________________
-
સાધકને આખી દુનિયાની ઉપેક્ષા છે :
(સળંગ પ્રવચન નં. ૫૩) શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૭૫મી ગાથા છે.
अष्टभ्यः कर्मभ्यः बाह्यं सकलैः दोषैः त्यक्तम् । दर्शनज्ञानचारित्रमयं आत्मानं भावय निश्चितम् ।।७५।। आत्मना आत्मानं जानन् जीवः सम्यग्दृष्टिः भवति ।
सम्यग्दृष्टिः जीवः लघु कर्मणा मुच्यते।।७६।। શ્રી યોગીન્દ્રદેવ આ ગાથામાં કહે છે કે તું નિશ્ચયનયથી આઠ કર્મ અને સર્વ દોષોથી રહિત સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમયી આત્માને જાણ !
અભેદરત્નત્રયના કાળે આવો શુદ્ધાત્મા અનુભવમાં આવવા યોગ્ય છે. ચોથા ગુણસ્થાનથી અભેદરત્નત્રયની શરૂઆત થઈ જાય છે. અહીં અભેદરત્નત્રયની વ્યાખ્યા છે.
પરમ અનંતગુણના ધામ એવા નિજ શુદ્ધાત્માને અંતરમુખ દૃષ્ટિથી જોતાં તે જ્ઞાનાવર્ણાદિ આઠ કર્મથી રહિત છે તથા મિથ્યાત્વ, રાગ, દ્વેષાદિ વિકારી દોષોથી પણ રહિત છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતારૂપ રત્નત્રયમય છે. જે આત્મા પોતાના શુદ્ધોપયોગ દ્વારા એટલે કે સમ્યગ્દર્શનજ્ઞાન, ચારિત્રની એકતા દ્વારા આત્માને અનુભવે છે તેને આવો નિર્મળ આત્મા અનુભવમાં આવે છે. જે શ્રદ્ધા દ્રવ્યની પ્રતીત કરે છે, જે જ્ઞાન દ્રવ્યને જાણે છે અને જે ચારિત્રમાં દ્રવ્યમાં સ્થિરતા થાય છે તેની કિંમત છે. શુદ્ધોપયોગની સાથે રહેવાવાળા એ ભાવ છે માટે તેને ટીકામાં અભેદરત્નત્રય કહ્યાં છે.
શુદ્ધ ચૈતન્યજ્યોત પરમ આનંદસ્વરૂપ છે. તેનું જ્ઞાન કરીને જેણે અંતરમુખ દૃષ્ટિ વડે તેને પ્રતીતમાં લીધો છે એવા સમ્યગ્દર્શન-રત્નની કિંમત છે. રાગથી આત્માની શ્રદ્ધા કરે એમ નહિ પણ જેણે નિર્વિકલ્પ શ્રદ્ધામાં આત્માને લીધો છે. અમૂલ્ય એવા ચૈતન્યને શ્રદ્ધામાં લીધો છે એવા સમ્યગ્દર્શનની કિંમત છે. જેણે જ્ઞાનમાં આત્માને સ્વક્ષેય બનાવ્યો છે અને શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક તેમાં સ્થિર થયો છે એવા જીવના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને રત્નત્રય કહ્યા છે. કેમ કે તે કિંમતી છે. શરીર, વાણી કે પુણ્ય-પાપના વિકલ્પોની કોઈ કિંમત નથી કેમ કે તેમાં શુદ્ધાત્મા લક્ષમાં આવતો નથી.
એકલા આનંદમય આત્માની શ્રદ્ધા કરી તે શ્રદ્ધાની કિંમત છે, તે જ્ઞાનની કિંમત છે કે જેણે આત્માને જાણ્યો. વ્યવહાર-શ્રદ્ધાની કે શાસ્ત્રના જ્ઞાનની કાંઈ કિંમત નથી. તેને નિશ્ચયરત્નત્રય સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવાથી ભેદરત્નત્રય કહેવાય છે પણ તે તો