________________
૪૨૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
તેનું સમાધાન ગુરુ કરાવે છે કે બિલકુલ નિરર્થક તો નથી પણ, વીતરાગ સમ્યક્ત્વરૂપ નિજ શુદ્ધાત્માની ભાવના સહિત હોય તો તો શાસ્ત્રજ્ઞાન, તપશ્ચરણ આદિ મોક્ષના બાહ્ય સહકારીકા૨ણ છે અને જો તે વીતરાગ સમ્યક્ત્વના અભાવરૂપ હોય તો પુણ્યબંધના કારણ છે અને જો મિથ્યાત્વ રાગાદિ સહિત હોય તો તે પાપબંધના કારણ છે. જેમ કે રુદ્ર વગર વિદ્યાનુવાદ નામના દશમાં પૂર્વ સુધી શાસ્રભણતર કરીને ભ્રષ્ટ થઈ જાય છે.
શુદ્ધ ચૈતન્યમૂર્તિનું નિર્વિકલ્પ સમ્યગ્દર્શન તે વીતરાગી સમ્યક્ત્વ છે અને તેની ભાવના એટલે તેમાં એકાગ્રતા સહિત જો શાસ્ત્રનું ભણતર, પુરાણનું જ્ઞાન અને તપશ્ચરણ હોય તો તે મોક્ષના નિમિત્તકારણ કહેવાય છે. જુઓ ! સમ્યક્ત્વ સાથેના આ પરિણામ કહ્યાં છે. સમ્યક્ત્વ પહેલાં આવા પરિણામ હોય અને પછી સમ્યક્ત્વ થાય એમ કહ્યું નથી. પહેલાં શુભરાગરૂપ ધર્મધ્યાન હોય અને પછી શુક્લધ્યાન થાય, એમ નથી.
પહેલાં શાસ્ત્રજ્ઞાન અને વ્રત, તપાદિના પરિણામ હોય તો તેના ફળમાં વીતરાગી સમ્યક્ત્વ થાય એમ પણ નથી. વીતરાગસ્વરૂપ શુદ્ધ ચૈતન્યનો અનુભવ અને તેની ભાવના હોય તેને શાસ્ત્રનું ભણતર આદિ બાહ્ય સહ્કારીકરણ અથવા નિમિત્ત કહેવામાં આવે છે. બાકી આત્માની દૃષ્ટિ વિનાના ભણતર કાંઈ કામના નથી, નિમિત્ત પણ નથી. નિશ્ચય વિના વ્યવહાર હોતો જ નથી. નિશ્ચયની સાથે જ વ્યવહાર હોય છે.
શુદ્ધ ચૈતન્યની નિર્વિકલ્પ એકાગ્રતાની નિર્વિકલ્પ વીતરાગી પર્યાયની સાથે રહેલો શાસ્ત્ર ભણતરનો વિકલ્પ કે પંચમહાવ્રત આદિનો વિકલ્પ કે દેવ, ગુરુ, શાસ્રની શ્રદ્ધાનો રાગ મોક્ષમાર્ગમાં સહકારીકારણ તરીકે ગણવામાં આવે છે. વીતરાગીપર્યાય તે અંતરંગકારણ અને આ વ્યવહાર તે બહિરંગકારણ છે.
શુદ્ધ ઉપાદાન તે અંતરંગકારણ અને વ્યવહાર તે બહિરંગકારણ છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ દૃષ્ટિ જ્ઞાન અને રમણતા એ મોક્ષનું અંતરંગકારણ છે અને તેની સાથે જો આવા વિકલ્પ હોય તો તેને બાહ્યમાં સાથે રહેલાં—બહિરંગકારણ કહેવાય છે. તે અંતરંગ પરિણામમાં ભળી જતાં નથી. શુદ્ધ પરિણામ તો મોક્ષના અત્યંતરકારણ છે તેની સાથે શુભવિકલ્પ હોય તો તે બાહ્યકારણ કહેવાય પણ અત્યંતરકારણ વિનાના એકલા શુભરાગ અને જ્ઞાનનો ઉઘાડ તો ફોગટ છે.
અહા ! વીતરાગમારગ કોઈ અલૌકિક છે પણ અનંતકાળથી તેને લક્ષમાં લીધો નથી. કેવલીપણતો ધમ્મો શરણું....ઘણીવાર બોલ્યો હશે પણ કેવલીકથિત ધર્મનું શરણ એકવાર પણ એણે લીધું નથી.
આત્માના અનુભવ વિનાના શુભરાગનું કાંઈ મહત્ત્વ ન આપવું તો શિષ્યને એમ થાય છે કે તેને કાંઈક તો માર્ક આપો; ત્યારે ગુરુ કહે છે ભાઈ! સાંભળ આત્માના