________________
પ્રવચન-૭૭ /
[ ઘર૬ વ્યવહારથી ધર્મ થાય છે કે નિર્જરા થાય છે કે વ્યવહાર છે માટે ધર્મ થશે–એમ નથી.
લોકો પૂછતા હતા કે નિશ્ચય પ્રગટ કરવાનું સાધન શું? ભક્તિ, પૂજા આદિ વ્યવહાર જ સાધન છે ને ! એમ લોકોને થાય. પણ ભાઈ ! એ બધું તો નિમિત્તમાત્ર છે, અંતરસાધન તે નથી.
શ્રોતા વ્યવહાર ભલો તો ખરો ને !
પૂજ્ય ગુરુદેવશ્રી પાપના નિષેધની અપેક્ષાએ વ્યવહાર ભલો છે પણ ધર્મની દૃષ્ટિએ તે ભલો નથી. પાપથી બચવાની અપેક્ષાએ પુણ્યભાવ ભલો છે પણ બંધ તરીકે તો એ પણ બંધનું જ કારણ છે. એ કાંઈ અબંધપરિણામ નથી. વ્યવહાર છે ખરો પણ એ નિશ્ચયને મદદ કરે છે એમ નથી. નિમિત્તરૂપ છે એટલે કે તેની હાજરી છે. વ્યવહાર નથી એમ નથી. વ્યવહારનયથી વ્યવહાર નિશ્ચયનો સાધક છે એમ પણ કહેવાય પણ નિશ્ચયથી તે સાધક નથી. માટે વ્યવહારનો તદ્દન નિષેધ પણ ન હોય અને વ્યવહારમાં ધર્મબુદ્ધિ પણ ન હોય. જેની જેટલી મર્યાદા હોય તે પ્રમાણે રખાય. મર્યાદાથી વધારે માનવા જાય તો તે પરમાર્થ પણ ન રહે અને વ્યવહાર પણ ન રહે.
અહીં તો ભગવાન આત્મા જ પૂજવાયોગ્ય દેવ છે. તેને શુદ્ધપરિણતિ દ્વારા પૂજવા જતાં પર્યાય અને દ્રવ્ય બંને અભેદ થઈ જાય છે.
ભાવાર્થ –જ્યાં સુધી ભગવાનમાં મળ્યો ન હતો ત્યાં સુધી ભગવાનની પૂજા કરતો હતો, જ્યારે મન પ્રભુમાં મળી ગયું ત્યારે પૂજાનું કાંઈ પ્રયોજન ન રહ્યું. દૃષ્ટિ અને જ્ઞાન તો સ્વરૂપના જ હોય પણ જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિરતા ન હોય ત્યાં સુધી જ્ઞાનીને પૂજા આદિના ભાવ આવે છે પણ જ્યાં મન આત્મસ્વરૂપમાં ઢળી ગયું ત્યાં પૂજાનો વિકલ્પ છૂટી જાય છે. સ્થિર થઈ શકતો ન હતો ત્યાં સુધી પૂજાનો ભાવ હતો પણ પરિણતિ જ્યાં સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ ત્યાં પૂજાનું કાંઈ પ્રયોજન રહેતું નથી.
જોકે વ્યવહારનયથી ગૃહસ્થ-અવસ્થામાં વિષય-કષાયરૂપ ખોટા ધ્યાનને રોકવા માટે અને ધર્મની વૃદ્ધિ માટે પૂજા, અભિષેક, દાનાદિનો વ્યવહાર છે. વિષય-કષાયાદિના વિશેષ પાપભાવ ન હોય એ માટે શુભભાવમાં ભગવાનની પૂજા, ભગવાનનો અભિષેક, મુનિના આહારદાનાદિનો ભાવ ધર્માત્માને હોય છે. પણ વીતરાગ નિર્વિકલ્પ-સમાધિમાં લીન થયેલા યોગીશ્વરોને તો તે સમયે બાહ્ય વ્યાપારનો અભાવ હોવાથી સ્વયં જ દ્રવ્યપૂજાનો પ્રસંગ આવતો નથી અને ભાવ-પૂજામાં તો તેઓ તન્મય હોય છે. ભગવાનની દ્રવ્ય લઈને પૂજા કરવી તે દ્રવ્યપૂજા છે અને અંતરમાં આત્મામાં સ્થિર થવું તે ભાવપૂજા છે.
શુભરાગ હોય ત્યાં સુધી ભક્તિ, પૂજા આદિનો રાગ હોય છે પણ મુનિઓને જ્યાં બહારમાં ઉપયોગનો વ્યાપાર જ અટકી જાય છે ત્યારે પૂજા-ભક્તિ આદિનો રાગ જ ઉઠતો