________________
પ્રવચન-૩૬ ]
[ ૨૧૯ સ્વભાવથી પૂર્ણ જે પરમાત્મા કહેવામાં આવ્યો છે અર્થાત્ વિભાવથી શુન્ય અને સ્વભાવથી પૂર્ણ એવો આત્મા છે તે જ ઉપાદેય છે. હું શરીરવાળો હઈશ, હું રાગવાળો હઈશ એવી બધી મિથ્યાભ્રાંતિઓથી ભગવાન આત્મા શુન્ય છે અને એક ચિદાનંદ સ્વભાવથી પૂર્ણ છે તે જ ઉપાદેય છે.
પરમાત્મપ્રકાશમાં ગાથા દીઠ થોડી વાત ફેરવી ફેરવીને એક ચિદાનંદ સ્વભાવને ઉપાય બતાવ્યો છે. એક એટલે અખંડ અને એકરૂપ જે જ્ઞાન આનંદ સ્વભાવ તેનાથી પૂર્ણ ભરેલો અને વિભાવથી શૂન્ય એવો તે આત્મા જ ઉપાદેય છે અરે ! સાર સમજે તો એક એક શબ્દમાં ઘણું ભરેલું છે.
અનંતકાળમાં જીવે કદી પોતાના ત્રિકાળ એકરૂપ સ્વરૂપને વિશ્વાસમાં લીધું નથી, જે સંયોગી ચીજ છે તેનો અને ક્ષણિક વિકારીભવનો વિશ્વાસ કર્યો છે પણ જે ત્રિકાળ રહેનાર છે, આનંદકંદ છે, પોતાનું જ સ્વરૂપ છે તેનો કદી વાસ્તવિક યથાર્થ વિશ્વાસ કર્યો નથી. માટે કહે છે કે આવો વિભાવથી શૂન્ય અને સ્વભાવથી પૂર્ણ એવો નિજ આત્મા જ ઉપાદેય છે-અંતરદૃષ્ટિમાં લેવા લાયક છે એ આ ગાથાનું તાત્પર્ય છે.
હવે આગળની ગાથાઓમાં દ્રવ્ય, ગુણ, પર્યાયની મુખ્યતાથી કથન કરશે.
જોકે કર્મ તથા ભાવકર્મ આત્મા સાથે આકાશના એક ક્ષેત્રાવગાહરૂપ છે, જે આકાશના પ્રદેશમાં શુદ્ધ ચેતના છે તે જ પ્રદેશમાં વિકાર છે પણ પોતાના પ્રદેશની અપેક્ષાએ જોઈએ તો એક ક્ષેત્રાવગાહરૂપ નથી. નિત્યતાદાભ્યપણે તો નથી પણ અનિત્ય-નાદાભ્યપણે પણ નથી. વિકાર ને આત્માની વચ્ચે સંધિ છે, કેમ કે બે કહેતાં બે એક થયા જ નથી, બે વચ્ચે સંધિ છે. ચેતનામાત્ર દ્રવ્ય, જાણન-દેખન સ્વરૂપ આત્મા શુદ્ધ સ્વરૂપ એક વસ્તુ ને વિકાર બીજી વસ્તુ છે, કેમ કે શુભાશુભ ભાવ આસવતત્ત્વ છે ને આત્મા જીવતત્ત્વ છે. વિકાર ભલે પર્યાયરૂપ છે પણ તે તસ્વરૂપ છે, તેમાં સપ્તભંગી ઊઠે છે. - પૂજ્ય ગુર્દેવશ્રી