________________
પ્રવચન-૬૫ /
[ ૪૨૭ ભગવાન એકલો આનંદસાગર ભર્યો છે તેના ઉપર મીટ માંડ અને તેમાં એકાગ્રતા કર એનું નામ ધર્મધ્યાન છે, તે અપૂર્ણચારિત્ર છે. સ્થિરતા પૂર્ણ થઈ જતાં યથાવાતચારિત્ર અને કેવળજ્ઞાન થઈ જાય છે. ધર્મધ્યાનનો કાળ વધારે હોય છે પણ શુક્લધ્યાનનો કાળ થોડો હોય છે. તેથી અહીં ક્ષણમાં મોક્ષ થાય એમ લખ્યું છે. શુક્લધ્યાનમાં ક્ષણમાં મોક્ષ થાય છે. ત્યારે વજૂનારાચસંહનનું નિમિત્ત પણ હોય છે. આ કાળે વજૂનાવાચસંહનનું નિમિત્ત પણ નથી અને શુક્લધ્યાન પણ નથી. ધર્મધ્યાન છે તેથી પરંપરા મોક્ષ થાય છે એમ કહ્યું છે. ધર્મધ્યાનથી ભવકટી કરી આરાધક જીવ અલ્પકાળમાં મુક્તિ પામે છે.
આ ૯૭ ગાથા થઈ. હવે ૯૮મી ગાથા કહે છે.
અહીં કહે છે કે જેના રાગરહિત મનમાં શુદ્ધાત્માની ભાવના નથી તેને શાસ્ત્ર, પુરાણ, તપશ્ચારણ આદિ શું કરી શકે છે? અર્થાત્ કાંઈ કરી શકતા નથી.
શુદ્ધ ચિદાનંદ આનંદકંદ અખંડ આત્માની જેને ભાવના એટલે એકાગ્રતા નથી અર્થાત્ રાગરહિત શુદ્ધ પરિણતિ નથી તેને શાસ્ત્ર કે પુરાણ આદિ શું કરી શકે ! તે તપશ્ચરણ કરે તેનાથી પણ શું? નિર્મળ શુદ્ધ ચિદાનંદ આત્મામાં જેની દૃષ્ટિ ગઈ નથી, જેના જ્ઞાનમાં નિર્મળ આત્મા નથી એટલે કે શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં “આ આત્મા” એમ વસ્યો નથી–આત્માનું ભાન થયું નથી તેને શાસ્ત્ર આદિ શું કરી શકે ! શાસ્ત્રનું જ્ઞાન, પુરાણની કથાઓનું જ્ઞાન અને વ્રત, તપ આદિ શું તેને મોક્ષ કરાવી શકે કયારેય ન કરાવી શકે. તેનો અર્થ એ થાય છે કે શુદ્ધ ચિદાનંદ પ્રભુને જેણે દૃષ્ટિમાં લીધો છે તેની મુક્તિ થાય છે. શુદ્ધાત્માની દૃષ્ટિ વિના શાસ્ત્રનું ભણતર કે તપશ્ચરણ આત્માનું કલ્યાણ કરતા નથી.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો મેરુ છે, ચૈતન્યસૂર્ય છે. તેની જેને રાગરહિત નિર્વિકલ્પ શાંતરૂપ શુદ્ધભાવના થઈ છે તેની મુક્તિ થાય છે. એટલે કે નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ શુદ્ધભાવના તે મુક્તિનું કારણ છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ વીતરાગી શાંતિનો પિંડ છે. નિર્દોષ અભેદ અનંત શાંતિનો પિંડ છે. તેની જેને ભાવના નથી તેના વ્રત, તપ કે શામભણતર આદિ બધું નિરર્થક જાય છે.
શુદ્ધ ચિદાનંદમૂર્તિ આત્મા જેણે દૃષ્ટિમાં વસાવ્યો નથી, આત્માનું સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જેને પ્રગટ થયું નથી તેને આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર વિના એકલું શાસ્ત્રનું ભણતર અને તીર્થંકર, ચક્રવતી આદિ મહા પુરુષોના જીવનચારિત્રનું જ્ઞાન હોય તે તેને મુક્તિ પ્રાપ્ત કરાવતું નથી, ફોગટ જાય છે. અહિંસા, વ્રત, તપ, જપ પણ અનુભવ વિના વ્યર્થ છે.
આ સાંભળી શિષ્યને પ્રશ્ન થાય છે કે શાસભણતર આદિ બિલકુલ નિરર્થક જાય
છે ?.