________________
પ્રવચન-૪૦ )
[ ૨૪૩ આ અક્ષર લખાય છે ને ! એ અક્ષર અનંતા પરમાણુનો સ્કંધ છે. માટે તે વિભાવિકદ્રવ્ય છે તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ વિભાવિકગુણ છે અને તેની પર્યાય એ વિભાવિકવ્યંજનપર્યાય છે. તે સ્કંધથી થઈ છે, આત્માથી કે આંગળીથી થઈ નથી. તેનું અસ્તિત્વ આત્માના અસ્તિત્વથી છે એમ નથી.
જુઓ ! આ પ૭મી ગાથામાં ભગવાને શું કહ્યું છે? કે–તં પરિણાદિ ઉલ્લુ હું ગં ગુ–પયનુત્તા દરેક પદાર્થ પોતાના ગુણ–પર્યાય સહિત છે એમ તું જાણે ! આત્મા પોતાના જ્ઞાનાદિ અનંત ગુણ અને તેની શુદ્ધ-અશુદ્ધ પર્યાયથી સહિત દ્રવ્ય છે તે પોતાના કારણે છે અને પરમાણુ પોતાના વર્ણાદિ ગુણ અને તેની પર્યાયથી સહિત દ્રવ્ય છે એ પણ પોતાથી છે.
શરીર પુગલનો એક અંધ છે તે પણ પોતાથી છે. શરીર વિભાવદ્રવ્યવ્યંજન પર્યાય છે, તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિભાવગુણ છે અને તેની અવસ્થા વિભાવિક પર્યાય છે. તે આત્માના દ્રવ્ય, ગુણ કે પર્યાય નથી, પણ પુદ્ગલના છે એમ જાણ ! ભગવાને આમ કહ્યું છે. પણ આને એવું લૂંટાઈ ગયું છે કે “આ શરીર મારું છે.” ઊંધા એકડાં ઘૂંટાઈ ગયા છે.
આ તો સાદી સીધી સમજાય તેવી વાત છે. આ કાંઈ વકીલાતની વાતો નથી કે વેપારીને ન સમજાય. શરીર એ પુદ્ગલનો વિભાવદ્રવ્ય છે, વિભાવગુણ અને વિભાવવ્યંજનપર્યાય છે એમ જાણ ! તે આત્માથી છે કે આત્માનું છે એમ કહ્યું નથી.
ત્રણલોકના નાથ કેવળજ્ઞાની તીર્થંકરદેવે સો ઈન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં આમ ફરમાવ્યું છે કે દરેક પદાર્થ પોતાના ગુણ–પર્યાયયુક્ત છે, બીજાના ગુણ–પર્યાયથી સહિત નથી એમ રિયાદિ એટલે બરાબર જાણ એમ કહ્યું છે. માત્ર જાણ એમ ન કહ્યું. લક્ષ કરીને બરાબર જાણ એમ કહ્યું છે. જાણનારને લક્ષ કરીને જાણ અને અન્યનું સ્વરૂપ પણ જેમ છે તેમ જાણ!
હું આત્મા, મારા જ્ઞાન, આનંદ આદિ ગુણ અને પર્યાયથી સહિત છું એમ જાણ અને સાથે એ પણ જાણ કે આ શરીરાદિ સ્કંધો આ પ્રમાણે છે. જુઓ ! જાણવાનું કહ્યું છે, કાંઈ કરવાનું કહ્યું નથી.
જીવના રાગથી કર્મ બંધાયા એમ કહ્યું છે ત્યાં કર્મ બંધાયા એ વખતે નિમિત્ત કોણ હતું તેનું જ્ઞાન કરાવ્યું છે. કર્મના બંધનની પર્યાય તો કર્મથી જ થઈ છે તેને આત્મા કરી શકતો નથી. આત્માના કારણે કર્મનો બંધ નથી અને કર્મબંધના કારણે વિકાર નથી. જ્ઞાનાવરણીનો ઉદય હતો માટે જ્ઞાનની પર્યાય હીણી થઈ છે એમ નથી. જ્ઞાનની હીણી દશા આત્માથી થઈ છે, કર્મથી નહિ. હીણી પર્યાય હો કે પૂરી પર્યાય તો તેનાથી સહિત જીવ દ્રવ્ય પોતે છે. હીણી પર્યાય છે માટે તેનો કર્તા કર્મ છે એમ નથી.
આ દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન ઘટી ગયું છે એટલે બધા વાંધા ઊડ્યાં છે. સાંભળનારને