________________
૧૦૮)
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો નથી. નવી અવસ્થા થવી અને જૂની નાશ પામવી એવું જે પર્યાયનું પરિણમન તેનાથી વસ્તુ રહિત છે. દ્રવ્ય-વસ્તુ સદા નિત્ય...નિત્ય ધ્રુવ છે.
તીર્થંકરદેવોએ દેહમાં રહ્યાં છતાં પણ નિર્વિકલ્પ સમાધિના બળે આવા નિત્ય એકરૂપ દ્રવ્યને જોઈ લીધો છે.
અસદ્દભૂત વ્યવહારનયથી આત્મા દેહમાં રહેલો છે તે વાત આગળ આવી ગઈ. હવે સદભૂત વ્યવહારનયથી આત્મા ઉત્પાદ-વ્યયથી સહિત છે તે કહે છે. દ્રવ્યાર્થિકનય તે નિશ્ચય છે અને પર્યાયાર્થિકનય તે વ્યવહાર છે. વ્યવહાર નથી એમ નથી પણ વ્યવહારને લીધે નિશ્ચય છે એમ નથી. રાગ પણ વ્યવહાર છે અને પર્યાય પણ વ્યવહાર છે. તે રાગ કે પર્યાયને લઈને દ્રવ્ય છે એમ નથી. વ્યવહારને લીધે નિશ્ચય છે એમ નથી.
તું અનાદિ-અનંત ચૈતન્ય છો કે નહિ? શરીર અને કર્મ તો ઘણાં આવ્યા અને ગયા તેની વાત રહેવા દે. અંદરમાં પુણ્ય-પાપ ભાવ પણ ઘણાં થઈ ગયા પણ તે તું નહિ. તું તો અનાદિ-અનંત ધ્રુવ દ્રવ્ય છો, અને તારી વર્તમાન દશામાં ઉપજવું-વિણસવું થાય છે તે જ ખરો વ્યવહાર છે. તેથી જ એક ન્યાયે, પર્યાયને અભૂતાર્થ કહી છે. ભૂતાર્થમાં પર્યાય નથી છતાં આશ્રય કરનાર એ પર્યાય જ છે.
પર્યાયનું લક્ષ કરતાં ભેદ પડે છે માટે તે વ્યવહાર છે. તે વ્યવહાર હોય છે પણ તેનો અર્થ એવો નથી કે વ્યવહાર વડે નિશ્ચય પમાય છે. કોઈ એમ કહે કે આશ્રય તો પર્યાયે કર્યો ને !–હા. આશ્રય પર્યાય કરે છે પણ આશ્રય કોનો કર્યો? કે દ્રવ્યનો પર્યાય તો તેમાં અભેદ થઈ જાય છે તે નિશ્ચય છે. પણ દૃષ્ટિની પર્યાયનો વિષય તો એકલો ભૂતાર્થ છે. ભૂતાર્થનો આશ્રય કરે છે ત્યારે તે વિષય બને છે પણ પર્યાયના આશ્રયે ભૂતાર્થ વિષય બનતો નથી તેથી કહ્યું છે કે વસ્તુ ધ્રુવ....ધ્રુવ.....ધ્રુવ..છે. તેમાં પરિણામ નથી. કોઈ આવી વાત કરે તો લોકોને બેસે નહિ પણ લોકોને ક્યાં ખબર છે ! દ્રવ્યમાં પરિણમન ક્યાં છે ! દ્રવ્ય-વસ્તુ અપરિણામી છે. પર્યાયમાં પરિણમન છે, દ્રવ્યમાં નથી.
- બાપુ! આ તો બાદશાહના ઘર છે. સાધારણ બાદશાહના ઘરે જવું હોય તો પણ સરખાં-વ્યવસ્થિત થઈને જવું પડે છે, તો આ તો ત્રણલોકનો બાદશાહ આત્મા પોતે છે. એકલો ધ્રુવ ધ્રુવ... ધ્રુવ છે તેનું લક્ષ કરનારી ભલે પર્યાય છે પણ ધ્રુવમાં તે પર્યાય નથી. આ તો પરમાત્મપ્રકાશ છે અને તેમાં પણ પર્યાયમાં પરમાત્મા છે તેની વાત નથી, આ તો દ્રવ્યપરમાત્માની વાત ચાલે છે.
જોકે આત્મા ઉત્પાદ-વ્યયથી પરિણત છે તોપણ, દ્રવ્યાર્થિકનયથી આત્મા ઉત્પાદ-વ્યયથી રહિત છે. એકરૂપ ધ્રુવ ચિદાનંદ વસ્તુ પરિણમન વગરની છે. આહાહા....આ વાત બધાને બેસે કે નહિ? કેમ ન બેસે ! બધાં આત્મા છે ને ! મને આ વાત નહિ બેસે એવું ઊંડું