________________
િરાગાદિથી શૂન્ય, અનંત ગુણથી ડી ફિ ભરપૂર ભગવાન આત્મા સૂરી
(સળંગ પ્રવચન નં. ૩૬) अष्टावपि कर्माणि बहुविधानि नवनव दोषा अपि येन ।
शुद्धानां एकोऽपि अस्ति नैव शून्योऽपि उच्यते तेन ॥५५।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેના પ્રથમ અધિકારની આ પ૫મી ગાથી શરૂ કરીએ
છીએ.
શિષ્ય ચાર પ્રશ્નો પૂછેલાં તેમાંથી ત્રણનો ઉત્તર આવી ગયો. અહીં ચોથા પ્રશ્નનો ઉત્તર આપે છે કે, આત્મા આઠ કર્મ અને અઢાર દોષોથી રહિત છે તથા વિભાવભાવોથી રહિત છે, એ અપેક્ષાએ શૂન્ય કહેવાય છે પણ કેવળજ્ઞાનાદિ ગુણોની અપેક્ષાએ શૂન્ય નથી, સદા પૂર્ણ જ છે.
આગળ ત્રણ વાત કહી હતી તેમાં એક તો “આત્મા સર્વગત છે' એટલે કે, આત્માનું જ્ઞાન આખા લોકાલોકને-સર્વને જાણે છે માટે વ્યવહારથી આત્માને સર્વગત કહેવાય પણ તે કાંઈ લોકાલોકમાં ફેલાતો નથી, એ તો પોતાના અસંખ્યપ્રદેશમાં રહેલો છે તે નિશ્ચય છે. બીજું આત્મા જડ છે. કેવી રીતે?—કે, જ્યારે ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ છોડીને અંતર અતીન્દ્રિય સ્વરૂપમાં એકાકાર થાય છે ત્યારે તે શાંતિના વેદનકાળમાં આત્માને ઇન્દ્રિયજ્ઞાન હોતું નથી એ અપેક્ષાએ તેને ઇન્દ્રિયજ્ઞાન વિનાનો જડ કહેવાય છે પણ તેના સ્વભાવના જ્ઞાનનો અભાવ નથી. ત્રીજું, આત્મા શરીઅમાણ આકારવાળો છે.
હવે ચોથા પ્રશ્નમાં શિષ્ય પૂછ્યું હતું કે, આત્મા શૂન્ય છે? તેના સમાધાનમાં યોગીન્દ્રદેવ કહે છે કે હા, કોઈ અપેક્ષાએ આત્માને શૂન્ય કહી શકાય છે. કેવી રીતે?—કે, અનંતા સિદ્ધોનો અને આ દરેક જીવનો અંતરસ્વભાવ આઠ કર્મ અને વિકારીભાવથી ખાલી છે માટે એ અપેક્ષાએ તેનાથી આત્મા શૂન્ય છે પણ પોતાના અનંત જ્ઞાન, દર્શન, આનંદ આદિ સ્વભાવથી તો તે ભરેલો છે, પૂર્ણ છે. સ્વભાવથી ખાલી નથી.
સિદ્ધ ભગવાનને જ્ઞાનાવરણાદિ આઠ કર્મ અને સુધા, તૃષા, જન્મ–જરા આદિ અઢાર દોષોનો અભાવ છે તેમ દરેક સંસારી જીવોના મૂળ સ્વરૂપમાં પણ આઠ કર્મ અને અઢાર દોષ નથી માટે પર અને વિભાવથી આત્માને શૂન્ય કહેવાય છે. જેમ એક આંગળીનો બીજી આંગળીમાં અભાવ છે માટે એક આંગળી બીજી આંગળીથી શૂન્ય છે પણ એક આંગળીમાં પોતામાં પોતાનો અભાવ નથી તેમ દરેક જીવ પોતાના જ્ઞાન, દર્શનાદિ સ્વભાવથી શૂન્ય નથી.