________________
પ્રવચન-૨૮)
[ ૧૫૭
જઈને કહે છે જુઓ ! હું છું રજપૂત, હું ટૅટૅ કરનારો વાણિયો નથી, તમારે માથા મૂકવા હોય તો સામે આવી જાવ !..રજપૂતની વીરતા જોઈને જ બહારવટીયા ભાગી ગયા.
તેમ આત્મા વીરતા ...વીરતા....વીરતાથી ભરેલો વીર છે. પણ હરિહરોને પર્યાયમાં એટલી પૂર્ણ વીરતા પ્રગટી ન હતી કે તરત જ પૂર્ણતાને પામી જાય, એટલી પર્યાયમાં ખામી હતી તે અપેક્ષાએ એણે આત્માને જાણ્યો નથી એમ કહ્યું છે પણ સર્વથા જાણ્યો નથી એમ નથી. જેમાં પુણ્ય-પાપની ગંધ પણ નથી એવા શુદ્ધોપયોગ સ્વરૂપમાં લીનતા પ્રગટ કરી ન હતી તેથી વીતરાગ રત્નત્રયના ધારક યોગીઓ જેવી રીતે આત્માને જાણે છે તેવી રીતે હરિહરોએ જાણ્યો ન હતો. તદ્દભવ મોક્ષગામી યોગીઓ આત્મામાં જેવું જોડાણ કરે છે તેવું જોડાણ હરિહરોએ કર્યું ન હતું. તેથી પરમ શુદ્ધોપયોગની અપેક્ષાએ તેને આત્માને નહિ જાણનારા કહ્યાં છે.
જુઓ ! પરમ શુદ્ધ ઉપયોગની અપેક્ષાએ કહ્યું છે હો ! શુદ્ધ ઉપયોગ તો થયેલો છે પણ અબુદ્ધિપૂર્વકના રાગને પણ ટાળી નાંખે એવો પરમ શુદ્ધોપયોગ સ્વરૂપમાં એકાગ્ર ધ્યાન તે થયું નથી તે અપેક્ષાએ હરિહરો આત્માને જાણતા નથી.
સાક્ષાત્ પરમ ઉપાદેય શુદ્ધાત્માને તભવ મોક્ષગામી મુનિઓ જ આરાધી શકે છે. હરિહરો આવા આત્માને જાણી શકતાં નથી. સારાંશ એ છે કે આવો શુદ્ધાત્મા જ એક ધ્યાન કરવા લાયક છે.
પાવૈયાને પણ પાણી ચડી જાય એવી આ વાતો છે.
હવે આગળની ગાથામાં કહે છે કે કર્મ અને શરીર તો આત્મામાં નથી, પુણ્ય-પાપ ભાવ પણ આત્મામાં નથી એ તો ઠીક, પણ ઉત્પાદુ-વ્યયનું પરિણમન પણ આત્મામાં નથી એમ કહે છે, સમજાય છે આમાં !
જેમ સોનાના દાગીનામાં કડું મંગાવીને કુંડલ બનાવે તો એ સોનાની જ પર્યાય છે–પર્યાય વગરનું સોનું ન હોય પણ કહે છે કે કડાની અવસ્થા ગઈ અને કુંડલની અવસ્થા થઈ તે-રૂપે સોનું નથી. સોનું તે ઉત્પાદ-વ્યયથી રહિત છે. તેમ આત્મદ્રવ્યમાં પરિણમન નથી. વસ્તુ તો ધ્રુવ થાંભલો છે. વસ્તુ ઉત્પાત્રેયના પરિણમન વિનાની છે.
પર્યાયાર્થિકનયથી વસ્તુ ઉત્પાવ્યયથી સહિત છે તોપણ દ્રવ્યાર્થિકનયથી ઉત્પાવ્યયથી રહિત છે. વસ્તુ અંદરમાં છે..છે...છે...તે અનાદિ અનંત છે. તેમ આત્મા પણ એક વસ્તુ હોવાથી અનાદિ-અનંત દ્રવ્ય છે પણ અવસ્થાનું થવું અને જવું તે ધ્રુવમાં નથી.
આ તો બહુ ઝીણી વાત છે પણ તારાં ઘરની વાત છે હો ભાઈ ! તારો ચિઘન આત્મા એકલો ધ્રુવ છે, ફૂટસ્થ છે, નિત્ય છે એકરૂપ છે જેમાં, ભાવ-અભાવ નથી. ભાવ એટલે પર્યાયનું ઉત્પન્ન થવું અને અભાવ એટલે પર્યાયનું નાશ થવું તે વસ્તુની અંદરમાં