________________
પ્રવચન-૩૬ ]
[ ૨૧૫
આત્માની શાંતિનું પ્રયોજન સિદ્ધ કરવું છે તે ક્યારે થાય કે, અશાંતિના વિકલ્પો અને કર્મોનો સંબંધ જેમાં નથી અને ચૈતન્ય, સત્તા, જ્ઞાન-આનંદ આદિ સ્વભાવથી જે ભરચક છે એવા આત્માની દૃષ્ટિ કર્યા વિના શાંતિ પ્રગટ થાય તેમ નથી. હું રાગવાળો છું, કર્મવાળો છું, દુઃખી છું એવી દૃષ્ટિથી દુઃખી તો છે જ. હવે તેને સ્વતંત્ર અને સુખી થવું છે ને !−ધર્મ પ્રગટ કરવો છે ને! તો ધર્મી એવો ભગવાન આત્મા કે જે, અનંત અનંત બેહદ જ્ઞાન, શાંતિ આદિથી ભરેલો છે અને પુણ્ય-પાપના વિકાર, કર્મ, શરીરાદિથી શૂન્ય છે તેના ઉપર દૃષ્ટિ આપવાથી ધર્મની શરૂઆત થાય છે દુઃખથી છૂટીને મોક્ષમાર્ગમાં ચઢવાની શરૂઆત થાય છે.
આમ, નિશ્ચય અને વ્યવહાર બંને છે. નથી એમ નથી પણ તારે કોની સામે જોવું છે? મહાન ચિદાનંદ ચૈતન્યસત્તા સામે જોવું છે કે વર્તમાનદશામાં વિકાર અને કર્મનો સંબંધ છે તેની સામે જોવું છે ! વ્યવહારે વર્તમાન દશામાં તેની સાથે સંબંધ છે અને તેના ઉપર તો અનાદિથી તારી દૃષ્ટિ છે જ. એની એ રાખવી છે કે આખી ચૈતન્યસત્તાની દૃષ્ટિ કરવી છે.
આત્મસિદ્ધિમાં આવે છે કે ઘટ....પટ આદિ જાણ તું, તેથી તેને માન. પણ એલા ! જાણનારને જાણ નહિ, એ કેવું તારું જ્ઞાન ? આ શરીર છે, આ પુણ્ય છે, આ પાપ છે, આ રાગ છે, આ કર્મ છે, આ સંયોગ છે....બધું છે. હવે તારે એમાં જ રહેવું છે? એમાં તો તું અનાદિથી રહ્યો જ છો અને એટલે તો તું દુ:ખી છો. હવે એ દુઃખના દહાડા ટાળવા છે કે નહિ ? તને એમ છે કે જેને દીકરાનું અને પૈસાનું સુખ છે તે સુખી છે. મારે એ નથી માટે હું દુઃખી છું ભાઈ ! તું જઈને બધાંને પૂછી આવ કે કોણ સુખી છે ? દરેક દુ:ખી છે. કોઈ સુખી નથી. પરદ્રવ્ય અને પરભાવને પોતાના માને છે તે બધાં દુઃખી જ છે. કેમ કે જેવું સ્વરૂપ છે તેવું ન માનવું તે અસત્ય છે અને અસત્ય હંમેશા દુઃખરૂપ જ હોય.
ભગવાન સિદ્ધ પરમાત્માને આઠ કર્મ નથી, અઢાર દોષ નથી, વિભાવ નથી. તેમ શુદ્ધ ચૈતન્યસત્તાને જોવાવાળા જ્ઞાનથી જોઈએ તો આ આત્મા પણ પોતાના જ્ઞાન, સુખાદિ સ્વભાવથી પૂર્ણ ભરેલો છે અને તેનામાં પુણ્ય-પાપના વિકાર, સુખ-દુઃખાદિ વિકલ્પ, અઢાર દોષ અને કર્મસંયોગનો અભાવ છે. જેમ સિદ્ધભગવાનને અશુદ્ધ દશ પ્રાણ નથી પણ સત્તા, દર્શન, જ્ઞાન, આનંદ આદિ શુદ્ધ પ્રાણ છે તેમ આ આત્મા પણ સત્ છે એટલે હોવાવાળું તત્ત્વ છે તેને શુદ્ધ ચૈતન્યસત્તા છે, દર્શન છે, જ્ઞાન છે, આનંદ છે એવા તો અનંત ગુણ છે અને રાગાદિ વર્તમાન વિકારનો તેનામાં અભાવ છે માટે શુદ્ધ નિશ્ચયનયથી સંસારી આત્માને પણ શક્તિરૂપે શુદ્ધપણું છે.
લાભપાંચમના ધંધો શરૂ કરે છે ને! તેમ આ ધંધો શરૂ કરવા જેવો છે. બે