________________
જ વીતરાગી સ્વસંવેદન *
(પ્રવચન નં. ૧૦) आत्मानं त्रिविधं मत्वा लघु मूढं मुञ्च भावम् ।
मन्यस्व स्वज्ञानेन ज्ञानमयं यः परमात्मस्वभावः ॥१२॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ ભાગની આ ૧૨મી ગાથા ચાલે છે.
આચાર્ય કહે છે કે વીતરાગ સ્વસંવેદનજ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે. સમ્યકજ્ઞાનના પ્રકાશની સાથે અકષાય સ્વભાવનું વિતરાગી વેદન થવું તેને સ્વસંવેદનજ્ઞાન કહેવાય. આ જ્ઞાન પ્રગટ થાય ત્યારથી ધર્મની શરૂઆત થાય છે, ત્યારે ચોથું ગુણસ્થાન હોય છે.
આ સાંભળી શિષ્ય પ્રશ્ન કર્યો કે પ્રભુ ! મને આશંકા થાય છે કે જે શુદ્ધ આત્માનું સ્વસંવેદન પ્રગટ થાય એ તો વીતરાગ જ હોય. છતાં ‘વીતરાગ' વિશેષણ કેમ લાગ્યું છે. | શિષ્યના પ્રશ્નનું ગુરુ સમાધાન કરે છે કે નિજ શુદ્ધાત્મા જ્ઞાન આનંદસ્વરૂપ હોવા છતાં તેને વિષયો અને કષાયનું વેદના થાય છે તે તો રાગરહિત વેદન છે તેને પણ સ્વસંવેદન કહેવાય છે માટે, તેનાથી જુદું પાડવા માટે આત્માના જ્ઞાનને “વીતરાગ' વિશેષણ લગાડ્યું છે. | વીતરાગ–વિજ્ઞાનઘન ભગવાન આત્મા સ્વભાવનું ધ્યેય છોડીને પાંચ ઇન્દ્રિયના વિષયોના લક્ષે જે શુભાશુભભાવ કરે છે તેનું વેદન રાગસહિત છે. સ્વવિષયને છોડીને પોતે પરવિષયમાં રાગાદિનું વેદન કરે છે તે પણ સ્વસંવેદન છે એટલે કે પોતાના વિકારનું વેદન છે કાંઈ પરનું વેદન નથી. અહીં જે સ્વસંવેદનની વાત કરી છે તે રાગવાળા વેદનની વાત નથી માટે “વિતરાગ' વિશેષણ” આપ્યું છે. વીતરાગ સ્વસંવેદનમાં રાગે હોતો નથી.
અનંતકાળમાં જીવે કદી પરનું વદન તો કર્યું જ નથી. જડ વૈભવ, શરીર, મકાન, રોટલી-દાળ-ભાત, લાડવા આદિને જીવે કદી ભોગવ્યા નથી, જીવે તો પોતાના રાગ-દ્વેષવાળા વિકારીભાવને જ વેદ્યો છે. આ વેદનથી જુદું પાડવા સમ્યગ્દષ્ટિને વીતરાગી સ્વસંવેદન હોય છે એમ કહ્યું છે.
વસ્તુનો સ્વભાવ તો શુદ્ધ છે તેની વેદનમાં રાગ ન હોય પણ પુણ્ય-પાપ ભાવના વેદનમાં રાગ છે. જેમ ગોળ એક વસ્તુ છે તેનો સ્વાદ તો ગળ્યો જ હોય પણ તેમાં માટી કે સાબુની કટકી રહી ગઈ હોય તેનો સ્વાદ આવે તે ગોળનો સ્વાદ નથી. તેમ ભગવાન આત્મા જ્ઞાન અને અનાકુળ આનંદનો પિંડ છે પણ તેમાં શુભાશુભ વિકારી ભાવનો સ્વાદ