________________
જX
.
તું પરમાત્મા છો–એમ નક્કી કરી
2
.
(સળંગ પ્રવચન નં.-૨૮) देहे वसन्तमपि हरिहरा अपि यम् अद्यापि न जानन्ति । परमसमाधितपसा विना तं परमात्मानं भणन्ति ॥४२॥ भावाभावाभ्यां संयुक्तः भावाभावाभ्यां य एव ।
देहे एव दृष्टः जिनवरैः मन्यस्व परमात्मानं तमेव ॥४३॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની ૪રમી ગાથા ચાલે છે. ૦ ભગવાન આત્મા અસદભૂત વ્યવહારનયથી દેહમાં રહેલો છે પણ દેહથી ભિન્ન છે પરંતુ પરમ સમાધિના અભાવને કારણે હરિહરાદિ પણ આત્માને પ્રત્યક્ષ જોઈ શકતા નથી. પરમ સમાધિ એટલે વીતરાગદશા કે જેના ફળમાં તે જ ભવે મોક્ષ થાય એવી સમાધિનો અભાવ છે.
પરમાત્મસ્વરૂપ, શુદ્ધ આનંદકંદ ચૈતન્ય વસ્તુ-ભગવાન આત્મા શરીરથી જુદો છે અને શરીર-માટી, ધૂળ તે પરમાત્મસ્વરૂપ વસ્તુથી ભિન્ન છે. છતાં આત્મા આ દેહમાં વસે છે એમ કહેવું તે અનુપચાર અસદભૂત વ્યવહારનયનું કથન છે. અસદૂભૂત એટલે એ દેહમાં ખરેખર આત્મા નથી અને અનપચાર કરીને આ શરીર જેટલા ક્ષેત્રમાં આત્મા છે તેનાથી બહાર નથી એમ બતાવવું છે. કોઈ એમ કહે કે આ મહાન આત્મા આખા લોકમાં સર્વત્ર વ્યાપેલો છે તો અહીં કહ્યું કે એમ નથી. આત્મા શરીરપ્રમાણ ક્ષેત્રમાં રહેલો છે. તેનાથી બહાર આત્માનું ક્ષેત્ર નથી. અસદભુત એટલે જુઠી નયથી એમ કહેવાય કે આત્મા આ દેહમાં વસેલો છે. ખરેખર ચૈતન્ય એ જડ દેહમાં વસતો નથી પણ શરીરનું નિમિત્ત દેખીને એમ કહેવાય છે.
હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શંકર, આવા ચતુર પુરુષોએ પણ પૂર્ણઆનંદથી ભરેલા આત્માને પ્રત્યક્ષ જાણ્યો નથી. કેમ કે વીતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિરૂપ મહાતપ વિના આત્મા પ્રત્યક્ષ થતો નથી. જેની જગતમાં બીજી કોડ નથી એવા અદ્વિતીય આનંદરૂપ પરમસુખામૃતરસ કે જેનો અનુભવ પરમ શાંતિભૂત છે એવા મહાતપ વિના આત્મા પ્રત્યક્ષ થાય તેમ નથી.
જુઓ આ તપસ્યાની વ્યાખ્યા ! આમાં કેટલા ઉપવાસ કરીએ તો તપ થવાનું કહ્યું? ભગવાન આત્મા તો ચિદાનંદસ્વરૂપ, આનંદની મૂર્તિ, વીર્યનું બળ, પ્રભુતાનો પરમેશ્વર, અરે ! અનંત શક્તિના સામર્થ્યનો પરમેશ્વર છે. તેને દેહમાં રહેલો કહેવો તે તો જૂઠી નયનું
વ્ય7