________________
૨૧૪ )
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો - પ્રવચનસારમાં પાઠ છે કે, દરેક પદાર્થ પોતાના સ્વભાવથી અન્ય નામ ભરેલો છે અને પરથી શૂન્ય છે–ખાલી છે, એ ન્યાયે, આત્મા પોતાના જાણવું દેખવું, આનંદ, શાંતિ, અસ્તિત્વ, વસ્તુત્વ, સ્વચ્છત્વ, પ્રભુત્વ આદિ સ્વભાવથી અશૂન્ય છે એટલે કે ભરેલો છે અને પરદ્રવ્યથી તે શૂન્ય છે. જો પરદ્રવ્ય આત્મામાં આવી જાય તો બે દ્રવ્ય એક થઈ જાય અને તો બે દ્રવ્ય જ ન રહ્યાં. પણ એમ બનતું જ નથી. આત્મા ત્રણેકાળ પરદ્રવ્યથી શૂન્ય છે અને સ્વભાવથી ભરપૂર છે.
પ્રશ્ન:આત્મા પરદ્રવ્યથી શૂન્ય ક્યારે છે? સિદ્ધ થાય ત્યારે ને ! પૂજ્યશ્રી-ક્યારે શું? અત્યારે આત્મા પરદ્રવ્યથી શૂન્ય છે. સિદ્ધ થાય ત્યારે તો પર્યાયમાં પણ આત્મા પરદ્રવ્ય અને વિભાવથી શૂન્ય થઈ જાય છે પણ શક્તિએ તો આત્મા અત્યારે પણ પરદ્રવ્યથી અને વિભાવથી શૂન્ય છે. જુઓ! આ શેઠના પૈસા તમારા નથી ને! એ તો ખરું, પણ જેને તમારા કહેવાય છે એ પૈસા પણ તમારા નથી કેમ કે, પારદ્રવ્યથી આત્મા શૂન્ય છે.
આત્મા એક જાણવાના સ્વભાવવાળું તત્ત્વ છે. તે જાણે છે...જાણે છે. તેમાં માત્ર જાણવું જ નથી પણ આ છે એવું તેનું અસ્તિત્વ છે, આ છે એવી તેની શ્રદ્ધા છે, જાણવામાં ટકે છે તે ચારિત્ર છે, જાણવું ટકાવી રાખવું તે વીર્ય છે. આમ, હોવાવાળા આત્મામાં આવા અનંતગુણો છે. અનંત શક્તિથી ભરેલો ભગવાન છે. એ જ ભગવાન વિભાવ અને શરીર, કર્માદિથી ખાલી છે–શૂન્ય છે.
જોયું? આત્મા દુઃખની દશાથી ખાલી છે એમ કહ્યું છે. શરીરનો રોગ, શરીર, આઠ કર્મ, પુણ્ય-પાપના ભૌવ અને આ રોગ મને દુઃખદાયક છે એર્વો જે વિકલ્પ એ બધાંથી આત્મા ખાલી છે. શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા, આ બધાં વિકારથી શૂન્ય છે. કયારે? કે અત્યારે. અરે ! એને એનું હોવાપણું કેવું છે, કેવડું મોટું છે એની ખબર નથી અને દુનિયાના મોટાં ડાહ્યા થઈને બેઠા છે. એ બધાં સંસારમાં રખડનારાં છે.
જેની ભૂમિકામાં જેની હયાતીમાં આ બધું જણાય છે એ ચીજ છે કે નહિ? એ ચીજ આત્મા જ છે અને તેમાં જ્ઞાન આનંદ આદિ ભરેલાં છે પણ તેમાં જે જણાય છે એ પરચીજ તેનામાં નથી. ભાઈ ! હજુ તો આ એકડો પહેલાં શીખવો પડશે.
ભાવાર્થ –આ આત્માને શુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મ નથી, સુધાદિ દોષોના કારણભૂત કર્મોનો નાશ થઈ જવાથી સુધા, તૃષાદિ અઢાર દોષો કાર્યરૂપ નથી અને સત્તા, ચૈતન્ય, જ્ઞાન, આનંદ આદિ શુદ્ધ પ્રાણ હોવા છતાં ઇન્દ્રિયાદિ દશ અશુદ્ધપ્રાણ નથી માટે સંસારીજીવોને પણ શુદ્ધનિશ્ચયથી શક્તિરૂપે શુદ્ધપણું છે. એક સમયની દશામાં પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખના ભાવ, આઠ કર્મનો સંબંધ આદિ બધું છે પણ સ્વરૂપમાં તે નથી, કેમ કે જો સ્વરૂપમાં તે હોય તો તેનાથી છૂટીને તે પરમાત્મા થઈ શકે નહિ.