________________
પ્રવચન-૫૩ ]
| ૩૩૭
આરોપિત કથન છે. જ્ઞાનમાં વસ્તુને લઈને જે જ્ઞાને તેને શેય બનાવ્યો એ જ્ઞાનની જ કિંમત છે એવા જ્ઞાનને જ રત્ન કહેવાય છે. તે જ્ઞાનમાંથી શરીરનું વિકલ્પનું કે પરના જાણપણાનું અભિમાન ઊડી ગયું હોય છે.
સમયસારની બીજી ગાથા યાદ આવી હતી. નીવો વૃત્તિવંતળબાળટિવો તં ફ્રિ સક્ષમયં નાળ । જે જીવ દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તે સ્વસમય' છે એ સિવાય શુભ ઉપયોગમાં ઠરે છે તે જીવ પણ પરસમય' છે. માટે તારા ઉપયોગને વિકલ્પથી સંકેલી (ખસેડી) નિજ ભગવાન આત્મામાં લગાવ ! નિર્વિકલ્પદૃષ્ટિ અને શુદ્ધોપયોગપૂર્વક શ્રદ્ધા-જ્ઞાનમાં આત્માને લઈને તેનું ધ્યાન કર એ તારા રત્નત્રય છે, તેમાં તારી શોભા છે.
ભાવાર્થ :—જોયેલાં, સાંભળેલાં, અનુભવેલાં ભોગોની અભિલાષારૂપ બધાં વિભાવપરિણામોને છોડીને નિજસ્વરૂપનું ધ્યાન કર ! બહારના વિષયો અત્યાર સુધી જોયાં છે તેને ભૂલી જા, સાંભળેલાં વિષયોને ભૂલી જા, અનુભવેલાં રાગાદિના ભોગને ભૂલી જા. માત્ર વિષયનો ભોગ એ જ ભોગ નથી. કોઈ પણ રાગના ભાવનો ભોગ તે ભોગ છે તેને ભૂલી જા. બાહ્યપદાર્થની વિસ્મયતાના ભાવને ભૂલી જા. અંતર આત્મપદાર્થની વિસ્મયતાનો એનુભવ કરવો એ એક જ જીવનું કર્તવ્ય છે. એ જ કિંમતીભાવ છે. માટે આત્માના ભાવને ભોગવ અને રાગાદિના ભોગને ભૂલી જા ! બાહ્યપદાર્થને દેખવાનું છોડીને આત્માને દેખ અને બાહ્યકથા સાંભળવાનું છોડીને અંતર લક્ષપૂર્વક જ્ઞાનાનંદનું શ્રવણ કર
દેખેલાં, સાંભળેલાં, અનુભવેલાં ભોગોને છોડી દે એટલું જ નહિ પણ તેની અભિલાષા અર્થાત્ ભાવના પણ ન કર ! સર્વ પ્રકારના બધાં વિભાવપરિણામોને છોડીને નિજસ્વરૂપનું
ધ્યાન કર.
અહીં ઉપાદેયરૂપ અતીન્દ્રિયસુખથી તન્મયી અને ભાવકર્મ, નોકર્મ અને દ્રવ્યકર્મથી જુદો જે શુદ્ધાત્મા છે તે અભેદરત્નત્રયના ધારણ કરવાવાળા નિકટભવ્યોને ઉપાદેય છે એમ તાત્પર્ય છે. શરીર, સ્ત્રી, પુત્ર, ધન આદિમાં ક્યાંય આનંદ નથી, કોઈ પણ પ્રકારના વિકલ્પમાં પણ આનંદ નથી, અતીન્દ્રિય આનંદ એક નિજાત્મામાં જ છે તેથી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત નિજાત્મા જ નિકટભવ્યોને ઉપાદેય છે કે જેના ધ્યાન વડે અતીન્દ્રિયસુખની પ્રાપ્તિ થાય છે. અલ્પકાળમાં જેની કેવળજ્ઞાનદશા થવાની છે એવા અભેદરત્નત્રયધારક નિકટભવ્યજીવોને આવો શુદ્ધાત્મા જ ઉપાદેય છે. બીજી ગાથામાં પણ કેવળજ્ઞાનને ઉત્પન્ન ક૨ના૨ી ભેદજ્ઞાનજ્યોતિ કહી છે. અહો ! અતીન્દ્રિય આનંદની મીઠાશથી ભરપૂર ભરેલા ભગવાન આત્માનું જ્ઞાન કરી, તેની પ્રતીત અને સ્થિરતા થઈ છે એવા અભેદ૨ત્નત્રયના કાળે આ આત્મા આદરણીય છે.
ગાથાઓ કેવી ઊંચી છે ! વસ્તુ એવી ઊંચી જ છે, વાચ્ય ઊંચું છે.