________________
પ્રવચન-૩૬ ]
[ ૨૧૭ છે ! શરીરમાં વાળાનો રોગ થાય છે તેમ આ આત્માને આવી અનેક પ્રકારની મૂઢતાના વાળાનો રોગ લાગુ પડ્યો છે.
તારા પરમાનંદ તત્ત્વને દેખ ને ! એ તો સર્વ વિભાવરોગથી શૂન્ય છે અને પોતાના સ્વભાવથી તો ભરચક ભરેલો છે પણ વિભાવથી શૂન્ય છે. અરે! એને પોતાની ઇશ્વરતાની શ્રદ્ધા આવતી નથી. મારામાં ઈશ્વરતા હોય. એને તો પામરતા બેસે છે અને પામરતાની પ્રશંસા આવે છે, પ્રભુતાની પ્રસન્નતા આવતી નથી. માટે તે પર્યાયમાં પ્રભુ થઈ શકતો નથી.
ભગવાન આત્માને તેના કાયમી શુદ્ધસ્વભાવથી જોઈએ તો એ રાગથી શૂન્ય છે પણ પર્યાયમાં અંશે રાગ છે. સિદ્ધભગવાનને તો પર્યાયમાં પણ રાગ નથી. કેમ કે, સંસાર-અવસ્થા વખતે જ તેઓ જેમાં રાગ નથી એવા સ્વભાવને ઓળખીને તેમાં ઠર્યા હતા તો પર્યાયમાં પણ રાગથી રહિત થઈ ગયા. ઈચ્છા, રાગ-દ્વેષ આદિ કોઈ વિભાવ સિદ્ધભગવાનને નથી.
* અજ્ઞાની તો બહારમાં કોઈ સારો કહે ત્યાં તો માનમાં વેચાય જાય છે. જેની પાસે હામ, દામ ને ઠામ એટલે હિંમત, પૈસા અને રહેવાને મકાન છે તેને હવે શી ખામી છે એમ એને થાય છે. પણ ભાઈ ! તારે સુખની જ ખામી છે, તું તો દુ:ખથી ભરેલો છો. તું જેને હામ, દામ, ને ઠામ માને છો એ હામ, દામ ને ઠામ નથી. જેમાં અનંત બળ છે, જેમાં અસંખ્યપ્રદેશી પોતાનું ક્ષેત્ર છે અને અનંત ગુણરૂપી લક્ષ્મી છે તેને હામ, દામ ને ઠામ છે, તે ખરેખર સુખી છે.
આત્માને પુણ્ય–પાપના વિકારવાળો માનવો એ મહા ભાંતિ છે પણ એ પોતાને તો વિકાર અને સંયોગથી મોટો માને પણ બીજાને પણ તેનાથી મોટો માને. બીજાને પુત્ર, પૈસાદિની અનુકૂળતા જોઈને પોતાને પેટમાં બળે કે અરે ! પેલાને બધુ અનુકૂળ છે અને મારે કાંઈ નહિ. એમ દુઃખી થાય....અથવા તો અમે પહેલાં રળ્યા હતાં તો અત્યારે શાંતિથી બેસીને રોટલાં ખાઈએ છીએ એવી ભ્રાંતિ કરે છે. આમ, પરદ્રવ્યથી પોતાની અધિકાઈ અને પ્રશંસા સ્વીકારે છે અને પરની પણ તેનાથી અધિકાઈ માને છે તે પોતાની દૃષ્ટિમાં ચૈતન્યનું ખૂન કરે છે.
સિદ્ધ ભગવાન શક્તિ અને વ્યક્તિ બને અપેક્ષાએ સ્વભાવથી પૂર્ણ છે અને વિભાવથી શૂન્ય છે અને સંસારી દરેક જીવ શક્તિએ પૂર્ણ છે અને વિભાવથી શૂન્ય છે. પરંતુ જેમ બૌદ્ધમતી આત્માને સર્વથા શૂન્ય માને છે એમ નથી. જ્ઞાનાદિ ગુણોથી તો વસ્તુ સદાય પૂર્ણ છે. બૌદ્ધો આત્માનું શૂન્ય થવું તેને જ મોક્ષ કહે છે ત્યારે અહીં કહે છે વિભાવથી શૂન્ય થવું તે મોક્ષ છે, સ્વભાવથી શૂન્ય થવું તે મોક્ષ નથી.
શ્રોતા: બૌદ્ધો આ વાત સાંભળે તો કાંઈ ફેર ન પડે ? પૂજ્ય ગુરુદેવશ્રી –જેના આત્મામાં અંદર શલ્ય બેસી ગયું હોય તેને માત્ર સાંભળવાથી