________________
૧૫o )
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો [/ભગવાન આત્મા અતિ છે ને ! એક તરફ પોતે પરમાત્મા છે અને બીજી તરફ આખું જગત છે તેને પોતે જ્ઞાનમાં જાણે છે પણ કદી તે રાગને, વિકલ્પને કે શરીરને સ્પર્શતો નથી. કેમ કે વસ્તુસ્વભાવ રાગ અને વિકારને કદી સ્પર્શે જ નહિ.
ચૈતન્યમૂર્તિ અરૂપી જ્ઞાનગોળો શરીરરૂપે કે રાગરૂપે થયો જ નથી તો છૂટો કેમ પડશે? એ સવાલ જ નથી
/મુમુક્ષુ આ શરીરમાં મને દુઃખાવો થાય છે તેનું શું? - પૂજ્ય ગુરુદેવશ્રી એ દુઃખાવો અજ્ઞાનને લઈને છે, શરીરના કારણે નથી. દુઃખાવાનું
જીવને જ્ઞાન થાય છે પણ ભ્રમણાથી આ દુઃખાવો મટે છે અને તેનાથી મને દુઃખ છે એમ 'એ માને છે. શરીરમાં છરો લાગે અને મને કાંઈ ન થાય? છરો વાગે એ વખતે તેનું જ્ઞાન વર્તે છે. જ્ઞાનની અનુભૂતિ થાય છે પણ એમ ન માનતાં આ મને થાય છે ને મારામાં તે ઘૂસી ગયો છે એવી માન્યતા જ તેના જગતને ઉત્પન્ન કરે છે. અરે, પ્રભુ ! આ ચૈતન્યગાળો | જ્ઞાન કરનાર છે !.જ્ઞાન કરનાર છે પણ રાગ અને પરનો કરનાર એ નથી.
આ રીતે પોતાને જાણનાર નહિ માનતાં કરનાર અને ભોગવનાર માને છે તે ભ્રમણા જ તેના નવા નવા શરીરોરૂપ સંસારને ઊભો કરે છે.
/ભાઈ ! સ્વ અને પર એ બે અસ્તિત્વ છે. તેમાં એક તું અને બીજું આખું જગત છે. તે બંનેનું જ્ઞાન કરનારો તું છો પણ તેમાં તું અને તારામાં તે રહે કે તેના કામ તું કર, તારામાં તેનું અસ્તિત્વ આવે અને તેના અસ્તિત્વમાં તારું હોવાપણું જાય એમ કદી બને નહિ. છતાં આ બધાં મારાં છે એવી ભ્રમણા કોણે ઊભી કરી?—કે પોતે હરખસનેપાતમાં આવી ભ્રમણા ઊભી કરી છે
/શ્રોતા –કેટલા ભવની આ ભ્રમણા ચાલી આવી છે ?
પૂજ્ય ગુરુદેવશ્રી –કેટલા ભવની શું? એક જ સમયમાં આ ભ્રમણા છે. એક તરફ આખો ચૈતન્યગોળો સ્વ-પર પ્રકાશની મૂર્તિ, આનંદકંદ પ્રભુ પોતે શાંતિ અને આનંદની શિલા છે અને એક તરફ વિકલ્પથી માંડીને બધી ચીજ છે. એક સમયની પર્યાયમાં એમ માન્યું છે કે આ વિકલ્પ આદિ બધાં મારાં છે. હવે જો એક સમયમાં જ એમ માને કે આ મારા નહિ અને મારો તો આ જ્ઞાયક તે હું છું. બસ ભ્રમણા દૂર થઈ જાય છે,
/આંખ અગ્નિ, બરફ આદિ બધાં રૂપી પદાર્થોને દેખે છે તો શું અગ્નિને દેખતાં આંખ ગરમ થાય છે? બરફને દેખતાં આંખ ઠંડી થઈ જાય છે? તેમ જ્ઞાનનેત્ર-આત્મા જગતને દેખે છે તો શું એ જગતરૂપ થઈ જાય? રાગ, કર્મ અને શરીરાદિને જાણનારો આત્મા બધાંથી જુદો વર્તે છે તેને હે શિષ્ય ! તું પરમાત્મા જાણ, બીજો કોઈ તારાથી જુદો પરમાત્મા તારા માટે નથી,