________________
૧૫૪ )
/ ઘરમાપ્રકાશ પ્રવચનો કથન છે. ભેદાભેદ રત્નત્રય વડે પણ તે પ્રાપ્ત થાય તેવો નથી. હરિ-હરાદિએ વ્યવહારરત્નત્રય આદિનું સાધન તો કરેલું પણ જે નિર્વિકલ્પ પરમ સમાધિ–રાગ રહિત વીતરાગી શાંતિ સમાધિરૂપ તપસ્યાથી આત્માનું પ્રત્યક્ષ ભાન થાય તે હરિહરોએ કરેલું નથી તેથી તેને આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન નથી
હરિ-હરાદિ મહાપુરુષોને આત્મા, સ્વસંવેદનથી તો પ્રત્યક્ષ છે પણ પરમ-સમાધિરૂપ તપસ્યા કે જેમાં ઘણી જ નિર્જરા થાય, ઘણી અશુદ્ધતાનો નાશ થઈને શુદ્ધતા પ્રગટ થાય તેવું તપ કર્યું નથી તેથી અનંત આનંદ અનુભવમાં આવ્યો નથી. જેમ શેરડીના કૂચા રસથી ભરેલા છે તેમ આ ચિદાનંદની કાતળીમાં આનંદરસ ભર્યો છે તે દેહના કૂચામાં રહેલો છે. તેનો પરમ સમાધિરૂપ ધ્યાન વિના પૂર્ણ અનુભવ થતો નથી તેથી પૂર્ણદશા પણ થતી નથી.
હરિ-હર આદિ એટલે વાસુદેવ, ચક્રવર્તી આદિ જે થાય છે તે સમ્યગ્દર્શન–જ્ઞાન સહિતના પુણ્યથી એવી પદવીને પામે છે. એકલા મિથ્યાષ્ટિને તો એવું પુણ્ય હોતું જ નથી. એ વાત અહીં સિદ્ધ કરવી છે.
જેણે પૂર્વે નિશ્ચય-વ્યવહાર-રત્નત્રયની આરાધના કરી છે એટલે કે શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનું જ્ઞાન, અનુભવ કર્યો છે અને સાથેના વ્યવહારરત્નત્રય એટલે દેવ-શાસ્ત્ર-ગુરુની યથાર્થ શ્રદ્ધા, નવ તત્ત્વોનું જ્ઞાન અને પંચમહાવ્રતના બરાબર પાલન વડે પુણ્ય ઘણું બાંધ્યું હોય તેમાં, અજ્ઞાનભાવથી એવું નિદાન બાંધી લીધું કે હું જગતનો વલ્લભ થાઉં. નિદાન એટલે કરેલી ક્રિયાના ફળમાં હેતુ બાંધી લે છે કે આ શુભક્રિયાના ફળમાં હું જગતને પ્રિય બનું, જે મને દેખે તેને હું પ્રિય લાગું એવું નિદાન બાંધીને જ આ વાસુદેવ આદિ થયેલા હોય છે.
શ્રોતા એકવાર સમ્યજ્ઞાન થયા પછી આવો ભાવ ક્યાંથી આવ્યો?
પૂજ્ય ગુરુદેવશ્રી :અહીં એ જ બતાવવું છે કે અનુભવ થયા પછી પણ મિથ્યાત્વ આવી શકે છે. અખંડ ધારાનું આરાધન ન કરે ત્યાં સુધી અધૂરો છે, ફરી જાય છે એ વાત સિદ્ધ કરી. તેના પુણ્ય સિદ્ધ કરી તેણે પરમ સમાધિ પ્રાપ્ત કરી નથી એ બતાવવું છે.
આવા જીવો પુણ્યના ફળમાં સ્વર્ગમાં જઈ, ત્યાંથી આવી, મનુષ્ય થઈ, ત્રણ ખંડના સ્વામી થાય છે તે હરિ છે. શ્રીકૃષ્ણ, લક્ષ્મણ એ વાસુદેવ–હરિ હતાં. આત્માની હાલપ મૂકી, જગતની હાલપ લેવાનો ભાવ આવ્યો તેના ફળમાં આ પદવી પામ્યા છે. તેને ભોગ ઘણાં હોય, પાપ ઘણું બંધાય. પૂર્વે આત્મભાન હતું તેની સાથે પુણ્ય ઘણું બાંધ્યું હતું પણ જ્યાં નિદાન બાંધે છે ત્યાં દૃષ્ટિ પલટાય જાય છે અને સાથેના પુણ્યનું ફળ ભોગવે છે.
માટે, અહીં એ કહેવા માગે છે કે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી જાગૃત રહેજે. છ
કૃષ્ણ, લક્ષ્મણ વગેરે વાસુદેવોને પુણ્યનો પાર ન હોય. લક્ષ્મણ અને રામ, રાવણને જીતવા જાય છે. ત્યાં રાવણની શક્તિ લાગતાં લક્ષ્મણને મૂર્છા આવી જાય છે. ત્યારે રામ