________________
પ્રવચન-૨૭ ]
/ ૧૫૧
અરે, પણ એણે પોતાને પામર માની રાખ્યો છે ને! એટલે પાંચ પૈસા ઘરમાં વધે ત્યાં તો લાપસીના આંધણ મૂકાય. કાંઈક નવી વસ્તુ ઘરમાં વસાવે ત્યાં રાજી થાય કે આપણું મહેમાનવાળું ઘર રહ્યું ઘરમાં બધું હોય તો માંગવા જવું ન પડે પણ શું ભાઈ ! મૂર્ખાઈનું પ્રદર્શન તારે કેટલું કરવું છે? તારું તો શાન છે. તે જ્ઞાનમાં શું નથી કે તારે ક્યાંયથી મેળવવું છે? આ તો અગમ-નિગમની વાતો છે.
અહો ! ચૈતન્યપ્રભુ જ્ઞાનાનંદસ્વરૂપને એકવાર તો નિહાળ! ભ્રમણાની લાળમાં ક્યાં સુધી લંબાવું છે ? સવારે યાદ આવ્યું કે શ્રીમમાં એક જગ્યાએ વાંચવામાં આવ્યું હતું—‘આવા આત્માને વિકલ્પથી દુભાવશો નહિ...' વિકલ્પમાં આત્મા દુભાય છે એવું ભાન નથી તેને વિકલ્પમાં આનંદ ભાસે છે. શુભાશુભ વિકલ્પમાં એને પોતાનું હોવાપણું ભાસે છે. શુભાશુભ વિકલ્પથી ભિન્ન એના જાણનારને જોતાં તે વિકલ્પના સ્પર્શથી રહિત છે. તેને વિકલ્પવાળો માનવો તેમાં આત્મા દુભાય છે. આત્માની શાંતિ હણાય છે તેના બદલે તેમાં મજા માને છે હવે આ ભૂલ કેમ ટળે ! -
૦ શુભાશુભ વિકલ્પથી પૃથક્ રહીને તેને જાણવાનો સ્વભાવ છે તેના બદલે એ વિકલ્પથી મને ઠીક છે એમ માને છે, તેનાથી મને સમાધાન છે એમ માનનાર પોતાની શ્રદ્ધાથી આત્માની શાંતિને હણી નાંખે છે સમજાણું કાંઈ!
ભાવાર્થ :—જે શુદ્ધ, બુદ્ધ, સર્વવ્યાપક, બધાંથી અલિપ્ત શુદ્ધાત્મા છે તેનું વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને ધ્યાન કર. જે શુદ્ધ એટલે નિર્મળ, બુદ્ધ એટલે જ્ઞાનની મૂર્તિ, સર્વવ્યાપક એટલે સર્વનો જાણનાર, રાગાદિ બધાથી અલિપ્ત શુદ્ધાત્મા છે તેનું વિકાર વિનાની શાંતિ દ્વારા ધ્યાન કર. કેમ કે જેનું લક્ષ કરવું છે તેમાં વિકાર નથી તેથી વિકાર સહિત તેનું ધ્યાન ન થાય.
/ લોકોને એમ થાય કે તપસ્યાથી ધર્મ થાય. ભાઈ ! ધ્યાન એ જ તપ છે. અંતરમાં ભગવાન આત્મામાં અંતરધ્યાનની દશાથી લીન થાય એ જ ધ્યાન, એ જ તપ, એ જ સંવર, નિર્જરા છે. આ બધું એની ધ્યાનની પર્યાયમાં વર્તે છે.
આ સત્ય સ્વરૂપ સાંભળે તો ખબર પડે ને ! કાંઈક કરવું......ક૨વું થાય છે પણ જાણનારમાં કરવું એ તો એને દુભાવવા બરાબર છે. ભૂમિકા પ્રમાણે રાગ હોય છે એ બરાબર છે, તેની ના નથી પણ આવો રાગ હોય તો ધર્મ થાય એમ નથી.
આ તો અગમ-નિગમની વાત બાપા ! તારાં લેખા તો કેવળી જાણે છે અને તું જાણ ત્યારે તેને ખબર પડે. કેવડો મોટો મહાન પ્રભુ છો કે વીતરાગની વાણીમાં પણ પૂરો વર્ણવી શકાતો નથી, શક્તિરૂપે તો આવો શુદ્ધ, બુદ્ધ સ્વભાવ કારણસમયસાર છે પણ તેમાંથી કાર્યસમયસાર કેવી રીતે થાય? કે—શુદ્ધ ચૈતન્યદળની નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન અને વીતરાગ સ્વસંવેદન દ્વારા કાર્યસમયસાર થાય છે.