________________
૨૧૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
શું ફેર પડે ! કમળાવાળાને બધું પીળું જ દેખાય છે તેને બીજો કહે કે વસ્તુ પીળી નથી, સફેદ છે પણ તેને એ વાત બેસે નહિ. તેમ વસ્તુસ્વરૂપનું ભાન નથી તેને બધું વિપરીત જ દેખાય છે. મોટા ભણેલાં—ગણેલાં હોય તેને પણ અહીં તેનું ભણતર કામ લાગે તેમ નથી. ભગવાન સિદ્ધ હો કે સંસારી જીવ હો તે પોતાના સ્વભાવથી કદી ખાલી ન હોય. તેનામાં સંખ્યાએ અનંત અનંત અને તેનાથી તે અશૂન્ય છે અને વિકારથી
અહો ! એના સ્વભાવની અનંતતાનું શું કથન થાય સામર્થ્યમાં પણ અનંત અનંત એવો સ્વભાવ ભરેલો છે શૂન્ય છે માટે સર્વથા શૂન્ય છે એમ નથી.
આવું જ કથન શ્રી પંચાસ્તિકાયમાં પણ છે ‘નૈર્સિ નીવતહાવો'' ઇત્યાદિ. તેનો અભિપ્રાય એવો છે કે જેમ સોળવલું સોનું તના શુદ્ધ થઈ ગયું છે તેમ સિદ્ધભગવાનની પર્યાય તદ્ન શુદ્ધ થઈ ગઈ છે. તે ભગવાન દેહથી અને વચનના વિષયથી રહિત છે, એકલો ચૈતન્ય હીરલો, પૂર્ણાનંદનો કંદ પ્રભુ, રાગ અને શરીરથી, વાણીથી ભિન્ન પડી ગયેલો, સ્વભાવથી અભિન્ન દશામાં રમતો પરમાત્મા બની ગયો છે. આ ભગવાન આત્મા વચનથી અગમ્ય છે. અરે ! ઘી જેવી જડની વસ્તુનો સ્વાદ પણ વચનથી કહી શકાતો નથી—કોઈની ઉપમા આપી શકાય એવો તેનો સ્વાદ નથી. એ સ્વાદ જણાય ખરો પણ કહી ન શકાય. તો આ ચૈતન્યનો સ્વભાવ વચનથી કેવી રીતે કહી શકાય !
જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો,
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવગોચર માત્ર રહ્યું જ્ઞાન જો.
અહો ! પુણ્ય અને પાપથી રહિત સિદ્ધના સ્વરૂપને વાણીથી શી રીતે કહી શકાય! વાણીથી જે કહેવામાં આવ્યું છે તે તો બધું સ્થૂળ સ્થૂળ રીતે કહ્યું છે. વિકાર અને શરીરથી રહિત ભગવાન આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવવા છતાં વાણીમાં તેનું ચિતરામણ થઈ શકતું નથી માટે તેને વાણીથી અગોચર કહ્યો છે. આત્માના જ્ઞાનમાં શરીર, વાણી, મન, કર્મ આદિ બધું ગમ્ય છે પણ તેને આત્મા ગમ્ય થતો નથી. આત્મા એક જ્ઞાનથી ગમ્ય છે બાકી બધી વાતો છે. માટે સિદ્ધભગવાનના આત્માને જોવો હોય તો તું તારું સ્વસંવેદનશાન પ્રગટ કર ! તો તેના વડે સિદ્ધ કેવા છે એનો અનુભવ તને થઈ જશે.
એક સ્તુતિમાં આવે છે કે બીજું કાંઈ ન માગું, સ્વામી ! એક કેવળજ્ઞાની ચૈતન્ય આત્મા મને જ્ઞાનમાં પ્રત્યક્ષ થાઓ એટલું માગું છું. કેમ કે જ્ઞાન સિવાય કોઈ અન્ય મન, વાણીથી આત્મા ગમ્ય થાય તેવો નથી, માત્ર ઇશારા થાય છે.
અહીં તાત્પર્ય એ છે કે મિથ્યાત્વ, રાગાદિ ભાવોથી શૂન્ય તથા એક ચિદાનંદ