________________
પ્રવચન-૬૫ )
[ r૨૯ નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાની સાથે જો શાસ્ત્રજ્ઞાન, વ્રતાદિ આચરણ છે તો તે મોક્ષના નિમિત્તકારણ છે એટલા માર્ક તેને મળે છે. નિમિત્ત છે એટલું જ. બાકી મૂળ નિશ્ચયનો માલ ભર્યા વિના તો વ્યવહાર કે નિમિત્ત પણ તેને કહેવાતું નથી. માલ ભર્યા વિના કોથળાને શેનો કહેવો ! તેમ નિશ્ચય વિનાના વિકલ્પને કોનો વ્યવહાર કહેવો? ચોખા, ઘઉં કે દાળ કાંઈક ભરો તો કોથળાને ચોખાનો, ઘઉને કે દાળનો કોથળો કહેવાય તેમ શુદ્ધ ચિદાનંદસ્વરૂપની દૃષ્ટિ, જ્ઞાન, રમણતા હોય તો સાથેના શુભરાગને નિમિત્ત કહેવાય છે–વ્યવહાર કહેવાય છે. નિશ્ચય વિના વ્યવહાર કહેવાતો નથી.
બાપુ ! આ મોક્ષના મારગે ચાલવું એ કાંઈ લોલા-પેથાનું કામ નથી. વસ્તુ પોતે પરમાત્મસ્વરૂપ છે તેવું પર્યાયમાં પ્રગટ કરવા માટે એવા આખા અખંડસ્વરૂપની દૃષ્ટિ, જ્ઞાન અને નિર્વિકલ્પ ધ્યાનની પરિણતિ કરે તો તેને મુક્તિની–પૂર્ણદશાની પ્રાપ્તિનું કારણ થાય છે. બાહ્યમાં વ્રતાદિના વિકલ્પ હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, દેવ, ગુરુની શ્રદ્ધા હોય એ બધું મોક્ષનું નિમિત્તકારણ કહેવાય છે.
પંચાસ્તિકાયમાં પણ જે સાધન-સાધ્યની વાત આવે છે તેનો અર્થ પણ આ રીતે બેસાડે તો બેસે. બીજી રીતે બેસે તેમ નથી.
અખંડ શુદ્ધ ચિદાનંદમૂર્તિના સમ્યકશ્રદ્ધાન, જ્ઞાનનો અભાવ હોય અને શાસ્ત્ર ભણતર, પુરાણ આદિનું જ્ઞાન હોય અને વ્રતાદિના પરિણામ હોય તો તે પુણ્યબંધનું કારણ થાય છે. નિશ્ચય તો નથી પણ શુભરાગ છે તેથી પુણ્ય બંધાય છે. મિથ્યાત્વ સહિતના પુણ્યપરિણામની આ વાત છે અને જો મિથ્યાત્વ સહિત તીવ્ર રાગપૂર્વક એવા પરિણામ હોય તો તે પાપબંધનું કારણ થાય છે. પરિણામમાં પાપ હોવાથી બંધન પણ પાપનું થાય છે.
અહીં આ વાત ચાર બોલથી સમજવી. ૧. શુદ્ધ ચિદાનંદની દૃષ્ટિ વિના શાસ્ત્રજ્ઞાન, વ્રતાદિ બધું વ્યર્થ છે. ૨. બીજી રીતે કહ્યું કે અંતરંગ શ્રદ્ધા, જ્ઞાન, શાંતિની પરિણતિ સહિત શાસ્ત્રજ્ઞાન,
પુરાણ વ્રતાદિના પરિણામ હોય તો તે મોક્ષના સહકારી કારણ છે. ૩. આત્માના ભાન વિના એકલા શાસ્ત્ર ભણતર, વ્રતાદિના પરિણામ હોય તો તે
પુણ્યબંધના કારણ છે અને ૪. ચોથું કહ્યું કે મિથ્યાદૃષ્ટિ સહિત નિદાન આદિ પાપ પરિણામપૂર્વક વ્રતાદિનો
બાહ્ય ક્રિયાકાંડ કરે છે તે એકલું પાપ જ બાંધે છે.
આ ચારેય બોલનો સાર એ છે કે પરમાત્માને સ્પર્ધો વિનાનું બધું ખોટું છે. પરમાત્મસ્વરૂપને વેદે સ્પર્શે તો સાથે રહેલાં શુભરાગને મોક્ષનું નિમિત્તકારણ કહેવાય છે. એ વિના તો તેને નિમિત્તકારણ પણ કહેવાતું નથી. બાહ્ય આચરણ કરે પણ અંદર અભિપ્રાયમાં