________________
પ્રવચન-૧૦ )
[ ૧૧
જેવો વીતરાગી પ્રકાશ છે. એક અનંતાનુબંધી કષાયનો જ અભાવ થયો હોવાથી વિશેષ વીતરાગતા નથી.
શ્રાવકને અનંતાનુબંધી કષાય ઉપરાંત અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો પણ નાશ થયો હોવાથી બે કષાયના અભાવવાળો વીતરાગી પ્રકાશ પ્રગટ થાય છે. તેથી ચોથા ગુણસ્થાનવાળા કરતાં પાંચમાં ગુણસ્થાનવાળાનો વિતરાગભાવ વધી જાય છે અને રાગભાવ ઘટી જાય છે.
અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન આ બે કષાય ટળીને જેટલો વીતરાગભાવ વધે છે તેને પાંચમું ગુણસ્થાન કહેવાય છે અને જેટલો રાગ બાકી છે તે પ્રત્યાખ્યાન અને સંજ્વલન કષાયનો છે.
જેટલો વીતરાગભાવ છે તે ધર્મ છે. શ્રીમદ્ કહે છે કે, અત્યારે વીતરાગભાવ તો નથી પણ વિતરાગભાવને કહેનારી કથની પણ ઘસાય ગઈ છે,–પ્રરૂપણા ઘસાય ગઈ છે.
આ તો અંતરની વાતો છે ભાઈ ! બહારથી તેનું માપ નીકળે તેમ નથી. બહારમાં તો મગરમચ્છ હોય અને તેને પાંચમું ગુણસ્થાન હોય અને મોટો રાજા હોય અને મિથ્યાષ્ટિ હોય. અરે ! નગ્ન દિગંબર સાધુ થયો હોય, નવ પૂર્વનું જ્ઞાન હોય છતાં મિથ્યાષ્ટિ હોય. અંતરમાં જેટલાં કષાયનો અભાવ થાય છે તેટલી વીતરાગતા વધતી જાય છે. તેનું માપ બહારથી આવતું નથી.
જેમ જેમ રાગ ઘટીને વીતરાગતા વધતી જાય છે તેમ તેમ સ્વસંવેદનશાન પણ 'પ્રબળ થતું જાય છે. સ્વ-વિષયને પકડવામાં પ્રબળપણું આવે છે.
મુનિને ત્રણ કષાય ચોકડીનો અભાવ હોય છે તેથી તેમનો રાગ બળ વગરનો થઈ જાય છે. રાગનો અભાવ થયો નથી પણ બળ તૂટી જાય છે અને વીતરાગતા પ્રબળ થઈ જાય છે.
વસ્તુસ્વરૂપના ભાન વગરની એકલી ક્રિયામાં તો કબુદ્ધિ અને બહિરાત્મબુદ્ધિ છે. સર્વજ્ઞ પરમાત્માને વિતરાગી પ્રકાશ પૂર્ણ પ્રગટ થાય છે અને જ્યારથી એ પ્રકાશ શરૂ થાય છે તે સમ્યગ્દર્શન ચોથું ગુણસ્થાન છે. વીતરાગી—વિજ્ઞાન પ્રકાશ થયા વિના ધર્મની શરૂઆત ન થાય. ચોથા ગુણસ્થાને આ વીતરાગી—વિજ્ઞાન અંશે પ્રગટ થઈ જાય છે અને પછી વધતું જાય છે.
છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વરૂપને પકડનારું વીતરાગી—વિજ્ઞાન એકદમ પ્રબળ બની જાય છે. વસંવેદનનો પ્રકાશ વધી જાય છે. સંજ્વલન કષાયનો રાગ બાકી છે એ અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનમાં સરાગ સંયમ કહેવાય છે. પણ ત્યાં ત્રણ કષાય ચોકડી એટલે ત્રણ પ્રકારના ક્રોધ, માન, માયા, લોભનો તો અભાવ થઈ ગયો હોય છે. પંચ મહાવ્રત આદિના વિકલ્પરૂપ રાગ હોય છે એટલે પૂર્ણ વીતરાગ જેવો પ્રકાશ તેમાં હોતો નથી.