________________
૨૪૪ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો પણ ખબર નથી અને કહેનારને પણ દ્રવ્ય, ગુણ, પર્યાયના યથાર્થ સ્વરૂપની ખબર નથી એટલે ગોટા ઊડ્યાં છે. ભગવાન તીર્થંકરદેવે છ દ્રવ્ય જોયાં તેમાં અનંતા જીવ જોયાં અનંતા પરમાણુ જોયાં, અનંતા રજકણના સ્કંધો જોયાં, અને બીજા ચાર અરૂપી દ્રવ્યો જોયાં તેની વાત પછી રાખીએ. જીવને ભગવાને કેવો જોયો?–કે જીવને તેના જ્ઞાન-દર્શનાદિ ગુણો અને પર્યાય સહિત જોયો. સિદ્ધની પૂર્ણ પર્યાય પ્રગટ થઈ હોય તો પૂર્ણ પર્યાય સહિત દ્રવ્ય છે અને અપૂર્ણ પર્યાય હોય, વિકાર હોય તો તેનાથી સહિત આત્માને ભગવાને જોયો છે.
પરમાણુને પ્રભુએ શુદ્ધગુણ અને શુદ્ધપર્યાય સહિત જોયા છે અને સ્કંધો વિભાવિકદ્રવ્યવ્યંજનપર્યાય, વિભાવિકગુણ અને વિભાવિકપર્યાયસહિત છે તો તે સહિત ભગવાને સ્કંધોને જોયા છે. છૂટા પરમાણુ સિવાયના બધાં સ્કંધો જ છે. આ નાક, કાન, મોટું, લાડવા, દાળભાત, સોનું, લોઢું એ બધાં સ્કંધો છે તે સ્કંધના આકારને વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય. તેના ગુણોને વિભાવગુણ અને પર્યાયને વિભાવપર્યાય કહેવાય. અંધ તેના વિભાવગુણ અને વિભાવપર્યાયથી સહિત છે એમ સ્કંધને જાણ ! અંધ કોઈ બીજાના આધારે છે એમ નથી.
એક દ્રવ્યને બીજા દ્રવ્યના આધારે રહેલું ન જો. દરેક દ્રવ્ય પોતાના ગુણ–પર્યાયમાં રહેલું છે એમ જાણ ! સ્કંધ તેના વિભાવગુણ અને વિભાવપર્યાય સહિત છે એમ જાણ ! હવે પરમાણુની વિશેષ વ્યાખ્યા કરે છે તે સાંભળ!
પરમાણુ શુદ્ધદ્રવ્યમાં એક વર્ણ, એક રસ, એક ગંધ, એક શીત અથવા ઊષ્ણ સ્પર્શ અને એક લુખો અથવા ચીકણો સ્પર્શ એમ પાંચ ગુણ તો મુખ્ય છે. (અહીં પર્યાયને ગુણ કહ્યાં છે, તેનાથી માંડીને અસ્તિત્વાદિ અનંતગુણ છે તેને પરમાણુના સ્વભાવગુણ કહેવાય છે અને પરમાણુને જે આકાર છે તે સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય છે તથા વર્ણા દિ ગુણરૂપ પરિણમન તે સ્વભાવગુણવ્યંજનપર્યાય છે. આ ઉપર આવી ગયેલી વાતનો જ ખુલાસો છે.
આમ, જીવ અને પુગલમાં સ્વભાવ અને વિભાવ બને છે જ્યારે બીજા ચાર દ્રવ્યો ધર્મ, અધર્મ, આકાશ અને કાળમાં તો સ્વભાવગુણ અને સ્વભાવપર્યાય જ છે, તેમાં વિભાવ છે જ નહિ. આ ચારેય દ્રવ્યોને પણ ભગવાને જ્ઞાનમાં જોયાં છે. ધર્મા સ્તિ અને અધર્માસ્તિ લોકપ્રમાણ દ્રવ્ય છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ અને આકાશ એક એક દ્રવ્ય છે અને કાળદ્રવ્ય અસંખ્ય છે. આ ચારેય દ્રવ્ય અસ્તિત્વ, વસ્તુત્વ આદિ પોત પોતાના અનંત સ્વભાવગુણો અને સ્વભાવપર્યાયથી સહિત છે.
જુઓ તો ખરા! કેટલું સ્પષ્ટ કર્યું છે. સ્વભાવપર્યાય હો કે વિભાવપર્યાય તો તેનાથી દ્રવ્ય સહિત છે એમ કહ્યું છે. આવા સ્વરૂપની ખબર નથી એટલે સ્વતંત્રતાની ગંધ પણ રહી નથી. સ્વભાવપર્યાયનો કર્તા તો બીજું દ્રવ્ય નથી પણ વિભાવપર્યાયનો કર્તા પણ કોઈ બીજું દ્રવ્ય કે ઈશ્વર નથી. વસ્તુ પોતે સ્વતંત્ર છે, તેના ગુણ અને પર્યાય સ્વતંત્ર છે, તેને બીજાના આધારની જરૂર નથી. વીતરાગની આ વાત જગતને મગજમાં બેસવી કઠણ પડે છે.