________________
૨૬ ]
[ રમાકાશ પ્રવચનો હોવાપણાના બે ભાગલાં છે. એક અખંડાનંદ પૂર્ણશુદ્ધ ચૈતન્યભાગ છે અને એક વર્તમાન કર્મસંયોગ અને પુણ્ય–પાપના વિકારનો ભાગ છે. બેમાંથી જે સારો ભાગ હોય તે લઈ લે! સંસારમાં તો સારો ભાગ હોય એ લઈ લે છો ને ! તેમ આમાં પણ સારો ભાગ ઉપાડ!
શરીરનો સંયોગ છે એ તો વર્તમાન પૂરતો છે, કર્મ અને પુણ્ય–પાપનો સંયોગ એ પણ વર્તમાન પૂરતો છે અને એ ભાગ તો તું અનાદિથી લઈને બેઠો છો પણ કોઈ દી સુખી થયો નથી માટે હવે આ લહલહતો આનંદનો નાથ ભગવાન આત્મા જે ત્રિકાળ છે જેને તે કદી આદર્યો નથી તેને સંભાળી લે તો તું સુખી થઈશ. તે ભાગ કેવો છે? કે ભરિતાવસ્થ છે એટલે અનંતગુણનો દરિયો છે, તેમાં એવડી ખાણ છે કે એકાગ્ર થઈને કાઢ તો કેવળજ્ઞાન અને કેવળદર્શન અનંત કાળ સુધી નીકળ્યા જ કરે એટલી મોટી ખાણ છે. હવે તું જ વિચાર કર કે ખાણને સ્વીકારવી કે વિકાર, શરીર અને કર્મા દિને સ્વીકારવા છે?
પુણ્ય-પાપ અને શરીરને મારાં માનવામાં તો રોકડું દુઃખ છે–પ્રત્યક્ષ દુ:ખ છે અને શુદ્ધ ચૈતન્ય-ખાણમાં એકાગ્ર થા તો ત્યાં રોકડું સુખ છે પ્રત્યક્ષ આનંદ છે. હવે તું તારા ભાગની પસંદગી કરી લે ! પાછળથી કજિયા કરીશ નહિ. કજિયાળા છોકરા હોય એ પિતાએ બધાના ભાગના સરખા ભાગ પાડ્યાં હોય પણ ભાગ ખાઈને પાછળથી કજિયો કરે કે મારો ભાગ નાનો હતો તેમ અહીં કહે છે ભાઈ ! તે આ પુણ્ય–પાપ મારાં અને શરીર મારાં એવો કજિયો ઊભો કર્યો છે તે છોડી દે. એ તારી ચીજ નથી. તારામાં ટકીને રહે એવી એ ચીજ નથી. તું તારો ત્રિકાળ સુખરૂપ એવો ચૈતન્યભાગ લઈ લે !
શુદ્ધ અને સત્ સ્વભાવને જોઈએ તો તે ત્રિકાળ શુદ્ધ જ છે, સત્ જ છે અને તે પુણ્ય–પાપના ભાવ, જે કૃત્રિમ વિભાવ છે તેનાથી શૂન્ય જ છે. સ્વભાવથી ભરેલો છે અને વિભાવથી ખાલી છે એવું અસ્તિ-નાસ્તિ સ્વરૂપ જીવનું સ્વરૂપ છે. આ જ્ઞાન આનંદથી ભરેલી મહાન સત્તા છે...એમ દૃષ્ટિમાં લેવાથી “આ છે” એમ પ્રતીત થશે અને કૃત્રિમ ઉઠતા વિભાવ તેમાં નથી એમ નક્કી થશે. આવા સ્વભાવની શ્રદ્ધા કરતાં પર્યાયમાં શુદ્ધપણું, જ્ઞાન, આનંદ, શાંતિ આદિ પ્રગટ થશે એ જ તારા આત્માની પ્રસિદ્ધિ છે. રાગ, દ્વેષ અને પુણ્ય-પાપથી તું તારી પ્રસિદ્ધિ માને છે એ પ્રસિદ્ધિ નથી પણ હેરાનગતિ છે.
મારે પુણ્ય ઘણું છે, શુભભાવ બહુ થાય છે, બહારમાં પુત્ર, પૈસા આદિનો શુભયોગ મારે ઘણો છે એમ પુણ્યથી તારી પ્રશંસા લેવા ઇચ્છે છો તેમાં તો ખરેખર તારી નિંદા થાય છે. હું પૂર્ણાનંદનો નાથ છું એની પ્રશંસા નહિ અને રાગથી, પુણ્યથી અને પુત્રાદિથી પોતાની પ્રશંસા માને છો એ તો ગૂમડાં નીકળ્યાં તેમાં ખુશી થવા બરાબર છે. અમે તો પૈસાવાળા, અમે તો પુણ્યવાળા, અમારું તો કુટુંબમાં કેટલું માન છે, નાતમાં કેટલું માન છે. અમે તો માન-મોટાઈવાળા છીએ એમ જેને તેમાં ખુશીપણું છે તેને કેટલાં વાળા વળગ્યા