________________
૪૭ર )
[ પરમાત્મપ્રકાશ પ્રવચન ભગવાનનો ધર્મ છે માટે કેવળીભગવાનને “પરલોક' કહેવાય છે. પૂર્ણાનંદસ્વરૂપનો અનુભવ તે મોક્ષનું કારણ છે અને સાથે જે રાગ ઊઠે છે તે સ્વર્ગનું કારણ છે. આવો માર્ગ ભગવાને બતાવ્યો છે માટે ભગવાન “પરલોક” છે.
છેલ્લે યોગીન્દ્રદેવ કહે છે કે પરમાત્મા સમાન પોતાનો નિજ આત્મા છે તે જ પરલોક છે માટે તે જ ઉપાદેય છે, બાકી કાંઈ આદરવાલાયક નથી. તો પ્રશ્ન થાય કે આ રાજપાટ ભોગવવા અને ધંધો કરવો એ બધું શું આદરણીય નથી? તે ન કરવું?–ભાઈ ! એ તો વિકલ્પ છે, પાપબંધનું કારણ છે. તે આદરણીય કેમ હોય ! એ તો દીર્ધ સંસારનું કારણ છે. અહીં તો મુક્તિનું કારણ થાય એવો આત્મા ઉપાદેય છે માટે તેને જ અવલોકવો, બાકી કોઈ વ્યવહાર વિકલ્પાદિ આદરણીય નથી.
આ ૧૧૦ ગાથા થઈ. હવે ૧૧૧મી ગાથામાં કહે છે કે, જેનું મન નિજ આત્મામાં વસી રહ્યું છે એવા જ્ઞાની જીવ જ “પરલોક' છે.
ગાથાર્થ –જે ભવ્યજીવની મતિ નિજ આત્મસ્વરૂપમાં વસી રહી છે અર્થાત્ વિષયકષાય-વિકલ્પ-જાળના ત્યાગથી સ્વસંવેદનજ્ઞાનસ્વરૂપવડે સ્થિર થઈ રહી છે તે પુરુષ નિશ્ચયથી ઉત્કૃષ્ટજન કહેવામાં આવે છે. ૧૧૧.
લોકોમાં પણ કહેવાય છે ને !—જેવી મતિ તેવી ગતિ’ એ વાતને આચાર્યદેવે અહીં આત્મા ઉતારી છે. જેની મતિ એટલે બુદ્ધિ ચિદાનંદસ્વરૂપ નિજઆત્મામાં વસે છે અર્થાત્ વિષય-કષાયમાં બુદ્ધિ નહિ જતાં સ્વસંવેદનજ્ઞાનમાં સ્થિર થઈ છે તેને પર્યાય વિષય-કષાયનો ત્યાગ થઈ ગયો છે, શુભાશુભ વિકલ્પની જાળ પણ છૂટી ગઈ છે એવો પુરુષ જ ખરેખર ઉત્કૃષ્ટજન છે. શુભાશુભ વિકલ્પ તરફ જતી રુચિ અને તેની પરિણતિનું લક્ષ છોડી અંતરમાં બિરાજમાન પરમાનંદસ્વરૂપ જ્ઞાયકમાં દૃષ્ટિને સ્થિર કરીને સ્વસંવેદન કરી રહ્યો છે એવો પુરુષ–જ્ઞાની જ નિશ્ચયથી ઉત્કૃષ્ટ છે. તે જ “પરલોક' કહેવાય છે.
જગતમાં મોટાને “મોટો માણસ' કહેવાય છે તેમ આ ધર્મજગતમાં જ્ઞાની જીવ પરલોક-ઉત્કૃષ્ટ આત્મા કહેવાય છે. તે જ જગતમાં “પ્રધાન જીવ' છે. પૈસાવાળાને અને આબરૂવાળાને જગતના જીવો “મોટા” કહે છે તેની અહીં ના પાડે છે કે મોટા તો “જ્ઞાની જીવ' છે.
ભગવાન આત્મા શક્તિરૂપે સાક્ષાત્ પરમેશ્વરસ્વરૂપ છે. જે જીવ શુભાશુભરાગને છોડીને, શુદ્ધપરિણતિએ પરિણમીને તેમાં જ જે વસે છે તેવા જ્ઞાની જીવને પરલોક ઉત્કૃષ્ટ માણસ કહેવાય છે. આ નેતાઓ, પ્રધાનોને મોટા કહેવાતા નથી. અહીં તો જે શાંતરસથી પૂર્ણ છલોછલ ભરેલું તત્ત્વ છે તેમાં જેણે મતિને સ્થાપી છે તે “મોટા જન' છે. મતિ એટલે એકલી બુદ્ધિ નહિ પણ નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન સહિત સ્થિરતા કરી છે તે ઉત્કૃષ્ટ છે, તે