________________
પ્રવચન-૧૦
[ ૪૯
આવે છે તે માટી ને સાબુના સ્વાદની જેમ વસ્તુના મૂળ સ્વભાવનો સ્વાદ નથી, વિકારનો સ્વાદ છે. સ્વજ્ઞાન અને શાંતિનું વેદન થાય તે વીતરાગી સ્વસંવેદન છે.
આત્મા એકલા જ્ઞાન અને વીતરાગીસ્વભાવનો કંદ છે. તે પોતે પરના લક્ષે રાગ-દ્વેષરૂપ કષાયને વેદે તે તેનું વીતરાગી વેદન નથી, દુઃખરૂપ વેદન છે, સંસાર છે. માટે તેનાથી જુદું પાડવા માટે સમ્યગ્દષ્ટિને વીતરાગી સ્વસંવેદન હોય છે એમ કહ્યું છે.
વિષયોના વેદન વખતે પણ જે જ્ઞાન છે એ તો પોતાનું જ છે પણ વેદન રાગનું થાય છે. આ ગોળ છે એમ જ્ઞાન થાય છે અને રાગનો સ્વાદ લે છે માટે તે રાગસહિત સ્વસંવેદનશાન છે. તે ખરેખર જ્ઞાન જ નથી. જેમાં સ્વજ્ઞાન ભળે નહિ અને રાગરહિત વેદન થાય નહિ તે જ્ઞાન જ નથી.
દેવ-શાસ્ર-ગુરુની શ્રદ્ધા એ પણ રાગ છે. આ સાચા દેવ-શાસ્ર-ગુરુ છે એમ જ્ઞાન થાય પણ સાથે તેના પ્રત્યે રાગ છે માટે તે સ્વસંવેદન જ્ઞાન–વીતરાગી જ્ઞાન નથી, રાગવાળું છે.
એક પોતે સ્વ અને બીજું, અનંત પરવસ્તુ આ બે છે, તેમાં સ્વવિષયને છોડી પરનું જ્ઞાન કરે છે તે જ્ઞાન તો જ્ઞાન જ છે પણ તેમાં સાથે રાગ છે. પરવસ્તુનું લક્ષ કરે તેમાં રાગ થયાં વગર રહેતો નથી. એ રાગમાં જીવ ખોવાય જાય છે (અટકી જાય છે) તેથી પોતાના સ્વભાવનું વીતરાગી જ્ઞાન થતું નથી. ખરેખર જીવ રાગમાં ખોવાઇ જતો નથી પણ ભ્રમથી એમ માને છે.
એક તરફ રામ અને એક તરફ ગામ. એક તરફ ચિદાનંદ આત્મારામ અને બીજી તરફ આખી દુનિયા. તેમાં સ્ત્રી, પુત્ર, પરિવાર હો, વેપાર—ધંધા હો કે દેવ-શાસ્ત્ર-ગુરુ હો એ બધાં આત્મારામથી પરચીજ છે. પોતાના સ્વસ્વભાવને જે વેદે તે રાગ રહિત પોતાનું સ્વસંવેદનશાન છે. તે ધર્મની પ્રથમ ભમિકા છે.
વસ્તુ અનાકુળ, અતીન્દ્રિય, પરમ શાંતરસનો પિંડલો છે તેનું જ્ઞાન—તેનું લક્ષ તેનું ધ્યેય કરતાં જે જ્ઞાન થાય તેમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગનો અભાવ હોય છે. તે જ ખરું વીતરાગી સ્વસંવેદન જ્ઞાન છે. તે જ અપૂર્વ છે. પરનું જ્ઞાન કે જે રાગસહિત છે તે તો નિગોદથી માંડીને નવમી ઐવેઇક સુધીના જીવો અનાદિથી કરતાં જ આવ્યાં છે તે કાંઈ અપૂર્વજ્ઞાન નથી. જાણવાનો તો જીવનો સ્વભાવ છે માટે દરેક સમયે જાણવાનું કાર્ય તો તે કરી જ રહ્યો છે પણ એકલાં પરના લક્ષે થયેલાં જ્ઞાનની સાથે રાગ દ્વેષ, રતિ—અતિ આદિ વિકાર ભાવ થાય છે માટે તે ખરું સ્વ-સંવેદનજ્ઞાન નથી.
અરે ! આવા વીતરાગમાર્ગની વાતો કાને ન પડે તો વિચારે ક્યાંથી? અને એ પરથી હટીને સ્વસંવેદન ક્યાંથી કરે ? અને સમ્યગ્દર્શનરૂપી બીજ ઊગ્યા વગર કેવળજ્ઞાનરૂપી