________________
૩૪૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો છ અનાયતન એટલે અધર્મના સ્થાન-કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને કુદેવને માનનારા અને કુગુરુને માનનારા અને કુશાસ્ત્રને માનનારાને સાચા માનીને મિથ્યાત્વવશ જીવે કોઈ કાળ એવો બાકી રાખ્યો નથી કે જેમાં એ જન્મ્યો અને મર્યો ન હોય.
(૪) ભવ પરાવર્તન એવો કોઈ ભવ નથી કે જે આ જીવે ધારણ ન કર્યો હોય. અનંતવાર દેવભવ, અનંતવાર નારકીનો ભવ, અનંતવાર રાજા ને અનંતવાર રંકના ભવ, અનંતવાર દરેક પ્રકારના તિર્યંચના ભવ આ જીવે ધારણ કર્યા છે. અનંતવાર શેઠ પણ થયો ને અનંતવાર એવો ભિખારી પણ થયો કે સો વાર માંગે ત્યારે બટકું રોટલો ખાવા મળે.
નારકીમાં આયુષ્યની સ્થિતિ ઓછામાં ઓછી દશ હજાર વર્ષની છે. તે દશ હજાર વર્ષની સ્થિતિએ અનંતવાર જન્મ્યો છે, દશ હજારને એક સમયની સ્થિતિએ અનંતવાર, દશ હજારને બે સમયની સ્થિતિએ અનંતવાર એમ કરતાં કરતાં ૩૩ સાગરોપમની સ્થિતિએ અનંતવાર આ જીવ નરકમાં નારીના ભવ કરી આવ્યો છે. એ જ રીતે દેવની પણ ઓછામાં ઓછી સ્થિતિ દશ હજાર વર્ષની છે તે સ્થિતિથી માંડીને ૩૧ સાગરની સ્થિતિ સુધીના દેવના ભવ અનંતા ધારણ કર્યા અને છોડ્યાં છે. એ રીતે જીવે કાળ-પરાવર્તન અનંતા કર્યા છે.
જેમ અનંત ભવ જીવે કર્યા છે તેમ તે ભવમાં જવાને યોગ્ય ભાવ પણ અનંતવાર જીવે કર્યા છે. એક શું નથી કર્યું? –કે અખંડાનંદ ભગવાન આત્માને તીર્થંકરદેવે જેવો જોયો એવા આત્માને એણે અનુભવ્યો નથી.
અબજો-અબજો રૂપિયાના બંગલા અને મહિમાની અબજોની પેદાશ હોય એવા રાજાના ભવ પણ એણે અનંતવાર કર્યા છે. અહીં જ્યાં શરીરમાં પીડા થાય ત્યાં એને એમ થઈ જાય કે હવે તો છૂટી જાઉં તો સારું પણ છૂટીને ક્યાં જવું છે તારે? બધાં ભવ કરી આવ્યો છો પણ સુખ ને શાંતિ તો કયાંય મળી નથી. તો હવે તેનો ઉપાય કર ને ! સમ્યગ્દર્શન એ એક જ તેનો ઉપાય છે. સમ્યગ્દર્શન વિના આવા અનંત અવતાર કર્યા છે.
ખરેખર જીવને ભવનો થાક લાગ્યો નથી. એને ભવના બહારના દુઃખનો થાક લાગે છે પણ અનુકૂળતા તો ગમે છે. એને ખબર નથી કે અનુકૂળ ગણાતાં એવા દેવના ભવ પણ તે અનંતવાર કર્યા છે. ૩૧ સાગરની સ્થિતિ સુધીના નવમી ગ્રેવેયિક પર્વતના અનેક -દેવના ભવ પામ્યો પણ મિથ્યાદેષ્ટિ કદી સુખ પામ્યો નથી. કેમ કે ભવમાં સુખ ક્યાં હતું? સમ્યગ્દર્શન થયા પછી પણ અમુક ભવ થાય છે પણ તે માત્ર જાણવાલાયક છે.
(૫) ભાવ પરાવર્તન : કોઈ એવો અશદ્ધભાવ બાકી નથી કે જે મિથ્યાદૃષ્ટિ જીવને ન થયા હોય. અશુદ્ધ એટલે શુભ અને અશુભ બંને ભાવ અશુદ્ધ છે. દરેક ભાવ જીવે અનંતવાર કર્યા છે.