________________
[ ૩૩૧
પ્રવચન-૧ર ) એકતા તૂટી જાય છે. રાગ વિનાની દૃષ્ટિ થાય ત્યારે જ તે પોતાને રાગ રહિત શુદ્ધાત્મા માની શકે છે.
જુઓ ! આ દુઃખથી છૂટવાનો ઉપાય કહ્યો. શરીરમાં રોગ, વૃદ્ધાવસ્થા, મરણ, છેદન-ભેદન થતાં આ મને થયું નથી એમ ત્યારે જ માની શકે કે જ્યારે તેને પોતાના ચિદાનંદસ્વભાવની અંતરદૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ થાય. ત્યારે જ તેને રાગની અને શરીરની એકતા તૂટી કહેવાય. આવા નિર્વિકલ્પ દષ્ટિવાળા જીવની અલ્પકાળમાં જ મુક્તિ થાય છે.
હવે ૭૩મી ગાથામાં કહે છે કે કર્મજનિત રાગાદિભાવ અને શરીરાદિ પરવસ્તુ છે તે ચેતનદ્રવ્ય ન હોવાથી નિશ્ચયનયથી જીવથી ભિન્ન છે એમ જાણો.
સર્વજ્ઞ વિતરાગ પરમદેવ જેમ ફરમાવે છે તેમ જ સંતો ફરમાવે છે કે તે જીવો ! કર્મજનિત રાગાદિભાવ અને બીજા શરીરાદિ અચેતન દ્રવ્ય તે બધાને નિશ્ચયથી જીવના સ્વભાવથી જુદા જાણો.
પોતાના ચિદાનંદ શુદ્ધ સ્વભાવનો સંબંધ નહિ કરતાં અને જડકર્મનો સંબંધ કરતાં જીવને રોગાદિક ભાવો ઉત્પન્ન થાય છે અને શરીરો મળ્યા કરે છે. તે ખરેખર જીવના સ્વભાવથી ભિન્ન છે. એક તો શરીરાદિ પરદ્રવ્ય અને બીજા કર્મકૃત રાગાદિ વિકાર (તેમાં કર્મ પણ આવી જાય છે) તે બંને જીવના સ્વભાવથી જુદાં છે. માટે તેને જીવથી જુદાં જાણો.
ભગવાન આત્મા જ્ઞાન અને આનંદમૂર્તિ છે. તેના દ્રવ્યસ્વભાવમાંથી વિકાર ઉત્પન્ન થતો નથી. વિકાર તો કર્મના સંબંધથી ઉત્પન્ન થાય છે માટે તે અચેતન છે અને શરીર પણ અચેતન છે માટે તે બંને અચેતન જીવના સ્વભાવથી જુદાં છે. શરીરથી ચેતન જુદો છે અને વિકારથી ચૈતન્ય-સ્વભાવ જુદો છે. શરીર અને કર્મ જડદ્રવ્ય છે અને આત્મા ચેતન દ્રવ્ય છે માટે તેને દ્રવ્ય ભિન્નતા છે અને વિકાર તથા ચૈતન્ય દ્રવ્ય તો જુદાં નથી પણ તે બંનેને સ્વભાવે ભિન્નતા છે. રાગ-દ્વેષાદિ વિકાર ચૈતન્યથી વિરુદ્ધ સ્વભાવ છે પણ જીવે એવી દૃઢ માન્યતા કરી લીધી છે કે આ જ મારો સ્વભાવ છે અને શરીર તે જ હું છું.
કર્મના સંબંધે થયેલા પુણ્ય-પાપરૂપ વિભાવ અને કર્મના સંબંધે સંયોગમાં આવેલ શરીર આદિ બધી અચેતનની જાત છે તે જ “હું છું એમ માનીને અજ્ઞાનીએ મિથ્યાત્વની મડાગાંઠ વાળી છે. તેથી આચાર્યદેવ કહે છે કે તેને તું જીવથી ભિન્ન જાણ. જીવ તો, નિર્મળ જ્ઞાન-દર્શનસ્વભાવી હોવાથી જાણનાર...દેખનાર તત્ત્વ છે તેને જાણ, તેની શ્રદ્ધા કર અને તેમાં ઠર ! તો તારે ભવભ્રમણ નહિ રહે.
ટીકામાં થોડી ખૂબી છે. એક સમયની અંદર મિથ્યાત્વ. અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચેય ભાવ સિદ્ધ કર્યા છે. ભાવાર્થ આમ છે કે પુણ્ય-પાપના ભાવ મારા. છે એવી માન્યતા તે મિથ્યાત્વભાવ છે, રાગનો ત્યાગ થતો નથી તે અવિરિત છે, સ્વરૂપમાં
v