________________
પ્રવચન-૧૪ )
[ ૩૪૭ જેમ બારોટ કુટુંબનો ઇતિહાસ બતાવે છે તેમ સર્વજ્ઞ ભગવાન ત્રણકાળ ત્રણલોકને જાણનારા બારોટ છે તે તને તારો ઈતિહાસ બતાવે છે કે મિથ્યાષ્ટિપણે કેવા કેવા ભવ અને કેવા ભાવો કર્યા છે. અનંતવાર તું સ્ત્રી થયો, મરીને નરકમાં ગયો, તારો પતિ પણ નરકમાં ગયો, બાપ-દાદા પણ ભવમાં ભટકી રહ્યાં છે. પણ અરે, આને એ કાંઈ ખબર નથી અને અત્યારની જિંદગી જ પોતાનું સર્વસ્વ માનીને પહોળો થઈને વાતો કરે છે. અમારા બાપ-દાદા કાંઈ મૂકીને ગયા નહોતા, અમારી જાતમહેનત અને સૂઝ-બૂઝથી અમે આટલો વૈભવ કમાણા છીએ...વિગેરે....
- ભગવાન કહે છે ભ્રમણામાં ભગવાનને ભૂલીને અનંતવાર તે ભવભ્રમણ કર્યા છે. માટે અભિમાન કરવું રહેવા દે અને ભવથી છૂટવાનો ઉપાય કર ! કોઈ અશુદ્ધભાવ બાકી નથી કે જે તેં ન સેવ્યા હોય. અશુદ્ધભાવમાં અનેક જાતના શુભભાવ પણ આવી ગયા. આત્મભાન વિના દયાના ભાવ. કરોડોના ધનના ભાવ, મહાવ્રતના ભાવ આદિ બધાં ભાવ કરી ચૂક્યો છો. એવો કોઈ શુભરૂપ અશુદ્ધભાવ બાકી નથી કે જે તે અનંતવાર ન કર્યો હોય. નવમી ગ્રેવેયિકે જાય એવા પુણ્ય પણ અનંતવાર કર્યા છે અને સાતમી નરકમાં જાય એવા પાપ પણ અનંતવાર કર્યા છે.
આનંદમૂર્તિ આતમરામના આદર વિના મિથ્યાત્વના આદરવશ કોઈ અશુદ્ધ ભાવ એણે બાકી રાખ્યાં નથી. દરેક જાતના પાપ પરિણામ તો કર્યા પણ રાગની મંદતાવશ શુભ પરિણામ પણ અનેક પ્રકારના કરી ચૂક્યો પણ ધર્મ કદી ન થયો. લીલોતરી છોડી, અણવ્રત, પાળ્યા, બહ્મચર્ય લઈ લીધાં પણ એક સમ્યગ્દર્શન પ્રાપ્ત ન કર્યું તેથી ભવભ્રમણ ચાલુ જ રહ્યું.
આ રીતે આ જીવે અનંત પરાવર્તન કર્યા છે. શરીરો બદલ્યાં, ક્ષેત્ર બદલ્યાં, કાળ બદલ્યાં, ભવ બદલ્યાં અને ભાવ બદલ્યાં પણ ભવનો અભાવ કદી થયો નહિ.
આવું જ કથન મોક્ષપાહુડમાં મિથ્યાષ્ટિના લક્ષણમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે, જે અજ્ઞાની જીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મરૂપ પરદ્રવ્યમાં લીન થઈ રહ્યો છે તે સાધુના વ્રત ધારણ કરવા છતાં પણ મિથ્યાદેષ્ટિ જ છે. જ્ઞાનાવરણી આદિ જડ આઠ કર્મોને મારા માન્યા, શુભાશુભભાવને મારા માન્યાં, શરીરાદિ સંયોગને મારા માન્યાં પણ પોતાના ભગવાનને ભૂલી ગયો છે તે ભલે પુણ્યભાવમાં લીન થયો હોય પણ સ્વભાવને ઓળખતો નથી તે મિથ્યાદેષ્ટિ જ છે. શરીર અને કર્મ તો પરદ્રવ્ય છે પણ શુભાશુભભાવ પણ પરદ્રવ્ય છે. હજારો રાણીને છોડીને સાધુપણું લે પણ પુણ્યપરિણામમાં લીન છે તો તે મિથ્યાદેષ્ટિ જ છે. સાધુપણું લીધું પણ સ્વને ભૂલીને શુભમાં જ રોકાયો તો તે પરદ્રવ્યમાં જ લીન છે. * કોઈને પ્રશ્ન થાય કે કર્મ-નોકર્મમાં લીન થાય છે તે તો મિથ્યાદૃષ્ટિ છે તે બરાબર છે પણ શુભભાવમાં લીન થાય છે તે પણ મિથ્યાદૃષ્ટિ ? હા. જેને પોતાના સત્ ચિદાનંદ