________________
૩૩૨)
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
સ્થિરતા નથી એ પ્રમાદભાવ છે, ક્રોધ, માનાદિ કષાયભાવ છે અને યોગનું કંપન છે. આ પાંચેય વિકારભાવ એક જ સમયમાં છે તેનાથી ભગવાન આત્મા નિવૃત્તિસ્વરૂપ છે. આત્મા એ પાંચ પ્રકારના પરિણામવાળો નથી છતાં પોતાને એ પાંચભાવરૂપ માનવો તે મિથ્યાદૃષ્ટિપણું છે. અર્થમાં શરીરની ભિન્નતા લીધી હતી અને ભાવાર્થમાં આ પાંચેય વિકારી અવસ્થાથી ભિન્ન આત્માને ઉપાદેય કહીને વિશેષ અર્થ ખોલ્યો છે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ પ્રકારના પરિણામથી ( નિવૃત્તિના કાળે શુદ્ધાત્મા જ ઉપાદેય છે. એટલે કે આ પાંચેય પ્રકારના પરિણામનું લક્ષ
અને ધ્યેય છોડીને, અવલંબન છોડીને જે કાળે પોતાના સ્વભાવની સન્મુખતા કરે છે, તેનું જ લક્ષ કરે છે તે કાળે શુદ્ધાત્મા ઉપાદેય થયો કહેવાય છે, માત્ર આત્મા-આત્મા કરવાથી આત્મા ઉપાદેય થતો નથી.
જે પરિણામ પાંચ પ્રકારના વિકારથી નિવૃત્ત થઈને શુદ્ધાત્માને રુચિમાં લે છે, લક્ષમાં લે છે ધ્યેય બનાવે છે તે પરિણામમાં શુદ્ધાત્મા ઉપાદેય થયો કહેવાય. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગની રુચિ, લક્ષ, ધ્યેય અને અવલંબન છોડીને સ્વભાવની રુચિ, લક્ષ, ધ્યેય અને અવલંબન લે ત્યારે સ્વભાવને ઉપાદેય માન્યો ગણાય છે–ઉપાદેય માની શકાય છે. રુચિમાં રાગ ઉપાદેય મનાતો હોય-મીઠાસ વેદાતી હોય-મજા પડતી હોય એવા પરિણામમાં આત્મા ઉપાદેય થઈ શકતો નથી. ત્યારે તો આત્માનો અનાદર છે-રુચિ નથી, દરેક પ્રકારના વિકારની રુચિ છૂટી જાય અને એક આત્માની રુચિ થાય ત્યારે આત્મા ઉપાદેય બને છે.
પુણ્ય પરિણામમાં મજા આવે છે તે મિથ્યાત્વભાવ છે તો પાપભાવમાં મીઠાસ વેદાય એ તો મિથ્યાત્વ જ છે. કોઈ એમ કહે કે અમને ભોગની વાસના આવી પણ તે તો પર છે માટે આવી તો ભલે આવીએમ ન હોય ભાઈ ! વાસનામાં તને મજા આવે તે મિથ્યાત્વભાવ છે. મૂળ તો એને ચિદાનંદસ્વભાવ ઠીક લાગ્યો નથી-રુચિમાં આવ્યો નથી એટલે તેને હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ આદિ પાપ અને સત્ય, અહિંસા, દયા
આદિ પુણ્યભાવમાં ઠીક લાગે છે. એ ઠીક બુદ્ધિને જ મિથ્યાત્વ અને અજ્ઞાનભાવ કહેવાય ' છે. તે કાળે તે જીવને પુણ્ય-પાપની વાસના જ આદરણીય લાગે છે. તેમાં જ હિત માનીને બેઠો છે. પરમાં અને પુણ્ય-પાપમાં હિતબુદ્ધિ છે તે જ મિથ્યાત્વભાવ છે, એ જ અજ્ઞાનભાવ છે, એ જ પર્યાયબુદ્ધિ છે, તે કાળે જીવને એ પર્યાય જ આદરણીય લાગે છે.
જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ આદિ પરિણામથી નિવૃત્તિ થઈ અને ભગવાન ચૈતન્યસ્વભાવના આદરરૂપ પરિણામની પ્રવૃત્તિ થઈ ત્યારે તે કાળે શુદ્ધાત્મા જ ઉપાદેય છે.
હવે ૭૪મી ગાથામાં મુનિરાજ કહે છે કે જ્ઞાનમયી પરમાત્માથી ભિન્ન પરદ્રવ્યને છોડી તું શુદ્ધાત્માનું ધ્યાન કર !પરનું લક્ષ છોડી તું શુદ્ધાત્મા સાથે દોરી બાંધ.