________________
૧૫૨ ]
/ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો જોયું? રાગથી કે વ્યવહારથી જ્ઞાન નહિ પણ જ્ઞાનથી જ્ઞાન....જ્ઞાનથી જ્ઞાનનું વેદન તે મુક્તિનું કારણ છે. માટે વીતરાગ સ્વસંવેદનજ્ઞાનરૂપ નિજભાવ જ ઉપાદેય છે. મુક્તિનું કારણ એવો મુક્તિમાર્ગ જ આત્માને ઉપાદેય છે કે જેના કાર્યમાં કાર્યસમયસાર પ્રગટ થાય છે.
રિ જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી તેટલો કાળ જીવ રાગાદિ સાથે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે એટલે કે ત્યાં સુધી અજ્ઞાનીજીવ કર્તા ને રાગાદિ કાર્ય એમ પરિણમે છે. જ્ઞાની રાગનો બિલકુલ કર્તા નથી પણ જ્યાં સુધી અજ્ઞાનીને આત્માનું ભાન નથી ને વિકારનો કર્તા પુદ્ગલકર્મ છે એમ માને છે તેની સામે આ વાત છે કે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી વિકારનો કર્તા જીવદ્રવ્ય છે. જીવદ્રવ્ય એટલે? ત્રિકાળ દ્રવ્ય તો શુદ્ધ ચિઘન આનંદકંદ જ છે, તે વિકારી કે અવિકારી પર્યાયનો કર્તા નથી તેથી અહીં જીવદ્રવ્યનો અર્થ તે સમયની જીવની પર્યાય કર્યા છે, કેમ કે પર્યાયના ષકારકોથી પર્યાય કર્યા છે ને પર્યાય કર્મ છે.
દિ એક સમયની પર્યાય સતુ છે, સ્વતંત્ર છે, જે કાળે જે પર્યાય થવાની તે પર્યાય પોતાના ષકારકની ક્રિયાથી સ્વતંત્ર થવાની, પણ એનો નિર્ણય કઈ રીતે થાય? એ નિર્ણયનું તાત્પર્ય શું? વીતરાગતા તાત્પર્ય છે. એ વીતરાગતા કયારે થાય? કે એનું લક્ષ ને દૃષ્ટિ પર્યાયના કર્તાપણાની બુદ્ધિથી, પર્યાયના ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને ત્રિકાળી ધ્રુવ લાયક ઉપર જાય ત્યારે નિ:સંદેહ નિર્ણય થતાં પરિણામમાં અંશે નિર્મળતા ને વીતરાગતા થાય. એ સાચા નિર્ણયનું ફળ ને તાત્પર્ય છે. આહાહા ! શું વીતરાગની વાણી! ચારેકોરથી એક સતુ જ ઊભું થાય છે.
- પૂજ્ય ગુર્દશી