________________
પ્રવચન-૧ર )
[ ૩૩૩ હે જીવ! તું જ્ઞાનસ્વભાવમયી આત્મા છો. તું પુણ્ય-પાપના વિકલ્પમયી આત્મા નથી. માટે તે જ્ઞાનમયી આત્મા સિવાયના બાકીના બધા ભાવોને છૌડીને એક પોતાના શુદ્ધાત્મ સ્વભાવનું ચિંતવન કર ! ચિંતવન શબ્દથી અહીં વિકલ્પ કરવાનું કહ્યું નથી પણ શદ્ધાત્માની નિર્વિકલ્પષ્ટિ કરવાનું કહ્યું છે. જ્યારે પુણ્ય-પાપનું ચિંતવન કરતો હતો ત્યારે તેમાં એકાગ્ર હતો. હવે આત્માનું ચિંતવન કરતાં તે આત્મામાં એકાગ્ર થશે. એકાગ્ર થાય તો ખરું ચિંતવન થયું કહેવાય.
અહીં તો એકલું માખણ પીરસાય છે. આડી-અવળી વાત જ નથી.
શું આત્મા શરીરમય છે? રાગમય છે? કર્મમય છે? કોનાથી તન્મય છે? –ભગવાન આત્મા જાણવા-દેખવાના ધ્રુવસ્વભાવથી તન્મય છે માટે તે સિવાયના બીજા જે કોઈ ભાવ છે તેને છોડીને ભગવાન આત્માને ધ્યાવ ! તેમાં એકાગ્ર થા ! તો જ આત્માની ખરી ચિંતવના થશે.
. ભાવાર્થજ્ઞાનમયી આત્મા એટલે કેવો છે?—કે કેવલજ્ઞાનાદિ ગુણોનો રાશિ છે. અર્થાત્ કેવલ કહેતાં એકલો જ્ઞાન, એકલો દર્શન, એકલી શાંતિ, એકલો આનંદ, એકલી પ્રભુતા, એકલી અનંતી શક્તિની સ્વચ્છતા, એકલી સ્વસંવેદન થવામયી શક્તિ આદિ અનંતી શક્તિનો રાશિ છે–ઢગલો છે. અનંતગુણની રાશિ એ જ સાચી રાશિ છે.
ભગવાન આત્મામાં ગુણોની સંખ્યા અમાપ છે અને એક એક ગુણની શક્તિ પણ અમાપ છે. એક જ્ઞાન-જાણવાની શક્તિનું અમાપપણું છે તેમ દર્શન, સુખ, વીર્ય આદિ અનંતી ગુણોની શક્તિ અમાપ છે–અનંત છે. અનંત જ્ઞાનાદિ શક્તિમય આત્મા છે. પણ પોતાની શક્તિની સામે જોતો નથી અને મારે આટલા પૈસા અને આવું શરીર અને આટલો વૈભવ એમ પરથી પોતાનું માપ કરે છે પણ હરામ કાંઈ એનું હોય તો.
જે પોતાનું નથી એવા શરીરાદિમાં એટલું બધું મમત્વ થઈ ગયું કે તે મારું નથી એમ માનવું કઠણ પડે છે. સવારમાં ઉઠીને શરીરને નવરાવે, દાંતિયાથી વાળ ઓળે, શરીરને સારું રાખવા માટે અનેક ઉપાય કરે પણ ધૂળ છે ભાઈ ! એ જડ-માટી છે, એ “તું” નહિ,
શ્રોતા –પણ સાહેબ ! એના વગર ચાલતું નથી ને!
પૂજ્ય ગુરુદેવશ્રી :–“એના વગર મને ન ચાલે. એવી માન્યતાનો ભ્રમ જ તેને ! મોટો દુઃખદાયક છે. શરીર તો શું પણ રાગ વિના આત્મા ટકે તેવો છે. સદાય આત્મા શરીર, કર્મ અને વિકાર વિના ટકેલો છે.
શરીર, કર્મ, વિકાર આદિ વિના હું ન રહી શકું એ જ મહામિથ્યાત્વ કષાયનું પાપ છે. એના વિના મને ન ચાલે એવી માન્યતા આત્માને રેશી નાંખે છે (ભાવમરણ કરે છે).