________________
૧૫૬ 7
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો નિશ્ચય અભેદ એકાકાર થઈને તત્કાળ કેવળજ્ઞાન લાવે એવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિ ન હતી તે અપેક્ષાએ તેને અધૂરું અને ઓછું કહેવામાં આવ્યું છે.
ભગવાન આત્મા, અંદરમાં પૂર્ણ શાંત રસથી ભરેલો પિંડ છે, એકલો વીતરાગ–અકષાય સ્વભાવનો પિંડ-પૂતળી છે. તેને પ્રગટ કરવા માટે જેટલી અકષાય શાંતિ-સમાધિની ઉગ્રતા જોઈએ એટલી ન હતી તેથી એમ કહ્યું કે તેણે પૂર્ણ રીતે આત્માને જાણ્યો નથી.
તમારે ત્યાં પરમાત્મપ્રકાશ છે કે નહિ? નહિ હોય... પૈસા તો છે ને ! પૈસા તો ઘણાં સંઘરે છે પણ પુસ્તક રાખતા નથી. આ તો તૈયાર કરીને મૂકેલાં લહલહતા લાડું છે. લ્યો આ લાડવા....ખાવ હવે....ખાવા માંડો.
મુમુક્ષુ –લાડવા પચવા જોઈએ ને !
પૂજ્ય ગુરુદેવશ્રી : અરે, ન પચે એવી વાત જ નથી. પહેલાં પણ આવો પ્રશ્ન આવ્યો હતો તો, કીધું કે ન પચે એવું લાગતું હોય ને તો, હોજરીને તૈયાર કરો. પચાવવાની તાકાત પ્રગટ કરો ! સાધારણ ગરીબ માણસ પણ રોજ રોટલી ખાતો હોય અને એક દિવસ મીઠાઈ ખાવા મળે તો શું ના પાડે છે? હોજરી તૈયાર કરે છે ને ! અરે, પહેલાં પૈસા થોડાં હતાં અને હવે વધી ગયા છે તો પચી ગયા કે નહિ?
આત્મા એક સમયમાં પરમાત્મા થવાની તાકાતવાળો છે તેને ઓછી તાકાતવાળો 0 માને છે તેને દ્રવ્યના સ્વભાવની શ્રદ્ધા જ નથી. પહેલાં વસ્તુના સ્વભાવની શ્રદ્ધા તો કર ! પછી પુરુષાર્થ એટલો ન ઉપડે એ જુદી વાત છે પણ વસ્તુનો સ્વભાવ પૂર્ણ તાકાતવાળો છે તેની શ્રદ્ધા કર.
- સ્ત્રી, પુરુષ, નપુંસકના લિંગને ન જુઓ, એની અંદર આત્મા બેઠો છે તે પૂર્ણ છે તાકાતવાળો છે. તેને નબળો માને છે તેને દ્રવ્યની સાચી શ્રદ્ધા જ નથી.
ભગવાન આત્મા જ્ઞાનથી ભરપુર, બેહદ સ્વભાવથી ભરેલો છે તેને જેટલા જોરથી જાણીને તેમાં કરવું જોઈએ તેટલા જોરથી જાણીને ઠર્યો નહિ તેથી તેણે પૂર્ણ જાણ્યું નથી ૦ એમ અહીં કહેવા માગીએ છીએ. તેણે આત્માને નથી જાણ્યો એમ નથી કહેવું પણ જે ઉગ્ર તપ વડે સ્થિરતા થવી જોઈએ તે થઈ નથી. વસ્તુમાં તો પૂર્ણ સ્થિર થવું એવો જ સ્વભાવ છે પણ પર્યાયમાં જે ઉગ્ર જોર વડે સમાધિ શાંતિની સ્થિરતા પ્રગટ થવી જોઈએ તે થઈ નથી એટલી નબળાય છે તે અપેક્ષાએ આત્માને જાણ્યો નથી એમ કહ્યું છે.
રણે ચડ્યાં રજપૂત છુપે નહિ એક સાધારણ રજપૂત પણ ક્યાંય છુપા ન રહે. તેની વીરતા કોઈ જુદી હોય. એક વાણિયાની જાનમાં સાથે એક રજપૂતને લીધો હતો જાન અડધે પહોંચી ને બહારવટિયા આવ્યા ત્યારે રજપૂત વાણિયાને કહે છે તમે બધાં એક બાજુ બેસી જાવ. મને સામો જવા દ્યો. વાણિયા તો બેસી ગયા ને એકલો રજપૂત સામો