________________
૩૪૮ )
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો સ્વભાવનું ભાન નથી, ચૈતન્યની શ્રદ્ધા નથી એવા જીવો સાધુપણું લે અને વ્રત પાળે તોપણ એ વ્રતમાં જ લીન રહે, સ્વભાવને ઓળખીને તેમાં લીન થતો નથી માટે તે મિથ્યાષ્ટિ જ છે. મારો ભગવાન આત્મા શુભાશુભ રાગથી પણ ભિન્ન છે એવી તેને ખબર જ નથી.
જેને જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા અનુભવમાં આવ્યો નથી એવો મિથ્યાષ્ટિ આઠ કર્મોને બાંધે છે કે જેનાથી તે દુ:ખી જ થાય છે. મહાવ્રત પાળે એટલે લોકો તો તેને સાધુ જ કહે, કેમ કે, મહાવ્રતની ક્રિયા બરાબર પાળતો હોય-નગ્ન દિગંબર હોય એટલે લોકો મુનિ કહે પણ તે ભાવ તો પોતે રાગ છે અને તેમાં એ લીન છે તેથી જ્ઞાનાવરણાદિ આઠેય કર્મને બાંધે છે.
આ મોટા સાધુપદની વાત કરી એટલે તેના પેટમાં શ્રાવક કે સામાન્ય ગૃહસ્થ આદિ બધાંની વાત આવી જાય છે કે જે પરમાં લીન છે તે બધાં મિથ્યાષ્ટિ જ છે.
- પ્રવચનસારમાં પણ આચાર્યદેવે કહ્યું છે કે જે જીવ પરપર્યાયમાં રત છે તે મિથ્યાષ્ટિ જ છે. પુણ્ય-પાપ, શરીર, કર્મ આદિ બધી પરપર્યાય છે તેમાં રત છે અને જ્ઞાનાનંદપ્રભુને ઓળખતો નથી તેને ભગવાને “પરસમય”—-મિથ્યાદૃષ્ટિ કહ્યો છે.
જાણનાર-દેખનાર ઉપયોગ લક્ષણવાળું મારું આત્મતત્ત્વ છે એમ જાણીને તેમાં ઠરે છે તેને “સ્વસમય” અર્થાત્ આત્મામાં આવેલો સમકિતી કહેવાય છે. અહીં “સ્વસમય' એટલે સમ્યગ્દષ્ટિ અને “પરસમય” એટલે મિથ્યાદેષ્ટિ એમ જ અર્થ લેવાનો છે. જે કોઈ જીવ જ્ઞાનાનંદસ્વરૂપ નિજાત્માની દૃષ્ટિ છોડીને પુણ્ય-પાપમાં લીન વર્તે છે તેને ભગવાને મિથ્યાષ્ટિ કહ્યો છે. કેમ કે તે સ્વ આત્મામાં વર્તતો નથી અને પરમાં વર્તે છે માટે તે પરસમય છે. જેની દૃષ્ટિ જાણવા-દેખવાના લક્ષણવાળા આત્મામાં વર્તે છે તે “સ્વસમય' અર્થાત્ સમ્યગ્દષ્ટિ છે.
ભગવાન આત્મા અનંતગુણની રાશિ છે તેમાં જેની દૃષ્ટિ પડી છે અને તેમાં જેનું વલણ છે તેને સ્વ અનુભવની દૃષ્ટિ હોવાથી સ્વસમય કહેવાય છે અને જે તેને ભૂલીને પરભાવમાં વર્તે છે તેને પરમાં વસનારો “પરસમય' મિથ્યાષ્ટિ કહેવાય છે. સ્વસમય-સમ્યગ્દષ્ટિની દશામાં હજુ રોગ છે પણ તેના તરફ તેનું વલણ નથી–રાગમાં તેને રહેવું નથી તેને તો આત્મામાં જ રહેવું છે અને દૃષ્ટિ તો આત્મામાં જ પડી છે માટે તે સ્વસમય છે. પણ જે પરાવલંબી આચરણના ભાવમાં જ વર્તે છે–પરનો જ જેને પ્રેમ છે તે મિથ્યાષ્ટિ છે.
સારાંશ એ છે કે, પરપર્યાયમાં રત છે તે પરસમય છે અને જે આત્મ-સ્વભાવમાં લાગેલાં છે તે સ્વસમય સમ્યગ્દષ્ટિ છે, મિથ્યાષ્ટિ નથી. આત્મજ્ઞાનરૂપી વીતરાગ સમ્યકત્વથી પરાનુખ જે મિથ્યાત્વ છે તે ત્યાગવાયોગ્ય છે. અહીં બે જ વાત છે : જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનો અનુભવ તે સમ્યગ્દર્શન અને તેનાથી વિપરીત તે મિથ્યાત્વભાવ છે. સમ્યગ્દર્શનને વીતરાગ સમ્યકત્વ કહો કે આત્માની અનુભૂતિ કહો કે પરમાત્માનો અનુભવ કહો કે સ્વની