________________
પ્રવચન-૫૪ /
[ ૩૪૯ દષ્ટિ કહો તે બધી એક જ વાત છે અને તેનાથી વિપરીત પરભાવમાં લીન છે તે મિથ્યાષ્ટિ જ છે..
સમ્યગ્દષ્ટિને વીતરાગતા તો હજુ પૂરી થઈ નથી છતાં વીતરાગ સમ્યકત્વ કહી દીધું ! -હા. તેને રાગમાં એકતા નથી, વીતરાગદૃષ્ટિ અને વીતરાગ અનુભૂતિ છે.
સ્વસંવિત્તિ' શબ્દ છે તેમાં સ્વ એટલે આત્મા અને સંવિત્તિ એટલે જ્ઞાન. આનંદમૂર્તિ અખંડ ચૈતન્યમૂર્તિને અનુભવ્યો છે તે વીતરાગ સમ્યગ્દષ્ટિ છે અને તેનાથી જે પરાભુખ છે તે મિથ્યાદેષ્ટિ છે.
ગાથામાં સરવાળો એ કર્યો કે, આત્મજ્ઞાનરૂપી વીતરાગ સમ્યકત્વથી પરા—ખ જે મિથ્યાત્વ છે તે ત્યાગવાયોગ્ય છે. જેમાં રાગ-દ્વેષની લીનતા છે–રાગમાં મારાપણારૂપ મિથ્યાત્વભાવ છે તે ત્યાજ્ય છે. પ્રથમ મિથ્યાત્વનો ત્યાગ થાય પછી જ અવ્રતાદિનો ત્યાગ થાય છે. જેટલી જેટલી આત્મામાં લીનતા થાય એટલો રાગનો ત્યાગ થતો જાય છે પણ પ્રથમ મિથ્યાત્વના ત્યાગ વગર રાગનો ત્યાગ થતો જ નથી. માટે સૌ પ્રથમ સ્વભાવના આદરપૂર્વક મિથ્યાત્વભાવનો ત્યાગ કરવો જોઈએ અને આત્માના જ્ઞાનાનંદની સમ્યક દૃષ્ટિ પ્રાપ્ત કરવી જોઈએ.
અનાદિથી જે મોહની સેના છે તેને કઈ રીતે જીતવી? તેને જીતવાનો ઉપાય શું?—એ ઉપાય આચાર્ય મહારાજ અહીં બતાવે છે. જેણે ત્રણકાળ ત્રણલોકને એક સમયમાત્રમાં જાણી લીધા છે એવા અહંતદેવના દ્રવ્યને, ગુણને ને પર્યાયને પ્રથમ ખરેખર જાણવા. ખરેખર એટલે?—કે તેમને જાણીને પોતે પણ તેમના જેવો છે એમ મેળવણી કરવા માટે સ્વના લક્ષે અહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા. હું અહંતદેવની નાતનો ને જાતનો જ છું એમ આત્માને જાણવાના લક્ષે અહંતદેવના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા. એ રીતે રાગમિશ્રિત દશામાં પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે એમ વિકલ્પમાં આત્માને કળી લેવો. જેવો અહંતદેવનો આત્મા છે તેવો જ તેની નાતનો ને જાતનો મારો આત્મા છે, એમ મનથી કળી લેવો. ત્રિકાળી કાયમ રહેનારું ધ્રુવ ચેતનતત્ત્વ તે દ્રવ્ય છે. ચૈતન્ય આદિ અનંતા ગુણો છે અને તેની એક સમયમાત્રની મર્યાદાવાળી પર્યાયો છે તેમ અહંતદેવને ખરેખર જાણીને પોતાને કળી લેવો. એ રીતે રાગમિશ્રિત દશામાં આત્માને કળીને વર્તમાન પર્યાયનું લક્ષ છોડીને, ગુણગુણીના વિકલ્પનું પણ લક્ષ છોડીને વર્તમાન પર્યાયને દ્રવ્ય સન્મુખ કરીને કેવળ આત્માનું લક્ષ કરવાથી નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પમાય છે કે જેના નિષ્કપ નિર્મળ પ્રકાશ વડે મોહ-અંધકાર પ્રલય પામે છે. મોહની સેનાને જીતવાનો આ ઉપાય છે.
-પૂજ્ય ગુરુદેવશ્રી