________________
પ્રવચન-૨૮ ]
/ ૧૫૫
શું કહે તે બધું અમે નાનપણમાં મોઢે કરેલું, ઉઠ ને ભાઈ લક્ષ્મણ ! તારા વિના આ રાવણને કોણ જીતશે ! આપણે ત્રણ જણા આવ્યા હતાં અને ઘરે હું એકલો જઈશ તો માને શું જવાબ દઈશ ! ‘ભાઈ મર્યે ભવ હારીએ ને બેન મર્ચે દિશ જાય, નાનપણમાં જેની મા મરે એને ચારે દિશાના વા' વાય લક્ષ્મણ ઉઠને !' આવું બધું ગાઇને રામ વિલાપ કરે છે. ત્યાં કોઈએ વિશલ્યા નામની રાજકન્યાને યાદ કરી કે જેના નાઇને નીકળેલાં પાણીથી મૂર્છિત માણસની મૂર્છા ઉતરી જાય. એ કન્યાએ પૂર્વે ઘણું પુણ્ય કરેલું. પૂર્વે ચક્રવર્તીની દીકરી હતી તેને કોઈએ ઉપાડી જઈને વનમાં મૂકી દીધેલી ત્યાં વર્ષો આમ ને આમ વીતવ્યાં. એકવાર અજગરે તેને મોઢામાં લીધી એ જ વખતે ચક્રવર્તી ત્યાં આવી પહોંચ્યા અને અજગરને મારવા તૈયાર થઈ ગયા ત્યાં કન્યા કહે છે કે પિતાજી ! એને મારો નહિ, હું તો બહાર નીકળીશ તોપણ આહાર-પાણી લેવાની નથી. મારે તો તો સમાધિ મરણ કરવું છે, અને તરત અજગર કન્યાને ગળી ગયો. આ કન્યાના આવા ભાવનું એવું પુણ્ય બંધાણું કે તે વિશલ્યા થઈ અને જ્યાં લક્ષ્મણ પાસે આવી ત્યાં તો લક્ષ્મણ આળસ મરડીને ઊભા થઈ ગયા. કેટલાયના ઘા રૂઝાઈ ગયા. પછી તો લક્ષ્મણે તેની સાથે લગ્ન કર્યા.
જુઓ ! આ બધાં પુણ્યના ફળ ! આ બધાં પૂર્વે ભેદાભેદ રત્નત્રયના આરાધનમાં બાંધેલા પુણ્યના ફળ છે. ભગવાન શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ અને અનુભવની સાથે જે રાગ રહી જાય છે તેનું આ ફળ છે. આ ‘હિર'ની વાત કરી. હવે ‘હર'ની વાત કરે છે.
જેણે આ ભવમાં સમ્યગ્દર્શન, જ્ઞાન સહિત જિનદીક્ષા લીધી હોય અને સમાધિના બળથી પુણ્યબંધ કર્યો હોય પછી પૂર્વકૃત ચારિત્રમોહના ઉદયથી વિષયોમાં લીન થઈ જાય, ઉગ્ર સમાધિ, શાંતિ પ્રાપ્ત ન કરી કે જેના ફળમાં તુરત કેવળજ્ઞાન થાય એટલે મંદતાના કારણે ચારિત્રમોહના ઉદયમાં જોડાઈને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લીન થઈ જાય છે તેને રુદ્ર, હર અથવા શંકર કહેવાય છે.
તો શિષ્ય પ્રશ્ન કરે છે કે હરિ-હર આદિએ ભેદાભેદરત્નત્રયની આરાધના કરી છે સાથે આવા પુણ્ય બાંધ્યા છે એમ આપ કહો છો તો પછી પૂર્ણ આત્માનું સ્વરૂપ તેણે ન જાણ્યું એમ કેમ કહી શકાય ?
શ્રીગુરુ કહે છે કે તારી વાત બરાબર છે. હરિહરાદિએ નિશ્ચય-વ્યવહાર-રત્નત્રયની આરાધના કરી છે પણ જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી તે જ ભવે મોક્ષ થાય એવી સમાધિ તેણે પ્રાપ્ત કરી ન હતી તેથી પૂર્ણ આત્માની પ્રાપ્તિ તેને થઈ નથી. ધ્યાન વડે જે પૂર્ણતા શાંતિ સુખ પ્રાપ્ત થાય એ ધ્યાનની ઉગ્રતા તેણે ન કરી, પૂર્ણ રત્નત્રય પ્રગટ થયા નહિ તેથી પૂર્ણ આત્માને જાણ્યો નહિ એમ કહ્યું છે.
જુઓ ! અહીં કહે છે કે અધૂરું પાલવતું નથી; પૂર્ણ ન્યાલ થવાની વાત લાવો. હરિહરાદિને નિશ્ચયરત્નત્રય તો હતાં સાથે વ્યવહારત્નત્રય પણ હતાં. પણ