાથે કાયમ રહેલાં છે માટે તે પુદ્ગલના ગુણો છે. તો પર્યાય કોને કહે છે કે, નમુવઃ પર્યાયા: | એટલે જે દ્રવ્યમાં અનેકરૂપે ક્રમથી પરિણમ્યા કરે છે, સમયે સમયે ઉત્પાદ્વ્ય યરૂપ થાય છે તે પર્યાય છે, જે પર્યાય પહેલાં સમયે હતી તે બીજાં સમયે રહેતી નથી. બીજા સમયે બીજી પર્યાય થાય છે એ રીતે ક્રમે-ક્રમે જે પરિણમે છે નિત્ય ટકતી નથી તે પર્યાય છે. નિત્ય ટકે છે તે ગુણ છે અને તે ગુણ-પર્યાયથી સહિત તે દ્રવ્ય છે. આ પ્રમાણે દ્રવ્ય, ગુણ, પર્યાયના સામાન્ય લક્ષણ આ ગાથામાં વર્ણવ્યા છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞદેવે જોયેલું વસ્તુનું સ્વરૂપ (સળંગ પ્રવચન નં. ૩૯) तत् परिजानाहि द्रव्यं त्वं यत् गुणपर्याययुक्तम् । सहभुवः जानीहि तेषां गुणाः क्रमभुवः पर्यायाः उक्ताः ।। ५७ ।। શ્રી પરમાત્મપ્રકાશની આ ૫૭મી ગાથા ચાલે છે. ભગવાન તીર્થંકર સર્વજ્ઞદેવે જગતમાં છ જાતિના અનંત દ્રવ્યો જોયા છે. તે દરેક દ્રવ્ય પોતાના ગુણ–પર્યાયથી સહિત છે. ગુણ એટલે ત્રિકાળી શક્તિ અને પર્યાય એટલે વર્તમાન અવસ્થા તે સહિત હોય તેને દ્રવ્ય કહે છે. અહીં દ્રવ્ય તેના ‘ગુણપર્યાયયુક્ત' છે એમ કહ્યું છે. આ જ કથન તત્ત્વાર્થસૂત્રમાં ‘મુળપર્યાયવદ્રવ્યમ્’ એ સૂત્ર દ્વારા કહ્યું છે. હવે ગુણ પર્યાયનું સ્વરૂપ કહે છે. “સહમુવો મુળા: મમુવઃ પર્યાયાઃ” આ નયચક્ર ગ્રન્થનું કથન છે. તેને જ અન્વયનો મુળા વ્યતિòિળઃ પર્યાયઃ એવા અર્થમાં પણ કહી શકાય છે. ગુણ તો સદા દ્રવ્યમાં સહભાવી છે અર્થાત્ એકરૂપપણે નિત્ય રહે છે અને પર્યાય ક્રમે ક્રમે થાય છે તથા અનિત્ય છે. આ વાત બરાબર ધ્યાન રાખીને સમજો. આત્મા એક દ્રવ્ય છે. દ્રવ્ય એટલે શું ?–વસ્તુ. વસ્તુ એટલે જે ગુણ–પર્યાયથી સહિત છે તે વસ્તુ છે. આત્મામાં જે સદાય એકરૂપ નિત્ય રહે છે એવા જ્ઞાન, દર્શન, વીર્ય આદિ તેના ગુણો છે. જે સદા સદેશ નામ એકરૂપ રહે છે. આત્માને શરીર સહિત કે કર્મસહિત કહ્યો નથી કેમ કે એ તો આત્માની સાથે સંયોગમાં રહેલી ચીજ છે, આત્મામાં એકરૂપ નથી. શરીર અનંત પરમાણુ દ્રવ્યોનો પિંડ છે તે એક એક પરમાણુ પોતે પુદ્ગલ દ્રવ્ય છે અને તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ અનંતગુણો છે તે પરમાણુ સાથે નિત્ય એકરૂપ રહે છે માટે તેને ગુણ કહે છે. આ ગુણથી સહિત છે માટે પરમાણુને પણ દ્રવ્ય કહેવાય છે. આત્મા પણ એક વસ્તુ છે માટે તેમાં કાયમ રહેનારા જાણવું દેખવું, આનંદ, અસ્તિત્વ આદિ ગુણો છે તેનાથી આત્મા સહિત છે માટે આત્મા એક દ્રવ્ય નામ વસ્તુ છે. શરીર સહિત છે માટે આત્મા દ્રવ્ય છે એમ નથી. શ્રોતા :—શરીર વગરનો આત્મા તો બતાવો ! પૂજ્ય ગુરુદેવશ્રી : આ રહ્યો. આ આત્મા શરીર રહિત જ છે. આત્મા શરીરથી રહિત છે, આત્મા બાયડી–છોકરાથી રહિત છે, આત્મા મકાન, દુકાન, પૈસાથી રહિત છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો આ બધાંથી રહિત છે તે આત્મા શેનાથી સહિત છે?—કે આત્મા પોતાના કાયમ અને એકરૂપે રહેનારા જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણોથી સહિત છે. આ તત્ત્વજ્ઞાનની પહેલામાં પહેલી વાત છે. વસ્તુનું આવું સ્વરૂપ સમજ્યા વિના બીજાના ગુણ પોતાના માને છે અને પોતાના ગુણ બીજામાં માનીને અનાદિથી ભ્રમ સેવે છે. કર્મથી સહિત રહેવું તે આત્માનો ગુણ નથી. કર્મના પરમાણુ પોતાના એકરૂપ નિત્ય રહેનારા ગુણોથી સહિત છે. આત્માના સંયોગમાં રહેલાં છે માટે કર્મ આત્માથી સહિત છે એમ નથી. એ જ રીતે, શરીરમાં રોગ આવે છે તે રોગની પર્યાય અને સ્પર્શ, રસાદિ ગુણથી સહિત તો પરમાણુ છે. આત્મા તે રોગની પર્યાયથી સહિત નથી. શ્રોતા :–રોગ વખતે દુઃખ થતું હોય તોપણ રોગથી સહિત પોતાને ન માનવો? પૂજ્ય ગુરુદેવશ્રી એ દુઃખની પર્યાયથી આત્મા સહિત છે પણ શરીરના રોગથી એ દુઃખની પર્યાય થઈ નથી. શરીર અને કર્મથી સહિત છે માટે દુઃખ થયું છે એમ નથી. આ વાત આગળ પર્યાયની વાતમાં આવશે. અહીં તો ગુણની વાત ચાલે છે કે દ્રવ્યમાં જે સદા સહભાવી છે તે ગુણ છે. વસ્તુ કદી પોતાની ત્રિકાળી શક્તિ વિનાનું દ્રવ્ય ન હોય. એકરૂપ અને નિત્ય રહેનારા છે તે ગુણો છે. ગુણો કદી પલટતાં નથી ને દ્રવ્યમાં સદા એકરૂપ રહે છે. નિત્યરૂપ અને એકરૂપ રહેનારા તે ગુણો છે અને અનિત્યરૂપ અને અનેકરૂપ રહે છે તે પર્યાય છે. પર્યાયનું સ્વરૂપ એવું છે કે, સમયે સમયે ઉત્પાદૂ-વ્યયરૂપ થાય છે તે પર્યાય છે. માટે જ પર્યાયને ક્રમવર્તી કહેવાય છે. પહેલાં સમયમાં જે પર્યાય હોય તે બીજા સમયમાં હોતી નથી. પર્યાય અનેકરૂપ હોય છે. દરેક સમયે પર્યાય બદલાય જાય છે. એકરૂપ રહેતી નથી. દરેક દ્રવ્યમાં એક સમયે જે પર્યાય હોય તે બીજા સમયે રહેતી નથી. આવી ક્રમવર્તી પર્યાય અને સહવર્તી ગુણોથી જે સહિત છે તેને દ્રવ્ય કહેવાય છે. શુ-પન્નય-ગુજુ આ શબ્દની વ્યાખ્યા ચાલે છે. પૈસાવાળો તે આત્મા, બાયડી-છોકરાવાળો તે આત્મા એમ ત્રણકાળ ત્રણલોકમાં નથી. મનુષ્યપર્યાયવાળો તે આત્મદ્રવ્ય કે બોલે-ચાલે તે આત્મદ્રવ્ય એમ નથી. જ્યાં આત્મદ્રવ્ય કર્મવાળુ પણ નથી ત્યાં બીજાની કયાં વાત રહી ! ગુણ અને પર્યાયથી યુક્ત છે તે આત્મદ્રવ્ય છે. કર્મ અને શરીરથી યુક્ત તે આત્મા એમ નથી. અત્યારે પણ કર્મ અને શરીરથી જીવ જુદો જ છે પણ અજ્ઞાનીએ ભ્રમણાથી એક માન્યો છે. ભગવાન તીર્થંકર પરમદેવે વસ્તુનું સ્વરૂપ આમ જોયું છે અને આમ કહ્યું છે તે જ અહીં કહેવાય છે. સદાય એકરૂપ રહેનારા ગુણો અને ક્રમે વર્તનારી પર્યાય આત્મામાં વસેલી છે. આત્મા તેનાથી સહિત છે. જ્ઞાન, દર્શન આદિ ગુણ અને તેની જાણવું-દેખવું, Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૯ ) [ ૨૩૫ દુઃખ, રાગ આદિ પર્યાયથી આત્મા સહિત છે તેને બદલે કર્મ અને શરીરથી આત્મા સહિત છે એમ માને છે તે મૂઢ અજ્ઞાની છે. એક એક આત્મા આ રીતે છે, એ રીતે કહેવાય છે અને એ રીતે એણે જાણવું જોઈએ. આત્મા એક દ્રવ્ય છે તેમાં એકરૂપ રહેનારા, નિત્ય રહેનારા–કાયમ–હંમેશાં રહેનારા જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણો છે અને તેની અનેક પર્યાયો સમયે સમયે બદલે છે એવી અવસ્થા અને ગુણવાળો જે છે તે આત્મા છે. તેને બદલે મૂઢ પોતાને શરીર અને સંયોગોવાળો માની લીધો છે તેને ગુરુ કહે છે એલા આત્મા! તું કોણ છો ? તું ક્યાં છો ? કેવો છો ? ત્યારે આ કહે છે આ શરીર અને કર્મથી સહિત એવો હું આત્મા છું, પૈસાવાળો છું, મોટા આલશાન બંગલામાં રહું છું. ના...ના ભાઈ ! તું ભૂલ્યો. આ શરીર, કર્મ અને સંયોગો તો જડ છે–રજકણ છે. તું તો ચેતન આત્મા છો. આત્મા જડથી સહિત કેમ હોય ! TUપયગુરૂ તેને રિયાદિ એટલે જાણ ! ભાઈ! તારા આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, અસ્તિત્વ આદિની પર્યાયો બદલાયા કરે છે. અસ્તિત્વ એટલે સત્ સત્ ....સત્ તેની પર્યાય બદલાય છે અને ગુણ ત્રિકાળ એકરૂપ રહે છે આવા ગુણ-પર્યાયથી સહિત તે મારો આત્મા એમ તારું લક્ષ આત્મદ્રવ્ય ઉપર જવું જોઈએ. અહીં તો રાગસહિત દ્રવ્ય પણ લેવું છે. રાગ–વિકાર એ ચારિત્રગુણની પર્યાય છે, દુઃખ એ આનંદગુણની પર્યાય છે. રાગ, વિકાર, દુઃખ, પર્યાય અને ચારિત્ર, આનંદ આદિ ગુણથી સહિત તે દ્રવ્ય છે એમ દ્રવ્યનું લક્ષ જતાં તેને સમ્યજ્ઞાન થાય છે. વિકાર સહિત દ્રવ્ય આમ લક્ષમાં લીધું ત્યાં વિકાર રહિત પર્યાય પ્રગટ થાય છે. શ્રોતા આ બધું શીખવું પડે ખરું? પૂજ્ય ગુરુદેવશ્રી ઃ—જેમ વસ્તુનું સ્વરૂપ છે તેમ જાણવું તો પડે ને! જેમ નથી એમ જાયે કાંઈ વસ્તુનો અનુભવ ન થાય. જેમ છે તેમ જાણવું તેનો અર્થ જ એ કે, આત્મા પોતામાં ત્રિકાળ રહેનારા જ્ઞાનાદિ ગુણો અને સમયે સમયે પલટતી પર્યાયોથી સહિત છે તેમ જાણવું, અને તેનામાં જે નથી તેનાથી રહિત જાણવો. ચારિત્રગુણની રાગરૂપ પર્યાય, આનંદગુણની દુઃખરૂપ પર્યાય કે અસ્તિત્વગુણની શુદ્ધરૂપ પર્યાય એવી એવી અનંતા ગુણની વર્તમાન અનંત પર્યાય અને એકરૂપ એવા અનંત ગુણો તેનાથી સહિત તે આત્મા છે. એમ ગુણ–પર્યાય સહિત દ્રવ્યમાં દષ્ટિ જાય છે. આ પૈસાવાળો કે બાયડી-છોકરાવાળો તે આત્મા એમ દૃષ્ટિ જતી નથી. નિત્ય અને એકરૂપ રહેનારા ગુણો અને ક્રમવર્તી પર્યાયથી સહિત હોય તે જ દ્રવ્ય છે. કર્મને પણ દ્રવ્ય કહ્યું છે તે આત્માની સાથે રહેલાં છે માટે દ્રવ્ય છે એમ નથી. કર્મના Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ / [ પરમાત્મપ્રકાશ પ્રવચનો રજકણ પોતાના જડ અનંત ગુણો અને અસ્તિત્વાદિ પર્યાયથી રહેલાં છે માટે તેને દ્રવ્ય કહ્યાં છે. આત્માની સાથે તેને કાંઈ સંબંધ નથી. લોકો વિરોધ ઉઠાવે છે કે, તો શું આત્મા કર્મ રહિત છે ? કર્મ રહિત તો સિદ્ધો છે. સંસારી જીવ તો કર્મ સહિત છે. તેને કહીએ છીએ ભાઈ સાંભળઆત્મા ત્રણે કાળ કર્મથી રહિત છે એમ અહીં સિદ્ધ કરે છે. એક દ્રવ્ય બીજાં દ્રવ્યથી સહિત છે. એનો અર્થ શું! કર્મ તો માત્ર નિમિત્તપણે છે તેનું જ્ઞાન કરાવ્યું છે. ભગવાને તારા અને દરેકના આત્માને પોતાના ગુણપર્યાયથી સહિત છે એમ ઓળખાવ્યાં છે. તેમાં કર્મવાળો કે કર્મ વિનાનો એ સંબંધ આત્માને છે જ નહિ. આ રીતે આત્માને જાણે તેના જ્ઞાનમાં હું મારા ગુણ અને પર્યાયથી સહિત છું એમ જ્ઞાન થતાં પર્યાયમાં નિમિત્તપણે કર્મ છે તેનું જ્ઞાન આવી જાય છે પણ કર્મથી હું સહિત છું એમ તે જાણતો નથી-માનતો નથી. કોઈ પણ આત્માને કોઈ આત્મા એમ માને છે, ઝાઝાં પૈસાવાળો, છોકરાવાળો, આબરૂવાળો તે આત્મા છે–તો ભગવાન કહે છે તું મૂઢ છો, તું પાપ છો, તારી દૃષ્ટિ જૂઠી છે. ઘણા પૈસા કે ઘણી આબરૂ એ આત્માનું સ્વરૂપ નથી. અમે તો આત્માને ગુણ–પર્યાયવાળો જોયો છે અને એવો જ આત્મા છે. છોકરાવાળો આત્મા નથી. જેને છોકરાં નથી એને એમ થાય કે છોકરાં નથી એ ઠીક નહિ. ભાઈ ! દરેકનો આત્મા છોકરાં વિનાનો જ છે. છોકરાં છે એ પોતાના ગુણ–પર્યાયથી યુક્ત છે એ તમારા નથી. પણ આ મૂઢ પોતાને સંયોગવાળો આંકે છે અને પોતાના આંકે બીજાને માપે છે. મારે રોગ અને પહેલો નીરોગ, મારે પૈસા થોડા અને પહેલાંને પૈસા વધારે વગેરે વગેરે... પણ ભાઈ! તારા કે બીજાના કોઈના આત્મામાં રોગ પૈસા આદિનો અભાવ છે. શ્રોતા :–પ્રભુ ! પણ આ બધું દેખાય છે ને? પૂજ્ય ગુરુદેવશ્રી :–શું દેખાય છે? દેખાય છે એ તો પુદગલનો સંયોગ છે. તે પોતાના ગુણ–પર્યાયમાં રહેલા છે એમ દેખાય છે. આત્મા સાથે એકપણે છે એમ દેખાતું નથી અને એમ ત્રણકાળમાં કદી બનતું પણ નથી. આ તો દરેક જૈનને ખબર હોવી જોઈએ કે, દ્રવ્યનું શું સ્વરૂપ છે. બહુ સાધારણ વ્યાખ્યા છે કે, ગુણ–પર્યાયથી સહિત હોય તે દ્રવ્ય છે. દ્રવ્ય કદી પરથી સહિત ન હોય. રોગ સહિત આત્મા નથી. આત્મા પોતાના ગુણ–પર્યાયથી સહિત છે માટે પોતાને રોગવાળો ન માનવો અને રોગની અવસ્થા જે પરમાણુની છે તેની આ અવસ્થા ખરાબ છે એમ પણ નથી. એવી જ પર્યાયવાળુ દ્રવ્ય છે તેને ખરાબ કેમ કહેવાય ! મફતનો પારકી ચીજને પોતાની માનીને ભટકે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૯/ [ ૨૩૭ આત્મા ગુણ–પર્યાય સહિત છે. તે પર્યાયનું પલટવું પરના કારણે નથી. પોતાથી જ પલટવાનો સ્વભાવ છે. પરમાણુ પણ પોતાના ગુણ-પર્યાયથી સહિત છે અને એ પર્યાય તેના પોતાથી પલટે છે. પલટવું એ પર્યાયનો ધર્મ છે. એકરૂપ ન રહેવું એવા સ્વભાવવાળી પર્યાય અને એકરૂપ રહેવું એવા ગુણ સહિત હોય તે જ વસ્તુ છે. હવે આમાં, પરમાં સુખ છે એવી માન્યતા કેટલી જૂઠી છે એ ખ્યાલ આવે છે? પરપદાર્થ તારા ગુણમાં પણ નથી. પર્યાયમાં પણ નથી તો તેમાંથી તને સુખ કેવી રીતે આવે ! માત્ર ભ્રમણા છે. શ્રીમમાં લખ્યું છે : “સુખ અંતરમાં છે' આત્મા પોતાના ગુણ–પર્યાયમાં છે, પરમાં નથી અને પરથી નથી તો પરથી મને સુખ માને છે એ અજ્ઞાનીની ભ્રમણા જ છે. પોતાને પોતાના આનંદ ગુણ અને આનંદની પલટતી પર્યાયથી સહિત નહિ માનતાં પરથી મને સુખ એવી મિથ્યાશ્રદ્ધા ઊભી કરી છે. તેને બદલે હું આત્મા, ત્રિકાળી આનંદ ગુણ અને આનંદની વર્તમાન અવસ્થા ભલે દુઃખરૂપ હો તેનાથી સહિત છું એમ લક્ષ જતાં દ્રવ્યનો આનંદ પ્રગટ થયા વિના રહે નહિ. હું આનંદના નિત્ય ગુણવાળો અને આનંદની પલટતી પર્યાયવાળો છું હું મારા આનંદના એકરૂપ ગુણ અને પલટતી પર્યાયથી સહિત દ્રવ્ય છું. એમ દ્રવ્યનું સ્વરૂપ નક્કી કરવા જતાં તેની પર્યાયમાં આનંદ આવ્યા વિના રહે નહિ અને દુઃખની અવસ્થાનો વ્યય થયા વિના રહે નહિ. સમજાણું કાંઈ? પર્યાયમાં ભલે રાગ હો, એ ચારિત્રગુણની એકરૂપ ન રહેનારી પર્યાય છે અને ચારિત્રગુણ કાયમ રહેનારો છે આવા ગુણ અને પર્યાયથી જે સહિત છે તે દ્રવ્ય છે એમ દ્રવ્યનું લક્ષ જતાંદ્રવ્યનું જ્ઞાન થતાં પર્યાયમાં સમ્યક્ શ્રદ્ધા અને આનંદ આવ્યા વિના રહે નહિ. પરમાત્મપ્રકાશ આમ પ્રકાશે છેપરમાત્મપ્રકાશ...ભગવાન આત્મા પોતે પરમાત્મા તે અનંત શક્તિ અને અનંત પર્યાયથી સહિત છે એમ નક્કી કરતાં હું પોતે પરમાત્મા છું એવી દૃષ્ટિ થઈ જાય છે. પદે પદે આત્મા પરમાત્મા છે. પરમ સ્વરૂપનો ધરનાર આ આત્મા જ પરમાત્મા છે. એમ નક્કી કરવા જતાં તેની પર્યાયમાં અનાદિથી જે નથી જાણ્યું એવી જાણવાની, શ્રદ્ધાની, આનંદની પર્યાય પ્રગટ થઈ જાય તેનું નામ ધર્મ છે. આમાં કાંઈ બહુ પલાખાં ગણવાના નથી પણ પ્રયત્ન જ કરતો નથી. એક પગથિયું પણ ચડતો નથી. શ્રોતા –સાહેબ, એકાગ્રતા રહેતી નથી. પૂજ્ય ગુરુદેવશ્રી :–એકાગ્રતા રહેતી નથી એમ નથી. એકાગ્રતા કરવાનો પ્રયત્ન જ કર્યો નથી. પરમાં કેવો એકાગ્ર થઈ જાય છે! તો એકાગ્ર થતાં તો આવડે છે. પરમાં તો ખરેખર કોઈ એકાગ્ર થઈ શકતું નથી પણ આ...આ...આ ઠીક છે એમ માનીને પોતાની Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પર્યાયમાં એકાગ્ર થઈ જાય છે. તો જેમ પરના લક્ષે વિકારમાં એકાગ્ર થઈ જાય છે એમ સ્વનું લક્ષ કરે તો સ્વભાવમાં એકાગ્ર થઈ શકે છે. જ્યાં સમજણ થઈ કે ‘આ દ્રવ્ય તે હું' ત્યાં જ લક્ષ ફરી જાય છે, રુચિ ફરી જાય છે, જ્ઞાન સમ્યક્ થઈ જાય છે, શ્રદ્ધા ફરી જાય છે અને શાંતિ ને આનંદ આવી જાય છે. એક એક ગાથામાં જુદી જ જાતની વાત સમજાવે છે. દરેક ગાથામાં કંઈક કંઈક ફેર તો હોય જ. ગુણ–પર્યાય સહિત દ્રવ્યનો શબ્દાર્થ કહ્યો, હવે તેનો વિસ્તાર કહે છે. જીવ દ્રવ્યમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતગુણ છે અને પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ અનંત ગુણ છે. જ્ઞાન ગુણ એટલે જાણવાની પર્યાય ન લેવી, જ્ઞાન ગુણ લેવો. રંગ ગુણ એટલે રંગની પર્યાય ન લેવી પણ રંગની શક્તિ સમજાવી. જીવ સિદ્ધમાં હો કે નિગોદમાં હો દરેક જીવમાં અનંત ગુણ છે. સિદ્ધ અને સંસારી જીવની પર્યાયમાં ફેર છે પણ દ્રવ્ય, ગુણમાં ફેર નથી. જીવ કહેતાં અનંત જીવ–દરેક જીવ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતગુણથી સહિત છે. એક પણ રજકણથી જીવ સહિત નથી પણ પોતાના અનંતગુણથી સહિત છે, શરીર, કપડા, સ્ત્રી–પુત્ર, મકાન આદિથી આત્મા સહિત નથી. આત્મામાં એ નથી અને તેમાં મારો આત્મા નથી. માટે કોઈ મારા—જીવના નથી. મારા ગુણો મારા સહભાવી—સદાય સાથે રહેનારા છે. પુદ્ગલમાં સ્પર્શ, રસાદિ ગુણો તેમાં સહભાવી છે અન્વયી છે એટલે કે દ્રવ્યની સાથે રહેનારા છે, સદા નિત્ય છે. ગુણો કદી દ્રવ્યની તન્મયતા છોડતાં નથી. આવા ચાર તેના વિશેષણ કહ્યાં છે. સહભાવી નામ સાથે રહે છે, અન્વયી નામ અનુ જે આત્મા (વસ્તુ) તેના સહચારી છે, સદા નિત્ય છે અને વસ્તુથી એકપણું ગુણનું કદી છૂટતું નથી— તન્મયપણું—તદ્રુપપણું—એકરૂપપણું કદી છૂટતું નથી. એ જ રીતે પરમાણુના ગુણો પણ સહભાવી છે. અન્વયી છે, સદા નિત્ય છે અને રજકણ સાથે તદ્રુપ છે, કદી છૂટાં પડતાં નથી. આ સમજે તેને લૌકિક ભણતર અને લૌકિક કાર્યો કૂચે મરવા જેવા લાગે છે. એમાં તો બધાં ગપ્પા છે—સત્ય નથી. દરેક દ્રવ્ય તેના ગુણ—પર્યાયથી સહિત છે તેને પરથી સહિત માનવો, પરથી લાભ-નુકશાન માનવું તે જૂઠું છે. તું નિગોદમાં હો, દેવમાં હો, મનુષ્યમાં હો કે સિદ્ધમાં હો દરેક જગ્યાએ તું તો તારા ગુણ-પર્યાયમાં છો. પરના કારણે તું નથી. કર્મના કારણે જીવ સંસારમાં છે એમ નથી. તે પોતાના ગુણ-પર્યાયથી સહિત છે માટે ત્યાં છે. આહાહા...! આચાર્યોની પદ્ધતિ ! ગાગરમાં સાગર ભરી દીધો છે. વસ્તુસ્થિતિ આમ છે અને તેનાથી વિપરીત નથી. જે નથી તેની અસ્તિ થાય નહિ અને જે છે તેની નાસ્તિ થાય નહીં. Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩૯ ] | ૨૩૯ ગુણની વાત થઈ. હવે પર્યાયનું વિશેષસ્વરૂપ કહે છે. પર્યાયના બે ભેદ છે એક સ્વભાવપર્યાય અને બીજો વિભાવપર્યાય. જીવને સિદ્ધત્વ આદિ સ્વભાવપર્યાય અને કેવળજ્ઞાનાદિ સ્વભાવગુણ છે. કેવળજ્ઞાન તો પર્યાય છે પણ કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, સ્વચ્છતા, વિભુતા આદિ પર્યાયોના એક ભાગને સ્વભાવગુણ કહેવામાં આવે છે. આ સ્વભાવગુણો જીવમાં જ હોય છે. અન્ય દ્રવ્યમાં હોતા નથી. તથા અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુત્વ આદિ સ્વભાવગુણો દરેક દ્રવ્યમાં હોય છે. માટે છએ દ્રવ્યોમાં આ ગુણો હોય છે અને ષદ્ગુણી હાનિ-વૃદ્ધિરૂપ અગુરુલઘુ ગુણનું પરિણમન એ સ્વભાવપર્યાય છે તે પણ દરેક દ્રવ્યમાં હોય છે. તેને અર્થ-પર્યાય કહેવાય છે તે શુદ્ધ પર્યાય છે. આ શુદ્ધ પર્યાય સંસારી જીવોને, સિદ્ધોને અને અજીવ પદાર્થને બધાંને સદાય હોય છે. એ જરા સૂક્ષ્મ વાત છે. કેવળજ્ઞાનાદિ ગુણ સિદ્ધોને જ હોય છે. દરેકને હોતાં નથી. શ્રોતા : આમાં કેટલુંક યાદ રાખવું? પૂજ્ય ગુરુદેવશ્રી :—આ કાંઈ પલાખાં યાદ રાખવા જેવું અઘરું નથી. વસ્તુનું સ્વરૂપ છે. આ વસ્તુ, આ તેના ગુણો, તેની પર્યાય, એક સ્વાભાવિક અવસ્થા છે. એક દ્રવ્યપર્યાય છે, એક ગુણપર્યાય છે અને ષદ્ગુણી હાનિ—વૃદ્ધિ તો દરેક પદાર્થમાં છે. આટલું જ છે. સંસારમાં તો કેટલું યાદ રહે છે ! દુકાનમાં પાંચ હજાર ચીજ હોય તે દરેકની ત્રણપટી વાત યાદ હોય આ ભાવે વસ્તુ આવી છે, આ ભાવે વેચવાની છે, આટલી વેચાની ને આટલી પડી છે એ બધું ખબર હોય. અમારે પાલેજમાં દુકાન હતી એટલે બધી ખબર છે. ૧૩ તો વખાર હતી. તેમાં કઈ વખારમાં, ક્યો માલ, કેટલો છે, એ બધી ભાઈને ખબર હોય. જેની મમતા હોય તેનું બધું યાદ હોય પણ મારામાં શું છે તેની કાંઈ ખબર નથી. સિદ્ધોને સ્વભાવગુણ અને સ્વભાવપર્યાય છે પણ સંસારીને તો એ નથી તો શું છે?—કે સંસારી જીવોને મતિજ્ઞાનાદિ વિભાવગુણ અને નર-નારકી આદિ વિભાવપર્યાય હોય છે. નિગોદથી માંડીને ચૌદમા ગુણસ્થાન સુધીના દરેક જીવ સંસારી કહેવાય છે. બારમા ગુણસ્થાન સુધી મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાન હોય છે અને નર–નારકાદિ વિભાવ-પર્યાય તો ચૌદ સુધી છે કેમ કે ચૌદમા ગુણસ્થાન વખતે પણ મનુષ્ય શરીર હોય છે. અજ્ઞાનીને આ તો કાંઈ ખબર નથી. એને તો આ શરીરરૂપ બંગલો મળ્યો છે એ જ હું અને તેને સાફસૂફ રાખું, ખવરાવું, પીવરાવું, નવરાવું એ જ મારું કામ. પણ એ કામ કરવા છતાં શરીર તો સારું રહેવું હોય તો જ રહે. નહીં તો ક્ષણમાં અવસ્થા પલટી જાય. તેની ગમે તેટલી ચિંતા રાખે તોપણ શું! શરીરની પર્યાય આત્માને આધીન નથી. આત્માની કલ્પના પ્રમાણે શરીર ચાલતું નથી. તેની પર્યાય અનુસાર એ પરિણમે છે આત્માની પર્યાય પ્રમાણે શરીરના પરમાણુ રહેતાં નથી પણ ઊંધી માન્યતા આડે એ નનૂર થઈ ગયો Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪o ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે; નનૂર–નૂર વગરનો. હું કોણ છું અને હું શું માનું છું એની એને ખબર નથી. જે સદાય મારા છે એવા ગુણ–પર્યાયમાં મારાપણું નહિ માનતાં જે ત્રણકાળમાં કદી પોતાના નથી તેને પોતાના માને છે. ઇન્દ્રિય દ્વારા તે જણાય છે તેને જુએ છે પણ અતીન્દ્રિય વસ્તુ શું છે, પર્યાય સહિત દ્રવ્ય કેવું છે તેને જોતો નથી. પાંચ-પચીશ કરોડ રૂપિયા હોય, ચાર બંગલા હોય, સ્ત્રી–પુત્ર–પરિવાર સારાં હોય તો મને ઠીક.પણ એ વસ્તુ ક્યાં તારી છે? તારી દશામાં એ વસ્તુ કયાં આવી છે કે તેનાથી તને સુખ થાય ? શ્રોતા –પણ સુખ તો થાય છે ને! પૂજ્ય ગુરુદેવશ્રી : સુખ ક્યાં થાય છે? એણે સુખની કલ્પના ઊભી કરી છે તે પોતામાં આવી છે, વસ્તુ તો કોઈ પોતામાં આવી નથી. અમેરિકા જઈ આવે તો સુખ થાય એમ નથી. આત્મા પોતાના દ્રવ્ય, ક્ષેત્રમાંથી બહાર નીકળતો જ નથી. અમેરિકામાં પણ એ તો પોતાની પર્યાયમાં જ હતો. શ્રોતા –કેટલા પૈસા ખર્ચીને જાય અને આપ કહો છો કે ગયો જ નથી? ભાઈ આત્મા પોતાના ક્ષેત્રમાંથી અને ગુણ–પર્યાયમાંથી બહાર નીકળતો જ નથી માટે કયાંય ગયો જ નથી અને પૈસા એ પણ ક્યાં પોતાના છે! આત્મા નરકમાં હો, મનુષ્યમાં હો કે દેવમાં હો ત્યાં પણ તે પોતાની વિકારી પર્યાય અને અનંતા ગુણ સહિત રહેલો છે. પરના ક્ષેત્રમાં કે પરની પર્યાયમાં આત્મા કદી રહ્યો નથી અને પોતાની પર્યાયથી કદી ખાલી રહ્યો નથી. વાહ! પ્રત્યક્ષ દેખાય તેવું છે ! વિચાર, 0 મંથન કરે તો ખ્યાલ આવે. સંસારમાં જ્યાં છે ત્યાં આ જીવ પોતાના મતિજ્ઞાન અથવા મતિ-અજ્ઞાનાદિ વિભાવગુણ અને નર-નારકાદિ વિભાવપર્યાયથી સહિત છે. અત્યારે આ મનુષ્યપણામાં એટલે મનુષ્યદેહમાં નહિ પણ મનુષ્યયોગ્ય વિકારી પર્યાય અને અતિશ્રુતજ્ઞાનથી સહિત છે. અત્યારે આત્મા ક્યાં છે? આત્મા પોતાની વર્તમાન પર્યાય અને ત્રિકાળી ગુણોમાં ૦ રહેલો છે. બીજાના ગુણ–પર્યાયથી આત્મા સહિત નથી. બીજો પદાર્થ પોતે તેના ગુણ–પર્યાયથી સહિત છે અને આત્મા પોતાના ગુણ–પર્યાયથી સહિત છે. હવે આમાં બીજાની પર્યાયને મારી માનવી કે તેને હું કરું એવી માન્યતા કેટલી ભૂલ ભરેલી છે! દરેકની પર્યાયનો ધણી તેનું દ્રવ્ય છે તો બીજાની પર્યાયને હું કરવા જાઉં એમ કેમ બની શકે !/ આ રીતે જીવના ગુણ–પર્યાય કહ્યાં. સિદ્ધ પોતાની નિર્મળ પર્યાય અને કેવળજ્ઞાનાદિ ગુણથી સહિત છે અને સંસારી જીવો નર-નારકાદિ વિભાવપર્યાય અને મતિજ્ઞાનાદિ વિભાવગુણ તથા ત્રિકાળી અનંતગુણોથી સહિત છે. આ રીતે જીવનું વર્ણન પૂરું થયું, હવે પુગલના ગુણ–પર્યાય કહેશે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની વાણીમાં આવેલો સ્વતંત્રતાનો ઢંઢેરો છે (સળંગ પ્રવચન નં. ૪૦) तत् परिजानाहि द्रव्यं त्वं यत् गुणपर्याययुक्तम् । सहभुवः जानीहि तेषां गुणाः क्रमभुवः पर्यायाः उक्ताः॥५७॥ आत्मानं बुध्यस्व द्रव्यं त्व गुणौ पुनः दर्शनं ज्ञानम् । पर्यायान् चतुर्गतिभावान् तनुं कर्मविनिर्मितान् जानीहिं ॥५८॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૫૭મી ગાથા ચાલે છે. દરેક દ્રવ્ય તેના ગુણ–પર્યાયથી સહિત હોય છે. તેમાં જીવદ્રવ્યનું કથન આવી ગયું કે જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણ અને નર, નારકાદિ વિભાવપર્યાય અને સિદ્ધત્વાદિ સ્વભાવપર્યાયથી જે સહિત છે તે જીવદ્રવ્ય છે. હવે પુદ્ગલ દ્રવ્યની વાત કરે છે. પુગલના પરમાણુ છે તે પુગલદ્રવ્ય છે તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શી દિગુણો છે. ગુણો સ્વાભાવિક છે તે હંમેશા દ્રવ્યમાં રહે છે અને એક વર્ણથી વણંતર થવું, એક રસમાંથી બીજાં રસરૂપે થવું એ તેની સ્વભાવપર્યાય છે. તેનો અર્થ શું થયો?—કે પરમાણુનો પર્યાય પરમાણુથી બદલે છે, આત્માથી બદલતો નથી. * પરમાણુ એકલો હોય ત્યારે તે શુદ્ધદ્રવ્ય કહેવાય છે તેના ગુણો પણ શુદ્ધ છે અને તેની પર્યાય પણ શુદ્ધ છે પણ જ્યારે બે કે બેથી વધારે પરમાણુ ભેગા થઈને અંધ બને છે ત્યારે તેને અશુદ્ધ કહેવાય છે. તેની સ્કંધની પર્યાયને વિભાવવ્યંજનપર્યાય કહેવાય છે. દા. ત. આ શરીર છે તે એક સ્કંધ છે તેના આકારને વિભાવવ્યંજનપર્યાય કહેવાય છે. તે પરમાણુની વિભાવ અવસ્થા પણ પરમાણુથી થઈ છે, જીવથી થઈ નથી. શરીરની જેમ દરેક સ્કંધમાં જુઓ. આ રૂપિયાની નોટ છે તે તેના પરમાણુની વિભાવવ્યંજન પર્યાય છે. જીવના પુણ્યના ઉદયથી એ નોટ બની નથી. તો પ્રશ્ન થાય કે પુણ્યકર્મનું શું થયું?–ભાઈ ! પુણ્યકર્મ એ પણ કર્મના પરમાણુની વિભાવપર્યાય છે. એક વિભાવપર્યાય બીજી વિભાવપર્યાયને કરતી નથી–પુણ્યકર્મની પર્યાય પૈસાની પર્યાયને કરતી નથી. પૈસાના સ્કંધ તેના પોતાથી થયેલ છે. અનેક પરમાણુનો મળેલો એક અંધ બીજાં અંધથી થતો નથી કે બીજાં જીવથી થતો નથી. શરીર, લાડુ, દાળ, ભાત એ બધાં સ્કંધો છે તે પોતપોતાથી થયેલાં છે તેને બીજું દ્રવ્ય કરી શકતું નથી. જુઓ ! આ આંગળી છે તે એક સ્કંધ છે એટલે પુદગલની વિભાવવ્યંજનપર્યાય છે તે પુદ્ગલથી થઈ છે, જીવથી થઈ નથી કે કર્મથી પણ થઈ નથી, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો તો શું કર્મને કાઢી નાંખ્યા ?–ના. કર્મને કર્મરૂપે રાખ્યાં છે. કર્મ પણ પુદ્ગલની વિકારી વિભાવવ્યંજનપર્યાય છે, તેના વડે શરીરમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં. આ પગ ચાલતાં નથી તે પગના પરમાણુની પર્યાય છે, કર્મનું કાર્ય નથી. પૂર્વે આત્માએ મૂર્ખાઈથી અશુભભાવ કર્યા હતાં તેનાથી કર્મ બંધાયા અને તેનું આ ફળ આ આવ્યું છે એમ નથી. શ્રોતા :–શાસ્ત્રમાં વાત તો એમ આવે છે ! પૂજ્ય ગુરુદેવશ્રી :—એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. વસ્તુ એમ નથી. એક દ્રવ્યથી બીજા દ્રવ્યની પર્યાય થતી નથી. પગ એ પગના પરમાણુની વિભાવવ્યંજનપર્યાય છે તે જીવની કે કર્મની પર્યાય નથી. પગની પર્યાયનો કર્તા તે સ્કંધ પોતે છે. અનેક પરમાણુઓને મળેલો એક સ્કંધ તેનો જે આકાર છે તે વિભાવવ્યંજનપર્યાય છે. તેમાં જે વર્ણ, ગંધ, રસાદિ ગુણો છે તેને વિભાવગુણ કહ્યાં છે અને તેનું વર્ણથી બીજા વર્ણરૂપે થવું, ગંધથી બીજી ગંધરૂપે થવું, રસથી રસાંતર થવું તે તેની વિભાવગુણપર્યાય છે. તે પર્યાય સ્કંધની છે, સ્કંધમાં છે અને સ્કંધને લઈને છે. આ મંદિર છે તે અનેક સ્કંધોનું બનેલું છે તે એક એક સ્કંધ અનેક પરમાણુઓનો વિભાવવ્યંજનપર્યાય છે. તે પર્યાય એ પરમાણુથી થઈ છે. કડિયાથી કે બીજાં કોઈથી થઈ નથી. કડિયામાં જ્ઞાન છે પણ જડના કાર્યને જ્ઞાન કરતું નથી, જ્ઞાનથી જ્ઞાનનું કાર્ય છે. જો જ્ઞાનવાળા દ્રવ્ય જ કામ કરતાં હોય તો તો જગતમાં જડ જ સાબિત ન થાત. જ્ઞાનથી જ્ઞાન થાય પણ જડનું કાર્ય જડથી જ જાય. આ કાપડનો ટૂકડો છે તે અનેક પરમાણુની વિભાવપર્યાય છે તે પરમાણુથી થઈ છે, કોઈના હાથથી કે જીવથી એ પર્યાય થઈ નથી. મતિજ્ઞાનાવરણી કર્મ બંધાય છે તે જીવે મતિની હીનતા કરી માટે બંધાણા છે એમ નથી. એ કર્મ પરમાણુની વિભાવવ્યંજનપર્યાય છે. એ સ્કંધની અવસ્થા સ્કંધથી થઈ છે, જીવથી નહિ એમ કહે છે. દરેક પદાર્થ સ્વતંત્ર છે. પરમાણુ પણ એક દ્રવ્ય છે માટે તે પણ સ્વતંત્ર છે. આ ત્રિલોકનાથ તીર્થંકરદેવના જ્ઞાનમાં જણાયેલી વાત છે. પુદ્ગલનું આવું સ્વરૂપ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. પુદ્ગલ પરમાણુ છૂટો છે તે શુદ્ધ દ્રવ્ય છે તેના ગુણ પર્યાય પણ શુદ્ધ છે, અને એવા પરમાણુ બે કે તેથી વધારે મળીને સ્કંધ બને છે તેના ગુણને વિભાવિકગુણ કહેવાય છે અને તેની પર્યાયને વિભાવપર્યાય કહેવાય છે, તે વિભાવિક પર્યાય એ સ્કંધને લઈને છે. બીજાં સ્કંધને લઈને આ સ્કંધની પર્યાય થઈ નથી તો જીવથી તો કેવી રીતે થાય ? જીવે કર્મ બાંધ્યા અને જીવે કર્મ છોડ્યાં એમ કહેવાય છે તેમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. ખરેખર કર્મ એ તો પુદ્ગલની વિભાવવ્યંજનપર્યાય છે માટે તે પુદ્ગલનું સ્વરૂપ છે અને પુદ્ગલનું કાર્ય છે તેનો કર્તા જીવ નથી. જીવના અસ્તિત્વથી કર્મનું અસ્તિત્વ નથી. Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૦ ) [ ૨૪૩ આ અક્ષર લખાય છે ને ! એ અક્ષર અનંતા પરમાણુનો સ્કંધ છે. માટે તે વિભાવિકદ્રવ્ય છે તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ વિભાવિકગુણ છે અને તેની પર્યાય એ વિભાવિકવ્યંજનપર્યાય છે. તે સ્કંધથી થઈ છે, આત્માથી કે આંગળીથી થઈ નથી. તેનું અસ્તિત્વ આત્માના અસ્તિત્વથી છે એમ નથી. જુઓ ! આ પ૭મી ગાથામાં ભગવાને શું કહ્યું છે? કે–તં પરિણાદિ ઉલ્લુ હું ગં ગુ–પયનુત્તા દરેક પદાર્થ પોતાના ગુણ–પર્યાય સહિત છે એમ તું જાણે ! આત્મા પોતાના જ્ઞાનાદિ અનંત ગુણ અને તેની શુદ્ધ-અશુદ્ધ પર્યાયથી સહિત દ્રવ્ય છે તે પોતાના કારણે છે અને પરમાણુ પોતાના વર્ણાદિ ગુણ અને તેની પર્યાયથી સહિત દ્રવ્ય છે એ પણ પોતાથી છે. શરીર પુગલનો એક અંધ છે તે પણ પોતાથી છે. શરીર વિભાવદ્રવ્યવ્યંજન પર્યાય છે, તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિભાવગુણ છે અને તેની અવસ્થા વિભાવિક પર્યાય છે. તે આત્માના દ્રવ્ય, ગુણ કે પર્યાય નથી, પણ પુદ્ગલના છે એમ જાણ ! ભગવાને આમ કહ્યું છે. પણ આને એવું લૂંટાઈ ગયું છે કે “આ શરીર મારું છે.” ઊંધા એકડાં ઘૂંટાઈ ગયા છે. આ તો સાદી સીધી સમજાય તેવી વાત છે. આ કાંઈ વકીલાતની વાતો નથી કે વેપારીને ન સમજાય. શરીર એ પુદ્ગલનો વિભાવદ્રવ્ય છે, વિભાવગુણ અને વિભાવવ્યંજનપર્યાય છે એમ જાણ ! તે આત્માથી છે કે આત્માનું છે એમ કહ્યું નથી. ત્રણલોકના નાથ કેવળજ્ઞાની તીર્થંકરદેવે સો ઈન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં આમ ફરમાવ્યું છે કે દરેક પદાર્થ પોતાના ગુણ–પર્યાયયુક્ત છે, બીજાના ગુણ–પર્યાયથી સહિત નથી એમ રિયાદિ એટલે બરાબર જાણ એમ કહ્યું છે. માત્ર જાણ એમ ન કહ્યું. લક્ષ કરીને બરાબર જાણ એમ કહ્યું છે. જાણનારને લક્ષ કરીને જાણ અને અન્યનું સ્વરૂપ પણ જેમ છે તેમ જાણ! હું આત્મા, મારા જ્ઞાન, આનંદ આદિ ગુણ અને પર્યાયથી સહિત છું એમ જાણ અને સાથે એ પણ જાણ કે આ શરીરાદિ સ્કંધો આ પ્રમાણે છે. જુઓ ! જાણવાનું કહ્યું છે, કાંઈ કરવાનું કહ્યું નથી. જીવના રાગથી કર્મ બંધાયા એમ કહ્યું છે ત્યાં કર્મ બંધાયા એ વખતે નિમિત્ત કોણ હતું તેનું જ્ઞાન કરાવ્યું છે. કર્મના બંધનની પર્યાય તો કર્મથી જ થઈ છે તેને આત્મા કરી શકતો નથી. આત્માના કારણે કર્મનો બંધ નથી અને કર્મબંધના કારણે વિકાર નથી. જ્ઞાનાવરણીનો ઉદય હતો માટે જ્ઞાનની પર્યાય હીણી થઈ છે એમ નથી. જ્ઞાનની હીણી દશા આત્માથી થઈ છે, કર્મથી નહિ. હીણી પર્યાય હો કે પૂરી પર્યાય તો તેનાથી સહિત જીવ દ્રવ્ય પોતે છે. હીણી પર્યાય છે માટે તેનો કર્તા કર્મ છે એમ નથી. આ દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન ઘટી ગયું છે એટલે બધા વાંધા ઊડ્યાં છે. સાંભળનારને Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પણ ખબર નથી અને કહેનારને પણ દ્રવ્ય, ગુણ, પર્યાયના યથાર્થ સ્વરૂપની ખબર નથી એટલે ગોટા ઊડ્યાં છે. ભગવાન તીર્થંકરદેવે છ દ્રવ્ય જોયાં તેમાં અનંતા જીવ જોયાં અનંતા પરમાણુ જોયાં, અનંતા રજકણના સ્કંધો જોયાં, અને બીજા ચાર અરૂપી દ્રવ્યો જોયાં તેની વાત પછી રાખીએ. જીવને ભગવાને કેવો જોયો?–કે જીવને તેના જ્ઞાન-દર્શનાદિ ગુણો અને પર્યાય સહિત જોયો. સિદ્ધની પૂર્ણ પર્યાય પ્રગટ થઈ હોય તો પૂર્ણ પર્યાય સહિત દ્રવ્ય છે અને અપૂર્ણ પર્યાય હોય, વિકાર હોય તો તેનાથી સહિત આત્માને ભગવાને જોયો છે. પરમાણુને પ્રભુએ શુદ્ધગુણ અને શુદ્ધપર્યાય સહિત જોયા છે અને સ્કંધો વિભાવિકદ્રવ્યવ્યંજનપર્યાય, વિભાવિકગુણ અને વિભાવિકપર્યાયસહિત છે તો તે સહિત ભગવાને સ્કંધોને જોયા છે. છૂટા પરમાણુ સિવાયના બધાં સ્કંધો જ છે. આ નાક, કાન, મોટું, લાડવા, દાળભાત, સોનું, લોઢું એ બધાં સ્કંધો છે તે સ્કંધના આકારને વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય. તેના ગુણોને વિભાવગુણ અને પર્યાયને વિભાવપર્યાય કહેવાય. અંધ તેના વિભાવગુણ અને વિભાવપર્યાયથી સહિત છે એમ સ્કંધને જાણ ! અંધ કોઈ બીજાના આધારે છે એમ નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્યના આધારે રહેલું ન જો. દરેક દ્રવ્ય પોતાના ગુણ–પર્યાયમાં રહેલું છે એમ જાણ ! સ્કંધ તેના વિભાવગુણ અને વિભાવપર્યાય સહિત છે એમ જાણ ! હવે પરમાણુની વિશેષ વ્યાખ્યા કરે છે તે સાંભળ! પરમાણુ શુદ્ધદ્રવ્યમાં એક વર્ણ, એક રસ, એક ગંધ, એક શીત અથવા ઊષ્ણ સ્પર્શ અને એક લુખો અથવા ચીકણો સ્પર્શ એમ પાંચ ગુણ તો મુખ્ય છે. (અહીં પર્યાયને ગુણ કહ્યાં છે, તેનાથી માંડીને અસ્તિત્વાદિ અનંતગુણ છે તેને પરમાણુના સ્વભાવગુણ કહેવાય છે અને પરમાણુને જે આકાર છે તે સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય છે તથા વર્ણા દિ ગુણરૂપ પરિણમન તે સ્વભાવગુણવ્યંજનપર્યાય છે. આ ઉપર આવી ગયેલી વાતનો જ ખુલાસો છે. આમ, જીવ અને પુગલમાં સ્વભાવ અને વિભાવ બને છે જ્યારે બીજા ચાર દ્રવ્યો ધર્મ, અધર્મ, આકાશ અને કાળમાં તો સ્વભાવગુણ અને સ્વભાવપર્યાય જ છે, તેમાં વિભાવ છે જ નહિ. આ ચારેય દ્રવ્યોને પણ ભગવાને જ્ઞાનમાં જોયાં છે. ધર્મા સ્તિ અને અધર્માસ્તિ લોકપ્રમાણ દ્રવ્ય છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ અને આકાશ એક એક દ્રવ્ય છે અને કાળદ્રવ્ય અસંખ્ય છે. આ ચારેય દ્રવ્ય અસ્તિત્વ, વસ્તુત્વ આદિ પોત પોતાના અનંત સ્વભાવગુણો અને સ્વભાવપર્યાયથી સહિત છે. જુઓ તો ખરા! કેટલું સ્પષ્ટ કર્યું છે. સ્વભાવપર્યાય હો કે વિભાવપર્યાય તો તેનાથી દ્રવ્ય સહિત છે એમ કહ્યું છે. આવા સ્વરૂપની ખબર નથી એટલે સ્વતંત્રતાની ગંધ પણ રહી નથી. સ્વભાવપર્યાયનો કર્તા તો બીજું દ્રવ્ય નથી પણ વિભાવપર્યાયનો કર્તા પણ કોઈ બીજું દ્રવ્ય કે ઈશ્વર નથી. વસ્તુ પોતે સ્વતંત્ર છે, તેના ગુણ અને પર્યાય સ્વતંત્ર છે, તેને બીજાના આધારની જરૂર નથી. વીતરાગની આ વાત જગતને મગજમાં બેસવી કઠણ પડે છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪o ) ( ૨૪૫ ભગવાને છએ દ્રવ્યોને તેના ગુણ અને પર્યાયથી સહિત જોયા છે. તેમાં સિદ્ધોને સ્વભાવપર્યાયસહિત જોયા, સંસારીને અપૂર્ણ અને વિભાવપર્યાયસહિત જોયા, પરમાણુને શુદ્ધગુણ અને શુદ્ધપર્યાયસહિત જોયા, સ્કંધને વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય અને વિભાવગુણપર્યાયસહિત જોયા તથા બીજાં ચાર દ્રવ્યોને સ્વભાવગુણ અને સ્વભાવપર્યાય સહિત જોયા. આ રીતે, જગતમાં છએ દ્રવ્યો જેમ છે તેમ જાણે તેને “જ્ઞાન” કહેવાય. જેમ છે તેનાથી વિપરીત જાણે તે અજ્ઞાન છે. જીવમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની હીણી દશા છે તે જીવથી છે કર્મના કારણે જ્ઞાનની દશા હીણી નથી એમ જાણે તેણે બરાબર જાણ્યું કહેવાય. આમ પ્રગટ રીતે ભગવાન વર્ણવી રહ્યાં છે, સ્પષ્ટ વાત છે. જંગલવાસી દિગંબર સંત યોગીન્દ્રદેવ કહે છે ભગવાને આમ યુ.... કહ્યું છે એમ તું જાણ ! આનાથી વિપરીત જાણીશ તો દ્રવ્યનું સ્વરૂપ એવું નથી અને ભગવાને પણ એમ કહ્યું નથી છતાં તું એમ માને છો તો તું ભગવાનને માનતો નથી અને દ્રવ્ય–ગુણ–પર્યાયને પણ માનતો નથી. પરિનાદિ આમ જાણ ! બધું જાણનારો તારો સ્વભાવ છે. અત્યારે પણ એક સમયમાં બધું જણાય એવો તારો સ્વભાવ છે. જેમ છે તેમ જાણ તો જ્ઞાન સાચું, નહિ તો જ્ઞાન ખોટું છે. વર્તમાનમાં પુણ્ય–પાપના વિકાર અને મતિજ્ઞાનાદિની હણી દશા છે તો તેનાથી જીવ સહિત છે એમ જાણ ! પણ હીણી દશા છે માટે તે કર્મથી સહિત છે એમ ને જાણ ! આ ધડો છે તે સ્કંધ છે માટે તે વિભાવદ્રવ્યવ્યંજનપયોય છે તે તેના વિભાવગુણ અને વિભાવપર્યાયથી સહિત છે એમ જાણ! તેને કુંભારે બનાવ્યો છે એમ ન જાણ! કુંભારના દ્રવ્ય–ગુણ–પર્યાય કુંભારમાં છે અને ઘડાના દ્રવ્ય, ગુણ, પર્યાય ઘડામાં છે અને કુંભારનું શરીર તેના ગુણ–પર્યાય સહિત છે. શિષ્ય અને પ્રભુઆમાં તો પર સાથેનો બધો સંબંધ છૂટી જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી : એ જ કહેવું છે કે કોઈ સાથે તારે સંબંધ નથી અને મફતનો સંબંધ માનીને બેઠો છો. “કોઈ પર દ્રવ્ય સાથે મારે સંબંધ નથી” આ એક પાઠ હૃદયમાં બેસી જાય તો બધી મિથ્થામાન્યતાનો નિકાલ થઈ જાય તેમ છે. જુઓને કેટલું કહે છે! પરમાત્મપ્રકાશ છે ને ! તારો પરમાત્મા એક દ્રવ્ય છે અને તેમાં અનંતગુણ છે અને તેની વર્તમાન પર્યાય અત્યારે હીણી છે તો હીણી પર્યાય સહિત છે એમ જાણ ! પરને લઈને મારી દશા હણી છે એમ ન જાણ! નિગોદમાં જીવ છે તે કેવા હશે?–બટાટા, શકરકંદ આદિ કંદમૂળમાં એક કટકીમાં અસંખ્ય શરીર છે અને એક એક શરીરમાં અનંત......અનંત જીવ રહેલાં છે તે દરેક જીવમાં અનંત ગુણ છે અને વર્તમાનદશામાં એકદમ અલ્પજ્ઞતા અને સંકલ્પ-વિકલ્પ છે તો નિગોદનો Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જીવ તેના અનંતગુણ અને હીણી દશાથી સહિત છે એમ જાણ ! તે હીણી દશા કોઈ પરથી નથી, પોતાથી જ છે એમ જાણ! અહીં તો વસ્તુ જેવા સ્વરૂપે વર્તમાનમાં છે તેવા રૂપે જાણ એમ કહ્યું છે. ભગવાન આત્માનો સ્વભાવ તો બધાંને જાણવાનો છે. જાણવું.જાણવું.જાણવું જેમ છે તેમ જાણવું એવો સ્વભાવ છે. સર્વજ્ઞ ભગવાન પણ જાણવા સિવાય બીજું શું કરે છે! તે પોતાના આત્માને પૂર્ણદશા અને અનંતગુણોસહિત જુએ છે અને બીજાને તેના ગુણ અને પર્યાય સહિત જુએ છે. ભગવાન પોતાના પૂર્ણજ્ઞાનથી જાણે છે અને તું તારા અલ્પજ્ઞાન વડે આમ જાણ ! આ તો બધાં સિદ્ધાંતો છે; પછી તેમાંથી જેટલાં પલાખા કાઢવા હોય તેટલાં નીકળે. ચાર પૈસાનું શેર તો મણના અઢી થાય એમ બધો હિસાબ થઈ શકે. તેમ આ બધાં વસ્તુસ્વરૂપના નિયમો છે તે મંત્રો છે. તે પરિયાદિ ટુવ્યું તુë ગં ગુપન્નય કુત્તા “તેને તું દ્રવ્ય જાણ ! કોને?—જે પોતાના ગુણો અને વર્તમાન અવસ્થાથી સહિત છે તેને તું દ્રવ્ય જાણ !' આમાં બધો ઉકેલ છે. આમાં કોઈ ઉકેલ બાકી રહેતો નથી. હું મારા ગુણો અને પર્યાયથી સહિત છું એમ જાણ્યું તે પોતાનું જ્ઞાન અને બીજા સર્વ દ્રવ્યો તેના ગુણ અને પર્યાયથી સહિત છે એમ જાણ્યું તે પર સંબંધીનું જ્ઞાન થયું. આમ જાણીને શ્રદ્ધા કરે તેનું નામ ધર્મ–તેનું જ નામ સમકિત અને એ જ સ્વ–પર પ્રકાશક પોતાનું જ્ઞાન છે. જ્ઞાન કરવું એ જ તારું કાર્ય છે. જ્ઞાનની ક્રિયા એ જ તારી ક્રિયા છે. અહા ! વીતરાગી સંતોના કથનો અલૌકિક છે ! એક શ્લોકમાં બધું ભરી દે છે. ચારે પડખાનું બધું સ્વરૂપ એકમાં સમાવી દે છે. એકમાં પૂરું કરી દે છે. આ ગજબ વાત છે. આ પાંચમાં શ્લોકમાં છએ દ્રવ્યની વાત આવી ગઈ. છએ દ્રવ્ય પોતપોતાના ગુણ–પર્યાયથી સહિત છે. જીવ અને પુદ્ગલ બેને વિભાવપર્યાય હોય છે બાકીના ચાર દ્રવ્યને તો વિભાવપર્યાય હોતી જ નથી. આકાશને ઘટાકાશ, મઠાકાશ ઈત્યાદિ કહેવાય છે તે ઉપચારમાત્ર છે. ક્ષેત્રમાં આકાશદ્રવ્ય સૌથી મોટું છે પણ તેને પણ તું એક સમયની પર્યાયમાં આખું જાણી લે છે માટે ભાવથી તો તું મોટો છો. આ છ દ્રવ્યોમાં ઉપાદેય કોણ છે?—કે જે શુદ્ધગુણ અને શુદ્ધપર્યાયથી સહિત છે એવું જીવદ્રવ્ય ઉપાદેય છે. શુદ્ધગુણ અને કેવળજ્ઞાનાદિ નિર્મળ પર્યાય સહિત ભગવાનને ઉપાદેય કરવા જાય છે ત્યાં પોતાનું શુદ્ધદ્રવ્ય ઉપાદેય થઈ જાય છે. આમ, પોતાના શુદ્ધાત્માને ઉપાદેય કરવો તે દ્રવ્ય, ગુણ, પર્યાયને સમજવાનું તાત્પર્ય છે. આ છ દ્રવ્યની સમુચ્ચય વાત થઈ. હવે એકલા જીવની વાત ૫૮માં શ્લોકમાં યોગીન્દ્રદેવ કરે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪o ) ( ૨૪૭ હે આત્મા ! તું અનાદિ અનંત એક વસ્તુ છો તેને તું દ્રવ્ય જાણ ! અને જ્ઞાન-દર્શનને ગુણ જાણ ! ત્રિકાળ દેખવા-જાણવાના સ્વભાવને ગુણ જાણ ! ચારગતિના ભાવ અને શરીરને કર્યજનિત વિભાવપર્યાય જાણ ! શરીર પુદ્ગલની વિભાવપર્યાય છે તેના નિમિત્તે જીવમાં જે ભાવ થાય છે કે હું મનુષ્ય છું, દેવ છું આદિ ભાવ તે જીવની વિભાવપર્યાય છે તેનાથી સહિત તે જીવદ્રવ્ય છે એમ જાણ! ભાવાર્થ શુદ્ધનિશ્ચયનયથી આત્મા શુદ્ધ, બુદ્ધ, અખંડ સ્વભાવ છે એમ જાણ! દ્રવ્ય અને ગુણે આત્મા શુદ્ધ છે, એકલો જ્ઞાનનો પિંડ છે માટે આત્મા બુદ્ધ છે, અને એક છે. માટે આત્મા અખંડ છે. આવા શુદ્ધ, બુદ્ધ, અખંડસ્વભાવને તું દ્રવ્ય જાણ ! તે દ્રવ્યમાં એક દર્શનગુણ છે કે જે દરેક ચીજને ભેદ પાડ્યા વિના અભેદપણે જુએ છે તે ચેતનાનો સામાન્ય સ્વભાવ છે અને ચેતનાનો વિશેષ સ્વભાવ જે જ્ઞાનગુણ છે તે દરેક ચીજને તેના ભેદો સહિત જાણે છે. રાગ વિના દરેક વસ્તુને તેના અનેકપણાસહિત જાણે તે જ્ઞાન છે. ત્રણકાળ, ત્રણ લોકને સામાન્યપણે અભેદ જાણે તે દર્શનગુણ છે અને ભિન્ન-ભિન્નરૂપે જાણવું તે જ્ઞાનગુણ છે. ગળપણ તે ગોળનો ગુણ છે, કડવો તે અફીણનો ગુણ છે, ખારો તે મીઠાનો ગુણ છે તેમ દરેક પદાર્થને સામાન્યપણે દેખવા અને ભેદ પાડીને જાણવા એ તારો ગુણ છે. - આ ચીજ આ છે અને આ બીજી ચીજ છે એમ ભેદ પાડ્યા વિના મહાસત્તાને માત્ર દેખવી તે દર્શનગુણનું કાર્ય છે અને મહાસત્તાને ભેદ પાડીને જાણવી તે જ્ઞાનગુણનું કાર્ય છે. અહા ! એક ગુણ અભેદને દેખે અને એક ગુણ વિશેષને જાણે આવું તારું દ્રવ્ય કેવડું મોટું છે! જાણવા અને દેખવાના બે સ્વભાવવાળો તું દ્રવ્ય છો ! તેમાંથી જાણનાર એવા જ્ઞાનગુણની પર્યાયના આઠ પ્રકાર છે જે નીચે પ્રમાણે છે. જ્ઞાનગુણની પૂર્ણ નિર્મળપર્યાય કેવળજ્ઞાન” છે તે પૂર્ણ, અખંડ અને શુદ્ધ છે તે પૂર્ણપણે બધાંને જાણે છે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન આ ચાર પર્યાય સમ્યજ્ઞાન છે અને કુમતિ, કુશ્રુત અને કુઅવધિ આ ત્રણ પર્યાય મિથ્યાજ્ઞાન છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ આ સાતેય પ્રકારની પર્યાય ખંડિત છે, અખંડ નથી અને સર્વથા શુદ્ધ નથી, અશુદ્ધતા સહિત છે. કેવળજ્ઞાન એક જ પૂર્ણ છે બાકીના ચાર સભ્યજ્ઞાન અપૂર્ણ છે તથા ત્રણ અજ્ઞાન તો અશુદ્ધતા સહિત છે, વિપરીત છે માટે પરમાત્મામાં તો એ સાતેય પ્રકાર નથી. એકમાત્ર પૂર્ણ, અખંડ અને શુદ્ધ એવું કેવળજ્ઞાન પરમાત્મામાં છે. આ રીતે આત્મા અને પરમાત્માનું સ્વરૂપ છે તેમ તું જાણ ! દર્શનગુણના પ્રકાર આગળ કહેવાશે.... Page #261 -------------------------------------------------------------------------- ________________ XAUAVALAVAX.XXX.XALALALALALALALALALA આત્માની પર્યાયમાં અશુદ્ધતા ન જ હોય છે તો મુક્ત થવાનો ઉપદેશ નિરર્થક જાય XXX.X28282828282828282828282X2828282 (સળંગ પ્રવચન નં. ૪૧) , आत्मानं बुध्यस्व द्रव्यं त्व गुणौ पुनः दर्शनं ज्ञानम्। पर्यायान् चतुर्गतिभावान् तनुं कर्मविनिर्मितान् जानीहिं ॥५८॥ जीवानां कर्माणि अनादीनि जीव जनितं कर्म न तेन । कर्मणा जीवोऽपि जनितः नैव द्वयोरपि आदिः न येन ।।५६।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેમાં આ પહેલાં ભાગની ૨૮મી ગાથા ચાલે છે. સ્વભાવથી આ જીવ અખંડ છે, અનાદિનો છે, માટે કહ્યું કે હે શિષ્ય ! શુદ્ધ, બુદ્ધ, અખંડ સ્વભાવ આત્માને તું દ્રવ્ય જાણ. આત્મા શુદ્ધ એટલે પવિત્ર છે, બુદ્ધ એટલે એકલો જ્ઞાનનો પિંડ છે, એક છે અને અખંડ છે એવા સ્વભાવવાનને જીવદ્રવ્ય કહેવામાં આવે છે. તેમાં જ્ઞાન અને દર્શન એ બે મુખ્ય ગુણ છે. તેમાંથી જ્ઞાનગુણના આઠ ભેદ છે એટલે આઠ પ્રકારની દશા છે તેમાંથી કુમતિ, કુશ્રુત અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ મિથ્યાજ્ઞાન છે તે પણ આત્મામાં આત્માથી આત્માની દશા છે કે કોઈ બીજા દ્રવ્યના કારણે નથી એમ અહીં સિદ્ધ કરવું છે અને પાંચ સમ્યજ્ઞાનની પર્યાય છે તે પણ પોતાની પોતાથી થયેલી પર્યાય છે. સમ્યફમતિ, સમ્યકકૃત, સમ્યકઅવધિ અને સમ્યફ મન:પર્યાયજ્ઞાન આ ચાર અપૂર્ણ દશા છે અને કેવળજ્ઞાન પૂર્ણશુદ્ધ દશા છે. ત્રણ અજ્ઞાન અને ચાર જ્ઞાનની પર્યાય ખંડ–ખંડ છે અને અશુદ્ધ છે માટે તે આદરણીય નથી અને કેવળજ્ઞાન પૂર્ણ છે—અખંડ છે અને શુદ્ધ છે માટે તે આદરણીય નામ પ્રગટ કરવાલાયક છે. તો પ્રશ્ન થાય કે તે કેમ પ્રગટ થાય?—કેવળજ્ઞાન પર્યાય જેમાંથી આવે છે તે જ્ઞાનગુણના ધરનાર દ્રવ્યની દૃષ્ટિ કરવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. મનુષ્યપર્યાય છે અને વજનારાચ સંહનન છે માટે કેવળજ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાનગુણના આઠ પ્રકાર કહ્યાં. તેમ દર્શનગુણની પર્યાયના ચાર પ્રકાર છે. (૧) કેવલદર્શન (૨) અવધિદર્શન (૩) ચક્ષુદર્શન અને (૪) અચક્ષુદર્શન. તેમાં કેવલદર્શન આપ્યું અખંડ છે અને શુદ્ધ છે માટે તે આદરણીય નામ પ્રગટ કરવાલાયક છે. તે કેમ પ્રગટ થાય?—કે દર્શનગુણના ધરનાર નિજ આત્માનો આશ્રય કરવાથી કેવલદર્શન પ્રગટ થાય છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણેય પર્યાય ખંડ છે અને અશુદ્ધ છે માટે તે Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૧ ] ૨ ૨૪૯ હેય છે, ઉપાદેય નથી. ઉપાદેય એક કેવળદર્શન જ છે કેમ કે તે આત્માની દર્શનગુણની એક શુદ્ધ અને અખંડ પર્યાય છે અને તે આત્માના આશ્રયે જ પ્રગટ થાય છે. આ જીવના જ્ઞાન અને દર્શન જે મુખ્ય ગુણ છે તેની વાત થઈ. હવે, બાકીના ગુણોના બે પ્રકાર કહે છે. (૧) સાધારણ (૨) અસાધારણ તેમાં સાધારણ ગુણ એટલે ઘણાં દ્રવ્યોમાં જે હોય તેને સાધારણગુણ કહેવાય. જે કોઈ ખાસ દ્રવ્યમાં જ હોય બીજા દ્રવ્યોમાં ન હોય તેવા ગુણને અસાધારણગુણ કહેવાય છે. દા.ત. ‘અમૂર્તગુણ' છે તે પુદ્ગલ દ્રવ્ય સિવાયના પાંચેય દ્રવ્યમાં છે માટે તેને સાધારણગુણ કહેવાય અને પુદ્ગલની અપેક્ષાએ તેને અસાધારણગુણ કહેવાય. ‘પ્રદેશત્વગુણ’ કાળદ્રવ્ય અને પરમાણુ સિવાય બાકીના બધાં દ્રવ્યોમાં છે—ઘણાં દ્રવ્યોમાં છે એ અપેક્ષાએ તેને સાધારણગુણ કહેવાય છે અને કાળદ્રવ્યમાં તે નથી માટે કાળદ્રવ્યની અપેક્ષાએ તેને અસાધારણગુણ કહેવાય છે. તારા ઘરમાં કેટલાં ગાદલાં—ગોદડાં આદિ છે તેની તને ખબર છે પણ તારા દ્રવ્યમાં કેટલાં અને કેવા કેવા ગુણો છે તેની કેવી પર્યાય છે, કેટલું ક્ષેત્ર છે—તારું અસ્તિત્વ કેવું છે તેની તને ખબર નથી માટે યોગીન્દ્રદેવ અહીં તને તારું આખું સ્વરૂપ બતાવે છે. પુદ્ગલનું પણ જ્ઞાન કરાવે છે તેમાં પુદ્ગલની મુખ્યતા થઈ જતી નથી. મુખ્યપણું તો હંમેશા જ્ઞાનનું જ છે. તું મફતનો પુદ્ગલનું મુખ્યપણું માની બેઠો છો. સાધારણ અને અસાધારણનાં ભેદ વનસ્પતિમાં છે તે આ પ્રમાણે છે કે જે વનસ્પતિના એક શરીરમાં અનંત જીવ હોય તે નિગોદ અથવા સાધારણ વનસ્પતિ છે અને એક શરીરમાં એક જીવ હોય તેને પ્રત્યેક અથવા અસાધારણ વનસ્પતિ કહેવાય છે. અહીં તો છએ દ્રવ્યના ગુણો અને તેનું ક્ષેત્ર કેવી રીતે છે તે ભગવાને કહ્યું છે તેમ કહેવાય છે. ‘મૂર્તિકગુણ’પુદ્ગલદ્રવ્યમાં જ છે, અન્યદ્રવ્યમાં નથી માટે તેને અસાધારણ ગુણ કહેવાય છે અને અસ્તિત્ત્વ ગુણ પુદ્ગલમાં પણ છે અને અન્ય સર્વ દ્રવ્યોમાં પણ છે માટે તે સાધારણગુણ છે. એક જ ગુણ બધાં દ્રવ્યોમાં વ્યાપેલો છે એમ નથી પણ અસ્તિત્ત્વ એટલે હોવાપણું દરેકમાં છે માટે તેને સાધારણગુણ કહેવાય છે. શ્રોતા :–આમાં તો શબ્દો જ એવા છે કે માણસ ગૂંચવાઇ જાય. પૂજ્ય ગુરુદેવશ્રી .. શબ્દો એવા છે માટે ગૂંચવાતો નથી પણ તેને પકડતાં આવડતું નથી માટે ગૂંચવાય છે. અસ્તિત્ત્વ ગુણની જેમ વસ્તુત્ત્વ, દ્રવ્યત્ત્વ, પ્રમેયત્ત્વ અગુરુલઘુત્ત્વ આદિ ગુણો બધાં દ્રવ્યોમાં છે માટે તેને સાધારણ ગુણ કહેવાય છે. ‘ચેતનપણું’ એક જીવ દ્રવ્યમાં જ છે અન્ય દ્રવ્યમાં નથી માટે તે તેનો વિશેષગુણ છે અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ ગુણો Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પુદ્ગલમાં જ છે, અન્ય દ્રવ્યોમાં નથી માટે તે પુદ્ગલના વિશેષગુણો છે. જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યનું કથન આવી ગયું. હવે બાકીના ચાર દ્રવ્ય-ધર્મા સ્તિ, અધર્મા સ્તિ, આકાશ અને કાળ તેનું સ્વરૂપ કહે છે. તે તે દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ જે છે તે તેનું દ્રવ્ય છે. અસ્તિત્ત્વ, વસ્તુત્ત્વ આદિ ગુણો છે અને સ્વભાવપરિણતિ પર્યાય છે. આ ચાર દ્રવ્યોમાં વિભાવગુણ અને વિભાવપર્યાય નથી. જુઓ ! જગતના આ બધાં પદાર્થોને એક ક્ષણમાં જાણવાની તાકાતવાળો આ આત્મા છે. જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યમાં સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય બને છે. એક પરમાણુમાં સ્વભાવપર્યાય છે અને સ્કંધમાં વિભાવપર્યાય છે. અને જીવમાં કેવળજ્ઞાન એ સ્વભાવપર્યાય છે અને ચાર જ્ઞાન વિભાવપર્યાય છે, રાગાદિ અશુદ્ધતા પણ વિભાવ છે. સિદ્ધોને માત્ર સ્વભાવદશા જ હોય છે, વિભાવ હોતો નથી અને સંસારીને વિભાવની મુખ્યતા છે એટલે સંસારીને પણ સ્વભાવ તો છે પણ મુખ્યપણે વિભાવ છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એટલી શુદ્ધતા છે બાકી રાગાદિ અશુદ્ધતા છે તેટલો વિભાવ છે. સિદ્ધોને તો એકલો સ્વભાવ છે. એ જ રીતે પરમાણુમાં એકલી સ્વભાવદશા જ છે અને સ્કંધમાં એકલી વિભાવદશા જ છે. બહુ ટૂંકામાં આ ચૌદ બ્રહ્માંડમાં રહેલાં છ દ્રવ્યોના ગુણ અને પર્યાયની વ્યાખ્યા કરી. આ સમજાઈ ગયું?–ન સમજાયું હોય તો ઉપરથી ફરી લઈએ. જગતમાં અનંત જીવો છે તે દરેક શુદ્ધ, બુદ્ધ, અખંડ સ્વભાવી છે, તેમાં જ્ઞાન અને દર્શન બે મુખ્ય ગુણ છે. જ્ઞાનની આઠ દશા છે. તેમાંથી કેવળજ્ઞાન” પર્યાય અખંડ અને પૂર્ણ શુદ્ધ હોવાથી ઉપાદેય છે. બાકીની સાત પર્યાય અપૂર્ણ અને અશુદ્ધ હોવાથી હેય છે. દર્શનગુણની ચાર દશા છે તેમાંથી કેવળદર્શન સકલ છે, પૂર્ણ છે અને શુદ્ધ છે માટે તે ઉપાદેય છે અને બાકીની ત્રણ પર્યાય વિકલ અને અશુદ્ધ હોવાથી હેય છે. જીવદ્રવ્યમાં બધી શક્તિ ભરેલી છે તેની સામું જોવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. પુદ્ગલદ્રવ્ય સિવાયના પાંચ દ્રવ્યો અમૂર્તિક છે, પુદ્ગલ મૂર્તિક છે, માટે અમૂર્તિક ગુણ પાંચ દ્રવ્યોની અપેક્ષાએ સાધારણગુણ છે અને પુગલની અપેક્ષાએ અસાધારણગુણ છે. જીવાદિ પાંચ દ્રવ્યો બહુ પ્રદેશ છે અને કાળદ્રવ્ય તથા છૂટો પરમાણુ એકપ્રદેશી છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ગુણો તો એવા છે કે જે દરેક દ્રવ્યમાં રહેલા છે માટે તેને સામાન્યગુણ કહેવાય છે, અને જીવમાં ચેતનપણું પુગલમાં સ્પર્શ, રસાદિપણું એ તેના વિશેષગુણ છે. જીવ–પુદ્ગલ બે દ્રવ્યમાં જ વિભાવદશા અને સ્વભાવદશા બંને હોય છે. બાકીના ચાર દ્રવ્યોમાં એકલી સ્વભાવદશા જ છે, વિભાવદશા નથી. આટલામાં બધો Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૧) સરવાળો આવી ગયો. આ બહુ પલાખાં શીખવાના નથી પણ જ્ઞાનમાં ખ્યાલમાં લેવાની વાત છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે વસ્તુમાં જે રીતે જેટલાં પ્રકારો હોય તે બધાં જણાય છે. શેયો જ્ઞાનમાં આવે નહિ, જ્ઞાન શેયમાં જાય નહિ છતાં બધું જ જાણી લે એવો જ્ઞાનનો સ્વભાવ છે. અત્યારે જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણવું ભલે ન થાય પણ પરોક્ષ જાણવું એ પણ પ્રમાણજ્ઞાન છે. પરોક્ષજ્ઞાન કાંઈ અપ્રમાણ નથી, સાચું છે. અત્યારે જ્ઞાનની પર્યાયમાં “આ હું છું અને આ પર છે” એમ બધું જાણવાની તાકાત છે. પણ એણે કદી એ જાતનો વિચાર જ કર્યો નથી. ભગવાન આત્મા શુદ્ધ, બુદ્ધ, અખંડ, નિર્વિકલ્પ વસ્તુ છે તેનાં અતીન્દ્રિય સુખનો અનુભવ જે નિર્વિકલ્પભાવમાં થાય છે તેની પ્રાપ્તિ માટે શુદ્ધ ગુણ–પર્યાયના વ્યાખ્યાનની મુખ્યતાથી આઠ દોહા કહે છે. તેમાં પ્રથમ ચાર દોહામાં અનાદિથી જીવને કર્મ સાથેના સંબંધનું વ્યાખ્યાન કહેશે અને પછીના ચાર દોહામાં કર્મનું ફળ કહેશે. કમરહિત જીવની દૃષ્ટિ કરાવવા માટે આ કર્મનો સંબંધ કેવી રીતે થયો તે બતાવે છે. ભગવાન આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાય સ્વતંત્ર છે અને કર્મના પરમાણુના દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વતંત્ર છે. બંને સ્વતંત્ર હોવા છતાં જીવના વિકારને અને કર્મને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. અનાદિકાળથી આવો સંબંધ ચાલ્યો આવે છે. પહેલાં કર્મ સાથે સંબંધ ન હતો અને પછી નવો થયો એમ નથી. જેમ ખાણમાં સોનું અને માટી સાથે રહેલા છે. તેને કોઈએ ભેગા કર્યા નથી કે સોનાએ માટીને કરી નથી અને માટીએ સોનાને ઉપજાવ્યું નથી. બંને પહેલેથી સાથે છે. તેમ જીવ અને કર્મ અનાદિથી સાથે છે. તેને કોઈએ ભેગા કર્યા નથી, કે કમેં જીવને બનાવ્યો નથી અને જીવે કર્મને ઉપજાવ્યા નથી. બંને નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી સાથે રહેલાં છે. એ જ અહીં સિદ્ધ કરવું છે. શ્રીમમાં આવે છે, “જીવ અને કર્મ અનાદિ અનંત છે... કોઈ ન કર્તા તેહનો, ભાખે જિનભગવંત શ્રીમદે ટૂંકામાં ઘણું કહી દીધું છે. કર્મ એ પુદ્ગલની વિકારી પર્યાય છે. તેને પગલે ઉપજાવી છે. જીવ તેનો કર્તા નથી. જીવ પોતાની પર્યાયને કરે કે પુગલને કરે? જીવે તો પોતાની પર્યાયમાં અજ્ઞાન અને રાગ-દ્વેષ ઉત્પન્ન કર્યા છે. જીવે કર્મને કર્યા નથી અને કર્મ જીવના પરિણામને કરતું નથી. જીવ અને કર્મને માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જીવ પોતાના જ્ઞાન, દર્શન, અસ્તિત્વાદિ ગુણો અને પર્યાયમાં રહેલો છે અને કર્મ તેના ગુણ–પર્યાયમાં રહેલાં છે. જીવમાં કર્મ નથી અને કર્મમાં જીવ નથી. કર્મે જીવને ઉપજાવ્યો નથી અને જીવે કર્મને ઉપજાવ્યો નથી. બંને અનાદિના છે. જીવનાં દ્રવ્ય–ગુણ Page #265 -------------------------------------------------------------------------- ________________ ર૫ર ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અનાદિના છે તેમ પર્યાયપણું પણ અનાદિનું છે અને પુદ્ગલનું પર્યાયપણું પણ અનાદિનું છે. કોઈની પર્યાયને કોઈએ ઉપજાવી નથી. જીવ અને પુદ્ગલ પોતપોતાની પર્યાયપણે થાય છે. જીવને લઈને કર્મ થતાં નથી અને કર્મને લઈને જીવનો વિકાર થતો નથી. જીવ પોતાની પર્યાયસૃષ્ટિને ઉપજાવે છે અને પુદ્ગલ પોતાની કર્મરૂપ પર્યાયસૃષ્ટિને ઉપજાવે છે. તે બંનેને વ્યવહાર સંબંધ હોવા છતાં કોઈ કોઈને ઉપજાવવાનો સંબંધ નથી. જીવમાં જેમ અનંતગુણો છે તેમ સ્વાભાવિક અને વિભાવિક પર્યાય પણ છે. વિભાવરૂપે પરિણમવાનો જીવનો ધર્મ છે તેમ સ્કંધમાં વિભાવરૂપે પરિણમવાનો ધર્મ છે તેથી કર્મની પર્યાય થઈ છે. જીવે કર્મની પર્યાયને કરી નથી અને કર્મ જીવની વિભાવપર્યય કરતું નથી. બંને પોતપોતાના ગુણ–પર્યાયમાં રહેલાં છે. કોઈ કોઈની પર્યાયને ઉપજાવતું નથી. બંને દ્રવ્યો અનાદિના છે. તે પોતપોતાની પર્યાયને કરે છે. ભાવાર્થ :–જો કે વ્યવહારનયથી પર્યાયોના સમૂહની અપેક્ષાએ નવા નવા કર્મ સમયે સમયે બંધાય છે. નવા નવા ઉપજે છે. જેમ બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ થાય છે તેમ બીજરૂપ કર્મોથી દેહ મળે છે અને દેહમાં નવા નવા કર્મોનો વિસ્તાર થાય છે. આ નિમિત્તથી કથન છે હો. જીવના વિકારના નિમિત્તે કર્મ ઉપજે છે અને કર્મના નિમિત્તે દેહ અને વિકાર ઉપજે છે આવી પરંપરા ચાલી આવે છે પરંતુ શુદ્ધનિશ્ચયનયથી વિચારવામાં આવે તો જીવ નિર્મળ જ્ઞાન-દર્શનસ્વભાવી છે. એ તો વિકારના પ્રવાહ અને કર્મના પ્રવાહનો જાણનાર–દેખનાર છે. જીવની વિકારી પર્યાય નવી નવી થતી રહે છે, શરીર પણ નવા નવા થતાં રહે છે અને કર્મની અવસ્થા પણ નવી નવી થયાં કરે છે તે દરેકનો પ્રવાહ ચાલુ છે પણ કોઈ કોઈને કરતું નથી. જીવ અનાદિનો છે અને કર્મ પણ અનાદિના છે કોઈ કોઈને કરતાં નથી. જીવ અનાદિથી કર્મોથી બંધાયો છે અને કર્મોના ભયથી મુક્ત થાય છે એટલે કે જીવ અનાદિથી પોતાની વિકારી પર્યાયને કરે છે અને કર્મો સ્વયં બંધાય છે. હવે જો જીવ વિકાર કરવાનું બંધ કરે તો કર્મો સ્વયં છૂટી જાય અર્થાત્ બીજી પર્યાય ધારણ કરે–જીવ સાથે બંધાય નહિ. આ વ્યાખ્યાન દ્વારા એ કહેવું છે કે જો કોઈ એમ કહે છે કે, “આત્મા સદા મુક્ત છે, કર્મોથી રહિત છે' તો એમ નથી. જીવની પર્યાયમાં ભાવબંધપણું છે અને નિમિત્તમાં કર્મોના બંધનો પણ સંબંધ અનાદિથી છે. વિકાર એ ભાવબંધ છે અને કર્મ એ દ્રવ્યબંધ છે, બંનેનો સંબંધ જીવને છે. પર્યાયમાં જીવ મુક્ત નથી. બંને પ્રકારના બંધનો અભાવ કરે ત્યારે જીવ મુક્ત થાય છે. દ્રવ્યબંધ અને ભાવબંધ છે એમ સ્વીકાર કરે તેને તેનો અભાવ કરવાનો અવકાશ 6 રહે છે. જે એમ જ માને છે કે હું સદાય દ્રવ્યબંધ અને ભાવબંધ વિનાનો છું તો તેને એિ બંધ છોડવાનો અવકાશ પણ રહેતો નથી. વર્તમાન દશામાં વિકારનું બંધન અને કર્મનો Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૧) [ ૨૫૩ બંધ ન હોય તો છોડવાનું કાંઈ રહેતું જ નથી. બંધ નથી તો મુક્તિ પણ સિદ્ધ થતી નથી. મુક્તિ” શબ્દ જ એમ સૂચવે છે કે, બંધન પહેલાં હતું અને હવે મુક્તિ મળી. માટે “સદા મુક્ત છું' એમ કહેવું વૃથા છે. જીવનો સ્વભાવ મુક્ત છે પણ પર્યાયમાં મૂક્તિ નથી છતાં મુક્તિ માને છે તે વૃથા છે–ખોટી વાત છે. આત્મા વસ્તુ સ્વભાવે શુદ્ધ છે પણ પર્યાયમાં અશુદ્ધતા છે અને તે અશુદ્ધતા પરના લક્ષે જ હોય. સ્વભાવના લક્ષે કદી અશુદ્ધતા આવે નહિ. કર્મનું લક્ષ છે, સંબંધ છે માટે જીવના પર્યાયમાં દુઃખ ઊભું થાય છે. આમ, દુઃખ અને દુઃખનું નિમિત્ત ન હોય તો તેને ટાળવાપણું પણ રહેતું નથી પણ એમ નથી. પર્યાયમાં દુઃખ છે અને તેમાં કર્મનું નિમિત્ત છે. તેનું લક્ષ છોડીને હવે સ્વભાવનું લક્ષ કરે, સ્વભાવનો આશ્રય લે તો પર્યાયમાં દુઃખ ટળીને સુખ થાય, બંધન ટળીને મુક્તિ થાય. આ પરમાત્મપ્રકાશ કહે છે કે પ્રભુ આત્મા તો પ્રકાશરૂપ જ છે પણ તેની પર્યાયમાં પણ પરમાત્મપ્રકાશ હોય તો તેને મુક્ત થવાનું રહેતું જ નથી. વસ્તુ શુદ્ધ હોવા છતાં પર્યાયમાં નિમિત્તનો સંબંધ છે અને તેમાં અટકેલો પોતાનો વિકારીભાવ પણ છે એમ સિદ્ધ કરવું છે. દ્રવ્ય, ગુણ જેમ શુદ્ધ છે તેમ પર્યાય પણ શુદ્ધ હોય તો મુક્તિ કરવાનું રહેતું નથી. પર્યાયમાં અશુદ્ધ છે માટે જ તેનાથી મુક્તિની વાત છે. “મુક્તિ ધ્વનિ જ એમ સૂચવે છે કે પહેલાં બંધન હતું. આમ બીજી જગ્યાએ પણ કહ્યું છે.—“મુવત્તસ્થત... “અર્થાત્ જો આ જીવ પહેલાં બંધાયેલો હોય તો “મુક્ત થવાનું કથન સંભવી શકે છે. કર્મનું નિમિત્ત છે. તે વ્યવહારબંધ છે અને પોતે વિકારમાં અટકેલો છે તે નિશ્ચયબંધ છે. આ બંને બંધને નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે. જેમ કોઈ માણસ જેલમાં બંધાયો હોય તો તેને છૂટે ત્યારે કહેવાય કે તમે છૂટી ગયા? જો જેલમાં બંધાયો જ ન હોય તો તેને છૂટ્યાં એમ ન કહેવાય. દશ-પંદર વર્ષ જેલમાં રહીને છૂટી જાય ત્યારે એમ કહેવાય કે તમે લાંબી મુદતે છૂટ્યાં તેમ અનંતકાળથી જીવને પર્યાયમાં બંધન અને નિમિત્તનો સંબંધ છે. માટે તેને તેમાંથી મુક્ત થવાનો ઉપદેશ અપાય છે. પર્યાયમાં બંધન ન હોય તો મુક્તિનો પ્રશ્ન જ નથી. આટલું જ સમજવાનું છે હો ! બહુ લાંબુ નથી. જેમ, આંકડા તો ઘણાં મોટાં મોટાં હોય પણ મૂળ તો એકથી દશ સુધીના જ આકડાં છે. તેમ વસ્તુના સ્વતઃ સ્વભાવના નિયમો તો બહુ થોડાં છે. પણ તેનો વિસ્તાર ઘણો થઈ ગયો–રખડવાના અનેક પ્રકાર અને તેને ટાળવાના ઉપાય તેને લાંબા લાગે છે પણ લાંબા નથી, ઉપાય એક જ છે. . સ્વભાવનો આશ્રય. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ) [ ઘરમાWકાશ પ્રવચનો જે માણસ જેલમાં ગયો જ નથી તેને એમ ન પૂછાય કે અહો ! તમે કયારે છૂટી ગયા? તેમ જે અબંધ છે તેને “છૂટ્યાં' એમ કહેવું યોગ્ય નથી. જે બંધ વિના જ મુક્તિ માને છે તે યથાર્થ નથી તેનું કથન નિરર્થક છે. માટે જ અહીં “પર્યાયમાં બંધન છે' તે પ્રથમ જ સિદ્ધ કર્યું છે પછી તેની મુક્તિની વાત છે. શક્તિ અને વસ્તુએ અબંધસ્વરૂપ હોવા છતાં શુદ્ધ હોવા છતાં પર્યાયમાં અશુદ્ધતા અને બંધન છે. જો ન હોય તો તેનાથી છૂટવાના ઉપદેશનું નિરર્થકપણું છે. દરેક આત્મા પરમાત્મસ્વરૂપ જ છે પણ પર્યાયમાં તેને પરમાત્મપણું નથી. પર્યાય તો વિકારમાં અટકેલી છે. પર્યાયમાં વિકાર–અશુદ્ધતા છે અને તેનું નિમિત્ત પણ સંબંધમાં છે. પર્યાયમાં અશુદ્ધતા છે. નથી એમ નથી. જે મુક્ત થઈ ગયા તેની દશામાં પણ પૂર્વે “હું બંધરૂપ છું” એવી દશા હતી અને દશામાં પણ કર્મના નિમિત્તનો સંબંધ હતો તેને છોડીને ભગવાન થયા છે. દશામાં ભ્રમ હતો તેને છોડીને ભ્રમરહિત થયા છે. દશામાં ભ્રમ હતો નહિ અને છોડ્યો એમ કેમ બને ? પરમાત્મપ્રકાશમાં આ વાત કેમ આપી છે? કે, વસ્તુ અને ગુણ શુદ્ધ છે છતાં પર્યાયમાં અશુદ્ધતા અને બંધન છે એ વાત સિદ્ધ કરીને મુક્તિનો ઉપાય બતાવવો છે. અવસ્થામાં “હું રાગવાળો, હું શરીરવાળો, હું પુણ્ય–પાપવાળો...” વગેરે પ્રકારે અજ્ઞાન ન હોય તો અજ્ઞાનથી છૂટીને જ્ઞાની થવાનું અને બંધનથી છૂટીને મુક્ત થવાનું રહેતું જ નથી. જો અનાદિથી જીવ મુક્ત જ હોય તો પછી બંધ જ સિદ્ધ થતો નથી. બંધ હોય તો જ તેનાથી છૂટકારો થઈ શકે. જો બંધ જ ન હોય તો “મુક્તિ' કહેવી નિરર્થક છે. બંધન ન હોય તેને સ્વભાવ તરફ પુરુષાર્થ કરવાનો રહેતો નથી, પરમાત્મસ્વરૂપ તરફ નજર કરવાની જ રહેતી નથી માટે પર્યાયમાં બંધ છે, વિકાર છે, અલ્પજ્ઞપણું છે એ સિદ્ધ કરીને તેની મુક્તિનો ઉપાય બતાવ્યો છે કે ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ તારી વસ્તુનો આશ્રય કરતાં બંધ છૂટીને મુક્તિ થાય છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ g આ ક્રમબદ્ધપર્યાયની યથાર્થ શ્રદ્ધાનું સ્વરૂપ છે - (સળંગ પ્રવચન નં. ૪૨) एष व्यवहारेण जीवः हेतुं लब्ध्वा कर्म। बहुविधभावेन परिणमति तेन एव धर्मः अधर्मः॥६०॥ तानि पुनः जीवानां योगिन् अष्टौ अपि कर्माणि भवन्ति। येः एव च्छादिताः जीवाः नैव आत्मस्वभावं लभन्ते॥६१॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની ૫૯ ગાથા થઈ ગઈ છે. હવે ૬૦મી ગાથામાં મુનિરાજ કહે છે વ્યવહારનયથી આ જીવ પુણ્ય–પાપરૂપ થાય છે. ભગવાન આત્મા સ્વરૂપે તો શુદ્ધ ચિદાનંદમૂર્તિ છે પણ તેને ભૂલીને કર્મ બાંધ્યા હતાં તેના નિમિત્તે વળી પાછા શુભ-અશુભભાવરૂપે જીવ થાય છે. આ તો પરમાત્મપ્રકાશ છે ને ! આત્મા પરમાત્મા જ છે પણ તેને ભૂલીને જે કર્મ બાંધ્યા, તેનો હેતુ પામીને પોતે પુણ્ય-પાપરૂપ થાય છે. આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ પરમાત્મા છે તો પરમાત્મારૂપે થવું એ જ એનું કાર્ય છે પણ એવા સ્વરૂપના અભાનથી આત્મા શુભ અને અશુભ અથવા ધર્મ અને અધર્મરૂપ થાય છે. અહીં શુભ અને અશુભને ધર્મ અને અધર્મ કહ્યાં છે, ધર્મ એટલે અહીં આત્માનો નિશ્ચયધર્મ ન સમજવો. આત્માએ પરમાત્મારૂપ થવું જોઈએ તેને બદલે પુણ્ય-પાપરૂપ કેમ થાય છે તે અહીં સમજાવે છે. નિશ્ચય એટલે સાચી દૃષ્ટિથી જોઈએ તો આત્માનું પરમ સત્ સ્વરૂપ તો વીતરાગ ચિદાનંદ સ્વભાવ છે. વીતરાગ એટલે કષાય રહિત જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા છે, રાગ રહિત અથવા દોષ રહિત નિર્દોષ સ્વભાવી છે. પરંતુ તેના રાગરહિત નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનના અભાવે જીવને કર્મો બંધાય છે. જીવને કર્મ કેમ બંધાય છે કે વીતરાગ જ્ઞાનાનંદમય નિજ ચૈતન્યમૂર્તિના સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રના અભાવે–વીતરાગ પરિણતિના અભાવે રાગાદિ ભાવ થાય છે તેનાથી કર્મો બંધાય છે. એ કર્મોના ઉદયના નિમિત્તે જીવ પુણ્ય અને પાપભાવરૂપ થાય છે. પ્રશ્ન જ એમ થયો છે કે આત્મા પરમાત્મા છે. તો પરમાત્મા જ થઈને રહેવો જોઈએ તેને બદલે પુણ્યી અને પાપી કેમ થાય છે? વસ્તુનો ત્રિકાળસ્વભાવ તો સત્..સત્ ..સત્ જ્ઞાનાનંદ વીતરાગસ્વરૂપ છે. તેને કમો કેમ બંધાયા? કે એવા સ્વરૂપના અભાવના કારણે–વીતરાગ સ્વસંવેદનશાનના અભાવના કારણે રાગ, દ્વેષ, મોહ થાય છે અને તેના કારણે કર્મો બંધાયા છે અને તે કર્મોનું કારણ પામીને જીવ ફરી પુણ્ય-પાપભાવરૂપ થાય છે.. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો હું વિતરાગસ્વરૂપ છું એ ભૂલ્યો એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાનભાવે પરિણમ્યો, મિથ્યાશ્રદ્ધાપણે પરિણમ્યો કે હું તો રાગી–તેષી છું તેથી કર્મોનું બંધન થયું. હું તો અકષાય જ્ઞોનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું એવા સ્વીકારરૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપે પરિણમવું જોઈએ તેને બદલે હું તો રાગ, દ્વેષ અને વિકારમય છું એવી ભાવનામાં પરિણમતો આત્મા શુભ, અશુભ કર્મોને બાંધે છે. આજે તો ક્રમબદ્ધનો વિચાર બહુ ચાલ્યો. કેટલાંક એમ માને છે કે ક્રમબદ્ધ એટલે નિયતવાદ થઈ જાય છે અને કેટલાંક એમ માને છે કે, રાગ-દ્વેષ મારા ક્રમમાં હતાં માટે આવ્યા છે આમ માનનારા બંને મિથ્યાષ્ટિ છે. ક્રમબદ્ધને માનનારની દૃષ્ટિ તો સ્વભાવ ઉપર હોય છે. તે તો અકર્તા થઈ ગયો છે. હું તો આનંદમય છું એવી દષ્ટિ થયાં પછી જે રાગ આવે છે તેને જાણે છે તે ક્રમબદ્ધને સમજ્યો છે. હું આનંદસ્વરૂપ છું, ક્રમે થતાં રાગ-દ્વેષ એ મારું સ્વરૂપ નહિ એ તો દુઃખરૂપ ભાવ છે તેનો કર્તા હું નહિ. આનંદસ્વરૂપની દૃષ્ટિપૂર્વક, રાગાદિભાવો થાય છે તે તો દુઃખરૂપ છે એમ એનો જાણનાર રહી જાય છે પણ કર્તા થતો નથી; તે જ્ઞાની છે. પણ જે અમારે તો ક્રમમાં આ રાગ થવાનો હતો...ક્રમમાં સ્ત્રી, ધનાદિ આવવાના હતા માટે આવ્યા છે એમ રાગની અને સંયોગની મીઠાશને વેદે છે તે તો ઉલટો મિથ્યાત્વને પુષ્ટ કરે છે, તે જ્ઞાની નથી. હું તો અતીન્દ્રિય આનંદ સ્વભાવી છું એવા લક્ષે જેને આનંદ પ્રગટ થયો છે તેને એ આનંદની મીઠાશ આગળ રાગની મીઠાશ આવતી નથી–રાગ દુ:ખરૂપ લાગે છે. જે ક્રમે આવતાં રાગની મીઠાશને વેદે છે તેને ક્રમબદ્ધનું જ્ઞાન જ નથી. “જ્ઞાતા-દ” એ ક્રમબદ્ધનો અર્થ છે. ક્રમબદ્ધને માનનારો અકર્તા થઈ ગયો છે. પુણ્ય–પાપરૂપે થવું એ મારું સ્વરૂપ નહિ, આનંદરૂપે થવું એ મારું સ્વરૂપ છે. મારો આનંદ તો મારામાં છે. શુભ વિકલ્પ ઉઠે એ પણ દુઃખરૂપ છે. અશુભ તો દુઃખરૂપ છે પણ શુભરાગ પણ દુ:ખરૂપ છે અને સંયોગો તે દુઃખમાં નિમિત્ત છે. એવું જાણતાં જ્ઞાની પોતાના અતીન્દ્રિય આનંદને અનુભવે છે અને ક્રમે આવતાં રાગને ભિન્ન રહીને જાણે છે તેને જ ક્રમબદ્ધનું વાસ્તવિક જ્ઞાન છે. આનંદસ્વરૂપની દૃષ્ટિ નથી અને આ રાગ તો મારે થવાનો હતો એ થયો છે, આ ક્ષ્મી આવવાની હતી એ આવી છે એમ કરે છે તે તો મિથ્યાત્વને પુષ્ટ કરે છે. પહેલાં તો રાગ આવતો ત્યારે એ પાપ છે, દુઃખરૂપ છે એમ પણ થતું અને હવે તો એ રાગ ક્રમમાં હતો તે આવ્યો છે એમ કરીને તેમાં દૃષ્ટિ લગાવી છે તેણે તો મિથ્યાત્વને તીવ્ર કર્યું છે. જેમ નિયતને માનનારો નિગોદમાં જનારો છે તેમ આ પણ નિગોદનો ગ્રાહક છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૨ ] | ૨૫૭ જેની દૃષ્ટિમાં પરમાત્મસ્વરૂપ આવે છે તેને તો રાગનો અને વિકારનો પ્રેમ ઉડી જાય છે અને અતીન્દ્રિય આનંદ આવે છે. તેને પછી જે રાગ આવે છે તેનો કર્તા હર્તા તે થતો નથી. જ્ઞાતા-દૃષ્ટા રહે છે. ક્રમબદ્ધની શ્રદ્ધા કઈ રીતે ' થાય ? આત્માના આનંદનું ભાન થઈને જેને શ્રદ્ધા થઈ ગઈ કે, મારો અતીન્દ્રિય આનંદ મારી પાસે છે અને રાગ ઉઠે છે તે તો દુઃખરૂપ છે, મારું સ્વરૂપ નહિ એમ પોતાના આનંદ સાથે રાગના દુઃખને સરખાવે છે ત્યારે તેનો (રાગનો) અકર્તા થાય છે તેને ક્રમબદ્ધની સાચી શ્રદ્ધા થઈ કહેવાય. ક્રમબદ્ધમાં નિયતવાદ માનનારા તો મિથ્યાર્દષ્ટિ જ છે કેમ કે એ તો એમ માને છે કે રાગ ક્રમે ક્રમે આવ્યા જ કરશે એ તો નિયતવાદ છે પણ આ રાગ તો મારા ક્રમમાં જ હતો માટે આવ્યો છે એમ માનીને રાગની મીઠાશને વેદે છે તે પણ મિથ્યાર્દષ્ટિ જ છે. જેને આત્માના ભાનથી અતીન્દ્રિય આનંદ આવ્યો છે તે આનંદ આગળ રાગને દુઃખરૂપ જાણીને તેનો જ્ઞાતા-દ્રષ્ટા રહે છે તે ખરેખર ક્રમબદ્ધને સમજ્યો છે. સંયોગો અને રાગ વખતે હું તો તેનાથી જુદો જાણનાર વીતરાગ આનંદસ્વરૂપ છું એવું જાણતાં જ્ઞાની રાગને પોતાનું કાર્ય માનતાં નથી પણ તેના જ્ઞાતા રહે છે. ક્રમબદ્ધની શ્રદ્ધા એટલે આનંદની શ્રદ્ધા. હું જ્ઞાયક છું એવી દૃષ્ટિ થઈ તેને હું આનંદમય છું રાગમય નથી એવી શ્રદ્ધા થઈ છે તેને ક્રમબદ્ધની શ્રદ્ધા છે. ક્રમબદ્ધની શ્રદ્ધાવાળાની દૃષ્ટિ જ્ઞાયક ઉપર જ હોય. શાયકની દૃષ્ટિ એટલે હું આનંદમય છું એવું ભાન...મારો સ્વભાવ વીતરાગ ચિદાનંદસ્વરૂપ છે એવું જેને ભાન થાય તેને ક્રમબદ્ધ એવા રાગનું અને પરનું જ્ઞાન રહી જાય છે અને કર્તાપણું અને મીઠાશ છૂટી જાય છે. આહાહા ! વીતરાગનો માર્ગ તો આવો છે. તેને જેમ છે એમ માને નહિ અથવા માનવા જતાં સ્વચ્છંદને સેવે છે તેણે તો મિથ્યાત્વને દૃઢ કર્યું છે. કેમ કે જ્યારે રાગને પોતાનો માનતો હતો ત્યારે તો રાગ થતાં દુ:ખ પણ લાગતું હતું અને હવે તો રાગ મારો છે જ નહિ એમ કહે છે અને મીઠાશ તો એમાં જ પડી છે, તેનું દુઃખ પણ થતું નથી. અજ્ઞાનભાવમાં તો રાગને ટાળવાની ચિંતા હતી એ પણ હવે (સ્વચ્છંદદશામાં) ન રહી. ક્રમબદ્ધ એટલે દ્રવ્યમાં ક્રમે ક્રમે પર્યાય થાય છે અને હું તેનો જ્ઞાતા, ચિદાનંદ, આનંદધન વસ્તુ છું એમ વસ્તુનું ભાન થતાં ક્રમે થતી પર્યાયનો આત્મા કર્તા થતો નથી પણ જ્ઞાતાદ્રષ્ટા રહે છે; ત્યારે તેને ક્રમબદ્ધ યથાર્થ સમજાયું ગણાય. પણ વસ્તુસ્વભાવના ભાન વગર રાગ મારો નહિ...રાગ મારો નહિ એમ કરે અને અંદરમાં રાગની મીઠાસમાં ખેંચાતો જતો હોય તેને તો ઉલટું મિથ્યાત્વ પુષ્ટ થતું જાય છે. રાગને ‘મારો છે’ એમ માનતો હતો ત્યારે તો મિથ્યાત્વ હતું પણ આ તો વધુ પુષ્ટ થયું. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ) [ રમાત્મપ્રકાશ કવચનો હું તો ચિદાનંદ વીતરાગ સ્વરૂપ છું એવું અંતરમાં ભાન અને અનુભવ થયું છે તેને રાગ થાય કે પરના કાર્ય થાય તેના તે જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે, કર્તા થતાં નથી. આવા ધર્મી પુણ્ય–પાપરૂપે પરિણમતા નથી. તેનું કર્મબદ્ધનું જ્ઞાન સાચું છે. અહો ! જેને રાગની મીઠાશ નથી, નિમિત્તનો પ્રેમ ઉડી ગયો છે, એક માત્ર સ્વભાવના પ્રેમ આડે કોઈ પ્રેમ જેને રહ્યો નથી, “હું તો નિર્વિકલ્પ જ્ઞાનાનંદમૂર્તિ છું' એવા સ્વભાવના પ્રેમવાળાનું ક્રમબદ્ધનું જ્ઞાન યથાર્થ છે. અહીં કાંઈ પોપાબાઈના રાજ નથી કે, ક્રમબદ્ધની વાત સાંભળી લેવાથી કે બોલી લેવાથી ક્રમબદ્ધનું જ્ઞાન થઈ જાય. પહેલાં બતાવ કે તારી દષ્ટિ ક્યાં છે? દષ્ટિ તો રાગ અને સંયોગ ઉપર પડી છે તો તે “ક્રમબદ્ધ' જાણ્યું જ નથી અને માને છે કે મને ક્રમબદ્ધનું જ્ઞાન છે તો તે મિથ્યાત્વને તીવ્ર દેઢ કર્યું છે. અહા ! મારગ તે કાંઈ મારગ છે! અહો ! સર્વજ્ઞની કથન શૈલી સંતોની પદ્ધતિ અને માર્ગની શ્રેણીની ધારા કોઈ અલૌકિક છે. સાધારણ રુચિવાળાને તો ખ્યાલમાં પણ ન આવે કે આ માર્ગ કેવો છે? આ તો કાલે રસ્તામાં બહુ વિચાર આવ્યો કે, આ ક્રમબદ્ધમાં શું કહેવું છે ! “થવાનું હશે એમ થશે' એ શું માત્ર એટલું જ સમજવાનું છે! અરે ! તેને દૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ સહિત, જે રાગ થાય છે તેનો જ્ઞાતા–દષ્ટા રહે છે તે કર્મબદ્ધને સમજ્યો છે. અંતરના પુરુષાર્થ અને ભાન વિના “થવાનું હશે તેમ થશે” એમ માનનારો કાંઈ સમજ્યો જ નથી. રાગને દોષરૂપ પણ માનતો નથી અને રાગ થવાનો હતો એ થયો એમ માનીને મિથ્યાત્વને પોષે છે. અહીં કહે છે કે આ જીવ શુદ્ધ નિશ્ચયથી વીતરાગ ચિદાનંદ સ્વભાવ છે તોપણ વ્યવહારનયથી વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનના અભાવથી રાગાદિરૂપ પરિણમનથી ઉપાર્જન કરેલાં શુભ-અશુભ કર્મોના કારણને પામીને પુણ્યી તથા પાપી થાય છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન ન હોય ત્યારે જ મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ થાય છે અને તેનાથી કર્મો બંધાય છે. વીતરાગ સ્વસંવેદનજ્ઞાન હોય તો તો તેનાથી પરમાત્મદશા થાય, રાગ ન થાય. સ્વસંવેદનજ્ઞાન, શ્રદ્ધા–જ્ઞાનની નિર્મળ પરિણતિ એ અંતરનો આદર છે. એનાથી રાગાદિ કે કર્મોનું બંધન થતું નથી. તેનાથી તો નિર્દોષ વીતરાગી દશા પ્રગટ થાય છે. પણ જ્યાં વીતરાગ ચિદાનંદ સ્વભાવનો આદર નથી ત્યાં મિથ્યાત્વ સહિતના ભાવોનો આદર પડ્યો જ છે તેથી એવા જીવને મિથ્યાત્વ અને પુણ્ય–પાપ કર્મનું ઉપાર્જન થાય જ છે. સ્વભાવના આદરથી પરમાત્મદશા ઉપજે છે અને વિભાવના આદરથી કર્મબંધન ઉપજે છે. હવે જેને પરમાત્મભાવ તો દષ્ટિમાં નથી, તેનો આદર નથી અને દૃષ્ટિ નિમિત્ત અને રાગ ઉપર પડી છે તેથી પૂર્વે બંધાયેલાં કર્મોનું નિમિત્ત પામીને એ જીવ પુણ્ય અને Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૨ ) ( ૫૯ પાપરૂપ થાય છે. ખરેખર આત્મા પરમાત્મારૂપે થવો જોઈએ તેને ઠેકાણે પૃથ્વી અને પાપી થાય છે તેને સ્વભાવનો અનાદર છે. પુણ્ય–પાપના ભાવવાળા થવું એ અધર્મ છે. કેમ કે, કર્મનું નિમિત્ત પામીને તેનું જ લક્ષ છે તેથી પુણ્ય અને પાપભાવવાળો થાય છે. પોતાનો ચિદાનંદ સ્વભાવ તેનો આદર ભૂલીને એટલે કે, વીતરાગ સ્વસંવેદનને ભૂલીને રાગ-દ્વેષ-મોહભાવ કર્યા તેથી કર્મો ઉપજ્યા અને દૃષ્ટિ પણ રાગ ઉપર જ પડી છે તેથી એ કર્મોનું નિમિત્ત પામીને જીવ પૃથ્વી અને પાપી થાય છે. પરમાત્મા થવું જોઈએ તેને બદલે પુણ્યી અને પાપી થાય છે. હવે કહે છે પુણ્ય-પાપરૂપે જીવ થયો છે એ પણ વ્યવહાર છે. એ વખતે જ ખરેખર આત્મા વસ્તુસ્વરૂપે શુદ્ધ છે. વસ્તુસ્વરૂપને ભૂલ્યો એ વ્યવહાર છે, તેનાથી કર્મ બંધાણા એ પણ વ્યવહાર છે અને તેના નિમિત્તે પર્યાયમાં જીવ પુણ્યી અને પાપી થયો છે એ પણ વ્યવહાર છે. વસ્તુસ્વરૂપ કર્મ અને પુણ્ય-પાપથી રહિત છે. આત્માની અનુભૂતિમાં તો વીતરાગ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ તન્મય છે, રાગ અનુભૂતિથી તન્મય નથી. વીતરાગસ્વભાવનું વીતરાગીદર્શન એવું સમ્યકત્વ તે અનુભૂતિથી તન્મય છે, વસ્તુસ્વરૂપનું સમ્યજ્ઞાન તે પોતાની અનુભૂતિથી તન્મય છે. સ્વરૂપનું ચારિત્ર તે અનુભૂતિથી તન્મય છે અને બાહ્ય પદાર્થોની ઇચ્છાને રોકવારૂપ તપ એ અનુભૂતિથી તન્મય છે અર્થાત્ તે-રૂપે છે. એવી આ ચાર પ્રકારની નિશ્ચય–આરાધના છે. પોતાના આત્મદેવની અનુભૂતિમાં આ ચારેય આરાધના તન્મય છે–એકમેક છે. આવી અનુભૂતિ તે આત્માનું ખરું આરાધન છે, એ આત્માની સેવા છે. આવી વીતરાગ સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ઈચ્છા-નિરોધરૂપ તપથી તન્મય અનુભૂતિના કાળે સાક્ષાત્ ઉપાદેયરૂપ વીતરાગ પરમાનંદ જે મોક્ષસુખ તેનાથી અભિન આનંદમયી એવો નિજ શુદ્ધાત્મા જ ઉપાદેય છે. બાકી બધું હેય છે. કહ્યું?–કે પરમ વીતરાગ નિર્દોષ આનંદસ્વરૂપ નિજ આત્મદેવની દૃષ્ટિ, જ્ઞાન અને લીનતારૂપ અનુભૂતિના કાળમાં જ આત્મા ઉપાદેય છે. મિથ્યાત્વભાવના કાળમાં તો આત્માનો અનાદર છે અને પુણ્ય-પાપને આદરણીય માન્યા છે. અજ્ઞાનીને મિથ્યાત્વભાવમાં પુણ્ય–પાપનું જ આરાધન છે. અહો આ તો અલૌકિક માર્ગ ! જેને ઈન્દ્રો પણ અભુત આશ્ચર્યદૃષ્ટિથી સાંભળે છે, ગણધરો પણ ભાવથી સાંભળે છે કે જે પોતે ચાર જ્ઞાન અને બાર અંગના જાણનારા છે. ૬૦મી ગાથાનો સાર એ છે કે આત્મા પોતાના પરમાત્મસ્વરૂપની અનુભૂતિના અભાવમાં મિથ્યાત્વદશામાં કર્મો બાંધીને તેના નિમિત્તથી પૃથ્વી અને પાપી થાય છે. સ્વભાવને ભૂલી, મિથ્યાત્વ, રાગ, દ્વેષને સેવી કર્મો બાંધી તેના જ લક્ષે ફરી પુણ્ય-પાપભાવરૂપે પર્યાયમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો થાય છે. જો તેની દૃષ્ટિ પરમાં ન હોય તો તો પોતે પરમાત્મસ્વરૂપે છે પણ સ્વભાવનું લક્ષ નથી તેથી પુણ્ય અને પાપરૂપ થયો છે. હવે તેને સ્વભાવનું આરાધન–ઉપાદેયપણું કેમ થાય? કે વીતરાગ પરમાનંદ નિર્દોષ ચિદાનંદ જ્ઞાનાનંદ સ્વરૂપની દૃષ્ટિ, જ્ઞાન, રમણતા કરે અને બાહ્ય ઇચ્છાનો નિરોધ થાય ત્યારે તેને આત્મા ઉપાદેય થયો કહેવાય. આવો પરમાત્મા જ સેવવા લાયક છે. અન્ય બધું એટલે પુણ્ય-પાપના વિકલ્પો અને એક સમયની પર્યાય હેય છે. પૂર્ણાનંદપ્રભુની દૃષ્ટિ થઈ છે, જ્ઞાન પણ ત્યાં લાગ્યું છે, સ્થિરતા પણ તેમાં જામી છે અને ઉગ્ર પુરુષાર્થથી ઇચ્છાનો અભાવ થયો છે એવા કાળમાં તેને એક આત્મા જ ઉપાદેય છે. મારો આત્મા જ પૂર્ણાનંદ છે એવો આદર તે વખતે થયો છે અને અન્ય બધું હેય થયું છે. આગળ કહેશે કે આઠ કર્મોથી આત્મા આચ્છાદિત થયો છે તે પણ પોતાની ભૂલથી જ થયો છે એ બતાવવું છે. આત્મા પુણ્યી થયો એટલે કે વિકારવાળો થયો છે, ખરેખર પોતે વિકારવાળો નથી છતાં વિકારવાળો થયો છે. કેમ? કેમ કે પોતાના નિર્દોષ વીતરાગ ચિદાનંદસ્વભાવને ભૂલી ગયો છે માટે વિકારી થયો છે, કોઈ કર્મ તેને વિકારી કરી શકતો નથી. અરે ! આત્મા પરમાત્મા થવો જોઈએ તેને બદલે પુણી અને પાપી થયો છે અને વળી દુનિયા વખાણે કે આ તો પુણ્યશાળી છે! અહીં ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપના ભાવરૂપ જીવના પરિણમનની વાત છે. બહારના પુણ્ય–પાપના સંયોગની વાત નથી. પોતાને ભૂલીને કર્મનું આરાધન કરનાર પોતે શુભ અને અશુભભાવરૂપ થાય છે એમ કહેવું છે. સારા કે નરસાં સંયોગરૂપે આત્મા થાય છે એમ કહેવું નથી. કારણ કે સંયોગમાં તો એક સમયમાત્ર પણ આત્મા આવતો નથી. માટે સંયોગરૂપે આત્મા થાય છે એમ કહેવાનો અવકાશ જ નથી. (પ્રસંગ જ નથી.) જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ એક સમયમાત્ર પણ સ્ત્રી, પુત્ર, ધનાદિ સંયોગરૂપે થતાં નથી. આત્મા પરસંયોગરૂપે થાય એ બની જ ન શકે. આત્મા તો પરમાત્મા થવાને જ યોગ્ય છે. તેને બદલે અજ્ઞાનથી વિકારરૂપે થઈ રહ્યો છે એમ અહીં કહ્યું છે. પ્રભુ ! વીતરાગપણે અને કેવળજ્ઞાનપણે પરિણમવું એ તારો સ્વભાવ છે. તેને બદલે તું પુણ્યી અને પાપ થયો! તારે તો તારો વીતરાગ ચિદાનંદ સ્વભાવનું ભાન કરીને પરમાત્મારૂપ થવું જોઈએ તેને બદલે તું અપરમાત્મદશારૂપ–સંસારરૂપ થયો! (આજે, આ જિનમંદિર મોટું કરીને ઉપરની વેદીમાં ભગવાન પધરાવ્યા હતાં તે દિવસ છે. નવ વર્ષ થયા.) Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪ર ) [ ૨૬૧ હવે ૬૧મી ગાથામાં કહે છે કે આઠ પ્રકારના કર્મથી જીવ સંસારમાં બંધાયો છે. પોતાની ભૂલના કારણે આઠ કર્મના નિમિત્તે જીવ બંધાયો છે. આત્મા તો પરમાત્મસ્વરૂપ છે પણ તેની વર્તમાન હીણીદશામાં કર્મનું નિમિત્ત છે. કર્મના લક્ષે પોતે બાંધેલા ભાવથી પોતે હીણો થઈને કર્મથી આચ્છાદિત થયો છે. શ્રીગુરુ પોતાના શિષ્ય મુનિને કહે છે કે યોગી ! યોગી એટલે તારું જોડાણ તારી દૃષ્ટિનું જોડાણ, તારા જ્ઞાનનું જોડાણ, તારી સ્થિરતાનું જોડાણ તો તારા ચિદાનંદ સ્વભાવમાં હોવું જોઈએ. એવું સ્વરૂપમાં જોડાણ જેને નથી અને રાગમાં જોડાણ છે તે આઠ કર્મો વડે આચ્છાદિત થાય છે. પોતાની ભૂલથી આવા આઠ જાતના કર્મો વડે જીવ ઢંકાય છે. સ્વભાવના લક્ષ વગરનો જીવ કર્મના લક્ષે થયેલાં ભાવથી પોતાના સ્વભાવને પામતો નથી. કર્મના લશે રહેલો ભાવ આચ્છાદિત છે તેથી તે પરમાત્મસ્વભાવને પામતો નથી. આઠ કર્મ વડે જીવના સમ્યકત્વાદિ આઠ ગુણો અર્થાત્ પર્યાયો ઢંકાય છે તે કયા કર્મના નિમિત્તે કઈ પર્યાય ઢંકાય છે તે કહે છે. શુદ્ધ આત્મા નિર્મળાનંદ પ્રભુ અને અજીવ, આસવ, બંધાદિ નવ પદાર્થોમાં વિપરીત શ્રદ્ધાન રહિત જે પરિણામ તેને ક્ષાયિક સમ્યકત્વ કહે છે. જુઓ ! આને સમ્યક્ત્વગુણ કહ્યો છે, પણ તે પર્યાય છે, અવગુણ ટળીને થઈ હોવાથી તેને ગુણ કહેવાય છે. અહીં પહેલાં આઠેય ગુણ બતાવીને તેને ઢાંકનારા કર્મોની વાત પછી કરશે. બીજો ગુણ કેવળજ્ઞાન કે જે ત્રણકાળ ત્રણલોકના પદાર્થોને એક જ સમયમાં વિશેષરૂપથી જાણે છે; અનંત જીવ, અનંત પુદગલ આદિ દરેકને તેના ગુણ–પર્યાયના ભેદ સહિત એક સમયમાં જાણી લે છે; તે મહિમાવંત કેવળજ્ઞાન નામનો ગુણ છે. સર્વ પદાર્થોને કેવળદૃષ્ટિથી એટલે સામાન્યરૂપથી–ભેદ પાડ્યા વિના એકરૂપ દેખે તે કેવળદર્શન છે. આ બધું યાદ રહે તેવું છે હો ! ૨૫ વર્ષ પહેલાં ગાળ કોઈએ આપી હોય એ પણ યાદ રહે છે ને ! તો ગાળને યાદ રાખ અને ગુણને યાદ નહિ રાખ! કેવળજ્ઞાનમાં અનંત જાણવાની શક્તિ છે તે અનંતવીર્ય નામનો ગુણ છે અતીન્દ્રિયજ્ઞાનથી અમૂર્તિક સૂક્ષ્મ પદાર્થોને જાણવા તે સૂક્ષ્મત્વગુણ છે. ચાર જ્ઞાન વડે તે પદાર્થો જાણી શકાતાં નથી. એક જીવના અવગાહક્ષેત્રમાં અનંત જીવ સમાય જાય એવો અવકાશ દેવાનો સ્વભાવ તે અવગાહન ગુણ છે. સર્વથા ગુરુતા અને લઘુતાનો અભાવ હોવો તે અગુરુલઘુગુણ છે અને વેદનીયકર્મના ઉદયના અભાવથી ઉત્પન્ન થયેલો સમસ્ત બાધારહિત ભાવ તે નિરાબાધ ગુણ છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ) [ રમાકાશ પ્રવચનો આમ કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યકત્વ, અનંતવીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ અને અવ્યાબાધ આ આઠ ગુણની આઠ નિર્મળપર્યાય છે તે સ્વભાવના આશ્રયે તો પ્રગટ થાય છે પણ સંસારદશામાં પરના પ્રેમથી તે કેમ અવરાય છે તે પછી કહેવાશે. [વીતરાગ ચિદાનંદમય નિજ આત્માનો સદા આદર કરવાના દિવ્ય સંદેશા આપનાર શ્રી સદ્ગુરુદેવનો જય હો.] # વીતરાગભાવસ્વરૂપ આત્મા છે તે વીતરાગભાવથી પ્રાપ્ત થાય છે; સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યેના પ્રેમનો પણ તેમાં અવકાશ નથી. બહારનું બધું ભૂલી જા. શરીર–વાણી–મનને ભૂલી જા, રાગને ભૂલી જા, એક સમયની પર્યાયને પણ ભૂલી જા. આકાશના અનંતા પ્રદેશ કરતાં પણ અનંતગુણા ગુણો આત્મામાં છે અને એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, અને એક એક ગુણની પર્યાયમાં ષકારકો છે–આવો ભગવાન આત્મા છે, ત્રણલોકનો નાથ છે, પણ કોડી કોડી માટે ભીખારો થઈને ફરે છે ! Qી જેને દ્રવ્યદૃષ્ટિ યથાર્થ પ્રગટ થઈ છે તેને દૃષ્ટિના જોરમાં એકલો જ્ઞાયક ભાસે છે, શરીરાદિ કાંઈ ભાસતું જ નથી. ભેદજ્ઞાનની પરિણતિ એવી દઢ થઈ જાય છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી ભિન્ન ભાસે છે. દિવસે તો ભિન્ન ભાસે છે પણ રાત્રિમાં ઊંઘમાં પણ આત્મા નિરાળો જ ભાસે છે. સમ્યગ્દષ્ટિને ભૂમિકા અનુસાર બાહ્ય વર્તન હોય છે. પરંતુ બાહ્ય વર્તનમાં પણ કોઈ પણ સંયોગોમાં એની જ્ઞાનવૈરાગ્ય- શક્તિ કોઈ જુદા જ પ્રકારની રહે છે. બાહ્યથી ગમે તે પ્રસંગમાં સંયોગમાં જોડાયેલો દેખાય તોપણ જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ભાસે છે. વિભાવથી ભિન્ન જ્ઞાયકપણે નિઃશંક ભાસે છે. આખું બ્રહ્માંડ ફરી જાય તોપણ સ્વરૂપ-અનુભવમાં નિઃશંક વર્તે છે. જ્ઞાયક ઉપર ચડીને ઊર્ધ્વરૂપે બિરાજે છે, બીજા બધા નીચે રહે છે. ગમે તેવા શુભભાવો આવે, તીર્થકરગોત્રનો શુભભાવ આવે તોપણ તે નીચે જ રહે છે. દ્રવ્યદૃષ્ટિવંતને આવું અદ્ભુત જોર વર્તે છે. પૂજ્ય ગુરુદેવશ્રી Page #276 -------------------------------------------------------------------------- ________________ જીવના આઠ ગુણો અને તેના આઠ કર્મનું સ્વરૂપ (સળંગ પ્રવચન નં. ૪૩) तानि पुनः जीवानां योगिन् अष्टौ अपि कर्माणि भवन्ति । येः एव च्छादिताः जीवाः नैव आत्मस्वभावं लभन्ते ॥ ६१ ॥ विषयकषायैः रञ्जितानां ये अणवः लगन्ति । जीवप्रदेशेषु मोहितानां तान् जिनाः कर्म भणन्ति ॥६२॥ શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથની આ ૬૧મી ગાથા છે. ભગવાન તીર્થંકરદેવે આત્માને શુદ્ધ આનંદકંદ જોયો છે પણ આ આત્માને પોતાનું ભાન નહિ હોવાથી આઠ કર્મો બંધાય છે. જેના નિમિત્તે આત્માના આઠ ગુણોની દશા અવરાયેલી છે, જે સિદ્ધ થઈ ગયા તેના આઠ ગુણોની દશા જે આવરણ રહિત શુદ્ધ થઈ ગઈ છે તેના સ્વરૂપનું વર્ણન કર્યું છે. આ શરીર તો જડ-માટી-ધૂળ છે, અંદરમાં આઠ કર્મો છે તે પણ જડ -છે અને પુણ્ય–પાપ વિકારીભાવ થાય છે તે આસ્રવતત્ત્વ છે, તે કાંઈ આત્મા નથી. આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ સિદ્ધ સમાન શક્તિવાળું તત્ત્વ છે પણ તેના ભાન વિના જીવ આઠ કર્મોને બાંધે છે. હવે જો એ અજ્ઞાનનો નાશ થાય તો આઠ કર્મો પણ ન બંધાય અને પરમાનંદ આદિ આઠ ગુણની પર્યાયો પ્રગટ થાય. સિદ્ધ ભગવાનને આઠ કર્મોનો અભાવ થઈ ગયો છે તેથી સમ્યક્ત્વાદિ આઠ ગુણો પ્રગટ થઈ ગયા છે. સંસાર અવસ્થામાં આ પર્યાયો ક્યા ક્યા કર્મોથી ઢંકાયેલી છે તે બતાવે છે. ૭ (૧) સમ્યક્ત્વ ગુણ મિથ્યાત્વ નામના દર્શનમોહનીય કર્મથી ઢંકાયો છે. એટલે કે આત્માના ભાન વિના મિથ્યાત્વભાવ થયેલો તેનાથી દર્શનમોહનીય કર્મ બંધાયું અને કર્મના ઉદયમાં જોડાણના કારણે જીવની સમ્યગ્દર્શનની પર્યાય ઢંકાઈ ગયેલી છે. શક્તિરૂપે ગુણ તો દરેક વખતે રહેલો છે. જેમ લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ શક્તિમાં પડી છે તો વ્યક્ત થાય છે, શક્તિમાં જ ન હોય તો તો પ્રગટે ક્યાંથી ? તેમ આત્મામાં સમ્યક્ત્વાદિ ગુણોની શક્તિ તો ત્રિકાળ પડી છે પણ તેનું ભાન નહિ હોવાથી—અજ્ઞાનના કારણે તે પ્રગટ થતી નથી અને દર્શનમોહાદિ કર્મ ઉપજે છે અને તેની પ્રીતિના કારણે સમ્યગ્દર્શનની પર્યાય આચ્છાદિત થઈ ગઈ છે. (૨) ભગવાન આત્મામાં કેવળજ્ઞાન પર્યાય પ્રગટ થવાની લાયકાત છે. અંતરમાં Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪) [ પરમ પ્રકાશ પ્રવચનો અનંતજ્ઞાનની શક્તિ પડી છે પણ તેના ભાન વિના જે કેવળજ્ઞાનાવરણીકર્મ બંધાય છે તેનાથી કેવળજ્ઞાન વર્તમાનમાં ઢંકાયેલું છે અર્થાત્ કેવળજ્ઞાનની શક્તિ હોવા છતાં વર્તમાનમાં તેની પ્રગટતા નથી. જીવાદિ નવતત્ત્વનાં નામ પણ આવડતા ન હોય તે નવતત્ત્વનાં ભાવ સમજે ક્યાંથી? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ આ નવ તત્ત્વ છે. શરીર, વાણી અને કર્મ તો અજીવ તત્ત્વ છે, પુણ્ય–પાપ આસવ અને બંધ એ પણ આત્માથી જુદાં તત્ત્વ છે. આત્મા તો ચિદાનંદ સ્વરૂપ જ્ઞાયકતત્ત્વ છે. પણ અજ્ઞાનીને “હું સિદ્ધ સમાન જ્ઞાયકતત્ત્વ છું' એવું ભાન નથી તેથી પૂર્વે જે કેવળજ્ઞાનાવરણી કર્મ ઉપાર્જેલું, તેના નિમિત્તે વર્તમાનમાં કેવળજ્ઞાન ઢંકાયેલું છે, પર્યાયમાં પ્રગટ નથી આત્મા શું છે, કર્મ શું છે, વિકાર શું છે આ બધાં તત્ત્વોના ભાન વિના જીવને ધર્મ કદી થવાનો નથી. જેમ શાકવાળાની દુકાને જઈને ઊભો રહે પણ શાક કયું લેવું, કેટલું લેવું તેનું ભાન નથી તે શાક શી રીતે લઈને આવશે ! તેમ જેને સુખ તો જોઈએ છે પણ સુખ ક્યાં છે, દુઃખ કેમ છે, વિકાર કેમ ટળે તેનું ભાન નથી તેને સુખ કેવી રીતે થાય ? શરીર, વાણી, મનમાં સુખ નથી ભાઈ ! એ તો જડતત્ત્વ છે. સ્ત્રી, પુત્ર પરિવારમાં સુખ નથી ભાઈ ! એ તો પરદ્રવ્ય છે. આ પુણ્ય–પાપ ભાવ થાય છે તેમાં પણ સુખ નથી , એ તો આસ્રવતત્ત્વ છે. હિંસા, જૂઠ, ચોરીના ભાવ થાય એ પાપતત્ત્વ છે. તેમાં સુખ નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ પુણ્યતત્ત્વ છે તેમાં પણ સુખ નથી કેમ કે એ તો રાગ છે, રાગમાં સુખ માને–પરમાં સુખ માને એ તો મિથ્યાદૃષ્ટિ છે–મૂઢ છે. તીર્થંકર પરમાત્મા કહે છે બાપુ ! તને હજુ તત્ત્વની જ ખબર નથી. સુખતત્ત્વ ક્યાં ય છે, કયાંથી મળે એની ખબર નથી એટલે જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધે છે. સુખતત્ત્વ તો આત્મામાં પડયું છે તેમાં શોધતો નથી અને શરીર, સ્ત્રી, ધનાદિમાંથી સખ લેવા જાય છો ભાઈ! તું મૂઢ છો. તને વીતરાગની આજ્ઞાની શ્રદ્ધા નથીવીતરાગદેવ જગતના જીવને કહે છે તે કોઈ તત્ત્વનું સ્વરૂપ સાંભળ્યું નથી, સમજ્યો નથી તો હવે તો સમજ! આત્મા અરૂપી પણ એક વસ્તુ છે તો તેમાં ગુણો હોય કે નહિ? આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વિર્ય, પ્રભુત્વ આદિ અનંતગુણો છે. છતાં પોતામાં સુખ નહિ માનતાં, શરીર, પૈસા, વૈભવ આદિમાં સુખ માને છે તે મૂઢ મિથ્યાષ્ટિ છે. પ્રશ્ન –પૈસા છે તો અહીં રહેવાય છે ને ! પૂજ્ય ગુરુદેવશ્રી :–ના...ના.....એ માન્યતા ખોટી છે. પૈસા તો પહેલાં પણ હતાં પરંતુ નિવૃત્તિના ભાવ ન હતાં તો અહીં રહેતાં ન હતાં. અહીં તો ત્રિલોકીનાથ તીર્થંકરદેવ કહે છે કે ભાઈ ! આનંદતત્ત્વ તો તારામાં છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૩) [ ૨૬૫ તેને બદલે તે પુણ્ય-પાપ ભાવમાં આનંદ માન્યો, તેના ફળમાં મળતાં ધૂળના ઢગલામાં સુખ માન્યું તેનાથી દર્શન–મોહનીય કર્મ બંધાયું અને તેના ઉદયકાળે વળી તને મિથ્યાત્વભાવ થયો. આમ તારું સમકિત દર્શનમોહથી અવરાઈ ગયેલું છે. તારા ઉપજાવેલા કર્મથી તારું સમકિત ઢંકાયું છે, કોઈ અન્યથી નહિ. અરે ! જૈનમાં જન્મેલાંને પણ વીતરાગે કહેલાં તત્ત્વની ખબર નથી. ' હું આનંદ છું, શુદ્ધ છું, પુણ્ય–પાપ રાગથી રહિત છું, શરીર, કર્મ વિનાનું તત્ત્વ છું એવું ભાન થવું તેનું નામ સમ્યગ્દર્શન છે. એવું ભાન ન કરવું અને પોતાને શરીર, કર્મ અને રાગવાળો માનવો તે મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ તે સમ્યત્વનું ઢાંકણું છે. પોતે જ સમ્યક્ત્વને ઢાંકી દીધું છે. હું કેવળજ્ઞાન એટલે કેવલ ચૈતન્યપ્રકાશનો સૂર્ય છું. એવા સૂર્યનું ભાન નહિ કરવાથી તને કેવળજ્ઞાન પ્રગટ ન થયું તેનાથી કેવળજ્ઞાનાવરણીકર્મ ઉત્પન્ન થયું તેના ઉદયકાળે અજ્ઞાન ભાવથી તારા કેવળજ્ઞાનનો પર્યાય ઢંકાઈ જાય છે–કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થતી નથી. આમ પોતાનું જ્ઞાન પોતાથી ઢંકાયું છે. (૩) કેવળદર્શનાવરણીકર્મથી કેવળદર્શન ઢંકાયું છે. કેવળદર્શન એ જીવનું સ્વ-તત્ત્વ છે. તેમાં કેવળદર્શન પ્રગટ થવાની તાકાત ભરી પડી છે પણ એમ નહિ માનતાં મારું દર્શન, જ્ઞાન કોઈ પરથી પ્રગટ થશે એમ માનીને મિથ્યાત્વભાવમાં જે દર્શનાવરણીકર્મ બાંધ્યું છે તેના પાક કાળે ફરી એ જ ભાવ ઊભો થાય છે કે મારું જ્ઞાન-દર્શન પરથી થાય છે મારામાં નથી તેથી પોતાનું કેવળદર્શન ઢંકાઈ જાય છે. (૪) વીર્યાન્તરાયકર્મથી અનંતવીર્ય ઢંકાયું છે. ભગવાન આત્મા તો અનંતવીર્યનો ધણી છે. અનંતબળ ભર્યું છે. અનંતજ્ઞાનદર્શનને રચે એવું તેનામાં વીર્ય છે એવા વીર્યવાળો પોતાને ન માનતાં, અલ્યવીર્યવાળો, રાગવાળો, દૈષવાળો, પરથી સુખ લેનારો માનીને પોતે વર્યાન્તરાયકર્મ ઉત્પન્ન કરે છે તેથી તે કર્મના ઉદયકાળે પોતાનું વીર્ય ઢંકાઈ જાય છે. મૂળ નવતત્ત્વની જ ખબર નથી. અજીવ અને આસ્રવ તત્ત્વથી ભિન્ન હું, જ્ઞાયકતત્ત્વ છું એવી એને ખબર જ નથી. પૈસાથી અને પુણ્યથી પોતાની મોટાઈ માને છે પણ ભાઈ ! એમાં ધૂળેય સુખ નથી. એમાં તો હોળી છે. પુણ્યના પરમાણુ બળી ગયા ત્યારે બહારમાં પૈસા દેખાણાં તેમાં આત્માને શું લાભ? તેને તો રળવાના ભાવથી પાપ બંધાયું. રળવાના ભાવથી કાંઈ પૈસા મળ્યા નથી. પુણ્યના પરમાણુ બળીને પૈસા દેખાણા છે. પ્રશ્ન :–તો એ પૈસા કોના? પૂજ્ય ગુરુદેવશ્રી એ પૈસા પૈસાના છે–જડના છે, અજીવતત્ત્વ છે, અજીવનો જીવમાં અભાવ છે અને જીવનો અજીવમાં અભાવ છે. કરોડ રૂપિયા હો અજબ હો તે કોઈ જીવના Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો નથી માટે તેનાથી જીવને સુખ ન હોઈ શકે, બંને તત્ત્વ તદ્દન ભિન્ન છે, જીવ અને એજીવતત્ત્વ એક થઈ જાય તો જીવ જ ક્યાંથી રહે! અહીં તો પુણ્ય પાપના ભાવ થાય છે એ પણ જીવતત્ત્વમાં નથી એમ કહેવું છે. પુણ્ય–પાપ તો આસવતત્ત્વ છે. આસવમાં જીવ નથી અને જીવમાં આસ્રવ નથી. જો બંને એક હોય તો તો બીજા તત્ત્વનો જ નાશ થઈ જાય. અજ્ઞાનીને આ તત્ત્વની કાંઈ ખબર નથી. આંધળો થઈને ગાંડાની પેઠે એમને એમ અજ્ઞાનમાં દોડ્યો જાય છે. અહીં ભગવાન કહે છે કે તેં વિર્યાન્તરાય કર્મ બાંધ્યું છે તે કઈ રીતે?—કે હું અનંતવીર્યનો ધણી છું એનું ભાન ન કર્યું, અભાન કર્યું ઊંધી માન્યતા કરી કે હું શરીર અને રાગવાળો છું તેથી પોતાનું વીર્ય રોકાયું અને વર્યાન્તરાય કર્મ બંધાયા તેના પાક કાળે ફરી પોતાનું વીર્ય હણાય ગયું અને હું અનંતવીર્યનો ધણી છું એવી દૃષ્ટિ ન કરી તેથી તેની વીર્યશક્તિ રોકાઈ ગઈ છે. (૫) આયુકર્મથી સૂક્ષ્મત્ત્વગુણ ઢંકાયો છે. આયુકર્મના કારણે દેહમાં કેટલો કાળ રહેવું તે નક્કી છે. તે કાળ કરતાં એક સમય પણ આગળ-પાછળ થતો નથી. પોતાના આત્માનું ભાન નથી તેથી એક દેહ છોડીને બીજો અને બીજો છોડીને ત્રીજો એમ રખડ્યા કરે છે. આયુકર્મના ઉદયથી જયારે જીવ પરભવમાં જાય છે ત્યારે ત્યાં ઈન્દ્રિયો અને ઇન્દ્રિયજ્ઞાન મળે છે, અતીન્દ્રિયજ્ઞાનનો તો અભાવ છે, તેથી કેટલીક સ્કૂળ વસ્તુઓને જાણે છે, સૂક્ષ્મને જાણી શકતો નથી. આમ, આયુકર્મના કારણે ભવ મળે છે, ભવમાં ઇન્દ્રિયો મળે, તે ઇન્દ્રિયો વડે જ્ઞાન કામ કરે તે જ્ઞાન ધૂળને જાણે છે સૂક્ષ્મ પદાર્થને જાણી શકતું નથી. આમ, આયુકર્મ વડે જીવનો સૂક્ષ્મત્ત્વગુણ ઢંકાય છે. ભગવાન અતીન્દ્રિય આનંદકંદ સૂમ પદાર્થ છે તે અતીન્દ્રિયજ્ઞાન વગર જાણી શકતો નથી. આમ પોતે જ ભૂલ કરીને પોતાના ગુણને પોતે રોક્યો છે. (૬) શરીરનામકર્મના કારણે અવગાહનગુણ ઢંકાય છે. શરીરના પ્રમાણમાં જ આત્મા રહી ગયો છે. (૭) સિદ્ધ-અવસ્થાને યોગ્ય વિશેષરૂપ અગુરુલઘુગુણ નામકર્મના ઉદયથી અથવા ગોત્રકર્મના ઉદયથી ઢંકાઈ ગયો છે કેમ કે, ગોત્રકર્મના ઉદયથી જ્યારે નીચ ગોત્ર પામ્યો ત્યારે તુચ્છ અથવા લઘુ કહેવાયો અને ઉચ્ચ ગોત્રમાં મોટો અથવા ગુરુ કહેવાયો. ક્ષત્રિયમાં જન્મ તો કહે હું તો ઉચ્ચગોત્રનો છું અને શુદ્રમાં જન્મે તો કહે અરે ! અમે નાના માણસ છીએ. ભાઈ! આત્માને ક્યાં ઊંચું કે નીચું ગોત્ર છે! આત્મા તો જ્ઞાનાનંદ સૂર્ય છે. જેમ આ પથ્થરનો સૂર્ય છે તેમ આત્મા ચૈતન્યનો સૂર્ય છે, પણ તેનું જ્ઞાન નથી તેથી ઊંચું અને નીચું કર્મ બંધાય છે. તેના ઉદયમાં પોતાને ઉચ્ચ-નીચ માને છે તે ઊંધી માન્યતા છે. વસ્તુ ઉચ્ચ કે નીચ થઈ જતી નથી. Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૩) ( ૨૬૭ (૮) વેદનીયકર્મથી અવ્યાબાધ ગુણ ઢંકાય છે. વેદનીયકર્મના ઉદયમાં શાતા અશાતારૂપ સાંસારિક સુખ-દુઃખને જીવ ભોગવે છે. શાતાવેદનીયકર્મના ઉદયમાં એને સુંદર શરીર મળે, ધન મળે, રૂપાળી સ્ત્રી મળે તેમાં રાગ કરીને એ સુખને ભોગવે છે. સુખ એટલે દુઃખ કેમ કે, એ તો મૂઢ સુખ માન્યું છે તેમાં ખરેખર સુખ ક્યાં છે ! રાગ કરીને સુખ માને છે પણ એ દુઃખ જ છે. અશાતાના ઉદયમાં શરીરમાં રોગાદિ થાય છે, નિર્ધનતા થાય છે, અનેક પ્રકારના પ્રતિકુળ યોગ બને છે તેમાં દુઃખ માનીને અજ્ઞાની દુઃખી થાય છે. રોગ તો શરીરમાં થાય છે પણ મને રોગ થયો એવી કલ્પનાજાળ ઊભી કરીને એ દુઃખી થાય છે. અજ્ઞાનીને તત્ત્વનું ભાન નથી તેથી દુઃખી થાય છે. મુમુક્ષુ તે દુઃખ દૂર કરવાનો ઉપાય તો બતાવો ! પૂજ્ય ગુરુદેવશ્રી : આ જ ઉપાય છે. “ભાન કરો', તત્ત્વનું સ્વરૂપ સમજો, “હું આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છું', આ સુખની કલ્પના કે દુઃખની કલ્પના એ મારું સ્વરૂપ નથી, અને શાતાથી મળેલા ધૂળના ઢગલા કે અશાતાથી મળેલી પ્રતિકૂળતા એ મારું સ્વરૂપ નથી. / અરે ! પણ આ વાત જેને સાંભળવા પણ મળે નહિ તે સમજે ક્યાંથી? ઊંધા રસ્તા ને ઊંધી માન્યતામાં ચાલ્યા જાય.એકાદ કરોડ દાનમાં આપે ત્યાં લોકો તેને ધર્મધુરંધરનું બિરૂદ આપી દે. અરે ! પણ એમાં એણે શું કર્યું? પૈસા કયાં એના હતા ? એમાં કાંઈક , રાગની મંદતા હોય તો પુણ્ય થાય પણ સાથે માનભાવ હોય કે, અમે આટલા પૈસા દાનમાં આપ્યા, તેનાથી પોતાની અધિકતા માને એ તો મિથ્યાર્દષ્ટિ મિથ્યાત્વનું પોષણ કરે છે. પાપનું પોષણ કરે છે અને માને છે કે મેં કાંઈક ઠીક કર્યું છે. અહીં કહે છે કે શાતાના ઉદયમાં અનુકૂળતામાં હું સુખી છું અને અશાતાના ઉદયમાં–પ્રતિકૂળતામાં હું દુઃખી છું એમ માને છે તે મૂઢની માન્યતા છે–પાગલ થઈ ગયો છે. વીતરાગ ભગવાન તો કહે છે. મિથ્યાષ્ટિ ગાંડો–પાગલ છે. બાપુ! નવેય તત્ત્વ જુદાં જુદાં છે. આ શરીર, ધનાદિ તો અજીવતત્ત્વ છે અને તું તો ચૈતન્યતત્ત્વ છો અને અનુકુળતામાં સુખની કલ્પના થાય છે એ તો આસ્રવતત્ત્વ છે, દુઃખ થાય છે એ પણ ઓસવની કલ્પના છે. આસવ એટલે વિકાર. તેનાથી નવા કર્મ બંધાય છે. એનું એને ભાન નથી એટલે ખુશી ખુશી થઈને ફરે છે. આ પ્રમાણે આઠ ગુણ આઠ કર્મોથી ઢંકાય છે માટે આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્યારે કર્મોનું આવરણ મટી જાય છે ત્યારે સિદ્ધપદમાં આઠગુણ પ્રગટ થાય છે. આત્મા ચિદાનંદ સૂર્ય છે, આ પુણ્ય-પાપ તે દુઃખરૂપ છે, અજીવમાં સુખ-દુઃખ નથી એ તો જોય છે, મારું સ્વરૂપ તો શુદ્ધ આનંદકંદ છે એવો અનુભવ કરે ત્યારે સમ્યગ્દર્શનથી માંડીને ક્રમે આઠેય ગુણ પ્રગટ થાય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ સંક્ષેપમાં આઠ ગુણનું કથન થયું. વિશેષતાથી અમૂર્તત્વ, નિર્નામગોત્રાદિક અનંતગુણ છે તે યથાસંભવ શાસ્ત્ર પ્રમાણથી જાણવા. આ અમૂર્ત અને નિર્નામગોત્ર ગુણ પણ કોઈએ સાંભળ્યા નહિ હોય. ગોત્ર અનુસાર નામ પડે છે તે આત્માનું નામ નથી, આત્મા તો નિર્નામ છે. આત્મા તો અજીવ એવા દેહદેવળમાં તેનાથી ભિન્ન રહેલું અમૂર્તતત્ત્વ છે, ગોત્રથી રહિત છે, જેવા સચ્ચિદાનંદ સિદ્ધ છે એવો જ આ આત્માનો સ્વભાવ છે પણ તેના ભાન વિના એણે વિકાર અને સુખ-દુઃખની કલ્પના ઊભી કરી છે. આ આત્મામાં અનંતા સાધારણ ગુણ છે અને અનંતા અસાધારણગુણ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ આદિ ગુણો છએ દ્રવ્યમાં છે માટે તેને સાધારણગુણ કહેવાય છે. એવા આત્મામાં અનંતા ગુણ છે. ભગવાને જગતમાં છ દ્રવ્ય જોયા છે. પરમાણુ પણ પુદ્ગલ દ્રવ્ય છે તેમાં પણ આવા અનંતા ગુણો છે. જ્ઞાન, દર્શન, આનંદ, સુખ આદિ અનંત ગુણો એવા છે કે જે આત્મામાં જ છે બીજાં દ્રવ્યોમાં નથી માટે તેને આત્માના અસાધારણગુણો કહેવાય. ભગવાન કહે છે કે તારામાં આવા અનંતગુણ છે તેની સમીપ તું જા ! વનસ્પતિના પણ સાધારણ અને અસાધારણ અથવા પ્રત્યેક એવા બે ભેદ છે તેમાં સાધારણ વનસ્પતિ એટલે જેમાં એક શરીરમાં અનંત જીવ હોય તેને સાધારણ વનસ્પતિ કહેવાય છે. બટાટા, શકરકંદ, ડુંગળી, લસણ વગેરે સાધારણ વનસ્પતિ છે તેની એક કટકીમાં અસંખ્ય તો શરીર હોય છે અને એક એક શરીરમાં અનંત જીવ હોય છે. એ અનંત એટલે કેટલો ? –કે, અત્યાર સુધીમાં અનંતા જીવો સિદ્ધ થયા છે તેનાથી અનંતગણા જીવો એક એક શરીરની અંદર રહેલાં છે. તે અનંત જીવો માટે શરીર એક છે માટે તે સાધારણ વનસ્પતિ છે અને એક જીવને એક શરીર હોય તેવી વનસ્પતિને પ્રત્યેક વનસ્પતિ કહે છે. એ રીતે દરેક આત્મામાં હોવાપણું, વસ્તૃત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ આદિ ગુણો એવા છે કે જે બીજા દ્રવ્યોમાં પણ છે માટે તે સાધારણગુણો છે. તેવા ગુણો દરેક દ્રવ્યમાં અનંતા છે અને જીવમાં જ્ઞાન, દર્શન, સુખાદિ; પુદ્ગલમાં સ્પર્શ, રસાદિ એમ દરેક દ્રવ્યમાં અનંત અનંતગુણો એવા છે કે જે બીજા દ્રવ્યોમાં ન હોય, તેને અસાધારણગુણ કહેવાય છે. દરેક આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ અસાધારણગુણ પણ અનંતા છે એટલાં તો કોઈ પાસે પૈસા પણ ન હોય. અહીં તો વીતરાગ કહે છે કે પ્રથમ ઓળખાણ કર ! માંગલિકમાં રોજ બોલી જાય કે, “કેવલીપણ7ો ધમો શરણે પધ્વજ્જામિ' તેથી શું? કેવળી શું કહે છે તેની ખબર વગર ધર્મ ક્યાંથી થાય? સાધારણ અસાધારણગુણોની વાત અહીં નવી જ છે. આ ગાથાનું તાત્પર્ય એ છે Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૩ ) [ ૨૬૯ કે સમ્યકત્વાદિ નિજ શુદ્ધ ગુણસ્વરૂપ જે શુદ્ધાત્મા છે તે જ ઉપાદેય છે. અનંત ગુણ સ્વરૂપ આત્મા જ સમ્યગ્દર્શનમાં આદરવાલાયક છે. ભગવાને આત્માને ચૈતન્યનો રત્નાકર કહ્યો છે. એ ચૈતન્યરત્નાકર એટલે ચૈતન્યના રત્નથી ભરેલો દરિયો છે તે પુણ્ય–પાપના વિકલ્પોથી રહિત છે, કર્મથી અને શરીરથી રહિત છે પણ પોતાના અનંતગુણોથી સહિત છે તે એકની જ દેષ્ટિ કરીને આદરવાલાયક છે, બીજો કોઈ આદરવાલાયક નથી. ધર્મી જીવને પૂર્ણાનંદથી ભરેલો શુદ્ધ ચિદાનંદપ્રભુ જ શ્રદ્ધવા અને આદરવાલાયક છે. પુણ્ય-પાપ અને શરીર, વાણી આદિ કોઈ ચીજ આદરવાલાયક નથી. જેને પરદ્રવ્ય ઠીક હોય તો મને ઠીક અને પરદ્રવ્ય પ્રતિકુળ હોય તો મને અઠીક એવી માન્યતા છે તે મિથ્યાષ્ટિ મૂઢ છે. પરની અનુકૂળતાથી જીવને સુખ થાય અને પર અનુકૂળ નહિ રહેવાથી જીવને દુઃખ થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એવી વીતરાગની આજ્ઞા નથી માટે એવું માનનારા જીવો વીતરાગની આજ્ઞાથી બહાર છે. પરદ્રવ્ય તો માત્ર શેય છે, તે જ્ઞાનમાં જણાય પણ સુખદાયક કે દુઃખદાયક ન થાય. " આ ૬૧ ગાથા થઈ. હવે ૬૨મી ગાથામાં મુનિરાજ કહે છે કે, વિષય–કષાયોમાં લીન જીવોને જે કર્મપરમાણુઓનો સમૂહ બંધાય છે તે કર્મ છે. આત્મા અસંખ્યપ્રદેશી વસ્તુ છે તેમાં જે પરમાણુના સ્કંધો ચોટે છે તેને જિનેન્દ્રદેવ કર્મ કહે છે “વિહૂય રયમલા એવો શબ્દ લોગસ્સમાં આવે છે તેનો અર્થ આ છે કે જેણે રજ એટલે કર્મ અને મલ એટલે વિકારી ભાવ તેને વિહૂય એટલે ટાળ્યા છે તે સિદ્ધ છે. તે રજકણ... કેવા છે અને કેમ બંધાયા તે આ ગાથામાં કહે છે. જીવ પોતાના શુદ્ધસ્વરૂપને જોવાનું ભૂલી, પરને જોઈને રાગ-દ્વેષરૂપ મિથ્યાત્વ કષાયને » કરે છે તેનાથી જે કર્મોના પરમાણુ જીવને ચોટે છે તેને જિનેન્દ્રદેવ ‘કર્મ' કહે છે. આમાં ત્રણ વાત આવી. એક તો પોતાનો વિષય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ આત્મા છે તેને જાણવાનું અને શ્રદ્ધવાનું છોડી દીધું. બીજું પરચીજને જાણવામાં રોકાઈને રાગ-દ્વેષભાવ કરે છે તે વિકાર છે–મેલે છે, જીવની વિકારીદશા છે તે આસ્રવ છે અને ત્રીજી વાત એ કે તેનાથી નવા જડકર્મો બંધાય છે તેને ભગવાન કર્મ કહે છે. શુદ્ધ ચિદાનંદમૂર્તિ જ્ઞાનસૂર્ય પ્રભુની અનુભૂતિ તો પુણ્ય-પાપના વિકારથી રહિત હોય. ચૈતન્યમૂર્તિ તે દ્રવ્ય છે અને તેની વિતરાગી અનુભૂતિ તે પર્યાય છે. શુદ્ધ સચ્ચિદાનંદ ધ્રુવ તત્ત્વ તે દ્રવ્ય છે અને તેની શ્રદ્ધા, જ્ઞાન અને લીનતાની નિર્મળ અનુભૂતિ તે આત્માના ધર્મરૂપ સંવર-નિર્જરાની નિર્મળપર્યાય છે. અને આ જે વિષય-કષાયો છે તે નિર્મળ અનુભૂતિથી વિપરીત છે, પરને વિષય કરીને ઠીક માન્યું, પ્રેમ માન્યો તે મિથ્યાત્વ ભાવ છે. ભગવાન આત્મા જીવતત્ત્વ છે તેના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે સંવર Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અને નિર્જરારૂપ ધર્મો છે, તેનાથી વિપરીત એવા જે મિથ્યાત્વ સહિતના શુભ અને અશુભરાગ કે જે પરને લક્ષે થાય છે તેમાં રંગાયેલા જીવને જે નવા રજકણ બંધાય છે તેને જડકર્મ કહેવાય છે. શુદ્ધ ચિદાનંદ વસ્તુ તે જીવતત્ત્વ છે, તેનું નિર્મળ વેદન પર્યાયમાં થાય છે તે સંવર અને નિર્જરા તત્ત્વ છે અને એ અનુભૂતિથી વિપરીત પરમાં ઠીક અને અઠીક માનવારૂપ મિથ્યાત્વ સહિતના ભાવ તે પુણ્ય અને પાપ તત્ત્વ છે અને તેનાથી જીવ સાથે જે કર્મો બંધાય છે તે અજીવતત્ત્વ છે. આ સાંભળવામાં પણ એકાગ્રતા હોય તો જ સમજાય તેવી વાત છે. આ કોઈ વાર્તા–કથા નથી કે સહેજે સમજાય જાય. મિથ્યાત્વમાં રંગાયેલા જીવને “હુ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું' એવું ભાન નથી અને વિષય-કષાયનો રંગ છે તેથી રાગ-દ્વેષ-મોહવશ આઠ પ્રકારની કર્મવર્ગણા બંધાય છે તે કર્મ છે. આ તો પરમાત્મપ્રકાશ છે ને ! દ્રવ્યનું મૂળ સ્વરૂપ જ પરમાત્મસ્વરૂપ છે. પણ એણે પોતાની વાત કદી સાંભળી નથી. અનંતકાળે બટાટા, સકરકંદ આદિ નિગોદમાંથી માંડ માંડ નીકળી આવો મનુષ્યભવ મળ્યો, તેમાં પાંચ-પચાસ વર્ષનું આયુષ્ય, તેમાં આ વીતરાગે કહેલું તત્ત્વ સાંભળવા મળવું પણ મુશ્કેલ છે તો એ એ ક્યારે સાંભળે, ક્યારે વિચારે અને જ્યારે સમજે ! બાપુ? એના ભવના અંત ક્યારે આવે ? ભાઈ ! પરમેશ્વરદેવ તો કહે છે, પ્રભુ! તું તો અનંતગુણનો નાથ ચૈતન્યદેવ છો. તેના શ્રદ્ધા-જ્ઞાન કરને ભાઈ ! શુદ્ધ ચૈતન્યદેવની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ કરવો તે જ ) ધર્મ છે, બાકી કોઈ ક્રિયાકાંડર્ના વિકલ્પો કરવા તે ધર્મ નથી. આવા ધર્મના ભાન વિના પરને વિષય બનાવીને એટલે પરનું લક્ષ કરીને તેમાં હું ઠીક કરું છું એવા પુણ્ય-પાપભાવમાં લીનતા વડે જીવ નવા કર્મ બાંધે છે અને તેથી ચાર ગતિમાં રખડે છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયો, મન, ચાર ગતિના દુઃખ, વિભાવ બધું કર્મકૃત છે. (સળંગ પ્રવચન નં. ૪૪) विषयकषायैः रजितानां ये अणवः लगन्ति । जीवप्रदेशेषु मोहितानां तान् जिनाः कर्म भणन्ति ॥६२।। पञ्चापि इन्द्रियाणि अन्यत् मनः अन्यदपि सकलविभावः। जीवानां कर्मणा जनिताः जीव अन्यदपि चतुर्गतितापाः॥६३।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૬૨મી ગાથા ચાલે છે તેનો ભાવાર્થ ફરીથી લઈએ. અહીં, આત્માને કર્મોના રજકણનું બંધન કઈ રીતે છે તે વાત સિદ્ધ કરવી છે, સાથે સર્વશે કહેલાં તત્ત્વો કેવી રીતે છે તે બધી વાત પણ યોગીન્દ્રદેવ સિદ્ધ કરતાં જાય છે. જીવનું સ્વરૂપ, જડનું સ્વરૂપ, આસવનું સ્વરૂપ અને ધર્મનું સ્વરૂપ એક એક બોલમાં સિદ્ધ કરતાં જાય છે. ભાવાર્થ –શુદ્ધ આત્માની અનુભૂતિથી ભિન્ન જે વિષય-કષાય તેમાં શુદ્ધ આત્મા તે જ્ઞાયક-વસ્તુ, તેની અનુભૂતિ એટલે પર્યાય, શેની?—કે શુદ્ધાત્માની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિની અનુભૂતિની પર્યાય તે સંવર નિર્જરા તત્ત્વ છે આત્માનો ધર્મ છે તેનાથી ભિન્ન-જુદી જાતના એવા વિષય-કષાય તે આસવ અને બંધભાવ છે. જ્ઞાયકતત્ત્વનું લક્ષ નહિ કરતાં ચૈતન્યસૂર્યનો અનુભવ નહિ કરતાં, પરનું લક્ષ કરી, તેને વિષય બનાવી મિથ્યાત્વ રાગ-દ્વેષના ભાવ કર્યા તે આસવ અને બંધભાવ છે. આ આસવ અને બંધભાવથી જે પર્યાયમાં રંગાયેલો છે એવો આત્મા પોતાના ચૈતન્યસૂર્યના અંતરમુખ જ્ઞાનના અભાવમાં મોહકર્મને ઉત્પન્ન કરે છે. આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ ચૈતન્યજ્યોત છે, પ્રકાશની મૂર્તિ છે. તેના અંતરમુખ જ્ઞાનના અભાવમાં ઉત્પન્ન થયેલા મોહકર્મ-જડકર્મના ઉદયમાં જીવ મોહ અને રાગ-દ્વેષપણે પરિણત થાય છે એવા જીવને જગતમાં રહેલાં કર્મવર્ગણાયોગ્ય પુદ્ગલસ્કંધો જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપ થઈને પરિણમે છે. આ કર્મો છે તે જડ છે. જડતત્ત્વમાં પણ અનેક જાતની વર્ગણા છે. તેમાંથી આ કર્મવર્ગણાને યોગ્ય પુદ્ગલસ્કંધો જ જ્યારે જીવ વિષય-કષાયરૂપે પરિણમે છે ત્યારે જીવ સાથે બંધાય છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. જ્ઞાન અને આનંદ એ એનું રૂપ છે. તેની Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અનુભૂતિથી વિપરીત વિષય-કષાયના પરિણામ, તેમાં રંગાયેલા ભાવથી મોહકર્મ ઉત્પન્ન થાય છે તેનો ઉદય આવતાં વળી જીવ તેમાં જોડાઈને મોહ અને રાગ-દ્વેષરૂપે પરિણમે છે એવા જીવને કર્મવર્ગણા યોગ્ય પુદ્ગલસ્કંધ આઠ કર્મરૂપ થઈને પરિણમે છે. આમાં એ વાત સિદ્ધ કરે છે કે આઠ કર્મની અવસ્થારૂપે તે પુદ્ગલસ્કંધો પરિણમે છે, જીવ તેને પરિણામવતો નથી. આમાં જીવ સિદ્ધ કર્યો, કર્મવર્ગણાને યોગ્ય પુદ્ગલ સિદ્ધ કર્યું, આત્મજ્ઞાનના અભાવમાં ઉત્પન્ન થયેલા વિષય-કષાયના રંગથી મોહકર્મ ઉત્પન્ન થાય છે. જુઓ પોતાના આત્માનું જ્ઞાન નથી માટે મોહ થાય છે અને એ મોહના ઉદયથી આઠ કર્મ બંધાય છે. મોહકર્મના ઉદયથી પરિણત થયેલો રાગી, દ્વેષી, મોહી જીવ એટલે કે મને પરમાં સુખ છે, પરથી મને આનંદ છે એવો મિથ્યાત્વભાવ અને ઇષ્ટ-અનિષ્ટ વિષયમાં રાગ અને દ્વેષ કરતો એવો સંસારીજીવ છે તેને કર્મવર્ગણાને યોગ્ય પુદ્ગલો આઠ કર્મરૂપ થઈને પરિણમે છે. જીવ તેને આઠ કર્મરૂપે પરિણમાવતો નથી પણ કર્મયોગ્ય પુદગલો સ્વયં આઠ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે પણ કોને ? કે જેને હું જ જ્ઞાન, આનંદસ્વરૂપ છું એવું પોતાનું જ્ઞાન નથી એવા જીવને મોહકર્મના ઉદયથી આવા કર્મો બંધાય છે. જુઓ ! સર્વજ્ઞ સિવાય આ રીતે પૂરી વાત કયાંય ન હોય. જીવ પોતાના અનુભવજ્ઞાનના અભાવમાં મોહકર્મથી બંધાય છે અને તેના ઉદયમાં અજ્ઞાની જીવ મોહ, રાગ, દ્વેષરૂપે પરિણમે છે અને તે જ વખતે કર્મવર્ગણાને યોગ્ય પુદ્ગલસ્કંધ આઠ કર્મરૂપે પરિણમે છે. આમ, જીવ અને પુદ્ગલ બંનેની અવસ્થાનું પરિણમન સિદ્ધ કર્યું છે. સર્વજ્ઞ સિવાય આ વાત ક્યાંય ન હોય. જેમ તેલથી શરીર ચીકણું થાય છે અને તેને ધૂળ લાગતાં તે ધૂળ એલરૂપે થઈને પરિણમે છે તેમ ભગવાન ચૈતન્યમૂર્તિ આત્માના જ્ઞાનના અભાવમાં મોહ, રાગ, દ્વેષના ચીકણા ભાવમાં કર્મયુગલો આઠ કર્મરૂપ થઈને ચોટે છે. વિષય-કષાયની દશામાં પુદ્ગલવર્ગણા કર્મરૂપ થઈને જીવ સાથે બંધાય છે. જે કાળે અજ્ઞાની આત્મા વિષય-કષાયમાં પરિણમે છે તે જ કાળે પુદ્ગલ કર્મરૂપે પરિણમે છે. આ “તે કાળ”ની શૈલી સમયસારની ૧૨મી ગાથામાં તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. અને ૧૪૪મી ગાથામાં તે પરમાત્મા દશ્યમાન થાય છે–શ્રદ્ધામાં આવે છે એ વાત લીધી છે, ૧૪૩માં પણ તે કાળે”ની વાત આવે છે. અહીં ૬૨મી ગાથામાં પણ આત્મા વિકારરૂપે પરિણમ્યો છે તે કાળે રજકણો કર્મરૂપે પરિણમે છે. પોતાના સ્વરૂપથી ઊંધો પડેલો આત્મા પરમાં મને સુખ છે ને પ્રતિકૂળતાથી મને દુઃખ છે એવી રાગ-દ્વેષની પરિણતિ ઉત્પન્ન કરે છે ત્યારે કર્મો બંધાય છે તેથી જીવે કર્મ બાંધ્યા એમ નિમિત્તથી કહેવાય છે. તે જ પરમાત્મા જ્યારે પોતાના સ્વરૂપમાં અંતરદૃષ્ટિ કરે છે ત્યારે–હું તો પુણ્ય-પાપ Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૪ ) / ૨૭૩ રાગથી રહિત શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું એવી દૃષ્ટિ કરીને નિર્વિકલ્પ સમાધિના કાળે કર્મોનો ક્ષય કરે છે. અહીં પોતાના પરિણામમાંથી વિકાર છૂટી જાય છે તે જ કાળે સામે કર્મો છૂટી જાય છે.. ભગવાન આત્મા જેવો છે તેનાથી વિપરીત મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ભાવ કરે છે તે તો આકુળતા છે અને એ આકુળતારૂપે પરિણમવાથી સામે કર્મો પુદગલો પણ કર્મરૂપે પરિણમે છે અને જ્યાં પોતે આકુળતાથી છૂટી શુદ્ધ સ્વભાવની દૃષ્ટિ કરીને નિરાકુળતાની પરિણતિએ પરિણમે ત્યાં બંધાયેલા કર્મોનો ક્ષય થઈ જાય છે અર્થાત્ કર્મ અકર્મરૂપ પુદ્ગલથઈ જાય છે. જ્ઞાનાનંદમૂર્તિ ચૈતન્યસૂર્ય ઉપર દૃષ્ટિ આપીને એકાગ્ર થાય ત્યારે તે આત્મા સેવવાયોગ્ય અને આરાધવાયોગ્ય છે. આ ૬૨મી ગાથાનું તાત્પર્ય છે. આ રીતે કર્મસ્વરૂપના કથનની મુખ્યતાથી ચાર દોહા કહ્યાં. હવે આગળ પાંચ ઈન્દ્રિય, મન, સમસ્ત વિભાવ અને ચારગતિના દુઃખ આ બધું શુદ્ધનિશ્ચયનયથી કર્મોથી ઊપજે છે, જીવથી નહિ. આ અભિપ્રાય મનમાં રાખીને દોહા-સૂત્ર કહે છે. ભગવાન આત્મા તો સત્સ ત્ શાશ્વત જ્ઞાન ને આનંદનો કંદ છે. તે કાંઈ પાંચ ઇન્દ્રિયને ઉપજાવતો નથી. એ તો કર્મની રચના છે. મન, વિભાવ અને ચાર ગતિ આદિ પણ કર્મની રચના છે. જીવવસ્તુના સ્વભાવમાં તો એ નથી અને અખંડાનંદ ચૈતન્યની દૃષ્ટિ અને જ્ઞાનથી પણ કર્મો બંધાતા નથી અને કર્મના ઉદય વિના ઇન્દ્રિય આદિ મળતાં નથી. ધ્યાન રાખજો. કેટલું સિદ્ધ કરતાં જાય છે ! વસ્તુ તરીકે તો આત્મા અકષાય શાંત રસની શિલા છે. બરફની જેમ ઠંડી પાટ હોય છે તેમ આત્મા એકલો અવિકારી શાંતરસની શિલા છે. એવા સ્વભાવથી કદી મન અને ઇન્દ્રિયો ન થાય. ૬૦મી ગાથાના ભાવાર્થમાં પહેલી જ લીટીમાં કહ્યું છે કે, “આ જીવ શુદ્ધ નિશ્ચયથી વીતરાગ ચિદાનંદ સ્વભાવ છે.” આ શબ્દો તેનું વાચ્ય બતાવે છે. જેમ સાકર શબ્દ “સાકર' વસ્તુને બતાવે છે તેમ “વીતરાગ ચિદાનંદ' શબ્દનું વાચ્ય અકષાય શાંતરસની શિલા આત્મા છે. આ પાંચ ઇન્દ્રિયો અને મન આદિ તો બધું જડ છે, આત્મા નથી. માટે કહ્યું કે, શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો પાંચ ઇન્દ્રિયો, મન, વિભાવભાવ અને ચારગતિ આદિ કર્મોથી ઉપજેલા છે, જીવનો એ સ્વભાવ નથી, અને સ્વભાવથી ઉત્પન્ન થયેલાં તે ભાવ નથી. વિભાવ કરેલો, તેનાથી કર્મ થયા અને એ કર્મથી વિભાવ થયા છે. સ્વભાવમાંથી વિભાવ થતો નથી. પ્રભુ શુદ્ધ ચૈતન્યમાંથી શું થાય ?-કે, નિર્મળ શાંતિ અને આનંદની દશા પ્રગટ થાય. કર્મ અને વિભાવ તો તેમાંથી ન થાય. તો એ ક્યાંથી થયાં?–કે કર્મના કારણે ઇન્દ્રિયો, Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] મન અને વિકાર થયા છે, જીવના સ્વભાવથી થયાં નથી—એમ બતાવવું છે. [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ પરમાત્મપ્રકાશની કથનની શૈલી તો જુઓ ! સમયસાર જેવી જ શૈલી છે. ભગવાન આત્માને ઇન્દ્રિયો કેવી ! એ તો જાણનાર છે. આંખ, કાન, નાક આદિ ઇન્દ્રિયોને ક્યાં ભાન છે કે અમે કોણ છીએ ! તેને જાણનાર તો જીવ છે. જાણનારો ઇન્દ્રિયોથી ભિન્ન છે. તે બધી ઇન્દ્રિયોને જાણે છે પણ તેનું જાણવું....જાણવું....જાણવું એ તો એકરૂપ રહ્યું છે. પેટમાં કાંઈ થાય કે પગમાં થાય કે કાનમાં થાય તેને જાણનાર તો એક આત્મા જ છે. જાણનાર..જાણનાર....જાણનાર વ્યાપક ચૈતન્ય તે આત્મા છે. પણ એણે કદી વિચાર કર્યો નથી કે હું કોણ છું. અનંતકાળથી ખોટી માથાકૂટમાં મરી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં એક જ્ઞાનમય ચૈતન્ય છે. તે જ્ઞાનમય છે માટે શુદ્ધ છે. તેને શુદ્ધ જ્ઞાનમય કહો, શુદ્ધ આનંદમય કહો કે શુદ્ધ સ્વરૂપ કહો—એવો ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વભાવથી કર્મને કેમ ઉપજાવે ! શુદ્ધ સ્વભાવથી વિભાવ કેમ કરે! શુદ્ધ સ્વભાવથી ઇન્દ્રિયો અને મન કેમ મળે ! શુદ્ધ સ્વભાવથી સંકલ્પ વિકલ્પની જાળ કે ઇન્દ્રિયો કે મન કે ચાર ગતિ કાંઈ ન ઉપજે. માટે, પાંચ ઇન્દ્રિય, મન, ગતિ આદિ કાંઈ આત્માથી ઉપજતાં નથી પણ કર્મથી ઉપજે છે એમ અહીં સિદ્ધ કરે છે. ભગવાન સર્વજ્ઞદેવે દિવ્યધ્વનિ દ્વારા જે કહ્યું તે જ વાત સંતો વર્તમાન ભાષામાં કહે છે. આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શ્રોતેન્દ્રિય આ પાંચેય ઇન્દ્રિયો શ૨ી૨માં છે પણ તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે અને ઇન્દ્રિયો આત્માથી ભિન્ન છે. તેમ જ મન પણ આત્માથી ભિન્ન છે. ચાર ગતિના દુ:ખ અને રાગાદિ વિભાવ તે પણ આત્માથી ભિન્ન છે. એ તો કર્મકૃત છે. પાંચ ઇન્દ્રિયો, મન, ચાર ગતિના દુઃખ અને રાગાદિ સમસ્ત વિભાવ આ ચાર બોલ લઈને ગુરુ સમજાવે છે કે બધું કર્મકૃત છે, જીવનું કરેલું નથી. આમ કહીને તારી ભૂલથી આ ઇન્દ્રિયાદિ બધું ઉપજ્યું છે પણ એ ભૂલ તારું સ્વરૂપ નથી એમ બતાવવું છે. ભૂલ પોતે જ એક વિકાર છે તેનાથી કર્મ ઉપજ્યા અને કર્મના નિમિત્તે આ શરીરાદિ બધું થયું છે પણ તે તારું સ્વરૂપ નથી. તારાં ભૂલરહિત સ્વભાવમાં આ કાંઈ નથી. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદની મૂર્તિ છે. પુણ્ય-પાપના વિકલ્પ ઉઠે તે કાંઈ આત્મા નથી. એ તો આસ્રવતત્ત્વ છે અને શરીર અજીવતત્ત્વ છે તે બંનેથી ભગવાન આત્મા ભિન્ન છે. આ રીતે બધાં તત્ત્વની અસ્તિ સિદ્ધ કરતાં જાય છે અને તે અસ્તિ બીજાં તત્ત્વથી ભિન્ન છે એમ પણ સાથે સિદ્ધ કરે છે. સર્વજ્ઞ અને સંતોની ધારામાં આવેલી આ વાત દરેકનું અસ્તિત્વ સ્વતંત્ર છે એમ સિદ્ધ કરે છે. ઇન્દ્રિયો, મન, વિકાર અને ચાર ગતિના દુઃખ આનંદમૂર્તિ ભગવાનથી ભિન્ન છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૪ ) / ર૭૫ માટે તે જીવના સ્વભાવથી થયેલા ભાવ નથી, ભૂલથી થયેલા ભાવ છે. મિથ્યાત્વભાવ સ્વભાવમાં નથી, અવસ્થામાં થયેલી ભૂલ છે. એ ભૂલ તે વિકાર છે તે તો જુદી ચીજ છે. આ તો વીતરાગના ખેલ છે ભાઈ! સર્વજ્ઞ વીતરાગે કહેલા તત્ત્વોનો આબેહૂબ ચિતાર સંતો આપે છે. શ્રોતા –ચાર ગતિના દુઃખથી તો આત્મા જુદો છે પણ સુખથી તો સહિત છે. પૂજ્ય ગુરુદેવશ્રી : ચાર ગતિમાં સુખ જ ક્યાં છે? રૂપાળુ શરીર હોય કે પૈસાવાળા હોય કે અનેક જાતની અનુકૂળતાવાળા હોય, પણ એ બધાં દુઃખી છે. કેમ કે પુરને પોતાના માનીને પોતે જ દુ:ખ ઊભું કરે છે. પોતે તો ખરેખર આનંદસ્વરૂપ છે પણ પોતાની ભૂલથી જ દુ:ખી થઈ રહ્યો છે એ ભૂલ પોતાનું સ્વરૂપ નથી, ભૂલ એ જ કર્મ છે તે જીવનું સ્વરૂપ નથી. જ્ઞાનાનંદપ્રભુ શીતળ ચંદનની ગાંઠ એવો ભગવાન આત્મા છે તેને લઈને શું વિકાર હોય? તેને લઈને ઇન્દ્રિય, મન અને ચાર ગતિ હોય ! ન હોય ભાઈ ! તું તો તેનાથી ભિન્ન છો. એ બધું છે પણ તારાં સ્વરૂપમાં એ કોઈ નથી. માત્ર પર્યાયમાં ઊભો કરેલો ભ્રમ છે કે આ શરીરમાં હું છું, રાગમાં હું છું વગેરે... એ ભ્રમના ફળરૂપે કર્મ છે અને કર્મના ફળમાં આ બધું ઊભું થાય છે. તારા સ્વભાવથી કાંઈ થતું નથી. અજ્ઞાનીને ભાન જ નથી કે હું ક્યાં છું! આ શરીર, પુત્ર, સ્ત્રી, પૈસા, આબરૂ આદિમાં પોતાનું અસ્તિત્વ માને છે. દીકરો ગોરો કેમ ન થયો ! એમ થાય છે પણ આ આત્મા ગોરો–ચિદાનંદમૂર્તિ આનંદકંદ છે તે કેમ પ્રગટ ન થયો ! એમ થતું નથી. આ બધું મોહની ભ્રમણાથી થયું છે પણ એ ભ્રમણા તું નથી પ્રભુ ! ભ્રમણા એ “તું હોય તો ભ્રમણા કદી ટળે જ નહિ. ભ્રમણા એ મોહ જ છે. મોહ એટલે નિષ્ફળ...નિષ્ફળ....તેમાંથી આત્માનું કાઈ ફળ આવતું નથી. વસ્તુ પોતે સફળ છે, કેમ કે અખંડાનંદ ચિદાનંદપ્રભુની દૃષ્ટિ કરતાં તો આનંદના ફળ પાકે છે. ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે, દુઃખસ્વરૂપ નથી. દુઃખ તો વિકૃતિ છે તે નિભાવ નથી. અતીન્દ્રિય આનંદ એ નિજ સહજસ્વરૂપ છે. બહારથી આનંદ માને છે એ તો કલ્પના છે ખરેખર તો એ દુઃખ છે. અખંડાનંદ પ્રભુના ભાન વિના થયેલાં ભાવ તે સ્વભાવભાવ નથી, કર્મથી થયેલા ભાવ છે. અહીં તો બે દ્રવ્ય જ લઈ લીધા છે. એક તરફ શુદ્ધ જીવદ્રવ્ય છે અને બીજું કર્મ અને તેના આ બધાં વિકારાદિ ભાવ છે તે બધું જીવથી પર છે. સ્વભાવના અજાણ મૂઢ જીવે મિથ્યાત્વનો દારૂ પી લીધો છે તેનો નશો ચડ્યો છે છે એટલે પરને પોતાના માને છે “શરીરે સુખી તો સુખી સર્વ વાતે” એમ માને છે. ભાઈ ! શરીર તો માટી છે તેમાં તો ઈયળો પણ પડશે અને એક દિવસ સ્મશાનમાં શરીરની રાખ 'પણ થઈ જશે અને આ ચિદાનંદ તો અનાદિ અનંત-શાશ્વત વસ્તુ છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અહો ! આચાર્યની શૈલી ! વીતરાગના તત્ત્વોને સિદ્ધ કરતાં કરતાં પાંચ ઇન્દ્રિય, મન, વિકાર અને ચાર ગતિના દુઃખની સિદ્ધિ કરશે. આવું વસ્તુનું સ્વરૂપ બીજે ક્યાંય ન હોઈ શકે. ભગવાન આત્મા તો જેવા સિદ્ધ થઈ ગયા તેવો જ છે, ‘સિદ્ધ સમાન સદા પદ મેરો' પણ એને એની ખબર નથી અને જગતનો ખબરદાર થઈને ચાર ગતિમાં દોડ્યા કરે છે. દુનિયાના ડાહ્યાં દુનિયામાં ઊંડા ઉતરે છે અને રખડે છે. અહીં કહે છે કે આ ભગવાન આત્મા તો ઈન્દ્રિયોથી રહિત છે તો આ ઇન્દ્રિયો કોણ છે ! ઇન્દ્રિયો તો શુદ્ધાત્માથી રહિત છે. એ તો જડની બનેલી છે. દાળ, ભાત, શાકમાંથી બનેલા પાંચ કાંણાં છે, તે કાંઈ જાણતાં નથી. આત્મસ્વરૂપનો અજાણ આ મૂઢ પૈસા થાય ત્યાં હરખાવા લાગે છે. મૂર્ખા, મૂર્ખાઈ ઠલવવા લાગ્યો છે. ઘરમાં અમારે દસ-દસ તો છોકરાં છે. હા, એ બધાં તને ઉપાડવા માટે જોશેને ! ચાર બાજુ ચાર ઉપાડશે ને એક તો આગળ દોણી લઈને ચાલશે અને બીજા ઓ ઓ કરીને રોવા લાગશે. ભગવાન ! તું તો ઇન્દ્રિયથી રહિત છો. આ પાંચ ઇન્દ્રિયના કાણાં તારામાં નથી, તું તો તેનાથી રહિત છો ને પ્રભુ ! પાંચ ઇન્દ્રિય તો ભગવાન શુદ્ધાત્માથી રહિત છે તેમ જ મન પણ શુદ્ધાત્માથી રહિત છે. શુદ્ધાત્માથી વિપરીત એવા અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પરૂપ મનથી આત્મા ભિન્ન છે. દયા, દાન, વ્રત, ભક્તિરૂપ શુભ વિકલ્પ અને હિંસા જૂઠ આદિ અશુભ વિકલ્પ તે બંને વિકાર છે તેનાથી રહિત એવો ભગવાન આત્મા શુદ્ધ છે. આ તો આત્માની ભાગવત્ કથા ચાલે છે. શુભ-અશુભ વૃત્તિ ઉઠે છે તે આસ્રવ છે તેનાથી આત્મા ભિન્ન છે. મનનો સંગ કરે તેને સંકલ્પ-વિકલ્પ જ થાય અને આત્માનો સંગ કરે તો અંદરમાં સંકલ્પ-વિકલ્પ જ નથી. વસ્તુમાં સંકલ્પ-વિકલ્પ હોય તો તો કદી ટળે જ નહિ અને સિદ્ધ કદી થાય નહિ. ભાઈ ! પહેલાં ઓળખાણ તો કર...કર...કંઇ તરફ જવું અને ક્યાંથી ખસવું તેની ઓળખાણ તો કર. પહેલાં સામાન્ય રીતે કહીને પછા વિશેષરૂપે કહે છે. સંકલ્પ-વિકલ્પથી આત્મા રહિત છે એમ સામાન્ય વાત કરીને વિશેષરૂપે મનની વ્યાખ્યા કરી છે કે અનેક સંકલ્પ-વિકલ્પનો સમૂહ તે જ મન—આમ કરીને મનની સિદ્ધિ કરે છે. મન એ કોઈ ભ્રમણા નથી. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા' જેવી વાત નથી. જે છે તેનાથી રહિત થવાની વાત છે. જે છે જ નહિ તેનાથી રહિત થવાપણું ક્યાંથી રહે ! મન છે પણ તે આત્માથી ઉત્પન્ન થયેલું નથી. વિકારથી એટલે કર્મથી ઉત્પન્ન થયેલું છે. અહીં બધું લોજિક (ન્યાય)થી સિદ્ધ કરે છે. ઇન્દ્રિય અને મનની સિદ્ધિ કરી. હવે, Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૪) [ ૨૭૭ વિભાવની સિદ્ધિ કરતાં કહે છે કે શુદ્ધ ભગવાન આત્માની અનુભૂતિ–નિર્મળદશાનો અનુભવ તે પર્યાય છે તેનાથી ભિન્ન જે રાગ-દ્વેષ-મોહાદિ છે તે વિભાવ છે. તે બધાં આત્માથી ભિન્ન છે. દર્શન, જ્ઞાન, ચારિત્રની શાંતિના અનુભવથી જે વિપરીત છે એવા રાગ-દ્વેષ અને મોહ આત્માથી ભિન્ન છે. હવે, ચારગતિના દુઃખથી આત્મા ભિન્ન છે એ સિદ્ધ કરે છે. જુઓ ! આ શેઠિયાઓ અને રાજાઓ બધાં દુઃખી છે એમ કહે છે. શેઠજી –પહેલાં તો દુઃખ લાગતું ન હતું, હવે લાગે છે. પૂજ્ય ગુરુદેવશ્રી :હજી દુઃખ લાગ્યું નથી. શેઠ! શરીર ચાલતું નથી માટે દુઃખ લાગે છે પણ ખરેખર દુઃખ શું છે તેની ખબર નથી. શરીર સારું હોય, બે કરોડ રૂપિયા હોય, રાજકુમાર જેવા દીકરા હોય, એક એક દીકરો લાખ-લાખની પેદાશ લાવતો હોય તેના ઉપર લક્ષ જાય છે કે, “આ ઠીક છે' એ જ મહા દુઃખનો ભાવ છે. જડના કામ તો જડથી થાય છે અને મફતના અભિમાન કરો છો એ દુઃખ છે. મોટરમાં બેસાડીને હું બધાંને લઈ જાઉં છું એમ માનો છો તે તે મિથ્યાત્વ છે. પગને તો ચલાવી શકતાં નથી અને મોટરને તમે ચલાવી શકો? જડની અવસ્થાનું થવું આત્માને આધીન છે જ નહિ. કેમ કે, જડ તે અજીવતત્ત્વ છે અને ભગવાન આત્મા જીવતત્ત્વ છે. એક તત્ત્વ બીજા તત્ત્વનો કાંઈ સુધારો-વધારો કરી જ ન શકે આ તો સર્વજ્ઞ વીતરાગના અજર પ્યાલા છે. પહેલાં સમજણ કરે કે, વસ્તુ આમ છે તો સમજણની રુચિ તરફ દોરાય, કેમકે “રુચિ અનુયાયી વીર્ય” પણ સમજણ જ સાચી ન હોય તો સ્વભાવની રુચિ શી રીતે થાય ? ભગવાન આત્માનું સ્વરૂપ તો વીતરાગ પરમાનંદ સુખરૂપ છે પણ તેના અનુભવમાં પણ વીતરાગ પરમાનંદ સુખરૂપ અમૃતદશા હોવી જોઈએ. તે સુખરૂપ દશા નથી તો તેનાથી પરાનુખ એવી ચાર ગતિના દુ:ખની દુઃખરૂપ દશા છે. હું રાજા. હું રંક, હ મનષ્ય એવી. કલ્પનાની જાળથી દુઃખી થાય છે. શ્રોતા એ જ રુચે છેગોઠે છે. પૂજ્ય ગુરુદેવશ્રી : હા. ગોડ્યું હોય એ જ રુચે અને ત્યાં જ વીર્યનું વલણ જાય. જેની જરૂરિયાત જાણે ત્યાં તેનું વીર્ય ર્યા વિના રહે નહિ. તત્ત્વને એણે કદી ઢંઢોળ્યું જ નથી._ અહો ! ભગવાન રાગ વિનાનો વીતરાગ છે તેની પર્યાયમાં પણ વીતરાગ પરમાનંદ સુખરૂપ દશા થવી જોઈએ. જેવો છે તેવો જ પ્રવાહ આવવો જોઈએ. ગોળનો રવો તડકામાં ઓગળે તો તેમાંથી ગોળ પ્રવહે કે ઝેર પ્રવાહતું હશે ! તેમ ચૈતન્યગાળામાંથી અતીન્દ્રિય Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આનંદ ઝરવો જોઈએ કેમ કે એ તો એકલો અતીન્દ્રિય આનંદનો ૨વો છે, તેની દૃષ્ટિ કરે તો આનંદ જ ઝરે. ચાર ગતિના જીવો એટલે કે દેવલોકના દેવ, નરકના નારકી, કીડી, કંથવો કે કુંજર અને રાજા કે રંક બધાંય જીવો દુઃખની દશામાં પડ્યાં છે. બે કરોડ રૂપિયા હોય કે પાંચ કરોડ હોય પણ એ સોજાં છે. સોજાં પેટમાં ઉતરી જાય તો રાડ પડાવે તેમ આ રાડ પડાવનારા છે. ચારેય ગતિમાં અનુકૂળ-પ્રતિકૂળમાં ઠીક-અઠીકની કલ્પના કરતાં બધાં જીવો દુઃખી છે. મમતાથી જ જીવ દુઃખી છે. અહીં ગજના આંક જ બધાં જુદાં છે. ‘મહાદુ:ખદાયી દુઃખ' એવો શબ્દ વાપર્યો છે. ચાર ગતિમાં મહાદુ:ખદાયી સંતાપ છે. તે સર્વ દુઃખ જીવના સ્વભાવથી ભિન્ન છે. તો તે ઉત્પન્ન કેવી રીતે થયા ?−કે, અશુદ્ધ નિશ્ચયનયથી આત્મજ્ઞાનના અભાવથી ઉપાર્જેલા કર્મો વડે ઉત્પન્ન થયાં છે. સ્વભાવના ભાન વિના વિકાર થાય છે અને વિકારથી કર્મ બંધાય છે અને કર્મથી આ ચાર ગતિના દુ:ખ ઉપજે છે. માટે કહે છે કે, શુદ્ધ જ્ઞાનાનંદ નિજસ્વભાવનું જ્ઞાન કર ! એ સિવાય કદી દુઃખ મટે તેમ નથી. 0 નિશ્ચયદૃષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે, જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય, એ બધું તો પર્યાયમાં છે, વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દૃષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દૃષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા ! કેટલી વિશાળ દૃષ્ટિ ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા મિથ્યા-માન્યતારૂપી ગઢના પાર ન મળે ! અહીં તો કહે છે કે ૧૨ અંગનો સાર એ છે કે જિનવર સમાન આત્માને દૃષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મસ્વરૂપ જ છે. —પૂજ્ય ગુરુદેવશ્રી Page #292 -------------------------------------------------------------------------- ________________ સુખ-દુઃખની કલ્પના કર્મજન્ય છે (સળંગ પ્રવચન નં. ૪૫) पञ्चापि इन्द्रियाणि अन्यत् मनः अन्यदपि सकलविभावः । जीवानां कर्मणा जनिताः जीव अन्यदपि चतुर्गतितापाः ।। ६३ । दुःखमपि सुखमपि बहुबिधं जीवानां कर्म जनयति । आत्मा पश्यति मनुते परं निश्चयः एवं भणति ॥ ६४ ॥ શ્રી પરમાત્મપ્રકાશની આ ૬૩મી ગાથા ચાલે છે. પાંચ ઇન્દ્રિય, મન, વિભાવ અને ચારગતિના દુઃખ આ બધું ચૈતન્યતત્ત્વથી ભિન્ન છે. તો એ કોનાથી થયા છે?−કે અશુદ્ધ નિશ્ચયનયથી આત્મજ્ઞાનના અભાવથી ઉપાર્જન કરેલા કર્મોથી જીવને ઉત્પન્ન થયા છે માટે તે બધાં જીવના નથી, કર્મજનિત છે. ચૈતન્યદ્રવ્ય શાયકપિંડ પ્રભુમાં આ ઇન્દ્રિયાદિ કોઈ નથી, તેનાથી તો એ ભાવો જુદાં છે. તો આ પાંચ ઇન્દ્રિય, મન, અનેક પ્રકારના વિભાવભાવ અને ચારગતિના દુઃખરૂપ ભાવો ઊભા ક્યાંથી થયાં ? એમ પ્રશ્ન થાય છે તેનો ઉકેલ એ છે કે આત્મા પોતે જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય આદિ ગુણોનો પિંડ છે પણ એવા આત્મસ્વરૂપનું જ્ઞાન નથી તેથી જીવને કર્મો બંધાય છે અને એ કર્મો વડે આ ઇન્દ્રિયાદિ ચાર બોલ ઊભા થયા છે. વસ્તુ પોતે વિજ્ઞાનઘન છે, નિત્ય આનંદમય છે પણ એવા સ્વવસ્તુના જ્ઞાનના અભાવે પરના લક્ષમાં જીવની પર્યાયમાં વિભાવ આદિ ઉત્પન્ન થયા છે. અશુદ્ધનિશ્ચયનયથી જીવે જે અશાન કર્યું તે જીવનો ભાવ છે. શુદ્ધ ચિદાનંદ એવા સ્વ-સ્વભાવના બોધનો અભાવ છે તે જીવે પોતે પોતાની પર્યાયમાં અજ્ઞાન ઊભું કર્યું અને તેનાથી કર્મો ઊપજ્યા અને કર્મોથી આ વિભાવ આદિ ચાર ભાવો ઉત્પન્ન થાય છે. પહેલાં સામાન્ય વાત કરી કે શુદ્ધ ચિહ્નન વસ્તુની દૃષ્ટિ અને બોધનો અભાવ કોણે કર્યો ? કે પોતે જ પોતાના જ્ઞાનનો અભાવ પર્યાયમાં કર્યો અને તેનાથી કર્મો બંધાયા અને એ કર્મથી આ ચાર ભાવ ઉત્પન્ન થયા છે માટે એ પોતાની વસ્તુ નથી. વિજ્ઞાનઘન ચિત્માની આ ઇન્દ્રિયો નથી, મન તેનું નથી, વિભાવો તેના નથી અને ચારગતિના દુઃખો પણ તેના નથી કેમકે, વસ્તુના સ્વભાવમાં આ કોઈ નથી. આ કોઈ ભાવો ચૈતન્યસ્વરૂપ નથી અને ચૈતન્ય વડે ઉત્પન્ન થયેલાં નથી. વસ્તુના અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થયાં હતાં એ કર્મ વડે આ ચાર ભાવો ઉત્પન્ન થયાં છે, માટે એ આત્માના Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ) ઘરમાત્મપ્રકાશ પ્રવચનો નથી. આ અપેક્ષાએ જીવના નથી પણ કર્યજનિત છે એમ સમજવું. પણ તેનો અર્થ એમ ન લેવો કે, બધું કર્યજનિત જ છે જીવનો કંઈ દોષ જ નથી. એટલે જ પહેલાં કહ્યું છે કે વસ્તુનું અજ્ઞાન તો પોતે કર્યું છે. સ્વરૂપના ભાનનો બોધનો અભાવ પોતે જ કર્યો છે.. વસ્તુના બોધસ્વભાવના ભાન વિના પર્યાયમાં અજ્ઞાન એણે પોતે જ ઊભું કર્યું છે. દ્રવ્ય, ગુણમાં અજ્ઞાન નથી પણ પર્યાયમાં પોતે અજ્ઞાન ઊભું કર્યું છે. તેનાથી કર્મો ઉત્પન્ન થયાં છે અને એ કર્મથી પાંચ ઇન્દ્રિય, મન, વિભાવ અને ચારગતિના દુઃખ આ ચાર બોલ ઉત્પન્ન થયાં છે માટે તેને કર્મજનિત કહ્યા છે એમ અપેક્ષા સમજવી. ચૈતન્ય બાદશાહ અનંતગુણનો પિંડ છે પણ તેં કદી એની સામે જોયું નથી. જેનો અંત નથી એવું અનંત જ્ઞાન, એવું અનંત દર્શન, અનંત વીર્ય, એવાં અનંત ગુણો તારા સ્વભાવમાં રહેલાં છે. જેમાં હદ વિનાનું અનહદ સુખ છે, મર્યાદા વિનાનું વીર્ય છે એવા ભગવાન આત્માના અંતરબોધના અભાવે કર્મો બંધાયા છે અને એ કર્મોથી ચારગતિના દુઃખ આદિ ઉત્પન્ન થયા છે. માટે હવે આત્મભગવાન–પરમાનંદની મૂર્તિની દૃષ્ટિ કરીને આ ઇન્દ્રિય, મન, વિકાર અને દુઃખ તજવા લાયક છે. આત્માના સ્વભાવથી એ વિપરીત છે માટે છોડવા લાયક છે અને તે ચારેય ભાવોથી આત્માનો સ્વભાવ વિપરીત છે અર્થાત્ પોતાનો શુદ્ધાત્મા એ પાંચ ઇન્દ્રિયની વિષય અભિલાષાથી માંડીને સર્વ વિકલ્પ-જાળથી રહિત છે માટે તે જ એક ઉપાદેય છે. આવો શુદ્ધાત્મા કયારે ઉપાદેય થાય? કે પરમસમાધિના સમયે જ આ આત્મા સાક્ષાત્ ઉપાદેય થાય છે. આ વાતો બાપુ અપૂર્વ છે. મોંઘી છે પણ સ્વભાવે સોંધી છે. અભ્યાસ નથી માટે મોંધી છે પણ પોતાનું જ સ્વરૂપ છે માટે સ્વરૂપનો અભ્યાસ કરે તો સોંધી જ છે. આત્મા ક્યારે ઉપાદેય થાય?—પાંચ ઇન્દ્રિયના વિષયોની અભિલાષા, મન, વિભાવ અને ચારગતિના દુ:ખનું લક્ષ છોડી તેનો આશ્રય છોડી, ઉપાદેયપણું છોડી નિજ શુદ્ધ વસ્તુનું લક્ષ કરે તેની સન્મુખ થઈને આશ્રય કરે અર્થાત્ શુદ્ધાત્માની દૃષ્ટિ, જ્ઞાન અને લીનતા કરે તે કાળે આત્મા ઉપાદેય થાય છે. શ્રોતા – આત્મા તો સદાકાળ ઉપાદેય છે ને ? પૂજ્ય ગુરુદેવશ્રી : આત્મદ્રવ્ય તો સદાકાળ આદરણીય છે પણ એવી પરિણતિ થાય ત્યારે ઉપાદેય થયો કહેવાય. વસ્તુ તો સદાકાળ-ત્રિકાળ શુદ્ધ છે પણ તે ઉપાદેય કયારે થાય કે, જ્યારે પોતે વિભાવ આદિનું લક્ષ છોડી, પૂર્ણાનંદ સ્વભાવની સન્મુખ દશા પ્રગટ કરે તે કાળે આત્મા ઉપાદેય થાય છે. સ્વભાવની સામે જોયા વગર એ ઉપાદેય ન થાય. પહેલાં શ્રદ્ધામાં ભલે એમ લે કે આત્મા ઉપાદેય છે પણ જ્યારે વિભાવની દૃષ્ટિ છૂટીને સ્વભાવની Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૫. ] / ૨૮૧ નિર્વિકલ્પ દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતાની પરિણતિની થાય ત્યારે—તે કાળે આત્મા સાક્ષાત્ ઉપાદેય થાય છે. વિભાવ ભાવોનો આદર છોડ્યો અને પૂર્ણાનંદની સન્મુખ થયો ત્યારે આત્માનો આદર થયો. તે કાળે આત્મા ઉપાદેય થયો કહેવામાં આવે છે. આ ૬૩ ગાથા થઈ. હવે આગળ ૬૪ ગાથામાં સંસારના બધાં સુખ-દુઃખ શુદ્ધ નિશ્ચયનયથી શુભ-અશુભ કર્મોથી ઉત્પન્ન થાય છે અને તે કર્મોને ઉત્પન્ન કરે છે, જીવના એ કોઈ ભાવો નથી એમ કહે છે. જીવવસ્તુનું સ્વરૂપ જ એવું છે કે તે વિભાવને કરે નહિ. કર્મોથી વિભાવ ઉત્પન્ન થાય અને વિભાવથી કર્મ ઉત્પન્ન થાય છે. શુદ્ધ જીવ વસ્તુ વિભાવને કરતી નથી. નિશ્ચયનયથી ભગવાન એમ કહે છે કે આત્મા ઉપયોગમયી હોવાથી માત્ર જાણે-દેખે છે. તે સુખ-દુઃખને કરતો નથી. અનેક પ્રકારના સુખ-દુઃખના ભાવને કર્મ ઉપજાવે છે. અનુકૂળમાં સુખની અને પ્રતિકૂળતામાં દુઃખની કલ્પના થાય છે તેને જીવ ઉત્પન્ન કરતો નથી. કેમ કે જીવવસ્તુમાં એવી સુખ-દુઃખની કલ્પના નથી. તો એ ક્યાંથી થઈ? –કે, જીવની પર્યાયમાં જીવવસ્તુનું જ્ઞાન નથી તેથી કર્મ ઉપજે છે અને એ કર્મથી સુખ-દુઃખ થાય છે. ભગવાન આત્મા તો ઉપયોગમય છે તેથી માત્ર જાણવા-દેખવાનો તેનો સ્વભાવ છે તેથી અંતરમાં દૃષ્ટિ કરીને ઠરે ત્યારે માત્ર જાણવા-દેખવાનું કામ કરે છે. સુખ-દુઃખ પ્રગટ કરવાનું તેનું કાર્ય નથી. સો ઇન્દ્રો અને ગણધરોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે ભગવાન આત્મા સુખ-દુઃખને ઉત્પન્ન કરતો નથી. કર્મદ્રવ્ય સુખ-દુઃખને ઉત્પન્ન કરે છે. સ્વદ્રવ્ય સુખ-દુઃખને કરતું નથી. સ્વદ્રવ્યની અભાનદશામાં કર્મ ઉત્પન્ન થાય છે, તે કર્મ સુખ-દુઃખને ઉત્પન્ન કરે છે. આત્મદ્રવ્ય સુખ-દુઃખને ઉત્પન્ન ન કરે. આત્માથી સુખ-દુઃખ ન થાય. સ્વદ્રવ્યનું અભાન એ સ્વદ્રવ્ય નથી. સ્વદ્રવ્ય તો એકલો અતીન્દ્રિય આનંદ અને વીર્યનો પિંડ તથા એકલા જ્ઞાન-દર્શનનો રસકંદ છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપ અનંત ચતુષ્ટયથી ભરેલો ભગવાન કર્મને રચતો નથી. દ્રવ્યનું અભાન એ દ્રવ્ય ન રહ્યું તે તો કર્મજન્ય વિકાર થઈ ગયો. જ્ઞાનના અભાવે જે અજ્ઞાન છે તે વસ્તુમાં નથી, દ્રવ્ય-ગુણમાં નથી. માત્ર પર્યાયમાં ઊભું કરેલું અજ્ઞાન છે, તે કર્મને ઉપજાવે છે અને કર્મ સુખ-દુઃખને ઉપજાવે છે. અશુદ્ધનિશ્ચયની વાત આગળ કહેશે. પહેલાં નિશ્ચયથી વાત કહી છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ભાવાર્થ :—આકુળતા રહિત પારમાર્થિક વીતરાગસુખથી પરાન્મુખ (ઉલટાં) જે સંસારના સુખ-દુઃખ છે તે જોકે, અશુદ્ધ નિશ્ચયનયથી જીવ સંબંધી છે તોપણ શુદ્ધ નિશ્ચયનયર્થી જીવે ઉપજાવ્યાં નથી, માટે જીવના નથી. કર્મસંયોગથી ઉત્પન્ન થયા છે અને આત્મા તો વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થતો થકો વસ્તુને વસ્તુના સ્વરૂપે જુએ છે, જાણે છે, રાગાદિરૂપ થતો નથી, ઉપયોગરૂપ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે, પરમ આનંદરૂપ છે. અહીં પારમાર્થિક સુખથી ઉલટું જે ઇન્દ્રિયજનિત સંસારનું સુખ-દુઃખ આદિ વિકલ્પસમૂહ છે તે ત્યાગવા યોગ્ય છે એમ ભગવાને કહ્યું છે. આત્મસ્વભાવ કેવો છે? —આકુળતા રહિત છે. આ ધન, મકાન, સ્ત્રી, પુત્રાદિ, આબરૂં આદિ મને અનુકૂળ છે એવી કલ્પના થાય છે તે આકુળતા છે. ભગવાન આત્મા તેનાથી રહિત છે. વસ્તુ જે સ્વતઃસિદ્ધ છે તેમાં કાંઈ આકુળતા હોય ! વસ્તુમાં તો આકુળતા ન હોય પણ તેની પર્યાય પણ આકુળતા રહિત અનાકુળ વીતરાગ સુખરૂપ હોવી જોઈએ. જેવી વસ્તુ અનાકુળ વીતરાગ સુખસ્વરૂપ છે તેવી જ પર્યાય હોવી જોઈએ તેના બદલે તેનાથી વિપરીત સંસારના સુખ-દુઃખની કલ્પના થાય છે તે પર્યાયથી કર્મો ઉત્પન્ન થાય છે: આકુળતા છે તે કૃત્રિમ ક્ષણિક થાય છે. ત્રિકાળી નિરાકુળ આત્માની એ વિપરીત અવસ્થા છે. સુલટી અવસ્થા હોય તો તો દશામાં અનાકુળ આનંદ હોય. વસ્તુ પોતે કાંઈ આકુળતારૂપ કદી ન હોઈ શકે. વસ્તુ તો પારમાર્થિક સુખનો કંદ છે તેની સન્મુખની પર્યાય હોય તો તો તેની દૃષ્ટિમાં આત્મા જ હોય પણ જેની દૃષ્ટિમાં આત્મા નથી એવી ઉલટી પર્યાયમાં સુખ-દુઃખની કલ્પના થાય છે પરમાં સુખ કે દુઃખ કાંઈ નથી પણ એણે કલ્પનામાં સુખ અથવા દુઃખ માન્યું છે. આ સુખ-દુઃખના પરિણામ આત્માની અનાકુળ પરિણતિ થવી જોઈએ તેનાથી ઉલટાં પરિણામ છે. અહા ! સ્વયંસિદ્ધ અણકરાયેલ અકૃત્રિમ સ્વતઃસિદ્ધ ચૈતન્યવસ્તુ તો પરમાર્થ સુખનો જ પિંડ છે. વીતરાગ નિર્દોષસુખનો જ પિંડ છે. વીત એટલે રહિત, રાગથી રહિત અને દોષથી રહિત વસ્તુ છે. આવી નિર્દોષ વીતરાગકંદ વસ્તુની પરિણતિ પણ વીતરાગ શાંતિરૂપ હોવી જોઈએ તેને બદલે તેનાથી ઉલટી ઇન્દ્રિયના વિષયોમાં સુખ-દુઃખની કલ્પના ઊભી કરે છે તે દ્રવ્યસ્વભાવથી ઉત્પન્ન થયેલી નથી. ભગવાન આત્મા તો નિર્દોષ સ્વરૂપ છે પણ તેની પર્યાયમાં ઉઠાવગીરે અજ્ઞાન ઊભું કર્યું છે તે અજ્ઞાનથી કર્મ થયા છે અને કર્મથી સુખ-દુઃખની કલ્પના થાય છે. ખરેખર બહારથી સુખ કે દુઃખ કાંઈ છે જ નહિ. પેલું દૃષ્ટાંત સાંભળ્યું છે ! એક શે.. પોતાનો દીકરો પરદેશથી પૈસા કમાઈને આવવાનો હતો તેને તેડવા આગલાં સ્ટેશને ગયા Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૫ / [ ૨૮૩ અને વેઈટીંગરૂમમાં રાત રહ્યાં, ત્યાં બાજુના જ રૂમમાં પહેલો દીકરો વહેલો આવી ગયેલો તે ઉતર્યો હશે તેની શેઠને ખબર નહિ. કુદરતે રાતના છોકરાને પેટમાં ગોળો ચડ્યો એટલે બધાં માણસો ભેગા થઈ ગયા અને કોલાહલ થવા લાગ્યો તે આ શેઠને પોસાણું નહિ. એલા! શું છે ! રાતના પણ કોઈ નિરાંતે સૂવા દેતું નથી! વાત પૂછતા ખબર પડી કે, એ લક્ષ્મીચંદ નામના માણસને પેટમાં દુખવા આવ્યું છે. તેના બાપનું નામ શું છે તો કહે, કાનજી. અરે ! એ તો હું પોતે અને મારા છોકરાને પેટમાં દુખે છે ! ખબર પડી ત્ય તો પોતે જ દુઃખમાં ભાગ લેવા પહોંચી ગયો. જુઓ ! આ શું છે ? પોતાનો જ દીકરો છે એવી ખબર ન હતી તેથી બધો કોલાહલ લાગતો હતો. તેમ આ જીવને પોતાના સ્વરૂપની ખબર નથી તેથી સુખ, દુઃખની કલ્પના ઊભી થાય છે. સ્વભાવનું ભાન થાય તેં અજ્ઞાન ને રાગ-દ્વેષ ને કર્મ તથા સુખ-દુઃખની કલ્પના આદિ બધા કોલાહલ ટળી જાય છે. અહીં એ જ સિદ્ધ કરવું છે કે સ્વભાવથી સુખ, દુઃખ ઊભા થતાં નથી, સ્વભાવના અજ્ઞાનથી જ કર્મ અને સુખ, દુ:ખની કલ્પના ઊભી થાય છે. અહીં અત્યારે કલ્પનાના સુખ, દુઃખની વાત છે, સંયોગની વાત નથી. તું પોતે જ જરા વિચાર તો કર કે, આ આકુળતા થાય છે, ખદબદાટ થાય છે એ શું તાજું સ્વરૂપ હોઈ શકે? વાસ્તવિક પદાર્થનું સ્વરૂપ આવું હોય ! વસ્તુસ્થિતિમાં આકુળતા હોય ! જરા લક્ષ કરીને વિચાર કરે તો પોતાને જ ખ્યાલ આવે તેવી વાત છે. પણ અજ્ઞાનમાં એવો રંગાઈ ગયો છે કે જ્ઞાનની આંખ ખોલીને જોતો પણ નથી. અનંતકાળથી અજ્ઞાનના રંગમાં રંગાયેલાં અજ્ઞાનીને પોતાનું સ્વરૂપ સમીપ જ હોવા છતાં નજર માંડતો નથી. કોઈ'દી એને પોતાનો ભરોસો આવ્યો નથી, એ જાતનો અભ્યાસ કર્યો નથી. તેથી અજ્ઞાનમાં દુઃખી થાય છે. આ અજ્ઞાનભાવ અને સુખ-દુ:ખની કલ્પના જો કે, અશુદ્ધનિશ્ચયનયથી જીવની જ પર્યાય છે પણ જીવવસ્તુનો એ સ્વભાવ નથી માટે તેને પર અને કર્મજનિત સુખ-દુઃખ કહ્યાં છે. પ્રશ્ન થાય કે આ શુદ્ધ નિશ્ચય અને અશુદ્ધ નિશ્ચય એટલે શું? તેનો ખુલાસો એ છે કે શુદ્ધ નિશ્ચય એટલે સત્ વસ્તુ અને અશુદ્ધ નિશ્ચય એટલે તેની પર્યાયમાં ઉત્પન્ન કરેલો એજ્ઞાનભાવ. તે અશુદ્ધ કેમ? મલિન છે માટે અને નિશ્ચય કેમ કહ્યો ? કે પર્યાયમાં પોતે સ્વતંત્રપણે ઉત્પન્ન કર્યો છે માટે તેને નિશ્ચય કહ્યો છે. પર્યાયમાં વિકાર છે તે જીવસંબંધી છે પરંતુ જીવનો સ્વભાવ નથી ક્ષણિક અવસ્થામાં ઊભું થયેલું અજ્ઞાન, રાગ-દ્વેષ અને ભ્રાંતિ છે તે શુદ્ધ નિશ્ચય એવા સત્ નું સ્વરૂપ નથી માટે તે જીવ નથી. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ભગવાન તારી પાસે છે અને તું તેને જોતો નથી. પાસે શું? પોતે જ છે પણ આ રાગ હું, દ્વેષ હું, શરીર હું એવા અહંકાર આડે તને ચૈતન્યભગવાન સૂઝતા-(દેખાતા) નથી. કેવી ખૂબી છે ! પરમાત્મા પોતે જ્ઞાન, દર્શન, આનંદ અને વીર્યનો પિંડ છે તેનાથી અજ્ઞાન કેવી રીતે ઊભું થાય ! પણ પર્યાયમાં-અંશમાં વસ્તુના જ્ઞાનના અભાવે અજ્ઞાનભાવ ઉત્પન્ન થાય છે. આવો મૂર્ખાઈ ભર્યો બેભાનભાવ દ્રવ્ય, ગુણમાં ન હોઈ શકે. પર્યાયમાં અજ્ઞાન છે તેનાથી રાગ-દ્વેષ અને કર્મ ઉત્પન્ન થાય છે અને કર્મથી વળી સુખ-દુઃખની કલ્પના ઊભી થાય છે. વસ્તુના મૂળ સ્વભાવમાં આ કોઈ ભાવો નથી માટે તેને કર્મના ઊભા કરેલા છે એમ કહ્યું પણ તારા જ અંશમાં અજ્ઞાન હોવાથી ખરેખર તો એ સુખ-દુઃખ પણ તારાથી ઉત્પન્ન થયેલા છે. અરે ! આ ભગવાનની વાત પણ જેને સાંભળવા ન મળે, એ કેમ ભૂલ્યો છે અને ભૂલ કેમ ટળે એની પણ ખબર ન હોય ત્યાં ધર્મ કેવી રીતે થાય ! ગમે તેટલી સામાયિક ને પૂજા-ભક્તિ કરે, કે કેટલાંય તીર્થોની યાત્રા કરી આવે પણ ધર્મ ક્યાંથી થાય? ધર્મ તો ધર્મી પાસે હોય કાંઈ બહાર ન હોય. ભલે શુભરાગના કાળે એવા શુભરાગ પણ હોય છે પણ તેનાથી ધર્મ કદી ત્રણકાળમાં ન થાય. સુખ-દુઃખની કલ્પનામાં બેઠો છે તે દુઃખી જ છે. તેને સંયોગમાં ભલે અબજો રૂપિયા હોય પણ આ પૈસા મારા છે એવી કલ્પના છે તે જીવ દુઃખરૂપ ભાવમાં બેઠો છે, આત્મદ્રવ્યમાં પણ બેઠો નથી અને પૈસામાં પણ બેઠો નથી, માત્ર કલ્પનામાં બેઠો છે. આમ, સર્વજ્ઞ, પરમાત્મા, વીતરાગદેવ ફરમાવી રહ્યાં છે પણ જ્યારે પોતાને જ્ઞાનમાં આવે કે, “હું તો આત્મા છું' ત્યારે તે સંયોગનાં આધારે પોતાના સુખ-દુઃખની કલ્પના કરે જ નહિ. અબજો રૂપિયાથી પોતાને સુખી ન માને અને બીજાને પણ સંયોગથી સુખી ન માને. એ તો કલ્પનાથી દુઃખી છે એમ જાણે. સગા-વહાલા પૈસાવાળા હોય તેનાથી પોતાને હૂંફ ન આવે કેમકે, પૈસાથી સુખ હોય જ નહિ એવું જ્ઞાન તેને બરાબર વર્તે છે. એ તો જાણે છે કે પૈસાથી સુખ તો નથી ઉલટું પૈસાની મમતાથી એ જીવ દુ:ખી છે. પૈસાથી પૈસાવાળા તો સુખી નથી પણ તેને સુખી માનનારા પણ મૂઢ છે, દુઃખી છે. પૈસાની મમતા કરનારો તો દુઃખી છે તેને તું સુખી કહો છો ? આ તારા ગજ જ ખોટાં છે, માપ કરવાની નજરમાં ફેર છે ભાઈ ! સુખ તો આત્મામાં છે તેની નજર કરે તેને સખ થાય. તેને બદલે આત્માથી બહાર અન્ય વસ્તુની નજર કરે તેને સુખ કયાંથી હોય? જીવવસ્તુના દ્રવ્ય, ગુણમાં તો કલ્પના ન હોય પણ તેના ભાનવાળી પર્યાયમાં પણ કલ્પના ન હોય. વસ્તુના ભાન વિનાની પર્યાયમાં જ અજ્ઞાનથી કર્મ થાય છે અને કર્મથી સુખ-દુઃખની કલ્પના ઉભી થાય છે. માટે સુખ-દુઃખ ખરેખર સંયોગથી પણ નથી અને Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૫ / [ ૨૮૫ સ્વભાવથી પણ નથી. એક સમયની પર્યાયમાં વસ્તુના અજ્ઞાનથી સુખ-દુઃખની કલ્પના ઉભી થાય છે. પૈસા મળ્યા માટે સુખ અને પૈસા ગયા માટે દુઃખ એમ નથી. કેમકે પૈસા કાંઈ કલ્પના ઉત્પન્ન કરાવતાં નથી. ખરેખર અજ્ઞાનભાવ જ કલ્પના ઉત્પન્ન કરે છે. કર્મ એટલે અજ્ઞાનભાવરૂપી કર્મ જ સુખ-દુઃખની કલ્પના ઉભી કરે છે. અહીં તો પરમાત્મપ્રકાશ છે. પરમાત્માના પ્રકાશમાં કલ્પના ઉત્પન્ન ન થાય. પરમાત્મપ્રકાશના અભાનમાં કલ્પના થાય. અશુદ્ધનિશ્ચય શબ્દ કહીને એ જ કહેવું છે કે દ્રવ્ય, ગુણ તો અજ્ઞાનનો કર્તા નથી પણ પર્યાયે જ પરને વિષય બનાવીને સુખ-દુઃખ ઊભું કર્યું છે. બસ મૂઢભાવે સુખ-દુઃખની કલ્પના અજ્ઞાનીએ ઉત્પન્ન કરી છે. અહો ! પોતે જ ભગવાન છે ને ! વસ્તુ પોતે અકૃત્રિમ શાશ્વત અનંત છે. શાશ્વત એટલે અંત ન આવે તેવી અનંત છે. આ ભગવાને કહેલી વાત છે. ભગવાનના જ્ઞાનમાં શું ન જણાય? ભગવાન કહે છે વસ્તુ તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંતવીર્યનો પિંડ છે તેનાથી અજ્ઞાન ન થાય. પણ એક સમયની પર્યાયના અંશમાં પોતે જ અજ્ઞાન ઊભું કર્યું છે. અજ્ઞાન ન હોય તો તો આ દુઃખ કેમ હોય ! અશુદ્ધ વૃત્તિઓને નિશ્ચયથી તારા અંશમાં અજ્ઞાનભાવથી તે જ ઉત્પન્ન કરી છે. માટે સુખ, દુઃખ છે. નથી, એમ નથી અજ્ઞાન પણ છે. વસ્તુના સ્વરૂપમાં અજ્ઞાન નથી પણ પર્યાયમાં છે તે ખોટી વાત નથી. અજ્ઞાનથી કર્મ થયા ને કર્મથી સુખ-દુઃખ થયા એમ કહો કે અજ્ઞાનથી જ સુખ-દુ:ખની કલ્પના થઈ એ બંને એક જ છે. અજ્ઞાન વિના સુખ-દુઃખની કલ્પના થતી નથી. સમ્યગ્દષ્ટિને અજ્ઞાન નથી તો અપ્સરા જેવી હજારો રાણીઓ હોય પણ તેમાં સુખની કલ્પના થતી નથી. , અસ્થિરતાની કલ્પના છે પણ એ અજ્ઞાનની ગાંઠ તોડીને થયેલી છે તેથી ઉપરછલ્લી છે તેથી અમૃત સ્વરૂપના આનંદ આગળ ભોગની વૃત્તિ જ્ઞાનીને ઝેર જેવી દેખાય છે. દુનિયાને એમ લાગે કે આ સારુ, સમકિતી ભોગ ભોગવે અને બંધ પણ ન થાય. એને ખબર નથી કે જ્ઞાની ભોગની વાસનાને ઝેર સમજે છે તેમાં તેને સુખની કલ્પના થતી જ નથી. અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ બધું ઝેર લાગે છે. અહો ! જેની દૃષ્ટિમાં સચિદાનંદ ચૈતન્ય વસ્તુ આવી તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, તેની પ્રતીતમાં કેવળજ્ઞાન આવી ગયું, પૂર્ણ દર્શનનો પિંડ પ્રતીતમાં આવી ગયો, અનંત વીર્યની કાતળી પ્રતીતમાં આવી ગઈ આવું સત્ સ્વરૂપ જેના શ્રદ્ધા-જ્ઞાનમાં આવી ગયું તેને ઇન્દ્રિયવિષયોમાં સુખની કલ્પના હોય જ નહિ–છે જ નહિ. અજ્ઞાનીને એમ થાય કે આ ભિખારી છે તે પણ બે રોટલી મળી હોય તેમાંથી Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ) [ પર પ્રકાશ પ્રવચનો એક ઓછી ખાઈને ઉણોદરી તપ કરે છે અને આ જ્ઞાની દૂધપાક ને પૂરી ખાય છે? ભાઈ ! જ્ઞાની કે અજ્ઞાની કોઈ ખાતું જ નથી. માત્ર અજ્ઞાની માને છે કે મેં આટલો ત્યાગ કર્યો. પણ તેને ખબર નથી કે હું ખરેખર ખાતો જ નથી તેથી તેણે રોટલીનો ત્યાગ નથી કર્યો ઉલટો મેં રોટલી ન ખાધી એવું અભિમાન કરીને મિથ્યાત્વને પુષ્ટ કર્યું છે. અહો ! આત્મા તો તેને કહીએ કે જે પોતાની જ્ઞાન, દર્શનની નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાનમાં આત્માને જાણે-દેખે તે આત્મા છે. તે જ્ઞાની છે. જ્ઞાની પોતાના વસ્તુ સ્વરૂપને જાણે દેખે છે. અજ્ઞાનની પર્યાયની સામે જ્ઞાનની પર્યાયની વાત લીધી છે કે, જ્ઞાની પોતાની પર્યાયમાં આત્માને જાણે-દેખે છે. સુખ-દુ:ખની કલ્પના કરતાં નથી, જ્ઞાની રાગરૂપ થતાં નથી. જ્ઞાની તો ઉપયોગરૂપ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે અને પરમાનંદમય છે. જાણનાર આત્મા જેમ ઉપયોગમય, જ્ઞાતા-દ્રષ્ટા અને આનંદમય છે તેમ તેની દૃષ્ટિ કરનાર ધર્મી પણ ઉપયોગમય, જ્ઞાતા-દ્રષ્ટા અને આનંદમય છે. આવું જે આત્માનું પારમાર્થિક સુખ છે તેનાથી ઉલટું ઇન્દ્રિયજનિત સંસારિક સુખ-દુઃખ છે તે સર્વ કલ્પના છે, વિકલ્પ છે, તે ત્યાગવા યોગ્ય છે સર્વ વિકલ્પો છોડવાલાયક છે એમ ભગવાને કહ્યું છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ વિતરાગ પરમદેવ આમ ફરમાવે છે કે ભાઈ ! સુખ-દુઃખની કલ્પના અને રાગ-દ્વેષ છોડવા લાયક છે અને પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિમાં રહેવા જેવું છે. આ રીતે આત્મા ઉપાદેય છે અને રાગ-દ્વેષ હેય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાળ મુક્ત-સ્વરૂપમાં બંધ-મોક્ષ નથી (સળંગ પ્રવચન નં. ૪૬) बन्धमपि मोक्षमपि सकलं जीव जीवनां कर्म जनयति । आत्मा किमपि करोति नैव निश्चय एवं भणति ॥ ६५ ॥ स नास्ति इति प्रदेशः चतुरशीतियोनिलक्षमध्ये । जिनवचनं न लभमानः यत्र न भ्रमितः जीवः जावः ॥ ६५ ★१॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૬૫મી ગાથા છે. ભગવાન તીર્થંકર સર્વશદેવ એમ કહે છે કે, નિશ્ચયનયથી ભગવાન આત્મા ધ્રુવસ્વરૂપ છે અર્થાત્ આદિ અને અંત વિનાનું અણકરાયેલું અનાદિ અનંત સામાન્ય ગુણસ્વરૂપ ધ્રુવ તત્ત્વ છે. આ જરાં ઝીણી વાત છે કેમકે, અનંતકાળમાં કદી એણે ‘આત્મા' શું છે ?' એવી દૃષ્ટિ કરી નથી. તેથી ખુલાસો કરીને કહેવાય છે. સર્વજ્ઞદેવ કહે કે, હે જીવ! બંધને અને મોક્ષને જીવોના કર્મ જ કરે છે, આત્મા કાંઈ પણ કરતો નથી. આમ નિશ્ચયનય કહે છે અર્થાત્ નિશ્ચયનયથી ભગવાને આમ કહ્યું છે કે, બંધ અને મોક્ષ કર્મજનિત છે, કર્મના યોગથી બંધ થાય છે અને કર્મના વિયોગથી મોક્ષ થાય છે. સર્વજ્ઞભગવાન કેવા છે ? કે જેણે એક સમયમાત્ર સૂક્ષ્મકાળમાં ત્રણકાળ અને ત્રણલોકને જોયા છે—પ્રત્યક્ષ જાણ્યા છે એવા ભગવાનની વાણીમાં એમ આવ્યું કે ભાઈ ! નિશ્ચય નામ સત્ય તત્ત્વથી જોઈએ તો એ તત્ત્વ બેહદ જ્ઞાન-દર્શનમય તત્ત્વ છે તે પોતે કર્મને બાંધે કે કર્મને છોડે એવું તેનું સ્વરૂપ નથી. ઝીણી વાત છે ભાઈ ! સાંભળો. ભગવાન શું કહે છે–વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે કદી સાંભળ્યું નથી, સાંભળ્યું હોય તો બેઠું ન હોય કે આ આત્મા ખરેખર અનંત આનંદમય તત્ત્વ છે. નવતત્ત્વમાં સિદ્ધનું જેવું પર્યાયમાં મોક્ષસ્વરૂપ છે તેવું જ જીવતત્ત્વનું કાયમી વસ્તુસ્વરૂપ છે. વસ્તુ પોતે કર્મને બાંધે કે કર્મને છોડે એવું તેનું સ્વરૂપ જ નથી. વસ્તુ પોતે એક સમયની દશામાં આવતી નથી, એ તો અનાદિ અનંત અકૃત્રિમ સચ્ચિદાનંદ તત્ત્વ છે. આવા તો અનંત આત્માઓ છે તે કોઈ આત્મા પોતાની એક સમયની દશામાં આવતા નથી. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આવા સ્વતત્ત્વના લક્ષ વગર એક સમયની દશામાં પરસનુખની દૃષ્ટિથી એક અંશના લક્ષ ઉત્પન્ન થયેલા રાગ-દ્વેષ અને મિથ્યાત્વભાવ તે પણ કર્મ છે. આ ભાવકર્મ છે અને તેનાથી જડકર્મો બંધાય છે. વસ્તુ પોતે પરમસ્વરૂપ પરમાત્મા જ છે. જો વસ્તુ જ પૂરી ન હોય તો તો પર્યાયમાં પૂર્ણતા આવે જ નહિ. જેમ, લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ છે તો તેને ઘસવાથી બહાર આવે છે, જો વસ્તુમાં જ શક્તિ ન હોય તો પ્રગટ ક્યાંથી થાય? અંદરમાં જે શક્તિઓ પડી હોય તે જ બહાર આવે છે. ભગવાન આત્મામાં વસ્તુમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનાદિની શક્તિ છે તો તેમાંથી અરિહંત અને સિદ્ધદશા પ્રગટ થાય છે. વસ્તુ પોતે અનંતગુણનું નિધાન છે, ખાણ છે પણ તેની અંતરદષ્ટિ નહિ કરતાં અનાદિથી જીવે વર્તમાન અંશમાં પર તરફ જ દૃષ્ટિ કરી છે. વર્તમાનદશામાં પોતાના ત્રિકાળી સ્વભાવનું લક્ષ નહિ કરતાં પર ઉપર દૃષ્ટિ કરીને એણે વિકાર ઉત્પન્ન કર્યો છે, તેનાથી કર્મ બંધાય છે અને એ કર્મના ઉદયથી જીવ ચારગતિમાં રખડે છે ને નવા કર્મ બાંધે છે અને કર્મના અભાવથી તે મુક્ત થાય છે. આમ કહીને કર્મથી જીવ બંધાય છે અને કર્મથી મુક્ત થાય છે, વસ્તુ તો ત્રિકાળ મુક્ત જ છે એમ કહેવું છે. અહો ! ભગવાન તીર્થંકરદેવે કહેલો આવો ત્રિકાળ મુક્તસ્વરૂપ આત્મા છે તેને એણે અનંતકાળમાં એક સેકંડ પણ દૃષ્ટિમાં લીધો નથી. બાકી તો બધું કરી ચૂક્યો છે પણ એક આત્માને દષ્ટિમાં લીધો નથી. પૂર્વે અહીં ભગવાન બિરાજતાં હતાં, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ઈન્દ્રો આદિ સભામાં સાંભળવા આવતાં હતાં તેમની હાજરીમાં ભગવાન આમ ફરમાવતાં હતાં અને વર્તમાનમાં પણ મહાવિદેહમાં સીમંધરાદિ વશ ભગવંતો આમ ફરમાવે છે કે પ્રભુ ! નિશ્ચયનયે તું મુક્તસ્વરૂપ જ છો, આ ચારગતિનું બંધન અને બંધનનો અભાવ તારા સ્વરૂપમાં નથી. પર્યાયનયે બંધન અને મુક્તિ છે પણ વસ્તુમાં નથી. જેમ આ ધૂળ–જાડી માટી છે તેમ કર્મ એ જડ પુદ્ગલની ઝીણી ધૂળ છે. માટે તેને રજ' કહેવાય છે અને પુણ્ય-પાપના વિકલ્પને મળ કહેવાય છે. આ રજ અને મળથી જે રહિત થઈ ગયા છે તે ભગવાન છે. લોગસ્સમાં વિદૂય યમના આવે છે તેનો આ અર્થ છે. અર્થની અને વસ્તુની ખબર વિના મુખપાઠ બોલી જવાથી કાંઈ સિદ્ધિ નથી. વિહૂય એટલે વિશેષે અને રજ એટલે આઠ કર્મ અને મલ એટલે વિકારીભાવથી વિશેષ પ્રકારે જે રહિત થયા છે એવા ભગવાનને નમસ્કાર. અયથાર્થસ્વરૂપ અર્થાત્ અસભૂત વ્યવહારનયથી જ્ઞાનાવરણાદિ આઠકર્મોના બંધને જીવ કરે છે તથા અશુદ્ધનિશ્ચયનયથી રાગાદિ ભાવકર્મને જીવ કરે છે તથા દ્રવ્યકર્મ તથા ભાવકર્મથી મુક્ત પણ જીવ થાય છે તો પણ શુદ્ધપારિણામિકપરમભાવના ગ્રહણ કરવાવાળા Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૬ / [ ૨૮૯ શુદ્ધનિશ્ચયનયથી જીવ બંધ તથા મુક્તિને કરતો નથી. જીવ તો બંધ અને મુક્તિથી રહિત છે એમ ભગવાને કહ્યું છે. આ તો અંતરની વાતો છે, જીવે કદી સાંભળી નથી એવી વાતો છે માટે ધ્યાન રાખીને સમજજો. ભગવાન વાસ્તવિક રીતે આત્માનું સ્વરૂપ કેવું કહે છે કે તેણે કદી સાંભળ્યું નથી. એક આત્માનું સમ્યજ્ઞાન જીવે કર્યું નથી. એ સિવાય બીજું તો બધું કરી ચૂક્યો છે. શુભભાવ પણ એટલા કર્યા છે કે, તેના ફળમાં અનંતવાર સ્વર્ગમાં ગયો પણ જન્મ-મરણનો અંત ન થયો. અનેકવાર રાજા થયો, શેઠિયો થયો, ધૂળ એવા ધનનો સ્વામી થયો પણ ભગવાન આત્માની શ્રદ્ધા અને જ્ઞાન અનંતકાળમાં કદી ન કર્યા. અનાદિકાળથી જીવને આઠકર્મ સાથે વ્યવહાર નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે, વાસ્તવિક સંબંધ નથી એ બધી વાત આ એક ગાથામાં કહી દીધી છે. પણ આ વાત અત્યારે તો ચાલતી જ નથી. લોકો તો જેમ ધંધામાં હરિફાઈ કરે છે તેમ ધર્મના બહાને ક્રિયાકાંડ કરીને તેમાં હરિફાઈમાં ચડી ગયા છે. ભગવાન વસ્તુનું સ્વરૂપ શું કહે છે, તેને કોની સાથે શું સંબંધ છે, ક્યાં કારણે તે રખડે છે તેનો કોઈ વિચાર જ કરતું નથી. ભગવાન કહે છે, પ્રભુ! તું તો વસ્તુસ્વરૂપે અનંત બેહદ જ્ઞાન, આનંદનો કંદ છો, તારાં સ્વરૂપના અજ્ઞાનથી અનાદિથી તારે અનુપરિત અસભૂત વ્યવહારનયથી આઠ જડકર્મો સાથે સંબંધ છે. અનુપચરિત એટલે નજીકના સંબંધમાં, અસભૂત એટલે પરસત્તાવાળા જડકર્મો સાથે વ્યવહાર નામ જૂઠી નયથી જીવને સંબંધ થયો છે. સ્ત્રી, પુત્ર, ધનાદિનો સંબંધ 'તો દૂરનો છે તેના કરતાં આઠકર્મો તો જીવની સાથે એક ક્ષેત્રાવગાહ હોવાથી નજીક છે પણ એ જડ-માટી-ધૂળ છે અને આત્મા પોતે ચૈતન્ય છે. તે બેને ખરેખર સંબંધ ક્યાંથી હોય ! બંનેની જાત જ જુદી છે. પરંતુ રાગાદિ વિકાર તો જીવના વર્તમાન અંશમાં જ છે માટે તેની સાથે જીવને અશુદ્ધ નિશ્ચયનયથી સંબંધ છે. કર્મના રજકણો જીવના ત્રિકાળ સ્વરૂપમાં તો નથી પણ વર્તમાન અંશમાં પણ નથી માટે તેની સાથે તો અસભૂત જૂઠી નયથી સંબંધ કહ્યો છે પણ પુણ્ય-પાપના વિકલ્પોની અશુદ્ધતા તો જીવની દશા નામ વર્તમાન અંશમાં છે તેથી તેની સાથે પર્યાયર્દષ્ટિએ નિશ્ચય સંબંધ છે પણ તે અશુદ્ધ છે માટે અશુદ્ધ-નિશ્ચયનયથી સંબંધ કહ્યો છે. વેપારમાં પૈસા કમાવા માટે મજૂરી કરીને મરી જાય છે પણ આ સ્વરૂપ સમજવામાં મહેનત કરવી ગમતી નથી. વેપારમાં તો મજૂરી એટલે રાગ-દ્વેષ અને સંકલ્પ-વિકલ્પ કર્યા કરે છે તે જ મજુરી છે બાકી પૈસા પેદા કરવા તે કાંઈ તેના હાથમાં નથી. જડ વેપારની વ્યવસ્થા જડથી થાય છે આત્મા તેમાં કાંઈ કરી શકતો નથી. આત્મા તો સંકલ્પ-વિકલ્પના હિંડોળે હીંચકે છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ર0 ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જુઓ ! આ ગાથા બહુ અલૌકિક છે. આમાં તો પરમાત્માનો પ્રકાશ છે. શુભ-અશુભભાવની વૃત્તિઓ ઉઠે છે તે ભાવકર્મ છે. જીવની પર્યાયમાં થતાં ભાવો હોવા છતાં તે મળ હોવાથી તેને ભાવકર્મ કહેવાય છે. તે પર્યાયનું કાર્ય છે. દ્રવ્યનું કાર્ય નથી. દ્રવ્યવસ્તુમાં પર્યાય નથી, દ્રવ્ય તો દ્રવ્ય જ છે તેમાં વિકાર નથી. પર્યાયમાં વિકાર થાય છે. જે છે તે સત્ છે, સત્ છે તે અનાદિ અનંત છે. જીવ એક સત્ છે તેમાં બેહદ જ્ઞાન, દર્શન, વીર્યાદિ ગુણો રહેલાં છે તે તેનું સત્ત્વ છે તેની વર્તમાનદશામાં કર્મનો સંબંધ છે, પણ કર્મો ભિન્નપણે રહ્યા હોવાથી તેની સાથે સંબંધ કહેવો તે અસભૂત વ્યવહારનય છે અને જીવની પર્યાયમાં આ પુણ્યથી અને તેના ફળથી મને મજા છે, વિકલ્પથી મને ઠીક છે એવો જે મિથ્યાદેષ્ટિનો મિથ્યાત્વભાવ છે તે પોતાના અંશમાં હોવાથી તેની સાથે જીવને નિશ્ચયસંબંધ કહ્યો છે અને તે ભાવ મલિન હોવાથી તેને અશુદ્ધ નિશ્ચયનયથી જીવનો કડ્યો છે. ભગવાન આત્મા એક સેકંડના અસંખ્યમાં ભાગમાં પૂર્ણઘન આનંદકંદ વસ્તુ છે. તેનો અનાદર કરીને શુભાશુભરાગનો પ્રેમ કરે છે તેમાં તારાં જીવતરનો ઘાત થાય છે. આ હું નહિ, આ હું નહિ એવા જીવતરના ઘાતમાં અનંતકાળ ગયો. અનંતકાળમાં કદી એણે દ્રવ્ય તરફનું લક્ષ અને ધ્યેય કર્યું નથી. પર્યાય તો ક્ષણ પૂરતી છે. ભલે સિદ્ધની પર્યાય તો તે પણ સમયે સમયે નવી થાય છે. જ્યારથી સિદ્ધ થાય ત્યારથી સમયે સમયે નવી નવી સિદ્ધપર્યાય થયા કરે છે. માટે તો કહ્યું છે કે આત્મામાં અનંતા પરમાત્મા રહેલા છે. આત્માની આવી અનંતતાની અજ્ઞાનીને જ ખબર નથી. આવા બેહદસ્વભાવથી પૂર્ણ આત્મતત્ત્વનો આદર નહિ કરતા વર્તમાન અંશમાં, અંશનો આદર કર્યો તે મિથ્યાત્વભાવ છે. એ મિથ્યાત્વભાવ અશુદ્ધનિશ્ચયનયથી જીવમાં છે પણ શુદ્ધનિશ્ચયનયથી તે જીવમાં નથી. “શુદ્ધ નિશ્ચય એટલે શુદ્ધ સત્ ” તેનું સ્વરૂપ જાણ્યા વિના જીવે ચોરાશીના અવતારમાં કોઈ અવતાર બાકી રાખ્યો નથી એટલા અવતાર કરી લીધાં છે. એ વાત પછી કહેશે. ભગવાન ! આ ભગવાન તને તારી વાત કરે છે. સાંભળ તો ખરો ! સમવસરણ—ધર્મસભામાં દિવ્યધ્વનિમાં ભગવાન આમ ફરમાવતાં હતાં કે પ્રભુ! તું પૂસ્વરૂપે ભગવાન છો. તેનો તેં આદર ન કર્યો અને એક સમયની પર્યાયના લક્ષમાં ઊભો રહીને તેં મિથ્યાભ્રમ અને રાગ-દ્વેષ ઉત્પન્ન કર્યા છે. આ એક સમય નામ સૂક્ષ્યકાળમાં ઊભો થયેલો વિકાર છે. તેની સાથે તારે અશુદ્ધનિશ્ચયથી સંબંધ છે કેમકે તે તારી પર્યાયની અસ્તિમાં ઊભો થયેલો ભાવ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૯ ] [ ૨૯૧ બાપુ ! તું કોણ છો ! તારી ભૂલ કેટલા કાળની છે ! ભૂલ કેટલી છે ! તેનો તેં કદી વિચાર જ કર્યો નથી. ખરેખર તો તું અશુદ્ધ નિશ્ચયથી થયેલો વિકાર અને કર્મના સંબંધ વિનાનો છો. વસ્તુથી તું પૂર્ણ જ છો પણ વર્તમાન પર્યાયમાં વિકલ્પ ઊભો કરી, એ વિકલ્પ જ મારું સ્વરૂપ છે એવી મિથ્યાર્દષ્ટિથી વિકારનો સંબંધ થયો છે. તે અશુદ્ધ નિશ્ચયનયથી છે અને તેના નિમિત્તે બંધાયેલા કર્મોનો સંબંધ તો જીવની પર્યાયમાં પણ નથી માટે તે અસદ્ભૂત વ્યવહારનયથી જીવના કહેવાય છે ખરેખર તે જીવના સ્વરૂપમાં નથી. આ સમજવું જીવોને અઘરું પડે છે અને એમ.એ. અને એલ.એલ.બી.ની ડીગ્રી મેળવવી હોય તો એ બધું શીખે પણ એનાથી તારું હિત નહિ થાય ભાઈ ! એ તો બધું અજ્ઞાન છે. એનાથી પૈસા મળશે એમ માને છે પણ પૈસા તો પૂર્વના પુણ્યથી મળે છે, પૂર્વના પુણ્ય ન હોય તો ભણી-ભણીને મોટો બેરિસ્ટર થાય તોપણ પૈસા ન મળે. પ્રશ્ન :—મોટાભાગે તે ભણેલાંને પૈસા મળે જ છે. પૂજ્ય ગુરુદેવશ્રી :—ભણતરથી ધૂળેય પૈસા ન મળે. એ તો પૂર્વે પુણ્યના રજકણ | બાંધેલા હોય તેનાં પાકકાળે એવી સોગઠી ગોઠવાય જાય કે પાંચ-પચાશ લાખ કે કરોડ-બે કરોડ રૂપિયા મળી જાય છે. તે મારાં પુરુષાર્થથી મળ્યાં છે એમ કહેનારા મૂઢ તો બેવડું પાપ બાંધે છે. એક તો પૈસા કમાવાનો રાગ છે તે પાપ છે અને તે પૈસા પોતાના પુરુષાર્થથી મળે છે એમ માનીને ભેગું મિથ્યાત્વનું પાપ બાંધે છે. આ વીતરાગના રસ્તા જ જુદાં છે. દુનિયા સાથે તેનો મેળ ખાય તેમ નથી. પૈસા તો જડ છે તે તો જીવના થતાં નથી પણ તેની મમતા થાય છે તે જીવની પર્યાયમાં છે માટે જીવની સાથે તેને અશુદ્ધનિશ્ચયનયથી સંબંધ છે પણ જડ કર્મોની સાથે તો જૂઠી નયે સંબંધ માત્ર કહેવામાં આવે છે. ખરેખર કાંઈ સંબંધ નથી. તો પછી દુકાન, બાયડી-છોકરાં તો ઘણાં દૂર રહી ગયા. માટે તેનો જીવની સાથે ઉપરિત અસદ્ભૂત વ્યવહારનયથી સંબંધ કહેવાય છે. ઉપચરિત એટલે દૂરનો સંબંધ છે, અસદ્ભૂત એટલે પોતાની પર્યાયથી ભિન્ન છે અને વ્યવહાર એટલે નિમિત્ત સંબંધ છે. વાસ્તવિક સંબંધ નથી. શરીર પણ જીવથી તદ્ન ભિન્ન છે માટે તેની અવસ્થા કેમ થવી તેની સાથે જીવને સંબંધ નથી, શરીરની અવસ્થા જીવને આધીન નથી. અજીવતત્ત્વની અવસ્થા જીવતત્ત્વ કરી શકતું હોય તો અજીવ સ્વતંત્ર રહેતું નથી. ભાઈ! શરીર તો ધૂળ છે તે તારાં તત્ત્વમાં નથી. કર્મની ધૂળ પણ તારાં તત્ત્વમાં નથી. એ તો બધાં ભિન્ન રહેલાં અજીવ તત્ત્વો છે. તારાં તત્ત્વની એક સમયની અવસ્થામાં પુણ્ય-પાપના મેલા ભાવ એક સમય પૂરતાં સત્ છે તેનાથી તને બંધન છે અને તેનાથી મુક્તિ થઈ શકે છે. આમ પર્યાયમાં બંધન અને મુક્તિ છે, વસ્તુમાં બંધન અને મુક્તિ નથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ દ્રવ્ય અને પર્યાય એ વીતરાગ માર્ગના મૂળ એકડાં છે તેને સાંભળ્યા અને સમજ્યા વગર ધર્મ થાય તેમ નથી. વીતરાગે કહેલાં તત્ત્વો સંતોએ સહેલાં કરી દીધાં છે તેમાં ક્યાંય ગડબડ નથી. જેના જ્ઞાનમાં ત્રણકાળ અને ત્રણલોક ભાસ્યા છે તેની વાણીમાં તત્ત્વની જે સ્પષ્ટતા આવી છે તેમાં કયાંય ગડબડ હોય જ નહિ. જેમ જડકર્મો સાથે અસભૂતનય સંબંધ હતો તે છૂટતાં મુક્તિ થાય છે તે પણ અસભૂત વ્યવહારનયથી છે અને પુણ્ય-પાપભાવ સાથે અશુદ્ધ નિશ્ચયનયથી સંબંધ હતો તે છૂટતાં મુક્તિ થાય છે તે અશુદ્ધનિશ્ચયનયથી છે. વીતરાગનું કહેલું તત્ત્વ બહુ ગૂઢ છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાતનો મેળ ત્રણલોકમાં બીજા કોઈ સાથે થાય તેમ નથી. કોઈ પંથ કે કોઈ પક્ષ સાથે તે વાત ન મળી શકે. વસ્તુ અનાદિ-અનંત ધ્રુવ તત્ત્વ છે તેમાં આ બે પ્રકાર કહ્યાં છે. પુણ્ય-પાપરૂપ મલિનભાવનો સંબંધ એક સમયની અવસ્થામાં છે અને જડકર્મોનો સંબંધ અસદૂભૂત અનુપચરિત વ્યવહારનયથી છે, એ જ નથી તેની મુક્તિ કહી છે કેમ કે, નિશ્ચયનયથી તો પરમાત્મામાં બંધનું થવું કે બંધનું મુકાયું છે જ નહિ તેથી અશુદ્ધ નિશ્ચયથી રાગનું બંધન છે તેનું મુકાયું એટલે રાગથી છૂટવું તે પણ અશુદ્ધ નિશ્ચયનયથી જ છે ખરેખર તો અશુદ્ધ નિશ્ચયનય તે વ્યવહાર જ છે. કર્મોથી છૂટવું તે અસદ્દભૂત વ્યવહારથી છે. જે નયથી બંધન કહ્યું હતું તે જ નયથી મુક્તિ કહેવાય છે. નિશ્ચયથી વ્યસ્વભાવમાં બંધન અને મુક્તિ નથી એ વાત અહીં સિદ્ધ કરવી છે. ભલે બંધનથી મુક્ત થવામાં દ્રવ્યનો આશ્રય છે પણ દ્રવ્યમાં બંધ અને મુક્તિ નથી. ભાઈ ! ત્રિકાળી વસ્તુસ્વભાવમાં જો બંધ હોય તો તો વસ્તુનો જ અભાવ થઈ જાય અને વસ્તુસ્વભાવમાં મુક્તિ થવી એ પણ નથી કેમ કે, વસ્તુ મુક્ત થાય એટલે શું વસ્તુ મુક્ત હતી નહિ? અને નવી મુક્તિ થઈ ! વસ્તુ તો અનાદિ-અનંત છે તે નવી ન થાય. વસ્તુની એક સમયની પર્યાયમાં બંધ છે અને એક સમયની પર્યાયમાં મુક્તિ છે, વસ્તુમાં બંધ અને મુક્તિ છે જ નહિ. અહીં તો સંસાર અને મુક્તિ બંનેને વ્યવહારમાં ગણ્યાં છે ભાઈ ! તું ભગવાન જેવડો જ મોટો પદાર્થ છો. ભગવાનની વસ્તુમાં અને તારી વસ્તુમાં કાંઈ ફેર નથી. માત્ર હાલતમાં ફેર છે તે વ્યવહાર છે. પરમાર્થે વસ્તુમાં કાંઈ ફેર નથી. ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય છે. એકલો ચૈતન્યપ્રકાશનો પૂંજ છે. તેની એને ખબર નથી એટલે એક સમયની દશામાં મિથ્યાત્વભાવ ઊભો થયો છે તે ભાવકર્મ છે અને તેનું નિમિત્ત પામીને નવા જડકર્મો બંધાય છે તે દ્રવ્યકર્મ છે આ બંને બંધ છે અને તેનાથી મુક્તિ થાય છે પણ શુદ્ધ નિશ્ચયનયથી વસ્તુ તો જે છે તે છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૬ ) [ ૨૯૩ ખરેખર તો ભગવાન આત્માના વસ્તુસ્વરૂપનો આશ્રય લઈને જે પર્યાય પ્રગટ થાય છે તે પણ ભેદરૂપ છે માટે વ્યવહાર છે, આમ મોક્ષમાર્ગ પણ વ્યવહાર છે. આ દ્રવ્ય અને પર્યાયની વાત છે. નિશ્ચય-વ્યવહારની વાત નથી. પર્યાય છે તે વ્યવહારનયનો વિષય છે અને દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. વ્યવહાર તે એક અંશુ છે, સિદ્ધદશા પણ અંશ છે, ત્રિકાળીસ્વરૂપ નથી. સંસાર અને મોક્ષ બંને દશા છે, સંસાર તે વિકારીદશા છે અને મોક્ષ તે પૂર્ણ નિર્વિકારીદશા છે, હાલત છે અને વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ છે તેના ઉપર થયેલી આ બે પ્રકારની પર્યાય છે. અહો ! આવો ભગવાન આત્મા! કદી ઉત્પાદ્વ્યયમાં આવતો નથી–કદી પલટતો નથી સહજ સ્વભાવે રહેલો છે. ભગવાને જગતમાં છ દ્રવ્ય જોયા છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ છ પ્રકારના દ્રવ્યો છે તે દરેકમાં એક સેકંડના અસંખ્યમા ભાગમાં ઉત્પાદુ, વ્યય, ધ્રુવ થાય છે. એટલે કે નવી અવસ્થા થાય, જૂની અવસ્થા જાય અને વસ્તુ ધ્રુવ ટકી રહે એવું વસ્તુનું સ્વરૂપ ભગવાને જોયું છે. ભાઈ ! આ તો જૈનધર્મ એટલે વીતરાગમાર્ગ છે. પરમેશ્વરના ઘરનો-પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે. પોતાના પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે. વસ્તુ-આત્મા શુદ્ધ પારિણામિક પરમભાવ છે તેને ગ્રહણ કરવાવાળા શુદ્ધનિશ્ચયનયથી આત્મા બંધ અને મોક્ષને કરતો નથી. બંધ અને મોક્ષ તે અપરમભાવ છે, એક સમયની દશા છે, એક સમયની દશામાં જ બંધ એટલે કે મલિનતા છે અને તેના અભાવરૂપ નિર્મળતા તે પણ દશા છે. કેવળજ્ઞાન તે પણ નિર્મળદશા છે, ત્રિકાળી ચીજ નથી. કેવળજ્ઞાનમાં ત્રણકાળનું જાણવું થાય છે પણ કેવળજ્ઞાન પોતે એક સમયની દશા છે. બીજા સમયે બીજી અને ત્રીજા સમયે ત્રીજી એમ તે દશા પલટ્યા કરે છે. હવે આવી વાત છે તે સાંભળીને ઘરે જાય તો ઘરના પૂછે કે શું સાંભળી આવ્યા? તેને શું કહે ! વાર્તા હોય તો તો કહી દેવાય દે કાંઈ વ્રત, તપ, ત્યાગની વાત હોય તો કહેવાય પણ આવી વાત કેમ કહેવાય ! અહીં તો કહે છે વસ્તુના સ્વરૂપમાં શું છે અને શું નથી તેની ખબર વગર તું ત્યાગ શેનો કરીશ? સ્વભાવના ભાન વગર ત્યાગ કરવા જાય છે તે પોતાનો જ ત્યાગ કરે છે, તેની દૃષ્ટિમાં સ્વભાવ આવતો નથી. આ ગાથા તો મિથ્યા અભિપ્રાયને હલબલાવી નાખે તેવી છે. ત્રિકાળ સત...સત્..સત્ વસ્તુમાં બંધ અને મુક્તિ નથી. સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં ત્રિલોકીનાથ ભગવાન આમ ફરમાવતાં હતાં કે ત્રિકાળી વસ્તુમાં બંધ અને મુક્તિ નથી. મહાવીરાદિ ભગવંતો તો વર્તમાનમાં અરિહંતપદમાં નથી, એ તો સિદ્ધ થઈ ગયા પણ વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરાદિ વીશ તીર્થકરો અને લાખો કેવળીઓ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ) [ પ્રકાશ પ્રવચનો બિરાજી રહ્યાં છે. આ કોઈ વાત હંબક નથી. સિદ્ધ થઈ ગયેલી વાત છે. ત્રણેયકાળના ભગવંતો આ વાત ફરમાવે છે કે ત્રિકાળી વસ્તુ બંધ-મોક્ષથી રહિત છે. આવી બંધ, મોક્ષ રહિત વસ્તુ જ આરાધવા યોગ્ય છે-સેવવાયોગ્ય છે એટલે કે તેની દૃષ્ટિ કરીને અનુભવ કરવા લાયક છે. વસ્તુ જે અખંડાનંદ ચૈતન્યમૂર્તિ દ્રવ્ય છે તેના ઉપર મીટ માંડીને તેની એકાગ્રતા સેવવા જેવી છે. તેનું નામ ધર્મ અને મોક્ષમાર્ગ છે. ભાઈ ! તું તારી ચૈતન્યઋદ્ધિને સાંભળ તો ખરો ! સાંભળ્યા વિના સમજણ અને ધર્મ થાય તેમ નથી. બજારમાં શાક લેવા જાય તોપણ પહેલા નિર્ણય કરવો પડે છે કે "મારે આ શાક લેવું છે–શાક લેવા જાય ને કયું શાક લેવું છે તે ખબર ન પડે તો તે મૂરખ છે તેમ અહીં આત્મા જોઈતો હોય તો પહેલાં આત્માનું સ્વરૂપ નક્કી કરવું પડશે. આત્માને ગ્રહણ કરવો હોય તો પહેલાં આત્મા કેવો છે અને કેવડો છે તે બધું નક્કી કરવું પડશે. ધર્મ જોઈતો હોય તેણે ધર્મ ધ્યાંથી મળે અને ક્યાંથી ન મળે એ સમજણ પહેલાં જ કરવી જોઈએ. એ ખબર વિના ધર્મ ન થાય. ધર્મ તો શુદ્ધાત્મામાંથી આવે છે. કેવી રીતે આવે છે? –કે અખંડ આનંદ શુદ્ધ આત્મપ્રભુની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ કરવાથી ધર્મ આવે છે. ધર્મ બીજેથી કયાંયથી આવતો નથી. ધ્રુવ ચૈતન્યતારાને ઓળખીને, તેની દૃષ્ટિ કરીને તેમાં ઠરવા જેવું છે. આ વીતરાગ સર્વજ્ઞપરમાત્માએ કહેલો મોક્ષનો માર્ગ છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી, વીતરાગ સિવાય ત્રણકાળ ત્રણલોકમાં બીજે ક્યાંય ધર્મ નથી. આ ૬૫ ગાથા થઈ. હવે ૬૬મી ગાથામાં વીતરાગના વચનની આરાધનાની વાત આવશે કે જેના વગર જીવ ચારગતિમાં રખડ્યો છે. ભગવાન આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ છે એમ બતાવનારું વીતરાગનું વચન જ આરાધવાયોગ્ય છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ - ભગવાન કહે છે કે તું સાક્ષાત્ પરમાત્મા છો (સળંગ પ્રવચન નં. ૪૭) आत्मा पङ्गोः अनुहरति आत्मा न याति न आयाति । भुवनत्रयस्य अपि मध्ये जीव विधिः आनयति विधिः नयति ।।६६।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૬૬મી ગાથા છે તેમાં શ્રી યોગીન્દ્રદેવ જિનવચનની આરાધના વગર જીવે કેટલું ભ્રમણ કર્યું તે બતાવતાં કહે છે કે આ જગતમાં એવો કોઈ પ્રદેશ નથી કે જે જગ્યાએ જિનવચનની પ્રતીતિને નહિ પ્રાપ્ત થયેલો આ આત્મા ભટક્યો ન હોય. અર્થાત્ નિશ્ચય-વ્યવહારરત્નત્રયના કહેવાવાળા જિનવચનને નહિ પ્રાપ્ત થવાથી જીવે ચોરાશી લાખ યોનિઓમાં ભ્રમણ કર્યું છે–જન્મ-મરણ કર્યા છે. ભગવાનનું વચન કેવું છે? નિશ્ચયરત્નત્રય અર્થાત્ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતારૂપ અભેદ રત્નત્રય અને તેની સાથે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો, પંચ મહાવ્રત અને શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ તે વ્યવહારરત્નત્રય છે. તે બંનેનું પ્રમાણજ્ઞાન કરાવે એવું ભગવાનનું વચન છે. આત્મા, એક સમયમાં પૂર્ણ શુદ્ધ દ્રવ્યસ્વભાવે પરમાત્મા છે તેની અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્ર થાય છે, તે નિશ્ચયરત્નત્રય છે અને તેની સાથે નવતત્ત્વની શ્રદ્ધારૂપ, છ દ્રવ્યની શ્રદ્ધારૂપ, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યકત્વ તથા શાસ્ત્રના જ્ઞાનરૂપ વ્યવહાર સમ્યજ્ઞાન અને નિશ્ચયના ચારિત્ર સહિતનું પંચમહાવ્રતાદિના વિકલ્પરૂપ વ્યવહારચારિત્ર હોય છે એમ ભગવાનની વાણીમાં નિશ્ચય-વ્યવહાર-મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ આવે છે. અન્ય કોઈની વાણીમાં આવું વચન ન આવે. આ જીવે ભગવાનની વાણી તો સાંભળી પણ તેની પ્રતીતિ કરીને એવા નિશ્ચય-વ્યવહારરૂપ ભાવને ગ્રહણ કર્યો નથી તેથી ચોરાશી લાખ યોનિમાં રખડ્યો છે. જીવને ઉપજવાની જગતમાં ચોરાશી લાખ યોનિ છે. અનાદિથી જીવ આ યોનિઓમાં ભમી રહ્યો છે તેમાં કોઈ સ્થાન એવું નથી કે જ્યાં આ જીવ ન ગયો હોય. સિદ્ધભગવાન રહે છે ત્યાં પણ નિગોદપણે આ જીવ અનંતવાર જન્મી આવ્યો છે. ભગવાન આત્મા પરમાનંદસ્વરૂપ છે, તેના આનંદની પ્રાપ્તિ તે ખરેખર અભેદ રત્નત્રય છે એવા ભાવને કહેનારા જિનવચનમાં ઘણાં સિદ્ધાંતો આવી જાય છે. જેમ કે દુ:ખની પર્યાય પહેલાં હતી, દ્રવ્ય સુખરૂપ છે, પર્યાયમાં સુખની પ્રાપ્તિ થઈ શકે છે, સુખ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પ્રાપ્ત થતાં દુ:ખની પર્યાય નાશ પામે છે, દુઃખની પર્યાય છે ત્યારે સામે નિમિત્તરૂપ કર્મની પર્યાય પણ છે વગેરે ઘણી વાત ટૂંકામાં આવી જાય છે. સમયસારમાં કુંદકુંદ આચાર્યે આ વાત એ રીતે કહી કે સર્વજ્ઞ પરમાત્માથી માંડીને અમારા ગુરુપર્યંત બધાએ શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો છે એટલે કે આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે તે આનંદમય છે તેનો ઉપદેશ આપ્યો છે તેની પ્રતીતિ અને જ્ઞાન કરતાં અમને સ્વસંવેદનમાં જ્ઞાન અને આનંદનો વૈભવ પ્રગટ થયો છે તે વડે અમે સમયસાર કહીશું. અહીં કહે છે કે આત્માની દશામાં દુઃખ છે તેનો નાશ કરે એવા ભાવ ભગવાનની વાણીમાં રહેલાં છે. સત્ ચિદાનંદ આત્મા એકલા અતીન્દ્રિય આનંદનો જ રસકંદ છે. એવા અતીન્દ્રિય આનંદને પર્યાયમાં પ્રાપ્ત કરાવે અને સર્વ દુ:ખને મટાડે એવા જિનના વચનો છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તે અભેદ રત્નત્રય છે. સમ્યગ્દર્શન સુખરૂપ છે, જ્ઞાન સુખરૂપ છે અને ચારિત્ર સુખરૂપ છે. આ અભેદરત્નત્રયની સાથે ભેદરત્નત્રય એટલે વ્યવહારરત્નત્રય પણ હોય છે. ભગવાનની વાણી આ બંને પ્રકારના રત્નત્રયને કહેનારી છે એમ જ્ઞાન કરાવીને છેલ્લે સરવાળામાં એમ કહે છે કે વીતરાગની વાણી પરમ આનંદને પ્રાપ્ત કરાવનારી છે—પરમાનંદની પ્રાપ્તિમાં નિમિત્ત થનારી છે. આગળ ૬૪મી ગાથામાં જ્ઞાન-દર્શનની વાત આવી હતી કે આત્મા માત્ર જાણે છે અને દેખે છે. અહીં આ ગાથામાં આનંદની વાત લીધી અને હવે વીર્યની વાત ક૨શે, આમ ચાર ચતુષ્ટય લઈ લીધા છે. ભગવાન આત્મા વીતરાગ, નિર્દોષ આનંદકંદ સ્વરૂપ છે. સર્વજ્ઞ પરમાત્માએ વસ્તુ-સ્વરૂપ પ્રત્યક્ષ જોયું, જાણ્યું અને અનુભવ્યું છે—એવા એ ભગવાનની વાણી સમોસરણમાં સો ઇન્દ્રોની સમક્ષમાં ખરી છે. એ જિનવચનમાં એમ આવ્યું છે કે ભાઈ! તું પરમાનંદની મૂર્તિ છો તેની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતા કર તો તને આનંદ પ્રગટ થશે. એ જ ધર્મ છે. ભગવાનની વાણીમાં તો આમ આવે છે પણ જીવે અનંતકાળમાં કદી એ ભાવને પ્રાપ્ત કર્યો નથી તેથી ચોરાશી લાખ યોનિમાં કોઈ યોનિમાં જન્મ-મરણ એણે બાકી રાખ્યા નથી. ભગવાનની વાણીના ભાવને ગ્રહણ કર્યા વિના-સમજ્યા વિના જીવે ચોરાશીલાખ યોનિમાં જ ભ્રમણ કર્યું છે. શક્તિએ તો આત્મા મુક્તસ્વરૂપ જ છે. આત્માનું સત્ત્વતત્ત્વ તો પૂર્ણ આનંદ અને વીતરાગસ્વભાવવાળુ જ છે. વીતરાગ એટલે રાગથી રહિત જૈન એ કોઈ સંપ્રદાય નથી. જૈન એટલે વસ્તુનું સ્વરૂપ. જૈનપરમેશ્વરે કહેલો માર્ગ તે આત્માનો માર્ગ છે. રાગ-દ્વેષાદિ કષાય વિનાનો પરમાનંદરૂપ જીવનો ભાવ તે વીતરાગભાવરૂપ આત્મા છે. આવા વીતરાગભાવે Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૭) [ ૨૯૭ પરિણમેલા ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે, તારા વીતરાગ નિર્દોષ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને તેની શાંતિનું વેદન કરે !. જુઓ ! આ વીતરાગની વાણી અને વીતરાગની આજ્ઞા છે. વિતરાગની વાણી વિતરાગતાનું સ્વરૂપ કહે છે તેને સાંભળવા તો આ જીવ ઘણીવાર ગયો હતો પણ સમજ્યો ન હતો. મહાવિદેહમાં અત્યારે સાક્ષાત્ સીમંધર ભગવાન અરિહંતપદે બિરાજી રહ્યા છે તેમનું સમવસરણ એટલે જેમાં સો ઇન્દ્રો અને ત્યાં રહેનારા ઘણાં જીવો વાણી સાંભળવા જાય છે એમ દરેક જીવોએ ભગવાનની વાણી સાંભળી છે પણ તેનો ભાવ સમજી શક્યો નથી. મને રાગથી લાભ થાય છે, અથવા નિમિત્તથી લાભ થાય છે એવી ઉલટી માન્યતા રાખીને જિનવાણી સાંભળી છે. દરેક જીવનું સ્વરૂપ સર્વજ્ઞ વીતરાગસ્વરૂપ જ છે તે સ્વરૂપને જાણવાનું અને અનુભવવાનું તથા તેની શ્રદ્ધામાં સ્થિર થવાનું ભગવાનની વાણીમાં ફરમાન છે. પણ એ ભાવને જીવ કદી સમજ્યો નથી. મુમુક્ષુ અત્યારે અમારું સમજવાનું ઉપાદાન તૈયાર થઈ ગયું છે. પૂજ્ય ગુરુદેવશ્રી : ઉપાદાન તૈયાર જ છે. હંમેશા તૈયાર જ છે. “સબ અવસર આ ચુકા હૈ!” તારી નજરની આળસે ભગવાન દેખાયો નથી. વસ્તુ પોતે વીતરાગસ્વરૂપ છે અને તેના અવલંબનને જે શાંતિ પ્રગટે છે તે વીતરાગભાવ છે એમ વીતરાગભાવ બે પ્રકારે છે. આત્મા અતીન્દ્રિય આનંદનું મળ સર્વે છે તેમાંથી વીતરાગતા, આનંદ, શાંતિ આદિ પ્રગટ કર ! એમ જિનનું વચન છે. તેને અનંતકાળમાં ક્યારેય સમજ્યો નથી. તેથી ચોરશી લાખ યોનિમાં અવતાર ધારણ કર્યો છે. એક પણ અવતાર એવો નથી કે, જ્યાં આ જીવ જનમ્યો અને મર્યો ન હોય. દરેક જગ્યાએ ' અને દરેક યોનિમાં અનંતવાર જન્મ-મરણ કર્યા છે, કોઈ સ્થાન એણે બાકી રાખ્યું નથી. વીતરાગની વાણીમાં ચાર અનુયોગ આવે છે તે દરેકનો સાર આ છે કે, તું વીતરાગતા પ્રગટ કર ! તારું સ્વરૂપ વીતરાગ સ્વરૂપ છે તેની સન્મુખ થઈને વીતરાગી શ્રદ્ધા, વીતરાગી જ્ઞાન અને વીતરાગી ચારિત્ર પ્રગટ કર ! એ તાત્પર્ય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્ર એ વીતરાગતાનું જ રૂપ છે, આનંદરૂપ છે–સમ્યફચારિત્ર અતીન્દ્રિય આનંદરૂપ છે. ભગવાને ભલે ચાર અનુયોગ કહ્યા પણ તે બધાંનું તાત્પર્ય આ વીતરાગભાવરૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરવાનું જ છે. વિતરાગભગવાનના આ તાત્પર્યને નહિ પામીને આ જીવ ચાર ગતિ-ચોરાશી લાખ યોનિમાં-નરકમાં, નિગોદમાં, રંકમાં, કાગડામાં, કૂતરામાં, કંથવામાં, કુંજરમાં અનંત અનંત ભવ કરી રહ્યો છે. દરેક ભવ એકવાર નહિ અનંત અનંતવાર એ ભવો કર્યા છે કેમ કે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આત્મા તો અનાદિનો છે, અનાદિકાળથી ભમી જ રહ્યો છે. વીતરાગભાવ થાય તો જ મુક્તિ થાય તેમ છે. અનંતકાળ વીત્યો તેમાં એક ક્ષણ એને સ્વભાવની મહિમા આવી નથી. મને પરથી અને રોગથી લાભ થાય છે એવા શલ્યમાં રહી ગયો છે તેથી નિમિત્તની અને રાગની મહિમા કદી છૂટી નથી. ભગવાનની વાણીમાં તો બધી વાત સ્પષ્ટ આવે છે પણ જીવની શ્રદ્ધામાં બેસવી જોઈએ ને! શ્રદ્ધામાં બેસવું તે પોતાને આધીન છે, પરના આધારે શ્રદ્ધા થતી નથી. ભગવાન કોઈની શ્રદ્ધાને બદલી દેતાં નથી. જીવ પોતે ભગવાનની વાણીના તાત્પર્યને સમજે તો શ્રદ્ધા યથાર્થ થાય છે માટે ભગવાનની વાણીનું સેવન કરવું એટલે કે આત્માનું સેવન કરવું. બહુ ટૂંકામાં માર્ગની, માર્ગના ધ્યેયની અને વિરૂદ્ધમાર્ગની વાત કહી દીધી છે. વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ તે માર્ગ છે. આત્મા પરમાત્મા થાય એ માર્ગનું ધ્યેય છે. માર્ગના ફળમાં મુક્તિ છે. અને માર્ગથી વિરૂદ્ધ ચાલવાના ફળમાં ચાર ગતિમાં ભ્રમણે. થાય છે. નિજ વસ્તુને એણે ક્યારેય દૃષ્ટિમાં લીધી જ નથી. દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, પૂજા આદિ અનંતવાર કરી ચૂક્યો તેનાથી શુભકર્મ બંધાયા પણ જન્મ-મરણનો અંત આવ્યો નથી. આ ગાથામાં જિનવાણીનું તાત્પર્ય કહ્યું, હવે આત્મા વસ્તુ કેવી છે કે જેના લક્ષ-આશ્રયે જ વીતરાગભાવ પ્રગટે અને તે મુક્તિનું કારણ થાય અને તેનાથી વિરૂદ્ધભાવના આશ્રયે સંસાર ફળે છે એવી આત્મવસ્તુ કેવી છે તે ૬૬મી ગાથામાં કહે છે. હે જીવ! આ આત્મા પંગુ સમાન છે તે ન ક્યાંય જાય છે કે ન આવે છે. કર્મ જ જીવેને ત્રણ લોકમાં આમથી તેમ ભમાવે છે. શુદ્ધ નિશ્ચયનયથી આ આત્મા અનંતવીર્યનો ધારણ કરવાવાળો હોવાથી શુભાશુભ કર્મબંધનથી રહિત છે. કર્મ બાંધવાની અને પરિભ્રમણ કરવાની તેનામાં શક્તિ નથી. વસ્તુ તો અખંડાનંદ ચૈતન્યકંદ છે એ તો અનંતવીર્યનો (અનંતબળનો) ધણી છે. આ દ્રવ્યસ્વભાવની વાત છે, પર્યાયની વાત નથી. આગળ અનંત જ્ઞાન અને અનંત આનંદની વાત આવી ગઈ. અહીં કહે છે આત્મા અનંતવીર્યવાન છે. તેમાં શુભ-અશુભકર્મોનું બંધન નથી. વસ્તુમાં બંધન કેવું ! વસ્તુમાં બંધન હોઈ જ ન શકે. આત્મા વસ્તુ બંધન અને મુક્તિથી રહિત છે. એક સમયની પર્યાયમાં બંધન અને મુક્તિ છે. નિજ વસ્તુ–એકરૂપ નિજ પરમાત્મવસ્તુની ભાવના એટલે સ્વભાવસનુખની વીતરાગીપર્યાય–શ્રદ્ધા, જ્ઞાન, શાંતિની પર્યાય તે સંવર એને નિર્જરા તત્ત્વ છે. તેનાથી વિરૂદ્ધ પય-પાપ ભાવરૂપ આસ્રવ અને બંધ તત્ત્વ છે. તે Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૭ [ ૨૯૯ શુભ-અશુભ ભાવો વડે કર્મોનું બંધન થાય છે. આમ, અહીં સાતેય તત્ત્વ સિદ્ધ થાય છે. નિજ શુદ્ધાત્મા તે જીવ છે, તેની ભાવનારૂપ પરિણતિ-નિર્મળ વીતરાગી પર્યાય તે સંવર, નિર્જરા અને મોક્ષ છે પણ વર્તમાનમાં અજ્ઞાની જીવને સ્વભાવ સન્મુખની ભાવના નહિ હોવાથી પર્યાયમાં નિર્મળતા નથી. તો શું છે ! કે–મન, વચન, કાયાના લક્ષે શુભ-અશુભભાવ થાય છે તે આસવતત્ત્વ છે તેના વડે જીવને કર્મોનું બંધન થાય છે અને અનેક શરીરો ધારણ કરે છે તે એજીવતત્ત્વ છે. જ વીતરાગનું આ તત્ત્વ સમજવું એ કાંઈ સાધારણ વાત નથી. સામાયિક, પૂજા, ભક્તિ કરી લેવાથી આ તત્ત્વ સમજાય જાય તેમ નથી. વીતરાગે કહેલાં નવતત્ત્વો જીવે કદી યથાર્થપણે જાણ્યા જ નથી. નિજ શુદ્ધાત્માની સન્મુખની ભાવના નથી તેથી વિમુખ ભાવનાથી પુણ્ય–પાપભાવ થાય છે તેના વડે જીવ કર્મોના બંધનથી બંધાઈને પંગુ થઈ ગયો છે. વસ્તુ પોતે તો જેમ છે તેમ છે અને જ્યાં છે ત્યાં છે તેમાં તો કાંઈ ફેરફાર નથી પણ પર્યાયમાં મન, વચન, કાયાના નિમિત્તે પુણ્ય–પાપ ભાવ થાય છે. તેનાથી કર્મ બંધાય છે અને કર્મના ફળમાં ચાર ગતિ ચોરાશી લાખ યોનિમાં જીવને ફરવું પડે છે. જ્ઞાતા-દ્રષ્ટાનો પિંડ, આનંદનો પિંડ, વીર્યનો પિંડ એવો ચૈતન્ય વસ્તુ પોતે તો એવો ને એવો જ છે પણ એક સમયની પર્યાયમાં ઊભા કરેલા અજ્ઞાન વડે કર્મબંધન થયું છે અને તેનાથી અનંત અવતાર થયા છે. દ્રવ્ય તો જેમ છે તેમ છે. તો શું કર્મ જ તેને રખડાવે છે?—ના. કર્મ રખડાવતાં નથી પણ અજ્ઞાનથી પર્યાયમાં જે ભાવકર્મ થાય છે તેના કારણે રખડવું પડે છે. વસ્તુમાં તો ભાવકર્મ પણ નથી અને વ્યકર્મ પણ નથી. વસ્તુ તો આનંદકંદમૂર્તિ છે. -અનંત ચતુષ્ટયથી યુક્ત છે એ ચતુષ્ટય એટલે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય તો જેમ છે તેમ છે તેને કર્મ કાંઈ નુકશાન કરી શકતું નથી. પર્યાયમાં ભાવકર્મ થાય છે તેનાથી દ્રવ્યકર્મ બંધાય છે અને તેનાથી ચાર ગતિમાં ભ્રમણ કરવું પડે છે. ઈશ્વરને કર્તા માનીએ તો આ બધી ઉપાધિ મટી જાય..એમ નથી ભાઈ ! તારો ઈશ્વર તું છો. તને સુખી-દુ:ખી કરનારો બીજો કોઈ ઇશ્વર તારા ઉપર નથી. ત્રણકાળ ત્રણલોકમાં જગતનો કર્તા કોઈ ઈશ્વર છે નહિ. ઈશ્વર એટલે અનંત શક્તિનું સત્ત્વ તે પોતે જ છે. આ થર તત્ત્વ-નિજ આત્મદ્રવ્ય ક્યાંય ઉપજતું કે મરતું કે રખડત નથી આ ભાઈ! તે તારા નિજ ઈશ્વરને ન જાણ્યા. ઈશ્વરના અજ્ઞાનમાં રાગની અધિકતા માની, વિકાર કરીને કર્મ બાંધ્યા છે. એ વિકાર પર્યાયમાં છે, દ્રવ્યમાં વિકાર નથી. પર્યાય તે વ્યવહારનયનો આત્મા છે. નિશ્ચયનયનો આત્મા દ્રવ્ય છે તેમાં વિકાર નથી. પર્યાયમાં વિકાર છે તે ટળીને પર્યાયમાં નિર્વિકારપણું પ્રગટ થાય છે તે બધું અભૂતાર્થ છે. ભૂતાર્થ-ત્રિકાળ વસ્તુ તો જેમ છે તેમ જ છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩00 [ રમપ્રકાશ પ્રવચનો વ્યવહારનયથી પર્યાયમાં વિકાર તો હતો જ. તેથી જ વ્યવહારથી કર્મોનું બંધન બરાબર હતું, અર્થાત્ નિમિત્તથી કર્મબંધનથી જીવ બંધાયો છે તેથી પંગુની જેમ જીવ ચાર ગતિમાં ગમન-આગમન કરે છે. વસ્તુ પોતે એકરૂપ ચિહ્વન પરમાત્મસ્વરૂપ છે તેને ઓળખ્યા વિના, તેને માન્યા વિના હે જીવ! તે એક અંશમાં પૂર્ણતા માની લીધી છે. જીવતત્ત્વને ન માન્યું અને પુણ્ય-પાપતત્ત્વને જ જીવતત્ત્વ માની લીધું છે. તેથી પુણ્ય-પાપ ભાવ થાય છે અને કર્મ બંધાય છે તેના ફળમાં પુણ્ય-પાપની ગતિઓમાં રખડવું થાય છે. વ્યવહારથી ભૂલ થાય છે અને ભૂલના ફળમાં રખડવું થાય છે પણ નિશ્ચયથી વસ્તુ તો જેમ છે તેમ જ છે. જેમ જેલમાં રહેલો અપરાધી પોતાની જાતે ક્યાંય જઈ કે આવી શકતો નથી, ચોકીદારો લઈ જાય ત્યાં જાય છે અને આવે છે. તેમ આત્મા પોતે તો પંગુ સમાન છે. વ્યવહારથી થયેલી પોતાની ભૂલને વ્યવહારથી ભોગવે છે. વસ્તુ તો વસ્તુપણે ત્રિકાળ એકરૂપ જેવી છે તેવી જ છે. બાપુ! આ તો પરમ સત્યનો પંથ છે, કલ્પિત વાત નથી. ભગવાન સર્વજ્ઞદેવે ત્રણકાળ ત્રણલોક જેમ જોયા, તેમ છે અને જેમ છે તેમ જોયા છે અને તેમ જ કહ્યા છે. ત્રણકાળ ત્રણલોક જેમ છે તેમ ભગવાને જોયા અને એમ જ વાણીમાં કહ્યાં છે...આ વીતરાગનો માર્ગ છે. ભગવાન કહે છે તારો આત્મા પરમાત્મા છે. તારી વસ્તુમાં કાંઈ અશુદ્ધતા આવી નથી. વસ્તુ કદી પરિભ્રમણ કરતી નથી. વસ્તુનો કદી અભાવ થતો નથી. વસ્તુની મહિમા બતાવવા આ વાત કરી છે. કર્મે રખડાવ્યા છે એમ કહ્યું એટલે કે પર્યાયમાં તારી ભૂલ થઈ છે તેથી પદૈષ્ટિએ તું રખડ્યો છે. દ્રવ્યની ભૂલ નથી અને દ્રવ્ય રખડતું નથી. એક સમયની અવસ્થાનો આશ્રય લીધો છે માટે તું રખડ્યો છો, ત્રિકાળનો આશ્રય લીધો નહિ, તેથી વીતરાગદશા પ્રગટ ન થઈ. અનાદિથી તું વીતરાગસ્વભાવી તત્ત્વ છો. તે તત્ત્વ એ જ આત્મદ્રવ્ય છે તેની ભાવના ન કરી અને તેનાથી વિરૂદ્ધભાવની ભાવના કરી આશ્રય લીધો એટલે રાગની ઉત્પત્તિ થાય છે અને રાગમાં લાભ માને એટલે મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. તેનાથી વળી મિથ્યાત્વ સહિતના પુણ્ય-પાપકર્મ ઘાતિ અને અઘાતિકર્મરૂપે બંધાય છે અને તેના ફળ અનુસાર જીવનું સંસારમાં પરિભ્રમણ થાય છે. આમ, પર્યાયમાં ભૂલ થાય છે અને પર્યાયમાં પરિભ્રમણ થાય છે. દ્રવ્ય તો અનાદિથી જેમ છે તેમ જ છે. પરના લક્ષે જે વિકૃતભાવ થાય છે તે જીવનો સ્વભાવ નથી, વિભાવ છે માટે તે સ્વદ્રવ્ય નથી, પરદ્રવ્ય છે. સ્વભાવથી વિરૂદ્ધ જાત છે માટે તે પરદ્રવ્ય છે તેનાથી પર્યાયમાં જીવ રખડ્યો છે. તેને કર્મથી રખડ્યો એમ કહેવાય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૭ [ ૩૦૧ ભગવાન આત્મા પરમાત્માની પ્રાપ્તિમાં રોકવાવાળા ચતુર્ગતિરૂપ સંસારના કારણરૂપ કર્મો વડે ત્રણ જગતમાં ગમન-આગમન કરે છે. એક ગતિથી બીજી ગતિમાં જાય છે. પોતાના ધ્રુવસ્વભાવના આશ્રય વિના એક સમયની વર્તમાન વર્તતી પર્યાયનો આશ્રય કરી, અજ્ઞાનભાવ ઉત્પન્ન કરી ચાર ગતિમાં રખડે છે. અજ્ઞાનભાવ તે આત્મા નથી. વ્યવહારે તેને આત્મા કહેવાય, પણ નિશ્ચયથી તે જ અનાત્મા છે. નિશ્ચય આત્મા તે જ વાસ્તવિક આત્મા છે. સમજાણું કાંઈ ! • તત્ત્વાર્થસૂત્રમાં ઉદયભાવને પણ જીવતત્ત્વ કહ્યું છે, તે વ્યવહાર આત્મા છે. તેમાં પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે, પણ નિશ્ચયનયનો આત્મા વ્યવહારની પર્યાયમાં આવતો નથી. વીતરાગની શૈલી ગજબ છે ! ચારેય તરફથી એક સત્યને જ કહેવાવાળી છે. યથાર્થ તત્ત્વ શું છે અને વિપરીત તત્ત્વ શું છે તેને સિદ્ધ કરનારી છે. પોતાના પરમાત્મસ્વભાવનો આશ્રય કરતો નથી અને એક સમયની પર્યાયનો આશ્રય લઈને વિકારથી કર્મ બાંધે છે અને તેના ફળમાં જીવ રખડે છે પણ વસ્તુ તો જેમ છે તેમ છે. આત્મદ્રવ્યમાં તો પરમાત્મા થવાની જ શક્તિ છે. વિકારી થવાની શક્તિ આત્મદ્રવ્યમાં નથી. આત્મશક્તિ તો ત્રિકાળ એકરૂપ છે. પર્યાયમાં વિકાર થાય છે તે કર્મની શક્તિ છે—ભાવકર્મની શક્તિ છે. શ્રીમદ્ભુએ લખેલી ક્ષમાપનામાં આવે છે ને ! હે ભગવાન ! હું ભૂલ્યો, હું રખડ્યો, આપે કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહિ...જુઓ ! ‘ઓળખ્યા નહિ’ એમ કહ્યું છે. પાળ્યાં તો નથી પણ ઓળખ્યા પણ નથી, ઓળખ્યા વિના પાળે ક્યાંથી ? ભગવાન કહે છે તું પોતે જ સાક્ષાત્ પરમેશ્વર છો. વસ્તુ તરીકે આત્મા ત્રણકાળે પ્રગટ પુરુષોત્તમ છે અને પર્યાયમાં પરમાત્મપણું પ્રગટ થાય ત્યારે વ્યક્ત પુરુષોત્તમ છે. આત્માને કોઈ મા-બાપથી કે શરીરથી ઓળખાવાય એવો છે જ નહિ. સારાંશ એ છે કે વીતરાગ પરમ આનંદરૂપ તથા બધી રીતે ઉપાદેયરૂપ પરમાત્માથી (પોતાના સ્વરૂપથી) ભિન્ન જે શુભ, અશુભ કર્મ છે તે ત્યાગવા યોગ્ય છે. વીતરાગ એટલે રાગાદિ દોષથી રહિત....તેમાં રાગને છેલ્લે મૂકવાનું કારણ એ છે કે, દ્વેષ પહેલાં જાય છે અને રાગ પછી જાય છે તેથી જેને રાગ પણ નાશ પામ્યો તેને સર્વ દોષો નાશ પામ્યા જ છે તે નિર્દોષ જ હોય અને આત્મદ્રવ્ય તો સદાય નિર્દોષ જ છે. વળી વીતરાગી પરમ આનંદરૂપ છે—પરમ સુખરૂપ છે તથા સર્વ રીતે ઉપાદેય છે, માટે તેમાં જ નજર નાંખીને તે જ આદરવા લાયક છે. નજર નાંખવી એટલે કે આદર કરવો. આનંદમય સ્વભાવ ઉપાદેય છે અને તેનાથી ભિન્ન એવા શુભ, અશુભકર્મ ત્યાગવા યોગ્ય છે. એક સમયમાં ધ્રુવ ચૈતન્ય આનંદકંદ વીતરાગ પરમાત્મતત્ત્વ અંતરદૃષ્ટિ કરવા લાયક Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે—તેમાં દૃષ્ટિ સ્થાપવા જેવી છે અને શુભ-અશુભભાવ તથા શુભ-અશુભકર્મ છોડવા લાયક છે. આ સારાંશ છે. તું નાનો નથી..તને તેં નાનો માન્યો એ તારી ભ્રમણાની ભૂલ છે. ભગવાન કહે છે અમે પરમાત્મા થયા તો એ પરમાત્મદશા ક્યાંથી આવી એ તને ખબર છે? અંદરમાં ભરી હતી તે બહાર આવી છે. શક્તિ હતી તે પ્રગટ થઈ છે. જેમ કુવામાં હોય તે અવેડામાં આવે છે તેમ અમારી જેવી પરમાત્મદશા તારી ચીજમાં પણ પડી છે તેમાંથી પ્રગટ કર અમારી સામે જોવાથી તારી નિર્મળતા નહિ પ્રગટે. તું તારી સામે જો તો પ્રગટશે. કેમ કે જેમાં હોય તેમાંથી આવે ને ! બધું તારામાં જ છે. આ વાત બેસવી એને કઠણ પડે છે. બીડી પીધા વિના ચાલે નહિ ને હું પરમાત્મા ! હા. પર્યાયમાં તેં ઘાલમેલ કરી છે. તારી વસ્તુમાં તો ત્રિકાળી શક્તિ એવી ને એવી છે. તેં સુખસ્વરૂપને આદર્યું નથી માટે સુખી થયો નથી. કર્મે તને રખડાવ્યો નથી. તારો દોષ એ જ કર્મ છે.—એ જ કર્મની શક્તિ છે. તારામાં દોષ કરવાની શક્તિ નથી. પુણ્ય-પાપના વિકલ્પો એ દ્રવ્યની શક્તિ નથી, કર્મની શક્તિ છે. તેનો તેં આદર કર્યો છે તેથી રખડ્યો છો. ભાઈ! તું કર્મ કરવા માટે અને રખડવા માટે પાંગળો છો. તારામાં તો તારા સ્વરૂપની રચના કરે એવું અનંતવીર્ય છે. રાગની રચના કરે એવું તારું વીર્ય નથી. રાગની રચના કરે એ તો અનાત્મવીર્ય છે. વાહ રે વાહ ! શું આ સત્યની પ્રણાલિકા ! ત્રણકાળ ત્રણલોકમાં ક્યાંય ફરે નહિ ને એક ધારાપ્રવાહ રહે એવી વીતરાગી સંતોની કથની છે. કહે છે કે સ્વરૂપને રચે તે આત્મવીર્ય છે. ભગવાન ભગવાનને કહે છે તું પૂર્ણ વીર્યનો પિંડ છો હો ! શુભાશુભરાગમાં કામ કરે છે તે તારું વીર્ય નથી. રાગને રચે એ કાંઈ તારું વીર્ય કહેવાય ? એ તો કર્મનું વીર્ય થયું ગણાય. સ્વરૂપવીર્યના ભાન વિના અજ્ઞાનભાવે તે જ એ કર્મવીર્યને ઊભું કર્યું છે તેથી તને એ રખડાવે છે માટે એમ જાણીને હવે તે ત્યાગવા યોગ્ય છે. આ પ્રકારે કર્મની શક્તિના સ્વરૂપને કહેવાની મુખ્યતાથી આઠ દોહા કહ્યાં. ભગવાન આત્માની શક્તિ તો અંતરમાં છે. વીતરાગી શ્રદ્ધા-જ્ઞાનને રચે તે આત્માનું વીર્ય કહેવાય. અજ્ઞાનપણે જે વીર્ય કામ કરે છે તે સ્વરૂપવીર્ય નહિ પણ કર્મવીર્ય છે એમ કરીને જીવના દોષને કર્મમાં નાંખીને કર્મે તને રખડાવ્યો અને કર્મ તને ગમન-આગમન કરાવ્યું છે, તું તો જેમ છો તેમ છો એમ વસ્તુની મહિમા બતાવવા જીવની ભૂલને કર્મમાં નાંખીને જીવની શક્તિને જુદી પાડી દીધી છે. તું તો અનંતબળનો ધણી—ભગવાન છો. તે જ ઉપાદેય છે બાકી બધું હેય છે છોડવાલાયક છે. * Page #316 -------------------------------------------------------------------------- ________________ XaXRXASRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRS હું પરમભાવસ્વરૂપ આત્મા પોતે જ પરમાત્મા છે ? KRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRURXX | (સળંગ પ્રવચન નં. ૪૮) आत्मा आत्मा एव परः एव परः आत्मा परः एव न भवति। પર વ વવવિપિ ગાભા નૈવ નિયમન કમત્તિ યોનિનઃ II૬૭ll नापि उत्पद्यते नापि म्रियते बन्धं न मोक्षं करोति। जीवः परमार्थेन योगिन् जिनवरः एवं भणति॥६॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૬૭મી ગાથા છે. ભેદાભેદ રત્નત્રયની ભાવનાની મુખ્યતાથી જુદા જુદા નવ સૂત્ર યોગીન્દ્રદેવ કહેવાના છે તેમાંથી આ પ્રથમ સૂત્ર છે. નિજ વસ્તુ જે આત્મા, તે આત્મા જ છે અને દેહાદિ સર્વ પદાર્થ પર છે તે પર જ છે. આત્મા કદી પર થતો નથી અને પારદ્રવ્ય આત્મા બનતાં નથી. આત્મા ત્રણકાળમાં કદી શરીરપણે, કર્મપણે કે વિકારપણે થતો નથી અને શરીર, કમ તથ વિકાર કદી આત્મારૂપ થતાં નથી એમ સર્વજ્ઞ પરમેશ્વર નિશ્ચયથી કહે છે. યોગીઓના પણ ઈશ્વર એવા યોગીશ્વર પરમાત્મા નિશ્ચયથી એમ કહે છે કે કર્મ અને શરીર કદી આત્મા થતાં નથી. અરે ! અંદરમાં જે દયા, દાન, વ્રતાદિના વિકલ્પ ઊઠે છે તે પણ આત્મારૂપ થતા નથી. અનાદિથી આત્મા આ બધાંથી ભિન્ન છે. ભાવાર્થ: શુદ્ધાત્મા તો કેવલજ્ઞાનાદિ સ્વભાવ છે. કેવલ એટલે અહીં કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. કેવલ-માત્ર કેવલ એટલે કેવળજ્ઞાન, કેવળદર્શન, પ્રભુતા, સ્વચ્છતા આદિ ગુણોથી ભરેલો કેવળ આત્મા છે તે જડરૂપ નથી અને પુણ્ય-પાપ ભાવ તો જડ છે તે-રૂપે આત્મા કદી થયો નથી. ભગવાન તો અનાદિથી જ્ઞાયકસ્વભાવે શુદ્ધ શુદ્ધ જ રહ્યો છે તે કદી પુણ્ય-પાપ, શરીરરૂપે થયો નથી. જો એક તત્ત્વ બીજા તત્ત્વરૂપે થઈ જાય તો નવ તત્ત્વ જ ન રહે. આત્મા સદાય જ્ઞાયકભાવે જ રહ્યો છે. કદી આસવ-બંધ કે કર્મ, શરીરાદિ અજીવ તત્ત્વપણે થયો નથી અને આસવ, બંધ તથા અજીવાદિ કદી આત્માપણે થયાં નથી. એક તત્ત્વ બીજા તત્ત્વરૂપે થાય તો એ તત્ત્વ જ ન રહે. આવા તત્ત્વસ્વરૂપની ખબર ન હોય અને ધર્મ કરવા માગે તો ન થાય. આત્મા તો માત્ર શુદ્ધાત્મસ્વરૂપ જ છે, જડરૂપ કે ઉપાધિરૂપ નથી. એ તો એકલો જ્ઞાન, એકલી શ્રદ્ધા, એકલી ઈશ્વરતા, સ્વચ્છતા, શાંતરસરૂપે રહ્યો છે. એવા આત્માને જાણ્યા Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો વિના, તેની શ્રદ્ધા કર્યા વિના ધર્મ થાય તેમ નથી. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું જાણે તો તેને સમ્યજ્ઞાન કહેવાય. જેવું છે તેવું ન જાણે તેને સમ્યફ કેમ કહેવાય ! મૂઢ મિથ્યાષ્ટિ અનાદિથી પરમાં અને રાગમાં પોતાપણું માનીને જ રખડ્યો છે. , ભલે તે સાધુ થયો પણ પુણ્યભાવ તે મારા છે એવી બુદ્ધિથી તે રખડ્યો જ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, યાત્રાના ભાવ પણ આત્મા નથી, તે જડમાં જાય છે. જડ કદી આત્મારૂપ થતાં નથી. ઉપાધિભાવ કદી સ્વભાવભાવરૂપ થતાં નથી. આત્મા તો અનંતવીર્યની પૂતળી છે તે રાગરૂપે કેમ થાય? અને રાગ તે આત્મારૂપે કેમ થાય? ઈચ્છાથી જે વૃત્તિ ઊઠે છે તે બધી પરવસ્તુ છે. કામ-ક્રોધ આદિ પરવસ્તુ ભાવકર્મ. દ્રવ્યકર્મ, નોકર્મ છે તે પર જ છે, જીવના પોતાના નથી. આમ કહીને “કામ”માં ઈચ્છા અને ક્રોધમાં ટ્રેષાદિ સર્વભાવ ભાવકર્મમાં લઈ લીધા છે તે બધો ઉપાધિભાવ છે–જડ છે, ચૈતન્ય નથી. આઠ કર્મો છે તે દ્રવ્ય કર્મ છે અને શરીર, વાણી આદિ નોકર્મ છે અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિની વૃત્તિ ઊઠે છે તે ભાવકર્મ છે. તે ત્રણેય પ્રકારના કર્મ પર છે, જીવના પોતાના નથી તો જીવના પોતાના ભાવ શું છે? –કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા એ બધાં જીવના નિજભાવ છે આવો ભાવમયી આત્મા ત્રણકાળમાં કદી રાગ-દ્વેષ, ઇચ્છા, કર્મ કે નોકર્મરૂપ થતો નથી અને કર્મ, નોકર્મ તથા ભાવકર્મ કદી જીવરૂપ થતાં નથી. વસ્તુસ્વભાવે આત્મા આવો છે છતાં તેની પર્યાયમાં કેવી દશા થઈ રહી છે તે હવે કહે છે. Wઆ આત્મા સંસાર અવસ્થામાં જો કે, અશુદ્ધ-નિશ્ચયનયથી કામ-ક્રોધાદિરૂપ થઈ ગયો છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિરૂપે પર્યાય થઈ છે પણ વસ્તુ એ રૂપે થઈ નથી. પુણ્ય-પાપના ભાવ તો મલિન છે, પર્યાયમાં તે ભાવ એકાકાર છે માટે એક સમય માટે તે પર્યાયમાં તન્મય છે પણ વસ્તુ આખી તન્મય નથી. અજ્ઞાનીએ એમ માન્યું છે કે હું પુણ્ય-પાપરૂપ થઈ ગયો છું તેથી એ અપેક્ષાએ પર્યાયમાં મલિનતા છે. હું મલિન થયો છું એવી માન્યતા એ જીવે પોતે ઊભી કરી છે એ એનો દોષ છે. ઉલટી માન્યતા અજ્ઞાનીએ પોતે કરી છે માટે અવસ્થામાં પોતે એ રૂપે થયો છે. અશુદ્ધ નિશ્ચયથી મલિનતા છે પણ વસ્તુદૃષ્ટિથી જોઈએ તો વસ્તુ તો વસ્તુ છે./ ૪જીવની અવસ્થામાં વ્રત, તપ, દાન, ભક્તિ, જાત્રાનો વિકલ્પ ઊઠે છે તે વિકાર છે, આત્મા નથી. છતાં તેણે એમ માન્યું છે કે, હું આસવરૂપે થયો છું, હું ભાવબંધરૂપે થયો છું. આવી માન્યતા છે તેથી અશુદ્ધ નિશ્ચયનયથી પોતે મલિન થયો છે પણ પરમભાવ ગ્રાહક શુદ્ધનિશ્ચયનયથી જોઈએ તો આત્મા પોતાના જ્ઞાનાદિભાવ છોડીને કામ-ક્રોધાદિરૂપે કે દયા-દાન-વ્રતરૂપે થયો નથી, નિજભાવરૂપ જ રહ્યો છે. જ્ઞાયકભાવ કદી વિકારી અવસ્થારૂપે થયો નથી, Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૮ ] | ૩૦૫ અનાદિથી આત્મા અતીન્દ્રિય જ્ઞાનાનંદ આદિ મહાન ગુણનો ધારક શુદ્ધ હોવા છતાં એણે માન્યતામાં પોતાને રાગાદિવાળો માન્યો છે. એ દૃષ્ટિએ અવસ્થામાં તે અશુદ્ધ થયો છે પણ વસ્તુદૃષ્ટિએ જોઈએ તો વસ્તુ તો કદી રાગાદિરૂપ થઈ જ નથી તો અશુદ્ધ કેમ” કહેવાય ! ત્રણેકાળ આત્મા શરીરરૂપ થયો નથી અને શરીર આત્મારૂપ થયું નથી ત્રણેકાળ આત્મા શુભાશુભભાવરૂપ થયો નથી અને શુભાશુભભાવ આત્મારૂપ થયાં નથી. માત્ર અજ્ઞાનીએ માન્યું છે કે હું શુભાશુભભાવ અને શરીરરૂપે થયો છું. નિજ આત્મવસ્તુ સદાય નિજભાવરૂપ જ છે. વીતરાગ પરમેશ્વર કોને આત્મા કહે છે, કોને કર્મ કહે છે અને કોને શરીર કહે છે તેની ખબર નથી અને વ્રતાદિ કરવાથી પોતે ધર્મ કરે છે એમ માને છે તેને ધર્મની ખબર જ નથી. આત્મા તો શુદ્ધ જ્ઞાનધન છે તે પોતાના નિજભાવને છોડીને કદી રાગરૂપ થયો જ નથી. નિજભાવને છોડે તો રાગરૂપે થાય ને! નિજભાવને છોડ્યો નથી અને રાગરૂપે થયો નથી. મોટા લાખોપતિના છોકરા પણ સ્કૂલમાં શીખવામાં હથોડા આદિ ઉપાડતાં હોય છે ને ! તેના ઉપરથી વિચાર આવ્યો કે આ અનંત જ્ઞાન, આનંદ આદિ લક્ષ્મીનો સ્વામી આત્મા પુણ્ય-પાપના વિકલ્પના હથોડા ઉપાડે છે. પોતે અનંત લક્ષ્મીવાન છે છતાં ભાન વગર વિકલ્પના બોજા ઉપાડે છે. પોતે જ પોતાના આત્મા ઉપર ઘણના ઘા મારે છે કે, હું રાગી, દ્વેષી, મોહી, શરીરવાળો સંસારી છું. છતાં દ્રવ્ય કંદી વિકાર કે સંસારરૂપ થયું નથી, થતું નથી અને થશે નહીં. પુણ્ય-પાપના હથોડા અચેતન છે, ચૈતન્યનું મૂળ સ્વરૂપ નથી. , ભગવાન મહિમાવંત પદાર્થ છે તે અમહિમાવંત એવા વિકા૨પણે થતો જ નથી. નવ તત્ત્વમાં એક આ આત્મતત્ત્વ છે તે પુણ્ય-પાપ, આસ્રવ આદિ તત્ત્વરૂપે કદી થતો જ નથી, એ તો નિજભાવસંપન્ન અનંત જ્ઞાનાદિ લક્ષ્મીનો સ્વામી પૂર્ણ...પૂર્ણ પરમભાવરૂપ પ્રભુ છે તે કદી આવા નિજભાવને છોડીને અજીવ તથા આસ્રવભાવરૂપે થયો જ નથી પણ મૂઢદશામાં એણે પોતાને જેવો રાગ છે તેવારૂપે માની લીધો છે. મેં પૂજા કરી, મેં ભક્તિ કરી, મેં ઉપવાસ કર્યો એવી મૂઢે માન્યતા કરી છે તે જ સંસાર છે. કર ! 2 આમ દૃષ્ટિ ફેરે સંસાર છે અને દૃષ્ટિ ફેરે મુક્તિ છે. ઊંધી દૃષ્ટિ છોડીને સવળી દૃષ્ટિ આ શરીર, કર્મ ને પુણ્ય-પાપ મારા છે એવી દૃષ્ટિ છે તે જ સંસાર છે અને તે મારામાં નથી, હું તો શુદ્ધ જ્ઞાનાદિ નિજભાવરૂપ છું, હું કદી શરીર, કર્માદિરૂપ થયો નથી એવી દૃષ્ટિ કરવી તેનું નામ મુક્તિ છે. મહાપ્રભુને વિપરીત એવા રાગાદિરૂપ માનવો એ જ ભ્રમ છે, મિથ્યાત્વ છે અને સંસાર છે અને મારો જ્ઞાયકભાવ કદી નિજભાવ છોડીને પરભાવરૂપ થયો નથી એવો અંતરથી સ્વીકાર આવે તે મુક્તિનો પંથ કહો કે મુક્તિ જ છે. બીજા મને સારો કહે એવી અજ્ઞાની અપેક્ષા રાખે છે પણ અંતરમાં પોતાનો સારો Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ / [ પરમાત્મપ્રકાશ પ્રવચનો વૈભવ છે તેને જોતો નથી. ખરેખર એને સારું થયું નથી પણ સારો છું એમ અન્ય પાસે કહેવડાવવું છે. નિજ અનુભવની દૃષ્ટિ કરવી તે પોતાને સારો થવાનો ઉપાય છે પણ એને તો સારું થયું નથી, સારો છું એમ કહેડાવવું છે. એને તો પુણ્ય-પાપના ભાવમાં મીઠાશ લાગે છે, વિષયની વાસનામાં અને ભોગવટામાં મીઠાશ લાગે છે એ જ પોતાની ચીજ લાગે છે અને તેનાથી પોતાનું અસ્તિત્વ છે એમ માને છે. આમ, અજ્ઞાનીની દૃષ્ટિમાં આત્મા પુણ્ય-પાપના રાગવાળો અને વાસનાવાળો મનાય છે. આ /વસ્તુ તો એ રાગરૂપે કે તેની મીઠાશરૂપે થઈ નથી પણ માન્યતામાં તે રાગની મીઠાશરૂપે વર્તે છે તેથી અશુદ્ધનિશ્ચયનયે એવી અવસ્થા થઈ છે પણ ભગવાન આત્મા તો પોતાના આનંદસ્વભાવને છોડી કદી વિકલ્પરૂપે પરિણમ્યો જ નથી ને ! નિજભાવને છોડ્યો જ નથી ને! પણ અરે, એ ક્યાં ગુંચવાયો છે તેની એને ખબર નથી અને ગુંચવણને જ આત્માનું સ્વરૂપ માને છે. રાગને જ આત્મા માને છે છતાં અહો ! એ રાગમય થયો જ નથી. પોતે જ પોતાને અનંતકાળથી છેતર્યો છે. બીજો પોતાને ન છેતરી શકે, પોતે જ પોતાને છેતરે છે. હવે છેતરપીંડીમાંથી છૂટવા માટે પ્રથમ તો આ જ્ઞાયક તે હું છું અને આ કર્માદિભાવ હું નથી એવા ભેદજ્ઞાનથી શરૂઆત થાય છે એ વિના મહાવ્રત પાળે, તપ કરે, જાત્રા કરે આદિ લાખ ઉપાય કરે તે વ્યર્થ છે. “ૐ”ના જાપ કરીને સૂકાય જાય પણ જ્યાં સુધી વિકલ્પમાં એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી તેને આત્માના સ્વરૂપની જ ખબર નથી તે આત્મા ક્રોધાદિરૂપે થતો નથી, નિજભાવરૂપ જ છે. આ બે વાતની વ્યાખ્યા ચાલે છે. પરમભાવસ્વરૂપ આત્મા પોતે જ પરમાત્મા છે તે પરમાત્મા ત્રણકાળમાં કદી વિકારપણે થયો નથી. અહો ! અનંતગુણના ભાવથી ભરેલું જેનું રૂપ-સ્વરૂપ છે તે કદી રાગ-દ્વેષ અને ઈચ્છારૂપે થધો નથી, થતો નથી અને થશે નહિ. આત્માએ કદી નિજભાવને છોડ્યો નથી, છોડતો નથી અને છોડવાનો નથી. હિંસા, જૂઠ આદિ અશુભભાવ અને દયા-દાનાદિ શુભભાવ એ બંને ભાવ ઉપાધિરૂપ છે. પરના સંબંધથી ઉપજેલી ઉપાધિ છે, નિજભાવ નથી સ્વભાવ નથી. માટે આત્મા કદી રાગાદિરૂપ થતો નથી એમ ત્રિલોકીનાથ તીર્થંકરદેવ કહે છે, કેમ કે પરના સંબંધવાળો ભાવ કદી સ્વના સંબંધવાળો થતો નથી. અહીં ઉપાદેયરૂપ મોક્ષસુખથી (અતીન્દ્રિય સુખથી) તન્મય અને કામ-ક્રોધાદિથી ભિન્ન જે શુદ્ધાત્મા છે તે ઉપાદેય છે એવો અભિપ્રાય છે. મોક્ષસુખ એટલે અતીન્દ્રિય સુખ તેનાથી આત્મા તન્મય. નામ એકરૂપ છે. કયારે?–અત્યારે આત્મા અતીન્દ્રિય આનંદના ભાવથી તન્મય છે અને કામ-ક્રોધાદિથી અર્થાત્ વિકલ્પમાત્રથી ભિન્ન છે. આત્મા Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૮ ) [ ૩૦૭ અતીન્દ્રિયભાવસ્વરૂપ છે અને ઇચ્છા તથા રાગાદિથી ભિન્ન એવો શુદ્ધાત્મા છે તે જ ઉપાદેય છે તે જ દૃષ્ટિમાં લેવા લાયક છે. આવો આ શ્લોકનો અભિપ્રાય છે. હવે તેનાથી પણ ઊંચી ગાથા આવે છે કે આત્મા જન્મ-મરણ અને બંધ-મોક્ષને પણ કરતો નથી. અહા ! પરમાત્મપ્રકાશ તો પરમાત્મપ્રકાશ જ છે. આત્મા એક વસ્તુ છે તે અનાદિ અનંત એકરૂપભાવે રહેલી છે. આત્માને તેના એકરૂપ સ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો તે જન્મને કરતો નથી, મરણને કરતો નથી. બંધ કરતો નથી અને મોક્ષ પણ કરતો નથી. જેવો છે તેવો જ ત્રણેકાળ છે એમ આ ગાથામાં નિરૂપણ કરે છે. જુઓ ! આમાં આચાર્યદેવે જિનવરને સાક્ષીમાં વચ્ચે લીધા છે. જિનવર-ત્રિલોકીનાથયોગીશ્વર એમે કહે છે, હે આત્મા ! વસ્તુની દષ્ટિએ જોઈએ તો આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી અને બંધ-મોક્ષને કરતો નથી. દ્રવ્યબંધ અને દ્રવ્યમોક્ષને તો કરેતો નથી પણ ભાવબંધ અને ભાવમોક્ષને પણ કરતો નથી. ભાવબંધને છોડીને પોતાની પર્યાયમાં ભાવમોક્ષને આત્મા કરતો નથી. આ વાત સાંભળજો હો ! સાંભળવા જેવી છે. ત્રણલોકના નાથ ભગવાન પરમેશ્વરદેવ સમવસરણમાં આ વાત ફરમાવતા હતાં. આત્મા તો ભગવાન છે તે કાંઈ બંધને કરે ! જે બંધને કરે નહિ તેને મોક્ષ કરવાનો ક્યાં રહ્યો ! બંધને કરે તે જ મોક્ષને કરે. આત્મપદાર્થ તો પર્યાયના બંધ અને પર્યાયની મક્તિથી રહિત જ છે. એક સમયનો બંધ અને એક સમયની મુક્તિ તે બંને પર્યાય છે. વસ્તુ તેનાથી રહિત છે. મોક્ષ પણ એક સમયની પર્યાય છે. સિદ્ધપણું એ કાંઈ આત્માનું દ્રવ્ય-ગુણપણું નથી. મોક્ષ છે તે અનુપચરિત સદ્દભૂત વ્યવહારનયનો વિષય છે, કેમ કે તે વસ્તુનો એક સમય પૂરતો અંશ છે, ત્રિકાળ શુદ્ધભાવનો વિષય નથી, ત્રિકાળ શુદ્ધભાવનો વિષય તો અખંડ એકરૂપ નિજદ્રવ્ય છે. ભગવાન કહે છે કેવળજ્ઞાન અને સિદ્ધદશા એ પણ તારું ત્રિકાળ સ્વરૂપ નથી. એશ છે માટે તે વ્યવહાર છે. તારી પોતાની સત્તામાં છે. માટે સદભૂત છે પણ અંશ હોવાથી વ્યવહાર છે. દ્રવ્યનો આદર કરતાં તે પ્રાપ્ત થાય છે દ્રવ્યને પ્રાપ્ત કરતાં પર્યાય થઈ જાય છે પણ તે શુદ્ધનયનો વિષય નથી. પર્યાય આખો આત્મા નથી. સંવર, નિર્જરા અને મોક્ષ ભલે શદ્ધપર્યાય છે પણ તે કાંઈ આખું દ્રવ્ય નથી. આખા દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો તે દ્રવ્ય બંધ અને મોક્ષને કેમ કરે! હજુ તો જેને શરીરની ક્રિયા કરવી છે, રાગ કરવો છે, રાગ કરવાથી લાભ માનવો છે તેને આ વાત ક્યાંથી બેસે ! પણ વિચાર કરે તો સમજાય કે જે વસ્તુના સ્વરૂપમાં નથી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો તેનાથી વસ્તુમાં લાભ કેવી રીતે થાય? અભેદ અખંડ દ્રવ્ય શુદ્ધપર્યાયને પણ કરતું નથી, શુદ્ધતા પ્રગટ થાય છે તે પણ વ્યવહારનો વિષય છે. જે ભેદરત્નત્રયથી અભેદરત્નત્રય થવાનું માને છે તે તો ભીંત ભૂલ્યા છે. અહો ! મહાન ચૈતન્યપ્રભુ ઉપર દૃષ્ટિ દેવી અને એકાકાર થવું તે પણ વ્યવહારનયનો વિષય છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તે મોક્ષમાર્ગ છે પણ એક સમયની અવસ્થા હોવાથી તે વ્યવહારનયનો વિષય છે. ત્રિકાળી દ્રવ્ય જ નિશ્ચયનો વિષય છે તેની અપેક્ષાએ શુદ્ધ અવસ્થા પણ અંશે હોવાથી વ્યવહાર છે અને વ્યવહાર તો જાણવા લાયક છે. આદરવા લાયક તો એક શુદ્ધાત્મા જ છે. પૂર્ણદશા જે સિદ્ધદશા તે પણ જાણવા લાયક છે. આદરવા લાયક તો એક ત્રિકાળી દ્રવ્ય છે. અજ્ઞાનીને એમ થાય છે કે અરે ! આમાં તો મગજ કામ કરતું નથી. પણ ભાઈ ! મગજ જેનું કામ કરે છે એવા ચેતનને જ આ કહેવાય છે, જડને કહેતાં નથી. બંધની એક સમયની વિકૃત અવસ્થા અને મોક્ષની એક સમયની અવિકૃત અવસ્થા તે બંનેથી રહિત ભગવાન આત્મા ત્રિકાળ એકરૂપ છે. બંધ-મોક્ષથી રહિત છે એમ ત્રણલોકના નાથ પરમ પૂજ્ય જિનેન્દ્રદેવે ફરમાવ્યું છે દ્રવ્ય” શુદ્ધનયનો વિષય છે. “પર્યાય' તે વ્યવહારનો વિષય છે અને બંને થઈને પ્રમાણનો વિષય થાય છે. અરે ! જેના ઘરમાં અનંત આનંદની લક્ષ્મી ભરી છે, અનંત જ્ઞાનના પરિપૂર્ણ ભંડાર ભર્યા છે, અનંતવીર્ય અને ચારિત્રરસના ભંડાર જેમાં ભર્યા છે, જેનામાં પ્રભુતા, સ્વચ્છતા અને પૂર્ણ પ્રગટ થવાની લાયકાતવાળા ગુણના ભંડાર ભર્યા છે. તે એક અંશમાં ક્યાંથી આવી જાય! વસ્તુ અંશપણે કેમ થાય? (ન થાય). ભાવાર્થ –જો કે આ આત્મા શુદ્ધાત્માનુભૂતિના અભાવને કારણે શુભ, અશુભ ઉપયોગથી પરિણમન કરીને જીવન, મરણ અને શુભ-અશુભ કર્મબંધને કરે છે. . “આત્મા' એટલે જ્ઞાનાદિ શુદ્ધગુણનો ધ્રુવપિંડ એકરૂપ વસ્તુ. તેની અનુભૂતિ એટલે એકરૂપ ધ્રુવ આત્માના અનુભવરૂપ પર્યાય. અનંતગુણનું એકરૂપ એવી વસ્તુને અનુસરીને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાય થાય છે પણ એવો અનુભવ જેને નથી એવા અનાદિથી અજ્ઞાની જીવોને પર્યાયમાં વસ્તુની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાનો અભાવ છે. વસ્તુનું લક્ષ તેની રુચિ અને તેમાં સ્થિરતાનો પર્યાયમાં અભાવ છે તેથી પરિણામમાં શુભ અને અશુભભાવને કરતો તે પર્યાયમાં જન્મ-મરણ કરે છે તથા કર્મબંધ પણ કરે છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ - ત્રિકાળ-મુક્તના આશ્રયે મુક્તિ આ (સળંગ પ્રવચન નં. ૪૯) શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે તેના પ્રથમ અધિકારની આ ૬૮મી ગાથા ચાલે છે. नापि उत्पद्यते नापि म्रियते बन्धं न मोक्षं करोति। जीवः परमार्थेन योगिन् जिनवरः एवं भणति ॥६॥ મૂળ ગાથામાં આચાર્યદવ કહે છે કે, આત્મા બંધ અને મોક્ષને કરતો નથી. પરંતુ ટીકાકાર ટીકામાં એ વાત પણ સિદ્ધ કરે છે કે પર્યાયદષ્ટિથી આત્મા બંધ–મોક્ષને કરે છે. શુદ્ધ પરમ પરિણામિકભાવરૂપ વસ્તુ છે તે બંધની કર્તા નથી તેમ જ મોક્ષની કર્તા નથી. ધ્રુવ દ્રવ્ય કદી બંધને, મોક્ષમાર્ગને કે મોક્ષને કરે જ નહિ પણ દ્રવ્યની પર્યાયમાં વસ્તુના શુદ્ધસ્વરૂપની અનુભૂતિ નથી તેથી પર્યાયમાં તે શુભ અને અશુભભાવપણે પરિણમી જીવન, મરણ અને શુભ-અશુભકર્મનો બંધ કરે છે. Vર્જ મૂળ વસ્તુ છે તે તો પર્યાય વિનાની ધ્રુવ છે તે નિશ્ચયનો વિષય –નિશ્ચયતત્ત્વ છે અને તેની પર્યાય છે તે વ્યવહારનો વિષય–વ્યવહારતત્ત્વ છે. એકરૂપ ધ્રુવ ધ્રુવ...ધ્રુવ તે નિશ્ચયતત્ત્વ છે અને પર્યાય વ્યવહાર તત્ત્વ છે, આ વ્યવહારતત્ત્વમાં જ્યાં સુધી વસ્તુનું લક્ષ નથી, વસ્તુની રુચિ અને લીનતા નથી અર્થાત્ મોક્ષમાર્ગ નથી ત્યાં સુધી શુભ અને અશુભભાવની અનુભૂતિ હોય છે. પર્યાય શુભ અને અશુભભાવને કરે છે. ત્રિકાળ ધ્રુવ વસ્તુ તો ઉત્પા-વ્યયને કે શુભ-અશુભભાવને કરતી જ નથી. પર્યાયમાં પણ શુભ-અશુભભાવ કરવાનો સ્વભાવ નથી પણ શુદ્ધ આત્માની અનુભૂતિ નથી તેથી અજ્ઞાનથી શુભાશુભભાવનું પરિણમન થાય છે અને તેથી કર્મોનું બંધન પણ થાય છે. જ્યારે પર્યાયમાં શુદ્ધ આત્માની અનુભૂતિ થાય છે અર્થાત્ સ્વસ્વરૂપની શ્રદ્ધા, સ્વસ્વરૂપનું જ્ઞાન અને સ્વસ્વરૂપમાં સ્થિરતા થાય છે ત્યારે પર્યાયમાં મોક્ષનો માર્ગ શરૂ થઈ જાય છે, તે પર્યાય શુદ્ધોપયોગની પરિણત થઈ જાય છે. પૂર્ણ શુદ્ધતા થઈ જાય છે તે મોક્ષ છે. આમ બંધ, મોક્ષમાર્ગ અને મોક્ષનો કર્તા વ્યવહાર આત્મા છે. ધ્રુવ તેને કરતું નથી, બંધ, મોક્ષ અને મોક્ષમાર્ગ નિશ્ચયવસ્તુમાં નથી. માટે નિશ્ચયનયથી જોઈએ તો વસ્તુ તો ત્રિકાળ એકરૂપ છે તેમાં બંધ, બંધમાર્ગ, મોક્ષ અને મોક્ષમાર્ગ એ બંધાનો અભાવ છે. એકરૂપ ત્રિકાળ સત્ત્વમાં બંધ-મોક્ષ છે જ નહિ. ફક્ત તેની એક સમયની પર્યાયમાં શુદ્ધાત્માની અનુભૂતિના અભાવે તે શુભાશુભરૂપે પરિણમે છે, જીવન-મરણને કરે છે અને કર્મને બાંધે છે. એ જ દ્રવ્ય પોતાના શુદ્ધાત્માનુભૂતિના કાળે શુદ્ધોપયોગરૂપ પરિણમી મોક્ષને કરે છે. આ મોક્ષ પણ વ્યવહાર છે. નિશ્ચયવસ્તુમાં મોક્ષની પર્યાય પણ નથી. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ રીતે પર્યાયમાં બંધ, મોક્ષ હોવા છતાં શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જોતાં આત્મા બંધને કે મોક્ષને કરતો નથી. પર્યાયરૂપી વ્યવહાર-આત્મા જ પર્યાયમાં બંધ અને મોક્ષને કરે છે. વસ્તુ સદેશરૂપે રહેનારી છે એટલે કે ચેતન....ચેતન.....ચેતનપણે રહેનારો છે તે` નિશ્ચયનયનો વિષય—નિશ્ચયતત્ત્વ છે અને અવસ્થાનું થવું અને અવસ્થાનું જવું તે વ્યવહારનો વિષય—પર્યાયતત્ત્વ છે. આમાં ૫૨ની સાથે તો કાંઈ સંબંધ જ નથી. નિશ્ચય ધ્રુવ છે અને પર્યાય વ્યવહાર છે. નિશ્ચયમાં પર્યાય પણ નથી, એકલું ધ્રુવ છે. તેમાં બંધ નથી, મોક્ષમાર્ગ નથી અને મોક્ષ પણ નથી./ મુમુક્ષુ ઃ—બહુ ઝીણી વાત છે. પૂજ્ય ગુરુદેવશ્રી :—સમજવામાં ઝીણી નથી. સમજવા માગે તેને સમજાય જ જાય એવી વાત છે. પહેલીવાર આ વાત સાંભળે તો ન સમજાય એવું નથી. એકદમ સાદી ભાષામાં વાત ચાલે છે. આત્મા એક શાશ્વત અકૃત્રિમ વસ્તુ છે તેમાં બે પ્રકાર છે એક શાશ્વત સર્દેશ રહેનાર ભાગ અને એક વિસર્દેશ થનાર પર્યાયતત્ત્વ છે. તેમાં શાશ્વત સદેશ તત્ત્વ તો સદાય જેમ છે તેમ જ છે પણ વિસદેશ એવા પર્યાયતત્ત્વમાં શુભ-અશુભભાવ થાય છે અને શુદ્ધાત્માની અનુભૂતિ તથા મોક્ષ પણ તેમાં જ થાય છે. માટે સર્દશ વસ્તુની અપેક્ષાએ વસ્તુમાં બંધ-મોક્ષ નથી પણ વિસદેશ પર્યાયની અપેક્ષાએ વસ્તુમાં બંધ-મોક્ષની બધી અવસ્થા થાય છે. બંધની પર્યાય તો અશુદ્ધ છે માટે અપરમભાવ જ છે પણ મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાય પણ ક્ષણિક હોવાથી અપરમભાવ છે. ક્ષાયિકભાવ અપરમભાવ છે. એક ત્રિકાળી ધ્રુવભાવ તે જ પરમભાવ છે. માટે ધ્રુવ ઉપર દૃષ્ટિ દે તો પર્યાયમાં મુક્તિ થાય એમ કહેવાનો આશય છે. આખો ધ્રુવનો સ્તંભ બિરાજે છે તેના આશ્રય વિના શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા સમ્યક્ થાય તેમ નથી માટે પર્યાયને દ્રવ્યમાં વાળ ! કામ તો પર્યાયમાં જ લેવાનું છે પણ તેનું કારણ જે દ્રવ્યસ્વભાવ છે તેના લક્ષ, શ્રદ્ધા અને લીનતા વિના મોક્ષનો માર્ગ ઉત્પન્ન થતો નથી. અહીં પર્યાયને વિસર્દશ કહી એટલે વિકારી કહેવી નથી પણ ઉત્પાદ્ ને વ્યય, ઉત્પાદ્ ને વ્યય થયા કરે છે એ અપેક્ષાએ પર્યાયને વિસદેશ કહી છે. સદેશ—એકરૂપ ભગવાન આત્મા ઉપર દૃષ્ટિ સ્થાપતાં વિસર્દેશ એવી પર્યાયમાં પણ નિર્મળતા થાય છે. આ તો અંદરના ખેલ કોઈ જુદી જાતના છે ભાઈ! એ તો જાણે તે માણે. વીતરાગનું કહેલું તત્ત્વ કોઈ અલૌકિક છે તેને તેં જાણ્યું નથી ભાઈ ! શ્રીમદે કહ્યું ને ! પ્રભુ ! આપે કહેલાં તત્ત્વને અમે ઓળખ્યું નહિ. ભગવાને કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને અમે ઓળખ્યા નહિ. Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૯ / [ ૩૧૧ અનંતગુણનો એક સદેશ ધ્રુવ પરમપારિણામિકભાવ છે તે પરમભાવમાં બંધ અને મોક્ષ એવું કાંઈ નથી પણ પર્યાયદૃષ્ટિએ જોઈએ તો પર્યાયમાં બંધ અને મોક્ષ છે તે અપરમભાવ છે. એકરૂપ ત્રિકાળ ધ્રુવ તે પરમભાવ છે તે સિવાય કેવળદર્શન, કેવળજ્ઞાન, અનંતવીર્ય આદિ બધી પર્યાય અપરમભાવ છે. એક સમયની દરેક અવસ્થા અપરમભાવ છે. ત્રિકાળભાવ તે પરમભાવ છે. સમજાણું કાંઈ ! પોતાના સ્વભાવને ભૂલેલો આત્મા પોતાની પર્યાયમાં શુભાશુભપણે પરિણમે છે અને જન્મ-મરણને કરે છે. જન્મ-મરણ એટલે શરીરના જન્મ-મરણની વાત નથી પણ પોતાની પર્યાયમાં જન્મ-મરણને કરે છે અને કર્મને બાંધે છે અર્થાત્ કર્મબંધનમાં નિમિત્ત છે તથા જે પર્યાયમાં પોતાના સ્વભાવનું ભાન થાય છે, શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે તે પર્યાય મોક્ષને કરે છે એટલે કે શુદ્ધોપયોગરૂપે પરિણમીને મોક્ષને કરે છે, એકરૂપ પરમ સ્વભાવભાવની દૃષ્ટિએ જોઈએ તો એ ભાવ તો બંધને પણ કરતો નથી અને મોક્ષને પણ કરતો નથી. આ પરમભાવ ઉપર દૃષ્ટિ કર ! એમ કહેવું છે. દૃષ્ટિ પોતે ઉત્પાદ્વ્યયવાળી છે પણ તેનો વિષય ધ્રુવ છે. આટલી વાત કાલે આવી ગઈ હતી પણ હવે પ્રશ્ન આવે છે એટલે તેનું અનુસંધાન ફરી લીધું. શિષ્યને આટલી વાત સાંભળીને પ્રશ્ન ઉઠ્યો તે પૂછે છે હે પ્રભો ! શુદ્ધ દ્રવ્યાર્થિકસ્વરૂપ શુદ્ધનિશ્ચયનયથી આત્મા મોક્ષનો પણ કર્તા નથી તો એમ સમજવું જોઈએ કે શુદ્ધનયથી મોક્ષ જ નથી અને જો મોક્ષ જ નથી તો મોક્ષ માટે પ્રયત્ન કરવો તે પણ વ્યર્થ છે? શિષ્યના પ્રશ્નનો યોગીન્દ્રદેવ ઉત્તર આપે છે કે, મોક્ષ છે તે બંધપૂર્વક હોય છે. મોક્ષની પર્યાય બંધનો વ્યય થાય ત્યારે થાય છે. પણ વસ્તુસ્વરૂપે જોઈએ તો બંધ થતો જ નથી તેથી બંધના અભાવરૂપ મોક્ષ પણ વસ્તુસ્વરૂપમાં નથી. શુદ્ધનિશ્ચયનયથી એટલે ત્રિકાળ સત્ રૂપ રહેનારા નયથી જોઈએ તો, બંધ જીવને નથી અને બંધના અભાવરૂપ મોક્ષ પણ શુદ્ધનિશ્ચયથી નથી. જો શુદ્ધનિશ્ચયનયથી જીવને બંધ હોય તો બંધ જ કાયમ રહે. બંધનો અભાવ જ ન થાય. ધ્રુવ ચીજમાં બંધ હોય તો બંધ પણ ધ્રુવ જ રહે પણ ધ્રુવમાં બંધ છે જ નહિ. પર્યાયમાં બંધ છે અને તેના અભાવપૂર્વક મોક્ષ પણ પર્યાયમાં થાય છે. આ વાત સમજાવવા આચાર્યદેવ એક દષ્ટાંત કહે છે. કોઈ એક પુરુષ સાંકળથી બાંધેલો છે અને એક પુરુષ બંધનરહિત છે અથવા તો એમ સમજો કે એક માણસ જેલમાં ગયો છે અને બીજો ઘરમાં જ છે તો જ્યારે પહેલો માણસ જેલમાંથી છૂટીને ઘરે આવે ત્યારે તેને તો એમ કહેવાય તમે મુક્ત થઈ ગયા? પણ જે જેલમાં ગયો જ નથી તેને મુક્ત થયા એમ કહેશું તો? તેને ક્રોધ આવશે કે હું ક્યાં જેલમાં ગયો હતો કે, મને મુક્ત થવાનું પૂછો છો. જે જેલમાં ગયો હોય તે છૂટે. તેમ જે જીવને બંધ થયો છે તેને જ મુક્તિ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ) [ પરકાશ પ્રવચનો થાય છે. વ્યવહારનયથી જીવને બંધ થયો છે અને મુક્તિ થઈ શકે છે અને તેનો ઉપાય પણ છે. પણ શુદ્ધનિશ્ચયનયથી જીવને બંધ નથી તેમ મુક્તિ પણ નથી. અશુદ્ધનયથી બંધ છે તેથી બંધના નાશનો ઉપાય પણ જરૂર કરવો જોઈએ. તે માટે ઉપાય શું કરવો કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવા તે ઉપાય છે. સમ્યગ્દર્શન કેવી રીતે થાય?— કે પોતાની દૃષ્ટિને નિમિત્ત, રાગ કે પર્યાય ઉપરથી ઉઠાવી ત્રિકાળ સ્વભાવ ઉપર દૃષ્ટિ દેતાં સમ્યગ્દર્શન થાય છે. દષ્ટિને પરનિમિત્ત ઉપર રાખતાં સમ્યકત્વ થતું નથી. દયા, દાન, ભક્તિ, પૂજાદિ રાગ ઉપર દૃષ્ટિ હોવાથી પણ સમ્યકત્વ થતું નથી અને વર્તમાન દશામાં દર્શન, જ્ઞાન, વીર્યનો ઉઘાડ છે તેમાં દૃષ્ટિ આપવાથી પણ સમ્યગ્દર્શન ત્રણકાળમાં થતું નથી. સ્વભાવની દૃષ્ટિથી જ સમ્યક્ત્વ થાય છે. વસ્તુસ્થિતિ આમ છે તેમાં અઘરું કાંઈ નથી પણ લોકોએ બીજી રીતે કલ્પી લીધું હોય એટલે એને અઘરું લાગે. વસ્તુસ્થિતિ જ એમ છે તેમાં અઘરું અને સહેલું એવું કાંઈ નથી. જીવની વર્તમાન પર્યાયમાં રાગમાં અટકેલી છે તે ભાવબંધ છે અને બંધનો અભાવ કરીને મુક્તિ પણ પર્યાયમાં થાય છે. માટે વ્યવહારનયથી જીવમાં બંધ અને મોક્ષ છે. પણ શુદ્ધનિશ્ચયનયથી ન બંધ છે કે ન મોક્ષ છે. નિશ્ચય તો સત્ અને શુદ્ધ ત્રિકાળ છે. અશુદ્ધનય અર્થાત્ વ્યવહારનયથી બંધ છે તે ઉપચરિત સદ્દભૂત વ્યવહારનયનો વિષય છે અને બંધના નાશના પ્રયત્નરૂપ મોક્ષમાર્ગ અને તેના ફળરૂપ મોક્ષ એ અનુપચાર સભૂત વ્યવહારનયનો વિષય છે. વ્યવહાર એટલે રાગરૂપ વ્યવહારની વાત નથી. મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય પણ વ્યવહાર છે અને મોક્ષપર્યાય પણ વ્યવહાર છે માટે વ્યવહારનું કારણ વ્યવહાર કહ્યું છે પણ દયા-દાનના વિકલ્પરૂપ વ્યવહાર એ મોક્ષનું કારણ નથી એ તો બંધમાર્ગમાં જાય છે. તે મોક્ષનું કારણ ન હોઈ શકે. સ્વભાવને અવલંબીને શુદ્ધોપયોગ થાય છે તે પણ નવો થાય છે માટે વ્યવહાર છે અને તેના ફળરૂપ પૂર્ણ શુદ્ધતા પણ પર્યાયમાં નવી થાય છે માટે વ્યવહાર છે તે ધ્રુવ નથી માટે નિશ્ચય નહિ કહેતાં તેને સદ્દભૂત વ્યવહારનો વિષય કહ્યો છે. અથવા પર્યાય પોતે જ અંશ હોવાથી વ્યવહાર છે તેના આશ્રયભૂત દ્રવ્ય ત્રિકાળ છે માટે તે નિશ્ચય જ અહીં વ્યવહારની વ્યાખ્યા એ છે કે ધ્રુવમાં ઉત્પાદૂ-વ્યયનું થવું તે વ્યહાર છે. પર્યાયમાત્ર વ્યવહાર છે તે ભલે શુભ-અશુભ પર્યાય હો કે શુદ્ધ ઉપયોગ હો કે મોક્ષની પર્યાય હો તે બધી પર્યાયને અહીં વ્યવહાર કરી છે. આ અધ્યાત્મનો વ્યવહાર છે. પહેલાંના બનારસીદાસજી જેવા પંડિતોએ પણ આ વ્યવહાર કહ્યો છે. ધ્રુવ વસ્તુ તો નિષ્ક્રિય છે તે નિશ્ચય છે. તેના અવલંબને થતી મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાય વ્યવહાર છે, સક્રિય છે. ધ્રુવ દ્રવ્યસ્વભાવમાં પરિણમન નથી માટે તે નિષ્ક્રિય છે પણ પર્યાયમાં વિકલ્પ ઉઠે છે તે બંધરૂપ સક્રિય અવસ્થા છે, મોક્ષમાર્ગ પ્રગટ થાય તે મોક્ષરૂપ સક્રિય અવસ્થા છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪૯) [ ૩૧૩ અહો ! વીતરાગે કહેલું તત્ત્વ અલૌકિક છે. અહો ! વીતરાગે અનુભવેલો પૂર્ણ વીતરાગમાર્ગ !! શ્રીમદ્જીએ એક જગ્યાએ કહ્યું છે ને ! “અહો, આ દેહની રચના ! અહો આ ચૈતન્યનું સામર્થ્ય ! અહો આ જ્ઞાની ! અહો જ્ઞાનીની ગવેષણા ! અહો, જ્ઞાનીનું ધ્યાન ! “ અહો, જ્ઞાનીની સમાધિ ! અહો એનો વચનયોગ !” અદ્ભુત વાત કરી છે અંતરની વાસ્તવિક વિતરાગતાના ભાસમાં આવું સ્વરૂપ જોઈને “અહો !! થઈ જાય છે. “શ્રીમદ્ રાજચંદ્રમાં ઘણું ભર્યું છે પણ અર્થ સમજે તો હિત થાય. પોતાનો પક્ષ રાખીને વાંચે તો શું કામનું? - તારી પાસે પુસ્તક હોય તેથી શું! તારી પાસે આત્મા છે એની વાત કરે ને! અરે, સૌ પાસે ભગવાન આત્મા છે. તે ત્રિકાળ સત્ છે. વસ્તુમાં એકાંતે નિષ્ક્રિયપણું કેમ હોય ! અહીં તો નિશ્ચયમોક્ષમાર્ગના પરિણામને પણ સક્રિય હોવાથી વ્યવહાર કહ્યો છે. સક્રિયપણું નથી એમ નથી. વેદાંતને આ વાત ન બેસે. એ પર્યાયને ઉડાડી છે. વેદાંતના કરનારે વસ્તુને જોઈ જ નથી. ભગવાન આત્મા–શુદ્ધ ચૈતન્યદ્રવ્ય નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે પરની ક્રિયાને તો ન કરે, રાગ પણ ન કરે અને મોક્ષની પર્યાયને પણ તે ન કરે એવો નિષ્ક્રિય છે. નિષ્ક્રિયતત્ત્વ સક્રિયતત્ત્વને કેમ કરે ! નિષ્ક્રિયતત્ત્વ કાંઈ ન કરે માટે શુદ્ધનિશ્ચયનયથી વસ્તુમાં બંધ અને મોક્ષ નથી. અશુદ્ધનિશ્ચયનયથી બંધ છે અને મુક્તિ છે. અશુદ્ધનિશ્ચય કહો કે વ્યવહાર કહો એક જ છે. મુક્તિની પર્યાય શુદ્ધ હોવા છતાં વસ્તુનો અંશ છે–ખંડ છે માટે વ્યવહારમાં જાય છે. - વ્યવહારથી બંધ હોવાથી બંધના નાશનો યત્ન પણ જરૂરી છે, યત્ન-પ્રયત્ન શું કરવો?—કે ધ્રુવનું લક્ષ કરવું તે યત્ન છે તે પર્યાય છે માટે વ્યવહાર છે અને તે વ્યવહારના ફળરૂપ મોક્ષ પણ પર્યાય છે માટે વ્યવહાર છે, અહીં આ ગાથામાં એ અભિપ્રાય છે કે સિદ્ધ સમાન આ પોતાનો શુદ્ધાત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન પુરુષોને ઉપાદેય છે બાકી બધું ય છે. સિદ્ધસમાન પોતાનું ધ્રુવ દ્રવ્ય શાશ્વત શુદ્ધ છે તેની અરાગી દૃષ્ટિ, જ્ઞાન અને શાંતિના કાળે તે શુદ્ધાત્મા જ ઉપાદેય છે. વીતરાગી શાંતિની પર્યાયનું લક્ષ ધ્રુવ ઉપાદાનભૂત આત્મા ઉપર છે માટે તે જ ઉપાદેય છે. “સમજાણું કાંઈ?' એ વિસામાનું વાક્ય છે અને જેટલું સમજાય છે તે વિસામાનો માર્ગ છે. સમજાણું કાંઈ ! ધ્રુવ શુદ્ધ નિજ વસ્તુ ઉપર દૃષ્ટિ આપીને સ્થિર થવાવાળી દશાને નિર્વિકલ્પ શાંતિ કહે છે તેમાં પોતાનું દ્રવ્ય જ ઉપાદેય છે અન્ય સર્વ દેય છે. ક્ષાયિક સમકિતની પર્યાય પ્રગટી છે તે પણ દ્રવ્યની એકાગ્રતા કાળે હેય છે. કેમકે દ્રવ્યના લક્ષે જ ચારિત્રની પર્યાય Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પ્રગટ થાય છે. સમકિતના લક્ષે ચારિત્ર થતું નથી. એ અપેક્ષાએ જ નિશ્ચયમોક્ષમાર્ગ અને મોક્ષ પણ હેય છે. એક પરમાત્મદ્રવ્ય વસ્તુ જ ઉપાદેય છે બાકી બધું જાણવા લાયક છે. એમ આ પરમાત્મપ્રકાશ કહે છે. અરે ! જેને આ નિજઘરની પૂર્ણતાની વાત પણ સાંભળવા ન મળે તે ક્યારે પ્રયત્ન કરે અને ઠરે ! જિંદગી આમ ને આમ વ્યર્થ ચાલી જાય, એમાં જો વાદિવવાદ કરે તો ઝઘડા થાય અને વસ્તુ તો એક તરફ રહી જાય. અને પહેલાં વિશ્વાસમાં તો આવવું જોઈએ કે શાશ્વત ગુણધામ નિજવસ્તુ એક જ ઉપાદેય છે. તેમાં જ લક્ષનો દોર બાંધવા જેવો છે. જેને નિર્મળ પર્યાય પ્રગટી હોય તેને પણ પર્યાય ઉપર લક્ષ કરવાયોગ્ય નથી એ અપેક્ષાએ પર્યાય હેય છે. જેને ત્રણ કષાયનો અભાવ થયો છે એવા મુનિઓને પણ કષાયના અભાવરૂપ ચારિત્રદશા આશ્રય કરવા માટે ઉપાદેય નથી. તેથી જ મુનિઓએ તો ત્રિકાળ પરમેશ્વર દ્રવ્ય ઉપર મીટ માંડી છે. એ એક જ તેને આદરણીય છે, બાકી કાંઈ આદ૨ણીય નથી. જ્યાં શુદ્ધપર્યાય આદરણીય નથી ત્યાં લીલોતરી ન ખાધી કે કેરી ન ખાધી-ત્યાગ કર્યો એની ઉપાદેયતા ક્યાં રહી! તેનાથી પણ લાભ થાય અને આત્માથી પણ લાભ થાય એવો સ્યાદ્વાદ નથી. ભગવાન ! તું ક્યાં પૂરો નથી કે તારે પરનો આશ્રય લેવો પડે ? ધીંગધણી માથે કિયો રે, કુણ ગંજે નર ખેટ....એમ આનંદઘનજીમાં આવે છે તે ધીંગધણી પોતાનો આત્મા છે. તેનું લક્ષ કર ત્યારે નિર્મળ પર્યાય પ્રગટશે પણ તે પર્યાય હેય છે. આદરવાલાયક તો એક ચિદાનંદપ્રભુ જ છે. શરૂઆતથી માંડીને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી એક ચિદાનંદ ઉપર મીટ માંડવાની છે કેમ કે તે એક જ શાશ્વત શુદ્ધ ધ્રુવ વસ્તુ છે. આવો આત્મા મારા લક્ષમાં ન હતો તે મને ગુરુએ આપ્યો એટલે કે ગુરુએ સમજાવ્યો તે પોતે સમજ્યો ત્યારે ગુરુએ આત્મા આપ્યો એમ કહે છે. પ્રભુ ! આપે કહ્યો તેવો આત્મા મારા લક્ષમાં જ ન હતો. અહીં ગુરુ કહે છે કે, દ્રવ્યાર્થિકનયના વિષયભૂત ચેતન મહાપ્રભુનું એકનું જ લક્ષ કર ! તેનો જ આશ્રય લે ! તે એક જ ઉપાદેય છે. તેના આશ્રયથી જ મોક્ષ થાય છે માટે તે જ આદરણીય છે. *ઢ Page #328 -------------------------------------------------------------------------- ________________ જીવને ઠેર ઠેર ઠગાવાના સ્થાનો (સળંગ પ્રવચન નં. ૫૦) अस्ति न उद्भवः जरामरणं रोगाः अपि लिङ्गान्यपि वर्णाः। नियमेन आत्मन् विजानीहि त्वं जीवस्य एकापि संज्ञा ॥६६॥ શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથ છે. તેના પ્રથમ અધિકારની આ ૬૯મી ગાથા લઈએ છીએ. યોગીન્દ્રદેવ કહે છે કે, નિશ્ચયનયથી જીવને જન્મ, જરા, મરણ, રોગ, લિંગ, વર્ણ અને સંજ્ઞા નથી. આત્મા આ સર્વ વિકારોથી રહિત છે. હે જીવ આત્મારામ! જીવને જન્મ નથી એમ જાણ. આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને જન્મ ન હોઈ શકે. જન્મને મારો માનવાવાળો મિથ્યાત્વભાવ આત્માના સ્વભાવને રૂંધીને ઊભો થાય છે. જીવને બુઢાપો-વૃદ્ધાવસ્થા પણ ન હોય. જે એમ માને છે કે હું બાળક, યુવાન કે વૃદ્ધ છું તેને આત્માના સ્વરૂપની ખબર જ નથી. એ અવસ્થા તો જડની છે, તેને પોતાની માને છે તેને ધર્મ થતો નથી “હું જ્ઞાનાનંદ આત્મા છું' એવું પર્યાયમાં અનુભવવું તે ધર્મ છે. ધ્રુવ ચિદાનંદ આત્માને મરણ પણ કેવું! મરણ તો દેહની એક સ્થિતિ છે. તેને પોતાનું જ મરણ માને છે તે જ્ઞાનાનંદસ્વરૂપ નિજાત્માને જાણતો નથી. આત્મા તો મરણ રહિત ત્રિકાળ સત્ ચિદાનંદસ્વરૂપ છે, સિદ્ધ સમાન છે એમ નહિ જાણતાં પોતાનું મરણ માને છે તે મિથ્યાદેષ્ટિ છે. મરણ તો દેહની સ્થિતિ પૂરી થવાની એક અવસ્થા છે. મને રોગ છે એમ માનનારને આત્માના સ્વરૂપની ખબર નથી. રોગ પણ દેહની એક અવસ્થા છે એમ નહિ જાણતા અજ્ઞાની મને રોગ છે. રોગ છે એમ કરીને દુઃખી થાય છે. મને જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા, રોગાદિ છે એમ માનનાર અસત્ દૃષ્ટિ-પાપદૃષ્ટિમિથ્યાદૃષ્ટિ છે. આત્મા તો જ્ઞાનાનંદ સત્ ચિદાનંદસ્વરૂપ શાશ્વત ચૈતન્યમૂર્તિ છે તેને થાક પણ ન લાગે. મને થાક લાગે છે, મને રોગ છે, મને વૃદ્ધાવસ્થા છે એવી માન્યતા તે ભ્રમણા છે–અજ્ઞાન છે. ચિહ્ન એટલે આકાર. શરીરના સ્ત્રી, પુરુષ આદિ ચિહ્નો આત્માને નથી. હું સ્ત્રી છું અથવા હું પુરુષ છું એમ માનનાર મૂઢ છે, પાપી છે, મિથ્યાદૃષ્ટિ છે. શરીરના લિંગનો આકાર તો જડનો છે. આત્મામાં સ્ત્રીલિંગ કે પુરુષલિંગ નથી. હું પુરુષ છું તેમ બતાવવાનો ભાવ તે મિથ્યાત્વભાવ છે, પાખંડ છે, ભ્રમ છે. પોતે અતીન્દ્રિય આનંદની મૂર્તિ હોવા Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છતાં પોતાને પુરુષ માને છે અને મનાવે છે તે અજ્ઞાનભાવ છે. હું રૂપાળો છું અથવા હું કાળો છું એમ વર્ણવાળો પોતાને માને છે તે પણ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા અને મૈથુનસંજ્ઞા એ પણ આત્માનું સ્વરૂપ નથી. આહારની ઇચ્છાવાળો આત્મા નથી. ભગવાન આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે તેને ભયસંજ્ઞા ન હોય. હું ભયવાળો છું એમ માનનારને જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા નથી. મૈથુનસંજ્ઞા પણ આત્માનું સ્વરૂપ નથી છતાં પોતાને મૈથુનસંજ્ઞાવાળો માનવો અને તેનાથી પોતાપણું મનાવવું તે અજ્ઞાન છે. પરિગ્રહસંજ્ઞામાં પોતાને ધનાદિવાળો માને છે. આત્મદ્રવ્યમાં બીજું દ્રવ્ય હોય જ નહિ એમ નહિ જાણતો તે પોતાને લક્ષ્મીવાળો માને છે. તે મિથ્યાષ્ટિ છે. હું તો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા સિદ્ધ સમાન છું એમ જાણતો નથી અને લક્ષ્મીવાળો માને છે. તે મિથ્યાદેષ્ટિ છે હું મમત્વસંજ્ઞાવાળો છું એમ માને છે તે પણ પોતાને વિકારી માનતો મિથ્યાષ્ટિ છે. ભગવાન સર્વજ્ઞદેવે જેને આત્મા કહ્યો છે તે આત્મામાં આવા જન્મ, જરા, મરણ, » રોગાદિ કાંઈ નથી છતાં પોતાને જન્મ-મરણાદિવાળો માનવો અને તેનાથી પોતાની અધિકાઈ માનવી તે મિથ્યાદૃષ્ટિ છે. સર્વજ્ઞ તીર્થંકરદેવ ફરમાવે છે કે, તું નિશ્ચયથી જાણ કે તારા ચિદાનંદ આત્મામાં આ કાંઈ નથી. - ભાવાર્થ –વીતરાગ નિર્વિકલ્પસમાધિથી વિપરીત એટલે વીતરાગ નિર્દોષ સહજાનંદ સ્વરૂપ વસ્તુ તે આત્મા છે તેની રાગરહિત શ્રદ્ધા, રાગરહિત જ્ઞાન અને રાગરહિત સ્થિરતાથી જે શાંતિ અનુભવાય તેનાથી ઉલટાં પરિણામ–જે ક્રોધ, માન, માયા, લોભાદિ વિભાવ પરિણામ થાય છે તેનાથી કર્મો બંધાય છે અને તેના ઉદયથી જન્મ, મરણ, રોગ આદિ અનેક વિકાર ઉપજે છે તે ખરેખર શુદ્ધનિશ્ચયનયથી જીવના નથી. કેમ કે નિશ્ચયનયથી આત્મા કેવલજ્ઞાનાદિ અનંતગુણોથી પૂર્ણ છે. - નવ તત્ત્વ છે ને ! તેમાં આત્મતત્ત્વ કોને કહેવું?–એકલો શુદ્ધ જ્ઞાનાનંદમૂર્તિ તે આત્મતત્ત્વ છે. તેની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિથી નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય છે તે સંવર અને નિર્જરાતત્ત્વ છે. આ સંવર-નિર્જરા આત્માને લક્ષે થાય છે તેનાથી વિપરીત ક્રોધ, માન, માયા, લોભાદિ પરિણામ થાય છે તે આસવ અને બંધતત્ત્વ છે તે પરના લક્ષે થાય છે. સ્વાભાવિક ભાવથી તે ભાવો ઉલટાં જ છે, તેનાથી જીવની સાથે કર્મોનું બંધન થાય છે અને કર્મોના ઉદય આવે તેનાથી જન્મ, મરણ આદિ દોષ ઊભાં થાય છે. નવ તત્ત્વને નવપણે જાણવા જોઈએ ને ! શુદ્ધ જ્ઞાનાનંદની મૂર્તિ આત્મા તે જીવતત્ત્વ છે. એવા આત્માને લક્ષે થયેલી શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ અને શુદ્ધોપયોગ તે સંવર અને નિર્જરાતત્ત્વ છે અને સ્વનું લક્ષ નહિ કરતાં તેનાથી વિપરીત પરનું લક્ષ કરે છે તો પુણ્ય-પાપરૂપ શુભ-અશુભભાવ થાય છે તે આસ્રવતત્ત્વ છે. આ આસવથી જે કર્મ ઉત્પન્ન થાય છે તે જડ છે માટે તે અજીવતત્ત્વ છે. એ અજીવતત્ત્વથી જન્મ-મરણ આદિ ઊભા થાય છે માટે, Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫૦ [ ૩૧૭ r વસ્તુના સ્વભાવની દૃષ્ટિએ જોઈએ તો જીવવસ્તુમાં આ જન્મ-મરણાદિ કોઈ ભાવો નથી. આબાળ-ગોપાળાદિ સર્વ જીવ એ ભાવથી રહિત છે. છતાં એ ભાવને પોતાના માનવા તે મિથ્યાત્વભાવ છે. આત્મા તો તેને કહીએ કે જેમાં નિત્ય આનંદ જ રહે છે. આત્મામાં કાયમ અતીન્દ્રિય આનંદ રહે છે. એવા આનંદસ્વભાવની દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતાથી જે શુદ્ધોપયોગ થાય છે તે સંવ૨-નિર્જરાતત્ત્વ છે. એવું સંવર-નિર્જરા તત્ત્વ તારે ઉત્પન્ન કરવા લાયક છે તેના બદલે પરનો પ્રેમ કરીને પરના લક્ષે તું શુભ-અશુભભાવને ઉત્પન્ન કરે છે તે આસ્રવતત્ત્વ છે, તેનાથી તો કર્મોનું બંધન થાય છે. અજીવતત્ત્વનો બંધ થાય છે. તેનાથી આ જન્મ-મરણ, રોગ, શોક, ભય આદિ ઉત્પન્ન થાય છે. પુરુષલિંગ, સ્ત્રીલિંગ, ચાર પ્રકારની સંજ્ઞા આદિ પણ તેનાથી ઉત્પન્ન થયા છે, તેને આત્માના માનવા તે મિથ્યાર્દષ્ટિનું લક્ષણ છે. આ નવ તત્ત્વની મર્યાદા છે, તેની ખબર વગર ધર્મ ન થાય ભાઈ! નિજ શુદ્ધાત્મભગવાનનું વીતરાગી પરિણિત દ્વારા ધ્યાન કરવું તે ધર્મ છે. તેવું ધ્યાન ન કરતાં પરના લક્ષના ધ્યાનમાં જે શુભ-અશુભભાવ થાય છે તે આત્માના ધ્યાનથી વિપરીત એવા આર્ત્ત અને રૌદ્રધ્યાન છે. એવા ધ્યાનથી જડકર્મો બંધાય છે તે અજીવતત્ત્વ છે તેનાથી જન્મ-મરણ, લિંગાદિ થાય છે તે કર્મના કારણે થાય છે તે જીવનો સ્વભાવ નથી. બે શબ્દ બોલતાં આવડે તેમાં અધિકતા થઈ જાય છે એ બધાં મિથ્યાત્વના લક્ષણ છે. કેમ કે એ તો રાગની મંદતાથી થયેલો ક્ષયોપશમ છે તેનાથી પોતાની મોટાઈ માને છે તેને પોતાના સ્વભાવની ખબર જ નથી. હું અખંડાનંદ પરમાત્મા છું એવી તેને પ્રતીતિ નથી. અજ્ઞાનીએ દયા, દાનાદિ પરિણામથી પોતાની અધિકતા માની છે તેથી એ ભાવ વડે બીજાને પણ પોતાની અધિકતા બતાવે છે એ બધાં મિથ્યાદૃષ્ટિના લક્ષણ છે. ‘આત્મા શું વસ્તુ છે' એ વાત વાસ્તવિક રીતે અનંતકાળમાં એણે સાંભળી જ નથી. નિશ્ચયનયથી આત્મા કેવળજ્ઞાનાદિ અનંતગુણોથી પૂર્ણ છે. આ તો પરમાત્માનો પ્રકાશ કરનારું શાસ્ત્ર છે ને! આત્મા પરમ સ્વરૂપ જ્ઞાનથન ચૈતન્યદળ શાંત વીતરાગરસનો પિંડ છે. નિશ્ચયથી આત્મા ૐવળજ્ઞાન એટલે કેવળજ્ઞાનની પર્યાયવાળો એમ નહિ પણ માત્ર જ્ઞાન, કેવળ દર્શન, એકલો આનંદ, એકલી શાંતિ, એકલા ચારિત્ર અને પ્રભુતાનો પૂંજ છે. પર્યાયની અપૂર્ણતાની વાત નથી, આ તો અનંત ગુણોથી પૂર્ણ છે એવા દ્રવ્યની વાત છે. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પરમેશ્વરતા પૂર્ણ પ્રભુતા આદિ કેવળ-એકલા ગુણોનો પિંડ તે આત્મા છે તેની શોભા પર વડે માનવી-વૈભવ વડે માનવી, રાગથી પોતાની અધિકતા માનવી કે જ્ઞાનના ક્ષયોપશમથી અધિકાઈ માનવી તે આત્માની દૃષ્ટિથી વિપરીતષ્ટિ છે. બીજાં કરતાં અધિકતા બતાવવા જાય છે પણ તેમાં આત્માની હીણપ થાય છે—એ ખબર છે ! Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જેને કેવલ જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ આત્મામાં અહમ્ ન થયું અને અપૂર્ણ જ્ઞાનનું અભિમાન થયું, શુભરાગનું અભિમાન થયું, પરથી પોતાની મોટાઈ ભાસી તે બધા મૂઢ મિથ્યાષ્ટિ છે. ભાષા વડે થોડું પ્રરૂપણ કરતાં આવડે ત્યાં એને એમ થાય કે, બીજાને આવું પ્રરૂપણ આવડતું નથી, મને આવડે છે. અરે ભાઈ! ભાષા વડે તે તારી અધિકતા માની? એ ઝેર છે. ભાષા તો કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલી છે. આત્માને ભાષા ન હોય. પૂર્ણ ગુણોથી પૂર્ણ પ્રભુને અપૂર્ણજ્ઞાનવાળો કે રાગવાળો કે કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા બીજાં ભાવોવાળો માનવો તે બધું મિથ્યાત્વ છે. આ બધી સ્પષ્ટતા થાય ત્યારે બધાંને ઝીણું પડે છે. દૃષ્ટાંત આપીએ ત્યાં એની પોલ ખુલ્લી પડી જાય છે. ઓધે ઓથે વાત કરીએ તો સારું લાગે પણ ભાઈ ! સમજાવવાની રીતમાં એ રીતે સમજાવાય ત્યારે જ ખ્યાલ આવે. અહીં તો આચાર્યદેવ ભગવાન આત્માનું સ્વરૂપ બતાવે છે . જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, પ્રેભુતા આદિ અનંતગુણોથી પરિપૂર્ણ...પરિપૂર્ણ ભરેલ ચૈતન્ય વસ્તુ તે આત્મતત્ત્વ છે. તે સિવાયના લિંગાદિ સર્વ ભાવો કર્મજન્ય ઉપાધિ છે. પોતાની પર્યાયમાં રાગાદિ થાય છે એ પણ કર્મજન્ય ઉપાધિ છે, આત્માનો એ ભાવ નથી અને અલ્પજ્ઞતા આદિ એક સમયના આશિકભાવથી આત્માની અધિકતા માનવી તે પૂર્ણાનંદ પ્રભુની દૃષ્ટિથી વિરુદ્ધ છે. આત્મા કેવો છે?—વત્તજ્ઞાનાદિ અનન્ત ઃ કૃત્વા.......જેમાં જ્ઞાનાદિ એક એક ગુણની બેહદતા અનંતતા છે એવા અનંતા અનંતા ગુણોનું પરિપૂર્ણ રૂપ તે આત્મા છે. એ નિશ્ચયનો આત્મા છે. પર્યાયમાં અલ્પજ્ઞતા આદિ છે તે વ્યવહારનયનો આત્મા છે અર્થાત્ વ્યવહારનયે તેને આત્મા કહેવાય છે પણ તે આત્માનું નિશ્ચયસ્વરૂપ નથી. વ્યવહારનયનો આત્મા ભૂતાર્થ નથી પરિપૂર્ણ વસ્તુ નથી. સર્વજ્ઞ વીતરાગ જિનેશ્વર પરમેશ્વરદેવે તો જ્ઞાન-દર્શન, આનંદાદિથી પૂર્ણ આત્માને આત્મા કહ્યો છે. તે અપૂર્ણ, વિકારી કે સંયોગવાળો નથી. એવો તારો પરિપૂર્ણ આત્મા અનાદિની પરંપરા પ્રાપ્ત જન્મ, જરા અને મરણથી ભિન્ન છે. છતાં મારો જન્મ થયો અને મારે મરણ થશે એમ માનો છો તો તે પરિપૂર્ણ ભગવાનને શ્રદ્ધામાંથી છોડી દીધો છે. એખડેપ્રભુની દૃષ્ટિની તને ખબર નથી. આત્મા પોતાના પરિપૂર્ણ ગુણોથી અભિન્ન છે પણ જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા અને રોગથી ભિન્ન છે. જે ભગવાન થઈ ગયા તે જન્મ-મરણાદિથી રહિત છે એ તો છે જ પણ અત્યારે દરેકનો આત્મા પણ જન્મ-મરણાદિથી રહિત છે એમ કહેવું છે. પરિપૂર્ણ તત્ત્વને રોગવાળો માનવો તે ભ્રમ અને અજ્ઞાન છે, પાપદષ્ટિ છે અર્થાત્ મિથ્યાષ્ટિ-અસત દષ્ટિ છે. શોક એ પણ કર્મજન્ય ઉપાધિ છે. આત્મા શોકથી ભિન્ન છે તેમ ભયથી પણ ભિન્ન છે. જો આત્મા ભયથી તન્મય હોય તો ભય કદી છૂટે જ નહિ પણ Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫૦ [ ૩૧૯ આત્મા તેનાથી તન્મય થતો જ નથી. ભયથી ભિન્ન ભગવાનને ભયવાળો માનવો તે ભ્રમણા છે. પરિપૂર્ણ વસ્તુને પરિપૂર્ણ નહિ માનતાં બીજી રીતે માનવી તે મિથ્યાર્દષ્ટિ છે. આત્મા દુઃખી ન હોય. આત્મા તો સુખનો સાગર છે. સત્ નામ શાશ્વત આત્માને દુઃખી માનવો તે મિથ્યા દૃષ્ટિ છે. આત્મા સત્ ચિત્ આનંદનો સાગર છે તેને તેનાથી ભિન્ન ચીજવાળો માનવો, રોગ, શોક અને ભયાદિવાળો માનવો તે અસત્ દૃષ્ટિ છે. આત્માની વાત કોઈ અલૌકિક છે બાપુ ! પણ એણે કદી પોતાને જાણ્યો નથી. હું આત્માને જાણું છું એવા અભિમાન તો ઘણીવાર કર્યા છે પણ આત્માને જાણવાની રીત પણ ખરેખર જાણી નથી. સ્ત્રી, પુરુષના આકારો તો આત્માથી ભિન્ન છે છતાં પોતાને સ્ત્રી, પુરુષ લિંગવાળો માનવો તે મિથ્યાભ્રમ અજ્ઞાન છે. ભગવાન ! તું એ શરીરના આકારોથી ભિન્ન છો. નપુંસકલિંગપણું પણ જીવને નથી. લિંગરહિત આત્માને લિંગવાળો માને છે અને તેના વળી અભિમાન કરે છે અને કહે છે, અમે ક્ષત્રિયાણી છીએ હો ! અમને છંછેડશો નહિ....અરે ! મૂઢ છે. દેહના આકારના અહંકાર આત્માને શોભતા નથી. મૂઢતાની બહાદુરી બહાર પડે છે. પુરુષ પણ એવા હોય કે અમે વીર્યવાન પુરુષ છીએ, અમે બૈરાથી દબાશું નહિ અરે ! શું આ હાડકાના આકાર તે તું છો? તું તો જ્ઞાનાનંદની મૂર્તિ છો. તેનાથી ભિન્ન ચીજને ભિન્ન જાણવાને બદલે તેનાથી જ તારી ઓળખાણ આપે છો ! હું રૂપાળો, હું મજબૂત એવું બધું માનવું એ તો મિથ્યાર્દષ્ટિનું લક્ષણ છે. ભગવાન આત્મા તો જ્ઞાનાનંદ પરિપૂર્ણ તત્ત્વ છે. તેને તું ક્યાં ભૂલ્યો ! કાળા શરીરવાળા એમ માને કે, આના કરતાં રૂપાળું શ૨ી૨ હોત તો દુનિયામાં શોભત તો ખરાં ! ભાઈ! એ તો શરીરના માંસના ચામડાના રંગ છે, તારા આત્માના રંગ નથી. આત્મા અરૂપી રંગરહિત જ્ઞાનાનંદસ્વભાવી તત્ત્વ છે. તેને આત્મા ન માનતાં કાળા રંગથી લજ્જા પામે છે તે મૂઢ છે. મારો દેખાવ સુઘટીત હો ! એમ માને છે પણ ભાઈ! એ તો દાળ-ભાત શાક રોટલીનું ઢિંગલું છે. એ તો સ્મશાનમાં રાખ થઈ જવાનું છે. એ ભિન્ન તત્ત્વ છે. તેને આત્માથી ભિન્ન જાણ ! આંખ ફૂટી ગઈ હોય તો કેટલો દુઃખી થાય કે મારી આંખ ચાલી ગઈ પણ ભાઈ ! તું તો જ્ઞાનાનંદની આંખવાળો છો–જ્ઞાનાનંદની મૂર્તિ છો, એકલા જ્ઞાનાદિ અનંત ગુણનો પિંડ છે તે આત્મા છે. દેવને આવા શરીર હોય, આટલી ઊંચાઈ હોય, નરકમાં આવા શરીર હોય એ બધું ગોખે છે પણ અંતરમાં જ્ઞાનાનંદપ્રભુ પ્રકાશમૂર્તિ ક્યાં છે તે જોતો નથી. અનંતકાળથી બહારમાંને બહારમાં ચાલ્યો જાય છે. શુભવિકલ્પો કરીને ખુશી થાય છે પણ એ તો રાગ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે. રાગ છે તે આત્મા નથી. જેમાં તારી શોભા નથી એમાં શોભા માને તો માનવામાં તું સ્વતંત્ર છો પણ એનાથી તારી શોભા નથી. તારી જ્ઞાયકમૂર્તિની શ્રદ્ધા લાવ તેમાં તારી શોભા છે. રાગમાં શોભા માનવી એ તો અશોભા છે. - જ! સમાચારમાં મારું નામ આવ્યું છે–એમ નામથી પોતાની મોટાઈ કરે છે પણ એ નામમાં તું આવી ગયો છો ! સમાચારના કે પુસ્તકના પાનામાં તું આવી ગયો છો ? નામથી જીવની મોટાઈ નથી પણ શ્રીમદ્જીએ કહ્યું તેમ જીવના અપલક્ષણનો પણ પાર નથી. ગુણોથી પરિપૂર્ણ હોવા છતાં તેના અજ્ઞાનથી જીવના અપલક્ષણનો પણ પાર નથી. એમ કહીને તારા અવગુણ નથી ગાતાં પણ તને અપલક્ષણથી છોડાવી ઊંચો લાવવા માંગે છે. આત્મા આહાર વિનાનો તો છે પણ આહાર લેવાની વૃત્તિ અને તે સંબંધીના ઉઘાડથી પણ ભગવાન ભિન્ન છે. પણ તેને ભિન્ન નહિ જાણતો અજ્ઞાની તેમાંથી પણ અભિમાન કરે છે કે, “અમને તો પથ્થર પણ પચી જાય છે ને તમને દૂધ પણ પચતું નથી. પણ હું કોણ છો એ તો વિચાર કર ! પાચન તો શરીરમાં થાય છે, તેનાથી આત્મવસ્તુ ભિન્ન છે. આહારસંજ્ઞા, આહાર લેવો, આહાર પચવો એ બધું શરીરના સંબંધમાં છે, આત્માને એ કાંઈ નથી. ભાઈ ! તું કેવળજ્ઞાનાદિ અનંતગુણનો પિંડ છો તેને જાણવામાં તારી શોભા છે, બાકી શરીરના ને ખાવા-પીવાના મલાવામાં તારી શોભા નથી. તું બીજાના ગજ માપવાજાય છે પણ તારા ગજ તો માપ ! તારી સંભાળ લે, બીજી માથાકૂટ છોડી દે. ભગવાન આત્મા ભયસંજ્ઞાથી પણ રહિત છે અને મૈથુનસંજ્ઞા પણ જીવને નથી. આત્મા તો વિકારરહિત છે, વાસનાથી પાર છે. વાસ્તવિક આત્માને આત્મા જાણ તો તને ધર્મ થઈને મુક્તિ થશે. એ સિવાય બીજાને આત્મા માનીશ તો તને અધર્મ થઈને સંસાર ફળશે. પાંચ-પચીશ કરોડની ધૂળનો પરિગ્રહ આત્માને નથી. આત્માને પરિગ્રહ તો નથી પણ માન્યતામાં આ પરિગ્રહ મારો છે એવી બુદ્ધિ છે તે પણ આત્મામાં નથી. પરિગ્રહસિંજ્ઞા પણ વિકાર છે તેનાથી આત્મા રહિત છે. પણ આત્માના ભાનરહિત અજ્ઞાનીને અભિમાન પણ કેટલાં હોય છે ! તમે નમાલા છો, તમારું કામ નહિ, અમે દુકાને બેઠા હોઈએ તો આખી દુકાનની લગામ અમારા હાથમાં હોય....ભડનો દીકરો આવા તો અભિમાન સેવે છે. પ્રભુતું કોણ અને આ ભૂતડા તને ક્યાંથી વળગ્યા? તારી વસ્તુને તો ભૂત વળગી શકે તેમ જ નથી પણ આ પર્યાયને ભૂત ક્યાંથી વળગ્યા? તું તો અખંડાનંદ પ્રભુ શુદ્ધ જ્ઞાનનો ગોળો-મોટો સૂર્ય છે. તેમાં વિકાર નથી. એ જ તારે ઉપાદેય છે. અંદરમાં દૃષ્ટિ કરવા લાયક, જ્ઞાનમાં જોય કરવા લાયક, અંતરમાં સ્થિરતા કરવા લાયક એક અનંતસુખનું ધામ એવો શુદ્ધજીવ જ ઉપાદેય છે. બાકી જેનાથી જન્મ, જરા, મરણાદિ થાય છે તે બધા દોષો ત્યાજ્ય છે, દૃષ્ટિમાંથી છોડવા લાયક છે. દષ્ટિમાં તો એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ આદરવા Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૦] [ ૩૨૧ લાયક છે. શુદ્ધ જ્ઞાનાનંદથી પરિપૂર્ણ મહાપ્રભુ જ શ્રદ્ધામાં આદરવા લાયક છે. બાકી બધું હેય અથવા ત્યાજ્ય છે. એ આ ગાથાનું તાત્પર્ય છે. હવે ૭૦મી ગાથામાં કહે છે કે, આ જન્મ, જરા, મરણ, સંજ્ઞાદિ બધું દેહનું છે–દેહની સ્થિતિ છે, તારી સ્થિતિ નથી. નવું શરીર ધરવું, જૂનું શરીર છોડવું, જડના જુદા આકારો થવા, વૃદ્ધાવસ્થા આવવી એ બધું મિથ્યાત્વનું જ ફળ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ પણ દેહની સંજ્ઞા છે. આત્મા બ્રાહ્મણ નથી, આત્મા ક્ષત્રિય નથી, આત્મા વાણિયો નથી. આત્મા તો ભગવાન આત્મા છે. આત્મા હરિજન કે ચંડાળ નથી. ભગવાન આત્મા તો પરિપૂર્ણ જ્ઞાનાનંદ છે તેને તું જો, જાણ અને અનુભવ એ તાત્પર્ય છે. (0 પ્રભુ! એક સમયની પર્યાયથી પણ ઉદાસ થઈને તારા ત્રિકાળી આનંદકંદ શાયકને પકડ. ભાવેન્દ્રિય ક્ષયોપથમિક જ્ઞાન–તો ખડખંડરૂપ જ્ઞાનપર્યાય છે અને આત્મા તો પૂર્ણ નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ સ્વરૂપ પરમ પદાર્થ છે તે ભાવેન્દ્રિયના લક્ષથી પણ પકડમાં આવતો નથી; પકડનારી પર્યાય પોતે લાયોપશમિક ભાવે છે, પણ તેના લક્ષે પ્રભુ આત્મા પકડવામાં આવતો નથી. વસ્તુ પોતે પોતાની લાયોપથમિક જ્ઞાનની પર્યાય વડે પોતાના લાયકસ્વભાવનો આશ્રય કરે તો દ્રવ્ય પકડમાં આવે. અહા ! આવો મારગ છે પરમાત્માનો. મહાવિદેહમાં ભગવાન પાસે તો આ ધોખમાર્ગ ચાલે છે. સત્યને કાંઈ સંખ્યાની જરૂર નથી કે ઘણા માણસો માને તો જ સત્ય કહેવાય. ચીજ જે રીતે સત્ય છે તેને તે રીતે માને તો સત્ય કહેવાય છે. -પૂજ્ય ગુરુદેવશ્રી Page #335 -------------------------------------------------------------------------- ________________ શરીરની મમતામાં પોતાના પરમાત્માને ખોઈ બેઠો છે (સળંગ પ્રવચન નં. ૫૧) देहस्य उद्भवः जरामरणं देहस्य वर्णः विचित्रः । देहस्य रोगान् विजानीहि त्वं देहस्य लिङ्गं विचित्रम् ॥७०॥ देहस्य दृष्ट्वा जरामरणं मा भयं जीव कार्षीः । यः अजरामरः ब्रह्मा परः तं आत्मानं मन्यस्य ॥ ७१ ॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૭૦મી ગાથા છે. ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે તો આ બ્રાહ્મણ, ક્ષત્રિયાદિ ચાર વર્ણ, ત્રણ લિંગ, રોગાદિ બધું કોને છે ? યોગીન્દ્રદેવ કહે છે કે આ ચાર પ્રકારના વર્ણ, લિંગ, રોગાદિ બધું શરી૨ને છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર પ્રકારના વર્ણો દેહના સંયોગથી થયા છે. ખરેખર આત્માને એવા કોઈ વર્ણ નથી. વાત, પિત્ત, કફ આદિ અનેક પ્રકારના રોગો પણ દેહમાં છે. આત્માને કોઈ રોગ નથી. આત્મામાં એટલે મારામાં રોગ છે એમ માનવું એ ભ્રમણા છે, મિથ્યાત્વ છે, દેહના રોગને મારા માનવા એ વિપરીત દૃષ્ટિ અથવા પાપદૃષ્ટિ છે. રોગાદિ તો જડની અવસ્થા છે. તેને જીવની અવસ્થા માનવી એ વિપરીત દૃષ્ટિ છે. વળી પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગરૂપ ચિહ્નો પણ દેહમાં છે છતાં આત્મા પોતાને સ્રી, પુરુષ કે નપુંસકલિંગવાળો માને છે તે તેની મિથ્યા દૃષ્ટિ છે તેને આત્મા શું ચીજ છે એ ખબર જ નથી. યતિનું લિંગ જે વસ્ત્રરહિત નગ્નદશા તે પણ દેહની દશા છે, જીવની દશા નથી. દ્રવ્યમન એ પણ જડ રજકણનું બનેલું છે તેને જીવ મારું માને છે એ તેની વિપરીત માન્યતા છે. $ ભાવાર્થ :—શુદ્ધાત્માનું સાચું શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણરૂપ અભેદ રત્નત્રય તે નિશ્ચય રત્નત્રય અથવા મોક્ષનો માર્ગ છે. આનંદકંદ નિજ શુદ્ધાત્માની સન્મુખના આ પરિણામથી વિપરીત–શુદ્ધાત્માથી વિમુખ જે રાગ-દ્વેષ-મોહરૂપ પરિણામ થાય છે તેનાથી કર્મો બંધાય છે. શુદ્ધાત્માની સન્મુખના પરિણામથી તો કર્મ ન બંધાય, તેનાથી તો મુક્તિ થાય પણ શુદ્ધાત્માથી વિમુખ એવા શુભ-અશુભભાવથી કર્મ ઉપજે છે અને એ કર્મોથી જીવના સંયોગમાં રહેલા શરીરમાં વર્ણ, રોગ, લિંગાદિ ઉપજે છે તેથી વ્યવહારનયથી તો તે બધાંને Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૧ ) [ ૩૨૩ જીવના કહેવાય છે. પર્યાયમાં જીવને તે બધા સાથે સંબંધ છે પરંતુ વાસ્તવિક ચૈતન્યની દૈષ્ટિથી જોતાં જીવમાં જન્મ, મરણ, લિંગ, રોગ, વર્ણાદિ કાંઈ નથી. એ બધાં દેહના ધર્મો છે. દેહમયી ભાવો છે. તેની અસ્તિ છે. રોગ, લિંગાદિ કાંઈ છે જ નહિ એમ નથી. “બ્રહ્મ સતુ અને જગત મિથ્યા' એમ નથી. જીવ છે. રાગ-દ્વેષ-મોહ છે, તેનાથી ઉપજેલા કર્મો છે અને કર્મોથી મળેલાં દેહ, જન્મ, મરણ, રોગાદિ બધું છે. અહીં તો એ કહેવું છે કે જીવની સત્તામાં તો જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણો અને તેની નિર્વિકારી અવસ્થા છે. જીવની સન્મુખ થતાં નિર્મળ પરિણામ થાય છે અને તેનાથી વિમુખ થતાં આસવ અને બંધના વિકારી ભાવ થાય છે. તેનાથી કર્મો બંધાય છે. પુણ્ય-પાપરૂપ વિકારીભાવ પણ અજીવ સ્વભાવ છે, ચૈતન્ય ભગવાનનો એ સ્વભાવ નથી માટે તેને જડના ભાવો ગણવામાં આવ્યા છે. એ જડભાવોથી કર્મો બંધાય છે અને તેના ફળમાં દેહ અને જન્મ, જરા, રોગ, લિંગાદિ મળે છે તે મારા છે એમ માનીને જીવ મૂઢભાવે પ્રવર્તે છે. - જ્યારે તો આનંદકંદ જ્ઞાયક છું” એવી અંતરદૃષ્ટિ થતાં હું રાગ-દ્વેષરૂપ, દેહ, વાણી, મનરૂપ છું એવી પ્રીતિ ઉઠી જાય છે અને જ્ઞાનાનંદસ્વરૂપમાં પ્રીતિ થઈ જાય છે જ્યારે તે જીવને રાગરહિત શ્રદ્ધા, રાગરહિત જ્ઞાન અને રાગ રહિત સ્થિરતામાં સર્વ પ્રકાર કે ઉપાદેયરૂપ એક શુદ્ધાત્મા જ રહે છે. સંસ્કૃતમાં ય....તદ્દ શબ્દ છે ને ! જ્યારે આ જીવ પુણ્ય-પાપભાવની રુચિ છોડી, શરીરે, વાણી, મન આદિમાં હુંપણાની પ્રીતિ છોડી, ભગવાન આત્માની પ્રીતિમાં આવે ત્યારે તે વીતરાગ સદાનંદ રૂપ નિજભાવરૂપે પરિણમે છે, નિર્વિકારપણે પરિણમે છે ત્યારે તેને આ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એમ જણાય છે. જે પરિણામમાં “આ શુદ્ધાત્મા તે હું એમ થયું તે પરિણામને વીતરાગી પરમાનંદરૂપ પરિણમન કહેવાય છે. આ શરીર, વાણી, મન, વિકલ્પ રોગાદિ મારા છે એવી માન્યતા હતી તે તો દુઃખરૂપ હતી એ ભાવ તો મિથ્યા હતો. એ વિમુખભાવને છોડી સ્વભાવ-સન્મુખ પરિણામ થાય છે કે, “આ હું જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું' એવી શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં સ્થિરતા થાય છે તે નિજભાવ છે. તે નિજભાવના કાળમાં આ આત્મા ઉપાદેય થઈ જાય છે. ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાનરૂપ અને અતીન્દ્રિય આનંદરૂપ છે તેની સન્મુખ પરિણામ થાય છે ત્યારે આ આત્મા જ ઉપાદેય છે એવી દૃષ્ટિ થાય, એ વિના તો પુણ્ય-પાપના ભાવ આદરણીય છે એવી માન્યતા તો મિથ્યાત્વ ભાવરૂપ છે. જેમ શરીરના રજકણ એક વસ્તુ છે તેમ આત્મા પણ એક વસ્તુ છે. અરૂપી છે માટે વસ્તુ નથી એમ નથી. અરે ! પરમાણુ તો એકપ્રદેશી વસ્તુ છે અને આત્મા તો અસંખ્યપ્રદેશી વસ્તુ છે. પરમાણુ રૂપી વસ્તુ છે તેમ આત્મા અરૂપી વસ્તુ છે અને તેમાં જ્ઞાન, આનંદ આદિ અનંતા ગુણો છે પણ આ અજ્ઞાન તો જુઓ ! પોતે જ જ્ઞાનથી જાણે છે કે આ શરીર આદિ વસ્તુ છે પણ જાણનારો પોતે પોતાને સ્વીકારતો નથી. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ) [ રમાત્મપ્રકાશ પ્રવચનો જીવ પોતાની હયાતીમાં જણાતાં પરદ્રવ્યોને સ્વીકારે છે કે “આ છે' પણ હું છું એમ જોતો નથી. જેની અસ્તિમાં સત્તામાં–હોવાપણામાં–જેના ઘરમાં બધું જણાય છે તે બધાનો સ્વીકાર કરે છે પણ આ જાણનાર તે હું છું એમ પ્રતીત થતી નથી. જેમ બધું જણાય છે એવી પર્યાય એ આત્માનું ઘર છે તેમાં પોતે રહેલો છે પણ “આ હું છું એમ તૈને પ્રતીત થતી નથી. જ્યારે શરીર, મન, રોગાદિમાં હુંપણાની પ્રીતિને છોડીને જાણનારમાં પ્રીતિ જોડે ત્યારે તે જીવને નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાના પરિણમનમાં આત્મા ઉપાદેય થયો કહેવાય. એ પહેલાં તો પુણ્ય-પાપના પરિણામમાં ઉપાદેય થયો કહેવાય. એ પહેલાં ત પુણ્ય-પાપના પરિણામમાં ઉપાદેય બુદ્ધિ હતી, શરીરમાં હુંપણું હતું, સંયોગમાં રુચિ હતી તે બધી મિથ્થાબુદ્ધિ હતી. શ્રોતા આ નક્કી કરવામાં વિલંબ કેમ થાય છે? પૂજ્ય ગુરુદેવશ્રી –પોતાને દરકાર નથી માટે વિલંબ થાય છે. બહારની દરકાર કેટલી છે કે, મારું શરીર આવું....મારી આંખો આવી.. મારો અવાજ આવો..મારા દાંત બહુ પાકાજે એક ક્ષણ પણ જીવના નથી, અંશમાત્ર જીવના નથી તેની કેટલી દરકાર છે ! શરીરના અંગે અંગમાં એવું મારાપણું બેસી ગયું છે કે તેમાંથી ગુંલાંટ મારીને જીવમાં હુંપણું કરવામાં મહા પુરુષાર્થ જોઈએ છે. શરીરમાં તો જાણે એ રંગાઈ ગયો છે. મારી આંખ સારી, મારી આંખ ખરાબ થઈ ગઈ, મારી ચામડીમાં કરચલી પડી ગઈ. મને ગુમડાં થયાં. મને રૂજ આવી, મને આમ થાય છે એમાં ક્યાંય એને જરાય ગોખવું પડતું નથી. ઘેટાંઈ ગયું છે. તેમ એમાં જેમ દેઢતા કરીને પડ્યો છે એમ મારે તો જ્ઞાન છે, મારામાં તો આનંદ છે, હું તો અરૂપી મહાન ચૈતન્ય પદાર્થ છું, બધા પદાર્થનો વિવેક કરવાની શક્તિ તો મારામાં છે, જડમાં એ તાકાત નથી. એમ મહિમા પૂર્વક ગુલાંટ ખાઈને સ્વમાં સ્વબુદ્ધિ થઈ જાય તો એનું કામ થઈ જાય. ભાઈ ! તું જ્યાં નથી ત્યાં તેં તારા પુરુષાર્થને દઢ કર્યો છે તે પુરુષાર્થની ગતિ હવે ફેરવ ! રોગમાં, પુણ્યમાં, પાપમાં, શરીરમાં પાકો રંગ ચડી ગયો છે તેને હવે ઉખાડ ! જે કોળે ઉખેડીશ એ જ કાળે તને આત્મા ઉપાદેય થઈ જશે એમ અહીં કહેવું છે. નિજ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતા થતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે, તે વખતે રમણતા થતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે, તે વખતે તેને એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે એમ જાણો. મુમુક્ષુ:સાહેબ ! તેને માટે બળ આપો ને ! પૂજ્ય ગુરુદેવશ્રી : બીજાનું બળ તમને અડે નહિ એવું તમારું સ્વરૂપ છે. બીજાના બળની તમારે જરૂર નથી તમે પોતે અનંત વીર્યના ધણી છો. પણ જીવને પોતાની શક્તિનો Page #338 -------------------------------------------------------------------------- ________________ 7 - પ્રવચન-૧ ) વિશ્વાસ નથી આવતો કેમ કે, પોતે કોણ છે, કેવડો છે, શું પોતાની શક્તિ છે તેનો વિચાર કરીને, મનન કરીને એણે નિર્ણય કર્યો નથીધ્વવ્યની સત્તામાં હોવાપણામાં અનંતજ્ઞાનની અને અનંત આનંદની પંજી છેઅનંત વીર્યની શક્તિનું સત્ત્વ અનંત પ્રભુત્વ, સ્વચ્છતા આદિ અનંત ગુણમય અસ્તિત્વ તે હું છું. એવો ગુણમય હું છું એવી દૃષ્ટિ થાય તેનો આત્મા ઉપાદેયપણે વર્તે છે. આ ૭૦ ગાથા થઈ. હવે ૭૧મી ગાથામાં કહે છે કે, જરા, મરણ આદિને જોઈને તું ડર નહિ. શરીરમાં રોગ આવે, વૃદ્ધાવસ્થા આવે, આંખ ફૂટી જાય, પગ દુખે એનાથી તું ડરી ન જા. કેમ કે એ કાંઈ તારામાં નથી. એ બધું શરીરમાં થાય છે. શરીર તો અન્ય દ્રવ્ય છે. તેમાં ફેરફાર થતાં તું શા માટે દુઃખી થાય છે ! ગાથાર્થ –હે આત્મારામ ! તું દેહના જરા-મરણ જોઈને ડર ન કર ! તું તો અજર-અમર છો. જરા વિનાનો અજર છો અને મરણ વિનાનો તું અમર ભગવાન છો. માટે તું જરા-મરણથી ડર નહિ. ત્રણકાળમાં તને જરા કે મરણ નથી. ૭૧. અહીં ડરવાની અપેક્ષાએ વાત લીધી છે એટલે જરા-મરણાદિથી ડર નહિ એમ કહ્યું છે અને જો રાગ ન કરવાનું કહેવું હોય તો જુવાની, નીરોગતા આદિ જોઈને હરખ ન કર ! ન કર ! એમ કહેવાય. બળદ જેવા પુષ્ટ યુવાન શરીરને જોઈને પ્રેમ ન કર ! એ જુવાની તારામાં નથી. જરા અવસ્થા આવે ત્યારે તેને જોઈને ડર ન કર ! એ અવસ્થા તને અડતી પણ નથી. તું વૃદ્ધ નથી થઈ ગયો. તું તો જરા-વૃદ્ધાવસ્થા વિનાનો અજર, અને અમર છો. માટે તેનાથી ડર નહિ ડર નહિ.ત્રણકાળમાં ક્યારેય તને જરા-મરણ આવવાના નથી માટે ડર નહિ પ્રભુ ! અહો ! ૨૫ વર્ષના રાજકુમારો જે સમક્તિી છે તે હજારો રાણીની વચમાં પણ જાણે છે કે આ જુવાની અમારી નથી, આ સ્ત્રીઓ અમારી નથી, આ વિકલ્પ ઉઠે છે તે અમારો નથી અમે તો જ્ઞાનાનંદથી ભરેલા ભગવાન છીએ. અમારા સ્વરૂપમાં આ જુવાની કે રાગાદિની ગંધમાત્ર પણ નથી અને જુવાની, સ્ત્રી, રાગ આદિમાં અમે નથી. રાજકુમારો જાણે છે કે અમે છીએ ત્યાં આ જુવાની, સ્ત્રી, ધનાદિ નથી અને એ છે ત્યાં અમે નથી. જુવાનીથી જીવને ઓળખવો તે મૂઢતા છે. જુવાની પણ જીવને નહિ અને જરા-મરણ પણ જીવને ન હોય. એ....આ માણસ મરી ગયો...એમ બોલાય પણ જીવ મરી ન જાય ભાઈ! જીવ તો અમર છે. શુદ્ધનિશ્ચયનયથી જીવને જરા-મરણાદિ નથી, દેહને જરા-મરણાદિ છે માટે તું ભય ન કર ! તું તો એમ સમજ કે જેવા જરા-મરણરહિત અખંડ પરબ્રહ્મ છે એવો જ હું છું. હું તો પરમાનંદની મૂર્તિ સ્વરૂપ છું. ભાઈ ! તું તો પ્રભુ છો ને! વૃદ્ધાવસ્થાને દેખીને તારી પ્રભુતા કેમ ડગે ! શરીરને Page #339 -------------------------------------------------------------------------- ________________ કર૬ ] / ઘરમાત્મપ્રકાશ પ્રવચનો રોગમાં સડતા જોઈને તું શું કામ મુંજાય છે! જુવાની આવતાં મૂછ ફૂટે ત્યાં તું શું હરખાય છે! જીવને મૂછ કે વાળ ન હોય ભાઈ! કોઈને જન્મથી વાળ ન હોય તો એમ થાય કે અરે ! મારે વાળ નહિ! મારી શોભા શું! મારાં અવયવ આવાં ને બીજાના અવયવ સારાં... અરે! પણ તારે કે બીજા જીવને અવયવ જ ન હોય, જીવને શરીર જ ન હોય, તો અંગો ક્યાંથી તારા થાય ! મૂઢ શરીરના રંગમાં રંગાઈને ભાન ભૂલી ગયો છે. ભગવાન આત્મા અજર, અમર, અરોગી, બાહ્ય અંગ વિનાનો અરૂપી આનંદમૂર્તિ અતીન્દ્રિય આતમરામ છે. પરમબ્રહ્મ પરમાત્મા છે. આત્મા અતીન્દ્રિય આનંદની ખાણ છે. માટે ખોટો અભ્યાસ હવે છોડી દે આ જાણીતા માણસોમાં હું ગરીબ દેખાઉં, કે રોગી દેખાઉં, કે લાકડીવાળો કે કુરૂપ દેખાઉં તેની મને શરમ લાગે છે એની કરતાં અજાણ્યામાં જાઉં તો શરમ જ નહિ એવા વિચાર કરે. પણ પરમાં તારી એકતાબુદ્ધિ તું જ્યાં જઈશ ત્યાં તારી સાથે લઈને જા છો માટે દુઃખ તો ઊભું જ રહેશે. માટે ખોટી માન્યતા છોડીને તારી જાતને જાણી લેવું તો જ્ઞાન ને આનંદ મૂર્તિ આત્મા છું એમ જાણ ! મેં ભૂલથી સંયોગની હીનાધિકતાએ મારી હીનતા ને અધિકતા માની હતી એમ સમજ /જ્ઞાન એ જ તારું શરીર છે. અરૂપી જ્ઞાનઘન આત્મા તે તું છો. માટે નિમિત્ત-નૈમિત્તિક સંબંધે શરીરને અને જરા-મરણાદિને જીવના કહેવાતાં હોવા છતાં ખરેખર શુદ્ધનિશ્ચયનયથી તે મારા નથી એમ જાણીને સર્વ ભય છોડ, નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તેને જીવના કહેવાય છે પણ તે જીવના સ્વરૂપમાં નથી, | મુનિરાજના શરીરને શિયાળ ખાતાં હોય એ જાણીને મુનિની ધારા ઉલટી અંતરમાં વધી જતાં કેવળજ્ઞાન થઈ જાય તો શરીર પણ જેવું હોય તેવું થઈ જાય છે. ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં સરખો જામે છે ત્યાં શરીર શરીરના કારણે સરખું થઈ જાય છે. મુનિ તેને કાંઈ કરતાં નથી. અહીં તો આત્મા કેવો છે તેને જાણવાની વાત છે, પરમાત્મપ્રકાશ કહે છે કે તારા પરમસ્વરૂપમાં જે હોય તે બધું તારે છેએ સિવાય જેને તે તારું માન્યું છે તે કાંઈ તારું નથી. માટે પરમાં મારાપણાની ભ્રમણા છોડી દે. - ઘરમાં ઘણા માણસ હોય ને બધાં મરી જતાં એકલો રહી જાય તો શું એ મરી જતો હશે ! એ શરીર પણ એનું નથી તો બીજા તો ક્યાં એના હતા? મફતનો મૂરખ થઈને ગાંડાઈ ઊભી કરે છે કે મારી સ્ત્રી આમ મરી ગઈ ને દીકરાને આમ થઈ ગયું.વગેરે..પણ તારાએ હતાં જ નહિ તેથી તો ચાલ્યા ગયાં. તું તારા ચિત્તમાં એમ સમજ કે “હું જ સર્વોત્કૃષ્ટ ચિદાનંદ જ્ઞાયકમૂર્તિ છું, મારા, Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રવચ-૧૧ ) L[ ૩૨૭ માટે મારાથી મોટું કોઈ નથી'. બહારની ચીજથી કે પરિવારાદિથી પોતાની મોટાઈ માનવી એ મૂઢતા છે. પૈસાના ને ચીજોના ઢગલાં હોય તેથી શું! એ તો વિષ્ટાના ઢગલાં છે. આત્મા તો અમૃતનો ઢગલો છે. શ્રોતા –તો આ મોહ કયાંથી ઘૂસી ગયો? પૂજ્ય ગુરુદેવશ્રી –મોહ ક્યાંય બહારથી ઘૂસ્યો નથી. પોતે ઉત્પન્ન કર્યો છે. વેદાંતની જેમ છે જ નહિ એમ નથી. મોહ તો છે. પણ સ્વરૂપમાં નથી. અજ્ઞાનથી મફતનો મોહ પોતે ઊભો કર્યો છે. હવે જ્ઞાનને અંતરમાં વાળીને શુદ્ધતાનો—શાયકનો આદર કર તો મોહ સ્વયં ટળી જશે. તું તારા જ્ઞાન અને શ્રદ્ધાને આત્મસન્મુખ કરીને આત્માને જ્ઞાન અને શ્રદ્ધામાં લઈ લે. ઘણાં એમેં પ્રશ્ન કરે કે આત્માની મહિમા કેમ આવે !...ભાઈ ! આત્માની મહિમા કરે તો આવે. મહિમા કરે નહિ તો ક્યાંથી આવે ! પરની મહિમા આડે તું આખો ખોવાઈ ગયો છો. તારી દૃષ્ટિના ગજ-માપ જ બધાં ઊંધાં છે–ફલાણાને દીકરા મોટા પાંચ છે, રળાઉં છે અને પોતાનું શરીર પણ સારું છે અને મારું શરીર સારું નહિ અને છોકરા નાના છે માટે હું દુઃખી છું ભાઈ ! એ બધી તારી માત્ર કલ્પના છે. સંયોગથી સુખ કે દુઃખ કાંઈ થતું નથી. પોતાની પહેલાંનો નોકર હતો તે અત્યારે કરોડપતિ થઈ ગયો હોય તો એને જોઈને પણ આને પેટમાં બળે. ભાઈ ! એ કરોડપતિ નથી. એ તો માત્ર તેની મમતા કરે છે. ધન ક્યાં જીવનું હતુંતું એને ધનવાળો તો નહિ પણ મમતાવાળો પણ ન જો. તારો આત્મા કે અન્યનો આત્મા મમતાવાળો હોય જ નહિ. કેમકે સ્વભાવથી જુઓ તો આત્મામાં મમતા ન હોય. બીજાને મમતાવાળો જુએ છે કે સંયોગથી એનું માપ કાઢે છે તે માણસ પોતાને પણ સંયોગદષ્ટિથી જ જોશે. બીજાને મારા....મારા....માને છે તે પોતાના ભગવાનને ખોઈ બેસે છે. મુમતામાં આત્મા પોતે જ ખોવાઈ જાય છે. જે મમતામાં ખોવાયા છે તેને તું મોટા કેમ માને છો! મોટા તો એ છે કે જે ગુણોમાં વધે છે. જેની શુદ્ધતા વધી છે તે મોટા છે. જેના ગુણની પર્યાયમાં શુદ્ધતા વધી છે તે મોટા છે અને જેની શુદ્ધતા ઓછી છે તે નાના છે. બંહોરના કારણે નાના-મોટાપણું નથી. તને નજરે આત્મા દેખાતો નથી પણ ખ્યાલમાં તો આવે કે નહિ ! આંખ બંધ કરો તો અંધારું દેખાય છે તે શેમાં દેખાય છે ! તે જેમાં જણાય છે તેને જો. જોનારને જો ને પાંચ ઇન્દ્રિયના વિષયો અને સમસ્ત વિકલ્પજાળને છોડીને પરમ-સમાધિમાં સ્થિર થઈ નિજ આત્માનું ધ્યાન કર ! ધ્યાન કર ! ભગવાન આત્મા તરફનું વલણ કરીને તેને ધ્યાવ. એ આ ગાથાનું તાત્પર્ય છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આગળની ગાથામાં કહેશે કે શરીર છેદાઈ જાય, ભેદાઈ જાય, ક્ષય થઈ જાય તોપણ તું ભય ન કર. રોગાદિકાળે શરીરમાં-પૂંઠમાંથી લોહી ચાલ્યું જતું હોય તો જવા દે, તેને ન જો, એ તારું નથી, તારા અધિકારમાં નથી, તેમાં જે થતું હોય તે થવા દે. તું તને જો અને તારું ધ્યાન કર ! એવા અભિપ્રાયવાળી ગાથા હવે પછી કહેશે. * * કિ હે જીવ! તું જ તારું તીર્થ છો ત્યાં આરુઢ થા, બીજા તીર્થે ન જા!..ન જા ! વ્યવહાર નિષેધ્ય છે ને ! તેથી અહીં યોગીન્દ્રદેવ સ્પષ્ટ કરે છે કે સમેદશિખર આદિ તીર્થો છે તે પરતીર્થ છે, ત્યાં ન જા! તેના લક્ષે તને શુભરાગ થશે. તું તારા પરમ તીર્થસ્વરૂપ આત્મામાં આરૂઢ થા. તેનાથી તને નિર્વિકલ્પ આનંદનો અનુભવ થશે. બીજા ગુરુની સેવા ન કર. તેના લક્ષે રાગ થશે. તું તારા પરમાર્થગુરુની સેવા કર તેનાથી તને આનંદની પ્રાપ્તિ થશે. દેવની સેવા ન કર, બીજા દેવ, અરિહંત, સિદ્ધનું ધ્યાન ન કર. ભાઈ ! તેના લક્ષ શુભ વિકલ્પ થશે ને પુણ્ય-બંધન થશે. તું તારા આત્મદેવનું ધ્યાન કરે જેથી તને આનંદના નાથનો ભેટો થશે. તું તારા પરમ દેવ–ગુરુ ને તીર્થની સમીપ જા. આમ કહીને રાગના કારણભૂત વ્યવહાર દેવ-ગુરુ-તીર્થનું લક્ષ છોડાવી આનંદના કારણભૂત પરમાર્થ દેવ-ગુરુ-તીર્થનું લક્ષ કરાવ્યું છે. ૩૪૮. દિર દરેક દ્રવ્યના પરિણામ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવથી જ થાય છે. બીજા દ્રવ્યનું બિલકુલ કાર્ય નથી. ધજા સ્થિર હતી ને એકદમ હલવા માંડી તે પવન આવ્યો માટે હલવા માંડી એમ નથી. પાણી ઠંડું હતું તેમાંથી એકદમ ગરમ થયું તે અગ્નિ આવી માટે ગરમ થયું છે એમ નથી, ચોખા કઠણ હતા અને તેમાંથી પોચા થયા તે પાણી આવ્યું માટે થયા છે એમ નથી. બાહ્યદૃષ્ટિથી જોનાર અજ્ઞાનીને નિમિત્ત દેખીને ભ્રમ પડે છે કે પાણી ઠંડું હતું ને ગરમ થયું તે નિમિત્ત આવ્યું માટે થયું છે, પણ એમ નથી. ઘેર બેઠો હતો ત્યારે અશુભ પરિણામ હતા ને મંદિરે ભગવાનના દર્શન કરવા આવ્યો ત્યાં શુભ પરિણામ થયા, આમ એકદમ અશુભમાંથી શુભ પરિણામ થયા તે નિમિત્તથી થયા એમ છે જ નહિ, પણ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવથી અર્થાતુ પોતાથી જ થયા છે. એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય બિલકુલ કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું કે સ્પર્શ કરતું જ નથી તો એક દ્રવ્યને બીજું દ્રવ્ય કરે શું? આહાહા ! આવી વસ્તુની સ્વતંત્રતા બેસી જાય તો એની દૃષ્ટિ બહારથી ખસીને અંદરમાં વળે. – પૂજ્ય ગુરુદેવશ્રી છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ હે જીવ! તારી મૂળ મૂડી સંભાળી લે (સળંગ પ્રવચન . ૫૨) छिद्यतां भिद्यतां यातु क्षयं योगिन् इदं शरीरम् । आत्मानं भावय निर्मलं येन प्राप्नोषि भवतीरम् ।।७२॥ कर्मणः संबन्धिनः भावाः अन्यत् अचेतनं द्रव्यम्। जीवस्वभावात् भिन्नं जीव नियमेन बुध्यस्व सर्वम् ।।७३।। आत्मानं मुक्त्वा ज्ञानमयं अन्यः परः भावः। तं त्यक्त्वा जीव त्वं भावय आत्मस्वभावम् ।।७४।। જુઓ ! આ પરમાત્મપ્રકાશની ૭૨મી ગાથામાં શું કહે છે ! હે જીવ! શરીર છેદાઈ જાય, ભેદાઈ જાય, ક્ષય થઈ જાય તોપણ તું ભય ન કર ! તું તારા આત્માનું ધ્યાન કર. શરીરની અવસ્થા સાથે તારે શું સંબંધ છે ! શરીર છેદાઈ જાય એટલે કે ટુકડા થઈ જાય તો કાંઈ આત્માના ટુકડા થતાં નથી. હું તો આત્મા છું એમ જાણીને તું આત્મામાં સમતા રાખ. તું શરીરનો માલિક નથી. શરીરના ટુકડા થતાં મારા ટકડા થયા એમ જેને લાગે છે તે મિથ્યાષ્ટિ છે કેમ કે શરીર તો આત્માથી જુદી ચીજ છે તેને જ મારી માની લીધી એ મોટી વિપરીત, દૃષ્ટિ છે. શરીર ભેદાઈ જાય એટલે કે શરીરમાં કાણાં પડી જાય તો તું ગભરાઈ ન જા, ભય ન પામ. કેમ કે એ તો જડના રજકણોની અવસ્થા છે, તારી અવસ્થા નથી. તેને તું મારી માનીને દુઃખી થા છો એ તારી મૂઢતા છે. તું તો જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા છો. તેને ભૂલેલો તે શરીરને જ પોતાનું માને છે એજ દુઃખનું કારણ થાય છે. શરીર ક્ષય થાય એટલે કે શરીરનો સંયોગ છૂટી જાય તોપણ તું ખેદ ન કર ! પોતાના નિર્મળ આત્માનું ધ્યાન કર ! હું તો શરીરથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ છું એનું લક્ષ કરીને તેને ધ્યેય બનાવીને તેનું ધ્યાન કર. શરીરને મારું માનીને મિથ્યાષ્ટિપણે હેરાન થાય છે તે બધું છોડી દે. આત્મા કેવો છે ! આત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ રહિત નિર્મળ શુદ્ધ ચિદાનંદ સ્વભાવે વીતરાગમૂર્તિ છે. નોકર્મ એટલે શરીર, દ્રવ્યકર્મ એટલે આઠ કર્મ અને ભાવકર્મ જે રાગાદિ વિકારી ભાવ તેનાથી આત્મા રહિત છે અને વીતરાગ જ્ઞાનાનંદથી ભરપૂર છે. આવા આત્માનું તું ચિંતવન કર ! તેને ધ્યેય બનાવ ! તેનું લક્ષ બાંધ ! તેને પોતાનું સ્વરૂપ જાણીને તેની દષ્ટિ કર! Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આવા આત્માનું ધ્યાન કરવાથી શું થશે? આત્મા ચોરાશીના અવતારથી મુક્ત છે એવા આત્માનું ધ્યાન કરવાથી તું ચોરાશીના અવતારથી મુક્ત થઈ જઈશ. દેહમાં ફેરફાર થતાં આ મને થાય છે એવી દૃષ્ટિ છે તે જ મિથ્યા દૃષ્ટિ છે. માટે પ્રથમ જ એ મિથ્યા દૃષ્ટિ ત્યાગીને ભવરહિત નિજ ભગવાનનું લક્ષ કરવાનું છે. સમતા આદિના ભાવ તો પછી થશે પણ પહેલાં જ દૃષ્ટિ સુધારવાની જરૂર છે. સહન કરવાની શક્તિ ન હોય તો દેહમાં રોગ થતાં રાગમાં દુઃખ થાય એ જુદી વાત છે પણ આ રોગ મને થઈ ગયો એવી મમતા થાય એ દૃષ્ટિની વિપરીતતા છે. જ્ઞાનાનંદ-ચિદાનંદ સ્વભાવની દૃષ્ટિ કર ! તેને જો ! અને તેમાં ઠર ! આ એક જ દુઃખથી છૂટવાનો ઉપાય છે. મૂળ વાત એ છે કે અજ્ઞાનીને પોતાની ઊંધી માન્યતા છોડવી નથી, શરીરાદિમાં એકતાબુદ્ધિ રાખીને કાંઈક ધર્મ કરવો છે. પરમાં છેદન-ભેદન કે નાશ થતાં જીવને પોતાનું છેદન-ભેદન થયું લાગે છે એ એની માન્યતામાં ભ્રમ છે. તે છોડાવવા અહીં કહે છે કે ‘હું તો જ્ઞાન ને આનંદ છું, એવી દૃષ્ટિ કર ! મારામાં રાગ પણ નથી તો શરીર તો મારામાં ક્યાંથી આવે ! એમ સમજીને બે ટુકડા—ભેદશાન કર તો તારી મિથ્યાબુદ્ધિ છૂટી જશે. મિથ્યાબુદ્ધિ ગયા પછી ચારિત્રની નબળાઈ વશ રોગાદિ થતાં સહનશીલતા ન હોય તો દ્વેષ થાય-અણગમો થાય પણ એ જાણશે કે શરીર અને દ્વેષ મારામાં નથી. હું શરીર અને વિકારથી રહિત જ્ઞાનાનંદ-ચિદાનંદમૂર્તિ છું. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ આ આત્માને શરીર, કર્મ અને રાગથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપે જોયો છે, જાણ્યો છે અને એવો જ કહ્યો છે. પણ આ જીવ તો પોતાને શરીરરૂપ માનીને શરીરમાં છેદન, ભેદન, રોગ, મરણ આદિ થતાં આ મને થયું એમ માને છે એ જ એની મૂઢતા છે–ભ્રમણા છે. તેનાથી જ એ દુઃખી થાય છે. તેથી તેનું દુઃખ દૂર કરવા અને સુખી થવા માટે શ્રીગુરુ ઉપદેશ આપે છે કે તું તારો શુદ્ધાત્મા કે જે પોતે જ પરમ સ્વરૂપ છે તેનું લક્ષ કર, પ્રતીત કર અને તેમાં ઠર તો તું ભવતીર પામી જઈશ. બીજો કોઈ સુખી થવાનો ઉપાય નથી. દેહના છેદન આદિ કાર્ય થાય છે એ તો જડ રજકણોમાં થાય છે, મારું છેદન-ભેદન થતું જ નથી એમ જાણીને જે રાગ-દ્વેષાદિ વિકલ્પને કરતાં નથી તે નિર્વિકલ્પભાવને પ્રાપ્ત થયાં થકાં શુદ્ધાત્માને ધ્યાવે છે તે થોડાં જ સમયમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આ આત્મા...આ આત્મા...આ આત્મા એમ આત્માની રાગ રહિત નિર્વિકલ્પદૃષ્ટિ થાય ત્યારે આત્માની ખરી પ્રતીત થાય છે. ત્યારે જ તેને રાગની એકતાબુદ્ધિ તૂટીને સ્વભાવની એકતા થાય છે. નિર્વિકલ્પભાવને પ્રાપ્ત થાય છે એટલે કે પરમાનંદમૂર્તિ શુદ્ધાત્માની દૃષ્ટિ થાય તે નિર્વિકલ્પદૃષ્ટિ જ હોય, એ દૃષ્ટિપૂર્વક તે શુદ્ધાત્માને ધ્યાવે છે અર્થાત્ અંતરમાં એકાગ્ર થઈને શુદ્ધાત્માને અનુભવે છે. આવી નિર્વિકલ્પદૃષ્ટિ થાય ત્યારે જ તેને રાગની Page #344 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૧ પ્રવચન-૧ર ) એકતા તૂટી જાય છે. રાગ વિનાની દૃષ્ટિ થાય ત્યારે જ તે પોતાને રાગ રહિત શુદ્ધાત્મા માની શકે છે. જુઓ ! આ દુઃખથી છૂટવાનો ઉપાય કહ્યો. શરીરમાં રોગ, વૃદ્ધાવસ્થા, મરણ, છેદન-ભેદન થતાં આ મને થયું નથી એમ ત્યારે જ માની શકે કે જ્યારે તેને પોતાના ચિદાનંદસ્વભાવની અંતરદૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ થાય. ત્યારે જ તેને રાગની અને શરીરની એકતા તૂટી કહેવાય. આવા નિર્વિકલ્પ દષ્ટિવાળા જીવની અલ્પકાળમાં જ મુક્તિ થાય છે. હવે ૭૩મી ગાથામાં કહે છે કે કર્મજનિત રાગાદિભાવ અને શરીરાદિ પરવસ્તુ છે તે ચેતનદ્રવ્ય ન હોવાથી નિશ્ચયનયથી જીવથી ભિન્ન છે એમ જાણો. સર્વજ્ઞ વિતરાગ પરમદેવ જેમ ફરમાવે છે તેમ જ સંતો ફરમાવે છે કે તે જીવો ! કર્મજનિત રાગાદિભાવ અને બીજા શરીરાદિ અચેતન દ્રવ્ય તે બધાને નિશ્ચયથી જીવના સ્વભાવથી જુદા જાણો. પોતાના ચિદાનંદ શુદ્ધ સ્વભાવનો સંબંધ નહિ કરતાં અને જડકર્મનો સંબંધ કરતાં જીવને રોગાદિક ભાવો ઉત્પન્ન થાય છે અને શરીરો મળ્યા કરે છે. તે ખરેખર જીવના સ્વભાવથી ભિન્ન છે. એક તો શરીરાદિ પરદ્રવ્ય અને બીજા કર્મકૃત રાગાદિ વિકાર (તેમાં કર્મ પણ આવી જાય છે) તે બંને જીવના સ્વભાવથી જુદાં છે. માટે તેને જીવથી જુદાં જાણો. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદમૂર્તિ છે. તેના દ્રવ્યસ્વભાવમાંથી વિકાર ઉત્પન્ન થતો નથી. વિકાર તો કર્મના સંબંધથી ઉત્પન્ન થાય છે માટે તે અચેતન છે અને શરીર પણ અચેતન છે માટે તે બંને અચેતન જીવના સ્વભાવથી જુદાં છે. શરીરથી ચેતન જુદો છે અને વિકારથી ચૈતન્ય-સ્વભાવ જુદો છે. શરીર અને કર્મ જડદ્રવ્ય છે અને આત્મા ચેતન દ્રવ્ય છે માટે તેને દ્રવ્ય ભિન્નતા છે અને વિકાર તથા ચૈતન્ય દ્રવ્ય તો જુદાં નથી પણ તે બંનેને સ્વભાવે ભિન્નતા છે. રાગ-દ્વેષાદિ વિકાર ચૈતન્યથી વિરુદ્ધ સ્વભાવ છે પણ જીવે એવી દૃઢ માન્યતા કરી લીધી છે કે આ જ મારો સ્વભાવ છે અને શરીર તે જ હું છું. કર્મના સંબંધે થયેલા પુણ્ય-પાપરૂપ વિભાવ અને કર્મના સંબંધે સંયોગમાં આવેલ શરીર આદિ બધી અચેતનની જાત છે તે જ “હું છું એમ માનીને અજ્ઞાનીએ મિથ્યાત્વની મડાગાંઠ વાળી છે. તેથી આચાર્યદેવ કહે છે કે તેને તું જીવથી ભિન્ન જાણ. જીવ તો, નિર્મળ જ્ઞાન-દર્શનસ્વભાવી હોવાથી જાણનાર...દેખનાર તત્ત્વ છે તેને જાણ, તેની શ્રદ્ધા કર અને તેમાં ઠર ! તો તારે ભવભ્રમણ નહિ રહે. ટીકામાં થોડી ખૂબી છે. એક સમયની અંદર મિથ્યાત્વ. અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચેય ભાવ સિદ્ધ કર્યા છે. ભાવાર્થ આમ છે કે પુણ્ય-પાપના ભાવ મારા. છે એવી માન્યતા તે મિથ્યાત્વભાવ છે, રાગનો ત્યાગ થતો નથી તે અવિરિત છે, સ્વરૂપમાં v Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો સ્થિરતા નથી એ પ્રમાદભાવ છે, ક્રોધ, માનાદિ કષાયભાવ છે અને યોગનું કંપન છે. આ પાંચેય વિકારભાવ એક જ સમયમાં છે તેનાથી ભગવાન આત્મા નિવૃત્તિસ્વરૂપ છે. આત્મા એ પાંચ પ્રકારના પરિણામવાળો નથી છતાં પોતાને એ પાંચભાવરૂપ માનવો તે મિથ્યાદૃષ્ટિપણું છે. અર્થમાં શરીરની ભિન્નતા લીધી હતી અને ભાવાર્થમાં આ પાંચેય વિકારી અવસ્થાથી ભિન્ન આત્માને ઉપાદેય કહીને વિશેષ અર્થ ખોલ્યો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ પ્રકારના પરિણામથી ( નિવૃત્તિના કાળે શુદ્ધાત્મા જ ઉપાદેય છે. એટલે કે આ પાંચેય પ્રકારના પરિણામનું લક્ષ અને ધ્યેય છોડીને, અવલંબન છોડીને જે કાળે પોતાના સ્વભાવની સન્મુખતા કરે છે, તેનું જ લક્ષ કરે છે તે કાળે શુદ્ધાત્મા ઉપાદેય થયો કહેવાય છે, માત્ર આત્મા-આત્મા કરવાથી આત્મા ઉપાદેય થતો નથી. જે પરિણામ પાંચ પ્રકારના વિકારથી નિવૃત્ત થઈને શુદ્ધાત્માને રુચિમાં લે છે, લક્ષમાં લે છે ધ્યેય બનાવે છે તે પરિણામમાં શુદ્ધાત્મા ઉપાદેય થયો કહેવાય. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગની રુચિ, લક્ષ, ધ્યેય અને અવલંબન છોડીને સ્વભાવની રુચિ, લક્ષ, ધ્યેય અને અવલંબન લે ત્યારે સ્વભાવને ઉપાદેય માન્યો ગણાય છે–ઉપાદેય માની શકાય છે. રુચિમાં રાગ ઉપાદેય મનાતો હોય-મીઠાસ વેદાતી હોય-મજા પડતી હોય એવા પરિણામમાં આત્મા ઉપાદેય થઈ શકતો નથી. ત્યારે તો આત્માનો અનાદર છે-રુચિ નથી, દરેક પ્રકારના વિકારની રુચિ છૂટી જાય અને એક આત્માની રુચિ થાય ત્યારે આત્મા ઉપાદેય બને છે. પુણ્ય પરિણામમાં મજા આવે છે તે મિથ્યાત્વભાવ છે તો પાપભાવમાં મીઠાસ વેદાય એ તો મિથ્યાત્વ જ છે. કોઈ એમ કહે કે અમને ભોગની વાસના આવી પણ તે તો પર છે માટે આવી તો ભલે આવીએમ ન હોય ભાઈ ! વાસનામાં તને મજા આવે તે મિથ્યાત્વભાવ છે. મૂળ તો એને ચિદાનંદસ્વભાવ ઠીક લાગ્યો નથી-રુચિમાં આવ્યો નથી એટલે તેને હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ આદિ પાપ અને સત્ય, અહિંસા, દયા આદિ પુણ્યભાવમાં ઠીક લાગે છે. એ ઠીક બુદ્ધિને જ મિથ્યાત્વ અને અજ્ઞાનભાવ કહેવાય ' છે. તે કાળે તે જીવને પુણ્ય-પાપની વાસના જ આદરણીય લાગે છે. તેમાં જ હિત માનીને બેઠો છે. પરમાં અને પુણ્ય-પાપમાં હિતબુદ્ધિ છે તે જ મિથ્યાત્વભાવ છે, એ જ અજ્ઞાનભાવ છે, એ જ પર્યાયબુદ્ધિ છે, તે કાળે જીવને એ પર્યાય જ આદરણીય લાગે છે. જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ આદિ પરિણામથી નિવૃત્તિ થઈ અને ભગવાન ચૈતન્યસ્વભાવના આદરરૂપ પરિણામની પ્રવૃત્તિ થઈ ત્યારે તે કાળે શુદ્ધાત્મા જ ઉપાદેય છે. હવે ૭૪મી ગાથામાં મુનિરાજ કહે છે કે જ્ઞાનમયી પરમાત્માથી ભિન્ન પરદ્રવ્યને છોડી તું શુદ્ધાત્માનું ધ્યાન કર !પરનું લક્ષ છોડી તું શુદ્ધાત્મા સાથે દોરી બાંધ. Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ર ) [ ૩૩૩ હે જીવ! તું જ્ઞાનસ્વભાવમયી આત્મા છો. તું પુણ્ય-પાપના વિકલ્પમયી આત્મા નથી. માટે તે જ્ઞાનમયી આત્મા સિવાયના બાકીના બધા ભાવોને છૌડીને એક પોતાના શુદ્ધાત્મ સ્વભાવનું ચિંતવન કર ! ચિંતવન શબ્દથી અહીં વિકલ્પ કરવાનું કહ્યું નથી પણ શદ્ધાત્માની નિર્વિકલ્પષ્ટિ કરવાનું કહ્યું છે. જ્યારે પુણ્ય-પાપનું ચિંતવન કરતો હતો ત્યારે તેમાં એકાગ્ર હતો. હવે આત્માનું ચિંતવન કરતાં તે આત્મામાં એકાગ્ર થશે. એકાગ્ર થાય તો ખરું ચિંતવન થયું કહેવાય. અહીં તો એકલું માખણ પીરસાય છે. આડી-અવળી વાત જ નથી. શું આત્મા શરીરમય છે? રાગમય છે? કર્મમય છે? કોનાથી તન્મય છે? –ભગવાન આત્મા જાણવા-દેખવાના ધ્રુવસ્વભાવથી તન્મય છે માટે તે સિવાયના બીજા જે કોઈ ભાવ છે તેને છોડીને ભગવાન આત્માને ધ્યાવ ! તેમાં એકાગ્ર થા ! તો જ આત્માની ખરી ચિંતવના થશે. . ભાવાર્થજ્ઞાનમયી આત્મા એટલે કેવો છે?—કે કેવલજ્ઞાનાદિ ગુણોનો રાશિ છે. અર્થાત્ કેવલ કહેતાં એકલો જ્ઞાન, એકલો દર્શન, એકલી શાંતિ, એકલો આનંદ, એકલી પ્રભુતા, એકલી અનંતી શક્તિની સ્વચ્છતા, એકલી સ્વસંવેદન થવામયી શક્તિ આદિ અનંતી શક્તિનો રાશિ છે–ઢગલો છે. અનંતગુણની રાશિ એ જ સાચી રાશિ છે. ભગવાન આત્મામાં ગુણોની સંખ્યા અમાપ છે અને એક એક ગુણની શક્તિ પણ અમાપ છે. એક જ્ઞાન-જાણવાની શક્તિનું અમાપપણું છે તેમ દર્શન, સુખ, વીર્ય આદિ અનંતી ગુણોની શક્તિ અમાપ છે–અનંત છે. અનંત જ્ઞાનાદિ શક્તિમય આત્મા છે. પણ પોતાની શક્તિની સામે જોતો નથી અને મારે આટલા પૈસા અને આવું શરીર અને આટલો વૈભવ એમ પરથી પોતાનું માપ કરે છે પણ હરામ કાંઈ એનું હોય તો. જે પોતાનું નથી એવા શરીરાદિમાં એટલું બધું મમત્વ થઈ ગયું કે તે મારું નથી એમ માનવું કઠણ પડે છે. સવારમાં ઉઠીને શરીરને નવરાવે, દાંતિયાથી વાળ ઓળે, શરીરને સારું રાખવા માટે અનેક ઉપાય કરે પણ ધૂળ છે ભાઈ ! એ જડ-માટી છે, એ “તું” નહિ, શ્રોતા –પણ સાહેબ ! એના વગર ચાલતું નથી ને! પૂજ્ય ગુરુદેવશ્રી :–“એના વગર મને ન ચાલે. એવી માન્યતાનો ભ્રમ જ તેને ! મોટો દુઃખદાયક છે. શરીર તો શું પણ રાગ વિના આત્મા ટકે તેવો છે. સદાય આત્મા શરીર, કર્મ અને વિકાર વિના ટકેલો છે. શરીર, કર્મ, વિકાર આદિ વિના હું ન રહી શકું એ જ મહામિથ્યાત્વ કષાયનું પાપ છે. એના વિના મને ન ચાલે એવી માન્યતા આત્માને રેશી નાંખે છે (ભાવમરણ કરે છે). Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અહો ! ભગવાન આત્મા અનંત ગુણનો મોટો રાશિ છે તેને એક રાગ-દ્વેષ કે દુઃખની પર્યાય જેવડો માની લેવો કે શરીર જેવડો કે પાંચ-પચાસ લાખના સ્વામી તરીકે માની લેવો તે મોટી મિથ્યાશ્રદ્ધા છે તે વડે જીવ અસત્ય-પાપદૃષ્ટિને સેવે છે. જે પોતાના સ્વભાવમાં નથી તેને પોતાના માની લેવાથી સતનો અસત્કાર થાય છે અને અસતનો સત્કાર થાય છે. અરે, પોતે અનંતગુણનો રાશિ હોવા છતાં એક રાગ પૂરતો પોતાને માની લે છે તે પોતાને મારી નાખે છે, રાગાદિ પરભાવ તો શુદ્ધાત્માના સ્વભાવથી વિલક્ષણ છે. શરીર, પૈસા, મકાન કે વિભાવ આદિ કોઈ ચૈતન્યના લક્ષણ સાથે મળતાં ભાવ નથી. વિલક્ષણ છે-વિપરીત લક્ષણવાળા છે. કોઈ પોતાના છોકરાને પોતાના નહિ માનતાં માછલાના બચ્ચાને પોતાના માને તો તે કેવો મૂઢ છે! તેમ અજ્ઞાની પોતાના સ્વભાવને પોતાનો નહિ માનતા શરીર ને પરભાવને પોતાના માને છે એ તેની કેટલી મૂઢતા છે ! શરીર કે પરભાવમાં કે પૈસા આદિમાં આત્માનું કોઈ લક્ષણ પણ નથી. કાંઈ ચિહ્ન એવું નથી કે જેનાથી તેને જીવન માની શકાય. જીવની જાતથી તદ્દન જુદી જાતના છે તેને અજ્ઞાની પોતાના માને છે. શરીર, વાણી, પૈસા, મકાન, સ્ત્રી, પુત્ર, આબરૂ, રાગ, દ્વેષ, ક્રોધ, માનાદિ કોઈ ભાવ એત્માના ભાવ સાથે મળતો નથી. એવા વિલક્ષણ તત્ત્વોને જીવ પોતાના લક્ષણસ્મથે મેળવે છે એ તો પોતાને કોઈ વારસદાર નથી તો આ કૂતરાનું બચ્ચું મારો વારસો સાચવશે એમ માનવા જેવી મૂઢતા છે. અરે ! કૂતરું નહિ ને કોઈ પારેવાને પાળે કે તેની સાથે રમવા મળશે અને પાછળથી વારસો રાખશે એમ માને તો એ શું યોગ્ય છે ! તેમ જે ભાવ આત્માથી વિલક્ષણ છે તે ભાવથી આત્માની સિદ્ધિ થાય ! જે પુણ્ય-પાપાદિ ભાવ તારા નથી, તારામાં નથી અને ત્રણકાળમાં તારા થવાના નથી તેને પોતાના શું કામ માને છે ભાઈ ! દુનિયામાં ડાહ્યા ગણાવ છો તોપણ આનો વિચાર કદી કર્યો નહિ ! શરીર ને પુણ્ય-પાપના મમત્વને ભગવાનની આડાં રાખી દીધા છે માટે તારો સૂર્ય આથમી ગયો ભાઈ ! પરમાત્મપ્રકાશની શૈલી છે કે પહેલાં સમૂહાત્મક વાત કરીને પછી તેને જ ભિન્ન ભિન્ન પાડીને તેમાં જીવ કેવી રીતે એકતા કરે છે ને એકતા કેમ તૂટે તે બધું બતાવે છે. ગાથાએ ગાથાએ થોડો થોડો ભાવ ફેરવતાં જાય છે. જુદી જાતના લક્ષણવાળા ભાવોને હવે છોડ ને ! એ તારા થવાના નથી, તારામાં રહેવાના નથી. એક સમયમાત્ર પણ તે તારા સ્વરૂપમાં પેઠાં નથી. તારે અને તે વિલક્ષણ ભાવોને કોઈ વાતમાં મેળ નથી એમાં તું મેળ કરવા જા તો મેળ થવાનો નથી. અનંતગુણની રાશિસ્વરૂપ આત્માથી વિલક્ષણભાવો સાથે એકતાબુદ્ધિ છોડીને હવે તું Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ર ) [ ૩૩૫ અનંતગુણની રાશિ-નિજાત્મામાં એકતા કરી લે ! મૂળ મૂડીને સંભાળી લે ! અહીં મૂળ તો પરિણતિ બતાવવી છે એટલે એવી શૈલી લીધી છે કે કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ કાર્યસમયસારનો સાધક જે અભેદરત્નત્રયરૂપ કારણસમયસાર છે તે-રૂપ પરિણત થયેલા પોતાના શુદ્ધાત્મસ્વભાવનું ચિંતવન કર ! ભગવાન આત્માથી વિલક્ષણ ભાવોને લક્ષમાંથી, ધ્યેયમાંથી છોડ અને કાર્યસમયસાર એવો જે મોક્ષ તેનું જે કારણ છે સાધક છે એવો અભેદરત્નત્રયરૂપ એટલે અભેદ શ્રદ્ધા, અભેદ જ્ઞાન અને અભેદ ચારિત્રરૂપે પરિણમીને આત્માનું ધ્યાન કર ! અભેદરત્નત્રયનું પરિણમન એ કાર્યસમયસારરૂપ મોક્ષનું સાધક-કારણ છે. અભેદ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રના પરિણમન વડે મોક્ષરૂપ કાર્ય પ્રગટ થાય છે માટે અભેદરત્નત્રયરૂપે પરિણમતા પોતાના શુદ્ધાત્માનું ચિંતવન કર અને તેને જ ઉપાદેય સમજ. અભેદરત્નત્રયના પરિણમન વડે શુદ્ધાત્માને ઉપાદેયપણે ધ્યાવે તો તારી મુક્તિ થયા વિના નહિ રહે. CS୧ જ ત્રિકાળી શુદ્ધ જીવ ચૈતન્યપ્રભુ કે જેની પર્યાયમાં વિકાર હોવા છતાં શુદ્ધ જીવ પ્રગટ થાય છે; પોતાનો જે અબંધસ્વભાવ શાયકભાવ પ્રમત્ત-અપ્રમત્ત દશાથી રહિત છે તે શુદ્ધ જ્ઞાયકભાવનો સમ્યગ્દર્શનમાં સ્વીકાર કરીને શુદ્ધ જીવ પ્રગટ થાય છે, તે સુખી છે અને જે વિકાર અને તેના ફળ તે હું એમ માને છે તે મિથ્યાષ્ટિ છે, દુઃખી છે, દુઃખનું ભોજન કરે છે. ભાઈ ! એકવાર બહારની મોહની મીઠાશ છોડી દે. જેમ ગોળનો રવો–ભેલી મીઠાશથી ભરચક છે તેમ ભગવાન અમૃતનો રવો-ભેલી છે, ત્યાં એકવાર પતિને લગાવ. મોટા ઘર ને ફર્નિચર ને સગવડતાના સાધનોમાં મતિ એટલી બધી એકાકાર થઈ ગઈ છે કે બાપુ! મરતાં તને તે બધું છોડવું આકરું પડશે. માટે ત્યાંથી મતિ હટાવી લે. - પૂજ્ય ગુર્દેવશ્રી Page #349 -------------------------------------------------------------------------- ________________ - સાધકને આખી દુનિયાની ઉપેક્ષા છે : (સળંગ પ્રવચન નં. ૫૩) શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૭૫મી ગાથા છે. अष्टभ्यः कर्मभ्यः बाह्यं सकलैः दोषैः त्यक्तम् । दर्शनज्ञानचारित्रमयं आत्मानं भावय निश्चितम् ।।७५।। आत्मना आत्मानं जानन् जीवः सम्यग्दृष्टिः भवति । सम्यग्दृष्टिः जीवः लघु कर्मणा मुच्यते।।७६।। શ્રી યોગીન્દ્રદેવ આ ગાથામાં કહે છે કે તું નિશ્ચયનયથી આઠ કર્મ અને સર્વ દોષોથી રહિત સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમયી આત્માને જાણ ! અભેદરત્નત્રયના કાળે આવો શુદ્ધાત્મા અનુભવમાં આવવા યોગ્ય છે. ચોથા ગુણસ્થાનથી અભેદરત્નત્રયની શરૂઆત થઈ જાય છે. અહીં અભેદરત્નત્રયની વ્યાખ્યા છે. પરમ અનંતગુણના ધામ એવા નિજ શુદ્ધાત્માને અંતરમુખ દૃષ્ટિથી જોતાં તે જ્ઞાનાવર્ણાદિ આઠ કર્મથી રહિત છે તથા મિથ્યાત્વ, રાગ, દ્વેષાદિ વિકારી દોષોથી પણ રહિત છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતારૂપ રત્નત્રયમય છે. જે આત્મા પોતાના શુદ્ધોપયોગ દ્વારા એટલે કે સમ્યગ્દર્શનજ્ઞાન, ચારિત્રની એકતા દ્વારા આત્માને અનુભવે છે તેને આવો નિર્મળ આત્મા અનુભવમાં આવે છે. જે શ્રદ્ધા દ્રવ્યની પ્રતીત કરે છે, જે જ્ઞાન દ્રવ્યને જાણે છે અને જે ચારિત્રમાં દ્રવ્યમાં સ્થિરતા થાય છે તેની કિંમત છે. શુદ્ધોપયોગની સાથે રહેવાવાળા એ ભાવ છે માટે તેને ટીકામાં અભેદરત્નત્રય કહ્યાં છે. શુદ્ધ ચૈતન્યજ્યોત પરમ આનંદસ્વરૂપ છે. તેનું જ્ઞાન કરીને જેણે અંતરમુખ દૃષ્ટિ વડે તેને પ્રતીતમાં લીધો છે એવા સમ્યગ્દર્શન-રત્નની કિંમત છે. રાગથી આત્માની શ્રદ્ધા કરે એમ નહિ પણ જેણે નિર્વિકલ્પ શ્રદ્ધામાં આત્માને લીધો છે. અમૂલ્ય એવા ચૈતન્યને શ્રદ્ધામાં લીધો છે એવા સમ્યગ્દર્શનની કિંમત છે. જેણે જ્ઞાનમાં આત્માને સ્વક્ષેય બનાવ્યો છે અને શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક તેમાં સ્થિર થયો છે એવા જીવના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને રત્નત્રય કહ્યા છે. કેમ કે તે કિંમતી છે. શરીર, વાણી કે પુણ્ય-પાપના વિકલ્પોની કોઈ કિંમત નથી કેમ કે તેમાં શુદ્ધાત્મા લક્ષમાં આવતો નથી. એકલા આનંદમય આત્માની શ્રદ્ધા કરી તે શ્રદ્ધાની કિંમત છે, તે જ્ઞાનની કિંમત છે કે જેણે આત્માને જાણ્યો. વ્યવહાર-શ્રદ્ધાની કે શાસ્ત્રના જ્ઞાનની કાંઈ કિંમત નથી. તેને નિશ્ચયરત્નત્રય સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવાથી ભેદરત્નત્રય કહેવાય છે પણ તે તો Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫૩ ] | ૩૩૭ આરોપિત કથન છે. જ્ઞાનમાં વસ્તુને લઈને જે જ્ઞાને તેને શેય બનાવ્યો એ જ્ઞાનની જ કિંમત છે એવા જ્ઞાનને જ રત્ન કહેવાય છે. તે જ્ઞાનમાંથી શરીરનું વિકલ્પનું કે પરના જાણપણાનું અભિમાન ઊડી ગયું હોય છે. સમયસારની બીજી ગાથા યાદ આવી હતી. નીવો વૃત્તિવંતળબાળટિવો તં ફ્રિ સક્ષમયં નાળ । જે જીવ દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તે સ્વસમય' છે એ સિવાય શુભ ઉપયોગમાં ઠરે છે તે જીવ પણ પરસમય' છે. માટે તારા ઉપયોગને વિકલ્પથી સંકેલી (ખસેડી) નિજ ભગવાન આત્મામાં લગાવ ! નિર્વિકલ્પદૃષ્ટિ અને શુદ્ધોપયોગપૂર્વક શ્રદ્ધા-જ્ઞાનમાં આત્માને લઈને તેનું ધ્યાન કર એ તારા રત્નત્રય છે, તેમાં તારી શોભા છે. ભાવાર્થ :—જોયેલાં, સાંભળેલાં, અનુભવેલાં ભોગોની અભિલાષારૂપ બધાં વિભાવપરિણામોને છોડીને નિજસ્વરૂપનું ધ્યાન કર ! બહારના વિષયો અત્યાર સુધી જોયાં છે તેને ભૂલી જા, સાંભળેલાં વિષયોને ભૂલી જા, અનુભવેલાં રાગાદિના ભોગને ભૂલી જા. માત્ર વિષયનો ભોગ એ જ ભોગ નથી. કોઈ પણ રાગના ભાવનો ભોગ તે ભોગ છે તેને ભૂલી જા. બાહ્યપદાર્થની વિસ્મયતાના ભાવને ભૂલી જા. અંતર આત્મપદાર્થની વિસ્મયતાનો એનુભવ કરવો એ એક જ જીવનું કર્તવ્ય છે. એ જ કિંમતીભાવ છે. માટે આત્માના ભાવને ભોગવ અને રાગાદિના ભોગને ભૂલી જા ! બાહ્યપદાર્થને દેખવાનું છોડીને આત્માને દેખ અને બાહ્યકથા સાંભળવાનું છોડીને અંતર લક્ષપૂર્વક જ્ઞાનાનંદનું શ્રવણ કર દેખેલાં, સાંભળેલાં, અનુભવેલાં ભોગોને છોડી દે એટલું જ નહિ પણ તેની અભિલાષા અર્થાત્ ભાવના પણ ન કર ! સર્વ પ્રકારના બધાં વિભાવપરિણામોને છોડીને નિજસ્વરૂપનું ધ્યાન કર. અહીં ઉપાદેયરૂપ અતીન્દ્રિયસુખથી તન્મયી અને ભાવકર્મ, નોકર્મ અને દ્રવ્યકર્મથી જુદો જે શુદ્ધાત્મા છે તે અભેદરત્નત્રયના ધારણ કરવાવાળા નિકટભવ્યોને ઉપાદેય છે એમ તાત્પર્ય છે. શરીર, સ્ત્રી, પુત્ર, ધન આદિમાં ક્યાંય આનંદ નથી, કોઈ પણ પ્રકારના વિકલ્પમાં પણ આનંદ નથી, અતીન્દ્રિય આનંદ એક નિજાત્મામાં જ છે તેથી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત નિજાત્મા જ નિકટભવ્યોને ઉપાદેય છે કે જેના ધ્યાન વડે અતીન્દ્રિયસુખની પ્રાપ્તિ થાય છે. અલ્પકાળમાં જેની કેવળજ્ઞાનદશા થવાની છે એવા અભેદરત્નત્રયધારક નિકટભવ્યજીવોને આવો શુદ્ધાત્મા જ ઉપાદેય છે. બીજી ગાથામાં પણ કેવળજ્ઞાનને ઉત્પન્ન ક૨ના૨ી ભેદજ્ઞાનજ્યોતિ કહી છે. અહો ! અતીન્દ્રિય આનંદની મીઠાશથી ભરપૂર ભરેલા ભગવાન આત્માનું જ્ઞાન કરી, તેની પ્રતીત અને સ્થિરતા થઈ છે એવા અભેદ૨ત્નત્રયના કાળે આ આત્મા આદરણીય છે. ગાથાઓ કેવી ઊંચી છે ! વસ્તુ એવી ઊંચી જ છે, વાચ્ય ઊંચું છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮) _/ પરમાત્મપ્રકાશ પ્રવચનો જે પરિણામે પરિણામીને પકડ્યો છે એવા પરિણામની જ કિંમત છે. જે શ્રદ્ધા પરિણામે આત્માને શ્રદ્ધામાં લીધો છે, જે જ્ઞાનપરિણામે જ્ઞાયકને જ્ઞાનમાં લીધો છે તે શ્રદ્ધા-જ્ઞાનની જ કિંમત છે. પોતે અતીન્દ્રિયાનંદસ્વરૂપ છે પણ જ્યાં સુધી એને પુણ્ય-પાપમાં એને તેના ફળમાં મીઠાશ આવે છે ત્યાં સુધી તેના શ્રદ્ધા-જ્ઞાનમાં આત્મા આવ્યો નથી. એવા મિથ્યાષ્ટિને આત્મા ઉપાદેય થઈ શકતો નથી. ભગવાન આત્મા અતીન્દ્રિયાનંદથી તન્મય છે તેમાં એકલો આનંદ જ ભર્યો છે તેની જેને કિંમત આવે તેને રાગથી માંડીને બહારના કોઈ પણ પદાર્થની અધિકતા-વિસ્મયતાઅચિત્યતા, અભુતતા ભાસતી નથી. તેને તો એક આત્મા જ ઉપાદેય હોય છે. જેમ ભેંસને છૂટા કપાસની વખારમાં ચરવા માટે છૂટી મૂકી હોય તો એ કેવી હોંશથી ખાય! ખાવામાં એવી લીન થઈ જાય કે ઊંચું માથું પણ ન કરે તેમ અતીન્દ્રિય આનંદની વખારમાં પડેલો આત્મા વિકલ્પમાં માથું ઊંચું કરતો નથી. પણ હજુ જેનામાં પાત્રતા ન હોય, સમજણ ન હોય, વ્યવહારના ઠેકાણા ન હોય અને આંખ બંધ કરીને આત્માનું ધ્યાન કરવા જાય તેને આત્માનો આનંદ ન આવે તો. એ તો જડના ધ્યાન છે બાપુ ! શ્રોતા. એમાં પણ આનંદ તો આવે છે ! પૂજ્ય ગુરુદેવશ્રી એ તો જગતના જીવો માન આપે...સારું બોલે...તેનો આનંદ આવે છે. આત્માનો આનંદ તેમાં ન આવે ભાઈ ! અહીં તો કહે છે ભાઈ ! તારી ચીજ આમ બહારની રુચિથી મળે તેમ નથી. તેને માટે તો દર્શન, જ્ઞાન, ચારિત્રની કિંમત આપ તો આનંદ મળે તેમ છે. પણ તેને માટે ઘણી જવાબદારી છે. એક આત્માની જ રુચિ હોય, બાહ્યમાં કયાંય રુચિ ન હોય, હળવો હળવો થઈ ગયો હોય, શાસ્ત્ર ભણતરની પણ જેને અધિકતા આવતી નથી, મને દુનિયાને કાંઈક સમજાવતા આવડે છે તેની પણ જેને મહિમા નથી અને ઘણાં શુભભાવ થતો હોય છતાં તેની કિંમત લાગતી ન હોય તેને આત્મા ઉપાદેય છે. તેને આત્માનો અતીન્દ્રિયાનંદ મળે છે કેમ કે તેનું ધ્યાન જ આત્મામાં લાગી શકે છે. આમ નિકટભવ્યોને જ આત્મા ઉપાદેય છે એ આ ગાથાનું તાત્પર્ય થયું. હવે ૭૬મી ગાથામાં મુનિરાજ સમ્યગ્દષ્ટિની મુખ્યતાથી સ્વતંત્ર એક દોહાસૂત્ર કહે પોતાને પોતાથી જાણતો થકો જીવ સમ્યગ્દષ્ટિ થાય છે અને સમ્યગ્દષ્ટિ થતો થકો કર્મોથી જલ્દી છૂટી જાય છે. પોતાને એટલે જ્ઞાનાનંદસ્વરૂપ નિજ આત્માને પોતાથી એટલે નિર્દોષ વીતરાગ પર્યાય દ્વારા અર્થાત્ નિશ્ચય-સમ્યગ્દર્શન, જ્ઞાન દ્વારા જાણે છે તે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. વીતરાગી પર્યાય દ્વારા વીતરાગસ્વરૂપ નિજાત્માને જે જાણે છે તે Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૩ 7 [ 336 અલ્પકાળમાં વીતરાગી પૂર્ણતાને પામે છે. સ્વસંવેદનજ્ઞાન દ્વારા રાગ અને પુણ્ય-પાપ રહિત સ્વશુદ્ધાત્માને જાણે છે તે પહેલાં તો અંતરાત્મા થાય છે અર્થાત્ પોતે પોતાને અનુભવતો સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ આઠ કર્મોથી શીધ્ર છૂટી જાય છે. શક્તિરૂપ પરમાત્મા હતો તેને વ્યક્તરૂપ પરમાત્મદશા પ્રગટ થાય છે, આ જ પરમાત્મા થવાનો ઉપાય છે, બાકી કોઈ ઉપાય નથી. સમ્યગ્દષ્ટિ શીધ્ર મુક્તિને પામે છે. શીધ્ર એટલે કે આવી સ્થિતિવાળાને અલ્પકાળમાં જ કેવળજ્ઞાનપ્રાપ્તિનો કાળ હોય છે. આ પાંચમા આરાના જીવને મુનિરાજ આવો ઉપદેશ આપે છે! મુનિને ખબર નહિ હોય કે પાંચમા આરામાં આવી વીતરાગતા ન થાય ! મુનિરાજને ખબર છે કે આ કાળે કેવળજ્ઞાન થતું નથી પણ કેવળજ્ઞાન જે રીતે થાય એવી વીતરાગી અનુભૂતિ આ કાળે પણ થઈ શકે છે. શ્રદ્ધા અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષાએ, ભાવના અપેક્ષાએ, ઈચ્છા અપેક્ષાએ તથા નિશ્ચય અપેક્ષાએ કેવળજ્ઞાન આ કાળે પણ થઈ શકે છે માટે કેવળજ્ઞાન આ કાળ નથી એમ કરીને પુરુષાર્થને રોકી દેવો યોગ્ય નથી. આ કાળે તું આખો ભગવાન આત્મા તો બેઠો છો ! તારામાં અનંતી કેવળજ્ઞાનપર્યાય અને અનંતી આનંદપર્યાય તો તારા દ્રવ્યમાં પડી છે પણ એને વિશ્વાસ નથી આવતો. આ કાંઈ કલ્પનાથી વિશ્વાસ આવે તેમ નથી. તેને માટે તો કિંમત ભરવી પડે તેમ છે. રત્નત્રય એ તેની કિંમત છે. અંતર એકાગ્રતાના અપાર શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિથી વસ્તુ હાથ આવે તેમ છે. આજે તો સવારમાં વિચાર આવ્યો કે, અહો ધન્ય એ કાળ કે જ્યારે આઠ વર્ષના સુકોમળ રાજકુમાર વનમાં ધ્યાનમાં બેઠા હશે! પાસે નાનું એવું પછી ને કમંડળ પડ્યું હશે ! કોઈ શિકારી ત્યાંથી નીકળે તો એને પણ એમ થઈ જાય કે અરે ! આવા રાજકુમાર ! એ જ્યારે દીક્ષા લેવા માતા પાસે રજા માંગતા હોય...માતા ! અમને સંસારમાં દુઃખ લાગે છે.માતા કહે, બેટા ! આ બધો વૈભવ...હીરાના થાળ, નીલમની પાટ, આ રાજમહેલ, મોટા થશો ત્યાં પદમણી જેવી સ્ત્રીઓ સાથે પરણાવીશું. તમે દીક્ષા ન લ્યો ! પુત્ર કહે છે માતા ! અમને દુનિયામાં બધા ભાવ દુઃખદાયક લાગે છે, આ સુંદર દેખતાં શરીર પણ ધૂળના ઢગલા છે. તેની પાછળ પ્રભુ સંતાણા છે. અમે તેને શોધવા વનમાં જઈને ધ્યાન લગાવશું. શરીર ભલે માખણ જેવા હોય પણ જેનું લક્ષ કરતાં રાગ થાય–દુઃખ થાય તે ચીજ શા કામની! એક અમારો આનંદકંદ જ અમારે કામનો છે, બીજું કાંઈ કામનું નથી. અહો ! મુનિએ ધુરંધર મોટી પેઢી માંડી છે તેનાથી મુનિને કેવળજ્ઞાનનો લાભ થશે. લોકો ધનના લાભ માટે પેઢી માંડે છે એ તો આત્માની પૂંજીને લૂંટનારી છે અને મુનિની પેઢી તો શરૂ થાય ત્યાં અંતરમાં આનંદના શેરડા દેનારી છે. મુનિએ સમ્યગ્દર્શનમાં શંતરસના શેરડા તો અનુભવ્યાં છે. હવે તેમાં એકદમ ઠરી જવા માટે વનમાં ચાલી નીકળે છે. ત્યાં Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪o ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કોઈનો તેમને સાથ જતો નથી. જેમ મડદાં સાથે ઠાઠડીમાં બીજાના સાથની જરૂર નથી તેમ મુનિને કોઈના સાથની અપેક્ષા નથી. મુનિએ શ્રદ્ધા, જ્ઞાનમાં આનંદની રેલમછેલ અનુભવી છે તેને સાધવા નીકળ્યાં છે ત્યાં આખી દુનિયાની ઉપેક્ષા છે અને એક આત્માની અપેક્ષા છે. આવી ચારિત્ર સહિત વિતરાગતા ધ્યાવવા યોગ્ય છે. આ જ અભિપ્રાયવાળી ગાથા કુંદકુંદ આચાર્યે મોક્ષપાહુડમાં સમ્યકત્વનું લક્ષણ બતાવતાં લખી છે. सद्दव्वरओ सवणो सम्मादिट्ठी हवेइ णियमेण । सम्मत्तपरिणदो उण खवेइ दुट्ठकम्माइं ॥ અર્થ :- આત્મસ્વરૂપમાં મગ્ન થયેલ જે યતિ તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. તે જ સમ્યગ્દષ્ટિ પછી સમ્યકત્વરૂપ પરિણમતો થકો દુષ્ટ આઠ કર્મોનો ક્ષય કરે છે. સવMI એટલે દિગંબરમુનિ કે જેને શરીર ઉપર એક વસ્ત્રનો ધાગો નથી, શરીર ઉપર શણગાર નથી, માતાએ જન્મેલા પુત્ર જેવું નગ્ન દિગંબરરૂપ છે અને અંદરમાં આત્મસ્વરૂપમાં રમણતા અને મગ્નતા છે, વિકલ્પની મગ્નતા છૂટી ગઈ છે એવા ઉત્કૃષ્ટ મુનિની વાત અહીં લીધી છે. આ તો મોક્ષપાહુડની ગાથા છે ને ! તેમાં ઉત્કૃષ્ટ ચારિત્રવત મુનિ જ મોક્ષ પામે, તેને જ આઠ કર્મો ક્ષય થાય એ બતાવવું છે. જેને બાહ્યમાં ક્યાંય મગ્નતા ન હોય, અંતરમાં સમ્યગ્દર્શન, જ્ઞાન પૂર્વક ચારિત્રમાં મગ્નતા હોય એવા મુનિને જ મુક્તિ હોય. જેને બાહ્યમાં વસ્ત્ર-પાત્રાદિનો સંયોગ હોય અને મુનિપણું ધરાવતાં હોય તેને અંતરમાં આત્મામાં મગ્નતા ન હોય, તને તો સમકિત પણ ન હોય, ગૃહસ્થાશ્રમમાં રહીને સમકિત પામી શકે છે પણ વસ્ત્ર-પાત્ર સહિત મુનિપણું માને તેને સમકિત પણ હોય નહિ તો મુનિપણું તો ક્યાંથી હોય ! સાચા ભાવલિંગી મુનિને તો તેની દશાને યોગ્ય અકષાય પરિણતિ થઈ ગઈ હોય છે તેથી બાહ્યમાં નગ્નદશા સહજ થઈ જાય છે. આવા ભાવલિંગી મુનિ સ્વદ્રવ્યમાં રત હોય છે. સમ્યગ્દષ્ટિ સ્વદ્રવ્યમાં લીન છે પણ મુનિ જેટલી લીનતા સમ્યગ્દષ્ટિને હોતી નથી. પોતાના સ્વરૂપની નિશ્ચયર્દષ્ટિ સહિત, સ્વરૂપના નિશ્ચયજ્ઞાન સહિત, સ્વરૂપની ઉગ્ર લીનતામાં મગ્ન છે એવા શ્રમણ જ અલ્પકાળમાં મુક્તિને પામે છે. અહો ! મુનિપદ ત્રણેય કાળ અને ત્રણેલોકમાં એવું જ હોય કે મુનિ સ્વદ્રવ્યમાં લીન હોય. મુનિને વસ્ત્ર-પાત્રનો સંયોગ હોય જ નહિ. વસ્ત્ર-પાત્ર સહિત સાધુપણું મનાવે છે તેને સ્વદ્રવ્યની દૃષ્ટિ જ નથી, સ્વદ્રવ્યના સ્વરૂપની ખબર જ નથી તો સ્વદ્રવ્યમાં લીનતારૂપ મુનિપણું તેને હોય ! સ્વરૂપમાં લીન મુનિને વસ્ત્ર-પાત્રવાળી દશા હોય જ નહિ. તેને તો સહજ દિગંબર દશા જ થઈ જાય છે, કરવી પડતી નથી. છતાં નગ્નપણું એ મુનિપણું નથી. ત્રણકષાયનો અભાવ અને સ્વદ્રવ્યમાં લીનતા તે મુનિપણું છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૩ ) [ ૩૪૧ આત્મસ્વરૂપમાં મગ્ન થયેલા યતિ જ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ હોય છે એટલે વિશેષ સ્થિરતા સહિતના સમ્યગ્દર્શનની આ વાત છે તેનો અર્થ એવો નથી કે, ચોથા ગુણસ્થાને નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય. વસ્તુની દૃષ્ટિનો અનુભવ તો થયો છે ને તેમાં વિશેષ સ્થિરતા જામી છે તેથી તેને વીતરાગ ચારિત્ર સહિતનો સમ્યગ્દષ્ટિ કહ્યો છે. મુનિને પુસ્તક લખવાનો વિકલ્પ આવે છે, લખે છે પણ એ પાના કયાં પડ્યા છે ને કોણ લેશે તેની ચિંતા નથી. મુનિ તો છઠ્ઠા-સાતમા વીતરાગભાવમાં ઝૂલતાં હોય છે. એવા વીતરાગભાવમાં વિશેષ વિશેષ પરિણમતા પૂર્ણતાને પામે છે. પ્રતીત, જ્ઞાન ને રમણતામાં પરિણમતા પરિણમતા કેવળજ્ઞાન પામે છે અને આઠ કર્મ નાશ પામી જાય છે. દ્રવ્ય ઉપર જ મીટ માંડી હતી અને તેના જ લઉં પરિણમતા પરિણમતા પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. વસ્તુના અનુભવ-પરિણત દૃષ્ટિના ધ્યેયમાં ને ધ્યેયમાં વિશેષ સ્થિરતા કરતાં મુનિને ધ્યેય છૂટતું નથી અને સ્થિરતા વિશેષ પાકી થતાં થતાં સ્થિરબિબ થઈ જાય છે. તેને અહીં સમકિતનું પરિણમન કહ્યું છે. દ્રવ્યના ધ્યેયમાં થયેલું એ પરિણમન છે અને એ ધ્યેય પૂર્ણતા સુધી એમ ને એમ જ રહે છે. ધ્યેયમાં જરાય અસ્થિરતા થવા દેતા નથી. એ જ દ્રવ્યના ધ્યેયથી આઠ કર્મોનો ક્ષય થઈ જાય છે. અહો ! દિગંબર સંતોની શૈલી કોઈ ગજબ છે ન ભૂતો ન ભવિષ્યતિ | દ્રવ્યના ધ્યેયમાં વિશેષ સ્થિર થાય તેને પણ સમકિતનું પરિણમન ગયું છે. દ્રવ્ય-ધ્યેયની પકડમાં ને પકડમાં દુષ્ટ એવા આઠેય કર્મોનો નાશ કરી નાંખે છે જોયું? આઠેય કર્મને દુષ્ટ કહ્યાં છે. શતાવેદનીય, ઊંચ ગોત્ર આદિને પણ દુષ્ટ કહ્યાં. પ્રશ્ન થાય કે કર્મ તો જડ છે તેને દુષ્ટ કેમ કહ્યાં? તો સમાધાન એ છે કે, જડ કર્મો કાંઈ દુષ્ટ નથી પણ તે જે ભાવથી થયા છે અને તેના ઉદયકાળે તેને જ પરિણતિ અવલંબે છે તે વિકારી પરિણતિ દુઃખદાયક છે માટે દુષ્ટ છે તેનો આરોપ કર્મો ઉપર કરીને કર્મને દુષ્ટ કહ્યાં છે. આ ૭૬મી ગાથા સમ્યગ્દષ્ટિ માટેની સ્વતંત્ર એક ગાથા હતી. તેના ઉપરથી કોઈ એમ જ અર્થ લઈ લે કે, ચોથા ગુણસ્થાને નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તો એ વાતનો ખુલાસો આ ૭૭મી ગાથામાં આવે છે. ૭૯મી ગાથામાં “આત્મામાં રત જીવની વાત હતી. હવે આ ૭૭મી ગાથામાં “પર્યાયરત' જીવની વાત છે, પર્યાયરત જીવ પરસમય છે. જેની રુચિ-પ્રીતિ શરીરમાં છે તે પર્યાયરત છે, જેને રાગમાં પ્રીતિ છે તે પર્યાયરત છે, જેને પુણ્ય પરિણામમાં પ્રેમ છે તે પર્યાયરત છે. આ કોઈ દ્રવ્યમાં રત નથી. શરીરને દુઃખરૂપ માને છે તે પણ જડનો પ્રેમી છે. રાગ અને પુણ્યપરિણામનો પ્રેમ છે તેને શરીરનો જ પ્રેમ છે. આત્માનો પ્રેમ નથી. સ્વદ્રવ્યની દૃષ્ટિથી વિમુખ રહીને બીજા Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કોઈ પણ વિષયમાં જેને રુચિ છે તે દરેક જીવ પર્યાયરત છે એવા મિથ્યાષ્ટિ જીવો અનેક પ્રકારના કર્મોને બાંધે છે અને સંસારમાં રખડે છે. પરમાત્માની અનુભૂતિની શ્રદ્ધાથી વિમુખ જીવની આ દશા થાય છે અને પરમાત્માની અનુભૂતિની જેને શ્રદ્ધા છે એવા નિશ્ચય સમ્યગ્દષ્ટિ સંસારમાં રખડતા નથી, કર્મોથી મુક્ત થતાં જાય છે. આ વાત વિશેષ આગળ કહેવાશે. | (વીતરાગી પેઢીમાંથી અભેદરત્નત્રયનું મહા-અમૂલું ભેટશું આપનાર ધર્મધૂરંધર ચૈતન્ય ત્રદ્ધિધારી શ્રી સદ્દગુરુદેવનો જય હો). @ જેણે અંદરમાં આરાધના કરી અને ભગવાનના વિરહ નથી. અરે ! અમારો ભગવાન અમારી પાસે છે. અમને ભગવાનના ભેટા થયા છે, અમે ભગવાન જ છીએ. આહાહા! પંચમકાળનાં મુનિઓએ અપૂર્વ કામ કર્યા છે. અહીંથી સ્વર્ગમાં ગયા છે ને ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષે જવાના. પંચમકાળમાં ભરતક્ષેત્રમાં અવતર્યા એટલે એકાદ ભવ બાકી રહી ગયો, મહાવિદેહમાંથી તો એ જ ભવે મોક્ષ જાય છે. છ માસ ને આઠ સમયમાં છસો ને આઠ જીવ મોક્ષે જાય અને એટલા જ જીવો નિગોદમાંથી નીકળે, બાકી તો એમ ને એમ નિગોદમાં પડ્યા રહે છે. જ્યારે જુઓ ત્યારે નિગોદના એક શરીરમાં રહેલ જીવોના અનંતમાં ભાગે જ મોક્ષે જાય. આહાહા ! એ નિગોદમાંથી નીકળીને આવા મનુષ્યના ભવ મળ્યા ને વીતરાગની વાણી મળી એ તો ધન્ય ભાગ્ય ! મહા પુણ્યના થોક હોય...મેરુ જેટલા પુણ્યના થોક હોય ત્યારે આવો યોગ મળે છે. હવે કામ કરવું એ એના હાથની વાત છે. ભાઈ ! આવા કાળે તું તારું કામ કરી લે. સુવર્ણને વાન-ભેદથી જોતાં વાન-ભેદરૂપ પણ છે અને સુવર્ણમાત્રથી જોતાં સુવર્ણમાત્ર છે, વાન-ભેદ જૂઠા છે. તેમ જીવવસ્તુને નવતત્ત્વના ભેદરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ, ગુણ-ગુણીભેદરૂપ જોતાં તે ભેદ સત્યાર્થ છે. વસ્તુ ભેદરૂપ પણ છે અને જીવને વસ્તુમાત્રપણે જોતાં તે બધાંય ભેદ જૂઠા છે. વસ્તુ અભેદ-ભેદરૂપ છે પણ સરાગીને ભેદ દેખતાં વિકલ્પ ઊઠે છે ને અભેદરૂપ દેખતાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. કેવળીને ભેદ દેખવા છતાં વીતરાગ હોવાથી રાગ ઊઠતો નથી, સરાગીને ભેદ ઉપર લક્ષ જતાં રાગ થાય છે. ભેદને દેખવું તે રાગનું કારણ નથી પણ સરાગીને ભેદ દેખતાં રાગ ઉત્પન્ન થાય છે તેથી સરાગીને નિર્વિકલ્પતાનું પ્રયોજન હોવાના કારણે ભેદનું લક્ષ ગૌણ કરી અભેદનું લક્ષ કરવા કહ્યું છે. -પૂજ્ય ગુર્દેવશ્રી Page #356 -------------------------------------------------------------------------- ________________ પંચ-પરાવર્તનનું સ્વરૂપ || (સળંગ પ્રવચન નં. ૫૪) पर्यायरक्तो जीवः मिथ्यादृष्टिः भवति। बनाति बहुविधकर्माणि येन संसारं भ्रमति ।।७७। શ્રી પરમાત્મપ્રકાશના પ્રથમ અધિકારની ૭૭મી ગાથાનો ભાવાર્થ ચાલે છે. મિથ્યાત્વની વ્યાખ્યા કરતાં યોગીન્દ્રદેવ મિથ્યાષ્ટિ કોને કહે છે તે સમજાવે છે. પરમાત્માની અનુભૂતિરૂપ શ્રદ્ધાથી વિમુખ જે આઠ મદ, આઠ મલ, છ અનાયતન, ત્રણ મૂઢતા આ પચીશ દોષોથી સહિત અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ પરિણામ જેને છે તે મિથ્યાષ્ટિ કહેવાય છે. આ આત્મા શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા છે તેની અનુભૂતિરૂપ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે અને તેની અનુભૂતિથી વિપરીત આઠ મદ આદિ દોષોમાં અહપણું તે મિથ્યાત્વનું લક્ષણ છે. પોતાના આત્મસ્વરૂપની વિપરીત માન્યતા તે અતત્ત્વશ્રદ્ધાન છે. જાતિ મદ, બળ મદ, રૂપ મદ આદિ આઠ મદ છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા આદિ આઠ મળ છે. દેવમૂઢતા, ગુરુમૂઢતા અને લોકમૂઢતા એ ત્રણ મૂઢતા છે અને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને તેને માનનારા એમ છ અનાયતન છે તેને જે માને છે તે વિપરીતશ્રદ્ધાની હોવાથી મિથ્યાષ્ટિ છે. નિજ અનુભૂતિરૂપ શ્રદ્ધાના પરિણામ તે સમ્યગ્દર્શન છે અને તેનાથી વિપરીત મદ, મળ આદિમાં અહબુદ્ધિના પરિણામ તે મિથ્યાદર્શન છે. તેને ધરનાર મિથ્યાષ્ટિ અસદૃષ્ટિવાળો કહેવાય છે. તેવા જીવને “હું જ્ઞાયક ચૈતન્ય છું” એવી રુચિ અને અનુભૂતિ નથી તેથી તે ચારગતિના ભાવરૂપ પર્યાયમાં લીન રહે છે અને એ જ વિપરીત શ્રદ્ધાના કારણે શુદ્ધાત્માના અનુભવથી પરાભુખ અનેક પ્રકારના કર્મોને બાંધે છે. શુદ્ધાત્માના અનુભવરૂપ પરિણામ હોય તો જીવની મુક્તિ થાય. પણ એવા પરિણામ નથી અને તેથી ઉલટાં પરિણામ છે તેથી મિથ્યાષ્ટિ આઠ પ્રકારના કર્મોથી બંધાય છે અને તે કર્મોના ફળમાં જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આ પાંચ પ્રકારના પરાવર્તનમાં ભટકે છે. શ્રોતા આ પાંચ પ્રકારના પરાવર્તન એટલે શું? પૂજ્ય ગુરુદેવશ્રી –(૧) દ્રવ્ય પરાવર્તન : આ જગતમાં એવું કોઈ શરીર નથી Page #357 -------------------------------------------------------------------------- ________________ ળ કાઢ્યો છે. ૩૪૪ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કે જે મિથ્યાદૃષ્ટિ જીવે ધારણ ન કર્યું હોય. ઔદારિક, વૈક્રિયિક, તેજસ અને કાર્પણ આ બધાં શરીરો જીવે અનંતવાર ધારણ કરી લીધા છે. દરેક શરીરમાં મિથ્યાષ્ટિ જીવ જન્મ-મરણ કરી આવ્યો છે. શુદ્ધાત્માની અનુભૂતિના ફળમાં તો જીવને મુક્તિની પ્રાપ્તિ હોય પણ એવી અનુભૂતિ નથી અને તેનાથી વિપરીત અનુભૂતિ છે તેના ફળમાં આ પાંચ પ્રકારના પરાવર્તન પ્રાપ્ત થાય છે. અનંતવાર આ જીવે સડેલા નારકીના વૈક્રિયિક શરીર ધારણ કર્યા, અનંતવાર રાજા-મહારાજાના શરીર ધર્યા અને અનંતવાર વ્યંતર દેવાદિના શરીર ધર્યા. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પશુના ઔદારિક શરીરો પણ એણે અનંતવાર ધાર્યા છે. અશરીરી ભગવાનની અનુભૂતિના અભાવે મિથ્યાત્વ પરિણામથી બાંધેલા કર્મથી એણે કોઈ શરીરને ધારવું બાકી રાખ્યું નથી. (૨) ક્ષેત્ર પરાવર્તન –જગતમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં આ જીવે જન્મ-મરણ ન કર્યા હોય. આત્મા ચિદાનંદ પરમાનંદની મૂર્તિ છે તેના ભાન વિના–ઓળખાણ વિના મિથ્યાશ્રદ્ધા દ્વારા સંસારમાં કયાંય રખડવાનુ જીવે બાકી રાખ્યું નથી. દરેક ક્ષેત્રમાં મિથ્યાષ્ટિ રખડી આવ્યો છે. શ્રોતા ચન્દ્રમાં છે ત્યાં પણ આ જીવ જઈ આવ્યો હશે ! પૂજ્ય ગુરુદેવશ્રી અરે, ચન્દ્રમા તો શું પણ જ્યાં સિદ્ધો બિરાજે છે ત્યાં પણ અજ્ઞાની નિગોદના જીવરૂપે અનંતવાર જઈ આવ્યો છે. આત્માની અનુભૂતિથી વિપરીત મિથ્યાત્વ પરિણામથી બાંધેલા કર્મના ફળમાં જીવ દરેક ક્ષેત્રમાં જન્મ-મરમ ધારણ કરી આવ્યો છે. શ્રોતા સિદ્ધનો પણ પાડોશી થઈ આવ્યો એમ ને ! પૂજ્ય ગુરુદેવશ્રી:પાડોશી ક્યાંથી થયો? ચક્રવર્તી પાસે જેલના કેદી તરીકે ગયો હોય તે ચક્રવર્તીને મળવા ગયો કહેવાય? ચૌદ બ્રહ્માંડમાં એવું કોઈ સ્થાન બાકી નથી કે જ્યાં આ જીવે મિથ્યાત્વના ફળમાં બંધાયેલા કર્મોને કારણે જન્મ-મરણ ન કર્યા હોય. (૩) કાળ પરાવર્તન : એવો કોઈ કાળ નથી કે જેમાં આ જીવે અનંતવાર જન્મ-મરણ ન કર્યા હોય. અવસર્પિણી અને ઉત્સર્પિણીના ક્રમે ક્રમે એક એક સમયે મિથ્યાત્વવશ જીવે જન્મ-મરણ કર્યા છે. જાણનારને જાણ્યો નહિ તેથી કેવી દશા થઈ! બધાં દ્રવ્ય, બધાં ક્ષેત્ર, બધો કાળ, બધા ભવ અને દરેક ભાવને પોતે જાણી લે એવો જ્ઞાનમૂર્તિ આત્માને જાણ્યો નહિ, અનુભવ્યો નહિ તેથી તેનાથી ઉલટાં અનુભવના ફળમાં આ પાંચ પરાવર્તનમાં ભ્રમણની Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ ) [ ૩૪૫ સજા ભોગવી રહ્યો છે. સડેલાં કે સારાં કોઈ શરીર બાકી નથી કે જે એણે ન ધર્યા હોય. અરે ! જીવ વિચાર પણ કરતો નથી કે મારા ઉપર શું વીતી રહ્યું છે! વર્તમાન શરીર અને સંયોગ જેવડો જ પોતાને માનીને બેસી ગયો છે. અરે, આ જ નામ અને આવા જ સંબંધોવાળા શરીર પણ તે અનંતવાર ધાર્યા અને છોડીને આવ્યો છો. તું તો અનાદિથી છો, અનાદિની કોઈ આદિ નથી. તેમાં તે અનંત પરાવર્તન કર્યા છે. પહેલું દ્રવ્ય પરાવર્તન અર્થાત્ પુદ્ગલપરાવર્તનમાં સૌથી ઓછો કાળ લાગે છે પણ તે કાળ પણ કેવડો મોટો છે ! એક પુદ્ગલપરાવર્તનના અનંતમાં ભાગમાં અનંતી ચોવીશી થઈ જાય, એક ચોવીશી થવામાં દશ ક્રોડાક્રોડી સાગરોપમ કાળ જાય. એક સાગરોપમ એટલે દશ ક્રોડાક્રોડી પલ્યોપમકાળ જાય અને એક પલ્ય એટલે કેટલો કાળ? કે જેના અસંખ્યમાં ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય. આ ઉપરથી એક પુદ્ગલ પરાવર્તનકાળનો ખ્યાલ આવ્યો? એવા તો તેં અનંત પુદગલપરાવર્તન કર્યા છે. ભગવાન સર્વજ્ઞ વીતરાગદેવે ત્રણકાળ ત્રણલોકને જોયા છે. તેમની વાણીમાં એમ આવ્યું છે કે હે જીવ! તું તો અતીન્દ્રિય આનંદરસનો સાગર છો પણ તેના સમ્યક અનુભવ વિના મિથ્યાશ્રદ્ધાનથી અનંતવાર નવમી ગ્રેવેઈક જઈ આવ્યો પણ પરિભ્રમણનો અંત આવ્યો નથી. કેમ કે એણે પોતાને જોવાનો કદી પ્રયત્ન જ કર્યો નથી. એ તો આ શરીર હું, આ રાગ હું આ શરીરના રોગ મને છે, આ પુણ્ય-પાપભાવ મારા છે એમ માનીને તેમાં જ રોકાઈ ગયો છે. વિકાર અને પરથી ભિન્ન હું કોણ છું એ એણે કદી શોધ્યું જ નથી. શ્રોતા –શરીર અને વિભાવની એકતા કોઈ તોડાવે તો તૂટે? પૂજ્ય ગુરુદેવશ્રી ઃ બીજું કોણ તોડાવે ! જેણે એકતા માની છે તે પોતે તોડે તો તૂટે. રાગ-દ્વેષ, પુણ્ય-પાપમાં જોડાણ પોતે જ કર્યું છે માટે પોતે એકતા તોડે તો તૂટે. ભગવાન આત્મા તો સિદ્ધ સમાન છે. જેવા અનંત સિદ્ધ છે તેવો જ આ આત્મા છે પણ પોતાના સિદ્ધ સમાન સ્વભાવને ભૂલીને પરભાવમાં એકતા કરી રહ્યો છે. મિથ્યાત્વવશ જીવને આઠ પ્રકારના મદ હોય છે. મારું કુળ બહું ઊંચું, મારા માતા-પિતા બહુ ઊંચા કુળના છે, અમે મોટા સંઘના સંઘપતિ છીએ, અમે બહુ સારી વિદ્યા શીખી છે. અમારામાં બહુ બળ છે, અમારું રૂપ અજોડ છે, મારું શાસ્ત્ર ભણતર બહુ છે. એમ અનેક રીતે તે અભિમાન કરે છે પણ જો એક સમય માત્ર પણ ભગવાન જ્ઞાનાનંદમૂર્તિની દષ્ટિ અને અનુભવ થાય તો તેને કોઈ પ્રકારનું અભિમાન ન રહે. મોટો ભગવાન અહમ્, પણે ભાસ્યો તેને બીજે ક્યાં અહમ્ આવે ! આત્મામાં અહમ્પણા વિના તપ કરે તો તપનું પણ એને અભિમાન ચડી જાય. અરે ! આત્માના અનુભવ વિના અભિમાનમાં જ એ લૂંટાઈ રહ્યો છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છ અનાયતન એટલે અધર્મના સ્થાન-કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને કુદેવને માનનારા અને કુગુરુને માનનારા અને કુશાસ્ત્રને માનનારાને સાચા માનીને મિથ્યાત્વવશ જીવે કોઈ કાળ એવો બાકી રાખ્યો નથી કે જેમાં એ જન્મ્યો અને મર્યો ન હોય. (૪) ભવ પરાવર્તન એવો કોઈ ભવ નથી કે જે આ જીવે ધારણ ન કર્યો હોય. અનંતવાર દેવભવ, અનંતવાર નારકીનો ભવ, અનંતવાર રાજા ને અનંતવાર રંકના ભવ, અનંતવાર દરેક પ્રકારના તિર્યંચના ભવ આ જીવે ધારણ કર્યા છે. અનંતવાર શેઠ પણ થયો ને અનંતવાર એવો ભિખારી પણ થયો કે સો વાર માંગે ત્યારે બટકું રોટલો ખાવા મળે. નારકીમાં આયુષ્યની સ્થિતિ ઓછામાં ઓછી દશ હજાર વર્ષની છે. તે દશ હજાર વર્ષની સ્થિતિએ અનંતવાર જન્મ્યો છે, દશ હજારને એક સમયની સ્થિતિએ અનંતવાર, દશ હજારને બે સમયની સ્થિતિએ અનંતવાર એમ કરતાં કરતાં ૩૩ સાગરોપમની સ્થિતિએ અનંતવાર આ જીવ નરકમાં નારીના ભવ કરી આવ્યો છે. એ જ રીતે દેવની પણ ઓછામાં ઓછી સ્થિતિ દશ હજાર વર્ષની છે તે સ્થિતિથી માંડીને ૩૧ સાગરની સ્થિતિ સુધીના દેવના ભવ અનંતા ધારણ કર્યા અને છોડ્યાં છે. એ રીતે જીવે કાળ-પરાવર્તન અનંતા કર્યા છે. જેમ અનંત ભવ જીવે કર્યા છે તેમ તે ભવમાં જવાને યોગ્ય ભાવ પણ અનંતવાર જીવે કર્યા છે. એક શું નથી કર્યું? –કે અખંડાનંદ ભગવાન આત્માને તીર્થંકરદેવે જેવો જોયો એવા આત્માને એણે અનુભવ્યો નથી. અબજો-અબજો રૂપિયાના બંગલા અને મહિમાની અબજોની પેદાશ હોય એવા રાજાના ભવ પણ એણે અનંતવાર કર્યા છે. અહીં જ્યાં શરીરમાં પીડા થાય ત્યાં એને એમ થઈ જાય કે હવે તો છૂટી જાઉં તો સારું પણ છૂટીને ક્યાં જવું છે તારે? બધાં ભવ કરી આવ્યો છો પણ સુખ ને શાંતિ તો કયાંય મળી નથી. તો હવે તેનો ઉપાય કર ને ! સમ્યગ્દર્શન એ એક જ તેનો ઉપાય છે. સમ્યગ્દર્શન વિના આવા અનંત અવતાર કર્યા છે. ખરેખર જીવને ભવનો થાક લાગ્યો નથી. એને ભવના બહારના દુઃખનો થાક લાગે છે પણ અનુકૂળતા તો ગમે છે. એને ખબર નથી કે અનુકૂળ ગણાતાં એવા દેવના ભવ પણ તે અનંતવાર કર્યા છે. ૩૧ સાગરની સ્થિતિ સુધીના નવમી ગ્રેવેયિક પર્વતના અનેક -દેવના ભવ પામ્યો પણ મિથ્યાદેષ્ટિ કદી સુખ પામ્યો નથી. કેમ કે ભવમાં સુખ ક્યાં હતું? સમ્યગ્દર્શન થયા પછી પણ અમુક ભવ થાય છે પણ તે માત્ર જાણવાલાયક છે. (૫) ભાવ પરાવર્તન : કોઈ એવો અશદ્ધભાવ બાકી નથી કે જે મિથ્યાદૃષ્ટિ જીવને ન થયા હોય. અશુદ્ધ એટલે શુભ અને અશુભ બંને ભાવ અશુદ્ધ છે. દરેક ભાવ જીવે અનંતવાર કર્યા છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ ) [ ૩૪૭ જેમ બારોટ કુટુંબનો ઇતિહાસ બતાવે છે તેમ સર્વજ્ઞ ભગવાન ત્રણકાળ ત્રણલોકને જાણનારા બારોટ છે તે તને તારો ઈતિહાસ બતાવે છે કે મિથ્યાષ્ટિપણે કેવા કેવા ભવ અને કેવા ભાવો કર્યા છે. અનંતવાર તું સ્ત્રી થયો, મરીને નરકમાં ગયો, તારો પતિ પણ નરકમાં ગયો, બાપ-દાદા પણ ભવમાં ભટકી રહ્યાં છે. પણ અરે, આને એ કાંઈ ખબર નથી અને અત્યારની જિંદગી જ પોતાનું સર્વસ્વ માનીને પહોળો થઈને વાતો કરે છે. અમારા બાપ-દાદા કાંઈ મૂકીને ગયા નહોતા, અમારી જાતમહેનત અને સૂઝ-બૂઝથી અમે આટલો વૈભવ કમાણા છીએ...વિગેરે.... - ભગવાન કહે છે ભ્રમણામાં ભગવાનને ભૂલીને અનંતવાર તે ભવભ્રમણ કર્યા છે. માટે અભિમાન કરવું રહેવા દે અને ભવથી છૂટવાનો ઉપાય કર ! કોઈ અશુદ્ધભાવ બાકી નથી કે જે તેં ન સેવ્યા હોય. અશુદ્ધભાવમાં અનેક જાતના શુભભાવ પણ આવી ગયા. આત્મભાન વિના દયાના ભાવ. કરોડોના ધનના ભાવ, મહાવ્રતના ભાવ આદિ બધાં ભાવ કરી ચૂક્યો છો. એવો કોઈ શુભરૂપ અશુદ્ધભાવ બાકી નથી કે જે તે અનંતવાર ન કર્યો હોય. નવમી ગ્રેવેયિકે જાય એવા પુણ્ય પણ અનંતવાર કર્યા છે અને સાતમી નરકમાં જાય એવા પાપ પણ અનંતવાર કર્યા છે. આનંદમૂર્તિ આતમરામના આદર વિના મિથ્યાત્વના આદરવશ કોઈ અશુદ્ધ ભાવ એણે બાકી રાખ્યાં નથી. દરેક જાતના પાપ પરિણામ તો કર્યા પણ રાગની મંદતાવશ શુભ પરિણામ પણ અનેક પ્રકારના કરી ચૂક્યો પણ ધર્મ કદી ન થયો. લીલોતરી છોડી, અણવ્રત, પાળ્યા, બહ્મચર્ય લઈ લીધાં પણ એક સમ્યગ્દર્શન પ્રાપ્ત ન કર્યું તેથી ભવભ્રમણ ચાલુ જ રહ્યું. આ રીતે આ જીવે અનંત પરાવર્તન કર્યા છે. શરીરો બદલ્યાં, ક્ષેત્ર બદલ્યાં, કાળ બદલ્યાં, ભવ બદલ્યાં અને ભાવ બદલ્યાં પણ ભવનો અભાવ કદી થયો નહિ. આવું જ કથન મોક્ષપાહુડમાં મિથ્યાષ્ટિના લક્ષણમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે, જે અજ્ઞાની જીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મરૂપ પરદ્રવ્યમાં લીન થઈ રહ્યો છે તે સાધુના વ્રત ધારણ કરવા છતાં પણ મિથ્યાદેષ્ટિ જ છે. જ્ઞાનાવરણી આદિ જડ આઠ કર્મોને મારા માન્યા, શુભાશુભભાવને મારા માન્યાં, શરીરાદિ સંયોગને મારા માન્યાં પણ પોતાના ભગવાનને ભૂલી ગયો છે તે ભલે પુણ્યભાવમાં લીન થયો હોય પણ સ્વભાવને ઓળખતો નથી તે મિથ્યાદેષ્ટિ જ છે. શરીર અને કર્મ તો પરદ્રવ્ય છે પણ શુભાશુભભાવ પણ પરદ્રવ્ય છે. હજારો રાણીને છોડીને સાધુપણું લે પણ પુણ્યપરિણામમાં લીન છે તો તે મિથ્યાદેષ્ટિ જ છે. સાધુપણું લીધું પણ સ્વને ભૂલીને શુભમાં જ રોકાયો તો તે પરદ્રવ્યમાં જ લીન છે. * કોઈને પ્રશ્ન થાય કે કર્મ-નોકર્મમાં લીન થાય છે તે તો મિથ્યાદૃષ્ટિ છે તે બરાબર છે પણ શુભભાવમાં લીન થાય છે તે પણ મિથ્યાદૃષ્ટિ ? હા. જેને પોતાના સત્ ચિદાનંદ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો સ્વભાવનું ભાન નથી, ચૈતન્યની શ્રદ્ધા નથી એવા જીવો સાધુપણું લે અને વ્રત પાળે તોપણ એ વ્રતમાં જ લીન રહે, સ્વભાવને ઓળખીને તેમાં લીન થતો નથી માટે તે મિથ્યાષ્ટિ જ છે. મારો ભગવાન આત્મા શુભાશુભ રાગથી પણ ભિન્ન છે એવી તેને ખબર જ નથી. જેને જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા અનુભવમાં આવ્યો નથી એવો મિથ્યાષ્ટિ આઠ કર્મોને બાંધે છે કે જેનાથી તે દુ:ખી જ થાય છે. મહાવ્રત પાળે એટલે લોકો તો તેને સાધુ જ કહે, કેમ કે, મહાવ્રતની ક્રિયા બરાબર પાળતો હોય-નગ્ન દિગંબર હોય એટલે લોકો મુનિ કહે પણ તે ભાવ તો પોતે રાગ છે અને તેમાં એ લીન છે તેથી જ્ઞાનાવરણાદિ આઠેય કર્મને બાંધે છે. આ મોટા સાધુપદની વાત કરી એટલે તેના પેટમાં શ્રાવક કે સામાન્ય ગૃહસ્થ આદિ બધાંની વાત આવી જાય છે કે જે પરમાં લીન છે તે બધાં મિથ્યાષ્ટિ જ છે. - પ્રવચનસારમાં પણ આચાર્યદેવે કહ્યું છે કે જે જીવ પરપર્યાયમાં રત છે તે મિથ્યાષ્ટિ જ છે. પુણ્ય-પાપ, શરીર, કર્મ આદિ બધી પરપર્યાય છે તેમાં રત છે અને જ્ઞાનાનંદપ્રભુને ઓળખતો નથી તેને ભગવાને “પરસમય”—-મિથ્યાદૃષ્ટિ કહ્યો છે. જાણનાર-દેખનાર ઉપયોગ લક્ષણવાળું મારું આત્મતત્ત્વ છે એમ જાણીને તેમાં ઠરે છે તેને “સ્વસમય” અર્થાત્ આત્મામાં આવેલો સમકિતી કહેવાય છે. અહીં “સ્વસમય' એટલે સમ્યગ્દષ્ટિ અને “પરસમય” એટલે મિથ્યાદેષ્ટિ એમ જ અર્થ લેવાનો છે. જે કોઈ જીવ જ્ઞાનાનંદસ્વરૂપ નિજાત્માની દૃષ્ટિ છોડીને પુણ્ય-પાપમાં લીન વર્તે છે તેને ભગવાને મિથ્યાષ્ટિ કહ્યો છે. કેમ કે તે સ્વ આત્મામાં વર્તતો નથી અને પરમાં વર્તે છે માટે તે પરસમય છે. જેની દૃષ્ટિ જાણવા-દેખવાના લક્ષણવાળા આત્મામાં વર્તે છે તે “સ્વસમય' અર્થાત્ સમ્યગ્દષ્ટિ છે. ભગવાન આત્મા અનંતગુણની રાશિ છે તેમાં જેની દૃષ્ટિ પડી છે અને તેમાં જેનું વલણ છે તેને સ્વ અનુભવની દૃષ્ટિ હોવાથી સ્વસમય કહેવાય છે અને જે તેને ભૂલીને પરભાવમાં વર્તે છે તેને પરમાં વસનારો “પરસમય' મિથ્યાષ્ટિ કહેવાય છે. સ્વસમય-સમ્યગ્દષ્ટિની દશામાં હજુ રોગ છે પણ તેના તરફ તેનું વલણ નથી–રાગમાં તેને રહેવું નથી તેને તો આત્મામાં જ રહેવું છે અને દૃષ્ટિ તો આત્મામાં જ પડી છે માટે તે સ્વસમય છે. પણ જે પરાવલંબી આચરણના ભાવમાં જ વર્તે છે–પરનો જ જેને પ્રેમ છે તે મિથ્યાષ્ટિ છે. સારાંશ એ છે કે, પરપર્યાયમાં રત છે તે પરસમય છે અને જે આત્મ-સ્વભાવમાં લાગેલાં છે તે સ્વસમય સમ્યગ્દષ્ટિ છે, મિથ્યાષ્ટિ નથી. આત્મજ્ઞાનરૂપી વીતરાગ સમ્યકત્વથી પરાનુખ જે મિથ્યાત્વ છે તે ત્યાગવાયોગ્ય છે. અહીં બે જ વાત છે : જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનો અનુભવ તે સમ્યગ્દર્શન અને તેનાથી વિપરીત તે મિથ્યાત્વભાવ છે. સમ્યગ્દર્શનને વીતરાગ સમ્યકત્વ કહો કે આત્માની અનુભૂતિ કહો કે પરમાત્માનો અનુભવ કહો કે સ્વની Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫૪ / [ ૩૪૯ દષ્ટિ કહો તે બધી એક જ વાત છે અને તેનાથી વિપરીત પરભાવમાં લીન છે તે મિથ્યાષ્ટિ જ છે.. સમ્યગ્દષ્ટિને વીતરાગતા તો હજુ પૂરી થઈ નથી છતાં વીતરાગ સમ્યકત્વ કહી દીધું ! -હા. તેને રાગમાં એકતા નથી, વીતરાગદૃષ્ટિ અને વીતરાગ અનુભૂતિ છે. સ્વસંવિત્તિ' શબ્દ છે તેમાં સ્વ એટલે આત્મા અને સંવિત્તિ એટલે જ્ઞાન. આનંદમૂર્તિ અખંડ ચૈતન્યમૂર્તિને અનુભવ્યો છે તે વીતરાગ સમ્યગ્દષ્ટિ છે અને તેનાથી જે પરાભુખ છે તે મિથ્યાદેષ્ટિ છે. ગાથામાં સરવાળો એ કર્યો કે, આત્મજ્ઞાનરૂપી વીતરાગ સમ્યકત્વથી પરા—ખ જે મિથ્યાત્વ છે તે ત્યાગવાયોગ્ય છે. જેમાં રાગ-દ્વેષની લીનતા છે–રાગમાં મારાપણારૂપ મિથ્યાત્વભાવ છે તે ત્યાજ્ય છે. પ્રથમ મિથ્યાત્વનો ત્યાગ થાય પછી જ અવ્રતાદિનો ત્યાગ થાય છે. જેટલી જેટલી આત્મામાં લીનતા થાય એટલો રાગનો ત્યાગ થતો જાય છે પણ પ્રથમ મિથ્યાત્વના ત્યાગ વગર રાગનો ત્યાગ થતો જ નથી. માટે સૌ પ્રથમ સ્વભાવના આદરપૂર્વક મિથ્યાત્વભાવનો ત્યાગ કરવો જોઈએ અને આત્માના જ્ઞાનાનંદની સમ્યક દૃષ્ટિ પ્રાપ્ત કરવી જોઈએ. અનાદિથી જે મોહની સેના છે તેને કઈ રીતે જીતવી? તેને જીતવાનો ઉપાય શું?—એ ઉપાય આચાર્ય મહારાજ અહીં બતાવે છે. જેણે ત્રણકાળ ત્રણલોકને એક સમયમાત્રમાં જાણી લીધા છે એવા અહંતદેવના દ્રવ્યને, ગુણને ને પર્યાયને પ્રથમ ખરેખર જાણવા. ખરેખર એટલે?—કે તેમને જાણીને પોતે પણ તેમના જેવો છે એમ મેળવણી કરવા માટે સ્વના લક્ષે અહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા. હું અહંતદેવની નાતનો ને જાતનો જ છું એમ આત્માને જાણવાના લક્ષે અહંતદેવના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા. એ રીતે રાગમિશ્રિત દશામાં પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે એમ વિકલ્પમાં આત્માને કળી લેવો. જેવો અહંતદેવનો આત્મા છે તેવો જ તેની નાતનો ને જાતનો મારો આત્મા છે, એમ મનથી કળી લેવો. ત્રિકાળી કાયમ રહેનારું ધ્રુવ ચેતનતત્ત્વ તે દ્રવ્ય છે. ચૈતન્ય આદિ અનંતા ગુણો છે અને તેની એક સમયમાત્રની મર્યાદાવાળી પર્યાયો છે તેમ અહંતદેવને ખરેખર જાણીને પોતાને કળી લેવો. એ રીતે રાગમિશ્રિત દશામાં આત્માને કળીને વર્તમાન પર્યાયનું લક્ષ છોડીને, ગુણગુણીના વિકલ્પનું પણ લક્ષ છોડીને વર્તમાન પર્યાયને દ્રવ્ય સન્મુખ કરીને કેવળ આત્માનું લક્ષ કરવાથી નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પમાય છે કે જેના નિષ્કપ નિર્મળ પ્રકાશ વડે મોહ-અંધકાર પ્રલય પામે છે. મોહની સેનાને જીતવાનો આ ઉપાય છે. -પૂજ્ય ગુરુદેવશ્રી Page #363 -------------------------------------------------------------------------- ________________ - તું મોટો કે કર્મ મોટા? આ (સળંગ પ્રવચન નં. ૫૫) कर्माणि दृढघनचिक्कणानि गुरुकाणि वज्रसमानि । ज्ञानविचक्षणं जीवं उत्पथे पातयन्ति तानि ।।७।। जीवः मिथ्यात्वेन परिणतः विपरीतं तत्त्वं मनुते । कर्मविनिर्मितान् भावान् तान् आत्मानं भणति ।।७।। જુઓ, આ ૭૮મી ગાથાનો મુખ્ય મુદ્દો એ છે કે મિથ્યાત્વથી ઉપાર્જન કરેલા કર્મોથી આ જીવ સંસાર-વનમાં ભ્રમણ કરે છે. તે કર્મોની શક્તિ કેવી છે તે કહેવું છે. આગળ ૭૭ ગાથાની છેલ્લી લીટીમાં “આત્મજ્ઞાનરૂપી વીતરાગ સમ્યકત્વથી પરાભુખ જે મિથ્યાત્વ છે તે ત્યાગવાયોગ્ય છે' એમ કહ્યું છે તે જ આ ૭૮ ગાથાનું મથાળું છે. આત્મજ્ઞાનની જ કિંમત છે, તેનાથી વિપરીત એવા પુણ્ય-પાપભાવ, શરીર, વાણી અને મનની કાંઈ કિંમત નથી. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતારૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની કિંમત છે. જે શુભરાગ ઊઠે છે તેની પણ જ્ઞાનીને કિંમત નથી. કારણ કે રાગ એ આત્માનું સ્વરૂપ નથી અને વાણી તો જડ છે તેની તો કિંમત હોય જ નહિ. એક આત્મજ્ઞાનની કિંમત છે. આત્મજ્ઞાન વીતરાગ સમક્તિ સહિત છે અને મિથ્યાત્વ તો આત્મજ્ઞાનથી પરાભુખ છે. અખંડ આનંદકંદ આત્માના અનુભવ સહિત શ્રદ્ધા થાય તે વીતરાગ સમકિત છે અને આવું વીતરાગ સમ્યગ્દર્શન જેને નથી તેને આત્માના સ્વરૂપના શ્રદ્ધા, જ્ઞાન નહિ હોવાથી શરીર, વાણી, મન અને વિકલ્પોમાં જ એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ વર્તે છે, તેના કારણે તેને કર્મો બંધાય છે. એ કર્મોની શક્તિ જીવને સંસારમાં રખડાવે છે. અહીં કર્મોની શક્તિ બતાવી છે પણ તેનું મૂળ કારણ મિથ્યાત્વ છે. માટે ખરેખર જીવ મિથ્યાત્વથી રખડે છે એમ વજન લેવું. કર્મ બંધાણા તેમાં નિમિત્તરૂપ મિથ્યાત્વભાવ હતો. એ જ કર્મો જીવના સંસારપરિભ્રમણમાં નિમિત્ત થાય છે. માટે તેનું મૂળ મિથ્યાત્વ છે. પુણ્ય-પાપ, શરીર, વાણી, મન તેમાં “આ હું છું' એવી કિંમત આપીને જીવે મિથ્યાત્વકર્મ બાંધ્યું છે અને તેના ફળમાં એને રખડવું થાય છે. માટે મિથ્યાત્વ જ આકરાં ફળને દેનારું છે. તે જ્ઞાનાવરણાદિ કર્મો જ્ઞાનાદિ ગુણથી ચતુર આ જીવને ખોટા માર્ગે લઈ જાય છે. જ્ઞાનાવરણ આદિ કહેતાં તેમાં આઠેય પ્રકારના કર્મો આવી જાય છે. જ્ઞાનવિપક્ષ એટલે જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ આદિ અનંત ગુણ સંપન્ન આત્મા છે તેને ભૂલીને જે મિથ્યાત્વભાવ થયા છે તેનાથી બંધાયેલા કર્મો આવા જ્ઞાનવિચક્ષણ આત્માને ખોટા માર્ગે દોરી જાય છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ | ૩૫૧ પ્રવચન-૫૫ ] મિથ્યાત્વભાવથી બંધાયેલા ચીકણાં કર્મો વળી નવા ઉલટાં ભાવ થવામાં નિમિત્ત થાય છે. અરસ-પરસ એક-બીજાને નિમિત્ત થાય છે. જેટલાં જોરથી ઊંધા માર્ગે પોતે વાળેલો એટલા જ જોરદાર કર્મો બંધાય છે કે જે ફરીને ઉલટાં માર્ગે જવાનું કારણ બને છે. આત્મા વિચક્ષણ તો એટલો છે કે એક સમયમાં કેવળજ્ઞાન લે એવો છે પણ તેણે એટલાં ઊંધા જોરથી ચીકણાં કર્મો બાંધ્યા છે કે તેના ઉદયકાળે ફરીને તે ઊંધો પડે છે. પહેલાં પોતે જ પોતાના સ્વભાવથી ઉલટાં માર્ગે જોરથી ચડ્યો હતો તેથી કર્મો પણ એવા જોરદાર બંધાયા કે જે તેને ખોટાં માર્ગમાં પતન થવાનું કારણ બને છે. ભગવાન શાનમૂર્તિ જ્ઞાતા-દેષ્ટા છે. એક વિકલ્પ ઊઠે તેનો પણ એ સ્વામી નથી. તેમ જ જડની ક્રિયા-દેહ, વાણી, મનની ક્રિયાનો આત્મા સ્વામી નથી. આવા પોતાના સ્વભાવને તો જાણ્યો નહિ અને પોતાનું બધું જોર સ્વભાવથી ઉલટી માન્યતામાં વાપર્યું કે હું આ દેહરૂપ છું, ભાષા હું બોલું છું, મનની ક્રિયા મારી છે. આવા ઊંધા જોરથી બંધાયેલા આકરાં કર્મ તેને ખોટા માર્ગે જ પાડે છે. પોતે જ ભ્રમણામાં ચડી જાય છે. જ્ઞાનનો ઉઘાડ થોડો હોય અને રાગ પ્રમાણે શરીર પણ સુંદર મળ્યું હોય તો એને ભ્રમણા થઈ જાય છે કે ‘હું કાંઈક છું' મિથ્યામાર્ગે બાંધેલા કર્મ એને ફરી મિથ્યામાર્ગમાં પટકે છે—પછાડે છે. પોતે જ્ઞાનવિચક્ષણ જીવડો, કેવળજ્ઞાનનો કંદ, પૂર્ણાનંદ પ્રભુ પોતાની ઊંધાઈથી અલ્પજ્ઞાનના અભિમાન કરે છે, રાગના અને શરીરના અભિમાન કરે છે. સિદ્ધના જેવી અનંત સિદ્ધપર્યાય જેના પેટમાં રહેલી છે એવા પોતાના પરમાત્મસ્વભાવને નહિ સ્વીકારતા અલ્પજ્ઞાનના અભિમાનમાં છેતરાય છે. અલ્પજ્ઞાન જેવડો જ હું છું એવા મિથ્યા અભિપ્રાયમાં જોર આપીને આકરાં કર્મો બાંધ્યાં છે તે જ તેને ફરી ફરીને ખોટા માર્ગે પડવામાં નિમિત્ત થાય છે. તેથી કર્મ જીવને ખોટા માર્ગમાં પટકે છે એમ કહ્યું છે. કર્મ કેવા છે ?—દૃઢ ધનવાન અર્થાત્ કર્મ બળવાન છે, ઘણાં છે અને ચીકણાં છે. અહીં કર્મને બળવાન કહીને મૂળ તો જીવના ઊંધા ભાવોનું બળવાનપણું બતાવવું છે. વર્તમાન દશામાં અલ્પજ્ઞાન હોવા છતાં જાણે એટલો જ હું જ્ઞાનવાન છું એમ માને, આ રાગાદિમાં મારે શુભભાવ જ વિશેષ પછી શું જોઈએ ? અને આ મારા, દેહ, વાણી ને મન પણ કેટલાં તંદુરસ્ત છે ! એમ બળવાનપણે જેટલો મિથ્યાભાવને સેવ્યો છે એટલો જ કર્મોમાં બળવાન રસ પડ્યો છે. માટે કર્મો બળવાન છે તેમ કહ્યું છે. જેની કિંમત ટાંકવી જોઈએ તેની કિંમત ન ટાંકી, હું તો જ્ઞાનાનંદસ્વરૂપ સહજાનંદ પ્રભુ છું એની કિંમત ટાંકીને સ્વરૂપનો અનુભવ કરવો જોઈએ તે ન કર્યો અને વર્તમાનમાં પ્રગટેલ અલ્પજ્ઞાન, રાગ અને શરીરાદિની કિંમત ટાંકી કે જેની કિંમત ખરેખર કાંઈ નથી. આવી પોતાની ઊંધી માન્યતાના જોરથી બળવાન કર્મો બાંધ્યા છે, ઘણાં કર્મો બાધ્યા છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો વળી તે કેવા છે? કે જેનો વિનાશ કરવો અશક્ય છે એવા ચીકણાં છે, ભારે છે અને વ્રજ સમાન અભેદ્ય છે. આવા બધાં વિશેષણોવાળા કર્મ બંધાવામાં મૂળ શરૂઆતનું કારણ તો પોતાના ઊંધા અભિપ્રાયનું જોર છે. કેમ કે એવા જીવભાવરૂપ નિમિત્ત વિના કર્મના ઉપાદાનમાં એવા રસની યોગ્યતા જ ન હોય. ઊંધા અભિપ્રાયના જોર વિના એવા આકરાં કર્મ બંધાયા જ નહિ. માટે આમાં ભલે કર્મની શક્તિ લખી હોય પણ તે મિથ્યાત્વભાવની શક્તિનું જોર બતાવે છે એમ સમજવું. અહો ! જેના એક એક ગુણ અનંત અનંત મહિમાવંત છે. એક જ્ઞાનગુણમાં અનંતી કેવળજ્ઞાન પર્યાયની તાકાત પડી છે, એક દર્શનગુણમાં અનંતી દર્શન પર્યાયરૂપ, એક શ્રદ્ધાગુણમાં અનંત અવગાઢ સમકિતરૂપ, એક ચારિત્રગુણમાં યથાખ્યાતચારિત્રની સ્થિરતારૂપ અનંતી પર્યાય રહેલી છે. આવા અનંતગુણના પિંડ ભગવાન આત્માને ભૂલીને વર્તમાન પર્યાય જેવડો જ પોતાને માની લીધો છે. ભૂતાર્થ ભગવાનને ભૂલીને અભૂતાર્થ પર્યાય, રાગ અને નિમિત્તમાં જોર આપ્યું છે તેથી આ મિથ્યા અભિપ્રાયના મિથ્યાપણા, ચીકણાપણાના કારણે કર્મો પણ એવા ચીકણા અને જોરવાળા બંધાય છે. એ જ કર્યો તેને ફરી મિથ્યાત્વમાં નિમિત્ત થાય છે. ભાવાર્થ : ઃ—આ આત્મા કેવો ચતુર છે ? કે એક સમયમાં લોકાલોકને પ્રકાશવાવાળા કેવળજ્ઞાનાદિ અનંત ગુણોથી ચતુર છે. એક પર્યાયમાં લોકાલોકને જાણી શકે એવો ચતુર છે, એક સમયમાં સામાન્યપણે સર્વને જાણી લે એવો ચતુર છે. એક સમયમાં અનંત આનંદ પામે એવો આનંદિત છે છતાં તેનાથી એટલી જ વિરુદ્ધ માન્યતાથી બંધાયેલા કર્મે આવા જીવને પણ સંસારમાં પાડી દીધો છે. જ્ઞાનાનંદમય પ્રભુ એકલો શાંતરસનો કંદ છે પણ એના ઊંધા ભાવે બાંધેલા કર્મ એને ઊંધા ભાવમાં પટકી દે છે—જ્ઞાનાદિ ગુણોનું આચ્છાદન કરીને અભેદરત્નત્રયરૂપ નિશ્ચયમોક્ષમાર્ગથી વિપરીત ખોટા માર્ગમાં નાંખી દે છે. અર્થાત્ મોક્ષમાર્ગથી ભુલાવીને ભવ-વનમાં ભટકાવે છે. જુઓ ! અહીં ભેદરત્નત્રયને મોક્ષમાર્ગ ન કહ્યો, એકલા અભેદરત્નત્રયને જ મોક્ષમાર્ગ કહ્યો છે અને અભેદરત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ ઉપાદેય છે એમ કહ્યું છે. જો કર્મ જ જીવને સંસારમાં રખડાવતા હોય તો અભેદરત્નત્રયને ઉપાદેય કરવાનો પ્રસંગ પણ જીવના હાથમાં ન રહે. માટે કર્મનું જોર નથી પણ પોતાના ઊંધા અભિપ્રાયના જોરથી પોતે સંસારમાં પટકાયો છે અને પોતે જ જો અભેદરત્નત્રય વડે નિજ આત્માને ઉપાદેય કરે તો સાંસારિક સર્વ ભાવો હેય થઈ જાય છે—આ અવકાશ રાખીને બધી વાત કરી છે. ભગવાન આત્મા અનંત ગુણનો અભેદ પિંડ એકલો વીતરાગ વિજ્ઞાનધન છે. તેમાં રાગના એક અંશનો કે અલ્પજ્ઞાનનો અવસર નથી. એ તો પૂરણ...પૂરણ...પૂરણ છે. એવા પૂરણની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે અભેદરત્નત્રય છે. આ રત્નત્રય જીવને મુક્તિનું Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫૫ | ૩૫૩ કારણ છે અને તેનાથી વિપરીત શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર જીવને ઊંધા માર્ગે લઈ જવાનું કારણ છે. કોઈને એમ લાગે કે આજે કર્મનો વારો આવ્યો પણ કર્મનો વારો નથી આવ્યો. જીવે પોતે જ પોતાના અખંડ સ્વભાવને નહિ સ્વીકારતા વર્તમાન અલ્પજ્ઞપર્યાય, રાગ અને શરીરને જ હુંપણે સ્વીકાર્યા છે, તેને જ પોતાનું પૂરું સ્વરૂપ માન્યું છે. એ જ જીવનો મિથ્યાત્વભાવ છે. એ જ વ્રજ જેવા દૃઢ, ચીકણાં અને બળવાન ઉલટાં પરિણામથી જીવ સંસારમાં પટકાય છે. અભેદરત્નત્રયથી વિપરીત ખોટા માર્ગની જે કિંમત કરાવે છે તે કર્મના ભાવ છે. અભેદ વસ્તુની કિંમત કરી નહિ અને રાગાદિની કિંમત કરી તેથી અભેદ વસ્તુ હાથ ન આવી અને રાગાદિરૂપ સંસારમાં જ પોતે પટકાયો, ત્યારે તેને કર્મે પટક્યો એમ કહેવાય છે. અભેદરત્નત્રય એ જ સાચો મોક્ષમાર્ગ છે. ભેદરત્નત્રયની અહીં વાત જ લીધી નથી. આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્મામાં સ્થિરતા કરતો નથી તેથી કર્મના નિમિત્તે પોતે નીચો પડી જાય છે. આત્માના શ્રદ્ધા-જ્ઞાનની ખરી કિંમત છે તે કિંમત નહિ કરતાં જેણે બહુ જોરપૂર્વક શાસ્ત્રજ્ઞાન, શુભરાગ અને નિમિત્તની કિંમત કરી છે એ કિંમત તેને અભેદરત્નત્રય પ્રગટ થવા દેતી નથી. અર્થાત્ મિથ્યાર્દષ્ટિથી બાંધેલા આકરા કર્મ જીવને અભેદ૨ત્નત્રયથી પાડી નાંખે છે. અહીં કર્મ અને ઊંધી માન્યતાને એક કરીને તેનું જોર બતાવ્યું છે. ભગવાન આત્માની વસ્તુની કિંમત થવી જોઈએ, વસ્તુનું જ્ઞાન થવું જોઈએ અને વસ્તુમાં સ્થિરતા થવી જોઈએ. તેને બદલે પોતે જ બીજી વસ્તુની કિંમત કરી શાસ્ત્રના જ્ઞાનની કિંમત કરી, વાણીની કિંમત કરી, શરીર અને સંયોગની કિંમત કરી એટલે કે શરીર, વાણી આદિથી મારી મોટાઈ છે એમ માન્યું પણ હું મારા દ્રવ્યસ્વભાવથી મોટો છું એમ ન માન્યું એ જ જીવની ભૂલ છે. આ પોતાની ભૂલ જ એને નડી છે. જીવે અજ્ઞાનદશામાં જોરદાર ઊંધા ભાવને સેવ્યો છે. જેવો પોતે વ્રજ જેવો દૃઢ, ઘન અને બળવાન છે તેનાથી ઊંધો પડ્યો એટલે ઊંધા ભાવ પણ એવા જોરદાર છે કે તેના નિમિત્તે બંધાતા કર્મો પણ એવા જોરદાર અને ચીકણાં હોય છે કે તે કર્મો જીવને ફરી સંસારમાં જોરથી પટકવામાં નિમિત્ત થાય છે. ખોટા કર્મો જીવને ખોટા માર્ગે લઈ જાય છે કેમ કે એ ખોટા ભાવથી જ બંધાયા હતા. જેને આત્માનું લક્ષ નથી તે ખોટા માર્ગે જ જાય છે. જીવ પોતે જ ખોટા માર્ગે જાય છે પણ તેમાં કર્મનું નિમિત્ત હોય છે. જીવ પોતે સ્વભાવનું લક્ષ કરે તો કર્મ કાંઈ પરાણે તેને ખોટા માર્ગે લઈ જઈ શકતાં નથી. અહીં આ અભિપ્રાય છે કે સંસારના કારણ જે કર્મ અને તેના કારણ જે મિથ્યાત્વ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો રાગાદિ પરિણામ છે તે બધાં હેય છે તથા અભેદરત્નત્રયરૂપ નિશ્ચયમોક્ષમાર્ગ છે તે ઉપાદેય છે. અખંડાનંદ પ્રભુ આત્માની અંતરદૃષ્ટિ કરી આ કર્મોને હેય જાણ ! કર્મ અને શરીરે, રાગાદિને ઉપાદેય માન્યા હતાં તેથી જ તારે સંસારમાં રખડવું પડ્યું છે હવે તેને હેય કરવા એ તારું કામ છે. એ તારો અધિકાર છે. કર્મના ઉદયમાં તારું લક્ષ જતું હતું તે લક્ષને હવે આત્મામાં લઈ આવ ! કર્મ તો જડ છે તે તને કાંઈ કરી શકતાં નથી પણ તે જ તેને ઉપાદેય માન્યા હતાં તેથી રખડવું પડ્યું. હવે આત્માને ઉપાદેય કર અને કર્મને હેય કર તો તારું રખડવું મટી જાય. - આ કર્મ મને રખડાવે છે એવી પરાધીનતામાં તું કેમ રાજી થાય છે ! તું મોટા ક કર્મ મોટો? જડકર્મ તને મારે કે તું તારા ઊંધા ભાવથી મરે ત્યારે જડકર્મને નિમિત્ત કહેવાય ! કર્મ બંધાવામાં તારા ઊંધા ભાવનું નિમિત્ત હતું અને તેના ઉદયકાળે તે તેને નિમિત્ત બનાવીને કર્મને મોટપ આપી છે તેથી તે નવા-નવા બંધાય છે માટે હવે કર્મનું ઉપાદેયપણું છોડ અને આત્માને ઉપાદેય બનાવ ! તું જેને ઉપાદેય માનીને રખડ્યો તેણે તને રખડાવ્યો એમ કહેવામાં આવ્યું છે. હવે તું તારા અધિકારથી તેને હેય જાણ. કર્મને ઉપાદેય તે જ માન્યા હતા માટે તું જ તેને હેય કર તો થાય, અર્થાત્ આત્માને ઉપાદેય કર તો કર્મ હેય થઈ જશે. ભગવાન આત્મા એકસ્વરૂપે અનંતગુણની રાશિ ધ્રુવરૂપે બિરાજમાન છે તેની અંતરમુખ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને તેમાં સ્થિરતા તે સમ્યક્યારિત્ર છે. આ અભેદરત્નત્રય છે તે જ પ્રગટ કરવા માટે ઉપાદેય છે. ખરેખર તો પોતાનું દ્રવ્ય ઉપાદેય છે પણ મિથ્યાત્વાદિ ભાવને હેય કરીને સમ્યકત્વાદિને પ્રગટ કરવા માટે ઉપાદેય કહ્યાં છે. અહીં તો અગિયાર અંગ ને નવપૂર્વના ભણતરની પણ કાંઈ કિંમત નથી. ફૂટી બદામ જેટલી પણ એની કિંમત નથી. ચૈતન્ય આગળ વ્યવહાર શ્રદ્ધા, રાગની મંદતા કે પરલક્ષી જ્ઞાન આદિ કોઈની કાંઈ કિંમત નથી. અહીં તો અભેદરત્નત્રયની કિંમત છે. માટે આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા જ પ્રગટ કરવા લાયક છે. વ્યવહારરત્નત્રય પણ સાથે હોય પણ તે ઉપાદેય નથી. આ તો પરમાત્મપ્રકાશ છે. આત્મા પોતે જ પરમાત્મા છે. કેમ કે આત્મવસ્તુના એક અંશમાં પણ ખોડ-ખાંપણ નથી. આવા પરમાત્મસ્વરૂપ આત્માની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતારૂપ અભેદરત્નત્રય પ્રગટ કરવા લાયક છે. એ જ મોક્ષનું ખરું કારણ છે. જુઓ ! આ ગાથામાં શરૂઆતમાં અને અંતમાં બધે આત્મા જ આવ્યો છે. ઊંધાઈમાં પણ આત્મા છે અને સવળાઈમાં પણ આત્મા છે. કર્મ તો નિમિત્ત માત્ર છે માટે કર્મને વચ્ચે લઈશ નહિ. એક નાનો છોકરો પણ ગાળ દઈ જાય તે પોષાતું નથી તો કર્મ તને રખડાવે Page #368 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૨ ) ( ૩૫૫ છે એ વાત કેમ પોષાય છે! કર્મ મને કાંઈ કરી જ ન શકે, હું જ મારા ઉલટાં પુરુષાર્થથી રખડ્યો છું એમ સમજને ! કમેં તને મારી નથી નાખ્યો પણ તે જ ઊંધા પુરુષાર્થથી તારા ચૈતન્યજીવનને મારી નાખ્યું છે. પોતાના સ્વભાવને માન્યો નહિ અને અલ્પજ્ઞાન, વિપરીત શ્રદ્ધા અને રાગ-દ્વેષના પરિણામને જ સર્વસ્વ માનીને તેં તારા ચૈતન્યજીવનને રેશી નાખ્યું છે. તેનાથી કર્મ બંધાય છે માટે તે કર્મથી તું રખડ્યો છો એમ કહેવાય છે. કર્મે રખડાવ્યો એ વાત શાસ્ત્રમાં આવે ત્યાં તેને એમ થાય કે જુઓ ! મારી વાત આવી ને !..પણ ભાઈ કડકમેં તને મારી નાંખ્યો એ વાતમાં તું કેમ રાજી થાય છે? તારી ભૂલ થાય છે ભાઈ! હું ઊંધા શ્રદ્ધા, જ્ઞાનથી રખડ્યો છું, એમ જાણ તો આત્માના શ્રદ્ધા, જ્ઞાન ને સ્થિરતા વડે ચૈતન્યજીવન પ્રાપ્ત કરી શકીશ. તારે તો એક અભેદરત્નત્રય જ ઉપાદેય કરવા યોગ્ય છે. બાકી બધું થોથાં છે. લોકોને એમ લાગે કે તમે વ્યવહારનો ઉપદેશ આપતાં નથી. પણ વ્યવહાર ક્યાં ઉપાદેય છે ! વ્યવહાર તો વચ્ચે આવે જ છે, ન આવે એમ નથી પણ તેની હોંશ શી ! નિશ્ચયર્દષ્ટિ, જ્ઞાન અને સ્થિરતામાં પૂર્ણતા ન થાય ત્યાં સુધી વચ્ચે વ્યવહાર આવે જે છે પણ તેની હોંશ શી ? વ્યવહારની હોંશ છે તેને સ્વભાવનો આદર નથી. વ્યવહારનું જોર દેવા જઈશ કે જુઓ ! “આવો વ્યવહાર હોય તો નિશ્ચય હોય” –તો એ જોર ખોટું છે. વીતરાગમારગ કોઈ અજબ છે! તે કાંઈ લાલા-પેથાનો માર્ગ નથી. વ્યવહારનયનો ઉપદેશ આવે પણ તે “વ્યવહાર છે' એમ જણાવવા માટે છે, ઉપાદેય કરવા માટે કે હોંશ કરવા માટે નથી. આચાર્યદેવ કહે છે શુભાશુભભાવને હું કરતો નથી, કરાવતો નથી અને કરતાં હોય તેને અનુમોદતો નથી કેમ કે એ ભાવમાં તો દુ:ખ છે– ઉપદેશકર્તા પણ આત્મા નથી. વાણી તો જડ છે તેને આત્મા કરતો નથી. ઉપાદેય એક આત્મા જ છે. ! સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમાં આત્મા ઉપાદેય થાય છે માટે અભેદરત્નત્રય પ્રગટ કરવાયોગ્ય છે. - હવે ૭૯ ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે મિથ્યાત્વપરિણતિથી આ જીવ તત્ત્વને યથાર્થ જાણતો નથી, વિપરીત જાણે છે. જુઓ ! અહીં મિથ્યાત્વપરિણતિને કારણે જીવ તત્ત્વને યથાર્થ જાણતો નથી એમ લીધું, કર્મના કારણે જાણતો નથી એમ નથી. આ જીવ અતત્ત્વશ્રદ્ધાનરૂપ પરિણત થયો થકો આત્માથી માંડીને બધાં તત્ત્વોના સ્વરૂપને અયથાર્થ માને છે આત્માના પરમાત્મસ્વરૂપને ઓળખતો નથી, રાગમાં ધર્મ માને છે, અલ્પજ્ઞદશાને જ પૂર્ણ માને છે, નિમિત્તથી મને લાભ-નુકશાન થાય છે એમ બધું વિપરીત માને છે. વસ્તુનું સ્વરૂપ તો કેવું છે તેવું જ છે. આત્મા પૂર્ણાનંદ જ્ઞાયક છે, શરીર કર્મ અને વિકારથી રહિત છે, એક સમયની પર્યાય જેવડો પણ નથી છતાં મિથ્યાદષ્ટિ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પર્યાયને જ આખો આત્મા માની લે છે. આત્માને શરીરના સંયોગવાળો અને રાગ-દ્વેષી માને છે. એવું આત્માનું સ્વરૂપ નથી. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ છે. આત્મા જ્ઞાયક જ છે, પુણ્ય-પાપના વિકલ્પો મલિન જ છે, જડકર્મોનું બંધન, ઉદય આદિ જડ વસ્તુ જેમ છે તેમ જ છે પણ મિથ્યાદષ્ટિ જીવ તેને વિપરીત માને છે. પોતાનું આત્મસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાદિ સહિત છે તેને મિથ્યાત્વ અને રાગાદિરૂપ જાણે છે. આત્મા તો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ ભૂતાર્થ છે તેને બદલે અલ્પજ્ઞાન કે જે સમય પૂરતું છે, અભૂતાર્થ છે, તેને જ ભૂતાર્થ આત્મા માને તે મિથ્યાષ્ટિ છે. પૂર્ણ દર્શન, જ્ઞાન, વીર્ય દિના ધણીને અલ્પ જ્ઞાન, દર્શન, વીર્યવાળો માને છે તે આત્માને મિથ્યાત્વસહિત માને છે. - મિથ્યાત્વના કારણે રચાયેલાં કર્મથી જે શરીરાદિ પરભાવ મળ્યા છે તેને પોતાના માને છે અર્થાત્ ભેદવિજ્ઞાનના અભાવથી રૂપાળા, કાળા, સ્થળ, કૃષ આદિ કર્મજનિત દેહના સ્વરૂપને પોતાનું જાણે છે, હું ગોરો છું માટે બીજાથી અધિક છું, હું દુર્બળ છું માટે બીજાથી હીણો હું—એ વગેરે માન્યતા મિથ્યાષ્ટિના કારણે થઈ રહી છે. રૂપાળો છું, બળવાન છું, સુરૂપ છું માટે તમે પણ મને એવો માનોએમ મિથ્યાત્વમાં કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણેય ભાવ રહેલાં હોય છે. * આમ, મિથ્યાત્વના કારણે જીવ તત્ત્વોના સ્વરૂપને યથાર્થ જાણતો નથી, અયથાર્થ માને છે તેથી સંસારમાં ભ્રમણ કરે છે. કર્મ તેને ભમાવતું નથી. | ભાવાર્થ અહીં કર્મોથી ઉપજેલાં ભાવોથી ભિન્ન જે શુદ્ધ આત્મા છે તેનાથી જે સમયે રાગાદિ દૂર થાય છે તે કાળે આત્મા ઉપાદેય છે. શું કહે છે? –કે માત્ર આત્મા ઉપાદેય છે એમ બોલવાથી કે વિકલ્પ કરવાથી આત્મા ઉપાદેય થતો નથી કેમ કે વાણી અને વિકલ્પ જીવના નથી. જ્યારે જે સમયે શુદ્ધ જ્ઞાયકની દૃષ્ટિ અને અનુભવ થાય છે. તેમાં એકાકાર થાય છે તે કાળે આત્મા ઉપાદેય છે. પાઠમાં જ છે કે રવિનિવૃત્તિકાન્ત એટલે રાગથી છૂટો પડીને આત્માને અનુભવે છે તે કાળે આત્મા ઉપાદેય થયો કહેવાય છે. કેમ કે ત્યારે જ આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે.. Page #370 -------------------------------------------------------------------------- ________________ 26 27 બહિરાત્માનું સ્વરૂપ (સળંગ પ્રવચન નં. પ૬) अहं गौरः अहं श्यामः अहमेव विभिन्नः वर्णः। अहं तन्वङ्गः स्थूलः अहं एतं मूढं मन्यस्व ।।८०॥ अहं वरः ब्राह्मणः वैश्यः अहं अहं क्षत्रियः अहं शेषः । पुरुषः नपुंसकः स्त्री अहं मन्यते मूढः विशेषम् ॥ ८१॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેના પ્રથમ અધિકારની આ ૮૦મી ગાથા લઈએ. મિથ્યાત્વ પરિણામથી બહિરાત્મા જે કર્મજનિત ભાવોને પોતાના માને છે તે પોતાના નથી એવા ભાવોને પાંચ દોહાસૂત્રમાં કહે છે. જુઓ ! આમાં કમજનિત ભાવ ઉપર વજન નથી પણ મિથ્યાત્વ પરિણામ ઉપર વજન છે. કારણ કે મિથ્યાત્વ પરિણામથી જીવ તે ભાવોને પોતાના માને છે. ખરેખર સમ્યક પરિણામ વડે જીવે પરના ભાવને પરના જાણવા જોઈએ પણ સમ્યક પરિણામ નથી તેથી મિથ્યાત્વભાવથી બહિરાત્મા શરીરના રંગ, સ્પર્શી દિ ગુણોને પોતાના માને છે તે તેની બહિરાત્મબુદ્ધિ છે. કાળાપણું, ગોરાપણું, રાતાપણું, રોગીપણું કે નીરોગીપણું એ બધી કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલી શરીરની અવસ્થાઓ છે. તેને જીવ પોતાની માને છે અને એ જ રીતે બીજાં આત્માને પણ તેના સંયોગમાં રહેલા શરીરરૂપ જ માને છે એ તેની બહિરાત્મબુદ્ધિ છે. આવા અભિપ્રાયવાળી પાંચ ગાથા કહેશે. જુઓ ! મૂઢ માપુ એ શબ્દ ઉપરથી એ ભાવ નીકળે છે કે પોતાના મિથ્યાત્વભાવથી . જીવ શરીરની અવસ્થાને પોતાની માને છે. દર્શનમોહ કર્મ તેને શરીરની અવસ્થા પોતાની મનાવે છે એમ નથી. હું શુદ્ધ વીતરાગ જ્ઞાનાનંદ એક સ્વભાવી આત્મા છું એવી દષ્ટિ અને અનુભવ નહિ કરતાં મિથ્યાષ્ટિ શરીરની કાળી-ધોળી અવસ્થાવાળો જ પોતાને માને છે કે હું રૂપાળો છું અથવા હું કાળો છું. વળી હું બીજાંથી રૂપાળો છું એમ કરીને પોતાની અધિકાઈ માને છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયમાં આત્મા જણાય છે પણ સમ્યગ્દર્શનાદિની પર્યાય તો નથી અને તેનાથી વિપરીત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રની પર્યાય છે તે વડે અજ્ઞાની જીવ શરીરને જ આત્મા માને છે અથવા તો શરીરના હોવાપણાથી પોતાનું અસ્તિત્વ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો માને છે. આત્માથી ભિન્ન—બહારની પર્યાયમાં હુંપણું માને છે માટે તે જીવને બહિરાત્મા કહેવાય છે. બહિરાત્મા મૂઢ જીવ આ રીતે અનેક અવસ્થાઓરૂપ પોતાને માને છે કે હું તો પહેલેથી જ બહુ દૂબળો છું, મારી કાઠી પાતળી છે. અથવા મારું શરીર જાડું છે—હું જાડો છું એમ જડના જાડાપણાથી પોતાને જાડો માને છે. બહિરબુદ્ધિ જીવ બહિર પર્યાયને પોતાની માને છે. તેથી આચાર્યદેવ કહે છે આવા જીવને મૂઢ જાણો. ભલે તે બાહ્યથી ત્યાગી, મુનિ કે વ્રતીના વેષધારી હોય પણ બહારથી પોતાની અધિકાઈ માનતો હોય તો તે મૂઢ જ છે. આંખની સુંદરતા, નાકની નમણાઈ, કુંડલ જેવા કાન વગેરેમાં હુંપણાનું સૂક્ષ્મ શલ્ય રહે છે તે પણ સર્વથા ત્યાજ્ય છે. જેને પોતાના જ્ઞાનસ્વભાવ સાથે કાંઈ સંબંધ નથી એવા શરીરના પરિણામને તું મારાં માનવાનું છોડ...છોડ....છોડી દે. તેના દ્રવ્ય ગુણ તો દેખાતાં નથી પણ પર્યાય દેખાય છે તેને મારી ન માન. ક્ષણે ક્ષણે થતાં મિથ્યાપરિણામની સ્થિતિનું આ વર્ણન છે. એક બાજુ ભગવાન આત્મા સર્વપ્રકારે ઉપાદેયભૂત છે અને આત્માના સ્વરૂપથી વિપરીત મિથ્યાત્વપરિણામ છે તે સર્વપ્રકારે ત્યાજ્ય છે. અહીં ‘સર્વપ્રકારે' કહેતાં એકાંત થતું નથી. પણ એ જ અનેકાંત છે. તો પ્રશ્ન થાય કે આત્મા કેવો છે અને કેવી રીતે ઉપાદેય થઈ શકે ? તો આચાર્યદેવ કહે છે કે આત્મા વીતરાગ નિત્ય જ્ઞાનાનંદસ્વભાવી એક શુદ્ધ વસ્તુ છે તે જ સર્વપ્રકારે ઉપાદેય કરવા યોગ્ય છે. તે ક્યારે ઉપાદેય થાય ? કે સમ્યગ્દર્શનના કાળે જ આત્મા ઉપાદેય થઈ શકે છે. મિથ્યાત્વ પરિણામમાં આત્મા ઉપાદેય થઈ શકતો નથી. કેમ કે મિથ્યાત્વ પરિણામમાં તો ક્ષણે ક્ષણે તે દેહની દશાને ઉપાદેય માની રહ્યો છે. આત્મા સર્વપ્રકારે ઉપાદેય એટલે કે આરાધવાયોગ્ય, સેવવાયોગ્ય છે. કથંચિત્ પ્રકારે આત્મા ઉપાદેય અને કથંચિત્ શરીર ઉપાદેય છે એમ નથી. શરીર, વાણી, ઇન્દ્રિય અને મન આદિ અજીવતત્ત્વ છે અને પુણ્ય-પાપના વિકલ્પ તે આસ્રવતત્ત્વ છે તે બન્નેથી ભિન્ન આત્મા પોતે નિર્દોષ વીતરાગસ્વરૂપ જીવતત્ત્વ છે. વર્તમાનમાં જ આત્મા વીતરાગ છે. વિકલ્પના રાગ વિનાનો છે માટે આત્મા વીતરાગ છે, ચિદાનંદ છે, શાંતરસનો પિંડ છે. આત્માને વીતરાગ કહીને તેની નિર્દોષતા સિદ્ધ કરી છે. આવો આત્મા વીતરાગ અતીન્દ્રિય આનંદનો પિંડ છે. વળી જેમ વસ્તુ નિત્ય છે તેમ તેનો આનંદ પણ નિત્ય છે વસ્તુ પોતે આનંદમય છે. આત્મા અરૂપી છે માટે દેખાતો નથી એટલે એ કાંઈ વસ્તુ જ નથી એમ નથી. એ વસ્તુ તો અતીન્દ્રિય આનંદનું દળ છે, રસકંદ છે. વીતરાગ નિત્યાનંદ એક સ્વભાવી આ શુદ્ધ જીવ તે જ આત્મા છે. અલ્પજ્ઞ પર્યાય તે પણ આત્મા છે એ વાત અહીં નથી. પર્યાયની અલ્પદર્શિતા, અલ્પજ્ઞતા, અલ્પવીર્યતા આદિ વ્યવહાર આત્મા છે. તે Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૬ ) [ ૩૫૯ અભૂતાર્થ છે. દ્રવ્ય-પર્યાય બને થઈને એક આત્મા છે એમ પ્રમાણજ્ઞાનમાં આવે છે પણ નિશ્ચયથી તો ત્રિકાળી દ્રવ્ય તે જ આત્મા છે. ભગવાન આત્મા તો નિર્દોષ આનંદનું દળ છે. પુણ્ય-પાપના વિકલ્પથી એ રહિત છે માટે નિર્દોષ છે. નિત્ય નિર્દોષ છે માટે તેમાં જે એકાગ્ર થાય તેની પર્યાયમાં આનંદ જ ઝરે. જેવો અતીન્દ્રિય આનંદ અરિહંત અને સિદ્ધને પર્યાયમાં પ્રગટ છે તેવો જ અતીન્દ્રિય આનંદ દરેક જીવમાં રહેલો છે. અહીં આનંદગુણની પ્રધાનતાથી બધી વાત લીધી છે કેમ કે જગતને આનંદ અને સુખ જોઈએ છે. ખરેખર બીજું કાંઈ જોઈતું નથી. તેથી આચાર્યદવા કહે છે પ્રભુ! તું તો નિત્ય આનંદમય છો. તું કદી આનંદથી રહિત થયો જ નથી, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના પરિણામ વડે આતો વીતરાગ નિત્યાનંદ એકસ્વભાવી શુદ્ધ જીવ જ આરાધવાયોગ્ય છે. આત્માની આરાધના કરવી તેનું નામ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. હવે આમાં લૌકિક સેવા કરવાનું તો ન રહ્યું પણ અરિહંતાદિની સેવા પણ ન આવી. કારણ કે શરીરની અવસ્થા જ જ્યાં જીવમાં નથી તો શરીરની અવસ્થા વડે સેવાની કે બીજી કોઈ ક્રિયા આત્મા કેવી રીતે કરે ! અરે, અરિહંતાદિની સેવા અર્થાત્ ત્રણ લોકના નાથ પ્રત્યેના વલણવાળો ભાવ એ પણ રાગભાવ છે માટે પરમાર્થે તેનું આરાધન-સેવન પણ કરવાયોગ્ય નથી. પરમાર્થે આરાધન કરવાયોગ્ય હોય તો એક સ્વભાવી નિત્યાનંદ નિજપ્રભુ જ છે માટે તેને દષ્ટિમાં લઈ તેમાં એકાગ્રતા કરવા લાયક છે. ....પણ ભગવાને દયા, દાન, વ્રત, તપાદિને ધર્મ કહ્યો છે ને ! ભાઈ ! ભગવાને તેને વ્યવહારધર્મ કહ્યો છે. વ્યવહારધર્મ એટલે ધર્મ નથી પણ પુણ્યભાવ છે એ પણ ભગવાને જ કહ્યું છે. એ પણ જેને નિત્યાનંદ નિજ પ્રભુ નિશ્ચયથી ઉપાદેય-આદરણીય થયો છે–અંતષ્ટિમાં જેને ભગવાન આત્મા નિશ્ચય પરિણામમાં આદરણીય થયો છે તેને બાકી રહેલાં શુભરાગને વ્યવહારધર્મ ભગવાને કહ્યો છે. જેને નિશ્ચયધર્મ પ્રગટ થયો નથી તેના શુભરાગને તો વ્યવહાર પણ કહેવાતો નથી. દેહની હલનચલનની ક્રિયાઓ, વાણીની અવસ્થાઓ વગેરે બધી અવસ્થાઓ શુદ્ધજીવથી તદ્દન જુદી ચીજ છે તોપણ જે પુરુષ વિષય-કષાયને આધીન થઈને શરીરના ભાવોને પોતાના માને છે તે પોતાની શુદ્ધાત્માનુભૂતિથી રહિત એવા મૂઢાત્મા છે. પાઠમાં શબ્દ છે–શુદ્ધનીવે યો યોનયતા એટલે કે જે જીવમાં નથી એવી શરીરની અવસ્થાને જીવમાં જોડે છે અને જે જીવની અવસ્થા છે તેને તોડે છે. ભગવાન આત્માને તો કાયમ નિત્યાનંદ અતીન્દ્રિય આનંદનો સંબંધ છે તેને મૂઢ આત્મા તોડે છે કે એ મારામાં કાંઈ નથી અને શરીરાદિની અવસ્થા જે ખરેખર આત્માથી ભિન્ન છે તેને આત્મામાં જોડે છે એટલે કે આ મારી અવસ્થા છે એમ માને છે. વીતરાગ નિર્દોષસ્વરૂપ આત્મા તો જિનબિંબ છે તેને વશ થયેલાં પરિણામ તો શુદ્ધ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ) [ આત્મપ્રકાશ પ્રવચનો હોય. તે તો સમ્યફપરિણામ કહેવાય પણ તેને વશ નહિ થતાં આત્મામાં જે નથી એવા શરીરના પરિણામમાં મૂઢાત્મા પોતાને જોડે છે કે આ મારી અવસ્થા છે. હું શરીર અને શરીરના ગુણોમય છું એવું તેને પરવશપણું થઈ ગયું છે. મૂઢજીવને પરવશતામાં કેવી કેવી દશા થાય છે તે અહીં બતાવી છે. આત્મવસ્તુ તો કાયમ આનંદની થપ્પીથી ભરેલો ભગવાન છે. જેમ વખારમાં માલની થપ્પી પડી હોય છે તેમ આત્મામાં કાયમ જ્ઞાન ને આનંદની થપ્પીઓ ભરી પડી હોય છે. માલની થપ્પી તો એક પછી એક રહેલી હોય અને આત્મામાં તો ગુણો એક સાથે રહેલાં છે. એક જ ક્ષેત્રમાં પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ આદિ અનંત ગુણો અભેદપણે રહેલાં છે. એ એક એક ગુણમાં અનંતી પર્યાય વસેલી છે. એટલે કે એક જ્ઞાનગુણમાં અનંતી કેવળજ્ઞાનની પર્યાય રહેલી છે અર્થાત્ અનંતા કેવળીપરમાત્મા એક ગુણમાં રહેલાં છે. એ રીતે અનંત ગુણોમાં અનંતી પર્યાયનું સામર્થ્ય ભરેલું છે. વીતરાગ નિત્યાનંદ એક સ્વભાવ નિજ શુદ્ધાત્મામાં પરિણામ જોડીને આ જ હું છું.... આ જ હું છું એમ થવું જોઈએ. તેને બદલે કલ્પનાથી પરની અવસ્થાને આ મારામાં છે એમ એકત્વ કરે છે. કેમ એકત્વ કરે છે કે શુદ્ધાત્માનુભૂતિથી રહિત છે માટે પરમાં એકત્વ કરે છે. તેનો પણ આત્મા તો એવો ને એવો જ છે. જેમ આઠ વર્ષનું બાળક હો કે સો વર્ષના વૃદ્ધ હો બંને માણસ તરીકે સમાન છે તેમ સ્થૂળ શરીર હો કે પાતળું શરીર હોય પણ તેના આત્મામાં કાંઈ ફેર નથી. અનુભૂતિ એટલે સ્વરૂપને અનુસરીને નિર્મળ અનુભૂતિ થવી–નિર્વિકાર અનુભવ થાય તેને અનુભૂતિ કહેવાય છે. જ્ઞાનનું જ્ઞાનથી વેદાવું, આનંદનું આનંદથી વેદાવું તે અનુભવ અનુભૂતિ છે. વીતરાગ નિત્યાનંદ સ્વભાવ તે જીવદ્રવ્ય અને આ તેના નિર્મળ પરિણામ તે સંવર અને નિર્જરાતત્ત્વ છે. અને પરની અવસ્થાને પોતાની માને છે એવા જે વિકારી પરિણામ છે તે આસ્રવ અને બંધતત્ત્વ છે. શુદ્ધજીવને ઉપાદેય બનાવીને જે શુદ્ધાત્માનુભૂતિ થાય છે તે નિર્મળપર્યાય છે–મોક્ષમાર્ગ છે અને તેનાથી વિપરીત પરને મારાં માનીને જે મલિનપર્યાય થાય છે તે બંધમાર્ગ છે. શરીરાદિ જડ છે તેને પોતાના માને છે તે અજ્ઞાની છે એ બતાવીને સાથે શરીરાદિનું અસ્તિત્ત્વ છે એ પણ સિદ્ધ કર્યું છે. વેદાંતની જેમ “બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા' એમ નથી. શરીરાદિ જડ વસ્તુ છે તેને પોતાના માનનારી વિકારી પર્યાય પણ છે, તેનાથી વિપરીત સ્વમાં એકત્વ કરનારી નિર્મળ પર્યાય પણ છે અને શુદ્ધાત્મ દ્રવ્ય પણ છે એમ નવેય તત્ત્વની અહીં સિદ્ધિ કરી છે. આ બધી નવતત્ત્વની જ રમત છે. સમયસાર એ અશરીરીતત્ત્વને બતાવનારું વાચક છે. તેથી જ તો ૧૯૭૮ની સાલમાં પહેલીવાર સમયસાર મળ્યું તે વાંચીને કહ્યું હતું કે “આ તો અશરીરી શાસ્ત્ર છે.” Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૬ / [ ૩૬૧ “આત્મદ્રવ્ય છું મારી નિર્મળ પરિણતિ થાય તે સવંર અને નિર્જરાતત્ત્વ છે અને પૂર્ણ નિર્મળતા થાય તે મોક્ષતત્ત્વ છે. જે મિથ્યાત્વભાવમાં સ્વને ભૂલી પરને પોતાનું મનાય છે તે મિથ્યાત્વભાવ જ આસ્રવ અને બંધતત્ત્વ છે. અને શરીરાદિ તે અજીવતત્ત્વ છે આમ આ નવતત્ત્વનું વર્ણન જેમાં છે તે સમયસાર શાસ્ત્ર છે. “શુદ્ધાત્માનુભૂતિથી રહિત થયો થકો જીવ મૂઢાત્મા છે' એમ શબ્દ છે તો શું પહેલા શુદ્ધાત્માની અનુભૂતિ હતી અને તેને છોડીને અશુદ્ધ થયો છે એમ છે? ના, એમ નથી પણ ખરેખર આત્માની અનુભૂતિરૂપ જ તેની પર્યાય હોવી જોઈએ પણ તેને પ્રગટ ન કરતો અનાદિથી જીવ તેનાથી વ્યુત જ છે. અરે ! વીતરાગે કહેલાં તત્ત્વો તેણે જાણ્યા નથી. શ્રીમદ્જી કહે છે કે, હે પ્રભુઆપે કહેલાં તત્ત્વને મેં જાણ્યા નહિ, આપે કહેલાં દયા, શીલ ને સંયમને ઓળખ્યા નહિ... સ્વશુદ્ધાત્મા-નિત્યાનંદ આત્માની અનુભૂતિ આઠ વર્ષની બાલિકા પણ કરી શકે છે. કેમ કે આત્મા કયાં બાળક છે ! આત્માને કાળની મર્યાદા જ નથી. આત્મા તો નિત્ય આનંદસ્વરૂપ છે. આત્માને કે તેના આનંદને કાળની મર્યાદા નથી. એવા પોતાના નિત્યાનંદ ભગવાન આત્માની અનુભૂતિથી પોતે જ ટ્યુત થયો છે. તેમાં કોઈનો વાંક નથી. “ભગવાને જોયું હોય ત્યાં સુધી આપણે ભ્રષ્ટ જ રહીએ ને !' એમ કહેનાર ભગવાનને ઓળખતો જ નથી. ભગવાનના કેવળજ્ઞાનનો સ્વીકાર આત્માની અનુભૂતિ વગર થાય જ નહિ. કેમ કે પોતાની મોક્ષપર્યાયના સ્વીકાર વિના ભગવાનની મોક્ષપર્યાયનો સ્વીકાર થાય જ નહિ અને પોતાની મોક્ષપર્યાયનો સ્વીકાર પોતાના દ્રવ્યના સ્વીકાર વિના થાય જ નહિ. આવી શુદ્ધાત્માની અનુભૂતિથી શ્રુત જીવ પોતે જ મૂઢાત્મા થાય છે તેનો કર્તા પોતે છે. કર્મનો વાંક નથી. કર્મ તો જડ છે પ્રભુ ! તારી જેવી જાત છે એવી ભાત પડવી જોઈએ પણ પડતી નથી માટે એ ભાતથી ભ્રષ્ટ થયેલો તું જ તારી મૂઢતાને ઊભી કરે છે. આગળ હજુ મૂઢાત્માના લક્ષણ કહે છે. મિથ્યાદષ્ટિ પોતાની ઊંધી માન્યતાને વશ એમ માને છે કે, હું સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ છું, હું વણિક છું, હું ક્ષત્રીય છું અથવા હું હલકો શુદ્ર છું. પણ પ્રભુ ! આત્મા બ્રાહ્મણ કેવો ! બ્રાહ્મણ તો શરીર છે. તેની અધિકતાથી પોતાને બ્રાહ્મણ મનાવે છે. જે જાતમો જન્મ એ રૂપે પોતાને માને છે પણ તે બ્રાહ્મણ કે વાણિયાનો દીકરો નથી. ભગવાન આત્મા તો પરમાનંદ નિર્દોષ સ્વભાવથી ભરેલી વસ્તુ છે. છતાં યોગતિ એટલે જેવા રૂપે પોતે નથી એવા બ્રાહ્મણ આદિ જડની અવસ્થામાં પોતાને હઠપૂર્વક જોડવા માગે છે પણ એ નહિ બને. જેમાં જે નથી એમાં પરાણે સંબંધ જોડે છે અને વસ્તુમાં જે છે તેનાથી સંબંધ તોડે છે આ કેવી મૂઢતા ! મારે તો ત્રિકાળ જ્ઞાન ને આનંદ સાથે સંબંધ છે એવી તને શ્રદ્ધા હોવી જોઈએ, એવું જ જ્ઞાન હોવું જોઈએ. તેના બદલે શરીર અને સંયોગ સાથે સંબંધ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨] / ઘરમાત્મwાશ પ્રવચનો જોડે છો એ તો મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાજ્ઞાન છે. પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં શાંતિ શાંતિ હોવા જોઈએ તેના બદલે શ્રદ્ધા-જ્ઞાનમાં ખોટી માન્યતાના રંગ ચડી ગયા છે. હું વાણિયો અને આ બધાં પણ વાણિયા છે એ તારી દૃષ્ટિ મૂઢ છે. - હું ક્ષત્રિય શું હો, મારી સામે પડતાં ધ્યાન રાખજો. એ ક્યાંથી લાવ્યો ભાઈ ! ભગવાને તો તને નિર્દોષ આનંદનો કંદ જોયો છે. તેને તું ન જો? ભગવાને જેવો જોયો એવો તું તને ન જો? ઉલટો અમે તો વાણિયાની જાતના અને અમે તો રજપૂત અને અમે તો ચંડાલ એટલે અમારે તો બધાંની સેવા જ કરવાની એમ શરીરના સંયોગ અનુસાર જુદી જુદી જાતની માન્યતા કરે છે ભાઈ ! એ કોઈ જાત-નાત આત્મામાં નથી. અજ્ઞાની માને છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું અથવા હું નપુંસક છું ભાઈ! આ પુરુષ, સ્ત્રી કે નપુંસકનો શરીરનો આકાર દેખાય છે એ તો રોટલી, દાળ, ભાત, શાકનું બનેલું ઢીંગલું છે. એ શરીર તો તું નહિ પણ એવા ત્રણ પ્રકારના વેદ પણ તારામાં નથી. શરીરની સાથે તારે કોઈ સંબંધ નથી તેને તું ‘જોનયતિ' યોજે છો પણ યોજનામાં એમ નથી. ત્રણકાળ ત્રણલોકમાં આત્મા પુરુષ નથી, સ્ત્રી નથી..આત્મા જ્ઞાનાનંદનો કંદ છે. આત્મામાં પુરુષવેદ કે સ્ત્રીવેદ પણ નથી. તેને વિકારવાળો કહેવો કે યોજવો એ મિથ્યાપરિણામ છે. બે ભાગલાં જ છે એક તરફ જડ અને વિકારનો ભાગ અને એક તરફ પરમાત્માનો ભાગ છે. આ પરમાત્માનો ભાગ તારો છે તેને છોડીને પહેલા ભાગને પોતાનો માને છે તે ખોટું થાય છે ભાઈ ! નારકીના શરીર નપુંસક હોય છે. અહીં પણ કોઈના શરીરની આકૃતિ એવી હોય તેથી શું! આત્મામાં ક્યાં એ આકૃતિ છે ! આત્મા તો એ આકૃતિ અને તેના યોગ્ય વિકારથી પણ રહિત છે. છતાં પોતાને અથવા બીજાને નપુંસક માને તે મિથ્યાદષ્ટિ છે. જે નથી તેને પરાણે જોડે છે એ મૂઢતા છે. સ્ત્રીના અવયવોવાળી હું સ્ત્રી છું, આ પુરુષ છે એમ શરીરની જડ દશાને મૂર્ખ પોતાની દશા માને છે. આ તો મિથ્યાત્વનાં ભિન્ન ભિન્ન લક્ષણોનું વર્ણન છે. ભગવાન આત્મા તો કાયમી અતીન્દ્રિય આનંદનો પૂંજ છે. જ્ઞાનરસનો પિંડ છે. એવા આત્માની અનુભૂતિથી તેને માનવો તે ધર્મ છે અને તેનાથી વિપરીત અનુભૂતિ તે અધર્મ છે. આ અધર્મપરિણામથી જીવ ચારગતિમાં રખડી રહ્યો છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ આ દેહમાં આત્મભાવના ભવનું બીજ છે (સળંગ પ્રવચન નં. પ૭) अहं वरः ब्राह्मणः वैश्यः अहं अहं क्षत्रियः अहं शेषः । पुरुषः नपुंसकः स्त्री अहं मन्यते मूढः विशेषम् ॥८१॥ તપ: વૃદ્ધ: રૂપવાન શૂર: પતિઃ દ્વિવ્યા. क्षपणकः वन्दकः श्वेतपटः मूढः मन्यते सर्वम् ।।८२॥ जननी जननः अपि कान्ता गृहं पुत्रोऽपि मित्रमपि द्रव्यम् । मायाजालमपि आत्मीयं मूढः मन्यते सर्वम् ।।८३॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૮૧મી ગાથા ચાલે છે. તેમાં યોગીન્દ્રદેવ મિથ્યાદૃષ્ટિના લક્ષણ કહે છે. મિથ્યાષ્ટિ એમ માને છે કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વણિક છું અથવા શુદ્ર છું અને હું પુરુષ, સ્ત્રી અને નપુંસક છું. ખરેખર તો બ્રાહ્મણાદિ જુદી જુદી જાતિ અને લિંગ તો શરીરની અવસ્થા છે તેને આ મૂરખ પોતાની માને છે. અહીં તો શરીરની અવસ્થાને પોતાની માને છે તે અજ્ઞાનીનો ભ્રમ છે અથવા એવા ભ્રમવાળો અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ છે એમ કહેવું છે. આમાંથી એવો અર્થ ન લેવો કે શરીર - તો જીવનું નથી માટે શરીરની ગમે તેવી અવસ્થા હોય તોપણ મોક્ષ થઈ શકે. શરીરે સ્ત્રી, નપુંસક અથવા શુદ્ર હોય તોપણ, શરીર તો જીવનું નથી માટે કેવળજ્ઞાન થઈ શકે, એમ સમજવું નહિ. ભાવાર્થ –નિશ્ચયથી આ બ્રાહ્મણાદિ ભેદ કર્યજનિત છે, પરમાત્માના નથી. આત્મવસ્તુમાં બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ કે સ્ત્રી, પુરુષ આદિ કોઈ ભેદો નથી માટે બધી રીતે આત્મજ્ઞાનીને તે ત્યાજ્યરૂપ છે, જુઓ ! બધી રીતે ત્યાજ્ય છે. પુરુષના દેહમાં કેવળજ્ઞાન થાય છે માટે તે કોઈ અપેક્ષાએ ઉપાદેય છે એમ નથી. જ્ઞાનીને આ સર્વ ભેદો સર્વ પ્રકારે ત્યાજ્ય છે. તોપણ જે નિશ્ચયનયથી રાધવા યોગ્ય સદા આનંદ સ્વભાવી વીતરાગી નિજ શુદ્ધાત્મામાં આ ભેદોને લગાવે છે અર્થાત્ પોતાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર માને છે, સ્ત્રી, પુરુષ, નપુંસક માને છે તે કર્મોનો બંધ કરે છે તે અજ્ઞાનથી પરિણત થયેલો નિજ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી રહિત મૂઢાત્મા છે, જ્ઞાનવાન નથી. - ભગવાન આત્માનો વીતરાગ સદાનંદ એક શુદ્ધ સ્વભાવ જ નિશ્ચયથી સેવવા લાયક છે, એ જ અનુભવવા યોગ્ય છે છતાં શરીરની અવસ્થામાં રહેલા સ્ત્રી, પુરુષાદિ લિંગ અને Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો બ્રહ્મણાદિ ભેદોને પોતાના માને છે–તેને જ સેવે છે, હું બ્રાહ્મણ છું, હું પુરુષ છું એમ માને છે તે મૂઢ છે. આત્મજ્ઞાનમાં જે ત્યાજ્ય છે–ોય છે તેને જ મૂઢ ઉપાદેય માને છે. નિજ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી રહિત એટલે કે આત્મામાં વૃદ્ધિ કેમ થાય એવી ભાવનાને બદલે શરીરની વૃદ્ધિની ભાવના કરનારો, જ્ઞાનાનંદ સ્વભાવથી અજાણ એવો અજ્ઞાની મૂઢાત્મા છે. પાપી જીવ જ આવી મૂઢતા કરે છે. પાપી એટલે સ્વભાવની દૃષ્ટિ વિનાનો અને આત્મજ્ઞાનની પરિણતિથી રહિત જીવ જ દેહની અવસ્થાને પોતાની માને છે અને તેનાથી પોતાને ઠીક માને છે. આ દેહ તો જડ છે એમ તે જાણતો નથી. શ્રોતા આ દેહમાંથી જીવ ચાલ્યો જાય ત્યારે જડ ને! પૂજ્ય ગુરુદેવશ્રી: અરે! અત્યારે જ આ દેહ તો જડ છે, માટી છે. મનુષ્યગતિની અવસ્થા જીવમાં છે પણ એ પણ આત્માનું સ્વરૂપ નથી. આત્માથી ભિન્ન આ દેહ તો અત્યારે જડ જ છે. તે આત્માની પર્યાય પણ નથી. આત્માના દ્રવ્ય, ગુણ તો ભિન્ન છે જ પણ પર્યાય પણ શરીરથી ભિન્ન છે. હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું એવી ભાવના એટલે એકાગ્રતા નથી તેથી મૂઢ જીવ પરપર્યાયમાં આ હું છું એવી માન્યતા કરે છે અને વિકારમાં એકાગ્ર થાય છે. આ ૮૧ ગાથા થઈ. હવે ૮૨મી ગાથામાં ફરી મૂઢના લક્ષણ કહે છે. ચૈતન્યસ્વરૂપના ભાર વિનાનો અજ્ઞાની અજ્ઞાનપણે પરિણમતાં એમ માને છે કે હું યુવાન છું, હું બૂઢો છું, હું રૂપવાન અને હું શૂરવીર છું, હું પંડિત છું, હું સર્વશ્રેષ્ઠ છું, હું દિગંબર છું, હું બૌદ્ધમતનો આચાર્ય છું, હું શ્વેતાંબર શું ઈત્યાદિ શરીરના ભેદોને મૂઢ પોતાના માને છે. આ ભેદ જીવના નથી. એ તો બધી માટીની અવસ્થા છે. આત્મા યુવાન નથી છતાં મૂઢ કહે છે અને યુવાન છીએ, અમને કોઈ બોલાવશો નહિ એમ જડ રજકણના મિથ્યા અભિમાન કરે છે. અથવા હું બૂઢો છું મારાથી હવે કાંઈ થતું નથી એમ કરીને પણ જડમાં જ મમતા કરે છે. હું શૂરવીર છું, મારામાં એટલું બળ છે કે એક હાથ મારું ત્યાં દિવાલ હલી જાય. નાનપણમાં એક માણસ જોયો હતો એવો લઠ્ઠ જેવો કે હાથ માર્યો ત્યાં લીમડાનું થડ હલી ગયું. તો એ કયાં આત્માનું બળ છે ! જ્ઞાનના ઉઘાડવાળો એમ માને છે કે હું પંડિત છું. પણ ઉઘાડ એ તો એક સમયની પર્યાય છે એવડો પોતાને માનવો એ તો મૂઢતા છે. ભાઈ ! તું તો એક સમયમાં કેવળજ્ઞાનનો કંદ છો. તારામાં અનંત પરમાત્માનું રૂપ છે, જેમ શરીર જીવનું નથી તેમ, પર-લક્ષી જ્ઞાનના ક્ષયોપશમની અવસ્થા પણ ખરેખર આત્માનું સ્વરૂપ નથી. પરાવલંબી ક્ષયોપશમની પર્યાય બંધનું કારણ છે; અરે, જડ છે. કેમ કે જે જ્ઞાન આનંદ ન આપે તે જ્ઞાન કેવું! આત્માની Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૭ ) [ ૩૬૫ પર્યાય તો આનંદ આપે એવી હોય. જે દુઃખ આપે એવી ક્ષયોપશમની પર્યાયને આત્માની કેમ કહેવી! ખરેખર એ જડ જ છે. તેમાં એકાકારભાવે પરિણમતો પરિણમતો નિગોદમાં ચાલ્યો જશે માટે એ આત્માની પર્યાય નથી. આત્માની પર્યાય તો એવી હોય કે જે નિર્મળતા અને આનંદ આપે. અહીં તો શરીરની સાથે ચૈતન્યની પરલક્ષી અવસ્થાને પણ લઈ લીધી છે. અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન નથી માટે જડ છે. જે આત્માને સ્પર્શીને જ્ઞાનનો સમ્યફ અનુભવ થાય તે આત્માની પર્યાય છે. મૂરખ મિથ્યાષ્ટિ તો બેચાર જવાબ દેતા આવડે કે થોકડાં મોઢે થઈ જાય ત્યાં મને તો બધું આવડે છે એમ માનવા લાગે છે. હું દિગમ્બર છું એમ શરીરની દિગંબર અવસ્થાથી પોતાને દિગંબર માને તે મૂઢ છે. મુનિપણું લે ત્યારે શરીરની અવસ્થા દિગંબર જ હોય તેનો નિષેધ નથી પણ એ અવસ્થારૂપ આત્માને માનવો તે મૂઢતા છે. ભાવલિંગી મુનિ દિગંબર જ હોય. બીજી અવસ્થા ન હોઈ શકે. હું બૌદ્ધમતનો આચાર્ય છું અથવા હું શ્વેતાંબર છું એમ શરીરના વેષથી પોતાને એવો જ માની લે તે મૂઢ છે. આનો અર્થ એવો નથી કે શ્વેતાંબર હો કે દિગંબર અવસ્થા હો, ગમે તેમાં મુનિપણું હોય, એમ નથી. એ વાત જ જુદી છે, અહીં એ વાત નથી. અહીં તો કહે છે કે દિગંબર દશા, શ્વેતાંબર દશા કે બૌદ્ધની દશા એ બધી જડની દશા છે, આત્માની દશા નથી. જો કે વ્યવહારનયથી આ બધાં તરુણ, વૃદ્ધાદિના ભેદ આત્માના કહેવાય છે તો પણ, નિશ્ચયનયથી વીતરાગ સહજાનંદ એક સ્વભાવ જે પરમાત્મા તેનાથી ભિન્ન છે. પરમાત્મામાં આવા કોઈ ભેદ નથી. આ તરુણાદિ ભેદો અર્થાત્ વિભાવપર્યાય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલાં છે. જોયું? પંડિતપણું પણ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલું છે. એ પણ આત્મા નથી, કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી વિભાવ પર્યાય છે. અનાદિનું અજ્ઞાન અને ક્ષયોપશમ ભાવ એ બધી વિભાવપર્યાય છે–આત્માની નિર્મળપર્યાય નથી માટે તે છોડવાલાયક છે. એટલે કે દષ્ટિમાંથી છોડવાલાયક છે તેને માર છે એમ માનવાયોગ્ય નથી. છતાં પણ જે તેને ઉપાદેય માને છે, મારા છે એમ માને છે તે મોટો મૂઢ છે. ટીકામાં “વોનયતિ' શબ્દ છે તેનો અર્થ એ છે કે “જોડે છે.” અજ્ઞાની જીવ સાક્ષાત્ ઉપાયભૂત સ્વશુદ્ધાત્મતત્ત્વમાં આ શરીરાદિની અવસ્થાને જોડે છે, એ રીતે પોતાને માને છે બીજાને પણ એવા માને છે અને બીજા પાસે એ જ રીતે પોતાને ઓળખાવવા માગે છે કે આ સુંદર શરીરવાળો તે હું, હું ધનવાન, હું આબરૂવાળો એમ માને છે અને મનાવે છે તે મૂઢ છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ] [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો તે અજ્ઞાની જીવ મોટાઈ, પ્રતિષ્ઠા, ધનનો લોભ વગેરે વિભાવ પરિણામોને આધીન થઈને પરમાત્માની ભાવનાથી રહિત થયેલો મૂઢાત્મા છે. શરીરની યુવાન અવસ્થાની, ક્ષયોપશમની, નગ્નદશાની અથવા શ્વેતપટાદિની અવસ્થાથી મોટાઈ લેવા માગે છે તે મૂઢ એજ્ઞાની છે. પોતાના આત્મસ્વભાવને અને આત્મજ્ઞાનને છોડી દઈને–પરમાત્મભાવનાથી રહિત થયેલો તે શરીરની અવસ્થાને જ પોતાની માનતો મૂઢાત્મા છે. જીવ તો અખંડ આનંદસ્વરૂપ છે અને તેને અવલંબીને થતાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ જીવના ભાવ છે. પરલક્ષી ક્ષયોપશમભાવ કે ઉદયભાવ પણ આત્માને અવલંબનારા ભાવ નથી માટે તેનાથી આત્માને લાભ ન થાય. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન પણ આત્માને લાલરૂપ નથી છતાં તેનાથી પોતાને લાભ માને છે તે તેને પોતાના જ માને છે. અહીં તો શરીર અને ક્ષયોપશમાદિની અવસ્થાને પોતાની માને છે તે મૂઢ છે એ વાત છે. દિગંબર શરીર થયું એટલે એ મુનિ થઈ ગયો એમ નથી. આગળ ફરી મૂઢના લક્ષણો કહે છે– આ મારી માતા છે. આ પિતા છે, આ સ્ત્રી, ઘર, પુત્ર, પુત્રી, મિત્ર વગેરે બધાં કુટુંબીજને તથા બહેન, ભાણેજ, નાના, મામા, ભાઈ, બંધુ અને રત્ન, માણેક, મોતી, સુવર્ણ, ચાંદી, ધન, ધાન્ય, હાથી, ઘોડા આદિ, ધાય, નોકર આદિ બધું જ કર્યજનિત છે. આત્માને વળી મા હોય ! આત્માને જન્મ જ ન હોય તો જન્મદાતા જનક ક્યાંથી હોય ! આત્માને જ્યાં માતા-પિતા જ ન હોય તો અન્ય કુટુંબીજન તો આત્માને કયાંથી હોય ! છતાં પોતાના વીતરાગસ્વરૂપમાં આવા સંબંધોને લગાવે છે તે અસત્યને સત્ય માને છે. વેદાંત કહે છે કે બધું માયાજાળ છે પણ એમ નથી. વસ્તુ તરીકે તો સત્ય છે પણ આત્માની અપેક્ષાએ તે કોઈ આત્માના નહિ હોવા છતાં આત્માના માનવા તે અસત્ય છે. સ્વનું અને પરનું બંનેનું સ્વરૂપ તો સત્ છે પણ સ્વમાં પરનું કાંઈ નથી અને પરમાં સ્વનું કાંઈ નથી. અજ્ઞાની કહે છે, આ મારી ઘરવાળી છે પણ તારે ઘર જ ક્યાં છે કે ઘરવાળી હોય ! આત્માને ધૂળના ઘર ન હોય. અનંતગુણનો પિંડ એ આત્માનું ઘર છે. તેની તો ખબર નથી અને આ ધૂળના ઘર મારા અને આ ઘરવાળી એવી છે કે ઘરને બહુ સુઘડસાફ રાખે છે. બીજા જુએ તોપણ ખુશ થઈ જાય એવું ઘર રાખે છે પણ એલા! મૂરખ છો ? પર અવસ્થાને મારી માનીને હોંશ કરે છો ! આ મારો દીકરો છે, વિલાયત જઈ આવ્યો છે, હજારો રૂપિયા કમાય છે....પણ કોના દીકરા? તારો આત્મા ભિન્ન અને તેનો આત્મા ભિન્ન છે, શરીર પણ ભિન્ન છે તો એ તારો કેમ કહેવાય ! તારે તેની સાથે કાંઈ લેવા-દેવા નથી, મફતનો મારો કરીને મેરે છો. પાગલ છો? બીજાની ચીજને પોતાની માનીને ચોર થયો છો. Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૭ ) [ ૩૬૭ આ મારી દીકરી છે, બહુ હોશિયાર છે, એમ.એ.માં સારા માર્કે પાસ થઈ છે. હવે પરદેશ મોકલવી છે.....બહુ બુદ્ધિશાળી છે....શું છે પણ હવે ? તારે અને તેને શેઢે ને સીમાડે ક્યાંય મેળ નથી. ત્રણકાળમાં એક સમયમાત્ર પણ તે તારી પર્યાયમાં આવી નથી. અરે, તારી પર્યાયમાં આવેલો રાગ પણ તારો નથી તો દીકરી તારી ક્યાંથી થઈ? આ મારા એવા મિત્ર છે કે ખરે ટાઈમે આવીને ઊભા રહે. તેને જરૂર હોય તો અમે જઈને ઊભાં રહીએ એવો અમારો નાતો છે. ભાઈ ! આ બધી માનેલી માન્યતા છે. કોઈ તારો મિત્ર નથી. પાંચ-પાંચ, દશ-દશ, પેઢીના આંબા કાઢીને કુટુંબીજનની ઓળખાણ કાઢે છે, આ મારી સહોદરી છે, આ મારી બેનની દીકરી છે. અમારું તો ૧૦૦ માણસોનું કુટુંબ છે વગેરે.....આ બધી માયાજાળ છે. માયાજાળને પોતાની માનીને મૂઢ પોતાના આત્માને ભૂલી ગયો છે એમ અહીં કહેવું છે. આ મારા નાના છે, આ મામા છે, કાકા છે, દાદા છે....મુનિરાજને આ બધું કહેવા પાછળ કારણ શું હશે? તો કહે છે કે ક્ષણે ક્ષણે તું જ્યાં જ્યાં પરને પોતાના માનીને મિથ્યાત્વભાવ સેવે છે તેનું તને જ્ઞાન કરાવીએ છીએ. પરને મારા માનવા એ જ મોટું મિથ્યાત્વનું પાપ છે, એ જ દુ:ખનું કારણ છે. મારાપણાનો ભાવ જ એને મારનારો છે. પરમાં મારાપણાનો ભાવ જ જીવને મારી નાંખે છે, એ જ મોટું દુઃખ છે. અમારા ઘરે આટલાં રત્ન છે, માણેક છે, મોતી છે. બીજે ક્યાંક મોતી દેખે તો કહે ઘણાં વર્ષ પહેલાં અમારે ત્યાંથી વેચાતું લીધેલું આ મોતી છે. અરે ભાઈ! તારું ચૈતન્ય મોતી તો આ રહ્યું! બહારમાં તારું મોતી ક્યાંથી આવ્યું ! સોનું, ચાંદી, ધન, ધાન્ય કાંઈ તારું નથી. પણ અજ્ઞાની તો અમારાં ઘરે અનાજની કોઠી જ ભરેલી હોય, બાર મહિના સુધી અમારે કોઈની ઓશિયાળ નહિ.પણ ભાઈ ! મરી જઈશ ત્યારે શું થશે ! આ અમારો જૂના જમાનાનો નોકર છે, અમારે નોકરનું બહુ સુખ છે, કામવાળી પણ બહુ સારી છે. એમ નોકરથી પોતાની મોટાઈ કરે.....આ ચારપગા ગાય, ભેંસ આદિ અમારે ઘણાં હતાં તે વેચી દીધાં. રસ્તામાં દેખાય તો કહે આ જ ગાય અમારી હતી. આ ઘોડો અમારાં ઘરે જ ઉછરેલો છે, આ અમારો ઊંટ છે એમ કહે પણ તેને ખબર નથી કે અજ્ઞાનથી હું જ ઊંટ થઈ ગયો છું. રાજાને ત્યાં તો હાથી પણ હોય એટલે માને કે આ અમારાં હાથી છે. રાવણને ત્યાં ચોરાશીલાખ હાથી હતાં તેમાં ત્રિલોકમંડન હાથી ચોરાશીલાખ હાથીનો નાયક હતો તેના ઉપર રાવણ બેસતો હશે ત્યારે તેને એમ થતું હશે કે અહો ! કેવો મારો હાથી ! પણ તેને મૂકીને રાવણ તો લડાઈમાં મરી ગયો પછી રામ હાથીને અયોધ્યા લઈ આવે છે. તે Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જ હાથી ઉપર બેસીને ચારેય ભાઈઓ વનમાં જાય છે અને ભરતને જોઈને હાથીને જાતિસ્મરણ થઈ જાય છે કે અરે ! આ ભરત ને હું તો પૂર્વે સાથે હતાં, અમે બંને મિત્ર હતાં અને અત્યારે મારી આ દશા ! ક્યાં રાજકુમાર અને કયાં આ મારી દશા ! અંદરથી હાથીને એકદમ વૈરાગ્ય થઈ ગયો. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું, પછી તો પંદર પંદર દિવસે આહાર લે છે. લોકો તેને થાળ ભરી ભરીને આહાર આપે છે. જુઓ ! સામે દિવાલ ઉપર ચિત્ર દોરેલું છે. (સ્વાધ્યાયમંદિરની દિવાલમાં આ ચિત્ર પેઈન્ટ કરેલું છે.) અહીં કહે છે કે હાથી, રથ આદિ કોઈ તારા નથી. રાજા-મહારાજાઓને કરોડો-અબજો રૂપિયાના રથ હોય છે. માણેક અને રત્નથી શણગારેલાં રથ હોય. જ્યારે યાદવો લડવા જાય છે ત્યારે કૃષ્ણ, નેમિનાથ, જરાસંઘ આદિ બધાંને જુદાં જુદાં રથ હોય છે. રથના ચિહ્નથી જ એકબીજાને ઓળખાવે છે. આ નેમિનાથનો રથ છે, ત્રણજ્ઞાનના ધણી નેમિનાથ અંદર બિરાજે છે, તીર્થંકર થવાના છે, કૃષ્ણની સાથે આવ્યા છે એમ જાણીતા હોય તે રાજાને ઓળખાણ . પાડે છે. પણ જરાસંઘ તો બધાંને મારો..મારો કરતો જ આવ્યો હતો. ભગવાન તો અંદરમાં એમ જાણે છે કે આ રથ પણ મારો નથી અને વિકલ્પ પણ મારો નથી. દીક્ષા લેવા જાય ત્યારે દેવો પાલકી લઈને આવે છે પણ ભગવાન તેને મારી માનતાં નથી. આ બધો વૈભવ-કુટુંબ આદિ પરિગ્રહ બધો માયાજાળ છે, અસત્ય છે, ધૂમાડાના બાચકા છે એ તારા નહિ થાય ભાઈ ! કૃત્રિમ અર્થાત્ કૃત્રિમ એનો અર્થ કર્યજનિત છે તારી ચીજ નથી. તેને તું તારી ઋદ્ધિ-સમૃદ્ધિ ન માન ! તારી ઋદ્ધિ તો તારી અંદર છે. તારી ઋદ્ધિ તારાથી એક પ્રદેશ પણ દૂર ન હોય. એક પ્રદેશ પણ દૂર હોય તે તારી ચીજ નથી. ના આહાહા....! ભગવાન પણ કાંઈ ભૂલ્યો છે ! ભીંત સાથે માથા ફોડ્યાં છે. જ્ઞાનમૂર્તિપ્રભુની શ્રદ્ધા અને ભાવના છોડીને આ બધાં મારા....મારા એવા વેગમાં ને વેગમાં ખેંચાઈ રહ્યો છે. ભાવાર્થ –આ માતા-પિતાદિ કુટુંબીજન પરસ્વરૂપ છે, બધાં સ્વાર્થના સગાં છે, શુદ્ધાત્માથી ભિન્ન છે, શરીરસંબંધી છે, હેયરૂપ સાંસારિક નારકાદિ દુ:ખોના કારણ હોવાથી ત્યાજ્ય પણ છે. (૧) કુટુંબીજન પરસ્વરૂપ છે, સ્વસ્વરૂપ નથી. બધાં સ્વાર્થના સગાં છે. સ્ત્રી, પુત્રાદિ બધાં સ્વાર્થી છે હો. કોઈ તારા આત્માની સેવા નહિ કરે. શરીરની સેવા પણ લાંબો ટાઈમ કરવી પડે તો કંટાળી જાય એવા છે. જુવાન છોકરો પણ જો લાંબો ટાઈમ પથારીમાં રહેશે અને સારું થતું નહિ જાણે તો બાપ જ કહેશે કે દુઃખી થાય છે. હવે તો...જગતમાં આવું છે ભાઈ ! મફતની હોંશ કરીને પડ્યો છો. રાતના પાંસળામાં બળતરા થતી હોય, ઘરના કોઈ જાગતાં ન હોય એકલો બળતરામાં પડ્યો દુઃખી થાય છે. (૨) Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૭ ) [ ૩૬૯ (૩) કુટુંબીજન આદિ બધાં શુદ્ધાત્માથી ભિન્ન છે. (૪) શરીરસંબંધી છે. આત્માના કોઈ સંબંધી નથી એ તો બધાં શરીર સાથે સંબંધવાળા (૫) હેયરૂપ સાંસારિક નારકાદિ દુઃખોના કારણ હોવાથી ત્યાજ્ય છે. સ્ત્રી, પુત્ર, માતા-પિતાદિ આદિ બધાં ચારગતિમાં રખડવાના કારણરૂપ છે. તેના પ્રત્યેની મમતા અને રાગ-દ્વેષના ભાવથી તારે નરક આદિ ચારગતિમાં રખડવું પડશે. આમ સર્વપ્રકારે તે દુઃખના કારણ હોવાથી ત્યાજ્ય છે. છતાં અજ્ઞાની મૂઢ મિથ્યાદૃષ્ટિ તેને પોતાના સ્વભાવ સાથે જોડે છે. પોતાનો પ્રભુ તો સાક્ષાત્ ઉપાદેયરૂપ છે, અનાકળતાસ્વરૂપ પારમાર્થિક સુખથી અભિન્ન વીતરાગ પરમાનંદરૂપ એક સ્વભાવવાળો શુદ્ધાત્મા છે તેની સાથે આ પરદ્રવ્યને મારા માનીને જોડે છે તે મૂઢ મિથ્યાદેષ્ટિ જીવ છે. શ્રોતા :–કુટુંબીજન જુદાં પડે તોપણ યાદ આવ્યા કરે છે તેનું શું કરવું? પૂજ્ય ગુરુદેવશ્રી એને મારા માન્યા છે તેથી યાદ આવે છે. અરે, સાળાના સાળા સારાં પગારદાર હોય તો તેની પણ હોંશ આવે છે કેમ કે તે અમારાં સગા છે એમ માન્યું છે. અનેક પ્રકારે તેને બીજાની મહિમા અને હરખ આવે છે પણ એ બધું ગાંડપણ છે, ડહાપણ નથી. બધું પ્રત્યક્ષ દેખાય છે કે આ પરચીજ છે, દુઃખમાં નિમિત્ત છે, સ્વાર્થના સગાં છે.પણ એ પોતે અર્થ જ જુદાં કરે છે. બીજાના સ્ત્રી, પુત્રાદિ સ્વાર્થી હશે પણ મારા તો બહુ સારાં છે. મૂળ તેને પ્રેમ છે એટલે શંકા પણ પડતી નથી. એને નિઃશંકતા છે કે આ બધાં મારા જ છે. સ્ત્રી તો પહેલાં તદ્દન અજાણી હોય છતાં તેના પ્રેમ આડે તેને શંકા પડતી નથી કે આ મને મારી નાંખશે તો ! એમ જ આત્માના પ્રેમવાળાને આત્મામાં શંકા પડતી નથી. જેને જેનો પ્રેમ હોય તેમાં તેને શંકા ન હોય તેમ ભગવાન આત્માના ચિદાનંદસ્વરૂપના ભાવમાં જે પ્રગટ થાય તેમાં તેને શંકા ન હોય. પરને મારા માનવારૂપ પરિણમેલો એટલે કે મન, વચન, કાયાના લક્ષે આ મારા છે એમ પરિણમેલો જીવ પોતાના શુદ્ધ આત્મદ્રવ્યની ભાવનાથી શૂન્ય મૂઢાત્મા છે એમ જાણો. ૮૧મી ગાથામાં છેલ્લે અજ્ઞાન પરિણત જીવ મૂઢાત્મા છે એમ કહ્યું, ૮૨મી ગાથામાં પરમાત્મભાવનાથી ટ્યુત મૂઢાત્મા છે એમ કહ્યું અને અહીં ૮૩મી ગાથામાં પરને લક્ષે મન, વચન, કાયામાં એકાકાર થયેલો આત્મદ્રવ્યની ભાવનાથી શૂન્ય મૂઢાત્મા છે એમ કહ્યું. આમ દરેકમાં અપેક્ષા ફેરવીને મૂઢાત્માનું કથન કર્યું છે. આ મૂઢાત્મા પોતાના ચિદાનંદપ્રભુની શ્રદ્ધા, જ્ઞાનથી શૂન્ય છે અને પરમાં મારાપણાની માન્યતાથી ભરેલો છે. અતીન્દ્રિયસુખરૂપ આત્મામાં પરવસ્તુનું શું પ્રયોજન છે? ઘરમાં છોકરા બરાબર Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કમાતાં હશે તો શાંતિથી ધર્મધ્યાન થશે, બહારમાં બધી અનુકૂળતા હોય તો નિશ્ચિતપણે ધર્મધ્યાન થઈ શકે એવી કોઈ અપેક્ષા ધર્મમાં નથી કેમ કે ધર્મી ભગવાન આત્માં પોતાની સમીપમાં જ બિરાજે છે. સંયોગો તો બધાં દૂર છે. માટે જે સમીપમાં બિરાજે છે એવા અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાનની ભાવના કર ને! દૂર પડેલાં પદ્રવ્યોની ભાવના શું કામ કરે છે ! અતીન્દ્રિય ભગવાન આત્માના સુખ માટે ઇન્દ્રિયની પણ જરૂર નથી તો તેનાથી પણ દૂર એવા કુટુંબીજનો, ધન, નોકર આદિની ભાવના ક્યાં કરવા લાગ્યો ! પરદ્રવ્યનું તારે શું પ્રયોજન છે ! તું પોતે અતીન્દ્રિય સુખથી અભિન્ન ભગવાન છો તેની ભાવના કેમ કરતો નથી ? દેહ સારો હોય તો ધર્મ થાય એ વાત ભૂલી જા. દેહ અને અન્ય કુટુંબીજનો તો બહાર છે તેની સાથે તારે શું સંબંધ છે? પરથી પોતાનું સુખ માને છે એ જગતમાં મોટો મૂરખ છે. ભગવાન આત્મા અતીન્દ્રિયસુખનો સાગર છે એ તારી નજરની આળસે દેખાતો નથી, નજર નાંખ તો કોઈ પરદ્રવ્યની તારે જરૂર નથી. રાગની અને મનની પણ જ્યાં જરૂર નથી ત્યાં બીજાં પરદ્રવ્યની શું જરૂર હોય ? તું તો પરથી નિરપેક્ષપ્રભુ છો તેની દૃષ્ટિ કૅર અને તેનું જ સાધન કર જેને પર્યાયબુદ્ધિ છૂટી ગઈ છે તે બીજા જીવોને પણ પર્યાયબુદ્ધિથી જોતા નથી. બીજા જીવોને પણ તે પૂર્ણ પ્રભુપણે જ દેખે છે. ચૌદ બ્રહ્માંડ આખો ભગવાનથી જ ભરેલો છે, એક સમયનું લક્ષ છોડી દે તો બધા જીવો ભગવાન સમાન છે. - પૂજ્ય ગુરુદેવશ્રી = Page #384 -------------------------------------------------------------------------- ________________ ચોરાશીની જેલમાંથી છૂટકારાનો ઉપાય (સળંગ પ્રવચન નં. ૫૮) दुःखस्य कारणं ये विषयाः तान् सुखहेतून् रमते । मिथ्यादृष्टिः जीवः अत्र न किं करोति ॥८४॥ कालं लब्ध्वा योगिन् यथा यथा मोहः गलति। तथा तथा दर्शनं लभते जीवः नियमेन आत्मानं मनुते ॥५॥ आत्मा गौरः कृष्णः नापि आत्मा रक्तः न भवति । आत्मा सूक्ष्मोऽपि स्थूलः नापि ज्ञानी ज्ञानेन पश्यति ॥८६॥ आत्मा ब्राह्मणः वैश्यः नापि नापि क्षत्रियः नापि शेषः । पुरुषः नपुंसकः स्त्री नापि ज्ञानी मनुते अशेषम् ।।१७।। आत्मा वन्दकः क्षपणः नापि आत्मा गुरवः न भवति । आत्मा लिङ्गी एकः नापि ज्ञानी जानाति योगी॥१८॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૮૪મી ગાથા છે, તેમાં મૂઢના લક્ષણો કહે છે અર્થાત્ અજ્ઞાનીનું સ્વરૂપ બતાવે છે. ગાથાર્થ :–મિથ્યાર્દષ્ટિ જીવ દુઃખના કારણ એવા પાંચ ઇન્દ્રિયના વિષયોને સુખનું કારણ જાણીને તેમાં રમણ કરે છે તેથી મિથ્યાષ્ટિ જીવ આ સંસારમાં કહ્યું પાપ ન કરે ? બધાં પાપ કરે છે. અર્થાત્ જીવોની હિંસા કરે છે, જૂઠું બોલે છે, બીજાનું ધન હરે છે, પરસ્ત્રી સેવન કરે છે, અતિ તૃષ્ણા કરે છે, ઘણો આરંભ કરે છેખેતી કરે છે, ખોટાં ખોટાં વ્યસન સેવે છે, જે ન કરવાયોગ્ય છે એવા બધાં કામને પણ તે કરે છે. ૮૪. આત્મામાં અતીન્દ્રિય આનંદ અને સુખ છે તેનું ભાન નથી એવા મૂઢ અજ્ઞાની જીવો સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ પાંચેય ઇન્દ્રિયના વિષયોને સુખના કારણ જાણીને સેવે છે, જે ખરેખર દુઃખના કારણ છે પણ તેમાં જ સુખ માન્યું હોવાથી તે કોઈ પાપ કરવું બાકી રાખતો નથી. સમ્યગ્દષ્ટિને પણ પાંચ ઇન્દ્રિયના વિષયો તો હોય છે પણ તેમાં તેણે સુખ માન્યું નથી. ભોગ ભોગવવો તેને ધર્મી ઉપસર્ગ માને છે, ઝેર માને છે, દુઃખ માને છે. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાશ્રમમાં રાજપાટમાં હોય પણ ધર્મીને ક્યાંય સુખબુદ્ધિ હોતી નથી. રૂપ, રસ, ગંધ, વર્ણ આદિના વિષયમાં તેને કયાંય સુખબુદ્ધિ થતી નથી. ધર્મીની દૃષ્ટિમાં જ ફેર છે. તેની દૃષ્ટિ તો એક આત્માના જ્ઞાનાનંદ સ્વભાવ ઉપર રહેલી હોય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ હોવાથી મિથ્યાષ્ટિને તેના ભોગના કાળે તેમાં Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો મીઠાશ લાગે છે, મજા આવે છે. પ્રેમથી તેને ભોગવે છે. આબરૂ, કીર્તિના શબ્દો સાંભળતાં તેને સુખ લાગે છે તેથી આબરૂ, કીર્તિ અને વિષયાદિ માટે તે શું પાપ ન કરે ! સુંદર સ્ત્રી, સારા બાળકો આદિના રૂપમાં મોહિત મિથ્યાર્દષ્ટિ જીવ રૂપ માટે શું પાપ ન કરે ! ભોગમાં સુખ લાગે છે તેથી તને માટે પરસ્ત્રીને હરી લાવે, કોઈની હિંસા કરે, કોઈને દુઃખી કરે વગેરે ચા પાપ તે ન કરે ! ભોગ ભોગવવામાં તો પાપ છે પણ તેની પ્રાપ્તિ માટે બીજા પણ આવા અનેક પાપ તે કરે છે. ભોગની અનુકૂળતા સાધવા માટે પાપ કરવામાં તે કાંઈ બાકી રાખતો નથી. સમ્યગ્દષ્ટિને પોતાના સ્વભાવની દૃષ્ટિ થઈ છે તેથી ભોગના કાળે ભોગ ભોગવવા છતાં તેમાં તેને મીઠાશ લાગતી નથી. ભોગ ભોગવવાનો રાગ આવે છે તે પણ તેને દુઃખરૂપ લાગે છે. જ્યારે અજ્ઞાનીને તેમાં સુખ લાગે છે. સ્પર્શેન્દ્રિયના વિષયભોગમાં પશુ હોય, મનુષ્ય હોય કે દેવ હોય, તેને અંતરમાં હોંશ, હરખ અને મીઠાશ લાગે છે તેથી તે વિષયોની અનુકૂળતા મેળવવા માટે ગમે તે પાપ કરવું પડે તે કરીને પણ વિષય મેળવવા માગે છે. માટે તો તેને અહીં મૂઢ કહ્યો છે. અનુકૂળ સ્પર્શ, અનુકૂળ રૂપ મેળવવા, અનુકૂળ રસ, ગંધ, વર્ણ આદિ મેળવવા તથા આબરૂ કીર્તિ માટે અજ્ઞાની જૂઠ્ઠું બોલે, હિંસા કરે, ચોરી કરે...કોઈ પાપ બાકી ન રાખે. ગુરીબ માણસોને લૂંટે, સધનને નિર્ધન કરે, હિંસા પણ કરે, જૂઠું પણ હદ બહાર બોલે, બીજાના ધનાદિ ચોરીને પણ પોતાના વિષયોને અનુકૂળ બનાવે. જ્ઞાનીને તો પૂર્વના પુણ્યના ઉદયથી વિષયને અનુકૂળ સામગ્રી મળી હોય તેપણ તેમાં તેને સુખબુદ્ધિ નથી, મીઠાશ વેદાતી નથી અને તેના ભોગવટાનો રાગ આવે છે તે પણ દુઃખરૂપ લાગે છે તેથી વિષયો માટે ધર્મી અન્યાય તો કરતો જ નથી, વિષય સામગ્રીની તેને ભાવના જ હોતી નથી. અજ્ઞાની મૂઢ મિથ્યાર્દષ્ટિને તો વિષયની મીઠાશનો મીણો ચડી ગયો છે તેથી કોઈ રૂપાળી સ્ત્રીને જુએ તે ભલે તિર્યંચણી હોય કે દેવી હોય તેને ભોગવવાનો પણ ભાવ આવી જાય છે. અરે ! માંસ અને હાંડકાના ચૂથણામાં તેને મીઠાશ લાગે છે ! તેથી તે કઈ સ્ત્રી માટે પાપભાવ ન કરે ! ઘણી તૃષ્ણા કરે છે, ઘણો આરંભ કરે છે. શાસ્ત્રમાં કેટલાંય આવા પ્રસંગો આવે છે ! સ્ત્રી માટે લડાઈ કરે, પૈસા માટે લડાઈ કરે, જમીન માટે લડાઈ કરે. જર, જમીન અને જોરૂ આ ત્રણ માટે કજીયા કરે. કેમ કે તેમાં મૂઢને મીઠાશ વેદાય છે કે અમારે તો આટલું ધન છે ! અમારે આટલી જમીન છે ! અમારે આટલા બંગલા છે, મારે આટલી તો સ્ત્રી છે! અમારે નોકર-ચાકર એવા કે એક ઓર્ડર કરીએ ત્યાં હાજર આવીને ઊભાં રહે !....આમ પરપદાર્થના વલણવાળા ભાવમાં તેને મીઠાશ લાગે છે અને પોતાના સ્વભાવની તો ખબર નથી માટે તેને અહીં મૂઢ કહ્યાં છે. સમ્યગ્દષ્ટિને પણ બહારમાં પાંચેય ઇન્દ્રિયના વિષયો દેખાય છે પણ તેને મીઠાશ Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫૮) ૩૭૩ લાગતી નથી, દુઃખ લાગે છે. રાજપાટના ભોગમાં પણ તેને પ્રેમ નથી. તેથી વિષયોને મેળવવાની તેને ભાવના હોતી નથી. ધર્માને તો મારા આત્મામાં એકાગ્રતા કેમ વધે ! આનંદ કેમ વધે! એવી ભાવના હોય છે. મૂઢ તો, બીજા કરતાં મોટાં ગણાવવાના પ્રેમ ખાતર–મોટો શેઠીયો કે રાજા ગણાઉં એ માટે કેટલી જમીન રાખે અને ખેતી કરાવે. તેમાં અનેક જીવોની હિંસા થાય તેને ન ગણે. જમીનના પોલાણમાં સર્પ, દેડકાં વગેરે રહેતાં હોય તે પણ ખેડ કરતાં મરી જાય તે પાપને ગણતો નથી. વળી, મૂઢ અજ્ઞાની ભોગની મીઠાશને વશ થઈને ખોટાં ખોટાં વ્યસનો સેવે છે. શરીર સારું રહે તો ભોગ ખુબ લેવાય એ માટે માંસ ખાય, દારૂ પીએ, કોડલીવર પીએ. શરીર તંદુરસ્ત રહે ઘણો કાળ ટકે તો ઘણાં ભોગ ભોગવાય એવી મૂઢતાને સેવે છે. મોટા મોટા રાજા હોય તે પણ વિષયલોલુપતાવશ કયા પાપ નથી કરતાં! સાતેય વ્યસનોને સેવે છે. દારૂ પીવે, જુગાર ખેલે, શિકાર કરે, પરસ્ત્રી સેવે, વેશ્યાગમન કરે, જઈ બોલે, ચોરી કરે વગેરે અનેક પાપોને તે સેવે છે. પોતાના વિષયની મીઠાશને વેદવા માટે ન કરવાયોગ્ય કામને પણ તે કરે છે. એક વાણિયા શેઠને પાંચ લાખની ખોટ ગઈ હતી ઘરમાં પચાસ હજાર પણ ન હતાં, તો આબરૂ ન જાય એ માટે પૈસા મેળવવા માટે તેને કોઈએ કહ્યું કે ઊંચી જાતના અમુક માછલાની આંખ એવી હોય છે કે તેને તળતાં મોતી થઈ જાય છે. તેને વેચવાથી ઘણો પૈસો થાય તો એ માટે તે કષાઈના ઘરે જઈને માછલની આંખ તળાવતો. કષાઈને પણ એમ કે તે ખોજો હશે પણ વાણિયો થઈને આવા કામ કરતો હતો ! જુઓ, આબરૂ માટે નહિ કરવાયોગ્ય કામ વાણિયો હોવા છતાં કર્યું ને ! એટલે અહીં કહે છે, મૂઢ કયા પાપને ન કરે ! બધાં જ પાપ તે કરે છે કેમ કે, મારું સુખ મારામાં છે તેની તો એને ખબર નથી અને બહારથી માન્યું છે તેથી તેને મેળવવા માટે નહિ કરવાયોગ્ય પાપ પણ એ કરે છે. મારું સુખ પાંચ ઇન્દ્રિય, તેના વિષયો કે રાગમાં કદી ત્રણકાળમાં હોય નહિ એવું ભાન નથી તે શું ન કરે ! કાળા કેર કરી નાંખે છે. પોતાની આબરૂની મીઠાશ આડે સંતો, મુનિઓને પણ અવર્ણવાદમાં નાંખી દે છે. વારિષણ મુનિની કથામાં આવે છે કે ચોરી કરીને ચોર નીકળ્યો તેની પાછળ તેને પકડવાવાળા દોડ્યાં તો રસ્તામાં વારિષેણ મુનિને ધ્યાનમાં ઊભેલાં જોયાં ત્યાં પોતે ચોરેલી વસ્તુ મુનિ પાસે મૂકીને ભાગી ગયો. એમ વિચાર ન કર્યો કે મુનિ ઉપર ચોરીનો આરોપ આવશે અને મુનિને મારી નાંખશે. અરે ! પોતાના વિષયોની મીઠાશ અને આબરૂ માટે મુનિને મારે, ગાળો આપે એનાથી પણ વિશેષ એ શું શું કરી નાંખે તેની કોઈ મર્યાદા જ નથી. અહા ! પરમાત્મપ્રકાશમાં પણ કાંઈ વાત કરી છે ! કહે છે ભગવાન આત્મામાં જૈ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો મારું જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ આદિ બધું જ છે એવી દૃષ્ટિ, રુચિ, શ્રદ્ધા અને જ્ઞાન થયાં નથી એવા જીવો પરમાં મીઠાશની કલ્પના કરીને ક્યા પાપ ન કરે! એક બાજુ ભગવાનની પૂજા-ભક્તિ કરે પણ અંદરમાં પરમાં મીઠાશ પડી છે તો કાળા કેર કરી નાંખે એવા પાપ પણ કરતો જાય છે. ભાવાર્થ :મિથ્યાર્દષ્ટિ જીવ વીતરાગ નિર્વિકલ્પ પરમસમાધિથી ઉત્પન્ન પરમાનંદ પરમસમ૨સીભાવરૂપ સુખથી પરાન્મુખ થયેલો નિશ્ચયથી મહા દુઃખરૂપ વિષયોને સુખના કારણ સમજીને સેવન કરે છે પણ તેમાં સુખ નથી. ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દર્શનમાં વીતરાગ નિર્વિકલ્પ પરમસમાધિથી ઉત્પન્ન— રાગરહિત પરમશાંતિથી ઉત્પન્ન થયેલ પરમ આનંદ અને પરમ સમરસીભાવ હોય છે. આત્માના અનુભવરૂપ સમ્યગ્દર્શનમાં જેટલો રાગ નાશ થાય છે એટલો અરાગ-વીતરાગભાવ પણ પ્રગટ થાય છે. અનંતાનુબંધી કષાયનો નાશ થાય છે અને સામે એટલી જ શાંતિ અને સિદ્ધ જેવો અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે તેવા સુખ, શાંતિ અને આનંદનો મિથ્યાર્દષ્ટિમાં અભાવ છે તેનાથી વિપરીત દુઃખ અને અશાંતિ છે, સમ્યગ્દર્શનની શું કિંમત છે તેની લોકોને ખબર નથી. આત્માનું સમ્યક્ ભાન થતાં અનંતાનુબંધીનો અંતરમાં અભાવ હોય છે અને અભેદ આત્માની અનુભૂતિની શાંતિનો સદ્ભાવ હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ બાહ્યમાં દુઃખ હોવાથી દુઃખી નથી અને બહારમાં રાજપાટ આદિ હોવા છતાં તેનાથી સુખી નથી. તે તો પોતાના અનુભવની શાંતિ અને આનંદને વેદતો સુખી છે. તેને પરમાં સુખબુદ્ધિ જ નથી. ભલે છન્નુ હજા૨ રાણીના ભોગમાં હોય, રાણી પણ સમકિતી હોય, વૈભવનો પાર ન હોય તેની તેને મીઠાશ નથી. અંદરમાં રાગ હોવા છતાં તેમાં મીઠાશ નથી. આવા સમ્યગ્દર્શનથી વિરુદ્ધ એવા મિથ્યાદર્શનમાં પડેલો જીવ નિશ્ચયથી મહાદુઃખરૂપ એવા વિષયોને સુખના કારણ સમજીને સેવે છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, વર્ણ, આબરૂ, કીર્તિ આદિના વિષયો આત્માની અતીન્દ્રિય શાંતિ અને સુખથી વિપરીત છે. વિષયોમાં સુખની કલ્પના થાય છે તે પણ એટલી જ દુઃખરૂપ છે. તેને દુઃખરૂપ નહિ જાણતાં મિથ્યાર્દષ્ટિ તેને જ સુખરૂપ માને છે. તેથી તેને જ સૈવે છે તેથી તેની સાચી શાંતિ અને સમાધિ લૂટાંય છે વિષયો અને તેના તરફનો રાગ મહા દુઃખરૂપ છે કેમ કે તે આત્માની શાંતિને લૂંટે છે. પણ મૂઢને તેનું ભાન નથી. અજ્ઞાનીને આત્માનું સુખ અને શાંતિ નથી અને તેનાથી વિરૂદ્ધ દુ:ખ અને અશાંતિ છે કેમ કે આનંદ અને સુખ-શાંતિનો આખો ભંડાર જે પોતાનો આત્મા છે તેની તો તેને શ્રદ્ધા નથી, રુચિ નથી, જ્ઞાન નથી અને તેનાથી વિરુદ્ધ દુઃખરૂપ એવા વિષયો અને રાગની તેને મીઠાશ છે. સ્વભાવનું વલણ નથી અને પરભાવમાં વલણ છે તેથી દુઃખરૂપ એવા Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫૮) [ ૩૭૫ વિષયોને સુખરૂપ જાણી સેવે છે. હરખાતો હરખાતો કૂવામાં પડે છે. ભગવાન આત્માનો પ્રેમ નથી અને બહારના વિષયોમાં જ પ્રેમ છે તેથી બહિરાત્મબુદ્ધિ મિથ્યાષ્ટિ દુઃખના કારણોને સુખના કારણ માનીને સેવે છે પણ તેમાં સુખ તો છે નહિ, તેથી માત્ર વલખાં, મારીને દુઃખી થાય છે. આચાર્યદેવે મિથ્યાષ્ટિની મૂઢતાની ઝીણી-ઝીણી છેલ્લે સુધીની ખૂબ સ્પષ્ટતા કરી છે. પાંચેય ઈન્દ્રિયના વિષયોની અનુકૂળતા મેળવવા માટે તે ક્યુ પાપ નથી કરતો ? ઘણી હિંસા કરે છે, ઘણી તૃષ્ણા કરે છે, જૂઠું બોલે છે, સ્ત્રીઓને સેવે છે, આરંભપરિગ્રહની કોઈ મર્યાદા રાખતો નથી. લક્ષ્મી મેળવવા માટે પાપ કરવામાં બાકી રાખતો નથી. ““કર્યું પાપ ન કરે !' એમ કહીને ઘણું કહી દીધું છે. પોતાની આબરું અને મોટપ રાખવા ધર્માત્માને આળ દેતાં પણ અચકાતો નથી. જ્ઞાની અથવા સજ્જન પુરુષો ઉપર પણ આળ દઈને પોતાની આબરૂ જાળવી રાખવા મથતો હોય છે અને જેની આબરૂ અને મોટા પહેલેથી હોય તે પણ મોહમાં ફસાઈને અટકી જતો હોય છે. ઘરના અને સમાજના લોકો ખૂબ માન રાખતાં હોય તો ભાઈસાહેબ એ મીઠાશમાંથી નીકળી શકતાં નથી. જગતની મીઠાશ જ એવી છે કે આત્માની મીઠાશ આવ્યા વગર તેની મીઠાશ અંતરથી ખસે નહિ. સાધુ થાય, ત્યાગી થાય પણ આત્માના સમ્યફ ભાન વિના તેને પણ રાગની ક્રિયામાં મીઠાશ વર્તે છે. જે ખરેખર દુઃખરૂપ છે એવા મહાવ્રતાદિના પરિણામમાં તેને સુખ લાગે છે. જ્યાં સુખ લાગે તેની પ્રાપ્તિ માટે એ શું ન કરે? માટે જ આચાર્યદેવ કહે છે કે વિષયોને સુખના હેતુ જાણીને મિથ્યાદેષ્ટિ બધી જાતના પાપ કરે છે, કાંઈ બાકી રાખતો નથી. આ રીતે “નિક મિચ્છતે' ઈત્યાદિ આઠ ગાથા દ્વારા મિથ્યાષ્ટિની અંતર પરિણતિની વાત પૂરી કરી. હવે સમ્યગ્દષ્ટિની ભાવનાની મુખ્યતાથી ‘ાત નવિજુ' ઇત્યાદિ આઠ ગાથા કહે છે. ગાથાર્થ –હે યોગી ! કાળ પામીને જેમ જેમ મોહ ગળે છે, ઓછો થતો જાય છે તેમ આ જીવ સમ્યગ્દર્શનને પામે છે અને નિશ્ચયથી પોતાના સ્વરૂપને જાણે છે. ૮૫. - શ્રી યોગીન્દ્રદેવ પોતાના શિષ્યને કહે છે કે ધર્મી ! પોતાની કાળલબ્ધિ પામીને અર્થાત્ એ પ્રકારના પુરુષાર્થની યોગ્યતા પામીને જેમ મોહ ગળતો જાય છે તેમ સમકિત નજીક થતું જાય છે. પુરુષાર્થની ગતિ અંતરમાં વળતાં પોતાના અનુભવનો કાળ પાકી ગયો છે તેનું જ્ઞાન થાય છે તે વાતને અહીં કાળલબ્ધિની મુખ્યતાથી કહી છે. અનુભવપ્રકાશમાં સાધક સાધ્યના બોલ લીધા છે તેમાં પણ કાળને સાધક કહ્યો છે અને દ્રવ્યમાં શુદ્ધતા થવી તેને સાધ્ય કહ્યું છે. આમ તો, મિથ્યાત્વનો નાશ ક્રમે ક્રમે થતો નથી, એક ધડાકે જ મિથ્યાત્વનો નાશ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ધીમે ધીમે મિથ્યાત્વ મંદ પડે તેમ તેમ અનુભવ થતો જાય એવું ન હોય. મિથ્યાત્વનો નાશ અને સમ્યકત્વની પ્રાપ્તિ પછી જે મોહ બાકી રહે છે તે ક્રમે ક્રમે ટળતો જાય છે અને શુદ્ધતા અને આનંદ વગેરે વધતાં જાય છે. એ વાત ભાવાર્થમાં લેશેકે મિથ્યાત્વાદિ દૂર થઈ જવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં થતાં જેમ જેમ મોહ દૂર થતો જાય છે તેમ તેમ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એવી રુચિરૂપ સમ્યકત્વ થાય છે. સમ્યકત્વ પ્રાપ્તિનો કાળ પાકે ત્યારે પોતાના પુરુષાર્થની ગતિથી પ્રથમ તો મિથ્યાત્વનો નાશ અને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. તેમાં કાળને નિમિત્ત કહ્યો છે પણ પછી કાળને હેય પણ કહ્યો છે કેમ કે કાળ કાંઈ આદરવા યોગ્ય નથી. દ્રવ્યસંગ્રહમાં કાળને હેય જ કહ્યો છે. કાળથી કાંઈ ન થાય. પોતાનો પુરુષાર્થ ઉપડે કાળ તો પાકી જ ગયો હોય. જ્ઞાનાનંદ શુદ્ધ ચિદાનંદસ્વરૂપ તરફ પુરુષાર્થ ઢળે ત્યારે કાળલબ્ધિ તો હોય જ. જે કાળે કાર્ય થાય તેને કાળલબ્ધિ કહેવાય અને જે કાર્ય તેને ભવિતવ્ય કહેવાય. એકવાર મિથ્યાત્વરૂપ મોહ ગળી ગયા પછી જેમ જેમ રાગ ઘટતો જાય છે તેમ તેમ આનંદ વધતો જાય છે. પછી આગળ વધીને વિશેષ સ્થિરતા પામે છે. - મિથ્યાત્વને વશ પડેલાં જીવને એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિયમાં આવવું પણ ઘણું મુશ્કેલ છે. તો ભાઈ ! તું તો ક્યાં આવી ગયો છો ! કેટલી દુર્લભતા તે પ્રાપ્ત કરી લીધી છે ! અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ આદિમાં એકેન્દ્રિય જીવને ભગવાને જોયા છે. એવા શરીરમાં આ જીવે અનંતકાળમાં અનંતવાર ભવ ધારણ કર્યા છે. તેમાંથી બહાર નીકળીને બેઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચૌરેન્દ્રિય થવું પણ દુર્લભ છે. નિત્ય નિગોદમાં જીવે અનંતકાળ કાઢ્યો છે. એક શ્વાસમાં અઢારવાર જન્મ-મરણ એટલે અંતર્મુહૂર્તમાં ત્રણ હજાર સાતસો તોતેર ભવ એમાં ને એમાં થયા કરે એ રીતે અનંતકાળ તેમાં કાઢી નાંખ્યો છે. અનંત પુદ્ગલપરાવર્તન જેટલો કાળ તો એકલી નિગોદદશામાં ગયો છે. તેમાંથી નીકળીને બેઈન્દ્રિય થવું પણ ચિંતામણિરત્ન પામવા તુલ્ય દુર્લભ છે તો મનુષ્ય થવું તો કેટલું દુર્લભ હોય ! મન વિનાના અસંજ્ઞી પંચેન્દ્રિય થવું પણ કઠણ છે તેનાથી વિશેષ સંજ્ઞી પંચેન્દ્રિય થવું કઠણ છે. પંચેન્દ્રિય થાય તોપણ પર્યાપ્તિ પૂરી પ્રાપ્ત થવી ઘણી કઠણ છે. તેનાથી આગળ મનુષ્ય થવું તો મહાકઠણ છે. મનુષ્ય થાય તોપણ આર્યક્ષેત્ર અને ઉત્તમકુળ મળવું બહુ કઠણ છે. જુઓ ! પૈસા અને સ્ત્રી, પુત્રાદિ મળવા કઠણ કહ્યાં નથી. મનુષ્યપણું મળવું કઠણ છે એમ કહીને આવું મનુષ્યપણું મળી ગયું છે તો આત્મકલ્યાણ કરી લે એમ કહેવું છે. મનુષ્યપણું મળે પણ અનાયદેશમાં કે હલકા કુળમાં જન્મ થયો હોય તો આત્માની વાત પણ સાંભળવા ન મળે. માટે આ બધું દુર્લભ છે છતાં આટલે સુધી તો જીવ અનંતવાર આવી ચુક્યો છે. મનુષ્ય થયા પછી અહો ! તને શુદ્ધાત્માનો ઉપદેશ મળી ગયો એ કેટલું મહાભાગ્ય છે! આત્મા શુદ્ધ ચિદાનંદ મૂર્તિ છે. તારામાં અતીન્દ્રિય આનંદ ભર્યો છે. પ્રભુ! તું શુદ્ધ Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫૮ ] [ ૩૭૭ છો હો. પર્યાયની અશુદ્ધતા અને રાગની કાંઈ ગણતરી નથી પ્રભુ ! તું તો શુદ્ધ છો એવો ઉપદેશ પામવો મહાદુર્લભ છે. એવો અનુભવ તો દુર્લભ છે જ પણ એવો ઉપદેશ પણ દુર્લભ છે એમ કહ્યું છે. મનુષ્યપણું પામીને આર્યક્ષેત્ર, ઉત્તમકુળ અને શુદ્ધાત્માનો ઉપદેશ આદિ મળવું ઉત્તરોત્તર ઘણું કઠિન છે. અહો ! શુદ્ધાત્માનો ઉપદેશ ! જેમાં પરિપૂર્ણ-ઠાંસોઠાંસ અતીન્દ્રિય આનંદ ભરેલો છે તેનું શું કહેવું ! વસ્તુ પરિપૂર્ણ છે, શુદ્ધ ભગવાન છે, નિર્મળાનંદ, જ્ઞાનાનંદનાથ છે. પર્યાયમાં અશુદ્ધતા છે તે કાંઈ આત્મતત્ત્વ નથી, એ તો આસ્રવ અને બંધતત્ત્વ છે. આવો ઉપદેશ સાંભળ્યા પછી તેમાં શું કહે છે તે પકડવું દુર્લભ છે અને પકડાયા પછી ગ્રહણ થવું તેનાથી પણ દુર્લભ છે. માત્ર સાંભળી લેવાથી તો કાંઈ પોતાનું કલ્યાણ થાય તેમ નથી. આત્મતત્ત્વ સાંભળ્યા પછી તેનું ગ્રહણ થવું દુર્લભ છે, સમજ્યા વગર સાંભળવું નિરર્થક છે. હું આત્મા શુદ્ધ નિર્મળસ્વભાવી છું એવું ગ્રહણ થવું દુર્લભ છે અને ગ્રહણ થાય તો એવી ધારણા ટકી રહેવી મુશ્કેલ છે. એ પણ થઈ જાય તો કાકતાલીય ન્યાયથી એટલે કે વૃક્ષ ઉપરી ફળ પડતું હોય અને રસ્તામાં જ ઉડતાં કાગડાના મોઢામાં આવી જાય એવું કયારેક જ બને તેમ આ તત્ત્વની ધારણા થઈ ગયા પછી સમ્યક્ત્વ પામવું એવું દુર્લભ છે. અનંતકાળે એવી આટલી તૈયારી થઈ ગયા પછી જો કાળલબ્ધિ પાકી ગઈ હોય તો જૈન શાસ્ત્રોક્ત માર્ગમાં વીતરાગે કહેલી વિધિથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધી દૂર થઈ જવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. ભગવાને કહ્યું કે તું શુદ્ધાત્માની શ્રદ્ધા કર, તેનું જ્ઞાન કર અને તેમાં ઠર! એ પ્રમાણે કરવાથી મિથ્યાત્વ દૂર થયું અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ કે જે અનંતકાળમાં કદી થઈ ન હતી. અનંતકાળમાં બીજું બધું મળી ચૂક્યું પણ એક આત્મપ્રાપ્તિ જ થઈ ન હતી. વીતરાગદેવ કહે છે કે મિથ્યાભ્રાંતિને ટાળ અને શુદ્ધાત્માનો અનુભવ કર ! આ વીતરાગે કહેલો શાસ્ત્રોક્તમાર્ગ છે. એ માર્ગે પુરુષાર્થ કરવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય બીજા અજ્ઞાનીઓએ કહેલાં માર્ગથી કદી આત્મપ્રાપ્તિ થતી નથી. પુરુષાર્થ કરી આત્મપ્રાપ્તિ કરે તો તેને દુર્લભતાનો લાભ થયો કહેવાય. બાકી બીજી દુર્લભ ચીજો તો અનંતવાર પામ્યો, તેનાથી આત્માને કાંઈ લાભ થયો નથી. સમ્યક્ત્વ થયા પછી જે રાગ બાકી રહે છે તે જેમ જેમ મંદ પડતો જાય છે તેમ તેમ સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે. આત્માની રુચિરૂપ સમ્યક્ત્વ તો થયું હવે તેનું વિશેષ પોસાણ થતું જાય છે. આત્મા જ ઉપાદેય છે તેમાં સ્થિરતા વધતી જાય છે. પહેલાં પણ વિભાવની રુચિ ઘટાડીને સ્વભાવની રુચિનું વલણ વધારતો વધારતો આત્માના અતીન્દ્રિય આનંદને અનુભવે છે તેણે અનંતા જન્મ-મરણને ટાળવાનો ખરો પ્રયત્ન કર્યો....સમ્યક્ત્વ સાધ્યું...પછી પણ જે ઘર જોઈ લીધું તેમાં વારંવાર ઠરવાનો પ્રયત્ન કરતો...સ્થિરતા વધારતો Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮) [ પરમાકાશ પ્રવચનો જાય છે તેમ તેમ રાગ ગળતો જાય છે. તે શુદ્ધાત્મા અને કર્મને જુદાં જુદાં જાણે છે અને *વિશેષ અભ્યાસથી જુદાં પડતાં જાય છે. શુદ્ધાત્માની એટલે જ્ઞાનકુંજ એવા જ્ઞાનપિંડની રુચિરૂપ પરિણામથી આ જીવ નિશ્ચય સમ્યગ્દષ્ટિ થાય છે. સમ્યગ્દર્શન એ સમ્યફ પરિણામ છે. દ્રવ્ય કે ગુણ નથી. સમ્યગ્દર્શન એ નિર્મળ પર્યાય છે. કેવળજ્ઞાન પણ પરિણામ-પર્યાય છે, ગુણ નથી, પ્રગટ પરિણામ છે. જૈનમાર્ગ અલૌકિક છે. તે લોકોને સાંભળવા મળવો પણ દુર્લભ થઈ ગયો છે ત્યાં એની રુચિ તો ક્યાંથી થાય ! આત્માની રુચિ કરવી એ પ્રથમ કરવાનું કાર્ય છે તેના બદલે દાન કરી લ્યો, ભક્તિ-પૂજા કરી લ્યો, જાત્રા કરી લ્યો એવો ઉપદેશ મળે છે પણ એ કરવામાં ધર્મ કરવાનું કહ્યું છે તે જ પ્રથમ કર્તવ્ય છે. તે જ ઉપાદેય છે, તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે. આટલી દુર્લભતાઓ બતાવી તેમાં આ શુદ્ધાત્માની રુચિરૂપ સમ્યક્ત્વ જ ઉપાદેય છે. શુદ્ધ આનંદ સ્વરૂપ અખંડ એક પૂર્ણ આત્માની અંતર્મુખ દૃષ્ટિ કરીને તેને અનુસરીને અનુભવ કરવો તે સમ્યગ્દર્શનરૂપ ધર્મ જ જીવને ઉપાદેય છે, તે જ અંગીકાર કરવાલાયક છે. આ ૮૪ અને ૮૫ ગાથા બહુ સરસ આવી ગઈ. ૮૪મા એમ કહ્યું કે ભલે વિષયભોગ લેતો ન હોય પણ જેને સ્પર્શ, રસ, શબ્દ, આબરૂ, કીર્તિ આદિમાં રુચિ છે તેને ભોગની જ રુચિ છે–તે વિષય જ ભોગવે છે. એ વિષયની રુચિવાળા જીવો તેની પ્રાપ્તિ માટે ક્યો ઉપાય બાકી રાખે ! કોઈ પાપ કરવાનું નહિ ચૂકે. ૮૫મી ગાથામાં ભવભ્રમણ કરતાં જીવની દુર્લભતાઓ બતાવીને એક શુદ્ધાત્મપ્રાપ્તિની ઉપાદેયતા બતાવી. એક જેલમાંથી છૂટે તોપણ નિરાત થઈ જાય તો આ તો અનંતકાળની જેલમાંથી છૂટવાનો ઉપાય બતાવ્યો છે. આ તો જેલ પણ કેવી ! નિગોદની જેલમાં અનંત જીવ અને શરીર એક, તેના શ્વાસોશ્વાસ પણ એક, અંગુલના અસંખ્યમાં ભાગ જેટલાં ક્ષેત્રમાં અસંખ્ય તો ઔદારિક શરીર હોય તે એક એક શરીરમાં અનંત નિગોદના જીવ એક જ ઈન્દ્રિય અને આયુષ્ય અને શ્વાસ પણ જેના સમાન છે એવામાં અનંતકાળ આ જીવ રહ્યો છે. પણ અત્યારે તેનો વિચાર જ કરતો નથી. કેટલી હિણી દશા....! અહો કેવળજ્ઞાન લે તેવો ચતુર આત્મા, કેવળજ્ઞાનના અનંતમાં ભાગના જ્ઞાન સહિત એક શરીરમાં અનંત જીવો જેલ ભોગવી રહ્યાં છે. તે પણ કેટલો કાળ? કે અનંતા પુદ્ગલ–પરાવર્તનકાળ. ભાઈ! હવે ત્યાંથી નીકળીને આટલી દુર્લભતા સુધી આવી ગયો છો તો શુદ્ધાત્મ ભગવાનની દૃષ્ટિ કર ! જ્ઞાન કર ! વારંવાર તેનો જ અભ્યાસ કર ! એ જ ઉપાદેય છે. એ જ આ ગાથાનો સાર છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધનિશ્ચયનયથી ભાવલિંગ પણ જીવનું સ્વરૂપ નથી (સળંગ પ્રવચન નં. ૫૯) आत्मा गौरः कृष्णः नापि आत्मा रक्तः न भवति । आत्मा सूक्ष्मोऽपि स्थूलः नापि ज्ञानी ज्ञानेन पश्यति ॥८६॥ आत्मा ब्राह्मणः वैश्यः नापि नापि क्षत्रियः नापि शेषः । पुरुषः नपुंसकः स्त्री नापि ज्ञानी मनुते अशेषम् ।।७।। आत्मा वन्दकः क्षपणः नापि आत्मा गुरवः न भवति । आत्मा लिङ्गी एकः नापि ज्ञानी जानाति योगी ॥८॥ આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેમાં પ્રથમ અધિકારની ૮૫મી ગાથામાં સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ કહ્યું હતું તે અનુસાર સમ્યગ્દષ્ટિ થઈને મિથ્યાત્વની ભાવનાથી વિપરીત ભેદવિજ્ઞાનની ભાવના કરે છે તે ભેદવિજ્ઞાન–ભાવના અહીં ક્રમથી સાત ગાથામાં આચાર્યદેવ કહેશે. મિથ્યાદેષ્ટિ પોતેને “હું કાળો છું, ધોળો છું, બ્રાહ્મણ છું' એમ ભાવતો હતો તેનાથી વિપરીત સમ્યગ્દષ્ટિ “હું કાળો, ધોળો કે બ્રાહ્મણાદિ રૂપ નથી' એમ ભાવે છે. તેમાં પ્રથમ ૮૬મી ગાથામાં શું કહે છે!– આ ભેદવિજ્ઞાનની ભાવના છે. આત્માના જ્ઞાનસ્વરૂપનું ભાન થતાં ધર્મી પોતાને “હું ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છું” એમ ભાવે છે. હું જાણનાર–દેખનાર અરૂપી આત્મદ્રવ્ય છું એમ જાણતાં જ્ઞાની “હું કાળો છું કે હું સફેદ છું કે લાલ છું” એવા રંગવાળો પોતાને માનતા નથી. શરીર સ્થૂળ હોય કે સૂક્ષ્મ અથવા નબળું હોય તેથી હું ધૂળ કે નબળો નથી હું તો જ્ઞાનસ્વરૂપ છું. એમ અસ્તિ અને નાસ્તિ બંને વડે ધર્મી પોતાના સ્વરૂપની ભાવના કરે છે. વ્યવહારથી અથવા નિમિત્ત સંબંધથી આત્માને ગોરા, કાળા શરીરવાળો અને જાડા-પાતળા શરીરવાળો કહેવાય છે પણ આત્મા કાંઈ ખરેખર પોતે ગોરે કે કાળો નથી, જાડો કે પાતળો નથી. શુદ્ધનિશ્ચયનયથી જોઈએ તો એ બધું આત્માથી જુદું છે, એ તો કર્મજનિત છે-કર્મના ઉદયના નિમિત્તે થયેલી અવસ્થા છે. જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધાત્માની દષ્ટિએ જોઈએ તો એ બધું કર્યજનિત હોવાથી હેય છે—દૃષ્ટિમાં હેય કરવા લાયક છે–ત્યાગવા યોગ્ય છે. જે વિતરાગ સ્વસંવેદનશાની છે તે નિજ શુદ્ધાત્મતત્ત્વમાં આ ધર્મોને-કાળા-ગોરા કે કુશ ધૂલ આદિ શરીરના ધર્મોને પોતામાં જોડતો નથી તેની સાથે સંબંધ કરતો નથી, તેને પોતાથી તદ્દન ભિન્ન જાણે છે. આ સમ્યગ્દષ્ટિની ભેદવિજ્ઞાનની ભાવના છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ 360 ] [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો હવે બ્રાહ્મણાદિ વર્ણ આત્માના નથી એમ શાની જાણે છે. આત્મા બ્રાહ્મણ નથી, આત્મા વાણિયો વેપારી નથી, આત્મા ક્ષત્રિય નથી અને આત્મા શુદ્ર કે ચાંડાલ આદિ વર્ણરૂપ નથી. આત્મા સ્ત્રી, પુરુષ કે નપુંસકલિંગવાળો પણ નથી. એ લિંગો તો શરીરના છે, આત્મા તેનાથી ભિન્ન છે. અજ્ઞાની માને છે કે હું સ્ત્રી અથવા પુરુષ છું પણ જ્ઞાની પોતાના જ્ઞાન દ્વારા આ વર્ણ તથા લિંગાદિને પોતાથી ભિન્ન જાણે છે. વર્ણ, લિંગ આદિ અવસ્થા છે ખરી પણ મારામાં નથી એમ જ્ઞાની જાણે છે. ચોથા ગુણસ્થાનથી માંડીને બધાં સમ્યગ્દષ્ટિની આ વાત છે. ચોથા ગુણસ્થાને તો સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી હોય તો બહારમાં રાજપાટ, ૯૬ હજાર રાણી વગેરે બધાંનો સંયોગ દેખાય પણ તે કોઈને ધર્મી પોતાના માનતા નથી. એ તો જાણે છે કે રાગનો એક વિકલ્પ પણ મારી ચીજ નથી તો સ્થૂળ વસ્તુ તો મારી ક્યાંથી હોય ! હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું. મારા હોવાપણામાં તો જ્ઞાન ને આનંદ છે. આ વર્ણો અને લિંગો આદિ કાંઈ મારા હોવાપણામાં નથી. જ્ઞાનસ્વરૂપ થયા થકા જ્ઞાની સમસ્ત વસ્તુઓને જ્ઞાનથી જાણે છે. ભાવાર્થ જે બ્રાહ્મણાદિ વર્ણભેદ છે અને પુરુષલિંગાદિ લિંગભેદ છે તે જો કે વ્યવહારનયથી દેહના સંબંધથી જીવના કહેવામાં આવે છે તોપણ શુદ્ધનિશ્ચયનયથી આત્માથી ભિન્ન છે. તેથી જ્ઞાનસ્વરૂપે રહેલાં જ્ઞાની જીવો એ પરવસ્તુને પોતાથી તદ્દન ભિન્ન જાણે છે. સાક્ષાત્ ત્યાગવાયોગ્ય છે—મારા માનવાયોગ્ય નથી એમ જાણે છે. વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી રહિત મિથ્યાષ્ટિ જીવ જેને પોતાના જાણે છે તેને જ મિથ્યાત્વથી રહિત સમ્યગ્દષ્ટિ જીવ પોતાના માનતા નથી. સાક્ષાત એટલે તદન જુદાં છે એમ જાણે છે તેથી જ્ઞાની તેને દષ્ટિમાંથી ત્યાગવાયોગ્ય માને છે. સંયોગમાંથી કાંઈ છૂટી શકતાં નથી પણ દૃષ્ટિમાં તેને પોતાના માનતા નથી. - - પુણ્ય-પાપના વિકલ્પથી રહિત એવા ચૈતન્યસ્વરૂપની નિર્વિકલ્પ સમાધિની દૃષ્ટિથી સમકિતી જીવ આ કોઈ ભાવોને પોતામાં જોડતો નથી, પોતાના માનતો નથી. પણ ચૈતન્યસ્વરૂપના ભાર વિનાનો મિથ્યાદેષ્ટિ તો આ સ્ત્રી, પુરુષાદિ લિંગો અને બ્રાહ્મણાદિ જાતિ મારી જ છે એમ માને છે. કોઈ પૂછતું હતું કે ભગવાને સમકિતીને બહુ છૂટ આપી દીધી છે લડાઈ લડે, રાજપાટમાં રહે છતાં સમકિતીને બંધ નથી?–ભાઈ ! ભગવાને સમકિતીને કાંઈ છૂટ આપી નથી પણ સમકિતીનું સ્વરૂપ જ એવું છે કે તેને બધી ચીજોથી દરેક સમયે ભેદજ્ઞાન જ વર્તતું હોય છે તેથી તેને બંધ નથી. એ સદાય “હું જ્ઞાનસ્વરૂપ છું” એમ ભાવે છે તેથી તો સમ્યગ્દષ્ટિના ભોગને પણ નિર્જરાનો હેતુ કહ્યો છે અને મિથ્યાષ્ટિના ત્યાગને મિથ્યાત્વનો Page #394 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫૯ ] [ ૩૮૧ હેતુ કહ્યો છે કેમકે મિથ્યાર્દષ્ટિ ક્ષણે ને પળે વિકલ્પ, રાગ અને પરના અભિમાનમાં જ મસ્ત થઈને પડ્યો હોય છે. જે વસ્તુ પોતાની નથી તેને પોતાની માનીને દરેક સમયે સ્વભાવનો અનાદર કરે છે તેથી જ મિથ્યાર્દષ્ટિને અનંત સંસારની વૃદ્ધિ થાય છે. આત્મા વીતરાગસ્વરૂપ છે અને જ્ઞાનથી જ વેદાય એવી એ ચીજ છે. પુણ્ય-પાપભાવથી ભિન્ન વીતરાગ સ્વરૂપની દૃષ્ટિ તે વીતરાગ સ્વસંવેદન જ્ઞાન છે; એ વીતરાગ સ્વસંવેદન જ્ઞાનથી રહિત મિથ્યાર્દષ્ટિ સ્ત્રી, પુરુષાદિ લિંગ અને વર્ણાદિ ભેદને પોતાના માને છે. જે પોતાના નથી એને પોતાના માને છે અને પોતાનું સ્વરૂપ જે છે તેને ઓળખતો નથી એ જ મિથ્યાર્દષ્ટિની મોટી ભૂલ છે. જ્ઞાની અને અજ્ઞાની મિથ્યાર્દષ્ટિની દૃષ્ટિમાં જ મોટો ફેર છે. અજ્ઞાનીની દૃષ્ટિ જે પોતાના સ્વરૂપમાં નથી એવા ભાવોને પોતાના માને છે. એ મોટો ભ્રમ છે—તેમાં જ મહા મિથ્યાત્વ સેવાય છે. જ્ઞાની તો જે પોતાના સ્વરૂપમાં નથી તેને પોતાના માનતાં નથી માટે તેની દૃષ્ટિ યથાર્થ છે. જ્ઞાની જાણે છે કે ‘હું શાનસ્વરૂપ છું–જાણનાર–દેખનાર છું,' શરીર, લિંગ આદિના ભેદો બધાં પરરૂપે છે, મારારૂપે નથી. ગૃહસ્થાશ્રમમાં રહેલાં સમ્યગ્દષ્ટિ પણ આમ જાણે છે કે મારે અને પુણ્ય–પાપના વિકલ્પ ઊઠે છે તેને કાંઈ સંબંધ નથી, એ તો પરશેય છે, સ્વજ્ઞેયથી ભિન્ન છે માટે પરશેય છે અને શરીરના રંગ, લિંગ આદિ ભેદો તો જડના છે, મારાથી તદ્દન જુદાં છે. આ શરીરને હું આમ રાખીશ, સ્ત્રી, પુત્રાદિને આમ રાખીશ, નોકરને પણ સારી રીતે રાખીશ, મકાન સંભાળીને રાખીશ...એવી જેની માન્યતા છે તે આખી દુનિયાને અનુકૂળ રાખવાની અભિલાષા રાખે છે. થોડા ઘણાં સંબંધવાળાને અનુકૂળ રાખવાની ઇચ્છા છે તેને સંબંધ વિનાના પદાર્થોને પણ વ્યવસ્થિત રાખવાની ભાવના અંદરમાં પડી જ છે, તેની દૃષ્ટિમાં મોટી મહાન વિપરીતતા છે: અજ્ઞાનીની કલ્પનાનો કોઈ પાર હોતો નની. પૈસા આમ મૂકીશ, તેનું જેમ બને તેમ વધારે વ્યાજ ઉપજાવીશ, પછી આમ આગળ વધીશ, બીજાને રસ્તો બતાવીશ, ભવિષ્યમાં આમ કરીશ, પોતાને ન ગમતો હોય એ વ્યક્તિ મી જાય તો મને ઠીક પડશે, ગમતી વ્યક્તિ લાંબો કાળ જીવે તો સારૂં વગેરે અનેક પ્રકારે કલ્પનાના ઘોડા અજ્ઞાની દોડાવતો હોય છે પણ તે બધું ધૂળ-ધાણી થવાનું છે, પોતાની કલ્પના અનુસાર જગતના પદાર્થો પરિણમતા નથી તેથી મફતનો દુ:ખી થાય છે. પોતે પોતાની કલ્પનાથી જ ખરેખર દુ:ખી થાય છે. આપણે હામ, દાન ને ઠામ ત્રણેય છે તેથી મરતાં સુધી કાંઈ વાંધો નથી પછી ગોલણ ગાડી ભલે ભરે...બહેનો તો સાથે બેસીને એવી જ વાતો કરતી હોય કે બીજાને પોતાના કરવા એ આપણા હાથની વાત છે, આવડત જોઈએ....વગેરે ડાહી ડાહી વાતો કરીને પોતાને ડાહી માનતી હોય પણ ભગવાન કહે છે એ મૂઢ છે. પ૨ને પોતાના કરવા Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ / [ પરમાત્મપ્રકાશ પ્રવચનો માગે છે તે માન્યતા જ ખોટી છે. અરે ! તારો આત્મા બીજાથી જુદો છે અને બીજાનો આત્મા તારાથી જુદો છે. બે જુદાં દ્રવ્યો એકબીજાનું શું કરી શકે ! મૂઢને પરદ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય કરી ન શકે એ ખબર નથી એટલે આવા કલ્પનાના ઘોડા દોડાવે છે. આ જ રીતે મિથ્યાભાવનાથી સંસાર ઘડાયેલો છે. મિથ્યાત્વના પાયા ઉપર સંસારનું ઘડતર છે. હું વીલ કરીને જાઉં એટલે પાછળથી બાયડી–છોકરાને વાંધો ન આવે. બધાં ... દીકરાઓને એક એક મકાન કરાવી દઉં, બધી મિલ્કત વ્યવસ્થિત વહેંચી દઉં અથવા એવી રીતે કરું કે હું મરું પછી જ બધાંના હાથમાં આવે, જીવતાં કાંઈ ન મળે....એવી એવી કિંઈક યોજના કરે છે એ બધું અજ્ઞાનીનું અભિમાન છે. પરદ્રવ્યનું થવું, ન થવું એ જીવને આધીન નથી. હવે આગળ વંદક, પણ આદિ ભેદ પણ જીવના નથી એમ ૮૮મી ગાથામાં કહે છે. આમાં થોડી સૂક્ષ્મ વાત આવશે. અહીં તો સમ્યગ્દષ્ટિને યોગી કહ્યો છે. તે ભલે ગૃહસ્થાશ્રમમાં હો, સ્ત્રી હો, નપુંસક હો કે નારકી હો પણ સમ્યગ્દષ્ટિ છે તે યોગી છે. તે શું ભાવના ભાવે છે–આત્માને કેવો જાણે છે તે કહે છે. - અર્થ આત્મા બૌદ્ધનો આચાર્ય નથી એટલે કે વંદક નથી. આત્મા પણ એટલે દિગંબર પણ નથી કેમ કે આ બધાં ભેદો આત્માના નથી. આત્મા શ્વેતાંબર પણ નથી. આત્મા કોઈ પણ વેશધારી નથી અર્થાત્ એકદંડી, ત્રિદંડી, હંસ, પરમહંસ, સંન્યાસી, જટાધારી, મુંડિત, રુદ્રાક્ષની માળા, તિલક, કુલક, ઘોષ વગેરે વેષોમાં કોઈ વેષધારી આત્મા નથી. આત્મા તો એક જ્ઞાનસ્વરૂપ છે તેને ધ્યાની મુનિ ધ્યાનારૂઢ થઈને જાણે છે અને ધ્યાન કરે છે. જગતમાં અનેક પ્રકારના વેષધારી છે કોઈ એક દંડ રાખનારા “એકદંડી' કોઈ ત્રણ દંડ રાખનારા “ત્રિદંડી', લાલ કપડાધારી પોતાને “હંસ” તરીકે ઓળખાવે છે પણ હંસ તો ખરેખર ચૈતન્યહંસ છે તે કોઈ બાહ્યવેષધારી નથી. બહારથી પીળા કપડા પહેરીને સંન્યાસ લઈ લે તે સંન્યાસી નથી. કોઈ મોટી જટા રાખે છે. કોઈ મુંડન કરાવે છે, કોઈ રૂદ્રાક્ષની માળા રાખે છે તો કોઈ તિલકવાળા હોય છે એ રીતે કુલક અને ઘોષ એવા કોઈ વેષધારી હશે પણ આત્માને એવો કોઈ વેષ હોતો નથી. વેષ તો બધી જડની અવસ્થા છે. આત્મા તો એક જ્ઞાનસ્વરૂપ છે—જાણનાર–દેખનાર છે તે કોઈ વેષને પોતાનો માનતો નથી. પોતાની જ્ઞાનપર્યાયથી આત્મામાં એકાગ્ર થઈને જ્ઞાની પોતાને જ્ઞાનસ્વરૂપ અને પરને પરરૂપ જાણે છે, પરને મારા માનતા નથી. પોતાને જ્ઞાનસ્વરૂપથી અભિન્ન જાણે છે. ભાવાર્થ-જોકે વ્યવહારનયથી આ આત્મા વંદક આદિ અનેક વેષોને ધારે છે પરંતુ Page #396 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૯ ] [ ૩૮૩ શુદ્ધનિશ્ચયનયથી કોઈપણ વેષ જીવના નથી, દેહના છે. દેહના વેષને પોતાના માનીને અભિમાન કરવું અને તેના વડે ધર્મ મનાવવો તે મિથ્યાદૃષ્ટિપણું છે. દિગંબર અને શ્વેતાંબર આદિ જે દેહના આશ્રયે દ્રવ્યલિંગ છે તે ઉપચરિત અસદ્દભૂત વ્યવહારનયથી જીવનું સ્વરૂપ કહેવાય છે તોપણ નિશ્ચયનયથી તે જીવનું સ્વરૂપ નથી. નિમિત્ત તરીકે દિગંબર ધર્મમાં મુનિને દિગંબરપણું જ હોય, શ્વેતાંબરમતમાં શ્વેત વસ્ત્રધારી સાધુ જ હોય તેથી એ વેષ જીવના છે એમ ઉપચારથી કહેવાય પણ નિશ્ચયથી જ્ઞાનસ્વરૂપ આત્મામાં તો એવો કોઈ પ્રકારનો વેષ જ નથી. જ્યાં દેહ જ જીવનો નથી, દેહના એક એક રજકણની અવસ્થા સ્વતંત્ર થાય છે ત્યાં દેહ ઉપરના વેષને જીવના કેમ કહેવાય ! દેહના રજકણમાં ફેરફાર થાય તેને જીવ રોકી શકતો નથી. ઉપરથી ઈન્દ્ર આવીને પણ તેને ફેરવી શકતો નથી. પરમાણુની અવસ્થા જે સમયે જેવી થવાની હોય તેવી જ થાય છે કેમકે પરમાણુ પણ દ્રવ્ય છે ને ! તેનામાં પણ ઉત્પાદ વ્યય અને ધ્રુવપણું છે તેથી સમયે સમયે ઉત્પાદનો પ્રવાહ ચાલુ જ છે તેને બીજો શું કરે ! શું ફેરવી શકે ! બીજો બીજાને શું કરે! ઇચ્છા અનુસાર થાય ત્યારે મૂઢ એમ માને કે મેં કર્યું છે પણ એ તો પૂર્વના પુણ્યના નિમિત્તે વર્તમાન પરમાણુની અવસ્થા એવી થવાની હતી માટે થઈ છે, તારાથી થઈ નથી. ત્રણકાળમાં પરનું કાર્ય તારા હાથમાં નથી. દેહ ઉપરથી કપડું ઉતારવું કે છોડવું એ જીવનું કાર્ય નથી. જડની અવસ્થા છે તેને હું કરું છું એમ માને છે તેણે પોતાને જડરૂપ માન્યો છે. જે જ્ઞાનસ્વરૂપ છે તે જ્ઞાન સિવાય બીજું શું કરે ! એ તો જાણે કે જડની અવસ્થા આ પ્રમાણે થઈ છે. મુનિ થાય ત્યારે કપડાં ઉતારવાની અવસ્થા થાય છે અને એ વખતે વિકલ્પ પણ એવો જ હોય છે તેથી નિમિત્તનું જ્ઞાન કરાવવા ચરણાનુયોગમાં એવા કથન આવે કે વસ્ત્રાદિનો ત્યાગ કરીને મુનિ થવાય છે પણ નિશ્ચયથી આત્માથી કપડાંના ગ્રહણની કે ત્યાગની અવસ્થા થતી નથી. અહા ! જ્યાં દેહ અને દેહના આકારો આત્માના નથી ત્યાં બાહ્યવેષ તો આત્માના કયાંથી હોય ! માટે દ્રવ્યલિંગ તો સર્વથા આત્માનું નથી પણ ભાવલિંગ કે જે નિર્વિકલ્પ પર્યાય છે તે પણ જીવની નથી. એ કેવી રીતે ! તે કહે છે–વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ ભાવલિંગ જો કે શુદ્ધ સ્વરૂપનું સાધન છે માટે ઉપચારનયથી જીવનું સ્વરૂપ કહેવાય છે તોપણ પરમસૂક્ષ્મ શુદ્ધનિશ્ચયથી ભાવલિંગ પણ જીવન નથી. શુદ્ધાત્મા જે ત્રિકાળ જ્ઞાન....જ્ઞાન....આનંદ...આનંદરૂપ એકરૂપ વસ્તુ છે તે મૂળ આત્મતત્ત્વ છે –ધ્રુવ સંદેશ શક્તિરૂપ તત્ત્વ અનાદિ-અનંત એકરૂપ વસ્તુ છે તે નિશ્ચય આત્મા છે, તેની પર્યાયમાં “હું શુદ્ધાત્મા છું' એવી જે સભ્યશ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સમ્યફશાંતિની નિર્વિકલ્પ પર્યાય થાય છે તે આત્માનું ભાવલિંગ છે, સદેશ એટલે ધારાવાહી ધ્રુવ ચૈતન્યબિંબમાં “હું શુદ્ધ આનંદ સ્વરૂપ છું” એવું સમ્યગ્દર્શન, એવું જ સ્વસંવેદનજ્ઞાન Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ) [ આત્મપ્રકાશ પ્રવચનો અને તેમાં સ્વરૂપાચરણરૂપ વીતરાગી સ્થિરતા...આવી જે એક સમયની વીતરાગ નિર્વિકલ્પદશા છે તે આત્માનું ભાવલિંગ છે. આ જે સ્ત્રી, પુરુષાદિ લિંગના ભેદ કે વેષના ભેદ આદિ કહ્યાં તે તો આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયમાં ક્યાંય નથી. એક સમયમાત્ર પણ તેનું અસ્તિત્વ આત્મામાં નથી. અને પુણ્ય-પાપાદિ વિકારીભાવ અને વ્યવહારરત્નત્રયના પરિણામ એ એક સમયની પર્યાયમાં છે પણ એ તો અસદ્દભૂત વ્યવહારનયથી જીવના કહેવાય છે, ખરેખર જીવનું સ્વરૂપ નથી. પણ આ જે ભાવલિંગ કે જે જીવની એક સમયની અવસ્થામાં વર્તતી સાધકદશા–વીતરાગ નિર્વિકલ્પ શાંતિ–નિશ્ચયમોક્ષમાર્ગ છે તે તો શુદ્ધાત્મસ્વરૂપનું સાધક છે તેથી ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય છે કેમ કે તેણે “આ જીવ વસ્તુ છે' એમ સિદ્ધ કર્યું છે, તોપણ પરમસૂક્ષ્મ શુદ્ધનિશ્ચયથી ભાવલિંગ પણ જીવનું નથી. જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે તે ત્રિકાળ એકરૂપ જીવવસ્તુ છે. તે જીવનું મૂળસ્વરૂપ છે. અને લિંગ વેષાદિ તો તદ્દન જુદી વસ્તુ છે અને દેવ–શાસ્ત્ર–ગુરુની શ્રદ્ધા આદિનો રાગ છે. તે વિભાવ છે, સ્વભાવ નથી. રાગ છે તે ત્રિકાળસ્વભાવ તો નથી પણ વર્તમાન સ્વભાવનો અંશ પણ નથી. તેથી તેની વાત અહીં કરી નથી. અહીં તો જીવનો જે કાયમનો એકરૂપ સ્વભાવ છે તેના અવલંબનથી પ્રગટેલો એક સમયનો સ્વભાવ–વસ્તુને સિદ્ધ કરનારો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ જીવનો પર્યાય પ્રગટ થાય છે તેને પણ ઉપચારથી જીવનો કહ્યો છે. પુણ્ય-પાપ, દયા, દાન વ્રત, ભક્તિનો પર્યાય તો ઉપચારથી પણ જીવનો નથી કેમ કે સ્વભાવની જાતનો નથી, વિભાવ છે માટે નિશ્ચયથી તે જીવના ભાવ નથી. પ્રભુ ! તારી ચીજ અનાદિ-અનંત ધ્રુવ વજ જેવી છે. તેમાંથી એક કણિયો પણ ઓછો ન થાય. જેમ વજની દિવાલમાંથી કણી પણ ખરે નહિ અરે ગઢમાંથી પણ કરી ખરતી નથી તો આ તો ચૈતન્યનો વજગઢ છે તેમાંથી એક અંશ પણ ઓછો કેમ થાય ! ન થાય, એવો ભગવાન ચૈતન્યનો અનંતગુણનો પિંડ ધ્રુવગઢ એ જીવનું સ્વરૂપને જે પર્યાયે સિદ્ધ કર્યું એવો નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનો પર્યાય પણ ઉપચારથી જીવનું સ્વરૂપ છે કેમ કે તે અંશ છે. માટે તે મૂળ વસ્તુ નથી. ભલે તે અંશ મૂળસ્વરૂપમાંથી જ આવે છે પણ મૂળસ્વરૂપમાં કાંઈ ઓછું થતું નથી એવો જે ત્રિકાળ એકરૂપ ચૈતન્યગઢ તે આત્મા છે. મૂળ ચૈતન્ય આત્માને સિદ્ધ કરનારી નિર્મળ પર્યાય છે. વસ્તુ વસ્તુને સિદ્ધ કરતી નથી, તેની પર્યાય સિદ્ધ કરે છે માટે તે સાધક છે (સિદ્ધ કરવું એટલે સાબિત કરવું નક્કી કરવું) વસ્તુને સિદ્ધ કરનારી વીતરાગ નિર્વિકલ્પ પર્યાય પણ ઉપચારથી આત્મા છે. કેમકે મૂળ વસ્તુ તો ધ્રુવઘન છે, પરિણમન વિનાનું વજ છે, જ્ઞાન-આનંદની મૂર્તિ છે તેને જે સિદ્ધ કરે છે કે “આ આત્મા છે' એવી શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં સ્થિરતારૂપ ચારિત્ર તે ઉપચારથી જીવનું સ્વરૂપ છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫૯ ) ( ૩૮૫ આ પરમાત્મપ્રકાશ કહે છે કે પરમાત્મા તો ત્રિકાળ જેમ છે તેમ એકરૂપ છે, અનંત ગુણરૂપ ધ્રુવ...ધ્રુવ ધ્રુવ ત્રિકાળ એકરૂપ આત્મા તે વાસ્તવિક આત્મા છે. તેને જેણે શ્રદ્ધામાં લીધો, જ્ઞાનમાં લીધો, તેમાં એક સમય ઠર્યો એવી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રપર્યાય તે અંશ છે માટે ઉપચારથી આત્માનું સ્વરૂપ છે. તે પોતે પરમાત્મા નથી, મોક્ષમાર્ગ છે, અંશ છે. જેમ પ્રજા (પુત્રાદિ) એ બાપ નથી તેમ અંશ એ આખો આત્મા નથી. જેમાં અનંતી નિર્મળ પર્યાયો અને અનંત ગુણો એકરૂપે રહેલા છે. એકપિંડ છે તે આત્મા છે. તેને પરમાત્મા કહો કે જીવનું વાસ્તવિક સ્વરૂપ કહો બંને એક જ છે. પણ તેની નિર્વિકલ્પ વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પર્યાય તે વાસ્તવિક આત્મા નથી. તે બેટો છે પણ બાપ નથી– ઉપચારથી આત્મા છે. તે ભાવલિંગ છે. લિંગ એટલે ચિહ્ન; ભાવલિંગ વડે આત્માને ઓળખાય છે રાગ રહિત સમ્યગ્દર્શન, રાગ રહિત સ્વસંવેદનજ્ઞાન, રાગ રહિત સ્વરૂપની સ્થિરતા એ ત્રણેય થઈને વીતરાગ નિર્વિકલ્પ પર્યાય તે ભાવલિંગ છે, આખી ચીજનો એક અંશ છે-ચિહ્ન છે. તેથી તેને ઉપચારથી આત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે તોપણ પરમસૂક્ષ્મ શુદ્ધનિશ્ચયનયથી ભાવલિંગ પણ જીવનું નથી. નિર્વિકલ્પ સમાધિનો વીતરાગ પર્યાય પણ ત્રિકાળ નથી, એક સમયનો છે માટે મૂળ જીવસ્વરૂપ નથી. અદ્દભુત વાત છે. જેણે જેને ઓળખ્યો એ ભાવ પણ મૂળ વસ્તુ નથી તો બીજા કોને પોતાના માનવા ! દેહાદિના વેષ તો ક્યાં રહ્યાં ! રાગાદિનો વિકલ્પ પણ જીવમાં ન રહ્યો. જ્યાં ભગવાન આત્માનો નિર્મળ વીતરાગી અનુભવ એ પણ વાસ્તવિક ધ્રુવ આત્માનું સ્વરૂપ નથી. તેને વાસ્તવિક આત્મા માનવો એ ભ્રમ છે. ઉપચારથી તેને આત્મા માનવો એ બરાબર છે. અંશમાં આખા આત્માનો આરોપ કરવો તે વ્યવહાર છે. આખી વસ્તુ તે જ આત્મા છે. આવું વસ્તુનું સ્વરૂપ છે તેને બદલે વસ્તુને લિંગ અને વેષાદિવાળી માનવી તે મહા, ભ્રમ છે. પુણ્ય-પાપનો રાગ તે હું આત્મા છું એમ માનવું એ પણ મિથ્યાત્વ છે–મહા ભ્રમ છે. ત્રિકાળ એકરૂપ ભગવાન આત્માના આશ્રયે શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ પ્રગટે તેને પણ આત્માનું પૂર્ણ સ્વરૂપ ન માનવું. તેને વ્યવહારે આત્મા જાણવો. નિશ્ચયનયનો આત્મા તો એકરૂપ ધ્રુવ છે. આ રીતે જાણવું તે પ્રમાણજ્ઞાન છે. ભાવલિંગ સાધનરૂપ છે, તે પણ પરમ અવસ્થાનું સાધક નથી એટલે કે પરમ વસ્તુ નથી. આ બહુ સરસ વાત આવી ગઈ. Page #399 -------------------------------------------------------------------------- ________________ XXXRUR®R&R®R&RURXRURURURURXRX®X®X®RE હું ધીંગધણી ધ્રુવ ધૂરંધરનાથનું સ્વરૂપ હું KORURERERURSAURURERURSACRORSRSRSRSRSR પૂિજ્ય બહેનશ્રીના જાતિસ્મરણજ્ઞાનના વિષયમાં પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રસન્નતા] | (સળંગ પ્રવચન નં. ૬૦) आत्मा गुरुः नैव शिष्यः नैव नैव स्वामी नैव भृत्यः। शूरः कातरः भवति नैव नैव उत्तमः नैव नीचः ।।१६।। आत्मा मनुष्यः देवः नापि आत्मा तिर्यग् न भवति। आत्मा नारकः क्वापि नैव ज्ञानी जानाति योगी॥६०॥ आत्मा पण्डितः मूर्खः नैव नैव ईश्वरः नैव निःस्वः । तरुणः वृद्धः बालः नैव अन्यः अपि कर्मविशेषः ।।६१॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેમાં પ્રથમ આ અધિકારની ૮૯મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે આત્મા ગુરુ નથી અને આત્મા શિષ્ય પણ નથી. આત્મા અખંડાનંદ જ્ઞાનસ્વરૂપ છે તે કોઈનો ગુરુ નથી કે કોઈનો શિષ્ય નથી. આત્મા કોઈનો સ્વામી નથી અને કોઈનો નોકર પણ નથી. આત્મા શૂરવીર પણ નથી અને આત્મા કાયર પણ નથી. આત્મા ઉચ્ચકુળવાળો કે નીચકુળવાળો નથી. ગુરુ, શિષ્ય કે સ્વામી-સેવક આદિના ભેદો પર્યાયમાં છે પણ તે આદરવાયોગ્ય નથી. આદરવાયોગ્ય તો એક ધ્રુવ ચૈતન્ય જ છે. દેહ, મન, વાણી એ આત્માનું સ્વરૂપ નથી, પુણ્ય-પાપના વિકલ્પ એ પણ આત્માનું સ્વરૂપ નથી. અને શુદ્ધપરિણતિ પણ આત્માનું ધ્રુવસ્વરૂપ નથી. આખો ધીંગધણી ધ્રુવ ધૂરંધરનાથ છે તે આત્માનું સ્વરૂપ છે. ભગવાન આત્મા તો ધ્રુવ ખંભ ચિદાનંદકંદ છે તે કાંઈ શૂરવીર કે કાયર નથી. ઊંચ કે નીચ નથી. સ્વામી-સેવક આદિ સંબંધો જોકે વ્યવહારનયથી જીવમાં છે. સ્વામી-સેવક આદિ વિષય છે અને તેને જાણવાવાળી નય પણ છે. વ્યવહારનયથી પર્યાયમાં રહેલાં સંબંધો જાણવાલાયક છે, વેદાંતની જેમ નથી કે કાંઈ છે જ નહિ પણ તે કોઈ સંબંધો આત્માના નથી. શ્રોતા –પર્યાયમાં તો આ બધાં ગુરુ-શિષ્યાદિના સંબંધો છે ને! પૂજ્ય ગુરુદેવશ્રી :–પર્યાયમાં સંબંધો છે પણ પર્યાય તો એક સમય પૂરતી છે. ધ્રુવ તો નથી–ત્રિકાળી સંબંધ તો નથી માટે તેને અભૂતાર્થ કહ્યો છે. આ બધું સમયસારની ૧૧મી ગાથાનું જ સ્પષ્ટીકરણ છે. ૧૧મી ગાથા આખા જૈનદર્શનની મૂલ્યવાન ગાથા છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬o 7 ( ૩૮૭ પર્યાયમાત્ર અભતાર્થ છે. કેમ કે તે આખો પદાર્થ નથી. એકરૂપ ધ્રુવ વસ્તુ તે જ ભૂતાર્થ છે બાકી બધું અભૂતાર્થ છે માટે આ સ્વામી-સેવક, ગુરુ-શિષ્ય, શૂરવીર-કાયર આદિ સંબંધો વ્યવહારનયથી જીવના હોવા છતાં શુદ્ધનયથી શુદ્ધાત્માથી જુદાં છે, આત્માના નથી માટે ત્યાગવા યોગ્ય છે. બાહ્ય વસ્તુને પોતાની માનનારા બહિરાત્મા-મિથ્યાદેષ્ટિ જીવો પોતાના વીતરાગ પરમાનંદરૂપ નિજશુદ્ધાત્માને તો ઓળખતા નથી, આ ચૈતન્ય તે જ હું એવી અનુભૂતિ તેને થઈ નથી અર્થાત્ પર્યાયમાં વીતરાગ પરમાનંદની પ્રાપ્તિ થઈ નથી એવા બહિરાત્મા મિથ્યાદૃષ્ટિ જીવો ઉપર કહેલા ભેદો અને સંબંધોને પોતાના માને છે તે જ ભેદો અને સંબંધોને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં અંતરાત્મા સમ્યગ્દષ્ટિ જીવો પરરૂપ જાણે છે. વીતરાગ નિર્વિકલ્પ નિર્દોષ પરિણતિની પ્રાપ્તિ થાય તેમાં ત્યારે શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ કહેવાય છે. નિર્દોષ વીતરાગી પર્યાયમાં શુદ્ધાત્માની સિદ્ધિ થાય છે પણ જેને આવી પર્યાય પ્રગટ થઈ નથી એવા મિથ્યાષ્ટિ જીવો પર્યાયમાં રહેલાં ગુરુ-શિષ્ય, સ્વામી-સેવકાદિ ભેદોને જ પોતાનું સ્વરૂપ માને છે પણ આ જ ભેદોને વીતરાગ નિર્વિકલ્પ પરિણતિમાં રહેતો થકો અંતરાત્મા પોતાના માનતો નથી. ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીમાં વર્તતા બધાં જીવો અંતરાત્મા છે–જ્ઞાની છે, સ્થિરતા ઓછી કે વધારે હોય તે જુદી વાત છે પણ તે બધાંને અંતરાત્મા કહેવાય છે. જુઓ ! આ અંતરાત્માની વ્યાખ્યા થઈ. અંતરાત્મા ક્યાં રહે છે ! –કે ધ્રુવના ભારપૂર્વક પ્રગટેલી વીતરાગ નિર્વિકલ્પ શુદ્ધ પર્યાયમાં અંતરાત્મા રહેલો છે. પોતે ઉત્પન્ન કરી છે એવી નિર્મળ પર્યાયમાં ધર્મી રહે છે. ભગવાન આત્મા એક સમયમાં અખંડાનંદ ચૈતન્ય ધ્રુવ છે તેની જેને પર્યાયમાં પ્રાપ્તિ થઈ છે એવો સમ્યગ્દષ્ટિ અંતરાત્મા ગુરુ-શિષ્ય, સ્વામી-સેવકાદિ ભેદોને પોતામાં જોડતો નથી. આત્મા છે એમ માનતો નથી. ગુરુપણું, શિષ્યપણું, સ્વામીપણું, સેવકપણું, શૂરવીરપણું, કાયરપણું, ઊંચપણું, નીચપણું એ કોઈ મારું સ્વરૂપ નથી. એમ ધર્મી જાણે છે. હું એકરૂપ ધ્રુવ ચૈતન્યપ્રભુ છું એવી જેને પ્રતીતિ જ્ઞાન અને અનુભવ નથી એવા બહિરાત્મા જીવો પોતાને ગુરુ અથવા શિષ્ય, સ્વામી, સેવક આદિ પર્યાયોરૂપે માને છે. લોકોને આ વાતમાં કાંઈ સૂઝ પડતી નથી-અઘરી લાગે છે. લોકોને તો દયા પાળવી, વ્રત કરવા, કાયોત્સર્ગ કરવા તેમાં સૂઝ પડે છે. પણ કાયોત્સર્ગનું સાચું સ્વરૂપ જાણતાં નથી–કે ચૈતન્યકાયાની દૃષ્ટિ કરીને તેમાં સ્થિર થવું તે કાયોત્સર્ગ છે. પુણ્ય-પાપાદિ વિકલ્પની બુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિમાં સ્થિર થવું તે ધર્મ છે. વસ્તુનું સ્વરૂપ સૂક્ષ્મ છે ભાઈ ! પૈસાના દાનાદિ કરવાથી ધર્મ થઈ જશે એમ માનશો નહિ. પાંચ-પચીશ લાખ દાનમાં આપો કે Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જાત્રા કરી આવો કે વ્રત, તપ, ત્યાગાદિ કરો તે શુભભાવ છે પણ તેનાથી ધર્મ થતો નથી. જેમ ઝેર ખાતાં ખાતાં કસ્તૂરીના ઓડકાર ન આવે તેમ રાગ કરતાં કરતાં ધર્મ કદી ન થાય. રાગ એ ધર્મનું સાધન નથી. વસ્તુને જે પર્યાય સિદ્ધ કરે છે તે નિર્મળ પર્યાય સાધન છે છતાં તેને પણ વ્યવહાર કહ્યો છે. રાગ, દેહ, વાણી, મન એ કોઈ ખરેખર સાધન નથી. રાગને પણ અસભૂત જ કહ્યો છે કેમ કે વસ્તુમાં રાગ નથી, નિર્વિકલ્પ પર્યાય પ્રગટ થાય તે સભૂત વ્યવહારમાં આવે છે અને પૂર્ણ પર્યાય થાય તે શુદ્ધ સભૂત છે. તે બધી પર્યાયો હોવાથી જીવનું ત્રિકાળી સ્વરૂપ નથી. ક્રિયાકાંડીઓએ આ વાત કદી સાંભળી ન હોય એટલે એમ કહે કે, કુંદકુંદઆચાર્યે વેદાંતનો ઢાળ લીધો છે પણ કુંદકુંદઆચાર્ય સર્વક્ષપદનો ઢાળ લીધો છે, વેદાંતનો નહિ. એક સમયની પરમાત્મદશા–કેવળજ્ઞાન તે જીવનું સ્વરૂપ નથી એ સાંભળીને રાડ પાડે તેવું છે. આ ૮૯ભી ગાથા થઈ. હવે ૯૦મી ગાથામાં આત્માનું સ્વરૂપ કહે છે. આત્મા–જીવ પદાર્થ મનુષ્ય નથી, દેવ નથી, તિર્યંચ નથી, નારકી નથી. અર્થાત કોઈ પણ પ્રકારે આત્મા પરરૂપ નથી, આત્મા તો “જ્ઞાનસ્વરૂપ છે તેને મુનિરાજ ત્રણ ગુપ્તિપૂર્વક નિર્વિકલ્પસમાધિમાં લીન થયા થકા જાણે છે. મનુષ્યપર્યાયથી આત્માને મદદ મળે છે એ ઉપચારનું કથન છે. દરેક સમયે પોતાનો ઉત્પાદ પ્રવાહ વહ્યા જ કરે છે તેને કરે કોણ! ઉત્પાદ...ઉત્પાદ...ઉત્પાદનો પ્રવાહ વહ્યા જ કરે છે એવું સ્વતંત્ર પરિણમન છે તેને બીજું દ્રવ્ય મદદ કરતું નથી. અર્થાત્ તેને બીજાની મદદની જરૂર નથી. એવું જ વસ્તુનું સ્વરૂપ પોકારે છે ત્યાં તું તેનાથી ઊંધો પોકાર કરે એ કેમ ચાલે! અમારે પરની મદદ જોઈએ અને અમે પરને મદદ કરીએ, એ તારી મૂઢતા છે. આત્મા તિર્યંચ નથી એટલે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય પશુ આદિરૂપે આત્મા નથી. આત્મા નારકી નથી અને આત્મા દેવ પણ નથી. પૂર્વે મનુષ્ય આદિ રૂપે ન હતો અને ભવિષ્યમાં પણ એ રૂપે થવાનો નથી. આમ આત્મા કોઈ પણ રીતે પરરૂપ નથી. તો આત્મા કેવા રૂપે છે? આત્મા “જ્ઞાનસ્વરૂપ છે. આત્મા જ્ઞાનનો સત્ ધ્રુવ તારો છે. ચૈતન્યબિંબ જ્ઞાનમૂર્તિ પ્રભુ છે. મન, વચન, કાયાથી હટી, મુનિરાજ વિકલ્પથી પણ રહિત થઈને નિર્વિકલ્પ અભેદ શાંતિમાં લીન થયા થકાં “આ હું જ્ઞાનસ્વરૂપ છું” એમ જાણે છે. રાગરહિત શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાની પરિણતિમાં રહીને મુનિ આ હું આત્મા છું એમ જાણે છે. નિર્વિકલ્પ પરિણતિ વિના આત્મા જણાતો નથી. આત્મા..આત્મા એમ બોલવાથી કે વિકલ્પથી આત્મા Page #402 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬0 | [ BCE જણાતો નથી પણ વીતરાગ નિર્વિકલ્પ આનંદમાં લીનતા પૂર્વક આ હું આત્મા છું એમ જણાય છે. ભગવાન આત્મા તો સદાય એકરૂપ ધ્રુવ અખંડ જ્ઞાનાનંદસ્વરૂપે જ રહ્યો છે. આત્મા કદી ચારગતિની પર્યાયરૂપ થયો નથી. એવા એકરૂપ આત્માને કોણ જાણે છે કે આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્માની સ્થિરતામાં લીન થયેલો જીવ આત્માને જાણે છે. પોતાના શુદ્ધોપયોગમાં એકાકાર થઈને ધર્માત્મા આ “હું આત્મા છું' એમ જાણે છે. એ રીતે આત્માને જાણે ત્યારે જ આત્માને જાણ્યો કહેવાય. ભાવાર્થ –નિર્મલ જ્ઞાનદર્શન સ્વભાવરૂપ જે પરમાત્મતત્ત્વ, તેની ભાવનાથી વિપરીત એવા રાગ-દ્વેષાદિ વિભાવ પરિણામોથી ઉપાર્જન કરેલાં શુભાશુભકર્મ છે તેના ઉદયથી ઉત્પન્ન થયેલી મનુષ્યાદિ વિભાવપર્યાયોને ભેદભેદસ્વરૂપ રત્નત્રયની ભાવનાથી રહિત થયેલો મિથ્યાષ્ટિ જીવ પોતાની માને છે અને આ અજ્ઞાનથી રહિત સમ્યગ્દષ્ટિ જ્ઞાની જીવ તે મનુષ્યાદિ પર્યાયોને પોતાનાથી જુદી જાણે છે. નિર્મલ જ્ઞાન-દર્શનસ્વભાવી ધ્રુવ આત્મા, તેને અહીં પરમાત્મતત્ત્વ કહ્યું છે. તેની ભાવના એટલે તેમાં એકાગ્રતારૂપ નિર્વિકલ્પ પર્યાય તે શુદ્ધાત્માની ભાવના છે. પરમાત્મતત્ત્વ એવું છે કે તેમાં નજર નાંખતા અંદરથી આનંદના પ્યાલા ફાટે છે. આઠ વર્ષનો બાળક હોય તે પણ આવી પરમાત્મતત્ત્વની ભાવના કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. બાળકપણું તો મનુષ્યપર્યાયમાં છે. આત્માને ઉંમર કયાં છે આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે તે નિર્વિકલ્પ શાંતિથી જણાય છે. પરમાત્મતત્ત્વ એટલે પરમ શુદ્ધવરૂપ ધ્રુવતત્ત્વ તે ભાવસ્વરૂપ ત્રિકાળી વસ્તુ છે તેમાં એકાગ્રતા તે તેની ભાવના છે. ધ્રુવતત્ત્વ તે દ્રવ્ય છે અને આ ભાવના તે સંવર-નિર્જરારૂપ પર્યાય છે. તેનાથી ઊલટી રાગ-દ્વેષની પર્યાય તે આસવ અને બંધરૂપ પર્યાય છે. આત્માની શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિ આદિની નિર્વિકલ્પ વીતરાગી પર્યાય સંવર-નિર્જરાતત્ત્વ છે પણ તેનાથી વિપરીત રાગ-દ્વેષના પરિણામ થાય છે તે ભાવઆસવ અને ભાવબંધતત્ત્વ છે. તે ભાવબંધથી શુભાશુભકર્મો બંધાય છે તે અજીવતત્ત્વ છે. તે કર્મના ઉદયથી મનુષ્ય, તિર્યંચાદિ પર્યાયો ઉત્પન્ન થાય છે. આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતા તે નિશ્ચયરત્નત્રય અથવા અભેદ રત્નત્રય છે અને તેની સાથે રહેલા વિકલ્પને ભેદરત્નત્રય કહેવાય છે. આ ભેદાબેદરત્નત્રયની ભાવનાથી રહિત એવા મિથ્યાષ્ટિ-અજ્ઞાની જીવ મનુષ્ય, તિર્યંચ આદિ પર્યાયોને પોતાની માને છે અને જે ભેદભેદરત્નત્રયની ભાવનાથી સહિત છે અને અજ્ઞાનથી રહિત છે એવા સમ્યગ્દષ્ટિ જીવો આ મનુષ્યાદિ પર્યાયોને પોતાની માનતા નથી. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯o [ પ્રકાશ પ્રવચનો ભેદભેદરત્નત્રયની ભાવનાથી મૃત થયેલો મિથ્યાષ્ટિ મનુષ્યાદિ પર્યાયોને પોતાની માને છે એમ કહ્યું તેમાં એ વાત પણ ગર્ભિત છે કે કર્મે તેને આત્માની ભાવનાથી ચૂત કરાવ્યો નથી, સ્વયં ચૂત થયો છે અને પોતે જ અજ્ઞાનથી ચાર ગતિરૂપ પર્યાયોને પોતાની માને છે કર્મ તેને અજ્ઞાન કરાવતું નથી–પરને પોતાના મનાવતું નથી. ખરેખર આત્મા તો દર્શન-જ્ઞાનસ્વરૂપ છે પરંતુ આવા સ્વભાવની દૃષ્ટિનો અભાવ હોવાથી મિથ્યાષ્ટિ પરને પોતાના માની રહ્યો છે. કર્મ તેને પોતાના સ્વભાવથી ભ્રષ્ટ કરાવતો નથી. સ્વયં ભ્રષ્ટ થાય છે. અજ્ઞાનથી રહિત અને ભેદભેદરત્નત્રયથી સહિત એવા સમ્યગ્દષ્ટિ જીવો મનુષ્ય, દેવાદિ ભવોને પોતાના માનતાં નથી. હું મનુષ્ય નથી, હું દેવ નથી, હું તિર્યંચ કે નારકી નથી. હું તો જ્ઞાન-દર્શનસ્વરૂપ આત્મા છું એમ તે જાણે છે. આગળ ફરી આત્માનું સ્વરૂપ કહે છે. ચિદાનંદ ચિતૂપ આત્મા વિદ્યાવાન પણ નથી અને મૂર્ખ પણ નથી. આત્મા ઇશ્વર અર્થાત્ બધી વાતોમાં સામર્થ્યવાન-ધનવાન પણ નથી અને દરિદ્રી પણ નથી. આત્મા યુવાન, બાળક કે વૃદ્ધ નથી. આ બધી પર્યાયો આત્માથી જુદી કર્મના વિશેષ છે અર્થાત્ કર્મથી ઉત્પન્ન થયેલાં વિભાવપર્યાય છે. આત્મા ત્રિકાળ આનંદ અને જ્ઞાનરૂપ છે. જે જ્ઞાનાનંદરૂપ છે તે જ આત્મા છે. જગતની વિદ્યા તે આત્માનું સ્વરૂપ નથી માટે અહીં કહ્યું કે આત્મા વિદ્યાવાન નથી. જગતના અભ્યાસ કે શાસ્ત્રના અભ્યાસવાળો આત્મા નથી. અને આત્મા મૂર્ખ પણ નથી. આત્મા ભણેલો પણ નથી અને અભણ પણ નથી. કેમ કે લૌકિક ક્ષયોપશમ જ્ઞાન છે તે આત્માનું સ્વરૂપ નથી. આત્મા ધનવાન નથી અને દરિદ્રી પણ નથી. અજ્ઞાની ધનથી કે અધિકારથી મારાં બધાં કાર્ય થાય છે એમ માને છે. ઘરમાં મારો જ અધિકાર ચાલે છે એમ માને પણ એ તેનું અજ્ઞાન છે. આત્માને વળી પરમાં અધિકાર કેવો ! કુટુંબ, નાત, ગામ, નગર કે દેશ સાથે આત્માને કોઈ સંબંધ નથી. આત્મા ધનાદિવાળો નથી તેમ જ દરિદ્રી પણ આત્મા નથી. અરે ! પહેલાં બધાં પૈસાવાળા અને અમે દરિદ્રી....એ રહેવા દે ભાઈ ! આત્માને ધનવાન કે દરિદ્રી માનવો એ જ મુખઈ છે. આત્મા તો આનંદકંદ છે તેને કોઈ પરવસ્તુ સાથે સંબંધ નથી. પહેલા ગાથા આવી ગઈ તેમાં “આ હું છું' એ વાત હતી અને આ ગાથાઓમાં “આ હું નથી” એ વાત છે. હું એટલે આત્મા બાળક, વૃદ્ધ કે યુવાન નથી. એ ત્રણ અવસ્થા તો માટીના પિંડલાની છે–દેહની છે. આત્મા તો જ્ઞાનાનંદઘન છે. બાળકાદિ અવસ્થા તો Page #404 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૦ / [ ૩૯૧ આત્માથી જુદાં એવા કર્મની વિશેષતાઓ-પર્યાયો છે. યુવાનીમાં લટ્ટ જેવા શરીર હોય, ચાર ચાર લાડવા ખાઈ શકતો હોય, જુવાનીનું જોર હોય તેને એમ થાય કે અરે! અમે તો યુવાન છીએ. ભાઈ! તું યુવાન નથી તું તો આત્મા છો પણ તને યુવાન માને છે એ તારી મૂર્ખાઈ છે. શાસ્ત્રમાં પણ આવું માનનારાને પશુ કહીને સંબોધ્યા છે. સમયસારના છેલ્લાં ૧૪ કળશોમાં આ કહ્યું છે કે વસ્તુનું જેવું અનેકાંતસ્વરૂપ છે તેવું નહિ માનતાં એકાંત માને છે તો તું પશુ છો. મરીને નિગોદાદિ હલકી પર્યાયમાં જવાનો છો. આત્મામાં જ્ઞાન-દર્શન તો અભેદ છે. પણ જે એકલું બહારનું ક્ષયોપશમ જ્ઞાન છે તે આત્માના સ્વરૂપમાં નથી. બી.એ. એલ.એલ.બી. એ બધું આત્માનું જ્ઞાન નથી, ઉપાધિરૂપ છે. વકીલાત, બેરિસ્ટર, એજીનીયર એ બધાંનું જ્ઞાન છે તે કર્મની વિશેષતા છે, આત્માની વિશેષતા નથી. કર્મથી ઉત્પન્ન થયેલી વિભાવપર્યાય છે. - ભાવાર્થ – જોકે શરીરના સંબંધથી પંડિત, મૂર્ખ, ધનવાન, દરિદ્રી, બાળક, યુવાન, વૃદ્ધાદિ અવસ્થા વ્યવહારનયથી જીવની કહેવાય છે તો પણ શુદ્ધનિશ્ચયથી શુદ્ધાત્મદ્રવ્યથી તે ભિન્ન છે અને સર્વથા ત્યાગવાયોગ્ય છે. આવા ભેદોને વીતરાગસ્વસંવેદન જ્ઞાનની ભાવનાથી રહિત મિથ્યાષ્ટિ જીવો પોતાના માને છે અને સમ્યગ્દષ્ટિ જીવ આવા વિભાવપર્યાયોના ભેદને પોતાના માનતા નથી. પોતાથી જુદાં કર્મજનિત માને છે. જુઓ ! આમાં તો દશ દશ હજારના પગારવાળા વિદ્યાવાળાઓને પણ ઉડાડ્યા છે, ઉડાડ્યા એટલે કે તે આત્માની અવસ્થા નથી. વિભાવપર્યાય છે–અનાત્મા છે. તેને જે આત્મા સાથે મેળવે છે તે મૂરખ છે. આમાં વકીલ, બેરિસ્ટર આદિ બધાં આવી ગયાં. 'p. ભગવાન આત્મા તો રાગ રહિત વીતરાગી શાંતિની પર્યાયમાં પ્રાપ્ત થાય તેવો છે. એવી વીતરાગ સ્વસંવેદનજ્ઞાનની શાંતિમય પર્યાયથી રહિત અજ્ઞાની વિદ્યાવાન, મૂર્ખ, બાળ, યુવાન આદિ પર્યાયોને મારી માનીને તેમાં “હું પણું” સેવે છે. અને સ્વસંવેદનજ્ઞાનથી યુક્ત જ્ઞાની આ કોઈ વિભાવપર્યાયોમાં હું પણું કરતાં નથી. તે પર્યાયોને કર્મભનિત જાણે છે. આ ત્રણ ગાથા થઈ. હવે પાંચ મિનિટનો ટાઈમ છે તેમાં આ રાજુલની ઓળખાણ કરાવીએ...આ ચંપાબેનના ભાઈ વજુભાઈના દીકરાની દીકરી છે. તેને જાતિસ્મરણજ્ઞાન થયું છે. તે પૂર્વે જૂનાગઢમાં ગોકુળદાસ ઠક્કરના ઘરે દીકરી હતી, “ગીતા” તેનું નામ હતું. અત્યારે તે પાંચ વર્ષની છે પણ અઢી વર્ષની હતી ત્યારથી તે કહે છે કે હું ગીતા છું, જૂનાગઢથી આવી છું. વગેરે વગેરે કહે છે તે આ વજુભાઈ ને હિંમતભાઈ બન્ને ભાઈઓ જઈને તપાસ કરી આવ્યા છે તેના મુદ્દા સાચા પડ્યાં છે. જુઓ ! આત્મામાં આવી જાતની લાયકાત હોય છે તે બાળકને જ હોય એવું નથી. મોટાને પણ હોય. આ જીવ ત્યાંથી મરીને સીધો અહીં આવ્યો છે. આ તો બાળક છે ને ! તેને તો એમ છે કે આવું તો બધાંને યાદ હોય. પણ બધાંને આવું જ્ઞાન હોતું નથી. આ તો એક ઘરમાં બે પાક્યાં છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પૂર્વે ભવનું સ્મરણ આત્માનું ત્રિકાળપણું સિદ્ધ કરે છે. વીતરાગ કહે છે તે વાત સિદ્ધ થાય છે કે એક ભવમાંથી છૂટીને તરત જ બીજી ગતિમાં જીવ આવી જાય છે. વચ્ચે રખડે છે એ વાત ખોટી છે. ગર્ભમાં ત્રણ મહિના પછી જીવ આવે છે એમ કોઈ માને છે તે પણ ખોટું છે. આ છોકરી ભાગ્યશાળી છે તે મુમુક્ષુના ઘરે જન્મી છે અને આ બેન (ચંપાબેન) તો ઘણા ભવનું જ્ઞાન લાવ્યાં છે. તેનો વિરોધ કરનારા કર્મ બાંધે છે. બેનને બોલવાનું ઓછું, બહારથી કાંઈ દેખાય નહિ એટલે લોકો ઓળખી ન શકે પણ બેનને જાતિસ્મરણ અને આત્મજ્ઞાન બંને છે. ગંભીર ગંભી૨ ઘણાં...બોલવાની વાત નહિ. જાતિસ્મરણ થયા પછી આઠ મહિના ને બાર દિવસે મને વાત કરી. મારી વાત કરી પણ પોતે ગણધર થવાના છે એ વાત તો કરી જ ન હતી. પછી દશ વર્ષ પછી મેં સ્વપ્નાની વાત કરી અને પૂછ્યું કે તમે બે કોણ છો ? ત્યારે માંડ માંડ બોલ્યા... આજે માગસર સુદ ત્રીજ છે અને બરાબર ૨૮ વર્ષ પહેલા આજના દિવસે જ એક ચિઠ્ઠીમાં જાતિસ્મરણનું લખાણ લખીને બેને મને મોકલ્યું હતું. આ તો કુદરતી આ મહિનો, સુદ અને ત્રીજ આવી છે. ઘણાં વર્ષ થઈ ગયાં એટલે આટલી વાત કરી, લોકો જીરવી ન શકે, બીજા ક્ષેત્રની વાત છે એટલે બીજા નક્કી ન કરી શકે, રાજુલની વાત તો આ ક્ષેત્રની એટલે નક્કી થઈ ગઈ. આ તો બેનની સાથે રહેલાં હોય, પરિચય હોય તેને ખબર પડે. આ તો છોડી (રાજુલ) ઉપરથી બેનની વાત થોડી થઈ ગઈ...વજુભાઈ, હિંમતભાઈને પણ બેને કહેલ નહિ. ૯૪ના વૈશાખ સુદ આઠમે સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન હતું તે દિવસે સાંજે ફળિયામાં ફરતાં ફરતાં બંને ભાઈઓના કાને મેં વાત નાખી ભાઈ! બેનની સ્થિતિ આવી છે..તો વજુભાઈ રહી ન શક્યા એ કહે હું જઈને બેનને પગે લાગું....કીધું ભાઈ ! વાત બહાર પડી જશે, લોકો જીરવી ન શકે...એમ કરીને માંડ માંડ થોભાવ્યા. તેને એમ થઈ ગયું અરે ! અમારા ઘરે આવા બેન ! એમ ઉભરો આવી ગયો એટલે કહે..પગે લાગું.... આ તો એક ઘરે બે આવ્યા. લૌકિકનું આ રાજુલ લાવી અને લોકોત્તરનું બેન લાવ્યા. બેનની વાત જ જુદી છે. બેન તો ભગવતી સ્વરૂપ છે....આ તો પાંચમો આરો, કાળ કઠણ છે તેથી લોકોને માનવું મુશ્કેલ પડે.... Page #406 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયથી શીલ, સંયમ, તપ આદિ આત્મા જ છે ) (સળંગ પ્રવચન નં. ૬૧) पुण्यमपि पापमपि कालः नभः धर्माधर्ममपि कायः । एकमपि आत्मा भवति नैव मुक्त्वा चेतनभावम् ॥६२।। आत्मा संयमः शीलं तपः आत्मा दर्शनं ज्ञानम्। आत्मा शाश्वतमोक्षपदं जानन् आत्मानम् ।।६३॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રનો પ્રથમ અધિકાર ચાલે છે, તેમાં આ ૯૧ ગાથા પૂરી થઈ. હવે ૯૨મી ગાથામાં યોગીન્દ્રદેવ આત્માના ચેતનભાવનું વર્ણન કરે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમેલો આત્મા તે ચેતનભાવ છે, એ સિવાય બીજો કોઈ ચેતનભાવ નથી તે આ ગાથામાં સિદ્ધ કરવું છે. ચૈતન્યભાવ તે જ આત્મા છે. ગાથાર્થ –પુણ્યરૂપ શુભકર્મ, પાપરૂપ અશુભ કર્મ, અતીત, અનાગત અને વર્તમાનકાળ, આકાશ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, શરીર આમાંથી એક પણ દ્રવ્ય જીવદ્રવ્ય નથી. એક ચેતનભાવ જ પોતાનો-આત્માનો ભાવ છે. પુણ્યરૂપ શુભકર્મ એટલે શાતાવેદનીયરૂપે પરિણમેલું કર્મ અને પાપ એટલે અશાતા વેદનીયરૂપે પરિણમેલું જડકર્મ છે તે આત્મભાવ નથી, એ તો પુદ્ગલની પર્યાય છે. તે જીવનું દ્રવ્ય નથી, જીવનો ગુણ નથી અને જીવની પર્યાય નથી. કાળના ત્રણ ભેદ અતીત એટલે ભૂતકાળ, અનાગત એટલે ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એ ત્રણેયમાંથી કોઈ જીવનો ભાવ નથી. એ જ રીતે આકાશદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને શરીરાદિમાંથી કોઈ પણ ભાવ આત્માનો ભાવ નથી. એક ચેતનભાવ જ જીવનો પોતાનો ભાવ છે. | ભાવાર્થ વ્યવહારનયથી જોકે પુણ્ય-પાપાદિ આત્માથી અભિન્ન છે તોપણ શુદ્ધનિશ્ચયનયથી ભિન્ન છે અને ત્યાગવાયોગ્ય છે. તે પરભાવોને મિથ્યાત્વ રાગાદિરૂપે પરિણત થયેલો બહિરાત્મા પોતાના ભાવ માને છે પરંતુ તે જ ભાવોને પુણ્ય-પાપાદિ સંકલ્પ-વિકલ્પરહિત નિજ શુદ્ધાત્મદ્રવ્યમાં સમ્યફ શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રરૂપ અભેદરત્નત્રય સ્વરૂપ પરમસમાધિમાં સ્થિત સમ્યગ્દષ્ટિજીવ શુદ્ધાત્માથી જુદાં માને છે. વ્યવહારનયથી પુણ્ય-પાપાદિ કર્મને જીવના કહેવાય છે કારણ કે તેની સાથે જીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેથી વ્યવહારથી પુણ્ય-પાપકર્મ જીવના છે એમ ઉપચાર કરવામાં આવે છે તો પણ શુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનાનંદસ્વભાવ આત્માને જોતાં તેમાં એ પુણ્યપાપાદિભાવ નથી માટે તે ભાવ આત્માથી જુદાં છે. તે પરભાવ છે માટે ત્યાગવા યોગ્ય છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આકાશ, ધર્મ, અધર્મ, કાળ, શરીર, પુણ્ય-પાપકર્મ અને શુભ-અશુભભાવ એ બધાં ભાવ ખરેખર પરભાવ છે. આત્માના ભાવ નથી. પણ મિથ્યાત્વ અને રાગાદિરૂપે પરિણત થયેલો બહિરાત્મા તે ભાવોને પોતાના ભાવ માને છે. બહિરબુદ્ધિવાળો બહિરાત્મા બહિરભાવોને પોતાના માને છે. એ એમ માને છે કે શરીર અને રાગાદિ મારા છે અને શરીરની ક્રિયા કરવાથી મને ધર્મ થશે પણ જ્યાં રાગથી પણ ધર્મ થતો નથી તો શરીરથી આત્માનો ધર્મ કેમ થાય ? અસત્યદૃષ્ટિવાળા મિથ્યાદૃષ્ટિ જ પરભાવોને પોતાના માને છે. શુભાશુભ સંકલ્પવિકલ્પરહિત નિજશુદ્ધાત્મદ્રવ્યમાં તેની શ્રદ્ધાના પરિણામ થાય તે ચૈતન્યના ભાવ છે. તેને પોતાના માને છે તે સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ અન્ય કોઈ પરભાવને પોતાના માનતો નથી. ભગવાન શુદ્ધાત્મદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે તે તો અનંત ચૈતન્યરત્નાકરથી ભરેલો ભગવાન છે. અનંત જીવતર શક્તિ, જ્ઞાનશક્તિ, સુખશક્તિ આદિ ચૈતન્યરત્નાકરથી ભરેલા ભગવાનની શ્રદ્ધા એવા શુદ્ધાત્માનું જ્ઞાન અને તેનું ચારિત્ર તે રત્નત્રય છે. રાગરહિત શુદ્ધાત્માની શ્રદ્ધા, રાગરહિત શુદ્ધાત્માનું જ્ઞાન અને રાગરહિત શુદ્ધાત્મામાં સ્થિરતારૂપ ચારિત્ર એવી અભેદરત્નત્રયરૂપ સમાધિમાં સ્થિત સમ્યગ્દષ્ટિ જીવ રાગાદિ સર્વ પરભાવોને પોતાના શુદ્ધાત્માથી જુદા જાણે છે. નથી. આત્મા તો સ્વરૂપનું આ કથન પરિણામ છે. આ સંકલ્પ, વિકલ્પ, પુણ્ય-પાપાદિ ભાવકર્મ એ શુદ્ધાત્માની પર્યાય અનંત અનંત જ્ઞાન, આનંદ આદિ રત્નાકરથી ભરેલો ભગવાન છે, તેના છે. ચૈતન્યરત્નાકરની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં સ્થિરતા તે આત્માના સમજાય તેવી વાત છે, કોઈ અઘરી વાત નથી. આવા શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાના નિર્મળ પરિણામે પરિણમેલો આત્મા સંકલ્પ, વિકલ્પ આદિને પોતાના માનતો નથી. કારણ કે તે તો વિકારીદશા છે. આત્માના દ્રવ્ય, ગુણ શુદ્ધ છે તેમ પર્યાય પણ જે શુદ્ધ થાય તે આત્માની પર્યાય છે. સંકલ્પ-વિકલ્પાદિની વિકારી પર્યાયને ધર્મી પોતાની માનતા નથી. સંકલ્પ-વિકલ્પાદિને પોતાના માનવા અને પોતાની નિર્મળતાને ભૂલી જવી તે જ મિથ્યાર્દષ્ટિ છે. ચૈતન્યભાવ તે આત્મા છે એમ અહીં સિદ્ધ કરવું છે. પુણ્ય-પાપાદિ સંકલ્પ-વિકલ્પ તે ચૈતન્યભાવ નથી, અચેતન છે પણ એ ક્યારે જણાય ! કે જ્યારે પોતાના સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાની પર્યાય પ્રગટ થાય ત્યારે સંકલ્પ વિકલ્પાદિની પર્યાય મારાથી ભિન્ન છે એમ જણાય છે. સંકલ્પ વિકલ્પાદિ થોડા હોય છે પણ તે મારાથી ભિન્ન છે એમ જણાય છે. આ ૯૨મી ગાથા થઈ ....તે ન સમજાઈ હોય તો ફરી ટૂંકમાં લઈ લઈએ. બહુ સીધી વાત છે. આત્મા એક વસ્તુ છે, મહાનગુણો પિંડ છે, તે એક એક ગુણનું અનંત સામર્થ્ય છે એવા અનંત સામર્થ્યનું એકરૂપ તે શુદ્ધાત્મા છે, તેની પર્યાયમાં નિર્મળતા હોય તે તેની પર્યાય છે, તેને બદલે પર્યાયમાં ૫૨ને અને પુણ્ય, પાપ, રાગ, દ્વેષને પોતાના માને છે તે Page #408 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૧ / / ૩૯૫ બહિરાત્મા છે. વિકારી પરિણામ જીવના કેમ હોય ! જીવના પરિણામ તો નિર્મળ હોય. પણ આ કોણ માની શકે ? કે જે નિર્મળ પરિણામે પરિણમ્યા છે એવા અંતરાત્મા જ વિકારી પરિણામને પોતાથી ભિન્ન જાણે છે કેમ કે તે તેનાથી ભિન્ન પડીને આત્માના શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતામાં પરિણમ્યા છે. તેથી સંકલ્પ-વિકલ્પ હોવા છતાં તેને ભિન્ન જાણે છે પણ જે માત્ર વાતો કરે છે તે વાતો જ છે. વાતો તો જડના ખાતામાં જાય છે. સંકલ્પ-વિકંલ્પ પણ જડ કહ્યાં છે તો વાણી તો જડ છે જ. માટે આ વાતો કરનારાની વાત નથી. આ તો શ્રદ્ધા, જ્ઞાનરૂપે પરિણમેલા અંતરાત્માની વાત છે. આમ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મારૂપ ત્રણ પ્રકારના આત્માનું જેમાં કથન છે એવા પ્રથમ અધિકારમાં મિથ્યાષ્ટિની ભાવનાથી રહિત જે સમ્યગ્દષ્ટિની ભાવના, તેની મુખ્યતાથી આઠ દોહાસૂત્ર કહ્યાં છે. હવે આગળ ભેદવિજ્ઞાનની મુખ્યતાથી ‘સપ્પા સંગનું ઇત્યાદિ એકત્રીશ દોહાપર્યત ક્ષેપક-સૂત્રોને છોડીને પહેલો અધિકાર પૂર્ણ કરતાં થકા વ્યાખ્યાન - કરે છે. તેમાં શિષ્ય પ્રશ્ન કર્યો કે જો આત્મા પુણ્ય-પાપાદરૂપ નથી તો આત્મા કેવો છે? આ પ્રશ્નનું ગુરુ સમાધાન કરે છે. શિષ્યને એમ થાય છે કે આ દેહ, વાણી, મન, પુણ્ય, પાપ આદિ તો આત્મા નથી એમ ગુરુએ કહ્યું તો પછી આત્મા કોણ છે અને કેવો છે? તે પ્રભુ ! મને સમજાવો. શબ્દાર્થ :નિજ ગુણ-પર્યાયનો ધારક જ્ઞાનસ્વરૂપ ચિદાનંદ જ સંયમ છે, શીલ છે, તપ છે, આત્મા દર્શન-જ્ઞાન છે અને પોતાને જાણતો અનુભવતો આત્મા જ અવિનાશી સુખનું સ્થાન મોક્ષનો માર્ગ છે. ૯૩. આત્મા અનંતગુણનું એકરૂપ છે. શ્રદ્ધા, જ્ઞાન, આનંદ આદિ અનંતગુણ અને શ્રદ્ધાનું નિર્મળ પરિણમન, જ્ઞાનનું નિર્મળ પરિણમન આદિ અનંત પર્યાયનો ધારક જ્ઞાનસ્વરૂપ ચિદાનંદ જ આત્મા છે. નિર્મળ પર્યાયે પરિણમન થવું તે જ સંયમ છે, તે જ શીલ છે અને તે જ તપ છે. ચક્રવર્તીના નિધાન ખૂટે પણ આત્માના નિધાન ખૂટે તેવા નથી. ભગવાન આત્મા શ્રદ્ધા, જ્ઞાન આદિ ગુણોના નિર્મળ પરિણમનથી પરિણમે તે સમ્યફશ્રદ્ધા અને સમ્યજ્ઞાન છે અને તે જ આત્મા છે. આવા આત્માને જાણતો અનુભવતો-પરિણમતો આત્મા જ દર્શન અને જ્ઞાન છે અને તે જ મોક્ષનો માર્ગ છે. સંસ્કૃતમાં આના ત્રણ અર્થ કર્યા છે : શાશ્વત મોક્ષ, શાશ્વત મોક્ષનો માર્ગ અને શાશ્વત સુખપદ એ ત્રણેય આત્મામાં જ છે. કારણ કે મોક્ષરૂપે પરિણમન તે પણ આત્મા છે અને મોક્ષનો માર્ગ પણ આત્મા છે. આનંદ પણ આત્મા છે. પૂર્ણાનંદની પર્યાયરૂપે પરિણમતો આત્મા જ શાશ્વત મોક્ષસ્વરૂપ છે અને આત્મા જ મોક્ષનો માર્ગ છે. આત્મા જ અતીન્દ્રિય આનંદરૂપે પરિણમતો સ્વયં આનંદરૂપ છે. આત્મા તો ખરેખર આવો મોક્ષસ્વરૂપ છે પણ મૂઢને તે જાણવામાં આવતો નથી. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે પરિણમતો આત્મા જ મોક્ષનો માર્ગ છે કોઈ બીજો મોક્ષનો માર્ગ નથી. કોઈ રાગાદિભાવ મોક્ષના સાધન નથી પણ અહીં ટીકાકાર સાધન તરીકે તેનું નિમિત્તપણું બતાવે છે. જેમ, ૧૭૨ ગાથામાં વીતરાગભાવને જ તાત્પર્ય કહ્યું છે છતાં અમૃતચંદ્રાચાર્યે વ્યવહારરત્નત્રયના વિકલ્પને અવિરોધપણે જેમ છે તેમ બતાવેલ છે તેમ અહીં પણ વ્યવહારરત્નત્રયને નિમિત્તસાધન તરીકે કહેલ છે. આ બધી શૈલી સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય અને તેની અલૌકિક ટીકા જેવી જ શૈલી છે. આ આચાર્યો બધાં આત્મા હતાં, કોઈ પરમાત્મા ન હતાં. તેથી તેમને આવી શાસ્ત્રરચનાનો વિકલ્પ હતો પણ કહે છે કે તે વિકલ્પ અને પુદ્ગલના શબ્દોની રચના થઈ તે અમારું કાર્ય નથી. અમે વિકલ્પમાં આવ્યા નથી. અમે તો અમારાં શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિની રચનામાં આવ્યા છીએ. અરે ! મૂળ વાત તો એ છે કે શુદ્ધ આત્મપદાર્થ કેવો છે એની એને ખબર જ નથી. એ તો કોઈ સાધારણ ચીજ છે એમ માની લીધું છે. તેથી તેની એને કિંમત આવતી નથી. જડ એવા હીરાની કિંમત આવે છે. ચાર-છ લાખનો હીરો જોઈને ‘આહાહા....' થઈ જાય છે પણ કિંમત આંકનારની કિંમત આવતી નથી. હીરાને તો ટગ....ટગ જોયા કરશે. પણ આ ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણી લે એવા આત્માની સામે નજર પણ કરતો નથી. ભાવાર્થ :—પાંચ ઇન્દ્રિય અને મનને રોકવું તથા છકાયજીવોની દયા પાળવી એવો ઇન્દ્રિયસંયમ તથા પ્રાણસંયમ આ બંનેના બળથી સાધ્યસાધકભાવથી નિશ્ચયથી પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર હોવાથી આત્માને સંયમ કહેવામાં આવ્યો છે. પાંચ ઇન્દ્રિય અને મનને સંયમમાં રાખવા તે વિકલ્પ છે પણ વ્યવહારથી તે સંયમના બળથી નિશ્ચયસંયમમાં જીવ આવે છે એમ કહેવાય છે. પાંચ ઇન્દ્રિયોનો સંયમ, મનનો સંયમ અને છકાય જીવોની દયાસ્વરૂપ શુભરાગરૂપ સંયમ એ સાધક છે અને શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર થવું સાધ્ય છે. ખરેખર તો આત્માના અતીન્દ્રિય શાંતસ્વરૂપમાં સ્થિર થવું તે જ નિશ્ચયસંયમ છે. ભૂમિકાના પ્રમાણમાં પાંચ ઇન્દ્રિય અને મનનો અસંયમ તથા છકાયજીવોની હિંસારૂપ અસંયમ આ બાર પ્રકારના અસંયમના ત્યાગનો શુભ વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. તે વ્યવહારસંયમ છે અને તે વિકલ્પથી પણ ખસીને સમ્યક્ પ્રકારે અતીન્દ્રિય આનંદની મૂર્તિમાં પરિણમન થાય છે તે નિશ્ચયસંયમ છે. પોતે તો પોતાના શુદ્ધ ઉપાદાનના બળથી જ પરિણમી રહ્યો છે. સમ્યક્ પ્રકારે અતીન્દ્રિય આત્માનું અવલંબન અને ઇન્દ્રિયનું દમન તે સંયમ છે. પણ તેની સાથે જે પાંચઇન્દ્રિયનું અવલંબન છોડવાનો અને છકાય જીવોની રક્ષાનો જે વિકલ્પ હતો તેને સાધક અથવા નિમિત્ત સાધન કહેવામાં આવે છે. નિશ્ચય અને વ્યવહાર બંને સાથે હોય છે. નિશ્ચયસંયમ ઘણો આગળ વધી ગયો હોય અને વ્યવહારસંયમ ઓછો હોય એમ કદી બનતું નથી. નિશ્ચયસંયમને અનુરૂપ જ વ્યવહારસંયમ હોય છે તેથી તેને વ્યવહાર સાધક ગણીને નિમિત્ત કહેવામાં આવ્યો છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૧ ) [ ૩૯૭ ભગવાન ચૈતન્યબિંબ અનંત મહાગુણનો મેરૂ છે. જેની એક એક શક્તિ આગળ મોટા દરિયા ખાલી થાય એવી એની તાકાત છે. પ્રભુનો મારગ છે શૂરાનો, નહિ કાયરના કામ જો. આવા પ્રભુ–પૂર્ણાનંદના નાથનું સમ્યફ પ્રકારે અંતરમાં પરિણમન થવું તે આત્મસંયમ અથવા આત્માનો સંયમ છે પણ સાથે જે વિકલ્પ છે તે આત્મસંયમ નથી. વિકલ્પ તો અનાત્મરૂપ રાગ છે. પણ વ્યવહારે તેને અનુકૂળ નિમિત્ત ગણીને સાધક કહેવામાં આવ્યો છે. ખરેખર તો આત્માના ગુણોનું નિર્મળ પરિણમન તે જ ખરો સંયમ છે અને સંયમ એ જ મોક્ષનો માર્ગ છે. જીવે કદી અધ્યાત્મની વાત સાંભળી નથી અને પરિચય કર્યો નથી તેથી મહિમા પણ આવી નથી. “હું કોણ છું?” એ વિચાર જ એણે કદી કર્યો નથી. શ્રીમદે કહ્યું ને ! “હું કોણ છું ક્યાંથી થયો! શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેક પૂર્વક, શાંતભાવે જો કર્યા. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.” જુઓ ! ૧૬ વર્ષની ઉંમરે શ્રીમદ્ આવી વિવેકની વાત કરે છે! આત્માની સમજણ કરવા માટે ઉંમરની કે નાત-જાતની કે શરીરાદિની જરૂર નથી. પૂર્ણાનંદના નાથને અવલંબતી દૃષ્ટિ, તેને અવલંબતું જ્ઞાન અને તેને અવલંબતી સ્થિરતા તે આત્મા છે. તે જ સંયમ છે. વ્યવહારસંયમ કહ્યો છે તે આત્મા નથી. પણ . નિશ્ચયસંયમની સાથે શુભરાગરૂપ ઇન્દ્રિય અને મનનો સંયમ તથા છકાય જીવોની દયારૂપ સંયમની ભૂમિકાનું અહીં જ્ઞાન કરાવ્યું છે. એવો વ્યવહાર પણ વીતરાગ શાસન સિવાય બીજે હોતો નથી. નિશ્ચયસંયમ તો મોક્ષનો મારગ છે અને નિશ્ચયની સાથે રહેલો વિકલ્પ તે વ્યવહારસંયમ છે પણ તે મોક્ષનો માર્ગ નથી, બંધમાર્ગ છે. તેથી વ્યવહારે તેને અનુકૂળ કહેવાય છે છતાં નિશ્ચયથી તો તે પ્રતિકૂળ છે. નિશ્ચયથી પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર થવાથી આત્માને સંયમ કહેવામાં આવ્યો છે. વિકલ્પથી ખસીને સ્વરૂપમાં ઠરેલો આત્મા તે સંયમ છે. શ્રોતા :–આપની મહેરબાનીથી આવું સાંભળવા મળે છે. પૂજ્ય ગુરુદેવશ્રી :—એ આત્માની મહેરબાની છે. અંદરમાં આત્માની મહેરબાની બધામાં પડી જ છે. આત્મા જ સંયમ છે એ વાત થઈ. હવે આત્મા જ શીલ છે તે કહે છે. બહિરંગ સહકારી નિશ્ચય શીલના કારણરૂપ જે કામ ક્રોધાદિના ત્યાગરૂપ વ્રતની રક્ષા તે વ્યવહારશીલ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮). [ પરમ પ્રકાશ પ્રવચનો છે. અને નિશ્ચયથી અંતરંગમાં પોતાના શુદ્ધાત્મદ્રવ્યમાં નિર્મળ અનુભવ તે શીલ છે. માટે શીલરૂપ ખરેખર આત્મા જ છે. જુઓ ! અહીં બહિરંગ સહકારી, શબ્દ વાપર્યો છે તે બધામાં લાગુ પાડી શકાય. ઉપરમાં વ્યવહારસંયમના બળથી શબ્દ મૂક્યો છે ત્યાં પણ ખરેખર તે બહિરંગ સહકારી કારણ છે. નિશ્ચયની સાથે જ વ્યવહાર છે. પહેલાં વ્યવહાર અને પછી તેનાથી નિશ્ચય થાય છે એમ નથી. સહકારી શબ્દથી તે વાત સિદ્ધ થાય છે. પહેલો વ્યવહાર હોય અને પછી નિશ્ચય થાય એ વાત “સહકારી, શબ્દથી ઉડી જાય છે. નિશ્ચય અને વ્યવહાર એક સમયે સાથે જ હોય છે. શુદ્ધ જ્ઞાનાનંદ વીતરાગ નિર્વિકલ્પ પ્રભુ આત્મા વિતરાગી પર્યાયપણે પરિણમે તે નિશ્ચયશીલ છે. નિશ્ચય શીલ કહો કે સત્યશીલ કહો બંને એક જ છે. એ શીલની સાથે જ રહેલો બાહ્ય વ્રતાદિનો વિકલ્પ તે વ્યવહારશીલ છે. કામ ક્રોધાદિના ત્યાગરૂપ વ્રતનો અને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિના પાલનરૂપ વતનો વિકલ્પ તે વ્યવહારશીલ છે. આત્માના નિશ્ચયશીલની સાથે બહિરંગ સહકારી કારણરૂપ વ્યવહારશીલ હોય છે. અંતરંગમાં તેનો સાથ નથી. તીવ્ર વિકારરૂપ અશુભરાગ છૂટે છે અને મંદરાગરૂપી શીલ રહે છે તેને બહિરંગ સહકારી કારણ કહેવામાં આવે છે. વીતરાગ સ્વભાવરૂપ પરિણમન તે અત્યંતર શીલ છે તે જ સત્યશીલ છે. તેની સાથે વિકલ્પમાં તીવ્ર કામ ક્રોધાદિનો નિષેધ અને મંદરાગનો સભાવ છે તે નિશ્ચયની સાથે જ હોવાથી તેને બહિરંગ સહકારી કારણરૂપે કહેવામાં આવે છે. એક અત્યંતર કારણ છે તે નિશ્ચય છે અને બહિરંગ કારણ છે તે વ્યવહાર છે. ભગવાન આત્મદ્રવ્ય શીલસ્વભાવ છે અકષાયસ્વભાવ છે, વીતરાગસ્વભાવ છે. તેમાં સ્થિરતારૂપ અત્યંતર શીલની સાથે વિકલ્પમાં તીવ્ર કામ, ક્રોધાદિ ભાવોનો નિષેધ આવે છે કે આવા તીવ્ર કામ, ક્રોધાદિ મને ન હોય એવો જે મંદરાગ તે વ્યવહારશીલ છે. અશુભના ત્યાગરૂપ મંદરાગ તે, અત્યંતર શીલની સાથે, બહિરંગ સહકારી કારણરૂપે હોય જ માટે તેને નિમિત્તકારણ કહેવામાં આવ્યું છે. આ નિશ્ચય-વ્યવહાર જેમ છે તેમ જાણે નહિ અને આડુઅવળુ માની લઈશ તો નહિ ચાલે ભાઈ ! શીલના બે પ્રકાર : (૧) નિશ્ચયશીલ (૨) વ્યવહારશીલ. તેમાં નિશ્ચયશીલ તે આત્મા જ છે. આત્મા એટલે પર્યાયરૂપ આત્મા. વીતરાગ સ્વભાવ તો ધ્રુવ છે તેની સન્મુખનો અરાગી વીતરાગ શ્રદ્ધા, જ્ઞાન, શાંતિનો શીલસ્વભાવ પ્રગટ્યો તે પર્યાયરૂપી શીલ આત્મા છે. ત્રિકાળ સ્વભાવ તો ધ્રુવ વજમેનો થંભ છે તેમાં એકાકાર થવાથી જે વીતરાગતાના ઝરણાં ઝર્યા–શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન પ્રગટ્યા તે આત્મશીલ છે. તેની સાથે કામ ક્રોધાદિનાં Page #412 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૧ ) [ 366 અશુભરાગનો ત્યાગ અને શુભરાગની ઉત્પત્તિ થાય છે તેને બહિરંગ સહકાર ગણીને વ્યવહાર શીલ કહેવાયો છે. ખરેખર તો તે બંધનું કારણ છે અને આત્મશીલ મુક્તિનું કારણ છે. આત્મા તો અનાદિ અનંત એકરૂપ ચિદાનંદ સ્વભાવનો પિંડ છે તે કાંઈ બાળક, વૃદ્ધ કે યુવાન નથી માટે શરીરની બાળ, વૃદ્ધ કે યુવાન ગમે તે અવસ્થા વખતે આત્મા તો પોતાનું જ્ઞાન કરી શકે છે. કોઈ અવસ્થા તેને નડતી નથી. આ વાત તો પહેલાં જ આવી ગઈ છે. આવા અનંત ચૈતન્યસ્વભાવી આત્માને અવલંબીને જ્યારે શુદ્ધતા પ્રગટ થાય તેને સંયમ કહો, શીલ કહો કે મુક્તિનો માર્ગ કહો બધું એક જ છે અને તેની સાથે રહેલાં શુભરાગને બહિરંગકારણ કહેવાય છે તે માત્ર નિશ્ચયની સાથે રહેલાં વિકલ્પનું જ્ઞાન કરાવે છે. નિશ્ચયથી અંતરંગમાં પોતાના શુદ્ધાત્મદ્રવ્યનો નિર્મળ અનુભવ તે શીલ કહેવાય છે. કોઈ બીજાં પરમાત્માનો આશ્રય લેવાનો નથી. પોતે જે દ્રવ્યસ્વભાવે પરમાત્મા છે તેનો આશ્રય લેવાથી પ્રગટ થતો પોતાનો નિર્મળ અનુભવ તે શીલ છે. એ જ નિશ્ચયશીલ છે. આ સંયમ અને શીલ બે બોલ થયાં. હવે તપની વાત આવી. ૩પ તાં આત્મા જ તપ છે. તપની વ્યાખ્યામાં બહિરંગ સહકારી કારણની વાત પહેલાં લઈને વાત મૂકી છે. બાર પ્રકારના તપ જે અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યા, રસપરિત્યાગ આદિ છે તે નિશ્ચયતપના સહકારી કારણ છે. બાર તપમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન આદિ છ પ્રકારના તપને અત્યંતરતપ કહ્યા છે તે પણ નિશ્ચયતપના બાહ્ય સહકારી કારણ છે. નિશ્ચયતાની સાથે બાહ્યસહકારી કારણ રહેલું છે. સાથે રહેલું છે એમ કહ્યું છે તેનો અર્થ કે પહેલાં વ્યવહાર અને પછી નિશ્ચય એમ નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ આ બધાં ખુલાસા બહુ સરસ કર્યા છે. શાસ્ત્રના પેટ-મર્મ ખોલી નાખ્યા છે. આત્માના ભાન સહિતનું ભણતર તે જ સાચું ભણતર છે. આત્માને ભાન વગર કોઈ કહે કે અમે બહુ શાસ્ત્ર ભણ્યા છીએ તે ભણતર સાચા નથી. નિશ્ચયની સાથે વ્યવહાર વિકલ્પને દેખીને તેમાં “કારણનો ઉપચાર કરવામાં આવ્યો છે. ખરેખર વાસ્તવિક કારણ તે નથી. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત આદિ પણ નિશ્ચયતપના બાહ્ય સહકારી કારણ છે, પુણ્યબંધના કારણ છે. વ્યવહારથી આ બાર પ્રકારના તપથી અને નિશ્ચયથી સર્વ પરદ્રવ્યોની ઇચ્છાને રોકવાથી પરમાત્મસ્વભાવમાં આત્મા પ્રતાપરૂપ સ્થિર થઈ રહ્યો છે. તેમાં જે અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે તે નિશ્ચયતા છે. આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર રહ્યો છે અને સમસ્ત વિભાવપરિણામોને જીતી લીધા છે માટે તે આત્મા જ “તપશ્ચરણ” છે. આ સંયમ, શીલ અને તપ ત્રણ બોલ થયાં. વિશેષ કહેવાશે. Page #413 -------------------------------------------------------------------------- ________________ - નિશ્ચય-વ્યવહારનું વાસ્તવિક સ્વરૂપ (સળંગ પ્રવચન નં. ૬૨) अन्यद् एव दर्शनं अस्ति नापि अन्यदेव अस्ति न ज्ञानं । अन्यद् चरणं न अस्ति जीव मुक्त्वा आत्मानं जानीहि ॥६४॥ આત્મા જ સંયમ છે, આત્મા જ તપ છે અને આત્મા જ શીલ છે આ ત્રણ બોલ આવી ગયા છે. હવે આત્મા જ દર્શન છે અને આત્મા જ જ્ઞાન છે એ બે બોલ લેવાના છે આત્મા જ નિજસ્વરૂપની રુચિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન છે. આગળ ત્રણ બોલમાં નિશ્ચય અને વ્યવહાર પણ આવી ગયો છે તેથી અહીં વ્યવહાર નહિ કહેતાં માત્ર નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનની જ વાત લીધી છે. અંતરમાં જ્ઞાન, દર્શન, આનંદરૂપે પરિણત થયેલો આત્મા જ સંયમ છે અને બાહ્યમાં વ્રત, તપ આદિ દ્વારા પાંચ ઇન્દ્રિયનો સંયમ હોય છે તે વ્યવહારસંયમ છે. નિશ્ચય અને વ્યવહાર બંને સંયમ સાથે જ હોય છે પણ વ્યવહારને સાધન અને નિશ્ચયને સાધ્ય કહેવામાં આવ્યું છે. આત્મા શુદ્ધ અખંડ જ્ઞાનાનંદસ્વરૂપ નિર્વિકલ્પ વસ્તુ છે તેની અંદરમાં રુચિ થવી તે નિશ્ચય સમકિત છે. તેની સાથેનો વ્યવહાર અહીં કહ્યો નથી પણ ૯૪મી ગાથામાં કહેશે. અનંતગુણનો પિંડ ચૈતન્યમૂર્તિ આત્મા જેવો છે તેવી તેની નિર્વિકલ્પ અનુભૂતિ થઈને જે પ્રતીતિ થાય તેને નિશ્ચય સમ્યફ દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર અથવા આરોપિત અર્થાત્ જે નિશ્ચય સાથેનું બહિરંગ નિમિત્તકારણ હોય તેને વ્યવહાર કહેવાય છે. શુદ્ધ ચૈતન્ય આત્માની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, એ જ સર્વથા ઉપાદેયરૂપ છે. પ્રતીતિ એ આત્મા છે અને સાથે જે વિકલ્પ, રાગાદિ હોય છે તે આત્મા નથી, અનાત્મા છે. વ્યવહારને નિશ્ચયનું સાધન અથવા હેતુ શબ્દથી સમજાવશે પણ મૂળ તો નિશ્ચયની સાથે તેને અનુરૂપ વ્યવહાર હોય છે એ બતાવવું છે. આત્માની શોભા પોતાના અતીન્દ્રિય આનંદની પ્રગટ દશાથી છે. આત્મામાં પ્રતપન એ જ તપ છે. તપથી આત્મા શોભે છે. હવે જ્ઞાન કોને કહે છે? કે વીતરાગ સ્વસંવેદનજ્ઞાનના અનુભવથી આત્મા જ જ્ઞાન છે. રાગ રહિત પ્રત્યક્ષ નિર્દોષ આત્માનું સંવેદન તે જ્ઞાન છે. રાગરહિત કહેતાં દ્વેષથી પણ રહિત એટલે કે આત્મા કષાયથી રહિત છે એ બધું એમાં આવી જાય છે. એવા નિર્દોષ આત્માનું પ્રત્યક્ષ વેદન થવું તે “જ્ઞાન” છે. શાસ્ત્રનું જ્ઞાન તે આત્મા નથી. આત્મા પોતે અંતરની સ્વસંવેદન પર્યાયપણે થાય તે આત્મા જ જ્ઞાન છે. જીવની પર્યાયને જ અહીં જીવ કહ્યો છે. શાસ્ત્રનું ભણતર કે નવ તત્ત્વાદિના વિકલ્પ ઊઠે છે તે આત્મા નથી પણ તે Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૨ ) ( ૪૦૧ બહિરંગ નિમિત્ત છે. તેથી તેને સાધક પણ કહેવાય છે અને નિશ્ચયનું સહકારી કારણ પણ કહેવાય છે. હવે મોક્ષમાર્ગ શું છે તે કહે છે–મિથ્યાત્વ રાગાદિ સમસ્ત વિકલ્પજાળને છોડીને પરમાત્મતત્ત્વમાં પરમસમરસીભાવના પરિણમનથી આત્મા જ મોક્ષમાર્ગ છે. આ બે ગાથામાં બધી જ સ્પષ્ટતા છે. નિશ્ચયની સાથેના વિકલ્પને અને શાસ્ત્રજ્ઞાનાદિના વ્યવહારને “સાધક' કહ્યો છે, તેને જ બહિરંગકારણ કહ્યાં છે, તેને જ પરંપરા મોક્ષના કારણ કહ્યાં છે અને તેને જ હવેની ગાથામાં હેતુ” કહેશે. આત્મા જ “મોક્ષમાર્ગ છે એમ કહીને એ કહેવું છે કે વચ્ચે જે વ્યવહારરત્નત્રયના વિકલ્પ આવે છે તે આત્મા નથી. અંતરંગમાં શુદ્ધાત્મા ચૈતન્ય ભગવાન આત્માનો અનુભવ તે જ્ઞાન છે. તે જ્ઞાનપૂર્વક ભાવસંયમ, ભાવતપ અને ભાવશીલના પરિણમનથી જે ઉપાદેયસુખ—અતીન્દ્રિયસુખ પ્રગટ થાય છે તે આત્મા જ છે. આત્માનો સાધક પણ આત્મા જ છે માટે આત્મા જ ઉપાય છે. અતીન્દ્રિય આત્માના સાધકપણે આત્મા જ ઉપાદેય છે. બીજો વિકલ્પ આદિ આવે છે તે જાણવાલાયક છે પણ તે ઉપાદેય નથી. આ ૯૩મી ગાથામાં દર્શન, જ્ઞાન, તપ, સંયમ, શીલ અને મોક્ષમાર્ગ આ છે બોલ થયાં. હવે આગળ ૯૪મી ગાથામાં નિજ શુદ્ધાત્મા સિવાય દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ બીજું કાંઈ નથી એમ કહીને વધારે સ્પષ્ટતા કરે છે. નિજ શુદ્ધાત્માને છોડીને નિશ્ચયનયથી બીજું કોઈ દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી એમ અભિપ્રાય મનમાં રાખીને ગાથા કહી છે. હે જીવ! આત્માને છોડીને બીજું કાંઈ પણ દર્શન નથી. બીજું કાંઈ જ્ઞાન નથી અને બીજું કાંઈ ચારિત્ર નથી એમ તું જાણ અર્થાત્ આત્મા જ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એવું સંદેહરહિત જાણ. ગુરુ શિષ્યને કહે છે કે હે ભવ્ય ! તારા આત્માની પ્રતીતિ તે આત્મા છે, તારા આત્માનું સ્વસંવેદન-અનુભવજ્ઞાન તે આત્મા છે અને શુદ્ધ ચિદાનંદમાં રમણતા તે આત્મા છે. આત્માને છોડીને અન્યમાં તારું દર્શન, જ્ઞાન, ચારિત્ર હોતું નથી. એમ તું નિઃસંદેહ જાણ. ભાવાર્થ –જોકે છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ, નવ પદાર્થનું શ્રદ્ધાન, કાર્ય-કારણભાવથી નિશ્ચયસમ્યકત્વનું કારણ હોવાથી વ્યવહારસમ્યકત્વ કહેવાય છે અર્થાત્ વ્યવહાર સાધક છે અને નિશ્ચય સાધ્ય છે તોપણ નિશ્ચયનયથી એક વીતરાગ પરમાનંદ સ્વભાવવાળો નિજ શુદ્ધાત્મા જ ઉપાદેય છે, એવા રુચિરૂપ પરિણામથી પરિણત થયેલો શુદ્ધાત્મા જ નિશ્ચય સમ્યત્વ છે. જુઓ ! અહીં નિશ્ચય-વ્યવહારને કાર્ય-કારણ કહ્યાં, સાધ્ય-સાધન પણ કહ્યાં, વ્યવહારને નિશ્ચયનું પરંપરાકારણ પણ કહેવાય અને આગળ હેતુ કહેશે. તે દરેકમાં શબ્દો ફેરવીને Page #415 -------------------------------------------------------------------------- ________________ *o / [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કહે છે પણ ભાવ એક જ છે કે છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ, નવપદાર્થ આદિનું શ્રદ્ધાન તે નિમિત્તકારણ છે અને નિશ્ચયસમકિત તે ઉપાદાનકાર્ય છે તેથી તે નિશ્ચયસમકિતનું કારણ હોવાથી તેને વ્યવહારસમકિત કહેવામાં આવે છે. વ્યવહાર આવે છે, વ્યવહાર સાધક છે અને નિશ્ચય સાધ્ય છે. ભગવાન આત્માને પોતાના શુદ્ધ અનુભવમાં જે નિશ્ચયપ્રતીતિ થઈ તે આત્મા છે તેની સાથે વિકલ્પમાં છ દ્રવ્ય, સાત તત્ત્વ, પાંચ અસ્તિકાય આદિની શ્રદ્ધાનો વિકલ્પ છે તેને નિશ્ચયશ્રદ્ધાનું નિમિત્તકારણ અથવા સાધન ગણવામાં આવે છે. વ્યવહારને નિશ્ચયનો હેતુ કહો, સાધન કહો, કારણ કહો કે અનાત્મા એવો વિકલ્પ કહો બધું એક જ છે. વસ્તુ તરીકે–દ્રવ્ય તરીકે તો જેવો સર્વજ્ઞનો આત્મા છે તેવો જ આ આત્મા છે. રાગનું અવલંબન છોડીને સ્વભાવના અવલંબનથી જે નિશ્ચય સમ્યક સ્વાશ્રય થાય તેને આત્માની નિશ્ચય પ્રતીતિ કહેવાય છે. તેની સાથે સાતતત્ત્વની શ્રદ્ધા થાય છે તેને વ્યવહારશ્રદ્ધા કહેવાય છે. તે નિશ્ચયશ્રદ્ધાનું કારણ છે, હેતુ છે, બહિરંગ સાધન છે અથવા પરંપરાકારણ છે અથવા સહકારી કારણ છે એમ પણ કહેવાય છે. આમ વ્યવહારને જુદાં જુદાં શબ્દોથી સમજાવીને સ્પષ્ટ કર્યો છે કે તે મૂળ આત્મા નથી. ગાથામાં તો આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે તે સિવાય બીજું કાંઈ દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી એટલું જ કહ્યું છે પણ ટીકાકારે તેમાંથી વ્યવહાર કાઢીને વધુ સ્પષ્ટ કર્યું છે. કોઈને એવી રીતે સમજાવવાનો વિકલ્પ હોય તો એમ પણ સમજાવે છે. પંચાસ્તિકાયની ૧૭૨ ગાથામાં પણ આચાર્યદેવે એવો વિશેષ અર્થ કાઢ્યો છે. નિશ્ચયે આત્માનું સ્વરૂપ જ પરમાત્મસ્વરૂપ છે. તેની અંતરર્મુખ થઈને આત્માના અમૃતના વેદન સાથે પ્રતીતિ થવી તેને નિશ્ચયસમ્યગ્દર્શન કહે છે. તે આત્મા જ છે. આત્માથી અન્ય બીજું કાંઈ નથી. એ વાત પ્રથમ કહીને પછી વ્યવહારથી વ્યવહાર છે તેની વાત કરી છે કે નિશ્ચય-સમકિતની સાથે તેના કારણરૂપ એવી વ્યવહારશ્રદ્ધા હોય છે તે શું?–કે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ આદિ જેમ છે તેમ શ્રદ્ધામાં લેવાં તે વ્યવહાર-સમકિત છે. આ વ્યવહાર-સમક્તિ તે નિશ્ચય-સમકિતનું સાધન છે, કારણ છે, નિમિત્ત છે અથવા બહિરંગ સહકારી કારણ છે. પણ તેનો અર્થ એવો નથી કે વ્યવહાર પહેલાં હોય અને પછી નિશ્ચય થાય. વ્યવહાર અને નિશ્ચય બંને સાથે જ હોય છે. એમ તેનો અર્થ બરાબર સમજવો જોઈએ. ભાઈ ! તારું સમ્યગ્દર્શન તો તારામાં છે તું જ છો, કાંઈ બીજું નથી. તે તારી વીતરાગી પર્યાય છે માટે તેને અમે આત્મા કહીએ છીએ. તારું સમ્યકત્વ તારામાં જ હોય, બીજે ક્યાંય ન હોય. એમ ગાથામાં કહીને ટીકામાં કહ્યું કે તારી વીતરાગી સમકિત પર્યાયની સાથે જે સાત તત્ત્વની શ્રદ્ધાનો રાગ છે તે વ્યવહાર સમકિત છે. માટે તે નિશ્ચયની સાથે રહેલું બહિરંગકારણ અથવા હેતુ છે. એમ કહીને તે વિકલ્પ છે માટે આત્મા નથી એ ભાવ Page #416 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬ર ) ( ૪૦૩ પણ તેમાંથી નીકળે છે. વ્યવહાર તે નિશ્ચયનું નિમિત્તકારણ છે, ઉપાદાનકારણ નથી એમ કહેવાનો આશય છે. નિશ્ચયસાધ્યની સાથે જ તેનું વ્યવહારસાધન હોય છે એમ સમજવું. વ્યવહાર સાધક છે અને નિશ્ચય સાધ્ય છે તોપણ નિશ્ચયનયથી એક વીતરાગ પરમાનંદસ્વભાવવાળો શુદ્ધાત્મા જ ઉપાદેય છે એવા રુચિરૂપ પરિણામથી પરિણત થયેલો શુદ્ધાત્મા જ નિશ્ચય સમકિત છે. નિશ્ચય સમકિત વિના વ્યવહાર હોતો પણ નથી કેમ કે નિશ્ચય પ્રગટ થયા વિના વ્યવહારનો આરોપ કોના ઉપર થઈ શકે ! પરમાર્થ સ્વભાવના ભાન વગર તો ધર્મની શરૂઆત જ થતી નથી. હવે કહે છે કે જોકે નિશ્ચયસ્વસંવેદન જ્ઞાનનું સાધક હોવાથી શાસ્ત્રનું જ્ઞાન પણ જ્ઞાન જ છે તોપણ નિશ્ચયનયથી વીતરાગસ્વસંવેદનજ્ઞાનરૂપ પરિણત થયેલો શુદ્ધાત્મા જ નિશ્ચયજ્ઞાન છે. જુઓ ! અહીં ધ્યાન રાખજો. વ્યવહારથી શાસ્ત્રનું જ્ઞાન નિશ્ચયજ્ઞાનનું સાધક અથવા હેતુ અથવા બહિરંગકારણ હોવાથી તેને પણ જ્ઞાન જ કહેવાય છે. શાસ્ત્રનું ઉઘાડજ્ઞાન જે વિકલ્પાત્મક છે તેને નિશ્ચયનું બહિરંગ સાધન, હેતુ ગણીને નિમિત્તકારણ તરીકે કહ્યું છે પણ નિશ્ચયથી તો જ્ઞાનસૂર્ય પ્રભુ વીતરાગ સ્વસંવેદનજ્ઞાનપણે પરિણમે તે જ્ઞાનને જ જ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન તે જ આત્મા છે. શાસ્ત્રજ્ઞાન તો અનાત્મા છે. શ્રોતા –સાહેબ ! શાસ્ત્રજ્ઞાનને અનાત્મા કેમ કહ્યું? પૂજ્ય ગુરુદેવશ્રી :–શાસ્ત્રજ્ઞાન અનાત્મા છે કારણ કે આત્માના જ્ઞાનથી તેની જાત વિરુદ્ધ છે. જ્ઞાનથી જ્ઞાનને વેદે, વીતરાગ સ્વસંવેદન પ્રગટ કરે તે આત્મા છે તે જ સાધ્ય છે, તે સાધ્ય પ્રાપ્ત કરવામાં શાસ્ત્રજ્ઞાન નિમિત્ત છે, હેતુ છે, બહિરંગકારણ છે પણ આત્માની જાતનું નહિ હોવાથી તે અનાત્મા છે. મુમુક્ષુ :–દાખલો આપીને સમજાવો તો ખ્યાલ આવે. પૂજ્ય ગુરુદેવશ્રી : આમાં દાખલાની ક્યાં જરૂર છે! છતાં લ્યો દાખલો લઈએ. સોનાનો તોલ થાય છે ત્યારે લાખ તેની સાથે જ હોય છે એટલે લાખનો તોલ પણ સોનાની સાથે આવી જાય છે પણ લાખ છે તે સોનુ નથી. પાણીમાં નાંખીને તોલ કરો તો એકલા સોનાનો સાચો તોલ થાય છે. બાકી બહારમાં તો લાખ સહિત જ સોનાનો તોલ થાય છે તેમ આ ચિદાનંદ ભગવાન આત્માનું નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન તે જ સાચું જ્ઞાન છે તે સોનાના સ્થાને છે. શાસ્ત્રનું જ્ઞાન તો લાખ સમાન છે. છદ્રવ્ય, નવપદાર્થ આદિનો વિકલ્પ ઊઠે છે તે લાખ સમાન છે. તેને પ્રમાણજ્ઞાનમાં નિમિત્તે તરીકે કહ્યું છે પણ નિશ્ચયમાં તે કોઈ વસ્તુ નથી, તે આત્મા નથી માટે તેને અનાત્મા કહ્યું છે. આ તો ધર્મના નામે બહુ ગડબડ ચાલે છે તેથી આટલું સ્પષ્ટીકરણ કરવું પડે છે. નિશ્ચય નામ સત્યદૃષ્ટિથી જોઈએ તો સત્ય ત્રિકાળ જ્ઞાનમૂર્તિ આત્માનું જ્ઞાન થાય Page #417 -------------------------------------------------------------------------- ________________ 808 ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો તેને જ સત્યજ્ઞાન, આત્મજ્ઞાન અર્થાત્ નિશ્ચયજ્ઞાન કહેવાય છે. તેની સાથેના શાસ્ત્રજ્ઞાનને નિમિત્ત ગણીને, હેતુ ગણીને, સાધન ગણીને નિશ્ચયનું સાધક કહેવાય છે પણ તે અનાત્મા છે. વ્યવહાર જેને આત્મા કહે છે તેને નિશ્ચય આત્મા તરીકે સ્વીકારતો નથી. - ૯૩મી ગાથામાં જ્ઞાન-દર્શનમાં વ્યવહાર બતાવ્યો ન હતો તે અહીં ૯૪માં કહી દીધો. બંનેમાં વાત તો એક જ કહેવી છે. નિર્વિકલ્પ નિજાનંદમૂર્તિ તે આત્મા છે. વિકલ્પો ઊઠે છે તે તો આસવતત્ત્વ છે, આત્મતત્ત્વ નથી. વ્યવહાર-સમક્તિ તે રાગ હોવાથી આસવતત્ત્વ છે. ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાનાનંદના તેજથી ભરેલો સૂર્ય છે. આત્મા અરૂપી છે તેથી દેખાતો નથી પણ તે એક વસ્તુ છે. તેમાં અનંત ગુણરૂપી રત્નો રહેલાં છે માટે તે ચૈતન્ય રત્નાકર છે. શરીરને અજ્ઞાની એક વસ્તુ તરીકે માને છે પણ તે તો અનંત પરમાણુદ્રવ્યોનો બનેલો સ્કંધ છે અને આ તો અસંખ્યાતપ્રદેશી ચૈતન્ય એક વસ્તુ છે. આહાહા ! આત્મા અનંત જ્ઞાન, દર્શન આદિ ગુણોથી ભરેલો રત્નાકર છે. આવા આત્માની અંતરમુખ થઈને વીતરાગી શ્રદ્ધાની પરિણતિ થવી તેને નિશ્ચયસમકિત કહેવાય છે. તે આત્મા જ છે અને વ્યવહારશ્રદ્ધાને નિશ્ચયને અનુકૂળ ગણીને સાધક કહી છે પણ તે આત્મા નથી, આસવ છે, પરંતુ નિશ્ચયને અનુકૂળ હોવાથી સાધન કહેવાય છે. ૯૩મી ગાથામાં સંયમ, શીલ અને તપની નિશ્ચય-વ્યવહારથી વ્યાખ્યા હતી પણ દર્શન, જ્ઞાનની વ્યવહારની વ્યાખ્યા ન હતી તે આ ૯૪મી ગાથામાં આવી ગઈ. ૯૩માં કહ્યું કે ભગવાન આત્મા પોતાના શુદ્ધ આનંદના પરિણમનમાં પરિણમ્યો તે નિશ્ચયસંયમ છે–તે આત્મા છે. તેથી સાથે વિકલ્પમાં પાંચ ઈન્દ્રિય અને મનનો સંયમ તથા છકાયની રક્ષાનો ભાવ છે તેને નિશ્ચયસંયમને અનુકૂળ ગણીને–કારણ ગણીને વ્યવહારસંયમ કહ્યો છે. તેને સહકારી કારણ ગણ્યું છે પણ તે અનાત્મા છે. એ રીતે, અકષાયભાવે આત્માનું પરિણમવું તે નિશ્ચયશીલ છે તે આત્મા છે અને સાથે જે ક્રોધ, માન, માયા, લોભાદિના ત્યાગનો વિકલ્પ છે તે વ્યવહારશીલ છે તે આત્મા નથી પણ આસ્રવ છે. જો વ્યવહાર અને નિશ્ચય બંને એક જાત હોય તો બે નામ કેમ પડે! બંને જુદી જુદી જાતના ભાવ છે માટે તેના નામ જુદા પડ્યા છે. જેમ સોનુ મેરૂથી શોભે છે તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદના પ્રતપનથી શોભે છે તેને નિશ્ચયતા કહેવાય છે અને બાર પ્રકારના તપને નિશ્ચયને અનુકૂળ ગણીને સાધન કહેવું તેનું નામ વ્યવહાર કહેવામાં આવે છે. અત્યારે સમાજમાં ઘણી ગડબડ ચાલે છે. નિશ્ચય વગરના એકલા વ્યવહારને ચોથું, પાંચમુ ગુણસ્થાન માનવા લાગ્યા છે. પણ નિશ્ચય વગરનો વ્યવહાર તે વ્યવહાર પણ નથી. વ્યવહાર તે આત્મા નથી. શાસ્ત્રજ્ઞાનમાં અગિયાર અંગ ને નવ પૂર્વનો ઉઘાડ થાય તે પણ આત્મા નથી. પરાવલંબી જ્ઞાનને ધર્મી મોક્ષમાર્ગ કહેતા જ નથી. તેને પરમાર્થ જ્ઞાન કહેવાતું Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૨ ] | ૪૦૫ નથી, તે મોક્ષમાર્ગ નથી. નિશ્ચયની સાથે હોય તે વ્યવહારને બહિરંગ સાધન કહ્યું છે પણ તે આત્મા નથી, અનાત્મા છે. જો તે પણ આત્મા હોય તો તો નિશ્ચયમાં જ ભળી જાય પણ તે આત્મા નથી માટે જુદો કહેવાય છે. નિશ્ચય અને વ્યવહાર બંને નય વિરુદ્ધ નય છે. નિશ્ચયથી વિરુદ્ધ વ્યવહાર છે અને વ્યવહારથી વિરુદ્ધ નિશ્ચય છે. વ્યવહારને નિશ્ચયનો સાધક, નિમિત્ત, બહિરંગહેતુ, કારણ આદિ કહ્યું છે. વસ્તુ તો જેમ છે તેમ છે. ઉપાદાનકારણના કાળે નિમિત્ત છે ખરું પણ તે આત્માનો ભાવ નથી. જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિકલ્પ હોય જ છે પણ તે આત્માની ચીજ નથી. વ્યવહાર પણ ભગવાને કહ્યો છે તે પ્રમાણે હોય છે. આત્માના જ્ઞાનની સાથે વિકલ્પમાં છ દ્રવ્ય અને સાત તત્ત્વનું જ જ્ઞાન હોય. જગતમાં એક જ દ્રવ્ય છે એવું જૂદું જ્ઞાન ન હોય. માટે બીજાં વિકલ્પોથી જુદો પડીને તે જ વિકલ્પ નિમિત્ત થવા યોગ્ય હોવાથી તેને નિશ્ચયનો સાધક કહેવામાં આવ્યો છે. જીવની શુદ્ધતા તો મહાન છે પણ અશુદ્ધતાની પણ બલિહારી છે. ઊંધો પડે તે પણ છે તો પરમાત્મા ને ! એટલે ઊંધુ જોર પણ એટલું જોરદાર કરે છે. અરે ! વસ્તુના સ્વરૂપની મહિમાની ખબર નથી તેને અનુભવ તો દૂર રહ્યો પણ બધાંથી જુદા આત્માને તે લક્ષમાં પણ લઈ શકતો નથી. આત્મા દેહ, મન, વાણીથી જુદી કોઈ વસ્તુ છે એમ ખ્યાલમાં આવે તો જુદો પડવાનો પ્રયત્ન કરે. ભગવાન આત્મા દેહ, મન, વાણીથી પણ ભિન્ન જ્ઞાનદર્શનમય કોઈ મહાન વસ્તુ છે એમ ખ્યાલમાં આવે તો, દેહ, મન, વાણીથી જુદો પડી, વસ્તુને લક્ષમાં લઈ અનુભવ કરી શકે. આઠ આઠ વર્ષના કુમારને સમકિત થાય ત્યારે આ પ્રમાણે થાય છે. આત્મા ક્યાં બાળક છે ! આત્માના અનુભવની વિધિ તો દરેક જીવ માટે એક જ છે. ભારે આ પરમાત્મપ્રકાશ ! એના રૂપે બરાબર પ્રકાશ્યો છે ! નિશ્ચયથી એટલે સત્યસ્વરૂપ વસ્તુને સત્યરૂપે સમ્યપણે પરિણમાવી વીતરાગ સ્વસંવેદન કરવું તે આત્માનું નિશ્ચયજ્ઞાન છે. વીતરાગ સ્વસંવેદન પરિણામે પરિણમેલો આત્મા જ જ્ઞાન છે. એમ કહીને અહીં પર્યાયને જ આત્મા કહી દીધો છે. ત્રિકાળ અખંડાનંદ પ્રભુ આત્મા તો ત્રિકાળ છે તેની વાત જુદી છે. અહીં તો તેના સમ્યક્ જ્ઞાનના પરિણમનને જ સત્ય, નિશ્ચય, પરમાર્થ જ્ઞાન કહ્યું છે તે જ આત્મા છે. સાથે રહેલું ‘શાસ્ત્રજ્ઞાન' સત્યની અપેક્ષાએ અસત્ય છે, વીતરાગની અપેક્ષાએ વિકલ્પ છે, સ્વાશ્રયની અપેક્ષાએ પરાશ્રય છે અને પરમાર્થની અપેક્ષાએ અપરમાર્થ છે. પણ તેને નિશ્ચયનું નિમિત્ત ગણીને સાધન....તુ... બહિરંગકારણ કહ્યું છે સમજાણું કાંઈ! દર્શન-શાનની વાત થઈ, હવે ચારિત્રની વાત કરે છે. આ મુદ્દાની ૨કમની વાત છે કેમકે સમ્યવર્ણનજ્ઞાનવારિત્રાળિમોક્ષમાર્ન:। નિશ્ચય ચારિત્રના સાધક હોવાથી અઠ્યાવીશ મૂળગુણ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અને ઉત્તરગુણને વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવે છે તો પણ શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગચારિત્ર પરિણતિએ પરિણત થયેલો શુદ્ધાત્મા જ નિશ્ચયનયથી ચારિત્ર છે. જુઓ ! અઠ્યાવીશ મૂળગુણ અને ઉત્તરગુણને નિશ્ચયચારિત્રના સાધક કેમ કહ્યાં?–કે નિશ્ચય ચારિત્રની સાથે જ આવો વ્યવહાર હોય છે. અજ્ઞાની–મિથ્યાષ્ટિને અઠ્યાવીશ મૂળગુણ અને છકાયની દયા આદિનો યથાર્થ વ્યવહાર હોતો જ નથી. સર્વજ્ઞના કહ્યાં અનુસાર જેને છ દ્રવ્ય તેની સંખ્યા, તેનું ક્ષેત્ર, સાત તત્ત્વ, આત્માના અનંતગુણોની પૂર્ણતા આદિનો વિકલ્પમાં યથાર્થ સ્વીકાર આવ્યો છે તેને જ અંદરમાં નિર્વિકલ્પ પ્રતીતપૂર્વક આ શ્રદ્ધાને વ્યવહાર કહેવાય છે. આવી નિશ્ચયવ્યવહાર શ્રદ્ધાવંતને જ જ્યારે અંદરમાં ચારિત્રદશા આવે છે ત્યારે વિકલ્પમાં અરિહંત દેવને વંદન, સાચા ગુરુને વંદન આદિ છ આવશ્યક અને અઠ્યાવીશ મૂળગુણોનો વિકલ્પ વગેરે અનેક પ્રકારના મુનિની ભૂમિકાને યોગ્ય વિકલ્પ કોને આવે કે જેને અંદરમાં નિશ્ચય ચારિત્રનું પરિણમન થયું છે તેને આવો વ્યવહારનો વિકલ્પ હોય છે. શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગ ચારિત્રની સાથે હોવાથી તે વિકલ્પ અનાત્મા હોવા છતાં, ચારિત્રનું બહિરંગ સાધન તેને કહેવાય છે. પોતાના પૂર્ણાનંદ સ્વભાવમાં દૃષ્ટિની થાપ મારીને તેમાં એકાકાર થઈ ગયો છે એવા પરિણમનવાળા મુનિને નિશ્ચયચારિત્ર કહ્યું છે. અનુભૂતિની સ્થિરતાનું ચારિત્ર જેને પ્રગટ્યું છે તેને જ ચારિત્ર કહ્યું છે તે સિવાય કોઈને ચારિત્ર કહેવાતું નથી. એ જ રીતે આત્માનું જ્ઞાન તે જ જ્ઞાન છે બાકી કોઈ જ્ઞાન નથી. આત્માની શ્રદ્ધા તે જ દર્શન છે બાકી કોઈ દર્શન નથી. મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પણ આ વાત નવમા અધિકારમાં લીધી છે કે એક આત્માની શ્રદ્ધા તે જ શ્રદ્ધા (દર્શન) છે બાકી સાત તત્ત્વની શ્રદ્ધા, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા, સ્વ-પરની શ્રદ્ધા એ બધો વ્યવહાર છે. પૂર્ણાનંદના નાથની અંતરમાં શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે જ સાચા દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે તે જ નિશ્ચય છે બાકી બધો વ્યવહાર છે. નિશ્ચય તે જ સાધ્ય છે, તે જ આત્મા છે. તે જ અંતરંગ સાધક છે માટે તે જ ઉપાદેય છે. પરમાત્મતત્ત્વની દશા તો એ તત્ત્વમાં જ હોય, દેહમાં કે નિમિત્તમાં કે રાગમાં તેની દશા ન હોય. રાગાદિ વિકલ્પદશા એ તો આસવતત્ત્વ છે અને શરીર તો જડની પર્યાય છે તેમાંથી આત્માની પર્યાય ક્યાંથી થાય ! નિશ્ચયનો સહચર હોવાથી વ્યવહારને નિશ્ચયનો સાધક કહ્યો છે પણ નિશ્ચયસાધક તો અનંત જ્ઞાનાદિ ગુણોનો નાથ પોતે જ પરિણમતો પોતાનો સાધક થાય છે. કારણ કે સાધક નામનો ગુણ તેના પોતામાં જ પડ્યો છે. અંતરમાં પડેલો સાધકગુણ જ સાધન થઈને પરિણમે છે ત્યારે સાથે વિકલ્પમાં શું હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર સાધન કહેવામાં આવ્યું છે. ત્રણ કષાયનો અભાવ થયો છે અને વીતરાગ પરિણતિએ પરિણમ્યા છે એવા ચારિત્રવત મુનિને અઠ્યાવીશ મૂળગુણ પાળવાનો જ વિકલ્પ હોય, નગ્ન રહેવાનો Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૨ ) 1 800 જ વિકલ્પ હોય બીજો વિકલ્પ ન હોય. વસ્ત્ર, પાત્ર લેવાનો વિકલ્પ ન હોય એવી વિકલ્પની મર્યાદા હોય તે બતાવીને તેને બહિરંગ સાધક કહ્યું છે. છકાયની દયા પાળવાનો વિકલ્પ પણ દિગંબરલિંગ સિવાય અન્યમતમાં ક્યાંય હોતો નથી કેમ કે તે તો છકાયના જીવો જાણતાં પણ નથી. આમ, છકાય જીવની રક્ષા આદિ બધાં વિકલ્પોને ભૂમિકાને યોગ્ય ગણીને તેને વ્યવહારે સાધન કહ્યું છે, બહિરંગકારણ કહ્યું છે. તાત્પર્ય એ છે કે અભેદરૂપે પરિણમેલો પરમાત્મા જ ધ્યાન કરવાયોગ્ય છે. આ સરવાળો છે. ભેદોનું જ્ઞાન કરાવ્યું પણ કોઈ ભેદ ઉપાદેય નથી. અંતરમાં દૃષ્ટિ જ્ઞાન અને રમણતામાં એકાકાર થઈને ધ્યાનરૂપે પરિણમે છે તે આત્મા જ ઉપાદેય છે, બાકી વ્યવહારાદિ વિકલ્પનું ધ્યાન કરવા લાયક નથી. માત્ર વચ્ચે આવે છે તે વિકલ્પ જાણવાલાયક છે. સાધ્ય-સાધકભાવરૂપ નિશ્ચય-વ્યવહારના પરમસંધિકાર શ્રી સદ્ગુરુદેવનો જય હો. સિદ્ધાંત તો એમ કહે છે કે છએ દ્રવ્યની પર્યાયનો જન્મક્ષણ હોય છે, જે સમયે પર્યાય થવાનો કાળ છે તે જ સમયે પર્યાય થાય છે. એ પર્યાય પરદ્રવ્યથી ન થાય, નિમિત્તથી ન થાય, પોતાના દ્રવ્યથી પણ ન થાય, પણ પર્યાયની યોગ્યતારૂપ જન્મક્ષણે સ્વકાળથી પર્યાય થાય છે એમ ભગવાનનો પોકાર છે ને અનંત દ્રવ્યોનો આવો જ સ્વભાવ છે. -પૂજ્ય ગુચ્છેવશ્રી Page #421 -------------------------------------------------------------------------- ________________ પોતાનો આત્મા જ તીર્થ છે, તેમાં રમણ કર ! :: 388888/WEES: %B8wાક કારણ (સળંગ પ્રવચન નં. ૬૩) अन्यद् एव तीर्थं मा याहि जीव अन्यद् एव गुरुं मा सेवस्व । अन्यद् एव देवं मा चिन्तय त्वं आत्मानं विमलं मुक्त्वा ।।६५॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે, તેના પ્રથમ અધિકારની આ ૯૫મી ગાથા છે. શ્રી યોગીન્દ્રદેવ કહે છે કે નિશ્ચયનયથી વીતરાગભાવરૂપ પરિણત થયેલો શુદ્ધાત્મા જ નિશ્ચયતીર્થ, નિશ્ચયદેવ અને નિશ્ચયગુરુ છે. જુઓ ! અહીં અસ્તિ-નાસ્તિથી કથન છે. હે જીવ! તું બીજા તીર્થોમાં ન જા. બીજા એટલે વ્યવહાર તીર્થોમાં ન જા, વ્યવહાર ગુરુની સેવન ન કર અને વ્યવહાર દેવનું ધ્યાન ન કર. રાગાદિ મળ રહિત આત્મા સિવાય બીજું કોઈ તીર્થ નથી, કોઈ દેવ નથી અને કોઈ ગુરુ નથી. પોતાનો શુદ્ધાત્મા જ તીર્થ છે તેમાં રમણ કર, આત્મા જ ગુરુ છે તેની સેવા કર અને આત્મા જ દેવ છે તેનું આરાધન કર. નિર્વિકલ્પ શાંતિ અને સમાધિભાવે પરિણમેલો નિજશુદ્ધાત્મા જ તીર્થ છે, દેવ છે અને ગુરુ છે–એવા જીવને વ્યવહારે દેવ, ગુરુ અને તીર્થનું સેવન હોય છે પણ નિશ્ચયથી તેનો નિષેધ છે એમ કહેવું છે. | સર્વજ્ઞદેવ કહે છે કે તું મને ન ધ્યાવ! સર્વજ્ઞ વીતરાગ દેવાધિદેવ કહે છે કે તે જીવ ! તું મને ન સેવ. કારણ કે તારા પરમાત્મસ્વભાવની સેવનામાં જ બધું રહેલું છે. સાચા દેવ, ગુરુની સેવાનો રાગ હોય છે પણ તેમાં વિકલ્પ ઊઠે છે માટે નિશ્ચયથી તે સેવવાલાયક નથી–એમ મૂળ વાતને સિદ્ધ કરીને પછી વ્યવહાર સિદ્ધ કરશે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે તેથી સર્વજ્ઞની વાણીમાં પણ એમ આવે છે કે મારી સામે જોવાથી તારી સેવા નહિ થાય. તારો આત્મા જ નિશ્ચયતીર્થ છે તેમાં રમણ કર ! આત્મા સિવાય બહારમાં કોઈ તીર્થ નથી, કોઈ દેવ નથી કે કોઈ ગુરુ નથી. વીતરાગભાવે પરિણમેલો તારો આત્મા જ તીર્થ છે, ગુરુ છે અને દેવ છે. પહેલાં પરમાર્થ નક્કી કરીને પછી વ્યવહાર કહેશે. - વિજ્ઞાનઘન સ્વભાવે પરિણમેલો તારો શુદ્ધાત્મા જ ખરેખર તીર્થ છે, શુદ્ધાત્મા જ દેવ છે અને શુદ્ધાત્મા જ ગુરુ છે તેનું સેવન કર. સ્વાશ્રયમાં જ તીર્થપણું, દેવપણું અને ગુરુપણું છે. પરાશ્રયમાં તો વિકલ્પ છે તે માત્ર વ્યવહાર છે ખરો પણ તે સેવવા યોગ્ય નથી. બીજી રીતે વ્યવહારને સાધક કહેશે પણ એ બંધનું કારણ છે. સાધ્ય તો એક શુદ્ધાત્મા છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૩ ) [ 8oC પૂર્ણ અતીન્દ્રિય આનંદનું પરિણમન તે સાધ્ય છે, તેનો સાધક કોણ છે?—કે વીતરાગ પરિણતિએ પરિણમેલો આત્મા તે સાધક છે, શુભ વિકલ્પ છે તે વ્યવહાર-સાધક છે, તેનું જ્ઞાન કરાવ્યું છે પણ તે ઉપાદેય નથી. નિશ્ચયથી તેની સેવાનો નિષેધ કર્યો છે. અતીન્દ્રિય આનંદમય શુદ્ધાત્માને સાધતાં સ્વ-પરનું જ્ઞાન થાય છે તેમાં વ્યવહારનું જ્ઞાન આવી જાય છે પણ નિશ્ચયથી તે સેવવાં લાયક નથી, માત્ર જાણવાલાયક છે. સ્વરૂપનું શુદ્ધ પરિણમન તે જ નિશ્ચય આવશ્યક છે. દેવપૂજા, ગુરુ-ઉપાસના આદિ ષકર્મ કહ્યાં છે તે વ્યવહારથી કહ્યાં છે, ઉપચારથી તેને વ્યવહારે આવશ્યક કહેવાય છે. નિશ્ચયની સાથે આ પ્રકારના વિકલ્પો જરૂર આવે જ છે એ અપેક્ષાએ તેને છ આવશ્યક કહ્યાં છે. પણ તેનો અર્થ એ નથી કે તેનાથી જ આત્માના સાધ્યની સિદ્ધિ થઈ જશે. ભાઈ ! આ તો પરમાત્મસ્વભાવના અંદરના ખેલ છે, તે પરના અવલંબનથી પૂરા થાય તેવા નથી. પોતાનું જ નિર્વિકલ્પ શાંતિ અને સમાધિનું પરિણમન થાય તે નિશ્ચય દેવ અને ગુરુ છે. જુઓ ! કહે છે કે પોતાનો આત્મા જ તીર્થ છે તેમાં રમણ કર ! મહાન અતીન્દ્રિય આનંદનું ધામ વર્તમાનમાં જ છે તેનો પ્રગટ અતીન્દ્રિય આનંદ લેવા માટે તેનું આરાધન કર ! તેમાં રમણ કર ! આત્મા જ ગુરુ છે તેની સેવા કર અને આત્મા જ દેવ છે તેનું આરાધન કર ! ત્રણેયમાં જુદાં જુદાં શબ્દ વાપર્યા છે. રમણ કર, સેવા કર અને આરાધન કર. જુદી જુદી અપેક્ષાથી એમ કથન કર્યું છે. મૂળ પાઠમાં જ... પચ્છ....મા. સેવ....ના વિજોય...એવા ત્રણ શબ્દ વાપર્યા છે કે અન્ય તીર્થમાં ન જા, અન્ય ગુરુને ન સેવ અને અન્ય દેવની આરાધના ન કર. તેમાંથી અર્થ કાઢીને એક નિજાત્માને જ સેવ, તેમાં જ રમણ કરે અને તેનું આરાધન કર એમ ઉપદેશ્ય છે. ભાવાર્થ :–જો કે વ્યવહારથી મોક્ષના સ્થાનક સમેદશિખર આદિ તીર્થસ્થાનો અને જિનમંદિર, જિનપ્રતિમા આદિ તીર્થ છે કારણ કે ત્યાંથી ગયેલા મહાપુરુષોના ગુણોની યાદ આવે છે તોપણ સંસારથી તારવામાં સમર્થ જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નિજ આત્મતત્ત્વ છે તે નિશ્ચયથી તીર્થ છે. અહીં વ્યવહારનયથી જેને સાધન કહ્યું છે તે નિશ્ચયની સાથેના વ્યવહારથી સાધન કહ્યું છે. તે બહિરંગ સહકારી કારણ છે, નિમિત્ત તરીકે તેને સાધક કહ્યું છે પણ તે બાધક છે, મોક્ષનો માર્ગ નથી. આત્માના ભાવ વિનાનો વ્યવહાર યથાર્થ નથી. આત્માના ભાનપૂર્વક જે વિકલ્પ આવે તેમાં જ સાચો વિનય, મહિમા, ભક્તિ આદિનો ભાવ હોય છે. જિનબિંબના દર્શનથી નિદ્ધત્ત અને નિકાચિત્ત કર્મોનો ભૂક્કો થઈ જાય છે એ કથન પણ વ્યવહારનું છે. નિશ્ચયથી તો પોતાના જિનબિંબના દર્શનથી કર્મોનો ભૂક્કો થાય છે. સમેદશિખર, ગિરનાર, પાવાપુરી આદિ તીર્થોમાં દર્શન કરવા જતાં ત્યાં થઈ ગયેલાં Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦) તીર્થકરો, મુનિવરો આદિ મહાપુરુષોનું સ્મરણ થાય છે એ હેતુથી તેવા સ્થાનોને વ્યવહારથી તીર્થ કહેવાય છે. જુઓ ! આમાં સિદ્ધાંત પણ મૂક્યો કે વ્યવહારે પણ તીર્થ કોને કહેવાય કે જે મહાપુરુષોના ગુણોનું સ્મરણ થવામાં નિમિત્ત થાય છે તેને તીર્થ કહેવાય છે. સ્મરણ એ વિકલ્પાત્મક ભાવ છે. ગુણસ્મરણ એ વીતરાગભાવ નથી પણ વિકલ્પ છે. સ્વદ્રવ્યનાં આશ્રયમાં એકાગ્રતા થાય તે વીતરાગભાવ છે એ નિશ્ચયતીર્થ છે. જીવ એવો પાંગળો થઈ ગયો છે કે બહારમાં કોઈક આધાર દેખાય ત્યાં ચોંટી જ પડે છે. વ્યવહારનયથી જિનમંદિર, જિનપ્રતિમા, તીર્થસ્થાન આદિ ભગવાનના ગુણોનું સ્મરણ થવામાં નિમિત્ત હોવાથી તીર્થ કહેવાય છે પણ તે વ્યવહાર સાધન છે, ગુણસ્મરણ એ વિકલ્પાત્મક ભાવ હોવાથી બહિરંગ સાધન છે, બંધનું કારણ છે, અનાત્મકભાવ છે, વ્યવહાર સાધન છે. તીર્થોને ગુણસ્મરણના કારણ કહીને વ્યવહાર સિદ્ધ કર્યો છે, વીતરાગતા સિદ્ધ કરી નથી. ભગવાનના ગુણોનું સ્મરણ થવામાં તીર્થો નિમિત્ત છે એમ કહ્યું છે પણ વીતરાગભાવરૂપ નિર્વિકલ્પ સમાધિમાં તેને નિમિત્ત નથી કહ્યું માટે ગુણસ્મરણ તે વ્યવહાર સાધન છે અને તીર્થો ગુણસ્મરણમાં વ્યવહાર નિમિત્ત છે. તો નિશ્ચય તીર્થ શું છે?—કે વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ પુણ્ય-પાપના છેદરહિત જહાજ છે તે જીવને સંસારથી પાર થવા માટેનું નિશ્ચયતીર્થ છે. ચોથા ગુણસ્થાનથી જ એ જહાજમાં બેસીને મુક્તિને કિનારે પહોંચાય છે. આ, એકલા દ્રવ્યરૂપ શુદ્ધાત્માની વાત નથી, નિર્વિકલ્પ પરિણતિએ પરિણત જીવની વાત છે. નિર્વિકલ્પ સમાધિના જહાજમાં જે બેસી ગયો છે તેને ભગવાનના ગુણોનું સ્મરણ વ્યવહારે તીર્થરૂપ સાધન બને છે. તેમાં સમેદશિખર આદિ તીર્થસ્થાનો નિમિત્ત છે માટે તેને વ્યવહાર તીર્થ કહેવાય છે. આ, નિશ્ચય-વ્યવહાર તીર્થની વ્યાખ્યા થઈ. હવે ગુરુની વ્યાખ્યા કહે છે. જેની ઉપદેશ-પરંપરાથી જીવને પરમાત્મતત્ત્વનો લાભ થાય છે તેને ગુરુ કહેવાય છે. ગુરુ પરમાત્મતત્વનો ઉપદેશ આપે છે કે તું પરમાત્મા છો, તું તારું સેવન કર ! તું પોતે જ પરમ આનંદમય તત્ત્વ છો...એવો ગુરુનો ઉપદેશ જીવને પોતાના સ્વરૂપનો વિચાર કરવામાં નિમિત્ત થાય છે માટે એવા ઉપદેશદાતાને વ્યવહારે ગુરુ કહેવાય છે. ઉપદેશ ઉપરાંત દીક્ષા અને શિક્ષા પણ આપે છે. એવા દિગંબર મુનિને જ ગુરુ કહેવાય છે. ગુરુનો ઉપદેશ એવો છે કે તે સાંભળીને જીવ પોતાના પરમાત્મતત્ત્વનો વિકલ્પાત્મક નિર્ણય કરે છે અને એ નિર્ણય કર્યા પછી શિષ્ય પોતે પોતાના પરમાત્મતત્ત્વનો અનુભવ કરે છે ત્યારે તે ગુરુને પરમાત્મતત્ત્વના લાભમાં નિમિત્ત કહેવાય છે તોપણ, નિશ્ચયનયથી Page #424 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૩ ] | ૪૧૧ એટલે યથાર્થ દૃષ્ટિથી જોઈએ તો વિષય-કષાય આદિ સમસ્ત વિભાવ પરિણામોના ત્યાગવાના કાળે નિજશુદ્ધાત્મા જ ગુરુ છે. વિષય કહેતાં પાંચ ઇન્દ્રિયના વિષયો તરફનું લક્ષ અને કષાય એટલે પુણ્ય-પાપ ભાવ તે બધા પરિણામોનો ત્યાગ કરવાના કાળે પોતાનો આત્મા જ ગુરુ છે. પરમાત્મપ્રકાશમાં યોગીન્દ્રદેવે પરમાત્મતત્ત્વ જ ખડું કરી દીધું છે. નિશ્ચયનયથી એટલે સાચા જ્ઞાનથી સત્ને જોઈએ તો આત્મા પોતે જ પરદ્રવ્યાનું લક્ષ છોડી શુભાશુભ સર્વ વિભાવોનો ત્યાગ કરે છે. નિજ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એવું જે પરિણમન થયું તે જ નિશ્ચયગુરુ છે. એ નિર્મળ પરિણતિએ જ આત્માને સમજાવ્યો છે માટે એ શુદ્ધ પરિણતિ જ ખરેખર ગુરુ છે અને પોતે સમજે છે માટે પોતે શિષ્ય છે. ગુરુ-શિષ્ય અંતરમાં જ છે. નિશ્ચયમાં ગુરુ અને શિષ્ય એવો ભેદ જ નથી. પોતે જ ગુરુ છે અને પોતે જ શિષ્ય છે. વસ્તુનું સ્વરૂપ જ આમ છે માટે વસ્તુને વસ્તુપણે રાખો, ફેરવો નહિ. વસ્તુસ્થિતિના કાયદા જેમ છે તેમ રાખો. યોગસારમાં પણ કહ્યું ને ! તીર્થમંદિરમાં દેવ નથી, ત્યાં તો મૂર્તિ કે ચિત્ર છે. નિશ્ચયદેવ તો તનમંદિરમાં બિરાજે છે. તેમાંથી જ બધું મળે તેમ છે. વીતરાગ પરિણતિએ પરિણમતો આત્મા જ સંસારનિવૃત્તિનું કારણ છે. માટે કહ્યું કે વિષય-કષાયાદિ સમસ્ત વિભાવનો નાશ કરવાના કાળે આત્મા જ ગુરુનું કામ કરે છે. ઉદયભાવ તે સંસાર છે અને ઉદયભાવથી નિવૃત્તિ પામવાનું કારણ વીતરાગ પરિણતિની નિર્વિકલ્પ સ્થિરતા તે સંસારથી તરવાનું કારણ છે. અહા ! સાધક હોવા છતાં તેને પણ બંધ છે, ઉદય છે, સંસાર છે અને સંસાર-નિવૃત્તિનો ઉપાય પણ છે. આહાહા....! વીતરાગ પરમાત્માએ કહેલા માર્ગ જેવો કોઈ માર્ગ નથી અને આત્મા જેવો કોઈ પદાર્થ નથી, વીતરાગ જેવો કોઈ દેવ નથી. ત્રણકાળ ત્રણલોકમાં ઉપર તરતો સારભૂત પદાર્થ એક નિજ આત્મા છે અને તેને કહેનારા વીતરાગી ભગવાન છે. બીજા કોઈ આ વાત કહીં શકે તેમ નથી. એક બાજુ ઉપદેશ કરે અને કહે એમ કે અમારી સામે જોઈશ નહિ, અમારી સેવા કરીશ નહિ. વીતરાગની ધ્વનિ કોઈ ગજબ છે. પ્રભુ ! તમે મને સાંભળ ! એમ કહો છો અને સામું જોવાની ના કહો છો તો પ્રભુ! આપનું લક્ષ કર્યા વિના મારે સાંભળવું શી રીતે ! કે....સાંભળીને એમ સમજ કે તારે તારા અંતરમાં જવાનું છે. અમારી તરફ લક્ષ રાખીને ઊભું રહેવાનું નથી. એમ તો તને વસ્તુની સ્થિતિ જેમ છે તેમ બતાવીએ છીએ. સમજણ તો તારે પોતાને કરવાની છે, એ વગર દિવ્યધ્વનિ સાંભળવામાત્રથી લાભ થવાનો નથી. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો દિવ્યધ્વનિ એમ કહે છે કે અમારી સામે જોવાથી તેને લાભ નહિ થાય, અમને સાંભળવાના લક્ષે તને લાભ નહિ થાય. જય ધવલમાં બે ગાથા ખાસ મૂકી છે કે આ સાંભળ! સૂણ!..જે એમ સંભળાવે છે કે તું આત્મામાં જા એવી વાત તું સાંભળ, જે તારે કરવાનું છે તે અમારે કહેવાનું છે. તીર્થ અને ગુરુની વ્યાખ્યા આવી ગઈ હવે દેવની વ્યાખ્યા–પ્રથમ અવસ્થામાં ચિત્તની સ્થિરતા માટે વ્યવહારનયથી જિનપ્રતિમા આદિને દેવ કહેવાય છે. તીર્થરપુખ્ય હેતુમૂર્ત...એ શબ્દોનો અર્થ અનુવાદમાં રહી ગયો છે તે લઈ લેવો કે તીર્થંકરપ્રકૃતિને યોગ્ય પુણ્ય-પરિણામ તે પરંપરા સાધક છે. તીર્થક પ્રકૃતિને સાધક કહી નથી પણ તેને યોગ્ય શુભભાવને વ્યવહારથી નિર્વાણનું કારણ કહ્યું છે પણ પુણ્યપ્રકૃતિને પણ પરંપરા કારણ કહી શકાય. આમ જિનપ્રતિમા, તીર્થંકપ્રકૃતિના હેતુભૂત પરિણામ અને તીર્થકપ્રકૃતિ એ બધાં પરંપરા નિર્વાણનું કારણ કહેવાય છે. નિશ્ચય-વ્યવહારની સંધિ અલૌકિક છે. આ વાત અલૌકિક છે બાપુ! દેવના અર્થમાં બહુ ખૂબીથી વાત આપેલી છે. તીર્થકરગોત્રને યોગ્ય શુભપરિણામ અને તીર્થકપ્રકૃતિને તથા જિનપ્રતિમાને વ્યવહારથી નિર્વાણનું કારણ ગણીને “દેવ' કહી દીધાં છે. જિનપ્રતિમાને તો નવદેવમાં પણ દેવ તરીકે લીધી છે. આ બધાંને બહિરંગ નિમિત્ત કારણ હોવાથી પરંપરા નિર્વાણના કહ્યાં પણ સીધી રીતે તો તે બંધના જ કારણ છે એ પણ કહી દીધું છે. સાધકભાવને અહીં બંધભાવ તરીકે સિદ્ધ કર્યો છે. કોઈ જગ્યાએ તેને આત્મા કહ્યો છે, કોઈ જગ્યાએ અનાત્મા તો કોઈ જગ્યાએ બંધના કારણ તરીકે સિદ્ધ કર્યો છે. ખરેખર, વ્યવહારભાવ તે બંધભાવ છે. તીર્થંકરપ્રકૃતિને યોગ્ય પરિણામ બંધનું જ નિમિત્ત છે પણ વ્યવહારે તેને નિર્વાણનું સાધક કહેવામાં આવે છે. તોપણ નિશ્ચયનયની દૃષ્ટિથી જોઈએ તો, પરમ આરાધવા યોગ્ય વીતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયે નિજશુદ્ધાત્મભાવ જ દેવ છે, અન્ય કોઈ દેવ નથી. ઓહોહો ! ભારે ટીકા કરી છે! પાઠમાં જે કહ્યું છે એવી જ ટીકા કરી છે. તુટું પપ્પા વિમતુ મુવિ | તું આત્માને છોડીને બીજે ન જા ! નિર્મળાનંદ ભગવાનને છોડીને બીજે ન જા ! આ તો વ્યવહારનો નિષેધ કરે છે ! હા, જ્યારે નિશ્ચયમાં રહી ન શકે ત્યારે વ્યવહારભાવમાં રહે છે પણ નિશ્ચયમાં રહી શકાતું હોય તો વ્યવહારમાં જવા જેવું નથી. અહીં તો પાઠમાં જ વ્યવહારનો નિષેધ કર્યો છે કે આત્મા સિવાય અન્ય તીર્થમાં ન જા, એક આત્મા સિવાય બીજા ગુરુને ન સેવ અને આત્મા સિવાય બીજા દેવની આરાધના ન કર ! જુદાં જુદો ત્રણ શબ્દ મૂળમાં જ આપ્યાં છે. પંચમ આરાના મુનિ પંચમ આરાના જીવોને આવી વાત કહી ગયા છે. અરે ! આમાં તો વ્યવહારનો નાશ થઈ જશે...વ્યવહારનો નાશ થશે તો અંદર Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૩ / | ૪૧૩ નિશ્ચયમાં જઈશ. ડરી ન જા, જે કરવાનું છે એ જ થશે. આત્મા કાંઈ જેવો તેવો નથી. આત્માના પેટમાં અનંતા પરમાત્મા બિરાજમાન છે. એક આત્મા અનંત પરમાત્મારૂપે છે. સમજાણું કાંઈ ! ખરેખર તો વીતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયે પરમ આરાધવા યોગ્ય નિજ શુદ્ધાત્મા જ ‘દેવ' છે. અહીં સમય શબ્દ મૂકવાનું કારણ એ છે કે તે સમયે વિકલ્પ છૂટી જાય છે માટે નિર્વિકલ્પ સમાધિના સમયે જ ખરેખર આરાધ્યદેવ કહેવાય છે. પરિણમન વિનાની વાત નથી. નિર્વિકલ્પ શાંતિ અને આનંદના પરિણમન કાળે આ આત્મા દેવ છે. જ્યારે સ્વરૂપમાં ઠરી ન શકે ત્યારે વીતરાગદેવને આરાધવાનો વિકલ્પ હોય છે, આવે છે પણ તે ખરેખર કર્તવ્ય નથી. ખરેખર કર્તવ્ય તો નિર્વિકલ્પ સમાધિમાં રહેવું તે જ છે. પાપથી બચવા શુભભાવ આવે છે તેની ના નથી પણ અહીં તો નિશ્ચયથી શું ઉપાદેય છે—શું સેવવાયોગ્ય છે તેની વાત છે. તેથી નિશ્ચયથી વ્યવહાર નિષેધ કરવાલાયક છે. આ આત્મા તો વીતરાગીતત્ત્વ છે. તેને પામવાનો માર્ગ વીતરાગ પરિણતિમાં હોય, રાગની પરિણતિમાં તે માર્ગ નથી. આ કાળે અહીં સાક્ષાત્ ભગવાન નથી એટલે જિનપ્રતિમાને વ્યવહારે દેવ કહ્યાં છે અને તીર્થંકરગોત્રના પરિણામને નિમિત્ત તરીકે લીધાં છે. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રહી શકતાં નથી એટલે એવા ભાવ હોય છે પણ તે સેવવા લાયક નથી. તીર્થંકરગોત્રને યોગ્ય સોળકારણભાવના તો આસ્રવતત્ત્વ છે, બંધનું કારણ છે, માટે ઉપાદેય નથી. આ પ્રકારે નિશ્ચય-વ્યવહારનયથી સાધ્ય-સાધકભાવથી તીર્થ, દેવ અને ગુરુનું સ્વરૂપ જાણવું. છ બોલ આવ્યા. નિશ્ચયદેવ, નિશ્ચયગુરુ અને નિશ્ચયતીર્થ તથા વ્યવહારદેવ, વ્યવહારગુરુ અને વ્યવહારતીર્થ તેને જ બીજી ભાષાએ કહીએ તો શુદ્ધ પરિણતિ તે સાધક છે અથવા અંતરંગ કારણ છે અને શુભવિકલ્પ ઊઠે છે તે બહિરંગ કારણ અથવા સાધન છે. આ સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. જે નિશ્ચયથી અનાત્મા છે, બહિરંગ કારણ છે, બંધનું કારણ છે, વ્યવહાર છે તેને જ વ્યવહારથી મોક્ષનું સાધક કહેવામાં આવે છે એમ સમજવું. વસ્તુસ્વરૂપ જ આવું છે. તેમાં વાદિવવાદ કરે તે અંધા છે. નિશ્ચયદેવ, નિશ્ચયગુરુ અને નિશ્ચયતીર્થ નિજ આત્મા જ છે. તે જ સાધવાયોગ્ય છે. શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાથી ભગવાન આત્મા જ સેવવા લાયક છે. વ્યવહારદેવ જિનેન્દ્રદેવ તથા તેમની પ્રતિમા, વ્યવહારગુરુ મહા મુનિરાજ અને વ્યવહારતીર્થ સમ્મેદશિખર આદિ તે બધાં નિશ્ચયના નિમિત્તરૂપ અથવા વ્યવહારરૂપ સાધક છે. માટે પ્રથમ અવસ્થામાં તે આરાધવાયોગ્ય છે. આમાં પ્રથમ અવસ્થા એટલે કઈ અવસ્થા ?–કે વીતરાગતા ન થાય ત્યાં સુધીની Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ 7 [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો અવસ્થાને પ્રથમ અવસ્થા કહી છે. વીતરાગતા થાય ત્યારે વ્યવહાર સેવવા લાયક નથી તે પહેલાની રાગની અવસ્થામાં તે હોય છે. | નિશ્ચયનયથી આ તીર્થક્ષેત્ર, જિનેન્દ્રદેવ, ગુરુ આદિ પરપદાર્થ હોવાથી તેનાથી સાક્ષાત્ સિદ્ધિ નથી, પરંપરા છે. જે નિમિત્ત હોય તેને પરંપરા કારણ કહેવાય છે કારણ કે તે શુભભાવનો અભાવ થઈને પછી વિશેષ વીતરાગતા થાય છે. અહીં શ્રી પરમાત્મપ્રકાશ અધ્યાત્મ ગ્રંથમાં નિશ્ચયદેવ, ગુરુ અને તીર્થ પોતાનો આત્મા જ છે, તેનું આરાધન કરીને અનંતા સિદ્ધ થયા છે અને અનંતા સિદ્ધ થશે એમ સારાંશ છે. આ તાત્પર્ય કાઢ્યું છે. લ્યો...આ એક ગાથા થઈ. વીતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિની આરાધના કરવાના દિવ્ય સંદેશા આપનારા શ્રી સદ્ગુરુ દેવનો જય હો. ભગવાન જ્ઞાનસ્વરૂપ છે તે પોતાને જાણે છે ને રાગાદિને સ્પર્ષ્યા વિના રાગાદિના જ્ઞાનને પ્રકાશે છે–એમ પોતાની સ્વ-પરપ્રકાશકરૂપ દ્વિરૂપતાને પ્રકાશે છે, રાગાદિને પ્રકાશતા નથી. તોપણ આત્મા અને રાગની એકસાથે ઊપજવારૂપ અત્યંત નિકટતાને લીધે અનાદિથી અજ્ઞાનીને તેઓ વચ્ચે ભેદ નહીં દેખાવાથી આત્મા અને રાગમાં એકપણાનો ભ્રમ થઈ રહ્યો છે પરંતુ તે ભ્રમ આત્મા અને બંધના નિયત સ્વલક્ષણો જાણીને પ્રજ્ઞા વડે જરૂર છેદી શકાય - પૂજ્ય ગુરુદેવશ્રી Page #428 -------------------------------------------------------------------------- ________________ નજર નાખતાં ન્યાલ થવાય એવો પરમાત્મા પોતે જ છે (સળંગ પ્રવચન નં. ૬૪) आत्मा दर्शनं केवलोऽपि अन्यः सर्वः व्यवहारः। ઇવ ઇવ યોનિનું ધ્યાયતે : નૈનોવથી સાર://૬દ્દા आत्मानं ध्यायस्व निर्मलं किं बहुना अन्येन । यं ध्यायमानानां परमपदं लभ्यते एकक्षणेन ।।६७॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૯૬મી ગાથા છે. આચાર્યદેવ કહે છે કે નિશ્ચયનયથી આત્મસ્વરૂપ જ સમ્યગ્દર્શન છે બાકી બધો વ્યવહાર છે. અર્થ :–માત્ર એક આત્મા જ સમ્યગ્દર્શન છે, બાકી બધો વ્યવહાર છે માટે છે યોગી! એક આત્માનું જ ધ્યાન કરવાયોગ્ય છે કે જે ત્રણલોકમાં સાર છે. ભગવાન આત્મા શુદ્ધ અખંડ જ્ઞાનાનંદસ્વરૂપ છે તેની અંતર અનુભવમાં પ્રતીતિ થાય તે સમ્યગ્દર્શન છે, તે આત્માનું જ સ્વરૂપ છે, તે આત્મા જ છે, તે જ સમ્યગ્દર્શન છે તે બાકી બધો વ્યવહાર કહેવામાં આવે છે. નવતત્ત્વની ભેદવાળી શ્રદ્ધા, સ્વ-પરની શ્રદ્ધા, દેવ, શાસ્ત્ર, ગુરુની શ્રદ્ધા એ બધામાં ભેદ પડતો હોવાથી તેને વ્યવહાર કહેવાય છે. હે યોગી ! એક આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે. નવતત્ત્વની શ્રદ્ધાને પણ વિકલ્પાત્મક ગણીને તેને વ્યવહાર કહ્યો છે. બીજાની અપેક્ષાથી જુદું પડેલું તત્ત્વ એકરૂપ અભેદ છે તેથી નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધાને પણ વ્યવહાર કરી દીધી છે. અંતર સ્વભાવના અનુભવજ્ઞાનમાં જે પ્રતીતિ થાય છે તે વસ્તુથી જુદી નથી, એક જ છે. એક સમયમાં જે પૂર્ણ ચેતજવસ્તુ છે તે ત્રણલોકમાં સાર છે, ત્રણલોકમાં આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ કે વિકલ્પ સાર નથી, એક આત્મા જ સાર છે, તેનો આશ્રય કરીને નિર્વિકલ્પ શાંતિ, શ્રદ્ધા આદિ પ્રગટ કરવા તેનું નામ સમ્યગ્દર્શન છે. આ વાત ચર્ચાનો વિષય છે તેથી મોક્ષમાર્ગ પ્રકાશકના નવમા અધિકારમાં તેની ઘણી છણાવટ કરી છે કે (૧) દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા (૨) સાતતત્ત્વની શ્રદ્ધા (૩) સ્વપરની શ્રદ્ધા (૪) સ્વની શ્રદ્ધા, એ ચારેયમાંથી એક પણ શ્રદ્ધા જ્યાં યથાર્થ હોય ત્યાં ચારેય શ્રદ્ધા હોય જ છે. શાસ્ત્રમાં કયાંક દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાને સમ્યકત્વ કહ્યું છે, ક્યાંક સાતતત્ત્વની શ્રદ્ધા તે સમ્યકત્વ છે એમ કહ્યું, ક્યાંક પોતાના આત્માની શ્રદ્ધાને સમ્યકત્વ કહ્યું છે એમ કથન જુદાં જુદાં આવે પણ જો એક શ્રદ્ધા યથાર્થ છે તો તેમાં Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો દેવ, ગુરુ, શાસ્ત્ર, સાતતત્ત્વ, સ્વ-પર અને સ્વ બધાંની શ્રદ્ધા યથાર્થ જ હોય છે. અહીં તો એક આત્માની શ્રદ્ધાને નિશ્ચયસમ્યગ્દર્શન ગણીને બાકીના બધાં ભાવોને વિકલ્પાત્મક ગણીને વ્યવહાર કહ્યાં છે. ભાવાર્થ : આત્મતત્ત્વ કેવું છે? આત્મતત્ત્વ વીતરાગ, ચિદાનંદ, અખંડ સ્વભાવી છે. રાગનો એક અંશ પણ આત્મતત્ત્વમાં નથી. રાગ તો દોષરૂપ છે તે વસ્તુના સ્વભાવમાં ન હોય. વસ્તુ-આત્મા તો ચિદાનંદ-જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. વસ્તુમાં ખંડ નથી, એકરૂપ છે. વસ્તુમાં રાગ નથી, વીતરાગસ્વરૂપ છે અને જ્ઞાનાનંદસ્વરૂપ છે. ભગવાન આત્મતત્ત્વ નિર્દોષ, ચિદાનંદ ગુણસંપન્ન એકરૂપ અખંડ એકસ્વભાવ છે. પોતાના આવા વિતરાગ, ચિદાનંદ અખંડ સ્વભાવ આત્મતત્ત્વનું સમ્યફ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે અને એ જ આત્મતત્ત્વનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને આવા સ્વરૂપનો અનુભવ અને તેમાં સ્થિરતા તે સમ્યક્ષ્યારિત્ર છે. આ ત્રણેય પર્યાય છે તે વસ્તુ સાથે અભેદ છે. જે સમયે સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન, ચારિત્રની પરિણતિ છે તે વખતે મન, વચન, કાયા ત્રણેય ગોપવાય છે માટે ત્રણગુપ્તિનું પરિણમન છે. આ મુનિની મુખ્યતાથી કથન છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને મુનિને આવું અભેદ રત્નત્રય અને ત્રણગુપ્તિ હોય છે. અભેદરત્નત્રય જેનું લક્ષણ છે અને ત્રણગુપ્તિરૂપ સમાધિમાં જે લીન છે એવા મુનિને નિશ્ચય સમ્યકત્વ છે. ચોથા ગુણસ્થાને સમકિતીને પણ સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપાચરણચારિત્ર તો છે પણ સ્વરૂપમાં વિશેષ સ્થિરતા નથી તેથી તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે અને મુનિને નિશ્ચયથી મોક્ષમાર્ગ કહ્યો છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની અપેક્ષાથી તો ચોથા ગુણસ્થાને પણ નિશ્ચયમોક્ષમાર્ગ છે પણ ચારિત્ર સહિત અભેદરત્નત્રયની અપેક્ષાએ મુનિને નિશ્ચયમોક્ષમાર્ગ કહ્યો છે. નિશ્ચયનયથી નિજ આત્મા જ નિશ્ચયસમ્યકત્વ છે. ચિદાનંદ નિર્દોષ અખંડ આત્માની અંતરમાં અનુભૂતિની અસ્તિ અને મન-વચન-કાયા આ ત્રણેયની પ્રવૃત્તિની નાસ્તિ એટલે કે તે ત્રણેય સંબંધી વિકલ્પો છૂટી ગયા છે એવી સમાધિમાં અભેદરત્નત્રયની પરિણતિ તે શાંતિ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર ત્રણેયમાં શાંતિ છે. તે શાંતિમાં લીન છે એવો આત્મા જ નિશ્ચયથી સમ્યક્ત્વ છે. એ શાંતિની પરિણતિપણે પરિણમે ત્યારે સમ્યગ્દર્શન છે કારણ કે વસ્તુ પોતે તો અનાદિથી છે પણ શાંતિની પરિણતિ નથી તો સમ્યગ્દર્શન નથી. પુણ્ય-પાપના પરિણામ અને સંયોગો મારા છે એવી મિથ્યાત્વની પરિણતિ વર્તે છે તેમાં શાંતિ નથી. જેમાં કોઈની અપેક્ષા નથી એવી અભેદરત્નત્રયની પરિણતિમાં જ શાંતિ છે. પ્રવચનસારમાં આવે છે... “હું આ મોક્ષ અધિકારી જ્ઞાયકસ્વભાવી આત્મતત્ત્વના Page #430 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૪ / [૪૧૭ પરિજ્ઞાનપૂર્વક, મમત્વના ત્યાગરૂપ, નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિવડે સર્વ ઉદ્યમથી શુદ્ધાત્મામાં પ્રવર્તે છે કારણ કે અન્ય કાંઈ કરવાયોગ્ય નથી...” જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્મા પરમાનંદનો નાથ આત્મા પોતે જ પરમાત્મા છે. તેની અંતરમુખ થઈને એકાકાર થઈને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર એ જ કરવાલાયક છે. બીજું કોઈ કાર્ય કરવા જેવું નથી શ્રોતા બીજું કાંઈ કરવાયોગ્ય નથી તો પરનું કામ કરવું કે નહિ? પૂજ્ય ગુરુદેવ પરનું કાર્ય આત્મા ત્રણકાળમાં કરી શકતો જ નથી. જડના એક રજકણને પણ આમથી તેમ કરવાની જીવની શક્તિ નથી. અહીં તો, પુણ્ય-પાપનું કર્તુત્વ પણ આત્માને નથી અને વ્યવહારરત્નત્રયનું કાર્ય પણ આત્માનું નથી એમ સિદ્ધ કરવું છે. આ આત્મા નિર્દોષ ચિદાનંદની મૂર્તિ છે તેમાં એકલો જ્ઞાન અને આનંદ જ પરિપૂર્ણપણે ભરેલો છે અને એકરૂપ છે એવો ભગવાન તીર્થંકરદેવે આ આત્માને જોયો છે. એક આત્મા નહિ પણ બધાં આત્માઓ જ્ઞાન અને આનંદની શક્તિથી ભરેલા છે. તેની અંતપ્રતીતિ, તેનું સમ્યજ્ઞાન અને તેના ચારિત્રરૂપે અભેદરત્નત્રયરૂપે પરિણમેલો આત્મા જ નિશ્ચયસમ્યકત્વ છે. આ કેવળજ્ઞાન થાય ત્યારની વાત નથી. આ તો ચોથા ગુણસ્થાને પણ આવું સમ્યકત્વ છે. શ્રાવક થયા પહેલાં પણ આવી દશા હોય છે તેની વાત છે. વાડાના શ્રાવક એ શ્રાવક નથી, તેની આ વાત નથી. વસ્તુસ્વભાવે–શક્તિએ સત્યતત્ત્વ દ્રવ્ય આત્મા જ પરિપૂર્ણ પરમાત્મા છે. તેની સન્મુખ થઈને અંતરમાં અનુભવપૂર્વક એમ પ્રતીતિ થાય કે આ જ આત્મા છે–આ જ હું છું એ નિશ્ચયસમ્યગ્દર્શન છે. એ જ સાચો મોક્ષમાર્ગ છે. દેહ, વાણી, મનની ક્રિયા, નવ તત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ બધું વિકલ્પાત્મક છે તેથી અનુભવમાં એ કાંઈ આવતું નથી. જુઓ ! સર્વજ્ઞ પરમાત્મા જેમ કહે છે તેમ જ આ સંતો કહે છે કે આત્માનું નિર્દોષ જ્ઞાનાનંદ એકરૂપ સ્વરૂપ છે તેનો અંતરમાં અનુભવ થવો આનંદકંદ છું એવો અનુભવ થવો, એવું જ્ઞાન થવું અને તેમાં લીનતા થવી તે અભેદરત્નત્રય છે. આ અભેદરત્નત્રયની પરિણતિએ પરિણમેલો આત્મા તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. બહારથી એકલા ક્રિયાકાંડ કરવા, જાત્રા કરવી, ભક્તિ કરવી, વ્રત-નિયમ લેવા તે રાગ છે, મોક્ષનો માર્ગ નથી સમ્યગ્દર્શન નથી–ધર્મ નથી. રાગ કરતાં કરતાં કદી ધર્મ પ્રગટ થતો નથી. પુણ્ય અને પાપ બંને રાગથી પેલે પાર ઊંડે....ઊંડે....ઊંડે જઈને જુઓ તો આત્માનો અનુભવ થાય છે. ચિરોડીના સફેદ પત્થર, જમીનમાં જેમ ઊંડા ઊંડા જાવ તેમ, સારાં પત્થર નીકળે Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે એ અમે જોયેલું છે તેના ઉપરથી આ યાદ આવ્યું કે આત્મામાં ઊંડા ઊંડા ઊતરો તો અનુભવ થાય છે. શ્રોતા ઃ—જમીનમાં ઊંડા ઊતરે તો પૈસા પણ મળી આવે ! પૂજ્ય ગુરુદેવશ્રી :—પૈસા તો નસીબમાં હોય એને મળે પણ એ તો ધૂળ છે એમાં આત્માને કાંઈ લાભ ન થાય. જગતમાં એને શાહુકાર કહેવાય પણ એ સોજા છે—ઉપાધિ છે. હું પૈસાવાળો....હું પૈસાવાળો એમ માને છે પણ તું પૈસાવાળો છો ? તું તો જ્ઞાન ને આનંદવાળો છો એમ ભગવાન કહે છે. અહીં પણ એમ કહ્યું કે તું નિર્દોષ અખંડ ચિદાનંદસ્વભાવી છો પણ–એને પોતાના સ્વભાવની ખબર જ નથી. હું પૈસાવાળો ને શરીરવાળો અને આબરૂવાળો એમાં જ પોતાનું સર્વસ્વ માની લીધું છે. શ્રોતા :—આત્મામાં ઊંડુ કેમ જવું સાહેબ ! પૂજ્ય ગુરુદેવશ્રી :શરીરનું લક્ષ છોડી, પુણ્ય-પાપનું લક્ષ છોડી; એક સમયની પર્યાયનું પણ લક્ષ છોડી આત્માનું લક્ષ કરવું તેનું નામ આત્મામાં ઊડે ગયો કહેવાય. આ આત્માના ઊંડા તળમાં અતીન્દ્રિય આનંદના ચોસલાં પડ્યાં છે. એકલો આનંદ જ નહિ, અતીન્દ્રિય જ્ઞાન છે, શાંતિ છે, પ્રભુતા છે. આત્મા અતીન્દ્રિય અનંત ગુણોથી ભરેલો પ્રભુ છે. શરીર, વાણી, મન તે આત્મા નથી, પાપનો વિકલ્પ પણ આત્મા નથી. પુણ્યનો વિકલ્પ પણ નહિ અને એક સમયની પર્યાય એ પણ આખો આત્મા નથી. એક સમયમાં જે આખો વીતરાગ ચિદાનંદ અખંડ સ્વભાવી દ્રવ્ય છે, તેમાં દૃષ્ટિ દેવી તેનું નામ સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને તેમાં રમણતા થવી તે સમ્યક્ચારિત્ર છે એમ ભગવાન કહે છે. આ રત્નત્રય સિવાયના બાકી બધાં થોથા છે. માટે જેને હિત કરવું હોય તેણે આવા રત્નત્રય પ્રગટ કરવાં. નિશ્ચયથી રત્નત્રયપરિણત આત્મા જ સમ્યક્ત્વ છે, અન્ય સર્વ વ્યવહાર છે માટે આત્મા જ ધ્યાવવા યોગ્ય છે—ધ્યાન કરવા યોગ્ય છે. તો ધ્યાન એટલે શું ? —ધ્યેયમાં એકાગ્ર થવું તે ધ્યાન છે. નિર્દોષ વીતરાગ અખંડ આત્મા તે ધ્યેય છે તેને લક્ષમાં લઈને તેમાં સ્થિર થવું તે ધ્યાન છે. બહિર્મુખતાથી છૂટી, અંતરમુખ થઈ અંતરમાં અભેદ રત્નત્રયરૂપે પરિણમન થયું તે આત્મા જ નિશ્ચયથી સમ્યક્ત્વ છે. અન્ય સર્વ વ્યવહાર છે એટલે કે દેવ-શાસ્ર-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ હોય છે તે રાગ છે, નવતત્ત્વની ભેદવાળી શ્રદ્ધા એ પણ રાગ છે. એકલા ભેદનો અનુભવ કરવો એ તો મિથ્યાત્વ છે. માટે સારભૂત તો એક શુદ્ધાત્મા છે તેનું ધ્યાન કરવાયોગ્ય છે. જેમ દ્રાક્ષ, કપૂર, ચંદન આદિ ઊંચી ઊંચી વસ્તુ નાખીને ઉનાળામાં દૂધીયું બનાવવામાં આવે છે તેમાં અનેક વસ્તુનો રસ હોવા છતાં અભેદનયથી એક ‘પીણું' જ કહેવામાં આવે Page #432 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૪) [ ૪૧૯ છે. જેને હિન્દીમાં તમે ઠંડાઈ કહો છો તે ઠંડાઈની જેમ, શુદ્ધાત્માનુભૂતિમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ષ્યારિત્ર આદિ અનેક પર્યાયોથી આત્મા પરિણમેલો છે તોપણ અભેદનયથી તે એક આત્માનો જ અનુભવ છે અથવા આત્મા જ છે. આવી વાત કોઈએ સાંભળી ન હોય એટલે આ શું કહે છે એમ થાય. આખી જિંદગી બધાંએ પૈસા માટે મજૂરી જ કરી છે. બધાં મોટા મજૂર છો. આખો દિવસ રાગ-દ્વેષ, પુણ્ય-પાપના વિકલ્પો કર્યા છે તે મજૂરી છે. પરપદાર્થને ઊંચકીને લઈ જવા એ મજૂરી નથી. પરનું તો આત્મા કાંઈ કરી શકતો જ નથી પણ આ આમ લઈ જાઊં ને આમ મૂકું એવા રાગની મજરી જીવે કરી છે. એ પણ સ્ત્રી, પુત્રાદિ માટે એણે મજૂરી જ કરી છે. 'અહીં તો દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાના રાગને પણ ધર્મ કે સમ્યગ્દર્શન કહેતાં નથી, એ માત્ર શુભરાગ છે અને વેપાર-ધંધા એ મજુરી છે–પાપ છે. ૩પ હંસપુ વસ્તુ કહીને જોર તો દર્શન ઉપર આપ્યું છે પણ પાઠમાં જ્ઞાન અને ચારિત્ર પણ લઈ લીધાં છે. પૂર્ણ પરમાત્મ નિજ વસ્તુમાં દેષ્ટિ મૂકતાં જે નિર્વિકલ્પ શ્રદ્ધા થાય તે નિશ્ચય સમ્યગ્દર્શન છે તેની સાથે જ્ઞાન પણ સમ્યફ થાય છે અને સ્વરૂપાચરણ ચારિત્ર પણ છે. આમ દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયનું પરિણમન હોવા છતાં તેને આત્માના પરિણામ તરીકે એક આત્મા પણ કહેવામાં આવે છે. આ ભગવાન આત્માની જાત્રા કરવી તે ખરી જાત્રા છે. બાકી, ભગવાનના સ્થાનોની જાત્રાનો રાગ, અશુભરાગથી બચવા માટે હોય છે પણ આ અનંતગુણના નાથ ઉપર ક્રમે ક્રમે ચડવું –અંદરમાં રમવું તેને ભગવાન, “યાત્રા' કહે છે. આત્મા અરૂપી છે પણ ગુણો અપાર ભરેલા છે. અપાર....અપાર....અપાર ગુણો. ખાણમાંથી જેમ રત્નના થરના થર નીકળે પણ એ તો ઘસવા પડે અને ટૂકડાં ટૂકડાં હોય જ્યારે આત્મામાં તો અનંત ગુણો છે અને તે પણ ટૂકડાં નહિ અભેદ છે. તેમાં જ્ઞાન અને આનંદને મુખ્ય ગણ્યાં છે પણ ગુણો તો અનંત છે. જ્ઞાન અસાધારણ છે અને આનંદ એ સુખરૂપ દશા છે એવા જ્ઞાનાનંદથી ભગવાન આત્મા છલોછલ ભરેલો છે એનું ભાન કરે તો તે અનુભવમાં આવે પણ ભાન જ કરતો નથી કેમ કે એને બહારના વેપાર-ધંધા, કુટુંબ આદિની મહિમા અંદરમાં પડી છે. કોઈનો દીકરો જ કહેતો હતો કે “મારા બાપુજીને અંદરમાં મારો માટે બહુ પડ્યો છે...અરે ! પણ કોના દીકરા અને કોના બાપ ! ભગવાન...! તું પોતે પોતાને અનાદિથી ભૂલી ગયો છો તું ભૂલેલો ભગવાન છો. અંતરમાં શુદ્ધાત્માને એકને જ ઓળખીને તેનું ધ્યેય બનાવીને તેની દૃષ્ટિ કરવી, તેનું જ્ઞાન કરવું અને તેનું ધ્યાન કરીને તેમાં ઠરવું એ એક જ કરવા જેવું કાર્ય છે, એ જ મોક્ષમાર્ગ છે, તે જ સત્ય છે, બાકી બધું જૂઠું છે. ધૂળના ઢગલામાં કાંઈ નથી, હોળી છે. ચૈતન્યરત્ન તો અહીં પોતાની પાસે છે. વીતરાગ કહે છે તું ત્યાગી થયો, વ્રતધારી થયો Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ / [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પણ કદી તે તારા વીતરાગ પરમાત્માને ઓળખ્યો નથી. એની ઓળખાણ વિના બધું ધૂળધાણી છે–નકામું છે–રખડવા માટે કામનું છે. આ ગાથામાં જેમ અભેદરત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે તેમ જૈનસિદ્ધાંતોમાં દરેક જગ્યાએ કહ્યું છે. જેમકે પુરુષાર્થસિદ્ધિઉપાયની ૨૧૬મી ગાથામાં આ પ્રમાણે કહ્યું છે : दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः। स्थितिरात्मनि चारित्रं कुत एतेभ्यो भवति बन्धः ।।२१६॥ આ ગાથાનો અર્થ એ છે કે આત્માનો નિશ્ચય તે સમ્યગ્દર્શન છે. આત્મા–હું અખંડ ચિદાનંદ જ્ઞાયકમૂર્તિ છું એવો નિર્ણય અર્થાત્ નિર્વિકલ્પ પ્રતીતિ થવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, તે આત્મા જ છે. તે આત્માનું રતન છે, તેનાથી તેને મોક્ષ મળશે. રતન પાડ્યું.રતન. એવું જ બીજું રતન છે “સમ્યજ્ઞાન'. આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. બહારના જાણપણા અને હોશિયારી તે સમ્યજ્ઞાન નથી. એ મીંડા છે. અહીં તો શાસ્ત્રજ્ઞાનને પણ જ્ઞાન કહેતાં નથી. પર તરફનું જ્ઞાન છે તેને જ્ઞાન કેમ કહેવાય ! જ્ઞાયકને ધ્યેય કરીને તેમાંથી જે જ્ઞાનનું કિરણ પ્રગટે છે તેને સમ્યજ્ઞાન રતન કહેવાય છે. તેને જ ભગવાન “જ્ઞાન” કહે છે. બીજા જ્ઞાનને તો અજ્ઞાન કહે છે. સમ્યજ્ઞાન રતનથી મુક્તિ અને સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય તો ચરણાનુયોગનો ગ્રંથ છે તેમાં પણ આત્માના શ્રદ્ધા-જ્ઞાનને જ સમ્યક્રરત્ન કહ્યાં છે. વસ્તુનું સ્વરૂપ તે દરેક શાસ્ત્રમાં એકસરખું જ હોય ને ! વસ્તુના જ્ઞાનપૂર્વક પાંચમા ગુણસ્થાને વ્રત, તપ આદિ હોય તેને વ્યવહાર કહેવાય પણ વસ્તુના જ્ઞાન વિના તો વ્રત કેવા અને તપ કેવા ! એ તો મૂર્ખાઈ ભરેલાં બાળવ્રત અને બાળતપ છે. આત્મામાં નિશ્ચલ-લીન થવું તેને ભગવાન સમ્યક્ષ્યારિત્ર નામનું રતન કહે છે. પાંચ મહાવ્રતના વિકલ્પ ઊઠે, નગ્ન રહે વગેરે ક્રિયા કરે તે સમ્યારિત્ર નથી. સ્વાશ્રિત તે નિશ્ચય અને પરાશ્રિત તે વ્યવહાર છે માટે, આત્મામાં લીનતા તે નિશ્ચયચારિત્ર છે અને ૨૮ મૂળગુણ આદિના વિકલ્પ ઊઠે છે તે વ્યવહાર છે. સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા એ જ ત્રણ રત્નો છે. એ રત્નની કિંમત કેટલી? –કે આ રત્ન અમૂલ્ય છે. આ નિશ્ચયરત્નત્રયના ફળમાં તો જીવને સાક્ષાત્ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેનાથી બંધ ક્યાંથી થાય ! નિશ્ચયરત્નત્રયથી કદી બંધ થાય જ નહિ, સાથે રહેલાં વ્યવહારથી બંધ થાય છે. ભગવાન આત્મામાં પોતાના વીર્યનો ઉપાડ કરીને દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતા કરવી તે પુરુષાર્થ સિદ્ધિઉપાય છે. તેનો આધાર આપ્યો. અહીં, ચારિત્ર તે સાક્ષાત્ મોક્ષનું કારણ હોવાથી ચારિત્ર સહિતના દર્શન, જ્ઞાનને અભેદરત્નત્રય કહીને મુક્તિનું કારણ કહ્યું છે. પણ, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તો ચોથા Page #434 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૪) ( ૪૨૧ ગુણસ્થાનથી જ નિશ્ચય હોય છે અને સ્વરૂપાચરણચારિત્ર પણ ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે પણ વિશેષ ચારિત્ર તો મુનિદશામાં જ છે, તે સાક્ષાત્ મુક્તિનું કારણ છે. ચોથાગુણસ્થાને તો “ધર્મધ્યાન' રૂપ મોક્ષમાર્ગ હોય છે. હવે ૯૦મી ગાથામાં કહે છે કે નિર્મળ આત્માને જ ધ્યાવો તો અંતર્મુહૂર્તમાં (તત્કાળ) મોક્ષપદની પ્રાપ્તિ થાય. અર્થ : હે યોગી ! તુ નિર્મળ આત્માનું જ ધ્યાન કર. અન્ય બહુ પદાર્થોથી શું પ્રયોજન છે ! દેશ, કાળ, પદાર્થ તો આત્માથી ભિન્ન છે, તેનાથી કાંઈ પ્રયોજન નથી. રાગાદિ વિકલ્પજાળના સમૂહોના પ્રપંચોથી શું ફાયદો છે ! એક નિજસ્વરૂપને ધ્યાવો કે જે પરમાત્માના પ્લાનથી ક્ષણમાત્રમાં મોક્ષપદ મળે છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ જેમ ફરમાવે છે તેમ અહીં સંતો ફરમાવે છે કે હે યોગી ! (ચોથા ગુણસ્થાનથી યોગીપણું શરૂ થઈ જાય છે) આગળ જે નિર્મળ ચિદાનંદ એકસ્વભાવી આત્મા કહ્યો તે નિર્મળ આત્માનું ધ્યાન કર ! તેને જ લક્ષમાં લઈને ઠરી જા તે ધ્યાન છે. ધ્યાન તો તને આવડે જ છે. ધંધામાં, સ્ત્રી, પુત્રાદિમાં, ખાવા-પીવામાં, ભોગમાં જે લીનતા છે તે ધ્યાન જ છે પણ તે આ અને રૌદ્ર ધ્યાન છે અને અહીં ધર્મ અને શુક્લધ્યાનની વાત છે. કોઈ પણ વિષયમાં લક્ષ કરીને એકાગ્ર થઈ જવું તેનું નામ ધ્યાન છે. પણ તેમાં પોપધ્યાન કરવાલાયક નથી. ભગવાન આત્માને વિષય બનાવીને તેમાં ઠરી જવું તે-રૂપ ધ્યાન કરવાલાયક છે. ધર્મ એટલે આત્માનો વીતરાગ નિર્વિકલ્પ ચિદાનંદ સ્વભાવ.’ તેનું ધ્યાન કરવું એટલે તેમાં એકાગ્ર થઈ જવું તે ધર્મધ્યાન છે. તેમાં નિર્વિકલ્પ શાંતિ પ્રગટ થાય છે. તેની અંદર દર્શન, જ્ઞાનની પરિણતિ પણ આવી જાય છે. સમ્યગ્દર્શન વિના ધર્મધ્યાન હોતું નથી. તેથી ગમે તેટલી ક્રિયા કરે પણ ધર્મ માટે તે વ્યર્થ છે. ધર્મ એટલે ભગવાન આત્માનો પૂર્ણ સ્વભાવ અને ધ્યાન એટલે એકાગ્રતા. આત્મામાં એકાગ્રતાની શુદ્ધપરિણતિને ધર્મધ્યાન કહે છે. આત્મસ્વભાવના અવલંબને નિર્વિકલ્પ શુદ્ધ વીતરાગીપર્યાય પ્રગટે છે. આત્માના લક્ષે જ શાંતિ પ્રગટે છે. આત્માના લક્ષે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટે તે પ્રગટદશાને ધર્મધ્યાન કહે છે અને અંતરમાં વિશેષ ઉગ્રપણે એકાકારતા થાય તેને શુકલધ્યાન કહેવાય છે. એક આત્મા સિવાય અન્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવોથી તારે શું પ્રયોજન છે ! કેમ કે એ બધું તારા આત્માથી ભિન્ન છે અને રાગાદિ તો વિકલ્પજાળ છે, પ્રપંચ છે, એવા અનેક રાગાદિ વિકલ્પજાળથી પણ તને શું ફાયદો છે ! જીવોને એમ થાય કે વાત તો બધી બરાબર છે પણ અમારે પ્રથમ કરવું શું! પ્રથમ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ / [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો જ આ સમજવાનું છે. આત્માને ઓળખીને તેમાં લીન થવું એ જ કરવાનું છે. બહારની ક્રિયા થતી હોય છતાં અંદરમાં સ્વભાવમાં એકાગ્રતા થઈ જાય તેનું જ નામ ધ્યાન છે. સિદ્ધ સમાન નિજ આત્માનું ધ્યાન કરવાનું છે. વસ્તુએ આત્મા સિદ્ધ છે તેથી પર્યાયમાં સિદ્ધદશા થઈ શકે છે. વસ્તુમાં જ જો સિદ્ધ થવાની શક્તિ ન હોય તો સિદ્ધદશા આવી ન શકે. પણ, બધાં આત્માઓ સિદ્ધ થવાની શક્તિ સહિત જ છે. આવા સિદ્ધ સમાન નિજાત્માનું અંતરમાં ધ્યાન કરવું એ જ તારું કર્તવ્ય છે, બીજા પદાર્થથી તારે શું પ્રયોજન છે ! તારું દ્રવ્ય તે તું પોતે, તારું ક્ષેત્ર એટલે અસંખ્યાત પ્રદેશી તારે ક્ષેત્ર, તારે ત્રિકાળી સ્વરૂપ તે તારો સ્વકાળ અને તારા અનંતગુણો એ તારો સ્વભાવ છે. એમાં તારું બધું જ આવી જાય છે. હવે બીજાં દ્રવ્યોથી તારે શું પ્રયોજન છે ! દેવ-શાસ્ત્ર-ગુરુ પણ પર છે તો સ્ત્રી, પુત્ર, પરિવારાદિ તો તારાં ક્યાં રહ્યાં? તારો ભગવાન પૂર્ણાનંદ તારી પાસે બિરાજે છે તેના સિવાય પરપદાર્થોથી તારે કાંઈ પ્રયોજન નથી. એક તારા સ્વભાવ ઉપર નજર કર...નજર કરતેનું જ ધ્યેય બનાવ ! બસ, એ જ કરવા જેવું છે. બીજા કોઈ દ્રવ્યો કે વ્યવહાર વિકલ્પો આદિ પ્રપંચથી તને કાંઈ ફાયદો નથી. જેમાં નજર કરવાથી ન્યાલ થવાય એવો ભગવાન તો તું પોતે જ છો પછી બીજા વિકલ્પોનું તારે શું કામ છે ! શ્રોતા : આવું સાંભળવા મળ્યા કરે તો પણ સારું. પૂજ્ય ગુરુદેવશ્રી: બે કલાક તો મળે છે. તેનાથી કેટલું જોઈએ છે ! તારો ભગવાન તો ચોવીસે કલાક તારી પાસે જ છે. તેમાં નજર કરે ને! શુભ વિકલ્પનું તારે શું કામ છે! જે બંધના કારણ છે તેનાથી તારું હિત ક્યાં થવાનું છે! સંયોગી ચીજથી તો તારું હિત નથી પણ સંયોગી વિકલ્પમાં પણ તારું હિત થાય તેમ નથી. અહો ! અનંત....અનંત....જેની હદ નહિ એવી અનંત શક્તિનું આખું તત્ત્વ તારી પાસે જ છે કે જેના લક્ષે મોક્ષપર્યાય પ્રગટવાના કારણે પ્રગટે છે. હવે તારે બીજાનું શું કામ છે ! અરે ! લૌકિકમાં એક રાજાના શરણે જાય ત્યાં એકવારમાં રાજા તેને આખી જિંદગીનું શરણ આપી દે છે. શાસ્ત્રમાં પાઠ આવે છે કે રાજાને ત્યાં પુત્ર જન્મ થાય તેની વધામણી કહેવા જે દાસી રાજા પાસે આવી હોય તેને રાજા આખી જિંદગી ચાલે તેટલી લક્ષ્મી આપી દે છે અને દાસીપણામાંથી મુક્ત કરે છે. તેમ આ અલૌકિક ભગવાન આત્માના શરણે એકવાર જે જાય તે હવે સંસારનો દાસ ન રહે. સંસારથી મુક્ત થઈ જાય. ભગવાન આત્માની ઓથે (આશ્રયે) ક્ષણમાત્રમાં કેવળજ્ઞાન થાય છે માટે તું તેનું જ ધ્યાન કર. બીજું બધું ધ્યાન છોડી દે. Page #436 -------------------------------------------------------------------------- ________________ © SSC2.. નિજ પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરવું CY. (સળંગ પ્રવચન નં. ૬૫) आत्मानं ध्यायस्व निर्मलं किं बहुना अन्येन । यं ध्यायमानानां परमपदं लभ्यते एकक्षणेन ॥६७।। आत्मा निजमनसि निर्मलः नियमेन वसति न यस्य । शास्त्रपुराणानि तपश्चरणं मोक्षं अपि कुर्वन्ति किं तस्य ।।६।। योगिन् आत्मना ज्ञातेन जगत् ज्ञातं भवति। आत्मनः संबन्धिनिर्भावे बिम्बितं येन वसति ।।६।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે તેના પ્રથમ અધિકારની આ ૯૭મી ગાથા છે. આત્મા એક વસ્તુ છે. તે શક્તિએ દ્રવ્ય સ્વભાવે પરમાત્મસ્વરૂપ જ છે તેનું ધ્યાન કરવાયોગ્ય છે. પરમાત્મસ્વરૂપના ધ્યાનથી ક્ષણમાત્રમાં મોક્ષપદ મળે છે. ભાવાર્થ :–બધાં શુભાશુભ સંકલ્પ-વિકલ્પ રહિત નિજ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી શીઘ્ર જ મોક્ષ મળે છે માટે, તે જ હંમેશા ધ્યાન કરવાયોગ્ય છે. જુઓ ! ભાષા શું વાપરી છે ! નિજ શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરવાનું કહ્યું છે. અરિહંત કે સિદ્ધપરમાત્માનું ધ્યાન મુક્તિનું કારણ નથી કારણ કે પરદ્રવ્યનું લક્ષ થવાથી વિકલ્પ ઊઠે છે માટે તેનું ધ્યાન કરવાનું કહ્યું નથી. શુભ અને અશુભ સંકલ્પ, વિકલ્પ છે તે ભાવ-આસવ અને ભાવબંધ છે. તેનાથી રહિત શુદ્ધ ધ્રુવ આત્માનું ધ્યાન કરવું તે વર્તમાન નિર્મળ પર્યાય છે. વસ્તુના ધ્રુવ અંશમાં પરિણમન નથી. તેથી ધ્રુવમાં સંકલ્પ, વિકલ્પ પણ નથી અને નિર્મળ પરિણમન પણ તેમાં નથી. શુભાશુભ સંકલ્પ, વિકલ્પ એ પરલક્ષી વિકારી ભાવ છે તેને છોડી દઈને અંતરસ્વભાવ ઉપર લક્ષ કરે– ધ્રુવ ઉપર દૃષ્ટિ કરે તો અલ્પકાળમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે દરરોજ કરવાયોગ્ય કાંઈ હોય તો નિજ શુદ્ધાત્માનું ધ્યાન કરવાયોગ્ય છે. સંસાર સંબંધી સંકલ્પ-વિકલ્પ તો પાપબંધના કારણ છે અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પયબંધના કારણ છે. તે બંનેથી રહિત શુદ્ધાત્માનું ધ્યાન કરવું તે શુદ્ધ પરિણામ છે, તેં શુદ્ધ પરિણામ જ પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપી મોક્ષનું કારણ છે. શ્રોતા –મોક્ષ થઈ ગયા પછી શું કરવાનું? પૂજ્ય ગુરુદેવ –મોક્ષ થઈ ગયા પછી નિરંતર પૂર્ણાનંદનો અનુભવ કરવાનો છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અનાદિથી જીવ નિરંતર વિકારનો અનુભવ....નિરંતર વિકારનો અનુભવ કરી રહ્યો છે તેનું જ નામ સંસાર છે તેમ નિરંતર પૂર્ણાનંદનો અનુભવ....નિરંતર પૂર્ણાનંદનો અનુભવ કરતાં રહેવું તેનું નામ મોક્ષ છે. સંસાર અને મોક્ષ વચ્ચેના સાધકદશાના કાળમાં વિભાવથી ખસીને જીવ સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવનું ધ્યાન કરે છે તેમાં અધૂરા આનંદનો અનુભવ થાય છે. એવું ધ્યાન કરતાં કરતાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ જાય અને તે સદાકાળ રહે તેનું જ નામ મોક્ષ છે. નિગોદથી માંડીને નવમી ઐવેઈક સુધીના સર્વ સંસારી જીવો શું કરી રહ્યા છે ! શેને અનુભવે છે ?—કે સુખ-દુઃખની કલ્પનારૂપી દુઃખને અનુભવે છે. એટલે કે શરીરના રોગાદિને કે અનુકૂળતાને અનુભવતા નથી પણ શુભાશુભ સંકલ્પ-વિકલ્પરૂપ દુઃખને અનુભવે છે. અનાદિથી જીવ વિકારના દુઃખને જ વેદી રહ્યો છે તે દુઃખ હવે કેમ મટે ? જો તારે દુઃખ મટાડીને સુખી થવું હોય—પૂર્ણાનંદનો અનુભવ કરવો હોય તો નિજશુદ્ધાત્મા પૂર્ણાનંદ ભગવાન પોતે જ છે તેમાં દૃષ્ટિ લગાવ ! તેનું ધ્યાન કર ! નિર્મળ પર્યાય વડે જ તે ધ્યાન થઈ શકશે. કારણ કે અનાકુળ વસ્તુનું ધ્યાન અનાકુળ પર્યાય વડે જ થાય. ધ્યાનમાં આનંદ ઓછો છે અને તેના ફળરૂપ મોક્ષમાં પૂર્ણાનંદ આવશે અને સદાકાળ એવો આનંદ આવ્યા જ કરશે. શ્રોતા :—ખોળિયામાંથી આત્માને જાગૃત કરવો પડશે ને ! પૂજ્ય ગુરુદેવશ્રી :—ખોળિયું તો જડ માટી છે. તેમાં આત્મા નથી. આત્મા તો આત્મામાં છે. પણ અનાદિથી પુણ્ય-પાપ, કામ-ક્રોધ, માન-માયા, મિથ્યાભ્રાંતિ આદિનું કરવું અને વેદવું કરી રહ્યો છે તે પરનું ધ્યાન છે. તેનાથી તેને સંસાર ફળે છે એટલે ચારગતિમાં રખડવું પડે છે. તેને આચાર્યદેવ કહે છે કે જો હવે તારે આ દુઃખથી છૂટીને સ્વાધીનપણે સુખી થવાની દશા પ્રગટ કરવી હોય તો તારો ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, તેનું ધ્યાન કર ! જેવી પરમાં એકાગ્રતા છે તેવી એકાગ્રતા નિજવસ્તુમાં કર તો તને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થશે અને તેનાં ફળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપી મોક્ષ પ્રાપ્ત થશે અને દુઃખરૂપ એવા વિભાવનો સર્વથા ક્ષય થશે. આત્મામાં પૂર્ણાનંદનું સત્ત્વ રહેલું છે તે પર્યાયમાં પ્રગટ થઈ જાય તેનું નામ ‘મોક્ષ' છે. એકવાર એવી પૂર્ણ શુદ્ધદશા પ્રગટ થઈ તેનો અનુભવ આદિ અનંતકાળ થયા જ કરશે. જેમ અનાદિથી સંસારદશા અનુભવતો હતો તેમ હવે મોક્ષદશાનો અનુભવ કર્યા-જ કરશે. દ્રવ્ય તો ત્રણેકાળ ધ્રુવ ચિદાનંદતત્ત્વ જેમ છે તેમ જ રહે છે પણ બહિર્મુખર્દષ્ટિથી સંસાર ફળે છે અને અંતર્મુખદૃષ્ટિથી મોક્ષ ફળે છે. મિથ્યાશ્રદ્ધા, રાગ અને દ્વેષ પરિણામનું વેદન એ સંસાર છે અને મારો આનંદ મારામાં છે એમ અંતરદૃષ્ટિ કરીને અંતરમાં એકાગ્ર થવું તે આત્માનું ધ્યાન છે. તેને જ મોક્ષનો માર્ગ કહેવાય છે. સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને Page #438 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૫ / [ ૪૨૧ સમ્યારિત્ર એ ત્રણેય આત્માના ધ્યાનની જ પર્યાય છે. તેના ફળમાં પૂર્ણાનંદરૂપ મોક્ષ પ્રગટ થાય છે જેનો અનુભવ જીવ સદાય કર્યા જ કરશે પણ તેનો અંત નહિ આવે. મોક્ષમાર્ગ ધર્માજીવ પૈસા, આબરૂ, મકાન આદિને વિષ્ટા સમાન માને છે. અમૃત સમાન એક આત્મા છે એમ જાણે છે. અહો ! આત્માના ધ્યાનથી ક્ષણમાં મોક્ષ મળે છે ! માટે આત્માનું જ ધ્યાન કરવાલાયક છે. આવી જ વાત બૃહઆરાધના” નામના શાસ્ત્રમાં કહી છે. આત્માની આરાધના એટલે સેવવાનું શાસ્ત્ર છે, તેમાં કહ્યું છે કે ચોવીશમાંથી પ્રથમ સોળ તીર્થકરોને જે સમયે કેવળજ્ઞાન થયું એ જ સમયે એવા સાધુ થયાં કે સાધુપણું લીધું અને તરત જ કેવળજ્ઞાન થયું અને અંતરમુહૂતમાં તો મોક્ષ ચાલ્યા ગયાં. ઋષભદેવથી માંડીને શાંતિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું અને જ્યાં મોક્ષ વાણી છૂટી ત્યાં કેટલાક જીવો સાધુ થઈ ગયાં અને તેમાંથી કેટલાક તો ત્યાં ને ત્યાં જ કેવળજ્ઞાન પામીને અંતરમુહૂતમાં મોક્ષમાં ગયાં. ભગવાનનો મોક્ષ તો પછી થયો પણ ભક્તો પહેલાં ભગવાન થઈ ગયા. આહાહાહા...! જે હજુ તો છદ્મસ્થ સાધુ થયાં ત્યાં તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અને અંતર્મુહૂર્તમાં મોક્ષ પામી ગયા ! એટલી આત્મામાં તાકાત છે ! રોદડાં રોવા જેવું આત્મામાં કાંઈ છે જ નહિ. સોળ પછીના ચાર તીર્થકરોના સમયમાં સાધુ થયા તે કોઈ એક મહિને, કોઈ બે મહિને કે કોઈ છ મહિને મોક્ષ ગયાં. નમિનાથ ભગવાનના સમયમાં સાધુ, કોઈ એક વરસે-કોઈ બે વરસે અને કોઈ ત્રણ વરસે અને છ વરસે મોક્ષ પામ્યા. “ત્રિલોક પરિણતિ'માં આ બધો વિસ્તાર બહુ આપ્યો છે. સોળ તીર્થકરના સમયના સાધુ તો કેટલાક તરત જ અંતર્મુહૂર્તમાં મોક્ષ ગયા. પછીના ચાર ભગવાનના સમયના સાધુ છ મહિનાની અંદર મોક્ષ ગયા. અહા ! એ કાળ કેવો ! એ પુરુષાર્થની ઉગ્રતા કેવી ! અહા, આવો મોક્ષ આટલાં ટૂંકા ટાઈમમાં થઈ જાય ! આવો મોક્ષ અમને કેમ થતો નથી ? એમ હમણાં શિષ્ય પૂછશે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “જો પરમાત્માના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે તો અત્યારે ધ્યાન કરવાવાળા અમને કેમ મોક્ષ થતો નથી ? આમ કહીને બે વાત કરી છે કે ધ્યાન તો અમે પણ કરીએ છીએ. આ કાળે ધ્યાન નથી એવું તો નથી. નિર્વિકલ્પ ધ્યાન તો અમે કરીએ છીએ તો અમને અંતર્મુહૂર્તમાં મોક્ષ કેમ મળતો નથી? સાધુ કહે છે, ચિદાનંદમૂર્તિ શુદ્ધાત્માનું ધ્યાન તો અમે પણ કરીએ છીએ છતાં મોક્ષ થતો નથી, તો શું અમારું ધ્યાન ઓછું હશે ! શિષ્યના પ્રશ્નનું સમાધાન આ છે કે જેવું નિર્વિકલ્પ શુક્લધ્યાન વજવૃષભનારાચસંહનનવાળાને ચોથા કાળમાં હોય છે તેવું આ કાળમાં થઈ શકતું નથી. વજવૃષભનારાચસંહનનવાળા શરીરની શક્તિ બહુ હોય છે તેવું શરીર પંચમકાળમાં હોતું નથી. બીજા ગ્રંથોમાં પણ કહ્યું છે. “àત્યાદ્રિ” તેનો અર્થ આ છે કે સર્વજ્ઞવીતરાગદેવ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ ભરતક્ષેત્રમાં આ પંચમકાળમાં શુક્લધ્યાનનો નિષેધ કરે છે. આ કાળમાં શુક્લધ્યાન થઈ શકતું નથી, ધર્મધ્યાન થઈ શકે છે. ધર્મધ્યાનમાં પણ શુક્લસ્વરૂપમાં એકાગ્રતા થાય છે, શુભરાગરૂપ ધ્યાન હોતું નથી. શુભજોગને કોઈ ધ્યાન કહે તો તે યથાર્થ નથી. અહીં તો ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં એકાગ્રતામાં ફેર છે એમ બતાવવું છે. ધર્મધ્યાનમાં એકાગ્રતા ઓછી છે તેથી તેનાથી મોક્ષ થતો નથી. શુક્લધ્યાન ઘણું જ ઉજ્વળ હોય છે, તેની એકાગ્રતા પણ ઘણી છે, તેનાથી જ મોક્ષ થાય છે. ' ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી એ બન્ને આ કાળમાં આવી શકતી નથી. ગુણસ્થાન પણ સાતમા સુધી હોય છે તેનાથી ઉપરના ગુણસ્થાન હોતાં નથી. આ કાળમાં કોઈ મુનિ હોય તેને સાતમું ગુણસ્થાન હોઈ શકે છે પણ તેનાથી વિશેષ ગુણસ્થાન આવતું નથી. અહીં તાત્પર્ય એ છે કે પરમાત્માના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે માટે સંસારની સ્થિતિ ઘટાડવા માટે અત્યારે પણ ધર્મધ્યાનનું આરાધન કરવું જોઈએ. જેનાથી પરંપરા મોક્ષ મળી શકે છે. તવેવ ધ્યાતિવ્યનિતિ ભાવાર્થ: તદેવ=ધર્મ-ધ્યાનનું આરાધન કરવા જેવું છે જેથી સંસારની સ્થિતિ ઘટીને ભવિષ્ય શુક્લધ્યાન થતાં સંસારનો અભાવ થઈને મોક્ષ પ્રાપ્ત થશે. શુભજોગને ઉપચારથી ધર્મધ્યાન કહે છે પણ કોને? કે જેને અંતરમાં શુદ્ધાત્માની દૃષ્ટિ પ્રગટી છે, એમાં એકાગ્રતા કરે છે એવા ધ્યાનીને જે શુભ વિકલ્પ આવે છે તેને વ્યવહાર-ધર્મધ્યાન કહેવાય છે, જે પુણ્યબંધનું કારણ છે. નિશ્ચયધ્યાન તો આત્મામાં એકાગ્રતા થવી તે જ છે. એકાગ્રતાની અલ્પતા તે ધર્મધ્યાન છે અને એકાગ્રતાની ઉગ્રતા તે શુક્લધ્યાન છે. ધર્મધ્યાનમાં ઉજ્વળતા ઓછી છે અને શુક્લધ્યાનમાં ઉજ્વળતા વિશેષ છે અને શુભજોગ તો મલિન છે માટે તે ખરેખર ધ્યાન નથી, તેનાથી પરંપરા મોક્ષ ન મળે. અત્યારે કોઈને શાસ્ત્રનો અભ્યાસ નહિ. ધંધામાં ગૂંચવાયેલાં હોય એમાંથી માંડ એક બે કલાક સાંભળવા જાય ત્યાં ગુરુ તેને શુભજોગથી પરંપરા મોક્ષ થશે એવો સહેલો રસ્તો 'બતાવે એટલે તરત રુચિ જાય. પણ શુભરાગથી ધર્મ ન થાય, પુણ્ય થાય. વ્યવહારે તેને ધર્મ કહેવાય પણ નિશ્ચયથી તે પુણ્ય જ છે. વ્યવહાર પણ કોને? કે જેને નિશ્ચયધર્મધ્યાન હોય તેને જે શુભભાવ છે તેને વ્યવહારધર્મ કહેવાય છે. ધર્મધ્યાનમાં આત્મામાં એકાગ્રતા થોડી છે તેથી મોક્ષ થતાં અલ્પકાળ લાગે છે. શુક્લધ્યાનમાં એકાગ્રતા વિશેષ છે તેથી તુરત કેવળજ્ઞાન પામે છે. તદેવ શબ્દમાં ધર્મધ્યાનની વાત કરી છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં તારતમ્યતા છે એટલે હીનાધિકતા છે પણ જાત તો એક જ છે. ધર્મધ્યાન ગૃહસ્થાશ્રમમાં પણ હોય શકે છે. આત્માની દૃષ્ટિ થઈ છે અને જેટલી સ્થિરતા છે એટલી એકાગ્રતા તો સદાય છે અને કોઈ વખતે ઉપયોગરૂપ પણ થઈ જાય છે. સમજાણું કાંઈ? આવા ધર્મધ્યાનયુક્ત જીવને પરંપરા મોક્ષ મળે છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૫ / [ ૪૨૭ ભગવાન એકલો આનંદસાગર ભર્યો છે તેના ઉપર મીટ માંડ અને તેમાં એકાગ્રતા કર એનું નામ ધર્મધ્યાન છે, તે અપૂર્ણચારિત્ર છે. સ્થિરતા પૂર્ણ થઈ જતાં યથાવાતચારિત્ર અને કેવળજ્ઞાન થઈ જાય છે. ધર્મધ્યાનનો કાળ વધારે હોય છે પણ શુક્લધ્યાનનો કાળ થોડો હોય છે. તેથી અહીં ક્ષણમાં મોક્ષ થાય એમ લખ્યું છે. શુક્લધ્યાનમાં ક્ષણમાં મોક્ષ થાય છે. ત્યારે વજૂનારાચસંહનનું નિમિત્ત પણ હોય છે. આ કાળે વજૂનાવાચસંહનનું નિમિત્ત પણ નથી અને શુક્લધ્યાન પણ નથી. ધર્મધ્યાન છે તેથી પરંપરા મોક્ષ થાય છે એમ કહ્યું છે. ધર્મધ્યાનથી ભવકટી કરી આરાધક જીવ અલ્પકાળમાં મુક્તિ પામે છે. આ ૯૭ ગાથા થઈ. હવે ૯૮મી ગાથા કહે છે. અહીં કહે છે કે જેના રાગરહિત મનમાં શુદ્ધાત્માની ભાવના નથી તેને શાસ્ત્ર, પુરાણ, તપશ્ચારણ આદિ શું કરી શકે છે? અર્થાત્ કાંઈ કરી શકતા નથી. શુદ્ધ ચિદાનંદ આનંદકંદ અખંડ આત્માની જેને ભાવના એટલે એકાગ્રતા નથી અર્થાત્ રાગરહિત શુદ્ધ પરિણતિ નથી તેને શાસ્ત્ર કે પુરાણ આદિ શું કરી શકે ! તે તપશ્ચરણ કરે તેનાથી પણ શું? નિર્મળ શુદ્ધ ચિદાનંદ આત્મામાં જેની દૃષ્ટિ ગઈ નથી, જેના જ્ઞાનમાં નિર્મળ આત્મા નથી એટલે કે શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં “આ આત્મા” એમ વસ્યો નથી–આત્માનું ભાન થયું નથી તેને શાસ્ત્ર આદિ શું કરી શકે ! શાસ્ત્રનું જ્ઞાન, પુરાણની કથાઓનું જ્ઞાન અને વ્રત, તપ આદિ શું તેને મોક્ષ કરાવી શકે કયારેય ન કરાવી શકે. તેનો અર્થ એ થાય છે કે શુદ્ધ ચિદાનંદ પ્રભુને જેણે દૃષ્ટિમાં લીધો છે તેની મુક્તિ થાય છે. શુદ્ધાત્માની દૃષ્ટિ વિના શાસ્ત્રનું ભણતર કે તપશ્ચરણ આત્માનું કલ્યાણ કરતા નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો મેરુ છે, ચૈતન્યસૂર્ય છે. તેની જેને રાગરહિત નિર્વિકલ્પ શાંતરૂપ શુદ્ધભાવના થઈ છે તેની મુક્તિ થાય છે. એટલે કે નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ શુદ્ધભાવના તે મુક્તિનું કારણ છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ વીતરાગી શાંતિનો પિંડ છે. નિર્દોષ અભેદ અનંત શાંતિનો પિંડ છે. તેની જેને ભાવના નથી તેના વ્રત, તપ કે શામભણતર આદિ બધું નિરર્થક જાય છે. શુદ્ધ ચિદાનંદમૂર્તિ આત્મા જેણે દૃષ્ટિમાં વસાવ્યો નથી, આત્માનું સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જેને પ્રગટ થયું નથી તેને આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર વિના એકલું શાસ્ત્રનું ભણતર અને તીર્થંકર, ચક્રવતી આદિ મહા પુરુષોના જીવનચારિત્રનું જ્ઞાન હોય તે તેને મુક્તિ પ્રાપ્ત કરાવતું નથી, ફોગટ જાય છે. અહિંસા, વ્રત, તપ, જપ પણ અનુભવ વિના વ્યર્થ છે. આ સાંભળી શિષ્યને પ્રશ્ન થાય છે કે શાસભણતર આદિ બિલકુલ નિરર્થક જાય છે ?. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો તેનું સમાધાન ગુરુ કરાવે છે કે બિલકુલ નિરર્થક તો નથી પણ, વીતરાગ સમ્યક્ત્વરૂપ નિજ શુદ્ધાત્માની ભાવના સહિત હોય તો તો શાસ્ત્રજ્ઞાન, તપશ્ચરણ આદિ મોક્ષના બાહ્ય સહકારીકા૨ણ છે અને જો તે વીતરાગ સમ્યક્ત્વના અભાવરૂપ હોય તો પુણ્યબંધના કારણ છે અને જો મિથ્યાત્વ રાગાદિ સહિત હોય તો તે પાપબંધના કારણ છે. જેમ કે રુદ્ર વગર વિદ્યાનુવાદ નામના દશમાં પૂર્વ સુધી શાસ્રભણતર કરીને ભ્રષ્ટ થઈ જાય છે. શુદ્ધ ચૈતન્યમૂર્તિનું નિર્વિકલ્પ સમ્યગ્દર્શન તે વીતરાગી સમ્યક્ત્વ છે અને તેની ભાવના એટલે તેમાં એકાગ્રતા સહિત જો શાસ્ત્રનું ભણતર, પુરાણનું જ્ઞાન અને તપશ્ચરણ હોય તો તે મોક્ષના નિમિત્તકારણ કહેવાય છે. જુઓ ! સમ્યક્ત્વ સાથેના આ પરિણામ કહ્યાં છે. સમ્યક્ત્વ પહેલાં આવા પરિણામ હોય અને પછી સમ્યક્ત્વ થાય એમ કહ્યું નથી. પહેલાં શુભરાગરૂપ ધર્મધ્યાન હોય અને પછી શુક્લધ્યાન થાય, એમ નથી. પહેલાં શાસ્ત્રજ્ઞાન અને વ્રત, તપાદિના પરિણામ હોય તો તેના ફળમાં વીતરાગી સમ્યક્ત્વ થાય એમ પણ નથી. વીતરાગસ્વરૂપ શુદ્ધ ચૈતન્યનો અનુભવ અને તેની ભાવના હોય તેને શાસ્ત્રનું ભણતર આદિ બાહ્ય સહ્કારીકરણ અથવા નિમિત્ત કહેવામાં આવે છે. બાકી આત્માની દૃષ્ટિ વિનાના ભણતર કાંઈ કામના નથી, નિમિત્ત પણ નથી. નિશ્ચય વિના વ્યવહાર હોતો જ નથી. નિશ્ચયની સાથે જ વ્યવહાર હોય છે. શુદ્ધ ચૈતન્યની નિર્વિકલ્પ એકાગ્રતાની નિર્વિકલ્પ વીતરાગી પર્યાયની સાથે રહેલો શાસ્ત્ર ભણતરનો વિકલ્પ કે પંચમહાવ્રત આદિનો વિકલ્પ કે દેવ, ગુરુ, શાસ્રની શ્રદ્ધાનો રાગ મોક્ષમાર્ગમાં સહકારીકારણ તરીકે ગણવામાં આવે છે. વીતરાગીપર્યાય તે અંતરંગકારણ અને આ વ્યવહાર તે બહિરંગકારણ છે. શુદ્ધ ઉપાદાન તે અંતરંગકારણ અને વ્યવહાર તે બહિરંગકારણ છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ દૃષ્ટિ જ્ઞાન અને રમણતા એ મોક્ષનું અંતરંગકારણ છે અને તેની સાથે જો આવા વિકલ્પ હોય તો તેને બાહ્યમાં સાથે રહેલાં—બહિરંગકારણ કહેવાય છે. તે અંતરંગ પરિણામમાં ભળી જતાં નથી. શુદ્ધ પરિણામ તો મોક્ષના અત્યંતરકારણ છે તેની સાથે શુભવિકલ્પ હોય તો તે બાહ્યકારણ કહેવાય પણ અત્યંતરકારણ વિનાના એકલા શુભરાગ અને જ્ઞાનનો ઉઘાડ તો ફોગટ છે. અહા ! વીતરાગમારગ કોઈ અલૌકિક છે પણ અનંતકાળથી તેને લક્ષમાં લીધો નથી. કેવલીપણતો ધમ્મો શરણું....ઘણીવાર બોલ્યો હશે પણ કેવલીકથિત ધર્મનું શરણ એકવાર પણ એણે લીધું નથી. આત્માના અનુભવ વિનાના શુભરાગનું કાંઈ મહત્ત્વ ન આપવું તો શિષ્યને એમ થાય છે કે તેને કાંઈક તો માર્ક આપો; ત્યારે ગુરુ કહે છે ભાઈ! સાંભળ આત્માના Page #442 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૫ ) [ r૨૯ નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાની સાથે જો શાસ્ત્રજ્ઞાન, વ્રતાદિ આચરણ છે તો તે મોક્ષના નિમિત્તકારણ છે એટલા માર્ક તેને મળે છે. નિમિત્ત છે એટલું જ. બાકી મૂળ નિશ્ચયનો માલ ભર્યા વિના તો વ્યવહાર કે નિમિત્ત પણ તેને કહેવાતું નથી. માલ ભર્યા વિના કોથળાને શેનો કહેવો ! તેમ નિશ્ચય વિનાના વિકલ્પને કોનો વ્યવહાર કહેવો? ચોખા, ઘઉં કે દાળ કાંઈક ભરો તો કોથળાને ચોખાનો, ઘઉને કે દાળનો કોથળો કહેવાય તેમ શુદ્ધ ચિદાનંદસ્વરૂપની દૃષ્ટિ, જ્ઞાન, રમણતા હોય તો સાથેના શુભરાગને નિમિત્ત કહેવાય છે–વ્યવહાર કહેવાય છે. નિશ્ચય વિના વ્યવહાર કહેવાતો નથી. બાપુ ! આ મોક્ષના મારગે ચાલવું એ કાંઈ લોલા-પેથાનું કામ નથી. વસ્તુ પોતે પરમાત્મસ્વરૂપ છે તેવું પર્યાયમાં પ્રગટ કરવા માટે એવા આખા અખંડસ્વરૂપની દૃષ્ટિ, જ્ઞાન અને નિર્વિકલ્પ ધ્યાનની પરિણતિ કરે તો તેને મુક્તિની–પૂર્ણદશાની પ્રાપ્તિનું કારણ થાય છે. બાહ્યમાં વ્રતાદિના વિકલ્પ હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, દેવ, ગુરુની શ્રદ્ધા હોય એ બધું મોક્ષનું નિમિત્તકારણ કહેવાય છે. પંચાસ્તિકાયમાં પણ જે સાધન-સાધ્યની વાત આવે છે તેનો અર્થ પણ આ રીતે બેસાડે તો બેસે. બીજી રીતે બેસે તેમ નથી. અખંડ શુદ્ધ ચિદાનંદમૂર્તિના સમ્યકશ્રદ્ધાન, જ્ઞાનનો અભાવ હોય અને શાસ્ત્ર ભણતર, પુરાણ આદિનું જ્ઞાન હોય અને વ્રતાદિના પરિણામ હોય તો તે પુણ્યબંધનું કારણ થાય છે. નિશ્ચય તો નથી પણ શુભરાગ છે તેથી પુણ્ય બંધાય છે. મિથ્યાત્વ સહિતના પુણ્યપરિણામની આ વાત છે અને જો મિથ્યાત્વ સહિત તીવ્ર રાગપૂર્વક એવા પરિણામ હોય તો તે પાપબંધનું કારણ થાય છે. પરિણામમાં પાપ હોવાથી બંધન પણ પાપનું થાય છે. અહીં આ વાત ચાર બોલથી સમજવી. ૧. શુદ્ધ ચિદાનંદની દૃષ્ટિ વિના શાસ્ત્રજ્ઞાન, વ્રતાદિ બધું વ્યર્થ છે. ૨. બીજી રીતે કહ્યું કે અંતરંગ શ્રદ્ધા, જ્ઞાન, શાંતિની પરિણતિ સહિત શાસ્ત્રજ્ઞાન, પુરાણ વ્રતાદિના પરિણામ હોય તો તે મોક્ષના સહકારી કારણ છે. ૩. આત્માના ભાન વિના એકલા શાસ્ત્ર ભણતર, વ્રતાદિના પરિણામ હોય તો તે પુણ્યબંધના કારણ છે અને ૪. ચોથું કહ્યું કે મિથ્યાદૃષ્ટિ સહિત નિદાન આદિ પાપ પરિણામપૂર્વક વ્રતાદિનો બાહ્ય ક્રિયાકાંડ કરે છે તે એકલું પાપ જ બાંધે છે. આ ચારેય બોલનો સાર એ છે કે પરમાત્માને સ્પર્ધો વિનાનું બધું ખોટું છે. પરમાત્મસ્વરૂપને વેદે સ્પર્શે તો સાથે રહેલાં શુભરાગને મોક્ષનું નિમિત્તકારણ કહેવાય છે. એ વિના તો તેને નિમિત્તકારણ પણ કહેવાતું નથી. બાહ્ય આચરણ કરે પણ અંદર અભિપ્રાયમાં Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ] ભોગની વાંછા હોય, નિદાન હોય તો તો એ એકલું પાપબંધનું જ કારણ થાય. હવે, આગળની ગાથામાં કહે છે કે જે ભવ્ય જીવોએ આત્મા જાણી લીધો તેણે બધું જાણી લીધું. અખંડાનંદ ચૈતન્યવસ્તુના ભાન વિના લૌકિકમાં સંતો-મહંતો મંદકષાયથી પુણ્ય બાંધે છે પણ તેનાથી આત્માને જરાય લાભ થતો નથી. અનેક પ્રકારની મિથ્યામાન્યતા તો અંદરમાં પડી હોય તેના શુભપરિણામ પણ સામાન્ય હોય છે એમાં કાંઈ નહિ. અહીં તો કહે છે કે ત્રણકાળ ત્રણલોકના નાથ ભગવાને જેવો આત્મા જોયો તેવો આત્મા જેણે અંતરથી જાણી લીધો તેણે બધું જાણી લીધું. [ પરમાત્મપ્રકાશ પ્રવચનો હે યોગી !–શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિવાળા હે યોગી ! એક પોતાના આત્માને જાણવાથી આ ત્રણલોક જણાય છે. કારણ કે આત્માના જ્ઞાનમાં બધાંનું જ્ઞાન આવી જાય છે. ‘‘સબ આગમભેદ સુઉર બસે....'' શાસ્ત્રને શું કહેવું છે તે બધું એના જ્ઞાનમાં આવી જાય છે તેથી કહ્યું કે ‘આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું'. આત્માને જાણે તેને જ કેવળજ્ઞાન થાય છે અને કેવળજ્ઞાનમાં આખો લોક પ્રતિબિંબિત થાય છે. આત્માના જ્ઞાન વિના નવપૂર્વ ભણે તોપણ કાંઈ જણાતું નથી. નવપૂર્વનો ઉઘાડ પણ પછી તો ચાલ્યો જાય છે અને જીવ નિગોદમાં પણ જાય છે અને આત્માનું જ્ઞાન થયું તેને બહારમાં એકેય અંગનું જ્ઞાન ન હોય તોપણ તેને કેવળજ્ઞાન થશે અને તેમાં ત્રણકાળ ત્રણલોક પ્રતિબિંબિત થઈ જશે. ત્રાત્મનઃ સંધિનિ ભાવેનો આ અર્થ કર્યો અને બીજા પણ ઘણાં અર્થ તેમાંથી ઉતારશે. ભાવાર્થ : વીતરાગ નિર્વિકલ્પસ્વસંવેદનજ્ઞાનથી શુદ્ધાત્મતત્ત્વને જાણવાથી સમસ્ત બાર અંગના શાસ્ત્ર જાણવામાં આવે છે. રાગ વિકલ્પ છોડી દઈને આત્માના સ્વસંવેદન જ્ઞાન વડે જેણે આત્માને જાણ્યો તેને બાર અંગનું જ્ઞાન થઈ જાય છે. બાર અંગમાં સાર એ કહેવો છે કે ‘આત્માની વીતરાગ દૃષ્ટિ કર ! આત્માનું જ્ઞાન કર !' એ કાર્ય જેણે કર્યું તેને બાર અંગનો સાર અંતરમાં પ્રગટ થઈ ગયો. માટે તેને નિશ્ચય શ્રુતકેવળી પણ કહેવાય. બાર અંગનું જ્ઞાન થાય ત્યારે વ્યવહાર શ્રુતકેવળી કહેવાય. બાર અંગમાં કહેલો ભાવ જેને પ્રગટ થયો છે તેને ભવિષ્યમાં બાર અંગનું જ્ઞાન પણ પ્રગટ થશે. Page #444 -------------------------------------------------------------------------- ________________ - આત્મા જાણ્યો તેણે સર્વ જાણું (સળંગ પ્રવચન નં. ૬૬) योगिन् आत्मना ज्ञातेन जगत् ज्ञातं भवति । आत्मनः संबन्धिनिर्भावे बिम्बितं येन वसति ॥६६॥ आत्मस्वभावे प्रतिष्ठितानां एष भवति विशेषः । दृश्यते आत्मस्वभावे लघु लोकालोकः अशेषः ॥१००॥ શ્રી પરમાત્મપ્રકાશનો આ પ્રથમ અધિકાર છે, તેમાં ૯૯ ગાથાનો ભાવાર્થ ફરીને લઈએ. પાઠમાં એ કહેવું છે કે આત્માને જાણતાં જગત આખું જણાશે. આ આત્માનો સ્વભાવ તો એકલો જ્ઞાન, આનંદ અને ચૈતન્યસ્વરૂપ છે. આવા આત્માને જાણ્યો તેણે બધું જાયું; એક આત્માને જાણશે તે બધાંને જાણશે. ભગવાન આત્મા જ્ઞાન-દર્શનનો ચૈતન્યનો સૂર્ય છે. માટે, વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી પોતાના આત્માને જાણવો એ જ સાર છે. વીતરાગ સ્વસંવેદનજ્ઞાન એટલે શુભાશુભ રાગથી છૂટું પડેલું અરાગી વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર દ્વારા આત્માનું વેદન. પોતાનું પોતાથી થયેલું નિવિકલ્પ વીતરાગી વેદન તે સ્વસંવેદનજ્ઞાન છે. આવા નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનથી પોતાને જાણવો તે જ સાર છે. શુદ્ધાત્મતત્ત્વને સ્વસંવેદનથી જાણનારને બાર અંગનું પણ જ્ઞાન થાય છે. ભગવાન આત્મા તો જ્ઞાનનો પુંજ છે એટલે કે સમજણનો પિંડ છે અને આનંદની મૂર્તિ છે. તેની સ્વસમ્મુખ દૃષ્ટિ, સ્વસમ્મુખ જ્ઞાન અને સ્વભાવ સન્મુખની શાંતિ વડે આત્માને જાણવાથી સમસ્ત બાર અંગના શાસ્ત્રને જાણી શકાય છે. અર્થાત્ એક આત્માને જાણતા બારેય અંગનું તાત્પર્ય અનુભવમાં આવી જાય છે. આ નીચલી ભૂમિકાની વાત છે. કેવળજ્ઞાનમાં બધું જણાય છે તે વાત નથી. આ શરીર દેખાય છે તે તો જડ છે, કર્મ પણ જડ ધૂળ છે, અંદરમાં કામ, ક્રોધાદિ ભાવ થાય છે તે વિકાર છે તેનાથી રહિત અંદરમાં ચૈતન્ય આનંદકંદ આત્મા બિરાજે છે પણ અજ્ઞાનીએ કદી તેની દરકાર કરી નથી કોણ જાણે આત્મા કોણ હશે! આખો દી આ શરીરની સંભાળ, રળવું, ખાવું, પીવું ને વ્યવહાર સાચવવા એમાંથી ઊંચો આવતો નથી પણ એ ધૂમાડાના બાચકા છે તેમાં કાંઈ હાથ આવતું નથી. મુમુક્ષુ આખી જિંદગી આમ ને આમ ચાલી ગઈ છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨) / ઘરકાશ પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રી આખી જિંદગી નહિ, પણ અનંતકાળ આમ જ વીતી ગયો છે. અનાદિકાળથી આ આત્માએ જ એકેન્દ્રિય, બેઈન્દ્રિય...પંચેન્દ્રિય આદિ અવતાર ધારણ કરી કરીને કાળ કાઢી નાંખ્યો છે તેમાં દરેક ભવમાં એ કુચે જ મર્યો છે–દુઃખી જ થયો છે. જેણે એક ક્ષણ પણ શરીર, કર્મ અને વિકારની દૃષ્ટિ છોડી દઈને, સ્વભાવ દૃષ્ટિ કરીને, સ્વસંવેદનજ્ઞાન વડે “આ આત્મા છે” એમ જાણ્યું તેણે બાર અંગનો સાર જાણી લીધો. માટે રાગાદિનું લક્ષ છોડીને ચિદાનંદ આત્માનું લક્ષ કરવું એ જ કરવાયોગ્ય છે. શ્રોતા –પણ આત્મા જડતો (મળતો) નથી. - પૂજ્ય ગુરુદેવશ્રી એણે આત્માને ગોત્યો જ નથી તો જડે ક્યાંથી ? શોધે તો મળે. પણ શોધ્યા વિના આત્મા મળતો નથી એમ કેમ કહેવાય ! અહીં તો બધી તોળીને વાત કરો તો કામનું. મારું મોતી પડી ગયું છે પણ મળતું નથી એમ કહે છે પણ આંખ ખોલીને ગોત તો મળે ને ! તેમ આત્મા શું વસ્તુ છે એ પહેલાં બરાબર સાંભળે તો ખબર પડે ને ! બહારમાં એક એક ચીજ મેળવવા માટે કેટલો પ્રયત્ન કરે છે તેમ આત્માને શોધવાનો પ્રયત્ન કરે તો આત્મા મળ્યા વિના ન રહે. આત્માને જાણ્યા વિના બધાં થોથા છે–મીંડા છે. પછી ભલે તે વકીલાત હોય કે મોટો વેપાર હોય કે ગમે તેવી ઊંચી પદવીવાળી નોકરી હોય તો પણ તેની શું કિંમત છે ! જેમ કોઠીમાં ઠસોઠસ ઘી ભર્યું હોય તેમ આત્મા જ્ઞાન આનંદથી ભરેલી ચીજ છે. દૃષ્ટાંતમાં તો કોઠી અલગ છે અને તેમાં ઘી ભર્યું છે પણ આ તો જ્ઞાન અને આનંદની જ બનેલી વસ્તુ છે. આત્મા અતીન્દ્રિય આનંદનો ધ્રુવ તારો છે. તેને રાગની દૃષ્ટિ છોડીને જે અરાગી દૃષ્ટિ દ્વારા, અરાગી જ્ઞાન દ્વારા અને અરાગી સ્થિરતા “આ હું આત્મા છું” એમ જાણે તેણે બાર અંગને જાણી લીધાં. કારણ કે બાર અંગમાં જે કહ્યું છે તે તેણે કરી લીધું. બાર અંગ જાણીને પણ જે ધ્યાન કરવાનું છે તે તેણે કરી લીધું માટે તેણે બાર અંગ જાણ્યા ગણાય છે. એ આગળ કહેશે. જેમ રામચંદ્રજી સમકિતી હતા, પોતે બળદેવ હતા અને લક્ષ્મણ વાસુદેવ હતાં. બંને ભાઈઓને પ્રેમનો પાર નહિ, લક્ષ્મણ ગુજરી ગયા પણ રામને માનવામાં ન આવે તેથી છ મહિના સુધી તો મડદાને ખભે લઈને ફરે છે. રામ જ્ઞાની તો હતા પછી વૈરાગ્ય થઈ ગયો એટલે મુનિ થઈ ગયા અને માંગીતૂગી ઉપરથી મોક્ષ ગયા છે. પાંચ પાંડવ પણ જ્ઞાની હતા, મુનિ થયા હતાં તેમાંથી પ્રથમ ત્રણ શત્રુંજય ઉપરથી મોક્ષ પામ્યા છે અને સહદેવ, નકુળ સ્વર્ગમાં ગયા છે. ઋષભદેવ ભગવાનના પ્રથમ પુત્ર ભરત ચક્રવર્તી જેના નામ ઉપરથી આ “ભરતક્ષેત્ર નામ પડ્યું, જેના ઘરે પદમણી જેવી ૯૬ હજાર તો સ્ત્રી હતી, છ ખંડનું રાજ હતું તે Page #446 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૬ ] | ૪૩૩ છોડીને એ પણ આત્માનું ધ્યાન કરીને મુક્તિ પામ્યા. એ જ રીતે ‘સગર' પણ ચક્રવર્તી હતા તેણે પણ ભગવાનના શાસનમાં દીક્ષા લીધી હતી. આવા બધાં મહાપુરુષોએ પણ મુનિપણું લઈને બાર અંગનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને બાર અંગ ભણવાનું ફળ જે નિશ્ચયરત્નત્રયસ્વરૂપ શુદ્ધ પરમાત્માનું ધ્યાન તેમાં લીન થયા હતા. મહાપુરુષોએ પણ આ રીતે મુનિદશામાં આત્માનું ધ્યાન કર્યું હતું. માટે, વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી પોતાના આત્માને જાણવો એ જ સાર છે. શબ્દથી કે શાસ્ત્રજ્ઞાનથી આત્માને જાણવો એ સાર નથી પણ અંતરમાં ભાવશ્રુતજ્ઞાનથી આત્માને જાણવો-અનુભવવો તે સાર છે. આ રીતે આત્માને જાણવાથી તેનું બધું જાણવું સફળ થાય છે. માટે, જેણે પોતાના આત્માને જાણ્યો તેણે બધુ જાણ્યું. આત્માને જાણ્યા વિનાનું કાંઈ સફળ નથી અને આત્માને જાણ્યો તેનું બધું જ્ઞાન સફળ છે. આ એક બોલ થયો. જેણે આત્માને જાણ્યો તેણે બધું જાણ્યું' તેના આવા ચાર બોલ કહેશે. બીજો બોલ-નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલો જે પરમાનંદ સુખરસ-તેનો આસ્વાદ થતાં જ્ઞાની પુરુષ એમ જાણે છે કે મારું સ્વરૂપ જુદું છે અને દેહ, રાગાદિક મારાથી જુદાં છે, મારા નથી. માટે પોતાના આત્માને જાણવાથી બધું ભેદ જણાય જાય છે. જેણે પોતાને જાણ્યો તેણે પોતાથી ભિન્ન બધાં પદાર્થને જાણ્યાં. પહેલાં બોલમાં એમ કહ્યું કે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. હવે બીજા બોલમાં કહે છે કે આ આત્મા આનંદસ્વરૂપ છે તે હું છું, આ દેહ અને રાગાદિ તે હું નથી એવી શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ થયો તેણે આત્મા અને તેનાથી ભિન્ન એવા સર્વ ભેદોને જાણી લીધા. આ અતીન્દ્રિય આનંદમય આત્મા તે હું એમ જેણે જાણ્યું તેણે રાગાદિ સર્વ વિકલ્પ દુઃખરૂપ છે તે મારાથી ભિન્ન છે એ પણ બરાબર જાણી લીધું. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે વિકલ્પ ઊઠે છે તેમાં આકુળતા છે માટે તે મારા આનંદમય આત્માથી ભિન્ન છે. આ ચોથા ગુણસ્થાનથી માંડીને બધી વાત છે હો ! ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને આવું આત્માનું જ્ઞાન અને ભેદોનું જ્ઞાન હોય છે. આત્માને જાણવાથી બધાં ભેદોનું જ્ઞાન થઈ જાય છે. આ સ્ત્રી, પુત્ર, પરિવાર, મકાન આદિ મને ઠીક છે એવો ભાવ છે તે રાગ છે, દુઃખ છે. તેનાથી રહિત આત્મા અતીન્દ્રિય આનંદમય છે એવું ભાન થતાં, આ અતીન્દ્રિય આનંદમય આત્મા તે હું છું અને તેનાથી ભિન્ન જે વિકલ્પ ઊઠે છે તે રાગ, શરીર અને ધનાદિ સંયોગ તે બધું મારાથી જુદું છે. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવતાં આ જ હું અને તેનાથી જે ભિન્ન છે એ કાંઈ મારું નથી એમ એક આત્માને જાણતાં તેનાથી ભિન્ન સર્વ ભેદોનું પણ જ્ઞાન થઈ જાય છે. એકને જાણતાં બધાં ભેદો જણાઈ ગયાં. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ] [[ પરમાત્મપ્રકાશ પ્રવચનો સપા જાણતાં ન જણાય તેના ચાર બોલમાંથી આ બે બોલ થયાં. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં બધું જાણી શકાય છે એમ કહે છે. દાખલો ભલે ઉત્કૃષ્ટ–મુનિ દશાવાળાનો આપે છે પણ સ્વરૂપની દૃષ્ટિ થઈ છે એટલે અંશે વીતરાગ ચારિત્ર ચોથાવાળાને પણ થયું છે. ત્રીજો બોલ–આત્મા શ્રુતજ્ઞાનરૂપ વ્યાતિજ્ઞાનથી આખા લોકાલોકને જાણે છે. માટે, આત્માનું જ્ઞાન થતાં બધું જાણવામાં આવી ગયું છે. ભાવશ્રુતજ્ઞાનવડે જેમ આત્માને જાણ્યો તેમ એ જ્ઞાનની વ્યાપ્તિ દ્વારા એટલે એ શ્રુતજ્ઞાનવડે પરોક્ષપણે આખો લોકાલોક જણાય જાય એવો એ જ્ઞાનનો સ્વભાવ છે. આત્માને જાણનાર ભાવશ્રુતજ્ઞાનમાં લોકાલોકને પણ જાણવાથી બધું જણાય છે તેનો આ ત્રીજો બોલ થયો. ચોથો બોલ_વીતરાગ નિર્વિકલ્પ સમાધિના બળથી કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને જેમ દર્પણમાં ઘટ-પટ આદિ પદાર્થ ઝલકે છે તેમ જ્ઞાનરૂપી દર્પણમાં આખો લોક-અલોક ભાસે છે–જણાય છે. આમાં કેવળજ્ઞાન કેવી રીતે થાય એ વાત પણ આવી ગઈ. કોઈ પંચમહાવ્રતના પરિણામ કે ક્રિયાકાંડથી કેવળજ્ઞાન પ્રગટ થતું નથી પણ વિતરાગી દૃષ્ટિ, જ્ઞાન, સ્થિરતાની શાંતિ દ્વારા અને તેમાં પણ નિર્વિકલ્પ સમાધિધ્યાનના બળથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તેમાં આત્માનું તો પૂરું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે સાથે લોકાલોકનું પણ પૂરું અને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. જેમ અરીસામાં સર્વ પદાર્થો ઝલકે છે તેમ કેવળજ્ઞાનરૂપી દર્પણમાં લોક–અલોક જેવા છે તેવા ભાસે છે. માટે, કહ્યું કે આત્માને જાણવાથી બધું જણાય છે. આમ, ચાર બોલથી આત્માને જાણતાં સર્વ જણાય છે' એ સ્પષ્ટ કર્યું. તેમાં સારાંશ એ આવ્યો કે આ ચારેય વ્યાખ્યાનોનું રહસ્ય જાણીને, બાહ્ય-અત્યંતર બધો પરિગ્રહ છોડીને સર્વ પ્રકારે પોતાના શદ્ધાત્માની ભાવના કરવી જોઈએ. ભાવના તો ઉત્કૃષ્ટ રાખીને પ્રયત્ન કરવો જોઈએ. ચાર વ્યાખ્યાન થયાં તે સમજાયા? /એક તો આ આત્માના શુદ્ધ ચિદાનંદસ્વરૂપને અંતરદષ્ટિ અને જ્ઞાનથી જાણતાં બધું જણાઈ જાય. માટે, એકને જાણતાં સર્વ જાણ્યું. બીજું, આત્માને નિર્વિકલ્પ આનંદના સ્વાદ દ્વારા જાણતાં, આ આનંદ તે આત્મા, બાકી રાગાદિ જે દુઃખરૂપ ભાવો અને શરીરાદિ તે હું નહિ. એમ, આત્માને જાણતાં તેનાથી ભિન્ન એવા સર્વ ભેદોને જાણી લે છે. ત્રીજું, ભાવશ્રુતજ્ઞાન–વિકલ્પ વિનાની જ્ઞાનદેષ્ટિવડે જાણતાં, આત્મા જણાય તે જ્ઞાનમાં લોકાલોકને પણ જાણવાની તાકાત છે. લોકાલોકમાં આમ જ હોવું જોઈએ તેમ બરાબર જણાય છે. ચોથું, નિર્વિકલ્પ દષ્ટિ, જ્ઞાન ને સ્થિરતા દ્વારા કેવળજ્ઞાન થતાં આત્મા અને લોકાલોક પ્રત્યક્ષ જણાય છે. માટે આત્માને જાણતાં સર્વ જણાય છે એ સિદ્ધ થયું. / Page #448 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૬ ] L[ ૩૫ આવું જ કથન શ્રી સમયસાર ગાથા ૧૫મા કુંદકુંદઆચાર્યું કર્યું છે. जो पस्सइ अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं । अपदेससुत्तमझं पस्सइ जिणसासणं सव्वं ।।१५।। અર્થ એ છે કે જે કોઈ નિકટ મોક્ષગામી જીવ સ્વસંવેદનજ્ઞાનથી પોતાના આત્માને અનુભવે છે, સમ્યગ્દષ્ટિપણાથી પોતાને દેખે છે તે સર્વ જૈનશાસનને દેખે છે એમ જિનસૂત્રમાં કહ્યું છે. પોતાના આત્માને જે જ્ઞાનના વેદન દ્વારા પ્રત્યક્ષ અનુભવે છે, સમ્યગ્દષ્ટિપણે એટલે સમ્યફશ્રદ્ધાથી પોતાના આત્માને પ્રતીતમાં લે છે તે જૈનશાસન છે. આવી વાત...ઘરમાં ચાલે નહિ, બહાર જાય ત્યાં પણ સાંભળવા મળે નહિ, કોઈકવાર આવા સ્થાને સાંભળવા મળી જાય પણ સમજાય નહિ. આવી જ રીતે અનંતકાળ ચાલ્યો ગયો. અરે ! એણે ઝેરને જ વલોવ્યાં, આત્માના આનંદને એણે કદી અનુભવ્યો નથી. એકવાર પણ જે આત્માને જાણી લે છે તેણે તો સર્વ જાણી લીધું. આખું જૈનશાસન જાણી લીધું. તે હવે સંસારમાં લાંબો કાળ રહેશે નહિ. આત્માના ભાન વિના તો જીવ ઝેરને હોંશે હોંશે પીવે છે. રાગ-દ્વેષાદિ વિકાર ઝેર છે પણ તેને ઝેર છે એમ ખબર નથી અને આનંદ શેમાં છે એ પણ ખબર નથી એટલે ઝેરને જ હોંશે હોંશે પીવે છે. શરીરમાં તો માંસના લોચા છે તેને મારા માનીને, શરીરને ઉપકારી એવા સંયોગો મળતાં હરખાય છે. શ્રોતા –શરીર તો ધર્મનું સાધન છે ને ! પૂજ્ય ગુરુદેવશ્રી –શરીર ધર્મનું સાધન નથી. ધર્મનું સાધન તો પોતાની અંદર જ છે. સ્વભાવમાં જ સાધન રહેલું છે. એ સિવાય જે કોઈ સાધન કહેવાય છે તે ઉપચારથી સાધન છે. અખંડાનંદ પ્રભુ ઉપર દૃષ્ટિ મૂકતાં સ્વભાવ સાધનનું પરિણમન થાય તેમાં બધું જાણવામાં આવી જાય છે. “સબ આગમભેદ સુઉર બસૈ.” તું એકવાર ધીરજથી સાંભળ તો ખરો ! ભગવાન ! તું અનંતગુણની રાશિ છો. મહાપ્રભુ છો. સિદ્ધ ભગવાનને જેટલા ગુણોની દશા પ્રગટી એટલા જ ગુણો તારામાં પડ્યા છે. આ ભગવાનની વાણીમાં આવેલી વાત છે. જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી બોલે એમ, પ્રગટ અનુભવ આપનો, નિર્મળ કરો સપ્રેમ.” ચેતનપ્રભુ! ચેતનસંપદા રે તારા ધામમાં. તારા અસંખ્યપ્રદેશી ધામમાં તારી સંપદા પૂરી ભરેલી છે પણ તને ખબર નથી. સવાર-સાંજ લોકો માંગલિકનો ગડિયો બોલી જાય પણ ભાન કાંઈ ન મળે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો સર્વજ્ઞ, પરમેશ્વર વીતરાગદેવ સો ઇન્દ્રોની હાજરીમાં સમવસરણમાં આમ કહેતાં કે ભાઈ ! જ્યાં ચેતન છે ત્યાં અનંતગુણો છે. જ્યાં જાણવા-દેખવાનો ભાવ હોવાપણે જણાય છે ત્યાં ભગવાને અનંતગુણો જોયા છે. અપરંપાર અનંતાગુણો જોયા છે. આવા આત્માની દૃષ્ટિ અને અનુભવ જે કરે તેણે આખા જૈનશાસનને જાણી લીધું છે. વીતરાગની વાણીમાં જે કહેવું હતું, જૈનશાસનમાં જે ભાવ રહેલો હતો તે તેણે જાણી લીધો. ...પણ એને પોતાની કિંમત નથી. એને જડ હીરાની કિંમત આવે છે પણ ચૈતન્યહીરાની કિંમત આવતી નથી. ભગવાને ચૈતન્યહીરામાં કેટલાં ગુણો જોયા છે ! આકાશના અનંત પ્રદેશ કરતાં અનંતગુણા ગુણ ભગવાને દરેક આત્મામાં જોયા છે. એવા ગુણથી ભરેલા ગુણી આત્માને જેણે સ્વસંવેદનજ્ઞાનથી જાણ્યો તેણે સર્વ જૈન શાસનનો જાણ્યું છે એમ જિનસૂત્રમાં એટલે વીતરાગી ભગવાનની વાણીમાં કહેવામાં આવ્યું છે. જેણે આત્માને જાણ્યો નહિ તેણે કાંઈ જાણ્યું નથી. પરખ્યા માણેક મોતીડાં, પરખ્યા હેમ કપૂર; એક ન પરખ્યો આતમા, ત્યાં રહ્યો દિગ્મૂઢ.'' દુનિયાની બાબતોમાં દોઢડાહ્યો હોય પણ તેને કહો કે તું કોણ? તો એની ખબર ન હોય. ‘દીવા નીચે અંધારા' જેવું છે. અહીં તો કહે છે કે જેણે એક આત્માને જાણ્યો તેણે આખું જૈનશાસન જાણી લીધું, એણે બાર અંગને જાણી લીધાં. આનંદમય આત્માને અનુભવીને તેનાથી ભિન્ન સર્વભાવોને પણ જાણી લીધા અને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને લોકાલોકને પણ તે જીવ જાણશે. સમ્યગ્દષ્ટિએ સ્વને જાણી લીધો તેથી બીજું બધું તેને પરપણે જણાય છે. રાજ-પાટમાં હોય તો આખો રાજવૈભવ હોય, ૯૬ હજાર સ્ત્રી સાથે લગ્ન પણ કરે, વે૨ી સાથે લડાઈ પણ કરે એવી અનેક પ્રકારની પ્રવૃત્તિ અને શુભાશુભરાગ હોય પણ જ્ઞાની તેને ભિન્ન તરીકે જાણે છે. પોતાના માનતાં નથી. જ્યાં હોય ત્યાં પોતે આનંદ અને જ્ઞાનમાં જ ઊભા હોય છે. પરમાં અને રાગમાં હું નથી અને મારામાં પરદ્રવ્ય અને રાગાદિ પરભાવ નથી એમ ધર્મી જાણે છે. એણે કદી આત્મા તરફ પડખું જ ફેરવ્યું નથી. જે પડખે તે ઊભો છે ત્યાં તો રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના પરિણામ જ છે. એ પડખું ફેરવીને આત્મા તરફ જાય તો ખબર પડે કે આત્મા કેવો છે ! આત્મા જ્ઞાન અને આનંદમય છે એમ જાણતાં આત્માથી ભિન્ન જે છે એ પણ બધું જણાય છે. તે મારાથી ભિન્ન છે એમ જણાય છે પણ સંયોગમાં રહે છે તે પણ આત્મામાં સ્થિરતા વધતાં સંયોગમાંથી પર ચીજ છૂટતી જાય છે, પરભાવ છૂટતાં જાય છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૭ પ્રવચન-૬૬ ) આત્મા અત્યારે કેવો છે? આત્મા અત્યારે પણ શરીર, રાગાદિથી ભિન્ન જ્ઞાનમયી વસ્તુ છે. પુણ્ય-પાપના વિકલ્પ ઉઠે છે તેનાથી અત્મિતત્ત્વ જુદું છે. પુરુ-પાપ વિકલ્પ ઊઠે છે તેનાથી આત્મતત્ત્વ જુદું છે. પુણ્ય-પાપ તો આસ્રવતત્ત્વ છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મ જેડ છે તેનાથી પણ આત્મા જુદો છે. આસવ અને અજીવથી ભિન્ન આત્મતત્ત્વને જાણતાં આખા જૈનશાસનનો મર્મ જણાય જાય છે. માટે કહ્યું કે આત્માને જાણ્યો તેણે જૈનશાસનને જાણ્યું આત્મા નરનારકાદિ પર્યાયથી પણ રહિત છે. વિશેષ અર્થાત્ ગુણસ્થાન, માર્ગણા, જીવસમાસ ઈત્યાદિ બધાં ભેદોથી રહિત છે. નર, નારકાદિ પર્યાય કહેતાં નર, નારકાદિ ગતિનો ઉદયભાવ અને શરીરની પર્યાય એ બંનેથી આત્મા ભિન્ન છે. આત્મા દૃષ્ટિમાં આવતાં, અનુભવમાં આવતા આવા ભેદોથી હું રહિત છું એવું જ્ઞાન અત્યારે જ થઈ જાય છે. ૧૪ ગુણસ્થાન, ૧૪ માર્ગણાતેમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વેશ્યા, સંયમ, દર્શન આદિ બધાં ભેદોથી આત્મા રહિત છે. જીવસમાસ કહેતાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદોથી જીવનું કથન કરવામાં આવે છે પણ તે જીવનું સ્વરૂપ નથી. અખંડ અને અભેદ એવા આત્માનો દ્રષ્ટિ અને અનુભવ થતાં ઉપર કહ્યાં તેવા કોઈ ભેદો આત્મામાં નથી એવું થાય છે. તેથી કહ્યું કે અભેદને જાણતાં ભેદને પણ જાણ્યાં. એક આત્માને જાણતાં અન્યને પણ જાણ્યા, આત્માને જાણતાં જગને જાણ્યું અને આત્માને જાણતા લોકાલોક પણ જણાશે. આવા આત્મસ્વરૂપને જેણે દેખ્યું, જાણું અને અનુભવ્યું તે જૈનશાસનના મર્મને જાણવાવાળો છે. કેમકે જૈનશાસન કાંઈ આત્માની બહાર નથી. આત્માનો વીતરાગભાવ તે જ જૈનશાસન છે. આત્મા પોતે વીતરાગસ્વરૂપ છે તેની શ્રદ્ધા, જ્ઞાન ચારિત્રની વીતરાગીપર્યાય તે વીતરાગભાવ છે. માટે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. શ્રીમમાં એમ કહે છે કે “સર્વશદેવ પરમગુરુની માળા ગણવી. તેનો પણ અર્થ તો એ જ છે કે સર્વને જાણનારો આત્મા તે જ પોતે પોતાનો ગુરુ છે. એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણનારા સર્વશદેવ પણ આત્મા છે અને એવા જ બધાં આત્માઓ છે. બધાં આત્માના સ્વભાવમાં સર્વજ્ઞપણું પડ્યું છે. આવા સર્વજ્ઞસ્વભાવને જાણે તે આત્મા પર્યાયમાં પણ સર્વજ્ઞદેવ, પરમગુરુ થઈ જાય છે. પરમાત્મપ્રકાશ કોઈ અલૌકિક છે. ૯૯ ગાથા થઈ હવે ૧00 ગાથામાં તે વાતનું જ સમર્થન કરે છે. અર્થ આત્માના સ્વભાવમાં લીન થયેલા પુરુષોને (જીવોને) પ્રત્યક્ષમાં તો આ વિશેષતા થાય છે કે આત્મસ્વભાવમાં તેને સમસ્ત લોકાલોક શીઘ જ દેખાય જાય છે. ભગવાન આત્મા એક વસ્તુ છે અને જ્ઞાન, દર્શન, આનંદ, ચારિત્ર, વીર્ય, પ્રભુત્વ, Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો વિભુત્વ આદિ તેનો સ્વભાવ છે. તે સ્વભાવમાં જે એકાકાર થાય છે તેને સમસ્ત લોકાલોક શીઘ્ર દેખાય છે. અનંત ગુણરૂપ ત્રિકાળ એકસ્વભાવમાં દૃષ્ટિ મૂકીને તેમાં જે ઠરે છે તેને શીઘ્ર એટલે અલ્પકાળમાં સમસ્ત લોકાલોકનું જ્ઞાન થઈ જાય છે. બીજો અર્થ એ પણ થાય છે કે ‘અન્વસહાય નદુ’—પોતાનો સ્વભાવ શીઘ્ર દેખાય જાય છે. જે આત્મસ્વભાવમાં દૃષ્ટિ કરીને ઠરે છે તેને પોતાનો આખો સ્વભાવ જાણવામાં આવી જાય છે. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા....એમ બધો જ સ્વભાવ પૂર્ણ રીતે પ્રત્યક્ષ અનુભવમાં આવી જાય છે—જાણવામાં આવી જાય છે. આ કામ શીઘ્ર થાય તેવું છે પણ તેના પ્રમાણમાં તેનો પ્રયત્ન જોઈએ. વસ્તુ અનંતગુણની ખાણ છે તેને શ્રદ્ધા, જ્ઞાનમાં લઈ તેમાં સ્થિર થતાં આત્માના બધા ગુણસ્વભાવો પ્રત્યક્ષ જણાય છે. સ્થિર થવું એટલે આત્મામાં એકાકાર થવું. જાપ કરવો તે સ્થિરતા નથી. આ બધી અલૌકિક વાતો છે કેમ કે ભગવાન આત્મા લોકોત્તર ચીજ છે. શરીરને બાદ કરો, પુણ્ય-પાપને બાદ કરો, અલ્પજ્ઞ પર્યાય જેવડો પણ આત્મા નહિ એમ બાદ કરતાં જે બાકી રહી જાય છે તે આખો અનંતગુણનો કંદ તે આત્મા છે. શ્રીમદે કહ્યું છે ને ‘અબાધ્ય અનુભવ જે ૨હે તે છે જીવસ્વરૂપ.' શરીર તે આત્મા નથી, ઇન્દ્રિયો તે આત્મા નથી, કર્મો છે તે આત્મા નથી અને પુણ્ય-પાપના વિકલ્પો તે પણ આત્માનું સ્વરૂપ નથી માટે તે બધાને બાદ કરતાં જે બાકી રહે છે તે ‘આત્મા' છે. પણ થયું છે એવું કે નામામાં બાદબાકી કરીને નફો કાઢતાં આવડે છે પણ આમાં બાદબાકી કરતાં કદી આવડી જ નથી. અનંતગુણરૂપ પરમસ્વભાવને જેણે જાણ્યો તેને પૂર્ણસ્વભાવ શીઘ્ર જણાય જશે. પહેલાં તો શ્રદ્ધામાં શક્તિરૂપ સ્વભાવને શ્રધ્યો અને જાણ્યો તેને અલ્પકાળમાં જ પૂર્ણ સ્વભાવ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાઈ જશે અને આખો લોકાલોક પણ જેમ છે તેમ જણાઈ જશે. અહીં પણ ખાસ કરીને પૂર્વ સૂત્રકથિત ચારેય પ્રકારનું વ્યાખ્યાન મોટા મોટા આચાર્યોએ પણ માન્ય કર્યું છે. તેમાં એક બોલે, જે કોઈ ભગવાન આત્માને જાણે છે તેણે બધું જાણ્યું છે. બીજા બોલે, ભગવાન આત્માને અતીન્દ્રિય આનંદથી જાણે તે તેનાથી ભિન્ન બધાં ભેદોને જાણી લે છે. ત્રીજો બોલ, ભગવાન આત્માને ભાવશ્રુતજ્ઞાનથી જાણે છે તે ભાવશ્રુતજ્ઞાનની વ્યાપ્તિથી લોકાલોકને પણ જાણે છે અને ચોથો બોલ, ભગવાન આત્માને જાણે તેને અતીન્દ્રિય કેવળજ્ઞાન પ્રગટ થઈને લોકાલોક જણાય છે. આ ચાર બોલ આ રીતે આ ૧૦૦ ગાથામાં પણ લઈ લીધાં. લોકો કહે છે ને, ચોપડાના પાના ફેરવતાં, પાનું ફરે ને સોનું ઝરે છે' એટલે કે ઊઘરાણી-લેણું ભુલાઈ ગયું હોય તે યાદ આવી જાય છે પણ અહીં તો કહે છે કે જ્ઞાનનું પાનું ફેરવતા અંદરથી પૂર્ણજ્ઞાન ઝરે છે; તેની પાસે સોનાની કાંઈ કિંમત નથી. Page #452 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૬ ] [ ૪૩૯ ભગવાન આત્મા જ્ઞાનનું મોટું પાનું છે. એક જ્ઞાનશક્તિમાં મોટું કેવળજ્ઞાનનું સત્ત્વ રહેલું છે. એક દર્શન શક્તિમાં અનંતદર્શનનું સત્ત્વ રહેલું છે. એક આનંદગુણમાં અનંત આનંદ રહેલો છે. એક ચારિત્ર ગુણમાં સ્થિરતાનો મોટો પાઠડો પ્રત્યક્ષ રહેલો છે. તે પણ, બધાં ગુણો એકસાથે રહેલાં છે. નામાના પાના તો એક પછી એક હોય પણ આ તો બધાં એક સાથે છે. આવો પરમ સ્વભાવ એટલે એક એક ગુણમાં અનંત શક્તિ એવા અનંત સ્વભાવમયી એક ભગવાન આત્માને જેણે જાણ્યો તેને આ ચારેય બોલ જાણવામાં આવી જાય છે. બધાં સંતોએ આ ચારેય બોલ સ્વીકાર્યા છે. એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું' એ પ્રવચનસારની ૪૮-૪૯ ગાથામાં પણ આવે છે. શ્રીમમાં પણ આવે છે. અહો ! જેણે, એક સમયમાં અનંતા ગુણો અને એક ગુણના અંશો ત્રિકાળ રહે એવી અનંત પર્યાયો સહિત આત્માને જાણ્યો તેણે બધું જાણ્યું. એક જ્ઞાનમાં બધું સમાય છે. એને બાર અંગ જણાય જશે, બધાં ભેદો જણાય જશે, કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ થઈ જશે. જેણે પહેલાં આત્માને શ્રદ્ધા, જ્ઞાનમાં લીધો તેને કેવળજ્ઞાનમાં અનંતગણો પ્રત્યક્ષ થઈ જશે. માટે, ‘એક જાણ્યું તેણે બધું જાણ્યું' એમ અત્યારે પણ કહેવામાં આવે છે. સમયસાર હો કે પરમાત્મપ્રકાશ હો બધાં શાસ્ત્રોમાં વીતરાગ પરમેશ્વરદેવે કહેલો આત્મા કહેવાય છે. અજ્ઞાનીઓ કહે છે તેવું આત્માનું સ્વરૂપ નથી. વીતરાગ અરિહંતદેવે આત્માને જેવો કહ્યો તેવો જેણે જાણ્યો તેણે એક આત્માને જાણતાં બધું જાણી લીધું. પોતાના આત્માને જાણતાં અનંતા આત્માઓ પણ મારા જેવા જ છે એ ખ્યાલમાં આવી ગયું. બધાં આત્મા અનંત આનંદમયી જ છે. વિકાર તે ક્ષણિક આસ્રવતત્ત્વમાં છે, આત્મતત્ત્વમાં નથી. એમ આત્મા જાણ્યો ત્યાં આત્માથી ભિન્ન બધાં પદાર્થ પણ જણાઈ ગયાં. આમ જ્ઞાન-આનંદમય જીવો જણાયા અને આત્માથી જ્ઞાન-આનંદ વિનાના દ્રવ્યો પણ જણાઈ ગયાં. આત્મા વીતરાગસ્વરૂપ છે એટલે કે નિર્દોષ ગુણસ્વરૂપ છે તેને નિર્દોષ પર્યાય દ્વારા જાણવો તે જૈનશાસન છે. આવી દશાને પામ્યા તે બધાં જિનશાસને પામ્યા છે તેણે ચારેય બોલ અનુસાર બધું જાણ્યું છે એમ આ બે ગાથાઓમાં કહેવામાં આવ્યું છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ = આત્માને જાણતાં સર્વ જણાય છે (સળંગ પ્રવચન નં. ૬૭) आत्मा प्रकाशयति आत्मानं परं यथा अम्बरे रविरागः। योगिन् अत्र मा भ्रान्तिं कुरु एष वस्तुस्वभावः ।।१०१।। तारागणः जले बिम्बितः निर्मले दृश्यते यथा। आत्मनि निर्मले बिम्बितं लोकालोकमपि तथा।।१०२॥ आत्मापि परः अपि विज्ञायते येन आत्मना विज्ञातेन । तं निजात्मानं जानीहि त्वं योगिन् ज्ञानबलेन ।।१०३।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. પ્રથમ અધિકારની આ ૧૦૧ ગાથા લેવાની છે. એક આત્માને જાણે તે સર્વને જાણે” એ માટે આગળ ચાર બોલ આવી ગયા છે. ૧. સ્વસંવેદનજ્ઞાનથી આત્માને જાણે છે. ૨. નિર્વિકલ્પ શાંતિથી એક આત્માને જાણે ત્યાં રાગાદિ બધાં ભેદો પર છે એમાં બધાં ભેદોનું જ્ઞાન આવી જાય છે. ૩. ભાવશ્રુતજ્ઞાનથી આત્માને જાણતાં અનુમાનજ્ઞાનમાં લોકાલોકનું પરોક્ષજ્ઞાન થઈ જાય છે. એ રીતે આખું લોકાલોક જ્ઞાનમાં જણાય જાય છે. ૪. જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ધ્યાન કરતાં પ્રત્યક્ષજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય તેમાં પૂર્ણ લોકાલોક પ્રત્યક્ષ જણાઈ જાય છે. હવે ૧૦૧મી ગાથામાં આ જ વાતને દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. ગાથાર્થ –જેમ, આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને અને પરને પ્રકાશિત કરે છે તેમ આત્મા પોતાને અને પરને પ્રકાશિત કરે છે. માટે તે યોગી ! તેમાં ભ્રમ ન કર. ૧૦૧. જ્ઞાનાનંદ ભગવાન આત્મા સ્વભાવથી પૂર્ણ સર્વજ્ઞસ્વભાવથી ભરેલો છે. તેનું ચોથા ગુણસ્થાનમાં જ્યાં સ્વસંવેદનજ્ઞાન થયું ત્યારથી એ પોતાને જાણતાં સર્વને જાણે છે. સર્વ ભેદોને જાણે છે. ભાવશ્રુતજ્ઞાનથી સર્વને જાણે છે અને કેવળજ્ઞાન થતાં તો લોકાલોકને પ્રત્યક્ષ જાણે છે. તેમાં ભ્રમ ન કર એટલે સંદેહ ન લાવ કે આત્મા એક સમયમાં બધાને જાણે ! આત્માનો સ્વભાવ જ એક સમયમાં સર્વ જાણી લેવાનો છે. જેની એક સમયની પર્યાયનો સ્વભાવ એવો છે કે સર્વને જાણે, તે આવો મોટો આત્મા કયાં સંતાઈ ગયો છે?—ક્યાંય સંતાયો નથી. પૂરી શક્તિ લઈને બિરાજમાન જ છે Page #454 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૭ 7 [ ૪૪૧ તેનું ભાન થતાં જ તે પોતાની દશા પ્રમાણે સર્વને જાણે છે અને પૂર્ણ થતાં તો લોકાલોક ને પ્રત્યક્ષ જાણે છે. એવો આત્માનો સ્વભાવ જ છે. ભાવાર્થ :–જેમ, મેઘ એટલે વાદળા વગરના આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને અને પરને પ્રકાશે છે તેમ, વીતરાગનિર્વિકલ્પ સમાધિરૂપ કારણસમયસારમાં લીન થઈને મોહરૂપ મેઘ-સમૂહનો નાશ કરીને આ આત્મા મુનિ અવસ્થામાં વીતરાગ વસંવેદનજ્ઞાનથી પોતાને અને પરને કંઈક અંશે પ્રકાશિત કરે છે પણ અરિહંત અવસ્થામાં કાર્યસમયસારરૂપ પરિણમન કરીને નિજ અને પરને બધાંને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પ્રકાશિત કરે છે. આ આત્મવસ્તુનો સ્વભાવ છે તેમાં સંદેહ ન સમજવો. અહીં સારાંશ એવો છે કે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય, અનંતસુખરૂપ કાર્યસમયસાર છે તે જ આરાધવા યોગ્ય છે. શું કહે છે? કે આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પૂર્ણ શુદ્ધ વસ્તુ છે તે ત્રિકાળ કારણસમયસાર છે. તેમાં રાગરહિત અભેદ શાંતિરૂપકારણસમયસાર તે મોક્ષમાર્ગ છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન, વીતરાગ નિર્વિકલ્પ શ્રદ્ધા અને રાગરહિત નિર્વિકલ્પ શાંતિ-સ્થિરતારૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિ તે પર્યાય છે છતાં અહીં તેને મોક્ષમાર્ગરૂપ કારણસમયસાર કહેલ છે. વસ્તુસ્વરૂપ તો ત્રિકાળ કારણસમયસાર છે જ પણ તેમાં લીનતાને પણ તે મોક્ષનું કારણ હોવાથી કારણસમયસાર કહેલ છે. જેમ, (દાંત) વાદળા ન હોય ત્યારે સૂર્ય બધાંને પ્રકાશે છે એમ કહ્યું તેમ અહીં મોહ એટલે પરમાં સાવધાનીનો ભાવ ન હોય ત્યારે વિતરાગ સ્વસંવેદનજ્ઞાન વડે મુનિ સ્વપરને અંશે પ્રકાશવા લાગે છે. મૂળ ટીકામાં “મુનિ'ની જગ્યામાં “છદ્મસ્થ' શબ્દ વાપર્યો છે. છદ્મસ્થ એટલે ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીના બધાં જીવો આવી જાય છે. આગળ આવી ગયું છે કે ચોથા ગુણસ્થાનથી જ આત્માને બીજના ચંદ્રમાં જેવું સ્વસંવેદનજ્ઞાન પ્રગટ થાય છે. તેને શાસ્ત્રનું જ્ઞાન હોય અને સ્વ-પર સંબંધી વિચાર હોય તે તો બધો વ્યવહાર છે. પંચમહાવ્રત હોય કે ભક્તિ આદિ હોય તે પણ વ્યવહાર છે. અનંતાનુબંધી આદિ ચાર કષાયમાંથી અનંતાનુબંધી એક નાશ પામ્યો અને ત્રણ કષાય હોવાથી સમકિતીને બીજના ચન્દ્રમા જેવો સામાન્ય પ્રકાશ હોય છે, વિશેષ જ્ઞાન હોતું નથી. પાંચમા ગુણસ્થાને બીજો કષાય જવાથી જ્ઞાનપ્રકાશ વધે છે. સ્થિરતા વધવાથી જ્ઞાનનું વેદન પણ વિશેષ છે અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાને મુનિને ત્રણકષાયનો અભાવ થવાથી સ્વસંવેદનજ્ઞાન અને તેમાં સ્થિરતા વિશેષ વધી જાય છે. સંપ્રદાયવાળા તો દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિને જ ધર્મધ્યાન મનાવવા માંડ્યા છે. ભાઈ ! ચિત્તની સ્થિરતા માટે દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો વિકલ્પ હોય જ છે. તેની ના નથી પણ એ તો પુણ્યબંધનું કારણ છે, તે કાંઈ ધર્મધ્યાન નથી. અંતરમાં જ્ઞાનનું જ્ઞાન થવું તે ધર્મધ્યાન છે. ધવલમાં પણ ઘણી વાત આવે છે. ચિત્ત સ્થિર કરવા માટે ભક્તિ, ધારણા આદિ બધું Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ] હોય પણ તે કાંઈ મૂળ શ્રદ્ધા નથી, મૂળ જ્ઞાન નથી કે મૂળ સ્થિરતા નથી. સચિદાનંદ પ્રભુ આત્માને ધ્યાનનું ધ્યેય બનાવીને, જ્ઞાનમાં જ્ઞાનનું વેદન થવું, જ્ઞાન પ્રત્યક્ષપણે પોતાને વેદે એવો અંશ ચોથા ગુણસ્થાનથી જ પ્રગટ થઈ જાય છે. પરદ્રવ્ય કે તેના ધ્યેય વિના સ્વના ધ્યેયપૂર્વક સ્વનું ધ્યાન તે ધર્મધ્યાન છે. બાકી અશુભથી બચવા અને ચિત્તને સ્થિર કરવા પંચપરમેષ્ઠીનું ધ્યાન, ભક્તિ, વિચાર આદિ બધું હોય પણ તે વ્યવહાર છે, ધર્મ નથી. [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છદ્મસ્થદશામાં ચોથા ગુણસ્થાનથી સ્વસંવેદન જ્ઞાન શરૂ થઈને તેમાં સ્થિરતાના પ્રકારો વધતાં જાય છે તો બારમા ગુણસ્થાન સુધીમાં સ્થિરતા વધી જાય છે અને વ્યાપ્તિજ્ઞાનથી પરને પણ જાણે છે પણ એ પ્રત્યક્ષજ્ઞાન નથી. છદ્મસ્થ પરોક્ષજ્ઞાનથી સ્વ-પરને જાણે છે. આત્મદ્રવ્ય તો ત્રિકાળ કારણપરમાત્મા છે. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ, અનંત વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા, વિભુતા....આદિ અનંત શક્તિનો પિંડ—આત્મદ્રવ્ય તો ત્રિકાળ કારણપ્રભુ છે અને તેના આશ્રયે પ્રગટ થયેલી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પર્યાય મોક્ષફળનું કારણ હોવાથી તે પણ કારણસમયસાર છે અને મોક્ષ કાર્ય- સમયસાર છે. ભગવાન આત્મા કેવળજ્ઞાનમય જ છે પણ તેનું ધ્યાન અને તેમાં સ્થિરતા કરતાં પ્રથમ અંશે સ્વ-પરને જાણે અને પછી પૂર્ણતા થતાં સ્વ-પરને એક સમયમાં પૂરા જાણી લે છે. એ આત્માનું કાર્યસમયસારરૂપ પરિણમન છે તે આત્માનો સ્વભાવ જ છે માટે તેમાં શંકા ન કરીશ. ભગવાન આત્મા નિઃસહાયપણે—પરની મદદ વિના એકલો પૂર્ણ કાર્યસમયસારપણે પરિણમે એવો તેનો સ્વભાવ છે. ત્રણકાળ ત્રણલોકને તે એક સમયમાં જાણે એવો તેનો સર્વજ્ઞસ્વભાવ જ છે માટે તેમાં ભ્રાંતિ ન કર કે આમ હશે ! જે સ્વભાવ છે તેનું જ આ વ્યક્ત પરિણમન છે. કુંદકુંદ આચાર્યે કહ્યું ને ! જીવોએ બીજું તો બધું સાંભળ્યું, જોયું અને અનુભવ્યું છે પણ એક આત્માને તેણે કદી જાણ્યો, જોયો કે અનુભવ્યો નથી, સાંભળ્યો પણ નથી. સ્વથી એકત્વ અને પરથી વિભક્ત આત્માની વાત કદી સાંભળી નથી, આત્માનો પરિચય કદી કર્યો નથી તેથી આત્માનો અનુભવ પણ કદી થયો નથી. જગતમાં રહીને ઊંધા પરિચય અને અનુભવ કર્યા છે. કામ, ભોગની કથા સાંભળી છે તેનો જ રાગ કર્યો છે અને એ રાગને જ વેદ્યો છે. એ બધી જીવની દુઃખદશા છે. ભલે ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, કરોડો અપ્સરાઓ હોય, સગવડતાના પાર ન હોય તોપણ જીવ દુ:ખી છે. કેમ કે ૫૨ તરફના લક્ષે આકુળતા જ છે, તેના વેદનથી તે દુઃખી છે. આકુળતાના દુઃખને દેખીને પાછો વળે તે ખરેખર દુઃખથી થાક્યો છે. શરીરમાં પ્રતિકૂળતા દેખીને પાછો વળે તે તો પ્રતિકૂળતાથી થાક્યો છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૭ | ૪૪૩ ઉત્કૃષ્ટ પ્રતિકૂળતા સાતમી નરકના નારકીને છે અને ઉત્કૃષ્ટ અનુકૂળતા દેવલોકના દેવ શક્રેન્દ્રને છે. જેને ૩૨ લાખ તો વિમાન છે. એક એક વિમાનમાં અસંખ્ય દેવો છે તેનો સાહેબો નાથ છે એટલે અર્ધલોકનો સ્વામી છે. કરોડો અપ્સરા છે, કદી રોગ થતો નથી, ક્ષુધા, તૃષાનું દુઃખ નથી. ઇચ્છા થાય ત્યાં અમૃત ઝરે છે. એવો જીવ પણ દુઃખી છે કેમ કે પરદ્રવ્યનો ઓશિયાળો છે. એની લાગણી પરાધીન છે. સ્વદ્રવ્યની ખબર નથી માટે તે દુઃખી છે. શક્રેન્દ્ર તો જ્ઞાની હોય છે તેથી તેને સ્વદ્રવ્યનું જ્ઞાન છે પણ જેટલી અસ્થિરતા છે એટલું દુઃખ તેને પણ છે. સમકિતી દેવને પોતાનું ભાન હોવાથી બધો વૈભવ પર લાગે છે. આ મારું નહિ....નહિ...તેના પ્રત્યેનો ભોગનો વિકલ્પ ઊઠે તે પણ તેને દુઃખદાયક ભાસે છે. બે—બે સાગરના અસંખ્ય અબજો વર્ષના આયુષ્ય છે તે પ્રમાણે ત્યાં રહે છે પણ શાસ્ત્ર કહે છે તે દુઃખના અંગારામાં સળગે છે. પુણ્ય-પરિણામના ફળરૂપે આવેલી અનુકૂળતાનો રાગ પણ અંગારા સમાન છે તેમાં એ સળગે છે. ભગવાન આત્માના આશ્રય સિવાય જેટલો પરાશ્રિત વિકલ્પ ઊઠે છે તે અંગારા છે તેમાં એ શેકાય છે. ૩૨ લાખ વિમાન, કરોડો દેવી, બે સાગરની સ્થિતિ....એ બધા તરફની લાગણી એને અંગારા જેવી દુઃખદાયક લાગે છે. એવું જેને દુઃખ લાગ્યું છે અને સ્વભાવને શોધીને અંદ૨માં જાય છે તેને આનંદ આવે છે. પ્રતિકૂળતાથી કંટાળે છે એ તો દ્વેષ છે, તેને કાંઈ ખરા દુઃખની ખબર નથી તેથી તે સ્વભાવને શોધતો નથી. ચિદાનંદ ભગવાન આનંદકંદને મૂકીને જે બહારની અનુકૂળતામાં સુખ અને પ્રતિકૂળતામાં દુઃખ માને છે એ તો મૂઢ છે. કોઈ પરપદાર્થ સુખ દુઃખના કારણ નથી. આત્મપદાર્થ એક જ સુખનું કારણ છે, સુખનું ધામ છે. એ પદાર્થનું સ્વરૂપ છે. તેને માને તેણે પોતાના પદાર્થને જેમ છે તેમ જાણ્યો કહેવાય. બાકી, રાગ ઊઠે છે તે તો આસ્રવ છે, દુઃખદાયક છે તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી. અન્ય પદાર્થો તો અજીવતત્ત્વ છે તેમાં પણ આનંદ નથી, તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી, તે તો દુઃખના નિમિત્ત છે, તેના તરફની લાગણી પોતે દુઃખરૂપ છે. આત્મપદાર્થ તો સુખસ્વરૂપ છે, તેનો આશ્રય છોડીને જેટલો પરનો આશ્રય લે એટલું દુ:ખ છે. એમ જાણીને જે દુઃખથી પાછો હટીને આત્માનું જ્ઞાન કરે, આત્માનો આશ્રય લે તેને સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ કારણસમયસારના ફળમાં અર્હત્ અવસ્થારૂપ કાર્યસમયસાર સ્વરૂપ પરિણમન કરીને કેવળજ્ઞાનથી સ્વ અને પર બંનેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પ્રકાશે છે. માટે કહ્યું કે સર્વજ્ઞ છે તે સર્વદ્રવ્યને, સર્વક્ષેત્રને, સર્વકાળને, સર્વભાવને એક સમયમાં જાણે છે. કોઈ એમ કહે કે સર્વજ્ઞ હોય પણ તે ત્રણકાળને ન જાણે' તો તે સર્વજ્ઞના સ્વરૂપને સમજ્યો જ નથી. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ] [ પરમ પ્રકાશ પ્રવચનો અહો ! આવો મહાન પદાર્થ ! જેની શક્તિનું અપારપણું કેવું કે તેની પ્રગટ દશામાં એક સમયમાં અપાર શક્તિ પ્રગટ થાય છે છતાં શક્તિનો પિંડ તો એવો ને એવો પડ્યો છે. તેની ખાણમાંથી ક્યારેય કાંઈ ખૂટે તેમ નથી. અખૂટ ખજાનો છે. અનંતકાળ સુધી અનંતુ નીકળ્યા કરે તો પણ તે ખૂટે તેમ નથી. કોઈની પાસે અબજો રૂપિયા હોય અને લાખોની પેદાશ હોય તેને એમ થાય કે હું રોજના લાખ વાપરું તોપણ કદી ખૂટે તેમ નથી. પણ ભાઈ ! તું અહીં કેટલો ટાઈમ રહેવાનો છો? અને લાખ વાપરતાં પણ તને શાંતિ ક્યાં છે ! પૈસામાં ક્યાં શાંતિ હતી કે તેમાંથી તને શાંતિ મળે ! અહીં તો એવી ખાણ છે કે જેમાંથી કેવળજ્ઞાનરૂપી રત્ન દરેક સમયે નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે પણ સાદિ અનંતકાળ એ ખાણમાંથી રત્ન ખૂટવાના નથી. પણ અરે ! જીવોને આવા વસ્તુસ્વભાવની વાત બેસતી નથી તેથી જ આચાર્યને કહેવું પડ્યું કે “આ આત્મવસ્તુનો સ્વભાવ છે તેમાં શંકા ન કરીશ.' “અરે ! બહારમાં ક્યાંય સુખ નથી. ઇન્દ્રો પણ જેમાં શેકાય છે ત્યાં શેઠિયાની શું વાત ! અનુકૂળતાની લહેરો ચાલી જતી હોય, એક પછી એક ચડિયાતી અનુકૂળતા મળતી રહેતી હોય પણ તેના તરફનો આશ્રિતભાવ દુ:ખરૂપ છે તો પ્રતિકૂળતામાં તો દુઃખ છે જ. અનુકૂળતા હો કે પ્રતિકૂળતા હો પણ બંનેમાં પરાશ્રિતભાવ હોવાથી જીવ એ અગ્નિમાં શેકાય છે. પરદ્રવ્યનો વિચાર અને વિકલ્પ પણ દુઃખરૂપ છે. એક માત્ર સ્વભાવ સુખરૂપ છે જેમાંથી સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણનારું કેવળજ્ઞાન નીકળ્યા જ કરે એવી તારી ચૈતન્યખાણનો આશ્રય કરે અને તેનો અનુભવ કરે તો તને સુખ થશે. બાકી બધું થોથાં છે વસ્તુના સ્વભાવના માપ શા ! અમાપ સ્વભાવના માપ ન હોય. બેહદ સ્વભાવને હદ ન હોય. એવા બેહદ અમાપ–અમાપ સ્વભાવની શ્રદ્ધા કર ! શંકા ન કર! નિઃસંદેહ થઈને એવા સ્વભાવનો અનુભવ કર ! વિકારની અગ્નિમાં શેકાવાનું રહેવા દે. આ જગ્યાએ એવો સારાંશ છે કે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ અને અનંતવીર્યરૂપ કાર્યસમયસાર છે તે આરાધવા યોગ્ય છે એટલે કે પ્રગટ કરવા યોગ્ય છે. કેવળ એટલે એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલું સુખ અને એકલું વીર્ય પ્રગટ કરવા લાયક છે એટલે કે દ્રવ્યમાં એકાગ્ર થવાલાયક છે. મોક્ષમાર્ગ પ્રગટ કરવા લાયક છે એમ ન કહ્યું કેમ કે મોક્ષમાર્ગ એ પ્રગટ તો કરવાનો છે પણ એટલામાં અટકવાનું નથી. આગળ આ જ અર્થનો ફરી ખુલાસો કરવા માટે દ્રષ્ટાંત આપીને ૧૦૨મી ગાથા કહે છે. અર્થ :–જેમ તારાઓનો સમૂહ નિર્મળ જળમાં પ્રતિબિંબિત થતો પ્રત્યક્ષ દેખાય છે તેમ, મિથ્યાત્વ રાગાદિ વિકલ્પોથી રહિત સ્વચ્છ આત્મામાં સમસ્ત લોકઅલોક ભાસે છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૭ ) ( ૪૪૫ એક ચન્દ્ર અને એક સૂર્યની સાથે છાસઠ હજાર નવસો પંચોતેર ક્રોડાક્રોડી તારા (૬૬૯૭૫ ક્રોડાકોડી) હોય છે. તે તેનો એક પરિવાર કહેવાય છે. એક ચંદ્રની સાથે એક સૂર્ય, ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬૯૭૫ ક્રોડાકોડ તારા હોય છે તે એક પરિવાર થયો. એવા તો અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય હોય છે. અઢીદ્વીપની બહાર પણ ચન્દ્ર, સૂર્ય તો છે. કેવળજ્ઞાનમાં આ બધું જણાય છે. તેને કોઈ ગણવું પડતું નથી. જેમ છે તેમ સહજ જણાય છે. અનંત દ્રવ્ય, અનંત ક્ષેત્ર, અનંત કાળ અને અનંત ભાવ એક સમયમાં જણાય ત્યાં બાકી શું રહે ! એવો વસ્તુનો સ્વભાવ છે. તેમાં સંદેહ ન કર ! હાથમાં રાખેલો આંબળાની જેમ કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ જણાય છે. એક દ્રવ્યના એક જ્ઞાનગુણની એક સમયની પર્યાયનો આવો સ્વભાવ છે તે ગુણ અને એ દ્રવ્યનું શું કહેવું! અનંતને જાણે એવી એવી અનંત પર્યાયનો પુંજ અંદરમાં પડ્યો છે. અનંતને પણ અનંતથી ગુણો એટલી અનંતા-અનંત પર્યાયની યોગ્યતા અંદરમાં રહેલી છે. એ તારા સ્વભાવમાં એકાગ્ર થા! તેનું વેદન કર! તો કેવળજ્ઞાન થઈ જશે. આ તો પરમાત્મપ્રકાશ ગ્રંથ છે ને ! જેમ રાત્રે જળમાં નજર કરીએ તો બધાં તારા તેમાં દેખાય છે, તારા સામે નજર કરવી પડતી નથી. તેમ જ્ઞાનની એક સમયની કેવળજ્ઞાન પર્યાયમાં લોકાલોક જણાય જાય છે. લોકાલોકની સામે નજર કરવી પડતી નથી. એવો તારી જ્ઞાનપર્યાયનો સ્વભાવ છે ભાઈ ! રાગ-દ્વેષ એ તારો સ્વભાવ નહિ, શરીર અને સંયોગો તારા નહિ. તું તો આવો જ્ઞાનસ્વભાવી છો. શ્રોતા : આ ભવમાં એવું કેવળજ્ઞાન ક્યાં થઈ શકે તેમ છે? પૂજ્ય ગુરુદેવશ્રી : આ ભવમાં થાય છે, થયેલું છે અને થશે કેવળજ્ઞાનને પ્રગટ કરનાર સ્વસંવેદનજ્ઞાન તો થઈ શકે છે ને ! શ્રદ્ધામાં તો કેવળજ્ઞાન આવે છે. ઈચ્છામાં કેવળજ્ઞાન છે અને મુખ્ય નિશ્ચયનયની અપેક્ષાએ તો કેવળજ્ઞાન વર્તે છે એમ પણ કહેવાય છે. ...પણ રાંકો થઈને બેઠો છે તેને આવું મોટું કેવળજ્ઞાન શ્રદ્ધામાં આવતું નથી તેથી આચાર્યને કહેવું પડ્યું કે શંકા ન કર, વસ્તુનો સ્વભાવ જ એવી જાતનો છે ભાઈ ! સ્વભાવ જ એવો છે, લૌકિક દૃષ્ટિવાળાને તો પૈસામાં વધેલાં જ મોટા લાગે છે પણ તે તો ધૂળમાં વધ્યા છે. એ વધવું એ વધવું નથી. શ્રીમદે કહ્યું ને! કે /લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો. એનો વિચાર નહિ અહોહો એક પળ તમને હવો. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો લક્ષ્મી વધી, અધિકાર વધ્યો-મોટી પદવી અને બિરુદ મળ્યાં, કુટુંબ વધ્યું, તે પણ બધા રૂપાળા અને હોશિયાર થયાં તોપણ કાંઈ વધ્યું નહિ? ના. એ બધાં તારા નરદેહને હારી જવાના લક્ષણ છે. પણ અરે ! તને તેનો કાંઈ વિચાર નથી. આ વૈભવ તને વૈભવ લાગે છે અને તારા સ્વભાવનો વૈભવ તને શ્રદ્ધામાં બેસતો નથી! તું તો વૈભવનો ભંડાર છો. કુંદકુંદ આચાર્ય કહે છે કે હું મારા વૈભવથી તને કહીશ એ તો પર્યાયના વૈભવની વાત છે પણ દ્રવ્યના વૈભવનું તો શું કહેવું! દીકરીને પરણાવે ત્યારે તેનો કરિયાવર જોવા બધાંને બોલાવે છે; તેમાં તો કાંઈ જોવા લાયક નથી. જોવા લાયક તો આ ભગવાન તારો વૈભવ તને બતાવે છે તે જોવા જેવો છે. પહેલાં વૈભવ તો સાધારણ પુણ્યથી મળેલાં છે પણ આ તો શુદ્ધભાવથી મળેલો વૈભવ છે. સંસારના વૈભવ તો નિગોદમાંથી નીકળીને જીવ પામી શકે છે. જે તને બહુ કિંમતી લાગે છે એવા વૈભવ મળવા યોગ્ય પુણ્યનો બંધ તો નિગોદના જીવ પણ કરી શકે છે માટે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. નિગોદમાં તો દાનાદિના પરિણામ નથી છતાં સાધારણ શુભભાવના ફળમાં ત્યાંથી નીકળીને કરોડોપતિ રાજા થઈ શકે છે. એવી સંપદાની તને મહિમા આવે છે તો શુદ્ધભાવની સંપદા અને તે જેમાંથી આવે છે એવા સ્વભાવની સંપદાનું માહા... તને નથી આવતું : આગળ ચાર બોલ કહ્યા હતાં તેના જ આ બધાં દષ્ટાંત છે. “એક આત્માને જાણે તે સર્વને જાણે ! એક જ્ઞાનની પર્યાયમાં આખું લોકાલોક પ્રત્યક્ષ જણાય છે. એવો જ્ઞાનનો સ્વભાવ છે. એકને જાણતાં જગત જણાય એ ગાથાનો જ આ વિસ્તાર છે. “જગત”ના ચાર પ્રકાર પાડ્યા કે એક આત્માને જાણતાં બીજું બધું પર છે એ પણ જણાય છે. આત્મા આનંદમય છે એવું જાણતાં આનંદની વિરુદ્ધ એ બધાં રાગના ભેદો જણાય જાય છે કે મારાં આનંદથી આ બધાં ભાવો જુદા છે માટે મારા નથી. શુદ્ધ આત્માને જાણવાની સાથે તેના વ્યાપ્તિજ્ઞાનથી આખા જગતનું અનુમાન આવી જાય છે અને જ્ઞાન પૂર્ણ થાય ત્યારે તો કેવળજ્ઞાનમાં સ્વ-પર બંને પૂર્ણપણે જણાય છે. આમ, એક આત્માને જાણતાં આખું જગત જણાય છે એમ સિદ્ધ કર્યું છે. નિર્મન માન-નિર્મળ એટલે મિથ્યાત્વ અને રાગાદિથી રહિત સ્વચ્છ આત્મામાં સમસ્ત લોકાલોક જણાય છે. રાગાદિથી મલિન આત્મામાં લોકાલોક જણાતું નથી. ભાવાર્થ: આ વિષયનું વ્યાખ્યાન આગળ આવી ગયું છે તે પ્રમાણે અહીં પણ જાણવું. સાર એ છે કે જે બધાંનો જ્ઞાતા-દષ્ટા આત્મા છે તે ઉપાદેય છે. આ ગાથા આગળના ચાર બોલને જ દઢ કરે છે. “એક આત્માને જાણતાં સર્વ જણાય છે. પરમાત્મપ્રકાશ અલૌકિક છે. હવે આગળ કહે છે કે જે આત્માને જાણવાથી બધાં પર પદાર્થ જણાય જાય છે એ જ આત્માને તું સ્વસંવેદનજ્ઞાનના બળથી જાણ ! Page #460 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૭ ] ( ૪૪૭ જે આત્માને જાણવાથી એટલે સ્વસંવેદનશાનવડે જાણવાથી સ્વ અને પર બધાં પદાર્થ જાણવામાં આવે છે તે પોતાના આત્માને તે યોગી! તું આત્મજ્ઞાનના બળથી જાણ! સ્વસંવેદનજ્ઞાનમાં જ જાતની ભાત પડે છે માટે જ તે સાચું જાણવું કહી શકાય. સ્વસંવેદનજ્ઞાનથી આત્માને જાણે તો જ આત્માને જાણ્યો કહેવાય. સ્વસંવેદનજ્ઞાનથી આત્માને જાણવાથી સ્વ અને પર બધાં પદાર્થો જાણવામાં આવે છે. એકને જાણે તેને બધું જણાય છે પણ જે બધાંને જાણવાં જાય છે તેને કાંઈ જણાતું નથી. જ્ઞાનસ્વરૂપ પ્રભુને જાણવાથી પોતાનું સ્વરૂપ અને પરના દ્રવ્ય, ગુણ, પર્યાય આદિ બધું જાણવામાં આવી જાય છે. અહીં નિજઆત્માને જાણવાનું કહ્યું છે. અરિહંત, સિદ્ધના આત્મા તારી પાસે નથી પણ તારો આત્મા તો તારી પાસે જ તું જ છો. તેને જાણ તો બધું જણાશે. શેઠીયાનો (-દીપચંદજીનો) દીકરો ગુજરી ગયો ત્યારે તેણે મારા જ્ઞાન...મારા જ્ઞાન ગાયું હતું ને ! દીકરો મારો નથી, મારું તો જ્ઞાન છે. અહા ! આ શરીરમાં હાડકાં વ્યવસ્થિત હાથ, પગ, કોણી, ગોઠણ વગેરેમાં કેવાં ગોઠવાઈ ગયા છે ! –પણ એ સળગીને રાખ થઈ જવાના છે. જે માટી છે એ તો માટી જ રહે, શરીર તો જડનો સંચો છે. તેમાં રજકણે રજકણ સ્વતંત્રપણે પોતાથી કામ કરે છે તેને આત્મા ચલાવી શકતો નથી. બહારથી અવયવો સારા લાગે પણ તેના રજકણો ક્યાંકથી આવ્યા છે અને કયાંય ચાલ્યા જવાના છે, તારા થઈને રહેવાના નથી. ધૂળનું ઢીંગલુ વિખાઈ જવાનું છે. તું તો જ્ઞાનચક્ષુનો ધારી ચૈતન્યગુણધારી મહિમાવંત પ્રભુ છો તેને જાણે તેણે બધું જાણ્યું. આવા આત્માને શેનાથી જાણવો? – આત્મજ્ઞાનના બળથી જાણવો એ કાંઈ વિકલ્પથી કે શરીરથી કે કોઈ નિમિત્તોથી જણાય તેવો નથી. કષાયની મંદતા કરવાથી પણ તે જણાય તેવો નથી. ચિદાનંદમૂર્તિ આત્મા એકમાત્ર જ્ઞાનબળથી જ જણાય તેવો છે માટે તું સમ્યજ્ઞાનને બળ વડે આત્માને જાણ ! . | હે યોગી! તું તારા આત્માને જ્ઞાનબળથી જાણ એમ કહ્યું છે પણ શુભરાગના બળથી આત્માને જાણ કે વિકલ્પથી કે નિમિત્તથી કે તેના બળથી આત્માને જાણ એમ કહ્યું નથી. દેવ-શાસ્ત્ર-ગુરુના બળથી પણ આત્મા નહિ જણાય. આત્મા તો સમ્યજ્ઞાનના બળ વડે જ જણાશે. ભાવાર્થ –રાગાદિ વિકલ્પજાળથી રહિત સદા આનંદસ્વભાવી જે નિજ આત્મા તેને જાણવાથી સ્વ અને પર બંને જણાય છે. સદા આનંદસ્વભાવી એક નિજઆત્માને જાણવાથી બધું જણાય છે. સમ્યજ્ઞાન થતાની જ સાથે જ અતીન્દ્રિય આનંદ પણ સાથે આવે છે. માટે હે યોગી ! હે ધ્યાની ! તુ તે આત્માને વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનની ભાવનાથી ઉત્પન્ન પરમાનંદ સુખરસના આસ્વાદથી જાણ અર્થાત્ તન્મય થઈને અનુભવ કર. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જ્ઞાનના બળથી આત્માને જાણતાં અનાકુળ અતીન્દ્રિય આનંદ પણ અનુભવમાં આવે છે. રાગમાં તો આકુળતા હતી, વિકલ્પ ઉઠે છે તે જ આકુળતા છે, દુઃખ છે અને જ્ઞાનમાં તો જ્ઞાનની સાથે આનંદ પણ છે તેમાં તન્મય થઈને આત્માનો અનુભવ કર. આત્માના આનંદનો સ્વાદ લઈને આત્માને જાણ ! આકુળતામાં તો અનંતકાળ ગાળ્યો પણ તેનાથી કદી આત્મા જણાયો નહિ. ખરેખર, આકુળતા અને પરનું જ્ઞાન એ કાંઈ વસ્તુનું સ્વરૂપ નથી. શુભાશુભભાવ અને પરને જાણનાર ઉઘાડજ્ઞાન ઘણું દેખાય પણ તે કાંઈ વસ્તુ નથી, તેમાં આત્માનું જ્ઞાન કે સુખ નથી, તેમાં તો આકુળતા છે. માટે ત્યાંથી ખસી, સ્વ તરફ ઢળી આત્માના અનાકુળ આનંદ સહિત આત્માને જાણ! તેમાં જ્ઞાનનું બળ છે, પરના જ્ઞાનમાં તો આકુળતા છે. ગાથા દીઠ વાત નવી નવી કરે છે. એનું એ લાગે પણ દરેક ગાથામાં નવો ભાવ આવે છે. આ ગાથામાં એ આવ્યું કે પરના જ્ઞાન સાથે આકુળતા છે અને સ્વના જ્ઞાનમાં નિરાકુળ અતીન્દ્રિય આનંદ છે માટે સ્વસંવેદનજ્ઞાન–પોતાથી પોતાના આત્માનું જ્ઞાન જ સારભૂત છે. આવો ઉપદેશ શ્રી યોગીન્દ્રદેવે પ્રભાકર ભટ્ટને આપ્યો છે, તે જ બધાંને લાગુ પડે છે. બધાએ આવું આત્મજ્ઞાન કરવું તે જ સાર છે. *Z આ જ્ઞાયક આત્માને વિભાવભાવરૂપ અશુદ્ધપણું દૂર રહો અર્થાત્ છે જ નહીં પણ તેને દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ભેદ પણ નથી. અભેદ જ્ઞાયકભાવમાં ભેદની હયાતી જ નથી. સમ્યગ્દર્શનનો વિષય જે એકરૂપ અભેદ જ્ઞાયકભાવ તેમાં દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ભેદો વિદ્યમાન નથી. — પૂજ્ય ગુરુદેવશ્રી Page #462 -------------------------------------------------------------------------- ________________ સ્વસંવેદનશાનથી આત્મપ્રાપ્તિ (સળંગ પ્રવચન નં. ૬૮) ज्ञानं प्रकाशय परमं मम किं अन्येन बहुना। येन निजात्मा ज्ञायते स्वामिन् एकक्षणेन ।।१०४।। आत्मानं ज्ञानं मन्यस्व त्वं यः जानाति आत्मानम् । जीवप्रदेशैः तावन्मानं ज्ञानेन गगनप्रमाणम् ।।१०५।। आत्मनः ये अपि विभिन्नाः वत्स तेऽपि भवन्ति न ज्ञानम् । तान् त्वं त्रीण्यपि परिहृत्य नियमेन आत्मानं विजानीहि ।।१०६।। આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. પ્રભાકર ભટ્ટ શિષ્ય, ગુરુ શ્રી યોગીન્દ્રદેવને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ! મારે આત્મા જાણવો છે તે કેમ જણાય? પ્રભાકર ભટ્ટ જેવા શિષ્યો મહાન વિનયથી ગુરુને જ્ઞાનનું સ્વરૂપ પૂછે છે–હે ભગવાન્ ! જે જ્ઞાનથી ક્ષણભરમાં પોતાનો આત્મા જાણી શકાય તે પરમજ્ઞાનનો મારામાં પ્રકાશ કરો. મારે બીજું કાંઈ જોઈતું નથી. માટે બીજી વિકલ્પ-જાળોથી શું ફાયદો ! કાંઈ જ નહિ. મને તો મારો એક આત્મા કેમ જણાય તે સમજાવો. જુઓ ! જે જ્ઞાનવડે....એમ પ્રશ્ન છે. કોઈ નિમિત્તવડે, વિકલ્પવડે, સંયોગવડે કે કોઈ પણ પરદ્રવ્યવડે આત્મા જણાય છે એ પ્રશ્ન જ નથી. તે જાણે છે કે આત્મા જ્ઞાનવડે જ જણાય તેવો છે માટે શિષ્ય પ્રશ્ન જ એમ કરે છે કે જે જ્ઞાનવડે ક્ષણમાત્રમાં આત્માને જાણી શકાય છે એવા નિર્વિકલ્પજ્ઞાનનું સ્વરૂપ મને બતાવો. બીજા વિકલ્પોથી મારે કાંઈ પ્રયોજન નથી. આમ કહીને બંને વાત મૂકી દીધી કે અમારે એક જ્ઞાનનું જ પ્રયોજન છે અને બીજાં બધાં શુભાશુભ વિકલ્પોથી અમારે કાંઈ પ્રયોજન નથી, આ શિષ્યના પ્રશ્ન ઉપરથી તેનામાં કેટલી લાયકાત છે તે જણાઈ આવે છે. એટલે અર્થકારે અર્થ પણ એવો કાઢ્યો છે, જે જ્ઞાનવડે એક આત્માને પમાય એ જ્ઞાનનું સ્વરૂપ મને બતાવો. મારે બીજું કાંઈ પ્રયોજન નથી. ભાવાર્થ : યોગીન્દ્રદેવ ભાવલિંગી મુનિ છે. સર્વજ્ઞભગવાને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનને ભાવલિંગ તરીકે સ્વીકારેલ છે. એ છઠ્ઠા-સાતમા ગુણસ્થાને યોગીન્દ્રદેવ બિરાજમાન છે. વળી આચાર્યપદવીને પ્રાપ્ત છે. એવા ગુરુને શિષ્ય પૂછે છે તે સ્વામિન્ ! જે વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી ક્ષણમાત્રમાં શુદ્ધ બુદ્ધ સ્વભાવી પોતાનો આત્મા જણાય એટલે તે જ્ઞાનનો મારામાં પ્રકાશ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કરો. રાગથી કે રાગવાળા જ્ઞાનથી તો આત્મા ન જણાય એટલે તો શિષ્ય નિર્ણય કર્યો છે તેથી નિર્વિકલ્પ વીતરાગ સ્વસંવેદનજ્ઞાનનું સ્વરૂપ પૂછે છે. શિષ્ય કહે છે—પરના લક્ષવાળુ જ્ઞાન કે રાગના લક્ષવાળા જ્ઞાનનું મારે કામ નથી. મારે તો વીતરાગી જ્ઞાન જોઈએ છે. યેન જ્ઞાનેન એટલે જે જ્ઞાનમાં આત્મા જણાય એવું જ્ઞાન મારે પ્રગટ કરવું છે. આત્મા તો વીતરાગી જ્ઞાનની મૂર્તિ છે. વીતરાગ એટલે નિર્દોષ જ્ઞાનની મૂર્તિ છે. માટે તે જ્ઞાનની નિર્દોષ પર્યાયવડે જ જણાય એ વાત નક્કી છે તો હવે નિર્દોષજ્ઞાનનું સ્વરૂપ મને સમજાવો. આત્મા કેવો છે?—કે શુદ્ધ, બુદ્ધ, એક સ્વભાવી છે. શુદ્ધ એટલે નિર્મળ નિર્દોષવીતરાગ-પવિત્ર. બુદ્ધ એટલે જ્ઞાનનો પિંડ છે અને એક એટલે અનંત ગુણ અભેદપણે એકરૂપે રહેલા હોવાથી આત્મા એકસ્વભાવી છે. તે પોતાનો આત્મા વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી જ જણાય છે. બીજાં શાસ્ત્ર ભણતરથી કે લોકાલોકના જ્ઞાનથી કે બીજાને સમજાવવાથી મારા આત્માનું જ્ઞાન થતું નથી માટે તે કોઈનું મારે પ્રયોજન નથી. મને તો એક મારા આત્માનું જ્ઞાન શીખવો. હું બીજાને શિખવાડી શકું એવું જ્ઞાન મને આપો એવું શિષ્ય માંગતો નથી. દયા, દાન, વ્રત, ભક્તિના રાગથી આત્મા જણાય તેવો નથી માટે એવા વિકલ્પોથી મારે પ્રયોજન નથી. શિષ્યની ભૂમિકા એવી સુધરેલી છે કે તેને બીજો કોઈ પ્રશ્ન ઊઠતો નથી. મને તો મારો આત્મા જણાય એવું જ્ઞાન સમજાવો. શિષ્ય ભૂમિકા સુધારીને પ્રશ્ન કર્યો છે. બીજાં કોઈ વિકલ્પોથી મારે પ્રયોજન નથી કેમકે તે તો બધાં રાગાદિ વધારવાવાળા છે. આત્માની શાંતિને વધારનારા નથી. શિષ્યની પાત્રતા કેવી હોય, તેને આત્મા સમજવાની કેવી ધગશ હોય તેનું આ વર્ણન છે. શ્રીમમાં પણ આવે છે ને !....બીજો નહિ મનરોગ. કંઈક શીખીએ, બીજાને જવાબ દેતા આવડે, બીજાથી અધિક થઈએ, વાદવિવાદ કરતા આવડે એવું કાંઈ તેને શીખવું નથી. એ કાંઈ અમારું કામ નથી. અમને તો અમારો શુદ્ધ, બુદ્ધ એક સ્વભાવ આત્મા કેમ પમાય એ વાત કરો. નિજ શુદ્ધાત્મ અનુભવરૂપ નિજજ્ઞાન કે જે મિથ્યાભ્રાંતિ, અજ્ઞાન અને રાગાદિ મેલથી રહિત છે એવા નિજ શુદ્ધાત્માના અનુભવજ્ઞાનવડે અંતર્મુહૂર્તમાં જ પરમાત્માનું સ્વરૂપ જાણવામાં આવે છે. પરમાત્મા એટલે પોતાના શુદ્ધસ્વભાવનું જ્ઞાન થાય છે. આહાહા....! આમાં એકલું માખણ ભર્યું છે. જે જ્ઞાનવડે નિજશુદ્ધાત્મા અનુભવમાં આવે છે તે જ્ઞાનમાં ક્ષણમાં પરમાત્મસ્વરૂપ જણાય છે માટે તે જ્ઞાન જ ઉપાદેય છે. શુદ્ધાત્મા તો ઉપાદેય છે જ. પણ, પ્રગટ કરવાની અપેક્ષાએ સ્વસંવેદનજ્ઞાન ઉપાદેય છે માટે શિષ્યે એ જ્ઞાનનું સ્વરૂપ સમજાવવાની ગુરુને પ્રાર્થના કરી. Page #464 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૮ ] | ૪૫૧ શિષ્યની પ્રાર્થનાના ઉત્તરમાં શ્રીગુરુ ચાર દોહાસૂત્રોથી જ્ઞાનનું સ્વરૂપ પ્રકાશે છે. શ્રીગુરુ કહે છે હે પ્રભાકર ભટ્ટ ! તું આત્માને જ જ્ઞાન જાણ. જ્ઞાનરૂપ આત્મા નિશ્ચયથી લોકપ્રમાણ છે અને વ્યવહારથી આત્માનો સંકોચ-વિસ્તાર સ્વભાવ હોવાથી શરીપ્રમાણ છે. આત્મા લોકપ્રમાણ અસંખ્યપ્રદેશી છે એ વાત સર્વજ્ઞ સિવાય બીજાં કોઈ પાસે ન હોય. અસંખ્યપ્રદેશમાં આત્માનો શુદ્ધ, બુદ્ધ એકસ્વભાવ વ્યાપેલો છે. માટે શુદ્ધ, બુદ્ધ એકસ્વભાવી તે આત્મદ્રવ્ય છે, અસંખ્યાત પ્રદેશ તે તેનું ક્ષેત્ર છે, સ્વસંવેદનજ્ઞાન તે આત્માનો સ્વકાળ છે અને શુદ્ધ, બુદ્ધ ચૈતન્યસ્વભાવ તે આત્માનો ભાવ છે. આ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તે આત્માના સ્વચતુષ્ટય છે. આવા સ્વચતુષ્ટય સર્વજ્ઞ સિવાય બીજા કોઈ મતમાં ન હોય. દરેક વસ્તુ પોતાના ગુણ-પર્યાયમાં જ રહેલી છે. દરેક વસ્તુને પોતાનું સ્વક્ષેત્ર હોય છે. આત્મા પોતાના અસંખ્યપ્રદેશમાં રહેલો છે. તે પ્રદેશોની સંખ્યા લોકના પ્રદેશ જેટલી છે. આ અસંખ્યાત પ્રદેશમાં આત્મા વ્યાપેલો હોય છે. ગાથા દીઠ અલગ અલગ વાત કહેવાય છે. જે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં શુદ્ધ, બુદ્ધ એક સ્વભાવ આત્માનું જ્ઞાન થાય છે તે સ્વસંવેદનશાન છે તેના વડે એક ક્ષણમાં આત્માને પામી શકાય છે. શુદ્ધ, બુદ્ધ એક સ્વભાવવાળી વસ્તુ પોતાના અસંખ્યપ્રદેશમાં વસેલી છે. બીજે બહારમાં ક્યાંય એ વસ્તુ વ્યાપક નથી. માટે જીવે પોતાના ભાવજ્ઞાન દ્વારા આ અસંખ્યપ્રદેશમાં જ એકાગ્ર થવાનું છે. સ્વસંવેદનશાનરૂપ સ્વકાળમાં, અનંત ગુણના ભાવવાળી વસ્તુમાં એકાગ્રતા કરવી છે તો પ્રશ્ન તો થાય કે તેનું ક્ષેત્ર કેવડું છે ! અર્થાત્ કેટલા ક્ષેત્રમાં એકાગ્ર થવાનું છે ? તેનો આ જવાબ છે કે આત્મા પોતાના અસંખ્ય પ્રદેશમાં જ રહેલો છે તેનાથી બહાર તે વ્યાપતો નથી. માટે, આ અસંખ્યપ્રદેશમાં જ પોતાના જ્ઞાનને એકાગ્ર કરવાનું છે. જ્ઞાન પોતાના અસંખ્યપ્રદેશોમાં જ રહેલું હોવા છતાં તે જાણે છે આખા લોકાલોકને. તેથી જાણવાની અપેક્ષાએ જ્ઞાનને સર્વવ્યાપક કહેવાય છે પણ તેનું સ્વક્ષેત્ર તો પોતાના અસંખ્યપ્રદેશ પ્રમાણ જ છે (વેદાંતથી જુદુ પાડવા માટે, વસ્તુનું એક એક સ્વરૂપ અહીં સિદ્ધ કરવા માગે છે.) આત્મા જ્ઞાનપ્રમાણ છે અને જ્ઞાન શેયપ્રમાણ છે એમ જે કહેવામાં આવ્યું છે તે જ્ઞાન સર્વ શેયોને જાણે છે એ અપેક્ષાએ કહેવાય છે. વ્યવહારથી તે કથન છે. બાકી નિશ્ચયથી જ્ઞાન પોતાના અસંખ્યપ્રદેશમાં જ વ્યાપેલું છે, આત્માના પ્રદેશોમાં સંકોચ-વિસ્તાર થવાનો સ્વભાવ હોવાથી જ્યારે જેવડા શરીરમાં આત્મા વસેલો હોય છે ત્યારે આત્માના પ્રદેશો પણ શરીરના પ્રમાણમાં સંકોચાયેલા હોય છે માટે આત્માને શરીપ્રમાણ પણ કહેવાય છે. શરીરથી બહારના ક્ષેત્રમાં આત્માના પ્રદેશો હોતા નથી. શરીર જેવડા જ ક્ષેત્રમાં આત્માના અસંખ્ય પ્રદેશો વસેલા છે અને એટલા Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ક્ષેત્રમાં જ અનંત ભાવો વસેલા છે. એક આત્મા તેના અસંખ્ય પ્રદેશ અને તેમાં અનંત અનંત ગુણો એક જ ક્ષેત્રમાં વસેલા છે. જ્ઞાન, આનંદ, સુખ, વિર્ય, સ્વચ્છત્વ, પ્રભુત્વ આદિ અનંત ગુણો અને એક એક ગુણમાં અનંત સામર્થ્ય એ બધું આત્માના સ્વક્ષેત્રની અંદર રહેલું છે. આમ, જ્ઞાન અર્થાત્ આત્મા દેહપ્રમાણ પણ કહેવાય છે અને અસંખ્યપ્રદેશની અપેક્ષાએ લોકપ્રમાણ પણ કહેવાય છે. લોકના પ્રદેશોની જેટલી સંખ્યા છે એટલી જ આત્માના પ્રદેશોની સંખ્યા છે પણ આત્મા આખા લોકમાં વ્યાપી જતો નથી. આત્મા તો દેહપ્રમાણ સ્વક્ષેત્રમાં જ વ્યાપે છે. સંસારદશામાં આત્માની પર્યાયમાં સંકોચ-વિસ્તાર થવાની યોગ્યતા હોવાથી હાથીના શરીરમાં જાય તો આત્મા હાથીના શરીર પ્રમાણમાં વ્યાપે છે. 'કીડીના શરીરમાં જાય તો આત્માના પ્રદેશો સંકોચાઈને એટલા જ ક્ષેત્રમાં રહે છે. પ્રદેશોની સંખ્યામાં વધ-ઘટ ન થાય, પ્રદેશો નાના-મોટા ન થાય પણ તેનો વિસ્તાર હોય તે સંકોચ પામે. એવો એ પર્યાયનો સંકોચ-વિસ્તાર સ્વભાવ સ્વતઃ જ છે. ભાવાર્થ :–નિશ્ચયનયથી અર્થાત્ સત્ય દૃષ્ટિથી જોઈએ તો મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ આ પાંચ જ્ઞાનોથી અભિન્ન તથા વ્યવહારનયથી જ્ઞાનની અપેક્ષારૂપ જોવામાં નેત્રોની જેમ લોક-અલોકમાં વ્યાપક છે. અર્થાત્ જેમ આંખરૂપી પદાર્થને જુએ છે પણ તે-રૂપ થઈ જતી નથી. તેમ આત્મા લોકાલોકને જાણે છે પણ લોકાલોકરૂપ થઈ જતો નથી, પોતાના સ્વરૂપે જ રહે છે. મતિ, શ્રુત આદિ પાંચ પર્યાયોથી આત્મા જુદો નથી, અભિન્ન છે. ત્રિકાળ જ્ઞાનગુણ તેની પાંચ પર્યાયોથી અભિન્ન છે અને તે અસંખ્ય પ્રદેશોમાં જ વ્યાપક છે. કેવળજ્ઞાન થાય એટલે કાંઈ જ્ઞાન વધી ગયું અને આખા લોકાલોકમાં ફેલાય જાય છે એમ નથી. પોતાના અસંખ્યપ્રદેશમાં રહીને જ જ્ઞાન સર્વને જાણે છે. અવધિજ્ઞાનમાં અસંખ્ય દ્વીપ, સમુદ્ર સુધીના પદાર્થો જ્ઞાનમાં જણાય છે પણ તે પોતામાં રહીને જ જણાય છે. જ્ઞાન કાંઈ આત્માથી જુદું પડીને તે પદાર્થને જોવા જતું નથી. જ્ઞાન અને આત્મા ત્રણે કાળ અભિન્ન જ છે. જ્ઞાનની પર્યાય આત્માથી ભિન્ન પડીને ક્યાંય જતી નથી. જ્ઞાનની પર્યાય આત્મામાં અભિન્ન છે. બાળકો ! આમાં ધ્યાન રાખો. વાતો કરતાં કરતાં આ વાત સમજાય તેમ નથી. સૂક્ષ્મ વાત છે. તારો મતિજ્ઞાનનો કણિયો જાગે તે પણ દ્રવ્ય, ગુણથી અભિન્ન છે અને શ્રુતજ્ઞાન થોડું જાગે કે બાર અંગને જાણતું શ્રુતજ્ઞાન જાગે તે પણ આત્માથી અભિન્ન છે. આત્માના અસંખ્યપ્રદેશમાં જ આ મતિ-શ્રુતાદિ જ્ઞાનની પર્યાય થાય છે. અસંખ્યાત દ્વીપ, સમુદ્ર સુધીના રૂપી પદાર્થને જાણતી અવધિજ્ઞાનની પર્યાય પણ આત્મા સાથે અભિન્ન છે. તે આત્માના અસંખ્યપ્રદેશમાં જ વ્યાપે છે, તેનાથી બહાર વ્યાપતી નથી. Page #466 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૮ [ ૪૫૩ શ્રોતા :–પર્યાય તો ઉપર ઉપર તરે છે ને ! પૂજ્ય ગુરુદેવશ્રી –હા, પર્યાય ઉપર-ઉપર જ તરે છે. દ્રવ્યની અંદર પ્રવેશી ગઈ નથી પણ, દ્રવ્યના પ્રદેશોમાં જ પર્યાય થાય છે. તેનાથી બહાર પર્યાય થતી નથી એમ કહેવું છે. પર્યાય પોતાનું ક્ષેત્ર છોડીને દૂર જતી નથી. પર્યાય દ્રવ્ય, ગુણ સાથે અભિન્ન છે. અસંખ્યપ્રદેશી ભગવાન આત્મા, તેમાં એકરૂપ ત્રિકાળી જ્ઞાનગુણ અને તેની એક સમયની પ્રગટતી પર્યાય એ દ્રવ્ય-ગુણરૂપ થઈ જતી નથી, ઉપર-ઉપર જ તરે છે પણ અસંખ્યપ્રદેશને છોડીને બહાર નીકળતી નથી. જ્ઞાન ખૂબ વધી ગયું માટે ઘણાં શેયોને જાણે છે તો સ્વક્ષેત્રમાંથી બહાર નીકળી જાય છે, એમ નથી. ગાથા દીઠ નવી વાત કહેવા માટે નવી ગાથા ઉપાડે છે. એની એ વાત નથી. મન:પર્યયજ્ઞાન પ્રગટ થાય તે અઢીદ્વીપના મનુષ્યો અને તિર્યંચોના મનની વાત જાણી લે છે પણ તે જાણવા માટે કાંઈ તેને મનુષ્ય, તિર્યંચની પાસે જવું પડતું નથી. પોતાના અસંખ્યપ્રદેશમાં રહીને જ પર્યાય બધું જાણે છે. એક અંશમાત્ર પણ તેને પોતાના ક્ષેત્રથી બહાર જવું પડતું નથી. પોતાના દ્રવ્ય, ગુણ સાથે અભિન્ન રહીને જ્ઞાનની પર્યાય જાણવાનું કાર્ય કરે છે. એ જ રીતે, કેવળજ્ઞાન પર્યાય આખા લોકાલોકને જાણે છે પણ પોતાના અસંખ્યપ્રદેશથી બહાર વ્યાપતી નથી. કેવળ એટલે એકલું ત્રિકાળી જ્ઞાન છે એ તો શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ ધ્રુવ છે તે તો દ્રવ્યની બહાર નથી પણ પ્રગટેલી કેવળજ્ઞાન પર્યાય પણ દ્રવ્યથી બહાર વ્યાપતી નથી. દ્રવ્ય, ગુણ, પર્યાય પોતાના અસંખ્યપ્રદેશમાં અભિન્નપણે રહેલા છે. એ બાળકો ! ગુણની વ્યાખ્યા શીખ્યા છો ને ! ગુણ કોને કહેવાય?—જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતમાં રહે તેને ગુણ કહેવાય છે. આ ભાષા તો શીખ્યા છો હવે તેનો ભાવ સમજો. આત્મા એક દ્રવ્ય છે અને જ્ઞાન તેનો ગુણ છે તેથી જ્ઞાન આત્માના અસંખ્ય પ્રદેશોમાં અને સર્વ હાલત એટલે મતિ, શ્રત, અવધિ આદિ બધી પર્યાયમાં વ્યાપેલું છે. એક પ્રદેશ પણ જ્ઞાન આત્માથી દૂર રહેતું નથી. આત્મામાં જ રહે છે. કેવળજ્ઞાન પર્યાય તો આખા લોકાલોકને જાણે છે પણ આત્માના પ્રદેશથી બહાર નીકળતી નથી. જ્ઞાનગુણ તે હાલતમાં એટલે પર્યાયમાં રહેલો છે પણ દ્રવ્યની બહાર જ્ઞાનગુણ આવતો નથી. જ્ઞાનગુણ આત્મામાં ત્રિકાળ રહે છે અને જ્ઞાનની પર્યાય એક સમય માત્ર જ રહે છે પણ આત્માના પૂરા પ્રદેશમાં વ્યાપે છે. જ્ઞાનની જેમ બધા જ ગુણો અનાદિ અનંત આત્માના અસંખ્યપ્રદેશમાં વ્યાપેલા છે અને પર્યાયો એક સમય પૂરતી હોય છે પણ અસંખ્યપ્રદેશમાં વ્યાપે છે. આ બધું વસ્તુનું સ્વરૂપ એ માટે કહેવાય છે કે આનાથી વિપરીત કોઈ કહેતું હોય તો તે સાચું નથી. સર્વજ્ઞભગવાને જોયેલું વસ્તુનું સ્વરૂપ આવું છે એવું જ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪) [ રમાત્મા પ્રવચનો કહ્યું છે માટે તું એવું જ જાણ! સ્વસંવેદન જ્ઞાનવડે આત્માને જાણ ત્યારે તે આત્માને જાણ્યો કહેવાશે, ત્યારે જ તને ધર્મ થશે. અહીં કહે છે કે નિશ્ચયથી જુઓ તો મતિ, શ્રુત આદિ પાંચેય પર્યાય દ્રવ્યથી અભિન્ન છે. પર્યાય અંશે ઉઘડેલી હોય કે પૂરી ઉઘડેલી (પ્રગટ થયેલી) હોય તેથી તેનું ક્ષેત્ર કાંઈ નાનું-મોટું થતું નથી. ભાવમાં અલ્પતા હોય કે વિકાસ હોય એ ભાવની અચિંત્યતા છે. ક્ષેત્રથી તો દરેક પર્યાય દ્રવ્યના પૂરા ભાગમાં જ વ્યાપે છે. ભગવાન તીર્થંકર અને કેવળીએ કહેલું છે તે કહેવાય છે. પણ તે કદી સાંભળ્યું નથી તેથી નવું લાગે છે. નિશ્ચયથી જ્ઞાનપર્યાય સ્વક્ષેત્રમાં જ વ્યાપે છે પણ વ્યવહારથી જેમ, આંખ બધે ફરી વળે છે એમ કહેવાય છે તેમ જ્ઞાન લોકાલોકને જાણતું હોવાથી સર્વવ્યાપક કહેવાય છે પણ જ્ઞાન આત્મદ્રવ્યમાંથી બહાર નીકળતું નથી. જેટલા લોકના પ્રદેશ છે એટલા જ જીવના પ્રદેશ છે, તેથી જીવને લોકપ્રમાણ કહેવાય પણ જીવ લોકપ્રમાણ થતો નથી. જીવ તો દેહપ્રમાણ પોતાના ક્ષેત્રમાં રહેલો છે. લોકપ્રમાણ થવાની જીવમાં યોગ્યતા છે પણ વર્તમાનમાં તો શરીપ્રમાણ ક્ષેત્રમાં જ વ્યાપેલો છે. હવે મૂળ પ્રશ્ન તો એ છે કે આવો આત્મા જણાય કેવી રીતે ? કોને જણાય? કે જે પુરુષ એટલે કે આત્મા (૧) આહાર (૨) ભય (૩) મૈથુન અને (૪) પરિગ્રહ આ ચાર વાંછાઓ સ્વરૂપ સમસ્ત વિકલ્પોના તરંગને છોડીને પોતાના આત્માને જાણવા માંગે છે તે અનુભવ અર્થાત્ સ્વસંવેદન જ્ઞાનવડે આત્માને જાણી શકે છે. તે પુરુષ તે જ્ઞાનથી અભિન્ન હોવાથી તેને જ જ્ઞાન કહેવામાં આવે છે. આત્મા અને જ્ઞાનમાં ભેદ નથી, આત્મા જ જ્ઞાન છે. અહીં સારાંશ એ છે કે નિશ્ચયનયથી પાંચ પ્રકારના જ્ઞાનથી અભિન્ન પોતાના આત્માને જે ધ્યાની જાણે છે તે આત્માને તું ઉપાદેય જાણ. ધ્યાની એટલે કે જે અંતરમાં એકાગ્ર થઈને આત્માને સ્વસંવેદન જ્ઞાનવડે જાણે છે તેને આત્મા જણાય છે. ધ્યાનમાં જ સ્વસંવેદનશાન હોય છે માટે ધ્યાનકાળે આત્મા જણાય છે એમ અહીં કહેવા માગે છે. એ આત્માને જ તું ઉપાદેય જાણ ! અંગીકાર કરવા લાયક માન. પાંચ જ્ઞાનથી અભિન્ન એવા આત્માને સર્વ વિકલ્પોથી દૂર થઈ, અરાગી જ્ઞાન દ્વારા આ આત્મા....છે' એવો અનુભવ કર ! ધ્યાનમાં આત્માને ધ્યાવ! જેમ અનાદિથી શુભ અને અશુભ પરિણામમાં એકાગ્રતા કરી છે તે આસવનું ધ્યાન છે તેમાં તો મલિનતાનો અનુભવ થયો છે. હવે તારે નિર્મળ આત્મતત્ત્વનો અનુભવ કરવો હોય તો સર્વ વિકલ્પતરંગોને છોડીને સ્વસંવેદનજ્ઞાન વડે આત્માને ધ્યાવ! તો તને આનંદનો અનુભવ થશે શુભાશુભ વિકલ્પોનો આકુળ સ્વાદ તેમાં નહિ આવે. Page #468 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૮) / ૪૫૫ જે પુરુષ શુભાશુભ આસવના વિકલ્પને જ ધ્યાવે છે તેને આત્મા શું વસ્તુ છે અને તેનો અનુભવ કેવો છે તેની ખબર જ નથી. હવે તેને જો આત્માનો અનુભવ કરવો હોય તો આસવનું ધ્યાન છોડીને સંવર-નિર્જરા પ્રગટ કરે તો સ્વસંવેદનમાં આત્માનો અનુભવ થાય એટલે “આ આત્મા છે” એમ જણાશે. વીતરાગ પરમેશ્વરની મૂળ વિદ્યા જે–સમ્યજ્ઞાન અને આત્મજ્ઞાન' તે આ કાળમાં લુપ્ત થઈ ગઈ છે. તેને કોઈ જાણતું નથી. બહારની ક્રિયા કરીને સંતોષ માને છે. સર્વ વિકલ્પની વાંછાથી રહિત થઈને આત્મા તરફ ઢળ તો વાંછા રહિત નિર્વિકારી પર્યાય દ્વારા સ્વસંવેદનજ્ઞાનમાં આત્માને જાણ એટલે કે તેમાં એકાગ્ર થા. તો આત્મા કેવો છે તે જણાશે. આસવમાં એકાગ્રતાથી આસવને જાણતો હતો તેમ હવે આત્મામાં એકાગ્રતાથી આત્મા જણાશે. આસવને જાણતો અને રાગરૂપે પરિણમતો આત્મા “પરસમય' છે–મિથ્યાષ્ટિ છે અને એક જ સમયમાં સ્વને જાણતો અને સ્વરૂપે પરિણમતો આત્મા “સ્વસમય” છે એમ પ્રતીત કરવામાં આવે છે. શુદ્ધ ચિદાનંદઘનને જાણતો અને તેમાં એકાગ્ર થતો આત્મા સ્વસમય છે. પોતાને જાણતો, પોતામાં રહ્યો તે સ્વસમય થયો અને રાગ-દ્વેષમાં રહ્યો તે પરસમય થયો. શ્રોતા બંનેમાં ધ્યાન તો છે પણ રીતમાં ફેર છે ને! પૂજ્ય ગુરુદેવશ્રી :–રીતમાં નહિ, ધ્યેયમાં ફેર છે. પરસમયને રાગનું ધ્યાન છે એટલે રાગમાં એકાગ્રતા છે જ્યારે સ્વસમયને આત્માનું ધ્યાન છે અને આત્મામાં એકાગ્રતા છે. રાગમાં એકાગ્ર થાય છે તે મિથ્યાદૃષ્ટિ જીવ છે અને આત્મામાં એકાગ્ર થાય છે તે સમ્યગ્દષ્ટિ છે. જે આત્મામાં એકાગ્ર થાય છે તે આત્મા જ ઉપાદેય છે. આ જ વાત સિદ્ધાંતમાં દરેક જગ્યાએ કહી છે. સમયસારની ૨૦૪ ગાથા “સમિ”િ.માં આ જ કહ્યું છે—મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન આ પાંચ પ્રકારના સમ્યજ્ઞાન એક આત્માના જ સ્વરૂપ છે. અહીં પર્યાય સહિતનું દ્રવ્ય લેવું છે એ અપેક્ષા બરાબર સમજવી. ધ્રુવદ્રવ્યની વાત અહીં નથી. નિશ્ચયથી તો ત્રિકાળી ધ્રુવદ્રવ્ય તે જ આત્માનું સ્વરૂપ છે પણ અહીં પ્રગટેલી નિર્મળ પર્યાય દ્રવ્ય સાથે અભેદ થાય છે. અને તેમાં વિકાર નથી માટે તેને આત્માનું સ્વરૂપ કહ્યું છે. વીતરાગ મારગને સમજ્યા વગર લોકો બીજે રસ્તે ચડી ગયા અને આ એકાંત છે. એકાંત છે એમ વિરોધ કરવા લાગ્યા. વિકલ્પથી પણ આત્માને લાભ થાય અને આત્મામાં એકાગ્રતાથી પણ આત્માને લાભ થાય તો અનેકાંત કહેવાય એમ માને છે પણ ભાઈ ! અનેકાંત તો એ છે કે શુદ્ધાત્માની દૃષ્ટિ, જ્ઞાન અને તેમાં સ્થિરતાથી આત્માને લાભ થાય. બીજાં કોઈથી લાભ ન થાય. આ સમ્યક અનેકાંત છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો અરે ! અંતરની વસ્તુ એના ઘરમાં જ પડી છે પણ એ બહાર ગોતવા નીકળી પડ્યો છે. રાગાદિ આત્માથી ભિન્ન છે કેમકે એ તો આસ્રવતત્ત્વ છે અને મતિ, શ્રુત આદિ તો આત્માથી અભિન્ન છે માટે તે આત્માથી બહાર ન હોય. ભગવાન આત્મા વિતરાગ વિજ્ઞાનઘન છે તેમાં એકાગ્ર થતાં જે મતિ, શ્રુત, અવધિ આદિ જ્ઞાન થયા તે આત્માનું જ તત્ત્વ છે માટે આત્માથી અભેદ છે. જુદા પડતા નથી. જુદા જુદા જ્ઞાનની પર્યાય પણ એક સામાન્યજ્ઞાનને અભિનંદે છે–એકને ટેકો આપે છે. સ્વભાવમાં એકપણાને પામે છે. તેનું લક્ષ ભેદ ઉપર નથી. આત્મા વિના આ પાંચ જ્ઞાન હોઈ શકતાં નથી. આત્માના ક્ષેત્રથી તે બહાર નથી. આ પાંચ જ્ઞાનની પર્યાય જેમાં પ્રગટે છે એવો આત્મા જ પરમ અર્થ–પદાર્થ છે. જેને પામીને આ જીવ નિર્વાણને પામે છે. મતિ-શ્રુતજ્ઞાનના સમ્યપણાને પામીને આત્મા સમ્યકજ્ઞાન વડે જ મુક્તિને પામે છે. મતિ-શ્રુતજ્ઞાન દ્વારા આત્માને જાણીને, વેદીને એ જ્ઞાન દ્વારા જ આત્મા મુક્તિ પામે છે. વચ્ચે આવતાં કોઈ વિકલ્પ દ્વારા કે નિમિત્ત દ્વારા મુક્તિને પામતો નથી. હવે ૧૦૬ ગાથામાં પરભાવનો નિષેધ કરે છે. હે શિષ્ય! આત્માથી જે ભાવ જુદા છે તે જ્ઞાન નથી, તે આત્મા નથી. તે બધાં ભાવ જ્ઞાનથી રહિત જડરૂપ છે. એવા આ ધર્મ, અર્થ અને કામ ત્રણેય ભાવોને છોડીને તું નિશ્ચયથી આત્માને જાણ ! ધર્મ એટલે આત્માનો સ્વભાવ નહિ પણ મુનિપણામાં આવતો પંચમહાવ્રતાદિ ક્રિયાનો રાગ તે આત્મા નથી, જ્ઞાન નથી. સ્વસંવેદનશાન તે જ જ્ઞાન છે. મુનિપણામાં આચરણનો વિકલ્પ છે તે જ્ઞાન નથી, માટે તે આત્મા નથી. અર્થ એટલે સાંસારિક પ્રયોજનની સિદ્ધિ જેનાથી થાય છે તે ભાવ પણ આત્મા નથી અને કામ એટલે વિષય અભિલાષા તે પણ આત્માનો ભાવ નથી, જ્ઞાન નથી. માટે આ ધર્મ, અર્થ અને કામ ત્રણેય ભાવ આત્માના જ્ઞાનથી ભિન્ન હોવાથી આત્મા નથી. આ વાત આગળ વિશેષ કહેવાશે. Page #470 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીને શુભભાવની ભાવના નથી (સળંગ પ્રવચન નં. ૬૯) आत्मा ज्ञानस्य गम्यः परः ज्ञानं विजानाति येन । त्रीण्यपि मुक्त्वा जानीहि त्वं आत्मानं ज्ञानेन तेन ॥ १०७ ॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ ભાગની ૧૦૬ ગાથાનો ભાવાર્થ છે. તેમાં ગુરુ શિષ્યને કહે છે શું કહે છે ! હે પ્રભાકર ભટ્ટ! મુનિરૂપ ધર્મ, અર્થરૂપ સંસારના પ્રયોજન અને કામ (વિષય અભિલાષા) આ ત્રણેય આત્માથી ભિન્ન છે. જ્ઞાનરૂપ નથી. નિશ્ચયનયથી સર્વ પ્રકારે નિર્મળ એક કેવળજ્ઞાનસ્વરૂપ પરમાત્મપદાર્થથી ભિન્ન આ ત્રણેય પુરુષાર્થથી ભિન્ન આ ત્રણેય પુરુષાર્થને છોડીને વીતરાગસ્વસંવેદનસ્વરૂપ શુદ્ધાત્માનુભવરૂપ જ્ઞાનમાં રહીને આત્માને જાણ ! શિષ્યે ગુરુને એવું પૂછ્યું છે કે પ્રભુ! મને એવું બતાવો કે જેથી મને જલ્દી આત્મજ્ઞાન થાય. બીજા કોઈ વિકલ્પોનું મારે કામ નથી. એ આત્માની પ્રાપ્તિ જ ધર્મ અને સુખનું કારણ છે માટે તેનો ઉપાય બતાવો. ગુરુ શિષ્યને જવાબ આપે છે કે મુનિરૂપ ધર્મ એટલે કે મુનિના પંચમહાવ્રતાદિરૂપ વ્યવહાર આચરણ છે તે ખરો ધર્મ નથી, પુણ્ય છે અને લક્ષ્મી કમાવાનો ભાવ થાય છે તે પાપભાવ છે અને કામ એટલે વિષયભોગની અભિલાષા થવી તે પણ પાપભાવ છે. આ ત્રણેય ભાવો આત્માના જ્ઞાનાનંદ ભાવથી જુદા છે, જ્ઞાનસ્વરૂપ નથી, માટે તે આત્માનું સ્વરૂપ નથી. અજ્ઞાનસ્વરૂપ છે એટલે કે તેમાં જ્ઞાનનો અંશ પણ નથી. માટે આ શુભ-અશુભ વિકલ્પ છે તે ધર્મ નથી અને ધર્મનું કારણ નથી. નિશ્ચયનયથી સર્વ પ્રકારે વિશદ નામ નિર્મળ એક કેવળજ્ઞાનસ્વરૂપ હું આત્મા છું તો મને મારા આત્મધર્મની પ્રાપ્તિ કેમ થાય ?—કે તારાથી ભિન્ન જે કોઈ શુભ-અશુભ ભાવ છે તેને તારાથી ભિન્ન જાણ અને તું તેનાથી ભિન્ન છો એમ જાણ ! શુભાશુભભાવો ઓ આસ્રવતત્ત્વ છે અને તું તો જીવતત્ત્વ છો. માટે એ ધર્મ, અર્થ અને કામના પુરુષાર્થને છોડીને, કેવળ એક આત્મા છું એમ જાણ. અહીં કેવળ એટલે કેવળજ્ઞાનની વાત નથી. અહીં તો કેવળ એટલે માત્ર એક ત્રિકાળી દ્રવ્યની વાત છે. તેનાથી ભિન્ન એવા ધર્મ, અર્થ અને કામનો પુરુષાર્થ તો છોડવાયોગ્ય છે. જુઓ ! ગુરુએ શિષ્યને પ્રથમ જ આ કરવાનું કહ્યું છે. પહેલાં દયા, દાન, વ્રત, ભક્તિ પાળજે અને પછી ધર્મનો પુરુષાર્થ કરજે એમ કહ્યું નથી. વચ્ચે ભલે એવો વ્યવહારનો ભાવ આવે પણ તે કાંઈ આદ૨વા જેવી ચીજ નથી. મુનિ અને શ્રાવકને યોગ્ય વ્રતાદિના ભાવને Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો વ્યવહારથી ધર્મ કહ્યો છે તે પણ નિશ્ચયથી છોડવા યોગ્ય છે, આદરવા યોગ્ય નથી. શુભ અને અશુભ રાગ તે આસવતત્ત્વ છે અને આત્મા તો જીવતત્ત્વ છે તેને તું સ્વસંવેદનજ્ઞાનરૂપ સંવર નિર્જરાતત્ત્વમાં રહીને જાણ ! વિકલ્પમાં રહીને જીવતત્ત્વ જણાશે નહિ, નિર્વિકલ્પ સ્વસંવેદનશાનમાં જ જીવતત્ત્વ જાણાશે. આસવ પર્યાયને છોડીને સંવરપર્યાય દ્વારા શુદ્ધાત્માને લક્ષમાં લઈને તેમાં ઠર ! શુભઅશુભ ભાવની અનેક પ્રકારની પર્યાય છે તેને છોડી, સ્વસંવેદનજ્ઞાનરૂપ શુદ્ધપર્યાય વડે ત્રિકાળી દ્રવ્યને લક્ષમાં લે અને તેમાં જ ઠરી જ. શુદ્ધાત્માના અનુભવરૂપ પર્યાયમાં રહીને આત્માને જાણ એમ કહ્યું છે. સંસારમાં ધન કમાવવાનો ભાવ છે તે અર્થપુરુષાર્થ કહેવાય છે અને વિષય-વાસનાના ભાવને કામપુરુષાર્થ કહેવાય છે તે બંને પ્રકારના ભાવ અશુભ છે. અહીં તો અજીવની વાત પણ લીધી નથી. તેના સંબંધીના વિકલ્પ છે તેને છોડીને અને દયા, દાનાદિના, વ્રતાદિના શુભરાગરૂપ વિકલ્પને પણ છોડીને એટલે કે દૃષ્ટિમાંથી તે બંને પ્રકારના ભાવને છોડીને તું એક પરમાત્મસ્વરૂપને ભાવ ! શુદ્ધાત્મામાં અનુભવરૂપ સ્વસંવેદન પર્યાયમાં રહીને 'શુદ્ધાત્માને જાણ ! જુઓ ! શાસ્ત્રથી કે વિકલ્પથી કે શાસ્ત્રજ્ઞાનથી આત્માને જાણે છે તેણે આત્માને જાણ્યો નથી. સ્વસંવેદનજ્ઞાનથી આત્માને જાણે ત્યારે જ આત્મા જણાય છે. માટે હે શિષ્ય ! તું વીતરાગસ્વસંવેદનસ્વરૂપ શુદ્ધાત્માનુભવરૂપ જ્ઞાનમાં રહીને આત્માને જાણ એમ કહ્યું છે. હવે ૧૦૭મી ગાથામાં આત્માનું સ્વરૂપ બતાવે છે. આત્મા નિયમથી જ્ઞાનમાં ગમ્ય થાય છે. જ્ઞાનની નિર્મળ પર્યાયમાં જ આત્મા અનુભવગમ્ય થાય છે. જ્ઞાન સિવાય કોઈ વિકલ્પ કે નિમિત્તાદિ વડે આત્મા ગમ્ય થઈ શકતો નથી. લોકો તો દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિને ધર્મધ્યાન માને છે અને એ ધર્મધ્યાનમાં આત્મા ગમ્ય થાય છે એમ માને છે પણ આત્મા જ્ઞાન વડે જ ગમ્ય થાય. એ સિવાય ભક્તિ આદિ કોઈ સાધન વડે ગમ્ય થઈ જ ન શકે. આત્મા જેવો છે એવો જાણતાં તેની વીતરાગી પર્યાયમાં ઠરે તો તેણે આત્માને જાણ્યો કહેવાય. પુણ્ય પાપ વિકલ્પ કે રાગ એ કાંઈ જ્ઞાન નથી માટે તેમાં આત્મા જણાતો નથી. રાગ તો અજ્ઞાન છે એટલે કે તેમાં જ્ઞાનનો પ્રકાશ નથી. તેથી રાગમાં આત્મા જણાતો નથી. પરમાત્મામાં વળી વિકલ્પ કેવા! વિકલ્પ તો એક સમય પૂરતી અપરાધની ધારા છે. તે અપરાધમાં પરમાત્મસ્વરૂપ ગમ્ય ન થાય. એક સમયની નિરપરાધ જ્ઞાનપર્યાય દ્વારા જ આત્માનું સ્વરૂપ ગમ્ય થઈ શકે છે. રાગ તો આંધળો છે તે આત્માને કેમ જોઈ શકે ! જ્ઞાન જ આત્માને જાણી શકે છે. માટે હે પ્રભાકરભટ્ટ ! ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય Page #472 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૯ ] [ ૪૫૯ પ્રકારના ઊંધા પુરુષાર્થને છોડીને જ્ઞાન વડે આત્માને જાણ ! સ્વસંવેદન જ્ઞાન વડે આત્મામાં ઠરીશ ત્યારે જ આત્મા જણાશે. ભાવાર્થ :નિજ શુદ્ધાત્મા જ્ઞાનને જ ગોચર છે. કારણ કે મતિજ્ઞાનાદિ પાંચ ભેદોથી રહિત જે પરમાત્મા શબ્દનો અર્થ પરમપદ છે તે જ સાક્ષાત્ મોક્ષનું કારણ છે. તે સ્વરૂપ પરમાત્માને વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન વિના દુર્ધર તપ કરવાવાળા પણ ઘણાં પ્રાણી પામતા નથી માટે જ્ઞાનથી જ તારું સ્વરૂપ અનુભવમાં લે. જ્ઞાન એટલે શુભાશુભ વિકલ્પ અને રાગથી રહિત નિર્મળ પર્યાય વડે આત્મા ગમ્ય થાય છે—જણાય છે. આ જ્ઞાન સિવાય લાખ-કરોડ ક્રિયા કરીને મરી જાય તોપણ આત્મા ગમ્ય થઈ શકે તેમ નથી. ક્રિયા અને એવો શુભરાગ હોય તેની ના નથી. અશુભ રાગથી બચવા માટે શુભરાગ અને તે કાળે એવી ક્રિયા પણ હોય છે પણ તેનાથી ધર્મ થતો નથી—આત્મા ગમ્ય થતો નથી. રાગથી પણ આગળ વધીને અહીં તો મતિજ્ઞાનાદિ પાંચ ભેદોનો પણ નિષેધ કર્યો છે. ભેદોથી પણ રહિત એકલો અખંડાનંદ ભગવાન આત્મા છે તેને પરમાત્મા અર્થાત્ પરમપદ કહેવાય છે. આ પરમપદ જ સાક્ષાત્ મોક્ષનું કારણ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, · અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન આવા પાંચ ભેદોથી રહિત અખંડ જ્ઞાન ઓનંદ સ્વરૂપ વસ્તુ તે પરમપદ છે. તેની પ્રાપ્તિ નિર્વિકલ્પ શ્રદ્ધા, નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ શાંતિરૂપ સ્વસંવેદન વડે જ થાય છે. તેના વિના કોઈ દુર્ધર તપ કરે તોપણ પરમપદની પ્રાપ્તિ થતી નથી. માટે ગુરુ શિષ્યને કહે છે કે તું. જ્ઞાનથી તારા સ્વરૂપનો અનુભવ કર. ધ્રુવ...ધ્રુવ....એકરૂપ ભગવાન આત્માનો સભ્યજ્ઞાન દ્વારા અનુભવ કર. આવું જ કથન શ્રી કુંદકુંદ આચાર્યે સમયસારની ૨૦૫ ગાથામાં કર્યું છે. તેનો અર્થ એ છે કે સમ્યજ્ઞાન નામના નિજગુણથી રહિત પુરુષ આ બ્રહ્મપદને બહુ કષ્ટ કરીને પણ પામતો નથી અર્થાત્ મહાન દુર્ધર તપ કરવા છતાં પણ આ પદને પામતો નથી. ત્રિકાળ આત્મસ્વભાવનું જે નિર્મળ જ્ઞાનસમ્યજ્ઞાન જેને નથી તે પુરુષ તપ કરીને સૂકાય જાય પણ આત્માનો અનુભવ થતો નથી. કોઈને પ્રશ્ન થાય કે તપ એ તો ધર્મ છે તેનાથી આત્મા કેમ ન પ્રાપ્ત થાય !—ભાઈ ! આ તાપ એટલે શુભરાગની મંદકષાયની ક્રિયારૂપ તપથી ધર્મ થતો નથી એમ કહ્યું છે. સ્વરૂપમાં ઠરવારૂપ તપની આ વાત નથી. નિશ્ચયતપ વિના ઉપવાસ કરે, ઉણોદરી કરે, વૃત્તિપરિસંધ્યાન કરે, રસનો ત્યાગ કરે, દેવ-શાસ્ર-ગુરુનો વિનય કરે, ભક્તિ કરે, જાત્રા કરે....એવા એવા અનેક પ્રકારના દુર્ધર તપ કરે તોપણ ભગવાન આત્માનું જ્ઞાન થતું નથી. માટે જો તું આકુળતાના વિકારના દુઃખથી છૂટવા માગતો હો, સિદ્ધપદની ઇચ્છા રાખતો હો તો આત્મજ્ઞાન કરીને નિજપદની પ્રાપ્તિ કર ! ૐ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આત્મજ્ઞાનથી જ મુક્તિની શરૂઆત થાય છે અને એ જ જ્ઞાનથી સ્થિરતા દ્વારા મુક્તિ થાય છે. માટે તું શુદ્ધાત્માનું જ્ઞાન કર તેમાં શ્રદ્ધા અને સ્થિરતા પણ સાથે આવી જાય છે. માટે કહ્યું કે આત્મજ્ઞાનથી જ આત્માની સિદ્ધિ થાય છે. અહીં સારાંશ એ છે કે જે ધર્મ, અર્થ, કામ આદિ બધાં પરદ્રવ્યની ઇચ્છાને છોડે છે તે નિજ શુદ્ધાત્મસુખરૂપ અમૃતમાં તૃપ્ત થયેલો, પરિગ્રહ રહિત છે એમ સિદ્ધાંત કહે છે. તેને જ નિગ્રંથ કહેવાય છે અને તે જ પોતાના આત્માને જાણે છે. શુભાશુભભાવની પક્કડ છે તે પરિગ્રહ છે. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે પૈસાની ઇચ્છા અને કામ એટલે વિષયોની ઇચ્છા એ ત્રણેય પારદ્રવ્યની ઈચ્છા છે. તે ઈચ્છાથી રહિત થઈને જે અતીન્દ્રિય આનંદના સ્વાદમાં તૃપ્ત થયો છે તે જ ઇચ્છાના પરિગ્રહથી રહિત છે. તેને જ પરદ્રવ્યની મમતાથી રહિત કહેવાય છે. પુણ્ય-પાપની ઇચ્છાના સ્વાદમાં આકળતા છે, દુઃખ છે. તેનાથી જે રહિત છે તે પરદ્રવ્યની મમતાથી રહિત છે. બનારસીદાસના કથનમાં આવે છે ? ચાહે રહો ઘરમેં, ચાહો વસો વનમેં એ તો પરક્ષેત્રની વાત થઈ. આત્મા તો ત્રિકાળ પોતાના અસંખ્યાત પ્રદેશી ક્ષેત્રમાં જ રહેલો છે. આત્મા કદી પરક્ષેત્રમાં ગયો જ નથી, પરક્ષેત્રને અડ્યો પણ નથી. જે મમતાથી રહિત છે તેને પરિગ્રહથી રહિત કહેવાય છે. પુણ્ય-પાપના વિકલ્પની પક્કડ છોડી જે આત્માના જ્ઞાનની પક્કડ કરીને તેમાં કર્યો છે તેને મમતાથી રહિત અપરિગ્રહી કહેવાય છે, તેને જ નિગ્રંથ કહેવાય છે. આત્મા તો નિગ્રંથસ્વરૂપ જ છે અને તેમાં દૃષ્ટિ અને સ્થિરતા થવી તે નિગ્રંથભાવ છે. પુણ્ય-પાપના ભાવ તે ગ્રંથ છે તેનાથી રહિત તે નિગ્રંથ છે. આવી જ વાત સમયસારજીમાં ‘રિહો....' ઇત્યાદિ ગાથામાં કહી છે. જિનસિદ્ધાંતમાં પરિગ્રહ રહિત અને ઈચ્છારહિતને જ્ઞાની કહેવામાં આવે છે. પરિગ્રહ એટલે પુણ્ય-પાપની પક્કડ અને તેની ઈચ્છા વિનાનો છે તે જ્ઞાની છે.. જેને વ્યવહારધર્મની પણ કામના નથી તેને અર્થ તથા કામની ઇચ્છા કેમ હોય ! ધર્મ એટલે મહાવ્રતના ભાવ કે જે પુણ્યભાવ છે. તેને પણ જે ચાહતો નથી તેની ભાવના નથી. એક માત્ર જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપની જ ભાવના છે, તેને પાપરૂપ એવી અર્થ અને કામની ભાવના કેમ હોય ! તેને તો એક શુદ્ધસ્વરૂપની જ પક્કડ છે. વ્યવહારધર્મ છે પણ તેની જ્ઞાનીને પક્કડ નથી. શુભભાવની પણ ભાવના નથી તેને અશુભભાવની ભાવના ક્યાંથી હોય ! અશુભભાવ આવી જાય તે જુદી વાત છે પણ તેની ભાવના હોતી નથી. શુભ ભાવ આવે છે પણ તેમાં એકાગ્ર થઈને તેની વૃદ્ધિ કરે એવી ભાવના નથી. માટે કહ્યું કે આત્મજ્ઞાની સર્વ અભિલાષાથી રહિત છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬૯ ] | ૪૬૧ આ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનવાળા મુનિની જ વાત ન સમજવી. ચોથા ગુણસ્થાનથી જ જ્ઞાનીને કોઈ પરદ્રવ્ય કે પરભાવની અભિલાષા નથી. મુમુક્ષુ ઃ—જ્ઞાનીને નિકાંક્ષિત ભાવ પ્રગટ થઈ ગયો છે ને! પૂજ્ય ગુરુદેવશ્રી : હા. જ્ઞાનીને કોઈ પરદ્રવ્યની ભાવના જ નથી. જેના જ્ઞાનમાં આનંદકંદ વસ્તુ આવી તેને બીજાં કોની અભિલાષા હોય! બીજો ભાવ હો પણ તેની ભાવના નથી. પંચાધ્યાયીમાં અભિલાષાના વિષયમાં બહુ ખુલાસો લીધો છે. જ્ઞાનીને કોઈ પ્રકારની અભિલાષા નથી. આ બધાં આર્ષવચનો છે એટલે કે વસ્તુસ્વરૂપને બતાવે તે બધાં આર્ષના જ વાક્યો છે. આચાર્યોના હ્રદય છે. પૂર્ણાનંદ ભગવાન જેનાં સમ્યજ્ઞાનમાં અનુભવમાં આવ્યો તેને હવે શી ખામી રહી કે બીજાની અભિલાષા કરે ! જેને ધર્મ નામ પુણ્યનો પણ પરિગ્રહ નથી તેને અન્ય પરિગ્રહ ક્યાંથી હોય ! ધર્મીને તો એક શુદ્ધ આત્માના આનંદની જ ભાવના છે. પુણ્યરૂપ વ્યવહારધર્મની ભાવના પણ નથી તો અશુભભાવની ભાવના કેમ હોય ! આત્મજ્ઞાની સર્વ અભિલાષાથી રહિત છે. કારણ કે તેને શુદ્ધાત્માનું વેદન હોવાથી તેમાં જ એકાગ્ર થવાની ભાવના છે. વ્યવહારધર્મ એ પણ વિકલ્પ છે તેથી તેની ધર્મીને ભાવના નથી. સમકિતી તો આત્માના આનંદના પિપાસુ છે. સમ્યજ્ઞાન દ્વારા આત્માને જોયો, જાણ્યો અને અનુભવ્યો છે તેને પુણ્ય-પાપ ભાવની ભાવના નથી. જ્યાં સ્વરૂપમાં ઇચ્છા જ નથી ત્યાં ઇચ્છાની ભાવના કેમ હોય ! શુભાશુભભાવ છૂટી ગયા નથી, આવે છે પણ તેની પક્કડ કે ભાવના નથી. વીતરાગબિંબ ભગવાનને જેણે વીતરાગ-પરિણતિ વડે જાણ્યો તેને હવે બીજી શી ભાવના હોય ! પુણ્યાદિ વિકલ્પ વચ્ચે આવે છે તેને જાણે છે પણ તેને વધારવાની ભાવના નથી. સ્વરૂપની એકાગ્રતા વધારવાની ભાવના છે, રાગ વધારવાની ભાવના નથી. આ બધી ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને બધાં જ્ઞાની-મુનિની વાત છે. આત્મજ્ઞાની સર્વ અભિલાષાથી રહિત છે. સ્વરૂપમાં ઇચ્છા જ નથી ત્યાં ઇચ્છાની ભાવના કેમ હોય ! વ્યવહારધર્મની ભાવના નથી તેને અન્ય કોની ભાવના હોય ! વ્યવહારધર્મનો ભાવ આવે છે પણ તેની પક્કડ નથી માત્ર જ્ઞાનમાં જાણે છે. જગતને ભારે કઠણ પડે તેવી વાત છે. શિષ્ય કહે છે કે પ્રભુ ! મને તો એક આત્મા બતાવો, મારે બીજા વિકલ્પોનું કામ નથી. મને તો આત્મા કેમ પ્રાપ્ત થાય એ એક જ કામ છે. તેના ઉત્તરમાં આ ગાથા આવી છે કે ભાઈ ! તું વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી એક આત્માને જાણ, અન્ય સર્વ શુભાશુભ ભાવોને છોડીને એક આત્માને જાણ ! આ એક જ કામ તારે કરવાનું છે. * Page #475 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા સમાન નિજ આત્મા ઉપાદેય છે (સળંગ પ્રવચન નં. ૭૦) ज्ञानिन् ज्ञानी ज्ञानिना ज्ञानिनं यावत् न जानासि । तावद् अज्ञानेन ज्ञानमयं किं परं ब्रह्म लभसे ॥१०८।। दृश्यते तेन ब्रह्मा परः ज्ञायते तेन स एव । ब्रह्म मत्वा येन लघु गम्यते परलोके ।।१०६।। मुनिवरवृन्दानां हरिहराणां यः मनसि निवसति देवः। परस्माद् अपि परतरः ज्ञानमयः स उच्यते परलोकः॥११०॥ શ્રી પરમાત્મપ્રકાશના પ્રથમ અધિકારની ૧૭૭મી ગાથા થઈ. હવે ૧૦૮મી ગાથામાં કર્તા કોણ અને કર્મ શું છે એ બધી વાત કહે છે. જ્ઞાનથી જ પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે આ એમ ગાથામાં કહે છે. ગાથાર્થ – જ્ઞાની ! જ્ઞાનવાન પોતાના આત્માને સમ્યજ્ઞાન વડે જ્ઞાન લક્ષણવાળા આત્માને જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી અજ્ઞાની હોવાથી તે પોતાના જ્ઞાનમય સ્વરૂપને શું પામી શકે? ન પામી શકે. જે કોઈ પામે છે તે જ્ઞાન વડે જ પોતાના આત્માને પામે છે. ૧૦૮. હે જ્ઞાની! એમ સંબોધન કર્યું છે. જ્ઞાનવાન પોતાનો આત્મા તે કર્તા છે અને સમ્યજ્ઞાન વડે એટલે તે “કરણ” વડે જ્ઞાન લક્ષણવાળા આત્માને પ્રાપ્ત કરે છે તે “કાર્ય થયું. આત્મા જ્ઞાનવાન છે, રાગવાન કે આશ્રયવાન નથી. જ્ઞાન જ જેનું રૂપ છે એવો ભગવાન આત્મા તે “કર્તા છે. તેની પ્રાપ્તિ સમ્યજ્ઞાનરૂપ કરણ વડે જ થાય છે. પુણ્ય કે વિકલ્પ દ્વારા તેની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન લક્ષણવાળો આત્મા પ્રાપ્ત થાય છે તે કાર્ય છે. આમ, આત્મા જ કર્તા, કર્મ અને કરણ છે. બાહ્ય સાધનો બધાં છે પણ તે માત્ર પરણેય તરીકે જ્ઞાનમાં જણાય છે. આ રીતે, આત્મા સમ્યજ્ઞાન વડે આત્માને જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની છે. જુઓ ! આત્માને નથી જાણતો તે અજ્ઞાની છે એમ કહ્યું. તેથી એ વાત સિદ્ધ થાય છે કે આ ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને બધાં જ્ઞાનીની વાત છે, માત્ર છઠ્ઠા-સાતમાવાળા મુનિની વાત નથી. જ્યાં સુધી આત્મા કર્તા થઈને જ્ઞાન લક્ષણવાળા નિજઆત્માને જાણવાનું કાર્ય ન કરે ત્યાં સુધી તે અજ્ઞાની ગમે તેવા શુભાશુભ ભાવ કરે છે પણ ધર્મ નથી. જ્ઞાનમય Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૦ ) [૪૬૩ આત્મા જ્ઞાન વિના શી રીતે જણાય ! આત્મા તો એકલા જ્ઞાનનું વિતરાગબિંબ છે તેને જ્ઞાન વડે ન જાણે ત્યાં સુધી અજ્ઞાની આત્માને શી રીતે જાણે? ત્રણકાળ ત્રણલોકમાં જે કોઈ આત્માને પ્રાપ્ત કરે છે તે સમ્યજ્ઞાન વડે જ પ્રાપ્ત કેરે છે તે સિવાય બીજો કોઈ સાધન વડે આત્મા પ્રાપ્ત થતો નથી. કર્તા પણ જીવ પોતે છે. રાગ કે નિમિત્ત “કર્તા' તરીકે હોય તો આત્માનું કામ થાય એમ નથી. કષાયની મંદતા હોય તો આત્મા પ્રાપ્ત થાય એમ નથી. પોતે જ કર્તા થઈ, પોતાના સાધન વડે, પોતે જ પોતાના કાર્યને પ્રાપ્ત કરે છે તે સંપ્રદાન છે. પોતે જ પોતાના કાર્યને પોતે દીધું અને પોતે જ લીધું. એક જ સમયમાં આ છએ કારક રહેલાં છે. પોતે જ પોતાને દાન આપે છે. આ દાન તે જ દાન છે. ભગવાન આત્મા પોતાની અંદરથી માલ કાઢીને પોતે જ રાખે છે, પોતે કર્તા થઈ, પોતાના સાધન વડે જે નિર્મળ કાર્ય કરે છે તેને પોતે જ રાખે છે. માટે, પોતે જ દેનાર અને પોતે જ લેનાર છે. વ્યવહારના રસિયાને આ વાતમાં રાડ પડે પણ વ્યવહાર વ્યવહારના સ્થાને છે તેની ના નથી. પણ તે આદરવાલાયક નથી, માત્ર જાણવાયોગ્ય છે. આત્મા પોતે પોતાની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે. પર માટે કે રાગ માટે પુરુષાર્થ કરતો નથી. પાઠમાં ત્રણ કારક મૂક્યા છે પણ તેમાંથી ટીકાકારે છએ કારક કાઢ્યા છે. આત્મા આત્માને, આત્માથી, આત્મા માટે, આત્માના આધારે, આત્મામાં પ્રાપ્ત કરે છે. સૂત્રમાં ટૂંકું હોય તેનો જ ટીકામાં વિસ્તાર છે. આવા કારક દ્વારા પોતે પોતાને ન જાણે ત્યાં સુધી નિર્દોષ શુદ્ધ પરમાત્મા સિદ્ધપરમેષ્ઠીને શું પામી શકે ! ન પામી શકે. પોતાના જ સિદ્ધપરમેષ્ઠીપણાની વાત છે. નિર્દોષ એટલે વિકાર રહિત. વસ્તુ ત્રિકાળ દોષ રહિત છે. તેને નિર્દોષ કહો, જ્ઞાનાનંદ કહો કે શુદ્ધ પરમાત્મા કહો....બધું એક જ છે. શુદ્ધ પરમાત્મા એવો આત્મા આવા છે કારકરૂપે ન પરિણમે ત્યાં સુધી તે પોતાના સિદ્ધપદને કેમ પામી શકે? જે આત્માને જાણે તે જ પરમાત્માને જાણી શકે છે. આત્માના સ્વરૂપને જાણ્યું તેણે જ પોતાના પરમાત્મસ્વરૂપને જાણ્યું છે. આ રીતે આત્માને જાણતો નથી અને શરીરની અને રાગની ક્રિયા કરે છે તે કદી એ રીતે આત્માને જાણી શકતો નથી. જે કોઈ આત્માને પામ્યા તે આ રીતે જ પામ્યા છે અને જે કોઈ પામશે તે આ રીતે જ પામશે. બીજો કોઈ રસ્તો નથી. પરમાત્મપ્રકાશ છે ને ! પોતાના પરમાત્મસ્વરૂપને પોતાથી પોતાના આધારે પોતામાં પોતાના માટે પોતે કર્તા થઈને પોતાને પામે છે. રાગ પોતાનું સ્વરૂપ નથી માટે તેના આધારે કે તેના વડે આત્મા પ્રાપ્ત થઈ શકતો નથી. Page #477 -------------------------------------------------------------------------- ________________ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ૪૬૪ ] હવે ચાર ગાથાઓમાં ‘પરલોક' શબ્દ દ્વારા પરમાત્માનું જ સ્વરૂપ કહે છે. પર એટલે ઉત્કૃષ્ટ એવો પોતાનો સ્વભાવ પરમબ્રહ્મ એવી પોતાની શક્તિને જે પુરુષ સ્વસંવેદનશાન વડે જાણે છે તે પુરુષથી શુદ્ધાત્મા નિયમથી દેખી શકાય છે, તે પુરુષથી નિશ્ચયથી શુદ્ધાત્મા જાણ્યો જાય છે અને તેને જ પોતાનું પરમાત્મસ્વરૂપ શીઘ્ર પ્રાપ્ત થાય છે. જીવની એક સમયની પર્યાય એ તો વ્યવહાર આત્મા છે. નિશ્ચયથી પરમ ઉત્કૃષ્ટ એવા પોતાના સ્વભાવને જે નિર્વિકલ્પ શાંતિ, આનંદ અને નિર્વિકલ્પ દૃષ્ટિ દ્વારા દેખે છે તે જ પોતાના શુદ્ધાત્માને જાણી શકે છે. અનાદિ અનંત ધ્રુવ વસ્તુને જે નિર્વિકલ્પ સ્વસંવેદનશાન દ્વારા અવલોકે છે તેણે પરમાત્માને જાણ્યો કહેવાય. આવા પરમાત્મસ્વરૂપ અનંતગુણના ગોદામને અવલોકવો તે જ આત્માનું કર્તવ્ય અને ક્રિયા છે. પર એટલે પ્રધાન અર્થાત્ ઉત્કૃષ્ટ–પોતાનો આત્મા ઉત્કૃષ્ટ લોક છે માટે તેને ‘પરલોક’ શબ્દથી ઓળખાવ્યો છે. વસ્તુ પોતે જ દ્રવ્યસ્વરૂપે પરમાત્મા છે તેને દેખવો, જાણવો અને અનુભવવો એ આ પરમાત્મપ્રકાશમાં કહેવું છે. વિકલ્પ, વાણી અને શરીર તો જીવની ચીજ નથી માટે તેનું અહીં કાંઈ કામ જ નથી. વિકલ્પ તો વિભાવ છે તે કાંઈ તારું સ્વરૂપ નથી માટે તેનાથી કામ લેવું એ કાંઈ જીવનું સ્વરૂપ નથી. તેનાથી આત્માને લાભ પણ ન થાય. વાણી વડે જીવના સ્વરૂપનું પ્રરૂપણ કરવાથી પણ આત્માને લાભ ન થાય, આત્માનું કામ ન થાય કેમ કે, વાણી તો પર છે. વિકલ્પથી પુણ્ય બંધાય પણ વાણીથી તો પુણ્ય પણ ન બંધાય. શરીર, વાણી અને વિકલ્પથી રહિત અને સ્વઅનંતગુણોથી સહિત એવા નિજ આત્માને જે સ્વસંવેદનજ્ઞાનથી અનુભવે છે તે પરલોકને એટલે કે ઉત્કૃષ્ટ આત્માને પ્રાપ્ત થાય છે. તો પ્રશ્ન થાય કે, પરલોકસ્વરૂપ આત્માની પ્રાપ્તિનો ઉપાય તો એક જ છે તો પછી આ મંદિર આદિ બંધાવવા કે નહિ ? ભાઈ ! મંદિર બંધાવવાનું કાર્ય જીવ કરી શકતો જ નથી. મંદિર સ્વયં પોતાથી થાય છે તેને કોઈ બનાવી શકતું નથી. વાણી પણ સ્વયં થાય છે કેમ કે તે જડ છે તેને જીવ કરી શકતો નથી. વિકલ્પને પણ લાવવો હોય તેમ લાવી શકાતો નથી. એ તો કર્મના નિમિત્તના સંબંધમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. માટે હે જીવ! તારે કરવું હોય તો સ્વસંવેદન કર! એ તારું કાર્ય છે. તેને તું લાવી શકે છે. તું પોતે પરમબ્રહ્મસ્વરૂપ છો તેની પર્યાયમાં પ્રાપ્તિ કરવી તે તારું કાર્ય છે તેને તું કરી શકે છે. પરમાત્મતત્ત્વને જે દૃષ્ટિમાં અવલોકે છે, જાણે છે, અનુભવે છે તે જ તેને શીઘ્ર પ્રાપ્ત કરી શકે છે. ભાવાર્થ :—શુદ્ધાત્માનું સ્વરૂપ શુદ્ઘનિશ્ચયનયથી શક્તિરૂપથી કેવળજ્ઞાન કેવળદર્શન સ્વભાવ છે તે જ વાસ્તવમાં પરમેશ્વર છે. ઉત્પાદ-વ્યયનો એક સમયની પર્યાય છે તે Page #478 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-90 ) [ ૪૬૫ નિશ્ચય-આત્મા નથી. રાગ હો કે, શુદ્ધ પરિણતિ હો તે નિશ્ચયતત્ત્વ નથી. વ્યવહારતત્ત્વ છે. સર્વજ્ઞ ભગવાનનો નિર્ણય કરવા જાય ત્યાં એ સર્વજ્ઞપર્યાય જેમાંથી નીકળે છે એવા શક્તિરૂપ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો નિશ્ચય થઈ જાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનની પર્યાય તો વ્યવહાર-આત્મા છે, શક્તિરૂપ તત્ત્વ તે જ નિશ્ચય-આત્મા છે. અનંત પરમાત્મા જેના પેટમાં રહેલાં છે એવો શક્તિરૂપ આત્મા તે નિશ્ચય-આત્મા છે. ભગવાન આત્મા એક સેકંડના અસંખ્યમાં ભાગમાં એકલું જ્ઞાન અને દર્શનસ્વરૂપી તત્ત્વ છે તે પોતેં જ પરમેશ્વર છે. એક સમયની ઉત્પાદ-વ્યયની પર્યાયને બાદ કરી દ્યો તો એકલો આત્મા પૂરો પરમેશ્વર છે. કેવળજ્ઞાની પ્રગટ પરમાત્મા તો એક સમયના પરમાત્મા છે અને આ ભગવાન આત્માને ઉત્પાદ-વ્યયની પર્યાયને બાદ કરીને જુઓ તો એકલો ભગવાન પૂરો પરમેશ્વર છે. પ્રગટ પરમાત્મામાં અને જીવમાં કોઈ જાતિભેદ નથી. બંને વસ્તુમાં કાંઈ ભેદ નથી. એક સમયની પર્યાયમાં જીવને કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એટલું બંધન છે, ત્યાં સુધી જીવ સંસારમાં ભ્રમણ કરે છે. જ્યાં સુધી જીવ કર્મ સાથે સંબંધ રાખે છે ત્યાં સુધી પરિભ્રમણ થાય છે એટલે કે જીવનો એક સમયનો પર્યાય કર્મના ઉદયના એક સમયના પર્યાય સાથે સંબંધ જોડે છે ત્યાં સુધી સંસાર ઊભો છે. જોડાણ તે જ સંસાર છે. આ સંસાર પર્યાયથી ધ્રુવ તત્ત્વ આખુ ભિન્ન, અખંડ એકરૂપ છે. સંસારપર્યાયનું લક્ષ છોડીને, એક સમયની સ્વસંવેદન પર્યાય વડે પરમેશ્વરને અવલોકવો તેનું નામ “પરલોક કહેવાય છે. કર્મ સાથે સંબંધ છે. તે છોડીને પરમેશ્વરતત્ત્વ સાથે સંબંધ જોડવો. બસ આટલું જે કરવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. જડ સાથે આત્માને કાંઈ સંબંધ નથી માટે જડની "ક્રિયા તો કાંઈ કરવાની નથી. વિકલ્પની ક્રિયા પણ કર્મ સાથે સંબંધ જોડવાથી ઉત્પન્ન થાય છે. જો કર્મ સાથે સંબંધ ન કરે અને આત્મામાં એકત્વ કરે તો વિકલ્પની ક્રિયા પણ "ઊઠશે નહિ. જૈનદર્શન લોકોને કઠણ પડે છે કેમ કે આ વાત એને સાંભળવા જ મળી નથી. જૈનદર્શન એટલે “વસ્તુસ્વરૂપ”. આત્માનું સ્વરૂપ વીતરાગ છે–નિર્દોષ છે–પરમેશ્વરસ્વરૂપ છે, તેની વર્તમાન અવસ્થા બહારમાં જોડાય છે તેને બદલે પોતાના સ્વરૂપને અવલોકે તો જૈનદર્શન પ્રગટ થાય. તેને પરમેશ્વરના ભેટા થઈ ગયા તે “પરલોક ને પ્રાપ્ત થયો. પર એટલે પ્રધાન એવા આત્મલોકને તેણે પ્રાપ્ત કરી લીધો. આ આલોક અને પરલોકની વાત નથી. અહીં પર એટલે સંસ્કૃતમાં બે અર્થ મૂક્યા છે. પર અર્થાત્ ઉત્કૃષ્ટ અથવા પર એટલે નિયમથી તે જીવ પોતાના આત્માને પ્રાપ્ત કરે છે કે જે તેનો “પરલોક' છે તેને નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા અવલોક તો એ તારા માટે “પરલોક' કહેવાય. Page #479 -------------------------------------------------------------------------- ________________ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ “પરલોક” એવો પરમાત્મા ચોથા ગુણસ્થાનવાળાને તેના પ્રમાણમાં, મુનિને તેમના પ્રમાણમાં...એમ ચોથાથી માંડીને બધાને પોતાની ભૂમિકા પ્રમાણે અવલોકનમાં આવે છે. આગળની ગાથામાં કહેશે કે ઇન્દ્ર, વાસુદેવ, હરિહર આદિના મનમાં આત્મા વસે છે માટે તેને “પરલોક' કહેવામાં આવે છે. સૂક્ષ્મ, બાદર એકેન્દ્રિયાદિ જીવોના શરીરમાં ભગવાન આત્મા જુદો જુદો, પૂરો પરમેશ્વર બિરાજે છે. તે જ આત્મા જ્યારે કર્મોથી રહિત થઈ જાય છે ત્યારે “સિદ્ધ' કહેવાય છે. સંસાર અવસ્થામાં જુદા જુદા આત્મા છે તે સિદ્ધ થતાં એક થઈ જાય છે એમ કહેવું નથી. જે સંસારી કહેવાતો હતો તે જ પછી સિદ્ધ કહેવાય છે પણ દરેક આત્મા જુદે જુદા રહે છે એક થઈ જતાં નથી. આ પરમાત્મપ્રકાશમાં એકલો પૂરો પરમાત્મા દરેક સમયમાં બિરાજમાન છે તે બતાવ્યો છે. તેનું અવલોકન કરે ત્યારે તેણે પૂરા આત્માને જાણ્યો કહેવાય. આમાં શાસ્ત્રજ્ઞાન કામ કરતું નથી કારણ કે શાસ્ત્રજ્ઞાન તો પરલક્ષી છે માટે તે આત્મામાં કામ કરતું નથી. પરલક્ષીનું લક્ષ છોડી, સ્વલક્ષીનું લક્ષ કરી, સ્વસંવેદનજ્ઞાન દ્વારા નિજ વસ્તુને અવલોકે તો નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનથી જ તે “પરલોકની પ્રાપ્તિ થાય છે. ઉત્કૃષ્ટ આત્માની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. શ્રોતા –વ્રત, ભક્તિ, પૂજા આદિ ભાવથી આત્માને પ્રાપ્ત કરવો કાંઈક સહેલો તો પડે ને? અને જો સહેલો ન પડે તો એ ભાવ શા માટે કરવા? પૂજ્ય ગુરુદેવશ્રી :–ભાઈ ! આત્માને પ્રાપ્ત કરવાની ભૂમિકામાં એવા શુભભાવ આવે છે. જ્ઞાનીને એવા ભાવ કરવાની બુદ્ધિ નથી. આવા વિકલ્પ કરે એવી બુદ્ધિ થવી એ પણ મિથ્યાત્વ છે. એવા વિકલ્પોથી આત્માને પ્રાપ્ત કરવામાં જરાય સહેલાઇ થતી નથી. શુભોપયોગનો અભાવ થાય ત્યારે શુદ્ધોપયોગમાં જીવ આવી શકે છે માટે, અહીં તો એક જ સીધી વાત છે કે પરમાત્મતત્ત્વને અવલોકવું તે “પરલોક' પ્રાપ્તિનો ઉપાય છે. આ “પરલોક લૌકિક ક્રિયા, શુભક્રિયા, શુભરાગ અને શાસ્ત્રજ્ઞાનથી પહેલે પાર છે. નિર્વિકલ્પ શાંતિ અને સમાધિ દ્વારા આ “પરલોકની પ્રાપ્તિ થાય ત્યારે એની “મતિ એવી ગતિ થઈ ગઈ સમજો. આગળ ગાથા આવશે કે પરમેશ્વરમાં મતિ જાય તો ગતિ પણ તેમાં થાય. . સંસાર અવસ્થામાં જે શક્તિરૂપ આખું સત્ત્વ છે તે જ સિદ્ધ અવસ્થામાં વ્યક્તિરૂપ થાય છે. જે ભગવાન સંસાર અવસ્થામાં શક્તિરૂપ છે તે જ સિદ્ધ અવસ્થામાં પ્રગટ ભગવાન થઈ જાય છે. વ્યવહારથી કાંઈ લાભ ન થાય એ અહીં તો કહેવું છે. વ્યવહારથી પુણ્ય બંધાય પણ અબંધ પરિણામ ન થાય. નિર્વિકલ્પ પર્યાય વડે વર્તમાનમાં પણ અબંધ પરિણામ થાય પણ રામનાર Page #480 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૦ ) [ ૪૬૭ અને પૂર્ણપદની પ્રાપ્તિ પણ તેનાથી જ થાય. જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી સાથે વ્યવહાર હોય પણ તેનાથી આત્માને કાંઈ લાભ થતો નથી. આ આત્મા જ પરબ્રહ્મ છે, આત્મા જ પરમવિષ્ણુ છે અને આત્મા જ પરમશિવ છે, નિરુપદ્રવ કલ્યાણની મૂર્તિ શક્તિરૂપ આત્મા જ પરમબ્રહ્મ, વિષ્ણુ અને પરમશિવ છે. આત્મા જ શક્તિએ પોતે ભગવાન છે અને પ્રગટરૂપે ભગવાન અહમદેવ અને સર્વ સિદ્ધ પરમાત્માને પણ પરમબ્રહ્મ પરમવિષ્ણુ અને પરમશિવ કહેવાય છે. આમ નિશ્ચયથી જાણો. આમ, કહેવાથી એ સિદ્ધ થાય છે કે જગતમાં જેને સર્વવ્યાપક બ્રહ્મા, વિષ્ણુ, શિવ કહેવાય છે તે કલ્પિત છે. એ કોઈ પરમબ્રહ્મ આદિ નથી. તે પોતે જ પરમબ્રહ્મ, વિષ્ણુ અને શિવ છો. જે શક્તિરૂપ પરમાત્મા છે તેની દૃષ્ટિ, જ્ઞાન અને તેમાં સ્થિરતા કરવાથી વ્યક્તિરૂપ પરમાત્મા થઈ જાય છે. આ એક જ માર્ગ છે. નિશ્ચય મોક્ષમાર્ગ અને વ્યવહાર મોક્ષમાર્ગ એવા બે માર્ગ નથી. વ્યવહાર તો આંધળો છે તે વસ્તુને કેવી રીતે જોઈ શકે? નિર્વિકલ્પ જ્ઞાન જ એક દેખતું છે તે આત્મવસ્તુને-નિજલોકને અવલોકી શકે છે. દેવ-શાસ્ત્ર-ગુરુ - સંબંધી વિકલ્પ હો કે પંચમહાવ્રતનો વિકલ્પ હો કે શાસ્ત્રજ્ઞાનનો વિકલ્પ હો...તે બધો વિકલ્પાત્મક વ્યવહાર આંધળો છે. તે વસ્તુને જોઈ શકતો નથી. જ્ઞાનસ્વરૂપ નિર્મળ પરમેશ્વર ભગવાન આત્માના જ્ઞાનના કિરણો નિર્મળ છે અને જાણી શકે તેવા છે, તેના વડે જ આત્મા જાણી શકાય છે. જ્ઞાનની આંખ નિર્મળ છે તેથી જ્ઞાયકને જાણી લે છે. નિશ્ચયથી જ મોક્ષ પમાય અને વ્યવહારથી ન પમાય એનું નામ અનેકાંત છે. નિશ્ચયથી અને વ્યવહારથી બંનેથી મોક્ષ પમાય એવું અનેકાંત ન હોય. પોતાના અસંખ્યપ્રદેશ જ ખરેખર પરમધામ છે પણ વ્યવહારથી લોકનું શિખર કે જ્યાં અનંત સિદ્ધ બિરાજી રહ્યા છે તે પરમધામ છે. ખરેખર સિદ્ધો તો પોતાના અનંત ગુણોની પરિણતિરૂપ પરમધામમાં બિરાજી રહ્યા છે. પરમધામને જ બ્રહ્મલોક, વિષ્ણુલોક અને શિવલોક કહેવામાં આવે છે. અન્ય કોઈ બ્રહ્મલોક કે વિષ્ણુલોક કે શિવલોક નથી. જે સિદ્ધપરમેષ્ઠી થઈ ગયા તેને જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ કહેવાય છે અને જ્યાંથી સિદ્ધ થયા એવા નિર્વાણક્ષેત્રને બ્રહ્મલોક, વિષ્ણુલોક અથવા શિવલોક કહેવાય છે. અરિહંત અને સિદ્ધભગવાન તો વ્યક્તિરૂપ પરમાત્મા છે અને આ જીવ શક્તિરૂપ પરમાત્મા છે તેમાં સંદેહ નથી. માટે ભ્રાંતિ ન કર ! તું પરમેશ્વરસ્વરૂપે જ બિરાજે છો તેમાં શંકા ન કર ! જેટલા ભગવાનના નામ છે એટલાં જં બધાં શક્તિરૂપ જીવનાં નામ છે. આ જીવ.જ શુદ્ધનિશ્ચયન્સથી ભગવાન છે. તેને તું ભજ! નિર્વિકલ્પજ્ઞાન અને નિર્વિકલ્પ સમાધિ વડે જ ભગવાનનું ભજન થઈ શકે છે. આવી નિર્વિકલ્પ જ્ઞાન અને સમાધિની સ્થિતિ કયારે અને કોને થઈ શકે તેનો Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ખુલાસો હવે ૧૧૦ ગાથામાં કરશે. કોઈ એમ માનતું હોય કે આવી સ્થિતિ સાતમા ગુણસ્થાને જ થાય, એ પહેલાં ન થાય, તો એમ નથી. ભગવાનનું નામ જ પરલોક છે એમ ગાથામાં કહે છે જુઓ ! અહીં કહે છે કે મુનીશ્વરોના સમૂહમાં તથા ઇન્દ્ર, વાસુદેવ, રુદ્રોના ચિત્તમાં આત્મદેવ વસી રહ્યાં છે. તેને જ ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ જ્ઞાનમયી પરલોક કહેવામાં આવે છે. સંતોના જ્ઞાનમાં પરમેશ્વર બિરાજે છે. સંતોના જ્ઞાનમાં પંચમહાવ્રત કે દયા, વ્રત, તપાદિ બિરાજતાં નથી. ઇન્દ્ર તો ચોથા ગુણસ્થાને છે તેની જ્ઞાનપર્યાયમાં પણ પરમાત્મા બિરાજે છે. કોઈ જાતનો રાગ એના જ્ઞાનપદમાં બિરાજતો નથી. સમ્યજ્ઞાનની પર્યાયના પદમાં પરમેશ્વર જ બિરાજે છે. બીજું કોઈ તેમાં બિરાજતું નથી. વ્યવહાર વિકલ્પ આવે તેનું જ્ઞાન થાય પણ તે વિકલ્પ જ્ઞાનપદમાં બિરાજતો નથી. જ્ઞાન ભલે બધાંને જાણે છે પણ તેના જ્ઞાનપદમાં તો એક આત્મદેવ જ બિરાજે છે. ભગવાન આત્મા જ જ્ઞાનપદમાં સ્થપાયેલો છે. પરમાત્મપ્રકાશમાં એવી અલૌકિક રીતે વાત લીધી છે. જ્ઞાનીના મતિ, શ્રુતજ્ઞાનમાં ભગવાન આત્મા જ બિરાજે છે. કોઈ રાગ, વિકલ્પ કે નિમિત્તો તેમાં વસતા જ નથી. કેમકે તે જ્ઞાનનું લક્ષ આત્મામાં છે, રાગ કે નિમિત્તમાં તેનું લક્ષ નથી. કોઈ રાગને તે પાળતા નથી. એ તો પરમાત્માને પાળે છે. જ્યાં પરમેશ્વર વસે છે ત્યાં રાગ વસી શકતો નથી કારણ કે એક મ્યાનમાં બે તલવાર સમાતી નથી. તેમ જ્ઞાનપદમાં આત્મદેવ અને રાગ, બે સમાઈ શકતાં નથી. જ્ઞાનમાં પરમેશ્વર જ બિરાજે છે, જ્ઞાનીનું મન એટલે નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનના અર્થમાં લેવું છે—તેમાં ભગવાન વસે છે, વિકલ્પાદિ કોઈ તેમાં વસતા નથી. શ્રોતા :અમારો પરમેશ્વર ક્યાં ખોવાઈ ગયો છે ? પૂજ્ય ગુરુદેવશ્રી :—ક્યાંય ખોવાઈ ગયો નથી. નજર કરતાં નથી તેથી દેખાતો નથી. ગોદડાં ઓઢીને સૂતો હોય તેને સોનાના નળિયા થઈ જાય (દિવસ ઊગી જાય) તે દેખાતા નથી. કેમકે આંખ ખોલીને તે જોતો નથી. તેમ પોતાના પરમાત્મા સામે નજર કરે તો પરમાત્મા દેખાય ને ? જ્ઞાનનેત્ર વડે જુએ તો પરમાત્મા તો બિરાજમાન જ છે. અવલોકન કરે તો દેખાય. શ્રોતા :—આંખ ખુલતી નથી. પૂજ્ય ગુરુદેવશ્રી :—આંખ તો ખુલે છે પણ તે પરને જોવા માટે ખુલે છે. પોતાને જોવા માટે એ આંખને ખોલતો નથી તેથી પરમાત્મા દેખાતો નથી. અજ્ઞાનીનો જ્ઞાનનો ક્ષયોપશમ પરને અને રાગને જોવામાં જ રોકાઈ ગયો છે. સ્વને જોતો જ નથી. પામરતાને, વિકારને અને નિમિત્તને જ દેખે છે તે જ્ઞાનને જ્ઞાન જ કહેવાતું નથી. એ જ્ઞાન આત્માની પર્યાય નથી, એ તો પામર પર્યાય છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૦ ) [ ૪૬૯ જેની પર્યાય પોતાની મૂળ વસ્તુને અવલોકે છે અનંતગુણના એકરૂપ અખંડ ધ્રુવ પરમેશ્વરને જે અવલોકે છે તેની જ્ઞાનપર્યાયમાં ભગવાન વસ્યા છે તે પર્યાય છે પણ તેમાં ભગવાન વસ્યો છે માટે તે આત્માની પર્યાય છે. જે પર્યાયમાં રાગ કે નિમિત્તાદિ વસ્યા છે તે આત્માની પર્યાય જ નથી. અનંત અનંત ગુણનો પુંજ પ્રભુ પૂરો પરમેશ્વર છે. તેમાં અનંતગુણની રાશિ છે તેમાંથી ઢગલાં પ્રગટે છે. આવા પ્રભુના મતિ-શ્રુતજ્ઞાનમાં અવલોકન થઈ શકે છે. કેવી રીતે?—કે નિર્વિકલ્પ જ્ઞાન અને શાંતિ વડે તેનું અવલોકન થાય છે. ચોથા ગુણસ્થાનથી જ પરમાત્માનું અવલોકન શરૂ થઈ જાય છે. ઇન્દ્ર અને વાસુદેવ આ બે શબ્દ ગાથામાં મૂક્યા છે તેના ઉપરથી ચોથા ગુણસ્થાનમાં અવલોકનની વાત સાબિત થઈ જાય છે. અહો ! જેને પરમેશ્વર ભેટ્યા તેને હવે બીજું શું જોઈએ ! જેણે મતિ-શ્રુતજ્ઞાનમાં પરમેશ્વરને અવલોક્યો તેને હવે દુનિયામાંથી કાંઈ જોઈતું નથી. દુનિયા મને જાણે—દુનિયા 'મને ઠીક કહે તો મને ઠીક લાગે એવી જેને અપેક્ષા છે એ તો મૂઢ છે. પોતાના મતિ અને શ્રુતજ્ઞાનમાં પરમેશ્વર વસ્યા તેને હવે પરમેશ્વરથી ઊંચી ચીજ તો જગતમાં ક્યાંય છે નહિ તો હવે તેને કોની જરૂર છે! હું તમને સમજાવું છું માટે તમે મને ગુરુ તરીકે સ્વીકારો તો હું મોટો ગણાઊં એમ જેને થાય છે. તે તો મૂઢ છે. અહીં તો “પરલોક' શબ્દની વ્યાખ્યામાં જેના અવલોકનમાં “પ્રભુ” આવ્યા તેની મતિ પ્રભુની થઈ ગઈ, તેની ગતિ પણ ત્યાં જ થશે અને પરમાત્મા થઈ જશે એમ કહેવું છે. જેણે પોતાની જ્ઞાનપર્યાયમાં રાગને નહિ વસાવતાં પ્રભુને વસાવ્યો તે પ્રભુ થઈ જશે. આ ઇન્દ્રોની સમક્ષમાં, બાર સભામાં બિરાજતાં પ્રભુની વાણીમાં આમ ફરમાવ્યું છે. ઈન્દ્રની પદવી મોટી છે, ૩૨ લાખ તો વિમાન છે, કરોડો અપ્સરાઓ છે, અસંખ્ય દેવો જેની આજ્ઞા માને છે માટે ઈન્દ્ર મોટાં છે એમ નથી. ઇન્દ્રના જ્ઞાનમાં પરમેશ્વર વસ્યો છે તેનાથી તેની મોટપ છે. ઈન્દ્રને આ વૈભવથી મોટપ ભાસતી નથી. અહીં તો જરાં બોલતાં આવડે, લોકો માનવા લાગે ત્યાં એમ થાય કે અહા ! આપણે પ્રસિદ્ધ થયાં પણ તે ખરેખર પ્રસિદ્ધ થયો નથી. તેમાં તો રાગની પ્રસિદ્ધિ થઈ, તેના આત્માની પ્રસિદ્ધિ નથી. ભાવાર્થ –પરલોક શબ્દનો અર્થ એવો છે કે પર અર્થાત્ ઉત્કૃષ્ટ વીતરાગ ચિદાનંદ શુદ્ધ સ્વભાવી આત્મા તેનો લોક અર્થાત અવલોકન—નિર્વિકલ્પ સમાધિમાં સ્વભાવનો અનુભવ કૅરવો તે “પરલોક' છે વીતરાગ ચિદાનંદ એટલે પર્યાયની વાત નથી. વસ્તુ પોતે રાગ અને વિકાર વિનાનું નિર્દોષ તત્ત્વ હોવાથી તેને “વીતરાગ' વિશેષણ આપ્યું છે. વસ્તુ ત્રિકાળ વીતરોગસ્વરૂપ છે અને અખંડ આનંદસ્વરૂપ છે એટલે કે એકલા જ્ઞાન અને આનંદનું પૂર છે. એવા સ્વભાવને અવલોકવો તે પરલોક' છે. એકલો ચિદાનંદ આત્મા તે “પર” અને તેને અવલોકે તો તેને “પરલોક” કહેવાય. એકલા આત્માને પરલોક કહ્યો નથી. નિર્વિકલ્પ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જ્ઞાન અને સમાધિની પર્યાયમાં આત્માને અવલોકે અને અનુભવે તો તેને ‘પરલોક’ કહેવાય. રાગ વિનાની જ્ઞાનપર્યાય દ્વારા આત્માને અનુભવવો તેનું નામ ‘પરલોક' છે. આત્માનું સ્વરૂપ એવું છે કે બહારથી ક્યાંયથી મળે તેવું નથી અને અંદરમાંથી ક્યાંય ગયું નથી. માત્ર મતિ-શ્રુતજ્ઞાનની નિર્મળતામાં તેને અવલોકે તો તે પ્રગટ થાય તેવું છે. મુનીશ્વરો તો આત્માને અવલોકે જ છે પણ ઇન્દ્રો અને વાસુદેવો પણ તેને અવલોકે છે. તેમના ચિત્તમાં પણ પરમાત્મા વસે છે. ચોથા ગુણસ્થાને માત્ર દેવ-શાસ્ર-ગુરુની શ્રદ્ધા જ હોય, આત્માનું અવલોકન ન હોય, એમ નથી. જે એમ માને છે કે ચોથા ગુણસ્થાનમાં અનુભવ ન હોય તેની યોગ્યતા એ પ્રકારની છે એટલે એમ માને છે પણ તે તેને દુઃખરૂપ છે. વસ્તુસ્વરૂપથી વિપરીત માન્યતાવાળો જીવ દુઃખી છે, તેની ઉપર તિરસ્કાર ન થાય પણ તેની દયા આવે. અરે ભાઈ ! જ્યાં નિર્વિકલ્પ પર્યાય દ્વારા આત્મા અવલોકાય છે તેને તું એકલા શુભરાગથી આત્માનું ધ્યાન થવું માને છે એ તો તારી ઉલટી દૃષ્ટિ છે, તેમાં તને નુકશાન છે. તારી દૃષ્ટિમાં નુકશાન થાય અને અમને તિરસ્કાર આવે ! ના, દયા આવે છે. આ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો વસ્તુસ્થિતિ જણાવાય છે. મુનિપણું આવું હોય; ચોથું ગુણસ્થાન આવું હોય....એમ સ્વરૂપ કહીએ છીએ. કોઈને એવી દશા નથી અને એમ માને છે તેને દુઃખી કરવા માટે કહેવાતું નથી. એક તો ઉલટી દષ્ટિથી તેને અંદરમાં આકુળતા વેદાય રહી છે તેની તો તેને ખબર નથી પણ દુ:ખી તો છે તેને ‘તું બરાબર નથી' એમ કહીને દુઃખી કરવો નથી. શ્રીમદ્ કહે છે ને ! ‘કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ .’ ભાઈ! તું દુઃખના પંથે પડ્યો છો અને સુખનો પંથ માને છો પણ રસ્તો એમ મળશે નહિ ભાઈ.....કોઈ વ્યક્તિની નિંદા કે અનાદર કરવાનો ભાવ નથી. પરમેશ્વર સ્વભાવની દૃષ્ટિ અને જ્ઞાન કરવાની રીતને માનતો નથી અને બીજી રીતે માને છે તે પોતે જ પોતાને નુકશાન કરે છે. બાકી બીજો તો કોણ કોની નિંદા કરે કે કોણ કોની સેવા કરે ! યોગસારમાં આવી ગાથા આવે છે. જીવ પોતે જ સાચી દૃષ્ટિ વડે પ્રભુને અવલોકીને સુખી થાય છે અને ન સમજે તો પોતે જં વિપરીત દૃષ્ટિ વડે દુઃખી થાય છે. જેના જ્ઞાનમાં પ્રભુ બિરાજે છે તેને અહીં ‘પરલોક’ કહે છે. તેને સમ્યજ્ઞાન છે તે વડે તે સુખી થશે અને સિદ્ધદશાને પામશે અને જે આત્માને નથી જાણતો તેના મિથ્યાજ્ઞાનના પરિણામ પ્રમાણે દુઃખી થશે, નિગોદમાં જશે. કોઈને કાંઈ કહેવાની વાત નથી. અહીં તો પરમાત્મપ્રકાશમાં વસ્તુસ્થિતિ જેમ છે તેમ જણાવી છે, તેને તમે જાણો. * Page #484 -------------------------------------------------------------------------- ________________ મતિ એવી ચિંત (સળંગ પ્રવચન નં. ૭૧) मुनिवरवृन्दानां हरिहराणां यः मनसि निवसति देवः । परस्माद् अपि परतरः ज्ञानमयः स उच्यते परलोकः ॥ ११०॥ सः परः उच्यते लोकः परः यस्य मतिः तत्र वसति । यत्र मतिः तत्र गतिः जीवस्य एव नियमेन येन भवति ॥ १११॥ यत्र मतिः तत्र गतिः जीव त्वं मरणमपि येन लभसे । तेन परब्रह्म मुक्त्वा मतिं मा परद्रव्ये कार्षीः ।। ११२ ।। આ પરમાત્મપ્રકાશનો પ્રથમ અધિકાર છે. તેની ૧૧૦મી ગાથા ચાલે છે. ભાવાર્થ :—‘પરલોક' શબ્દનો અર્થ એવો છે કે પર અર્થાત્ ઉત્કૃષ્ટ વીતરાગ ચિદાનંદ શુદ્ધ સ્વભાવ આત્મા, તેનું લોક અર્થાત્ અવલોકન, નિર્વિકલ્પ સમાધિમાં ઉત્કૃષ્ટ આત્માને અનુભવવો તેનું નામ ‘પરલોક' છે. ‘પરલોક' એટલે ‘ઉત્કૃષ્ટ લોક' વીતરાગ ચિદાનંદ શુદ્ધ સ્વભાવ—ત્રિકાળી આત્મા ઉત્કૃષ્ટ છે તેને નિર્વિકલ્પ પરમસમાધિમાં અવલોકવો-અનુભવવો તેનું નામ ‘લોક' છે એટલે નિર્વિકલ્પ સમાધિમાં ત્રિકાળી આત્માને અનુભવવો તે ‘પરલોક’ છે. જ્ઞાનાનંદરૂપી વજ્રની કાતળી એવા આત્મતત્ત્વને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્વિકલ્પ સમાધિમાં અનુભવવો તે જ એક કર્તવ્ય છે. આત્મવસ્તુ પોતે તો વીતરાગ-સમાધિ સ્વરૂપ જ છે, અકષાયસ્વરૂપ છે, શાંતસ્વરૂપ છે તેને અકષાયદૃષ્ટિ દ્વારા અવલોકવો તેનું નામ ‘પરલોક' કહેવામાં આવ્યું છે. તેમાં જે નિર્વિકલ્પશાંતિ વેદાય છે તેનું જ નામ ધર્મ છે. વસ્તુ તો સમાધિનો પિંડલો છે. એકલો નિર્દોષ વીતરાગ સમાધિનો પિંડ—તે જ આત્મા છે. તેને અંતર દૃષ્ટિ, જ્ઞાન અને શાંતિ-સમાધિ દ્વારા અવલોકવો તેનું નામ ‘પરલોક' છે. તે સિવાય બાકી બધો તુચ્છ લોક છે. રાગ-દ્વેષને અને પરને અવલોકવું તે બધું તુચ્છ લોકમાં જાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય વિના, નિર્વિકલ્પશાંતિ અને સમાધિ દ્વારા આત્માને અવલોકવો તેનું નામ પરલોક કહેવાય છે અથવા બીજી રીતે કહીએ તો, પરમાત્માના કેવળજ્ઞાનમાં જીવાદિ પદાર્થ-લોકાલોક દેખાય છે માટે પરમાત્માને પરલોક' કહેવાય છે અથવા વ્યવહારનયથી સ્વર્ગ અને મોક્ષને પરલોક કહેવાય છે. તે સ્વર્ગ અને મોક્ષનું કારણ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૭ર ) [ પરમાત્મપ્રકાશ પ્રવચન ભગવાનનો ધર્મ છે માટે કેવળીભગવાનને “પરલોક' કહેવાય છે. પૂર્ણાનંદસ્વરૂપનો અનુભવ તે મોક્ષનું કારણ છે અને સાથે જે રાગ ઊઠે છે તે સ્વર્ગનું કારણ છે. આવો માર્ગ ભગવાને બતાવ્યો છે માટે ભગવાન “પરલોક” છે. છેલ્લે યોગીન્દ્રદેવ કહે છે કે પરમાત્મા સમાન પોતાનો નિજ આત્મા છે તે જ પરલોક છે માટે તે જ ઉપાદેય છે, બાકી કાંઈ આદરવાલાયક નથી. તો પ્રશ્ન થાય કે આ રાજપાટ ભોગવવા અને ધંધો કરવો એ બધું શું આદરણીય નથી? તે ન કરવું?–ભાઈ ! એ તો વિકલ્પ છે, પાપબંધનું કારણ છે. તે આદરણીય કેમ હોય ! એ તો દીર્ધ સંસારનું કારણ છે. અહીં તો મુક્તિનું કારણ થાય એવો આત્મા ઉપાદેય છે માટે તેને જ અવલોકવો, બાકી કોઈ વ્યવહાર વિકલ્પાદિ આદરણીય નથી. આ ૧૧૦ ગાથા થઈ. હવે ૧૧૧મી ગાથામાં કહે છે કે, જેનું મન નિજ આત્મામાં વસી રહ્યું છે એવા જ્ઞાની જીવ જ “પરલોક' છે. ગાથાર્થ –જે ભવ્યજીવની મતિ નિજ આત્મસ્વરૂપમાં વસી રહી છે અર્થાત્ વિષયકષાય-વિકલ્પ-જાળના ત્યાગથી સ્વસંવેદનજ્ઞાનસ્વરૂપવડે સ્થિર થઈ રહી છે તે પુરુષ નિશ્ચયથી ઉત્કૃષ્ટજન કહેવામાં આવે છે. ૧૧૧. લોકોમાં પણ કહેવાય છે ને !—જેવી મતિ તેવી ગતિ’ એ વાતને આચાર્યદેવે અહીં આત્મા ઉતારી છે. જેની મતિ એટલે બુદ્ધિ ચિદાનંદસ્વરૂપ નિજઆત્મામાં વસે છે અર્થાત્ વિષય-કષાયમાં બુદ્ધિ નહિ જતાં સ્વસંવેદનજ્ઞાનમાં સ્થિર થઈ છે તેને પર્યાય વિષય-કષાયનો ત્યાગ થઈ ગયો છે, શુભાશુભ વિકલ્પની જાળ પણ છૂટી ગઈ છે એવો પુરુષ જ ખરેખર ઉત્કૃષ્ટજન છે. શુભાશુભ વિકલ્પ તરફ જતી રુચિ અને તેની પરિણતિનું લક્ષ છોડી અંતરમાં બિરાજમાન પરમાનંદસ્વરૂપ જ્ઞાયકમાં દૃષ્ટિને સ્થિર કરીને સ્વસંવેદન કરી રહ્યો છે એવો પુરુષ–જ્ઞાની જ નિશ્ચયથી ઉત્કૃષ્ટ છે. તે જ “પરલોક' કહેવાય છે. જગતમાં મોટાને “મોટો માણસ' કહેવાય છે તેમ આ ધર્મજગતમાં જ્ઞાની જીવ પરલોક-ઉત્કૃષ્ટ આત્મા કહેવાય છે. તે જ જગતમાં “પ્રધાન જીવ' છે. પૈસાવાળાને અને આબરૂવાળાને જગતના જીવો “મોટા” કહે છે તેની અહીં ના પાડે છે કે મોટા તો “જ્ઞાની જીવ' છે. ભગવાન આત્મા શક્તિરૂપે સાક્ષાત્ પરમેશ્વરસ્વરૂપ છે. જે જીવ શુભાશુભરાગને છોડીને, શુદ્ધપરિણતિએ પરિણમીને તેમાં જ જે વસે છે તેવા જ્ઞાની જીવને પરલોક ઉત્કૃષ્ટ માણસ કહેવાય છે. આ નેતાઓ, પ્રધાનોને મોટા કહેવાતા નથી. અહીં તો જે શાંતરસથી પૂર્ણ છલોછલ ભરેલું તત્ત્વ છે તેમાં જેણે મતિને સ્થાપી છે તે “મોટા જન' છે. મતિ એટલે એકલી બુદ્ધિ નહિ પણ નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન સહિત સ્થિરતા કરી છે તે ઉત્કૃષ્ટ છે, તે Page #486 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૧ ] | ૪૭૩ મહાત્મા છે, તે પરલોક છે. તે સિવાય મોટો ચક્રવર્તી હોય તે પણ મહાજન નથી. જેને લોકો ‘મહાજન' કહે છે તે મહાજન નથી. ‘મહાજન' તો તેને કહીએ કે જેણે નિજવસ્તુસ્વરૂપમાં મતિને સ્થાપી છે. એ રીતે જ્ઞાનીને ‘મહાજન' કહેવાય. બાકી કોઈ મહાજન નથી. પર્યુષણ આદિ મોટા પ્રસંગોમાં કાંઈક આગળ પડીને કામ કરીને કે પૈસા વાપરીને પોતાની સત્તા કાંઈક છે એમ દેખાડવા માગે છે—એવું બધું અનેક જગ્યાએ બનતું હોય છે—તે કોઈ મોટા નથી. અહીં તો આત્માના સ્વભાવમાં આગળ પડે તે ‘મહાજન' છે. પૈસાવાળાની ખુરશી ભલે પહેલી મૂકાતી હોય પણ તે મહાજન નથી. માત્ર ધારણામાં આગળ વધીને નવ અંગની ધારણા કરી હોય કે અગિયાર અંગ ભણી ગયો હોય તે પણ ‘મહાજન' નથી. દુનિયા ભલે તેને મોટો મહાત્મા માનતી હોય, ખૂબ પ્રસિદ્ધિ મેળવી હોય પણ તેની મતિ આત્મામાં ગઈ નથી માટે તે મહાજન નથી. ઘણીવાર દુર્જનને પણ મોટો માણસ કહેવાતો હોય છે. મોટાની વાતો ધિ મોટી હોય' એમ પણ કહેવાય છે એ બધાં ગાંડામાં મોટા છે. આત્માના પંથમાં મોટા નથી. જેની મતિ જેવી હોય તેવી જ તેની ગતિ થાય છે. જેની મતિ શુદ્ધ દ્રવ્યસ્વભાવમાં ઠરી છે તેની ગતિ પરમાત્માની થશે અર્થાત્ તે પરમાત્મપદને પામશે. અને જેની મતિ પુણ્ય-પાપના વિકલ્પોમાં ચોંટી છે તે બધાં દીર્ઘસંસારી છે. જુઓ ! શુભરાગમાં પણ જેની મતિ ચોંટી છે તેને ચારગતિમાં રખડવાનું ફળ મળશે. જે જીવોનું મન નિજવસ્તુમાં છે તેને નિજપદની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનાનંદ નિજસ્વભાવમાં જેની મતિ એટલે ચિત્ત-દૃષ્ટિ-મન લાગ્યું છે તેને પરમાત્મપદની પ્રાપ્તિ થાય જ છે તેમાં સંદેહ નથી. જિનવરદેવે કહેલી આ વાત છે કે જેવી મતિ તેવી તેની ગતિ.’ ભાવાર્થ ઃ—જો જીવ આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનની આધીનતાથી પોતાની શુદ્ધાત્મભાવનાથી રહિત થયો થકો રાગાદિ પરભાવોમાં પરિણમન કરે છે તો તે દીર્ઘસંસારી થાય છે અને જો જીવ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ પરમાત્મતત્ત્વમાં ભાવના કરે છે તો તે મોક્ષ પામે છે. આમ જાણીને સર્વ રાગાદિ વિકલ્પોને ત્યાગીને તે પરમાત્મતત્ત્વમાં જ ભાવના કરવી જોઈએ. જેણે પોતાની મતિને પુણ્ય-પાપરાગમાં સ્થાપી છે તે આર્ત્ત-રૌદ્રધ્યાનવાળો જીવ તેની આધીનતાથી પોતાના શુદ્ધાત્માની ભાવનાથી રહિત રહે છે તેની દૃષ્ટિ તો બસ પુણ્ય-પાપ વિકાર ઉપર જ છે તેથી એ વિકાર કેમ વધે તેની ઉપર જ તેનું લક્ષ છે. એ જીવ શુદ્ધાત્મભાવનાથી રહિત છે. દ્રવ્યલિંગી સાધુ મરીને નવમી ઐવેઈક જાય છે પણ તેની મતિ તો વિકલ્પમાં જ સ્થપાયેલી છે તેથી તેની ગતિ આત્મામાં થતી નથી. બે જ જાતની Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો મતિ અને એવી જ ગતિ છે. એક તો સ્વભાવના આદરવાળી મતિ છે તે સ્વભાવમાં લઈ જાય છે અને સ્વભાવના અનાદરવાળી મતિ છે તે વિકારમાં અને તેની આધીનતામાં લઈ જાય છે. જેની મતિ વીતરાગસ્વભાવમાં સ્થપાય છે તેનું પરિણમન વીતરાગી દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતામાં થાય છે તેને તેની મતિ અનુસાર પરમાત્મામાં ગતિ થઈ જશે અને જેની મતિ રાગાદિ વિકારમાં સ્થપાર્થી છે તે વિકારરૂપે પરિણમીને દીર્ઘસંસારી થાય છે. આમ, મતિ અને ગતિની દિશા બે પ્રકારની જ છે. સ્વભાવમાં ગયેલી મતિ સ્વભાવમાં લઈ જાય છે અને વિકારમાં ચોટેલી મતિ સંસારમાં ભ્રમણ કરાવે છે. ‘મતિ એવી ગતિ'ના આ બે જ પડખાં છે. શુદ્ધાત્માની ભાવના કહો કે મતિની સ્થાપના કહો એક જ છે. જે શુદ્ધાત્માની ભાવના છોડીને પુણ્ય-પાપના વિકલ્પની રુચિના પ્રેમમાં પડ્યો છેતેની જ જેને ભાવના ગઈ છે-તેમાં જ મતિને સ્થાપી છે એટલો જ હું આત્મા છું એમ જેની મતિ રંગાઈ ગઈ છે તે વિકારરૂપ પરિણમન કરીને દીર્ઘસંસારી થાય છે—નિગોદમાં ચાલ્યો જાય છે અને જેણે આત્મસ્વરૂપમાં મતિ સ્થાપી છે–જેને સ્વભાવની રુચિ લાગી છે તે પરમાત્મા થઈ જશે. તેને અનંત આનંદ આવશે અને પહેલાંને અનંતદુઃખ થશે. શ્રોતા :—આવી સ્પષ્ટ વાત સાંભળ્યાં પછી મતિ કેમ આત્મામાં જતી નથી? પૂજ્ય ગુરુદેવશ્રી :—તેને જેવો વિકારનો પ્રેમ જામી ગયો છે તેવો પ્રેમ આત્મામાં આવતો નથી તેથી આત્મામાં મતિ જતી નથી. આત્મા કેવો હશે તે બેસતું નથી. ‘આત્મા આવો જ છે' એવો અવ્યક્તપણે પણ જ્યાં સુધી પ્રેમ ન આવે ત્યાં સુધી અંદરમાં રુચિ જામે નહિ. રાગાદિ વિકલ્પો અનેક જાતના ઊઠે છે તેમાં પ્રેમ આવ્યા કરે છે અને અમે કાંઈક કરીએ છીએ એમ લાગે છે. આ હોંશના કારણે ભગવાન આત્મા વિકલ્પથી રહિત છે તેમાં મતિ સ્થાપવાનો અવસર પોતે લેતો નથી. આવી વાત છે. આ તો બહુ સાદી સીધી વાત છે કે દ્રવ્યમાં દૃષ્ટિ સ્થાપી તે પરમાત્મા થશે અને જેણે મતિને-દૃષ્ટિને મંદ અને તીવ્ર રાગમાં સ્થાપી છે તે વિકારનું પરિણમન કરીને દીર્ઘસંસારમાં રખડશે. અહીં તો ત્યાં સુધી કહે છે કે જેણે કેવળ દેવ-શાસ્ર-ગુરુની ભક્તિમાં મતિને સ્થાપી છે તેને પણ વિકારનું પરિણમન થાય છે. આ તો એક ઘા ને બે કટકાની વાત છે. આત્મા એટલે ‘વીતરાગપિંડ'માં જેણે દૃષ્ટિ કરીને વીતરાગ પરિણિત દ્વારા તેમાં મતિને સ્થાપી છે તે વીતરાગ થઈ જશે. શક્તિમાંથી વીતરાગતાની વ્યક્તિ થઈ જશે. આત્માની મતિવાળાને પ્રવાહ અંદરમાં જાય છે અને પરની અને વિકારની રુચિવાળાનો Page #488 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૧ ( ૪૭૫ પ્રવાહ સંસારમાં જાય છે. આત્માને છોડીને ભલે સૂક્ષ્મ શુભવિકલ્પમાં મતિ રોકાણી હોય પણ તે આત્મસ્વભાવથી વિપરીતભાવ છે તેમાં તેને “આ ઠીક છે' એમ લાગ્યું તેથી તે વિકારરૂપ પરિણમીને વિકારના ફળમાં દીર્ધસંસારમાં પરિભ્રમણ કરશે. જેમ નદીના વહેણ બે તરફ જાય છે તેમ મતિના વહેણ બે તરફ જાય છે. તેમાંથી જેના વ્હેણ દ્રવ્યસ્વભાવ તરફ ગયાં તે મોક્ષમાં પહોંચી જશે અને જેના વ્હેણ વિકાર તરફ ગયા તે તેને આત્માથી દૂર કરીને વિકારમાં રખડાવશે. શ્રોતા: ઘરબાર ધંધા આદિને છોડીને બેઠા છીએ તેનું શું? પૂજ્ય ગુરુદેવશ્રી —ઘર-બાર, વેપાર આદિ ક્યાં એના છે? એક ત્રિકાળી પ્રભુ જ એનો પોતાનો છે અને તેને ન માને તો વિકારને મારો માને એ સિવાય ત્રીજી કોઈ ચીજ જીવની નથી. દુકાન, મકાન, શરીરાદિ તો બધું જડ છે. જીવ બેમાં જ એકત્વ કરી શકે કાં તો વીતરાગસ્વભાવમાં અને કાં રાગમાં એકત્વ કરે, બાકી પરમાં જીવ એકત્વ પામી શકતો નથી. અહો ! જ્ઞાનસ્વરૂપ પ્રભુ એકલો નિર્દોષ–વીતરાગરસનો કંદ છે. જ્ઞાનસ્વરૂપમાં વળી દોષ કેવો ! તેમાં જેણે મતિ સ્થાપી તેની મતિ વિકલ્પમાંથી ઊઠી ગઈ, દૃષ્ટિમાંથી વિકારનો આદર ચાલ્યો ગયો. તે હવે વીતરાગતામાં જ પરિણમન કરતો કરતો કેવળજ્ઞાન પામશે અને અજ્ઞાની કે જેના પ્રેમ રાગે લૂંટ્યા છે—જે રાગમાં ફસાણો છે તેનું પરિણમન વિકારમાં જ તીવ્રપણે થઈને ચારગતિના ફળને આપ્યા કરે છે. આ બે પ્રવાહ છે તેમાંથી તને જ્યાં રુચે ત્યાં જા.... અભરાગની રુચિ તો મિથ્યાત્વ છે જ. પણ, શુભરાગની રુચિ પણ મિથ્યાત્વ જ છે. તેથી જેની મતિ શુભરાગમાં સ્થપાણી છે તેની ગતિ મિથ્યાત્વ અને તેના ફળમાં જ થાય છે. ભગવાન આત્માથી વિરુદ્ધભાવનો પ્રેમ છે તેથી તેને સંસાર જ ફળે છે. અને જેની મતિ શુદ્ધસ્વરૂપ પૂર્ણાનંદના નાથ નિજ આત્મામાં સ્થપાણી તેની ગતિ પરમાત્માની જ થશે. તે મતિ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ છે. શુદ્ધદ્રવ્યસ્વરૂપની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં સ્થિરતા એ મતિ છે તેના ફળમાં મોક્ષ ગતિ–પરમાત્મામાં ગતિ થાય છે. માટે અહીં કહ્યું કે જેણે પરમાત્મામાં પ્રેમ જોડ્યો છે અને રાગાદિ વિકલ્પનો પ્રેમ તોડ્યો છે તે મોક્ષ પામે છે. બસ..તેને મતિ એવી ગતિ થઈ ગઈ. જેને ઊછળી ઊછળીને રાગ અને પુણ્ય-પાપનો પ્રેમ આવે છે, ઉત્સાહ આવે છે, અધિકતા ભાસે છે, મીઠાસ આવે છે તેની મતિ ત્યાં જ ચોંટી ગઈ છે, તેને આખા વીતરાગસ્વભાવનો અનાદર થઈ રહ્યો છે અને વિકારનો જ આદર આવે છે તે મિથ્યારત્નત્રયરૂપે પરિણમતો દીર્ધસંસારમાં ભમે છે. રાગની રુચિ તે મિથ્યાત્વ છે, રાગનું એકત્વપૂર્વક જ્ઞાન Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો તે મિથ્યાજ્ઞાન છે અને રાગમાં સ્થિરતા તે મિથ્યાચારિત્ર છે આ મિથ્યારત્નત્રયના ફળમાં તે જીવ સંસારમાં ભ્રમણ કરે છે. આમ જાણીને સર્વ રાગાદિ વિકલ્પોને ત્યાગીને પોતાના નિજસ્વરૂપમાં ભાવના અર્થાત્ નિજસ્વરૂપમાં શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરવી જોઈએ. ભગવાન આત્માની સન્મુખ થઈ, દૃષ્ટિ, જ્ઞાન અને રમણતા કરવી જોઈએ. એ જ આત્માને હિતકર અને મોક્ષનો ઉપાય છે. શ્રોતા :—દૃષ્ટિનું પરિવર્તન કેમ કરવું ? પૂજ્ય ગુરુદેવશ્રી :—રાગના પ્રેમમાં દૃષ્ટિ પડી છે તેને ત્યાંથી ફેરવીને ભગવાન ઉપર મૂક ! જેની મહિમા વીતરાગ સર્વજ્ઞદેવ પણ વાણીમાં પૂરી કહી શક્યા નથી એવા મહિમાવંત નિજભગવાનમાં દૃષ્ટિને સ્થાપ ! ભગવાનના જ્ઞાનમાં પૂરું સ્વરૂપ આવી ગયું પણ વાણીમાં તો નિર્મળપર્યાયનું પણ પૂરું સ્વરૂપ આવી શકતું નથી. એ દ્રવ્યની મહિમાનું શું કહેવું? તું તારી મતિમાં આ ચિદાનંદ ભગવાન આત્માનું સ્વરૂપ સ્થાપ! એ જ કરવાનું છે. એ સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. આ ત્રણ એકડાવાળી–૧૧૧ ગાથા પૂરી થઈ. તેમાં એ કહ્યું કે જે મતિએ ભગવાન આત્માની કિંમત કરી તેને સંસાર કેમ હોય ! તેને તો મુક્તિ જ હોય અને જે મતિએ રાગની કિંમત કરી તેને આત્માનો લાભ કેમ હોય ! તેને તો સંસાર જ હોય. હવે રુચિનું ડાકલું કઈ તરફ વગાડવું તે તારા હાથમાં છે. એક સમયમાં જે પૂર્ણ.........પૂર્ણ વીતરાગવિજ્ઞાનધન છે તેની મતિ જેણે કરી તેણે આત્માની કિંમત કરી તેની મતિમાંથી પુણ્ય-પાપની કિંમત ઊંડી ગઈ. તેને વિષય-ભોગની મીઠાશ તો ન ૨હી પણ તેના રાગની પણ મીઠાશ ચાલી ગઈ. દૃષ્ટિની દિશા બદલાણી—મતિ અંદ૨માં ગઈ ત્યાં રાગનો સ્તંભ પણ રોકાઈ ગયો—‘વિકલ્પ એ મારું સ્વરૂપ નથી' એમ તેની પ્રીતિ છૂટી ગઈ. જ્ઞાનીને રાગાદિ હોય છતાં પ્રીતિ નથી—રાગમાં ગતિ નથી. ભૂમિકા અનુસાર ત્રણ કષાય, બે કષાય, એક કષાય તો જ્ઞાનીને હોય છે પણ મતિ—પ્રીતિ ત્યાં નથી. મતિ તો પ્રભુમાં સ્થપાઈ ગઈ છે, પ્રભુની જ પ્રીતિ છે, રાગની મીઠાશ ઉડી ગઈ છે. અજ્ઞાનીએ અનાદિથી ભગવાન આત્મામાં મતિ નહિ લગાવતાં રાગમાં મતિને સ્થાપી છે તેથી આકુળતામાં દુ:ખી થાય છે. ભગવાન આત્માથી વિરુદ્ધ ભાવમાં આકુળતા જ હોય ને! આનંદથી ઉલટા ભાવમાં મતિને પ્રીતિથી સ્થાપી છે તે દુ:ખી જ થાય છે. તેને દુઃખ સિવાય બીજું શું હોય ! તે ચારગતિમાં ભમતો અંતે નિગોદમાં જઈને આનંતકાળ ત્યાં રહેશે. એક શરીરમાં અનંત જીવની સાથે રહેશે. આગળ ૧૧૨ ગાથામાં આ જ વાતને દૃઢ કરે છે. પરમાત્મપ્રકાશે પરમાત્માનો પ્રકાશ કર્યો છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૧ ] [ ૪૭૭ ગાથાર્થ ઃ—હે જીવ! જ્યાં તારી બુદ્ધિ છે ત્યાં જ તારી ગતિ છે તેથી મરીને તું મતિ અનુસાર જ ગતિ પામીશ. માટે તું પરમબ્રહ્મને છોડીને પરદ્રવ્યમાં બુદ્ધિને ન લગાવ ! ૧૧૨. હે જીવ! જો તારી મતિ ભગવાન આત્મામાં છે તો દેહ છૂટીને પણ તું પરમબ્રહ્મ તરફના વલણમાં જ રહીશ અને એ નવો દેહ છૂટીને તું પરમાત્મા થઈ જઈશ. માટે તું પરમબ્રહ્મ આત્માને છોડીને બુદ્ધિને ક્યાંય બીજે લગાવીશ નહિ. ભાવાર્થમાં ખૂબ મીઠા શબ્દોથી સમજાવે છે. ભાવાર્થ :—શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ભગવાન આત્મા ટાંકણાથી ઘડાયેલા અઘિટત ધાટ જેવો છે—એવા અમૂર્તિક પદાર્થ, જ્ઞાયકમાત્ર સ્વભાવ, સદા આનંદરૂપ, અદ્વિતીય અતીન્દ્રિય સુખરૂપ, અમૃતના રસથી તૃપ્ત, એવા નિજશુદ્ધાત્મતત્ત્વને છોડીને દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મમાં દેહાદિ પરિગ્રહમાં મનને ન લગાવ. શું કહે છે ?–કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જોઈએ તો આત્મા અણઘટિત ઘાટ છે–અનાદિનો એવો ને એવો જ છે, વળી રંગ, ગંધ, રસ, સ્પર્શ વિનાનો અમૂર્તિક પદાર્થ છે, એકલો જાણનાર સ્વભાવી છે, સદા આનંદરૂપ છે, અદ્વિતીય એટલે અજોડ એવા અતીન્દ્રિય સુખ રસથી આત્મા તૃપ્ત થયેલો છે. આ પર્યાયની વાત છે. પાઠમાં પરિણત શબ્દ છે તેનો અર્થ ભાવાર્થકારે ‘તૃપ્ત' કર્યો છે. જેમ, ખૂબ તૃષા લાગી હોય અને સાકર નાંખેલો મુસંબીનો ઠંડો રસ મળી જાય તો કેવી તૃપ્તિ થાય! તેમ આ આત્મરસપ્યાસુ જીવને અતીન્દ્રિયઅમૃતરસ મળી જતાં તે તૃપ્ત થયો છે તેની વાત છે. તેને માટે ભાષા પણ કેવી વાપરી છે ! ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવ વસ્તુ છે તેમાં એકરૂપ અતીન્દ્રિય સુખામૃતથી પરિણત થયેલો જીવ છે એવા નિજશુદ્ધાત્મતત્ત્વને છોડીને અન્ય કોઈમાં મન લગાવીશ નહિ એમ આચાર્યદેવ સંબોધન કરે છે. યોગીન્દ્રદેવને જાણે શબ્દો ઓછા પડે છે એટલા ભાવ અંદ૨માં ભરેલા છે. જગડું શેઠ પાસે હીરાનો બળદ હતો એવી કથા આવે છે તેમ, આ આત્મા એકલા ચૈતન્યહીરાથી ભરેલો છે. પહેલો તો બળદ હતો પણ આ તો ભગવાન છે. આવા ચૈતન્યભગવાનની અતીન્દ્રિય અમૃત આનંદરસની પરિણતિ જેને પ્રગટ થઈ છે, તેમાં તૃપ્ત થયો છે તેને કહે છે કે આવા નિજશુદ્ધાત્મતત્ત્વને છોડીને દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ–જે દેહાદિ પરિગ્રહ તેમાં મનને લગાવીશ નહિ. અરે ! જેનું ચિત્ત આનંદમાં ચોંટી ગયું છે તેને બીજે ક્યાંય ચિત્ત લગાવવા જેવું નથી. તેને વિકલ્પનું કે વિકલ્પના પ્રેમનું શું કામ છે ! દુનિયાની પ્રસિદ્ધિનું તારે શું કામ છે! તું તારામાં તૃપ્ત થયો હવે તારે બીજાં પાસેથી તૃપ્તિની અપેક્ષા ક્યાં રહી ? Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જેનું મન અતીન્દ્રિય વિજ્ઞાનધનના સુખમાં લાગ્યું છે તેને આઠકર્મનું શું કામ છે ! તેને રાગાદિ ભાવકર્મનું શું કામ છે ! તેને દેહાદિ પરિગ્રહમાં મન લગાવવાનું શું કામ છે ! જેને આત્માના સુખની ખબર નથી તે તો બહારમાં પોતાને મોટો મનાવવા પાંચ-પચીશ હજાર રૂપિયા પણ ખંખેરી નાંખે છે. કોઈ એને મોટો કહે, સારો કહે, ઠીક કહે તો એને આનંદ આવે. પર પાસેથી મોટાઈની અપેક્ષા રાખનારો એવો જીવ હેરાન....હેરાન છે. કોની પદવીને મોટી કહેવી ! કોને તિલક કરવા? ભગવાન કહે છે તે તને તિલક કર્યા તો હવે જગતનું તારે શું કામ છે ! અનંત ગુણનો ચૈતન્યરત્નાકર જેના હાથમાં આવ્યો તેમાં દૃષ્ટિ સ્થાપી, શ્રદ્ધા-જ્ઞાનને આત્મામાં વાળ્યા તેને હવે બીજાનું શું કામ છે. સારાં કર્મ બંધાય તો સારાં ફળ મળશે એવો વિચાર તારે કરવાની જરૂર નથી. તારે કર્મ જ નથી. વિકલ્પ છે એ પણ તારાં સ્વરૂપમાં નથી. અરે ! આવા વીતરાગીતત્ત્વના તને ગાણાં ગાતાં પણ આવડતા નથી ? રાગના જ ગાણા ગાયા કરે છો ? રાગના ગાણામાં જ રંગાઈ ગયો છો ! કોઈ એના વખાણ કરે તો અજ્ઞાનીને બહુ ગમે, સાંભળ્યા જ કરે, રાત પડે પણ ઊંઘ ન આવે. જો વખાણ બહુ ગમે છે તો પૈસા દઈને માણસ રાખી લે એટલે એ તારાં વખાણ કર્યા જ કરે.... તો તો તને જ કંટાળો આવી જશે. આત્મામાં તો એકવાર જે એકાગ્ર થશે તે હવે એકાગ્રતા કર્યા જ કરશે. એકાગ્ર થતો થતો પરમાત્મા થઈ જશે. તેને તીર્થંક૨ગોત્રના ઊંચામા ઊંચા કર્મનું પણ કાંઈ કામ નથી. ભગવાન આત્મામાં જેનું મન લાગી ગયું તેને શંકાનું શું કામ છે ! એક તરફ રામ છે અને એક તરફ ગામ છે. આત્મારામમાં જેણે મતિ સ્થાપી તેને ગામનું કાંઈ કામ નથી. આ વાત આવી એટલે હવે શિષ્ય પ્રશ્ન પૂછશે કે પરદ્રવ્ય કહેવા કોને? તે ૧૧૩ ગાથામાં આવશે. 20, Page #492 -------------------------------------------------------------------------- ________________ - વર્તમાનમાં જ આત્મા પરમેશ્વર-સ્વરૂપ છે | (સળંગ પ્રવચન નં. ૭૨) यत् निजद्रव्याद् भिन्नं जडं तत् परद्रव्यं जानीहि । पुद्गलः धर्माधर्मः नभः कालं अपि पञ्चमं जानीहि ।।११३।। यदि निमिषार्धमपि कोऽपि करोति परमात्मनि अनुरागम् । अग्निकणिका यथा काष्ठगिरिं दहति अशेषमपि पापम् ॥११४॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૧૧૨ ગાથા થઈ ગઈ. હવે ગાથા ૧૧૩ લેવાની છે. “પરલોકની વ્યાખ્યા કરી અને તેનાથી ભિન્ન ચીજોની મમતા છોડવાનું કહ્યું. તેથી શિષ્ય ગુરુને પૂછે છે કે પરદ્રવ્ય કોને કહેવા? કોની મમતા છોડવી? તેનું સમાધાન ગુરુ કરે છે. ગાથા –આત્માથી જુદા જે કોઈ દ્રવ્યો છે તેને પરદ્રવ્ય જાણો. પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ પાંચ દ્રવ્યો જીવદ્રવ્યથી ભિન્ન છે માટે પરદ્રવ્ય છે. ૧૧૩. પાઠમાં આટલું કહીને ટીકામાં તેનો ખુલાસો કરે છે આ જગતમાં તીર્થકર કેવળજ્ઞાની પ્રભુએ છ પ્રકારના દ્રવ્યો જોયા છે. તેમાંથી પાંચ દ્રવ્ય તો જડ-અચેતન છે. એક જીવદ્રવ્ય જ ચેતનસ્વભાવી છે તેમાં પણ પોતાના આત્મા સિવાય બીજાં બધાં આત્માઓ ભિન્ન છે–પરદ્રવ્ય છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યસ્વરૂપ અનંત ચતુષ્ટયયુક્ત હું જીવદ્રવ્ય છું, બીજા અનંત આત્માઓ છે તે મારા નિજદ્રવ્યથી ભિન્ન છે. હું મારા અને ચતયસ્વરૂપ છું. હું કર્મસ્વરૂપ કે દેવસ્વરૂપ તો નથી પણ હું રાગસ્વરૂપ પણ નથી. હું તો જ્ઞાનસ્વરૂપ છું. અલ્પ પર્યાય જેવડો પણ હું નથી. ભગવાન સર્વજ્ઞદેવે મારા આત્માને બેહદ અનંત જ્ઞાન, બેહદ અનંત દર્શન આદિ બેહદ સ્વભાવમય જોયો છે અને કહ્યો છે એવો હું આત્મા છું. ગુણો તો અનંત છે પણ તેમાં આ અનંત ચતુષ્ટય મુખ્ય છે. અહો ! આત્મા અનંત અનંત જ્ઞાનથી ભરેલો પદાર્થ છે, અનંત અનંત દર્શનશક્તિથી ભરેલો છે, અનંત અનંત અતીન્દ્રિય આનંદથી ભરેલો પદાર્થ છે અને અનંત અનંત આત્મવીર્યથી ભરેલું તત્ત્વ છે. એમ ભગવાને જોયું છે કહ્યું છે કે આત્મા અત્યારે જ આવી શક્તિથી ભરેલો છે તેને અંતરમાં સમ્યગ્દર્શન-જ્ઞાન દ્વારા જાણવો તેનું નામ “ધર્મ” કહેવાય છે. આ સમયે હો ! આ જ સમયે આત્મા અનંત અનંત બેહદ શક્તિથી અંદરમાં ભરેલો Page #493 -------------------------------------------------------------------------- ________________ 800] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે. પર્યાયમાં અલ્પજ્ઞતા છે તે કાંઈ મૂળ દ્રવ્ય નથી. વર્તમાનમાં આત્મા અનંત અનંત શક્તિથી ભરેલો છે એટલે કે શક્તિમય છે. શ્રોતા –વર્તમાનમાં આટલી અનંત શક્તિ છે? પૂજ્ય ગુરુદેવશ્રી : –હા. વર્તમાનમાં તો શું! ત્રિકાળ એવો છે. આત્મા ત્રણેકાળ અનંત શક્તિથી શોભાયમાન છે. (તેમાં વર્તમાન તો આવી જ ગયો) પણ અજ્ઞાનીને તેનું ભાન નથી. તેથી પુણ્ય-પાપ ભાવ તે જ હું અથવા શરીર અને કર્મ મારા છે અથવા એક સમયની પર્યાય જેવડો જ હું છું એવી મિથ્યાબુદ્ધિને સેવતો અજ્ઞાની રખડી રહ્યો છે, તેને ભગવાન “મિથ્યાષ્ટિ' કહે છે. જ્યાં પુણ્ય-પાપ ભાવ પણ આસ્રવતત્વ છે, આત્મતત્ત્વ નથી, શરીર અને કર્મ જડતત્ત્વ છે, આત્મતત્ત્વ નથી. તો દીકરા ને ધનાદિ તો આત્માના ક્યાંથી હોય! તે તો પ્રત્યક્ષ ભિન્ન વસ્તુ છે. એક સમયની પોતાની પર્યાય પણ વ્યવહાર આત્મા છે. નિશ્ચયઆત્મા તો અનંત જ્ઞાનાદિથી ભરેલો છે. સર્વજ્ઞ પરમાત્માને અનંત જ્ઞાન, અનંત દર્શનાદિ પ્રગટ થાય છે તે ક્યાંથી આવે છે? અંદર આત્મામાં ભરેલાં છે તેમાંથી પ્રગટ થાય છે, કર્યાય બહારથી આવતાં નથી. પણ અરે ! જૈનના વાડામાં જનમ્યા હોય તેને પણ આ વાતની ખબર નથી અને ધર્મ કરવો છે. જેમ લીંડીપીપરમાં લીલો રંગ અને ચોંસઠપોરી તીખાશની શક્તિ છે તે ક્યારે ! –અત્યારે જ તેમાં ભરેલી છે તો ઘસવાથી બહાર આવે છે. ન હોય તો આવે ક્યાંથી? શું પથ્થરમાંથી તીખાશ પ્રગટ થાય છે ! પથ્થરમાંથી તીખાશ પ્રગટ થતી હોય તો તો કોલસો કે કાંકરો ઘૂટવાથી પણ તીખાશ પ્રગટ થવી જોઈએ. પણ એમ નથી ભાઈ ! જેમાં ૬૪ પોરી એટલે પૂરેપૂરી તીખાશ ભરેલી છે તેને જ લીંડીપીપર કહેવાય છે, તેમાંથી જ તીખાશ પ્રગટ થાય છે. પીપર ઉપર જે કાળો ભાગ હોય છે તે તીખાશનું સ્વરૂપ નથી અને અલ્પ તીખાશ છે તે પણ તેનું મૂળ સ્વરૂપ નથી. તેને આત્મામાં પુણ્ય-પાપના ભાવ દેખાય છે તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી. એ તો આસ્રવતત્ત્વ છે અને અલ્પજ્ઞાન-દર્શન પ્રગટ દેખાય છે એવડો જ આત્મા નથી. આત્મા તો પૂરેપૂરા જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણોથી અત્યારે જ ભરેલો છે. માટે શરીર, કર્મ, પુણ્ય-પાપ, રાગ અને એક સમયમાં પ્રગટ એવી અલ્પ જ્ઞાનાદિ પર્યાયનું પણ લક્ષ છોડીને અંતરમાં દૃષ્ટિ કર તો અત્યારે જ આત્મા અનંત અનંત જ્ઞાનાદિ બેહદ શક્તિઓથી પૂર્ણ છે તે તને જણાશે. અજ્ઞાનીને લીંડીપીપરની શક્તિની તો ખબર પડે છે પણ પોતાની શક્તિની વાત આવે ત્યાં કહે, એ આપણને ખબર ન પડે. જેમ, લીંડીપીપર અત્યારે-વર્તમાનમાં શક્તિરૂપે, Page #494 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭ર / [ ૪૮૧ ભાવરૂપે, સત્ત્વરૂપે સોળઆની તીખાશથી પૂર્ણ છે તેમ આ આત્મા વર્તમાનમાં શક્તિરૂપે ભાવરૂપે સત્ત્વરૂપે બેહદ જ્ઞાન, દર્શન, વિર્યાદિથી ભરેલો ભગવાન છે એમ ભગવાન સર્વજ્ઞદેવ જોયું છે અને વાણીમાં કહ્યું છે માટે આચાર્યદેવ કહે છે, આવા શક્તિવાન આત્મા તરફ તારા જ્ઞાનને દોર–લઈ જા. આ જ હું છું એમ નિશ્ચય કર ! આવા આત્માને જાણતાં તને આનંદ અને શાંતિ આવશે. એ સિવાય આનંદ અને શાંતિ કયાંયથી મળશે નહિ. ટીકામાં વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે કે ભાવકર્મ જે રાગ-પુણ્ય-પાપભાવ છે તે તો વિકાર છે. દયા, દાન, વ્રત, ભક્તિનો અંદરમાં જે વિકલ્પ ઊઠે છે તે શુભભાવ છે અને હિંસા, જૂઠું, ચોરી, અદ્વૈત, અબ્રહ્માદિનો રાગ ઊઠે છે તે અશુભભાવ છે, તે બંને વિકારીભાવ છે, તેનાથી ભગવાન આત્મા અંદરમાં જુદો છે. જેમ, ઉપર દેખાતી કાળાશથી લીંડીપીપરનો અંદરનો લીલોભાગ જુદો છે તેમ, ભાવકર્મરૂપ રાગાદિ વિકારીભાવોથી શુદ્ધાત્મા જુદો છે. 2 આત્માનું સ્વરૂપ અલ્પજ્ઞપર્યાય જેટલું પણ નથી તો રાગ તો તેમાં કેમ હોય ! જીવના એસ્તિત્વમાં અલ્પજ્ઞતા તો તેની પર્યાયમાં છે પણ રાગ તો જીવની વસ્તુ જ નથી એમ અહીં કહેવું છે અને આઠ કર્મ જે જીવની સાથે બંધાયેલાં છે તે તો જીવથી ભિન્ન જડવસ્તુ છે. અજ્ઞાનીને જે પોતાના સ્વરૂપે ભાસી રહ્યું છે એવું આ શરીર પણ આત્માથી તદ્દન ભિન્ન છે. વાણી અને મન પણ આત્માથી જુદાં છે. જોકે શરીર, કર્મ, રાગાદિનો સંબંધ જીવની સાથે એક સમયની પર્યાયમાં અનાદિથી ચાલ્યો આવે છે છતાં તે જીવથી ભિન્ન વસ્તુ છે. રાગાદિ ભાવકર્મ છે તે કોઈ સ્વતંત્ર વસ્તુ નથી પણ મળ છે, મેલ છે, જીવનું સ્વરૂપ નથી માટે જીવથી ભિન્ન છે. લોગસ્સમાં આવે છે ને ! હે ભગવાન ! આપે રજ-મલને ટાળ્યા છે. રજ એટલે આઠકર્મ અને મળ એટલે રાગ-દ્વેષાદિ ભાવ તેને ભગવાને ટાળ્યાં છે. જે તારા હોય તે તારાથી જુદા પડે નહિ અને જુદા પડે તે તારા હોય નહિ માટે હે જીવ! તું શરીર, વાણી, કર્મ અને ભાવકર્મને તારા ન માન, હેય જાણ ! બેહદ - જ્ઞાન-દર્શન, આનંદ સ્વભાવને જાણ અને તેમાં દૃષ્ટિ સ્થાપ તો તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થશે—ધર્મ થશે. બાકી ધર્મનો બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાનપ્રકાશનો અંશ તો પ્રગટ જણાય છે ને ! એ તારું જ જ્ઞાન છે પણ તું એવડો જ નથી, તે જ્ઞાનનો આખો પૂંજ છો. આત્મા અરૂપી પણ મહાન પદાર્થ છે. જેમ બરફ શીતળતાથી ભરેલી શીલા છે તેમ આત્મા અરૂપી જ્ઞાનાનંદની શીલા છે. જ્ઞાનનો પ્રગટ અંશ દેખાય છે એટલો જ આત્માને ન માન, એક અંશ છે તે જ આખો અંશી નથી. અનંત ચતુષ્ટયમય પૂર્ણ સ્વરૂપ જ ઉપાદેય છે. ઉત્પાદવ્યય પણ ઉપાદેય નથી. પર્યાય દ્રવ્યને ઉપાદેય કરે છે પણ પર્યાય પોતે ઉપાદેય નથી. આદરણીય તો એક ત્રિકાળ ધ્રુવ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો નિજજ્ઞાયક દેવ જ છે. તેની શ્રદ્ધા, જ્ઞાન કરીને તેમાં કરવું એ જ એક મોક્ષમાર્ગ છે. એ જ પરમાત્મા થવાનો માર્ગ છે. ૧૧૩ ગાથા પૂરી થઈ. હવે ૧૧૪ ગાથામાં યોગીન્દ્રદેવ વીતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિનું સામર્થ્ય બતાવે છે. અંતરમાં આનંદ અને શાંતિ આપનારી સમાધિની આ વાત છે. બાવા લોકો સમાધિ ચડાવે છે એવી સમાધિની વાત નથી. અહીં તો એક અંતર્મુહૂર્તમાં કર્મમળને ભસ્મ કરી નાંખે એવી વીતરાગ-નિર્વિકલ્પ સમાધિરૂપ અગ્નિનું સામર્થ્ય બતાવે છે. આ વિતરાગે કહેલી, દરેક જીવના નિજઘરની વાત છે પણ તેણે કદી સાંભળી નથી. જેને એક સમયમાં ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન પ્રગટ થયું છે એવા પરમેશ્વર તીર્થંકર ત્રિલોકનાથની વાણીમાં એમ આવ્યું છે કે તારો આત્મા અનંત અનંત જ્ઞાન-દર્શનથી ભરેલો છે તેમાં એકાગ્રતારૂપ અગ્નિ પ્રગટ કર તો પુણ્ય-પાપના વિકલ્પના અભાવરૂપ પવન લાગતાં કર્મો બળીને ભસ્મ થઈ જશે. અસ્તિમાં એકાગ્રતારૂપી અગ્નિ અને નાસ્તિમાં વિકલ્પના અભાવરૂપી પવન એ બે થઈને સમાધિ કહેવાય છે. ગાથાર્થ :–જો અર્ધ નિમેષ માત્ર પણ કોઈ પરમાત્મામાં પ્રીતિ કરે તો જેમ અગ્નિની કણી લાકડાના પહાડને ભસ્મ કરી નાંખે તેમ બધાં પાપોને ભસ્મ કરી નાંખે. ૧૧૪. એક આંખના પલકારાથી અડધા સમયમાત્ર પણ જો જીવને અનંતગુણના ધણી એવા ) પરમાત્મસ્વરૂપમાં પ્રીતિ થાય અર્થાત્ એકાગ્રતા કરે તો કર્મની ભસ્મ થઈ જાય. આગળ કહી ગયા છે કે અનંત ચતુષ્ટય એ જીવનું પરમસ્વરૂપ છે તેમાં એક અર્ધી ક્ષણ પણ જો એકાગ્રતા કરે તો જેમ અગ્નિની કણી લાકડાના મોટા ડુંગરને બાળીને રાખ કરી નાંખે છે તેમ એકાગ્રતારૂપ સમાધિ જીવને લાગેલા સર્વ પાપને બાળીને ભસ્મ કરી નાંખે. ઘાસની મોટી ગંજી ભરી હોય તેને એક દિવાસળી લગાડો તો ભસ્મ થઈ જાય તેમ પરમાત્મા કહે છે કે તું તારા આત્મામાં એકાગ્રતા કર તો કર્મના ઈધન બળીને ભસ્મ થઈ જશે. કર્મને નાશ કરવાનો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. અહીં પાપ”ને ભસ્મ કરી નાંખે એમ કહ્યું છે તેમાં પુણ્ય અને પાપ બંને સમજવા. કારણ કે પુણ્ય પણ પાપ જ છે. અંતરસમાધિ વડે પુણ્ય-પાપ કર્મોનો નાશ થઈ જાય છે. પ્રથમ તો આઠકર્મ અને રાગાદિભાવો એ કોઈ મારા નથી એવી દૃષ્ટિ વડે તેનાથી જુદો પડી જાય છે અને સ્વભાવમાં દૃષ્ટિપૂર્વક તેમાં વિશેષ સ્થિરતા થતાં દ્રવ્યકર્મ અને 'ભાવકર્મનો સર્વથા અભાવ થઈ જાય છે. શુભકર્મ અને શુભભાવ પણ બાળવાયોગ્ય જ છે. શુભ પણ વિભાવ છે માટે મારા નથી. એટલું જ નહીં, એક સમયના પર્યાય જેવડું પણ મારી સ્વરૂપ નથી, હું તો પરમસ્વરૂપ છું એમ પ્રથમ દૃષ્ટિ કર અને પછી તેમાં જ એકાગ્રતા કર ! Page #496 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૨ ) [ ૪૮૩ આત્મવસ્તુ પરમસ્વરૂપે છે. અલ્પજ્ઞપર્યાય તો અપરમસ્વરૂપ છે અને શુભાશુભભાવ તો પરસ્વરૂપ છે. ભાવાર્થ :–દ્ધિનો ગર્વ, રસાયણનો ગર્વ, નવરસ જાણવાનો ગર્વ, કવિકળાનો મદ, વાદમાં જીતવાનો મદ, શાસ્ત્રની ટીકા બનાવવાનો મદ, શાસ્ત્રના વ્યાખ્યાન કરવાનો મદ આ ચાર પ્રકારના શબ્દ-ગૌરવ-સ્વરૂપ અનેક વિકલ્પ-જાળોના ત્યાગરૂપ પ્રચંડ પવન પ્રજ્વલિત થયેલી અગ્નિ નિજ શુદ્ધાત્મતત્ત્વના ધ્યાનરૂપ અગ્નિ આ સમસ્ત પાપોને બાળીને ભસ્મ કરી નાંખે છે. અર્થાત્ જન્મ જન્મમાં લાગેલાં પાપોને અર્ધ નિમેષમાત્રમાં નષ્ટ કરી નાંખે છે. આવું ધ્યાનનું સામર્થ્ય જાણીને એવા ધ્યાનની જ સદા ભાવના કરવાયોગ્ય છે. બહુ પૈસા હોય, સુંદર સ્ત્રી, પુત્ર, પરિવાર હોય, મકાન હોય એ બધીય ઋદ્ધિ ગણાય છે. તેથી એવી અદ્ધિવાળાને તેનું અભિમાન થઈ જાય છે પણ એ તો ધૂળ છે. તોરી ચીજ નથી તો તેના અભિમાન શા ? એ માટીના ઢગલા સાથે તારે ખરેખર કાંઈ સંબંધ નથી. માટે એના અભિમાન છોડ્યા વિના આત્માની દૃષ્ટિ થઈ શકતી નથી. બહારમાં હામ, દામ, શામ ને ઠામ છે એ કોઈ તારા નથી. તારામાં અનંત વીર્ય છે એ તારું “હામ” છે, અનંત ગુણરૂપ લક્ષ્મી એ તારું “દામ' છે. અસંખ્ય પ્રદેશી નિજક્ષેત્ર એ તારું “ઠામ” છે. માટે હવે તારે જો આત્મજ્ઞાન જોઈતું હોય તો બહારના હામ-દામના અભિમાન છોડી દે અને અંતરમાં આવી જા. અમે બહુ આબરૂવાળા છીએ એવા ગર્વ છોડી દે. પૈસા વધવાથી આત્મા વધી જતો નથી અને પૈસા ઘટવાથી આત્મા કાંઈ ઘટી જતો નથી. જડના ઢગલાથી આત્મા મોટો–એ વાત લાવ્યો કયાંથી ! આત્મા અનંત ગુણની સંપત્તિથી મોટો છે કે જડના ઢગલાથી? અનંતગુણથી આત્મા મોટો છે તેને બદલે ધનાદિથી પોતાની મોટાઈ માને છે તેને આત્માની દૃષ્ટિ થતી નથી. વીતરાગ પરમેશ્વર કહે છે આત્માનું સ્વરૂપ તો અનંત ચતુષ્ટયમય છે એવો આત્માને માનવો હોય તો માન. જેવો છે તેવો નહિ માનતાં સંયોગવાળો માને છે તેનાથી તો જીવ એનાદિકાળથી રખડી રહ્યો છે તેમ રખડશે. રખડતાં તો એને આવડે છે. અહીં તો રખડવાનું મટી જાય અને અનંત આનંદમાં રહેવાય એવો રસ્તો બતાવાય છે. ચાર ગતિમાં દેવ થાય કે રાજા થાય એ પણ બધા દુઃખી જ છે. ભોગના અર્થીઓ ભિખારી જ છે, ભલે તે રાજા હો કે દેવ હો. અનંતકાળમાં જીવે બીજું તો બધું જોયું અને જાણ્યું છે પણ એક આત્માને જોયો, અને અનુભવ્યો નથી. તેથી ભગવાન તેને કહે છે કે તારા અંતરમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્યથી ભરેલું આખું તત્ત્વ છે તેને તારે જોવું હોય તો બાહ્ય ઋદ્ધિ આદિનો ગર્વ છોડી દે. અમે પાંચ-પચીશ કરોડના સ્વામી છીએ, અમારાં શરીર રૂપાળા છે, અમારા સ્ત્રી-પુત્ર-મકાનાદિ બહુ સુંદર છે એવા મિથ્યા અભિમાન છોડવા Page #497 -------------------------------------------------------------------------- ________________ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પડશે કારણ કે એ તો બધું ધૂળ-માટી-પુદ્ગલ છે અને તું તો જીવતત્ત્વ છો. ત્રિલોકીનાથ પરમાત્મા કહે છે કે જેને આત્માની ઋદ્ધિનો ભાગ જોઈ તો હોય એટલે કે આત્માના પરમાત્મસ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાન જેને કરવા હોય—પ્રથમમાં પ્રથમ સમ્યગ્દર્શનરૂપ ધર્મ પ્રગટ કરવો હોય તેણે શું કરવું?–કે સંયોગમાં આવેલી બધી બાહ્ય ચીજોનું અભિમાન પહેલાં જ છોડી દેવું. શુભ-અશુભરાગ પણ જીવનું સ્વરૂપ નથી અને અલ્પ અંશે પર્યાયમાં વિકાસ દેખાય છે એટલો પણ તું નથી તો સંયોગી ચીજને મારી માનીને અભિમાન કરવાનું તો ક્યાં રહ્યું ! તું તો અનંત જ્ઞાન આનંદનો ઘણી છો. આગળ પીપરનો દાખલો આપ્યો તે મુજબ અંદરમાં રહેલી પૂરી તીખાશ અને લીલો રંગ જ પીપરનું સ્વરૂપ છે તેમ શરીર, વાણી, મન, કર્મ, રાગ અને વિકલ્પથી પાર અંદરમાં રહેલો ગુણોનો પૂરો વૈભવ એ જીવનું અસલી સ્વરૂપ છે. વીતરાગદેવ કહે છે કે અનંત ચતુષ્ટયરૂપ પરમસ્વરૂપે રહેલો તું પરમાત્મા છો. તેની દૃષ્ટિ તારે કરવી હોય તો પહેલાં જ આ ઋદ્ધિનો ગર્વ છોડી દે. બધાંને મારા...મારા માનવા છોડી દે. જે તારા હોય તે તારાથી જુદાં ન હોય. જે જુદા છે તે તારા કેમ હોય ! કોઈને ધાતુઓને ભસ્મ કરવાની રસાયણવિદ્યા આવડતી હોય તો તેનો ગર્વ હોય, કોઈને પોતે નવરસને જાણતો હોય તેનું અભિમાન હોય કે મને તો શુગારરસ બહુ સરસ આવડે, મને અસદ્દભુતરસ આવડે એવા અભિમાન બધા છોડવા પડશે કારણ કે આવા મદ છોડ્યા વિના નિર્માની ભગવાન આત્માના દર્શન થઈ શકતા નથી. કવિ, કળાનો મદ પણ છોડી દે ! આત્મામાં એવી કળા ન હોય. સર્વજ્ઞ પરમેશ્વર કેવળજ્ઞાની ભગવાને તારી ચીજને અનંત બેહદ જ્ઞાન અને આનંદવાળો જોઈ છે. એવી વસ્તુને જોવી હોય તો બહારના બધા અભિમાન છોડવા પડશે. એ વગર ભગવાન આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ થઈ શકશે નહિ. ત્રદ્ધિ આદિના મદ છોડાવીને હવે કહે છે વાદવિવાદમાં જીતી જાય એવા શાસ્ત્રજ્ઞાનનો મદ પણ છોડવો પડશે. કારખાના ચલાવવાની હોંશિયારી હોય છે તેના મદ તો છોડાવ્યા પણ વાત-વાતમાં પોતાની અધિકાઈ રાખવાનો મદ હોય છે, બોલચાલમાં બીજાં કરતાં હું કાંઈક અધિક છું એવું દેખાડવાનો ભવ હોય છે એવા મદમાં જીવ મરી જાય છે તેને કહે છે કે હવે એ બધું મૂકી દે, અંદરમાં અનંત જ્ઞાન અને અતીન્દ્રિય આનંદથી આત્મા ભરેલો છે તેમાંથી જ કેવળજ્ઞાન અને કેવળદર્શન આદિ પ્રગટ થવાના છે. બહારની કળા-ચાતુરીથી કાંઈ મળવાનું નથી માટે અજ્ઞાનને કારણે માની લીધેલી બધી મોટાઈના અભિમાન છોડવા પડશે. વાદવિવાદમાં જીતવાનો મદ રહેશે ત્યાં સુધી ભગવાન આત્મા શ્રદ્ધા-જ્ઞાનમાં નહિ આવે. Page #498 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૨ ] ૨ ૪૮૫ શાસ્ત્રની ટીકા બનાવવાનો પણ અજ્ઞાનીને મદ થાય છે. મને શાસ્ત્ર લખતાં આવડે છે એમ અભિમાન કરે છે પણ પ્રભુ ! એ તો પરલક્ષી ઉઘાડ છે અને સાથે વિકલ્પ છે તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી. સંસારની કળાના અભિમાન તો છોડ પણ શાસ્ત્રની કળાના અભિમાન પણ છોડ તો આત્મા હાથમાં આવશે. અભિમાનમાં આત્મા હાથ નહિ આવે. શાસ્ત્રોનું વ્યાખ્યાન એ તો શબ્દ છે, ભાષાવર્ગણાનું કાર્ય છે. આત્મા શબ્દને રચતો નથી. ધ્વનિ તો પ્રગટપણે જડ છે કાન સાથે અથડાય છે, આત્મા તો અરૂપી છે તે ધ્વનિને બિલકુલ કરી શકતો નથી માટે વ્યાખ્યાન હું કરી શકું છું એવા અભિમાન કરવા રહેવા દેજે. જગતના એક પરમાણુનો ફેરફાર કરવા આત્મા ત્રણકાળમાં સમર્થ નથી પણ મૂઢ ” અભિમાન મૂકતો નથી. ' જેમ ઇશ્વર જગતની રચના કરી શકતાં નથી તેમ આત્મા જગતના એક રજકણને પણ ફેરવવા કે રચવા સમર્થ નથી. માટે, હું સારાં સારાં કામ કરું છું, દુકાનની વ્યવસ્થા કરું છું કે સમાજની વ્યવસ્થા સંભાળું છું એવા બધાં અભિમાન છોડી દેજે ભાઈ જેમુ સાકરમાં મીઠાશ ભરી છે, બરફમાં શીતળતા ભરી છે તેમ આત્મામાં અતીન્દ્રિય આનંદનો રસ ભર્યો છે તેની જો શ્રદ્ધા અને જ્ઞાનરૂપ ધર્મ તારે કરવો હોય તો આ બધાં અભિમાન તો પહેલાં જ છોડવા પડશે. અભિમાન છોડ્યા વગર ધર્મ નહિ થઈ શકે. અમે એક કલાક વ્યાખ્યાન કરીએ અને લાખો રૂપિયાના ઢગલા કરાવી દઈએ. અમારી પાસે પૈસા નથી પણ લોકો પાસેથી લાખો રૂપિયા ભેગા કરાવી દઈએ–એવા અભિમાન છોડી દેજે ભાઈ ! પૈસાના પરમાણુ જ્યાં આવવાના હોય ત્યાં આવે છે અને જવાના હોય ત્યાં જાય છે. તારા વ્યાખ્યાન દ્વારા કોઈ પૈસા આપી શકતું નથી. આ આખા જગતથી ઊંધી વાત છે. અમને વ્યાખ્યાન વડે લોકોને રંજાયમાન કરતાં આવડેએ અભિમાન મહા પાખંડ છે. કવિનો, શાસ્ત્ર રચવાનો, વાદનો અને વ્યાખ્યાન કરવાનો આ ચારેય પ્રકારનો શબ્દનો મદ છૂટી જતાં તે સંબંધી વિકલ્પજાળનો પણ અભાવ થાય છે તેથી જાણે અંતરમાં એકાગ્રતારૂપ સમાધિરૂપી અગ્નિને પવન મળી જાય છે એટલે તે પ્રજ્વલિત થાય છે. તેમાં કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. બહારના અનેક પ્રકારના અભિમાનનું અહીં પાણી ઊતરી જાય તેમ છે. અનેક પ્રકારના અભિમાનના વિકલ્પોના ત્યાગરૂપ પવન અને અંતરમાં એકાગ્રતારૂપ ધ્યાનાગ્નિ વડે કર્મોને મુનિરાજ ભસ્મ કરી નાંખે છે કેવી રીતે ?−કે જેમ અગ્નિનો કણ લાકડાના મોટા પહાડ જેવા ઢગલાને ભસ્મ કરી નાંખે છે, નાની એવી દિવાસળી ઘાસની મોટી ગંજીને ખલાસ કરી નાંખે છે તેમ ધ્યાનાગ્નિ કર્મોના મોટા ઢગલાને બાળીને ભસ્મ કરી નાંખે છે. આનું નામ નિર્જરા છે. સ્વરૂપની સમીપતારૂપી ઉપવાસથી નિર્જરા થાય છે. લાંઘણો કરવી તે ઉપવાસ નથી. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો આમ, આત્મામાં એકાગ્રતારૂપી સમાધિ જ આઠેય કર્મોને નાશ કરવામાં સમર્થ છે. સમાધિ સિવાય કર્મોના નાશનો બીજો કોઈ ઉપાય ભગવાને કહ્યો નથી. પણ એને ધંધા આડે નવરાશ ક્યાં છે ! વીતરાગની વાતો સાંભળવાનો પણ સમય નથી તો સમજવાનો પ્રયત્ન તો કયાંથી થાય ! વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા કે જેણે એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જોયા છે તે ભગવાન કહે છે કે તે આત્મા ! તું પણ આનંદકંદ ભગવાન છો, તારે તને જોવો હોય અને તેમાં એકાગ્ર થવું હોય તો આ વિકલ્પોની જાળને જરા ખસેડી દે અને સ્વરૂપના શ્રદ્ધા, જ્ઞાન દ્વારા તેમાં એકાગ્ર થા તો જરૂર કર્મોનો નાશ થશે અને તું સદાકાળ તારા જ્ઞાનાનંદને ભોગવી શકીશ. પ્રથમ તો આઠેય કર્મ અને વિકલ્પ આદિ મારા નથી હું તો દ્રવ્યકર્મ, ભાવકર્મથી રહિત પરમસ્વરૂપ છું એમ દૃષ્ટિમાં આવશે. પછી અંતર આત્મદશા દ્વારા આત્મતત્ત્વમાં એકાગ્ર થાય તો ક્ષણમાં આઠેય કર્મોનો નાશ કરે એવી આત્મામાં શક્તિ છે. પ્રથમ તો દૃષ્ટિમાં આઠેય કર્મ મારા નથી એમ શ્રદ્ધામાં કર્મ ભસ્મ થઈ જાય છે પછી સ્વરૂપમાં સ્થિર થતાં કર્મોનો સંબંધ નિમિત્તરૂપે હતો તે પણ છૂટી જાય છે. જન્મ-જન્મમાં લાગેલા પાપો. સમાધિના બળે અર્ધી ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. શુદ્ધાત્મધ્યાનનું આવું સામર્થ્ય જાણીને અંતરમાં એકાગ્ર થવાની વારંવાર ભાવના કરવી જોઈએ. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ અને ધ્યાન એટલે સ્વભાવમાં એકાગ્રતાને ધર્મધ્યાન છે. પુણ્ય-પાપના વિકલ્પો છોડી, શરીરાદિનું લક્ષ છોડી સ્વરૂપમાં એકાગ્રતા કરવી તે જ કર્મના નાશનો ઉપાય છે. ઉપવાસ કરવા, કંદમૂળ ન ખાવું, ચોચ્ચાર કરવા એવું બધું હોય પણ તે કર્મના નાશનો ઉપાય નથી. ઉપવાસાદિ કરવા એ તો મંદ રાગ છે અને ધર્મધ્યાનમાં તો રાગના વિકલ્પરહિત, આત્માના શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક તેમાં સ્થિરતા હોય છે. પુણ્ય-પાપના વિકલ્પ ઊઠે તેમાં એકાગ્ર થવું એ તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે. હવે વિચાર કરો કે દુકાનમાં કર્યું ધ્યાન થતું હશે? એકલા પાપના પરિણામમાં એકાગ્રતારૂપ રૌદ્રધ્યાન થાય છે અહીં તો કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિના શુભરાગમાં આવે તોપણ હજુ ધર્મધ્યાન નથી. આ તો વીતરાગનો મારગ તલવારની ધાર જેવો છે. આ ધાર તલવારની સોયલી, દોહયલી ચૌદમા જિનતણી ચરણસેવા..--અનંતકાળમાં એક સેકંડ પણ એણે વીતરાગનો માર્ગ સાંભળ્યો નથી. ખરેખર સાંભળે તો તો યથાર્થ રુચિ થઈ જાય અને રુચિ થતાં વીતરાગનો માર્ગ એના હાથમાં આવી જાય પણ એનતકાળમાં આ વાત એણે સાંભળી જ નથી. વસ્તુની સ્થિતિ સમજવાનો પ્રયત્ન એણે કદી કર્યો જ નથી. Page #500 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭ર / [ ૪૮૭ આ તો આત્મરાજાની જાન છે. સ્વરૂપમાં એકાગ્રતા કરવી એ લગન છે. બાકી બધું ધૂળ ધાણી અને વા-પાણી જેવું છે. ભગવાન પરમાત્મા ભલામણ કરે છે કે મારા જેવી જ તારામાં શક્તિ છે. મેં મારી શક્તિનો ઉકેલ કરીને પર્યાયમાં પ્રગટ કરી છે. બહારથી કયાંયથી શક્તિ આવી નથી. કુવામાં હોય તેમાંથી જ અવેડામાં આવે છે. તેમ અંદરમાં શક્તિ પડી છે તેમાંથી જ પોયમાં કેવળજ્ઞાન અને આનંદ આવે છે. તારા આત્મામાં પણ આવી શક્તિ પડી છે તેમાં એકાગ્ર થા અને બહારની એકાગ્રતા છોડી દે તો તને આત્માનું ધ્યાન થતાં સમ્યગ્દર્શન થશે અને સમ્યગ્દર્શન થતાં ધર્મકળા તારા હાથમાં આવી જશે એ ધર્મકળા વડે જ કર્મનો નાશ થશે, બીજી કોઈ રીતે કર્મનો નાશ થાય તેમ નથી. અંદર ભગવાન આત્મા કે જે અનંત અનંત અતીન્દ્રિય શાંતિ અને આનંદનો સાગર છે, તેનો મહિમા અને રાગાદિ વિકલ્પરૂપ સંસારનો મહિમા–એ બન્ને એકસાથે રહી શકે નહિ. જેને શુભાશુભ રાગનો ને તેના કર્તાપણાનો મહિમા છે તેને આનંદનો નાથ અને વિશ્વનો ઉદાસીન સાક્ષી એવા નિજ ચૈતન્ય પ્રભુનો મહિમા નથી. જેમાં પરનું કરવું-ભોગવવું કાંઈ છે નહિ, માત્ર અંદર સ્વરૂપમાં સ્થિત રહેવાનું છે એવા ચારિત્રવંત શાંત શાંત અકષાયસ્વભાવી નિજ ચૈતન્યનો મહિમા ને રાગાદિ સંસારનો મહિમા એકસાથે રહી શકે નહિ. - પૂજ્ય ગુરુદૈવી Page #501 -------------------------------------------------------------------------- ________________ આનંદ-ધામ આત્મદેવ (સળંગ પ્રવચન નં. ૭૩) मुक्त्वा सकलां चिन्तां जीव निश्चिन्तः भूत्वा । चित्तं निवेशय परमपदे देवं निरञ्जनं पश्य ।।११५॥ यत् शिवदर्शने परमसुखं प्राप्नोषि ध्यानं कुर्वन् । तत् सुखं भुवनेऽपि अस्ति नैव मुक्त्वा देवं अनन्तम् ।।११६॥ આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે, તેની ૧૧૫મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે હે જીવ! ચિંતાઓને છોડીને નિરંતર શુદ્ધાત્મસ્વરૂપને દેખ ગાથાર્થ –હે જીવ! સમસ્ત ચિંતાઓને છોડીને, અત્યંત નિશ્ચિત થઈને તું તારા મનને પરમપદમાં ધારણ કર અને નિરંજનદેવને દેખ ! ૧૧૫. જીવને સંબોધન કર્યું છે તો જીવ કોને કહેવો? -કે જે અનંતજ્ઞાન અને આનંદથી ભરેલું તત્ત્વ છે તેને જીવ કહેવાય છે. તે તું જ છો પ્રભુ ! તું અતીન્દ્રિય આનંદથી ભરેલો છો. તે નિત્ય આનંદની મૂર્તિ છો. માટે તું સર્વ પ્રકારની ચિંતાઓને છોડી દે ! શભાશભ વિકલ્પમાં અનેક પ્રકારની ચિંતા છે તેને છોડીને તારા મનને એટલે કે જ્ઞાનની દશાને પરમપદમાં ધારણ કર ! નિશ્ચિત થઈને પરમાનંદમૂર્તિ આત્મામાં દૃષ્ટિ લગાવ ! તને અતીન્દ્રિય આનંદનો અનુભવ થશે. પ્રભુ ! તારું અતીન્દ્રિયસુખ તારામાં જ છે પણ તેને તેની ખબર નથી તેથી બહારમાં સુખ શોધે છે. જેમ શેરડીમાં રસ ભરેલો છે તેમ, આત્મામાં અતીન્દ્રિય આનંદરસ ભરેલો છે. જેમ છોતાં અને રસ જુદાં છે તેમ, આત્મા પૂણ્ય-પાપના વિકલ્પથી તદ્દન જુદો છે. વિકલ્પો તો કૂચા જેવા છે અને આત્મા અતીન્દ્રિય આનંદરસથી ભરપૂર ભરેલો છે. માટે જો તારે સુખ જોઈતું હોય તો આત્મતત્ત્વમાં દૃષ્ટિ લગાવ. T સુખ કહો કે ધર્મ કહો બંને એક જ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ સુખમય છે. તેની પ્રાપ્તિ કરવી હોય તો સુખથી ભરેલા ચૈતન્યતત્ત્વ ઉપર દૃષ્ટિ લગાવ! બસ એટલું જ કરવાનું છે. બહુ ટૂંકું છે. ધર્મ માટે બહારમાં ચારેકોર ફાં.....ફા...મારવા પડે તેમ નથી. આત્મા તો અતીન્દ્રિય આનંદનો મોટો પર્વત છે. નિરંજનદેવ છે. ઈન્દ્રના સુખથી આત્માનું સુખ વિજાતીય છે. જુદી જાતનું છે. ઈન્દ્રને કરોડો ઈન્દ્રાણીમાં સુખ નથી. તેના પ્રત્યે રાગ છે તે દુઃખ છે. એ જડ વૈભવ અને વિકલ્પવાળા કલ્પિત સુખની સાથે આત્માના Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૩ ] [ ૪૮૯ સુખની સરખામણી નથી. તારો આત્મા તો કેવળજ્ઞાની પ્રભુ જેવો છે. ભગવાને જેવો આત્મા જોયો અને અનુભવ્યો છેતેવો જ તારો આત્મા છે. તેને તું અંતરમાં દૃષ્ટિ લગાવીને 0 અનુભવ. આત્માનો અનુભવ જ ચારગતિના દુ:ખને મટાડવાનો ઉપાય છે. અને તે જ સત્ ચિદાનંદપ્રભુની પ્રાપ્તિનું કારણ છે. ભાવાર્થમાં આત્માને “હંસ” ! કહીને સંબોધ્યો છે કેમ કે વિવેક કરવો છે ને ! જેમ હંસની ચાંચ અડતાં જ દૂધ અને પાણી જુદાં પડી જાય છે. પાણી પડ્યું રહે અને દૂધ તે પી જાય છે તેમ, હે હંસલા ! તારામાં પણ જ્ઞાનની વિવેક શક્તિ પડી છે તેનો ઉપયોગ કર ! એક તરફ ભોગો છે કે જેને તે પૂર્વે દેખેલાં છે, સાંભળેલાં છે અને ભોગવેલાં છે અને એક તરફ પરમાત્મસ્વરૂપ આત્મા છે. ભોગોની વાંછા તને દુઃખદાયક છે અને સત્ ચિદાનંદ પરમાત્મસ્વરૂપનો અનુભવ કરે તો તને સુખદાયક છે તેં કદી તેના ઉપર નજર કરી નથી. પ્રતીતિ કે અનુભવ કર્યો નથી. શુભ-અશુભની કલ્પના તો વિકલ્પના જાળ છે તેમાં ક્યાંય સુખ નથી, પાંચ ઇન્દ્રિયના ભોગોની કલ્પના એ પણ વિકારી દુઃખરૂપદશા છે. એ કાંઈ જીવના સ્વરૂપમાં નથી, નવી ઊભી કરેલી દુઃખરૂપદશા છે માટે તેની ઈચ્છાને છોડી, નિશ્ચિત થઈ નિજાત્માને ભજ! અરે ! અનંતકાળે આવો મનુષ્યદેહ મળ્યો છે. તે જન્મ-મરણનો અભાવ કરવાનો કાળ છે માટે તું આત્માની ચિંતા તો કર ! બીજી ચિંતા છોડી દે ! ચિંતા એટલે આત્મામાં એકાગ્રતા કર ! એમ કહે છે. વિકલ્પની જાળથી નિશ્ચિત થા અને આત્મામાં એકાગ્ર થા. પોતાના ચિત્તને પરમાત્મસ્વરૂપમાં સ્થિર કર ! પરમ આત્મસ્વરૂપ એટલે અતીન્દ્રિય આનંદથી ભરેલું પોતાનું પરમ સ્વરૂપ. વસ્તુનું સ્વરૂપ જ પરમાત્મસ્વરૂપ છે. અંદરમાં અનંતજ્ઞાન-દર્શન પૂર્ણાનંદથી ભરેલી પાટ છે. જીવને પોતાના આવા સ્વરૂપની ખબર નથી તેથી મારે બીડી વિના ન ચાલે, શ્રી વિના ન ચાલે, આબરૂ વિના ન ચાલે, પૈસા વિના ન ચાલે, મકાન વિના ન ચાલે એમ અનેક ચીજોની રાંકાઈ પોતે ઊભી કરી છે. અરે ! એને પોતાના વિના ચાલે છે–અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્મા વિના ચાલે છે પણ આ સંયોગો વિના ચાલતું નથી એ ગજબ વાત છે ને ! અનાદિથી આમ જ રખડી મર્યો છે. જેમ કરોળિયો જાળ બનાવીને પોતે જ તેમાં ફસાય છે તેમ, આ જીવ વિકલ્પની જાળ ઊભી કરીને તેમાં પોતાની મેળે ફસાણો છે. વળી તેને ખબર નથી કે હું ફસાઈ ગયો છું. પુણ્ય-પાપના વિકલ્પો તે જાળ છે તેમાં જીવ દુઃખી થાય છે તે જાળમાંથી છૂટવા માટે અહીં તેનો રસ્તો બતાવે છે. આ તો મૂળ ધર્મની વાત છે. મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ ભગવાને પોતાની વીતરાગી પૂર્ણ જ્ઞાન-આનંદની દશામાં જોયું કે તું પૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરપૂર છો. સર્વજ્ઞ પરમાત્માને જ્ઞાનની શક્તિનો પૂર્ણ વિકાસ થઈ ગયો છે. એક સેકન્ડના Page #503 -------------------------------------------------------------------------- ________________ જ0 ] | | ઘરમાકાશ પ્રવચનો અસંખ્યમા ભાગમાં ત્રણકાળ ત્રણલોક જણાય છે. તે જ્ઞાનમાં જોઈને ભગવાન કહે છે કે તું પણ મારી જેવડો છો ભાઈ ! તારામાં પણ અનંત જ્ઞાન અને અનંત આનંદ ભર્યો પડ્યો છે. આત્માનું ક્ષેત્ર ભલે નાનું હો પણ તેમાં અનંતજ્ઞાન અને આનંદરૂપે પરિણમવાનું સામર્થ્ય છે. માટે હે જીવ! તું ભોગોની વાંછારૂપ ખોટા ધ્યાનોને છોડીને, અત્યંત નિશ્ચિત થઈને, તારા ચિત્તને પરમાત્મસ્વરૂપમાં સ્થિર કર ! ત્યારપછી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ 'અંજનથી રહિત જે નિરંજનદેવ પરમ આરાધવાયોગ્ય નિજશુદ્ધાત્મા છે તેનું ધ્યાન કર ! શુભ-અશુભભાવ તે ભાવકર્મ છે, અંદરમાં આઠ કર્મની ધૂળ છે તે દ્રવ્યકર્મ છે તેને લક્ષમાંથી છોડી, નોકર્મરૂપ શરીરાદિનું પણ લક્ષ છોડી, આ ત્રણેય પ્રકારના અંજનથી રહિત જે નિરંજનદેવ પોતાની અંદર બિરાજમાન છે તેનું ધ્યાન કરવા યોગ્ય છે પણ આ જીવ કદી પરના મહાભ્યમાંથી નવરો થયો નથી. પોતાની અંતરમાં નજર કરીને અંદરના માહાભ્યને સેવવા કદી એણે અવકાશ જ લીધો નથી. સાંઢની જેમ અજ્ઞાનીએ અનાદિથી ઉકરડા ઉથામવાનું કામ કર્યું છે. શુભ-અશુભના વિકલ્પો કર્યા, બાકી એના હાથમાં કાંઈ આવ્યું નથી. વિકલ્પોની જાળમાં કરોળિયાની જેમ ફસાયો છે. તેને કરુણા કરીને ભગવાન કહે છે હવે તો સુખનો રસ્તો લે ! | તારા નિરંજનદેવમાં અંજન કેવા ! તારો ભગવાન આત્મા તો નિરંજનદેવ સ્વરૂપ છે. પુણ્ય-પાપના વિકલ્પો અને ચિંતા ઉઠે છે તે કાંઈ તારું તત્ત્વ નથી. એ તો મલિન એવું આસવતત્ત્વ છે. જે વડે નવા આવરણ આવે એવું એ આસ્રવતત્ત્વ છે. ચિંતા એ પણ અંજન છે–મેલ છે, તારું તત્ત્વ નથી. અહો ! તારું તત્ત્વ તો નિરંજનદેવ છે. તે તારી શ્રદ્ધામાં કેમ બેસે ! એ માટે ઉપાય કર ! અરે ! આ પ્રભુ કેવો રાંકો થયો છે. સવારમાં બાયું પોદળાં (પશુની વિઝ) વીણવાં નીકળે છે તો મોટો પોદળો જુએ ત્યાં રાજી થઈ જાય છે. પોદળાંનો ટોપલો ભરાય જાય ત્યાં રાજી-રાજી થઈ જાય છે તેમ મોટો ભિખારી (પૈસાવાળો) પાંચ-પચીસ લાખ રૂપિયા મળે ત્યાં રાજી રાજી થઈ જાય છે પણ ભાઈ એ બધાં પોદળાં છે–વિષ્ટા જ છે. તું કેવડો છો તેની તેને ખબર નથી પ્રભુ ! તારી વાત પણ તેં કદી સાંભળી નથી. ચિદાનંદપ્રભુ એવો આત્મદેવ તો નિરંજન છે. તેમાં કોઈ જાતના અંજન કહેતાં મલિનતા નથી અને ગુણનો પાર નથી એવો ચૈતન્યદેવ જ પરમ આરાધવા યોગ્ય છે. દેવ-શાસ્ત્ર-ગુરુ આરાધ્ય છે પણ તે શુભરાગના કાળે આરાધવા યોગ્ય છે. અશુભથી બચવા શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ કરવા યોગ્ય છે પણ પરમ આરાધવા યોગ્ય દેવ તો ચૈતન્યદેવ જ છે. પ્રભુ ! તારા સ્વરૂપમાં જ પ્રભુતા અને પરમેશ્વરતા રહેલી છે તો જ તેમાંથી પ્રગટ થાય છે ને ! ન હોય તો ક્યાંથી આવે ! એમ પહેલાં વિચાર કર ! આત્મા આવો અનંત શક્તિવાળો હોઈ શકે કે નહિ તેનો સસમાગમ વડે પહેલાં નિર્ણય કર ! Page #504 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૩ ] / ૪૯૧ ઓળખાણ કર! ઓળખાણ સહિત નિર્ણય થઈ જાય પછી અન્ય સર્વ ચિંતા છોડીને વિકલ્પો છોડીને, આત્મામાં દષ્ટિ લગાવીને તેનું ધ્યાન કર ! “સમ્યગ્દર્શન પણ સ્વરૂપની એકાગ્રતારૂપ ધ્યાન છે.' આરાધવાયોગ્ય નિજપ્રભુનું ધ્યાન કર તો તને શાંતિ અને આનંદની પ્રાપ્તિ થશે. જે શાંતિ અને આનંદ ચક્રવર્તીના કે ઇન્દ્રના પદમાં નથી. ચક્રવર્તી અને ઇન્દ્રના પદમાં તો દુઃખની જ્વાળા સળગે છે. રાગ અને દ્વેષ બંનેમાં દુઃખની જ્વાળા છે તેમાં મૂઢ જીવ સળગી રહ્યો છે. રાગ-દ્વેષ-રાગ-દ્વેષની કલ્પનામાં મૂઢ સળગે છે અને માને છે કે અમે સુખી છીએ. અજ્ઞાની પાગલ થઈ ગયો છે. જ્યાં દુઃખ છે ત્યાં સુખ માને છે અને જ્યાં સુખ છે ત્યાં જોવાનો પ્રયત્ન પણ કરતો નથી તેને પાગલ ન કહે તો શું કહે ! પોતાનું સુખ કાંઈ નાનું નથી. અતીન્દ્રિય સુખનો મોટો પર્વત છે તેને જોવા માંગે તો કેમ ન દેખાય ! શ્રોતા અતીન્દ્રિય આનંદની વાત કરો છો પણ ચખાડો ને ! પૂજ્ય ગુરુદેવશ્રી ચખાડનાર કાંઈ જીભમાં મૂકવા આવે ! ચાખવાની તૈયારી તો પોતાની જોઈએ. સાકરની વાત સાંભળવાથી સાકરનો સ્વાદ ન આવે, સાકરનો સ્વાદ લેનારને જોવાથી સાકરનો સ્વાદ ન આવે, સાકરનો સ્વાદ પોતે લે તેને સ્વાદ આવે તેમ, આત્માની વ્યાખ્યા માત્ર સાંભળે તેને આત્માના સુખનો સ્વાદ ન આવે, આત્માનો સ્વાદ લેનારાને જોવાથી જોનારને આત્માના સુખનો સ્વાદ ન આવે પણ જે પોતે આત્માનું સ્વરૂપ ઓળખીને અનુભવે તેને આત્માના સુખનો સ્વાદ જરૂર આવે. બાપુ ! અંદરમાં એકલા આનંદરસનો કંદ છે પણ એને એની શ્રદ્ધા પણ નથી. હું આવો મહાન છું એવો વિશ્વાસ જ નથી. હું તો પૈસાવાળો, આબરૂવાળો, રૂપાળો, વૈભવવાળો....એવો પોતાને માને છે અને એવી પોઝીશનમાં કાંઈક ફેર પડે પૈસામાં ખોટ જાય કે આંખ ચાલી જાય, આબરૂ ઓછી થઈ જાય તો શરમાય અને દુઃખી થાય..જ્ઞાનીને તો આ બધું ગાંડપણ લાગે છે. જે મારે નથી તેને મારું માને અને જે પોતાનું છે તેને મારું સ્વરૂપ માને નહિ તેનો શો ઉપાય ! અજ્ઞાની પરને પોતાનું કહ્યું છે તેથી પરમાં એટલે શરીરમાં કાંઈક તંદુરસ્તી આદિ હોય, સંયોગ સારા હોય તો સુખની કલ્પનામાં દુઃખી થાય અને જેને મારું માન્યું તેમાં કાંઈક ખરાબી થાય, શરીર બગડે, સ્ત્રી બગડે તોપણ દુઃખી થાય એમ અનુકૂળતા કે પ્રતિકૂળતા બંનેમાં અજ્ઞાની દુ:ખી જ થાય છે. એ ભલે ઇન્દ્રના ઇન્દ્રાસનમાં સુખ માને, મોટરોવાળાને સુખી માને પણ તેનું અંતર જુએ તો ખબર પડે કે ત્યાં-સુખ છે કે દુઃખ છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૯ર ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો શ્રોતા –વધારે પૈસાવાળા તો વધારે દુઃખી છે. પૂજ્ય ગુરુદેવશ્રી –વધારે પૈસાથી દુઃખી છે એમ નથી પણ વધારે ચિંતાથી તે વધુ દુઃખી છે. કોઈને પૈસા આદિ વધુ હોય પણ ચિંતા થોડી હોય અને કોઈને ચિંતા વધુ હોય. આમ, ચિંતાથી દુઃખનું પ્રમાણ છે. પૈસા સાથે દુખનું પ્રમાણ નથી. સંયોગથી દુઃખનું પ્રમાણ નથી પણ ભાવ ઉપર દુઃખનું પ્રમાણ છે. પહેલાં એમ કહ્યું હતું કે ખોટાં ધ્યાનને છોડ એ ખોટા ધ્યાનને શાસ્ત્રમાં “અપધ્યાન કહ્યું છે. અપધ્યાનનું લક્ષણ એ છે કે “વશ્વવધેર્યારિ” દ્વેષથી પરને મારવા, બાંધવા, છેદવાનું ચિંતવન કરવું કે રાગથી પરસ્ત્રી આદિનું ચિંતવન કરવું તેને નિર્મળ બુદ્ધિવાળા પુરુષો જિનશાસનમાં અપધ્યાન' કહે છે. પરને મારા....મારા માનીને રાગ કરવો કે તેનાથી વિરુદ્ધ ઉપર દ્વેષ કરવો તે બધું અપધ્યાન જ છે. અજ્ઞાન જીવને જ્યાં રાગ છે ત્યાં અહા ! આ બધાં મારા છે એમ થાય છે પણ જે તારા હોય તે તારાથી જુદા કેમ રહે ! તારી ચીજ તારાથી જુદી ન પડે અને જે તારા નથી તે તારા થાય નહિ એ વાત એ સમજતો નથી તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એમ બે પ્રકારના ધ્યાન અજ્ઞાની કરે છે. તેથી કહ્યું કે અજ્ઞાનીને પણ ધ્યાન કરતાં તો આવડે છે પણ તે ખોટા ધ્યાન—દુર્ગતિના કારણ થાય તેવા ધ્યાન કરે છે. સ્ત્રી, પુત્ર, પૈસા, મકાન, દુકાન, આબરૂ આદિ જે આત્માથી જુદી ચીજ છે તેમાં મમતા કરીને અજ્ઞાની રાગભાવથી તેની ચિંતા કરે છે તે આર્તધ્યાન છે અને તેનાથી પણ વિશેષ તીવ્ર પરિણામ થાય તે રૌદ્રધ્યાન છે. જેમ ઘાણીમાં તલ પીલાય તેમ, વિકલ્પની જાળમાં આત્માની શાંતિ પલાય છે માટે તે આર્તધ્યાન છે–દુઃખરૂપ ધ્યાન છે. અતીન્દ્રિય આનંદની મૂર્તિને વિકલ્પ ઊઠે તેમાં તેની ચૈતન્યની શાંતિનો ઘાત થાય છે, ચૈતન્યના આનંદપ્રાણનો ઘાત થાય છે. બીજાને મારું, છેદું, એવા ષના ભાવ કે આ સ્ત્રી, પુત્રાદિ મારા છે તેને પ્રેમથી સંભાળું એવા રાગના ભાવ એ બંને પાપભાવ છે, તેમાં ચૈતન્યની શાંતિનો ઘાત થાય છે પણ અજ્ઞાનીને પોતાના ઘાતની ખબર ન મળે....આંખો ઓડે વઈ જાય તો દેખાય નહિ એમ એને પોતાનો ઘાત દેખાતો નથી. જેને જોવાનો છે તેને અનાદિથી જીવે જોયો નથી અને બીજાને જોવાની ચિંતામાં પડ્યો છે. કીડી-મકોડાથી માંડીને રાજા-મહારાજા બધાંની આ દશા છે. પણ પ્રભુ ! તારો દેવ મંદિરમાં કે પર્વતમાં નથી. તારા દેહદેવળની અંદર જ પ્રભુ બિરાજે છે તેને જો ને ! તું ચિંતાની જાળમાં સળગી રહ્યો છો પણ અંતરમાં પ્રભુ બિરાજે છે. આ રોગ મટતો નથી, છોકરો કમાતો નથી, દીકરીનું સગપણ થતું નથી.....એમ અનેક પ્રકારની ચિંતામાં સળગી રહ્યો છે તેની પાછળ જ પ્રભુ બિરાજે છે. આનંદકંદમૂર્તિ આત્મા પોતે જ છે પણ પોતાની એને ખબર નથી. Page #506 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૩ ] [ 860 શ્રોતા અમારે સંસારીને કેટલીયે ચિંતા હોય. પૂજ્ય ગુરુદેવશ્રી આત્મા સંસારી કેવો! આત્મામાં સંસાર નથી. સ્ત્રી, પુત્રાદિ પરિવાર કે શુભાશુભ આદિ વિકાર આત્મામાં નથી. આત્મા તો અત્યારે જ મુક્તસ્વરૂપ છે. એ રખડનારો નથી પણ મિથ્યાભ્રમને કારણે ભમી રહ્યો છે-ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આત્મસ્વભાવમાં ભ્રમણા નથી પણ માન્યતામાં ભ્રમણા કરી રહ્યો છે તેના ફળમાં નરક અને નિગોદમાં જાય છે. જે આત્માની ચિંતા એટલે એકાગ્રતા છોડીને પરની ચિંતામાં પડ્યો છે તે નીચે સાત નરક છે તેમાં અને નિગોદ જેવી હીન પર્યાયમાં ચાલ્યા જાય છે. જેણે તત્ત્વનો વિરોધ કર્યો, તત્ત્વનો અનાદર કર્યો, તત્ત્વની સેવા મૂકીને વિકલ્પમાં પરની મમતા બહુ કરી તે નિગોદમાં જાય છે. બટાટા-શકરકંદ આદિમાં નિગોદના જીવ જ પડેલાં છે. એક એક શરીરમાં અનંત અનંત જીવ દુઃખી થઈ રહ્યા છે. જે કોઈ જીવ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરે છે તે નરક નિગોદ ગતિને પાત્ર છે. માટે વિવેકી જીવોએ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ત્યાગવા યોગ્ય છે. એક નિજ શુદ્ધાત્માનું ધ્યાન કરવા યોગ્ય છે. એ આ ગાથાનું તાત્પર્ય છે. હવે ૧૧૬ ગાથામાં નિજશુદ્ધાત્માનું ધ્યાન કરવાથી જે સુખ થાય છે તેનું વર્ણન કરે છે. ત્રણ ગાથાસૂત્રમાં આ વર્ણન આવશે. આત્મા સ્વભાવથી જ “શિવ સ્વરૂપ એટલે આનંદસ્વરૂપ છે માટે તેનું ધ્યાન સુખદાયી છે. હે પ્રભાકર ભટ્ટ ! નિજશુદ્ધાત્માનું ધ્યાન કરતાં નિજશુદ્ધાત્માના અવલોકનમાં જે અત્યંત સુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ ત્રણલોકમાં પરમાત્મા સિવાય બીજે ક્યાંય નથી. આત્મિકસુખ પ્રાપ્ત કર્યું તેને ભલે વિકલ્પાદિ હો પણ અંતરમાં તેના પ્રત્યે પ્રેમ હોતો નથી. અરે જેના અવલોકનમાત્રથી સુખ થાય તેના અનુભવ અને તેમાં લીનતાથી જે સુખ થાય તેનું શું કહેવું! આવા સુખસ્વભાવીનો પહેલાં નિર્ણય તો કરો ! નિર્ણય તો કરો ! ઊંધા નિર્ણયમાં જીવન ચાલ્યા જાય છે તેને હવે સમજીને સુધારો. બીજાને અવલોકવાથી અને તેના નિર્ણયથી તમને લાભ નહિ થાય પ્રભુ ! તમને તમારા અવલોકનમાત્રથી પણ સુખ થાય તેમ છે. અવલોકનથી અનંત સુખ થાય એવો ભગવાન આત્મા તું પોતે જ છો. પરમાં અને પુણ્ય-પાપમાં અવલોકન અને એકાગ્રતા કરતાં ઝેર અને દુખ છે અને નિજઆત્મભગવાનનું અવલોકન અને તેમાં એકાગ્રતા કરતાં અનંતસુખ છે. આ તો પરમાત્મપ્રકાશમાં તાજા લાડવા બનાવીને પીરસ્યા છે. ભગવાન! તેં તારા અંતર સ્વરૂપની મહિમા સાંભળી જ નથી. ઓળખી નથી તેથી Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ) [ રાત્મપ્રકાશ પ્રવચનો તેની કિંમત પણ કદી કરી નથી. સોના-ચાંદીની અને હિરાની કિંમત તો ઘણીવાર કરી છે, કન્યા જોવા જાય ત્યાં કન્યાની કિંમત રૂપ અને ગુણ ઉપરથી આંકે છે પણ પોતાના ગુણ જોઈને પોતાની કિંમત તેં કદી કરી નથી. માટે ભગવાન કહે છે કે એકવાર તું તારી કિંમત કર ! પહેલાં નક્કી કર કે ભગવાન કહે છે એવું મારું સ્વરૂપ હોઈ શકે કે નહિ? ન હોઈ શકે તો કારણ લાવ. શું હું શરીર અને રાગસ્વરૂપ હોઉં! શરીર તો મારાથી જુદું છે, રાગ તો મારું સ્વરૂપ નથી તો હું શું છું! મારું અસ્તિત્વ શેમાં છે! તેનો વિચાર કર ! શુભાશભ વિકલ્પજાળ તો ખરૂપ છે અને ભગવાને કહે છે તું શુભાશુભથી ભિન્ન સ્વરૂપ છો માટે હું દુઃખથી રહિત આનંદસ્વરૂપ છું એમ નિર્ણય લાવ ! તો તને સુખ થશે. ત્રણલોકમાં જે સુખ નથી તે સુખ તારી અંદર છે. ત્રણલોકના ઈન્દ્ર, ચક્રવર્તીના કહેવાતાં સુખમાં જે નથી એવું અતીન્દ્રિય સુખ તારી પાસે છે. માટે તેમાં નજર કર તો ત્રણલોકમાં ક્યાંય નથી એવું સુખ તને પ્રગટ થશે. પોતાનો શુદ્ધાત્મા જ શિવ એટલે કલ્યાણ સ્વરૂપ છે. દર્શનમવત્નોનમનુમવનં–શુદ્ધાત્માના દર્શન અવલોકન અને અનુભવથી જે સુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ જગતમાં બીજે કયાંય નથી. આ તો આત્માના પરમાત્મસ્વરૂપની વાત છે તેથી ઊંચી અને મોંઘી લાગે પણ વસ્તુનું સ્વરૂપ જ એવું ઊંચું છે તેથી તેની પ્રાપ્તિથી થતું સુખ પણ ઊંચું જ હોય. તેની પ્રાપ્તિ માટે શો ઉપાય કરવો તેનો વિચાર કર ! મોટા બી.એ.એલ.એલ.બી.ના પૂછડાં વળગાડેલાં હોય, દશ દશ હજારના પગાર હોય પણ આત્માના સ્વરૂપને જાણતા ન હોય તેની શું કિંમત! એ બધાં ભિખારી છે. પ્રભુ! એક ક્ષણ પણ તારી નજર તરામાં પડી જાય તો અનંત આનંદ આવે એવો તું સંતોષસ્વરૂપ પ્રભુ છો. સ્ત્રી, પુત્રાદિને તો અનંતવાર જોયા પણ એમાંથી સુખ કદી આવ્યું નથી અને આવતું પણ નથી. પોતાનો ભગવાન જ અનંત આનંદ આપે તેવો છે. જે અજ્ઞાની છે–મૂરખ છે તે પૈસાવાળાને સુખી માને છે અને સુખી કહે છે તેને અહીં ભિખારી અને દુઃખી કહ્યાં છે. મુંબઈમાં કરોડપતિઓની પાસે કાંકરા વધારે છે તેની વ્યવસ્થામાં એ એટલાં વ્યસ્ત હોય કે સગો બાપ મળવા જાય પણ તેને મળવાની ફુરસદ ન હોય, તે જીવને આત્માને મળવાની તો ફુરસદ હોય જ ક્યાંથી ! તે માણસ પોતે દુ:ખી છે અને તેની મમતા કરનારા પિતા આદિ સ્વજન પણ દુઃખી છે. “નિજભગવાન મારો અને હું તેનો” એવી દશા અને શ્રદ્ધા સુખરૂપ છે બાકી પરની મમતામાં ક્યાંય સુખ નથી. પરથી પોતાની મોટાઈ માનીને પહોળા થઈને ફરે છે એ તો મૂઢ મિથ્યાષ્ટિ છે તેને સનેપાતનો રોગ લાગુ પડ્યો છે. પરની મોટાઈમાં તેનાં મોઢાં ફાટી જાય છે અરે ! મમતાની લાળ બહુ લાંબી છે ભાઈ ! Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૩ ] ( ૪૯૫ અરે ! તને તારું સ્વરૂપ જોવાની પણ નવરાશ નથી? ઓઝલમાં રહેતી રાણીનું મોટું જોવાનું તને કુતૂહલ થાય છે એ તો પુદ્ગલ છે તેમાં જોવા જેવું કાંઈ નથી અને જેને જોવાથી સુખનો પાર નથી એવા નિકપ્રભુને જોવાનું તને કુતૂહલ થતું નથી? વિકલ્પની આડમાં ઓઝલમાં જે અનાદિથી પડેલો છે તેને જોવાનું મન થતું નથી? સમયસારમાં કુતૂહલ' શબ્દ વાપર્યો છે. જેના આટલાં વખાણ થાય છે એવા આત્માને જોવાનું એકવાર કુતૂહલ તો કર ! શાંતચિત્ત થઈને એકવાર તો જો ! ભગવાનને જોવાનો એકવાર મોહ એટલે સાવધાની કર ! ત્રણલોકમાં જે સુખ નથી એવું સુખ આત્મ ભગવાનને જોવા માત્રથી તને પ્રાપ્ત થશે. બાકી બીજે ક્યાંય કોઈ પણ રીતે એવું સુખ મળવાનું નથી. આ સુખ કેવું છે?—કે જે નિર્વિકલ્પ વીતરાગ પરમ આનંદરૂપ શુદ્ધાત્મભાવ છે જેની જોડ જગતમાં કયાંય નથી. આ સુખ રાગ અને વિકલ્પ વિનાનું છે. આ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? તેની અંતરમાં શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ કરવાથી આ સુખ પ્રાપ્ત થાય છે. તે કેવું છે !—નિર્વિકલ્પ વીતરાગી પરમ આનંદરૂપ સુખ છે. શુભ અશુભ વિકલ્પની ચિંતાજાળમાં તો રાગ અને દુઃખ છે જ્યારે આત્માની ચિંતામાં એટલે એકાગ્રતામાં વિકલ્પ વિનાનું વીતરાગી સુખ છે. આવો મહાન આત્મા ક્યાં સંતાઈ ગયો?—એમ એને થાય છે. પણ તું જો તો દેખાય ને! વિચાર કર તો ખ્યાલમાં આવે ને ! પણ તેં તારી દરકાર જ કરી નથી, પોતાની કિંમત જ આંકી નથી, બીજાની કિંમત જ આંક્યા કરી છે. હીરાની કિંમત આંકતા આવડતી ન હોય તો શીખવા જાય અને હીરામાં કેટલું પાણી છે તે તપાસી લે પણ તપાસનારની કિંમત કરતાં એ શીખ્યો જ નથી. ભગવાન આત્મા તો અતીન્દ્રિય પૂર્ણાનંદરસથી ભરેલું તત્ત્વ છે. એક ક્ષણમાત્ર પણ તેની દૃષ્ટિ કરતાં નિર્વિકલ્પ વીતરાગ પરમભાવરૂપ દશા પ્રગટે છે તેને “સુખ' કહેવામાં આવે છે. તેને જ “ધર્મ” કહેવામાં આવે છે. શુભરાગ એ કાંઈ ધર્મ નથી. આત્માની સુખરૂપદશા જેણે પ્રાપ્ત કરી તે જ સુખી છે, તે જ ધર્મી છે. શું કરતા થકાં તે સુખને પામે છે?—કે ત્રણ ગુપ્તિરૂપ સમાધિમાં આરૂઢ થતાં થકાં ધ્યાની પુરુષ જ સુખને પામે છે. ધર્મીને જ ધર્મનું ધ્યાન કરતાં ધર્મના પરિણામમાં સુખ થાય છે. અનંતગુણરૂપ આત્મતત્ત્વ વિના તે સુખ ત્રણલોકના સ્વામી ઈન્દ્ર આદિને પણ પ્રાપ્ત થતું નથી. અનંત એટલે જેનો અંત નથી એવા તત્ત્વમાં અનંત ગુણો છે, સંખ્યાએ અનંત શક્તિ તેમાં રહેલી છે. જાણવું, દેખવું, શ્રદ્ધવું, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, સ્વચ્છત્વ, કર્તા, કર્મ, કરણ આદિ અનંત શક્તિ આત્મામાં રહેલી છે માટે તેને અનંતદેવ પણ કહેવાય છે. ભાઈ ! તું અનંતદેવ છો ! કેમ કે તારામાં સંખ્યાએ ગણી ન શકાય એટલા અપાર Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અનંતગુણ ભરેલાં છે. તેના આશ્રય વિના સ્વર્ગના દેવને પણ સુખ નથી. અર્ધલોકના સ્વામી શકેન્દ્રની નીચે ૩૨ લાખ તો વિમાન છે પણ તે સુખી નથી, દુ:ખી છે. કેમ ? કેમ કે ‘પરાધીન સ્વપ્નેય સુખ ન હોય.' પરપદાર્થના આશ્રયે કલ્પના ઉઠે છે તેમાં કદી સુખ હોય જ નહિ. તે ઇન્દ્રને સુખ તો છે, તે શેનું છે ? કે તેને સમ્યગ્દર્શન છે તેથી જેટલો આત્માનો આશ્રય છે તેટલું સુખ છે પણ ઇન્દ્રપદ તો પરને આધીન છે તેથી ઇન્દ્રપદમાં તેને સુખ નથી—પદવીજનિત સુખ નથી. સંયોગથી કોઈ સુખી નથી. પૈસાથી લોકો સુખી માને છે પણ ખાધીલાને સંતોષનું સુખ પણ ક્યાં છે ! પોતાને પાંચ લાખ હોય અને બીજાંને પચાસ લાખ હોય તો પોતાને ૪૫ લાખની ખાધ દેખાય છે ત્યાં સુખ તો ક્યાંથી વેદાય ! ભગવાન આત્મામાં તો કદી ખાધ જ નથી, તેમાં કદી ખોટ આવતી જ નથી માટે તેના આશ્રયે સદાય સુખ છે. માટે કહ્યું કે ત્રણલોકના સ્વામી ઇન્દ્ર પાસે પણ જે સુખ નથી એવું સુખ આત્માના અનુભવમાં છે. આ કારણે સારાંશ એ નીકળ્યો કે ‘શિવ' નામવાળો જે નિજશુદ્ધાત્મા છે તેનું રાગ-દ્વેષ-મોહનો ત્યાગ કરી ધ્યાન કરવામાં આવે તો નિજશુદ્ધાત્મા આકુળતારહિત પરમસુખ આપે છે. ‘શિવ' નામનો બીજો કોઈ પરમેશ્વર આ જીવને સુખ આપતો નથી. સંસારી જીવોને જે ઇન્દ્રિયજનિત સુખ છે તે આકુળતારૂપ છે. કારણ કે ઇન્દ્રિયના ભોગ, આબરૂ, કીર્તિ બધામાં વિકલ્પ છે, આકુળતા જ છે. તેમાં સુખનું વેદન નથી. આત્મીક અતીન્દ્રિયસુખમાં આકુળતા હોતી નથી. તે સુખ તો ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. બહારની ચિંતાને સમેટી અંદરમાં એકાગ્ર થાય ત્યાં ધ્યાનમાં જ આનંદ અને શાંતિ છે. તેમાં જે સુખ મળે છે તે કોઈ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ નામના પુરુષો આપતાં નથી. આત્મા પોતે જ ‘શિવ' ‘વિષ્ણુ' ‘બ્રહ્મા' ‘મહેશ' જે કહો તે પોતે જ છે. આત્મા પોતે જ કલ્યાણનો કરનારો હોવાથી ‘શિવ' છે. આત્મા પોતે બ્રહ્માનંદસ્વરૂપ હોવાથી ‘બ્રહ્મા' છે. આત્મા બધાંને જાણવાની તાકાતવાળો હોવાથી પોતે જ ‘વિષ્ણુ' છે. અનંતગુણનો ધણી પોતે જ છે તેનું તું એક ક્ષણ તો ધ્યાન કર ! ધ્યાન કરીશ તો જે આનંદ આવશે તે આનંદ બીજે ક્યાંયથી નહિ આવે. માટે પોતાનું પરમાત્મસ્વરૂપ જ આરાધવાયોગ્ય છે, બીજું કાંઈ આરાધવાયોગ્ય નથી. * * Page #510 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર હો, ચક્રવર્તી હો કે કઠિયારો હો, મુનિદશામાં બધા સમાન સુખી છે (સળંગ પ્રવચન નં. ૭૪) यत् मुनिः लभते अनन्तसुखं निजात्मानं ध्यायन् । तत् सुखं इन्द्रोऽपि नैव लभते देवीनां कोटिं रम्यमाणः ।।११७।। आत्मदर्शन जिनवराणां यत् सुखं भवति अनन्तम् । तत् सुखं लभते विरागः जीवः जानन् शिवं शान्तम् ।।११८॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રમાં આ પ્રથમ અધિકારની ગાથા ૧૧૭ લેવાની છે. આ ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે આત્માને ધ્યાવવાથી જે સુખ મુનિરાજ પામે છે તે સુખ ઈન્દ્રાદિ દેવોને પણ દુર્લભ છે. આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. તેની પ્રાપ્તિ આત્માને ધ્યાવવાથી જ થાય છે. મહામુનિઓ આત્માને ધ્યાવે છે તેથી તેમને આત્માનું અતીન્દ્રિય સુખ અનુભવમાં આવે ગાથાર્થ –પોતાના આત્માને ધ્યાવતાં પરમ તપોધન જે અનંતસુખ પામે છે તે સુખને ઇન્દ્રાદિ દેવો કરોડ દેવીઓની સાથે રમતાં થકાં પણ પામતાં નથી. ૧૧૭. હું પરના કાર્ય કરી શકે એવા અભિપ્રાયના શલ્યથી રહિત અને રાગથી મારું કલ્યાણ થશે એવી પરસન્મુખ દષ્ટિથી રહિત જીવ જ પોતાના અતીન્દ્રિય સુખને પ્રાપ્ત કરે છે. વિકલ્પોની આડમાં પડેલો ભગવાન આત્મા બહિર્મુખ દૃષ્ટિથી અનુભવાતો નથી. બીજાના "કામ હું કરી શકું એમ માને છે ત્યાં સુધી તે શલ્યવાળા જીવને અંતરમુખ દૃષ્ટિ થવાનો અવકાશ નથી. શલ્યમાં અને વિકલ્પમાં રોકાય છે ત્યાં સુધી તે જીવને આનંદસ્વરૂપ ભગવાન આત્માનો આનંદ આવતો નથી. શુભરાગથી મારું કલ્યાણ થશે એવી બુદ્ધિ પણ બહિરબુદ્ધિ છે—શલ્ય છે. આવા મિથ્યાત્વના શલ્યને કારણે તેને નિજસ્વરૂપનો અનુભવ થઈ શકતો નથી. માટે કહ્યું કે શલ્યમાં અને વિકલ્પમાં રોકાવાથી આનંદસ્વરૂપનો આનંદ આવતો નથી. ઈન્દ્રાદિદેવોને ઈન્દ્રિયસુખ છે પણ આત્માનું અતીન્દ્રિય સુખ તો તેને પણ દુર્લભ છે કેમકે દેવો પણ વિકલ્પની જાળમાં પડેલા છે. ઈન્દ્ર સમ્યગ્દષ્ટિ હોય છે તેથી ઇન્દ્રિયસુખમાં સુખ ન માને પણ અસ્થિરતા ઘણી પડી છે તેથી રાગની જાળમાં વિકલ્પમાં રોકાય જાય છે. ઇન્દ્રાણીઓમાં Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ [ પરકાશ પ્રવચનો અને વિષયોના રાગમાં રોકાય જાય છે તેથી મહામુનિઓને જે અતીન્દ્રિય સુખ અને આનંદ અનુભવમાં આવે છે તે આનંદ ઈન્દ્રને ઈન્દ્રાસનમાં પણ આવતો નથી. આત્મા વીતરાગી આનંદસ્વરૂપ છે. તેને જે વીતરાગી દૃષ્ટિ અને વીતરાગી સ્થિરતા દ્વારા ધ્યાવે છે એવા પરમ તપોધન મુનિને અતીન્દ્રિય સુખ એ જ એમનું ધન છે. મુનિની દિશા ઉત્કૃષ્ટ છે તેની વાત કરી છે પણ સમ્યગ્દષ્ટિને પણ અતીન્દ્રિય આનંદ હોય છે. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ છૂટી ગયું છે અને અનંતાનુબંધી કષાય છૂટી ગયો છે એટલા પ્રમાણમાં અસ્થિરતા છૂટી ગઈ છે અને આત્મામાં એકાગ્રતા થઈ છે. એટલા પ્રમાણમાં તેને પણ અતીન્દ્રિય આનંદ હોય છે. તેનું જ નામ ધર્મ છે. મિથ્યાત્વશલ્યને છોડી, સમ્યફ એવી નિઃશલ્યવૃત્તિને પ્રગટ કરી, સ્વભાવ સન્મુખતામાં સમ્યગ્દષ્ટિને જે આનંદ આવે છે એવો આનંદ જગતના કોઈ વિષયમાં નથી. સમ્યગ્દષ્ટિને એવો આનંદ હોય છે પણ અહીં તો મુનિરાજના આનંદ સાથે ઇન્દ્રોના આનંદની મેળવણી કરી છે. હું મારા સિવાયના અન્ય દ્રવ્યોના કાર્ય કરી શકું છું એવો અભિપ્રાય અને રાગ તથા રાગની ક્રિયાથી મને લાભ થાય એવો અભિપ્રાય મિથ્યાર્દષ્ટિને હોય છે તે શલ્ય છે. એવા શલ્યથી રહિત સમ્યગ્દષ્ટિ આત્માના અતીન્દ્રિય આનંદને પામે છે. આ ધર્મની કથા કહેવાય છે હો ! મિથ્યા અભિપ્રાય અને રાગ-દ્વેષના પરિણામ અધર્મ છે. સમ્યફ અભિપ્રાય અને આત્મસ્થિરતા દ્વારા જે અતીન્દ્રિય આનંદનો અંશ પ્રગટ થાય છે. તેને ભગવાન ધર્મ અને મોક્ષનો માર્ગ કહે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. મુનિને આ ત્રણેય એકસાથે છે તેમાં પણ સ્વરૂપમાં લીનતા વિશેષ જામી છે–પરિણતિમાં ભગવાન બિરાજ્યા છે તેથી જે આનંદ આવે છે તેની પાસે ઇન્દ્રના ઇન્દ્રાણીના સુખ તો ઝેર સમાન છે. સુખિયા જગતમાં સંત, દૂરિજન દુખિયા રે... આત્માને પકડીને અતીન્દ્રિય આનંદને વેદે છે અનુભવે છે તે જીવ જ સુખી છે. તે સિવાય મિથ્યાશલ્ય અને રાગ-દ્વેષમાં રમી રહ્યા છે તે દુર્જનો દુઃખી છે. જુઓ ! આમાં શેઠિયાઓને શેમાં ગણવા? સુખીયામાં કે દુઃખિયામાં! જેણે અનંતગુણરૂપ સત્ સમાજને નિશ્ચિત થઈને દૃષ્ટિમાં લીધો તે “સંત” છે. અહીં તો ચારિત્ર સહિતની વિશેષ ઉગ્રતા બતાવવી છે પણ સમ્યગ્દષ્ટિ પણ જઘન્ય સંત છે. મુનિરાજ તો ચારિત્ર સહિત અનંતસુખને અનુભવે છે. “અનંતસુખ” કહ્યું છે. અહો ! ચારિત્ર સહિતના સુખનું શું કહેવું! અનંતસુખ એટલે ધર્મ એ જ મોક્ષનો માર્ગ છે. મોક્ષના માર્ગમાં આનંદ છે, દુઃખ નથી. આચાર્યદેવે મુનિના આનંદ અને સુખથી વાત ઉપાડી છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૪ ) I SEE આ તો પરમાત્મપ્રકાશ છે ને ! પરમાત્મા અનંત આનંદનો કંદ છે. તેની દૃષ્ટિ વડે સમ્યગ્દષ્ટિ વસ્તુને અનુભવે તેની કરતાં મુનિ વીતરાગી સ્થિરતા દ્વારા વસ્તુને અનુભવે છે તેથી તેના આનંદને “અનંતઆનંદ' કહે છે. બંધમાર્ગ દુઃખમાં જાય છે અને મોક્ષમાર્ગ આનંદમાં જાય છે. મિથ્યાશલ્ય અને રાગ-દ્વેષના ભાવ દુઃખરૂપ છે તે બંધમાર્ગ છે અને ભગવાન આત્માને નિઃશલ્ય દેષ્ટિ અને સ્થિરતા દ્વારા અનુભવતા આનંદ આવે છે તે અનંત છે. આ અનંત અતીન્દ્રિય આનંદ પૂર્ણ અતીન્દ્રિય અનંત આનંદરૂપ મોક્ષનું કારણ છે. શ્રોતા આ છઠ્ઠા ગુણસ્થાનથી માંડીને મુનિદશામાં આવતા આનંદની વાત છે ને ! પૂજ્ય ગુરુદેવશ્રી –હા. આનંદ તો સમ્યગ્દષ્ટિને ચોથાથી પણ આવે છે પણ અહીં તો મુનિએ સમ્યગ્દર્શન-શાન સહિત ચારિત્રના વિશેષ આનંદની વાત કરી છે. કોઈ એમ કહે કે અરે ! મુનિને તો બહુ પરિષહ સહન કરવા પડે, બહુ કષ્ટ વેઠવા પડે..તેની સામે આ વાત કરે છે કે મુનિ તો અનંત આનંદને અનુભવે છે. તે મુનિના સ્વરૂપને સમજ્યો જ નથી એટલે તને મુનિપણામાં કષ્ટ છે એમ દેખાય છે. મોક્ષમાર્ગ રમતાં મુનિની દશા કવી હોય તેની તને ખબર નથી. મુનિ તો આનંદના ઝૂલે ઝૂલે છે માટે મુનિને દુઃખ છે. એ વાત રહેવા દેજે–છોડી દેજે. અતીન્દ્રિય આનંદમાં રમવું એનું નામ દીક્ષા છે. કપડાં છોડવા કે પંચમહાવ્રત પાળવા, નગ્ન રહેવું, તે દીક્ષા નથી. રાગ તો દુઃખરૂપ દશા છે. દુઃખરૂપ દશાને દીક્ષા કેમ કહેવાય ! મુનિ તો અતીન્દ્રિય આનંદના ઝરણાને અંદરમાં પીવે છે. નિર્વિકલ્પ આનંદરસ પીવે છે તે મુનિ છે, તે મોક્ષમાર્ગી છે. મુનિદશા આકરી છે એટલે કે ઉત્કૃષ્ટ પુરુષાર્થે પ્રાપ્ત થાય તેવી "છે, આકરી એટલે દુઃખરૂપ છે—એમ નથી. ભાવાર્થ : અહો ! મુનિને અત્યંતરથી જેટલો મિથ્યાત્વનો પરિગ્રહ ગયો, અસ્થિરતાનો પરિગ્રહ જેટલો ગયો એટલા જ પ્રમાણમાં બાહ્યમાં નિમિત્તરૂપ પરિગ્રહનો સંબંધ પણ છૂટી ગયો. વસ્ત્ર, પાત્રાદિનો સંબંધ છૂટી ગયો. મોક્ષના મારગ કોઈ અલૌકિક છે, લોકો કલ્પીને બેઠા છે એવો મોક્ષનો મારગ નથી. બાહ્ય અંતરંગ પરિગ્રહથી રહિત નિજ શુદ્ધાત્માની ભાવના એટલે અતીન્દ્રિય આનંદના ધામ એવા શુદ્ધાત્માની ભાવના એટલે અંતરમાં એકાગ્રતા. શલ્યમાં અને રાગમાં એકાગ્રતા હતી તે છૂટીને નિઃશલ્ય દષ્ટિ અને સ્થિરતામાં એકાગ્રતા થઈ છે તેનાથી મહામુનિઓને જે આનંદ પ્રાપ્ત થાય છે તે રાગ વિનાનો અતીન્દ્રિય આનંદ છે એવો આનંદ રાગીઓને ક્યાંથી મળે? કરોડપતિ, અબજોપતિઓ મોટરમાં ફરતાં હોય અને પોતાને સુખી માનતાં હોય પણ મિથ્યાશલ્ય અને રાગસહિતનું સુખ તે સુખ જ નથી. ભગવાન આત્મા તરફના Page #513 -------------------------------------------------------------------------- ________________ ઘ00 | [ પરમ પ્રકાશ પ્રવચનો ઝુકાવમાં મહામુનિઓ રાગ વિનાના પરમાનંદ સહિત જે સુખને પામે છે તે સુખને ઇન્દ્રાદિ દેવો પામતા નથી. ઇન્દ્ર સમ્યગ્દષ્ટિ છે તેથી આનંદને અનુભવે છે પણ અસ્થિરતાવશ જેટલો રાગ ઈન્દ્રાણી આદિમાં જાય છે એટલું દુઃખ જ અનુભવે છે. જગતમાં સુખી સાધુ જ છે અન્ય કોઈ નથી. પણ સાધુ કહેવા કોને ! કપડાં છોડી દીધા એટલે સાધુ થઈ ગયો? મિથ્યા અભિપ્રાય અને રાગ-દ્વેષની લાગણીના કપડાં છોડ્યા વગર કોઈ સાધુ થઈ શકતું નથી. મિથ્યાત્વ એટલે શુભરાગમાં આનંદ માનનારો અને અનંત પરપદાર્થના કામ કરવાના અભિપ્રાયવાળો મિથ્યાદેષ્ટિ સ્વપદાર્થમાં આવી શકતો નથી. એકાંત સુખી મુનિ વીતરાગી” આત્માના આનંદની પ્રતીતિ ઉપરાંત જેને સ્થિરતાનો આનંદ આપ્યો છે એવા મુનિ જ જગતમાં સુખી છે. બાકી શેઠિયા, બાદશાહ બધાં દુઃખી છે. બે લાખના બંગલા હોય કે બે કરોડના બંગલા હોય પણ તે બંગલાવાળા સુખી નથી. આત્માના આનંદને પહોંચી વળે તે સુખી છે. એ આનંદને પહોંચી ન વળે ત્યાં સુધી જીવને સુખી કેમ કહેવો? પ્રથમ તો હું આનંદસ્વરૂપ છું' એવું ભાન અને દૃષ્ટિ ન થાય ત્યાં સુધી સ્વરૂપમાં ઠરવાની દશા તો ક્યાંથી આવે ! આનંદમાં દૃષ્ટિ લલચાય તો એવા આનંદસ્વરૂપમાં ઠરવાનો ઉપાય કરે તેને ચારિત્રદશા આવે. આનંદસ્વરૂપની દૃષ્ટિ અને જ્ઞાન વગર રાગ-દ્વેષ અને વિકલ્પોમાં ઠરે છે તે તો વિકાર છે. તેમાં આત્માની શાંતિ મળતી નથી. આત્માની દ્રષ્ટિ જ્ઞાનપૂર્વક ચારિત્રદશાને પામેલાં ભાવલિંગીમુનિ જ જગતમાં સુખી છે. આ જ કથન અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે. “રહ્યાને રૂરિ’ તેનો અર્થ એવો છે કે મહામોહરૂપી અગ્નિમાં બળતાં થકા આ જગતમાં દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી બધાં દુઃખી છે અને જેને તપ જ ધન છે તથા બધાં વિષયોનો સંબંધ જેણે છોડી દીધો છે એવા સાધુ મુનિ જ આ જગતમાં સુખી છે. રાગ, દ્વેષ, મોહરહિત ચિદાનંદ પ્રભુની અંતરદૃષ્ટિ અને તેમાં સ્થિરતા જેને આવી નથી એવા બધાં જીવો દુઃખમાં જ પડેલા છે. પોતાના ભગવાન સ્વરૂપનો અનાદર કરીને પુણ્ય-પાપના વિકલ્પ અને ભોગના પ્રેમમાં પડ્યા છે તે મહામોહરૂપી અગ્નિમાં બળી-જળી રહ્યાં છે. “સ્વરૂપની અસાવધાની અને પરની સાવધાનીના ભાવમાં પડેલા બધા જીવો દુઃખી જ છે તે ભલે રાજા હો કે રંક હો, દેવ હો કે નારકી હો, રોગી હો કે નિરોગી હો...બધાં દુઃખી જ છે. જેના અભિપ્રાયમાં ચિદાનંદ ભગવાનનો આદર નથી તેના અભિપ્રાયમાં અલ્પજ્ઞતા, રાગ-દ્વેષ અને સંયોગનો જ આદર વર્તે છે. સ્વભાવ પ્રત્યેના કષાયની અગ્નિમાં તે નિરંતર Page #514 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૪ ] [ ૧૦૧ બળી રહ્યો છે. સુખ ખરેખર ક્યાં છે તેની ખબર નથી તેથી દુઃખના નિમિત્તોમાં જ સુખ માટે ઝાંવા નાખ્યા કરે છે. તે બધા મહાઅગ્નિથી દુઃખી છે. જેની પાસે તપ એટલે ઇચ્છાના નિરોધરૂપ ભાવ અને આનંદ શાંતિ આદિ ભાવ પ્રગટ થયા છે તેની પાસે તારૂપી ધન છે. માટે એવા મુનિને તપોધન કહેવાય છે. ઇચ્છાનો નિરોધ અને અનિચ્છા સ્વરૂપ અતીન્દ્રિય આનંદનું પ્રગટવું તે તપરૂપી ધન છે. આ 'ધનમાં અનંત આનંદની લક્ષ્મી રહેલી છે. બહારથી ભલે તે તપોધનનું શરીર કાળું હોય, કાંકરામાં બેઠા હોય બાવળના ઝાડ નીચે પણ તેની પાસે તપનું ધન છે. મોરપીંછી આદિ ઉપકરણ મુનિ પાસે હોય પણ તેનો ઉપયોગ કાંઈ કાકરાં દૂર કરવા માટે મુનિ ન કરે. જીવાંત આદિને દૂર કરવા માટે જ તેનો ઉપયોગ કરે. બહારથી જુઓ તો મુનિ આવા દેખાતા હોય પણ અંદરમાં અતીન્દ્રિય આનંદમાં મશગૂલ છે. માટે મુનિ સુખી છે. અંદરમાં આત્માની જતના કરીને મુનિ બેઠા છે અને બહારમાં જીવોની જતના મોરપીંછી આદિ વડે કરીને મુનિ બેસે છે. આગળ કહેશે કે મુનિના મનમાં ભગવાન વસે છે. રાગ, દ્વેષ અને સંયોગ મુનિના મનમાં નથી. શ્રોતા આ વાત મનમાં વસાવવી બહુ મુશ્કેલ લાગે છે. પૂજ્ય ગુરુદેવશ્રી :–આ અભ્યાસ નથી અને અણઅભ્યાસ ઘણો છે તેથી મુશ્કેલ લાગે છે. બાકી ઘરની ચીજને મેળવવામાં મુશ્કેલી શું હોય ! બીજાની ચીજ મેળવવી હોય તો મુશ્કેલ છે, પોતાની વસ્તુની પ્રાપ્તિ પોતાને મુશ્કેલ ન હોય પણ જીવને આ અભ્યાસ નથી અને આ અભ્યાસ કરવા જેવો છે એવી કિંમત પણ આવી નથી તેથી મુશ્કેલ લાગે છે. અનાદિકાળથી બહારમાં ને બહારમાં રોકાઈ ગયો છે. જગતને રાજી કરવામાં અને જગતથી રાજી થવામાં રોકાઈ રહ્યો છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માનું પ્રથમ તો સમ્યકશ્રદ્ધાન અને જ્ઞાન થાય અને તેના અનુભવની લાલચ લાગે....એકવાર આનંદનો અનુભવ થાય એટલે એ અનુભવ જ તેને સ્થિરતામાં ખેંચે છે. વાત બહુ મોટી લાગે પણ વસ્તુ પોતે આવી જ છે. પ્રભુ! તું માન કે ન માન પણ મોટો આનંદનો કંદ તું પોતે જ છો. આવડો મોટો થઈને તું એક સામાન્ય શુભરાગથી તારી મોટપ માને છે અને મનાવે છો ! મેં દયા પાળી, મેં ભક્તિ કરી, મેં પૂજા કરી એવી પ્રસિદ્ધિ કરવી છે તેને આત્માની પ્રસિદ્ધિ કયાંથી થાય? ભગવાન આત્માની પ્રસિદ્ધિ રાગ દ્વારા ન થાય. રાગરહિત થઈને દૃષ્ટિ કરે તો ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થાય. જે હું છું તેમાં જ રહેવું છે આ વાત તો સહજ શ્રદ્ધા-જ્ઞાનમાં આવી જાય તેવી છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૧o૨ ) [ ઘરમપ્રકાશ પ્રવચનો સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વના તાળા તૂટી જાય છે અને અતીન્દ્રિય આનંદના નાથના દર્શન થાય છે. ખજાના ખૂલી જાય છે તેથી જે આનંદ આવે છે તે આનંદ તેને અંદરમાં સ્થિર થવા માટે લલચાવે છે. બહારની લાલચ તેને છૂટી જાય છે. અસ્થિરતાવશ રાગ રહે છે પણ તેનો તેને પ્રેમ રહેતો નથી. ઉગ્ર સ્થિરતા દ્વારા જેણે આવા ભગવાન આત્માને પર્યાયમાં પ્રગટ કર્યો છે તે તપોધન છે. જુઓ ! મુનિને તપોધન કરીને બીજાને ભિખારી ઠરાવ્યા. છતે પૈસે કોઈ ભિખારી કહેવાય ! હા. કેમ કે પૈસા ક્યાં તારાં હતાં? તારો તો છતો પદાર્થ આત્મા છે, તેનું છતાપણું અસ્તિત્વ સ્વીકાર તો અંદરનું આત્મધન પ્રગટ થાય–જ્ઞાન અને આનંદની લક્ષ્મી પ્રગટ થાય. જેની પાસે કપરૂપી ધન છે તથા બધાં એટલે પાંચેય ઇન્દ્રિયના વિષયોનો સંબંધ જેણે છોડી દીધો છે એવા સાધુ મુનિ જ આ જગતમાં સુખી છે. આ ૧૧૭ ગાથા પૂરી થઈ. હવે ૧૧૮ ગાથામાં જિનવરનો દાખલો આપીને જીવને ઊંચો કરે છે. વૈરાગી મુનિ જ નિજ આત્માને જાણતાં થકાં નિર્વિકલ્પ સુખને પામે છે. પરદ્રવ્ય અને વિકલ્પથી જેને વૈરાગ્ય થયો છે અને આત્માનો આશ્રય લીધો છે તે જ સાચા સુખને પામે છે. ગાથાર્થ –નિજ શુદ્ધાત્માના દર્શનમાં જે અનંત અદ્ભુત સુખ મુનિ-અવસ્થામાં જિનશ્વરદેવોને થાય છે તે સુખ વીતરાગભાવનામાં, પરિણત થયેલાં મુનિરાજ નિજ શુદ્ધાત્માને તથા રાગાદિ રહિત શાંતભાવને જાણતાં થકા પામે છે. ૧૧૮. અહીં તીર્થંકર ભગવાનની મુનિ અવસ્થાનું દાંત આપીને વીતરાગભાવનાવાળા મુનિઓની વાત કરી છે. જેના ઘરે છ-છ ખંડના રાજ્ય હતાં, ૯૬000 પદ્મણી જેવી સ્ત્રી હતી, વૈભવનો પાર ન હતો એવા શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ગૃહસ્થ અવસ્થામાં હોવા છતાં તે બધાં વૈભવને પર માનતાં હતાં, પોતાનો માનતા ન હતાં પણ અસ્થિરતાવશ તેના પ્રત્યેનો વિકલ્પ હતો તેને પણ છોડીને જ્યારે તેઓ મુનિ થયા-દીક્ષા લીધી એટલે જાણે હળવા થઈ ગયાં. પર તરફની લાગણીનો ભાર હતો તે ઉતરી ગયો, આત્માના આનંદની હેર આવવા માંડી, તેનું નામ જ દીક્ષા છે. જુઓ ! આ મુનિપણાની વાત છે. શ્રેણી માંડે એવી ઉગ્રદશાની વાત નથી. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનની વાત છે. આત્મા પરમાનંદની મૂર્તિ છે તેને દૃષ્ટિમાં લઈને રાગ-દ્વેષથી પાછા હટી વૈરાગ્યપૂર્વક આત્માના આનંદને ભોગવતાં મુનિરાજની દશા જોઈને લોકોને એમ લાગે કે મુનિને તો Page #516 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૪ ] | ૫૦૩ બધી સગવડતા છૂટી ગઈ, રાજ ગયા, રાણીઓ ગઈ, કપડાં, ઝવેરાત આદિ ગયા, હાથીના હોદ્દે બેસવાનું ગયું....તેને અહીં મુનિરાજ કહે છે કે ભાઈ ! તને ખબર નથી, દીક્ષાકાળમાં મુનિ જે અનંત આનંદને અનુભવે છે એવો આનંદ ઇન્દ્ર, ચક્રવર્તી આદિ પાસે ક્યાં હતો ! તીર્થંકરોને તો પુણ્ય પણ મોટા છે ને! ચક્રવર્તીને તો ઇન્દ્રો મિત્ર હોય છે પણ તીર્થંકરને ઇન્દ્રો સેવક તરીકે હોય છે. તીર્થંકરના બાળપણમાં પણ ઇન્દ્રો પ્રભુ....પ્રભુ કરીને સેવા કરતાં હોય છે. આવી પુણ્યયુક્ત સંયોગની સ્થિતિ છે અને તેના તરફ લક્ષ છે ત્યાં સુધી દુઃખ છે. તીર્થંકરને ગૃહસ્થદશામાં વસ્ત્ર, દાગીના આદિ દેવલોકમાંથી આવે છે, અહીંના વસ્ત્રાદિ વાપરતાં નથી એવી ઊંચી પુણ્યની સ્થિતિ છે માટે તીર્થંકર સુખી હશે ?—ભાઈ ! પુણ્યની સામગ્રીથી તો તેઓ સુખી નથી પણ તેના તરફ જેટલું લક્ષ જાય છે એટલા દુઃખી છે. તેથી તો સંયોગનું લક્ષ છોડીને જ્યારે તીર્થંકર દીક્ષા લે છે ત્યારે તેને મહાન આનંદ આવે છે. ભગવાન જન્મે ત્યારે દેવો અને ઇન્દ્રો આવે, મહોત્સવ કરી જાય અને ભગવાનની સેવામાં ઇન્દ્ર દેવને મૂકીને જાય. તો શું ભગવાન આ સગવડતાથી સુખી હશે ! સુખી તો નથી પણ તે તરફ જેટલું લક્ષ જાય છે તે પણ દુઃખરૂપ લાગે છે. તીર્થંકરોને પણ સગવડતાના લક્ષમાં શાંતિ નથી તો અન્યને તેમાં શાંતિ ક્યાંથી હોય ! તીર્થંકર જેવા પુણ્ય તો બીજા કોઈને હોય જ નહિ. તીર્થંકરને સર્વોત્કૃષ્ટ પુણ્ય હોય, ચક્રવર્તીને તેનાથી તેનાથી પણ ઓછું પુણ્ય હોય, બળદેવ ને વાસુદેવ કરતાં પુણ્ય બળદેવ કરતાં ઓછું પુણ્ય હોય પણ બધાં મોક્ષગામી જીવો હોય છે. ઓછું પુણ્ય હોય, વાસુદેવને ઓછું હોય અને પ્રતિવાસુદેવને તીર્થંકરે દીક્ષા લીધી એટલે તું એમ ન જો કે તેને બધાં સગવડતાના સાધન છૂટી ગયા. એમ જો કે તેઓ અનંત આનંદને વેદવા લાગ્યાં. સગવડતા ઉપર લક્ષ હતું એ તો દુઃખ હતું તેને છોડીને તીર્થંકરમુનિ અતીન્દ્રિય આનંદના ભોગવટામાં આવી ગયા છે. જેમ, તીર્થંકરમુનિ દીક્ષા કાળમાં સુખને પામે છે તેમ દરેક મુનિઓ દીક્ષાના કાળમાં અતીન્દ્રિય સુખને પ્રાપ્ત કરે છે. પેલા સગવડતા ઓછી હોય કે વધારે હોય તેની સાથે કાંઈ સંબંધ નથી. દીક્ષાકાળમાં જેવો આનંદ તીર્થંકરમુનિને હોય છે એવો જ આનંદ બધાં મુનિને હોય છે. લાકડા વેચનારો કઠિયારો પણ જ્યાં ભાવલિંગીમુનિ થાય છે ત્યાં તીર્થંકરમુનિ જેવી જ ચારિત્રદશાને પ્રાપ્ત કરે છે. આત્માને વળગીને જેટલી લીનતા કરે છે એટલો આનંદ તેને પણ આવે છે. સંયોગોની કિંમત ઊડી જાય છે. તીર્થંકર જન્મે એટલે દેવો આવે અને મેરૂપર્વત ઉપર અભિષેક માટે તેમને લઈ જાય, ખમ્મા....ખમ્મા કરે તે બધું અવધિજ્ઞાની બાળમહાત્મા પોતાના જ્ઞાનમાં જાણે છે પણ સુખ માનતાં નથી છતાં જેટલો રાગ તે તરફ Page #517 -------------------------------------------------------------------------- ________________ vo૪ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જાય છે તેટલું દુઃખ માને છે. ચારિત્રદશા જેવો આનંદ એ વખતે આવતો નથી. શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ તીર્થંકર તો હતાં સાથે ચક્રવર્તી અને કામદેવપદના પણ ધારક હતાં. તેમને દીક્ષાકાળે જેવો આનંદ આવતો હતો એવો જ આનંદ બધાં મુનિઓને આવે છે કેમ કે મુનિદશાને બહારની પદવી સાથે કાંઈ સંબંધ નથી. કામદેવને તો શરીરનું રૂપ એટલું બધું હોય કે અઢી દ્વીપમાં કોઈ મનુષ્ય એવો ન હોય, એક એક અંગ પુણ્યથી ભરેલા હોય, તીર્થંકર અને ચક્રવર્તીપદ પણ સાથે હોય, છતાં મુનિદશામાં એ પદવી સાથે અતીન્દ્રિય આનંદને કાંઈ સંબંધ નથી. કોઈ ગરીબ માણસ પાસે કાંઈ ન હોય માત્ર શરીર હોય તેની મમતા છોડીને દીક્ષા લઈને જંગલમાં આત્માને ધ્યાવે છે અને આનંદને અનુભવે છે. બંનેના આનંદનો અનુભવ સમાન હોય છે. એકને સંયોગો ઘણાં છૂટ્યાં અને બીજાને થોડા સંયોગો છૂટ્યાં પણ અતીન્દ્રિય આનંદ બંનેને સમાન છે. વીતરાગી દૃષ્ટિ અને વીતરાગી આનંદને બાહ્ય સંયોગોની સગવડતા કે અગવડતા સાથે કાંઈ સંબંધ નથી. આગળ આવશે કે એક મ્યાનમાં બે તલવાર ન રહે તેમ, સ્વની રુચિ અને પરની રુચિ એમ બંને પ્રકાર સાથે નહિ રહી શકે. જેના કાળજામાં સુંદર સ્ત્રી વસે છે તેની દૃષ્ટિમાં આત્મા નહિ વસે. જ્ઞાનનેત્રમાં સ્ત્રી દેખાતી હશે તેને ભગવાન કેમ દેખાશે! એમ એક મ્યાનમાં બે તલવાર નહિ સમાય. અહા ! યોગીન્દ્રદેવ પરમાત્મપ્રકાશ રચતાં હશે ત્યારે જ્ઞાનમાં કેવું તરવરતું હશે ! પ્રભુ ! દીક્ષાકાળે આપ જેવા આનંદને અનુભવતાં હતાં એવો જ આનંદ અમને આ દીક્ષાકાળમાં આવી રહ્યો છે. તમને ઋદ્ધિ વિશેષ હતી, દેવો તમારી સેવા કરતાં હતાં, ઇન્દ્રો કલ્યાણક ઉજવવા આવતાં હતાં માટે તમે મોટા એટલે દીક્ષાકાળમાં વિશેષ આનંદ આવે અને અમે નાના એટલે અમને ઓછો આનંદ આવે....એવું નથી હો. બહારના સંયોગમાં નાના-મોટા ભલે હો પણ તેની કિંમત અંદરમાં કાંઈ નથી. ભાવાર્થ :—દીક્ષાના સમયે તીર્થંકરદેવ નિજશુદ્ધાત્માને અનુભવતા થકાં જે નિર્વિકલ્પ સુખને પામે છે તે જ સુખ રાગાદિ રહિત નિર્વિકલ્પ સમાધિમાં લીન વિરક્ત મુનિ પામે છે. તીર્થંકરના શરીરમાં એક હજાર ને આઠ તો શુભલક્ષણ હોય છે અને શરીરની સુંદરતા તો એવી હોય છે કે ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ એક હજાર નેત્ર કરીને એ રૂપને નિહાળે છે. એવા શરીરની મમતા છોડે છે માટે તીર્થંકર મુનિને વધારે આનંદ હશે ! અને કાળા કૂબડા શરીરની મમતા છોડવાવાળાને ઓછો આનંદ હશે ને! એમ કોઈને પ્રશ્ન ઊઠતો હોય તો કહે છે કે ના. એમ નથી. પરની મમતા છોડીને સ્વ-અનુભવમાં આવનારા દરેકને Page #518 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૪ ) [ ૧૦૫ સરખો જ આનંદ આવે છે. તેથી અહીં મુનિરાજ કહે છે પ્રભુ ! તમારે પણ પર તરફના જેટલા વિકલ્પો હતાં તેને છોડ્યા ત્યારે અતીન્દ્રિય આનંદ આવ્યો હતો તેમ અમે પણ પર તરફની મમતા અને વિકલ્પો છોડીને તમારાં દીક્ષાકાળ જેવા જ આનંદને અમે પામ્યા છીએ. માટે અમે તમારી જાતના જ છીએ માટે અમે તો તમારી નાતમાં બેઠા છીએ. ભગવાન ! આપને દીક્ષા પહેલાં ત્રણ જ્ઞાન હતાં અને દીક્ષા લીધા પછી ચોથું મન:પર્યયજ્ઞાન પણ પામ્યા અને અમને તો દીક્ષા પહેલાં અને પછી મતિ અને શ્રુત બે જ્ઞાન જ છે માટે અમને આનંદ ઓછો આવતો હશે એમ માનશો નહિ. તમને દીક્ષાકાળમાં જેવો અને જેટલો આનંદ હતો એવો અને એટલો જ અમને આ મુનિદશામાં આનંદ આવી રહ્યો છે. એમ આનંદમાં જરાય ઓછા ઉતરતાં નથી. આમ, મુનિરાજ ભગવાનના મુનિપરા સાથે પોતાના અને દરેક મુનિઓના મુનિપણાને સરખાવે છે. રાગાદિ રહિત નિર્વિકલ્પ શાંતિ બંનેમાં સમાન છે. બંને મોક્ષના માર્ગમાં પડેલા છે. મુનિઓ જેવા આનંદને અનુભવે છે એવો ઉગ્ર આનંદ સમ્યગ્દષ્ટિને ન હોય અને મિથ્યાષ્ટિને તો એવો આનંદ જરાય હોય જ નહિ માટે આત્માની દૃષ્ટિ કરીને આત્માને અનુભવવાનો પ્રયત્ન દરેકે કરવો–એ માટે આ વાત કરી છે. : ભગવાન કહે છે કે પ્રભુ! તું જ્ઞાનસ્વરૂપ છો ને ! તો તું પરની કોઈ ક્રિયા કરે કે પરની કોઈ ક્રિયા ભોગવે એવું તારું સ્વરૂપ જ નથી; તું તો સૈંયોનો જ્ઞાતા-દષ્ટા જ્ઞાનસ્વરૂપ જ છો. પરની, દેહની, કુટુંબની ક્રિયાને પોતે કરે છે એમ જે માને છે, દયા-દાનાદિ ભાવોને પોતે કરે છે તેમ જે માને છે તથા સ્ત્રી-પુત્રાદિને કે રાગને પોતે વેદે છે એમ જે માને છે, તેણે આત્માના જ્ઞાનસ્વભાવને જાણ્યો નથી, માન્યો નથી. જે જીવ પરની દયા પાળુ છું એમ માને છે તે મિથ્યાદિ મૂઢ છે, કારણ કે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા શેયને પર તરીકે જાણવાવાળો છે તેના બદલે શેયોનો પોતે કર્તા-ભોક્તા બને છે તેમ માને છે. તે મિથ્યાત્વ – જૂજ્ય ગુરુદેવશ્રી Page #519 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય-હંસ પુણ્ય-પાપના ચારા ન ચરે , (સળંગ પ્રવચન . ૭૫) योगिन् निजमनसि निर्मले परं दृश्यते शिवः शान्तः । अम्बरे निर्मले घनरहिते भानुः इव यथा स्फुरन् ।।११६॥ रागेन रञ्जिते हृदये देवः न दृश्यते शान्तः। दर्पण मलिने बिम्बं यथा एतत् जानीहि निर्धान्तम् ।।१२०॥ यस्य हरिणाक्षी हृदये तस्य नैव ब्रह्म विचारय। પસ્મિનું ઋથે સમાધાતી વત્સ તૌ વટ્ટી પ્રત્યારે (?) I/99ી. શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૧૧૯ભી ગાથા લેવાની છે. તેમાં આચાર્યદેવ કામ-ક્રોધાદિના ત્યાગથી ‘શિવ' શબ્દથી કહેવામાં આવ્યો છે એવો પરમાત્મા દેખવામાં આવી જાય છે એવો અભિપ્રાય મનમાં રાખીને ગાથાસૂત્ર કહે છે. ગાથાર્થ –હે યોગી ! પોતાના નિર્મળ મનમાં રાગાદિ રહિત નિજ પરમાત્મા નિયમથી દેખાય છે જેમ વાળ રહિત નિર્મળ આકાશમાં સૂર્ય એકદમ સ્પષ્ટ પ્રકાશે છે તેમ. ૧૧૯. જો આ આત્મા પુણ્ય-પાપ રાગાદિ વિકલ્પથી ખસીને સમ્યક શ્રદ્ધા-જ્ઞાનના નિર્મળ પરિણામે પ્રગટ કરે તો તેને પોતાનો શુદ્ધાત્મા સ્પષ્ટ પ્રગટ ભાસે છે. આ, સમ્યગ્દષ્ટિથી માંડીને બધાં જ્ઞાનીને શુદ્ધાત્મા સ્પષ્ટ પ્રકાશે છે તેની વાત છે પણ મુખ્યપણે અહીં મુનિની વાત છે. આત્મા વડુ-પોતે પુણ્ય-પાપના રાગ રહિત વીતરાગ શાંતસ્વરૂપ છે પણ કામ એટલે રાગ અને ક્રોધ એટલે દ્વેષથી મલિન પરિણામમાં આત્મા જણાતો નથી. જેમ, વાદળથી છવાયેલા આકાશમાં સૂર્ય દેખાતો નથી પણ વાદળ રહિત નિર્મળ આકાશ હોય તો તેમાં સૂર્ય સ્પષ્ટ ઝળહળતો પ્રકાશે છે તેમ, રાગ-દ્વેષ રહિત વીતરાગ મનમાં જ્ઞાનસૂર્ય આત્મા એકદમ સ્પષ્ટ પ્રકાશે છે. ભાવાર્થ –જેમ મેઘમાળાના આડંબરથી સૂર્ય ભાસતો નથી–દેખાતો નથી પણ વાદળ દૂર થતાં નિર્મળ આકાશમાં સૂર્ય સ્પષ્ટ દેખાય છે તેમ, શુદ્ધાત્માની અનુભૂતિના શત્રુ જે કામ-ક્રોધાદિ વિકલ્પરૂપ મેઘ છે તેનો નાશ થતાં નિર્મળ મનરૂપી આકાશમાં કેવળજ્ઞાનાદિ, અનંત ગુણરૂપ કિરણોથી સહિત નિજ શુદ્ધાત્મારૂપી સૂર્ય પ્રકાશ કરે છે. પુણ્ય-પાપના વર્તમાન વિકલ્પની ધાર મેઘમાળા સમાન છે તેની આડમાં ભગવાન આત્મા દેખાતો નથી. તેથી તેને ભગવાન આત્માની નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન અનુભૂતિના શત્ર કહ્યાં Page #520 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૫) [ ૧૦૭ છે. જુઓ ! કર્મને વૈરી કહ્યા નથી પણ જીવના વિકારી પરિણામ જ તેની નિર્મળ પરિણતિના | વૈરી છે. જ્ઞાનને અનુસરીને નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનનું થયું તે આત્માની નિર્મળ વીતરાગી પર્યાય છે. આ વીતરાગી પર્યાયમાં વીતરાપ્રભુ આત્મા અનુભવવામાં આવે છે. આ અનુભૂતિ તે જ સંવર અને નિર્જરા છે અને રાગ-દ્વેષ ભાવ થાય છે તે સંવર-નિર્જરાને રોકનારાં ભાવ છે. તેને જ આસવ અને બંધ કહેવાય છે. પોતાના વિકારી પરિણામ જ પોતાની નિર્મળ પરિણામને રોકે છે. બીજું કોઈ કર્મ કે પરદ્રવ્ય આત્માના નિર્મળ ભાવને રોકતું નથી. અરાગીપર્યાયની વૈરી રાગ પર્યાય છે. આવા રાગ-દ્વેષ-કામ-ક્રોધાદિ શત્રુને નાશ કરવા માટે ઉપાય શું છે?—તો કહે છે રાગ-દ્વેષ તો એક સમયના પરિણામ છે તેના ઉપરથી લક્ષ હટાવી ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ઉપર લક્ષ કરતાં જે નિર્મળ અનુભૂતિ થાય છે તે રાગ-દ્વેષનો નાશ કરે છે. જેમ વાદળના અભાવથી આકાશમાં હજારો કિરણોથી પ્રકાશતો સૂર્ય દેખાય છે તેમ, રાગ-દ્વેષના વિકલ્પોનો અભાવ થવાથી જે નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે તેમાં અનંતગુણના કિરણોથી પ્રકાશતો ચૈતન્યસૂર્ય શ્રદ્ધાય છે, જણાય છે, દેખાય છે, અનુભવાય છે. શ્રોતા તો રાગ-દ્વેષ એ જ જીવનો દોષ છે ને ! પૂજ્ય ગુરુદેવશ્રી જીવ પોતાના પૂર્ણ સ્વરૂપ ઉપર નજર કરતો નથી અને વિકાર અને સંયોગ ઉપર નજર કરે છે તે જીવનો મિથ્યાત્વનો દોષ છે. ચૈતન્યના મહાન અસ્તિત્વને સ્વીકારતો નથી અને શુભ-અશુભ રાગ અને સંયોગોનું અસ્તિત્વ તે મારું અસ્તિત્વ છે એમ સ્વીકારે છે એ જ જીવનો ‘મિથ્યાત્વ' નામનો મહાદોષ છે. મારી વસ્તુ પૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ છે એવો સ્વીકાર થતાં–દષ્ટિ પ્રગટ થતાં રાગ-દ્વેષ અને સંયોગબુદ્ધિ હતી તે છૂટી જાય છે-મિથ્યાત્વ ટળી જાય છે અને સમ્યફ જ્ઞાનના નિર્મળ પ્રકાશમાં ચૈતન્યસૂર્ય પ્રકાશે છે. નિર્મળ ચિત્ત એટલે જ્ઞાનની પર્યાયમાં ભગવાને આત્મા પ્રકાશિત થાય છે. - અજ્ઞાન અંધકારમાં અનંત ગુણના કિરણથી શોભતો ભગવાન આત્મા દેખાતો નથી, એક તરફ પડ્યો રહે છે અને વર્તમાનમાં શુભ-અશુભભાવ છે તેનો જ સ્વીકાર થાય છે કે આ હું છું. એ જ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ પણ વર્તમાન પર્યાયમાં છે. હવે આ વર્તમાન પર્યાયમાં અખંડ જ્ઞાનપિંડની સન્મુખ થઈને તેના શ્રદ્ધા-જ્ઞાન કરે તો એ પણ વર્તમાનમાં જ થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા જણાવા લાગે છે, વર્તમાનમાં જ તેની પ્રતીતિ આવે છે. ભાઈ ! આ તારી વર્તમાનની વાત છે. પુણ્ય-પાપના ભાવ કે જે વસ્તુના સ્વરૂપમાં નથી, અભૂતાર્થ છે તેને જ પોતાનું અસ્તિત્વ માનીને તું દુઃખને વેદી રહ્યો છો. હવે જો Page #521 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો તું. એ પુણ્ય-પાપાદિ વિકારથી વિમુખ થઈને તેનાથી વિરૂદ્ધ એવા નિર્મળ રાગાદિ રહિત પરિણામમાં પરમાત્માને શ્રદ્ધામાં લે તો તને વર્તમાનમાં જ આનંદનો અનુભવ થાય. મિથ્યાત્વભાવમાં રાગ-દ્વેષ જેટલો જ પોતાને માને છે તેથી દુઃખ થાય છે. વાસ્તવમાં પોતે તો પૂર્ણ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે તેને જો જ્ઞાનમાં ગ્રહણ કરે તો જ્ઞાનની દશા નિર્મળ થાય. તે મેલ વિનાની નિમેળ દશામાં ચૈતન્યસૂર્ય દેખાય અને સુખરૂપ પરિણતિ પ્રગટ થાય. આત્મા એક જ્ઞાનગુણવાળો જ નથી. આત્મા તો અનંતગુણમય છે. એ અનંતગુણના કિરણવાળો એટલે અનંતગુણના સ્વભાવવાળા આત્માને જ્ઞાનમાં જાણતાં અનંતગુણના અંશ એટલે પર્યાય પ્રગટ થાય છે. અનંતગુણની અનંતપર્યાય પ્રગટ થાય છે. પર્યાયમાં આખું વીતરાગ દ્રવ્ય ભાસે ત્યારે તે પર્યાયને વીતરાગી પર્યાય કહેવામાં આવે છે_ વાદળા દૂર થતાં જે સૂર્ય પ્રકાશે છે તેમાં તો હજાર કિરણો જ છે પણ આ ચૈતન્યસૂર્યમાં તો અનંતા કિરણો છે એટલે કે અનંત ગુણરૂપી શક્તિ પડી છે તેની શ્રદ્ધા અને જ્ઞાન કરતાં તે અનંતા ગુણની નિર્મળતા લેતું પ્રગટ થાય છે. બોલો ! મુબંઈમાં કે પરદેશમાં એ કાંઈ મળે ખરું! ત્યાં તો પૈસા, મકાન, ફર્નિચર આદિ ધૂળ મળે...એ કાંઈ આત્માને મળતું નથી. આત્માને તો તેની મમતા મળે છે, તેનાથી આત્મા દુઃખી થાય છે. બાકી શરીર કે પૈસા આદિ તો આત્માને અડતા પણ નથી. તેને તો આ પૈસાદિ મારાં છે અને આનંદકંદ ચૈતન્ય મારો નહિ એવી મિથ્યાશ્રદ્ધા સ્પર્શે છે અડે છે–થાય છે. ભગવાન આત્મા પરમાં તો રહેતો નથી પણ પરભાવ એટલે શુભાશુભ વિકલ્પમાં પણ આત્મા રહેતો નથી. આમાં તો અસંખ્યપ્રદેશી પોતાના સ્વક્ષેત્રમાં રહે છે. આત્મા તો અનંતગુણથી ઓપતો ચૈતન્યસૂર્ય છે. સત્ સ્વરૂપ પ્રભુ છે. જે જ્ઞાનમાં આવો આત્મા જણાય છે તે જ્ઞાનને અનુભૂતિ કહેવામાં આવે છે. જ્ઞાનમૂર્તિ ભગવાનનો અંતરમાં શ્રદ્ધા-જ્ઞાન દ્વારા સ્વીકાર આવ્યો તેને એ શ્રદ્ધા-જ્ઞાન કાયમ ટકી રહે છે. તેથી સંવર અને નિર્જરા પણ ચાલુ જ રહે છે; ભગવાન આત્મા એવો ને એવો ટકી રહે છે તેમ તેની શ્રદ્ધા-જ્ઞાન પણ ટકી રહે છે, તેથી સંવર અને નિર્જરા પણ કાયમ તેની સાથે જ રહે છે. વીતરાગ સ્વભાવના અવલંબનથી જેટલી વીતરાગતા પ્રગટી તે સદાય જીવની સાથે જ રહે છે. આ ૧૧૯ ગાથા થઈ. હવે ૧૨૦ ગાથામાં આચાર્યદવ કહે છે કે, જેમ મેલા દર્પણમાં રૂપ દેખાતું નથી તેમ, રાગાદિથી મલિન ચિત્તમાં શુદ્ધ આત્મસ્વરૂપ દેખતું નથી. ગાથાર્થ :–રાગથી રંજિત મનમાં રાગાદિ રહિત આત્મદેવ દેખાતા નથી, જેમ મેલા દર્પણમાં મુખ દેખાતું નથી તેની જેમ. આ વાત હે પ્રભાકર ભટ્ટ ! તું સંદેહ રહિત જાણ ! ૧૨૦ Page #522 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૫ / [ ૫૯ પુણ્ય-પાપથી મલિન ચિત્તમાં નિર્મળાનંદ પ્રભુનો પ્રકાશ ક્યાંથી દેખાય ! પ્રભુ એટલે આત્મા પોતે, અહીં બીજાં પ્રભુની વાત નથી. ચૈતન્ય પોતે જ દેવ છે, રાગની એકતાથી રંગાયેલા ચિત્તમાં વીતરાગી ચૈતન્યના દર્શન ક્યાંથી થાય ! ન જ થાય. જેમ દર્પણ મેલું હોય તો તેમાં મુખ દેખાતું નથી તેમ જેનું હૃદય રાગરૂપી મેલથી મેલું છે તેને નિર્મળ એવો આત્મા રાગમાં દેખાતો નથી. એમ નિઃશંક સમજો. સંદેહ રહિત નક્કી કર કે રાગથી મલિન મનમાં આત્મા દેખાય જ નહિ અને રાગથી રહિત નિર્મળ મનમાં ભગવાન આત્મા દેખાયા વિના રહે જ નહિ એમ નિભ્રતિ થા. ભાવાર્થ યોગીન્દ્રદેવ એમ ઉપદેશ છે કે જેમ સહસ્ત્ર કિરણોથી શોભિત સૂર્ય આકાશમાં પ્રત્યક્ષ દેખાય છે પરંતુ મેઘસમૂહથી ઢંકાયેલાં આકાશમાં સૂર્ય દેખાતો નથી તેમ, કેવળજ્ઞાનાદિ અનંત ગુણરૂપ કિરણોથી લોકાલોકને પ્રકાશવાવાળો ચૈતન્યસૂર્ય આ દેહરૂપી ઘટમાં શક્તિરૂપે બિરાજમાન હોવા છતાં કામ-ક્રોધાદિ રાગ-દ્વેષ ભાવોસ્વરૂપ વિકલ્પજાળરૂપ વાદળોથી ઢંકાયેલો હોવાથી દેખાતો નથી. ભગવાન આત્મા તો સ્વભાવથી જ જાણનાર–દેખનાર છે તેથી લોકાલોક હો કે ગમે તે હો તે જ્ઞાનમાં જણાય છે. આ તો શેયનું માપ બતાવ્યું કે ત્રણકાળ ત્રણલોકરૂપ શેયને આત્મા એક સમયમાં જ્ઞાનમાં જાણી લે એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. આવો સ્વભાવવાન આત્મા ક્યારે છે અને ક્યાં છે?—કે ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા અત્યારે જ આ દેહરૂપી ઘટમાં બિરાજે છે–વિદ્યમાન જ છે. દેહમાં પણ દેહથી તદ્દન ભિન્ન....તદ્દન ભિન્ન ભગવાન અંદરમાં બિરાજે છે તેમાં વર્તમાનમાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટરૂપ નથી પણ કેવળજ્ઞાન થાય એવી શક્તિ અત્યારે જ અંદરમાં રહેલી છે. જેમ અબરખમાં હજારપૂટ થવાનું સામર્થ્ય છે તેમ, આત્મામાં અનંત જ્ઞાન, આનંદ, અનંત વીર્યનું સામર્થ્ય રહેલું છે. આવો નિજશુદ્ધાત્મરૂપ પરમ જ્યોતિ ચિતૂપ સૂર્ય સાક્ષાત્ "અસ્તિ ધરાવતો હોવા છતાં બહિર્મુખી લાગણીના મેલમાં આ ભગવાન દેખાતો નથી. જુઓ ! કેવળજ્ઞાનાવરણી પ્રકૃતિના કારણે જ્ઞાનસૂર્ય દેખાતો નથી એમ ન કહ્યું, પણ પોતે જ ઊંધો પડ્યો છે તેથી વિકારની એકાગ્રતામાં જ્ઞાનસૂર્ય દેખાતો નથી. વાદળમાં સૂર્ય દેખાતો નથી તેમ રાગાદિ વિકારની એકાગ્રતામાં ભગવાન સૂર્યના દર્શન થતાં નથી તો કોઈ એમ કહે કે આત્મા દેખાય કે ન દેખાય પણ અમારે તો ધર્મ કરવો છે ભાઈ ! આત્માને દેખવો તે જ ધર્મ છે. અખંડાનંદ પ્રભુ આત્મા રાગમાં એકાકાર થઈને રહે છે એ જે તેની અધર્મદશા છે. અધર્મ ક્યાંય બહારમાં હોતો નથી. અનંત ગુણના પુંજને દૃષ્ટિમાં ન લેતાં, એકલા રાગ-દ્વેષમાં એકાકાર થઈને રહેવું એ જ તેની અધર્મદશા છે. હવે જો તેને ધર્મ કરવો હોય તો રાગની એકાકારતા છોડીને ત્રિકાળી જ્ઞાનાનંદ ભગવાનમાં એકતાબુદ્ધ 'કરતાં તેને નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ પ્રગટ થાય તેને “ધર્મ કહેવામાં આવે છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કેવલિ પ્રરૂપિત ધર્મ જ શરણ છે, મંગલ છે અને ઉત્તમ છે એમ રોજ માંગલિક બોલી જવાથી માંગલિક થતું નથી. કેવલિ પ્રરૂપિત ધર્મ શું છે તેને પહેલાં જાણ તો ખરો ! પણ અજ્ઞાનીને એ કાંઈ જાણવું નથી તેને તો સવારમાં માંગલિક બોલીને દુકાન ખોલીએ તો દુકાન સારી ચાલે, ઘરમાં બધી અનુકૂળતા રહે એવી આશાઓ પડી હોય છે. આ બધા મિથ્યાશ્રદ્ધાના લક્ષણ છે. આ મળે તે મળે એવી ભાવના છે પણ ભગવાન કેમ મળે તેની ખબર નથી અને તેની ભાવના પણ નથી. અનંતગુણનો પિંડ આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે જેવો જોયો છે તેવો શ્રદ્ધામાં લેવો, તેમાં એકતા કરવી અને પુણ્ય-પાપની એકતા તોડવી તેનું નામ ધર્મ છે. તે વીતરાગી પર્યાય છે. વીતરાગ સ્વભાવ જ્ઞાનમાં જણાયો તે જ્ઞાન ધર્મ છે. જે શ્રદ્ધામાં આત્મા પ્રતીતમાં આવ્યો તે શ્રદ્ધા સમ્યગ્દર્શનરૂપ ધર્મ છે અને જેટલાં અંશે આત્મામાં ઠર્યો એટલા અંશે તે ચારિત્રરૂપ ધર્મ છે. કેવળી પણતો ધમ્મો આ છે. સંપ્રદાયમાં આ વાત જ નથી. ગાડી પાટેથી ઉતરી ગઈ છે અને ગાડી ચાલે છે એમ માને છે પણ ચાલીને ક્યાં જાય છે એ જો તો ખરો ! દિશા બદલાવવાની જરૂર છે તેની તો તેને ખબર નથી. યોગીન્દ્રદેવ પણ મહાન સંત થઈ ગયા, છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતાં ઝૂલતાં વિકલ્પ આવ્યો અંતે આવા શાસ્ત્રો લખાઈ ગયા છે, આગળ ૧૨૨મી ગાથામાં તેમને ભગવાન યોગીન્દ્રદેવ કહ્યા છે. હંસ ક્યાં વસે છે !—કે માનસરોવરમાં. તેમ ભગવાન આત્મા ક્યાં વસે છે ! —કે નિર્મળ જ્ઞાનપર્યાયમાં ભગવાન આત્મા વસે છે. હંસ કોઈ નદી કે દરિયામાં વસતા નથી એ તો જ્યાં મોતી પાકતા હોય એવા માનસરોવરમાં જ વસે છે કેમ કે હંસને મોતીનો ચારો જ જોઈએ છે તે કાંઈ જુવાર કે બાજરાના ચારા ચરતાં નથી. રેતી અને દાણાને જુદા પાડી હંસ મોતીને જ મોઢામાં લે છે. તેની ચાંચમાં જ મોતી ઓગળીને પેટમાં જાય છે. તેમ ધર્મી રૂપી હંસલા ચૈતન્યના માનસરોવરમાં જ વસે છે કે જ્યાં શાંતિ અને આનંદનું વેદન થાય છે. સભ્યશ્રદ્ધા-જ્ઞાન દ્વારા ધર્મી આવા માનસરોવરના મોતીને ચરે છે. ધર્મી પુણ્ય-પાપના ચારાને ચરતાં નથી. અજ્ઞાનરૂપી કાગડાં માંસ જેવા પાપના ચારાં ચરે છે. પરમાનંદની મૂર્તિની શ્રદ્ધા-જ્ઞાનના ચારાને છોડી પુણ્ય-પાપને સેવે છે. રાતના છાણ પડ્યું હોય તેમાં જીવાંત થઈ ગઈ હોય તેને કાગડાં સવારે ચાંચથી અંદરથી જીવડા ગોતીને ખાતા હોય છે તેમ પૂર્ણાનંદ અને શાંતિના સરોવરની શ્રદ્ધા છોડીને અજ્ઞાની એકલાં પુણ્ય-પાપ અને શરીર તે જ હું એવી મિથ્યા માન્યતાના ભાવમાં અજ્ઞાનીને એકલા રાગ-દ્વેષનો જ ખોરાક હોય છે. અહીં કહે છે કે કામ-ક્રોધાદિ અને રાગ-દ્વેષાદિ વિકલ્પ જાળોથી ઢંકાયેલો આત્મા દેખાતો નથી. પરમાત્મા હાજરાહજૂર બિરાજે છે છતાં વિકલ્પની આડમાં તે દેખાતો નથી' Page #524 -------------------------------------------------------------------------- ________________ 5 પ્રવચન-૭૫ ] [ ૫૧૧ તેને વિકલ્પની મમતા તોડીને સમ્યક્-શ્રદ્ધા-જ્ઞાનમાં દેખવો તેનું નામ જ ધર્મ છે. વીતરાગ માર્ગમાં આ સિવાય બીજો કોઈ ધર્મ નથી. અરે ! એને એમ થાય છે કે આમાં વ્યવહારનો લોપ થાય છે પણ બાપુ ! વ્યવહારનો લોપ થશે તો જ નિશ્ચય પ્રગટશે. નિશ્ચય પ્રગટ્યા વિના તેને વ્યવહાર કહેવાતો પણ નથી. વ્યવહાર ઘટતો જાય અને સ્થિરતા વધતી જાય ત્યારે જ ધર્મની વૃદ્ધિ થાય છે. પણ અરે ! જગતને પીરસણા મળ્યાં ઘણાં પણ ઊંધા મળ્યાં તેથી સત્ય વસ્તુ શું છે એ દૃષ્ટિમાં આવવી મુશ્કેલ પડે છે. મેઘથી ઢંકાયેલો સૂર્ય દેખાતો નથી, તેમ રાગાદિથી મલિન ચિત્તમાં ભગવાન આત્મા દેખાતો જ નથી. જો રાગમાંથી એકતા તોડે અને ભગવાન આત્મામાં આદરપૂર્વક એકતા કરે તો પ્રભુના દર્શન થાય, શ્રદ્ધામાં આખો જ્ઞાનસૂર્ય આવી જાય અને જ્ઞાનમાં પણ આત્મા આવો છે એવું જ્ઞાન થઈ જાય છે. આવી શ્રદ્ધા-જ્ઞાનની પર્યાયને ધર્મ કહે છે. એ સિવાય સામાયિક લઈને બેસી જવું કે પોષા કરવા કે ૯૯ જાત્રા કરવી એ કોઈ ધર્મ નથી તેમાં તો શુભભાવ હોય એટલું પુણ્ય બંધાય પણ સંવર-નિર્જરા ન થાય. જે પુણ્ય-પાપથી રહિત સંબંધ સ્વરૂપ ભગવાનને લક્ષમાં લે તેને રાગરહિત શ્રદ્ધા-જ્ઞાન થાય છે તે જીવ જ્યારે સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે તેને સામાયિક કહેવાય છે. જેને હજુ વિષયોનો રસ છે—તેમાં જ લીન છે તેને તો નિજપરમાત્માના દર્શન પણ થતાં નથી એ વાત હવે ૧૨૧મી ગાથામાં કહે છે. ગાથાર્થ ઃ—જે પુરુષના ચિત્તમાં મૃગના સમાન નેત્રવાળી સ્ત્રી વસી રહી છે તેને પોતાના શુદ્ધાત્માનો વિચાર હોતો નથી. એમ હે પ્રભાકર ભટ્ટ ! તું તારાં મનમાં વિચાર કર. એક મ્યાનમાં બે તલવાર રહી શકે જ નહિ. ૧૨૧. જગતમાં અજ્ઞાનીઓને સ્ત્રીનો પ્રેમ વિશેષ હોય છે તેથી આચાર્યદેવ આ વિષયનું નામ લઈને કહ્યું છે. ભગવાન આત્માનો ભોગ લેવાનું છોડીને એકલા સ્ત્રીના ભોગની આસક્તિમાં એકાકાર થઈને પડ્યો હોય તેને એ આસક્તિના અંધકારમાં ચૈતન્ય ક્યાંથી દેખાય ! જેના હૃદયમાં સ્ત્રીઓ અને રાગ વસ્યો છે તેને ભગવાન આત્માનો વિચાર પણ આવતો નથી તે આત્માને વિષય તો ક્યાંથી બનાવે ! વિષય બનાવવો એટલે કે આત્માને લક્ષમાં લેવો એ કામ અજ્ઞાની વિષયીથી થઈ શકતું નથી. પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિને પણ સ્ત્રી તો હોય છે ને !–હા. સ્ત્રી હોય છે પણ તેની દૃષ્ટિમાં સ્ત્રી વસી નથી, તેના જ્ઞાનમાં રાગ વસ્યો નથી, તેની દૃષ્ટિ અને જ્ઞાનમાં તો ભગવાન વસેલાં છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી ૯૬,૦૦૦ રાણીના વૃંદમાં બેઠા હોય પણ તેના હૃદયમાં સ્ત્રી વસેલી નથી અને સ્ત્રી પ્રત્યેનો અશુભરાગ છે પણ તેમાં એ પોતાનું અસ્તિત્વ માનતો નથી. જેને અતીન્દ્રિય આનંદના સ્વાદ આવ્યા છે તેને વિષયોમાં સ્વાદ ક્યાંથી આવે ! સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં ચૈતન્ય ભાસ્યો છે એટલું જ નહિ પણ, અનાકુળ આનંદના સ્વાદ સહિત ચૈતન્યનું Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો જ્ઞાન થયું છે. એ અતીન્દ્રિય સ્વાદના લોલુપી સમ્યગ્દષ્ટિને સ્ત્રી આદિ વિષયોમાં લોલુપતા ન હોય. તેનો અર્થ એવો નથી કે સ્ત્રીને છોડી દે પણ સ્ત્રી હોવા છતાં તેને વિષયની વાસનાનો પ્રેમ ન હોય. જેને શ્રી આદિ વિષયો પ્રત્યેની વાસનાનો પ્રેમ છે તેને નિર્વિકારી ભગવાન આત્માનો અને તેના અનાકુળ આનંદનો પ્રેમ નથી અને જેણે ભગવાન પૂર્ણ અનાકુળ આનંદના નાથને શેય બનાવ્યો છે તેના હૃદયમાં તો એ નાથ વસે છે. તેને વિષયોનો પ્રેમ હોતો નથી. જેના જ્ઞાનમાં આત્મા વસ્યો છે તેને રાગના ભોગકાળે પણ શ્રદ્ધા-જ્ઞાનમાંથી આત્મા ખસતો નથી. અને અજ્ઞાની કદાચ ધર્મના નામે બાહ્યક્રિયા કરવામાં પડ્યો હોય પણ તેના જ્ઞાનમાં એક ક્ષણ પણ ભગવાન આત્મા વસ્યો નથી. તેના જ્ઞાનમાં તો વિકલ્પ અને રાગ જ વસેલાં છે. જે ભોગની આસક્તિમાં અર્પાઈ ગયો છે તેના શ્રદ્ધા જ્ઞાનમાં વીતરાગ ચિદાનંદ સ્વરૂપ કેવી રીતે આવે ! હજારો રાણીઓને છોડીને બેઠો હોય પણ જેના રાગમાં વિષય વસેલો છે તેના રાગમાં સ્રી વસેલી છે. ભગવાન આત્મા તેના રાગમાં ન આવે, એ તો રાગથી પૃથક્ થઈને અરાગી શ્રદ્ધા-જ્ઞાનમાં આત્માને વસાવે તો એ નિર્મળ જ્ઞાનમાં ભગવાન આવે, રાગમાં ભગવાન કદી ન આવે. રાગનો પણ આદર હોય અને ચૈતન્યનો પણ આદર હોય એમ બે જાતનો રાગ એક સાથે રહી શકતો નથી. જેમ એક મ્યાનમાં બે તલવાર સમાતી નથી તેમ રાગની રુચિમાં રોકાયેલાને ભગવાન આત્માની રુચિ તો નહિ થાય પણ તેનો વિચાર સુદ્ધાં આવતો નથી. આમ હે પ્રભાકર ભટ્ટ તું વિચાર કર ! બહુ ખેદની વાત છે કે એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી. જ્યાં ભગવાન વસે ત્યાં રાગ કેમ હોય! અને જ્યાં રાગ વસ્યો છે ત્યાં ભગવાન કેમ હોય ! આ સમ્યગ્દષ્ટિથી માંડીને બધાં જ્ઞાનીની વાત છે. ચોથા ગુણસ્થાનથી જ જ્ઞાનીના જ્ઞાનમાં આત્મા વસી જાય છે તેને રાગાદિ ભાવ થાય છે પણ તે દૃષ્ટિમાં વસતાં નથી. કેમ કે તેની દૃષ્ટિમાં રાગને રહેવા માટે સ્થાન જ હોતું નથી. દૃષ્ટિમાં એક પૂર્ણાનંદના નાથનું જ સ્થાન છે. રાગના પ્રેમમાં આત્મા વસતો નથી અને આત્માના પ્રેમમાં રાગ વસતો નથી. આમ કહીને, આચાર્યદેવે ભગવાન આત્માની પ્રાપ્તિનું માહાત્મ્ય બતાવ્યું છે. અંતરદૃષ્ટિ થતાં જ રાગનો પ્રેમ છૂટી જાય છે. * Page #526 -------------------------------------------------------------------------- ________________ રાગના કર્તાપણાનું વ્યસન થઈ ગયું છે ? ત્યાં જ્ઞાતાપણું કેમ ભાસે? (સળંગ પ્રવચન નં. ૭૬) આજે કુંદકુંદાચાર્યના આચાર્યપદ-આરોહણનો દિવસ છે. માગશર વદ આઠમના દિવસે આચાર્યપદ પ્રાપ્ત થયું હતું. તે વખતે કુંદકુંદાચાર્ય મહારાજ જૈનશાસનના મોટા સૂર્ય હતા. આચાર્યપદની પોતાની લાયકાત હતી. તે કાંઈ કોઈના દેવાથી મળતું નથી. સવારમાં કુંદકુંદાચાર્યનો એક શબ્દ “સવ સિદ્ધ' યાદ આવ્યો હતો. આચાર્ય કહે છે કે હું સર્વ સિદ્ધને મારા જ્ઞાનમાં સ્થાપું છું અને શ્રોતાઓની પર્યાયમાં પણ અનંત સિદ્ધને સ્થાપું છું. આમ કહીને એ સિદ્ધ કરવું છે કે જેણે જ્ઞાનની પર્યાયમાં “સર્વજ્ઞપદ' ને સ્થાપ્યું તે તો જાણનાર-દેખનાર જ રહેશે. જેના જ્ઞાનમાં સર્વજ્ઞ બેઠા તેને પરના કામ કે રાગના કામ સોંપાય નહિ. એક સર્વજ્ઞને સ્વીકારો તેમાં અનંત સર્વજ્ઞનો સ્વીકાર આવી જાય છે કેમકે એક સર્વજ્ઞ પર્યાયમાં અનંત સર્વજ્ઞ જણાય છે. એક સમયમાં અનંત સિદ્ધો અને લોકાલોકને જાણે છે એવી એક સર્વજ્ઞપર્યાયને જેણે પોતાના જ્ઞાનની વર્તમાન પ્રગટ અલ્પજ્ઞપર્યાયમાં સ્થાપી. તેનું લક્ષ જ્ઞાયક ઉપર જ જાય છે અને તે જ્ઞાતા-દેષ્ટા થઈ જાય છે. માટે આચાર્યદવ કહે છે કે તું જ્ઞાતા-દેષ્ટા થા તે માટે અમે તને સમયસાર કહેશું, સમયસારમાં અમે જ્ઞાયકભાવપણું–જ્ઞાતા-દષ્ટાપણું જ સમજાવશું. જે જીવ સ્વના લશે જાણનાર થયો તે પરને પણ જાણવાનું જ કામ કરે છે. એ જાણવાના કાર્યમાં પાંચેય સમવાય સાથે આવી જાય છે. ૧. સ્વભાવ, ૨. પુરુષાર્થ, ૩. ભવિતવ્ય, ૪. નિયતકાળ, ૫. નિમિત્ત. એ પાંચેય ભાવને પુરુષાર્થીના કાર્યમાં ભગવાને એક સાથે જોયા છે. સર્વજ્ઞની પર્યાય જેના જ્ઞાનમાં બેઠી છે તેને એક જ સમયમાં શાન સ્વભાવ છે, જ્ઞાતાપણાનો પુરુષાર્થ થઈ રહ્યો છે, તે જ કાળે એવી યોગ્યતાવાળો. દર્શનમોહ અને ચારિત્રમોહના ઉદયનો અભાવ છે, અને તે જ કાળે પ્રગટ થનારી પર્યાય પ્રગટે છે અને એ જ પ્રકારનો ભાવ છે. આથી સવારે વિચારમાં એમ લાગ્યું કે અનિયત માનનારા સર્વશને માનતાં જ નથી, અલ્પજ્ઞ જ માને છે. જીવનો સર્વજ્ઞસ્વભાવ અને તે પ્રકારની સર્વજ્ઞદશાને તે માનતા નથી. ઘણાં વર્ષ પહેલાં ૭૬ની સાલમાં એક વાત થઈ હતી કે જેમ, જંબૂઢીપમાં એક જંબુ નામનું વૃક્ષ શાશ્વત છે તેના ઉપરથી આ જંબૂદીપ કહેવાય છે. તે વૃક્ષમાં આણાઢિયસ નામના દેવ વસે છે તેમ બહુશ્રુત એટલે જ્ઞાનની પર્યાયમાં સર્વશ વસે છે. તે દિવસે તો એમ કહ્યું હતું કે “જ્ઞાનીના જ્ઞાનમાં તીર્થકર વસે છે' એવો આ કોઈ અલૌકિક માર્ગ છે. આચાર્યદેવ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કહે છે કે સાંભળનાર અને કહેનારના જ્ઞાનમાં અમે સર્વજ્ઞને સ્થાપીએ છીએ. અમારા જ્ઞાનમાં સર્વજ્ઞને સ્થાપીએ છીએ. અમારા જ્ઞાનમાં સર્વજ્ઞ બિરાજે છે તેથી સર્વજ્ઞના જ્ઞાન અને આજ્ઞા અનુસાર જ બધી વાત નીકળશે. સર્વશે જેવી જાણી, માની અને અનુભવી છે એવી જ વાણી નીકળશે. કેમકે અમારા જ્ઞાનમાં સર્વજ્ઞ બેઠા છે. કુંદકુંદાચાર્ય મહારાજ તો ગજબ વાત કરે છે કે અરે આત્મા ! અનંત સર્વજ્ઞને અમે પર્યાયમાં સ્થાપ્યા છે, હવે રાગનો કે નિમિત્તનો આદર ન હોઈ શકે. રાગ થાય તેનું જ્ઞાન હોય પણ આદર ન હોય. અહા ! જુઓ તો ખરા ! ચારે બાજુથી એક જ વાત સિદ્ધ થઈ 0 જાય છે. રાગ જાણેલો પ્રયોજનવાન છે પણ આદર ન હોય. અમે તો સર્વજ્ઞને અમારી દશામાં સ્થાપ્યા છે. સર્વજ્ઞ જેમ કોઈ પરદ્રવ્યને કે વિકલ્પને કરતાં નથી તેમ અમે પણ પરના કે વિકલ્પના કર્તા નથી. તો તમે કર્તા નથી તો શું છો? અમે તેના જ્ઞાતા છીએ હો ! અમારા જ્ઞાનમાં સર્વજ્ઞ સ્થપાયેલા છે તેથી રાગનું કર્તૃત્વ, સંયોગનું મેળવવું, સંયોગને દૂર કરવું એ કોઈ કાર્ય અમારામાં નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં બધું વ્યવસ્થિત છે. કાંઈ કરવા-ફેરવવાનું તેમાં નથી. કુંદકુંદાચાર્યે સમયસારના માંગલિકમાં જ સર્વજ્ઞને સ્થાપીને ગજબ કામ કર્યું છે. આ કાળે કુંદકુંદાચાર્યે તીર્થકરતુલ્ય કામ કર્યા છે. શુદ્ધાત્માની પૂર્ણ શુદ્ધદશા તે સાધ્ય છે. પૂર્ણ સર્વજ્ઞપણું સાધ્ય કરવું છે. અલ્પજ્ઞતામાં કે રાગમાં રહેવું નથી. આચાર્યદેવ શ્રોતાને કહે છે કે તમારામાં પણ અમે સિદ્ધને સ્થાપ્યા છે માટે તમારે પણ રાગના કર્તા નહિ થવાય. સર્વજ્ઞ જેમ રાગને જાણે છે તેમ તમારે પણ જાણનાર રહેવું પડશે. એક વિકલ્પમાત્રના પણ કર્તા તમે નહિ થાઓ ત્યારે તમે સર્વજ્ઞને હૃદયમાં સ્થાપ્યા કહેવાશે. જેણે જ્ઞાનની પર્યાયમાં સર્વજ્ઞને સ્થાપ્યા તેને અનિયત એવું કાંઈ છે જ નહિ. જેમ થાય છે–તેમ થાય છે, રાગ પણ થાય છે, કર્મ પણ થાય છે. નિમિત્ત પણ હોય છે. એ બધી વ્યવસ્થા જેમ થાય તેમ તેનો જાણનાર રહેજે કારણ કે આખો આત્મા જ્ઞાયકસ્વરૂપ છે એ અમારે સિદ્ધ કરવું છે. ગુરુ શિષ્યને કહે છે કે જ્ઞાયકપણું સિદ્ધ થતાં પર્યાયમાં અજ્ઞાતા-દેખાપણું જ આવે છે, બીજું કાંઈ આવતું નથી. ભગવાને જેમ કેવળજ્ઞાનમાં બીજા જીવના સમ્યગ્દર્શન-જ્ઞાનાદિ કાળમાં પાંચેય સમવાય એક સાથે જોયા છે તેમ જ્ઞાની પણ સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ અને નિમિત્ત આ પાંચેય સમવાયને સાથે જુએ ત્યારે તેણે પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞને સ્થાપ્યા કહેવાય. જેમ સર્વજ્ઞને કોઈમાં કાંઈ ફેરફાર કરવો નથી તેમ જેણે સર્વશને પોતાના જ્ઞાનમાં સ્થાપ્યાં તે પણ જ્ઞાતા થઈ ગયો તેને પણ કાંઈ ફેરફાર કરવાનો ભાવ નથી. જે થાય તેને જાણે છે તેમાં પાંચેય સમવાય પણ આવી જાય છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૬ ] ( ૧૧૬ કુંદકુંદાચાર્ય આચાર્યપદ-આરોહણ કરીને દુનિયાને સર્વશની આ વાત કહી છે. સર્વજ્ઞને જે કહેવું હતું તે જ સંતોએ પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞને સ્થાપીને પાત્ર જીવોને સર્વજ્ઞની વાત કહી છે. આત્મા “જ્ઞ સ્વભાવી છે એટલે “સર્વજ્ઞ સ્વભાવી છે. માટે જેણે પોતાની પર્યાયમાં સર્વજ્ઞને સ્થાપ્યા....તે સર્વજ્ઞ થવાના છે એ સિદ્ધ થઈ ગયું. તેને હવે કરવાનું કાંઈ રહેતું નથી. સર્વજ્ઞનું અને સર્વજ્ઞસ્વભાવનું વારંવાર લક્ષ રહ્યા જ કરશે તેથી “જ્ઞ” સ્વભાવની વૃદ્ધિ અને રાગનું ઘટવું થઈને તેને સર્વજ્ઞ અને વીતરાગદશા પ્રગટ થઈ જશે. નિશ્ચયથી જેણે પોતાની પર્યાયમાં સર્વજ્ઞને પધરાવ્યા તેને પર્યાયમાં વિકલ્પ પણ છે અને વાણીનો યોગ પણ છે પણ તે હોવા છતાં સાધકજીવ તેનો કર્તા નથી. સર્વજ્ઞ બધાના જાણનાર જ છે તેમ સાધક કહે છે અમે પણ અમારી પ્રગટેલી શક્તિ પ્રમાણે જાણનાર જ છીએ. કરનાર નથી. અમને અલ્પજ્ઞપણાનો રાગનો કે નિમિત્તનો આદર નથી, માત્ર તેનું જ્ઞાન થાય છે પણ આદર આવતો નથી. તેથી અહીં આચાર્યદેવ કહે છે કે એક મ્યાનમાં બે તલવાર ન સમાય. જ્યાં રાગની રુચિ અને રાગનું કામ પડ્યું છે ત્યાં જ્ઞાતાપણું ન વસે અને જ્યાં સર્વજ્ઞ સમાન જ્ઞાતાપણું વસે છે ત્યાં રાગાદિનું કર્તાપણું રહી શકતું નથી. હવે જુઓ ૧૨૧ ગાથાનો ભાવાર્થ :–વીતરાગનિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલો અનકુળતારૂપ પરમ આનંદ અતીન્દ્રિય સુખરૂપ અમૃત છે.....અહીં ત્રિકાળી સ્વભાવની વાત નથી પણ ઉત્પન્ન થયેલાં આનંદની વાત છે. સ્વભાવ તો દરેક આત્માનો અતીન્દ્રિય વીતરાગ નિર્વિકલ્પ આનંદની મૂર્તિરૂપ જ છે પણ જેણે તે સ્વભાવનો આદર કરીને સર્વજ્ઞને પોતાના આંગણે પધરાવ્યા તે આંગણા કેવા ઉજળાં હોય ! સર્વજ્ઞ અને સર્વજ્ઞસ્વભાવને દૃષ્ટિ, જ્ઞાન અને અનુભૂતિમાં લે તેની પર્યાયમાં અતીન્દ્રિય અમૃત-આનંદના પ્યાલા પીવાતાં હોય પણ જે આવા સ્વભાવને દૃષ્ટિમાં ન લે. વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ છું એમ ન માને અને રાગમય છું, રાગનો કરનારો છું એમ રાગના પ્રેમમાં પડ્યો છે તે પોતાના વીતરાગસ્વભાવનો વેરી છે. ભગવાન સર્વજ્ઞને જેવો અનાકુળ આનંદ અને સર્વજ્ઞદશા પ્રગટેલી છે એવો જ આત્મા અનાકુળ આનંદ અને સર્વજ્ઞસ્વભાવી છે તેને જેણે જ્ઞાનમાં વસાવ્યો તેને તો અતીન્દ્રિય અનાકુળ આનંદનું વેદન છે અને તે સ્વભાવને જ્ઞાનમાં નહિ વસાવતાં, રાગને જ્ઞાનમાં વસાવ્યો કે જે વસ્તુમાં નથી. તેને પર્યાયમાં આકુળતા અને દુઃખનું વેદના થાય છે. તેની દેષ્ટિમાંથી સર્વજ્ઞસ્વભાવ ખસી ગયો છે. અરે જેણે જ્ઞાનમાં વીતરાગસ્વભાવથી વિરુદ્ધ એવા રાગને વસાવ્યો છે—વિકારને રોપ્યો છે તેની પર્યાયમાં અવિકારી પર્યાય કયાંથી ઉત્પન્ન થાય ! એક મ્યાનમાં બે તલવાર Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ન રહી શકે. શાયકમૂર્તિ ભગવાનને જોવાની દૃષ્ટિ છોડીને આને જોવામાં રોકાઈ ગયો. આ એકત્વ સહિતના રાગની વાત છે. સમ્યગ્દષ્ટિને રાગ તો છે પણ એકત્વ નથી તેથી. ત્યાં રોકાયો નથી, એ તો રાગને જાણનારની ભૂમિકામાં બેઠે છે. રાગમાં બેઠો નથી. જેના ચિત્તમાં સ્ત્રીના રૂપને જોવાની અભિલાષા આદિથી ઉત્પન્ન હાવ-ભાવ અર્થાત્ ચિત્તમાં વિકાર કે સ્ત્રીને મારાં પ્રત્યે પ્રેમ વર્તે છે એમ કરીને રાગ કરે છે પણ ભગવાન આત્મામાં મારો આનંદ વર્તે છે તેની ખબર નથી. સ્ત્રીનું મુખ જ એના જ્ઞાનમાં વસે છે, અનાકુળ આનંદને તો જ્ઞાનમાંથી એણે ખસેડી દીધો છે. પ્રેમાળ આંખની કટાક્ષતા જોવા રાગથી રોકાઈ ગયો છે. સમ્યગ્દર્શનનો જે વિષય છે એવા આનંદમૂર્તિસ્વભાવને જોવાને બદલે સ્ત્રીને જોવામાં રોકાઈ ગયો છે. પોતાના સ્વભાવમાંથી તો પોતાની જાતની અવિકારી પર્યાય ઉત્પન્ન થવી જોઈએ તેને બદલે રાગમાં રોકાયો તેથી વિકારી પર્યાય જ ઉત્પન્ન થાય છે કે જે પોતાની જાતની નથી. વિકલ્પજાળોથી મૂર્છિત અને વાસિત એટલે પાંચઇન્દ્રિયના ભોગોની વિકલ્પજાળમાં જ વાસિત થઈ ગયો છે અને અતીન્દ્રિય આનંદમૂર્તિ ભગવાનને દૃષ્ટિમાંથી દૂર કરી દીધો છે, રાગમાં જ રંજિત થઈ ગયો છે, વિકલ્પમાં પરિણત ચિત્ત થઈ ગયું છે તે ચિત્તમાં ભગવાન આત્મા કેમ વસે ! મલિનતામાં રોકાયેલા ચિત્તમાં બ્રહ્માનંદપ્રભુ આત્મા કેમ વસે ! અહો ! જેણે પર્યાયમાં સર્વજ્ઞને અને સર્વજ્ઞસ્વભાવને સ્થાપ્યો તેમાં રાગની એકતા કેમ આવે ! અને રાગની વાસનામાં મૂર્છાઈ ગયેલી પર્યાયમાં ચૈતન્યમૂર્તિ આત્મા કેમ આવે ! એક મ્યાનમાં બે તલવાર સાથે ન રહે તેમ રાગ અને જ્ઞાન બંને એક પર્યાયમાં સાથે વસે નહિ. સર્વજ્ઞસ્વભાવને પર્યાયમાં ન વસાવ્યો અને રાગની એકતા કરીને રાગને વસાવ્યો ત્યાં સર્વજ્ઞસ્વભાવી ભગવાન તેની પ્રતીતિમાં કેમ આવે ! અને જો સર્વજ્ઞસ્વભાવી ભગવાનને પર્યાયમાં વસાવીશ તો ત્યાં રાગની એકતાનું વસવું નહિ રહે, રાગ ભિન્ન રહેશે. અને જો રાગને વસાવીશ તો ભગવાન ભિન્ન રહેશે. એક પરિણતિમાં બન્ને નહિ સમાય. રાગને કરવા અને ભોગવવાની મીઠાશમાં પડ્યો છે તેની પર્યાયમાં ચૈતન્ય ભગવાન આવીને કેમ વસે ! (ન જ વસે). રાગના કર્તાપણાનું વ્યસન થઈ ગયું છે, તેમાં મીઠાશ વેદાય છે ત્યાં જ્ઞાતાપણું તેને કેમ ભાસે! વિકલ્પની વાસનાનો પ્રેમ અને ચૈતન્યનો પ્રેમ એ બંને સાથે ન હોય શકે. જે જ્ઞાનઘરમાં જ્ઞાતા-દેષ્ટા સ્વભાવ વસશે ત્યાં રાગ વસવા નહિ આવી શકે. રાગ તો પર ઘરમાં રહેશે. એક જ ચિત્તમાં બ્રહ્મ-વિદ્યા અને વિષય-વિનોદ એ બન્ને સમાતા જ નથી. બ્રહ્મ-વિદ્યા વસે ત્યાં વિષય-વિનોદ કેમ આવે ! અને વિષય-વિનોદ હોય ત્યાં બ્રહ્મ-વિદ્યા કેમ વસે ! આ કાંઈ બાહ્ય-ત્યાગની વાત નથી. અંદરમાં આત્મા વિષય—વિનોદાદિ રાગનો ત્યાગી જ છે તેવા સ્વભાવનો આશ્રય લેનારા જ્ઞાની પણ ત્યાગી જ છે. જેના Page #530 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૬ / ( ૧૧૭ શ્રદ્ધા-જ્ઞાનમાં જાણનાર જ્ઞાયક જાગ્યો ત્યાં રાગનો ત્યાગ જ છે. સમ્યજ્ઞાનમાં રાગાદિ નવકાર વસતો જ નથી. ભગવાન આત્મા મહાન મહાન મહાન સ્વભાવવાળી વસ્તુ છે એ મહાન સ્વભાવ જેની દૃષ્ટિમાં આવ્યો તેની દૃષ્ટિમાં રાગ અને પરદ્રવ્ય બિલકુલ વસતાં જ નથી. એનામાં રાગ છે જ નહિ. અજ્ઞાનીને બહુ મોટી વાત લાગે પણ પ્રભુ! તું નાનો નથી. તું તો એવો મોટો છો કે તારી કથની સર્વજ્ઞના કથનમાં પણ પૂરી આવી શકતી નથી. અનુભવમાં જે આવે છે તે વાતોથી પૂરું પડે તેમ નથી. એવડો મોટો તું છો. પુણ્ય-પાપ અધિકારમાં (૧૬) ગાથામાં) કાંઈ વાત કરી છે! વિકલ્પની એકતા કરે છે ત્યાં પર્યાયમાં સર્વદર્શિ અને સર્વજ્ઞસ્વભાવ રોકાઈ જાય છે. રાગની પ્રતીતમાં સર્વદર્શિ-સર્વજ્ઞસ્વભાવી ભગવાનની પ્રતીત આવતી નથી. રાગની રુચિમાંથી ગુંલાટ મારીને સર્વદર્શિ-સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ કરે તે પુરુષાર્થ છે. એ વીર્યનું કામ છે. ઊંધા વીર્યમાં સર્વજ્ઞસ્વભાવ ઢંકાઈ જાય છે. પુણ્યનો વિકલ્પ મારો છે અમે મારું કર્તવ્ય છે એમ માને છે ત્યાં સ્વભાવ ઢંકાઈ ગયો છે. હવે તેને શુભપરિણામથી આત્માને ખોલવો છે એ કેમ 'ખૂલે ! શુભપરિણામથી આત્માનો સ્વભાવ પ્રગટે એમ માનનારો ભીંત ભૂલ્યો છે. મોટા મેરુપર્વતને ઉપાડીને ભૂકો કરી નાંખ્યો એના જેવી એ ભૂલ છે. - સવારે તો મગજમાં એ વાત આવી હતી કે અનિયત માનનાર અલ્પજ્ઞપણાને જ સ્થાપે છે, વસ્તુની પર્યાય અલ્પજ્ઞ જ હોઈ શકે અને તેની શક્તિ પણ અલ્પ જ હોઈ શકે એમ તેમાંથી સિદ્ધ થાય છે. શક્તિએ આત્મા સર્વજ્ઞ છે અને પર્યાયમાં સર્વજ્ઞ થઈ શકે છે એ વાત જ તેની શ્રદ્ધામાં ન રહી. એ ભલે બીજી રીતે માનતો હોય પણ તેની માન્યતામાંથી સિદ્ધ તો આ જ થાય છે કે વસ્તુ બધી રીતે અલ્પજ્ઞ છે. અહીં તો પ્રથમથી જ પ્રતીતમાં સર્વજ્ઞસ્વભાવનો અને સર્વજ્ઞપર્યાયનો વિશ્વાસ આવી જાય છે. આચાર્ય મહારાજ કહે છે એ પ્રતીતમાં પણ તેને વિકલ્પનું કર્તુત્વ ન હોય. તેથી પુણ્ય-પાપ અધિકારમાં આ શ્લોક મૂક્યો છે કે સર્વદર્શિ-સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા અને પુણ્ય-પાપનું કર્તુત્વ એ બંને એક સમયની પર્યાયમાં સાથે ન રહી શકે. ભાઈ ! આ તો શાંતિથી અને ધીરજથી સમજવાની વાત છે. આ કાંઈ વાદ-વિવાદની વાત નથી. આ તો ઘરની વાતો ઘરથી સમજાય, વાદ-વિવાદથી ન સમજાય. આહાહા ! સવ્વપાળી સંધ્ય ...આ શબ્દ જ્યાં સામે આવે છે ત્યાં એ તત્ત્વ કેવડું મોટું છે એ જ્ઞાનમાં તરવરી જાય છે. આત્મા એકલો જ્ઞાન અને દર્શનનો પિંડ જ છે. એ જો વિકલ્પના કર્તૃત્વમાં રોકાય તો તેને સર્વજ્ઞ-સર્વદર્શિ સ્વભાવની પ્રતીતિ રહેતી નથી. પુણ્ય-પાપના વિકલ્પના લાભમાં રોકાય તેને જ્ઞાતા-દષ્ટા સ્વભાવ પ્રતીતમાં આવતો જ નથી. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ * [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અને જો તેને સર્વદર્શિ-સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો ભરોસો આવ્યો, તો ત્યાં રાગનું કે પુણ્યનું કર્તુત્વ ઊભું નહિ રહી શકે. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે તેમ જ્ઞાતાપણું અને રાગનું કર્તાપણું સાથે રહી શકતું નથી. અહો ! એ આચાર્યપદનો કાળ, એ પ્રસંગે કલ્યાણકાળ. કહેવાય. આખા “ભરતક્ષેત્રમાં ધુરંધર આચાર્ય છે' એવા શબ્દો વિદેહક્ષેત્રમાં સીમંધરભગવાનના મુખેથી નીકળ્યા એ કાંઈ સામાન્ય વાત છે! કેવળીના મુખેથી જેના માટે વાણી આવે તેને બીજું શું જોઈએ ! ચક્રવર્તી ભગવાનને પૂછે છે–પ્રભુ ! આ કોણ છે? ત્યારે ત્રિલોકીનાથ સીમંધરભગવાનની વાણીમાં આવ્યું કે આ ભરતક્ષેત્રના પ્રવર (પ્રધાન) આચાર્ય છે. આહાહા....!' એવા એ આચાર્યદેવ કહે છે કે પુણ્યના પરિણામનું કામ સર્વજ્ઞપર્યાયને ન સોંપાય. ચક્રવર્તીને ઝાડું કાઢવાનું કામ ન સોંપાય. જેમ કોઈ માણસ ઉપર ચક્રવર્તી ખુશ થઈને કહે કે, માગ ! માગ ! ત્યારે પહેલાએ એમ ન કહેવાય કે મારા ઘરમાં બાર મહિનાથી કચરો ભર્યો છે તો સાહેબ ! વાસીદુ કાઢી નાખો. જેના ઘરે દાસના દાસને દાસ હોય એને એવા કામ સોંપાય ! અરે ! એની તો દાસી એવી હોય કે, હાથેથી હીરાનું ચૂર્ણ કરીને ચક્રવર્તીને ચાંદલો કરે, તેને વાસીદાના કામ ન સોંપાય. એમ સર્વજ્ઞ અને સર્વદર્શિ પ્રભુ ભગવાન આત્માના ભાનવાળા જીવને રાગ કરવાનું કામ ન સોંપાય. તેને રાગ આવે છે પણ કર્તા થતાં નથી. માત્ર જાણે છે. વ્યવહારને જાણે છે પણ નિશ્ચયમાં વ્યવહારને એકમેક કરી દેતાં નથી. ચૈતન્યપ્રભુ તરફ જેના વલણ થયા તેને હવે રાગ તરફ વલણ ન હોય. એ વ્યવહારને કરે નહિ. નિશ્ચયજ્ઞાન છે તે વ્યવહારને કરે નહિ અને વ્યવહારને કરે તે જ્ઞાન નિશ્ચય રહે નહિ. કારણ કે એક મ્યાનમાં બે તલવાર રહે નહિ. તેમ જ્ઞાતાપણું અને રાગનું કર્તાપણું એ બંને પરસ્પર વિરુદ્ધ હોવાથી સાથે રહે નહિ. એ વાત જ આ ગાથામાં સિદ્ધ કરવી છે. તર્કથી નક્કી કરો તોપણ એ જ વાત સિદ્ધ થાય છે. નિશ્ચય અને વ્યવહાર બે છે કે એક?—બે છે તો બે ને બેપણ રાખો તે જ યથાર્થ છે. બંનેને એક કરી નાંખો તો બે ક્યાં રહ્યા? નિશ્ચયમાં વ્યવહાર વસી જ ન શકે. ચાલતાં અધિકારમાં ગાથામાં ભાવાર્થમાં કહે છે કે ચિત્તમાં બ્રહ્મ-વિદ્યા એટલે કે આનંદમૂર્તિ આત્માનું ભાન અને વિષય-વિનોદ એટલે રાગની એકત્વબુદ્ધિ–રાગનો પ્રેમ એ બંને સાથે ન રહી શકે. જ્યાં જ્ઞાનમૂર્તિ સર્વજ્ઞસ્વભાવીને શ્રદ્ધામાં વસાવ્યો અને જ્ઞાનમાં સર્વત્તને વસાવ્યા ત્યાં વિકારનો પ્રવેશ ન હોઈ શકે અને વિષય-વિકારની વાસના જ્યાં વસે છે ત્યાં ભગવાન આત્માનું જ્ઞાન ન હોઈ શકે. જ્યાં રાગની વાસનામાં રંગાયેલું ચિત્ત છે, તે ભલે પુણ્યની વાસના હોય પણ તેના રંગે રંગાયેલા ચિત્તમાં બ્રહ્મસ્વરૂપ આત્માનું જ્ઞાન થઈ શકતું નથી અને વસી શકતું નથી. કારણ કે બ્રહ્મ-વિદ્યા અને વાસનાને પરસ્પર વિરોધ છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ અનાદિ-દેવ દેવાલયમાં વસતા નથી (સળંગ પ્રવચન નં. ૭૭) निजमनसि निर्मले ज्ञानिनां निवसति देवः अनादिः । हंसः सरोवरे लीनः यथा मम ईदृशः प्रतिभाति ॥ १२२॥ देवः `न देवकुले नैव शिलायां नैव लेप्ये नैव चित्रे | अक्षयः निरञ्जनः ज्ञानमयः शिवः संस्थितः समचित्ते ॥ १२३॥ આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે તેમાં પ્રથમ અધિકારની ૧૨૨ ગાથા ચાલે છે. યોગીન્દ્રદેવ કહે છે કે રાગાદિ રહિત નિજમનમાં પરમાત્મા નિવાસ કરે છે. ગાથાર્થ ઃ—જ્ઞાનીઓના રાગાદિમલરહિત નિજમનમાં આરાધવાયોગ્ય અનાદિદેવ શુદ્ધાત્મા નિવાસ કરી રહ્યો છે જેમ, માનસરોવ૨માં લીન થયેલો હંસ વસે છે તેમ. ૧૨૨. જુઓ ! ભાષા કેવી વાપરી છે ! વીતરાગી પર્યાય તો નવી ઉત્પન્ન થાય છે માટે આદિવાળી છે પણ ભગવાન આત્મા તો અનાદિદેવ છે તેને કોઈ આદિ નથી. એ અનાદિદેવ જ આરાધવાયોગ્ય છે. જેમ માનસરોવરમાં હંસ મોતી ચરવામાં લીન હોય છે તેમ, જ્ઞાનીઓની જ્ઞાનપર્યાય અનાદિનાથને આરાધવામાં લીન હોય છે. ગુરુ શિષ્યને કહે છે કે હે પ્રભાકર ભટ્ટ ! જ્ઞાનીની પર્યાય શાયકમાં લીન છે એમ અમને દેખાય છે. આખો જ્ઞાનપર્યાય જ્ઞાનાનંદ સ્વભાવમાં લીન થયેલો માલુમ પડે છે. શાંતિના મોતી ચરનારા જ્ઞાનીજનો શાંતસ્વરૂપ આત્મામાં જ વસે છે. જેના શ્રદ્ધા-જ્ઞાનમાં શુદ્ધાત્મભગવાન બેઠો છે તેને જ્ઞાન અને શાંતિના જ ચારા હોય, રાગના ચારા તેને ન હોય. હંસલા રેતીને ન ચરે, મોતી જ ચરે તમે, જ્ઞાની રાગને ન અનુભવે, જ્ઞાનાનંદને જ અનુભવે. રાગથી મલિન ચિત્તમાં જ્ઞાની વસતાં નથી. આમ શ્રી યોગીન્દ્રદેવ પ્રભાકરભટ્ટને કહે છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક સમીપમાં છે. રાગ તેની સમીપમાં નથી, દૂર છે. ધર્મી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીની સમીપમાં જ્ઞાયક છે, રાગાદિ સમીપમાં નથી. રાગાદિની સમીપ જ્ઞાની જતાં પણ નથી કેમકે જ્ઞાનીનું ચિત્ત જ્ઞાયક સિવાય ક્યાંય લીન થતું નથી. ભાવાર્થ આગળની ગાથામાં કહ્યું હતું કે ચિત્તની આકુળતાના ઉપજાવનારા સ્ત્રીનું રૂપ દેખવું, સેવવું, ચિંતા આદિથી ઉત્પન્ન થયેલા રાગાદિ તરંગોના સમૂહથી ભરેલા મિલન ચિત્તમાં જ્ઞાની વસતાં નથી. તો જ્ઞાની ક્યાં વસે છે ? કે રાગાદિની મલિનતાથી રહિત નિજ Page #533 -------------------------------------------------------------------------- ________________ [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો શુદ્ધાત્મ દ્રવ્યના શ્રદ્ધાન, સ્વાભાવિક જ્ઞાન અને તેનાથી ઉત્પન્ન વીતરાગ પરમસુખરૂપ અમૃતરસ સ્વરૂપ નિર્મળ નીરથી ભરેલા જ્ઞાનીઓના માનસરોવરમાં પરમાત્માદેવરૂપી હંસ નિરંતર નિવાસ કરે છે. અહીં તો અશુભભાવોથી વાત લીધી છે પણ અશુભ અને શુભ બંને પ્રકારના ભાવોથી રહિત નિજ શુદ્ધાત્મદ્રવ્યની અંતરમુખ પ્રતીતિ અને સ્વાભાવિક જ્ઞાન નામ જ્ઞાનનું સ્વસંવેદન અને તેનાથી ઉત્પન્ન વીતરાગ પરમરસથી ભરેલા મનમાં જ્ઞાની વસે છે. અતીન્દ્રિય આનંદના પિંડરૂપ શુદ્ધાત્મતત્ત્વની શ્રદ્ધા અને જ્ઞાનથી ઉત્પન્ન થયેલા આનંદથી ભરેલા જ્ઞાનીના જ્ઞાનરૂપી માનસરોવરમાં જ્ઞાનીનો વસવાટ છે. જેમ હંસ માનસરોવરમાં વસે છે તેમ સમ્યજ્ઞાનના સરોવરમાં જ્ઞાની વસે છે. આ માત્ર ચોથા આરામાં થયેલા જ્ઞાનની જ વાત નથી. પાંચમા આરામાં થઈ ગયેલા મુનિઓ જ આ વાત કરે છે કે ગમે તે ક્ષેત્રમાં હો કે ગમે તે કાળમાં હો જ્ઞાનીનો નિવાસ જ્ઞાનાનંદ સરોવરમાં જ છે. જ્ઞાનીઓના નિર્મળ ચિત્તમાં જ ધર્મનો નિવાસ હોય છે. શ્રી યોગીન્દ્રદેવનો આ અભિપ્રાય છે કે મને તો એમ ભાસે છે કે, આ જ્ઞાનમાં ભગવાન વસે છે. આગળ ૧૨૩ ગાથામાં પણ આ જ વાતને આચાર્યદવ દેઢ કરે છે. | મુમુક્ષુ આવી વાત સાંભળશે તો કોઈ મંદિર નહિ બંધાવે. પૂજ્ય ગુરુદેવશ્રી :–મંદિર કોણ બંધાવી શકે છે ! આ ભાઈએ એકલાએ રૂપિયા નાંખીને મંદિર બંધાવ્યું છે એમ કહેવાય છે પણ કોઈ વ્યક્તિ મંદિર બનાવી શકતાં નથી. મંદિર બને ત્યારે કોનો શુભ વિકલ્પ નિમિત્ત હતો તે બતાવવા નિમિત્તનું નામ દેવાય છે, બાકી કાર્ય તો જે કાળે થવાનું હોય ત્યારે થાય છે. અહીં તો કહે છે કે મંદિરમાં ભગવાન નથી. શ્રોતા :–તો ભગવાન ક્યાં છે ! પૂજ્ય ગુરુદેવશ્રી : એ તો જ્યાં છે ત્યાં ગોતવા જાય તો ખબર પડે. જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા પોતે જ ભગવાન છે તેને સમ્યજ્ઞાન દ્વારા શોધે તો અનુભવમાં આવે. એવા જ્ઞાનીને અશુભ વંચનાર્થે મંદિર, પ્રતિમાજી તેની ભક્તિ, પૂજા આદિના ભાવ હોય છે એ બધું આગળ કહેશે. પણ અહીં તો પરમાથદવ ક્યાં વસે છે તેની વાત કરે છે. ગાથાર્થ : આત્મદેવ દેવાલયમાં નથી પાષાણની પ્રતિમામાં પણ નથી, લેપમાં પણ નથી, ચિત્રામની મૂર્તિમાં પણ નથી. (લેપ અને ચિત્રામની મૂર્તિ લૌકિકજન બનાવે છે. પંડિતજન તો ધાતુ અને પાષાણની મૂર્તિને જ મૂર્તિ માને છે. લૌકિક દ્રષ્ટાંત માટે ગાથામાં લેપ અને ચિત્રામનું નામ આવી ગયું છે.) આ દેવ કોઈ જગ્યાએ રહેતો નથી. તે દેવ અક્ષય-અવિનાશી છે, કર્મના અંજનથી રહિત છે અને કેવળજ્ઞાનથી પૂર્ણ છે, એકલો જ્ઞાનનો Page #534 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૭ ] | પર૧ પૂંજ છે. આવો નિજપરમાત્મા સમભાવમાં સ્થિત છે અર્થાત્ સમભાવપરિણત સાધુના મનમાં પરમાત્મા વસે છે, અન્ય જગ્યાએ નહિ. ૧૨૩. જૈનદર્શનમાં વ્યવહારભક્તિમાં નિમિત્તરૂપે મંદિર અને ધાતુ અથવા પથ્થરના પ્રતિમાજી હોય છે પણ લેપ કે ચિત્રામની મૂર્તિ તો જૈનદર્શનમાં હોતી જ નથી. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને પણ સ્વરૂપનો જ આદર છે, રાગાદિનો આદર નથી. પણ અહીં તો મુક્તિના સાક્ષાત્ કારણભૂત એવા ચારિત્રની વિશેષતાથી વાત કરી છે તેથી સમ્યક્ શ્રદ્ધાન જ્ઞાન સહિત ત્રણ કષાયના અભાવવાળા સાધુના નિર્મળ ચિત્તમાં પરમાત્મા વસે છે એમ કહ્યું છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને પણ સ્વરૂપનો જ આદર છે. રાગનો આદર નથી. પરમાત્મસ્વરૂપ જ તેને આદરણીય છે એમ કહો કે જ્ઞાનમાં પરમાત્મા વસે છે એમ કહો, બંને એક જ છે. પણ અહીં વિશેષ મુનિપણાની વાત લીધી છે કેમ કે ચારિત્ર મોક્ષનું સીધુ કારણ છે.મુનિને સમ્યક્ શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને ત્રણ કષાયના અભાવરૂપ શાંતિ એટલે કે સમભાવ વર્તે છે તેમાં તેનો નિરંજનદેવ વસી રહ્યો છે. મનમાં એટલે સમભાવમાં આત્મદેવ વસે છે. ભાવાર્થ :—જોકે, વ્યવહારનયથી ધર્મની પ્રવૃત્તિ માટે સ્થાપનારૂપ અરહંતદેવ દેવાલયમાં-મંદિરમાં બિરાજે છે. ધર્મ એટલે પુણ્યરૂપ વ્યવહારધર્મની પ્રવૃત્તિ માટે મંદિરમાં ધાતુ અથવા પાષાણના પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવે છે અને તેના દર્શન, પૂજન, ભક્તિ આદિ હોય છે પણ નિશ્ચયદેવ તો સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિના પરિણામમાં જ બિરાજે છે. તે પરિણામ કેવા હોય છે કે જેમાં શત્રુ હો કે મિત્ર હો બંને સમાન છે, સુખ હો કે દુઃખ હો બંને સંયોગ સમાન છે, જીવન હો કે મરણ હો બંને સમાન છે. આવા સમભાવરૂપી મંદિરમાં ચૈતન્યપરમાત્મા વસે છે. વીતરાગ સહજાનંદરૂપ પરમાત્મતત્ત્વના સમ્ય-શ્રદ્વાન-શાન ચારિત્રરૂપ અભેદ રત્નત્રયમાં લીન એવા જ્ઞાનીઓના સમચિત્તમાં પરમાત્મા વસે છે. શુભભાવમાં આત્મા વસે છે એમ ન કહ્યું પણ શુદ્ધ ઉપયોગમાં આત્મા વસે છે એમ કહે છે. આ જ રીતે અન્ય જગ્યાએ પણ સમચિત્તમાં પરિણત થયેલા મુનિઓનું લક્ષણ કહ્યું છે. જુઓ પ્રવચનસારના ત્રીજા અધ્યાયની ૪૧ મી ગાથા. આ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનમાં વર્તતા મુનિની વાત છે. ૧૨ મા ગુણસ્થાનવાળા મુનિની વાત નથી. પ્રવચનસારની ગાથાનો અર્થ એ છે કે જેને સુખ-દુઃખ સમાન છે એટલે કે, સંયોગો અનુકૂળ હો કે પ્રતિકૂળ હો પણ મુનિને-જ્ઞાનીને જ્ઞાતા-દૃષ્ટાપણામાં સમભાવ છે. ઉપસર્ગ હો, પરિષહ હો કે અનુકૂળ યોગ હો તેનાથી તે દુ:ખી કે સુખી થતાં નથી. ચિત્તમાં તેને સમભાવ જ રહે છે. શત્રુનો મોટો વર્ગ હો કે મિત્રોનો વર્ગ હો, કોઈ નિંદા કરતું હોય Page #535 -------------------------------------------------------------------------- ________________ ઘરર ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો કે કોઈ પ્રસંશા કરતાં હોય પણ બંને જેને મન સમાન હોય છે એવા સમચિત્તમાં પરમાત્મા વસે છે. પદ્મનંદી આચાર્ય તો કહે છે કે અમારી નિંદા કરીને કોઈને સુખ થતું હોય તો થાઓ, અમારાં અવગુણ જોઈને સુખ થતું હોય તો એમ થાઓ અથવા અમને મારીને કોઈ સુખી થતું હોય તો એમ થાઓ, અમને પરની પર્યાયને ફેરવવાનો ભાવ નથી, ફેરવી શકતાં પણ નથી, અમારે તો શત્રુના ટોળા હો કે મિત્રના ટોળા હો બંને સમાન છે. નિયમસારમાં પણ આવો કળશ આવે છે કે, બધાં માટે અમારે તો સમભાવ છે. મિત્રોમાં સાધક્ષ્મજીવો આવી ગયા અને શત્રુમાં દુશ્મનનું મોટું ટોળું હોય તો એ બધાં પ્રત્યે અમને તો સમાન ભાવ વર્તે છે. બધાં જાણવાયોગ્ય જોય છે. કોઈ પ્રસંશા કરે કે કોઈ નિંદા કરે એ તો બધી વાણીની અવસ્થા છે, તે અમારા નિજઘરમાં પ્રવેશ જ કરતી નથી. મુનિને જંગલમાં જતો હીરાની ખાણ દેખાય કે કોલસાની ખાણ દેખાય તેની સાથે મુનિને કોઈ સંબંધ નથી. બંને સમાન રેય છે. મુનિને એમ પણ ન થાય કે, આ સોનું કોઈની નજરમાં આવે તો બિચારા વાપરે તો ખરાં ! એમ ન થાય. હીરા હો, સોનુ હો કે પથ્થર હો બધી પુદ્ગલની પર્યાય છે એમ મુનિ જાણે છે તેથી બધું સમાન છે. આત્માને માટે તેની કોઈ વિશેષતા નથી. લોકો હીરાને અને સોનાને ચાહે છે તેથી તે પુદ્ગલમાં કાંઈ વિશેષતા થઈ જતી નથી. પુદ્ગલને ચાહે છે એ તો મૂઢ છે. અમૂઢ એવા જ્ઞાની તો આત્માને ચાહે છે. આત્માને માટે કોઈ પુદ્ગલ ઠીક કે અઠીક નથી. બધા પુદ્ગલ સમાન છે. સમ્યગ્દષ્ટિને પણ શ્રદ્ધા-જ્ઞાનમાં કોઈ પુદ્ગલમાં ઠીક કે અઠીકપણું નથી, તેને રાગ અઠીક છે અને પરમાત્મા ઠીક છે. જ્ઞાનીને જીવન કે મરણમાં પણ સમાનબુદ્ધિ છે. આયુષ્ય હો કે દેહની સ્થિતિ પૂરી થતી હ–બંને સમાન છે. ધર્મીને કયાંય વિષમતા નથી. વા સમભાવમાં પરિણમેલા જ્ઞાનીને મુનિ કહેવાય છે. તેના સમભાવમાં ભગવાન આત્મા વસે છે. તેથી અહીં કહ્યું કે, આવા સમભાવના ધારક શાંતચિત્ત યોગીશ્વરોના ચિત્તમાં ચિદાનંદદેવ વસે છે. મેલા દર્પણમાં મોટું ન દેખાય તેમ રાગાદિથી મલિન ચિત્તમાં આત્મા દેખાતો નથી. રાગરહિત વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાના પરિણામમાં આત્મા વસે છે અને તેમાં જ તે જણાય છે. એ સિવાય રાગની મંદતામાં આત્મા જાણતો નથી. તેને બદલે અત્યારે તો રાગની મંદતાના પણ ઠેકાણા ન હોય અને સામાયિક પોષા આદિ કરીને જ્ઞાની થઈ ગયો એમ માને છે. એક સમયમાં અનંતગુણોથી પૂર્ણ આત્માને એટલા જોરથી શ્રદ્ધા જ્ઞાનમાં વસાવે અને પરિણતિમાં સમભાવ રહે ત્યારે તેણે આત્મદેવનું આરાધન કરીને અંતરમાં દેવને વસાવ્યો કહેવાય. આત્મદેવ જ પરમ આરાધ્ય દેવ છે. મંદિર અને મૂર્તિ આરાધ્ય છે પણ પરમ આરાધ્ય તો આત્મદેવ છે. ટીકામાં પ્રથમ જ શબ્દ મૂક્યો છે ટેવ પરમારનધ્ય: - નાતિઃ Page #536 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૭ ] | ૧૨૩ દેવાલયમાં પરમ આરાધ્યદેવ વસતા નથી. ૫૨મ આરાધ્ય આત્મદેવ દેહરૂપી દેવાલયમાં વસે છે, નિર્મળ, રાગરહિત શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિમાં આત્મા વસે છે, ધર્મમાં ધર્મી વસે છે. યોગીશ્વરોના શાંતિચિત્તમાં ચિદાનંદી ભગવાન વસે છે. અરે ! નિર્વિકલ્પતત્ત્વ આત્મદેવ શું વિકલ્પની જાળમાં વસે ! શું શુભાશુભ વડે આત્મા જણાય ! ન જણાય, કારણ કે શુભ-અશુભરાગ આત્માની જાતના નથી. વીતરાગ સમસ્વભાવી આત્મા તેની જાતની એટલે કે સમભાવની પર્યાય વડે જ જણાય. એ રીતે આ ગાથા પૂરી થઈ. ભગવાન આત્મા શક્તિરૂપે પરમાત્મા હતો, તેનું ધ્યાન કરીને વર્તમાન પર્યાયમાં સિદ્ધ ભગવાન ૫૨માત્મપદને પામી ગયા. વસ્તુ તો શુદ્ધ હતી જ પણ તેનું ધ્યાન કરતાં તેની દશામાં પરમાત્માદશા એ આત્માએ પ્રાપ્ત કરી. એવા પરમાત્માને ઓળખીને મારા લક્ષમાં લઈને એવા સિદ્ધપરમાત્માને હું નમસ્કાર કરું છું. શ્રી સમયસારમાં લીધું છે કે ભાઈ ! સિદ્ધપરમાત્માને નમસ્કાર કોણ કરી શકે ?–કે જે હૃદયમાં જ્ઞાનની દશામાં સિદ્ધપદને સ્થાપી શકે અને વિકાર આદિ મારામાં નથી, હું પૂર્ણાનંદ સિદ્ધ સમાન શક્તિએ છું—એમ જે શ્રદ્ધા-જ્ઞાનમાં સિદ્ધને સ્થાપે એ સિદ્ધને ખરો નમસ્કાર કરી શકે. ઊર્ધ્વ રહ્યાં છતાં સિદ્ધોને હેઠે ઉતારું છું કે પ્રભુ ! પધારો પધારો ! મારે આંગણે પધારો ! સિદ્ધને આદર દેનારના આંગણા કેટલા ઉજળા હોય ! રાજા આવે તોય આંગણું કેટલું સાફ કરે છે ! અનંત અનંત સિદ્ધોને હું વંદન કરું છું એટલે કે એ સિવાય રાગનો, અલ્પજ્ઞતાનો, નિમિત્તનો આદર દૃષ્ટિમાંથી હું છોડી દઉં છું. અમારા આંગણાં ઉજળા કર્યાં છે પ્રભુ ! આપ પધારોને ! પોતાની જ્ઞાનકળાની પ્રગટ દશામાં અનંત સિદ્ધોને સ્થાપે છે કે આવો પ્રભુ ! નિર્વિકલ્પ પર્યાયમાં પ્રગટ થાઓ, આવો.—એવી જેની દૃષ્ટિ થઈ છે તે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયના આંગણે પધરાવે છે અને તેણે ભગવાનને નમસ્કાર કર્યાં કહેવામાં આવે છે. —પૂજ્ય ગુરુદેવશ્રી Page #537 -------------------------------------------------------------------------- ________________ પૂજવાયોગ્ય દેવ ઃ ભગવાન આત્મા (સળંગ પ્રવચન નં. ૭૭ ચાલુ) मनः मिलितं परमेश्वरस्य परमेश्वरः अपि मनसः । द्वयोरपि समरसीभूतयोः पूजां समारोपयामि कस्य ॥१२३२॥ येन निरञ्जने मनः धृतं विषयकषायेषु गच्छत् । मोक्षस्य कारणं एतावदेव अन्यः न तन्त्रं न मन्त्रः ।। १२३★३॥ આ શ્રી પરમાત્મપ્રકાશ છે; તેમાં પ્રથમ અધિકારની આ ૧૨૩મી ગાથા થઈ. હવે તેનાં બીજા ભાવમાં મુનિરાજ શું કહે છે ! આ રીતે એકત્રીસ દોહા-સૂત્રનો ચૂલિકા-સ્થલ કહ્યો. ચૂલિકા એટલે અંત. આમ પ્રથમ સ્થળનો અંત અહીં સુધી થયો. આગળ સ્થળની સંખ્યા સિવાય બે પ્રક્ષેપક દોહા કહે છે. જો વિકલ્પરૂપ મન ભગવાન આત્મારામ સાથે મળી ગયું તન્મય થઈ ગયું અને પરમેશ્વર મનમાં ભળી ગયા તો બંનેનું સમરસ મિલન થતાં હવે હું કોની પૂજા કરું ! અર્થાત્ નિશ્ચયનયથી કોઈને પૂજવાનું કે સામગ્રી ચડાવવાનું રહેતું નથી. શુભરાગરૂપ મન જ્યાં ભગવાન આત્મા તરફ ઢળે છે ત્યાં વિકલ્પ મરી જાય છે તેને મને આત્મામાં ભળી ગયું એમ કહેવાય છે. આત્મા જેવો નિર્વિકલ્પ છે તેવું મન પણ નિર્વિકલ્પ થઈ ગયું એટલે જ્ઞાન એકાકાર થઈ ગયું. મનનો વિષય પર હતો તેના બદલે સ્વ વિષય થઈ જતાં મન નિર્વિકલ્પ થઈને આત્મામાં એકાકાર થઈ ગયું. મન મળી ગયું ભગવાનમાં, અને ભગવાન મળી ગયા મનમાં ત્યાં રાગ છૂટી ગયો. પર્યાય નિર્મળ થઈ ગઈ અને અંતરમાં ભળી ગઈ. આ સાચી પૂજા છે કે પર્યાયે ભગવાનને પૂછ્યા ત્યાં પોતે જ ભગવાન થઈ ગઈ. બહારની પૂજા તો શુભભાવ છે તેનાથી પરમ આરાધ્ય એવા આત્મદેવની પૂજા થતી નથી. પૂજાનો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થઈને પરમાત્મામાં ભળી ગયો, હવે પૂજાનું કાંઈ પ્રયોજન ન રહ્યું. યોગ્યસેવવા ભગવાન અને સેવક એવી પર્યાય એ બંને એક થઈ ગયા. સેવ્ય-સેવક બંને ભળી ગયા. પૂજા કરનાર નિર્મળપર્યાય જ જ્યાં પૂજવાયોગ્ય આત્મદેવમાં ભળી ગઈ પછી કોણ કોની પૂજા કરે ! વ્યવહારમાં જ્યાં સુધી વિકલ્પ હતો ત્યાં સુધી પૂજા અને સામગ્રી ચડાવવાનો વ્યવહાર હતો પણ જ્યાં શ્રદ્ધા-જ્ઞાન જ્ઞાનની પરિણતિમાં એકાગ્ર થયો ત્યાં પૂજવાયોગ્ય અને પૂજનાર બંને એક થઈ ગયા. આ જ ખરી નિશ્ચયપૂજા છે. જ્યારે સ્વરૂપમાં ઠરી ન શકે ત્યારે અશુભથી બચવા શુભભાવમાં ભક્તિ, પૂજા આદિનો વ્યવહાર છે ખરો, પણ એ Page #538 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭૭ / [ ઘર૬ વ્યવહારથી ધર્મ થાય છે કે નિર્જરા થાય છે કે વ્યવહાર છે માટે ધર્મ થશે–એમ નથી. લોકો પૂછતા હતા કે નિશ્ચય પ્રગટ કરવાનું સાધન શું? ભક્તિ, પૂજા આદિ વ્યવહાર જ સાધન છે ને ! એમ લોકોને થાય. પણ ભાઈ ! એ બધું તો નિમિત્તમાત્ર છે, અંતરસાધન તે નથી. શ્રોતા વ્યવહાર ભલો તો ખરો ને ! પૂજ્ય ગુરુદેવશ્રી પાપના નિષેધની અપેક્ષાએ વ્યવહાર ભલો છે પણ ધર્મની દૃષ્ટિએ તે ભલો નથી. પાપથી બચવાની અપેક્ષાએ પુણ્યભાવ ભલો છે પણ બંધ તરીકે તો એ પણ બંધનું જ કારણ છે. એ કાંઈ અબંધપરિણામ નથી. વ્યવહાર છે ખરો પણ એ નિશ્ચયને મદદ કરે છે એમ નથી. નિમિત્તરૂપ છે એટલે કે તેની હાજરી છે. વ્યવહાર નથી એમ નથી. વ્યવહારનયથી વ્યવહાર નિશ્ચયનો સાધક છે એમ પણ કહેવાય પણ નિશ્ચયથી તે સાધક નથી. માટે વ્યવહારનો તદ્દન નિષેધ પણ ન હોય અને વ્યવહારમાં ધર્મબુદ્ધિ પણ ન હોય. જેની જેટલી મર્યાદા હોય તે પ્રમાણે રખાય. મર્યાદાથી વધારે માનવા જાય તો તે પરમાર્થ પણ ન રહે અને વ્યવહાર પણ ન રહે. અહીં તો ભગવાન આત્મા જ પૂજવાયોગ્ય દેવ છે. તેને શુદ્ધપરિણતિ દ્વારા પૂજવા જતાં પર્યાય અને દ્રવ્ય બંને અભેદ થઈ જાય છે. ભાવાર્થ –જ્યાં સુધી ભગવાનમાં મળ્યો ન હતો ત્યાં સુધી ભગવાનની પૂજા કરતો હતો, જ્યારે મન પ્રભુમાં મળી ગયું ત્યારે પૂજાનું કાંઈ પ્રયોજન ન રહ્યું. દૃષ્ટિ અને જ્ઞાન તો સ્વરૂપના જ હોય પણ જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિરતા ન હોય ત્યાં સુધી જ્ઞાનીને પૂજા આદિના ભાવ આવે છે પણ જ્યાં મન આત્મસ્વરૂપમાં ઢળી ગયું ત્યાં પૂજાનો વિકલ્પ છૂટી જાય છે. સ્થિર થઈ શકતો ન હતો ત્યાં સુધી પૂજાનો ભાવ હતો પણ પરિણતિ જ્યાં સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ ત્યાં પૂજાનું કાંઈ પ્રયોજન રહેતું નથી. જોકે વ્યવહારનયથી ગૃહસ્થ-અવસ્થામાં વિષય-કષાયરૂપ ખોટા ધ્યાનને રોકવા માટે અને ધર્મની વૃદ્ધિ માટે પૂજા, અભિષેક, દાનાદિનો વ્યવહાર છે. વિષય-કષાયાદિના વિશેષ પાપભાવ ન હોય એ માટે શુભભાવમાં ભગવાનની પૂજા, ભગવાનનો અભિષેક, મુનિના આહારદાનાદિનો ભાવ ધર્માત્માને હોય છે. પણ વીતરાગ નિર્વિકલ્પ-સમાધિમાં લીન થયેલા યોગીશ્વરોને તો તે સમયે બાહ્ય વ્યાપારનો અભાવ હોવાથી સ્વયં જ દ્રવ્યપૂજાનો પ્રસંગ આવતો નથી અને ભાવ-પૂજામાં તો તેઓ તન્મય હોય છે. ભગવાનની દ્રવ્ય લઈને પૂજા કરવી તે દ્રવ્યપૂજા છે અને અંતરમાં આત્મામાં સ્થિર થવું તે ભાવપૂજા છે. શુભરાગ હોય ત્યાં સુધી ભક્તિ, પૂજા આદિનો રાગ હોય છે પણ મુનિઓને જ્યાં બહારમાં ઉપયોગનો વ્યાપાર જ અટકી જાય છે ત્યારે પૂજા-ભક્તિ આદિનો રાગ જ ઉઠતો Page #539 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો નથી. મુનિ ભાવપૂજામાં તન્મય થઈ જાય છે. આ જ કથનને છેલ્લા શ્લોકમાં પણ દઢ કરે છે. આ પ્રથમ અધિકારનો છેલ્લો શ્લોક છે. જે જીવે વિષય-કષાય તરફ જતાં મનને કર્મરૂપી અંજનથી રહિત ભગવાન આત્મામાં ધરી રાખ્યું તે જીવે મોક્ષના કારણને સાધ્યું છે. કારણ કે એ સિવાય મોક્ષ માટે કોઈ અન્ય મંત્ર કે તંત્ર નથી. તંત્ર એટલે શાસ્ત્ર અથવા ઔષધ અને મંત્ર એટલે મંત્રાક્ષરો કોઈ એવા નથી કે જેના વડે મોક્ષ પ્રાપ્ત થાય. વિષય-કષાયાદિ પરપદાર્થોથી મનને રોકીને પરમાત્મામાં મેનને લગાવવું તે જ એક મોક્ષનું કારણ છે. આગળ પરમાત્મપ્રકાશના બીજા અધિકારમાં મોક્ષ અને મોક્ષનું ફળ અને કારણ બતાવવાના છે એટલે અહીં માત્ર કારણ બતાવી દીધું. ભગવાનની પૂજા, ભક્તિ આદિ વ્યવહાર હોય છે પણ તે ખરેખર મોક્ષનું કારણ નથી જીવ મુક્તસ્વભાવી છે તે સ્વભાવનું સાધન સ્વભાવ જ છે, અન્ય કોઈ સાધન નથી એ બધું આગળ આવશે. ' જેણે પુણ્ય-પાપના વિકલ્પને છોડી, મળ અને અંજનથી રહિત શુદ્ધસ્વરૂપમાં મનને એકાગ્ર કર્યું છે તેની શુદ્ધપરિણતિ જ તેને મોક્ષનું એકમાત્ર કારણ છે. જેમ ઔષધ લેવાથી શરીરનો રોગ મટે છે તેમ આત્માના ભવરૂપી રોગને મટાડવા માટે કોઈ એવું ઔષધ નથી કે રોગથી મુક્તિ આપે. એવી કોઈ જડીબુટ્ટી નથી કે જેનાથી મોક્ષ થાય. અરે ! એવું કોઈ શાસ્ત્ર નથી કે જેને ભણવાથી મોક્ષ થઈ જાય. એવી કોઈ દવા નથી કે જે ખાવાથી રાગ ટળીને મુક્તિ થઈ જાય. કોઈ એવો મંત્ર નથી કે જેનો જાપ કરવાથી મુક્તિ થાય ઓમ્....ઓમ્...કરવાથી કે નવકારમંત્રના જાપથી પણ મુક્તિ થાય તેમ નથી. કારણ કે પાંચ પદનો જાપ એ પણ શુભરાગ છે. શુભરાગથી મુક્તિ થતી નથી. પર તરફ જતાં મનને ત્યાંથી રોકીને પરમાનંદસ્વરૂપ નિજ આત્મદેવમાં લગાવી દેવું એટલે કે શુદ્ધપરિણતિ થવી તે જ મુક્તિનું કારણ છે. - ભાવાર્થ –જે કોઈ નિકટ સંસારીજીવ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉલટાં વિષયકષાયમાં જતાં મનને વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનના બળથી પાછું હટાવીને નિજ શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થાપન કરે છે તે જ મોક્ષને પામે છે બીજા કોઈ મંત્ર, તંત્રાદિમાં ચતુર પુરુષો હોય તોપણ મોક્ષને પામતાં નથી. ભગવાન આત્મામાં જે ચતુર છે એવા પુરુષ જેનો સંસારનો અંત નજીક આવી ગયો છે એવા નિકટ ભવ્ય જીવો જ પોતાના શુદ્ધાત્મદ્રવ્યની શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં લીનતા વડે મુક્તિ પ્રાપ્ત કરે છે. આ રીતે પરમાત્મપ્રકાશશાસ્ત્રનો પ્રથમ અધિકાર અહીં પૂરો થયો. હવે મોક્ષ અને મોક્ષનો ઉપાય આદિ બતાવતો બીજો અધિકાર શરૂ થશે. Page #540 -------------------------------------------------------------------------- ________________ માનસ્થભજી સુવર્ણપુરી, સોનગઢ