________________
પ્રવચન-૪o )
( ૨૪૫ ભગવાને છએ દ્રવ્યોને તેના ગુણ અને પર્યાયથી સહિત જોયા છે. તેમાં સિદ્ધોને સ્વભાવપર્યાયસહિત જોયા, સંસારીને અપૂર્ણ અને વિભાવપર્યાયસહિત જોયા, પરમાણુને શુદ્ધગુણ અને શુદ્ધપર્યાયસહિત જોયા, સ્કંધને વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય અને વિભાવગુણપર્યાયસહિત જોયા તથા બીજાં ચાર દ્રવ્યોને સ્વભાવગુણ અને સ્વભાવપર્યાય સહિત જોયા. આ રીતે, જગતમાં છએ દ્રવ્યો જેમ છે તેમ જાણે તેને “જ્ઞાન” કહેવાય. જેમ છે તેનાથી વિપરીત જાણે તે અજ્ઞાન છે.
જીવમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની હીણી દશા છે તે જીવથી છે કર્મના કારણે જ્ઞાનની દશા હીણી નથી એમ જાણે તેણે બરાબર જાણ્યું કહેવાય. આમ પ્રગટ રીતે ભગવાન વર્ણવી રહ્યાં છે, સ્પષ્ટ વાત છે. જંગલવાસી દિગંબર સંત યોગીન્દ્રદેવ કહે છે ભગવાને આમ યુ.... કહ્યું છે એમ તું જાણ ! આનાથી વિપરીત જાણીશ તો દ્રવ્યનું સ્વરૂપ એવું નથી અને ભગવાને પણ એમ કહ્યું નથી છતાં તું એમ માને છો તો તું ભગવાનને માનતો નથી અને દ્રવ્ય–ગુણ–પર્યાયને પણ માનતો નથી.
પરિનાદિ આમ જાણ ! બધું જાણનારો તારો સ્વભાવ છે. અત્યારે પણ એક સમયમાં બધું જણાય એવો તારો સ્વભાવ છે. જેમ છે તેમ જાણ તો જ્ઞાન સાચું, નહિ તો જ્ઞાન ખોટું છે. વર્તમાનમાં પુણ્ય–પાપના વિકાર અને મતિજ્ઞાનાદિની હણી દશા છે તો તેનાથી જીવ સહિત છે એમ જાણ ! પણ હીણી દશા છે માટે તે કર્મથી સહિત છે એમ ને જાણ ! આ ધડો છે તે સ્કંધ છે માટે તે વિભાવદ્રવ્યવ્યંજનપયોય છે તે તેના વિભાવગુણ અને વિભાવપર્યાયથી સહિત છે એમ જાણ! તેને કુંભારે બનાવ્યો છે એમ ન જાણ! કુંભારના દ્રવ્ય–ગુણ–પર્યાય કુંભારમાં છે અને ઘડાના દ્રવ્ય, ગુણ, પર્યાય ઘડામાં છે અને કુંભારનું શરીર તેના ગુણ–પર્યાય સહિત છે.
શિષ્ય અને પ્રભુઆમાં તો પર સાથેનો બધો સંબંધ છૂટી જાય છે.
પૂજ્ય ગુરુદેવશ્રી : એ જ કહેવું છે કે કોઈ સાથે તારે સંબંધ નથી અને મફતનો સંબંધ માનીને બેઠો છો. “કોઈ પર દ્રવ્ય સાથે મારે સંબંધ નથી” આ એક પાઠ હૃદયમાં બેસી જાય તો બધી મિથ્થામાન્યતાનો નિકાલ થઈ જાય તેમ છે.
જુઓને કેટલું કહે છે! પરમાત્મપ્રકાશ છે ને ! તારો પરમાત્મા એક દ્રવ્ય છે અને તેમાં અનંતગુણ છે અને તેની વર્તમાન પર્યાય અત્યારે હીણી છે તો હીણી પર્યાય સહિત છે એમ જાણ ! પરને લઈને મારી દશા હણી છે એમ ન જાણ!
નિગોદમાં જીવ છે તે કેવા હશે?–બટાટા, શકરકંદ આદિ કંદમૂળમાં એક કટકીમાં અસંખ્ય શરીર છે અને એક એક શરીરમાં અનંત......અનંત જીવ રહેલાં છે તે દરેક જીવમાં અનંત ગુણ છે અને વર્તમાનદશામાં એકદમ અલ્પજ્ઞતા અને સંકલ્પ-વિકલ્પ છે તો નિગોદનો