________________
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો પૂનમ કયાંથી ઊગે? જેને આ માર્ગ મળ્યો છે અને સમ્યકત્વરૂપી બીજ ઊગી છે તેને કેવળજ્ઞાનરૂપ પૂનમ થયા વગર રહેતી નથી.
સ્વસ્વરૂપનું સંવેદનશાન થતાં સમ્યગ્દષ્ટિને પરસ્વરૂપનું પણ યથાર્થ જ્ઞાન થઈ જાય છે કે આ કોઈ પરદ્રવ્ય, પરભાવ મારાં નથી. સ્વ-પર પ્રકાશક જ્ઞાનનું સામર્થ્ય એટલું ખીલી જાય છે.
નિજ આત્માનું સ્વસંવેદનશાન ચોથા–પાંચમાં ગુણસ્થાને રહેલાં સમ્યગ્દષ્ટિ અને શ્રાવકને પણ હોય છે માટે કોઈ એમ માને કે મુનિદશામાં જ સ્વસંવેદન હોય, પહેલાં ન હોય એ વાત યથાર્થ નથી.
વિષયોના આસ્વાદરૂપ રાગનું વેદન તે વીતરાગ નથી અને ચોથા–પાંચમાં ગુણસ્થાનમાં પણ જે રાગ છે તેનાથી પણ રહિત સ્વસંવેદનજ્ઞાન છે એ બતાવવા જ્ઞાનને “વીતરાગ' વિશેષણ આપ્યું છે.
જીવ મૂઢ નથી. જીવ તો ચૈતન્ય બાદશાહ છે. સૂર્ય તો હજાર કિરણોવાળો હશે પણ આ ચૈતન્યસૂર્ય તો અનંત કિરણ સહિત શોભાયમાન છે. તેને ઓળખીને તેનો સ્વીકાર કર !
એક ભાઈ કહેતાં હતાં કે લોકો માથામાં પેથીએ પૅથીએ તેલ નાંખે છે પણ અહીં તો વાળ વાળે (એક એક વાળમાં તેલ નખાય છે. પણ, આ ખબર કોને પડે? જેને લગની હોય તેને ખબર પડે. જેને લગની લાગે તેને પરમાત્મા મળ્યા વિના રહે નહિ એવી વાત છે.
ગોળના રવાને જ્યાંથી ચીરો ત્યાંથી ગળપણ જ નીકળે તેમ ભગવાન આત્મા આખો પૂર્ણ જ્ઞાનાનંદરસથી ભરપૂર છે તેમાં જ્યાં નજર નાંખો ત્યાં, જ્ઞાન, આનંદ અને શાંતિ જ થાય.
મિથ્યાષ્ટિને અનંતાનુબંધી કષાય છે ત્યાં સુધી એકલાં વિકારનું જ વેદન છે, ત્યાં સુધી તે બહિરાત્મા છે તેને આત્માનું જ્ઞાન કે વેદન કાંઈ નથી. તે ભલે ૧૧ અંગ ને ૯ પૂર્વ ભણ્યો હોય પણ તેને સમ્યજ્ઞાન નથી, સ્વસંવેદન નથી અને સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનમાં બીજું કાંઈ પણ જ્ઞાન ન હોય તોપણ, સ્વસંવેદન જ્ઞાન છે છતાં હજી ત્રણ કષાય બાકી રહ્યા હોવાથી સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં બીજના સૂર્યની જેમ પૂનમ જેવો પ્રકાશ નથી. જેટલું જ્ઞાન છે તે જ વીતરાગી છે. સાથે રાગ છે તેટલી વીતરાગતા નથી–પૂર્ણ જ્ઞાનનો પ્રકાશ નથી, જેટલું રાગરહિત જ્ઞાન છે તેને જ વીતરાગ વિશેષણ લાગુ પડે છે.
પ્રથમ ગુણસ્થાનમાં તો આત્માનું જ્ઞાન નથી અને વીતરાગતાનો અંશ પણ નથી, એકલો રાગ અને પરલક્ષી જ્ઞાન છે. ચોથા ગુણસ્થાનમાં સ્વનું જ્ઞાન અને બીજનો ચંદ્ર