________________
પ્રવચન-૧ર )
[ ૩૩૫ અનંતગુણની રાશિ-નિજાત્મામાં એકતા કરી લે ! મૂળ મૂડીને સંભાળી લે !
અહીં મૂળ તો પરિણતિ બતાવવી છે એટલે એવી શૈલી લીધી છે કે કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ કાર્યસમયસારનો સાધક જે અભેદરત્નત્રયરૂપ કારણસમયસાર છે તે-રૂપ પરિણત થયેલા પોતાના શુદ્ધાત્મસ્વભાવનું ચિંતવન કર ! ભગવાન આત્માથી વિલક્ષણ ભાવોને લક્ષમાંથી, ધ્યેયમાંથી છોડ અને કાર્યસમયસાર એવો જે મોક્ષ તેનું જે કારણ છે સાધક છે એવો અભેદરત્નત્રયરૂપ એટલે અભેદ શ્રદ્ધા, અભેદ જ્ઞાન અને અભેદ ચારિત્રરૂપે પરિણમીને આત્માનું ધ્યાન કર ! અભેદરત્નત્રયનું પરિણમન એ કાર્યસમયસારરૂપ મોક્ષનું સાધક-કારણ છે. અભેદ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રના પરિણમન વડે મોક્ષરૂપ કાર્ય પ્રગટ થાય છે માટે અભેદરત્નત્રયરૂપે પરિણમતા પોતાના શુદ્ધાત્માનું ચિંતવન કર અને તેને જ ઉપાદેય સમજ. અભેદરત્નત્રયના પરિણમન વડે શુદ્ધાત્માને ઉપાદેયપણે ધ્યાવે તો તારી મુક્તિ થયા વિના નહિ રહે.
CS୧
જ ત્રિકાળી શુદ્ધ જીવ ચૈતન્યપ્રભુ કે જેની પર્યાયમાં વિકાર હોવા છતાં શુદ્ધ જીવ પ્રગટ થાય છે; પોતાનો જે અબંધસ્વભાવ શાયકભાવ પ્રમત્ત-અપ્રમત્ત દશાથી રહિત છે તે શુદ્ધ જ્ઞાયકભાવનો સમ્યગ્દર્શનમાં સ્વીકાર કરીને શુદ્ધ જીવ પ્રગટ થાય છે, તે સુખી છે અને જે વિકાર અને તેના ફળ તે હું એમ માને છે તે મિથ્યાષ્ટિ છે, દુઃખી છે, દુઃખનું ભોજન કરે છે.
ભાઈ ! એકવાર બહારની મોહની મીઠાશ છોડી દે. જેમ ગોળનો રવો–ભેલી મીઠાશથી ભરચક છે તેમ ભગવાન અમૃતનો રવો-ભેલી છે, ત્યાં એકવાર પતિને લગાવ. મોટા ઘર ને ફર્નિચર ને સગવડતાના સાધનોમાં મતિ એટલી બધી એકાકાર થઈ ગઈ છે કે બાપુ! મરતાં તને તે બધું છોડવું આકરું પડશે. માટે ત્યાંથી મતિ હટાવી લે.
- પૂજ્ય ગુર્દેવશ્રી