________________
૭૩૮)
_/ પરમાત્મપ્રકાશ પ્રવચનો જે પરિણામે પરિણામીને પકડ્યો છે એવા પરિણામની જ કિંમત છે. જે શ્રદ્ધા પરિણામે આત્માને શ્રદ્ધામાં લીધો છે, જે જ્ઞાનપરિણામે જ્ઞાયકને જ્ઞાનમાં લીધો છે તે શ્રદ્ધા-જ્ઞાનની જ કિંમત છે. પોતે અતીન્દ્રિયાનંદસ્વરૂપ છે પણ જ્યાં સુધી એને પુણ્ય-પાપમાં એને તેના ફળમાં મીઠાશ આવે છે ત્યાં સુધી તેના શ્રદ્ધા-જ્ઞાનમાં આત્મા આવ્યો નથી. એવા મિથ્યાષ્ટિને આત્મા ઉપાદેય થઈ શકતો નથી.
ભગવાન આત્મા અતીન્દ્રિયાનંદથી તન્મય છે તેમાં એકલો આનંદ જ ભર્યો છે તેની જેને કિંમત આવે તેને રાગથી માંડીને બહારના કોઈ પણ પદાર્થની અધિકતા-વિસ્મયતાઅચિત્યતા, અભુતતા ભાસતી નથી. તેને તો એક આત્મા જ ઉપાદેય હોય છે. જેમ ભેંસને છૂટા કપાસની વખારમાં ચરવા માટે છૂટી મૂકી હોય તો એ કેવી હોંશથી ખાય! ખાવામાં એવી લીન થઈ જાય કે ઊંચું માથું પણ ન કરે તેમ અતીન્દ્રિય આનંદની વખારમાં પડેલો આત્મા વિકલ્પમાં માથું ઊંચું કરતો નથી. પણ હજુ જેનામાં પાત્રતા ન હોય, સમજણ ન હોય, વ્યવહારના ઠેકાણા ન હોય અને આંખ બંધ કરીને આત્માનું ધ્યાન કરવા જાય તેને આત્માનો આનંદ ન આવે તો. એ તો જડના ધ્યાન છે બાપુ !
શ્રોતા. એમાં પણ આનંદ તો આવે છે !
પૂજ્ય ગુરુદેવશ્રી એ તો જગતના જીવો માન આપે...સારું બોલે...તેનો આનંદ આવે છે. આત્માનો આનંદ તેમાં ન આવે ભાઈ !
અહીં તો કહે છે ભાઈ ! તારી ચીજ આમ બહારની રુચિથી મળે તેમ નથી. તેને માટે તો દર્શન, જ્ઞાન, ચારિત્રની કિંમત આપ તો આનંદ મળે તેમ છે. પણ તેને માટે ઘણી જવાબદારી છે. એક આત્માની જ રુચિ હોય, બાહ્યમાં કયાંય રુચિ ન હોય, હળવો હળવો થઈ ગયો હોય, શાસ્ત્ર ભણતરની પણ જેને અધિકતા આવતી નથી, મને દુનિયાને કાંઈક સમજાવતા આવડે છે તેની પણ જેને મહિમા નથી અને ઘણાં શુભભાવ થતો હોય છતાં તેની કિંમત લાગતી ન હોય તેને આત્મા ઉપાદેય છે. તેને આત્માનો અતીન્દ્રિયાનંદ મળે છે કેમ કે તેનું ધ્યાન જ આત્મામાં લાગી શકે છે. આમ નિકટભવ્યોને જ આત્મા ઉપાદેય છે એ આ ગાથાનું તાત્પર્ય થયું.
હવે ૭૬મી ગાથામાં મુનિરાજ સમ્યગ્દષ્ટિની મુખ્યતાથી સ્વતંત્ર એક દોહાસૂત્ર કહે
પોતાને પોતાથી જાણતો થકો જીવ સમ્યગ્દષ્ટિ થાય છે અને સમ્યગ્દષ્ટિ થતો થકો કર્મોથી જલ્દી છૂટી જાય છે. પોતાને એટલે જ્ઞાનાનંદસ્વરૂપ નિજ આત્માને પોતાથી એટલે નિર્દોષ વીતરાગ પર્યાય દ્વારા અર્થાત્ નિશ્ચય-સમ્યગ્દર્શન, જ્ઞાન દ્વારા જાણે છે તે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. વીતરાગી પર્યાય દ્વારા વીતરાગસ્વરૂપ નિજાત્માને જે જાણે છે તે