________________
૪૩૦ ]
ભોગની વાંછા હોય, નિદાન હોય તો તો એ એકલું પાપબંધનું જ કારણ થાય.
હવે, આગળની ગાથામાં કહે છે કે જે ભવ્ય જીવોએ આત્મા જાણી લીધો તેણે બધું જાણી લીધું. અખંડાનંદ ચૈતન્યવસ્તુના ભાન વિના લૌકિકમાં સંતો-મહંતો મંદકષાયથી પુણ્ય બાંધે છે પણ તેનાથી આત્માને જરાય લાભ થતો નથી. અનેક પ્રકારની મિથ્યામાન્યતા તો અંદરમાં પડી હોય તેના શુભપરિણામ પણ સામાન્ય હોય છે એમાં કાંઈ નહિ. અહીં તો કહે છે કે ત્રણકાળ ત્રણલોકના નાથ ભગવાને જેવો આત્મા જોયો તેવો આત્મા જેણે અંતરથી જાણી લીધો તેણે બધું જાણી લીધું.
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
હે યોગી !–શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિવાળા હે યોગી ! એક પોતાના આત્માને જાણવાથી આ ત્રણલોક જણાય છે. કારણ કે આત્માના જ્ઞાનમાં બધાંનું જ્ઞાન આવી જાય છે. ‘‘સબ આગમભેદ સુઉર બસે....'' શાસ્ત્રને શું કહેવું છે તે બધું એના જ્ઞાનમાં આવી જાય છે તેથી કહ્યું કે ‘આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું'.
આત્માને જાણે તેને જ કેવળજ્ઞાન થાય છે અને કેવળજ્ઞાનમાં આખો લોક પ્રતિબિંબિત થાય છે. આત્માના જ્ઞાન વિના નવપૂર્વ ભણે તોપણ કાંઈ જણાતું નથી. નવપૂર્વનો ઉઘાડ પણ પછી તો ચાલ્યો જાય છે અને જીવ નિગોદમાં પણ જાય છે અને આત્માનું જ્ઞાન થયું તેને બહારમાં એકેય અંગનું જ્ઞાન ન હોય તોપણ તેને કેવળજ્ઞાન થશે અને તેમાં ત્રણકાળ ત્રણલોક પ્રતિબિંબિત થઈ જશે. ત્રાત્મનઃ સંધિનિ ભાવેનો આ અર્થ કર્યો અને બીજા પણ ઘણાં અર્થ તેમાંથી ઉતારશે.
ભાવાર્થ : વીતરાગ નિર્વિકલ્પસ્વસંવેદનજ્ઞાનથી શુદ્ધાત્મતત્ત્વને જાણવાથી સમસ્ત બાર અંગના શાસ્ત્ર જાણવામાં આવે છે. રાગ વિકલ્પ છોડી દઈને આત્માના સ્વસંવેદન જ્ઞાન વડે જેણે આત્માને જાણ્યો તેને બાર અંગનું જ્ઞાન થઈ જાય છે. બાર અંગમાં સાર એ કહેવો છે કે ‘આત્માની વીતરાગ દૃષ્ટિ કર ! આત્માનું જ્ઞાન કર !' એ કાર્ય જેણે કર્યું તેને બાર અંગનો સાર અંતરમાં પ્રગટ થઈ ગયો. માટે તેને નિશ્ચય શ્રુતકેવળી પણ કહેવાય. બાર અંગનું જ્ઞાન થાય ત્યારે વ્યવહાર શ્રુતકેવળી કહેવાય. બાર અંગમાં કહેલો ભાવ જેને પ્રગટ થયો છે તેને ભવિષ્યમાં બાર અંગનું જ્ઞાન પણ પ્રગટ થશે.