________________
૩૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
અહો ! ભગવાન આત્મા અનંત ગુણનો મોટો રાશિ છે તેને એક રાગ-દ્વેષ કે દુઃખની પર્યાય જેવડો માની લેવો કે શરીર જેવડો કે પાંચ-પચાસ લાખના સ્વામી તરીકે માની લેવો તે મોટી મિથ્યાશ્રદ્ધા છે તે વડે જીવ અસત્ય-પાપદૃષ્ટિને સેવે છે.
જે પોતાના સ્વભાવમાં નથી તેને પોતાના માની લેવાથી સતનો અસત્કાર થાય છે અને અસતનો સત્કાર થાય છે. અરે, પોતે અનંતગુણનો રાશિ હોવા છતાં એક રાગ પૂરતો પોતાને માની લે છે તે પોતાને મારી નાખે છે, રાગાદિ પરભાવ તો શુદ્ધાત્માના સ્વભાવથી વિલક્ષણ છે. શરીર, પૈસા, મકાન કે વિભાવ આદિ કોઈ ચૈતન્યના લક્ષણ સાથે મળતાં ભાવ નથી. વિલક્ષણ છે-વિપરીત લક્ષણવાળા છે.
કોઈ પોતાના છોકરાને પોતાના નહિ માનતાં માછલાના બચ્ચાને પોતાના માને તો તે કેવો મૂઢ છે! તેમ અજ્ઞાની પોતાના સ્વભાવને પોતાનો નહિ માનતા શરીર ને પરભાવને પોતાના માને છે એ તેની કેટલી મૂઢતા છે ! શરીર કે પરભાવમાં કે પૈસા આદિમાં આત્માનું કોઈ લક્ષણ પણ નથી. કાંઈ ચિહ્ન એવું નથી કે જેનાથી તેને જીવન માની શકાય. જીવની જાતથી તદ્દન જુદી જાતના છે તેને અજ્ઞાની પોતાના માને છે.
શરીર, વાણી, પૈસા, મકાન, સ્ત્રી, પુત્ર, આબરૂ, રાગ, દ્વેષ, ક્રોધ, માનાદિ કોઈ ભાવ એત્માના ભાવ સાથે મળતો નથી. એવા વિલક્ષણ તત્ત્વોને જીવ પોતાના લક્ષણસ્મથે મેળવે છે એ તો પોતાને કોઈ વારસદાર નથી તો આ કૂતરાનું બચ્ચું મારો વારસો સાચવશે એમ માનવા જેવી મૂઢતા છે. અરે ! કૂતરું નહિ ને કોઈ પારેવાને પાળે કે તેની સાથે રમવા મળશે અને પાછળથી વારસો રાખશે એમ માને તો એ શું યોગ્ય છે ! તેમ જે ભાવ આત્માથી વિલક્ષણ છે તે ભાવથી આત્માની સિદ્ધિ થાય !
જે પુણ્ય-પાપાદિ ભાવ તારા નથી, તારામાં નથી અને ત્રણકાળમાં તારા થવાના નથી તેને પોતાના શું કામ માને છે ભાઈ ! દુનિયામાં ડાહ્યા ગણાવ છો તોપણ આનો વિચાર કદી કર્યો નહિ ! શરીર ને પુણ્ય-પાપના મમત્વને ભગવાનની આડાં રાખી દીધા છે માટે તારો સૂર્ય આથમી ગયો ભાઈ !
પરમાત્મપ્રકાશની શૈલી છે કે પહેલાં સમૂહાત્મક વાત કરીને પછી તેને જ ભિન્ન ભિન્ન પાડીને તેમાં જીવ કેવી રીતે એકતા કરે છે ને એકતા કેમ તૂટે તે બધું બતાવે છે. ગાથાએ ગાથાએ થોડો થોડો ભાવ ફેરવતાં જાય છે.
જુદી જાતના લક્ષણવાળા ભાવોને હવે છોડ ને ! એ તારા થવાના નથી, તારામાં રહેવાના નથી. એક સમયમાત્ર પણ તે તારા સ્વરૂપમાં પેઠાં નથી. તારે અને તે વિલક્ષણ ભાવોને કોઈ વાતમાં મેળ નથી એમાં તું મેળ કરવા જા તો મેળ થવાનો નથી.
અનંતગુણની રાશિસ્વરૂપ આત્માથી વિલક્ષણભાવો સાથે એકતાબુદ્ધિ છોડીને હવે તું